________________ 2 મગ્નાષ્ટક प्रत्याहृत्येन्द्रियव्यहं समाधाय मनोनिजम् / दधच्चिन्मात्रविश्रान्तिं मग्न इत्यभिधीयते // 1 // ભાષાર્થ - ઈન્દ્રિયોના સમૂહને નિજ નિજ વિષયના પ્રવર્તનથી પાછા વાળીને અને પિતાના મનને વિષમાં ફરતું રેકીને, આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને જ્ઞાન માત્રામાં વિરામ પામતે એટલે સર્વ ભાવ (પદાર્થ) ના જ્ઞાતારૂપ જે હેય તે મગ્ન કહેવાય. અનુવાદ - વાળો વિષયથી ઈન્દ્રિયે, સમાધિમાં મન જાય; જ્ઞાન માત્રમાં વિરમે, તે પ્રભુ મન મનાય. 1 જ્ઞાનમંજરી:- હવે મન્નાષ્ટક કહેવાય છે : નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. દ્રવ્યથી ધન, મદિરાપાન આદિમાં મગ્ન કહેવાય છે; દ્રવ્ય નિક્ષેપે ધન, કાંચનને કારણે મગ્ન, શરીર આદિમાં મગ્ન તે પણ દ્રવ્ય મગ્ન કહેવાય છે. અથવા દ્રવ્યરૂપ મગ્ન બે પ્રકારે છેઃ આગમથી તે “મગ્ન’ શબ્દને શાસ્ત્રથી જાણનાર પણ તે અર્થને ઉપગ (ભાન) જેને નથી તે, નેઆગમથી-જાણનારનું શરીર, ભવ્ય શરીર પૂર્વવત્ (પૂર્ણ શબ્દ વિષે આગલા અષ્ટકમાં જણાવ્યું છે તેમ “મ” શબ્દ વિષે) જાણવું, તવ્યતિરિક્ત તે મૂઢ, શૂન્ય, જડ તે મગ્ન. ભાવ મગ્ન બે પ્રકારે છેઃ અશુદ્ધ અને શુદ્ધ. તેમાં અશુદ્ધ તે ક્રોધાદિમાં મગ્ન, વિભાવવાળે આત્મા