________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
જૈન રામાયણ મુનિ જ્ઞાની હતા. ભૂત-ભાવિ વર્તમાનને જાણી શકતા હતા તેમણે કહ્યું : “જે વ્યક્તિ “સાહસગતિ' વિદ્યાધરનો વધ કરશે તે તારી કન્યાઓનો પતિ થશે.'
પિતાજીએ સાહસગતિનો વધ કરનાર પરાક્રમી પુરુષનું અન્વેષણ કરાવ્યું, પરંતુ કંઈ જ સમાચાર ન મળ્યા. હવે વિદ્યાશક્તિ વિના તેની ભાળ મળે એમ ન લાગવાથી અમે જ વિદ્યાસિદ્ધિ માટે નિર્ધાર કર્યો અને આ મહામુનિ ભગવંતોની સામે જ વિઘાસિદ્ધિ કરવા બેસી ગયાં!
જ્યારે પેલા અંગારક વિદ્યાધરે જાણ્યું કે અમે વિદ્યાસિદ્ધિ માટે બેઠાં છીએ ત્યારે તેણે અમારા કાર્યમાં વિન નાખવા માટે દાવાનલ પેટાવ્યો! હે નિષ્કારણ બંધુ! તમે એની ધારણા ધૂળ ભેગી કરી લીધી. દાવાનલ તમે બુઝાવી નાંખ્યો. છ મહિને સિદ્ધ થનારી એ “મનોગામિની વિદ્યા' અમને ક્ષણવારમાં સિદ્ધ થઈ!' ત્રણેય કન્યાઓ હનુમાનજીને પુનઃ નમન કરી ઊભી રહી.
“સાહસગતિનો વધ કરનાર મારા સ્વામી શ્રી રામ છે! હું તેમના જ કામે લંકા જઈ રહ્યો છું. રામપત્ની સતી સીતા, કે જેનું રાવણ અપહરણ કરી ગયો છે, હું તેમની ભાળ કાઢવા જાઉં છું. જો તેનામાં સદ્બુદ્ધિ જાગશે અને સીતાને પાછી સોંપી દેશે તો સારું છે, નહીંતર શ્રીરામ અને તેમના અનુજ શ્રી લક્ષ્મણ કરોડો વિદ્યાધરોનું સૈન્ય લઈ, લંકા પર આક્રમણ કરશે, લંકા અને રાવણનો સર્વનાશ થશે. સીતાજીની મુક્તિ માટે જે કંઈ કરવું પડશે, તે કરીને સીતાજીને મુક્ત કરીશું.
ધન્ય વીરપુરુષ! અમે જેમના માટે તલસીએ છીએ, એ જ મહાપુરુષ શ્રી રામના આપ અંગત અને વિશ્વાસપાત્ર સુભટ છો, એ જાણીને અમારા આનંદની અવધિ નથી. હવે અમારી એક વિનતી છે : આપ નગરમાં પધારો. અમારા પિતા ગંધર્વરાજ આપનું સ્વાગત કરી, તેમની પુત્રીઓને પ્રાણદાન, વિદ્યા દાન કરનાર પરોપકારી પુરુષનું આતિથ્ય કરી પ્રસન્ન થશે.”
તમારી વિનંતી યોગ્ય છે, પણ મારા કાર્યમાં વિલંબ થાય તે...' “અમે આપના કાર્યમાં જરાય વિલંબ નહીં થવા દઈએ. હવે જે કાર્ય માટે આપ નીકળ્યા છો, તે કાર્ય અમારું પણ છે ને! શ્રી રામનું કામએ અમારું પણ કામ!
ત્રણેય કન્યાઓ સાથે હનુમાનજી દધિમુખ નગરીમાં ગયા. રાજા ગંધર્વરાજે ત્રણેય કન્યાઓને કોઈ અજાણ્યા પુરુષ સાથે આવતી જોઈ, વિચારમાં પડી ગયા. પણ ત્યાં જ કન્યાઓએ આવી પિતાચરણે વંદના કરી, હનુમાનજીની
For Private And Personal Use Only