________________ 26 જ્ઞાનમંજરી શુદ્ધના વળી બે ભેદ છેઃ સાધક અને સિદ્ધ તેમાં સાધક તે વસ્તુ સ્વરૂપની સન્મુખ છે. પહેલા ચાર ન (સંગ્રહ, નૈગમ, વ્યવહાર અને બાજુસૂત્ર) પ્રમાણે અનુષ્ઠાન રહિત દગ્ધાદિ દોષ રહિત, વિધિ સહિત, દ્રવ્ય સાધનની પ્રવૃત્તિમાં પરિણમેલા, વસ્તુ સ્વરૂપ સાધ્યની રુચિવાળા મગ્ન કહેવા યોગ્ય છે. શબ્દ આદિ નયે મગ્ન તે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ રૂ૫ આત્મસમાધિમાં મગ્ન છે. સંપૂર્ણ નિરાવરણ વસ્તુ સ્વરૂપમાં મગ્ન તે નિષ્પન્ન કે સિદ્ધ છે. અહીં તે ગુણસ્થાનાદિ પ્રમાણે વિશુદ્ધ સ્વરૂપના આનંદમાં મગ્નપણું દેખાય છે ત્યાં મગ્નતાનું લક્ષણ જણાવતાં કહે છેઃ ચામડી, જીભ, નાક, આંખ, કાનરૂપ ઇંદ્ધિના સમૂહને વિષયમાં પ્રવર્તતા રેકીને, “વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે તે ઈહાં પ્રત્યાહારે રે” એ વચન પ્રમાણે, પિતાના ચેતના અને વીર્યના એકત્વમય વિકલ્પરૂપ મનને સમાધિમાં જોડીને એટલે વિષયમાં જતું અટકાવી આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને, પિતાના માત્ર જ્ઞાનસ્વરૂપ આત્મામાં વિશ્રાંતિ લેનાર મગ્ન કહેવાય છે. સમાધિ એટલે “જેનું ધ્યાન કરે છે તે જ પદાર્થનું ભાસવું,” આત્મસ્વરૂપના જ્ઞાનમાં એક્તારૂપ સમાધિ છે, દર્શન જ્ઞાનમય જ આત્મા છે. “વાતો નાના " જ્ઞાન દર્શન ગુણે ઉપગી એ વચન પ્રમાણે પણ મુખ્યપણે અહીં જ્ઞાન માત્ર આત્મા કહ્યો છે. અનાદિથી આ જીવ પુદ્દગલ સ્કંધથી થયેલા વર્ણ, રસ, ગંધ, સ્પર્શદિવાળા મનેહર પદાર્થો તથા સ્વજને વિષે ભમતાં, કોટિ કેટિ વિકલ્પ કર્યા કરે છે; ઈષ્ટ વિષયને