________________ 28 જ્ઞાનમંજરી - જ્ઞાનમંજરી :–આત્માના અનુભવમાં મગ્ન હોય તે કેવા હોય છે તે કહે છે:--અનાદિ વિભાવથી વિરામ પામેલા જે જીવની જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર સમાન પરમાત્મ સમાધિમાં મગ્નતા, લીનતા હોય, તે જીવનું વર્ણ, ગંધ, રસ, આદિ વિષમાં પ્રવર્તન, હાલાહલ મહા વિષવાળા ભજન સમાન છે. કારણ કે જે અમૃતના સ્વાદમાં મગ્ન થયેલ છે તે વિષય વિષ ભેગવવા કેમ પ્રવર્તે? “માલતી ફૂલે મહિયે કેમ બેસે છે બાવળ તરુલંગ કે; અજિત જિર્ણોદશું પ્રીતડી” જેમ માલતીના ભાગમાં મગ્ન થયેલે મધુકર કેરડા આદિ ઉપર ન વસે, તેમ શુદ્ધ, નિ:સંગ, નિરામય (કર્મરોગ રહિત, નીરોગી), નિર્લેન્ડ, નિજ આત્મજ્યતિમાં મગ્ન થયેલા જીવનું મન અનંત જીએ ઈરછેલા, પોતે અનંત વાર ભોગવીને છાંડી દીધેલા અને ખરેખર અગ્ય તથા આત્મગુણો ઉપર આવરણ આણવાના કારણરૂપ વિષયમાં પ્રવર્તે નહીં, એ ભાવ છે. 2 स्वभावसुखमग्नस्य जगत्तत्वावलोकिनः / कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते // 3 // ભાષાર્થ –સહજાનંદને વિષે મગ્ન પુરુષ સ્યાદ્વાદ અનુસાર શુદ્ધ તત્વ સ્વરૂપને પરખીને લેકના દેખનાર હોય છે, તેને પિતાના આત્માથી અન્ય પદાર્થનું કર્તાપણું હતું નથી, તેનું સાક્ષીપણું બાકી રહે છે. માટી આદિ ભાવ ઘડાપણે પરિણમે ત્યાં કુંભાર આદિ સાક્ષી માત્ર છે, તે કેમ અભિમાન ધરે છે કે અમે ઘડાદિ ભાવના કર્તા છીએ? આ ભાષાવર્ગણ દ્રવ્ય વર્ણ (સ્વર-વ્યંજન) પણે પરિણમે