Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust
Catalog link: https://jainqq.org/explore/032363/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને મૃત Page #2 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને શ્રુત સંપાદક ડો. પ્રવીણ દ૨જી ડો. બળવંત જાની, પ્રકાશક વિધાવિકાસ ટ્રસ્ટ નવચેતન કાર્યાલય, નવભારત સાહિત્ય મંદિર Page #3 -------------------------------------------------------------------------- ________________ Shabda Ane Shrut (Abhinandan Granth) Edited by Dr. Pravin Daraji and Dr. Balwant Jani મૂલ્ય બસો રૂપિયા, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૪ આવર-ચિત્ર શ્રી રજની વ્યાસ પ્રાપ્તિસ્થાન નવભારત સાહિત્ય મંદિર મહાવીર સ્વામીના દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ * ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨ નવચેતન કાર્યાલય ૬૧/A, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ વિદ્યાવિકાસ ટ્રસ્ટ ૨૦૯, સંપદા કોમ્પલેક્ષ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ક ચંદ્રિકા પ્રિન્ટરી, મિરઝાપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ટાઈટલ અને આર્ટ-પ્લેટ શુદ્ધ હાઇસ્કેન લિમિટેડ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રારંવ ‘શબ્દ અને શ્રુત એ ગ્રંથના પ્રકાશન સમયે અમે અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથનું નિમિત્ત તો ડૉ. કુમારપાળ દેસાઈને અર્પણ થયેલો પદ્મશ્રીનો ખિતાબ છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે એમને આ ખિતાબ અર્પણ કરવામાં આવ્યો. આ પછી અનેક સંસ્થાઓએ એમનું અભિવાદન કર્યું અને શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, ધર્મદર્શન અને માનવકલ્યાણના ક્ષેત્રની એમની અનેકવિધ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી. આશ્ચર્ય એ વાતનું હતું કે રમતગમતની દુનિયાના લોકોને એમની ધર્મદર્શનની પ્રવૃત્તિનો કશો ખ્યાલ ન હતો. એમના પત્રકારત્વના પાસાને જાણનાર એમના શિક્ષણક્ષેત્રના પ્રદાનથી અનભિજ્ઞ હતા. એમના સાહિત્યને જાણનારાઓ એમણે વિદેશમાં કરેલી પ્રવૃત્તિથી સાવ અજાણ હતા. આથી આવી મેઘધનુષી પ્રતિભાના જુદા જુદા રંગોનો ખ્યાલ આવે તે આશયથી અમે એ ક્ષેત્રના કેટલાક અગ્રણીઓને લેખો લખવાનું નિમંત્રણ આપ્યું. એમને વિશે દેશ અને વિદેશથી પુષ્કળ લેખો આવ્યા. એન્ટવર્પ, કેનિયા, સિંગાપોર, મલેશિયા અને હોંગકોંગના એમના ચાહક-વર્તુળ સુધી અમે પહોંચી ન શક્યા તે સ્વીકારવું રહ્યું. એમાં પણ એમના વિદ્યાર્થી સમૂહના લેખોનો સમાવેશ કરીએ તો એક બીજો ગ્રંથ થાય, આથી બે કે ત્રણ વિદ્યાર્થીઓના જ લેખોને અહીં સ્થાન આપ્યું છે. એ વિશે અલવિયા’ સામયિકના સંપાદક અને ડૉ. કુમારપાળ દેસાઈના વિદ્યાર્થી શ્રી માસુંગ ચૌધરી એક જુદો જ ગ્રંથ પ્રગટ કરવાના છે. એમનાં અનેક કુટુંબીજનો પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં સ્મરણો આલેખવા ઉત્સુક હતા, પરંતુ એમાંથી માત્ર કુટુંબના મુખ્ય મોવડી શ્રી જશવંતભાઈ વી. દેસાઈનો લેખ અહીં મૂક્યો છે. આમાં ક્યાંક જરૂર લાગી ત્યાં લેખકની ટૂંકી પરિચયનોંધ પણ મૂકી છે. આ ગ્રંથનું સંપાદનકાર્ય ગુજરાતી નિબંધ અને વિવેચનસાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર અને શિક્ષણવિદ ડૉ. પ્રવીણ દરજી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા લબ્ધપ્રતિષ્ઠ વિવેચક-સંશોધક ડૉ. બળવંત જાની જેવા વિદ્વાનોએ કર્યું, તે અમારા માટે અત્યંત આનંદની વાત છે. અમે તેમના અત્યંત આભારી છીએ. વળી ડૉ. ધીરુભાઈ ઠાકર, ડૉ. ભોળાભાઈ પટેલ અને પ્રા. પ્રિયકાન્ત પરીખનાં મહત્ત્વનાં સૂચનોને કારણે અમારું કામ ઘણું આસાન બની ગયું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતની આ વિરલ પ્રતિભાની આમાંથી થોડીક ઝાંખી મળી રહેશે તો આ ગ્રંથનું પ્રયોજન સિદ્ધ થયેલું ગણાશે. ૨ ઑક્ટોબર, ૨૦૦૪ પ્રિ. આર. એલ. સંઘવી મુકુંદ શાહ મહેન્દ્ર શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિપ્રેમીઓ શું સંમતીથી - 99 એક રાત્રે મારો દીકરો કહે, “પપ્પા ! પ્રવીણકાકાનો ફોન છે. મેં કહ્યું. “કાકા ! નમસ્કાર', કાકા કહે, “આપણા મિત્રને અભિનંદન આપ્યાં?” કહ્યું, “કોને કાકા ?' કાકા કહે, ‘નથી ખબર ? કુમારપાળભાઈને “પદ્મશ્રી' એનાયત થયાના સમાચાર નથી જોયા ?” મેં કહ્યું, “ના.' કાકાએ કહ્યું કે “હમણાં જ ટી.વી.માં જોયું ને મેં અભિનંદન પણ આપી દીધા ને પછી તમે યાદ આવ્યા એટલે તમને ખબર આપી.” મેં કહ્યું, ‘ના કાકા ! આ ખબર નથી, વધામણી છે અને ખૂબ આનંદ થયો. હું પણ અભિનંદન આપું છું. મેં પ્રયત્ન કર્યો પણ મોબાઇલ કે લૅન્ડલાઇન કોઈ ફોન ન લાગે. સતત એંગેજ ટોન આવે. પછી મોડી રાત્રે વાત કરી, રાજીપો વ્યક્ત કર્યો ને કહ્યું કે “કુમારપાળભાઈ ! તમારા વિશે આ નિમિત્તે કંઈક કાયમી સંભારણા જેવું જળવાઈ રહે એવું કરવું છે.” “તમારી ભાવના છે જ ને બળવંતભાઈ' જેવો ટૂંકો પ્રતિભાવ અને ફોન પૂર્ણ કર્યો. પછી અમે પ્રવીણભાઈ મણિયાર અને પ્રવીણભાઈ પુંજાણી મળેલા અને જૈન એકેડેમીના ઉપક્રમે કુમારપાળભાઈનું સન્માન અને એમના પ્રદાન વિશે પરિસંવાદનું આયોજન વિચારેલું. પણ પછી પર્યુષણ પર્વ આવ્યું અને પ્રવીણભાઈ પુંજાણીની તબિયત પણ લથડી. દરમ્યાન પ્રવીણભાઈ અનંતની યાત્રાએ ચાલ્યા ગયા. અમારે કુમારપાળભાઈને પ્રસંગોપાત્ત મળવાનું બને. એક વખત કહે કે, ‘તમે કહેતા હતા એમ વિદ્યાવિકાસ ટ્રસ્ટ, નવભારત સાહિત્ય મંદિર અને નવચેતન' કહે છે કે કાયમી સાચવવા જેવો ગ્રંથ કરવો છે.” એ બધા મિત્રોનો ખૂબ જ ઉમળકો હતો. મહેન્દ્રભાઈ અને મુકુંદભાઈ કહે કે ‘રમતજગતના કુમારપાળભાઈના પ્રદાનથી ધર્મ અને દર્શનવાળા કે સાહિત્યવાળા Page #7 -------------------------------------------------------------------------- ________________ અજાણ છે અને ધર્મદર્શનવાળા, સાહિત્યિક પાસાથી અજાણ છે. આપણે એ બધાને કુમારપાળથી સુપરિચિત કરવા છે.” મેં પણ કહ્યું, ‘હા, બરાબર છે. આપણે સમગ્ર કુમારપાળભાઈને ભાવિ પેઢી સમક્ષ મૂકવા છે. કુમારપાળથી પૂરા અભિજ્ઞ ન હોય એમને અભિજ્ઞિત કરવા છે. લેખો મેળવવાનું ગોઠવીએ.” વિદ્યાવિકાસ ટ્રસ્ટ, નવચેતન અને નવભારત સાહિત્ય મંદિરે ભારે ઉત્સાહથી કામ ઉપાડ્યું. પત્રો મોકલ્યા અને લગભગ એકાદ મહિનામાં તો લેખોનો ઢગલો થયો. આટલી બધી સામગ્રી, આટલો બધો પ્રતિસાદ મળશે એવી અમને મિત્રોને કલ્પના પણ ન હતી. લગભગ એવું કોઈ ન હતું કે જેમણે લેખો ન મોકલ્યા હોય. કુમારપાળભાઈ પરત્વેની પ્રીતિનો પડઘો જબરો પડ્યો. વળી પાછા અમે બધા મિત્રો મળ્યા. પ્રકાશકોએ કહ્યું કે હવે આનું સંપાદન શરૂ કરો. મેં કહ્યું, “એકલાથી તો ક્યાંથી થાય?” મને તરત જ સન્મિત્ર પ્રવીણ દરજી યાદ આવ્યા. ફોન કર્યો. ભારે ઉમળકાથી હા ભણી ને અમારું કામ ચાલ્યું. ગ્રંથનામ નક્કી કર્યું – “શબ્દ અને શ્રુત'. ખૂબ લેખો હતા. વિદ્યાર્થીઓના બાદ કર્યા, તો પણ ખાસ્સા હતા. સગાંસંબંધીના લેખો પણ સામેલ ન કર્યા. અંતે એ સિવાયના શતાધિક લેખો જોવા શરૂ કર્યા. લેખોને આઠ ભાગમાં વિભાજિત કર્યા. કુમારપાળભાઈના તમામ પાસાઓને આવરી લેવાયા અને એકસો ને સાઠ જેટલા વિદ્વાનોનુંસંસ્કારપુરુષોનું અધીત તે આ “શબ્દ અને શ્રુત'. આ બધામાં દરેક સ્થાને સતત મદદરૂપ થયેલા પ્રવીણ દરજીનું માર્ગદર્શન મારી મોટી મૂડી છે. ઉપરાંત મુકુંદભાઈ, મહેન્દ્રભાઈ અને પ્રિ. આર. એલ. સંઘવીએ પણ આપેલો ઉષ્માભર્યો સહયોગ આ ગ્રંથને આવા સુંદર રૂપે-રંગે પ્રકાશિત કરવામાં કારણભૂત છે. ભારે મોટા ગજાના ઉદ્યોગપતિઓ, પ્રકાંડ પંડિતો, અગ્રણી લેખકો, તત્ત્વચિંતકો, સમાજ સેવકો, રમતજગતના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વિદેશી મહાનુભાવો અને સાધુ ભગવંતોથી માંડીને વિજ્ઞાનીઓનું સંગમતીર્થ આ શબ્દ અને શ્રુત છે. એકબીજાથી અજાણ્યા કુમારપાળભાઈથી કેટલા અને કેવા જાણીતા છે એનો પરિચય આ ગ્રંથ દ્વારા થશે. આ ગ્રંથ આપણા સમયના નખશિખ સજ્જ અને સજ્જન વિદ્યાપુરુષ-સંસ્કારપુરુષની વ્યક્તિમત્તાનો સુપેરે પરિચય કરાવે છે. ગુજરાતનું ભારતીય સંસ્કારજીવનને જે પ્રદાન છે તે આ કુમારપાળભાઈ છે; એવું સહુ કોઈને લાગે છે. પ્રથમ ભાગમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે કુમારપાળભાઈનું પ્રદાન ત્રીસ જેટલા ગુજરાતી વિદ્વાનોએ પોતાની રીતે ચીંધી બતાવ્યું છે. એમના સંશોધન, ચરિત્રલેખન અને બાળ સાહિત્યસર્જન જેવા ક્ષેત્રમાં જે કંઈ આગવું પ્રદાન એમણે કર્યું છે એ ભાનુપ્રસાદ પંડ્યા, બળવંત જાની, નીતિન વડગામા, પ્રસાદ બ્રહ્મભટ્ટ, મણિલાલ પટેલ, બહેચરભાઈ પટેલ વગેરેએ વિગતે નિર્દેશ્ય છે. ભોળાભાઈ પટેલે ખૂબ જ વિશદ રીતે ‘શબ્દસમીપ' ગ્રંથ અનુષંગે કુમારપાળ-ભાઈના વ્યક્તિત્વને અને એમાં વસતા વિચારશીલ વિવેચકને મૂલવેલ છે, તો રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી, મધુસૂદન પારેખ, કે. કા. શાસ્ત્રી, ધીરુભાઈ ઠાકર, પ્રવીણ દરજી, વિજય પંડ્યા, સુમન શાહ, VI Page #8 -------------------------------------------------------------------------- ________________ રતિલાલ નાયક, જોરાવરસિંહ જાદવ વગેરેએ એમના સાહિત્યકાર તરીકેના કોઈ ને કોઈ પાસાને કે બહુમુખી વ્યક્તિત્વના કોઈક ને કોઈક પાસાને લેખનો વિષય બનાવીને પોતાનો પ્રતિભાવ પ્રસ્તુત કરેલ છે. લગભગ બધાંને કુમારપાળભાઈના સાહિત્યિક પ્રદાનથી પરિતોષ છે. એ સર્વ લેખોમાંથી કુમારપાળભાઈની એક શીલભદ્ર સારસ્વતની છબી પ્રગટતી જણાય છે. બીજા વિભાગમાં ધર્મ અને દર્શનક્ષેત્રના છ મહાનુભાવોએ કુમારપાળભાઈના વ્યક્તિત્વના એ પાસાને નિજી રીતે મૂલવ્યું છે. અહીં આચાર્ય પધસાગરસૂરિ, આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી, આચાર્ય શીલચંદ્રવિજયજી જેવા સાતેક જેન, મહંત દેવપ્રસાદજી, બ્રહ્માકુમારી સરલાદીદી અને મા સર્વેશ્વરી જેવા ચારેક જૈનેતર સંતોએ એમના લેખોમાં અધ્યાત્મવિદ્યા ક્ષેત્રે પ્રગટેલાં કુમારપાળભાઈનાં તેજ અને તપને પોતાના આશીર્વાદ આપ્યા છે, તો દીપચંદભાઈ ગાર્ડ, શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, પ્રતાપભાઈ ભોગીલાલ જેવા દશેક શ્રેષ્ઠીઓ અને જૈન સંઘના વિવિધ ફિરકાના મોવડીઓએ કુમારપાળભાઈના ધર્મ-દર્શનને અને તેમના તવિષયક પ્રભાવને ઉપસાવી આપવાનું કાર્ય સુપેરે કર્યું છે. શ્રાવકવર્ય તપસ્વી સમાન શશીકાંતભાઈ મહેતા, વસંતભાઈ ખોખાણી, પ્રવીણભાઈ મણિયાર, કુમારપાળ વી. શાહ, ગુણવંત બરવાળિયા વગેરેના લેખો પણ કુમારપાળભાઈના ધર્મમૂલક વ્યક્તિત્વને અને એમાંથી પ્રગટતા ભારતીય રૂ૫ તરફ અંગુલિનિર્દેશ કરે છે. કુમારપાળભાઈની વ્યાપક ધર્મભાવના, ધર્મસમજણ અને ધર્મમર્મની અભિજ્ઞતાનો પૂરો પરિચય એ લેખોમાંથી થઈ રહે છે. સાહિત્યકાર કુમારપાળમાં ધર્મતત્ત્વનો એક બીજો છેડો પણ કેટલો સમૃદ્ધ છે તેનો પરિચય કરાવતા આ લેખો સ્વયં ગ્રંથની ગરિમા બની રહે છે. ત્રીજો વિભાગ કુમારપાળભાઈના બહુપરિમાણી વ્યક્તિત્વનો પરિચય કરાવતા અડતાળીસ લેખોનો છે. અહીં એમની નિકટમાં આવીને એમના વ્યક્તિત્વના કોઈ ને કોઈ પાસાથી પ્રભાવિત થયા તેની વિગતો મળે છે. એ નિમિત્તે કુમારપાળના વ્યક્તિત્વના વિવિધ પાસાઓથી પરિચિત થવાય છે. અહીં કે. લાલ અને શાહબુદ્દીન રાઠોડ જેવાથી માંડીને બી. જે. દીવાન અને મફતકાકા જેવા મહાનુભાવો છે તો પ્રેમપુરી આશ્રમના નટવરભાઈ દેસાઈ અને મદનમોહન વૈષ્ણવ તથા ડૉ. શેખરચંદ્ર જેને પણ છે. ઉપરાંત તખ્તસિંહ પરમાર, વિનોદ અધ્વર્યુ, રજનીકુમાર પંડ્યા, પન્નાલાલ શાહ, ગુલાબ દેઢિયા, વિજય શાસ્ત્રી, પદ્મા ફડિયા અને મુકુંદભાઈ શાહ જેવા ઘણા બધા સાહિત્યકારો પણ છે. કુમારપાળભાઈના મેઘધનુષી વ્યક્તિત્વની અનેક લકીરો અહીં ઝળહળી રહે છે. આ અડતાળીસ મુરબ્બીઓ, મિત્રોએ કુમારપાળની નિકટ હોવાના કારણે વ્યક્તિત્વની જે સુવાસ અનુભવી એ સુગંધિત સુવાસની ફોરમ આપણા સુધી પહોંચાડી છે. એમ આ બધા અત્તરિયાઓએ સંઘરી રાખેલી કુમારપાળ વિશેની સુવાસ હવે સામાજિક સહિયારી સંપદા બને છે. જે આપણને એમના માનવીય, સૌજન્યપૂર્ણ અને પરમશ્રદ્ધેય વ્યક્તિમત્તાના ગુણોનો સુંદર પરિચય VII Page #9 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું કુમારપાળમાંથી અવિરત વહેતું આવ્યું છે, જેણે આ બધા મિત્રોને ભારે ભીંજવ્યા છે, એ ભીનાશ અહીં એમના લેખોમાંથી આપણને પણ અનુભવાય છે. કહો કે આપણે પણ ભીના થઈએ છીએ. આપણને કુમારપાળના આવા વ્યક્તિત્વના શીકરોથી આર્ટ બનાવનારા આ વિભાગના લેખોનું પણ અદકેરું મૂલ્ય છે. ચોથો વિભાગ રમતજગત વિશેના અર્પણનો છે. અહીં આ વિષયના એમના અર્પણનો પરિચય કરાવનારા આઠ લેખો પ્રાપ્ત થયા છે. એમાં સુરેશ સરૈયા, ધીરજ પરસાણા, અરુણ શ્રોફ, જગદીશ બિનીવાલે, સુધીર તલાટી જેવા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાત મહાનુભાવોની સંગત પ્રાપ્ત થઈ છે. એમની સંગતથી કુમારપાળભાઈની રમતસમીક્ષા કેવી શ્રદ્ધેય, અભ્યાસપૂત, માહિતીપ્રદ અને તુલનાત્મક હોય છે એનો પરિચય પ્રાપ્ત થાય છે. તેઓ આપણી ભાષાના પણ રાષ્ટ્રીય કક્ષાના રમતસમીક્ષક છે. આપણે ત્યાં ફિલ્મ સમીક્ષા અને રમતસમીક્ષા ક્ષેત્રે બહુ ઓછા જાણકારો ક્રિયાશીલ છે. કુમારપાળભાઈએ આ ઓછું જાણીતું અને ખૂબ મહેનત માગી લે તેવું ક્ષેત્ર પકડીને પોતાના વ્યક્તિત્વનો એક નિરાળો કહી શકાય તેવો રંગ પ્રકટ કર્યો છે. તેમની આ સમીક્ષાઓનું તત્કાલીન મૂલ્ય તો રહ્યું છે જ, સાથે એટલું જ એનું ઐતિહાસિક મૂલ્ય પણ રહ્યું છે. અહીં આ વિભાગના લેખો એ દિશામાં પ્રથમ પગલું પાડે છે. આપણે ત્યાં રમતજગતની સમીક્ષાની સમીક્ષા તો ભાગ્યે જ થઈ છે. પાંચમો વિભાગ સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રના એમના પ્રદાનનો છે. આપણે ત્યાં સાહિત્યિક પત્રકારત્વમાં ખૂબ ખેડાણ થયું છે પણ એમાં દરેક પોતાના કોઈ ને કોઈ એક પાસાથી પ્રદાન કરતા હોય છે. કોઈ નિબંધ દ્વારા કોઈ સાહિત્યિક સમીક્ષા દ્વારા, કોઈ પ્રવાસવૃત્ત કે અંગત અનુભવવૃત્ત દ્વારા, કોઈ ધર્મદર્શન અને વિચારપ્રધાન ચિંતનલેખ દ્વારા, મૂલ્યનિષ્ઠ અને સંસ્કારમૂલક બોધાત્મક લેખ દ્વારા–પણ આ બધા પ્રકારની વિવિધતાપૂર્ણ સામગ્રીનો રસથાળ કોઈ એક પાસે હોય તો એ છે માત્ર અને માત્ર કુમારપાળ દેસાઈ. એમના આ વૈવિધ્યપૂર્ણ એવા સાહિત્યિક પત્રકારત્વ-પ્રદાનનો અને પત્રકારત્વ-વિષયકસૈદ્ધાત્તિક આલોચનાત્મક ગ્રંથોનું કાર્ય મારી દૃષ્ટિએ પત્રકારત્વ-જગતક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. કુમારપાળભાઈના આ વિશિષ્ટ પાસાનું દર્શન અહીં શાંતિલાલ શાહ, યાસિન દલાલ, બળવંતભાઈ શાહ, અને ચંદ્રકાન્તભાઈ જેવા મિત્રોએ પૂરા અભ્યાસ સાથે મૂલવ્યું છે. એમનું પત્રકારત્વક્ષેત્રે પ્રદાન એ પણ ગુજરાતી સાહિત્યની એક મોટી સિદ્ધિ તરીકે હંમેશાં યાદ રહેશે. છઠ્ઠો વિભાગ એમની વિવિધ સંસ્થાઓનાં સંકલન-સંચાલન અને સંવર્ધનજન્ય કામગીરીના મૂલ્યાંકનનો છે. એમાં પણ આ ક્ષેત્રે જેમનું પાયાનું પ્રદાન રહ્યું છે એવા મહાનુભાવો રતિલાલ ચંદરયા અને નેમુ ચંદરયા તથા બી. એમ. મૂળે, વિનોદચંદ્ર ત્રિવેદી, હસુ યાજ્ઞિક વગેરેએ તે વિશે લખ્યું છે. એમના તંત્રવાહક તરીકેના કાર્યમાં કેવી મૂલ્યનિષ્ઠા, સેવા અને સમર્પણભાવના પડી છે તેનો પરિચય આ લેખો કરાવે છે. ગુજરાતમાં અનિવાર્ય એવું એમના દ્વારા કેવું ઉત્તમ VII Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુણવત્તાવાળું મળ્યું એનો નિર્દેશ પણ અહીં મળે છે. આ વિભાગના લેખો પણ એ રીતે વિશેષ મૂલ્ય ધરાવે છે. કુમારપાળ મૂળે અધ્યાપક, સંશોધક અને માર્ગદર્શક. તેમણે ગુજરાતી ભાષા-સાહિત્ય, પત્રકારત્વ ઉપરાંત જૈન સંસ્કૃતિદર્શન એમ વિવિધ ક્ષેત્રે શિક્ષણકાર્ય કર્યું હોઈને એમના એ પાસાને મૂલવતા સત્તર લેખો કુમારપાળ અધ્યાપક તરીકે કેવી ઉચ્ચ પ્રતિભા ધરાવે છે તેનો ખ્યાલ આપે છે. અહીં સુખ્યાત શિક્ષકો રમણલાલ જોશી, ધીરુ પરીખ અને તપસ્વી નાન્દી જેવાએ કુમારપાળના અધ્યાપક પાસાને ભારે ઊંડાણથી અને એમાં રહેલી તેજસ્વિતાની રેખાઓને તારવીને ખોલી બતાવી છે. તો વહીવટી કે સહઅધ્યાપક રહી ચૂકેલાં કંચનલાલ પરીખ, રંજના અરગડે, ચાંદબીબી શેખ, સુનંદા શાસ્ત્રી, દર્શના ત્રિવેદી છે, તો વિદ્યાર્થીઓમાં પુનિત હણે, મહાસતી વિસ્તીર્ણાજી, દીપક પંડ્યા વગેરેના લેખોમાંથી કુમારપાળના વત્સલ, મૂલ્યનિષ્ઠ મૂઠી ઊંચેરા પાસાઓનો પરિચય થાય છે. શિક્ષક તરીકેના તેમના અધ્યયન-અધ્યાપનનો ઊંચો આંક દર્શાવતા આ લેખોનું શૈક્ષણિક જગતમાં પણ ખાસ મૂલ્ય રહેશે. આઠમા વિભાગમાં વિદેશમાં જઈને કુમારપાળે પોતાના જ્ઞાનની સુવાસ કેવી કેવી રીતે પ્રસારી તે ત્યાં વસતા નવ ભારતીય વિદ્વાનોએ મૂલવેલ છે, જેમાં ન્યૂયોર્કના નરેશ શાહ, લંડનના વિનોદ કપાસી તથા હ્યુસ્ટનના કિશોર દોશી વગેરે છે. કેનેડાના કેનેડિયન ગુજરાતી ડાયસ્પોરા લેખક જય ગજ્જરે પણ કુમારપાળે ત્યાં આપેલાં વ્યાખ્યાનોને વિગતે મૂલવ્યાં છે. આમ આઠ વિભાગોના કુલ એકસો સાઠ લેખોના લેખકો દ્વારા કુમારપાળના સંખ્યાતીત પાસાઓને ખોલી બતાવ્યા છે. આ મહાનુભાવોની સંગત અને એની પંગત કુમારપાળના વ્યક્તિત્વને એવી રીતે ક્રમશઃ ખોલે છે કે પૂરા પદ્મશ્રી કુમારપાળ ખીલેલા પારૂપે ગુજરાતી ભાવકોમાં પરિચિત બનશે. એમનો અલ્પ અને આંશિક પરિચય પણ પૂરો પ્રભાવાત્મક અને આવો પ્રતિભાવાત્મક રહ્યો તો આ સર્વાગી પરિચય આપણને ખરા-પૂરા એમના બનાવશે. આમ પ્રેમના રંગના ભાવનાં છાંટણાંની બોછાર કુમારપાળભાઈની એક હૃદયસ્પર્શી છબી ખડી કરે છે. એ કુમારપાળનું ખરું પૂરું ચિત્ર હજી ઘણી વિકાસની-વિસ્તારની ક્ષમતા ધરાવે છે, પણ અત્યારે તો આજ સુધીના ‘કુમારથી પદ્મશ્રી કુમારપાળ' સુધીની વાત. કુમારપાળને આમ તમારી સમક્ષ વિવિધ મહાનુભાવોને સંગાથે એમના પુરુષાર્થથી જે જે શક્ય બન્યું એની પ્રસન્નતા સાથે રજૂ કર્યા છે. ચારણી ડીંગળી ભાષામાં કહું તો કુમારપાળ ! “વધન્યા વધન્યા તોળાં ભામણાં' – વધાવું છું, વધાવું છું, અને તમારાં ઓવારણા લઉં છું. અસ્તુ, ઇતિ શુભમુ. બળવંત જાની 1 પ્રવીણ દરજી IX Page #11 -------------------------------------------------------------------------- ________________ અQIકળા –૭ – સાહિત્ય ૧. બહુમુખી પ્રતિભા કે. કા. શાસ્ત્રી ૨. ભદ્રશીલ સંસ્કારસેવક ધીરુભાઈ ઠાકર ૩. કુમારપાળની સમીપ - શબ્દસમીપ’ ભોળાભાઈ પટેલ ૪. ગુજરાતની અસ્મિતા મધુસૂદન પારેખ ૫. નેહભર્યો સાથ રઘુવીર ચૌધરી - ૬. સંશોધનપૂર્ણ વિવેચન ભાનુપ્રસાદ પંડ્યા ૭. ગરિમા અને ગરવાઈ બળવંત જાની ૮. ચરિત્રસાહિત્યમાં પ્રદાન પ્રસાદ બ્રહ્મભટ્ટ ૯. સંશોધન-પ્રવૃત્તિનો આલેખ નીતિન વડગામા ૧૦. બાળસાહિત્યના સર્જક ધીરજલાલ ગજ્જર ૧૧. ગુજરાતના પનોતા પુત્ર ચંદુલાલ બી. સેલારકા ૧૨. બેલડી : પિતા-પુત્રની વસુબહેન ૧૩. જીવન-સાધનાની ફલશ્રુતિ જોરાવરસિંહ જાદવ ૧૪. શતદલ પત્રમાં પોઢેલો પરિમલ રતિલાલ સાં. નાયક ૧૫. પાંચ ઘોડાનો સવાર હરીશ નાયક ૧૬. કુમારભાઈ, મારે મન સુમન શાહ ૧૭. પ્રગતિની વણથંભી કૂચ પ્રિયકાન્ત પરીખ ૧૮. મારા કુમારપાળ પ્રવીણ દરજી ૧૯. સત્ત્વશીલ સાહિત્યકાર, સૌજન્યશીલ ઈન્સાન તરુ કજારિયા ૨૦. હેત અને ઉષ્માના માણસ મણિલાલ હ. પટેલ ૨૧. થોડું અંગત અંગત રતિલાલ બોરીસાગર ૨૨. સાચું જૈન વ્યક્તિત્વ સુધા નિરંજન પંડ્યા ૨૩. પ્રાચીન અને અર્વાચીનને જોડતો સમર્થ સેતુ ચંદ્રકાન્ત મહેતા ૨૪. સૌહાર્દની વિસ્તરતી ક્ષિતિજ વિજય પંડ્યા ૨૫. આગવી પ્રતિભાની અમીટ છાપ હર્ષદ દોશી ૨૬. શાલીન વ્યક્તિત્વ લતા હિરાણી ૨૭. સાહિત્ય, સરળતા અને વિદ્વત્તાનો ત્રિવેણી સંગમ રશ્મિભાઈ ઝવેરી ૨૮. પુરુષાર્થ સર્જક મીનાબહેન મોદી ૨૯. મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કાર્ય હરિભાઈ કોઠારી ૩૦. માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત બહેચરભાઈ પટેલ 100 104 108 us 122 124 127 130 Page #12 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-દર્શન ૧. શુભાશીર્વાદ ૨. આશીર્વાદ ૩. સમગ્ર જૈનસમાજનું ગૌરવ ૪. મહામૂલું સુવર્ણપિચ્છ ૫. મરમી સાહિત્યકાર ૬. અધ્યાત્મનો અંતરસ્પર્શ ૭. વૈશ્વિક પ્રતિભાનો પરિચય ૮. યુવાપેઢીને પ્રેરક વ્યક્તિત્વ ૯. આકરા જીવનતપની વિશિષ્ટ ફ્લશ્રુતિ ૧૦. દિવ્યગુણોના ચૈતન્ય ગુલદસ્તા ૧૧. જનપ્રિયત્વ અને જિનપ્રિયત્વ ૧૨. પુત્રવત્ મિત્ર ૧૩. ગૌરવનો અનુભવ ૧૪. સંકલ્પ અને સિદ્ધિ આગવા સ્નેહી-સ્વજન ૧૫. ૧૬. વિશિષ્ટ યોગદાન ૧૭. વિદેશમાં અદ્ભુત નામના અને ચાહના ૧૮. સિદ્ધિની અનુમોદના ૧૯. અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય ૨૦. પાળ જેને બાંધી ન શકે તેવા ૨૧. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમૂલ્ય સેવા ૨૨. અનોખું વ્યક્તિત્વ ૨૩. વિદ્વાન છતાં નમ્ર आचार्य पद्मसागरसूरि આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી મ.સા. શીલચંદ્રવિજયજી મ.સા. નિર્વેદચંદ્રવિજયજી મ.સા. મુનિશ્રી ભાનુવિજયજી મા સર્વેશ્વરી મહંત દેવપ્રસાદજી મહારાજ પૂ. આત્માનંદજી ૩૦. પ્રકાશ ફેલાવતી જીવનજ્યોત ૩૧. સાહિત્યસર્જક મહામાનવ ૩૨. સ્નેહથી મઘમઘતો સંબંધ ૩૩. એક જૈન-રત્નનો પ્રકાશપુંજ ૩૪. માનવધર્મના મહાન ચિંતક ૩૫. શુભાંશી ૩૬. 134 135 136 137 141 144 147 150 153 નલિનભાઈ કોઠારી ‘ભાઈશ્રી’ રાજયોગિની બ્રહ્માકુમારી સરલાદીદી 156 સુનંદાબહેન વોહોરા દીપચંદભાઈ ગાર્ડી 159 163 165 169 171 173 176 178 179 183 186 188 191 194 196 199 203 209 211 212 216 218 220 227 231 232 A Great Scholar of Jain Religion and Philosophy XI શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ રમણલાલ ચી. શાહ શારદાબહેન યુ. મહેતા પ્રતાપભાઈ ભોગીલાલ પં. ધીરજલાલ મહેતા ૨૪. વિરલ સાંસ્કૃતિક પ્રતિભા શુભકરણ સુરાણા ૨૫. મેં જેવા જોયા, જાણ્યા અને માણ્યા નખશિખ ભારતીય પ્રવીણભાઈ ૨. મણિયાર શશીકાન્ત મહેતા વસંતભાઈ ખોખાણી ધીરુભાઈ શાહ ત્ર્યંબકલાલ યુ. મહેતા મણિલાલ ઝ. શાહ વસંતભાઈ પંડિત અરવિંદ પી. શાહ ૨૬. બહુમૂલ્ય પ્રદાન ૨૭. નોખી કોટિના વિદ્વાન, અનોખી કોટિના માનવી ! કનુભાઈ શાહ ૨૮. ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધક ૨૯. વંદનીય કાર્ય ગુણવંત બરવાળિયા કુમારપાળ વી. શાહ પ્રવીણ પુંજાણી સુરેશ કોઠારી ડૉ. મનહરભાઈ શાહ પ્રવીણા રસિકભાઈ ગાંધી મીઠાલાલ કોઠારી પ્ર. ઉ. શાસ્ત્રી Dinanath Sharma Page #13 -------------------------------------------------------------------------- ________________ 238 246 265 284 જ વ્યક્તિત્વ ૧. ઉત્તમ અને સન્નિષ્ઠ માર્ગદર્શક નાગરિક ૨. મારી સંવેદના ૩. એક માનવી : અનેક શક્તિ ૪. મારા ભાઈ ૫. કુમારથી પવશ્રી કુમારપાળ દેસાઈ ૬. ગાંઠ વગરની નિગ્રંથવૃત્તિ ૭. જેટલું મને મળ્યું તેટલું ઉત્તમ છે ૮. સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ ૯. દોસ્તીની ઈંટ અને ઇમારત ૧૦. સાડાચાર દાયકાની દોસ્તી ૧૧. અમારા સવાઈ અમિતાભ ૧૨. મોંઘી મિરાત ૧૩. પ્રસન્નવદન, અનાકૂલ, અનેકાન્તવાદી ઝવેરી ૧૪. મોકળાશ અને હળવાશ ૧૫. જિંદગીની થોડીક ક્ષણોનો હિસાબ ૧૬. બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક અને ચિંતક ૧૭. પ્રેમભીની મૈત્રી ૧૮. મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક ૧૯. નખશિખ સજન મિત્ર ૨૦. વિરલ વિશિષ્ટતાઓ ૨૧. પ્રસન્નતાની સાધના ૨૨. જીવનની ઈંટ અને ઇમારતના સર્જક ૨૩. જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ ! ૨૪. મૌલિક ચિંતન અને વણખૂટી વિદ્યોપાસના ૨૫. મેરે દમન મેરે રોસ્ત ૨૬. મહામૂલું જીવનપાથેય ૨૭. નવી દષ્ટિના ઉઘાડનો ઉજાસ ૨૮. પુણ્યોદયી પળોમાં ૨૯. સૌંદર્યના શાંત સાગરે, વરસ્યું સ્વાતિ-બિંદુ ૩૦. વિરલને સહજ સિદ્ધ કરનાર ૩૧. બઢો માધુર્ય એનું સર્વદા ૩૨. મધુર અમીટ છાપ ૩૩. માનવતાના મૂર્તિમંત પ્રતીક ૩૪ સૌજન્યશીલ સ્વજન બી. જે. દીવાન 236 મફતલાલ એમ. મહેતા કે. લાલ 241 પ્રભાબહેન ચીનુભાઈ રજની વ્યાસ 249 તખ્તસિંહ પરમાર 255 રજનીકુમાર પંડ્યા 258 હેમંત દેસાઈ 261 શાહબુદ્દીન રાઠોડ યશવન્ત મહેતા 268 - ધનવંત શાહ 272 વિનોદ અધ્વર્યુ 276 અશ્વિન દેસાઈ 279 દિલાવરસિંહ જાડેજા દિનકર ભોજક 285 યશવંત કડીકર 288 રવીન્દ્ર ઠાકોર 297 રજનીકાંત એલ. સંઘવી 294 ચીનુભાઈ આર. શાહ 298 ગુણવંત છો. શાહ/આશ્લેષ શાહ301 સૌભાગ્યચંદ શાહ મલ્કચંદ ૨. શાહ (કામદાર) 307 અવંતિકા ગુણવંત 315 મદનમોહન વૈષ્ણવ 319 शेखरचंद्र जैन 322 નવનીત ઠાકરશી 326 રંજના હરીશ 329 દિનેશભાઈ શાહ સન્મિત્ર' 332 પન્નાલાલ ર. શાહ વિજય શાસ્ત્રી 339 વાડીલાલ એ. પટેલ 341 આશા ઉપેન્દ્ર રાવલ 343 મુકુંદ પી. શાહ 346 થવા ફડિયા 150 305 337 Page #14 -------------------------------------------------------------------------- ________________ 353 મહાસુખભાઈ કામદાર રોહિત શાહ હરસુખ શાહ મનુભાઈ શેઠ નટવરભાઈ સી. દેસાઈ જશવંત વીરચંદ દેસાઈ आलोक गुप्त ગુલાબ દેઢિયા અનિલ ગાંધી મીનાક્ષી ઠાકર મનોજ જાની N. P. Jain Prafull Bakeri T. J. Purani 356 359 362 365 367 372 375 378 382 386 390 394 396 398 402 ૩૫. સાચા અર્થમાં કર્મયોગી ૩૬. સમયને સતત પડકારતું વ્યક્તિત્વ ૩૭. ભાતીગળ વ્યક્તિત્વ ૩૮. તેજસ્વી તારલો ૩૯. રચનાત્મક અભિગમ ૪૦. કુલ પવિત્ર, જનની કૃતાર્યા ૪૧. ડિન મન છે ઘની ૪૨. એક કામ એમને નથી ફાવતું ૪૩. આકાશ જેવી સિદ્ધિ, ધરતી પરનો સ્નેહ જ. નિત નવી ક્ષિતિજોની ખોજ ૪૫. મારા પ્રિય મિત્ર X5. Future Belongs to Padmashri Kumarpal Desai ૪૭. Grace Personified ૪૮. As I know him. જ રમતગમત ૧. અનન્ય પ્રતિભા ૨. આદર્શ અને અસાધારણ આરાધનામૂર્તિ ૩. વિરલ અને અદ્વિતીય રમતસમીક્ષક ૪. મેધાવી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી રમતસમીક્ષક ૫. રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષક ૬. અકલ્પનીય પરિશ્રમના સ્વામી ૭. મારી સિદ્ધિના ભાગીદાર ૮. કર્મયોગ અને જીવનસાધના જ પત્રકારત્વ ૧. ઇમારતની ઈંટ ૨. ઉદાહરણીય વિકાસયાત્રા ૩. બહુમુખી પ્રતિભાસંપન્ન કટારલેખક ૪. વિશાળ વાચકસમુદાયના હિતશિક્ષક ૫. સાહિત્ય અને પત્રકારત્વની શાન ૬. મૂલ્યનિષ્ઠ પત્રકાર અને દષ્ટિવંત સંપાદક આ સંસ્થાઓ ૧. અમારું મહામૂલું રત્ન ૨. મૈત્રી - મોંઘી મૂડી ૩. મૈત્રીનો આરંભકાળ 405 408 અરુણ શ્રોફ સુરેશ સરૈયા સુધીર તલાટી જગદીશ બિનીવાલે પી. ડી. શર્મા કેકી દૂધવાળા ધીરજ પરસાણા જગદીશભાઈ શાહ 413 417 419 420 424 426 430 શાંતિલાલ શાહ બળવંતભાઈ શાહ મહેશ ઠાકર ચન્દ્રકાંત શેઠ યાસિન દલાલ વિનુભાઈ એમ. શાહ 432 434 439 રતિલાલ ચંદરયા નેમુ ચંદરયા પ્રફુલ્લ ભારતીય 443 446 451 XIII Page #15 -------------------------------------------------------------------------- ________________ 454 વિનોદચંદ્ર પ્ર. ત્રિવેદી બી. એમ. મૂળે હસુ યાજ્ઞિક 457 460 463 469 471 473 476 478 482 485 કંચનભાઈ ચં. પરીખ રમણલાલ જોશી તપસ્વી નાન્દી ધીરુ પરીખ ભીમજી નાકરાણી રંજના અરગડે ક્રિશ્ના ગોસ્વામી મહાસતી વિસ્તીર્ણાજી ચાંદબીબી એ. શેખ પ્રદીપ ત્રિવેદી સુનંદા શાસ્ત્રી નૂતન ડામોર કાલિદાસ પ્રજાપતિ પુનિતા હણે કલાસ નાયક દીપક પંડ્યા દર્શના ત્રિવેદી 488 491 ૪. વિશ્વકોશનું બેનમૂન ગુલાબ ૫. બહોળા પરિવારના સભ્ય ૬. અભ્યાસી સંવેદનશીલ તંત્રવાહક જ શિક્ષણ ૧. અનુદ્ધત પુરુષ ૨. વિદ્યાનુરાગી વિદ્યાર્થી અને સંનિષ્ઠ શિક્ષક ૩. વદનં મધુરમ્, હસિતં મધુરમ્ ૪. નખશિખ સજનતા ૫. ગરવી ગુજરાતનું મહામૂલું ઘરેણું ૬. ઘટ ભિન્ન... જલ ભિન્ન ૭. મૂઠી ઊંચેરા માનવી ૮. વિદ્યાક્ષેત્રના માર્ગદર્શક ૯. ઇન્સાનિયતની મિસાલ ૧૦. માર્ગદર્શક અને જીવનદર્શક પ્રેરણામૂર્તિ ૧૧. વત્સલ વ્યક્તિત્વ ૧૨. રિ-ડિફાઇનિંગ કરુણા ૧૩. મહાન શિક્ષક ૧૪. યુ વર્સસ યુ ૧૫. કોટિ કોટિ વંદન ૧૬. આધ્યાત્મિક સારસ્વત ૧૭. મૂલ્યનિષ્ઠ શિક્ષક - વિદેશ ૧. નવી ક્ષિતિજ્ઞા સર્જક ૨. વહેતી સુગંધ વિદેશમાં ૩. ભારતના અનન્ય સંતાન ૪. પદ્મ અને શ્રી ૫. વિદેશમાં ધર્મદર્શનનું અજવાળું ૬. આનંદનો અનુભવ ૭. Unique Dedication A Multifaceted Personality ૯. ગરવી ગુજરાતનું ગૌરવ 496 498 500 503 507 510 513 s16 520 523 નરેશ શાહ ડો. મણિભાઈ મહેતા વિનોદ કપાસી ચંદ્રકાંત બી. મહેતા કિશોર દોશી રોહિણી કિનખાબવાલા Virendra S. Shah Dr. Dhiraj H. Shah જય ગજ્જર 526 529 533 535 537 539 XIV Page #16 -------------------------------------------------------------------------- ________________ શદ અને શ્રત Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ જ .. બહુમુખી પ્રતિભા ભાઈ કુમારપાળના પિતાશ્રી સ્વ. બાલાભાઈ દેસાઈના મિત્રોમાંના એક તરીકે હોવાનું ભાગ્ય મને મળ્યું હતું. સંબંધનું બીજ તો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં વવાયું હતું. અમદાવાદના સાત અક્ષરજ્ઞોની બેઠક આ કાર્યાલયમાં અવારનવાર થતી હતી, જેમાં ઉંમરે નાનો કહી શકાય એવો હું હતો. કાર્યાલય તરફથી મારાં પણ પુસ્તકોનું પ્રકાશન થતું એટલે એના “શારદા મુદ્રણાલય'માં પણ અવારનવાર જવાનું થતું. શ્રી બાલાભાઈ આ મુદ્રણાલયના સંચાલક હતા એટલે એમની સાથેની મુલાકાત સ્વાભાવિક હતી. મારી ૧૯૩૭ના એપ્રિલ માસથી સંશોધક તરીકેની સેવા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)માં શરૂ થયેલી. છ વાગ્યે ત્યાંથી નીકળી માણેકચોક શાક માર્કેટમાં શાક લેવા જવાનો અને ગાંધીને ત્યાંની વસ્તુઓ ખરીદવાનો ક્રમ હતો. એ સાથે ગાંધીમાર્ગ ઉપર માણેકચોકના પ્રવેશમાર્ગ સામે જ મુદ્રણાલય હોવાથી મુદ્રણાલયના દ્વાર પાસે મારી સાઇકલ મૂકી શ્રી બાલાભાઈ પાસે પાંચેક કલાક બેસવાનો ક્રમ હતો. બંને સૌરાષ્ટ્રના અને સૂડી-સોપારીના શોખીન એટલે એમના હાથમાંથી સૂડી સોપારી લઈ, સોપારીનો ભૂકો કરી સામસામે ખાવાનું ચાલુ હોય. મારા નાના ભાઈ જેવા શ્રી બાલાભાઈ દેસાઈ, વિખ્યાત સાહિત્યકાર “જયભિખ્ખું આજે હયાત નથી. આવા સર્જક સારસ્વતના પુત્ર (પ્રો. ડૉ.) કુમારપાળને ગળથુથીમાં પિતાનો વારસો મળ્યો છે. છે. કા. શાસ્ત્રી. Page #19 -------------------------------------------------------------------------- ________________ એમણે એમનું પહેલું સર્જનઃ કાલ્પનિક ક્રાંતિવીરની વાર્તા પોતાના ૧૧મા વર્ષે લખી ઝગમગ’ નામના બાલસાપ્તાહિકમાં છપાવેલું. બેશક, ભાઈ કુમારપાળનો સંપર્ક હજી થયો ન હતો, એનો આરંભ તો ૧૯૬૩માં બી.એ. ઉત્તીર્ણ થઈ એમ.એ.ના વર્ગ ગુજરાત યુનિવર્સિટીના ચાલુ હતા એમાં અભ્યાસ માટે જોડાયા ત્યારે થયો, પણ એક સર્જક તરીકે નહિ, એક વિદ્યાર્થી તરીકે, બે વર્ષ માટે. ૧૯૬૫માં એમ.એ. થયા. ૧૯૬૯માં પિતાજી સ્વર્ગસ્થ થયા. આ પૂર્વે ૧૯૬૪-૬૫ના વર્ષમાં અમારી “એચ. કે. આર્ટ્સ કૉલેજમાં એક વર્ષ ફેલોશિપ કરી અમારી કૉલેજને યશની અધિકારી બનાવી અને ૧૯૬૫માં એમ.એ. થતાં જ મારા આત્મીય શિષ્ય આચાર્ય હતા એ નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ૧૯૮૩ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી. દરમ્યાન પ્રો. ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન' શોધનિબંધ તૈયાર કરી ૧૯૮૦માં ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી. થયા. શોધનિબંધ તૈયાર કરતા હતા ત્યારે આનંદઘન વિશે હું કાંઈ માહિતી આપી શકું એવી આશાએ મને મળવા આવ્યા. આનંદઘનની જૈન સાહિત્યસેવા વિશે મને ખાસ ખ્યાલ નહોતો, પરંતુ પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ગવાતાં, અષ્ટછાપના ધુરંધર કવિઓ તેમજ પછીનાં પણ મહત્ત્વનાં રચેલાં, પદો ગવાય છે એઓમાં આનંદઘનનાં પદો પણ ગવાય છે એની માહિતી આપી. આ રીતે અમારા બેઉનો સંપર્ક શરૂ થયો. - સ્વ. બાલાભાઈ સાથેના સંબંધનો એમને ખ્યાલ હતો જ એટલે એ નિઃસંકોચ રાતે ૯-૦૦થી ૧૦-૦૦ સુધીના એક કલાક માટે મારે ત્યાં આવતા થયા. એમની તીવ્ર સંશોધન-શક્તિનો ત્યારે મને અનુભવ થયો. ચાર મહિનામાં એમનો પહેલો ડ્રાફટ વાંચવાનો મને લાભ મળ્યો. આને કારણે મારા હૃદયમાં મને જ માત્ર નહિ, પરંતુ મારાં પત્નીને પણ વાત્સલ્યભાવ વિકસિત થયો. ૧૯૮૩માં ફેબ્રુઆરીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં એમની નિયુક્તિ થઈ ત્યારથી સંપર્ક ઘનિષ્ઠ થતો ચાલ્યો. સદ્ભાગ્યે ગુજરાત સાહિત્ય સભાના એ સભ્ય હતા અને એ કારણે સંપર્ક ગાઢ થતો ચાલ્યો, જ્યાં એમની એક મંત્રી તરીકે નિયુક્તિ થઈ. આજે એઓ ત્રણ મંત્રીઓમાંના સક્રિય મંત્રી છે. વધુ લંબાવતો નથી. મારે એક જ પ્રસંગ નોંધવો છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં ૧૯૮૩માં મારી પ્રમુખસ્થાન ઉપર બિનહરીફ પસંદગી થઈ. પાછું ખેંચવાની મુદતને પણ પૂરી થયાના આઠ દિવસ પણ વીતી ગયા. અચાનક એક મઘા પ્રો. ઉમાશંકર જોશી મારે ત્યાં આવ્યા અને પ્રો.યશવંતભાઈ શુક્લના લાભમાં ખસી જવા વિનંતી કરી. વિચારવા મેં ૨૪ કલાક માગી લીધા. બીજે દિવસે મધ્યાહ્ન સમયે એઓ આવ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાને કારણે “ગના િસર્વત્ર અને હત્યાન્ય સર્વથા પ્રકારનો સ્વભાવ સ્વ. પિતાજી તરફથી બંને ભાઈઓને વારસામાં મળેલ હોઈ મેં કહ્યું કે “ખુશીથી ખસી જાઉં છું. બોલો અહીં પ્રો. યશવંતભાઈને લઈ આવશો યા તમારે ત્યાં મળિયે ?” એમણે કહ્યું કે “પ્રો. યશવંતભાઈને ત્યાં બહુમુખી પ્રતિભા Page #20 -------------------------------------------------------------------------- ________________ મળિયે એ રીતે વળતે દિવસે શ્રી ઠાકોરજીનો પ્રસાદ અને લાંબો પ્રસાદી ઉપરણો લઈ મારા વેવાઈ શ્રી હરિકૃષ્ણ આણંદજીવાલાસી. એન. વિદ્યાલયના સંચાલક)ને સાથે લઈને ગયો. ત્યાં પ્રો. ઉમાશંકરભાઈ અને આચાર્ય ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ' બેઠા હતા. ત્યાં પ્રો. અનંતરાય રાવળ અને ભાઈ કુમારપાળ આવી પહોંચ્યા. હું ઊભો થયો અને ઊભા થયેલા ભાઈશ્રી પ્રો. યશવંતભાઈના હાથમાં પ્રસાદ આપ્યો અને ઉપરણો એમને ઓઢાડ્યો. આ પ્રસંગે જે વાતાવરણ સર્જાયું તેમાં પ્રો. અનંતરાય રાવળ અને ભાઈ કુમારપાળનાં મુખો પર ચોક્કસ પ્રકારના ભાવનાં ચિહ્નો જોવા મળ્યાં. મારા હૃદયને અનુભવ થયો કે આ બે સ્વજનોને આ બાબતથી હૃદયમાં આઘાત થયો છે. ભાઈ કુમારપાળનું એ સમયનું મુખ મારા ચિત્તમાં હજી સુધી તદ્ધતું ચીતરાયું અનુભવું છું, જે મારા એમના તરફના વાત્સલ્યનું પ્રતીક બની રહ્યું છે. તેઓ બહુમુખી પ્રતિભાના એક વિદ્વાન અને સાહિત્યિક પત્રકાર તરીકે જે સ્થાન શોભાવી રહ્યા છે એ જ એમને પ્રથમ પંક્તિની સારસ્વતતા અર્પે છે. 3 કે. કા. શાસ્ત્રી Page #21 -------------------------------------------------------------------------- ________________ કે જે ની " છે બદ્રશીલ સંસ્કારસેવક Type of the wise, who soar but never roam, True to the kindred points of heaven and home. – Wordsworth આજના મૂલ્યહ્રાસના જમાનામાં શિક્ષક હોવું તે સદ્ભાગ્યની વાત ગણાય કે કેમ એ પ્રશ્ન છે, પરંતુ શિક્ષક તરીકે હું સદ્ભાગી છું એમાં શંકા નથી. મને ઉત્તમ કોટિના શિષ્યો મળ્યા છે. કોલેજના અધ્યાપકના હાથ નીચે ભણનારાઓની જોતજોતામાં બે-ત્રણ-ચાર પેઢી થઈ જાય છે. કેટલીક વાર ગુરુશિષ્ય વચ્ચે વયનું અંતર બહુ હોતું નથી એટલે બેઉ સરખા લાગે. કોઈ વાર અધ્યાપક નાનો હોય એમ પણ બને. એક વાર એક મિત્ર સાથે ફર્નિચર ખરીદવા ગયો. તેમના ધોળા વાળ અને મારા કાળા વાળ. તેમની કાયા પડછંદ. તે પરથી ફર્નિચરવાળાએ મને તેમનો દીકરો ધારી લીધો. એ મિત્રને મેં કહ્યું, “હવે તમારે મને વારસામાં તમારી મિલકત આપવી પડશે.” તે ખૂબ હસ્યા. તેમણે દુકાનદાર સમક્ષ ચોખવટ કરી, હું તેમનો શિષ્ય છું.” - સુરેશ જોશી, સુરેશ દલાલ, “અનામી', ઉપેન્દ્ર પંડ્યા, પુષ્કર ચંદરવાકર, ઇન્દ્રવદન દવે, હેમકુમાર મિસ્ત્રી, કનુભાઈ જાની, નરોત્તમ વાળંદ, દાઉદભાઈ ઘાંચી, ચિમનલાલ ત્રિવેદી, ચન્દ્રકાન્ત શેઠ, લાભશંકર ઠાકર, રાધેશ્યામ શર્મા, પ્રવીણ દરજી, મણિલાલ હ. પટેલ વગેરે ધુરંધરો મારા વર્ગમાં બેસતા. વર્ગની બહાર કૉલેજની પ્રવૃત્તિ અંગે નિકટ આવેલાઓમાં સુ પટેલ, ઉદયન ચિનુભાઈ, ભાનુપ્રસાદ પંડ્યા, પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ વગેરેને ગણાવી ધીરૂભાઈ ઠાકર Page #22 -------------------------------------------------------------------------- ________________ શકાય ઘડપણમાં મારી સ્મૃતિને હરીભરી રાખનાર નાટ્યક્ષેત્રના કલાકાર મિત્રોની તો વાત જ નથી કરતો. આ તેજસ્વી યુવકોને મેં કેટલું આપ્યું છે એની મને ખબર નથી, પણ તેમની ઉપસ્થિતિ મને ચેલેન્જરૂપ લાગતી તેથી સતત જાગ્રત રહેતો અને સજ્જતા કેળવવા મથતો. એ દૃષ્ટિએ એ બધા મારા ગુરુ ગણાય. મારી ચાર દાયકાની કારકિર્દીમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પસાર થઈ ગયેલા. તેમાંના મોટાભાગને આપણે ઓળખીએ નહીં, તો પણ તે ભૂલે નહીં. ૧૯૫૫ના મે માસમાં હું સિમલા પાસે સુબાથ હિલ્સ પર અખિલ ભારત યુનિવર્સિટી શિક્ષકોના નાટ્યતાલીમ શિબિરમાં ગયેલો. શિબિરમાંથી એક જ દિવસની છુટ્ટી સિમલા શહેરમાં જવા માટે મળેલી. શહેરમાં ફરતાં ફરતાં રાત પડી ગઈ. શિબિરનું સ્થળ ૫૦ કિ.મી. દૂર હતું. સિમલામાં રાત્રિ-મુકામની કોઈ સગવડ નહોતી. હોટેલના એક રાતના ભાડાના આપવા જેટલા પૈસા પાસે નહોતા. હું અને મારો સાથીદાર મૂંઝાતાં મૂંઝાતાં સિમલાની બજારમાં ફરતા હતા ત્યારે અચાનક મારો એક જૂનો વિદ્યાર્થી મળી ગયો ! તેણે મને ઓળખી કાઢ્યો અને અમને બંનેને તેની નાનકડી ખોલીમાં સૂવાની સગવડ કરી આપેલી. એનું નામઠામ ભૂલી ગયો છું પણ તેનો સદ્ભાવસ્મરણમાં રહી ગયો છે. એવું જ લંડનમાં બનેલું. મોડાસા કોલેજનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમળકાથી મળવા આવ્યો અને બ્રાઇટનના પ્રવાસે લઈ ગયેલો. એ રીતે શિષ્યરૂપે મળેલા અનેક મિત્રોએ જિંદગીભર પ્રેમસંબંધ જાળવી રાખ્યો છે. શિક્ષકનું મોટામાં મોટું ઇનવેસ્ટમેન્ટ' દુનિયાભરમાં ફેલાયેલો તેનો શિષ્યસમુદાય છે. કોઈ ને કોઈ રીતે એ જવાબ દે છે. બીજા વ્યવસાયો કરતાં શિક્ષકના વ્યવસાયની એ વિશેષતા નથી? હું ઓછું આપીને મારા શિષ્યો પાસેથી વધુ પામ્યો છું. મારા કરતાં વિશેષ સિદ્ધિપ્રસિદ્ધિ પામેલા શિષ્યોને જોઈને મને એક પ્રકારનો સાત્ત્વિક આનંદ થાય છે! “સર્વત્ર વિનયમિચ્છેત્ પુત્રીત શિષ્યા પર નયમ્' એ ઉક્તિને ચરિતાર્થ કરે તેવા વિદ્વત્તા, સર્જકતા અને સુજનતામાં મારાથી ચઢી જાય તેવા શિષ્યો મને મળ્યા તેને હું ઈશ્વરની કૃપા માનું છું. સંસારયાત્રામાં યોગ્ય સ્ત્રીપુત્રાદિનો યોગ જેમ પ્રારબ્ધાધીન હોય છે તેમ સંશોધન અને જ્ઞાનઉપાસનામાં યોગ્ય સાથી-શિષ્ય મળવા એ પણ પ્રારબ્બાધીન છે. જેની આંખોમાં જિજ્ઞાસાની એવી ચમક હોય કે તેની સમક્ષ શિક્ષકનો જ્ઞાનભંડાર આપોઆપ ખૂલતો જઈને સત્ય પ્રગટ થતું જાય એવા સતુશિષ્યની શોધમાં સારો શિક્ષક હંમેશાં હોય છે. જે વાત પત્ની કે મિત્ર સમક્ષ પ્રગટ ન કરી શકાય તે જ્ઞાનગોષ્ઠિ દરમિયાન શિષ્ય સમક્ષ પ્રગટ થઈ શકે એમ હું માનું છું, કેમકે સત્યની શોધમાં કશું ગોપનીય હોતું નથી. એ દષ્ટિએ ગુરુશિષ્યનો સંબંધ પવિત્ર અને વિશ્રેમપૂર્ણ હોય છે. મારા આવા થોડાક આત્મીય સ્વજનરૂપ શિષ્યોમાં કુમારપાળનું સ્થાન છે. તેમને હું તેમના પિતા જયભિખ્ખ સાથેની મૈત્રીને કારણે છેક બાળપણથી ઓળખું છું. કુમાર લાડનામ કનૈયો)થી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સુધીનો તેમનો વિકાસ મારી નજર સામે થયો છે. નાનપણથી ધીર 5 ધીરુભાઈ ઠાકર Page #23 -------------------------------------------------------------------------- ________________ ગંભીર શાન્ત અને નમ્ર સ્વભાવ. માતાપિતાની શિષ્ટ સંસ્કારપ્રિય છત્રછાયામાં તેમનું ચારિત્રઘડતર થયું છે. પિતાની મૂલ્યનિષ્ઠા અને સાહિત્યપ્રીતિ અને માતાનો શીળો સ્વભાવ તથા તેમની ઉદાર વત્સલ આતિથ્થભાવના કુમારપાળને વારસામાં મળ્યાં છે. જયભિખ્ખું એક વિશાળ કુટુંબના વડીલ હતા. કુટુંબમેળો કરીને કુટુંબના નાનામોટા પ્રશ્નોના વ્યાવહારિક ઉકેલ લાવવાની તેમને અદ્ભુત સૂઝ હતી. સંયુક્ત કુટુંબના સૌ સભ્યોને પરસ્પર પ્રેમ અને સુમેળભર્યા સદ્ભાવથી સાથે રહેવાની શીખ આપતા. તેમને ત્યાં મિત્રો અને સ્નેહીઓનો મેળો જામતો. શારદા મુદ્રણાલયમાં ધૂમકેતુ, ગુણવંતરાય, મનુભાઈ જોધાણી, કાગ બાપુ વગેરે સાહિત્યકારો ઉપરાંત કનુ દેસાઈ અને ચન્દ્ર જેવા ચિત્રકારો, પ્રકાશકો, મુદ્રકો, બ્લોકમેકર્સ, બાઇન્ડર્સ વગેરેનો ડાયરો જામતો. તેમાં ચાનાસ્તા સાથે અલકમલકની વાતોનો રંગ રેલાતો. જયભિખ્ખું સૌને પ્રેમની સાંકળે બાંધીને જરૂર પડ્યે મદદરૂપ થતા. ઊગતા લેખક કે કળાકારને પ્રોત્સાહન આપતા. જૈન ગુરુકુલમાં તાલીમ પામેલા લેખક જયભિખ્ખએ જૈન ધર્મ અને તીર્થંકરો વિશે ઘણું લખ્યું છે, પરંતુ અન્ય ધર્મો વિશે પણ તેમને એટલો જ આદરભાવ હતો. જૈન મુનિવરોની માફક અન્ય સંતો સાથે પણ તેમને પ્રેમસંબંધ હતો. તેઓ સંપ્રદાયની વાડ કૂદી ગયેલા સંસ્કારપુરુષ હતા. તેમનાં લખાણોમાંથી નીતિ, સદાચાર અને માનવતાનો બોધ ઊપસતો. જ્યાં જ્યાં વિભૂતિમતું, શ્રીમદ્ અને ઊર્જિત જોવા મળે ત્યાં ત્યાં તેને બિરદાવવાનો મોકો તે જવા દેતા નહીં. નાના માણસનું હીર પ્રગટ કરે તેવા પ્રસંગો તેઓ પોતાની કૉલમમાં ચમકાવતા. ગરીબ કે નિઃસહાયને તેનું સ્વમાન સાચવીને મદદ કરવાનું તેમનું વલણ હંમેશાં રહેતું. કુમારપાળનો ઉછેર આ સાંસ્કારિક માહોલમાં થયો હતો. તેમના વ્યક્તિત્વના ઘડતરમાં પિતાના ઉપર્યુક્ત સદ્ગણોના સંસ્કાર પડેલા છે. આ સંસ્કારમાં સ્વ-પુરુષાર્થ ભળતાં આજે આપણે જોઈએ છીએ તેવી સફળતા તેમને વરી છે. અભ્યાસકાળ દરમ્યાન ખંતથી પોતાના વિષયનું અધ્યયન કરવા ઉપરાંત અધ્યાપકની મુલાકાત લઈને તેને વિશે વધુ ને વધુ માહિતી એકત્ર કરવાની તેમને ટેવ હતી. એટલે પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળતું. ભાષા-સાહિત્યના અભ્યાસ સાથે જૈન ધર્મ, સાહિત્ય અને રમતગમત જેવાં ઇતર ક્ષેત્રો વિશે શાસ્ત્રીય અને અધિકૃત જાણકારી મેળવવાનો શોખ તેમણે કેળવેલો છે. આ વિશિષ્ટ ઉપલબ્ધિનો ઉપયોગ ગુજરાત સમાચારની પોતાની કૉલમોમાં તે કરતા રહ્યા છે. પિતાના અવસાન પછી તેમની ઈટ અને ઇમારત' કૉલમ મહેનત કરીને પિતાના જેટલા જ સામર્થ્યથી તે ચલાવે છે. સાહિત્યક્ષેત્રે બાળસાહિત્ય, કિશોરસાહિત્ય, વાર્તા અને ચરિત્ર ઉપરાંત સાહિત્ય-વિવેચન, સંશોધન-સંપાદન એમ વિવિધ પ્રકારની ઉત્તમ રચનાઓ તેમણે આપી છે. મધ્યકાળના આનંદઘન વિશે સંપૂર્ણ કહી શકાય એવો સંશોધન-પ્રબંધ અને હેમચંદ્રાચાર્ય વિશે સર્વાગીણ સમાલોચના તેમનાં આ ક્ષેત્રનાં સ્મરણીય પ્રદાન છે. ભદ્રશીલ સંસ્કારસેવક Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ તેમનો બીજો પ્રિય વિષય છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને ચિંતન વિશે તેમણે ઊંડો અભ્યાસ કરેલો છે. જેને તત્ત્વજ્ઞાનની પારંપરિક મીમાંસાથી આગળ વધીને તેઓ તેનું આધુનિક યુગને અનુરૂપ અર્થઘટન કરીને જૈન ધર્મના હાર્દને અને ભગવાન મહાવીરના સંદેશને ઉચ્ચ જીવનશૈલીના ઘટક તરીકે રજૂ કરે છે. અહિંસા, ક્ષમાપના અને નિરામિષાહારનું વ્યાપક ભૂમિકા પર મહત્ત્વ તેમણે વિદેશી જિજ્ઞાસુઓને સમજાવ્યું. તેને કારણે તેમને જૈન અને ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ધારક તરીકે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે. વિશ્વ ધર્મપરિષદમાં ગયેલ ભારતના પ્રતિનિધિમંડળમાં તેમનો સમાવેશ થયેલો. દર વર્ષે ક્વચિત્ વર્ષમાં બે વાર – પરદેશમાં વસતા ભારતીયો માટે જૈન ધર્મ અને સાહિત્ય વિશે કુમારપાળનાં વ્યાખ્યાનો યોજાય છે. અધ્યાપક તરીકે પણ તેઓ એટલા જ સફળ છે. તૈયારી કર્યા વગર વર્ગમાં ન જવું. વિદ્યાર્થીને કશુંક નવું વિચારવાની પ્રેરણા આપવી અને બને તેટલા મદદરૂપ થવું એ તેમનો મુદ્રાલેખ. ઊગતા જુવાનને જીવનસંગ્રામમાં ઝૂઝવાનું બળ આપે તેવા આદર્શનું સિંચન પણ તેઓ તેમનામાં કરે છે એટલે તે યુવાપેઢીના પ્રિય પ્રોફેસર છે. કુમારપાળના વ્યક્તિત્વનું બીજું ઉજ્જવળ પાસું તે વહીવટી કુશળતા અને સંગઠનશક્તિ. તેમની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ સુચિતિત આયોજન હોય છે. જે જે સંસ્થાનું સંચાલન તેમના હાથમાં હોય તેના પર સુઘડ “કુમારપાળ ટચ' જોવા મળે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી કુમારપાળ મારી સાથે જોડાયેલા છે. છેલ્લાં ૧૮ વર્ષથી વિશ્વકોશના પ્રકાશનનું કામ સુંદર અને સંગીન રીતે સમયસર થાય છે તેનું શ્રેય કુમારપાળને છે. વહીવટી તાપ દેખાય નહીં એવી સલુકાઈથી સંસ્થાનું સંચાલન કરવાની કુશળતા તેમનામાં છે. કોઈ પ્રશ્ન ઊભો થાય તો શાંતિથી યોગ્ય ઉકેલ લાવે. મારામાં નામ પ્રમાણે ગુણ નથી. ઉતાવળિયો છું. કોઈક વાર ગુસ્સામાં નિર્ણય લેવા જઉં તો કુમારપાળ બ્રેક મારે. આજ સુધીના અમારા સહકાર્યકર તરીકેના સંબંધમાં કડવાશ ઊભી કરે એવો એક પણ બનાવ બન્યો નથી તેનું શ્રેય પણ કુમારપાળની શાણી તથા સદ્ભાવપૂર્ણ કાર્યનીતિને છે. જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન જેવી સાહિત્યિક સંસ્થાઓ ઉપરાંત “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી” જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાને કુમારપાળની આ પ્રકારની સેવાઓનો લાભ મળેલો છે. કશી ધાંધલધમાલ વગર શાંતિથી રમતાં રમતાં વહીવટ ચાલે એવી કુશળતા તેમણે દેખાડી છે. કુમારપાળ હંમેશાં ઉત્તમના અભિલાષી રહ્યા છે. કશું જેવુંતેવું કે હલકું ગમે નહીં. Excellence તેમનું નિશાન અને તે સાચવવાનો તેમનો સદાયે પ્રયત્ન હોય. આ ગુણને લીધે અનેકાવધાની સાધકની માફક સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મ-સંસ્કૃતિ એમ એકસાથે અનેક ક્ષેત્રોમાં તેમની પ્રવૃત્તિઓ ચાલે છે. આનંદની વાત એ છે કે તેમની આ પ્રવૃત્તિઓ એક યા બીજી ધીરુભાઈ ઠાકર Page #25 -------------------------------------------------------------------------- ________________ રીતે બિરદાવાતી રહી છે. ચરિત્ર અને બાળસાહિત્યનાં તેમનાં પુસ્તકોને ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હીની NCERTનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી સંશોધન માટેનો ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક તેમને બે વાર મળેલ છે. ઉપરાંત ઈંટ અને ઇમારત', રમતનું મેદાન વગેરે કૉલમોને એવોર્ડ મળેલા છે. ગુજરાતના સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રના શ્રેષ્ઠ કાર્યકર તરીકે અને આદર્શ યુવાન તરીકે તેમને ગુજરાત અને ભારતની તેમજ પરદેશની અનેક સંસ્થાઓએ સમ્માનિત કર્યા છે. આ સિવાય પણ દેશીવિદેશી જન સંસ્થાઓ તરફથી પણ તેમને જેન-રત્ન' જેવા દુર્લભ એવૉર્ડ એનાયત થયા છે. ગુજરાતમાં સૌથી વધુ એવૉર્ડો કે પારિતોષિકો પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવામાં આવે તો અનેક ક્ષેત્રમાં વ્યાપેલી તેમની પ્રવૃત્તિને કારણે કુમારપાળનો નંબર કદાચ પહેલો આવે અને તે માટે તેમને વધુ એક એવૉર્ડ એનાયત થાય એવું બને ! જયભિખુ પ્રભાવક શૈલીના લેખક હતા. પણ તેમનામાં સબળ વક્નત્વશક્તિ નહોતી. પોતાની આ ઊણપ પુત્ર પૂરી કરે એવી તેમની ઇચ્છા હતી. કુમારપાળે ઉત્તમ અને પ્રભાવક વસ્તૃત્વશક્તિ કેળવીને પિતાની એ ઇચ્છા પૂરી કરી છે. કોઈ પૂછે, “કુમારપાળની આ સિદ્ધિઓ અને સફળતાનું કારણ શું?” કર્તવ્યનિષ્ઠા, પારદર્શક વ્યવહાર અને સમભાવશીલ વર્તન, નાનામાં નાના માણસ પાસેથી શીખવામાં શરમ નહીં, ધ્યેયપ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી મથ્યા રહેવું – તે બાબતોને ગણાવી શકાય. પ્રેમ અને પરિશ્રમ તેમનાં ચારિત્ર્યનાં ધુવબિંદુઓ છે. ધીરગંભીર નમ્ર સ્વભાવના કુમારપાળ હંમેશાં લો પ્રોફાઇલમાં કામ કરે છે. બીજી મહત્ત્વની વાત એ કે તે સમયના તીવ્ર ભાન સાથે કામ કરે છે. કોઈને પણ જરૂર કરતાં એક પણ ક્ષણ વધુ ન આપે. કસ્તૂરભાઈની માફક કુમારપાળ પણ સમયની કરકસર કરે છે. એક પળ પણ નકામી વેડફાય નહીં તે રીતે તેમનો દરરોજનો કાર્યક્રમ ગોઠવે છે. લેખન, વાચન, અધ્યયન, સભાઓ વગેરેનો કાર્યક્રમ ભરચક હોય. બહારગામ પણ વારંવાર જવાનું થાય. પણ બધું નિશ્ચિત સમયપત્રક મુજબ વ્યવસ્થિત ચાલે. એમ થતાં શિસ્ત અને સંયમનું પાલન આપોઆપ થઈ જાય. એમ કહેવાય છે કે વણિકજન ધન સાચવી અને પચાવી જાણે. આ વરિષ્ઠ વણિકજને સિદ્ધિઓ પણ પચાવી છે. સિદ્ધિઓને કારણે તેમના મગજમાં પવન ભરાયો નથી તેનું સૌને સાનંદાશ્ચર્ય છે. આ ભદ્રશીલ સંસ્કારસેવક ગુજરાતનું કીમતી રત્ન છે. સાહિત્ય અને સંસ્કારને ક્ષેત્રે તેઓ હજુ વિશેષ ઉન્નતિ સાધે એવી શુભકામના સાથે તેમને એનાયત થયેલ પદ્મશ્રીના ઇલકાબ બદલ હાર્દિક અભિનંદન આપતાં આનંદ થાય છે. ભદ્રશીલ સંસ્કારસેવક Page #26 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળની સમીપ – શબ્દસમીપ કિશોરાવસ્થામાં જે સાહિત્યકારો વાંચવા મળ્યા હતા, તેમાં એક હતા જયભિખ્ખું'. એમની કામવિજેતા સ્થૂલિભદ્ર જેમ ગમી ગઈ હતી, તેમ પછી પ્રેમભક્ત કવિ જયદેવ પણ ગમી ગઈ. અમારી પાડોશમાં મુખ્યત્વે જૈન ઘર હતાં, એટલે જયભિખુની જૈન ધર્મવિષયક પુસ્તિકાઓની ગ્રંથમાળાના કેટલાક મણકા વાંચવા મળતા. ગુજરાત સમાચાર'માં પછી “જયભિખ્ખએ શરૂ કરેલી કૉલમ ઈંટ અને ઇમારત વાંચવાની ટેવ પડેલી. જ્યારે જયભિખ્ખનું કરુણ અવસાન થયું ત્યારે હવે આ કોલમ કોણ લખશે એવો મનોમન પ્રશ્ન થયેલો. કદાચ આ કૉલમ બંધ પણ થાય એવુંય થયેલું. પરંતુ કૉલમ ચાલુ રહી અને એના લેખક તરીકે પિતાના લેખનવારસાના ઉત્તરાધિકારી તરુણ કુમારપાળ દેસાઈની ગુજરાત સમાચાર' જેવા પ્રતિષ્ઠિત અખબારે વરણી કરી, ત્યારે જરા આશ્ચર્ય થયેલું. સદ્ગત જયભિખ્ખની લેખનશૈલીથી ટેવાયેલા વિશાળ વાચકવર્ગને આ તરુણ લેખક સંતોષી શકશે ખરા? – એવો પ્રશ્ન પણ થયેલો. ત્યારે કુમારપાળનું નામ વિશેષ તો રમતની કૉલમ લખતા લેખક તરીકે અને અલબત્ત ગુજરાતી ભાષાના અભ્યાસી અધ્યાપક તરીકે જાણ્યું હતું. એ કૉલમ કુમારપાળ દાયકાઓથી ઉત્તમ રીતે સંભાળી અને હજી પણ વિવિધ વિષયોથી એકવિધતાનો કશોય કંટાળો ઉપજાવ્યા વિના એ લખી રહ્યા છે. સ્વનામથી કે અન્ય ઉપનામોથી બીજી કૉલમો ભોળાભાઈ પટેલ Page #27 -------------------------------------------------------------------------- ________________ પણ એ લખે છે, પણ ઈટ અને ઇમારત ગુજરાત સમાચારની જેમ કુમારપાળના નામ સાથે અભિન્ન બની ગઈ છે. કુમારપાળ ગુજરાતીના અધ્યાપક અને હું હિંદીના અધ્યાપક, પણ અમારો આછો આછો શરૂઆતનો પરિચય સાહિત્યના સંબંધે થતો રહેલો. પછી તો ભાષાસાહિત્યભવનમાં એ અમારા સાથી બન્યા. દરરોજ મળવાનું બને એ સહજ હતું. પરંતુ એ સમયે પણ અધ્યયન-અધ્યાપન ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓથી તે લગાતાર જોડાયેલા રહેતા. તેમાં મુખ્યત્વે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રમાં રહેતી. જૈન ધર્મના અભ્યાસનો વારસો, જે પિતાજી પાસેથી મળેલો, તે એમણે પોતાના અનુશીલનથી અધિક સમૃદ્ધ અને કંઈક અંશે સમાજલક્ષી પણ બનાવ્યો અને એ રીતે ધર્મની વ્યાખ્યાને વ્યાપક અર્થમાં સ્વીકારી. એ રીતે એમના મિત્રમંડળમાં માત્ર સાહિત્યકારો ન રહેતાં, સમાજના અને ધર્મક્ષેત્રમાં કામ કરતા અનેક મહાનુભાવો ઉમેરાતા ગયા છે. દેશમાં અને વિદેશમાં સૌને ઉપકારક થવાની એમની તત્પરતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી એ લગભગ સર્વમિત્ર જેવા બની ગયા છે, તેમ છતાં કહેવાનો પ્રસંગ આવે ત્યારે ખરી વાત કહેવામાં ખચકાતા નહિ. કુમારપાળ સાહિત્ય પરિષદના મંત્રી બન્યા અને એ અને શ્રી રઘુવીર ચૌધરી પરિષદની ઇમારતથી લઈ અનેકમુખી પ્રવૃત્તિઓનું આયોજન કરતા હતા ત્યારે પરબનો હું સંપાદક હતો. પરિષદનાં જ્ઞાનસત્રો અને અધિવેશનો અમને નિકટ લાવતાં ગયાં. સૌથી વધારે નજીક આવવાનું બન્યું, તે તો ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઈ. સ. ૧૯૯૯થી ૨૦૦૩ સુધી અમે સાથે કામ કર્યું તે સમયગાળામાં – નવી ચૂંટાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીમાં અનુક્રમે અમે અધ્યક્ષ-ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા. ચૂંટણીમાં સારી એવી સ્પર્ધા હતી – પણ અમારા સહયોગે અમને આ પદો પર સાથે કામ કરવાનો અવસર આપ્યો. કારોબારીના સભ્યોનો પણ સારો એવો સહયોગ મેળવી શકાયો. અમે અનેક પરિસંવાદો, પ્રકાશનોનું આયોજન કર્યું અને ગુજરાત સાહિત્ય અકાદમીને પ્રવૃત્તિઓથી એક રીતે ધમધમતી' કરી. આ સમગ્ર કાર્યવ્યાપારમાં અમે સાથે ને સાથે રહ્યા અને એમને અત્યંત નિકટ રીતે જાણવાની પ્રત્યક્ષ અભિજ્ઞતા મળતી ગઈ. - કુમારપાળભાઈને અકાદમી ઉપરાંત અન્ય સંસ્થાઓનો કાર્યભાર પણ સંભાળવાનો હતો, ઉપરાંત ભાષાસાહિત્યભવનનું અધ્યાપનકાર્ય તો ખરું જ. છતાં જેટલો જોઈએ એટલો અને જ્યારે જોઈએ ત્યારે અકાદમી માટે સમય એ ખર્ચી શકતા, તેથી ગુજરાત સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓની સારી રીતે નોંધ લેવાઈ સાથી તરીકે એમના ઉમદા ગુણોએ મને પ્રભાવિત કર્યો. કંઈ પણ કામનું આયોજન હોય, એનો અમલ કરવાનો હોય ત્યારે એ તરત જ કહે – તમે કહો તેમ. પ્રવાસમાં તો એ રીતસર કાળજી રાખનારા મિત્ર બની જતા. 10 કુમારપાળની સમીપ - શબ્દસમીપ Page #28 -------------------------------------------------------------------------- ________________ તેમનામાં કાર્ય કરવાની અને અન્ય પાસેથી કામ લેવાની એક કુનેહ છે. એથી કદાચ એક અવતારમાં બેત્રણ અવતારની કામગીરી કરવાનો સંકલ્પ લઈને ચાલતા લાગે છે. આ પ્રવૃત્તિપરાયણતામાં એમના અધ્યયન-લેખનનું કામ સતત ચાલતું રહ્યું છે. કોઈ પણ પરિસંવાદમાં તેયારી વગર એમને જોયા નથી બની શકે તો એમનું વક્તવ્ય લેખિત રૂપે લઈ આવ્યા હોય. વક્તા તો પહેલેથી જ સારા અને પ્રભાવી. એ કારણે પરિસંવાદોમાં એમની ઉપસ્થિતિ રેખાંકિત થતી રહી છે. પર્યુષણના દિવસોમાં તો તે લગભગ વિદેશોમાં ધર્મવિષયક વ્યાખ્યાનો આપવા વર્ષોવર્ષ જાય છે. ત્યાં પણ એમણે નામના કાઢી છે. અહિંસા વિશેનાં એમનાં પ્રવચનો માત્ર જેનધર્મીઓ વચ્ચે જ નહીં, વિદ્વતું મંડળીમાં પણ વ્યાપક સ્વીકૃતિ પામ્યાં છે. મારા જેવા માત્ર સાહિત્યવિષયક અને અધ્યાપનની સીમિત પ્રવૃત્તિમાં રહેનારને આ ક્ષેત્રમાં મળતી મિત્રતાનું મૂલ્ય વધારે હોય. એ રીતે કુમારપાળના અધ્યયનના ફાલ રૂપે જ્યારે પુસ્તકો પ્રગટ થાય ત્યારે મારો આનંદ બેવડાય. સાહિત્ય અકાદમીએ અલભ્ય પણ પ્રશિષ્ટ પુસ્તકોનાં સંપાદન કરાવી પ્રગટ કર્યા છે. તેમાં એમણે નારાયણ હેમચંદ્રની આત્મકથા “હું પોતે'નું સંપાદન કરી, જે અભ્યાસલેખ જોડ્યો છે, તે એમની વિવેચનાત્મક દૃષ્ટિનો પરિચાયક છે. મધ્યકાલીન જેને કવિ આનંદઘન પરનું એમનું સંશોધનકાર્ય તો જાણીતું થયેલું છે, પરંતુ એમને જ્યારે ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો એ પ્રસંગે પ્રગટ થયેલ અભ્યાસલેખોનું સંકલન “શબ્દસમીપનું મને વિશેષ પરિશીલન કરવાનો અવસર મળ્યો હતો. મારે એ પુસ્તકનું વિમોચન કરવાનું હતું. એ પ્રસંગે આપેલ વક્તવ્યનો થોડોક અંશ અહીં આપવાના લોભનું સંવરણ કરી શકતો નથી. શબ્દની સાધનાના પરિણામરૂપ છે આ “શબ્દસમીપ' ગ્રંથ – અને એનું વિવેચન કરતાં હું આનંદ અનુભવું છું. એનું વિમોચન મારે હાથે થાય છે એથી હું એક પ્રકારનું ગૌરવ અનુભવું છું. આ પુસ્તકનું શીર્ષક “શબ્દસમીપ' એ શ્રી કુમારપાળભાઈની વાડ્મય ઉપાસનાનું દ્યોતક છે. શબ્દ એમનો નિત્યનો સાથી રહ્યો છે, પછી ભલે એ શબ્દ લાખો વાચકો સુધી પહોંચતો, વર્તમાનપત્રના કૉલમ રૂપે પ્રગટ અને એથી સહજ રીતે સુબોધ એવો શબ્દ હોય કે પછી અનેક દિવસના અભ્યાસ, વાચનલેખન-મનન પછી લખાતો અને વિશેષજ્ઞો સુધી પહોંચતો એવો શબ્દ હોય, પણ ઉપાસના મુખ્યત્વે તો શબ્દની.” સર્જક શબ્દનો વિનિયોગ કરે છે, વિવેચકનું કામ એ શબ્દોના રહસ્યને ખોલી આપવાનું છે. કુમારપાળે એક સર્જક તરીકે કથાઓનું જીવનચરિત્રોનું, બાળસાહિત્યની રચનાઓનું નિર્માણ કર્યું છે, પણ “શબ્દસમીપમાં તેઓ વિવેચક છે, જે સન્નિષ્ઠ અધ્યાપક પણ છે. આધુનિક વિવેચન કે વિવેચનાત્મક અભ્યાસનું ઉગમસ્થાન સાહિત્યના વર્ગની ચાર દિવાલો છે, એવા અર્થનું એલિયટનું વિધાન “શબ્દસમીપ'ના અભ્યાસનિષ્ઠ વિવેચક સંદર્ભે યોજી શકાય એમ છે. 11. ભોળાભાઈ પટેલ Page #29 -------------------------------------------------------------------------- ________________ શબ્દસમીપમાં ગુજરાતી અસ્મિતાના આદિ ઉદ્ગાતા હેમચંદ્રાચાર્યના સઘન અભ્યાસલેખથી માંડી ગુજરાતના, દેશના અને વિદેશના (અલ્પખ્યાત પણ) મહત્ત્વના સાહિત્યકારો વિશે સાધિકાર કહેવામાં આવ્યું છે. આ સંગ્રહના પ્રથમ બે લેખ હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા” તથા “જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન' કુમારપાળની ગુજરાતના જૈન સાહિત્યના વિશિષ્ટ અધ્યયનના નિર્દેશક છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા ભાષાતત્ત્વવિદ્ હેમચંદ્રાચાર્યને મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશના, અને નહિ કે ગુજરાતીના સાહિત્યકાર માને – પણ એ સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યના પરોક્ષ ઉગમસ્થાન રૂપે તો એમની પ્રથમ પંક્તિમાં ગણના કરે. કુમારપાળે લેખના આરંભમાં જ નોંધ્યું છે: ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતી અસ્મિતાના એ પ્રથમ છડીદાર.” તેઓ અન્ય વિદ્વાનોનો હવાલો આપીને પોતાના કથનની પ્રામાણિકતા અધ્યાપકીય દૃષ્ટિથી સિદ્ધ કરે, તેમાં એમના આચાર્ય હેમચંદ્રાચાર્ય વિશેના પરિશીલનનું દર્શન થાય છે. ગુજરાતના સંસ્કારજીવન પર હેમચંદ્રાચાર્યના પ્રભાવનો નિર્દેશ કરી, તે આચાર્યની સર્વતોમુખી પ્રતિભાનું દર્શન – વિવિધ શાસ્ત્રોમાં કરેલા પ્રદાન અને વિવિધ સાહિત્યસ્વરૂપોના કરેલા સર્જનની વિગતો આપીને, આપણને કરાવે છે. અનેક ઉદાહરણો સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ આદિ કાવ્યોમાંથી આપીને પોતાનાં નિરીક્ષણોને પ્રમાણિત કરતા ગયા છે. વિવેચન એટલે એલિયટના શબ્દોને રૂપાંતરિત કરી ઉમાશંકર જેને ‘આસ્વાદમૂલક અવબોધકથા' કહે છે. સાહિત્યના આસ્વાદ માટે અવબોધની જરૂર છે, પણ જો તે અવબોધમાં આસ્વાદનો અભાવ હોય, તો તે વિશેની વાત નીરસ બની જાય છે. આ લેખ ગંભીર પર્યેષણામૂલક હોવા છતાં આસ્વાદ્ય પણ બની રહે છે – એમાં આપેલાં અવતરણોની વ્યાખ્યા અને વિશ્લેષણથી. દ્વયાશ્રય’ અને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ' જેવા આચાર્ય હેમચંદ્રના મહાકાવ્યોપમ ગ્રંથોનું વિવેચનવિશ્લેષણ એ રીતે નોંધપાત્ર છે. આ પ્રકારનો જ અભ્યાસલેખ છે જ્ઞાનવિમલસૂરિ વિશે. ગુજરાતીના સામાન્ય ભાવકોને હેમચંદ્રાચાર્ય જેટલા એ પરિચિત નથી, અને એથી એક જૈન કવિ તરીકેનું તેમનું મૂલ્યાંકન અધિકૃત રીતે થાય તે ઇષ્ટ છે, કુમારપાળ એમના વિપુલ સર્જનને જેન ધર્મના સિદ્ધાંતો અને આચારોની ભૂમિકામાં બિરદાવે છે. ગુજરાતી સાહિત્ય વિશેના અધ્યયનલેખોમાં હું પોતેના લેખક નારાયણ હેમચંદ્રની એ નામની આત્મકથાના સુવિસ્તૃત સંપાદકીય દ્વારા વિચિત્રમૂર્તિ ગણાતા, અનેક ગ્રંથોના લેખકનો 12. કુમારપાળની સમીપ - શબ્દસમીપ Page #30 -------------------------------------------------------------------------- ________________ સર્વસ્પર્શી પરિચય પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષાની એ પ્રથમ પ્રકાશિત આત્મકથા છે, એ લેખક સુપેરે વિગતો આપીને સ્થાપિત કરે છે. નારાયણ હેમચંદ્રના જાહેર જીવનની આંગળીએ અંગત જીવન ચાલે છે.” – એમ કહી લેખક કૃતિમાં નિરૂપિત અધિક તો બાહ્ય, પણ અંગત રીતે ઓછા અનુભવો ચિત્રિત છે, એમ કહી આ આત્મકથાની મર્યાદાઓ પણ ચીંધે છે. ગુજરાતી ગદ્યના પ્રભાત'માં લેખકની એવી સ્થાપના છે કે ભલે નર્મદ પહેલાં થોડુંક ગદ્યલેખન થયું હોય, પણ ગુજરાતી ગદ્યનો ખરો પ્રારંભ તો નર્મદથી થયો ગણાય. પોતાના આ વિધાન સંદર્ભે નર્મદના ગદ્યલેખનમાંથી અવતરણો આપી બતાવે છે કે નર્મદના ગદ્યનું બળ ક્યાં રહેલું છે. સાહિત્યવિવેચનમાં કાવ્યવિવેચન એટલા માટે સુકર હોય છે કે તેની ચાવીઓ પરંપરાગત રીતે ઉપલબ્ધ છે. પરંતુ ગદ્ય વિવેચન એ રીતે વિવેચક માટે પડકારરૂપ હોય છે. નર્મદના ગદ્યની મર્યાદાઓ ચીંધીને પણ ગુજરાતી ગદ્યના પ્રારંભકાળે એને ઉપલબ્ધ “શબ્દભંડોળ કે ભાષાનો ખજાનો હતો, એનો જ ઉપયોગ કરવાનો હતો એમ કહી એ રક્ષાકવચ પણ ધરે છે. ચંદ્રવદન મહેતાની સાહિત્યસૃષ્ટિ પ્રત્યે કુમારપાળનો પક્ષપાત એમણે સંપાદિત કરેલ ચં.ચી.ના “અદાલત વિનાની અદાવત’ નાટક અને ચં. ચી.એ રૂપાંતરિત કરેલ ડેમોન રનિયનની વાર્તાઓના સંગ્રહ છે. આ બંનેની ભૂમિકા રૂપે લેખકે સંપાદકીયમાં પોતાનું અધ્યયન પ્રગટ કર્યું છે. એ રીતે નાટ્યકૃતિઓ વિશેના લેખો પણ આ સંગ્રહમાં ધ્યાન ખેંચે છે. તેમાં આફ્રિકાના નાટ્યકાર ઑસ્ટિન લુવાન્ગા બુકેન્યાના નાટક “ધ બ્રાઇડ'નું અને રવીન્દ્રનાથના રાજા' (અંગ્રેજી “કિંગ ઑફ ધ ડાર્ક ચેમ્બર્સ)નું વિશ્લેષણ લેખકની નાટ્યવિવેચનાની રીતિના પરિચાયક છે. ધ બ્રાઇડનો તો તેમણે ગુજરાતીમાં અનુવાદ પણ આપ્યો છે. રાજા' વિશે તો ગુજરાતીમાં એકાધિક વાર લખાયું છે, પણ બુકન્યા તો અહીં પહેલી વાર પ્રસ્તુત થાય છે. એ રીતે “ચેખોવ'ના પ્રસિદ્ધ નાટક “શ્રી સિસ્ટર્સની સર્જકકલા – એ લેખમાં ચેખોવના નાટકની ખૂબીઓ બતાવવામાં લેખક સફળ રહ્યા છે. અહીં એક ગુજરાતી નાટક બળવંતરાય પ્રણીત “ઊગતી જુવાની'ની બીજી આવૃત્તિ માટે એના લેખકે તૈયાર કરેલી હસ્તપ્રતનું વિશ્લેષણ કુમારપાળની પક્વ સંશોધનકળાનું ઉદાહરણ છે. એ રીતે જોતાં લેખકના અભ્યાસનું ક્ષેત્ર પ્રમાણમાં સારો એવો વ્યાપ ધરાવે છે. એની એક વધારે પ્રતીતિ પ્રસિદ્ધ ઉર્દૂ શાયર જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા ફિરાક ગોરખપુરીની કવિતામાં અવગાહન કરાવતો લેખ પ્રયોગશીલ સર્જક ફિરાકથી થાય છે. “ઈંટ અને ઇમારત'ના લેખક એમની એ કટારમાં કોઈ ને કોઈ ઉર્દૂ શેર આપતા હોય છે. અવશ્ય એમાંના ઘણા સ્વરચિત પણ હશે – તેમ છતાં ઉર્દૂ કવિતા માટેનો એમનો શોખ તો પ્રગટ થાય છે. ફિરાકની કવિતાનાં ઉદાહરણ આપી તેઓ કહે છે કે “ફિરાક કલા ખાતર કલામાં માનનાર કવિ છે. “ફિરાકની જેમ “અબ ગિરેંગી જંજીરમાં આઝાદી પછી પાકિસ્તાન જઈ વસેલા કવિ ફેજ અહમદ ફેજની સંકુલ કવિતાસૃષ્ટિના વિવેચનમાં કુમારપાળની ઉર્દૂ કવિતાના પરિશીલનની ઝાંખી થાય છે. 13 ભોળાભાઈ પટેલ Page #31 -------------------------------------------------------------------------- ________________ શબ્દસમીપના લેખોનો વ્યક્તિત્વ અને વામય' નામથી એક અલગ ખંડ છે. તેમાં ૧૧ જેટલા સાહિત્યકારોનો વિશિષ્ટ શૈલીમાં પરિચય અને એમનું મૂલ્યાંકન છે. કુમારપાળની એક વિશેષતા “શીર્ષકો શોધી કાઢવાની છે. આ વિભાગમાં તેઓ દરેક સાહિત્યકાર વિશે એક વિશેષણ શોધી કાઢી એ દ્વારા એના વ્યક્તિત્વના પ્રમુખ અંશનો નિર્દેશ કરી દે છે. જેમકે રણજિતરામ વાવાભાઈ માટે ગુજરાતી અસ્મિતાના દ્રષ્ટા', મુનિ પુણ્યવિજયજી માટે પારગામી વિદ્વત્તા, મોહનલાલ દલીચંદ દેસાઈ માટે “ભુલાયેલો ભેખધારી કે પંડિત સુખલાલજી માટે જ્ઞાનોપાસક અને જીવનસાધક’ કે ‘દર્શક’ની ચિરવિદાયને સંસ્કૃતિપુરુષની વિદાય' – આ રીતે તે તે સર્જકના વ્યક્તિત્વ કે ઉપલબ્ધિને રેખાંકિત કરી આપે છે. “શબ્દસમીપના આ ખંડમાં આત્મીયતાનો રણકો સાંભળવા મળે છે, એ સાથે તે તે સાહિત્યકારમનીષીના પ્રદાનનો પરિચય પણ. શબ્દસમીપના પ્રકાશન પ્રસંગે આ લેખકમિત્રને મારા હૃદયનાં અભિનંદન આપું છું.* * શ્રી કુમારપાળ દેસાઈને ધનજી કાનજી સુવર્ણચંદ્રક અપાયો તે પ્રસંગે થયેલ “શબ્દસમીપ'ના વિમોચન વિશેનું વક્તવ્ય ફેરફાર અને અભિવૃદ્ધિ સાથે. 14 કુમારપાળની સમીપ - શબ્દસમીપ Page #32 -------------------------------------------------------------------------- ________________ 'કમ સાહેબ, મઝામાં? હું કુમારપાળ બોલું ગુજરાતની અંરમતા “અરે, તું? હવે તો ક્યાંય જોવા નથી મળતો ! તું હવે આંતરરાષ્ટ્રીય વ્યક્તિ – વક્તા – થઈ ગયો, પછી ક્યાંથી દેખાય?’ – હું એકદમ વરસવા માંડું. ત્યાં એનો નમ્ર, મધુર સાદ ફરી સંભળાય : સાહેબ ! એવું તે હોય? કાંઈ પણ કામ પડે ત્યારે કહેજો... દોડી આવું છું કે નહિ ?” આ પ્રકારનો સંવાદ ટેલિફોન પર અવારનવાર અમારી વચ્ચે ચાલ્યા કરે. અને ખરેખર, એના ઉદ્ગાર ઔપચારિક, ઠાલા ન હોય. જ્યારે પણ મને કશીક કામ પતાવવાની તકલીફ હોય, એની મદદની, ઓળખાણોની જરૂર પડી હોય ત્યારે એ અવશ્ય અમારી મદદે અમારું કામ પતાવવા આવી જ રહ્યો છે. એ નિષ્ઠા એનો એક મોટો ગુણ છે. પણ આ નિષ્ઠાનું કારણ ? ખાસ કશું નહિ. એચ. કે. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેના મારા વ્યવસાય દરમ્યાન એ ગુજરાતી વિષય લઈને અભ્યાસ કરતો હતો. અમારી કોલેજમાં એ સંપર્કનાં, નિષ્ઠાનાં બીજ વવાયાં. એક સૌમ્ય, કંઈક શરમાળ, અત્યંત વિવેકી અને સ્વાધ્યાયરત વિદ્યાર્થી તરીકે માત્ર મારા પર જ નહિ, બીજા પ્રતિષ્ઠિત અધ્યાપકો - નગીનદાસ પારેખ તેમજ આચાર્ય યશવંત શુક્લ ઉપર પણ તેણે સારી છાપ પાડી. આ અભ્યાસકાળ દરમ્યાન અમારે ઘેર ક્યારેક માર્ગદર્શન માટે મઘુસૂદન પાખ 15 Page #33 -------------------------------------------------------------------------- ________________ આવતો-જતો હશે, પણ એ પ્રસંગો તે કદી ભૂલ્યો નથી. અવારનવાર એ ઋણ તે યાદ કરતો હોય છે. કોઈ નાના સત્કાર્યને પણ તે મહિમાવંતું ગણાવે એવો સાલસ તેનો સ્વભાવ છે. કુમારપાળ અમારી કૉલેજમાં અભ્યાસનિષ્ઠ હતો તે દરમ્યાન એના પિતા બાલાભાઈ દેસાઈ ‘જયભિખ્ખું ગાંધી રોડ પર ફુવારા પાસે આવેલા શારદાપ્રેસમાં બેસતા. મારે કંઈક કામસર એ સમયમાં બેત્રણ વાર શારદા પ્રેસમાં જવાનું બનેલું. ત્યાં કુમારપાળના પિતાનો સંપર્ક થયો. એમના સૌજન્યની અને મિલનસાર સ્વભાવની મારા પર તરત અસર પડી. એમણે કુમારપાળની જાણે મને સોંપણી જ કરી દીધી. એમનું પુસ્તક પણ ભેટ આપ્યું. એનું નામ તો અત્યારે યાદ નથી, પણ કવિ સુંદરમે પણ એમની વાર્તાકલાની પ્રશંસા કરી હોવાનું યાદ છે. મેં પણ “બુદ્ધિપ્રકાશમાં એ વિશે લખ્યું હતું એનુંય ઝાંખું સ્મરણ છે. કૉલેજમાં સહુ અધ્યાપકોની ચાહના મેળવી એ ટી.વાય.બી.એ.ની પરીક્ષામાં ઝળહળતા પરિણામ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.માં દાખલ થયો અને ત્યાંય એનું હીર ઝળકી ઊઠ્યું. ગુજરાતના એક ઉત્તમ અધ્યાપક અને તેના પિતાના પરમ મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકરે તેના સાહિત્યરસને પોષ્યો, તેની અધ્યયનનિષ્ઠાને તેજસ્વી બનાવી. એમનું ઋણ એ કદાપિ ભૂલ્યો નથી. ભૂલી જશે પણ નહિ. એના સ્વભાવની કહો કે એના વ્યક્તિત્વની કહો, આ જ વિશેષતા છે. કુમારપાળના પિતા ધર્મનિષ્ઠ અને ધર્મતત્ત્વના સન્નિષ્ઠ વિચારક હતા. ગુજરાત સમાચારમાં એમની કટાર ઈટ અને ઇમારતમાં એમણે જે મનન કરીને પ્રાપ્ત કરેલું, અનુભવેલું ધર્મતત્ત્વ પ્રકાશિત થતું હતું. હજારો વાચકો એમની કટારના રસિયા વાચક હતા. એવા ધર્મપરસ્ત અને સામાજિક કાર્યકર પિતાનો વારસો કુમારપાળને મળ્યો હતો અને એ વારસો તેણે ઉજ્વળ કરી બતાવ્યો છે. કુમારપાળના પિતાના અવસાન પછી ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહના આગ્રહથી પિતાની કૉલમ “ઈંટ અને ઇમારત” તેણે શરૂ કરી, પણ એણે તો કલમને વિવિધ માર્ગે વિહરતી કરી મૂકી. કુમારપાળની કટારમાં અધ્યાત્મ તો ખરું જ. ધર્મલક્ષી પ્રેરક પ્રસંગોય ખરા, પણ આશ્ચર્ય એ વાતનું કે એણે ક્રિકેટની રમત વિશે એ જ અખબારમાં રસિક આલોચના કરવા માંડી. કુમારપાળ કેટલીય ક્રિકેટ મેચો જાણે રમી ચૂક્યો હશે, કેટલીય ટીમોના સંપર્કમાં આવ્યો હશે – એવી હેસિયતથી એણે ક્રિકેટના ક્ષેત્રમાં કલમને ફળવતી બનાવી. પણ એટલેથીય એની કલમ વિરમી નહિ. એની કૉલમમાં શેર-શાયરીએ પણ વાચકોને મુગ્ધ કરી દીધા. પિતાની જેમ ધર્મ વિશેના વિચારોનો પ્રવાહ પણ એની કલમમાંથી આજ સુધી વહેતો રહ્યો છે. એની કલમ બહુરૂપિણી હતી અનેક રૂપે વિહરતી. એણે સાહિત્યના ક્ષેત્રમાંય ગતિ કરવા માંડી. બાલસાહિત્યનાં કિશોરોને પ્રેરક નીવડે તેવા સંખ્યાબંધ વાર્તાસંગ્રહો અને ઉત્તમ 16 ગુજરાતની અસ્મિતા Page #34 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવોનાં કિશોરભોગ્ય ચરિત્રો આપ્યાં. મોટેરાંને પણ રસ પડે એવી કલમની કામિયાબી એમાં હતી. સાહિત્યના ક્ષેત્રમાં તેની (પ્ર)ગતિ થવા માંડી એટલે અમારો જૂનો સ્નેહસંબંધ ફરી તાજો થવા માંડ્યો. સાહિત્યના પ્રસંગો નિમિત્તે અમારે મળવાનું થતું. એવા પ્રસંગોમાં પણ એ મારી સમક્ષ તો વિદ્યાર્થી રૂપે જ અદબપૂર્વક ‘સાહેબ’ કહીને જ સંબોધવાનું ચૂકતો નહિ. એનામાં મિત્રો કરવાની, ગણ્યા ગણાય નહિ તેટલા લોકો સાથે સ્નેહથી બંધાવાની નિરાળી શક્તિ હતી. માત્ર મોટા માણસો સાથે જ નહિ, સામાન્ય માણસો સાથે પણ એનો વર્તાવ વિવેકભર્યો જ રહેતો અને કોઈનાંય કામ કરી આપવામાં, કોઈ પણ પ્રકારની સહાય કરવામાં તેનો ઉત્સાહ રહેતો. એ ડૉક્ટરેટની પદવી ‘આનંદધન’ની કવિતા વિશે મહાનિબંધ લખીને મેળવી ચૂક્યો હતો. એ પછી તો એણે હરણફાળ જ ભરવા માંડી. ગુજરાતી સાહિત્ય પરિષદનો મંત્રી થયો, ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખ થયો. ગુજરાત સાહિત્ય સભામાંય મારી વિનંતી સ્વીકારીને મારા કાર્યમાં મદદરૂપ થવા મંત્રીપદ પણ સ્વીકાર્યું. વર્તમાનપત્રમાં નિયમિત કટારો લખવી, સાહિત્યક્ષેત્રમાં સતત કલમને પ્રવૃત્ત રાખવી, પુસ્તકોનાં પ્રકાશન કરવાં, એ બધું તો ખરું જ, પણ પિતાનો જે વા૨સો હૃદયમાં ઊતર્યો હતો તે તેને ધર્મના વિચારક્ષેત્રે આકર્ષાતો જ રહ્યો અને જૈન સાહિત્યમાં તેણે જે વાચન, મનન-પરિશીલન કર્યું તે તેને માટે યશોદાયી બની રહ્યું. ગુજરાતમાં અને ગુજરાતની બહાર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કુમારપાળનું ધાર્મિક દૈવત ઝળકી ઊઠ્યું અને એની એ પ્રતિષ્ઠા માત્ર દેશમાં સીમિત રહી નહિ. જૈન ધર્મના એક અનોખા રસિક વિદ્વાન અને ચિંતક તરીકે તેની માગ પરદેશમાંય થવા માંડી. અમેરિકા, ઇંગ્લૅન્ડ, આફ્રિકા અને દુનિયાના બીજા અનેક દેશોમાં તેને વ્યાખ્યાનો માટે આગ્રહભર્યાં ઇજનો મળવા માંડ્યાં અને જોતજોતામાં તો એની એક રસિક ધર્મચિંતનના વ્યાખ્યાતા તરીકે કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી રહી. કુમારપાળ એક સમર્થ વક્તા છે. પોતે વ્યાખ્યાનનો જે વિષય નિરૂપે છે તેમાં તેમની રસિકતા, તાર્કિકતા અને ધર્મગ્રંથોમાંથી સમુચિત અવતરણો—પ્રસંગો ટાંકવાની કુશળતા ખાસ ધ્યાન ખેંચી ૨હે છે. અહીં મારો એક પ્રસંગ યાદ આવે છે. મને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો ત્યારે વક્તાઓમાં એને માત્ર મંત્રી તરીકે ઔપચારિક શબ્દો કહેવાના હતા, પણ એણે તો સ્પષ્ટ કહી દીધું કે હું સાહેબ વિશે વક્તવ્ય આપીશ જ. બીજા વક્તાઓને હટાવીનેય હું વક્તા તરીકે રહીશ. એની મારા પ્રત્યેની અપાર સદ્ભાવના, કદાચ ગુરુભક્તિ એમાં નિમિત્ત હતી. અને મારે કહેવું જોઈએ કે મારા વિશે, મારા પિતા વિશે અને મારી સાહિત્ય-પ્રવૃત્તિ વિશે એણે વીસેક મિનિટ જે વક્તવ્ય આપ્યું તે સર્વ વક્તાઓમાં ઉત્તમ નીવડ્યું. કુમારપાળની વક્તા તરીકે એક આગવી છટા છે. એ વક્તવ્યમાં વિગતો કેમ ૨જૂ ક૨વી, તેને કેમ બહેલાવવી, વચમાં રસિકતા કેમ આણવી તે બધી કળા બરાબર સમજે છે અને એનાં વ્યાખ્યાન હંમેશાં વ્યવસ્થિત હોય છે. 17 મધુસૂદન પારેખ Page #35 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળની મારા પ્રત્યેની આ સ્નેહભાવનાનો મને બીજા પ્રસંગોએ પણ સુખદ અનુભવ થયો છે અને હજી થતો જ રહ્યો છે. એક પ્રસંગે વ્યાખ્યાન નિમિત્તે મારે મુંબઈ જવાનું હતું. મારી સાથે જ ટ્રેનમાં કુમારપાળ હતા. કદાચ બીજા મિત્ર રમેશ ભટ્ટ પણ હતા. હું અને કુમારપાળ ઉપરની બર્થમાં હતા. જરાક ઠંડી હતી. મારી પાસે ઓઢવાનું પૂરતું નહોતું. કુમારપાળે તરત પોતાનો ચોરસો મને આપવા માંડ્યો. મેં ના પાડી દીધી એટલે એણે જીદપૂર્વક કહ્યું કે તમે જો આ ચોરસો નહિ ઓઢો તો મને ઊંઘ નહિ આવે. આવા પ્રેમાળ મિત્ર-વિદ્યાર્થી ક્યાં મળે ? કેટલા મળે ? આવો જ એક બીજો પ્રસંગ મારા પ્રત્યે પ્રેમાદરનો સ્મરણમાં આવે છે. ગુજરાત સાહિત્ય સભાની કારોબારીની બેઠકમાં રણજિતરામ સુવર્ણચંદ્રક માટે પસંદગી કરનારા નિર્ણાયકોએ મારું નામ એ ચંદ્રક માટે જાહેર કર્યું. ભોળાભાઈ પટેલે ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું : ‘મધુભાઈ, હવે બધાને ચા પિવડાવો.' એકદમ કુમારપાળ અને વિનોદ ભટ્ટ ઊભા થઈ ગયા. બંને સન્મિત્રો કહે : ચા નહિ, અમે સાહેબ વતી બધાને આઇસક્રીમ ખવડાવીશું.’ કુમારપાળ અને વિનોદ ભટ્ટ વચ્ચે મીઠી સ્પર્ધા થઈ. એ પ્રસંગ પણ મને મિત્રોની બાબતમાં – યુવામિત્રોની બાબતમાં મારું કેવું સદ્ભાગ્ય છે તેની સુખદ પ્રતીતિ કરાવે છે. કુમારપાળની સજ્જનતાનો, પરોપકારવૃત્તિનો કેટકેટલા માણસોને અનુભવ થયો હશે ! મને તો એમનો કદી ન ભૂલી શકાય એવો સ્નેહ સાંપડ્યો છે. રણજિતરામ સુવર્ણચંદ્રક મને એનાયત થયો તે પ્રસંગે કુમારપાળે મારી અને મારા પિતાની સાહિત્યપ્રવૃત્તિઓની તો અત્યંત પ્રશંસા કરી જ, પણ એટલાથીય સંતોષ નહિ માનીને જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ તરફથી કુમારપાળે શાલ ઓઢાડીને મારું સન્માન કરી એમનો વર્ષો જૂનો સ્નેહાદર હજી કેવો તાજો જ છે તેનો સુખદ અનુભવ કરાવ્યો. હું કૉલેજમાંથી નિવૃત્ત થયો ત્યારે કુમારપાળ, ચંદ્રકાન્ત મહેતા આદિ મારા નિષ્ઠાવાન મિત્રોએ મારું બહુમાન કરવાનુંય આયોજન વિચાર્યું હતું, પણ મારી એ બાબત લાપરવાઈ અને કંઈક અણગમો હોવાને કા૨ણે એ વાત પડતી મુકાઈ હતી. કુમારપાળની બહુવિધ સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક પ્રવૃત્તિમાં એમનો હવે વિશેષ રસ ધર્મચિંતન અંગે વરતાય છે. એમના પિતાની ધર્મભાવના એમનામાં એવી આત્મસાત્ થઈ છે કે એમાંથી એ હવે છૂટી શકે તેમ નથી. એ નિમિત્તે વિવિધ ધર્મોનું – સવિશેષ તો જૈન ધર્મનાં તત્ત્વોનું, તેના ઇતિહાસનું વધુ ને વધુ પરિશીલન ક૨વામાં તે વ્યસ્ત રહેતા લાગે છે અને એ નિમિત્તે તે પ્રવાસી પંખી બની રહ્યા છે. એમને માટે યોગ્ય શબ્દ શ્લેષ યોજીને કહું તો એ ‘સદાબહાર’ છે. વિવિધ પ્રવૃત્તિઓમાં એમનો ઘણો સમય વ્યતીત થતો હોવાથી સાહિત્યપ્રવૃત્તિમાં તે આરંભે થોડા ઉદાસીન રહ્યા હોય તેવું લાગે. પણ એમનો સાહિત્યકારનો આત્મા મૌન કેટલો 18 ગુજરાતની અસ્મિતા Page #36 -------------------------------------------------------------------------- ________________ સમય રહે? એમણે સર્જન-વિવેચન અને પત્રકારત્વનાં ક્ષેત્રે પોતાના અભ્યાસ અને અનુભવના નિચોડ રૂપે ઠીક ઠીક સંખ્યામાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે. પત્રકારક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા આવતીકાલના પત્રકારોને ઉપકારક નીવડે તેવાં તેમનાં પુસ્તકો પત્રકારત્વના ક્ષેત્રે તેમના મહત્ત્વના અર્પણરૂપ છે. એવું જ સાહિત્યના ક્ષેત્રે પણ બની આવ્યું છે. એમનાં પ્રકાશિત ચરિત્રો તો સુવાચ્ય છે જ, પણ શબ્દસમીપ’ જેવા વિવેચનસંગ્રહમાં પણ સાહિત્યમાં તેમનો રસ કેવો જીવંત છે અને કેવી તટસ્થતાથી સહૃદયતાપૂર્વક એ કૃતિઓની સમીક્ષા કરે છે તેનો અનુભવ થાય છે, પણ સાહિત્યનાં વધુ સર્જન-વિવેચન તેમની પાસેથી મળવાં જોઈએ એવી માગણી આપણે અવશ્ય કરી શકીએ. સાહિત્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ગાઢપણે સંકળાયેલા આપણા કુમારપાળ પાસેથી એવી અપેક્ષા આપણે રાખીએ તો તે ઉચિત જ ગણાય. કુમારપાળ માત્ર ધર્મ, સાહિત્ય કે સમાજ માટે કલમ ચલાવનારા કલમવીર નથી. એક વહીવટકાર તરીકે પણ તેમની કુશળતા એવી જ ધ્યાનપાત્ર છે. વહીવટ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે કરવાનો હોય કે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ તરીકે કરવાનો હોય કે ગુજરાત સાહિત્યસભાનાં કાર્યો પાર પાડવાનાં હોય એમની નીતિ-રીતિ એમના વ્યક્તિત્વની ઘાતક છે. એમના વહીવટમાં પારદર્શિતા અવશ્ય જોવા મળે. નાનામાં નાની બાબત જેમકે વ્યાખ્યાન માટેનાં કાર્ડ છપાવવાનાં હોય અથવા કાર્યનો એજન્ડા નક્કી કરવાનો હોય કે સાહિત્યનો મોટો સમારંભ યોજવાનો હોય, એ આદિથી અંત સુધી બધું જ વિચારીને આયોજન ગોઠવે છે. એમના સાહિત્યિક કે વહીવટી કે અન્ય લખાણમાં સુઘડતા, સ્પષ્ટતા અને શિષ્ટતા તરત જ ધ્યાન ખેંચશે. ડૉ. ધીરુભાઈ ઠાકર આપણા એક પીઢ પ્રતિષ્ઠિત વિવેચક-નાટ્યકાર અને શિક્ષણકાર છે. ગુજરાતની અસ્મિતાનો મહિમા થાય, ગુજરાતનું ગૌરવ વધે એવી ઉચ્ચભાવનાને કારણે તેમને વિશ્વકોશના આયોજનનો વિચાર ઉદ્ભવ્યો. આ ભગીરથ કાર્ય કેમ આરંભાશે, ક્યારે પૂરું થશે તેની ચિંતા તો હતી જ, પણ એમની ભાવનાનાં રૂડાં ફળ મળ્યાં. એમણે “વિશ્વકોશ'નું ભવ્ય આયોજન કર્યું. આર્થિક સહાયો મળતી રહી. આ વિશ્વકોશના કાર્યમાં ધીરુભાઈ ઠાકર સાથે હૃદયપૂર્વક સહયોગ કરનારા પણ કુમારપાળ દેસાઈ જ છે. એમના અનન્ય સહકાર વિશે તો ડૉ. ધીરુભાઈ જ કહી શકે. ડૉ. ધીરુભાઈ વિશ્વકોશના આત્મા છે તો કુમારપાળ તેનું હૃદય છે. વિશ્વકોશની પ્રવૃત્તિ સતત ચાલતી રહે, તેનાં અધિકરણો વિધવિધ વિદ્યાશાખાના નિષ્ણાતો દ્વારા લખાતાં રહે, પ્રકાશનો માટે આર્થિક સહાયની ખોટ ના પડે તે માટે વિશ્વકોશના પ્રણેતા ડૉ. ધીરુભાઈની સાથે ડૉ. કુમારપાળનો સહયોગ કદી ભૂલી શકાય નહિ. 19 મધુસૂદન પારેખ Page #37 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ વિદેશમાંય જ્ઞાનયાત્રા કરતા રહે છે, પણ તે સાથે એ દેશોની સંસ્કૃતિનો પણ પરિચય કરે છે. ત્યાંના કોઈ ખ્યાતનામ લેખકનું સર્જન તેમની દૃષ્ટિને આકર્ષે તો તેને ગુજરાતીમાં અનુવાદ રૂપે આપવાનું પણ તે ચૂકતા નથી. તાજેતરમાં જ આફ્રિકાના એક પ્રસિદ્ધ સર્જક ઑસ્ટિન બૂકેન્યાના નાટક “ધ બ્રાઇડ'નો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં નવવધૂ તરીકે અનુવાદ આપ્યો છે. આફ્રિકાની પ્રજાની રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક રીતરસમનો પરિચય કરાવતું એ સુંદર નાટક છે. આમ, બહુમુખી પ્રતિભા ધરાવનારા ગુજરાતના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર, ધર્મચિંતક અને સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે પ્રકાશ પ્રસારનારા ડૉ. કુમારપાળ દેસાઈને આ વર્ષે ભારત સરકાર તરફથી બહુમૂલ્યવાન એવો પદ્મશ્રીનો ખિતાબ એનાયત થયો એ અવસરથી ગુજરાતને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાતની અસ્મિતા પ્રસારનાર કુમારપાળથી ગુજરાત ધન્ય બન્યું છે. 20 ગુજરાતની અસ્મિતા Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યાકુમારપાળ દેસાઈ (જ. તા. ૩૦ ઑગસ્ટ ૧૯૪૨, રાણપુર)ને હું કદાચ સાથે કામ કરવા મળ્યું એ પૂર્વેથી જ ઓળખું છું. એનું કારણ એમના પિતાશ્રી જયભિખુનો એમણે સાચવેલો વારસો પણ હોઈ શકે. રોહભર્યો સાથ - કુમારપાળ અને પ્રતિમાબહેનને ત્યાં એક શુભ પ્રસંગે જાદુગર કે. લાલને જોઈને મને પ્રશ્ન થયેલો કે કાંતિલાલ સાથેનો જ્ઞાતિને કારણે ભાઈચારો હશે ? પછી જાણ્યું કે શ્રી કે. લાલની જાદુગર તરીકેની કારકિર્દીના આરંભે એમના મુશ્કેલ સમયમાં વ્યવસ્થાના કામમાં પણ શ્રી જયભિખ્ખું સમય આપતા, અને એમની હાજરીથી પ્રેક્ષકોનો પ્રતિભાવ સાનુકૂળ રહેતો. પછી તો શ્રી કે. લાલ વિશ્વવિખ્યાત બન્યા. પણ આવા ઘણા કલાકારો, પત્રકારો, સાહિત્યકારોને કારકિર્દીના આરંભે ઉપયોગી થવાનો જયભિખુનો સ્વભાવ હતો. આ સ્વભાવ કુમારપાળને વારસામાં મળેલો છે. જયભિખ્ખ સાથે નિકટનો પરિચય કેળવવાની તક મળી ન હતી, પણ જયાબહેનના વત્સલ આતિથ્યનો લાભ મળેલો. શ્રી રમણલાલ ચી. શાહના આમંત્રણથી જૈન યુવક સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે મુંબઈ જવાનું થયું હોય અને ગુજરાતી સાહિત્ય પરિષદને મોટી સખાવત મળી હોય તે ઘટના યાદ રહે એની સાથે કુમારપાળના પિતરાઈ કુટુંબીજનોનું આતિથ્ય પણ યાદ રહી જાય. આ કુટુંબીજનો સાર્વજનિક કામે, રઘુવીર ચૌધરી Page #39 -------------------------------------------------------------------------- ________________ રેડક્રૉસના કામે છેક રાણપુર આવ્યા હોય તો સેવા કરતા કરતા ગોષ્ઠીનો આનંદ કરવાની કળા પણ જોવા મળે. કુમારપાળ અને એમના કૌટુંબિક પરિવેશનો વિચાર કરું છું ત્યારે એક સંવાદિતાનો ખ્યાલ ઊભો થાય છે. પ્રતિમાબહેનના પિતાશ્રી સંગીતકાર હોય એ ઘટના પણ આ ખ્યાલ સાથે અનાયાસ સંકળાઈ જાય. બંને દીકરાઓ-કૌશલ અને નીરવ–ના શિક્ષણમાં કુમારપાળે એવી કુનેહથી રસ લીધો કે એમનું ભણતર ભાર વિનાનું નીવડ્યું અને બંને સ્વાવલંબી થયા. નાના નીરવ વિશે લાગતું હતું કે એને ભણવા કરતાં ક્રિકેટમાં વધુ રસ છે. પણ આગળ જતાં એણે પણ ગજું કાઢવું અને વ્યાખ્યાનો આપવા વિદેશ જવાનું થતું હતું એમાં સ્વજનોને મળવાનું કારણ પણ ઉમેરાયું. કુમારપાળની કારકિર્દી વિશે વિચાર કરતાં લાગે છે કે વ્યવહાર હોવું. સૌજન્યશીલ રીતભાતથી સામા માણસનું હૃદય જીતી લેવું એ એક ગુણ છે. આ કારણે ઉત્તરોત્તર અંગત સફળતા મળે એને માત્ર કાયદાની ભાષામાં બાંધી દેવાની જરૂર નથી. આ સૌજન્યને સભ્ય સમાજનું લક્ષણ માનવું જોઈએ. જેને આપણે ભદ્ર સંસ્કૃતિ કહીએ છીએ એ કુમારપાળ જેવા સૌજન્યશીલ વ્યક્તિત્વને કારણે સર્જાય છે અને ટકી રહે છે. જેણે સંત સંસ્કૃતિ સાથે નાતો બાંધવો છે એ ક્યારેક ગુસ્સે પણ થઈ શકે, લડી પણ શકે. પરંતુ કુમારપાળે સંઘર્ષ વિનાના સહયોગ અને શુભેચ્છા દ્વારા સર્જાતા વ્યવહારથી ભદ્ર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કર્યું છે અને આ કારણે સાહિત્ય પરિષદના કામે શ્રેણિકભાઈ જેવા શ્રેષ્ઠીને મળવા જવામાં કુમારપાળનો અને અમારા બેઉના વડીલ ધીરુભાઈ ઠાકરનો સાથ ઉપકારક નીવડ્યો છે. વીસેક વર્ષ પહેલાંની વાત છે. લોકભારતી – સણોસરામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્ર હતું. વ્યવસ્થા પૂરતી હતી, પણ કેટલાક છેલ્લી ઘડીએ સત્રમાં ભાગ લેવા આવ્યા. લોકભારતીના કાર્યકરો સાથે મારે અને કુમારપાળે પણ રાત્રે બે વાગ્યા સુધી જાગવાનું બનેલું. એ પછી એક નવી બનેલી ઓરડીમાં, લીંપણ વિનાની ભૂમિ પર ગોદડી નાખીને અમે થોડા કલાક માટે આરામ કર્યો. મારે તો ધૂળ સાથે બાળપણનો નાતો છે, પણ સુખ-સાહેબીમાં ઊછરેલા કુમારપાળને ધૂળ સામે સૂગ નથી એ મેં તે દિવસે જોયેલું. અને સૂગ હોય તો ઈંટ અને ઇમારતની વાત ક્યાંથી સૂઝે ? અખિલ ભારતીય ઉર્દૂ સંમેલન સાહિત્ય પરિષદ યોજ્યું ત્યારે તોફાનોને કારણે અમદાવાદમાં કરફ્યૂ હતો. શહેરમાં શાંતિ થઈ એમાં એ સંમેલનનો ફાળો પણ હતો. એ આયોજનમાં કુમારપાળે ઘણો સમય આપેલો અને સાહિત્ય પરિષદના ભવન અને એની પ્રવૃત્તિના વિકાસના એ દાયકાઓમાં શ્રી ભગવતીકુમાર શર્મા અને કુમારપાળનો જે નેહભર્યો સાથ મળેલો તે સંસ્મરણો વિધાયક મૂડીરૂપ લાગતાં રહ્યાં છે. કુમારપાળે જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિકસાવી એમાં મારી સતત શુભેચ્છાઓ રહી છે અને સતત વાર્ષિક વ્યાખ્યાનમાળાના વક્તાનો નેહભર્યો સાથ Page #40 -------------------------------------------------------------------------- ________________ પરિચય આપવા હું હાજર રહ્યો છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો વ્યવસ્થાગત કાર્યભાર ઉપાડવામાં શ્રી ધીરુભાઈ ઠાકરને કેટલી મોટી મદદ કરી છે એ સુવિદિત છે. એમની આ જવાબદારી વધવાની છે અને એનો એમને ભાર લાગવાનો નથી એની મને ખાતરી છે. અમે ભાષાભવનમાં સાથે અધ્યાપનકાર્ય કર્યું તો વ્યાખ્યાન આપવા માટે ગુજરાતમાં અલગ અલગ સ્થળે ગયા ત્યારે વિદ્યાર્થીઓથી માંડીને વ્યાપક શ્રોતાવર્ગ સુધી કુમારપાળ માટેની ચાહના મેં જોઈ છે. એમને શ્રી ગુણવંત શાહની જેમ દૃષ્ટાંતો અને અવતરણોનો ઉપયોગ કરીને વક્તવ્યને રસપ્રદ બનાવવાની ફાવટ છે. એ જરૂર પડ્યે હિંદી અને અંગ્રેજીમાં પણ વક્તવ્ય રજૂ કરી શકે છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં શ્રી ભોળાભાઈ પટેલને એમનો ઉષ્માભર્યો સાથ મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એ ડીન થયા એમાં સામસામી લડતાં જૂથોએ પણ એમને સ્વીકાર્યા તે નોંધપાત્ર છે. આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે મધ્યકાલીન સાહિત્યના ભાષાસંશોધનનું કામ એ ચાલુ રાખી શકે એ માટે મારી એમને શુભેચ્છા છે. એ સાથે જ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનને જગતનાં વિવિધ નગરોના શ્રોતાઓ સમક્ષ અદ્યતન જીવંત પ્રણાલીને ઉપકારક નીવડે એ રીતે વ્યાખ્યાન આપી શકે છે અને સંવાદ સાધી શકે છે એ એમની સૌથી મોટી સિદ્ધિ છે. ગઝલના લોકપ્રિય શેર અને અનેકાંતવાદના બે ધ્રુવો વચ્ચે કેટકેટલા સહૃદયોની સંવેદના સેતુરૂપ બની હશે એ જ ઉપલબ્ધિ. 23 રઘુવીર ચૌધરી Page #41 -------------------------------------------------------------------------- ________________ સંશોઘનપૂર્ણ વિવેચન આપણે ત્યાં સાંપ્રત સાહિત્યની જેટલી અભિજ્ઞતા જોવા મળે છે, તેટલી પ્રાચીન કે મધ્યકાલીન સાહિત્ય વિશે નથી દેખાતી, આથી અર્વાચીન સાહિત્યનાં સમીક્ષાત્મક અધ્યયનો થાય છે, તેની તુલનામાં મધ્યકાલીન સાહિત્ય વિશેનાં સંશોધનાત્મક અધ્યયનો પણ ઓછાં થાય છે. ખરેખર, એ ક્ષેત્રમાં કર્તાલક્ષી કે કૃતિલક્ષી સંશોધનને ઘણો અવકાશ છે. આ પરિસ્થિતિમાં ડૉ. કુમારપાળ દેસાઈનું પુસ્તક “આનંદઘન : જીવન અને કવન જોતાં સહેજે આનંદ થાય છે. ડૉ. દેસાઈએ આ જેને કવિ વિશે સમગ્રદર્શી સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે. એમનો શોધપ્રબંધ આ વિષય પર લખાયેલો છે, પણ પછીથી જે કેટલુંક સંશોધન થયું તે મુદ્દાને અનુલક્ષીને તથા કબીર, મીરાં, અખો જેવાં સંત ભક્તકવિજનો સાથે આનંદઘનની તુલના કરતાં જે લેખો લખાયા તે પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ કર્યા છે. મધ્યકાલીન સંતકવિનું અધ્યયન કરતાં સૌ પ્રથમ સમસ્યા આવે એના સમયનિર્ણયની. આપણા સંતકવિઓ પોતાના વિશેની માહિતી પણ ભાગ્યે જ એમનાં સર્જનોમાં આપે છે, તેથી એમની જીવનરેખા તારવવી પણ મુશ્કેલ બને. અહીં ડૉ. કુમારપાળે આનંદઘનજીના સમયનિર્ણય માટે, એમના જીવનની નક્કર વિગત મેળવવા માટે તેમજ એમના ભાનુપ્રસાદ પંડયા Page #42 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક જીવનનો પરિચય પ્રાપ્ત કરવા ઘણી સંદર્ભસામગ્રી તપાસી લીધી છે. અકબર, જહાંગીર અને ઔરંગઝેબના શાસનકાળમાં જેમનો જીવનકાળ પસાર થયો હતો એવા આ જૈનસૂરિ વિ. સં. ૧૬૬૦-વિ. સં. ૧૭૩૦ દરમ્યાન હયાત હતા એવું એમણે સંશોધનપૂત પ્રતિપાદન કર્યું છે. એ માટે આ અધ્યાત્મયોગીની પોતાની રચનાઓ, સમકાલીન જૈન સાધુઓ, તપાગચ્છ પટ્ટાવલિ, ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં' પ્રકારનાં ગેય કાવ્યો તેમજ અગરચંદ નાહટા તથા અન્ય મહાનુભાવોએ કરેલાં વિધાનો-મંતવ્યોની પણ તેમણે ફેરતપાસ કરી લીધી છે. એની પાછળ અધ્યયનની આયોજનપદ્ધતિ અને શિસ્ત પ્રતીત થાય છે. સર્વ ગચ્છથી પર ‘મહાપ્રકાશ’ની શોધ માટે તત્પર, નિર્મળ સ્થિર ભક્તિમાં લીન એવા આનંદઘનજી રાજસ્થાનમાં જન્મ્યા હતા અને ત્યાંના જ મેડતામાં એમનો દેહોત્સર્ગ થયો હતો એવું તેઓ એમના અભ્યાસ ૫૨થી સ્પષ્ટપણે તા૨વે છે. એમણે બીજું પણ નોંધપાત્ર તારણ રજૂ કર્યું છે કે ‘વિરહઘેલી મીરાં અને અધ્યાત્મયોગી આનંદઘન' બંનેના જીવન સાથે મેડતા શહેર સંકળાયેલું છે. અનુશ્રુતિઓમાં વીંટળાયેલા આનંદઘનજીના જીવનને આલોક્તિ ક૨વાનો ડૉ. દેસાઈએ સૂઝપૂર્વક પરિશ્રમ કર્યાની પ્રતીતિ આપણને ગ્રંથના પ્રથમ સંશોધાત્મક લેખ જીવન : અનુશ્રુતિ અને આધારભૂત માહિતી’– માંથી થાય છે. - બીજો લેખ ‘કવન : પદો, સ્તવનો અને અપ્રગટ રચનાઓ'માં તેમણે ‘આનંદઘનની ગ્રંથાવલિ'માંનાં પદોમાંથી અવતરણો આપીને તેમજ એમનાં સ્તવનોને અનુલક્ષીને આ અનુભૂતિસંપન્ન યોગી કવિની રચનાઓમાં સહજ રીતે પ્રકટતાં આત્મજ્ઞાન, ઊંડી ભક્તિ અને જૈનદર્શનની ઝલકનો મર્મગ્રાહી પરિચય કરાવ્યો છે. આનંદઘનનાં સ્તવનો જૈન પરંપરાના ઉજ્વલ અંશો દાખવે છે, તો એમનાં પદો ‘કબીર, નરસિંહ અને મીરાંનાં પદોની કક્ષા છે,’ એવું એમનું અભ્યાસપૂત નિરીક્ષણ આપણને આ ક્ષણે સંતકવિજનોમાં તુલનાત્મક દૃષ્ટિએ નિમજજન કરવા પ્રેરે છે. એમનાં સ્તવનો અને પદોમાં ‘શાસ્ત્રજ્ઞ અને કવિ' ઉભય એકસાથે પ્રગટે છે, એવું એમનું વિધાન જોતાં કહી શકાય કે તત્ત્વજ્ઞાન અને કવિતાનો સમન્વય કરનારા નરસિંહ – અખો જેવા આપણા કવિઓની પડખે પોતાનું આસન જમાવે એવા આનંદઘનજી પણ સમર્થ જ્ઞાની કવિ છે. ‘આનંદઘનબાવીસી’ અને ‘આનંદઘનબહોતરી’ જેવી એમની સુપ્રસિદ્ધ રચનાઓમાં એમના સર્જન ઉપરાંત અન્યનો હાથ પણ હશે એવી સંભાવના પણ એમણે સાધાર દર્શાવી છે. આનંદઘનનાં સ્તવનો પર ‘ગુજરાતીનો ઢોળ’ ચડેલો છે અને પદોની છટા ‘રાજસ્થાની’ છે એવી તપાસ આ અધ્યાત્મમાર્ગના પ્રવાસી કવિનાં સર્જનોનો ભાષાકીય અભ્યાસ પણ રસપ્રદ બને છે. 25 ભાનુપ્રસાદ પંડયા Page #43 -------------------------------------------------------------------------- ________________ બીજો અભ્યાસલેખ પરંપરા અને આનંદઘનમાં જેને કાવ્યપરંપરાના સંદર્ભમાં આનંદઘનની કવિતાની આલોચના કરવામાં આવી છે. આ પરંપરામાં સ્તુતિ, સ્તવન અને સક્ઝાય જેવા કાવ્યપ્રકારો પ્રચલિત છે. એમાં વળી નામસ્તોત્ર, રૂપસ્તોત્ર, કર્મસ્તોત્ર, ગુણસ્તોત્ર અને આશીર્વાદાત્મક સ્તોત્ર જેવા પાંચ સ્તોત્રપ્રકારો પણ છે. એ સર્વની ભૂમિકા આપીને ડૉ. દેસાઈએ આ અભ્યાસલેખમાં એની સદૃષ્ટાંત ચર્ચા કરી છે. પછીથી આનંદઘનજીનાં સ્તવનો જેમાં આધ્યાત્મિક ઉન્નતિનો બોધ વ્યક્ત થયો છે, તેનું વિશદ વિવરણ કરે છે. આનંદઘનજીનાં આ પ્રકારનાં કાવ્યોમાં અધ્યાત્મમાર્ગનાં ગૂઢ રહસ્યોનું દર્શન થાય છે, એટલું જ નહિ પણ એમાં તીવ્ર તલસાટભરી ભક્તિનો પણ એટલો જ અભિષેક થાય છે, તે પણ તેમણે સ્પષ્ટ કરી આપ્યું છે. અમી ભરી તુઝ મૂરતિ રચી રે ઉપમા ન ઘટે કોઈ દૃષ્ટિ સુધારસ ઝીલતી રે, નિરખતિ તૃપતિ ન હોઈ. (વિમલનાથ જિનસ્તવન: ૧૩: ૬) ઉપરની પંક્તિઓમાં સહૃદયને નરસિંહ, મીરાં કે દયારામના તીવ્ર ભક્તિભાવથી હૃદયોદ્ગારની વિભોરતા અનુભવાશે. ગ્રંથનો ચોથો અભ્યાસલેખ આનંદઘન અને યશોવિજય’ – જેનપરંપરાના આ બે સમર્થ સૂરીશ્વરોના અધ્યાત્મસંબંધ પર પ્રકાશ પાડે છે. યશોવિજયજીએ આનંદઘનજી વિશે “અષ્ટપદી રચેલી કહેવાય છે. આ બંને સાધુજનો વિશે જેન પરંપરામાં કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. ડૉ. દેસાઈએ એ બધી જનશ્રુતિઓના સંદર્ભો પણ અહીં રજૂ કર્યા છે. તેમાં આનંદઘન અને યશોવિજયજી એક જ હોવાની માન્યતા નિરાધાર હોવાનું પણ એમણે સ્પષ્ટપણે કહ્યું છે. અહીં આ બંનેના સ્તવનોપદો આદિની તુલના કરીને ડૉ. કુમારપાળ દેસાઈએ જે તારણ કાઢ્યું છે તે પ્રમાણનિર્ભર છે. તેઓ લખે છે કે આનંદઘનજીના જેવી ભાવની ગહનતા, વ્યાપકતા કે “અલખનાં રહસ્યો પાળવાની ઝંખના ઉપાધ્યાય યશોવિજયમાં દેખાતી નથી. આવું તારણ કરતાં પણ શ્રી કુમારપાળ દેસાઈ ઉભય સંતકવિઓની કૃતિઓને સ્વસ્થતા, સમભાવ ને પૂરા આદર-ઓદાર્થથી જુએ છે, તે અનાકુલ અભ્યાસનિષ્ઠાનું ઘાતક બને છે. - આનંદઘન અને કબીર બેય સુરતાની મસ્તીમાં રહેનારા, જડ સામાજિક બંધનો સામે વિદ્રોહ કરનારા અને હિંદુ-મુસ્લિમ ઐક્યનું ગાન કરનારા કવિઓ હતા. તેની વાત તેમણે ‘આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં એ લેખમાં કરી છે. અહીં તેમણે આનંદઘન તેમજ મીરાંના હદયનો તલસાટ તેમની રચનાઓમાં કેવો વ્યક્ત થયો છે, તે પણ સદષ્ટાંત દર્શાવ્યું છે, તો 26. સંશોધનપૂર્ણ વિવેચન Page #44 -------------------------------------------------------------------------- ________________ પરમતત્ત્વની ઉપલબ્ધિનો આનંદ અખામાં અને આનંદઘનમાં તેવો ઉત્કટ રીતે પ્રકટ્યો છે, તેની તુલના પણ કરી છે. અખો અને આનંદઘન તો સમકાલીન હતા, તો આનંદઘન અને મીરાં તો એક જ ભૂમિનાં સંતાનો હતાં. આ ત્રણેની પદકવિતામાં તત્ત્વજિજ્ઞાસા અને કાવ્યાનંદપિપાસાથી લટાર મારીને ડૉ. કુમારપાળે એમની કવિત્વશક્તિનો સંક્ષેપમાં પણ સુપેરે તુલનાત્મક આલેખ દોરી આપ્યો છે. આ બધા અભ્યાસલેખોમાં ડૉ. દેસાઈની વિવેચનાત્મક ગદ્યશૈલીમાં વિવરણાત્મક વિશદતા, વક્તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રોઢિ અને શાલીનતા જેવાં તત્ત્વો અનાયાસ પ્રકટી રહ્યાં છે, તેથી એમાં ક્યાંય પાંડિત્યની દુર્બોધતા નથી. યથાવકાશ મૂળ ગ્રંથોનાં દૃષ્ટાંતો-અવતરણો એમના સંશોધન-વિવેચનને પ્રમાણભૂતતા અર્પે છે. આવી સંશોધનપૂત આલોચના એમનું મૂલ્યવાન પ્રદાન છે. 21 ભાનુપ્રસાદ પંડયા Page #45 -------------------------------------------------------------------------- ________________ ગરિમા અને ગરવાઈ બળવંત જાની એ સમયે જાણીતા ભાષાવિજ્ઞાની ડૉ. પ્રભાશંકર તેરૈયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ હતા. પહેલેથી આંખો નબળી. એમાં કાળા મોતિયાનો આરંભ થયો. ડૉ. કિશોર દોશીની નિયમિત તપાસ ચાલતી, પણ ભાયાણીસાહેબે રેટિના ખૂબ નબળી હોવાથી અમૃતસર-પંજાબના ડૉ. દલજિતસિંઘની મુલાકાત લેવાનું સૂચવેલું. મહિને એક વખત ગુજરાતમાં દહેગામની હૉસ્પિટલમાં તેઓ પધારતા. એમની એપૉઇન્ટમેન્ટ મેળવવી, ત્યાં પહોંચવું એ બધું અમારે માટે એ દિવસોમાં કપરું હતું. એ દિવસોમાં ડૉ. કુમારપાળ દેસાઈ મારા એક વિદ્યાર્થીની પીએચ.ડી.ની મૌખિક પરીક્ષા લેવા માટે આવેલા. અમારી મૂંઝવણનો તેમને વાતવાતમાં જ ખ્યાલ આવી ગયો હશે. પછીના બેચાર દિવસમાં જ પત્ર આવ્યો કે ડૉ. દલજિતસિંઘ સાથેની મુલાકાત, તારીખ, સમય નિશ્ચિત થઈ ગયાં છે. તમે આગલે દિવસે સાંજના મારા મહેમાન અને બીજા દિવસે જવાનું ગોઠવ્યું છે. અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ડૉ. કિશોર દોશી કે અન્ય મિત્રો સાથેના વાર્તાલાપમાંથી અમારી મૂંઝવણ એમણે કળી લીધેલી. માત્ર મુલાકાત જ નહીં પણ અમારા માટે છેક દહેગામ સુધી જવા-આવવા માટે ગાડીની વ્યવસ્થા પણ કરી રાખી. આવું તો કોને સૂઝે ? આજે પણ અમે તેરૈયાસાહેબને ત્યાં બેઠા હોઈએ ત્યારે વાતચીતમાં કુમારપાળના 28 Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિત્વની આ ગરવાઈ અને ગરિમા અમને એમના માટે અહોભાવ જગાવે છે. એમની સાથેના છેલ્લા બે-અઢી દાયકાનાં આવાં તો અનેક સંભારણાં છે. મારે કંઈ પણ સંદર્ભ સામગ્રી જોઈતી હોય, એટલે એમને જણાવીને નિશ્ચિત થઈ જવાનું આપણે ધાર્યા કરતાં વહેલા આપણને સામગ્રી મળી જાય અને પાછું કામ કેટલે પહોંચ્યું એની ખબર પણ કાઢતા રહે. એમ થાય કે આપણે સભાગી છીએ કે કુમારપાળ જેવા આપણી ખેવના રાખે છે, કાળજી રાખે છે. અકારણ સ્નેહ, પ્રીતિ કે સદ્ભાવ મને જે થોડા મિત્રો-વડીલોનાં મળ્યાં એમાં કુમારપાળ પણ છે. એમના ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અર્પણવિધિ વખતના એક કાર્યક્રમમાં મેં કહેલું કે, આ કાર્યક્રમ કુમારપાળ માટે છે એની પ્રતીતિ અહીંયાં એક પણ ખુરશી ખાલી નથી તે છે. વળી, કનુભાઈ જાનીથી માંડી કુલીનચંદ્ર યાજ્ઞિક સુધીના અનેક વડીલો, સાહિત્યકારો, કુલપતિઓ, ઉપકુલપતિઓ અને કેટલા બધા સાથી મિત્રો અને શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત છે. આ ઉપસ્થિતિ જ આપણને કુમારપાળના વ્યક્તિત્વનો પરિચય કરાવવા માટે પૂરતી છે. વ્યવહારજગતના સમાજના વિવિધ પ્રકારના અનેક વર્ગના લોકોને એકસાથે જોવાનો અને મળવાનો પણ આ પ્રસંગ છે અને એ કારણે પણ આ પ્રસંગ વિરલ છે. મારી આ વાતને સભાગૃહે તાળીઓથી વધાવેલી. એમની કૉલમો વાંચતો રહ્યો છું. વચ્ચે સિંગાપોર કે લંડન પ્રવાસવૃત્તોની શૃંખલા આવી ત્યારે કહેલું કે “ઈંટ અને ઇમારતમાંથી કંઈ નહીં તો આ પ્રવાસવૃત્તનું પુસ્તક તો પ્રકાશિત કરો. કહે કે ખરેખર કરવું છે પણ જોઈએ ક્યારે કરવું. ઈટ અને ઇમારતના તમામ નિબંધોને જો વિભાગીકરણ, વર્ગીકરણ અને ગ્રંથસ્થ કરીએ તો ઓછામાં ઓછા સોએક ગ્રંથો થાય. એમાંથી ચરિત્રો અને માનવતાવાદી દૃષ્ટિબિંદુવાળા પ્રસંગો અને પ્રવાસની સામગ્રી તો મને ખૂબ જ હૃદયસ્પર્શી જણાય છે. પણ એમના દ્વારા જે પ્રકાશન થયું છે એ કાંઈ ઓછું નથી. એમના ચરિત્રનિબંધોના સંચય અને ચરિત્રગ્રંથો આપણે ત્યાં ચરિત્રસાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનો હિસ્સો બની રહેશે. સી. કે. નાયડુ કે લાલબહાદુર શાસ્ત્રીનાં ચરિત્રો આરંભે લખેલાં પણ પછી સતત પ્રવાહ ચાલુ રહ્યો તે આ ચરિત્રલેખનનો. એમણે જે કાંઈ ચરિત્રો લખ્યાં છે એમાં યુ. એન. મહેતાનું ચરિત્ર એક ઉત્તમ ચરિત્રગ્રંથ છે. આવી મોટી દવાની કંપનીના માલિક બન્યા એમની પૂર્વાવસ્થા કેવી વિચિત્ર હતી. ડ્રગ એડિક્શન હોય એવી વ્યક્તિના પલટાયેલા વ્યક્તિત્વની ઓળખ સમાજ સમક્ષ કરાવવા માટે એમણે જે શૈલી સ્વીકારી છે એ શૈલી સાચે જ ચરિત્રગ્રંથ કઈ રીતે લખવા અને પોતાના સમયની વ્યક્તિનું અધિકૃત ચરિત્ર કઈ રીતે મૂકવું એનું ઉત્તમ ઉદાહરણ છે. યુ. એન. મહેતાવિષયક ચરિત્ર ઉપરાંત બીજું પ્રેમચંદ વ્રજપાળ શાહ વિશે પણ લખ્યું છે. એમણે લખેલાં તમામ ચરિત્રો ખરા અર્થમાં વિશિષ્ટ છે, 29 બળવંત જાની Page #47 -------------------------------------------------------------------------- ________________ પછી એ ફિરાક ગોરખપુરી વિશે હોય, કે લાલા અમરનાથ વિશે હોય – એ બધા મહાનુભાવોની સંખ્યા પચાસથી વધુ છે. હું એમ કહીશ કે કુમારપાળ ચરિત્રનિબંધોના લેખક છે. એમણે એવાં ચરિત્રો પસંદ કર્યાં છે કે જેમનાં વ્યક્તિત્વ ખરેખર અનુકરણીય બની રહે. એવા ભવ્ય વ્યક્તિત્વવાળા, ઉદાત્ત ભાવનાવાળા અને દેશ માટે કશુંક કરી ગયેલા આ સમાજના મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા લોકોને પસંદ કરીને એમણે ચરિત્રો લખ્યાં છે. એ ચરિત્રગ્રંથોવિષયક એમનું પ્રદાન પણ ખરા અર્થમાં અત્યંત મહત્ત્વનું છે. - કુમારપાળે ચરિત્રલેખન પછી વિપુલ માત્રામાં સાહિત્યક્ષેત્રે કામ કર્યું હોય તો એ બીજું ક્ષેત્ર છે બાળસાહિત્યનું. છેલ્લા પાંચ દાયકાથી બાળસાહિત્યક્ષેત્રે તેઓ સતત ક્રિયાશીલ રહ્યા છે – સર્જન કર્યું છે. એટલું જ નહીં, બાળસાહિત્ય વિષયે શાસ્ત્રીય ચર્ચાઓ અને પરિસંવાદોનું પણ આયોજન કરીને ‘૨૧મી સદીનું બાળસાહિત્ય’ તથા ‘બાલસાહિત્યસંગોષ્ઠિ' જેવા ગ્રંથોનું પ્રકાશન પણ કર્યું છે. આપણે ત્યાં સર્જકો દ્વારા બાળસાહિત્યની ઉપેક્ષા પણ ખૂબ થઈ છે તો લાભશંકર ઠાક૨ કે ૨મેશ પારેખ જેવાએ ઉચ્ચકોટિનું અને દૃષ્ટિપૂત સર્જન પણ કર્યું છે. પણ કુમારપાળે બાળસાહિત્યમાં જુદી રીતે કામ કર્યું છે. આપણે ત્યાં ચતુરાઈ માટે અકબર-બીરબલનું ચરિત્ર જ સ્થિર થઈ ગયેલું. ભૂતકાળમાં અને વર્તમાનમાં આપણે ત્યાં પણ આવા ડહાપણનાં ભંડારરૂપ ચરિત્રો સમાજમાં હતાં એ ઓઠાં અને એમની સાથે જોડાયેલા ચતુરાઈના પ્રસંગો કુમારપાળે શોધી કાઢ્યાં. એમાંથી ‘ડમરો’ નામના દામોદર આપણા પરિચયનું પાત્ર બન્યું. જે માટે આપણી ભાષામાં ‘ડાહ્યોડમરો’ એવો શબ્દ પણ રૂઢ થયેલો. આપણા ભારતીય ચરિત્રની ચતુરાઈ-કથાઓ આલેખીને કુમારપાળે ખરા અર્થમાં સંસ્કૃતિ-સેવા કરી છે. એમણે બાળસાહિત્યવિષયક જે કંઈ પુસ્તકો પ્રકાશિત કર્યાં એ બધાંમાંથી બાળકોના જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરે છે, એમની માહિતીનું જગત વધુ વ્યાપક બને છે અને ખરા અર્થમાં એ કલ્પનાશીલ બાળક એવી કલ્પનાઓની સૃષ્ટિમાં, એવી સ્વપ્નાંઓની સૃષ્ટિમાં દોડે છે કે આ દેશની ધરતી માટે પોતાની જાનની કુરબાની આપવા માટે સ્વપ્નાં સેવવા લાગે છે. આ મોટી વસ્તુ છે. બાળકોને એવું સાહિત્ય આપવું કે જે દ્વારા એનામાં દેશપ્રેમ પ્રગટે, આ માટે એમણે ક્રાંતિકારીઓ કે જેમણે આ દેશને માટે પોતાના જાનને કુરબાન કરી દીધા છે એવાં ચરિત્રોની બલિદાનની કથાઓ, એવી બિરાદરીની કથાઓ આપી કે એ દ્વારા દેશપ્રેમ અને ખરા ભારતીય જીવનમૂલ્યના ગુણો બાળકોમાં સહજ રીતે પ્રસરે છે. ખરા અર્થમાં બાળકોનું ઘડતર થાય અને ઘડતર થયેલા બાળક ઉપર જ રાષ્ટ્રનું ચણતર થઈ શકે. આવી એક વિભાવના-દૃષ્ટિ લઈને બાળસાહિત્યક્ષેત્રોમાં ક્રિયાશીલ બહુ ઓછા લેખકો છે. લખવું, દૃષ્ટિ સામે લખવું, તર્કબદ્ધ રીતે લખવું; માત્ર કલ્પનાઓના ઘોડા દોડાવીને, કલ્પનાઓનાં વાદળ ઉમટાવીને એ બેસી રહેતા નથી. બાળકોની આંખમાં એવાં સ્વપ્નો આંજે છે, બાળકોને એવાં મૂલ્યોનાં પીયૂષનાં પાન કરાવે છે કે જેથી બાળકો 30 ગરિમા અને ગરવાઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યમાં દયાનંદ સરસ્વતી જેવા કે મહાન શ્રીમદ્ રાજચંદ્ર જેવા ગુણવાન, શીલવાન, ચારિત્ર્યશીલ અને જ્ઞાનશીલ બને. એમના નિર્માણ માટે એમણે આવા સાહિત્યનું સર્જન કર્યું જણાય છે. બાળસાહિત્યક્ષેત્રની એમની સામગ્રીનું કોઈ ખરું અને પૂરું મૂલ્યાંકન કરે તો આ ઉપરાંતની પણ ઘણી બધી બાબતો વિગતે ચીંધી શકે. પોતાની પાસે કોઈ શક્તિ નથી, કોઈ ક્ષમતા નથી એમ માનીને વિકલાંગો લઘુતાગ્રંથિથી ન પીડાય; એ પણ કેટલાં મોટાં કાર્યો કરી શકે એનાં કેવાં અને કેટલાં બધાં ભવ્ય ઉદાહરણો એમણે શોધ્યાં ? શોધ્યાં એટલું જ નહીં પણ એ એટલી સરસ રીતે લખ્યાં કે એ લખેલા લેખો પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યા એટલું જ નહીં, પણ બ્રેઇલ લિપિમાં પણ મુકાયાં અને વળી વિવિધ ભાષામાં અનુવાદ પણ થયા અને જુદી જુદી ભાષામાં એ પહોંચ્યાં. ક્રિકેટ વિશે એમણે લખેલા ગ્રંથોની નકલો લાખોની સંખ્યામાં છપાય છે. વર્તમાન સાહિત્યક્ષેત્રમાં મારી સામે કોઈ એવો સર્જક નથી કે જેમના ગ્રંથની સવાલાખ જેટલી નકલો વેચાઈ હોય. ક્રિકેટ રમતાં શીખો, ભાગ ૧-૨' મેં મારા દીકરા પુલકેશી પાસે પણ જોયું. એણે ખરીદ્યું હશે ક્યારે એ મને ખબર નહીં. રમત વિશે જે નિષ્ણાત લોકો છે અને મેં કુમારપાળ પાસે ચર્ચા કરતા જોયા છે. ક્રિકેટ વિશે એમણે લખેલાં પુસ્તકો પૈકી સી. કે. નાયડુ વિશે લખેલું ચરિત્ર તો અત્યંત અધિકૃત ચરિત્ર મનાયું છે. એમના આ બધા સાહિત્યેતર લાગતા પુસ્તકો પણ ખરા અર્થમાં સાહિત્યક્ષેત્રની સીમામાં જેનો પ્રવેશ કરાવવો પડે એવા પ્રકારની અભિવ્યક્તિનું સ્વરૂપ આ ગ્રંથોને સાંપડ્યું છે. એ પ્રકારની વિષયસામગ્રી છે કે જેને કારણે ભવિષ્યમાં કોઈએ એમની આ ક્ષેત્રની પણ વિગતે મીમાંસા કરવી પડશે તો એ લોકોને ખ્યાલ આવશે કે બાળસાહિત્ય કેવા પ્રકારનું લખાય, પ્રોઢ સાહિત્ય કેવા પ્રકારનું લખાય, રમતગમતની માહિતી આપતું સાહિત્ય પણ અધિકૃત રીતે કેવી રીતે રચાય. હું એમ કહીશ માત્ર બાળકો માટેનું સાહિત્ય નથી, પ્રૌઢો માટેનું સાહિત્ય નથી, રમતગમતના રસિયાઓ માટેનું સાહિત્ય નથી. ગુજરાતી ભાષકોને ગુજરાતી ભાષાની ગરિમા અને ગુજરાતી ભાષાનું ગૌરવ સમજાવતું એ સાહિત્ય છે. કુમારપાળનું આ એક બહુ મોટું પ્રદાન મને લાગ્યું છે. કુમારપાળે જૈન સાહિત્ય અને જૈનદર્શન વિશે જે ગ્રંથો લખ્યા છે કે એ અત્યંત અધિકૃત છે. એ તમામ ગ્રંથો મેં કાળજીપૂર્વક વાંચ્યા છે. એમના સંદર્ભો ચકાસ્યા છે અને અનેક સંદર્ભમાં એમની સાથે ચર્ચા પણ કરી છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશે હોય કે મહાવીર વિશે હોય કે મહાવીરના અહિંસા સંદેશ વિશે હોય – અનેક આગમોનાં વિષય, સૂત્રો એકત્રિત કરવાં, એ સૂત્રોનું વિષય તરીકે વિભાજન કરીને એનું વિભાગીકરણ કરીને યોગ્ય સ્થાને ઉદાહરણ તરીકે મૂકવાં, દષ્ટાંતરૂપે 31 બળવંત જાની Page #49 -------------------------------------------------------------------------- ________________ મૂકવાં અને એથી સરસ રીતે આખી વસ્તુ સમજાવવી કે જેનેતર લોકો પણ અત્યંત સરળતાથી, સહજતાથી જૈન ધર્મના જ્ઞાનવારસાને સમજી શકે – પચાવી શકે અને કોઈને સમજાવી શકે. અધિકૃત રીતે જૈન સિદ્ધાંતોને સમજાવવામાં જૈનમુનિ મહારાજસાહેબોને પણ પ્રશ્નો થતા હોય છે કારણ કે અનેક ફિરકાઓના અનેક પ્રશ્નો છે, અનેક મતો છે, પણ કુમારપાળ તો સમન્વયવાદી છે. દરેક ફિરકાના સમન્વયનાં સૂત્રોને લઈને બિનવિવાદાસ્પદ બાબતને પકડીને ચાલતા હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશેના એમના ગ્રંથને શ્રીમદ્ભા અનુયાયીઓ પણ અધિકૃત માને છે. એમાં જે દૃષ્ટાંતો પસંદ કર્યા છે અને અધ્યાત્મભાવ વિષયને સરળ રીતે સમજાવવા માટે શ્રીમદ્ભા વિચારો અને હસ્તાક્ષરો મૂકવા કે શ્રીમદ્ભા પ્રસંગો મૂકવા એ બધામાંથી એમની ઊંડી સૂઝ પ્રગટે છે. શ્રીમદ્ રાજચંદ્રની અહિંસાની પરાકોટિ શેમાંથી પ્રગટે છે એ માટે એક ઉત્તમ દૃષ્ટાંત મૂક્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર શાક સમારતા હતા અને એમની આંખોમાંથી આંસુ જતાં હતાં. શ્રીમદ્ રાજચંદ્રનો અદશ્ય પ્રતિની અહિંસાનો સૂક્ષ્મ ભાવ અનુભવાય અને કોઈને કહી શકતા નથી એટલે રડે છે. આ વાત કુમારપાળે માર્મિક રીતે બતાવી આપી. ક્યાંક ખૂણેખાંચરે પડેલી અત્યંત હૃદયસ્પર્શી બાબત પકડવી, એની આજુબાજુ આખી વસ્તુને વણવી અને વ્યક્તિત્વને એવી રીતે વળોટ આપીને આપણી સમક્ષ રજૂ કરવી કે શ્રીમતું ખરું વ્યક્તિત્વ આપણા ચિત્તમાં પ્રવેશે. આપણે પણ એના અનુયાયી થઈ જઈએ. આપણે પણ એમના સાહિત્યના અભ્યાસી થઈ શકીએ એ પ્રકારની વૃત્તિ આપણામાં જગાવે એ રીતે વિષયને નિરૂપવાનું કૌશલ્ય કે આવડત મને અત્યંત સરાહનીય લાગ્યાં છે. એ પ્રકારના તો અનેક ગ્રંથો છે. એ ગ્રંથો પણ કુમારપાળનું ખરા અર્થમાં જૈન સાહિત્યમાં સૌથી મોટું પ્રદાન બની રહેશે. કુમારપાળ સાહિત્યક્ષેત્રમાં સત્ત્વશીલ અને અધિકૃત પ્રકારનું કામ કર્યું છે અને એ ખૂબ જ મહત્ત્વનું પણ છે. એ કારણે કે આ વિષયનાં કામો ખૂબ ઓછાં થાય છે. બાલાવબોધ કે ટબા સંપાદન કરવાનું કામ ભોગીલાલ સાંડેસરા અને કે. કા. શાસ્ત્રી પછી લગભગ કોઈ અધ્યાપકને આજ સુધી સૂક્યું નથી. એમાં જે ગદ્ય છે, એની ભાષા છે – એનો બહુ અભ્યાસ થયો નથી – અમે અને ભાયાણીસાહેબ મારા “ભરતેશ્વર બાહુબલિરાસના સંપાદનની ચર્ચા કરતા હતા ત્યારે તેમની પાસે કુમારપાળનો સંપાદિત “જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક' નામનું સંપાદન અને અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ એ ગ્રંથો હતા. મેં કહ્યું કે, “કેમ સાહેબ, આ ગ્રંથો લીધા છે ?” તો કહે “એટલા માટે કે માત્ર પદ્યનાં રૂપોને આધારે ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ સમજવું કે રચવું બરાબર નથી. બધું નહીં કહી શકીએ. ખરી રીતે તો વ્યાકરણનો પૂરો પરિચય ગદ્ય દ્વારા થાય છે. કવિતામાં તો કોઈક કારણોસર છંદને કારણે. અમુક પ્રકારના વાક્યપ્રયોગ કર્યા હોય પરંતુ ગદ્યમાં ખરું રૂપ હોય છે. આ બાલાવબોધમાંથી કે ટબામાંથી એવાં ઘણાં રૂપો મળે છે એટલે જોઉં છું.” આવા મોટા ગજાના વિશ્વવિખ્યાત વિદ્વાનો જેમના ગ્રંથને હાથપોથી તરીકે 32 ગરિમા અને ગરવાઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ રાખે, એ જ રીતે અનેક મહારાજસાહેબો પાસે મેં આનંદઘનવિષયક ગ્રંથો એમની પાસે હાથપોથી તરીકે જોયા છે. જેઓ અધિકૃત છે કે આ વિષયની અંદર ઊંડા ઊતરેલા છે તેઓ પણ જેમના પ્રદાનને સંદર્ભ તરીકે ખપમાં લે એવું એમનું પ્રદાન છે. “આનંદઘન : એક અધ્યયનનું કામ માત્ર પીએચ.ડી. થીસિસ પૂરતું મર્યાદિત ન રહ્યું પ્રકાશિત પણ થયું. પરંતુ એ પછી પણ આનંદઘનવિષયક એમનો સ્વાધ્યાય સતત ચાલતો રહ્યો. મેં કોઈ પ્રસંગે એક એવું વ્યાખ્યાન મારા શોધાર્થીઓ સમક્ષ આપ્યું જેમાં મેં આનંદઘન વિશે મહાનિબંધ પછી કુમારપાળે જે લેખો લખ્યા છે અને કાળક્રમ પ્રમાણે ગોઠવીને સંશોધનમૂલક સામગ્રીની પ્રાપ્તિની વિગતો કહેલી. મેં જણાવેલું કે, એક પછી એક તેઓ શું કહે છે? છેલ્લે એમણે તુલનાત્મક રીતે મીરાં, કબીર, અખો વગેરેને આનંદઘનના વિચારો સાથે તુલના કરી છે. કંપેરેટિવ રિલિજિયસ સ્ટડીના ફિલ્ડમાં અત્યંત ઉપયોગી થઈ પડે એવું ગુજરાતનું જો ભારતને કંઈક તાજેતરનું પ્રદાન બતાવવું હોય તો કુમારપાળના આનંદઘનવિષયક તુલનાત્મક અભિગમથી લખાયેલા આ લેખો છે. એમનું ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ પણ એમની સંશોધનનિષ્ઠાનું સુંદર પરિણામ છે તો “શબ્દસંનિધિ', “ભાવનવિભાવન” અને “શબ્દસમીપમાં એમની વિવેચક તરીકેની સજ્જતા દૃષ્ટિગોચર થાય છે. એમણે કરેલ કૃતિલક્ષી સમીક્ષાઓ વિગતે તપાસવા જેવી છે. મણિલાલ નભુભાઈનું જીવનવૃત્તાંત’ વિશે લેખ હોય, ગુજરાતી, અંગ્રેજી, હિંદી, ઉર્દુ, આફ્રિકન સાહિત્ય, રશિયન સાહિત્ય એમ કુમારપાળ પેલા એમના વ્યાપક અભિગમને કારણે સાહિત્યિક અધ્યયન માટે પણ આવા વ્યાપક વિષયો પસંદ કરે છે. એમનું વિવેચન એક અધ્યાપક કેટલો ખુલ્લો હોવો જોઈએ એનું ઉદાહરણ છે. ભલે મધ્યકાલીન સાહિત્યને પોતાનું સ્પેશિયલાઇઝૂડ ફિલ્ડ માન્યું હોવા છતાં એમનો અભ્યાસ કેટલો વ્યાપક છે, એમના વિચારો કેટલા બહોળા છે, તેનો ખ્યાલ એ ત્રણે વિવેચનસંગ્રહમાંથી આવે છે. સંશોધન-વિવેચન ઉપરાંત પત્રકારત્વક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય ગણાશે. એમનું અખબારી લેખન' પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે હાથપોથી ગણાયું છે. “સાહિત્ય અને પત્રકારત્વ' નામનું સંપાદન પણ મહત્ત્વનું છે. આમ, સંશોધન, વિવેચન અને પત્રકારત્વ ક્ષેત્રનું તેમનું કાર્ય પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અને માન પ્રાપ્ત કરે એ કોટિનું જણાયું છે. કુમારપાળના ચરિત્રસર્જન, બાળસાહિત્યસર્જન, સંશોધન-વિવેચન-પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન અને જૈન ધર્મસંસ્કૃતિમૂલક સાહિત્યના પ્રદાન ઉપરાંત અનુવાદ કે વિવિધ પ્રકારનાં સંપાદનોના ગ્રંથો પણ વિપુલ માત્રામાં છે. એમનાં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત પુસ્તકો પણ દસેક 33 બળવંત જાની Page #51 -------------------------------------------------------------------------- ________________ જેટલાં છે. આ સાહિત્યિક પ્રદાન ઉપરાંત એમનું બીજું મહત્ત્વનું પ્રદાન ‘ગુજરાતી વિશ્વકોશ’ છે. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શનમાં એક ટ્રસ્ટની રચના કરીને ગુજરાતી વિશ્વકોશના વિવિધ ગ્રંથોના ભાગો પ્રકાશિત કરીને ગુજરાતી ભાષકોને જ્ઞાનગંગાનું ઘેર બેઠાં આચમન કરવાની તક આપી છે. એમની આ યોજના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું ઊજળું પ્રકરણ બની ૨હેશે. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી'ના ઉપક્રમે વિદેશમાં સ્થિત જૈન સાહિત્યની પ્રાચીન હસ્તપ્રતોનું સૂચિપત્ર તૈયાર કરવાનો એમનો ઉપક્રમ પણ આપણા પ્રાધ્યાપકોના અભ્યાસનું મહત્ત્વનું ઉદાહરણ બની રહેશે. એમણે તો સાહિત્યની સેવાનો ભેખ ધારણ કર્યો છે અને એટલે જ એ વિશ્વકોશનું સ્વપ્ન સેવી શકે છે. વિશ્વકોશ માટે જમીન મેળવી શકે છે અને અનેક ટ્રસ્ટોને દાન અપાવી શકે છે. એટલું જ નહીં, અનેક લોકોને પોતાનું નામ ન આવે એ રીતે અનુદાનની સ૨વાણી પણ વહાવે છે. આવાં અનેક ઉદાહરણોનો હું સાક્ષી છું કે જેઓ એમની પાસેથી સહાય મેળવીને ખૂબ મોટી કારકિર્દી પર પહોંચ્યા હોય, અથવા તો અસહાય લોકોને એક પ્રકારની સાંત્વના આપીને ઘણી બધી મદદ પહોંચાડી છે. તો આમ કોઈ તકતી ઉપર પોતાનું નામ લખાય એટલા માટે નહીં, કોઈ જગ્યાએ પોતાનું નામ અમર બની જાય એટલા માટે નહીં પણ નર્યા માનવતાવાદી દૃષ્ટિબિંદુથી માનવનું ગૌરવ જળવાય એ રીતે એમની પાસે રહેલાં સ્વજનોને એમણે આ રીતે સહાય કરી છે અને નિર્ભેળ-નિઃસ્વાર્થ પ્રેમ વહાવ્યો છે. તેમનું વ્યક્તિત્વ માતા-પિતા ઉપરાંત કવિ કાગ, મેઘાણી અને ધૂમકેતુ જેવાના સહવાસમાં મહોર્યું એ દર્શન તેમનાં વાણી, વ્યવહાર અને વર્તનમાં અદ્યાપિ દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપક અને જૈનદર્શનના અનેં સાહિત્ય કે માનવીય જીવનમૂલ્યોના ઊંડા અભ્યાસી, ઉત્તમ વક્તા, સંનિષ્ઠ સાહિત્યકાર કે વિવિધ સંસ્થાઓમાં સંસ્થાપક અને એ નિમિત્તે સંસ્થાલક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા, વિશ્વપ્રવાસી અને પદ્મશ્રી, કુમારપાળ એક નખશિખ માનવપ્રેમી વ્યક્તિ છે. માણસના ઉત્તમને ચાહવું એ એમનું પાયાનું વલણ રહ્યું છે. આવા ઉમદા સાહિત્યકાર કુમારપાળની સાથે જ માત્ર વ્યક્તિગત નહીં પણ સમગ્ર પરિવાર સાથે અમારા પરિવારનો ગાઢ સ્નેહસંબંધ છે એનું મારે મન મોટું મૂલ્ય છે. એમના વ્યક્તિત્વ અને વાડ્મયમાંની આ ગરિમા અને ગરવાઈ આપણી મોટી મૂડી છે. 34 ગરિમા અને ગરવાઈ Page #52 -------------------------------------------------------------------------- ________________ કરનાર અનેકવિધ ક્ષેત્રોમાં પ્રદાન કુમારપાળ દેસાઈ મુખ્યત્વે સાહિત્યકાર અને પત્રકાર છે. તેમના વ્યક્તિત્વનાં આ બે પાસાં પરસ્પર ગાઢપણે સંલગ્ન છે. કુમારપાળે અગિયાર વર્ષની વયે ‘ઝગમગ’ નામના બાલસાપ્તાહિકમાં દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ક્રાંતિવીરની કાલ્પનિક કથાથી લેખનના શ્રીગણેશ કરેલા. ઈ. સ. ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ લાલબહાદુર શાસ્ત્રીનું અણધાર્યું અવસાન થતાં કુમારપાળે એમના જીવનની વિશેષ વિગતો પ્રાપ્ત કરી લગભગ ત્રણસો પૃષ્ઠનું ‘મહામાનવ શાસ્ત્રી’ નામક વિસ્તૃત ચરિત્ર તૈયાર કર્યું જેનો પ્રકાશન-સમારોહ ધૂમકેતુકૃત ‘ધ્રુવદેવી’ નવલકથાના પ્રકાશન સાથે (તા. ૨૦-૪-૬૬ના રોજ) સંલગ્ન હતો. ‘લાલ ગુલાબ'ની સફળતા પછી કુમારપાળે બાલસાહિત્યસર્જનમાં અને ચરિત્રલેખનમાં સક્રિયતા દાખવી. પોતાનાં પુસ્તકોની સંખ્યામાં સતત વૃદ્ધિ ક૨વી એટલું જ એમનું લક્ષ્ય ન હતું. પ્રત્યેક પુસ્તકના લેખન પાછળ એક આગવી દૃષ્ટિ રાખીને તેઓ લખતા. બાદશાહ (અકબર) અને બીરબલની ચાતુરીની વાતો સાંભળનારા ગુજરાતને ચતુર તથા વિચક્ષણ ગુજરાતીની ઓળખ કરાવવી જોઈએ એ દૃષ્ટિએ ‘ડાહ્યો ડમરો’ જેવી કહેવતની પાછળ રહેલા દામોદર મહેતાની કથા તથા ચાતુરીની વાત આપી. આ રીતે કચ્છની વીરતા દર્શાવતું ‘કેડે કટારી ખભે 35 ચરિત્રસાહિત્યમાં પ્રધાન પ્રસાદ બ્રહ્મભટ્ટ Page #53 -------------------------------------------------------------------------- ________________ ઢાલ, કોમી એખલાસના વિષય પર બિરાદરી’, નાની વ્યક્તિનાં સાહસો દર્શાવતાં હયું નાનું, હિંમત મોટી', નાની ઉંમર, મોટું કામ’, ‘ઝબક દીવડી', મોતને હાથતાળી' જેવાં અનેક પુસ્તકો લખ્યાં. જીવનચરિત્રક્ષેત્રે કુમારપાળે “વીર રામમૂર્તિ’, ‘સી. કે. નાયડુ, ‘લાલા અમરનાથ', “બાળકોના બુદ્ધિસાગરસૂરિજી', “ભગવાન ઋષભદેવ’, ‘ફિરાક ગોરખપુરી', “ભગવાન મલ્લિનાથ', “આત્મજ્ઞાની શ્રમણ કહાવે', ભગવાન મહાવીર”, “અંગૂઠે અમૃત વસે', “શ્રી મહાવીર જીવનદર્શન’, ‘માનવતાની મહેંક” (શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર), “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' (યુ. એન. મહેતાનું ચરિત્ર) તથા “મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર’ (શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર) જેવાં અનેક ચરિત્રો આપ્યાં છે. આ પૈકી કેટલાંક ચરિત્રો વિશે ટૂંકમાં જોઈએ. એક સૈકા પહેલાં આફ્રિકાના દૂર-સુદૂરનાં જંગલોમાં વસેલા અર્ધભૂખ્યા અને અર્ધનગ્ન આફ્રિકનો માટે ઉદ્યોગોની સ્થાપના કરનાર શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર માનવતાની મહેંક' (ઈ. ૨૦૦૦) પ્રેરણાદાયી છે. પ્રેમચંદભાઈનું જીવન એટલે વેપારનાં ઉચ્ચ શિખરો સર કર્યા પછી ઉદ્યોગોના ક્ષેત્રે એશિયન અને આફ્રિકનોને દોરવણી આપીને નવી દિશા બક્ષનાર આગેવાનનું જીવન, મહાત્મા ગાંધીજીના આદર્શોને વાસ્તવિક વ્યવહારમાં પ્રગટાવનાર દેશપ્રેમીનું જીવન આફ્રિકા હોય કે ભારત, થિકા હોય કે જામનગર, અન્યાયને મૂંગે મોઢે સહેવાને બદલે એ અન્યાયને પડકારનારું ખમીરવંતું જોમ એમના જીવનમાં જોવા મળે છે. પરંતુ સવિશેષ તો તેઓ ગરીબોના બેલી, દુ:ખિયાનો વિસામો અને માનવતાના ઉપાસક હતા. આ જીવનચરિત્રના આલેખન માટે સો વર્ષ પૂર્વે પ્રેમચંદભાઈ આફ્રિકાનાં જે જે ગામડાંઓમાં ઘૂમ્યા હતા તે ગામડાંઓનો ચરિત્રલેખકે પ્રવાસ કર્યો. ચરિત્રનાયકના ચરિત્રને ઉજાગર કરવા માટે ૭૫ જેટલી વ્યક્તિઓને મળીને એમની પાસેથી ચરિત્રનાયક વિશેની વિગતો લેખકે એકઠી કરી. આ ચરિત્રમાં આફ્રિકા વેપાર કરવા જતી વખતે કેવી આફતો વેઠવી પડતી હતી એનું બયાન મળે છે. તો સાથે સાથે તત્કાલીન આફ્રિકનોની પરિસ્થિતિનો ચિતાર પણ સાંપડે છે. આફ્રિકાનાં ઘનઘોર જંગલોમાં ગુજરાતી સાહસવીરો કેવી રીતે આગળ ધપતા હતા અને હિંમત દાખવીને કઈ રીતે વેપાર વિકસાવતા હતા તેનું ચિત્રણ આમાં થયું છે. એની સાથે આફ્રિકામાં વસતા ગુજરાતીઓના રિવાજો તેમજ ગાંધીજીમાં સ્વાતંત્ર્ય-આંદોલન અને એમના વિચારોનો ગુજરાતીઓ પર કેવો પ્રભાવ પડ્યો એનું આલેખન પણ થયુ છે. આવું જ ઉલ્લેખનીય બીજું ચરિત્ર છે ટૉરન્ટ ગ્રૂપના વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જક શ્રી યુ. એન. મહેતાનું જીવનચરિત્ર “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' (૧૯૯૯). - 36 ચરિત્રસાહિત્યમાં પ્રદાન Page #54 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રનાયકના પુરુષાર્થની વિરલ ગાથા આ ચરિત્રની મહિમાવંત પ્રક્રિયા છે. નાયકના જીવનમાં આવેલા સંઘર્ષો અને વ્યાપારમાં એમણે ઝીલેલા પડકારોને અહીં શબ્દબદ્ધ કરવામાં આવ્યા છે. આ જીવનકથામાં વિષાદ અને ઉલ્લાસ, ભરતી અને ઓટ, ભવ્ય સફળતા અને ઘોર નિષ્ફળતા – એ બધું મળે છે અને એમાંથી દૃષ્ટિગોચર થાય છે ચરિત્રનાયકનું બહુઆયામી વ્યક્તિત્વ. આ ચરિત્રમાં નાયકના વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાંઓ પ્રગટ કરવામાં આવ્યાં છે. ઔદ્યોગિક સાહસસુરા માનસનું પ્રતિબિંબ અહીં સુપેરે ઝિલાયું છે. સંઘર્ષની વાસ્તવિકતાના સ્વીકાર સાથે સ્વપુરુષાર્થ કેવા કેવા પડકારોને પાછા ઠેલીને સિદ્ધિતપમાં પરિણમે તેનું જ્વલંત ઉદાહરણ એટલે યુ. એન. મહેતા. લેખક ચરિત્રનાયકની માનવતા, જીવનદૃષ્ટિ, વ્યાપારી કુનેહ અને સમજબૂઝને વાચા આપી છે. માનવતાના મરમી એવા યુ.એન. મહેતા વૈશ્વિક દૃષ્ટિબિંદુએ સેવાધર્મને કઈ રીતે ચરિતાર્થ કરે છે ને તેમાં વિઘ્નરૂપ દુઃખ-દર્દનો કેવો સામનો કરે છે એ અહીં સુપેરે ફલિત છે. ભાવનગરની સાયન્સ કૉલેજમાંથી બી.એસ.સીથનાર તેજસ્વી વિદ્યાર્થી યુ. એન. મહેતા શિક્ષણનાં સત્યોને લોક-આરાધનામાં, દવાનાં વ્યવસાયમાં કેવી રીતે કેન્દ્રિત કરે છે તે આ ચરિત્રમાં ઉપસાવાયું છે. યુ. એન. મહેતાએ એક રેશનિંગ ક્લાર્કથી પોતાની કારકિર્દી શરૂ કરેલી. પછી તેઓ દવા વિતરક થયા. એ અનુભવનો ઉપયોગ કરી તેમણે ટ્રિનિટિ લેબોરેટરિઝના નામે દવા-વ્યવસાય શરૂ કર્યો. ઈ. ૧૯૫૯થી શરૂ થયેલી તેમની આ સફર ૩૧-૩-૧૯૯૮ના રોજ જીવનના અંત સુધી અવિરત સિદ્ધિનાં શિખરો સર કરતી ચાલ્યા કરી. તેમણે ટૉરન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા જાતજાતના રોગોની શામક દવાઓ રાષ્ટ્રને સમર્પિત કરી છે. યુ. એન. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની સેવાધર્મી આત્માની દીર્ઘકાલીન દૃષ્ટિનો વ્યાપ પારખી શકાય છે. શ્રી મહેતાના મૂલ્યવાન પ્રદાનને બિરદાવતા અનેક એવૉર્ડ્ઝ પૈકી ઈ. ૧૯૯૧નો એશિયા ઇન્ટરનેશનલ એવોર્ડ ફાર્માસ્યુટિકલના આ ક્રાંતિવીર પુરુષના પ્રબળ, પ્રખર અને પ્રાંજલ વ્યક્તિત્વની સાહસિકતાનો નમૂનો છે. અદનામાં અદની વ્યક્તિને કઈ રીતે માર્ગદર્શક મદદ પહોંચાડવી એની ગતિશીલતામાં સતત વ્યસ્ત રહેનાર યુ. એન. મહેતા ગુજરાતની અસ્મિતાના પ્રતીકરૂપ હતા. એમના દર્શનને લેખકે પ્રગટ કર્યું છે. ગુણાનુવાદ કે શેખીખોરીના અભાવમાંથી પ્રકટતી નાયકની પારદર્શક સાહસવૃત્તિ પ્રગટાવતું આ ચરિત્ર ગુજરાતી ચરિત્રગ્રંથોમાં નોંધપાત્ર છે. ઉપર્યુક્ત બંને ચરિત્રોમાં વેપાર-ઉદ્યોગક્ષેત્રે સિદ્ધિ સંપ્રાપ્ત કરનાર સાહસવીરોની જીવનરેખા ઉપસાવનાર કુમારપાળ મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' (ઈ. ૨૦૦૦) ચરિત્રગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરક જીવનગાથા આલેખે છે. શ્રીમદ્ગી દેહવિલય શતાબ્દી સંદર્ભે રચાયેલા આ પુસ્તક પાછળનો પોતાનો ઉદ્દેશ ‘આરંભે સ્પષ્ટ કરતાં લેખકે કહ્યું છે, “આવી દિવ્ય 37 પ્રસાદ બ્રહ્મભટ્ટ Page #55 -------------------------------------------------------------------------- ________________ વિભૂતિનું ચરિત્ર આલેખવાની પાછળનો અમારો આશય એટલો જ કે શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય પ્રકાશિત જીવનનાં થોડાં કિરણો વાચકો, ભાવકો કે જિજ્ઞાસુઓને સાંપડે અને એ દ્વારા એમનામાં મુમુક્ષા જાગે. એ જાગેલી મુમુક્ષાને એમના આ જીવનચરિત્રમાંથી દિશાસૂચન સાંપડી રહે.” આ ચરિત્રગ્રંથમાં એક પૃષ્ઠ પર ચિત્રો અને સામે પૃષ્ઠ લખાણ એ રીતે ૮૦ જેટલાં લખાણો આપવામાં આવ્યાં. અંતે શ્રીમદ્ભાં વચનામૃતો આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ શ્રીમદ્ભી સામાન્ય માનવીથી માંડી સાધક સુધીની સફરનો પરિચાયક બની રહે છે. ગ્રંથનો અંગ્રેજી અનુવાદ “A Pinnacle of Spirituality' નામથી પ્રગટ થયો છે. ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે' (વિ. સં. ૨૦૪૫) આચાર્ય કેલાસસાગરસૂરિ મહારાજનું ચરિત્ર છે. આ ચરિત્રની વિશેષતા એ છે કે એમાંથી આચાર્ય મહારાજની નિશ્રામાં યોજાયેલા ઉત્સવો, મહોત્સવો કે પ્રતિષ્ઠા મહોત્સવોની વાત ગૌણ કરીને લેખકે આચાર્યશ્રીના આંતરજીવનને આલેખવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. એને લીધે ચરિત્ર રસપ્રદ બન્યું છે. ૧૩ પ્રકરણોમાં વિભાજિત આ ચરિત્રમાંથી ચરિત્રનાયકની અસાધારણ પ્રતિભા સુપેરે ઊપસી આવી છે. બાળકોના બુદ્ધિસાગરસૂરિમાં લેખકે ૧૦૮ પુસ્તકોના રચયિતા અને અધ્યાત્મયોગી આચાર્ય બુદ્ધિસાગરસૂરિના ચરિત્રને રસપ્રદ રીતે આલેખ્યું છે. જિનશાસનની કીર્તિગાથા' (૧૯૯૮) ચરિત્રસાહિત્યનો વિશિષ્ટ ગ્રંથ છે. એમાં કુલ ૧૦૮ ચરિત્રોની પરિચયઝલક રજૂ થયેલી છે, જે પૈકી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા – પ્રત્યેકનાં સત્યાવીસ ચરિત્રોની જીવનસુવાસનું આસ્વાદ્ય આલેખન થયું છે. આમ તો આ ચરિત્રકથાઓ છે પરંતુ એ કથાઓમાં ક્યાંક ધર્મનાં ઓજસ છે, ક્યાંક ભાવનાની ભવ્યતા છે, ક્યાંક સમર્પણની સુવાસ છે તો ક્યાંક ત્યાગનું તેજ છે. લાછીદેવીનું ચરિત્ર સાધર્મિકની સેવાથી તરબતર છે, તો જ્યેષ્ઠાનું ચરિત્ર ઉમદા ચારિત્રનું ઉદાહરણ છે. વિક્રમાદિત્ય હેમુ વીરતાથી સભર છે તો સવચંદ અને સોમચંદ શેઠનાં લઘુચરિત્રો માણસાઈનાં મહામૂલાં રત્નો સમાન છે. શેઠ જગડુશા ઉદારતાનું ઉચ્ચ શિખર છે તો મહામંત્રી અભયકુમાર બુદ્ધિપ્રતિભાનો સ્વામી છે. સાધ્વી રુક્મિણીનું ચરિત્ર હૃદયપરિવર્તનનો આલેખ છે જે ઇતિહાસનું ગૌરવ બને છે. જેવી રીતે ગીતના શબ્દોને સંગીત લય આપે છે તેવી રીતે અહીં આલેખિત ચરિત્રોને સુંદર ચિત્રાંકનો લય આપે છે. પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ પ્રત્યેક ચરિત્રકથાને શ્રી અશોક સહા (પદ્મપુત્ર) અને શ્રીમતી પ્રાર્થના સહાની ચિત્રકલાનો અપૂર્વ લય સાંપડ્યો છે. શબ્દોમાંથી ચિત્ર પ્રગટે છે અને ચિત્રોમાંથી કથાની સરવાણી વહે છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે એ જૈનશાસનની ગૌરવગાથાનું આલેખન હોવા છતાં એમાં સાંપ્રદાયિક અતિશયોક્તિ નથી અને અન્ય ધર્મ પ્રત્યે કટુ ચંગપ્રહારો પણ નથી. જૈનેતર ભાવક પણ ભાવવિભોર બની ઊઠે એવું સમતોલ અને વિરલ 38 ચરિત્રસાહિત્યમાં પ્રદાન Page #56 -------------------------------------------------------------------------- ________________ સર્જનકાર્ય આ ગ્રંથના પૃષ્ઠ પૃષ્ઠ પ્રતિબિંબિત થાય છે. આ પુસ્તકના હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયા છે. જયભિખ્ખએ લખેલી ભગવાન મલ્લિનાથની લઘુ પુસ્તિકામાં જરૂરી ઉમેરો કરી કુમારપાળે ૫૬ પૃષ્ઠની ચરિત્રકથા “ભગવાન મલ્લિનાથ' (૧૯૮૯) આપી છે. ભગવાન મલ્લિનાથ એ મૂળ રાજકુમારી મલ્લિકા હતા અને એમાંથી તેઓ તીર્થંકરપદે પહોંચ્યા તેની રસાવહ ભાષામાં રોચક રજૂઆત થઈ છે. ભગવાન મલ્લિનાથના જીવનની સમજ આપતું આ ઉલ્લેખનીય ચરિત્ર છે. ‘અંગૂઠે અમૃત વસે' (૧૯૯૨) ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગુરુ ગૌતમસ્વામીનું ચરિત્ર છે. સંસારી અને સાધક બંનેને માટે પ્રેરક અને માર્ગદર્શક એવા ગુરુ ગૌતમસ્વામીના જીવનપ્રસંગોને લેખકે પ્રવાહી અને રસપ્રદ શૈલીમાં આલેખ્યા છે. એની સાથોસાથ એમના ધર્મસંદેશને અને જૈનદર્શનને કથાના તાણાવાણામાં ગૂંથી લીધા છે. આર્ટ પેપરમાં અનેકરંગી ચિત્રો ધરાવતું આ જીવનચરિત્ર આવનારી પેઢીમાં સંસ્કારસિંચન કરે એવો આશય રાખવામાં આવ્યો ઈ. સ. ૧૯૯૦માં “ભગવાન મહાવીર' નામક ચરિત્ર આપનાર કુમારપાળ ૨૦૦૪માં તીર્થકર મહાવીર' નામક બૃહ સચિત્ર ચરિત્ર આપે છે. ગ્રંથની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું છે, તીર્થંકર પરમાત્મા મહાવીરના આવા ચરિત્રને આલેખવાની સાથોસાથ એમને વિશે સર્વ માહિતી સમાવતો આકર ગ્રંથ રચવાનો આ ઉપક્રમ છે. એક અર્થમાં કહીએ તો ભગવાન મહાવીર વિશે એન્સાઇક્લોપીડિયા સર્જવાની દિશાનો આ નમ્ર પ્રયાસ છે.” સુંદર રંગીન ચિત્રો સાથેનો આર્ટ પેપર પર સુંદર રીતે મુદ્રિત થયેલો આ ગ્રંથ ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સમજવા માટે ઉપયોગી છે. - કુમારપાળે ચરિત્રસાહિત્યમાં મૂકી શકાય એવું એક પ્રેરક પુસ્તક “અપંગનાં ઓજસ' (૧૯૭૩) પણ આપ્યું છે. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં અને “અપાહિજ તન, અડિગ મન' નામે હિંદીમાં અનૂદિત થયું છે. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના સમર્થ સંત પૂ. મોટાએ તથા પ્રસિદ્ધ ક્રિકેટર વિજય મર્ચન્ટ લખી છે. લેખકે આ પુસ્તકમાં શારીરિક મર્યાદાને સંકલ્પબળથી વટાવીને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનારાઓનાં ચરિત્ર આપ્યાં છે. રમતગમતનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સફળતા સંપ્રાપ્ત કરનાર વ્યક્તિઓનાં જીવનને આલેખીને લેખકે વૈવિધ્ય પણ જાળવ્યું છે, અને સાથે પુરવાર પણ કર્યું છે કે અપંગ, અશક્ત માત્ર એક જ ક્ષેત્રે નહિ પણ પ્રત્યેક ક્ષેત્રે ઝળકી શકે છે. આ પુસ્તક પરાક્રમ, સાહસ અને મર્દાનગી પ્રતિ પ્રેરણા આપે એવું છે. શૈલી પ્રવાહી છે અને વાચકના દિલમાં ઝણઝણાટી પેદા પ્રસાદ બ્રહ્મભટ્ટ Page #57 -------------------------------------------------------------------------- ________________ કરે એવી છે. જિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ સમાજને અભિમુખ કરવામાં પુસ્તક ઉપકારક નીવડે એવું છે. કુમારપાળના સમગ્ર ચરિત્રસાહિત્ય પર દષ્ટિપાત કરતાં ધ્યાનમાં આવશે કે તેમણે બધાં ચરિત્રો બાળકોને, તરુણોને કેન્દ્રમાં રાખી તેમને પ્રેરણા, પ્રોત્સાહન પૂરું પાડવાના મુખ્ય ઉદ્દેશથી લખ્યાં છે. બાળકો-કિશોરોને રસ પડે તે માટે ચરિત્રોમાં સુંદર રંગીન ચિત્રો પણ મૂકવામાં આવ્યાં છે. મોટા ભાગનાં ચરિત્રો આર્ટ પેપર પર કલાત્મક રીતે મુદ્રિત થયાં છે. એમનાં અંગ્રેજીમાં લખાયેલાં ચરિત્રપુસ્તકો આગવી ભાત પાડે છે. આમાં “Glory of Jainism', 'A Pinnacle of Spirituality', Tirthankara Mahavira' એ અંગ્રેજી પુસ્તકો મહત્ત્વનાં છે. આ ચરિત્રો માત્ર બાહ્ય રૂપરંગમાં જ ઉત્તમ, શ્રેષ્ઠ છે એવું નથી. ચરિત્રોનું અંતરંગ પણ આફ્લાદક છે, આકર્ષક છે. લેખકની શૈલી સરળ, પ્રવાહી અને સચોટ છે. ચરિત્રોમાં પ્રસંગોનું પ્રમાણ વિશેષ હોવાથી રસપ્રદ બની શક્યાં છે. સાથે ચરિત્ર માટે જરૂરી વિગતો, માહિતી પણ તેમણે સંક્ષેપમાં આપી છે. માહિતી પ્રમાણભૂત હોય એ માટે તેમણે પૂરતી ચોકસાઈ રાખી છે અને ઠીક ઠીક જહેમત પણ ઉઠાવી છે. સમગ્ર ગુજરાતી ચરિત્રસાહિત્યમાં કુમારપાળનું પ્રદાન અનેક રીતે નોંધપાત્ર છે. 40 ચરિત્રસાહિત્યમાં પ્રદાન Page #58 -------------------------------------------------------------------------- ________________ કુમાર મારપાળ દેસાઈ એટલે બહુપાર્શ્વ વ્યક્તિત્વ. સાહિત્યના સંસ્કારો તેમને ગળથૂથીમાં મળ્યા છે; શિક્ષણને તેમણે વ્યવસાય તરીકે સ્વીકાર્યું અને પત્રકારત્વ સાથે પ્રેમનું સગપણ બાંધ્યું; જાહેરાતના કશા જ ઘોંઘાટ વિના તેમણે સમાજસેવા કરી છે; રમતના મેદાનમાં તેમની દૃષ્ટિ દોડે છે; તો તેમના વ્યક્તિત્વને ધર્મ અને તત્ત્વદર્શનનો રંગ પણ ચડ્યો છે. આવાં વિવિધ અને વ્યાપક ક્ષેત્રોમાં વિહાર કરતાં કુમા૨પાળ, સંશોધનને ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે. સ્વાધ્યાય-સંશોધનો માટે કુમારપાળ બહુધા મધ્યકાલીન સાહિત્યને પસંદ કરે છે. એમાંયે વિશેષ કરીને જૈન સાહિત્ય ઉપર તેમનું સંશોધન કેન્દ્રીભૂત થયું છે. ‘આનંદઘન : એક અધ્યયન' એ તેમનો મૂલ્યવાન સંશોધન-ગ્રંથ છે. પીએચ.ડી.ના શોધનિબંધ નિમિત્તે થયેલું આ સંશોધન, સંશોધક કુમારપાળ દેસાઈની દૃષ્ટિ-શક્તિનો સંતર્પક પરિચય કરાવે છે. અધ્યાત્મયોગી આનંદઘનજીની સ્તવન બાવીસી'ને અનુલક્ષીને તેમણે સૂક્ષ્મ અને સર્વગ્રહી સ્વાધ્યાય પ્રસ્તુત કર્યો છે. આનંદઘનજી વિશેની અનુશ્રુતિ અને આધારભૂત માહિતી આપીને તેઓ આનંદઘનજીનાં પદો, સ્તવનો અને તેમની અપ્રગટ રચનાઓનો પરિચય કરાવે છે. એમાંનાં વસ્તુ, ભાવ, વિચાર અને આલેખનની દૃષ્ટિએ એની તપાસ કર્યા બાદ જૈન પરંપરાના પરિપ્રેક્ષ્યમાં તેઓ આનંદઘનની મુલવણી કરે છે. 41 સંશોઘન-પ્રવૃત્તિનો આલેખ નીતિન વડગામા Page #59 -------------------------------------------------------------------------- ________________ ‘આનંદઘન બાવીસીની ચારસો જેટલી હસ્તપ્રતો મેળવીને, એ હસ્તપ્રતોની પ્રશિષ્ટ વાચના આપવાનો સંનિષ્ઠ પુરુષાર્થ તેમણે કર્યો છે. ઉપરાંત એ વાચના આપતા પૂર્વે હસ્તપ્રતોનો પરિચય આપીને તથા સંપાદનપદ્ધતિ વિશે વિગતે ચર્ચા-વિચારણા કરીને સંશોધકે પોતાની સંશોધનસૂઝનો પણ પરિચય કરાવ્યો છે. વળી, આનંદઘનજીએ બાવીસ જ સ્તવનો લખ્યાં છે અને તેવીસમું તથા ચોવીસમું સ્તવન અન્ય વ્યક્તિને હાથે લખાયાં છે, એવા તર્કપૂત તારણ ઉપર પણ તેઓ આવ્યા છે. આનંદઘન વિશેની અનુશ્રુતિઓ કે પછી એમના અંગે પૂર્વસૂરિઓએ કરેલી વાતોને આધારે આગળ વધવાને બદલે કુમારપાળ, સંશોધન-વિષયમાં ઊંડા ઊતરે છે, કેટલીક પ્રત્યક્ષ અને પ્રમાણભૂત માહિતી મેળવે છે તેમજ કેટલાક અભ્યાસીઓનાં વિધાનોની-તારણોની ફેરતપાસ પણ કરે છે. એમ કરતી વખતે જરૂર જણાય ત્યાં વિવેકપૂર્વક વિરોધ કરીને, પોતાના તાર્કિક અને સંશોધનમૂલક નિષ્કર્ષો રજૂ કરે છે. જેમકે, આનંદઘનજી વિશે આચાર્ય ક્ષિતિમોહન સેને આપેલી વિગતોનો તેમણે વિરોધ પણ કર્યો છે. તો વળી, વિખ્યાત સંશોધક અગરચંદજી નાહટાનાં કેટલાંક વિધાનો સાથે પણ તેઓ સંમત થતા નથી. આનંદઘનના વેશ અંગેની આચાર્ય ક્ષિતિમોહન સેને કરેલી વાતનો પુનર્વિચાર કરીને તેઓ પોતાનો મત રજૂ કરે છે તેમજ નાહટાનાં વિધાનોનો પણ, મૂળમાં જઈને અભ્યાસ કરી, તેમણે નિર્દેશેલો આનંદઘનજીના કાળધર્મ પામ્યાનો સમય યોગ્ય નથી, એવા તારણ ઉપર કુમારપાળ આવે છે. આ બધામાંથી સંશોધક તરીકેની તેમની નિષ્ઠા અને નિસબત પ્રગટ થાય છે. પીએચ.ડી.ની પદવી નિમિત્તે આરંભાયેલી કુમારપાળ દેસાઈની સંશોધન-પ્રવૃત્તિ પછીથી પણ આગળ વધતી રહે છે. પરિણામસ્વરૂપ તેમની પાસેથી “શ્રી જ્ઞાનવિમલસૂરિકત સ્તબક જેવું સંશોધનમૂલક સંપાદન મળે છે. જ્ઞાનવિમલસૂરિ રચિત સ્તબક(ટબો)નું સંપાદન કરતી વેળાએ સંપાદક, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થયેલી વિ. સં. ૧૭૬૯ની હસ્તપ્રતને અધિકૃત પાઠ તરીકે સ્વીકારે છે. આરંભે સ્તબકની વિશેષતાઓ જણાવીને સંપાદકે સ્તબકકારનો તથા પ્રતિનો પરિચય કરાવ્યો છે. ત્યારબાદ એની ભાષાભૂમિકા વિશે સદૃષ્ટાંત વિચારણા કરી છે. અંતે ૫૬ જેટલાં પૃષ્ઠોમાં મુકાયેલા સ્તબકના શબ્દાર્થ આ સંપાદનનું મૂલ્ય વધારે છે અને સંપાદક-સંશોધકની સજ્જતાનો અંદાજ પણ આપે છે. ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ શીર્ષકથી કુમારપાળ, મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રતોમાંથી ત્રેવીસ જેટલાં અપ્રસિદ્ધ કાવ્યો સંપાદિત કરે છે. વૈવિધ્યપૂર્ણ એવી આ કૃતિઓમાં ક્યાંક પ્રભુભક્તિની સરવાણી છે, તો ક્યાંક પિયુમિલનની આરત પણ છે. કોઈ કાવ્ય બોધપ્રધાન છે, તો 42 સંશોધન-પ્રવૃત્તિનો આલેખ Page #60 -------------------------------------------------------------------------- ________________ વળી, ‘ભીલી ગીત’ જેવું કાવ્ય પ્રસંગાલેખન કરે છે. પુસ્તકને અંતે પ્રત્યેક કાવ્ય વિશેની ‘મિતાક્ષરી નોંધ’ પણ આપવામાં આવી છે. આ સંપાદનને આવકારતા શ્રી કે. કા. શાસ્ત્રી નોંધે છે કે, “ અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ' આપીને એમણે ગુજરાતી ભાષાની ક્રમિક ભૂમિકાઓના અભ્યાસનો માર્ગ ચાલુ રાખી આપી પૂર્વ અને વર્તમાન સમાનધર્માઓની હરોળમાં સ્થાન પ્રાપ્ત ક૨વાનો આરંભ કરી આપ્યાં છે. એ અમારા જેવા ધૂળધોયાઓને પણ આનંદ આપનારો છે.’’ કુમારપાળના સંશોધન-સંપાદનનો અન્ય મુકામ છે વાચક મેરુસુંદર કૃત બાલાવબોધ’. વિક્રમના સોળમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા વાચક મેરુસુંદરગણિએ જૈન અને જૈનેતર કર્તાઓની કૃતિઓ ૫૨ ૨ચેલા બાલાવબોધમાંથી, અહીં કુલ સોળ બાલાવબોધને પસંદ કરવામાં આવ્યા છે ને એનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. શત્રુંજયમંડન ઋષભદેવ સ્તવન બાલાવબોધ, પુષ્પમાલા-પ્રકરણ બાલાવબોધ, ષડાવશ્યક-સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણસૂત્ર બાલાવબોધ, શીલોપદેશમાલા બાલાવબોધ, ષષ્ટિશતક-પ્રક૨ણ બાલાવબોધ, ભક્તામરસ્તોત્ર બાલાવબોધ, યોગશાસ્ત્ર બાલાવબોધ વગેરેનો પરિચય આપ્યા બાદ સંપાદકે, અજિત શાંતિસ્તવન બાલાવબોધ ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરી છે અને એની વિગતે ચર્ચા-વિચારણા કરી છે, આરંભે બાલાવબોધની સમજૂતી આપવા ઉપરાંત સંક્ષિપ્ત કર્યુપરિચય પણ આપ્યો છે; તો સંપાદનને અંતે મુકાયેલા મહત્ત્વપૂર્ણ શબ્દાર્થ-ટિપ્પણ વાચકોને તેમજ અભ્યાસીઓને ઉપયોગી બની રહે છે. ‘અબ હમ અમર ભયે’ એ આનંદઘનના જીવન અને કવન ઉપર પ્રકાશ પાડતું પુસ્તક છે. પીએચ.ડી. નિમિત્તે આનંદઘન વિશે સઘન અને ઊંડો અભ્યાસ કરનાર કુમારપાળ, સ્વાભાવિક રીતે જ અહીં કેટલીક શ્રદ્ધેય સામગ્રી સુલભ કરી આપે છે. આનંદઘનના જીવનવિષયક કિંવદન્તીઓને ગાળી-ચાળીને તેઓ પ્રમાણભૂત વિગતો રજૂ કરે છે. આનંદઘનનું કવન, જૈન પરંપરા અને આનંદઘન તથા આનંદઘન અને યશોવિજય જેવાં પ્રકરણોમાં કુમારપાળ, વિવિધ કોણથી આનંદઘનજીને મૂલવે છે. અંતિમ પ્રકરણમાં કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘનનું મૂલ્યાંકન કરતી વેળાએ તેઓ એ ત્રણે સાથેનું આનંદઘનનું સામ્ય-વૈષમ્ય ચીંધી બતાવે છે. સામગ્રીમાં અને અભિવ્યક્તિમાં એ ત્રણેથી આનંદઘનજી ક્યાં કેવી રીતે જુદા પડે છે તેમજ એ બાબતે તેમની વચ્ચે ક્યાં અને કેવું મળતાપણું છે એની અહીં સદૃષ્ટાંત ચર્ચા થઈ છે. આ તુલનાત્મક તારણો રસપ્રદ અને નોંધપાત્ર છે, તેમ સંશોધકની વ્યાપક દૃષ્ટિનાં પરિચાયક પણ છે. ‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના' નામક પુસ્તિકામાં લેખકે હેમચંદ્રાચાર્યના જીવન અને કવનનો વિગતે પરિચય કરાવ્યો છે. ગુજરાતી ભાષાના પ્રભાતની છડી પોકારતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવનની તથા તેમની સાહિત્યસાધનાની મૂલ્યવાન સામગ્રી આ પુસ્તિકા સુલભ 43 નીતિન વડગામા Page #61 -------------------------------------------------------------------------- ________________ કરી આપે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એ મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજકના અર્પણની અહીં સમુચિત નોંધ લેવાઈ છે. કુમારપાળ દેસાઈની સંશોધન-સંપાદનની પ્રવૃત્તિ આમ, મધ્યકાલીન સાહિત્ય – જૈન સાહિત્ય ઉપર કેન્દ્રિત થયેલી છે. સંશોધન-સંપાદન માટે તેઓ જે કર્તા કે કૃતિને પસંદ કરે છે એનો સર્વગ્રાહી સ્વાધ્યાય કરે છે અને એની ફલશ્રુતિ રૂપે આપણને કેટલાંક નોંધપાત્ર નિરીક્ષણો મળે છે. કુમારપાળમાં સંશોધન-સંપાદનની નિષ્ઠા અને નિસબત છે, તેમ શક્તિ અને સામર્થ્ય પણ છે એનો પરિચય તેમનાં આ પાંચ-છ પુસ્તકોમાંથી સહજ રીતે જ મળી શકે છે. 44 સંશોધન-પ્રવૃત્તિનો આલેખ Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાઈ-~ાર્દ ? 1 મો. th હા મારા * #di , માં , બાવાસાહિત્યના સર્જક એક નાનો છોકરો, એને વાંચવાની ભારે લત. કોઈ ચોપડી મળે કે જાણે આખી દુનિયા મળી ગઈ. જેવી ચોપડી હાથ લાગે કે તરત વાંચવા બેસી જાય. વાંચતી વખતે વખતને ભૂલી જાય. જમવાનું બાજુએ રહી જાય. રાત હોય તો મધરાત થઈ જાય. ૧૯૫૩ની આ વાત છે. એ છોકરો અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહે. એ વખતે ઝગમગ' એને બહુ ગમે. આ છાપું સૌ પહેલું એલિસબ્રિજ સ્ટેશને આવે. આથી એ વહેલો-વહેલો સ્ટેશન પર પહોંચી જાય. થોડું મોડું થયું હોય તો એ દોડ લગાવે. વરસાદ વરસતો હોય તો છાપું ખમીસથી ઢાંકીને, જતનથી જાળવીને ઘેર લાવે. જેવો ઘેર પહોંચે કે તરત એ વાંચી કાઢે. વાંચ્યા પછી છાપાંની સરસ ફાઈલ બનાવે. આ છોકરો એના પિતાને રોજ લખતા જુએ. એના પિતા ટેબલ પર બેસીને કલમથી લખે. એ લેખ જુદાં જુદાં છાપાંમાં પ્રગટ થાય. આ બાળકને એમ થાય કે મનેય આવું લખવા મળે તો? વળી, આ છોકરાના દિલમાં દેશના ક્રાંતિકારીઓ માટે અજબ ચાહના હતી. ક્યારેક અંગ્રેજોને થાપ આપતા નાનાસાહેબ પેશ્વા દેખાય, ક્યારેક મનમાં ભડવીર ભગતસિંહ ઘૂમે, કદીક મૂછ પર તાવ દેતા ચંદ્રશેખર આઝાદ દેખાય. રાતનાં સ્વપ્નાંમાં અવનવા ક્રાંતિકારીઓ મળવા આવે, જે દેશને માટે હસતે મુખે પોતાનો પ્રાણ આપતા હોય. એક વાર આ છોકરાએ અનામી શહીદની ઘીરજલાલ ગજ્જર 25 Page #63 -------------------------------------------------------------------------- ________________ કથા લખી. કથા નાની પરંતુ એમાં દેશદાઝ નીતરતી હતી. પોતાના પ્રિય એવા “ઝગમગમાં આ કથા મોકલી. કથા પર પોતાનું નામ લખ્યું. કુ. બા. દેસાઈ. વળતી ટપાલે વાર્તાના સ્વીકારનો પત્ર આવ્યો. અને આ છોકરાના આનંદનો પાર ન રહ્યો. ઝગમગ'ના તંત્રીએ એ વાર્તાને ત્રીજે પાને સરસ રીતે ચમકાવી. આ છોકરો એની થોડી વધુ નકલ લેવા માટે ઝગમગ કાર્યાલયમાં પહોંચી ગયો. તંત્રીને મળ્યો. તંત્રી સાથે વાતચીત થઈ અને એમણે જાણ્યું કે આ છોકરો કુમારપાળ, તે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક જયભિખ્ખનો પુત્ર છે, ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. થોડા જ સમય પછી તંત્રીએ ‘ઝગમગ'માં કુમારપાળનું ‘ઝગમગતું જગત’ નામનું નિયમિત કૉલમ શરૂ કર્યું. એમાં દેશવિદેશના સમાચારો આવે. બાળકોને રસ પડે તે રીતે આમાં સમાચાર લખવામાં આવે. ઘણી અવનવી વિગતો પણ અપાતી. ક્યારેક વિજ્ઞાન, ઇતિહાસ કે સામાન્ય જ્ઞાનની કસોટી કરે તેવા પ્રશ્નો મૂકવામાં આવતા અને બાળકો તેના ઉત્તર આપતા. આ સમયે “બાલજીવનમાં એક વાર્તા મોકલી. એ વાર્તાને પહેલું ઇનામ મળ્યું. આ પછી તો કુમારપાળભાઈના લેખો જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. ૧૯૬૫માં એમણે એમનું બાલસાહિત્યનું પહેલું પુસ્તક લખ્યું. બાળપણમાં જે માતૃભૂમિ માટે પ્રાણ આપનારા શહીદોનાં સ્વપ્નાં સેવ્યાં હતાં, એવા દેશને કાજે સમર્પણ કરનારા ભેખધારીઓની કથા એમાં આપી. પુસ્તકનું નામ આપ્યું : “વતન, તારાં રતન”. એમાં અંગ્રેજોના દમનનો સામનો કરનાર લાલા લજપતરાયની કથા આપી, યુવાન ચંદ્રશેખર આઝાદની શહીદગાથા આપી, મહાન સંગીતકાર એ. વિષ્ણુ દિગંબરના પુરુષાર્થની વાર્તા લખી; તો લોકમાન્ય તિલકની સ્વરાજ્યભાવના બતાવતી એક ઘટના આપી. આ ૬૦ પાનાંનું પુસ્તક પ્રગટ થતાં જ થોડા વખતમાં અપ્રાપ્ય બની ગયું. ૧૯૬૫નું એ વર્ષ કુમારપાળને માટે મહેનત અને પરિશ્રમનું વર્ષ હતું. આ સમયે તેઓ એમ.એ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. બીજી બાજુ ટેસ્ટમેચનાં બયાન લખતા હતા. એની સાથોસાથ “ગુજરાત સમાચાર', ‘ઝગમગ' અને “નવચેતનમાં નિયમિત કોલમ લખતા હતા. એવામાં એમને લાલબહાદુર શાસ્ત્રીનો પરિચય થયો. ભારતના એ વડાપ્રધાનમાં ગાંધીજીના સાચા અનુયાયીનાં દર્શન થયાં. એમની સાદાઈ, સચ્ચાઈ અને પુરુષાર્થ ખૂબ ગમી ગયાં. આ પછી તો શ્રી લાલબહાદુર શાસ્ત્રીના જીવન વિશે ઠેરઠેરથી પ્રમાણભૂત માહિતી એકત્રિત કરવા માંડી અને એમના જન્મથી આરંભીને એમનું સળંગ ચરિત્ર લખવા માંડ્યું. આ સમયે નવચેતન'ના તંત્રીશ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીએ કુમારપાળ પાસે આગ્રહપૂર્વક લાલબહાદુર શાસ્ત્રીનો ચરિત્રલેખ તૈયાર કરાવ્યો. મુખપૃષ્ઠ પર લાલબહાદુરની છબી પ્રગટ કરીને આખોય વિસ્તૃત લેખ લીધો. 46 બાળસાહિત્યના સર્જક Page #64 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળના દરેક પુસ્તકના શીર્ષકમાં કાવ્ય હોય છે અથવા તો બીજા અર્થમાં કહીએ તો નવીનતા હોય છે. એમણે એમના લાલબહાદુરની જીવનગાથા વર્ણવતા પુસ્તકનું નામ રાખ્યું “લાલ ગુલાબ' અને એ પુસ્તક એમણે અર્પણ કર્યું: “માતાને ! જન્મદાત્રીને !! જન્મભોમને.” પ્રથમ જીવનચરિત્રથી જ કુમારપાળને બહોળી ખ્યાતિ મળી અને બાળસાહિત્યના કુશળ કસબી તરીકે એ બહાર આવ્યા. આ પુસ્તક વિશે એ સમયના ગુજરાતના કેળવણી પ્રધાન ડૉ. ભાનુપ્રસાદ પંડ્યાએ એને આવકારતાં ઉમળકાભેર પ્રસ્તાવનામાં લખ્યું: કુમારપાળ દેસાઈએ સ્વ. શાસ્ત્રીજીના જીવનમાંથી યોગ્ય પ્રસંગોની પસંદગી કરીને તેનું રસાળ અને સરસ ભાષામાં વર્ણન કરેલું છે. તેમની પ્રમાણભૂતતા અને રજૂઆતની ચોકસાઈ વિદ્યાર્થીઓને પણ આકર્ષશે. આ પુસ્તકથી કુમારપાળ સાહિત્યના ક્ષેત્રમાં રીતસર પ્રવેશ કરે છે. તેમના પિતા શ્રી જયભિખ્ખની માફક તેમની લેખનયાત્રા શુભ ફળદાયી અને ઊર્ધ્વમુખી નીવડો એવી મારી શુભેચ્છા છે.” લાલ ગુલાબ' પુસ્તકની એકસાથે ચાલીસ હજાર પ્રત પ્રગટ થતાં જ વેચાઈ ગઈ હતી. ગુજરાતી સાહિત્યમાં આ નોંધપાત્ર ઘટના ગણી શકાય. વળી ‘લાલ ગુલાબ' એ ગુજરાતભરમાં જાણીતી શિષ્ટવાચનની પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું. ગુજરાત સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા બાળસાહિત્યની સ્પર્ધામાં લાલ ગુલાબને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો. એવામાં ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ રશિયાના તાન્કંદ શહેરમાં હૃદયરોગના હુમલાથી ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું. આ સમયે ગુજરાતનાં અખબારો અને સામયિકોમાં લાલબહાદુર શાસ્ત્રી વિશેના કુમારપાળના ચરિત્રલેખો પ્રગટ થયા. પોતાના આ ચરિત્રનાયકના જીવનને સંપૂર્ણપણે આલેખે એવા ચરિત્રની જરૂર જણાઈ. આને પરિણામે લાલબહાદુર શાસ્ત્રીના જીવનનાં તમામ પાસાંઓને લક્ષમાં રાખીને ત્રણસો પાનાંનું મહામાનવ શાસ્ત્રી' નામનું પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તકનો પ્રકાશન-સમારોહ ૧૯૬૬ની ૨૦મી એપ્રિલે અમદાવાદના એચ. કે. કૉલેજ હૉલમાં યોજવામાં આવ્યો. ગુજરાતની પુસ્તકપ્રકાશન ક્ષેત્રે પ્રસિદ્ધ એવી સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે વિખ્યાત સાહિત્યકાર ધૂમકેતુના અવસાન પછી એમની અપૂર્ણ રહેલી નવલકથા “ધ્રુવદેવી’ તેમજ નવોદિત લેખક કુમારપાળના પુસ્તક “મહામાનવ ધીરજલાલ ગજર Page #65 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રી'નો પ્રકાશન-સમારોહ ગોઠવ્યો. આ સંયોગ કેવો વિરલ કહેવાય ! એક મહાન સાહિત્યકારના અક્ષરદેહનું અંતિમ સ્વરૂપ અને એક નવોદિત સાહિત્યકારના અક્ષરદેહનો પ્રારંભ ! આ સમારંભના પ્રમુખ ભારતના તત્ત્વચિંતક પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી હતા. એમણે આ નવોદિત લેખક પર અંતરના આશીર્વાદ વરસાવ્યા. જ્યારે સમારંભના અતિથિવિશેષ તત્કાલીન મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. આ સમારંભમાં પ્રા. ફીરોઝ દાવર, શ્રી પ્રભુદાસ પટવારી, ડૉ. ધીરુભાઈ ઠાકરે પ્રવચનો કર્યાં. આ ફીરોઝ દાવર તો કુમારપાળના આ કાર્ય પર ખુશ થઈ ગયા અને હસતાં હસતાં માર્મિક ટકોર પણ કરી કે કુમારપાળનું આ એક જ પુસ્તક બતાવી જાય છે કે તેઓ એમના બાપને હટાવી જશે ! આ સમારંભ પછી ચાર દિવસ બાદ શ્રી કુમારપાળ દેસાઈનાં લગ્ન થયાં. ‘મહામાનવ શાસ્ત્રી’ પછી કુમારપાળની લેખિની તો ચાલતી જ રહી. અખબારોમાં એમનાં લખાણો નિયમિત પ્રગટ થતાં રહ્યાં, પરંતુ આ લખાણોને પુસ્તકરૂપે પ્રગટ કરતાં પહેલાં સો ગળણે ગાળવાં એમ તેઓ માને છે. આથી જ અખબારોમાં પુષ્કળ લખાણો લખ્યાં હોવા છતાં તેમના ગ્રંથો તો વર્ષે કે બે વર્ષે એકાદ જ પ્રગટ થાય. આનું કારણ એ છે કે સત્ત્વશીલ, ચિરંજીવ અને શાશ્વત મૂલ્યો ધરાવતા સાહિત્યને જ તેઓ પુસ્તકાકારે પ્રગટ કરવાનો આગ્રહ સેવે છે. વળી એમની એક બીજી વિશિષ્ટતા પણ અનોખી છે. પહેલાં મનમાં અમુક ભાવ જાગે, પછી ભાવને અનુરૂપ પ્રસંગો ગોઠવાય અને એ પછી એ પુસ્તકાકારે પ્રગટ થાય. આથી એમના દરેક પુસ્તકના પાયામાં કોઈ મહત્ત્વનો વિચાર પડેલો હોય છે. એ વિચાર જ પુસ્તકમાં રસમય રીતે શબ્દદેહ પામતો હોય છે. આનું એક ઉદાહરણ જોઈએ. બાળપણમાં બાદશાહ અને બીરબલની ચાતુરીની અનેક વાતો તેમણે સાંભળી હતી. એક વાર એમ થયું કે ગુજરાતનાં બાળકોને કોઈ ચતુર ગુજરાતીની વાર્તા આપવી જોઈએ. વળી એ વાર્તા ગુજરાતના વાતાવરણમાં ઉપસાવવી જોઈએ, આથી તેમણે ઇતિહાસ ભણી મીટ માંડી. ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકી યુગમાંથી દામોદર મહેતાનું પાત્ર મળી આવ્યું. દંતકથાઓ, રાસાઓ અને પ્રબંધોમાં આ પાત્રો વિશે આછી-પાતળી લકીરો જ જોવા મળતી હતી. એમાં ઊંડી ખોજ કરતાં એમને અદ્ભુત ઘટનાઓ પ્રાપ્ત થઈ. બાદશાહ અકબરના દરબારમાં જેમ બીરબલ હતા, તેમ ગુજરાતના રાજા ભીમદેવના દરબારમાં દામોદર મહેતા હતા. જે પાત્ર આજે પણ ‘ડાહ્યો ડમરો’ જેવી કહેવતમાં સજીવ છે. આ ‘ડાહ્યો ડમરો’ એટલે આદર્શ ગુજરાતી, લહેરી, ત્યાગી અને દેશાભિમાની મંત્રી દામોદર મહેતા ભીમદેવ અને વિમલમંત્રી જેવા યોદ્ધાઓએ શસ્ત્રથી રણ ખેલ્યું, જ્યારે આ માનવીએ નિઃશસ્ત્ર રહીને પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી ભલભલાને હરાવ્યા અને મા ગુર્જરીની સેવા કરી. 48 બાળસાહિત્યના સર્જક Page #66 -------------------------------------------------------------------------- ________________ આ પાત્રની વિગતો મેળવીને ગુજરાતનાં પાટણ, ઊંઝા, સિદ્ધપુર જેવાં ગામોના વાતાવરણમાં ડાહ્યાડમરાની ચતુરાઈની કથાઓ આલેખી. આ રીતે ગુજરાતના લગભગ ભુલાઈ ગયેલા મહાન નરરત્નની કથા આપીને બાળકોને ગમ્મત સાથે ગુજરાતના ગૌરવની ઝાંખી કરાવી. મહામાનવ શાસ્ત્રી' પછી પૂરા એક વર્ષ બાદ ડાહ્યો ડમરો'ની રચના થઈ. ગુજરાતી પણ વિર અને વિચક્ષણ હોય છે એવા સંસ્કારો પોષવાનો આની પાછળ આશય હતો. આ પુસ્તકને પણ ગુજરાત સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું. કોઈ ભાવ જાગે પછી જ પુસ્તક રચાય. ૧૯૬૮માં મિત્રના લગ્નપ્રસંગે કુમારપાળને કચ્છમાં જવાનું થયું. કચ્છમાં ઠેર ઠેર ઘૂમ્યા. કચ્છી પ્રજાનું ખમીર નિહાળ્યું. કચ્છી નરબંકાઓની કથાઓ સાંભળી. એમાં એક નવો વિચાર જડી આવ્યો. આપણે ત્યાં સામાન્ય ખ્યાલ એવો છે કે રાજ્ય જેને જાકારો આપે તે કાં તો બહારવટિયો થાય અથવા તો રાજદ્રોહી બને. કચ્છના પ્રવાસમાં એવી કથાઓ સાંભળી કે રાજાએ જેનું અપમાન કર્યું હોય એવા માનવીઓએ માત્ર વતનના પ્રેમને ખાતર, પોતાની ધરતીના રક્ષણ કાજે એકલા તો એકલા પણ લડીને શહાદત વહોરી લીધી હતી. અંગત માનઅપમાન કરતાં દેશભક્તિ ઘણી મહાન બાબત છે તે આ પ્રસંગોમાં પ્રગટ થતું હતું. આવી કચ્છની વીરકથાઓ મેળવીને કેડે કટારી, ખભે ઢાલ' નામના પુસ્તકનું સર્જન કર્યું. એની પ્રસ્તાવનામાં પોતાનો મનોભાવ પ્રગટ કરતાં લખ્યું: “સૌરાષ્ટ્રની ધરતીની વીરતાની વાતો સરળ, રોચક અને જનસમૂહને સ્પર્શે તેવી શૈલીમાં અનેક લેખકોને હાથે લખાયેલી છે, પણ સામાન્ય રીતે આજ સુધી બહુધા ઉપેક્ષા પામેલા કચ્છના ઇતિહાસની વીરતાની વાતો આવી શૈલીમાં લખાયેલી નથી. આવી કથાઓ બાળકો, યુવાનો અને પ્રોઢોને કચ્છી સંસ્કૃતિનાં ખમીર અને વીરતાનો યત્કિંચિત્ ખ્યાલ આપશે.” “વળી કચ્છ દેશની વીરગાથાઓ ગાવાનો અહીં એકમાત્ર ઉદ્દેશ નથી, પરંતુ એ દ્વારા આ મહાન વિશાળ દેશના અંગભૂત નાના પ્રદેશોમાં આતિથ્ય અને આત્મસમર્પણનું જે ભારતીય ખમીર ઊછળે છે, તેનું નિદર્શન કરાવવાનો મુખ્ય આશય છે. એ રીતે આ ભારતીય ગાથાઓ લખાઈ છે.” આ ગાથાઓ દેશ તરફ ભક્તિ, સિદ્ધાંત માટે સ્નેહ અને નેકટેક કાજે જાનફેસાનીની ભાવનાઓ જગાડશે, તો હું મારી કલમને ધન્ય માનીશ.” કેડે કટારી, ખભે ઢાલ પુસ્તક વાંચીને શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ એક પત્રમાં શ્રી જયભિખ્ખને લખ્યું કે “કુમારપાળને કેડે કટારી, ખભે ઢાલ' નામનું પુસ્તકમળ્યું. વાંચતાં લાગ્યું કે કુમારપાળ પણ તમને ઠીક ઠીક પહોંચી રહ્યો છે. તેને મારા અભિનંદન પાઠવશો.” અત્યાર સુધી ગુજરાતના બાળસાહિત્ય ક્ષેત્રમાં કુમારપાળે કામયાબી મેળવી હતી. ગુજરાત 49. ધીરજલાલ ગજર Page #67 -------------------------------------------------------------------------- ________________ સરકારની સ્પર્ધાઓમાં એમનાં પુસ્તકો પારિતોષિકોથી નવાજેશ પામ્યાં હતાં. પરંતુ કેડે કટારી, ખભે ઢાલને ભારત સરકારનું પંદરમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું. આ સ્પર્ધામાં ભારતની તમામ ભાષાઓમાં કુલ તેર પારિતોષિક આપવામાં આવ્યાં, એમાં ગુજરાતમાંથી એકમાત્ર કુમારપાળ દેસાઈના પુસ્તકને આ પારિતોષિક પ્રાપ્ત થયું. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે કુમારપાળના જીવનમાં સતત પ્રેરણાસ્ત્રોત બની રહેલા એમના પિતાશ્રી જયભિખ્ખનું અવસાન થયું અને એક વર્ષ બાદ કુમારપાળને આ રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું. આ સમયે અમદાવાદના શ્રી ઝાલાવાડ વિ. મૂ. જેન મંડળ તરફથી ચાંદીના કાસ્કેટ સાથે કુમારપાળને એક અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યું. એમાં એમણે આટલી નાની વયે મેળવેલી સફળતાઓને બિરદાવતાં લખવામાં આવ્યું : તમારી વિદ્યોપાસનાના આવા બહુમાન દ્વારા ગુજરાત અને ગુજરાતી સાહિત્ય બંને ગૌરવશાળી બન્યાં છે એમ અમે માનીએ છીએ. ઊગતી કારકિર્દીમાં જ આવું વિરલ બહુમાન પ્રાપ્ત કરવા બદલ તમને હાર્દિક અભિનંદન આપીએ છીએ. સાહિત્યસર્જન ક્ષેત્રે તેમને મળવા લાગેલી આવી સફળતા અને લોકપ્રિયતાથી એમ લાગે છે કે, તમે તમારા પિતાશ્રી અને ગુજરાતના ખ્યાતનામ લેખક સ્વ. જયભિખ્ખના સુયોગ્ય પુત્ર તરીકે તેઓની સાહિત્યસર્જનની પ્રવૃત્તિનું સાતત્ય જાળવ્યું છે. એમના વિદ્યાવારસાને દીપાવી જાણ્યો છે. શ્રી જયભિખ્ખના સ્વર્ગવાસ બાદ તેઓની ખૂબ લોકપ્રિય બનેલી ઈંટ અને ઇમારત જેવી લેખમાળા તમે સફળતાપૂર્વક ચાલુ રાખી શક્યા છો, એ ઉપરથી પણ તમારી વિદ્યાપ્રીતિ અને સર્જકશક્તિનો ખ્યાલ આવી શકે છે. તમારી આવી સફળતા માટે અમે તમને ફરી ફરી અભિનંદન આપીએ છીએ.” “કેડે કટારી, ખભે ઢાલ' પ્રગટ થયા પછી કુમારપાળની લેખિની સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઘૂમતી રહી. ઈ. સ. ૧૯૭૧માં અમદાવાદમાં કોમી રમખાણ થયાં અને એમાંથી બિરાદરી’ નામના પુસ્તકનું સર્જન થયું. આ પુસ્તકમાં વાર્તા રૂપે કોમી એકતાની ભાવના પ્રગટ કરી. માત્ર હિંદુ અને મુસલમાન જ નહિ, બલ્ક શીખ અને સિંધી પ્રજાની બિરાદરીની કથાઓ આમાં રજૂ કરી. આમાં ગુરુ નાનક જેવા ધર્મસ્થાપકની કથા છે, તો સિંધી કોમના ચેટી ચાંદ ઉત્સવની પાછળ રહેલી સિંધી, હિંદુ અને મુસ્લિમ ધર્મના ઐક્યની કથા હતી. જયસિંહ સિદ્ધરાજ અને રણથંભોરના રાજવી હમીરદેવની ઐતિહાસિક કથાઓ હતી. અમદાવાદમાં હિંદુ કામદારો માટે જાનફેસાની કરનાર મુસલમાન આગેવાનની કથાએ તો ઘણાંનાં દિલ હરી લીધાં. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાખાંની શહીદોની જોડીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા સમર્પણની ગાથા આલેખી. પ્રતાપ' દૈનિકના તંત્રી ગણેશ શંકર વિદ્યાર્થીએ કોમી એકતા માટે પોતાના પ્રાણ પાથરી દીધા. 50 બાળસાહિત્યના સર્જક Page #68 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ૧૯૪૬ની ૧લી જુલાઈએ અમદાવાદની ધરતી પર કોમી એક્ત કાજે એકસાથે હસતા મુખે શહાદત વહોરી લેનાર વસંતરાવ અને રજબઅલીની બિરાદરીનાં પોયણાં પ્રગટાવતી બલિદાનની કથા આમાં રજૂ કરી. આ પુસ્તકમાં બિરાદરી’નો મહાન આદર્શ વાર્તા રૂપે પ્રગટ કરવામાં આવ્યો, જેના પરિણામે હિંદુ અને મુસલમાન સહુ કોઈ આ પુસ્તક વાંચી, એના લેખકને ધન્યવાદ આપવા લાગ્યા. મુખ્યત્વે મુસલમાન વિદ્યાર્થીઓ જેમાં ભણતા હતા એવી અમદાવાદની એક નિશાળે પોતાના તેજસ્વી વિદ્યાર્થીઓને ભેટ રૂપે આ પુસ્તક આપ્યું. દર બે વર્ષે આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રગટ થઈ. શ્રી કુમારપાળ દેસાઈની એક વિશેષતા એ છે કે પુસ્તક પ્રગટ થયા પછી એ વિશેની માહિતી તેઓ સતત એકત્રિત કરતા રહે છે, આથી જ એમના પુસ્તકની દરેક આવૃત્તિ કંઈક નવું રૂપ ધારણ કરતી હોય છે. આ બિરાદરી’ પુસ્તકને નવશિક્ષિતો માટેની ભારત સરકારની સોળમી સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયું. આ સમાચાર આલેખતા ગુજરાતના અગ્રણી દૈનિક ગુજરાત સમાચારે પોતાના કૉલમ-લેખક વિશે લખતાં જણાવ્યું: ગુજરાત સમાચારની લોકપ્રિય કોલમ “ઈટ અને ઇમારત તેમજ ગુજરાત સમાચાર અને ઝગમગમાં રમતવિભાગના સંપાદક શ્રી કુમારપાળ દેસાઈને એમના પુસ્તક “બિરાદરી માટે એક હજાર રૂપિયાનું પારિતોષિક એનાયત થયું છે. સોળમી નવશિક્ષિતો માટેની સાહિત્ય સ્પર્ધામાં ઇનામ મેળવનારા તેઓ એક જ ગુજરાતી લેખક છે. પિતા દ્વારા ગળથુથીમાં જ સાહિત્યસંસ્કારનું સિંચન પ્રાપ્ત કરી યુવાન વયે જ શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન હાંસલ કરવામાં કામયાબ નીવડ્યા છે. આ અગાઉનાં એમનાં ત્રણે પુસ્તકોને રાજ્ય કે ભારત સરકારનાં પારિતોષિક મળ્યાં છે. પ્રત્યેક પુસ્તકને પારિતોષિક મળવાં, તે જ હકીકત એમની લેખનશૈલીનું સામર્થ્ય બતાવે છે. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા શ્રી કુમારપાળ દેસાઈ અત્રેની નવગુજરાત કૉલેજ સ્કૂલ ઑફ જર્નાલિઝમ અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવે છે. વળી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના મંત્રી તરીકે દોઢ જ વર્ષમાં આઠ પુસ્તકો પ્રગટ કરીને જયભિખ્ખના સાહિત્યને જીવંત રાખવા સફળ પ્રયત્ન કર્યો છે. ગુજરાત સમાચાર' પરિવાર આ યુવાન લેખકની શક્તિ માટે ગૌરવ અનુભવે છે ને આવી સિદ્ધિ બદલ અભિનંદન આપે છે.” શ્રી કુમારપાળ દેસાઈ અવારનવાર ભારતના વિખ્યાત દાર્શનિક પં. સુખલાલજીને મળવા જતા. પં. સુખલાલજીએ સત્તર વર્ષની ઉંમરે શીતળાને કારણે આંખો ગુમાવી હતી, આમ છતાં તેઓની પાસે કોઈ કશી શાસ્ત્રીય વાત કરે તો તેઓ તરત જ જુદાં જુદાં શાસ્ત્રોમાંથી ઉદાહરણ આપે. કુમારપાળને થયું કે આપણા જેવાને પુસ્તકો ફેંદવાં પડે, આધાર શોધવા પડે, જ્યારે અહીં 51 ધીરજલાલ ગજર Page #69 -------------------------------------------------------------------------- ________________ તો જાણે આખી લાઇબ્રેરી જ એમના ચિત્તમાં છે. આ ઘટનાએ એમના મનમાં ઘણી સંવેદના પેદા કરી. આને પરિણામે ‘અપંગનાં ઓજસ’ નામના પુસ્તકની ‘બિરાદરી’ પછી છેક બે વર્ષે રચના કરી. આ પુસ્તકમાં અંધ અને અપંગ માનવીઓએ સાહસ, દઢતા અને મનોબળના સહારે શારીરિક બળની મહત્તા ધરાવનારા રમતગમતના ક્ષેત્રે મેળવેલી આશ્ચર્યજનક સિદ્ધિઓનું આલેખન કર્યું. અંધ, અપંગ કે અશક્ત માનવીમાં પડેલી વિરાટ શક્તિ સમાજની ઉપેક્ષા, અપમાન કે અવગણનાને કારણે સુષુપ્ત પડી રહે છે. સમાજ આવા અપંગ લોકો તરફ અને તેમનામાં પડેલી અખૂટ શક્તિ તરફ જાગ્રત બને અને આવી અપંગ વ્યક્તિઓ નિરાધાર, લાચાર કે નિઃસહાય જીવન ગુજારવાને બદલે પોતાનાં હિંમત અને ખમીરથી ગોરવભર્યું જીવન સર્જી શકે તે ઉદ્દેશને લક્ષમાં રાખીને આ પુસ્તકનું સર્જન કર્યું. આ પુસ્તકના ‘આવકાર’માં ગુજરાતના મહાન સંત પૂ. મોટાએ બિરદાવતાં લખ્યું : “ભાઈશ્રી કુમારપાળભાઈની કલમમાં વ્યક્ત થવાની કોઈક કળા તો છે, તેનાં અનુભવદર્શન તો ‘ગુજરાત સમાચાર'ના એમના લેખો દ્વારા થાય છે જ, તેમ છતાં આ પુસ્તકની લેખનશૈલી સરળ, સોમ્ય અને પ્રસંગકથાઓને સાનુકૂળ છે. દિલને સાહસનાં અને માનવીને અશક્યને શક્ય કરવાનાં પ્રેરણાભર્યાં પાત્રોનાં ચરિત્રને આલેખતાં આલેખતાં એમણે જે હથોટી પ્રગટ કરી છે તે પરથી હજી ભવિષ્યમાં આવા પ્રકારના સાહિત્યનું દર્શન એમના તરફથી વધારે ને વધારે સમાજને થયા કરશે, એવી શ્રદ્ધા સાથે વિરમું છું. શ્રી કુમારપાળભાઈને આવા સાહિત્યસર્જન માટે હૃદયના ભાવથી મુબારકબાદી આપું છું.’’ ભારતમાં અપંગો માટેના રમતોત્સવના પ્રેરણાદાતા વિખ્યાત માનવતાવાદી ક્રિકેટર શ્રી વિજય મર્ચન્ટે પુસ્તકના આમુખમાં લખ્યું, ‘આવા જિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ આપણા સમાજનું ધ્યાન ખેંચવા બદલ શ્રી કુમારપાળ દેસાઈના આપણે ખરેખર ઋણી છીએ. મને ખાતરી છે કે શ્રી કુમા૨પાળ દેસાઈનું આ પુસ્તક ઉચિત આવકાર પામશે જ, કારણ કે આ પ્રકારનું પુસ્તકલેખન પણ અપંગોની એક મોટી સેવા જ છે.’’ જ્યારે નવચેતનના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદ્દેશીએ આને સાહિત્ય તરીકે ઓળખાવીને આ પ્રકારનું પુસ્તક અંગ્રેજી ભાષામાં પણ પ્રગટ થયું નથી તેમ જણાવ્યું. આ પુસ્તક કેટલાય અપંગોનાં જીવનમાં નવો ઉત્સાહ જગાડનારું બન્યું. સાત અંધ યુવાનો આફ્રિકાના કિલિમાંજારોના ૧૯,૩૪૦ ફૂટ ઊંચા સર્વોચ્ચ શિખર કીબો સર કરી આવ્યા એની કથા વાંચીને સુરેન્દ્રનગરના ત્રણ અંધ યુવકો કોઈના સાથ વિના ગિરનાર ચઢી આવ્યા. મુખ્યત્વે અંધ જનોની બનેલી લાયન્સ ક્લબ ઑફ વસ્ત્રાપુરે પુસ્તકના લેખકને આવું ઉત્કૃષ્ટ પુસ્તક લખવા માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી કે. કે. વિશ્વનાથનના હસ્તે એવૉર્ડ એનાયત કર્યો. ઘણી સંસ્થાઓએ આ પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર્યું એટલુ જ નહીં, એનું બ્રેઇલ લિપિમાં રૂપાંતર 52 બાળસાહિત્યના સર્જક Page #70 -------------------------------------------------------------------------- ________________ થયું. આ પુસ્તકે એના સર્જકને અનોખી નામના અપાવી. આ પુસ્તક માટે ૧૯૭૭નો સંસ્કાર એવૉર્ડ પણ પ્રાપ્ત થયો. એનો ‘અપાહિન તન, અડિળ મન નામે હિંદીમાં અનુવાદ થયો છે. આ પછી એક વખત શ્રી કુમારપાળ દેસાઈ બાળકોની વચ્ચે બેસીને વાર્તા કહેતા હતા, આવે સમયે એક પ્રશ્ન ઊભો થયો કે નાનાં બાળકોને પ્રતાપ કે શિવાજીની પરાક્રમગાથા કહીએ પણ એમના મનમાં પ્રશ્ન પણ થાય કે પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો અને તેઓ આસાનીથી ભાલો ચલાવી શકતા. શિવાજી બખ્તર પહેરી શકતા. આવું નાનું બાળક શી રીતે કરી શકે ? આથી એને એના જેટલી જ વયનાં બાળકોએ બતાવેલી હિંમત અને બહાદુરીની વાત કરવામાં આવે તો એની સાથે સહેલાઈથી તાદાત્મ્ય અનુભવી શકે. પોતાની ઉંમરનાં બાળકો આવું સાહસ કરી શકે એવો આત્મવિશ્વાસ અને ખમીર પ્રગટાવવાનો ઉદ્દેશ રાખ્યો. આને પરિણામે મોતને હાથતાળી' અને એ પછી ‘નાની ઉંમર મોટું કામ' જેવાં પુસ્તકોની રચના થઈ. ‘મોતને હાથતાળી' પુસ્તકને ઓગણીસમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું. ભારતભરની તમામ ભાષાઓના લેખકો માટે યોજાયેલી આ સાહિત્યસ્પર્ધામાં દસ ભાષાના લેખકોને પારિતોષિક આપવામાં આવ્યાં. એમાં ગુજરાતી ભાષામાં પારિતોષિક મેળવનારા એકમાત્ર કુમારપાળ હતા. આ અંગે આકાશવાણી અમદાવાદ તરફથી ૧૯૭૫ની ૫મી મેએ ૨ાત્રે ૯-૪૫ વાગે એમની મુલાકાત પ્રસારિત થઈ, તેમાં તેમને પૂછવામાં આવ્યું કે, ‘તમે અખબારો અને સામયિકોમાં ઘણું લખો છો, પરંતુ એના પ્રમાણમાં જૂજ પુસ્તકો પ્રગટ કર્યાં છે, તેનું કારણ શું ? એનો જવાબ આપતાં કુમા૨પાળે જણાવ્યું, “હું પુસ્તક લખવા બેસતો નથી, પરંતુ કોઈ વિચાર જાગતાં જ આપોઆપ લખાઈ જાય છે. વળી એમ માનું છું કે જે લખાણોમાં લાંબો સમય ટકે એવી મૂલ્યવત્તા અને ગુણવત્તા હોય તેવું જ લખાણ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ. આથી જ છેલ્લાં બારેક વર્ષથી વિવિધ અખબારો અને સામયિકોમાં લેખો લખું છું, પણ હજી બાર પુસ્તકો પણ મેં લખ્યાં નથી.’’ ઈ. સ. ૧૯૮૦માં પ્રકાશિત થયેલા બાળકો માટેના સચિત્ર પુસ્તક ‘ચાલો પશુઓની દુનિયામાં – ભાગ ૧, ૨, ૩'માં જુદાં જુદાં પશુઓની ખાસિયતો અને વિશેષતાઓનું વર્ણન ક૨વામાં આવ્યું છે. આમાં પાળેલાં પ્રાણીઓ અને હિંસક પ્રાણીઓની જીવનરીતિનું વર્ણન કરીને એમનામાં રહેલી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. કુમારપાળે બાળપણમાં હરિકથાકારો પાસેથી ઓઠાં સાંભળ્યાં હતાં. હરિકથાકાર આવે એટલે ગામમાં જ્ઞાન અને આનંદની લહેરી લઈને આવે. વળી નાની વયે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર સ્વ. ગુણવંતરાય આચાર્ય પાસેથી આવાં ઘણાં ઓઠાં સાંભળવા મળ્યાં હતાં. એમની 53 ધીરજલાલ ગજ્જર Page #71 -------------------------------------------------------------------------- ________________ વાતમાં આવાં ઓઠાં આવ્યા વગર રહે નહિ. હરિકથાકારોનાં આવાં ઓઠાં ધીરે ધીરે ભુલાતાં જતાં હતાં. આવાં કથા-મોતી સમાજમાંથી લુપ્ત થાય, તે પહેલાં ઠેર ઠેર ફરીને હરિકથાકારો પાસેથી એ મેળવીને એની માળા રચી અને એ પુસ્તકનું નામ આપ્યું મોતીની માળા’. એમાં વાતને મલાવી મલાવીને કહેવાની ઓઠાંઓની લઢણ હૂબહૂ આલેખવાનો પ્રયત્ન કર્યો. આ પુસ્તકની હસ્તપ્રતને નવશિક્ષિતો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું. ઈ. સ. ૧૯૮૩માં પ્રગટ થયેલી “વહેતી વાતોમાં ગામડામાં પ્રચલિત એવાં ઓઠાંઓ આલેખવામાં આવ્યાં છે. ગામડામાં હરિકથાકારનું આગમન થાય અને એ રાત્રે કથા જમાવે. બીજી એક વ્યક્તિ વાજું વગાડે અને ત્રીજો તબલાં વગાડે. પુરાણ કે મહાકાવ્યનો કોઈ પ્રસંગ લઈને બહેલાવતો જાય અને વચ્ચે વચ્ચે વાતને સચોટ રીતે સમજાવવા માટે ઓઠાં આપતો જાય. આ ઓઠાંમાં ભારોભાર વાસ્તવિકતા હોય, એમાં સમાજજીવનની સાચી તસવીર જોવા મળે. જુદી જુદી કોમની જાણીતી ખાસિયતો અને ટેવો જોવા મળે પરંતુ એમાં ક્યાંય નિંદાનો ભાવ હોય નહીં. એમાં કોઈ કોમની નહીં પરંતુ કોઈ ટેવની હાંસી ઉડાવી હોય. હરિકથાકારનાં એ ભુલાતા જતાં ઓઠાંઓને એકત્રિત કરીને, એ જ મલાવી મલાવીને કહેવાની રીત સાથે વહેતી વાતો' પુસ્તકમાં આલેખવામાં આવ્યાં. આમાં ભરપૂર હાસ્ય હોય, પરંતુ અંતે તો સદ્વર્તન પર ભાર મુકાયો હોય. આવા અગિયાર ઓઠાંઓનો આમાં સમાવેશ કર્યો છે, જેમાંથી ડગલી વેરો જેવાં ઓઠાંઓ તો પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામ્યાં છે. આ પછી બાળસાહિત્યના લેખનની પ્રવૃત્તિ થોડો સમય થંભી ગઈ. શ્રી કુમારપાળ દેસાઈ પીએચ.ડી.ની પદવી માટે આનંદઘન નામના રહસ્યવાદી જૈન કવિ અંગે સંશોધન કરી રહ્યા હતા. આ અંગે એમણે હસ્તલિખિત પ્રતિઓ ધરાવતા અનેક ભંડારોની પ્રતિઓ જોઈ. આજ સુધી અજાણ હોય તેવાં મહાયોગી આનંદઘનનાં ઘણાં કાવ્યો શોધી કાઢ્યાં. એમને ૧૯૭૭ના ઑક્ટોબરમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી પીએચ.ડી.ની પદવી મળી. એક હજાર પાનાંનો એ મહાનિબંધ પુસ્તક રૂપે પ્રગટ થયો. ગુજરાતના પં. બહેચરદાસ દોશી, પં. દલસુખભાઈ માલવણિયા અને ડૉ. રમણલાલ ચી. શાહે એને ઉમળકાભર્યો આવકાર આપ્યો છે. ૧૯૭૯માં કુમારપાળે આબાલવૃદ્ધ સમજી શકે તેવી ભાષામાં બાળકોના બુદ્ધિસાગરસૂરિજી નામક પુસ્તકની રચના કરી. આમાં વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા સામે સમાજને જાગૃત કરનારા ૧૦૮ ગ્રંથોના પ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના જીવનની કથા આલેખવામાં આવી. આ પુસ્તક પ્રગટ થતાં છ મહિનામાં જ અપ્રાપ્ય બની ગયું. આના પ્રકાશનસમારંભની અમદાવાદમાં ભવ્ય ઉજવણી થઈ હતી. તે સમયે શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ વગેરેએ 54 બાળસાહિત્યના સર્જક Page #72 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકની શૈલીનાં અને કુમારપાળની કલમનાં મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. આવા સુંદર પુસ્તકની રચના માટે કુમારપાળને સંસ્થા તરફથી મુંબઈમાં જાહેર સમારોહ યોજીને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. નાનાં બાળકોની સાચી સાહસગાથા આલેખતા શ્રી કુમારપાળ દેસાઈના પુસ્તક “નાની ઉમર, મોટું કામ એક નવી જ ભાત પાડી ગયું. આ પુસ્તકમાં એમણે બાળ-સાહસવીરોની ગાથા આલેખી છે. એના પ્રથમ ભાગમાં ચાર વર્ષથી માંડીને ચૌદ વર્ષનાં બાળકોએ કરેલી બહાદુરીની વાર્તાઓ આલેખી છે. વળી આ બધી સત્ય ઘટનાઓ હોવાથી એ ઘણી અસરકારક બની રહી. એમાં આવતા સાહસવીર ગાંગટે અને નવીનચંદ્ર ઘોષને તો ભારત સરકાર તરફથી વીરતા બતાવવા માટે પ્રજાસત્તાક દિને “વીર બાળકનો ખિતાબ મળ્યો હતો. આવી જ રીતે ચૌદ વર્ષના બાબુ પૂના નામના કિશોરે બે હજાર માનવીઓને જળશરણ થતા બચાવ્યા તેની કથા આલેખી છે. જ્યારે એના બીજા ભાગમાં હિંમત, સાહસ, સૂઝ અને સમયસૂચકતાથી અન્યના જીવનમાં અજવાળું ફેલાવનારી વિડીઓની – નાની છોકરીઓની કથા આલેખી છે. એમાં આવતી આઠ વર્ષની પ્રજ્ઞા, અગિયાર વર્ષની સ્વીટી, ચૌદ વર્ષની ઝબક અને વીસ વર્ષની કાન્તાબહેન – એ સહુએ બીજાને બચાવવાની પરોપકારભરી કામગીરી બજાવી છે. આમાં છોકરાઓ ઉપાડી જનાર, બાવાઓ પાસેથી ત્રણ બાળકોને બચાવનાર દિલ્હીની સ્કૂલમાં ભણતી બહાદુર સ્વીટીની કથા લખી છે. કુમારપાળ દેસાઈએ લખેલી એ વાર્તા ગુજરાતમાંથી છેક દિલ્હી સુધી પહોંચી. એ પછી સ્વીટી કોણ છે અને ક્યાં છે તેની તપાસ કરવામાં આવી. આ અંગે કુમારપાળભાઈએ આપેલી વિગતો પરથી એનો સગડ શોધવામાં આવ્યો, જેના પરિણામે થોડા સમય પહેલાં સ્વીટીને ભારત સરકાર તરફથી “વીર બાળકનો ખિતાબ મળ્યો. આ પુસ્તકને માટે કુમારપાળ દેસાઈને ભારત સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. આ પારિતોષિક માટે ઠેર ઠેર એમનું બહુમાન થયું. એન.સી.ઈ.આર.ટી. આયોજિત બાલસાહિત્ય વિશેના પરિસંવાદમાં એમને દિલ્હી આમંત્રવામાં આવ્યા. ગુજરાતના આ બાલસાહિત્યકારે ત્યાં એકત્રિત થયેલા સાહિત્યકારો અને વિદ્વાનોને ગુજરાતી બાળસાહિત્યની વિશેષતાઓથી વાકેફ કર્યા, એટલું જ નહીં પણ કુમારપાળે આ પરિસંવાદમાં “Children Literature -- A Challenge' નામનું સંશોધનપત્ર પણ વાંચ્યું. સમગ્ર ભારતમાં પથરાયેલી ઓલ ઇન્ડિયા જેસીસ નામની સંસ્થાએ એક નવી શોધ કરવાનું શરૂ કર્યું. ચાલીસ વર્ષથી ઓછી વયના તેમજ રાષ્ટ્ર કે સમાજના ઘડતરમાં ફાળો આપનારા દસ પ્રતિભાશાળી ભારતીય યુવકોની શોધ આદરી. આ માટે ભારતનાં જુદાં જુદાં શહેરોમાં પસંદગી યોજાઈ. અમદાવાદ જેસીસ દ્વારા પહેલા અમદાવાદના ત્રણ પ્રતિભાશાળી યુવકોની પસંદગી SS ધીરજલાલ ગજર Page #73 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવી. આમાં પ્રથમ શ્રી કુમારપાળ દેસાઈની પસંદગી થઈ. એ પછી જુદાં જુદાં શહેરોની સાઠ જેટલી જેસીસ સંસ્થાઓમાંથી આવેલા ૧૭૦ જેટલા પ્રતિભાશાળી યુવકોની સ્પર્ધામાંથી દસ યુવકો પસંદ કરાયા. આમાં વિખ્યાત ક્રિકેટર સુનિલ ગવાસ્કર, પત્રકાર વિક્રમ વોરા અને ગુજરાતમાંથી કુમારપાળ દેસાઈની પસંદગી થઈ. રાષ્ટ્રીય પસંદગી પામનારા તેઓ એકમાત્ર ગુજરાતી યુવાન હતા. આ પછી રામાયણ વિશે લખવાનો પ્રારંભ કર્યો. ગુજરાતના વિખ્યાત ચિત્રકાર રજની વ્યાસના સહયોગથી પરાક્રમી રામ', સીતાહરણ', “રામ વનવાસ' અને “વીર હનુમાન” જેવા ચાર ભાગોની રચના કરી. પશુઓનો પરિચય આપતી ત્રણ રંગીન પુસ્તિકાઓ પ્રગટ કરી. આ સિવાય બાલભારતી શ્રેણીમાં વીર રામમૂર્તિ નામની ચરિત્રાત્મક પુસ્તિકાની રચના કરી, જેમાં એક દમિયલ બાળકમાંથી રામમૂર્તિ ઇચ્છાશક્તિના બળે કેવા બળવાન બન્યા એની રોમાંચક કથા આપી. આવી જ રીતે ભારતના મહાન ક્રિકેટર “સી. કે. નાયડુ વિશે એક બીજી પુસ્તિકા લખી તેમાં સી. કે. નાયડુની શાનદાર રમત ઉપરાંત એમના રસપ્રદ જીવન-પ્રસંગો આલેખ્યા. શ્રી કુમારપાળ દેસાઈએ ચિત્રકાર શિવના સહયોગથી ભીમ' વિશેની પુસ્તિકા લખી. તેમાં બાળકોને ગમે તેવી રસળતી શૈલીમાં ભીમના પાત્રને આબેહૂબ ઉપસાવ્યું. ગુજરાત સરકાર દ્વારા ૧ થી ૪ ધોરણનાં પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં તે તમામ પાઠ્યપુસ્તકોમાં એક સંપાદક તરીકે કુમારપાળે કામગીરી બજાવી. આ ઉપરાંત ઘણાં પાઠ્યપુસ્તકોમાં એમના લેખો પ્રગટ થયા છે. “બુલબુલ’ અને ‘રમકડું જેવાં સામયિકોમાં એમની વાર્તાઓ અવારનવાર પ્રગટ થતી રહી. ઈ. સ. ૧૯૯૨માં પ્રકાશિત થયેલ લોખંડી દાદાજી એ સ્વીડનના ૬૬ વર્ષના ગુસ્સાવે હજાર માઈલ લાંબી સાઇકલ સ્પર્ધામાં ભાગ લઈને મેળવેલા વિજયની રસપ્રદ કથા છે. પાંચ દિવસ અને પાંચ કલાક સાઇકલ ચલાવીને એક હજાર માઈલનું અંતર કાપીને ગુસ્ટાવે વિજય મેળવ્યો. ગુસ્ટાવ પછીનો સૌથી આગળનો એમનો હરીફ એમનાથી પૂરો એક દિવસ પાછળ રહ્યો. સ્વીડન દેશના લોખંડી દાદાજી તરીકે જાણીતા થયેલા ગુસ્ટાવની પ્રેરક કથા છે. ઈ. સ. ૧૯૯૩માં તેમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં જેમાં વાતોના વાળમાં ૧૩ જેટલી કહેવતકથાઓ આલેખી છે. બાળકોને કહેવતની કથા આપીને અને એની સાથે કોઈ સારો વિચાર જોડીને આ કથાઓ આલેખવામાં આવી છે. આ જ વર્ષે પ્રગટ થયેલી કથરોટમાં ગંગામાં જુદી જુદી કહેવતોની પાછળ રહેલી કથાઓનું બાળભોગ્ય નિરૂપણ છે. સત્તર જેટલી કહેવતકથાઓ ચિત્રકાર જય પંચોલીનાં ચિત્રો સાથે આમાં આલેખાઈ છે. ‘ઢોલ વાગે ઢમાઢમમાં કાણીદાસની દુષ્ટ યુક્તિને વિફળ બનાવતા હસતારામની કથા છે. s6 બાળસાહિત્યના સર્જક Page #74 -------------------------------------------------------------------------- ________________ રજની વ્યાસના ઉત્કૃષ્ટ ચિત્રો સાથે એ પ્રગટ થઈ છે અને “સાચના સિપાહીમાં રવિશંકર મહારાજના જીવનને બાળભોગ્ય શૈલીમાં આલેખવામાં આવ્યું છે. શ્રી કુમારપાળ દેસાઈનાં બાળસાહિત્યનાં પુસ્તકોની તરી આવતી વિશિષ્ટતા એ એમની ટૂંકાં ટૂંકાં વાક્યોવાળી છટાદાર શૈલી છે. બાળકોને વાર્તાના રસપ્રવાહમાં ખેંચી જવાની એમની પાસે અનોખી કુશળતા છે. એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો જોતાં એક બીજી લાક્ષણિકતા પણ દેખાઈ આવે છે. કાલ્પનિક પાત્રોની તરંગલીલા કે પરીકથાઓની સૃષ્ટિને બદલે તેઓ ધરતીના નક્કર પાત્રને પોતાનો વિષય બનાવે છે. આવા વાસ્તવિક વિષયને લઈને રસપ્રદ કથાની રચના કરવી એ કોઈ પણ સર્જકને માટે પડકારરૂપ બને છે. એમનાં પુસ્તકોમાં માનવીય ખમીરનો ધબકાર અનુભવાય છે. પુસ્તકમાં જે હકીકતોનું બયાન કરે છે એની તેઓ પૂરેપૂરી ચકાસણી કરે છે. મોટે ભાગે તો એનું ચિત્ર આપીને વાસ્તવિકતા તાદશ કરે છે. આ રીતે જોઈએ તો ડૉ. કુમારપાળ દેસાઈએ બાળસાહિત્યના ક્ષેત્રે કેટલાક નવીન ચીલાઓ પર કામ કર્યું. બાળસાહિત્યમાં બાળકોને વર્તમાન દોર સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. આનું એક કારણ એ છે કે છેક નાની વયથી ‘ઝગમગ' સાપ્તાહિકમાં “ઝગમગતું જગત' નામે એક કૉલમ લખતા હતા જેમાં વિશ્વની મહત્ત્વની ઘટનાઓને બાળકોને રોચક બને તે રીતે રજૂ કરતા હતા. ૧૯૬૫થી થયેલું એમનું બાળસાહિત્યનું સર્જન ૧૯૯૩ સુધી ચાલુ રહ્યું. એ પછી બાળસાહિત્ય વિશેના પરિસંવાદોનું આયોજન અને એમાં વક્તવ્ય આપ્યાં અને ત્યારબાદ સાહિત્યનાં બીજાં સ્વરૂપોમાં એમની વિશેષ ગતિ થઈ. 57 ધીરજલાલ ગજ્જર Page #75 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પનોતા પુત્રા અનોહર મુખાકૃતિ, મૃદુ સ્વર અને સદાયે સ્મિતનું જાણે ઝરણું વહેતું હોય તેવા ચહેરાથી દીપ્ત વ્યક્તિ બહુ ઓછી જોવા મળે છે. મારા છએક દાયકાના સાર્વજનિક કાર્યક્ષેત્રમાં આવી એક વ્યક્તિ જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તે વ્યક્તિ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. સિદ્ધિવંત, કીર્તિવંત, યશસ્વી અને તેજસ્વી સાહિત્યકાર-વિદ્વાન હોવા સાથે નમ્ર, વિવેકી અને પ્રેમાળ હોય તેવા પણ ઝાઝા અનુભવો થયા નથી. વૃક્ષને ફળો આવે છે ત્યારે એ વધુ નીચું નમે છે તેમ, જેમ જેમ એક પછી એક અનેક એવૉર્ડો, ચંદ્રકો, સન્માનો મળતાં ગયાં તેમ તેમ ડૉ. કુમારપાળ જાણે વધુ ને વધુ નમ્ર અને સૌજન્યપૂર્ણ બનતા ગયા. આ ગુણ-વિશેષના મૂળમાં એમનો ઉછેર, માતા-પિતાની જીવનદષ્ટિ અને શૈશવથી મળેલું સાહિત્યિક અને શૈક્ષણિક વાતાવરણ છે. | ડૉ. કુમારપાળ અમદાવાદમાં રહે પણ ધર્મપ્રચાર, ધર્મશિક્ષણ અને તેને આનુષંગિક વિદ્યાનાં, સાહિત્યનાં અનેક કાર્યો માટે, વિવિધ પ્રવૃત્તિઓ માટે, મને લાગે છે, તેઓ વધુ સમય અમદાવાદની બહાર જ ફરતા રહેતા હશે. તેઓ સાચા અર્થમાં પરિવ્રાજક અને જગતપ્રવાસી છે. મારી એમની સાથેની પ્રથમ મુલાકાત ઘાટકોપર(મુંબઈ)માં આશરે ચારેક દાયકા પહેલાં થઈ. ઘાટકોપરના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના આશ્રયે યોજાયેલી વ્યાખ્યાનમાળામાં તેઓનું એક પ્રવચન યોજાયેલું. તે વેળા તે સભાના પ્રમુખસ્થાને ચંદુલાલ બી. સેલારકા 38 Page #76 -------------------------------------------------------------------------- ________________ મને નિમંત્રવામાં આવેલ. હું જૈનેતર માણસ. જેન ધર્મનો વિશેષ અભ્યાસ નહિ અને આવા પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર પ્રસંગે, વિશાળ જનસમૂહ સામે, વિદ્વાન વક્તા સાથે પ્રમુખ તરીકે બેસતાં મને ત્યારે ખરેખર સંકોચ થતો હતો. આવા વિદ્વાન મારી સાથે કેવી રીતે વર્તશે, કેમ વાત કરશે તેનો થોડો ભય પણ હતો. વિદ્વત્તાના ઘમંડધારી વક્તાઓ વિશે હું જાણતો હતો, પરંતુ મારો સંદેહ, સંકોચ, ભય વગેરે તેમને મળતાવેંત જ ચંદ ક્ષણોમાં જાણે વરાળ બની ઊડી ગયા. એવું મધુરું સ્મિત, મિત્રભાવે વાત કરવાની તેમની શૈલી અને નમ્ર વર્તને મને જીતી લીધો. ત્યારથી, હું જાણે એમને વર્ષોથી ઓળખતો હોઉં તેવા અને અવારનવાર જેને મળતા હોઈએ એવા નિકટના મિત્ર જેવો સ્નેહભાવ, મૈત્રીભાવ મારા હૃદયમાં તેમને માટે રહ્યા છે. આમ તો તેમનું નામ “નવચેતન' માસિકમાં ક્રિકેટ વિશેના તેમના લેખો દ્વારા જાણીતું થયેલું. ખરું કહું તો, મને ક્રિકેટમાં જરા પણ રસ નહિ એટલે એ લેખો હું વાંચતો નહિ. મને નવલિકાઓમાં રસ એટલે નવચેતન'માં વાર્તાઓ વાંચું અને પછી તો તેમાં મારી અનેક ટૂંકીવાર્તાઓ પ્રગટ પણ થઈ. પરંતુ સમય જતાં શ્રી કુમારપાળના વ્યક્તિત્વના પુષ્પની પાંખડીઓ એક પછી એક ઊઘડતી ગઈ. તેઓ પ્રાધ્યાપક થયા, ડૉક્ટરેટ કરી, ભાષાસાહિત્યભવનમાં નિમાયા, સાહિત્ય પરિષદના મંત્રી થયા, પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓના ‘ગાઇડ’ બન્યા વગેરે સિદ્ધિઓની યશકલગીઓ ઉમેરાતી ગઈ. ડૉ. કુમારપાળ દેસાઈનાં પ્રવચનો મુંબઈમાં યોજાય અને પરદેશોમાં પણ યોજાય. તેના અહેવાલો વાંચીને રાજી થઉં. કોઈ અદશ્ય તંતુ જાણે તેમના પ્રતિ મને આકર્ષ્યા કરે. એમનું ગૌરવ થાય તેમાં દૂર રહ્યું પણ જાણે હું સહભાગી થતો હોઉં તેવી અનુભૂતિ થાય. એમને રૂબરૂ મળવાનું બહુ બન્યું નથી. બીજી વખત મળ્યા આશરે એક વર્ષ પહેલાં. ઘણુંખરું શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની રજતજયંતી નિમિત્તે, મુંબઈમાં પ્રેમપુરી આશ્રમમાં કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે મને વિશેષ અતિથિ તરીકે પ્રેમપૂર્વક નિમંત્રેલો. તે વખતના મારે આપવાના પ્રવચનને મેં મારી “મુંબઈ સમાચારની કટાર “કલરવ અને કોલાહલમાં પ્રગટ કરવા મોકલેલું અને તે પ્રગટ થયેલું ત્યાર પછી એકાદબે વખત ફોન પર અને પત્રવ્યવહાર દ્વારા મળવાનું બન્યું. ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે મારી કટાર “કલરવ અને કોલાહલમાં મેં એક લેખ લખેલો જેનું શીર્ષક આવું હતું : “અંધારામાં પડેલી જ્ઞાનની પેટીઓ'. મને ઘણા વખતથી લાગતું કે સાહિત્યના, ધર્મના અને તેના અનુષંગી વિષયો પર દર વર્ષે ઉત્સાહી અભ્યાસીઓ રિસર્ચ કરે છે. પીએચ.ડી. થવા માટે શોધનિબંધ–થીસિસ તૈયાર કરે છે. તે કાર્યમાં કેટલો બધો શ્રમ તેઓ લે છે અને એમનો કેટલો કીમતી સમય તેની પાછળ આપે છે. તેઓ ડૉક્ટર તો થાય. એટલા પૂરતી તેમની મહેનત લેખે લાગે, પરંતુ જ્ઞાનની એ પેટીઓ – થીસિસ – શોધનિબંધો લોકો સુધી ચંદુલાલ બી. સેલારકા Page #77 -------------------------------------------------------------------------- ________________ પહોંચતા નથી જ્યાં લોકપ્રિય વાચન, મનોરંજક વાચનના સર્જકોને પણ પ્રકાશકો મળતા નથી ત્યાં આવા ગંભીર વિષયના નિબંધોનાં પુસ્તકો કોણ છાપે ? એટલું ન થાય તો છેવટે કયા કયા વિષયો પર સંશોધન થયું છે તેની રૂપરેખા, કોણે કર્યું, તેનો પરિચય વગેરે પ્રગટ કરવાં જોઈએ. આ તો કીમતી ધન કબાટમાં – અંધારામાં સંઘરાઈને પડ્યું રહે છે. આ લેખ વાંચી, જાણીતા ચંદરયા પરિવારના મુ. શ્રી રતિભાઈ ચંદરયાએ મને પત્ર લખ્યો અને ફોન પણ કર્યો – ‘તમે લખો છો પણ એવું કોઈ કામ કરવા તૈયાર હોય તો હું નાણાકીય મદદ કરવા તૈયાર છું.’ એ વિષયમાં નજર કોના ઉપર પડે ? મેં શ્રી કુમારપાળને પત્ર લખ્યો. તેમણે સહકાર આપવાની ખાતરી આપી. તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં જેનદર્શનનાં વિવિધ અંગો પર થયેલ સંશોધનોની સૂચિ તૈયાર થઈ છે. મુંબઈ યુનિવર્સિટી માટે તેવી સૂચિ તૈયાર કરવી જોઈએ. તેમનામાં કાર્ય કરવાની ધગશ અને તત્પરતા હતી, પરંતુ મારી તબિયત જોઈએ તેવી સારી ન હોવાથી હું એ કાર્યમાં આગળ વધી શક્યો નહિ. કુમારપાળ માટે તો અનેક પ્રવૃત્તિઓ રાહ જોઈને પડી હોય. આવા ઉત્સાહી, મિલનસાર, વિદ્વાન, જૈનદર્શનના જ્ઞાતાને જેટલા ચંદ્રકો, એવૉઝ મળે એટલા ઓછા છે. ગુજરાતના ઇતિહાસમાં એક રાજવી કુમારપાળનું નામ પ્રસિદ્ધ છે તેમ વીસમી સદીના જેન કોમ કે જૈન ધર્મના – સમાજના ઇતિહાસમાં આ કુમારપાળનું નામ અંકિત રહેશે. જૈન સમાજમાં કેટલાક અગ્રણી વિદ્વાનો, જેઓની કીર્તિ જૈન જગતની બહાર પ્રસરેલી તેવી માનનીય વ્યક્તિઓનાં નામ આપણે જાણીએ છીએ. તેઓમાં સ્વ. મોતીચંદભાઈ કાપડિયા, સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયા, સ્વ. વા. મો. શાહ અને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરે છે. તેમની પંક્તિમાં બેસવાની યોગ્યતા ડૉ. કુમારપાળની છે, તેમણે તે સ્થાન મેળવી જ લીધું છે તેમ કહું તો તે અસ્થાને નહિ ગણાય. ભારતની કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી ખિતાબથી સન્માન્યા તે માટે આપણે સૌ હર્ષ અને ગૌરવ અનુભવીએ તે સ્વાભાવિક છે. તેઓ તે સન્માન માટે લાયક છે. ડૉ. કુમારપાળ દેસાઈને આપણાં અનેકાનેક અભિનંદનો તથા ઉત્તરોત્તર વધુ ને વધુ ઉચ્ચતર સન્માનના તેઓ અધિકારી બને તેવી શુભકામના વ્યક્ત કરું છું. એક વાત અત્રે નોંધવાનું મન થાય છે. દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી પદ્મશ્રી', પદ્મભૂષણ' વગેરે ખિતાબો અપાય છે તેમાં પસંદગી સમિતિની દૃષ્ટિ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સિદ્ધિવંત વ્યક્તિઓ પ્રતિ વિશેષ રૂપે જતી જણાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોની વ્યક્તિઓનાં નામ ઓછાં જોવા મળે છે. ગુજરાત તરફ તો માંડ માંડ નજર જતી હોય એવું લાગે છે. મુંબઈમાં છેલ્લે સારસ્વત શ્રી ગુલાબદાસ બ્રોકરને પદ્મશ્રી'નો ખિતાબ મળ્યો. 60 ગુજરાતના પનોતા પુત્ર Page #78 -------------------------------------------------------------------------- ________________ તેને પણ દશકો થવા આવ્યો. ગુજરાતમાં શું સાહિત્યકારો, કવિઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, વિજ્ઞાનીઓ વગેરે આવા ખિતાબોને લાયક નહીં લાગતા હોય ? (મારી માહિતી કદાચ અધૂરી હોય તો ક્ષમા ચાહું છું.) કે ગુજરાતી સિદ્ધિવંત વ્યક્તિઓ તરફ ધ્યાન દોરનાર દિલ્હીમાં કોઈ નથી ? આમાં ‘લૉબિંગ’ની વાત નથી. સમતોલ, સમભાવ, સમદ્રષ્ટિની વાત છે. આ પરિસ્થિતિમાં ડૉ. કુમારપાળને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળે છે તેથી તેનું મહત્ત્વ વધી જાય છે અને તેથી આપણો હર્ષ પણ વધે છે. ઈશ્વર તેમને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુ બક્ષે તથા જિંદગીની હરેક પળ એમણે જે ઇચ્છા વ્યક્ત કરી છે – “સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું, આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોનાં રહસ્યો પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું તેવો માનવદેહ ફરી મળે તેવી ઈશ્વરને મારી પ્રાર્થના છે.’ – તે પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા અને તે માટે તેમને જરૂરી શક્તિ-સ્ફૂર્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના. ગુજરાતના આવા એક પનોતા પુત્ર માટે આથી વધુ બીજી કઈ ભાવના વ્યક્ત કરું ? અસ્તુ. 61 ચંદુલાલ બી. સેલારકા Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રિમ કરી ને બેલડી: પિતા-પુત્રની મારપાળ દેસાઈના પિતાશ્રી બાલાભાઈ જયભિખ્ખને પ્રથમ વાર મળી ત્યારે એક ઓછા ઉજાસવાળા પ્રેસના રૂમમાં મિત્રો વચ્ચે એ બેઠા હતા. આંખે જાડા ચશ્માં હતા. આવી અંધારી ઑફિસમાં આનંદથી કામ કરતા એમને જોઈને મેં પૂછ્યું, “આ આંખે આટલો પરિશ્રમ કરો છો તો પ્રકાશિત ઓરડામાં બેસો ને!” એમણે કહ્યું, “અહીં જચી ગયું છે. એકલી આંખને ક્યાં જીવનમાં શ્રમ આપ્યો છે? એ તો મગજ દોડે છે, પેન દોડે છે એની સાથે મૂંગે મૂંગું કામ કરે છે.” ત્યારપછી તો અનેક વાર એમને મળવાનું થયું. એમનાં પત્ની જયાબહેનનો પણ પરિચય થયો. એમની મહેમાનગતિ ચાખી અને ઘરમાં સુખી દાંપત્યનાં દર્શન કર્યા. બાલાભાઈ ગુજરાત સમાચારમાં “ઈટ અને ઇમારત' લખતા અને જે પદ્ધતિથી તેઓ લખતા તે જ ભાઈ કુમારપાળે વારસાગત રીતે ચાલુ રાખી છે. બોધાત્મક ટૂંકી વાર્તા, બીરબલની હાજરજવાબી એ સહુ કોઈનું આકર્ષણ છે. આજે ગુરુવાર છે એ ચોકસાઈ ઈટ. ઇમારત' ઉપરથી નક્કી થતું. વર્તમાન સંજોગો પ્રમાણે વાર્તાના આધારે એ નાનકડી કોલમ જનતાને ઉદ્દેશીને કેટલું બધું કહી જાય છે! પેનની તાકાતનો પરિચય આ ટૂંકી કૉલમમાં જોવા મળે છે. પિતાપુત્રને સરસ્વતીનું વરદાન મળ્યું છે અને કુમારપાળ જનભોગ્ય સાહિત્ય સાથે વાચકોને વિકાસના પંથે લઈ જવાનું કાર્ય કરે છે. બાલાભાઈ અત્યંત પ્રેમાળ, ઉદાર અને વસુબહેન Page #80 -------------------------------------------------------------------------- ________________ અન્યના ઉપયોગમાં આવવાનું કાર્ય કરતા. ગળાની તકલીફને કારણે એમના અવાજમાં ઘરઘરાટ રહેતો, પણ એમનું લખાણ સ્વચ્છ, મુદ્દાસર અને સરળ હતું. મહિલાઓ સરસ કાર્ય કરે તો તેઓ તેને પ્રોત્સાહિત કરતા. ચારુમતી યોદ્ધા “ગુજરાતનું રત્ન છે' એમ લખી એમણે એમને બિરદાવ્યાં. ધોતિયું, કફની બંડી અને ખાદીની સફેદ ટોપી સાથે બાલાભાઈ આકાશવાણીમાં પ્રવેશ કરે ત્યારે એમની વાતો સાંભળવા કાર્યક્રમ-નિયોજકો ભેગા મળતા. ડાયરો જમાવી અનેક સુંદર પ્રસંગકથાઓ કરતા. એમનાં લખાણ માટે ક્યારેય સ્મૃતિપત્ર પાઠવવો પડ્યો નથી. નિયમ અને સમયમાં ચૂક નહિ. મુદ્દાસર લોકબોલીમાં સરળ ભાષામાં તેમનું લખાણ શ્રોતાઓને અત્યંત પ્રિય હતું. કુમારપાળની પાસે આ બધા વારસાગત લાભ હોવા સાથે વાણીની છટા અને વિનોદ જગાવતા ટુચકા એ એમની વિશિષ્ટતા છે. એમનું વક્તવ્ય હંમેશાં મુદ્દાસર અને સમયપાલનને અનુસરતું હોય છે. ક્યારે સમાપ્ત કરવું એની આગવી સૂઝ એમના વક્તવ્યમાં હોય છે અને એના કારણે જ શ્રોતાજનો ઇચ્છતા હોય કે તેઓ હજી બોલે, ત્યારે તેઓએ પૂર્ણવિરામ મૂકી દીધું હોય. સારા વક્તાએ ક્યાં, ક્યારે અને કેમ અટકવું એનો ખ્યાલ હોવો જોઈએ, જે કુમારપાળના વક્તવ્યમાં હંમેશાં જોવા મળે. સ્પષ્ટવક્તા, મધુર ખુલ્લો અવાજ, નવીન વિચારધારા – આ બધાંને કારણે તેઓ ઉત્તમ વક્તા છે. ઊંડા અભ્યાસી હોવાના કારણે દેશ-પરદેશમાં પણ તેઓએ સરસ નામના મેળવી છે. આત્મીયતા એ પિતા-પુત્રનો સરસ વારસો છે. તમે પરિવારના જ હો એવી ભાવના સાથે તમારો સંબંધ ચાલુ રાખે એ એમની વિશિષ્ટતા છે. મેં ક્યારેય પિતા-પુત્રને લઘરવઘર જોયા નથી. કુમારપાળ પાટલુન-બુશર્ટમાં, માથાના વાળ જરાય વિખરાયા ના હોય અને તાજા જ સ્નાન કરીને આવ્યા હોય એવા સ્કૂર્તિદાયક જોવા મળે. શાલીનતા, સુજનતા અને નમ્રતા એમની રક્તવાહિનીઓમાં છે. તેઓ જે સમિતિમાં હોય એ સમિતિનો અભ્યાસ કરી સમયબદ્ધ રીતે હાજરી આપી કાર્ય પૂરું કરે. એમનું સમિતિમાં હોવું એ ગૌરવ છે. જૈન સાહિત્યનો એમનો અભ્યાસ ઊંડો અને વિશિષ્ટ છે. એના પ્રચારક કરતાં એનું ઊંડાણ સમજાવવાનો એમનો પ્રયત્ન પાવનકારી છે. આ અભ્યાસ દ્વારા તેઓ સતત જીવનમૂલ્યોની સમજ કેળવતા રહ્યા છે. કુમારપાળે પદ્મશ્રી સ્વીકારવાની સંમતિ આપી ગુજરાતને ગૌરવ બક્ષ્ય છે. એમને અનેક એવૉર્ડો પ્રાપ્ત થયા છતાં અહમ્ ભાવ કે આછકલાપણું એમનામાં ડોકાતું નથી. પિતાજીને કારણે અને એમના સ્વવર્તુળને કારણે અનેક વિશિષ્ટ વ્યક્તિઓના પરિચયમાં આવવાનું થયું અને તેઓ સદ્ભાગ્ય અને જીવનની ધન્યતા સમજે છે. વિવિધ ક્ષેત્રનો એમનો અભ્યાસ, શિક્ષણ, સાહિત્ય, આધ્યાત્મિક અને સાથે જીવનનો ઉમંગ, રમતગમતના પણ તેઓ ઊંડા વસુબહેન ભટ્ટ Page #81 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસી છે. ગુજરાતમાં ક્રિકેટ પ્રેમીઓને રમત વિશે વિવિધ માહિતી પૂરી પાડવામાં તેમનો ફાળો અમૂલ્ય છે. કાર્ય એ જ પ્રાર્થના છે એ સૂત્રને વરેલા પિતા-પુત્રની બેલડી જીવનમાં પણ સેવામંત્રને સદાય પ્રાધાન્ય આપતા રહ્યા છે. સ્વચ્છતા, સુદઢતા, સરળતા અને શાલીનતા એમના રોજિંદા સાથીઓ છે. મને એક વાતનો અફસોસ એ છે કે હું જ્યારે મુંબઈ હતી ત્યારે બાલાભાઈએ ખાસ આગ્રહ કરી મને મજાદર દુલાભાઈ કાગને ત્યાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુંબઈના વ્યસ્ત જીવન પછી અમદાવાદનું આકર્ષણ એવું હતું કે હું અમદાવાદમાં આવી અને મજાદર ન ગઈ. મારા જેટલો જ રંજ એમને રહ્યો. તેની વાતો તેઓ અનેક વાર કરતાં અને મારી ગેરહાજરીની નોંધ અંગે દિલસોજી વ્યક્ત કરતા. બાલાભાઈનું અવસાન અને એમની આખરી છબી આજે પણ તાદૃશ્ય છે. એમના જેવા આપ્તજન ગુમાવ્યા એનો ખાલીપો છે તો પુત્રરત્ન વારસામાં આપી એમણે એ ખોટ પૂરી કરી છે. ભાઈ કુમારપાળ કોઈ પણ એવોર્ડથી ફુલાઈ જતા નથી કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત ન થતાં દુઃખી થતા નથી. પણ એમને જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી આપ્તજન અતિ આનંદ અનુભવે છે. ગુણકારી વ્યક્તિની પ્રતિષ્ઠા થવી જ જોઈએ. તો જ રત્ન જળવાઈ રહે. ભાઈ કુમારપાળ – આવું જ એક રત્ન ગુજરાતને સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા અર્થે પ્રાપ્ત થયું છે. બેલડી : પિતા-પુત્રની Page #82 -------------------------------------------------------------------------- ________________ : " કડ જીવનસાઘનાની ફલશ્રુતિ એક લોક-કહેવતમાં કહ્યું છે કેઃ બાપ નામી તો દીકરાને કાંઉ ? પણ દીકરો કરભી તો બાપને લ્હાવ' અર્થાતુ પિતા ગમે એટલો મહાન હોય, કીર્તિવંત હોય એથી પુત્રને શું લાભ? પણ પુત્ર કરમી થાય તો આ દીકરો મારો છે એમ કહેવાનો લહાવો પિતાને પ્રાપ્ત થાય છે. પણ અહીં પિતાથી પુત્ર શોભે અને પુત્રથી પિતાને ગૌરવ થાય એવી વિરલ ઘટના ડૉ. કુમારપાળ દેસાઈના જીવન સાથે જોડાયેલી છે. ખેડૂતનો દીકરો ખેડૂત બને, વેપારીનો દીકરો વેપારી બને, વકીલનો દીકરો વકીલ બને અને ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને એની આપણે ત્યાં કાંઈ નવાઈ નથી; પણ સમર્થ સર્જકનો દીકરો મૂલ્યનિષ્ઠ અને સત્ત્વશીલ સાહિત્યનો સર્જક બની સાહિત્ય, શિક્ષણ, સંશોધન, સંસ્કૃતિ અને પત્રકારત્વ જગતને અજવાળે, જેનદર્શન-ચિંતનને વધુ ઉજ્જવળ બનાવી જગતચોકની વચમાં મૂકી સમગ્ર ભારતવર્ષને ગૌરવ અપાવે એવો અકસ્માત સમાજજીવનમાં કોક કોક કાળે જ સર્જાતો હોય છે. આવો સુખદ અકસ્માત સર્જનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે ડૉ. કુમારપાળ દેસાઈ પદ્મશ્રીનું ઉચ્ચ સન્માન પ્રાપ્ત કરનાર, જેન વિચારધારાના પ્રખર પુરસ્કર્તા એવા આ નિષ્ઠાવાન સાહિત્યકારને સૌથી વધુ વિદેશયાત્રા કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે એમ કહી શકાય. ઈ. સ. - જોરાવરસિંહ જાદવ 65 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૩માં ‘જયભિખ્ખુ’એ આરંભેલી કૉલમ ‘ઈંટ અને ઇમારત’ એમના અવસાન (ઈ. સ. ૧૯૬૯) સુધી એકધારી ચાલતી રહી. પિતાના અવસાન પછી એ કૉલમની જવાબદારી સ્વીકારી આજપર્યંત ડૉ. કુમારપાળ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે અને એનો એક વિશિષ્ટ એવો બહોળો વાચકવર્ગ ઊભો કરી શક્યા છે એ એમની અનેરી સિદ્ધિ જ નહીં, પણ પત્રકારત્વ જગતની બેનમૂન ઘટના પણ છે. ઈ. સ. ૧૯૫૬-૫૭માં હું ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતો ત્યારે ડૉ. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ મડિયા અને બાલાભાઈ દેસાઈ અર્થાત્ ‘જયભિખ્ખુ’નો જમાનો હતો. ‘જયભિખ્ખુ’ને ભક્ત કવિ દુલા ભાયા કાગ સાથે ખૂબ નિકટનો નાતો. લોકગાયક રતિકુમાર વ્યાસ અને અન્ય સાહિત્યકારો સાથે એમને મજાદર (કાગધામ) જવાનું બનતું. કાગબાપુ ઉપરાંત સમર્થ સાહિત્યકારોની બેઠકો ‘જયભિખ્ખુ’ને ત્યાં અને શારદા પ્રેસમાં જામતી. બાળક કુમારપાળ કુતૂહલથી આ બધું નિહાળ્યા કરતા. એમની ચર્ચાઓ સાંભળતા. આમ સાહિત્યના ભર્યાભાદર્યા વાતાવરણમાં કુમારપાળ ઊછરીને મોટા થયા. સાહિત્યનો સંસ્કારવારસો તો એમને ગળથૂથીમાં જ મળ્યો હતો. ૧૧–૧૨ વર્ષની વયે સર્જક થવાનાં શમણાં એમના અંતરમાં ઊગવા માંડ્યાં અને ‘ઝગમગ’ સાપ્તાહિકથી એમણે સર્જનના શ્રીગણેશ માંડ્યા. એ અરસામાં શ્રી પુષ્કર ચંદરવાકરે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં મને જયભિખ્ખુ’ની ઓળખાણ કરાવી. લોકસાહિત્ય-સંશોધનના ક્ષેત્રે મેં પા-પા પગલી માંડેલી. ખોડીદાસ પરમારનાં વિશિષ્ટ લોકશૈલીનાં ચિત્રો સાથે મારો પ્રથમ લોકકથાસંગ્રહ ‘મરદ કસુંબલ રંગ ચડે’ પ્રસિદ્ધ થયો. એ સંગ્રહ ‘જયભિખ્ખુ’ને ખૂબ ગમ્યો. એમણે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો ત્યારથી આ પરિવારમાં આવવા-જવાનો સંબંધ શરૂ થયો. કુમારપાળ દેસાઈ અને હું ઉંમરમાં લગભગ સમવયસ્ક. કુમારપાળ જયભિખ્ખુના એકના એક પુત્ર. આંખની કીકી જેવા વહાલા પુત્રના ઉછેર, અભ્યાસ, સંસ્કાર અને ઘડતર માટે એમનાં માતાપિતા ખૂબ જ રસ લેતાં. બાળવયથી કુમારપાળ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું. મધ્યકાલીન સાહિત્યમાં ઊંડી અભિરુચિ હોવાને કારણે સંત કવિ આનંદઘન’ ઉપર પીએચ.ડી. કર્યું અને કુમારપાળ ડૉ. કુમારપાળ બન્યા. અભ્યાસની સાથોસાથ એમનું સર્જનકાર્ય ચાલતું રહ્યું. ઘણી વાર એવું પણ બને છે કે પિતાની છાયામાં પુત્રો ઢંકાઈ જતા હોય છે. અહીં એવું ન બન્યું. પિતાને પગલે પગલે ચાલવાને બદલે ડૉ. કુમારપાળે સાહિત્યજગતમાં પોતાની આગવી કેડી કંડારી જે આજે રાજમાર્ગ બની છે. વિધવિધ વિષયો ઉપર ૧૦૦ ઉપરાંત સાત્ત્વિક અને માનવજીવનને ઊર્ધ્વગામી બનાવે એવાં ઉત્તમ પુસ્તકો આપ્યાં. જીવનચરિત્રો આપ્યાં. સંશોધનગ્રંથો આપ્યા. વિવેચનક્ષેત્રે એમની કલમ વિહરતી રહી. પત્રકારત્વ અંગેનાં પુસ્તકો આપ્યાં. ૨મતગમતનો ઇતિહાસ, પ્રસંગો આલેખ્યા. જૈન ધર્મનો એમનો 66 જીવનસાધનાની ફ્લશ્રુતિ Page #84 -------------------------------------------------------------------------- ________________ ઊંડો અભ્યાસ અને સંશોધન માન ઉપજાવે એવાં રહ્યાં. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા જેને ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનું બહુમાન ડૉ. કુમારપાળને ફાળે જાય છે. વિદેશોમાં વસતાં ગુજરાતીઓ જૈન ધર્મ ઉપરનાં એમનાં અભ્યાસી પ્રવચનોની પ્રશંસા કરતાં આજેય થાકતાં નથી. ડૉ. કુમારપાળને સાંભળવા એ પણ જીવનનો એક લહાવો ગણાય છે. પૂર્ણ અભ્યાસ કર્યા વગર કોઈ પણ વિષય ઉપર બોલતા નથી એ એમનું બહુ મોટું જમા પાસું છે. જે પિતાએ સાહિત્યસંસ્કારનો મૂલ્યવાન વારસો આપ્યો એ મમતાળુ પિતાને કુમારપાળ આજે ભૂલ્યા નથી. પિતૃઋણ ચૂકવવા માટે એમણે “શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિ કરી. પ્રકાશનોની સાથે સાથે વિવિધ વિષયો પરના વિદ્વાનોનાં પ્રવચનો પ્રતિવર્ષ યોજીને અમદાવાદના સાહિત્યપ્રેમીઓને લાભ આપતા રહ્યા છે. ગુજરાતમાં ઉચ્ચકોટિના ગણ્યાગાંઠ્યા વિદ્વાનો અસ્કામત રૂપે આપણી પાસે રહ્યા છે, એમાંનું એક આદરણીય નામ ડૉ. કુમારપાળ દેસાઈનું છે. સર્જન અને શિક્ષણકાર્યની સાથોસાથ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી વિશ્વકોશ, ગુજરાતી સાહિત્ય સભા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી, અનંતરાય રાવળ સ્મારક સમિતિ જેવી અનેક જાણીતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એટલું જ નહીં, પણ એમાં સક્રિય રસ લઈ રહ્યા છે. ક્યાંય આળસ નહીં, થાક નહીં, કંટાળો નહીં નિયત સમયે જે તે સંસ્થામાં ઘડિયાળના કાંટે હાજર જ હોય. કામની ચીવટ પણ એટલી જ. સ્વભાવની ઋજુતા, મદદરૂપ થવાની ભાવના, આ બધા ગુણોને લઈને એમનું મિત્રવર્તુળ પણ બહોળું છે. મળવા-મળવાનું ઓછું બને પણ સંબંધો કાયમ એવા ને એવા અકબંધ. પ્રવૃત્તિ જાણે કે એમનો જીવનમંત્ર છે. સવારથી લઈને સાંજ સુધી સાહિત્યપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેનારા સર્જક-સંશોધક ડૉ. કુમારપાળ ઓછું બોલે છે પણ એમનું કામ વધુ બોલે છે. માણસ જીવનભર સાધના કરે, તપ કરે એનું ફળ એને અવશ્ય મળે છે. ડૉ. કુમારપાળે સાહિત્યજગતમાં નિષ્ઠા, ખંત અને ધીરજથી જે કાર્ય કર્યું છે એની સુવાસ જનતા-જનાર્દનનાં હૈયાં સુધી પહોંચી છે. સાહિત્યસેવાની કદર રૂપે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે એમને જેનરત્ન' એવૉર્ડ અપાયો અને ૨૦૦૪માં પદ્મશ્રીનો એવોર્ડ પણ એનાયત થયો. આવા ઉદાત્ત માનપાનના અધિકારી ડૉ. કુમારપાળ દેસાઈને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારા વિદ્વાન મિત્ર અને કર્તવ્યપરાયણ ડૉ. કુમારપાળ દેસાઈનું જીવન સાહિત્ય અને પત્રકારત્વજગતમાં પગલાં માંડનાર સહુ કોઈના માટે પથદર્શક બની રહે એવું છે. GT જોરાવરસિંહ જાદવ Page #85 -------------------------------------------------------------------------- ________________ શતદલ પદ્મમાં પોઢેલો પરિમલ ડા. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી'નો ગૌરવવંતો એવૉર્ડ એનાયત થયો છે ત્યારે એમના બહુઆયામી વ્યક્તિત્વની નોંધ લેતાં હર્ષ અનુભવું છું. છેલ્લાં ચાલીસ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્ય સર્જતા રહીને એમણે ગુજરાત, ભારત અને ભારત બહાર આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેની યોગ્ય કદરરૂપ આ જાહેરાત છે. સાહિત્ય સાથે શિક્ષણ અને સંસ્કૃતિવિષયક એમની સેવાઓને પણ આ એવોર્ડ માટે લક્ષ્યમાં લેવામાં આવી છે. સાહિત્યક્ષેત્રે ચરિત્ર, વિવેચન, સંશોધન, સંપાદન, ચિંતન, અનુવાદ, બાળસાહિત્ય, પ્રઢ સાહિત્ય, મોટેરાંનું સાહિત્ય, નવલિકા, ધર્મદર્શન વગેરે વિષયક સોથી વધુ ગ્રંથો તેમણે લખ્યા છે. એક કાળે અમદાવાદમાં રમણભાઈ નીલકંઠ પચાસ જેટલી જાહેર સંસ્થાઓમાં કોઈ ને કોઈ હોદ્દે રહી માર્ગદર્શન આપતા હતા, એવી સૂઝ અને સેવાભરી ટ્રસ્ટીસહાય કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, વિદ્યાવિકાસ ટ્રસ્ટ વગેરેને મળી રહી છે. ગુજરાત સાહિત્ય સભાના તેઓ મંત્રી છે, ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે અને ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે કે ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળના સલાહકાર તરીકે, સમન્વય ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, સમસ્ત જૈન સેવા સમાજના ઉપપ્રમુખ તરીકે એવી તો પચીસથી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેને રતિલાલ સાં. નાયક Page #86 -------------------------------------------------------------------------- ________________ સેન્ટર ઓફ નોર્ધન કૅલિફૉર્નિયા તરફથી જેનદર્શનના કાર્ય માટે એમને ગૌરવ પુરસ્કાર અપાયો છે તો જૈનદર્શન વિષયક એમનાં વ્યાખ્યાનો દેશ બહાર વારંવાર યોજાઈ રહ્યાં છે. ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં અને ૧૯૯૪માં વેટિકનમાં પોપ જ્હૉન પોલ(દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળના જૈનદર્શનના વિચારક તરીકે ધર્મચર્ચા કરી હતી. ગુજરાતી વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ શાખા) વગેરે સંસ્થાઓમાં તેઓ સેવારત છે. તેમની ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની કામગીરી મારે માટે એક જુદી રીતે નોંધનીય રહી છે. જૂની રંગભૂમિના ક્ષેત્રને પુનરુત્થાન કરવા માટે જે વિશિષ્ટ મદદની જરૂરત છે તેમાં તેમના હાથે એક ખાસ કામગીરી થવા પામી છે તે તરફ સમાજનું ધ્યાન દોરાય એમ ઇચ્છું છું. તેમના પિતાશ્રી “જયભિખ્ખએ એમની રંગદર્શી શૈલીમાં જે રીતે અસાઇત અને હેમાળા પટેલની ગંગાના પ્રસંગને વાચા આપી હતી એવી જ દિલ્લગીથી કુમારપાળે એક વખતના અભિનયના દિગ્ગજ છગન રોમિયો વગેરેનાં ચરિત્રો દ્વારા જૂની રંગભૂમિ તરફ સમાજનું ધ્યાન દોર્યું છે અને સવિશેષ તો એમણે શ્રી ધીરેન્દ્ર સોમાણીની એમના જીવનની અડધી સદીની સાધનારૂપ જૂની રંગભૂમિની સાહિત્યસામગ્રી રજૂ કરતો ગુજરાતી રંગભૂમિ : રિદ્ધિ અને રોનક નામે મૂલ્યવાન ગ્રંથ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાવ્યો છે. . આવી જ એમની સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં સેવા-સહાય મળી છે પણ મારે મન એમના દ્વારા ગુજરાતી બાળસાહિત્યને જે નિરીક્ષણ–વિવેચન-સંમાર્જનની ઊણપ ખટકતી હતી એમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કાર્યશિબિર, પરિસંવાદ જેવી સક્રિય પ્રવૃત્તિઓ અને “બાળસાહિત્ય સંગોષ્ઠિ કે “એકવીસમી સદીનું બાળસાહિત્ય સંપાદનગ્રંથ દ્વારા ગુજરાતી બાળસાહિત્યને મૂઠી ઊંચેરું, મર્માળું ને મહિમાવંત કરવામાં સ્વયં ઉત્કૃષ્ટ સર્જક એવા કુમારપાળ દેસાઈનો નાનોસૂનો ફાળો નથી. કવિ નાનાલાલે “રાજ, કોઈ વસંત લ્યોની વાત કરી છે તો શતદલ પદ્મમાં પોઢેલો પરિમલ દાખવો જો દીઠેલો'ની વાત કરી છે તેવા કુમારપાળ દેસાઈના જીવનમાં જે સંવિત્ત અને સુગંધ છે એને આભારી છે. એમનો પથરાટ પ્રબળ ને પ્રોક્વલ છે ને એટલો જ સહજસુંદર ને નિર્ચાજ નિર્મળ નેયુક્ત છે. એમના સ્નિગ્ધ વ્યક્તિત્વમાં સર્જક તો વસે છે, પણ એક મંત્રદ્રષ્ટા પણ વસી રહ્યો છે. પિતા “જયભિખ્ખની પ્રચ્છન્ન આશિષ અને માતા જયાબહેન દ્વારા થયેલું ઘડતર પોતાની આ પ્રગતિનાં ગુપ્ત બળ તરીકે તેઓ સ્વીકારે છે એ જ એમની વશેકાઈ છે. કુમારપાળ પૂર્વાશ્રમના તપોભંગ ઋષિઆત્મા તો નહિ હોય ? ન જાને. 69. રતિલાલ સાં. નાયક Page #87 -------------------------------------------------------------------------- ________________ લખ તે લેખક. પાંચ ઘોડાનો સવાર વાંચે તે વાચક. બોલે તે વક્તા. સાંભળે તે શ્રોતા. શ્રી જયભિખ્ખું આવી શૈલીથી લખતા. અમે ક્યારેક ગમ્મત કરતા : “લખે તે લેખક' એ પૂર્ણ વાક્ય કહેવાય? શું લખે તે લેખક? કોઈ નામું લખે, કોઈ ટપાલ લખે, કોઈ ઘરકામ લખે, કોઈ હિસાબ લખે. શું એ બધાંને લેખક કહી શકાય? ગમ્મતની વાત જવા દઈએ પણ લાવે તેને લેખક જરૂર કહી શકાય. લાવે તે લેખક બને. શ્રી જયભિખૂની ઈંટ અને ઇમારતની તથા ‘ઝગમગ'ના પહેલા પાનાની વાર્તા એક વિદ્યાર્થી નિયમિત લઈને ગુજરાત સમાચાર પ્રેસ પર આવતો. અપટુડેટ, હોંશીલો, હસમુખો એ વિદ્યાર્થી જયભિખ્ખનું સાહિત્ય લાવતાં લાવતાં જ વિદ્યાર્થીમાંથી વિદ્વાન બની ગયો. એ ચમત્કાર શબ્દનો અને સરસ્વતીનો. એ વિદ્યાર્થીએ ત્યારથી જ પિતાની સાથે સાથે પોતે પણ કલમ અજમાવવા માંડી હતી. પિતાની સાથે ગોઠવાવા માંડ્યું હતું. પિતાની છાયા ખરી પણ પડછાયા નહિ. એ વિદ્યાર્થી તે કુમાર, કુમારપાળ, કુમારપાળ દેસાઈ. શરૂઆત જ કરી તેણે એકસાથે પાંચ ઘોડા પરની સવારીથી. બાળસાહિત્ય, રમતગમત, અભ્યાસ, અધ્યયન અને શીલ–સંયમ–શૌર્યનો પાંચમો રાષ્ટ્રીય અશ્વ. અભ્યાસ તો ચાલે જ ભણવાનું હરીશ નાયક 10 Page #88 -------------------------------------------------------------------------- ________________ તો ખરું જ. તેમાં ધ્યાન આપવું જ પડે અને તેમાં જેટલું ધ્યાન આપે, તેટલું જ ધ્યાન સર્જનમાં આપે. પાંચ ઘોડાની સવારી સાથેનો આ નિપુણ ઘોડેસવાર વિદ્યાર્થી અમારી નજર સમક્ષ શિશુમાંથી સાહિત્યકાર, વિદ્યાર્થીમાંથી વિદ્વાન, પ્રવચનકારમાંથી પ્રાધ્યાપક, અધ્યાપકમાંથી અધ્યક્ષ, પરિશ્રમ દ્વારા પદ્મશ્રી બનતો નિહાળ્યો. અમે ગમ્મત કરનારા ગમ્મત કરતા રહી ગયા, જોનારા જોઈ જ રહ્યા અને એના એ પાંચેય ઘોડા એકસાથે એ દોડે, શું દોડે!ન ઘોડા પરથી એ પડે, ન ઘોડાઓને પડવા દે. આ પછી તો પંચકલ્યાણી એ રવાલ એવી તાલમાં આવી ગઈ કે ન એ પાંચ ઘોડાને પોતાના સવાર વગર ચાલે, ન સવારને પંચાવ્યા વગર ચાલે. બસ, સમય કપાતો જાય, ગતિ આગળ વધતી જાય, મંઝિલો પાછળ છૂટતી જાય, નવી દિશાઓ ખૂલતી જાય. અમારા બાળસાહિત્યમાં ઘોડો ઊડેય ખરો. આ છ સાથીઓ માત્ર ધરતી પર દોડ્યા જ નહિ, દેશવિદેશમાં ઊડ્યા. પાંખો એવી ફેલાવી કે કેનેડા, ઈંગ્લેન્ડ, અમેરિકા, સિંગાપોર, એન્ટવર્પ, કેનિયા, દુબાઈ જેવા કંઈક દેશો એ પમુખ ઉડ્ડયનને જોવા માટે ગરદન ઊંચી કરતા રહ્યા. એ પાંચ ઘોડાની નિયમિતતા તો આશ્ચર્યકારક, કુમારપાળ ગમે ત્યાં હોય, ગમે ત્યાં જાય, ગમે તે કરે, તેનું કૉલમ નિયમિત આવતું જ રહે. કોઈ સમય ન ચૂકે, કોઈ વાર ન ચૂકે, કોઈ કલાક ન ચૂકે. ક્યારેક લાગે કે આ કલમકાર પાસે બેથી વધારે દૃષ્ટિઓ જરૂર હશે. રમતગમતના લેખમાં જૂની પુષ્ટિ સાથેની નવામાં નવી માહિતી, ‘ઝગમગમાં હોળી, દિવાળી, નાતાલ બધું સાચવે. સમયના થપાટ પર બનતી ઘટનાઓની સાથે જ કલમને દોડાવે, જ્ઞાનવિજ્ઞાનને વાર્તામાં વણીગૂંથીને તેની સુગંધભરી શાશ્વત પુષ્પમાળા બનાવે. પ્રવચનમાં બીજા તજજ્ઞોના વચન સાથે પોતાના સૂચન પણ સામેલ કરે. બધું જ સુરમ્ય રીતે, સુરીલી રીતે. ન પોતે બોજ અનુભવે, ન વાચક કે શ્રોતાને બોજ અનુભવવા દે. હાસ્યકાર નહિ, પણ હસાવવાની થોડીક યુક્તિઓ અજમાવે અને હસવામાં ફસાવે. જેને વિશે બોલે તેનો અભ્યાસ કર્યો હોય, પૂછીને જાણીને ગૂંથી લે. એકસાથે એક જ વિષય પર છ પ્રશિષ્ટો બોલવાના હોય તો પણ જરાય પીછેહઠ નહિ. બધાંથી જુદું બોલે, અલાયદું બોલે, નજીકનું બોલે, બધાનાં વક્તવ્યોના સારને ચગાવી દે. રમતમાં તો તાત્કાલિક જ લખવું પડે પણ લાલબહાદુર શાસ્ત્રીના અવસાન વખતે લાલ ગુલાબ” પણ તાત્કાલિક લખાયેલ પુસ્તક. ૨૦૦ પાનાં, એક સપ્તાહમાં દશ હજાર પ્રતોનું વેચાણ. એ સમયે કુલ ૬૦ હજાર પ્રતોનું વેચાણ. પુસ્તકને ઇનામ તો ઠીક પણ એની ચિરંજીવિતાય વંદન કરે. રાતોરાત લખાયેલાં પુસ્તકો પ્રસિદ્ધ નથી હોતાં એવું માનશો નહિ, લાલ ગુલાબ' હજી આજેય લોકપ્રિય છે, ખુશબો ફેલાવે છે. 11 હરીશ નાયક Page #89 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય એટલું કે પોતાની તાલબદ્ધ દોડની સાથે સાથીઓ અને જરૂરતમંદોનાં કામેય થતાં જ જાય. અકાદમીમાં પહોંચ્યા તો બાળસાહિત્યને ન્યાય અપાવ્યો. આજ સુધી જે બાળસાહિત્ય “અડધી ટિકિટ મનાતું તેને પ્રોઢ સાહિત્યની સમકક્ષ મૂક્યું. અવાજો ઊડ્યા હશે, ઊડ્યા જ હશે. મોટી નવલકથાના લેખકો કહે, “અમે બસો પાનાં લખીએ અને પાંચ હજાર ઇનામ અને બાળસાહિત્યવાળા વિસ પાનાં લખે, તેના પાંચ હજાર?” તેમને તેનો જવાબ મળી રહેતો : “તમેય લખો વીસ પાનાં, બતાવી આપો. મેદાન બધાને માટે ખુલ્લું છે. પણ તમારાં બસો પાનાંની વાત તેઓ વીસમાં સમાવતા હશે કેવી રીતે ? એ ખૂબી વિચારજો.” બાળસાહિત્યને જાહેર મંચ ઉપર આટલી ગરિમા અપાવી કુમારપાળે. કામ કરવું છે એટલે કરવું જ છે, કરતા જ રહેવું છે, એ જ જાણે કે મુદ્રાલેખ છે જીવનનો. કામની હળવાશ આ કુમારને અશોકકુમાર જેવા સદાબહાર કુમાર બનાવી રહે છે. સારસ્વતકુમાર કહીશું? મોટાઓની, નિબંધોની, મહાનિબંધોની ઘણી વાત મોટાઓ લખશે, પણ બાળસાહિત્યને નૂતન બાળસાહિત્યનું રૂપ તથા ગૌરવ અપાવ્યું કુમારપાળે. દેત્ય, દાનવ, ભૂવા, ડાકણ, પાયાવિહીન કંઈક વાર્તાની ગળાપકડમાંથી બાળસાહિત્યને આ પિતા-પુત્રે જે સાર સમજ, સુબુદ્ધિ, સૌજન્ય, સદાચારી સુમાર્ગે મૂક્યું છે તેનો યશ તો ઇતિહાસ આપવો જ પડશે. સુમતિ, સુબુદ્ધિ, સુસંસ્કારિતા અને સુરમ્યતાની એવી સહેલ બાળ આલયમાં મૂકી કે જૂના, પીઢ, પાયા વિનાના, જડ ઘાલી બેઠેલા કિંવદંતી રાક્ષસો ભાગી જાય. સંજોગવશાત્ ફેન્ટસી આવી પણ તે હેતુલક્ષી અને તર્કસંગત. પિતા જે ઈંટ ગોઠવતા એ ઇમારતને વધુ મજબૂત, દક્ષ, સુશોભિત તાજમહાલ બનાવવાનું કામ પુત્ર સાથે જ શરૂ કર્યું અને પિતા ન રહ્યા તો કલમનો ચંદો પિતા-પુત્રની સંયુક્ત જવાબદારીથી રમાડી “ઈંટ-ઇમારતને અમીટ ઇમારત, ઐતિહાસિક ઇમારત, મંદિર ઇમારત કે પ્રાર્થના ઇમારતની કક્ષાએ મૂકી દીધી. આટલી લાંબી, આટલી તાલબદ્ધ, આટલી સંગીતમય, આટલી પરિપક્વ, આટલી પ્રબુદ્ધ કૉલમશ્રેણીનો ઉલ્લેખ કોઈએ લિમકા કે ગિનેસ સુધી પહોંચાડવા જેવો છે. હું અને નવનીત સેવક ત્યારે સાહિત્યનાં કારખાનાં મનાતા, આણે તો એને ઉદ્યોગનું અંબાણી સ્વરૂપ જ બક્ષી દીધું. જૈન છે એટલે વ્યવહારુ છે, ચતુર છે, કુશળ છે, ચાણક્ય પણ કહેવા પડે, પણ વિવાદના ઉકેલ માટે એની જ જરૂર પડે. પડે છે. એક બાજુ અધ્યક્ષ ભોળાભાઈનો કાર્યભાર ઉપાડી યશ તેમને આપે, બીજી બાજુ સમિતિઓનું સભ્યોનું સાહિત્યકારોનું સન્માન પણ સાચવે અઘરી વાત છે, પણ એને માટે સહેલી છે. સ્મિત સહિતના એના આગમનથી જ ઘણાં મૂંઝાયેલાં રાહતનો શ્વાસ લેતા હશે ! 12 પાંચ ઘોડાનો સવાર Page #90 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળે કદી કોઈ વાહન ચલાવ્યું નથી તેમ છતાં સામગ્રીસહિત દરેક જગાએ નિયમિત પહોંચી જવાની નેમ એણે રાખી છે, જાળવી છે. કક્ષામાં એણે કદી કોઈને બાંધ્યા નથી. ઊતરતાં, નીચેનાં કે પછીનાને એટલું જ સન્માન આપ્યું છે, જેટલું મોટાઓને મળે. નોકર' શબ્દ એમના શબ્દકોશમાંથી ભૂંસાઈ ગયો છે. જે કામ કરે છે તે કિંકર નથી, એવી એમની વ્યાખ્યા છે. એમની આજુબાજુ સાથી-સહકારીઓનો એક ફરતો તુલસીક્યારો છે. તુલસીભાઈ એમનું બધું જ કામ કરે, કુમારપાળ તેમને વડીલ સમું માન આપે. એક વખત તુલસીભાઈ સાંસારિક કારણોસર રિસાઈ ગયા ને ક્યાંક જતા રહ્યા તો જયભિખ્ખું અને કુમારપાળ પહેલે પાને જાહેરાત આપી : “ભાઈ તુલસીભાઈ, પાછા ફરો. અમે તમારી રાહ જોઈએ છીએ.” અને તુલસીભાઈ પણ આવીને જ રહ્યા. આવા કુમારભિસ્તુઓથી રિસાવાનું કોને પાલવે ? કુમારપાળ વિશે કોઈકે થીસિસ લખવી જ પડશે. એટલું બહોળું, પહોળું, ફેલાયેલું, પથરાયેલું કામ છે એનું જે કોઈ એ કામ કરશે તેને તકલીફ જરાય નહિ પડે, બધું વ્યવસ્થિત હશે, છે જ. કુમારપાળ અદ્ભુત મધ્યસ્થી છે. બે પક્ષોની જરૂરિયાત જાણે છે. જ્યારે મેં બધું છોડી માત્ર વાર્તાકાર તરીકેનું જીવન જીવવાનું શરૂ કર્યું ત્યારે મુશ્કેલી આવી છે. વાર્તા-ફાર્તા અહીં નહિ ચાલે. હું, ચાર દીકરીઓ જોલી, ડોલી, ભોલી, ફોલી તથા તેમની માતા લક્ષ્મીબહેન જ્યારે વડોદરા ગયાં ત્યારે ઍલેમ્બિકના અમારા કાર્યક્રમના મુખ્ય મહેમાન ચં.ચી. હતા. મહેતા સાહેબે અમને ધમકાવીને કહ્યું, “આ શું માંડ્યું છે. સહકુટુંબ આપઘાત ? પાછા ફરી જાવ. બંધ કરો આ બધા ધાંધિયા. વાર્તા કહીને જીવવું છે, હં!" પણ કુમારપાળની ભાષા જુદી જ. તેણે કે.લાલ અને મારી દોસ્તી કરાવી આપી. મેં કે.લાલની ચોપડીઓ લખીને જીવવા માંડ્યું. કેટલાલની સાથે ગામેગામ ફરીને શાળાઓમાં વાર્તાઓ પણ કહેવા માંડી. અમારી આ મધ્યસ્થીની યુક્તિ ખરી, ભાષા ચં.ચી.ની જ પણ સુંવાળી. “આ બધું જોખમી છે. સહકુટુંબ વાર્તા કહો પણ નિયમિત આવકનું તો વિચારવું જ પડે.” એ વિચારનાર તે કુમારપાળ. ઘણી વાતો છે. બધી જ રળિયામણી, મઝાની, જિંદગીની સોંસરવી કેડીની. એ બધી લખનારા લખશે જ. જેમ એણે લખ્યું છે તેમ જ. અમે એના કરતાં ઉંમરમાં સીનિયર્સ છીએ. અમે અમારી નજર સમક્ષ આ કુમારને લાકડાના ઘોડાથી પાંખાળા ઘોડા ઉડાવતો જોયો છે. અમને આનંદ થાય છે. જુનિયર્સને અમેય કદી જુનિયર્સ કહેતાં નથી. તેમ છતાં કુમારપાળ વીસેક વર્ષ નાના હશે. અમારી પાછળથી આવીને આગળ નીકળી ગયા અમે જોયા છે. આનંદ છે. એમ જ થવું જોઈએ. કપિલદેવ, ગાવસ્કર, રવિ શાસ્ત્રી આગળ “રમત' થોભી જાય તે કેમ ચાલે ? સચીન, સૌરવ, રાહુલ, યુવરાજ, પાર્થિવ, કફ, પઠાણ, ઝહિર જેવા આવતા રહે છે. આવતા જ રહેવા 13 હરીશ નાયક Page #91 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. જ્યારે સચીનો આગળ વધે છે ત્યારે એ આનંદ સીનિયર્સનો છે, અમારો છે. અમને કોમેન્ટરી આપી તેમને બિરદાવવા ગમે છે. અમારી શુભેચ્છાઓ છે કુમારપાળ, સદા સર્વદા કુમાર' બની રહે, નવા માર્ગ ચીંધો, સાહિત્યને - બાળસાહિત્યને, સ્પોર્ટ્સ સાહિત્યને, અધ્યાત્મસાહિત્યને, શૈક્ષણિક સાહિત્યને અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી દિલ્હી પહોંચાડ્યું છે, યુનો સુધી કે તેથીય આગળ વધારો. પાંચ ઘોડાના સવાર કુમારપાળની આ કથા આમ તો દશ-કુમારચરિત્ર જેવી છે, આજે એમાંના કદાચ એકની કે એકથી પાંચની કહી છે. વધુ બીજી કોઈક વાર. ફરીથી પહેલું વાક્ય વિચારીએ. લખે તે લેખક લખતો રહે તે લેખક.લખ્યા જ કરે તે લેખક. હંમેશાં સતત નવું નવું ઉપયોગી જીવનદૃષ્ટિ આપનારું માર્ગદર્શક લખ્યા કરે એ જ લેખક, એ જ કુમારપાળ દેસાઈ. 14 પાંચ ઘોડાનો સવાર Page #92 -------------------------------------------------------------------------- ________________ એમને કુમારભાઈ કહું છું કેમકે કુમારપાળ કહેવામાં તોછડાશ લાગે અને કુમારપાળભાઈ કહેવામાં ભદ્રંભદ્રીય વિવેક લાગે. ભાષા-સાહિત્યભવનના ગુજરાતી વિભાગમાં વીસેક વર્ષથી અમે સાથે છીએ. હું જોકે નિવૃત્ત થયો છું છતાં મારું પ્રોફેસર ઇમેરિટસ' તરીકેનું કામ ગુજરાતી વિભાગ સાથે જોડાયેલું છે જેના કુમારભાઈ આજે અધ્યક્ષ છે. મજાની વાત એ પણ છે કે તેઓ હાલ ભાષા-સાહિત્યભવનનાય અધ્યક્ષ છે. વળી ગુજરાત યુનિવર્સિટીની વિનયન શાખાના ડીન પણ છે. તાજેતરમાં સ૨કા૨ે એમને પદ્મશ્રીના બિરુદથી નવાજ્યા તેનો સૌને આનંદ છે તેમ મનેય છે. જોકે આ સમ્માન સવિશેષ ગૌરવની બાબત એ રીતે છે કે એ એક સાહિત્યકારનું સમ્માન છે, ગુજરાતી સાહિત્યકારનું સમ્માન છે. કુમારભાઈની વૈયક્તિક સિદ્ધિઓ સંદર્ભે તો આ વાતનો ગર્વ લઈએ જ પરંતુ હું ઇચ્છું કે આખી ઘટનાને આપણે એવી ભૂમિકાએ પણ પોંખીએ. એક અધ્યાપક-સાહિત્યકારનું આવું રાષ્ટ્રીય સમ્માન અનેક રીતે અંકિત કરવાજોગ છે. ગુજરાતી વિભાગમાં હું આઠ-નવ વર્ષ હેડ હતો છતાં હેડ વગેરે કાયદેસરની પોઝિશનમાં મને ક્યારેય રસ પડેલો નહીં. સદ્ભાગ્યે બધા જ સાથીઓ જવાબદાર મિત્રો હતા. એટલે મારો સ્થાયી ભાવ પણ એ જ રહ્યો કે ડિપાર્ટમૅન્ટ ભાઈબંધીની રીતેભાતે ચાલવું જોઈએ અને જો એમ ન ચાલે, તો હરિ હરિ ! અને અમે સોએ જોયું કે એમ જ ચાલ્યું, - 75 કુમારભાઈ, મારે મન સુમન શાહ Page #93 -------------------------------------------------------------------------- ________________ સુખપૂર્વક વળી પ્રગતિભેર ચાલ્યું. મારો આવો અભિગમ અને કુમારભાઈનીય એવી જ હળવી વ્યક્તિતા – બંનેનો બરાબરનો મેળ જામ્યો – ડિપાર્ટમેન્ટમાં તેઓ તરત મારા પછીના ક્રમે હતા, છતાં! અમારી વચ્ચે સદા મૈત્રીની એક જુદી જ ભૂમિકા રહી. એવી કે જ્યારે મળીએ ત્યારે મીઠી મજાક-મશ્કરીઓથી શરૂ થઈએ ને પછી એમાં ને એમાં એવા તો ગુલતાન થઈ રહીએ કે કામની જરૂરી વાત બચારી બાજુમાં ચુપચાપ ઊભી રહી ગઈ હોય, રાહ જોતી ! એ ડીન થયા તે વાતે અભિનંદન આપતાં મેં પૂછ્યું : કુમારભાઈ, હવે વસી ક્યારે બનો છો ?’ એમને પદ્મશ્રી એનાયત થયો એ પ્રસંગે પણ પૂછ્યું: “હવે ગવર્નર ક્યારે થવાના?’ એમનો સ-હાસ્ય ઉત્તર એ હતો કે “બસ, આટલેથી બસ છે.' વર્ષમાં ઓછામાં ઓછું એમને એક વાર તો અમેરિકા જવાનું હોય જ, મોટે ભાગે પર્યુષણ નિમિત્તે વ્યાખ્યાનો માટે. હું કહું : “કુમારભાઈ, તમારી જોડે મને પણ લઈ જાઓને, કહો તો જૈન ધર્મનું બધું વાંચીકરીને સજ્જ થઈ જાઉં. કહો તો જૈન ધર્મનો અંગીકાર પણ કરું” એ કહે: “મારાથી સુમનભાઈ, તમારા પર એવો જુલમ થોડો થાય? અને થાય, તો પછી મારું શું થાય?’ – અને અમે હસીએ. - હું હેડ હતો એ દરમ્યાન એવી રસમ જ નહીં રાખેલી કે દરેક સાથીએ મને રૂબરૂ થવું જ જોઈએ. સૌ સૌનું સંભાળતા જ હોય, વળી ફરિયાદ ન આવે ત્યાં લગી શું કામ ઊંચા-નીચા થવું? છતાં ચિનુ મોદી અને કુમારભાઈ લગભગ મને રોજ મળીને જ જતા. કુમારભાઈ પૂછે : “બધું બરાબર તો છે ને, કશું વિશેષ કરવાપણું હોય તો કહો.” એમના એવા સદા તત્પર સહકારભાવથી મને ખાસ્સી ખાતરી રહેતી, હૂંફ અનુભવાતી. થાય કે સાથી, માત્ર પોતાની સાથે જ નથી, મારી સાથે પણ છે. છતાં, બધાંની જેમ હું એમની પેલી જાણીતી મશ્કરી કરી જ લેતો “કામ તો છે કુમારભાઈ, પણ તમને નવરાશ જ ક્યાં છે? – તમે તો ડિપાર્ટમેન્ટમાં “વિઝિટિંગ પ્રોફેસર” છો, કેમકે વધારે વખત તો તમારે વિદેશોમાં ગાળવાનો હોય છે ! મારે મુખે થયેલો આવો કશો પણ ઠઠ્ઠો કુમારભાઈ હસતું વદને ઝીલી લે, કહે, “જવું પડે છે, શું કરું...” સાચી વાત એવી કે તેમની વિદેશની ટ્રિપો માત્ર દસ-પંદર દિવસની હોય પણ એ વાતનું એમને માન અપાય આવું! બાકી, માત્ર સાહિત્યકલામાં જ સીમિત રહેવાનું પસંદ કરતા સૌ અધ્યાપકોએ અને સાહિત્યકારોએ આ વાત ધ્યાને લેવા જેવી તો છે જ. પાસપોર્ટની પાંખેથી વધારે જાણીતા થયેલા પરંતુ જૈન ધર્મના મોટા વિદ્વાન પ્રોફેસર રમણલાલ ચી. શાહ પછી વિદેશોમાં જૈન ધર્મ-કેન્દ્રી વ્યાખ્યાનો-વાર્તાલાપો માટે કોઈ નિયમિત જતું હોય તો તે કુમારપાળ દેસાઈ છે. આપણને જાણ છે કે વિદેશ વસનારાં આપણા ભાઈ-બહેનોનું અને સંતાનોનું ક્રમે ક્રમે બધું બદલાતું રહેતું હોય છે – ભાષા, સંસ્કાર, ધર્મ, ઘણું બદલાયા પછી વીસરાતું ચાલે, ઘસાઈ જાય. એવા વિષમ સંજોગોમાં, રમણલાલ કે કુમારભાઈ જેવા ધર્મહિતેષીઓની એ સેવાઓ કેવી તો ઉપકારક અને કેટલી તો સમયસરની કહેવાય તે સમજાય એવું છે. 16. કુમારભાઈ, મારે મન Page #94 -------------------------------------------------------------------------- ________________ અમારાં રસરુચિ-ક્ષેત્રો સાવ ભિન્ન : મને બધા આધુનિક સાહિત્યનો માણસ ગણે, એમને મધ્યકાલીન સાહિત્યનો. મારાં લખાણો ગંભીર અને દુર્બોધ લેખાય, એમનાં હળવાં અને સુબોધ. એમને ક્રિકેટ–પ્રમુખ આખું રમતજગત ગમે, જ્યારે મને ? ટેબલ ટેનિસ અને ચેસ ઠીક ઠીક રમો છું. છતાં સાંપ્રતમાં રમત માત્ર માટે કંટાળો છે. એમની આવી સાહિત્ય કે ધર્મ ઉપરાંતની રુચિ હેરત પમાડે એવી છે. મને થાય, શી રીતે પહોંચી વળાતું હશે બધે ? એમનાં પુસ્તકોમાંથી પસાર થવાનો મને કોઈ અવસર સાંપડ્યો નથી પણ હું એમની ઈટ અને ઇમારત' કૉલમ હમેશાં જોઉં, વાંચે. એમાં પેલું રુચિવૈવિધ્ય વિષયવૈવિધ્યમાં પલટાતું અગ્રેસર થતું જોઉં, સાથે પેલી સરળ શૈલી પણ પરખાય. વૈવિધ્યનો એક છેડો અકબર-બિરબલની દૃષ્ટાંતકથાઓ લગી લંબાયેલો હોય, તો બીજો શેઅર-શાયરીની કવિતા લગી. કૉલમના એ લગભગ દરેક લેખમાં કુમારભાઈ એક શેઅર તો મૂકે જ છે, બૉક્સ' કરાવીને મૂકે છે. મેં એક વાર પૂછેલુંઃ “આ બધું ક્યારે વાંચો છો? આ શેઅર તમારા તો નથી ને ? હોય તો, વેળાસર કહી દેજો ભાઈ.!” મને ઊંડે ઊંડે હજીય એવું લાગ્યા કરે છે કે આ માણસ ખાનગીમાં કાવ્યો કે કાવ્યો-જેવું જરૂર લખતો હશે – એ રહસ્યોદ્ઘાટન તો થાય ત્યારે ખરું - આજે કુમારભાઈને હૃદય-કવિ ગણી લેવામાં, મને લાગે છે, આપણે કશું મોટું જોખમ નથી ઉઠાવતા સ્વભાવે ઋજુ અને એટલા જ સહિષ્ણુ. એમનો કોઈ દુશ્મન હશે ? તમે ધારણા કરી હોય તો ખોટા પડો. મારાથી તો વાતવાતમાં ને ખુલ્લંખુલ્લાં નારાજ થઈ જવાય. સામાવાળો રિપેરિંગની દાનત ન રાખતો હોય તો કાયમી કિટ્ટા પણ થઈ જાય. એટલી જ આસાનીથી, સામાવાળાને પણ મારી જોડે દુશ્મનાવટથી વર્તવાની, શી ખબર મજા પડે. જ્યારે, કુમારભાઈ અજાતશત્રુ છે. એના પાયામાં એમનો મિલનસાર સ્વભાવ તો ખરો જ પણ નભાવી લેવાની ઉદારતાય ખરી. જેવા મિલનસાર છે એવા જ પરગજુય છે. એમનું પીઆરઓ – પબ્લિક રિલેશન ઓર્ગેનિઝેશન – જોરદાર છે. એક પ્રસંગ ટાંકું : એક વાર રશ્મીતાને દસેક દિવસ માટે હોસ્પિટલમાં રાખવી પડેલી. એકબે મિત્રો સિવાય કોઈને જણાવેલું નહીં. એક સવારે કામસર હું હોસ્પિટલેથી ઘેર ગયેલો. પાછો ફર્યો ત્યારે ખબર પડી કે કુમારભાઈ તબિયત જોવા દોડી આવેલા. એ તો ખરું જ પણ હોસ્પિટલની મૅનેજમેન્ટના મોવડીઓને તેમજ દાક્તરોને કહીને ગયેલા કે રશ્મીતાની તબિયત માટે સવિશેષ કાળજી કરે. બીજે દિવસે ડિપાર્ટમેન્ટ પર મળ્યા. મને આભારવશ જોઈ બોલ્યા : “અમદાવાદમાં કોઈ પણ ડૉક્ટરની કે હૉસ્પિટલની જરૂર પડે તો મને પહેલું કહેજો, બધે આપણી પહોંચ છે.’ હું હસી પડેલો ને ઠઠ્ઠામશ્કરીની એ જ ચાલમાં કહેલું: ‘એનો અર્થ એ કે અમે માંદા પડીએ, રોગ-મંદવાડ ઘર ઘાલે એવું તમે ઇચ્છો છો...” પછી અમે પરસ્પર હસી રહેવા સિવાયનું કંઈ કરી શકેલા નહીં.... સુમન શાહ Page #95 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યકારો વડે આપણે ત્યાં સાહિત્યકારને વગર માગ્યે અપાતાં રહેતાં બે વાચિક પ્રમાણપત્રો મને આ પ્રસંગે યાદ આવે છે. પહેલું પ્રમાણપત્ર આ છે: “માણસ તરીકે બહુ સારો છે.” સૂચિતાર્થ એ કે એનું સાહિત્ય ઠીકઠાક છે. બીજું પ્રમાણપત્ર આવું છે – “જવા દો ને, માણસ તરીકે સાવ નક્કામો છે.' સૂચિતાર્થ એ કે એના સાહિત્યમાં દમ છે. મને ખબર નથી પણ મારી ધારણા છે કે જુદા જુદા વર્ગના સાહિત્યકારો જુદા જુદા પ્રસંગોએ કુમારભાઈ માટે બંને પ્રમાણપત્રો વાપરતા હશે. જેવી જરૂરિયાત ! પણ, કાનમાં કહું બંને પ્રમાણપત્રો જૂઠાં છે કેમકે શું વ્યક્તિનો કે શું તેના સાહિત્યનો કશો પ્રામાણિક અભ્યાસ કર્યા વિના અપાતાં હોય છે, માત્ર છાપને આધારે અને વધારે તો ટેવવશ. હું ઇચ્છું કે આવનારાં વર્ષોમાં કુમારભાઈનું સમગ્રલક્ષી અધ્યયન થાય અને એમને સાચકલું પ્રમાણપત્ર અપાય. અથવા એવું અધ્યયન કરવું એ જ શું કોઈ પણ સાહિત્યકારને આપી શકાતું મોટું પ્રમાણપત્ર નથી ? 78 કુમારભાઈ, મારે મન Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રતિની વણથંભી કૂચ ૧૫ જૂન, ૧૯૬૮થી હું નવગુજરાત કૉલેજ અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારથી અર્થાત્ ૩૬ વર્ષો પૂર્વે, કુમારપાળ દેસાઈનો પ્રત્યક્ષ પરિચય ગુજરાતીના સહઅધ્યાપક તરીકે થયો હતો. એ પહેલાં કુમારપાળ દેસાઈનો નામ-કામથી પરોક્ષ પરિચય હતો જ. કુમારપાળના સંપર્કમાં આવ્યા પછી અલ્પ સમયમાં જ કુમારપાળના સ્વભાવ – સૌજન્યની અને વ્યક્તિત્વની મહેંક મને સ્પર્શી ગયેલી અને અમે તમે જેવું સંબોધન છોડી, “તું જેવા આત્મીયતાસૂચક સંબોધન પર આવી ગયેલા. આજે પણ એ સિલસિલો ચાલુ જ છે. સમાન શતમ વ્યસનેષ સમ્'ના ન્યાયે “ચાના - સંસ્કૃતના સહઅધ્યાપક શ્રી પંડ્યાસાહેબના શબ્દોમાં “ઉષ્ણોદક'ના – અમારા શોખે અમને વધુ નજીક આવવાની તકો ઊભી કરી આપી. સાથે “ફ્રી પીરિયડ' હોય તો અમે અચૂક કૉલેજની પાછળ ઊભી રહેતી ભૈયાજીની લારી પર અડધો અડધો કપ “ચા” પીવા જતા. અમારો આવો શોખ જોઈ તે સમયના સહઅધ્યાપકોએ અમને “Tea Tiger'નું મઝાનું બિરુદ આપી દીધું હતું. આજે પણ સાથે ચા પીતા એ બિરુદનું સ્મરણ કરતાં આનંદ અનુભવીએ છીએ. કુમારપાળ શિક્ષણપદ્ધતિથી, વિદ્યાર્થીઓ સાથેની સુસંવાદિતા અને ગૃહકાર્ય (Home Work) આપવાની ટેવને લીધે વિદ્યાર્થીઓના પ્રેમ અને આદરના અધિકારી બન્યા હતા એનો હું સાક્ષી છું. પ્રિચકાત પરીખ Page #97 -------------------------------------------------------------------------- ________________ પછી તો કુમારપાળ Ph.D.ની પદવી હાંસલ કરી, શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરતા રહ્યા. નવગુજરાતમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા. રીડર બન્યા. રીડરમાંથી પ્રોફેસર બન્યા. ભાષાભવનના અધ્યક્ષ બન્યા. “ડીનની ચૂંટણીમાં વિજયી બની ‘ડીન’નો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કર્યો. થોડા થોડા દિવસે કુમારપાળને કોઈ ને કોઈ સિદ્ધિ હાંસલ કર્યા બદલ અભિનંદન આપવા ડાયલ ઘુમાવવું પડે. બહુમાનોની ફલશ્રુતિ રૂપે હોય એમ જૈનદર્શન, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ભારત સરકારે પદ્મશ્રી' જેવા ઇલકાબથી એમને નવાજ્યા. ગુજરાતી સાહિત્યક્ષેત્રે પિતા-પુત્રની બે પેઢીઓ સાહિત્યના ઇતિહાસમાં નોંધાઈ છે. કવિશ્વર દલપતરામના દેહવિલય પછી કવીશ્વર હાનાલાલે અને મહિપતરામ રૂપરામ નીલકંઠ પછી રમણભાઈ નીલકંઠે સાહિત્યની ધુરા સંભાળી લીધી. આ પરંપરામાં ત્રીજી પેઢીનું ઉમેરણ કરવું પડે. જેમની એક નવલકથા “પ્રેમભક્ત કવિ જયદેવ' મને વિદ્યાર્થી અવસ્થામાં ખૂબ ગમી હતી એવા સુપ્રસિદ્ધ જીવનલક્ષી સાહિત્યકાર અને જૈન તત્ત્વજ્ઞાનના ચિંતક જયભિખ્ખના અવસાન પછી કુમારપાળે એમના સર્જનનું સાતત્ય સાધી લીધું. ગુજરાત સમાચારમાં લોકપ્રિય બનેલી કટાર ઈંટ અને ઇમારતની જવાબદારી કુમારપાળે ઉપાડી લીધી એની લોકપ્રિયતા હજુય અકબંધ રહી છે. આ ઉપરાંત ગુજરાત સમાચારમાં પ્રગટ થતી રમત-ગમત, અગમનિગમ, જૈનદર્શનને નિરૂપતી વિવિધ કટારોનું સર્જન કુમારપાળની કલમે થતું રહ્યું છે. સાહિત્યક્ષેત્રે કટારલેખન ઉપરાંત જીવનલક્ષી બાલસાહિત્ય, ટૂંકીવાર્તાઓ, વિવેચન, સંશોધન, સંપાદન, પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પુસ્તકોનું પ્રદાન કર્યું છે. સાહિત્ય સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ મળ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં ગુજરાત સાહિત્ય સભાના મંત્રી છે. ઉપરાંત ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પ્લેટિનમ પૃષ્ઠ બની રહે એવા “વિશ્વકોશના મુખ્ય સંપાદક ડૉ. ધીરુભાઈ ઠાકરની નિશ્રામાં સહસંપાદક તરીકે જવાબદારીપૂર્ણ કાર્ય બજાવી રહ્યા છે. સાહિત્ય અને સવિશેષ જૈનદર્શન પર વ્યાખ્યાનો આપવા વિદેશગમનના સંદર્ભમાં કુમારપાળને હું કહું છું ગુજરાતી સાહિત્યમાં વ્યાખ્યાનો માટે સૌથી વધુ વિદેશયાત્રા કરનાર કુમારપાળ હશે. હવે ક્યારે, કયા દેશની યાત્રા કરવી છે? કુમારપાળ અમદાવાદ પાછા ફરે ત્યારે આગામી વિદેશયાત્રાનું બુકિંગ થઈ જતું હોય છે. કુમારપાળની વિદેશયાત્રાના અનુસંધાનમાં હું ઘણી વાર એમને ગંભીરતાથી કહું છું કુમારપાળ, તમે કરેલી વિદેશોની યાત્રા સ્થળનાં સંક્ષિપ્ત વર્ણન અને વ્યાખ્યાનોના સંક્ષિપ્ત સારને આલેખતા પુસ્તકનું સંપાદન થાય તો એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક સાહિત્યને પ્રાપ્ત થાય. હું એનું સંપાદન કરવા તૈયાર છું.' કુમારપાળ ભલે મારી વાતને હળવાશથી લે પણ હું ફરીથી 80 પ્રગતિની વણથંભી કૂચ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગંભીરતાપૂર્વક કહું છું કે, કુમારપાળ પોતે એનું લેખન કરે અથવા કોઈ અન્ય અધિકારીને એનું સંપાદન સોંપી દે, પણ આ કામ ક૨વા જેવું છે એમ લાગે છે મને. જે કામ હાથમાં લીધું હોય એનું દૃષ્ટિપૂર્ણ આયોજન, એ કાર્યની પૂર્વતૈયારી (Home Work), અભ્યાસનિષ્ઠા, નિદિધ્યાસન અને નિયમિતતા કુમારપાળની દરેક ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સફળતાનું રહસ્ય છે. મારા પંચોતેરમા પુસ્તક “સૂર્યચંદ્રના પડછાયા'(ભાગ ૧-૨)નું વિમોચન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૬-૧-૨૦૦૪ના રોજ અમદાવાદ મુકામે કર્યું ત્યારે કાર્યક્રમને આનંદદાયક બનાવનાર શ્રી વિનોદ ભટ્ટની સાથે કુમારપાળ પણ મુખ્ય વક્તા હતા. વર્ષોની મૈત્રી હોવાથી વગર તૈયા૨ીએ કેટલાક વક્તાઓની જેમ આગળના વક્તાઓનું વક્તવ્ય સાંભળી, ગોળ ગોળ બોલવાના બદલે કુમારપાળે અનેક પ્રશ્નો કૃતિ વિશે પૂછી, મુદ્દાઓની નોંધ કરી, કૃતિ અને કર્તાને પૂરો ન્યાય આપ્યો હતો. કુમારપાળ ઘણી વાર કહે છે : ‘Home Work કર્યા વગર કદી જવું નહીં.’ કુમારપાળના વ્યક્તિત્વનાં અનેક પહેલદાર પાસાંઓમાં સૌથી ઉત્તમ પાસું ‘માણસ’ તરીકેનું છે. કુમારપાળના વ્યક્તિત્વમાંથી માનવતા, સંસ્કાર, સૌજન્યપૂર્ણ વ્યવહારની વાછંટ ફરફરતી સદા અનુભવી છે. અલંકારની પરિભાષામાં કહું તો, ‘Kumarpal is Kumarpal.' કુમારપાળ દેસાઈમાંથી ડૉ. કુમારપાળ દેસાઈથી શરૂ કરી ‘પદ્મશ્રી’ સુધીની મજલ તૈયા૨ કરનાર કુમારપાળ સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો, વિદ્યાર્થીઓ, ચાહકો અને જ્ઞાતિજનોનું અતિવિસ્તીર્ણ વર્તુળ ધરાવે છે. આ સર્વે પાસે કુમારપાળ સાથે સંબંધોનાં વિવિધ સ્મરણો હોય એ સ્વાભાવિક છે. કુમારપાળને હું ઘણી વાર ‘પ્રિન્સ !' તરીકે સંબોધું છું અને એ મને ક્યારેક ક્યારેક ‘રાજ્જા !’ કહે છે. આત્મીયતાની એ ફલશ્રુતિ છે. મારી પાસે પણ છવ્વીસ વર્ષની મૈત્રી પછી વ્યક્તિ, શિક્ષણકાર, સાહિત્યકાર, વિક્રમ વિશ્વપ્રવાસી કુમારપાળના સૌજન્યના અંતરને તરબતર કરતાં અનેક સ્મરણો છે. પણ એ બધાંને ક્યાં ઉકેલવા બેસું ? અંતે સુપ્રસિદ્ધ ગઝલકાર મનોજ ખંડેરિયાની ગઝલના એક શેર સાથે વિરમું છું : “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’’ 81 પ્રિયકાન્ત પરીખ Page #99 -------------------------------------------------------------------------- ________________ માસ કુમારપાળ કટલાક અટપટા વિષય માટે ઘણી વાર આવું કહેવાતું હોય છે : તમે એ વિશે કશું ન પૂછો તો હું એના વિશે ઘણું જાણું છું, પણ તમે જો એ વિશે કશું પૂછો તો હું કશું જાણતો નથી. કુમારપાળનું વ્યક્તિત્વ અનેક સંદર્ભો, અનેક સંબંધો દાખવે છે. એ રીતે એમના વિશે કશું કહેવાનું હોય ત્યારે પેલા અટપટા વિષય જેવી જ મૂંઝવણ સામે આવીને ઊભી રહે છે. પણ એનો એક તોળ મળી આવે છે. કુમારપાળના સંપર્કમાં આવેલા દરેકને એમના પોતાના એક કુમારપાળ છે. બસ, આમ થતાં પેલું અટપટાપણું દૂર થઈ જાય છે. વાત કરનારને કે તેમના વિશે લખનારની સામે પછી એમના પોતાના કુમારપાળ આવીને ઊભા રહે છે. મારી સામે પણ “મારા” જ કહી શકાય એવા એક કુમારપાળ છે. ઓગણીસો છાસઠસડસઠનાં એ વર્ષો હતાં. મોડાસા ત્યારે ડૉ. ધીરુભાઈ ઠાકરસાહેબ પાસે હું એમ.એ. કરું, સાથે અધ્યાપનકાર્ય પણ કરું. ક્યારેક તેઓ કુમારપાળનો નિર્દેશ કરે, પોતાના મિત્ર જયભિખ્ખના એ એકનું એક સંતાન – પુત્રરત્ન છે એવું પણ ત્યારે વાતચીતમાં એમની પાસેથી જાણેલું. કુમારપાળને ત્યારે મેં જોયેલા નહિ, મને પેલા કુમારપાળ', રાજવી કુમારપાળનું ત્યારે સ્મરણ જાગે. સડસઠ પછી મેં મારા મહાનિબંધનું કાર્ય આરંભ્ય. કુમારપાળ વિશે પછી ક્યારેક ક્યારેક ઠાકરસાહેબ વાત કરે, અને કુમારપાળે આનંદઘન ઉપર કામ શરૂ કર્યું પછી તો એ વિશે ઠાકરસાહેબ ઉમળકાથી વાત કરે. તેમનું સંશોધનકાર્ય પણ તેમણે ઠાકરસાહેબ પાસે જ શરૂ કરેલું. એ રીતે પ્રવીણ દરજી Page #100 -------------------------------------------------------------------------- ________________ અમે બંને એક જ ગુરુના શિષ્ય. પછી કુમારપાળનાં સદેહે દર્શન થયાં. સૌમ્ય, સ્મિત સભર ચહેરો, ભાર વિનાના હળવા, બોલે તો પણ ધીમેથી, મને થાય પણ ખરું પુરુષ અને આટલું માર્દવ ! પણ કદાચ એ જ કુમારપાળના વ્યક્તિત્વની લાક્ષણિકતા – ત્યારે અને આજે પણ... પછી તેમની નવગુજરાત કૉલેજમાં, સાહિત્યના સમારંભોમાં મુલાકાત થતી રહી. અમે પરસ્પરને ‘તું’થી પણ ક્યારેક બોલાવીએ, ક્યારેક ‘તમે'થી પણ અમારા વચ્ચે કશાક અંતરહેતુઓનો એક નાતો બંધાઈ ગયો હતો. એ દિવસોમાં એક વાર એમને ત્યાં અમદાવાદ ખાતે રાત્રિરોકાણ કરવાનું બન્યું. અમદાવાદનો મિત્ર હોય, તેમાંય રાત્રિરોકાણ હોય એટલે પેલું ‘અમદાવાદીપણું’ યાદ આવે. પણ કુમારપાળે, તેમના પરિવારે ‘અમદાવાદી-પણા’નું સ્મરણ ક્યાંય ન થવા દીધું. ભારોભાર આતિથ્યભાવનો મને અનુભવ કરાવ્યો. તેમનાં પ્રેમાળ માતુશ્રીનો પરિચય થયો. બ્રશના બદલે દાતણ, મીઠું, ગરમ પાણીના કોગળા – વગેરે અનેક વાતો તેમની માતા પાસેથી જાણી. કુમારપાળનું ત્યારે એ ‘છત્ર’ હતાં. કુમારપાળમાં જે ભીનાશ છે તે અહીં માતામાંથી ઝમતી ઝમતી આવી છે. તેમનાં માતા આ એકના એક દીકરાને સ્કૂટર ચલાવવાની મંજૂરી પણ ન આપે ! માતાએ તેથી સ્કૂટ૨-ડ્રાઇવર રાખ્યો હતો ! તેમનાં પ્રેમાળ પત્ની પણ એ ઘરમાં બરાબર સમરસ થઈ ગયેલાં લાગ્યાં. સવારે ચા સાથે નાસ્તાની ટેવ નહીં છતાં, તેમના આગ્રહથી જ નાસ્તો કર્યો. કુમારપાળ અને તેમના પરિવારમાં ‘અમદાવાદ' વચ્ચે પણ પેલું ‘રાણપુર’ અને ‘સાયલા’ સતત જીવતાં લાગ્યાં..... - - નવમા દાયકાના આરંભમાં ને તે પછીનાં વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી, પાઠ્યપુસ્તક મંડળ એમ ઘણાં બૉર્ડમાં કામ ક૨વાનું મારે બન્યું. અમદાવાદના આંટાફેરા તેથી વધ્યા. એ દિવસોમાં કુમારપાળને ઠીક ઠીક મળવાનું બનતું. ક્યારેક પત્રથી પણ મળતા, ક્યારેક અમારા બંનેના કૉમન વિદ્યાર્થીઓ મા૨ફતે મળતા. કુમારપાળના માનવ્યની સુગંધ એમ વધતી જતી હતી. તેમનાં વ્યાખ્યાનો વિશે, તેમનાં સમાજોપયોગી કાર્યો વિશે, તેમના મળતાવડા સ્વભાવ વિશે, વિદ્યાર્થીઓ સાથેની તેમની શિક્ષક તરીકેની નિસબત વિશે ઘણી વાતો સાંભળવા મળતી. કુમારપાળ તેમના વર્તુળમાં એમ એક ‘મિથ' બનતા જતા હતા.... 83 પ્રવીણ દરજી મારાં સંતાનો શાળામાં જતાં થયાં, સાહિત્યમાં રસ લેતાં થયાં, એ દિવસોમાં અમારે ત્યાં બે લેખકોની વધુ ચર્ચા બાળકો ક૨તાં. એક કુમારપાળનું ‘ઈંટ અને ઇમારત' ને બીજું બકુલ ત્રિપાઠીનું ‘કક્કો-બારાખડી'. હા, અમારે ત્યાં ‘ગુજરાત સમાચાર' પણ અન્ય છાપાંઓ સાથે આવતું. હું જોતો કે કુમારપાળ મોટેરાંઓને અને બાળકોને પણ ગમે એવું સરસ તેમાં ત્યારે લખતા હતા. તેમણે એ કટારને પિતાના જેવી રસ-૨હસ્ય ભરપૂર તો બનાવી જ, સાથે તેમણે પોતાના સમયને, તેની ઘટનાઓને, સંવેદનાઓને પણ સ્વકીય રીતે મૂકવા માંડી... Page #101 -------------------------------------------------------------------------- ________________ ‘ઈંટ અને ઇમારત’ એથી એમના વ્યક્તિત્વનો એક અવિભાજ્ય અંશ બની રહી છે. ગુજરાતના વાચકના હૃદયમાં કુમારપાળે એ રીતે આસન જમાવ્યું. અને પછી તો તે સ્વબળે અનેક ક્ષેત્રે પોતાની રીતની મથામણ આદરે છે. લુણાવાડા મારે ત્યાં, મારી કૉલેજમાં આવે છે, આધુનિકતા વિશે પણ એ બોલે, અને જૈન ઉપાશ્રયમાં મહાવીર વિશે પણ રસભરી શૈલીમાં વાત કરે, લુણાવાડા રોટરી ક્લબમાં કોઈ આફ્રિકન વાર્તા કહી તે માનવીય વેદનાને પણ પ્રત્યક્ષ કરી આપે.... કુમારપાળ વિસ્તરતા જતા હતા, તેમનું વક્તૃત્વ પણ વિસ્તરતું જતું હતું.... મારે ત્યાં રોકાયા પણ સાહિત્યકારના કશા ભાર વિના. ફાવશે, ભાવશે, ચાલશેની વૃત્તિ તેમનામાં એવી કે યજમાનને કોઈ મુશ્કેલી ન લાગે. કુમારપાળ ઉત્તમ યજમાન અને ઉત્તમ અતિથિ ! આ બધું સૂક્ષ્મ માનવસમાજમાંથી આવે. કુમારપાળમાં માતા-પિતાનો સંસ્કારવારસો તાણાવાણાની જેમ વણાઈ ગયો છે... કુમારપાળમાં મેં જોયું કે કશી ધખના નથી, બડાશ પણ નથી અને છતાં નિરંતર ઉદ્યમ, પ્રવૃત્તિ અને પરિણામે વિકાસ – અંદ૨નો અને બહા૨નો – તરત નજરે પડે તેવો જોવાય છે. જૂથમાં નહિ અને છતાં જૂથ ! અનેકો વચ્ચે છતાં એકલા ! અનેક પ્રવૃત્તિઓ અને છતાં મુક્ત ! સંસ્થાઓથી દૂર છતાં સંસ્થાઓ વચ્ચે... કોઈને અડવા-નડચા વિના કુમારપાળ વૃક્ષશૈલીએ વિસ્તર્યા છે, તેથી જ પરિષદમાં, સાહિત્યસભામાં કે ગુજરાત સાહિત્ય અકાદમીમાં એ અનુકૂળ એવું કરી-કરાવી શક્યા છે. અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ આવી શક્યા છે, સુમન શાહ અને રઘુવીર ચૌધરી જેવા ભિન્ન પ્રકૃતિ ધરાવનારાઓ સાથે પણ મૈત્રીસંબંધ કેળવી શક્યા છે. કુમારપાળ મૃદુ, મધુર ને વિનમ્ર તો છે પણ દક્ષતાનો, કુનેહનો, વિચક્ષણતાનો પણ તેમનામાં એક એવો જ બીજો છેડો નીકળ્યો છે જે તેમના દાદાના કારભારીપણા સાથેનું અનુસંધાન ધરાવે છે. કુમારપાળના વ્યક્તિત્વની એક પ્રબળ રેખા હેલ્સિંગ નેચરની છે. કુમારપાળ કોઈને પણ કશી મુશ્કેલી હોય, તરત તેનો માર્ગ કાઢે, મદદરૂપ થવાની તૈયારી બતાવે અને મદદ પણ કરે. એટલે ક્યારેક એમના ઘરે કોઈ આર્થિક મદદ માટે પણ આવ્યું હોય, કોઈ વિદ્યાર્થી તેમની ઑફિસમાં મટીરિયલ લેવા આવ્યો હોય, કોઈક રિફ્રેશર કોર્સમાં આવેલો અધ્યાપક તેમની પાસેથી ઉતારાની વ્યવસ્થા માટે કહેતો હોય, વિશ્વકોશ ટ્રસ્ટની બાબતે ક્યારેક આર્થિક મદદ માટે કોઈ શ્રેષ્ઠીને મળવાનું હોય – બધી વેળા કુમારપાળ સ્વસ્થ રીતે, અનાકુલ રહી માર્ગ કાઢે, મદદ કરે. અરે, એક વાર એમના ઘરે મારી રૂબરૂમાં કુંડલિની ચર્ચા માટે એક તેમનો વાચક આવ્યો હતો ! કુમારપાળ એને પણ સંતોષે... ! આવા કુમારપાળ પછીનાં વર્ષોમાં પોતાના રસના વિષયોમાં આગળ વધે છે. કૉલમોનો એ બાદશાહ છે. સંખ્યાબંધ કૉલમો લખે, પણ કશી તેની હડિયાદોટ કે બોજ ન લાગે. બધું નિયમિત, સમયસર કરે. સમયવ્યવસ્થા એ કુમારપાળનો મોટો ગુણ છે. હા, મુખ્યત્વે એ પ્રેરણાદાયી 84 મારા કુમારપાળ Page #102 -------------------------------------------------------------------------- ________________ લખે છે, ઉન્નતિકર વિચારોવાળું લખે છે. એમની નવલિકાઓ, લેખો-નિબંધો એ સઘળું એ દિશામાં ગતિ કરતું જણાય. આબાલ-વૃદ્ધ સૌને તેથી કુમારપાળ ગમે. અમે પાઠ્યપુસ્તકમંડળની મિટિંગોમાં કૃતિ-પસંદગીની લમણાઝીક કરતા હોઈએ, પ્રેરક લખાણોની શોધાશોધ ચાલતી હોય ત્યારે વળી વળીને અમારે કુમારપાળની કોઈક કૃતિ તરફ વળવું પડે. પછી એ પટૌડીના નવાબ વિશે લખાણ હોય કે લાલબહાદુર શાસ્ત્રી વિશે. એમાં સુધારાવધારા કરવા જરૂરી જણાય તો કુમારપાળ આનાકાની વિના એ કરી આપે. કુમારપાળના કૉળેલા આવા “મનુષ્યત્વ'માંથી જ એ કટારો વિકસતી – વિલસતી રહી છે. પણ અધ્યાપક હોવાને નાતે આ સિવાયનું વિવેચન, સંશોધન, ચરિત્ર, પત્રકારત્વ, પ્રૌઢ અને બાળસાહિત્ય, સંપાદન વગેરે પણ તેમની પાસેથી મળ્યાં છે. અંગ્રેજી, હિન્દીમાં પણ કેટલાંક પુસ્તકો મળે. આવાં સાહિત્યિક લખાણોમાં પણ તેમની સૂઝ-શક્તિ પ્રકટ થાય, ભોળાભાઈ જેવા આમુખ પણ લખી આપે, ઇનામો–પારિતોષિકોનો તો ઢગલો થાય. પત્રકારત્વમાં પણ તેમનું પ્રદાન એવું જ ધ્યાનપાત્ર. અહીં પણ એમના પુસ્તકને ઇનામ ન મળે એવું બને કે ? કુમારપાળ જેને સ્પર્શે તેની સાથે એકરૂપ થઈ જાય છે. એટલે જ પ્રેરક સાહિત્ય સિવાયના સાહિત્યમાં પણ, સંશોધનાદિમાં પણ તેઓનું પ્રદાન યાદ કરવું પડે છે. એમની નિસબત એ રીતે “વસ્તુ' સાથે સાચી હોય છે, પાકી હોય છે. મારો દીકરો ક્રિકેટનો શોખીન છે. ક્રિકેટની સીઝન ચાલતી હોય ત્યારે એ ટી.વી. કે રેડિયો પાસે તો બેસે જ પણ કુમારપાળની ક્રિકેટ વિશે કૉલમ અચૂક વાંચે. તેની જેમ ઘણા વાચકો કુમારપાળનાં અભિપ્રાયો અને મંતવ્યોને ક્રિકેટક્ષેત્ર બાબાવાક્યપ્રમાણમ્ સમજી ચાલે. એ કટાર મેં પણ ઘણી વાર વાંચી છે. કુમારપાળના ઘરે એ અંગેની વ્યવસ્થિત લાઇબ્રેરી પણ જોઈ છે. કશું પણ ક્રિકેટ વિશે જૂનું અને છેલ્લામાં છેલ્લું – કુમારપાળ પાસેથી મળે. સાહિત્યના એક બીજા અંતિમની આ પ્રવૃત્તિ છે, પણ કુમારપાળ એમાંય એક્કો...... કુમારપાળ આવા વિરોધોને સંયોજીને બેઠા છે. સઘળે ! કદાચ એને વૈવિધ્ય પણ કહી શકાય. છેલ્લા બે દાયકામાં કુમારપાળ ઘર, વર્ગ ને વિશ્વ વચ્ચે વહેંચાઈ જતા જણાય છે. ૧૯૮૪થી ૨૦૦૨ સુધીમાં તેમણે વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કર્યું છે. એમનો પ્રમુખ ઉદ્દે શ જૈન ધર્મની, જૈન તત્ત્વજ્ઞાનની સમજ પ્રસારવાનો છે. મૂળે તેમની પ્રકૃતિ જ સમુદાર, મંગલમય, આભિજાત્યપૂર્ણ, જૈન તત્ત્વદર્શનને અનુકૂળ પડે તેવી. પરિણામે વિશ્વમાં જ્યાં જ્યાં જૈન ત્યાં ત્યાં કુમારપાળ ! – એવી સ્થિતિનું નિર્માણ થયું. જૈન ધર્મની સાથે શંકરાચાર્યને પણ જોડે, ભારતીય તત્ત્વદર્શન પણ સાંકળે. પરિણામે ધર્મવિચારક તરીકે ધાર્મિકોમાં તેમણે પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. ત્યાં તેમણે અ-હિન્દુઓને, અ-જૈનોને, વિદેશીઓને જૈન ધર્મનો મહિમા સમજાવ્યો, એ નિમિત્તે માનવધર્મ-પ્રસારણનું કાર્ય પણ કર્યું. ગુજરાતના કુમારપાળ એ રીતે વિશ્વના અનેક દેશોના અજાણતાં જ સંસ્કારદૂત બન્યા છે. ત્યાં પણ માન-અકરામ, 85 પ્રવીણ દરજી Page #103 -------------------------------------------------------------------------- ________________ પારિતોષિકો કુમારપાળ મેળવી લાવ્યા છે. ગુજરાતમાં અહિંસા વિશ્વવિદ્યાલયનું જે વાતાવરણ રચાયું છે તેમાં પણ કુમારપાળ જ અગ્રે છે. કુમારપાળની આવી અનેક પ્રવૃત્તિઓમાં વિશ્વકોશની પ્રવૃત્તિ પણ એક છે. ડો. ઠાકરસાહેબની ઘણી મૂંઝવણોને તે સહજમાં દૂર કરી આપે છે. તે કોશમાં નિયમિત જાય છે, પીઠમર્દ તરીકે મદદ કરે છે અને વિશ્વકોશની પ્રવૃત્તિને ગતિશીલ રાખે છે. કુમારપાળ અમદાવાદ અને અમદાવાદ બહારની સાહિત્ય અને સાહિત્યેતર ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એમ હું જાણું છું. છતાં કુમારપાળને રૂબરૂ મળીએ ત્યારે અથવા ફોન ઉપર મળીએ ત્યારે ક્યાંય કશો ભાર નહિ, ક્યાંય પેલું ‘હું પણું નહિ, ક્યાંય પદ-પ્રતિષ્ઠાની શેખી નહિ. બધી વખતે તે નર્યા નિર્ભર લાગે, હસતા, હળવા લાગે. કુમારપાળની ખરી ઓળખ તેમની આવી સુજનતા છે. પરપ્રાન્ત કે કોઈ વિદેશી મને જો પૂછે કે ગુજરાતી સજ્જનતા કેવી હોઈ શકે તો તેનો હું ઉત્તર આપવાને બદલે એમ કહું કે – કુમારપાળને મળો. ગુજરાતી સજ્જનતાનું એ સાકાર રૂ૫ છે. પણ કુમારપાળ માત્ર “ગુજરાતી છે એવી ઓળખ પણ એક તબક્કે અધૂરી લાગે. એ ગુજરાતી રહીને ભારતીય બન્યા છે. તેમના સર્જનમાં અને તેમનાં વક્તવ્યોમાં તેથી જ ભારતીય સંસ્કૃતિના વિશેષ પ્રગટ થતા રહ્યા છે. શિકાગો અને કેપટાઉનમાં યોજાયેલી પરિષદોમાં તેમણે ભારતીયને શોભે તેવી ધર્મ-સંસ્કૃતિની ચર્ચા કરી છે. ઘરઆંગણે અનેક પ્રવૃત્તિઓ વચ્ચે પણ ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી', ‘ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં તેઓ ધ્યાનાર્હ કામગીરી કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષની સાથે ગુજરાત યુનિવર્સિટીના વિનયન શાખાના ડીન તરીકે પણ તેઓની સરાહનીય કામગીરી રહી છે. આવી પ્રવૃત્તિનિરત કારકિર્દીને જોતાં કુમારપાળ પ્રવૃત્તિને નહિ, પ્રવૃત્તિ કુમારપાળને ખોળતી આવતી હોય તેવું લાગે. કુમારપાળને ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે મેં એ ચંદ્રક મને મળ્યો હોય એવી પ્રસન્નતા પ્રકટ કરી હતી. હવે રાષ્ટ્ર સ્તરે કુમારપાળના ગુજરાતી સાહિત્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રદાનનું મૂલ્ય અંકાયું છે અને તે સંદર્ભે તેમને પદ્મશ્રીનો ગૌરવવંતો એવોર્ડ એનાયત થયો છે ત્યારે હું સૂક્ષ્મ આનંદનો અનુભવ કરી રહ્યો છું. કુમારપાળ વિશે મેં એક વાર શુભ કામનાઓ પ્રકટ કરી હતી ને કહ્યું હતું કે “મેં “મારા' કુમારપાળ વિશે વાત કરી, હું જાણું છું તમારે પણ તમારા કુમારપાળ છે. કુમારપાળ એમ વિવર્તાતા રહે છે, વિવર્તાતા રહો...... ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનથી ભુવન સુધી !” – મારા એ શબ્દો આજે સાચા પડ્યા છે તેનો મને અઢળક આનંદ છે. ગુજરાતની સીમાઓની બહાર પણ તેઓ ગુજરાતને અને એની સૂક્ષ્મ ચેતનાને લઈ જઈ શક્યા છે એ માટે તેઓ સૌના અભિનંદનના અધિકારી બન્યા છે. 86 મારા કુમારપાળ Page #104 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સાથેનો નાતો તો જન્મજાત. ઉછેર પણ સાહિત્યરત મા-બાપના હાથે અને બાપુજીના સાહિત્યસર્જનને કારણે પુસ્તકો સાથેનો સાતત્યપૂર્ણ સહવાસ. આ બધાંને પરિણામે અને જે કંઈ વાંચ્યું તેના આધારે સાહિત્યકારની છબી એક ઊંચી જાતનો, નોખી ભાતનો ઇન્સાન એવી અમારા મનમાં ઊપસેલી પરંતુ અઢી દાયકા પહેલાં મુંબઈ આવવાનું અને રહેવાનું થયું ત્યારે અન્ય કેટલીક ભ્રમણાઓ ભાંગી તેમાંની એક આ ઉપલી છબી પણ હતી. સાહિત્ય, કલા કે સંસ્કૃતિનાં ક્ષેત્રો પણ રાજકારણથી અલિપ્ત નથી તેની જાણ અને પાછળથી ખાતરી પણ થઈ પરંતુ અહીં પણ કેટલાક સુખદ અપવાદો છે તે પરમ સંતોષકારી બાબત છે. કુમારપાળ દેસાઈ આવો જ એક અપવાદ છે. એમના નામને સાહિત્યજગતમાં કોઈ વિવાદ, વાદ, દ્વેષ કે ટાંટિયાખેંચ પ્રવૃત્તિ સાથે જોડી શકાયું નથી. કુમારપાળનો પરોક્ષ પરિચય તો ઘણો જૂનો પરંતુ પ્રત્યક્ષ પરિચય ‘જન્મભૂમિ'માં જોડાયા પછીનો. ‘જન્મભૂમિ'માં તેમની નિયમિત કૉલમ વ૨સો સુધી પ્રગટ થઈ. ત્યાર પછી તેમના પુસ્તકપ્રકાશન પ્રસંગની નોંધ કે દેશ-વિદેશમાં જૈન ધર્મ અંગેની પરિષદો કે વ્યાખ્યાનમાળામાં તેમનાં વક્તવ્યોના સમાચાર મળતા રહે. ચિત્ મળવાનું પણ બને. વચમાં ‘જૈના’ના આમંત્રણે મારે અમેરિકા જવાનું થયું ત્યારે સાહિત્યમાં જૈનત્વ વિશેના મારા વક્તવ્યની તૈયારી માટે 87 સત્ત્વશીલ સાહિત્યકાર, સૌજન્યશીલ ઇન્સાન તર ઉજારિયા Page #105 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સંદર્ભોની જરૂર પડી તો તેમને પુછાવ્યું. ત્રીજે જ દિવસે કેટલાંક પુસ્તકો ભેટ મોકલી આપ્યાં અને અમદાવાદથી ફોન કરી માર્ગદર્શન પણ આપ્યું. કુમારપાળને ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો. અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાનું એ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકારતાં કુમારપાળે રજૂ કરેલી કેફિયતમાંથી સાહિત્યની બહુવિધ શાખાઓની સફળતાથી ખેડ કરનાર આ સૌમ્ય સર્જકના કાર્યક્ષેત્રનાં વ્યાપ અને ઊંડાણનું રહસ્ય પામી શકાય છે. સાથે જ તેમના સૌજન્યશીલ વ્યક્તિત્વનો પરિચય પણ મળે છે. પોતાની કેફિયતનો આરંભ જ કુમારપાળ આ શબ્દોથી કરે છે : ‘આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નીરખતો પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો વ્યાપ પામવાની.' સાહિત્યકાર, પત્રકાર, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, રમતગમતના - ખાસ કરીને ક્રિકેટના - નિષ્ણાત જાણકાર, વિદેશી સાહિત્યના જ્ઞાતા, મધ્યકાલીન સાહિત્યના સંનિષ્ઠ સંશોધક, બાલસાહિત્યથી લઈને પ્રૌઢ સાહિત્યના વિવિધ વિષયો પ૨ એકસરખી અસરકારકતાથી કલમ ચલાવનાર આ સર્જક જયભિખ્ખુ જેવી સુપ્રસિદ્ધ સાહિત્યિક પ્રતિભાના પુત્ર છે પરંતુ સાહિત્યજગતમાં કુમારપાળે પિતાના નામની આધારશિલાનો કદી ઉપયોગ નથી કર્યો. નવમા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી, એક બાળવાર્તા લખીને ‘ઝગમગ' જેવા બહોળો ફેલાવો ધરાવતા સાપ્તાહિકને મોકલે છે પણ તેમાં પોતાનું નામ ટૂંકાક્ષરી કરીને લખે છે જેથી સંપાદકને ખ્યાલ ન આવે કે આ કુ. બા. દેસાઈ એ જયભિખ્ખુનો પુત્ર છે. એ વાર્તા કુમારપાળની દીર્ઘ સર્જનયાત્રાનું આરંભબિંદુ બની ગઈ. ‘ઝગમગ'ના તંત્રીએ નવમા ધોરણમાં ભણતા એ કિશોરને કૉલમ લખવાનું એસાઇન્મેન્ટ આપી દીધું ત્યારથી આરંભાયેલું કટારલેખન પાછળથી જુદાં જુદાં અખબારોમાં વિસ્તર્યું અને આજે કુમારપાળ સાઠ વર્ષના (૩૦-૮-૦૨ એમનો ૬૦મો જન્મદિવસ હતો) થયા ત્યાં સુધી ચાલુ છે. તેમાં ધર્મ, મધ્યકાલીન સાહિત્ય, સંશોધન, ઇતિહાસ, પત્રકારત્વ, ખેલજગત, ફિલ્મ, નાટક, સંસ્કૃતિ ઇત્યાદિ વિષયો તેમજ બાળસાહિત્ય, નવલિકા, વિવેચન, ચરિત્રલેખન જેવા પ્રકારો કુમારપાળની કલમે સંપૂર્ણ ન્યાય પામ્યા છે. ૧૯૬૫માં તેમણે લખેલું લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ' સાઠ હજાર નકલનું વેચાણ લાવ્યું. પછી તો બાળવાચકોમાં વીરતા અને ખુમારીને પોષતાં અન્ય પુસ્તકો પણ તેમણે આપ્યાં. સાહિત્યકાર પિતાના સાહિત્યવર્તુળના મિત્રો અને સમકાલીનો ધૂમકેતુ, ઝવેરચંદ 88 સત્ત્વશીલ સાહિત્યકાર, સૌજન્યશીલ ઇન્સાન Page #106 -------------------------------------------------------------------------- ________________ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, દુલેરાય કારાણી, કાગબાપુ, ધીરુભાઈ ઠાકર, ચંદ્ર ત્રિવેદી ઇત્યાદિના અંગત અને આત્મીય સંપર્કમાં આવવાનું બન્યું ત્યારથી કુમારપાળના કિશોર માનસમાં સાહિત્યકારની એક ઊજળી છબી અંકાઈ હતી. કારણ કુમારપાળ કહે છે તેમ તેમના વ્યવહારમાં – વાતચીતમાં માત્ર આનંદ અને સ્નેહ જ છલકાતા હતા. કોઈની કશી ટીકા કે દ્વેષ નહીં. આથી માનવા લાગ્યો કે સાહિત્યકાર એ મૂઠી ઊંચેરો માનવી હોય છે.” જીવનમાં આગળ જતાં કુમારપાળને પોતાનું એ મંતવ્ય બદલાવવું પડ્યું તેવા અનુભવ થયા હોય એ શક્ય છે પરંતુ પોતાની જાત માટે તેમણે એ માપદંડમાં કદી બાંધછોડ કરી હોય એમ જણાતું નથી. ધૂમકેતુની એક કૉમેન્ટે તેમને જૈન દર્શનના ઊંડા અભ્યાસમાં ધકેલી દીધા. ધૂમકેતુએ કહ્યું, “મીરાંબાઈ આપણા હિંદુ સમાજનાં અધિષ્ઠાત્રી કવયિત્રી બની ગયાં છે પરંતુ આનંદઘન જેવા કવિની આધ્યાત્મિક ઊંચાઈ સુધી કોઈ પહોંચ્યું નથી.” આ સાંભળી કુમારપાળે આનંદઘનજી પર સંશોધન કરવાનો વિચાર કર્યો અને ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ “આનંદઘન – એક અધ્યયન' વિષય પર પીએચ.ડી. કર્યું. એ સંશોધનમાં તેમણે મધ્યકાલીન સંતોની સાથે આનંદઘનજીનું તુલનાત્મક સંશોધન પણ કર્યું. ત્યારબાદ કુમારપાળનાં લખાણોમાં જૈન સાહિત્ય અને વિચારો તેમજ આધ્યાત્મિકતાના રંગો ઉમેરાયા. જયભિખ્ખના અવસાન પછી ગુજરાત સમાચારે' કુમારપાળને પિતાની કૉલમ ‘ઈટ અને ઇમારત” ચાલુ રાખવાનું કહ્યું અને આજે ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી એ કટાર ચાલુ રહી છે. પત્રકારત્વની તાલીમ વાસુદેવભાઈ પાસેથી પામેલા કુમારપાળ કૉલમલેખન અને સાહિત્યસર્જન ઉપરાંત પત્રકારત્વના વિદ્યાર્થીઓના માર્ગદર્શક-ગુરુ પણ છે. તેમણે એ વિષયનાં પુસ્તકો વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લખ્યાં છે. સાહિત્યસર્જન અને જીવનમાં પણ પિતાની શીખ “ધૂપસળી જેવું જીવન જીવો' કુમારપાળે પૂરી આત્મસાત્ કરી છે. પોતાનાં લેખન, વાણી કે વ્યવહાર થકી વાચક અને સમાજને આંતરબાહ્ય રીતે સમૃદ્ધ કરવાનું ધ્યેય સતત તેમની પાસે રહ્યું છે. તેમની દીર્ઘ અને સત્ત્વશીલ સાહિત્ય-સર્જનયાત્રાને વિવિધ સાહિત્યિક-સામાજિક ને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમય સમય પર બિરદાવાઈ છે અને સન્માનિત કરાઈ છે. ગુજરાત સાહિત્ય સભા દ્વારા એનાયત કરાયેલો ધનજી કાનજી સુવર્ણચંદ્રક તેમાં તાજું ઉમેરણ છે. સરસ્વતીના આ સાધકની કલમ જેવું જ વરદાન તેમની વાણીને પણ મળ્યું છે. જેનદર્શન વિશેના તેમના ઊંડા સંશોધનાત્મક અભ્યાસ અને બહોળા વાચનનો લાભ તેમનાં પ્રવચનો દ્વારા દેશ અને દુનિયાના અનેક શ્રોતાઓ લઈ રહ્યા છે. હમણાં પણ તેઓ પર્યુષણ . ૪ તરુ કજારિયા Page #107 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનમાળા માટે ન્યૂજર્સી ગયા છે. આગામી ચાર વર્ષ માટેનાં તેમનાં વ્યાખ્યાનો માટે જુદા જુદા દેશના જૈન સમાજે તેમને બુક કરી લીધા છે. વિદેશના તેમજ દેશના અંગ્રેજી જ જાણનાર વાચકો માટે જૈનદર્શનનાં કુમારપાળે અનુવાદિત કરેલાં પુસ્તકો ખૂબ ઉપયોગી પુરવાર થયાં છે. ઘણી વાર વિચાર આવે છે કે કુમારપાળ આટલું બધું કરવાનો સમય શી રીતે કાઢતા હશે? અને જવાબ તેમની પેલી સાહિત્યકાર વિશેની મૂઠી ઊંચેરા માણસવાળી વિભાવનામાં જ મળે છે. નિર્ભર, નિખ, સૌજન્યસભર વ્યક્તિત્વ અને સામાને સહાયભૂત થવા તત્પર એવી નિરાળી પ્રકૃતિ કુમારપાળનો સમય અન્યત્ર વેડફાવા દેતા નથી એ પણ કદાચ તેમની આવી ઉમદા પ્રવૃત્તિશીલતાનું કારણ હોઈ શકે. (“જન્મભૂમિના કલમ અને કિતાબ વિભાગમાં (ર-૯-૨૦૦૨) પ્રગટ થયેલો લેખ). 0 સત્ત્વશીલ સાહિત્યકાર, સૌજન્યશીલ ઇન્સાન Page #108 -------------------------------------------------------------------------- ________________ કે જો શિ- . * * - હેત અને ઉમાના માણસ કુમારપાળ દેસાઈ એટલે આભિજાત્ય ! વિનય, વિવેક અને વિનમ્રતા એટલે કુમારપાળ દેસાઈ ! અનેક પ્રકારનાં કાર્યો અને વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં જ્યારે આપણે એમને જોઈએ ત્યારે નિર્ભર લાગે અને મળીએ ત્યારે પૂરી ઉષ્માથી મળે; એમની સ્વસ્થતા આપણને ખસૂસ વર્તાય. બેપાંચ મિનિટ માટે મળે તોય નિરાંતે મળતા અનુભવાય. પોતાનામાં પૂરેપૂરા હાજર હોવાનું પ્રતીત થાય. એમની વ્યસ્તતા અને કાર્યો વાસ્તુની ઉતાવળ વચ્ચે પણ અંદરનું હિલ્લોળાતું ભાવજગત પમાય. ઉતાવળ અને વ્યસ્તતા જરાય વર્તાવા ન દે. આખા દિવસનાં કાર્યોને અંતે તમે એમને મળતા હો તો પણ એ તાજા ને પ્રસન્ન લાગે. એમની પ્રસન્નતાનું કારણ મારી દૃષ્ટિએ તો એમની નિયમિતતા અને કાર્યનિષ્ઠા જ છે... છતાં એમને પૂછવાનું ગમે કે શું રહસ્ય છે તમારી તાજગી અને પ્રસન્નતાનું ! ફોન પર વાત કરતાં હું પૂછું કે “આજકાલ શું ચાલે છે?” એ કહેવાના: “બસ, ખાસ કાંઈ નહિ. તમે કંઈ કામ હોય તો કહો.” આપણે ત્યાં દેશદુનિયામાં નવરા માણસોને જરાય સમય નથી મળતો પણ કુમારપાળ દેસાઈ જેવા સારાં કાર્યોમાં કાયમી વ્યસ્ત અને એટલા જ કામગરા માણસને વખત મળે છે. સમય નથી મળતો એવું વાક્ય મેં એમને મોઢેથી નથી સાંભળ્યું ! કુમારપાળભાઈ જેટલા સાદા દેખાય છે એટલા સુઘડ પણ છે. એમનો “શર્ટઇન કરેલો પહેરવેશ; એ મણિલાલ હ. પટેલ 91 Page #109 -------------------------------------------------------------------------- ________________ પહેરવેશના સૌમ્ય અને વ્યક્તિત્વને ઉજાગર કરવા સાથે ભીતરનો પરિચય કરાવતા રંગો... હા, એ રંગો આછા પણ આંખોને ગમે એવા. માથાના વાળ સવારે ઓળતા હશે પછી આખો દિવસ એમની રજા વિના ભાગ્યે જ કોઈ વાળ પણ ઊડતો હશે. ચહેરા પર ધીરજ અને બધું સમજું છું – એવો ભાવ વર્તાયા કરે. મિતભાષી, કશાનો દુર્વ્યય ન પાલવે. શબ્દ અને કાગળ બેઉ સાચવે. વખત અને વહાલ સાથે મોકળા મનના માણસ. વ્યસનો તો નહિ જ પણ વળગણેય નહિ. ક્યારેક લાગે કે જમતા હશે કે નહિ? એટલે કે મિતાહારી તો ખરા, પણ ભોજનની વેળા થાય તોય એ તરફની ઉતાવળ કશી ન મળે ભરપૂર કાર્યોની વચ્ચે વાચન, લેખન, ફોન, મિટિંગો, વ્યાખ્યાનો, મુલાકાતો, વાતચીત ને ઘર-વ્યવહારો બધું સાચવનારી વ્યક્તિના ઉક્ત ગુણો જાણીએ ત્યારે તાજુબ થવાય ! ડૉ. ધીરુભાઈ ઠાકર – જાણીતા કેળવણીકાર અને પ્રસિદ્ધ સાહિત્યવિવેચક – એમના પિતાજીના મિત્ર તથા – કુમારપાળના ગુરુ પણ ખરા. ડૉ. ધીરુભાઈ ઠાકર મારા પણ વિદ્યાગુરુ, કુમારપાળ દેસાઈ, પ્રવીણ દરજી, દિનકર ભોજક, મણિલાલ હ. પટેલ તથા સ્વ. જોસેફ પરમાર : આ બધા ઠાકરસાહેબ પાસે આઠમા દાયકામાં (૧૯૭૦-૮૦) પીએચ.ડી.ની પદવી માટે સંશોધન કરતા હતા. એ ગાળામાં જ ઠાકરસાહેબ મોડાસા કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા હતા. અમે સૌએ મળીને ઠાકર સાહેબનો વિદાય સમારંભ યોજ્યો હતો. એ દિવસોમાં કુમારપાળભાઈને હું પહેલી વાર મળ્યો, ત્યારથી આજ લગી તેમનાં હેત અને આદર પામતો રહ્યો છું. પોતાનાથી નાની વયનાને પણ પ્રેમાદર આપવાનું તથા નાનેરાંઓની શક્તિસિદ્ધિઓ બિરદાવવાનું ઘણાંને ગમતું ને ફાવતું જ નથી, પણ કુમારપાળ દેસાઈ તો ફોન કરીને બિરદાવવાનું ન ચૂકે. ઠાકરસાહેબ વિશે શબ્દશ્રી' એવો અભિનંદનગ્રંથ કરેલો. એમાં મારો લેખ મેળવવા સંદર્ભે એમણે પત્રો લખીને રાહ પણ જોયેલી. આજેય મારી સર્જનવિવેચન અને અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિઓથી રાજી થાય અને એ વિશે મને કહે એ તો બરાબર પણ અન્યોને એ વિશે ઉમળકાથી વાત કરે. ગુણને આગળ કરવાનો એમનો ગુણ એમનાં માતાપિતાના સંસ્કારવારસાની સાહેદી પૂરવા સાથે તીર્થકરોનો એમના પરનો પ્રભાવ પણ સૂચવે છે. વિદ્યા માણસને વિનમ્ર બનાવે છે એ વાત કુમારપાળમાં ચરિતાર્થ થતી અનુભવાય છે. કુમારપાળ દેસાઈએ નાની વયથી લખવાનું શરૂ કરેલું. ૧૯૬૩થી ૨૦૦૩ દરમિયાન એમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં, બધાં મળીને એકસોથી વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાં બાળસાહિત્ય, ચરિત્ર, પ્રૌઢ સાહિત્ય, ચિંતન, સંશોધન, વિવેચન, પત્રકારત્વ, અનુવાદ, વાર્તા, જીવનકથા તથા સંપાદનોનો સામાવેશ થાય છે. આ ઉપરાંત પણ એમનાં અન્ય સંપાદનો અને ચરિત્રગ્રંથોની શ્રેણીઓ છે. પત્રકારત્વના ક્ષેત્રે પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે. રમતના મેદાનથી લઈને, જીવન-ધર્મ-સમાજ-સંસ્કૃતિ અને અધ્યાત્મ વિશે એમણે અભ્યાસપૂર્વક અને નિષ્ઠાથી 92 હેત અને ઉષ્માના માણસ Page #110 -------------------------------------------------------------------------- ________________ લખ્યું છે. એ ખરા અર્થમાં પ્રજાના, આમસમાજના લેખક છે. સાહિત્યમાં સર્જન-વિવેચનસંશોધન–અનુવાદને ક્ષેત્રે એમણે કેટલુંક મહત્ત્વનું પ્રદાન કરેલું છે. એક અભ્યાસી તરીકેની એમની છાપ એમનાં વ્યાખ્યાનોમાં પણ પમાતી રહી છે. આ અર્થમાં એ બહુમુખી પ્રતિભાના માણસ છે. છેલ્લા બે દાયકામાં એમણે દેશવિદેશમાં જૈન ધર્મ સંદર્ભે તથા સાહિત્ય અને સમાજ વિશે ઘણાં વ્યાખ્યાનો આપ્યાં છે. એમાંથી કેટલાંક દેશવિદેશમાં પ્રસિદ્ધ થયાં છે ને પુસ્તકરૂપ પામ્યાં છે. કુમારપાળ દેસાઈ અનેક સંસ્થાઓમાં મહત્ત્વનાં પદો-હોદ્દાઓ ધરાવે છે. એ અંગેનાં કાર્યો એ મુસાફરી દરમ્યાન, ગાડીમાં ફાઈલો સાથે રાખીને પણ કરતા રહે છે, છતાં એ કદી કાર્યના ભારની ફરિયાદ નથી કરતા. હળવાશ એમનો સ્વભાવ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં મંત્રી તરીકે અને કારોબારીના સક્રિય સભ્ય તરીકે એમણે સેવાઓ આપી છે. સાહિત્ય અકાદમીમાં ઉપાધ્યક્ષ તરીકે એમણે સંશોધન–અનુવાદ–પ્રકાશન–સંપાદનનાં કાર્યો કર્યા-કરાવ્યાં છે. પરિસંવાદોમાં એમને સોંપેલા વિષય પર એ પૂરી તૈયારી સાથે આવનારાઓમાંના એક છે. એમનું વક્તવ્ય એ બહુધા લખીને પણ લાવે છે – જેથી વિષયને વધારે ન્યાય મળે છે ને નિર્ધારિત સમયમાં એ વક્તવ્યને સંતોષપ્રદ બનાવી શકે છે. એ મધ્યકાલીન કવિઓ વિશે તથા આધુનિક કૃતિઓ વિશે પણ યોગ્ય નિરીક્ષણ કરવામાં માહેર છે. સભાસંચાલન અને અધ્યક્ષીય વક્તવ્યોમાં પણ એમની સૂક્ષ્મ વિચારશક્તિ તથા સંકલનશક્તિનો પરિચય મળતો રહ્યો છે. રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમણે કેટલાંક અતિ મહત્ત્વનાં કાર્યો કરેલાં છે જેમાં અહિંસાની વિચારધારા અને શાકાહાર વિશેની પ્રવૃત્તિઓ મહત્ત્વની છે. ૩૦ જેટલી સંસ્થાઓ સાથે સંકળાઈને કાર્ય કરતા કુમારપાળ દેસાઈને સાહિત્ય માટે પંદર તથા અન્ય સામાજિક લેખનપ્રવૃત્તિ અને સેવાઓ માટે થઈને પાંત્રીસ જેટલા એવૉઝ મળેલા છે. આ બધા છતાં એ પોતે તો કાર્યને જ ઓળખનારા માણસ છે. ગુજરાતીમાં વિશ્વકોશ' કરવાનું, પિતાતુલ્ય પરમપૂજ્ય ગુરુનું શમણું એમણે વિશ્વકોશ ટ્રસ્ટ'માં રહીને તનમનધનના સમર્પણથી સારું પાડવા માટે અપૂર્વ જહેમત લીધી છે – ગુજરાતીઓ એમનું આ સમર્પણ કદી નહિ ભૂલે. કુમારપાળભાઈ વિશે આ બધું જાણીએ ત્યારે થાય છે કે આ મનેખ પણ નોખી માટીનો છે. એમનાં બધાં કાર્યો વિશે લખતાં તો પાર ન આવે. અમને તો ભાષાભવનમાં, યુનિવર્સિટીઓમાં, વિશ્વકોશ ટ્રસ્ટમાં તથા પરિસંવાદોમાં જે હેત અને ઉષ્માથી મળતા રહે છે એનો અપાર આનંદ છે. એમને અભિનંદન અને શુભેચ્છાઓ. 93 મણિલાલ હ. પટેલ Page #111 -------------------------------------------------------------------------- ________________ થોડું અંગત અંમત રતિલાલ બોરીસાગર કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ના પુત્ર કુમારપાળ દેસાઈ, પ્રોફેસર કુમારપાળ દેસાઈ, ભાષાસાહિત્ય-ભવનના અધ્યક્ષ કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષપદે રહી યશસ્વી કામગીરી બજાવનાર કુમારપાળ દેસાઈ, વ્યાખ્યાનો માટે દેશવિદેશમાં ઘૂમી વળેલા ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન કુમારપાળ દેસાઈ, સત્ત્વશીલ અને પ્રેરક સાહિત્યના સર્જક કુમારપાળ દેસાઈ, વિવેચક કુમારપાળ દેસાઈ, વિવિધ સાહિત્યલેખન માટે પારિતોષિકો અને એવૉર્ડો મેળવનાર કુમારપાળ દેસાઈ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે મૂલ્યવાન સેવા કરનાર કુમારપાળ દેસાઈ, અનેક ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા કુમારપાળ દેસાઈ અને હવે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ.... આ યાદી પણ કંઈ સાવ સંપૂર્ણ નથી. સતત નવાં નવાં છોગાં આ નામ સાથે જોડાતાં રહ્યાં છે ને જોડાતાં રહેશે. અનેક છોગાંઓ ધરાવતી મોટા ભાગની વ્યક્તિઓ એવી હોય છે કે છોગાંઓથી અલગ પાડીને એમને જોઈ શકાતી નથી. કર્ણના કવચ-કુંડળની જેમ એ છોગાં વ્યક્તિ સાથે અભેદભાવથી ચોંટેલાં રહે છે – જન્મથી ન મળ્યાં હોવા છતાં. એ છોગાંઓ ઉખાડી લો તો પછી એમનું પોતીકું કહી શકાય એવું ઓછું બચે છે. પરંતુ આમાં જે કેટલીક વ્યક્તિઓ સુખદ અપવાદરૂપ હોય છે તેમાં એક નામ છે કુમારપાળ 94 Page #112 -------------------------------------------------------------------------- ________________ દેસાઈ. આટઆટલી સિદ્ધિઓ અને જ્વલંત કીર્તિ કુમારપાળ દેસાઈના અભિજાત અને સરળ વ્યક્તિત્વને સહેજે અળપાવી શકી નથી. કુમારપાળ દેસાઈને મેં હમેશાં “કુમારભાઈ' તરીકે જ જોયા છે. પચ્ચીસ-સત્તાવીસ વરસનો મારો એમની સાથેનો અંગત પરિચય હશે. પણ આરંભથી આજ સુધી હું એમને કુમારભાઈના રૂપે જ મળ્યો છે. જ્યારે જ્યારે એમને મળ્યો છું કે ફોન પર એમની સાથે વાત કરી છે ત્યારે હું અનેક છોગાંધારી વ્યક્તિને નહિ પણ એક સરળ વ્યક્તિને મળું છું કે સાંભળું છું એવું લાગ્યું છે. કુમારભાઈને મેં એમની કુમારાવસ્થામાં નથી જોયા. પણ યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધ' શબ્દ તો એમની સાથે ક્યારેય બંધબેસતો નહિ લાગે, એટલે વૃદ્ધાવસ્થામાં એમ નહિ કહું, પણ સાઠી વટાવી ગયેલી ઉંમરે પણ જોયા છે. પણ આ બધાં વર્ષોમાં એ ચિરયુવાન જ લાગ્યા છે. (કુમારાવસ્થામાં જોયા હોત તો કદાચ “ચિરકુમાર’ લાગ્યા હોત !) ઇન્સર્ટેડ પેન્ટવાળો સુઘડ પોશાક, એક પણ વાળ સહેજે ચસી ન શકે એ રીતે ચિપકાવીને ઓળેલા વાળ, સાંવલો ચહેરો, એના પર છલકતું પ્રસન્ન માધુર્ય, સામી વ્યક્તિ માટેના ઉમળકાથી ઊભરાતી મિષ્ટ અને મિત વાણી, હાથ મેળવે ત્યારે અનુભવાતી ઉષ્મા – આ બધું એટલે કુમારભાઈ. પીતાંબર વિષ્ણુને પોતાની કન્યા આપી અને દિગંબર શિવને વિષ આપ્યું – એવા પોશાક પરથી સામા માણસનું મૂલ્યાંકન કરનારાઓમાંનો હું એક નથી, તેમ છતાં સુઘડ પોશાક પહેરનારાંઓ મને ગમે છે. એ સુઘડ પોશાકને કારણે પ્રગટતા બાહ્ય આભિજાત્ય અને આંતર આભિજાત્યનો સુમેળ જેમનામાં જોવા મળે છે એવી વ્યક્તિઓથી હું જિતાઈ જાઉં છું. કુમારભાઈ આવી બાહ્યાન્તર આભિજાત્યવાળી વ્યક્તિ છે. આ કારણે કુમારભાઈ માટે મને આદર છે, પણ એ કોરો આદર નથી. એ આદર મારા અંતરના પ્રેમથી ભીંજાયેલો છે. સાચું કહું તો, કોઈની પાસે અઢળક સંપત્તિ હોય કે અમર્યાદિત સત્તા હોય, કોઈની કીર્તિનો કળશ છલક છલક થતો હોય – હું એમનાથી બહુ પ્રભાવિત થતો નથી. કોઈની અસાધારણ વિદ્વત્તા માટે મને આદર થાય છે. કોઈની અસાધારણ સર્જકતા મનને પ્રસન્ન કરે છે, પણ હું નમી પડું છું કેવળ વ્યક્તિની સરળતાને ! “નરી સરલતા કોણ પૂજશે?’ એમ ન્હાનાલાલે ભલે કહ્યું, હું નરી સરલતાનો પરમ પૂજક છું – માત્ર પૂજક જ નહિ, આશક છું. ગમે તે ગુણનો ઢોંગ રચી શકાય, કેટલાક ગુણોનો ઢોંગ લાંબો સમય ટકાવી શકાય, પણ સરળતાનો ઢોંગ થઈ શકતો નથી. અંદર ટીપુંય ન હોય તોય આંખો આંસુથી છલકાવી દઈ શકાય, અંદર પ્રસન્નતાનો છાંટોય ન હોય તોય હોઠ પર હાસ્ય લાવી શકાય. પણ અંદર ન હોય તો ચહેરા પર સરળતા દેખાડવાનું ઘણું અઘરું છે ને દેખાડી શકાય તો ઝાઝી વાર ટકાવવાનું તો લગભગ અશક્ય છે. કુમારભાઈને હું ચાહું છું એમની નિર્વ્યાજ સરળતાને કારણે. બહુ ઓછા માણસોમાં આવી સરળતા મેં જોઈ છે. અને આ 95 રતિલાલ બોરીસાગર Page #113 -------------------------------------------------------------------------- ________________ સરળતા કુમારભાઈના લોહીનો ગુણ હોવાને કારણે વિદ્વત્તા, પદ, પ્રતિષ્ઠા – કશું જ આ સરળતાને ક્ષત-વિક્ષત કરી શક્યું નથી. સોનામાં સુગંધ સંભવી શકે કે નહિ તે હું જાણતો નથી, પણ કુમારભાઈની સોના જેવી સરળતામાં સંનિષ્ઠાની સુગંધ એકરસ થઈને ભળેલી છે તે મેં અનુભવ્યું છે. કુમારભાઈ જે કંઈ કરે તે પૂરી નિષ્ઠાથી કરે જે કંઈ લખે પૂરી નિષ્ઠાથી લખે વ્યાખ્યાન કરવાનું હોય ત્યારે પૂરી નિષ્ઠાથી હોમવર્ક કરે. ગુજરાત સમાચારની એમની અત્યંત લોકપ્રિય કૉલમ ઇંટ અને ઇમારત એમને મળી હોય ભલે પિતાના વારસા રૂપે, પણ એ કૉલમ અધિક દીપી ઊઠી તે એમની પોતાની સંનિષ્ઠાને બળે. કુમારભાઈ “વિશ્વકોશ' જેવું ગંજાવર કામ લઈને બેઠેલી સંસ્થા માટે જે નિષ્ઠાથી કામ કરે એ જ નિષ્ઠાથી કોઈ નાની સંસ્થા માટે પણ કામ કરે દિલ્હી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી જેવી રાષ્ટ્રવ્યાપી-રાજ્યવ્યાપી સંસ્થાઓને ઉપક્રમે યોજાયેલા વ્યાખ્યાન માટે જે ગંભીરતાથી હોમવર્ક કરે એવી જ ગંભીરતાથી કોઈ અનૌપચારિક સમારંભ માટે પણ હોમવર્ક કરે, અરે, કોઈ સમારંભનું સંચાલન કરવાનું હોય તોય પૂરી તૈયારી કરીને જ એ આવ્યા હોય એવું એમનું વ્યક્તિત્વ સુઘડ એવું એમનું પ્રત્યેક કામ પણ સુઘડ! કુમારભાઈને પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો એ નિમિત્તે મારાં અભિનંદનો ઉમેરતાં મને ઘણો આનંદ થાય છે. 96 થોડું અંગત અંગત Page #114 -------------------------------------------------------------------------- ________________ Lak सौनन्यः || ઉત્ય સભા મા હાઈ ૨૦૦૨ની સાતમી જુલાઈએ ગુજરાત સાહિત્ય સભા તરફથી ધનજી કાનજી સુવર્ણચંદ્રક અર્પણ કરતા શ્રી કે. કા. શાસ્ત્રી ગુજરાત સાતિસા કુમારપાળ દેસાઈના વિવેચનસંગ્રહ ‘શબ્દસમીપ’નું વિમોચન કરતા અકાદમીના પ્રમુખ ડૉ. ભોળાભાઈ પટેલ, શ્રી કે. કા. શાસ્ત્રી અને ડૉ. બળવંત જાની Page #115 -------------------------------------------------------------------------- ________________ લોકસંસ્કૃતિ શોધ-સંસ્થાન, ચૂરુ (રાજસ્થાન) તરફથી ૧૯૮૧ની ૧૯મી એપ્રિલે હનુમાનપ્રસાદ પોદ્દાર સુવર્ણચંદ્રક એનાયત કરી રહેલા અધ્યક્ષ શ્રી વિષ્ણુ પ્રભાકર ગુજરાતી સાહિત્ય અકા cre GUJARATI LITERARY ACADE BRITAIN 24 બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીમાં ૧૯૮૯ની ૧૬મી જુલાઈએ વક્તવ્ય આપતા કુમારપાળ દેસાઈ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૫ની ૧૫મી ફેબ્રુઆરીએ વૅટિકન સિટીમાં પોપ જહૉન પોલ (દ્વિતીય) સાથે મુલાકાત એક છે ૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે ઈલૅન્ડના બકિંગહામ પૅલેસમાં “ન ડેક્લેરેશન ઑન નેચર’ અર્પણ કરવા જઈ રહેલા પ્રતિનિધિમંડળ સાથે Page #117 -------------------------------------------------------------------------- ________________ [6) $શનન जत जयन्ती समारो कवि 22 998 ૧૯૯૮ની ૨૨મી ફેબ્રુઆરીએ અહિંસા ઇન્ટરનૅશનલ દ્વારા જૈન સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ અર્પણ કરવા માટે અહિંસા ઇન્ટરનૅશનલ' તરફથી એવૉર્ડ ૨૦૦૪ની ૩૦મી મે એ શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનને વરેલી અમદાવાદ-વડવા-ઈડર-કોબા અને સાયલાની સંસ્થાઓ દ્વારા પરમશ્રુત સેવા સુવર્ણચંદ્રક પ્રદાન પ્રસંગે પૂ. આત્માનંદજી, શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ અને શ્રી અરવિંદ પી. શાહ Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના ડેલિગેશન સાથે વિદેશી હસ્તપ્રતોના પ્રૉજેક્ટ અંગે નવી દિલ્હીમાં મનમોહન સિંઘને મળવા ગયેલા પ્રતિનિધિમંડળ સાથે ૨૦૦૩ની ૨૩મી માર્ચે મુંબઈના ક્રોસ મેદાન પર ભારતની એકસો વર્ષથી પણ વધુ જૂની અને જૈન ધર્મના તમામ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ધરાવતી ‘ભારત જૈન મહામંડળ' સંસ્થા દ્વારા અપાતો સર્વપ્રથમ જૈન ગૌરવ” એવૉર્ડ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૯૯૯ની પહેલી જાન્યુઆરીએ મુંબઈના પાટકર હૉલમાં યોજાયેલા સમારોહમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક સાહિત્યસર્જન માટે એવૉર્ડ મેળવતા કુમારપાળ દેસાઈ મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં ‘તીર્થકર મહાવીર’ પુસ્તકનું વિમોચન કરી રહેલા શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ભાઈશ્રી નલિનભાઈ કોઠારી અને શ્રદ્ધેય પૂ. આત્માનંદજી Page #120 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦૧ની ૨૦મી જાન્યુઆરીએ નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ | હાર માની આર. સાતમો એવોર્ડ વિતરણ સમારો શનિવાર ની ૨-૧૦-ર ૨00૪ ની ૨ જી ઓક્ટોબરે સુમન સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પ્રો. મંગળભાઈ પટેલ અને કલેકટર શ્રી આર. આર. વરસાણી Page #121 -------------------------------------------------------------------------- ________________ ઈગ્લેન્ડના સુકાની ટૉની ગ્રેગ સાથે ઈગ્લેન્ડના સુકાની ટૉની લૂઈસ સાથે કુમારપાળ દેસાઈએ લખેલાં ક્રિકેટવિષયક અંગ્રેજી પુસ્તકો વિશે ચર્ચા કરતો વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ સુકાની એલ્વિન કાલિચરણ Page #122 -------------------------------------------------------------------------- ________________ અ..' te સાચું જૈના વ્યંક્તત્વ માનવ-વ્યક્તિત્વની નોખી નોખી સોડમ હોય છે. દરેકની અલગ ઓળખ હોય છે અને એ ઓળખ વ્યક્તિના વિચાર અને આચારથી બનતી હોય છે. મારા ચિત્તમાં કુમારપાળભાઈની સદાય હસતા માણસ તરીકેની છાપ અંકિત થયેલી છે. સહજતાથી હસતા રહીને સૌની સાથે આત્મીયતા જાળવવાનું કામ કદાચ ઘણું કપરું છે. કોઈ પણ પ્રકારની ગણતરી વગરના, સમીકરણો વગરના સંબંધો સાચવતાં પણ કુમારપાળભાઈને સુપેરે આવડે છે. એમની વિનમ્રતા અને વ્યવહારકુશળતા સામી વ્યક્તિને તરત જ પોતાની બનાવી લે છે. હું કુમારપાળભાઈને લગભગ સત્તાવીસ વર્ષથી ઓળખું છું. તેઓ જન્મે તો જેન છે જ પણ કર્મ પણ જૈન છે એવું વિધાન મારે કરવું છે. મારો શોધનિબંધનો વિષય હતો “વાડીલાલ મોતીલાલ શાહનું જીવન અને સાહિત્ય'. આ જૈન ચિંતક, તત્ત્વજ્ઞ, ક્રાંતિકારી સુધારક, સમર્થ ગદ્યકાર અને તીખા પત્રકાર વા. મો. શાહ વિશે માહિતી મેળવવા માટે પંડિત બહેચરદાસજી, શ્રી દલસુખભાઈ માલવણિયા અને શ્રી કુમારપાળ દેસાઈને મળવું એવું સૂચન મારા માર્ગદર્શક મુરબ્બી અનામીસાહેબે કર્યું. ૧૯૭૫ની સાલમાં આ મહાનુભાવોને હું પ્રથમ વાર મળી હતી. ત્યારથી આજ સુધી કુમારપાળભાઈ સાથેનો સંબંધ ઉષ્માભર્યો રહ્યો છે. વા. મો. શાહે કહ્યું છે કે – જૈન એ કાંઈ જુદી પૃથ્વી પરનું પ્રાણી નથી. એ 91 સુદ્ય નિરંજન પંડચા Page #123 -------------------------------------------------------------------------- ________________ બીજાઓ જેમ જન છે – મનુષ્ય છે, માત્ર બે માત્રા એની વિશેષતા છે. ભવ્ય આકાશગામી કલ્પનાશક્તિ (Imaginative Power) અને પુરુષાર્થ અથવા તપ એ બે પાંખો જ સામાન્ય જનને જેને બનાવે છે... જેન ધર્મ એ બીજું કાંઈ નહિ પણ એક એવું બીબું છે જે વડે ત્રિગુણાત્મક માટીમાંથી ગગનવિહારી ગરૂડો ઘડાય, અરણ્યપ્રેમી એકાંતવાસી સિંહ ઘડાય. જ્યાં ઘડતરકલા નથી ત્યાં જૈનત્વ નથીજ્યાં ઘડતરશોખ અને શક્તિ નથી ત્યાં જૈન ધર્મ નથી.” ('પ્રગતિનાં પાદચિહ્નો : વા. મો. શાહ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૩, પૃ ૧) જ્ઞાન વગરની ક્રિયાનો કોઈ અર્થ નથી અને ક્રિયા વગરનું જ્ઞાન સાચા જૈનને મંજૂર નથી એટલે જ્ઞાન અને ક્રિયાની બે માત્રા કોઈ પણ જનને લાગે તો એ જેન છે. આ અર્થમાં કુમારપાળભાઈ જેન” છે. વાંચવું, વિચારવું અને વાંચેલું વહેંચવું એ જાણે એમનો નિત્યક્રમ હોય એમ લાગે છે. કુટુંબના સંસ્કાર અને સાહિત્યિક, ધાર્મિક માહોલ વચ્ચે ઘડાતું જતું વ્યક્તિત્વ, શૈક્ષણિક સોપાનો ચઢતાં ચઢતાં જીવનનો મર્મ પામતું ગયું હોય એમ બને, તેથી જ એમના ચહેરા પર હાસ્ય પલાંઠી વાળીને બેઠું છે. ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈન ધર્મગ્રંથોના તેઓ ઊંડા અભ્યાસી છે. સર્જન, વિવેચન, સંશોધન, સંપાદનનાં અનેક પુસ્તકો એમણે આપ્યાં છે. પર્યુષણપર્વ નિમિત્તે દેશવિદેશમાં જેને ધર્મના સિદ્ધાંતો વિશે અગણ્ય વ્યાખ્યાનો તેમણે આપ્યાં છે. જમીનથી બે વેંત ઊંચા ચાલી શકે એવા સંખ્યાબંધ ગૌરવપૂર્ણ પુરસ્કારો અને એવોર્ડો એમણે પ્રાપ્ત કર્યા છે. આ વાતથી ગુજરાતની પ્રજા અજાણી નથી જ, આમ છતાં ઉન્નતભૂ બનીને તેઓ જીવતા નથી. અધ્યયન-અધ્યાપન કરવામાં આનંદ અનુભવતા સાચા અધ્યાપક તરીકે તેઓ ખ્યાતિ પામ્યા છે. એમના ચહેરા પર વ્યગ્રતા કે અજંપો તથા વાણીમાં કે વર્તનમાં ઉકળાટ મેં તો કદી જોયાં નથી. ૧૯૯૮થી ૨૦૦૩ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિમાં પાંચ વર્ષ સાથે કામ કરવાની તક ઊભી થઈ અને નિકટતા વધી. મિટિંગ નિમિત્તે અમદાવાદ ગઈ હોઉં એટલે મારી કોઈ સગવડ સાચવવાની જવાબદારી કુમારપાળભાઈની તો નથી બનતી પણ મિટિંગ પૂરી થયા પછી ધીમેથી પૂછશે. “ક્યાં જવાનાં છો?” આ હળવેથી પુછાયેલા પ્રશ્નમાં પ્રેમ, આદર અને નિસબત સઘળું હું સહજતાથી વાંચી શકતી. સ્થળ દૂર હોય કે નજીક, એમના કામના સ્થળે જવાના રસ્તામાં મારું સ્થળ આવતું હોય કે ન આવતું હોય, તાપ હોય કે વરસાદ કુમારપાળભાઈએ ક્યારેય ઉપકારનો ભાર રાખ્યા વગર મોટાભાઈની જેમ પોતાનો ધર્મ બજાવતા હોય એમ મને મારા નિયત સ્થાને દરેક વખત પહોંચાડી છે. એમણે પોતાની અગવડનો વિચાર કર્યો નથી. આ અનુભવ મારી એકલીનો પણ નથી એ હું જાણું છું એટલે સૌને મદદરૂપ બનવાનો એમનો સ્વભાવ પ્રેરણાદાયક તો ખરો જ નો આ દોડતી દુનિયામાં કોને સમય છે બીજાને માટે ? S8 સાચું જૈન વ્યક્તિત્વ Page #124 -------------------------------------------------------------------------- ________________ સાચા શિક્ષકની મૂડી એના તેજસ્વી વિદ્યાર્થીઓ હોય છે. સ્નાતક, અનુસ્નાતક બનીને દરેક વર્ષે યુનિવર્સિટીમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓ જીવનમાં સારી રીતે સ્થાયી થાય ત્યારે એના શિક્ષકને યાદ કરી ધન્યતા અનુભવતા હોય છે અને શિક્ષક પણ વિદ્યાર્થીનો વિકાસ જોઈ રાજી રાજી થઈ જતો હોય છે. આવા સંબંધો ઉભયપક્ષે સચવાય એવું કેટલાકનું જ સદ્ભાગ્ય હોય છે. કુમારપાળભાઈ એમાંના એક છે. એ સંબંધોના માણસ છે, મીઠા સંબંધોના માણસ છે. એમના હકારાત્મક અભિગમને કારણે ઘણાંને પ્રોત્સાહન મળ્યું છે. તેઓ વાતનો આરંભ ‘હા’થી જ કરે છે. “કાર્યક્રમ કરો, કાર્યશિબિર કરો, પુસ્તક કરો... મારી જે પ્રકારની મદદ જોઈએ તે કહેજો. આપણે વિદ્યાર્થીઓ માટે આંતરયુનિવર્સિટી કાર્યશિબિરનું આયોજન કરીએ તો કેવું ?” આમ વારંવાર રચનાત્મક કાર્યક્રમની વાતો થાય અને અમલમાં પણ મુકાય. સંસ્કાર, શિક્ષણ સાહિત્ય અને સમાજ વિશેની એમની સમજણ ઘણી ઊંડી એટલે પોતાના દાયિત્વ વિશે ખાસ્સા સભાન, ઉપરાંત જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ હોવાને કારણે કુમારપાળભાઈનો રોજબરોજનો સામાન્ય વ્યવહાર વિનમ્રતાથી ભરપૂર. વિરોધના વંટોળમાં અથડાઈ, ફસાઈને સમય વેડફવા કરતાં સમાધાનકારી વલણથી જીવવાની એમની શૈલી છે. અહીં કોઈથી ડરવાનો કે ક્યાંકથી ડગવાનો પ્રશ્ન નથી પણ આ નાનકડા જીવનનો મોટો સમય સંઘર્ષમાં પસાર થઈ જાય તો પછી હળવા થઈને ક્યારે જિવાય ? માટે જ હસતાં હસતાં સભાનતાપૂર્વક સમન્વયકારી અભિગમથી કાર્યરત રહેવાનું એમને વધુ અનુકૂળ રહ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા, જેના એકેડેમી, ગુજરાતી વિશ્વકોશ, ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન, દિલ્હી સાહિત્ય અકાદમીની ગુજરાતી સલાહકાર સમિતિ – જેવી અનેક સંસ્થાઓમાં ઘણા ઊંચા હોદ્દાઓ પરથી અમૂલ્ય યોગદાન આપ્યું છે અને વહીવટી કાર્યોમાં રાખવી પડતી ચોકસાઈ તથા તટસ્થતા એમણે જાળવ્યાં છે. સંસ્કૃતિ, શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે એમણે કરેલી યશસ્વી કામગીરી બદલ પ્રજાસત્તાક દિને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો ઇલકાબ એમને એનાયત કરવામાં આવ્યો છે એનો મને અને મારા સમસ્ત પરિવારને ખૂબ ખૂબ આનંદ છે. 99 સુધા નિરંજન પંડ્યા Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન અને અર્વાચીનને જોડતો. સમર્થ સંત હઝલિટની અંગ્રેજી પંક્તિઓનું સ્મરણ થાય 89: ‘Men of genious do not excel in any profession because they labour in it, but they labour in it because they excel.' ularulaulu 4 Grizul sls પણ કાર્યમાં એટલા માટે શ્રેષ્ઠ નથી ઠરતી કે તેઓ પરિશ્રમ કરે છે, પરંતુ તેઓ તેમાં શ્રમરત રહે છે, કારણ કે તેમાં તેઓ ઉત્કૃષ્ટ હોય છે. ઉત્કૃષ્ટતા એટલે આજીવન સાધનાનો પુરસ્કાર, એનું વળતર જીવનની મૂલ્યવાન ક્ષણો ખર્ચાને પ્રાપ્ત થાય. ઉત્કૃષ્ટતા સસ્તામાં પતે એવો સોદો નથી! ડૉ. કુમારપાળ દેસાઈ એટલે પ્રબળ પુરુષાર્થવાદી. જીવન પાસે એમણે કશાયની યાચના નથી કરી. સતત સંઘર્ષો, આંધીઓ અને કસોટીઓ વચ્ચે અણનમ રહીને જીવનદેવતાને ઉચિત વરદાન પ્રાપ્ત કરવાની એમણે ફરજ પાડી છે. તપવું અને ખપવું એ એમને સ્વાભિમાની અને અણીશુદ્ધ સ્વાવલંબી પિતા સ્વ. જયભિખુ તરફથી વારસામાં મળેલા ઉદાત્ત સંસ્કાર છે. યોગવાશિષ્ઠીમાં કહ્યું છે તેમ, જેમનું વૃત્તાંત સાંભળીને તથા જેનું સ્મરણ કરીને લોકોને આનંદની અનુભૂતિ થાય એનું જીવન સાર્થક અને શોભાસ્પદ ડૉ. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ એમના સ્મરણમાત્રથી પુલકિત કરી દે એવું શીતળ, આફ્લાદક અને પ્રસન્નતા પ્રદાયક જીવનની નાનીમોટી ટેકરીઓ ઓળંગતો, ડુંગરોને પડકારતો અને સર્વોચ્ચ શિખરો ભણી દૃષ્ટિ રાખતો કર્મવીર ક્યારેય ચંદ્રકાન્ત મહેંતા 100 Page #126 -------------------------------------------------------------------------- ________________ પરાજયની ચિંતા સેવતો નથી કારણ કે પ્રતિકૂળને સાનુકૂળ બનાવવાની એનામાં કર્મપૂત દૃષ્ટિ હોય છે. ડૉ. કુમારપાળે પોતાની વિકાસ-ઇમારત પ્રસ્વેદથી ઘડેલી અને સ્વાનુભવના નિભાડામાં પકવેલી ઈંટોની સુચારુ ગોઠવણથી ચણી છે. તેઓ ક્ષણના સોદાગર છે. ક્ષણને એળે ન જવા દેવી એ એમનું વ્રત છે. એટલે તો નવગુજરાત આર્ટ્સ કૉલેજથી સારસ્વત કર્મ આરંભી ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં ગુજરાતી વિભાગના અધ્યાપક, રીડર, પ્રોફેસર અને અધ્યક્ષપદને શોભાવી શક્યા. ભાષાભવનનો જ્ઞાનયજ્ઞ એમને ફળ્યો છે અને આ ફેકલ્ટીના ડીન અને ભવનના અધ્યક્ષ બન્ને જવાબદારીઓ અદા કરવાનો તેમના જીવનમાં સુવર્ણસુરભિ યોગ સધાયો છે. ડૉ. દેસાઈમાં અજબ-ગજબની આયોજનશક્તિ છે. કાર્યક્રમનું આયોજન ઝીણવટપૂર્વક કરવું અને એને સાંગોપાંગ પાર પાડવું એ એમને સિદ્ધહસ્ત છે. કાર્યક્રમ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વ. જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાનનો હોય કે ગુજરાત સાહિત્ય પરિષદ, અકાદમીના કાર્યક્રમો હોય. મંત્રી, ઉપપ્રમુખ તરીકે સઘળા કાર્યક્રમો એમણે સફળતાપૂર્વક સમ્પન્ન કર્યા છે. કુમારપાળભાઈ મનુષ્યપારખુ પણ ખરા અને શ્રોતાપારખુ પણ ! એમની દૃષ્ટાન્તસમૃદ્ધ અસ્મલિત વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. એમાં હાસ્ય, વ્યંગ્ય અને વક્રોક્તિ સહજ રીતે આવ્યા કરે ! બોધ પણ પ્રબોધ રીતે પચી જાય ! એટલે તો અમેરિકા, યુ.કે, આફ્રિકા, સિંગાપુર એમને પર્યુષણ વ્યાખ્યાન માટે પ્રતિવર્ષ યાદ કરે છે. પત્રકારત્વના એ ભેખધારી છે. પત્રકારત્વના શિક્ષણ સાથે સાડાત્રણ દાયકાથી પણ વધુ સમયથી તેઓ સંકળાયેલા છે. ઈટ અને ઇમારત'લક્ષી હોય કે “ઝાકળ બન્યું મોતી', ‘આકાશની ઓળખ' હોય – એમની વિદ્વત્તા અને ચિંતનનાં અત્ર-તત્ર-સર્વત્ર દર્શન થયાં. “રમત-ગમતની એમની કૉલમે માત્ર રમતસમીક્ષા જ નથી કરી, અનેક રમતવીરો રમતસમીક્ષકોને પ્રેરણા-પાથેય પૂરું પાડ્યું છે. સંશોધક-પ્રાધ્યાપક તરીકે એમના માર્ગદર્શન હેઠળ અનેક શોધાર્થીઓ પીએચ.ડી. થયા છે. બાળસાહિત્ય, પ્રોઢ સાહિત્ય, પત્રકારત્વ, ચરિત્રસાહિત્ય, નવલિકા, સમીક્ષાનાં સંખ્યાબંધ પુસ્તકો એમની કલમ દ્વારા આપણને પ્રાપ્ત થયાં છે. એમનું સંશોધનકાર્ય “આનંદઘન : એક અધ્યયનથી અટક્યું નથી, અધ્યાપનની સાથે સંશોધનદીપ પણ સતત અજવાળાં પાથરતો રહ્યો છે. એની શાખ ગુજરાત યુનિવર્સિટી પ્રદત્ત ડૉ. કે. જી. નાયક સંશોધન ચંદ્રક પૂરે છે. “મહાવીરનું જીવનદર્શન’ એમની લેખન અને પ્રકાશનદૃષ્ટિનો અપ્રતિમ નમૂનો છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસે 101 ચંદ્રકાન્ત મહેતા Page #127 -------------------------------------------------------------------------- ________________ એમને બ્રિટનના રાજદરબારના મોંઘેરા મહેમાન બનાવી એમને જૈનધર્મ મર્મજ્ઞ તરીકે પાંખ્યા. એ થકી અમદાવાદ અને ગુજરાતની પ્રતિષ્ઠામાં પણ અભિવૃદ્ધિ થઈ છે! મદદવાંછુઓ માટે ડૉ. કુમારપાળભાઈના હાથ ક્યારેય સાંકડા રહ્યા નથી. આપદગ્રસ્ત સાહિત્યકારોને એમણે ઘેર બેઠા આર્થિક સહાય પહોંચાડી છે, ગુપ્તદાન તરીકે ! એમણે સમયદાન દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં ગુજરાતી વિશ્વકોશ પ્રકાશનનો ગોવર્ધન પર્વત ઉપાડવામાં પિતાતુલ્ય સાક્ષરવર્ય ડૉ. ધીરભાઈ ઠાકર સાથે પુરુષાર્થ આદર્યો, એ એમની વિદ્યાવ્યાસંગિતા અને જ્ઞાનસાધના માટેના સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સદાય સ્મિત વેરતા ડો. કુમારપાળ અન્યાય સામે લાલ આંખ દેખાડતાં જરી પણ ખચકાય નહીં ! એક વાર નવગુજરાત કૉલેજના વાર્ષિકોત્સવના ટાણે તત્કાલીન શિક્ષણમંત્રી ગોરધનદાસ ચોખાવાલા અધ્યાપકો વિશે ઘસાતું બોલ્યા, ત્યારે સમગ્ર સ્ટાફરૂમની સભા બોલાવી તેમણે પોતાનો પ્રબળ વિરોધ વ્યક્ત કરેલો. જૈન ધર્મ કર્મ અને ઋણાનુબંધને અનુમોદન આપે છે. ડૉ. કુમારપાળ દેસાઈ રૂપે મને અદકેરો અનુજ પ્રાપ્ત થયો છે. પ્રસંગ મારા અભ્યદયનો હોય કે માતાની માંદગીનો, સ્વજનોને મદદનો હોય કે કોઈ વિકટ સમસ્યાના સમાધાનનો, કુમારપાળે બંધુપ્રેમ, સખાધર્મ અને પ્રેમ સગાઈ પરિતૃપ્તિનો ઓડકાર ખાઈ શકાય એવી સન્નિષ્ઠાથી નિભાવ્યાં છે. સંબંધની શાન પ્રત્યે તેઓ સમર્પિત છે. એટલે જ તેમને શેરીમિત્રો છે, તાળીમિત્રો છે અને એ બધાથી ઉપર “જેમાં સુખ-દુઃખ વહેંચીએ તે લાખોમાં એક એવા અત્યંત આત્મીય મિત્રો છે. એમને પ્રાપ્ત થયેલું 'પદ્મશ્રી'નું ઉચ્ચ સંમાન એમની વિદ્યાસાધના, જ્ઞાનસાધના, ધર્મઅધ્યયન, સમાજસેવા અને મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જનનો રાષ્ટ્રકક્ષાએ થયેલો સહજ સ્વીકાર છે. એ બદલ એમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. દાદા ધર્માધિકારીના શબ્દોમાં કહીએ તો માણસને જેને કારણે સમાજમાં ઇજ્જત પ્રાપ્ત થાય છે, એ પાયાની વાતો એટલે “મૂલ્ય'. પ્રાચીન પરિભાષા અનુસાર તેવાં મૂલ્યો સામાજિક સત્તા કે સામાજિક પ્રતિષ્ઠા' તરીકે ઓળખાતાં. એવાં મૂલ્યોને આમૂલ પરિવર્તિત કરવાં એનું નામ ક્રાંતિ. મૂલ્યોનાં મુખ્ય લક્ષણો છે – પ્રમાણિકતા, સચ્ચાઈ અને ઈમાનદારી. એ દૃષ્ટિએ કહીએ તો ડૉ. કુમારપાળ મૂક ક્રાંતિકારી છે. પ્રાચીન અને અર્વાચીનને જોડતો એક સમર્થ સેતુ ! ગૌરવપૂર્ણ સાદગી અને સાદગીપૂર્ણ ગૌરવ. ડૉ. કુમારપાળ અતિવ્યસ્ત માનવ, પણ “વેદિયા લેશમાત્ર નહિ. રામધારીસિંહ દિનકરે પરશુરામ કી પ્રતીક્ષામાં કહ્યું છે તેમાં ડૉ. કુમારપાળ સાદ પુરાવે છેઃ 102 પ્રાચીન અને અર્વાચીનને જોડતો સમર્થ સેતુ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશ્ય જન્મ કા નહીં, કીર્તિ યા ધન છે, સુખ નહીં, ધર્મ ભી નહીં, ન તો દર્શન હે, વિજ્ઞાન, જ્ઞાનબળ નહીં, ન તો ચિંતન છે, જીવન કા અંતિમ ધ્યેય સ્વયં જીવન છે.” ડૉ. કુમારપાળે જીવનની ઇજ્જત કરી છે, મનુષ્યજન્મની પણ ઇજ્જત કરી છે અને એક અકિંચની કલમજીવી પિતાના પનોતા પુત્ર તરીકે ગતિ-પ્રગતિનાં ઉત્તુંગ શિખરો સર કરી જીવનને દીપાવ્યું છે. એમના ગુણાનુરાગી સ્વજન તરીકે એમને નિરામય શતાયુના વરદાન માટે મારી અંતઃકરણપૂર્વક પ્રભુપ્રાર્થના. 103 ચંદ્રકાન્ત મહેતા Page #129 -------------------------------------------------------------------------- ________________ સૌહાર્દની વિસ્તરતી ક્ષિતિજો વિજય પંચા ‘‘હેલ્લો ! કુમારપાળભાઈ સાથે વાત કરવી છે.’’ “એ તો બહાર ગયા છે ! વાર લાગશે આવતાં ઍની મેસેજ ?’ “એમની સાથે વાત કરવી હતી. ફરી ફોન કરું મારે અગત્યનું કામ હતું. કુમારપાળભાઈ સાથે વાત કરવી અનિવાર્ય હતી અને ક્યાં જતા રહ્યા છે કુમારપાળ ? ક્યારે આવશે ને વાત થશે ? મારો ઉદ્વેગ વધતો જતો હતો. અને અર્ધાએક કલાકમાં મારો ફોન રણક્યો. મેં બેધ્યાનપણે ફોન-રિસીવર ઉઠાવ્યું. “હલ્લો !’’ અને સામેથી સૌહાર્દપૂર્ણ અવાજ સંભળાયો બોલો, રાજ્જા, શું હતું ?' કુમારપાળભાઈ ફોન પર હતા. મેં જોયું છે કે જેને કામ હોય, એટલે કે વધારે રુક્ષતાથી વાત મૂકીએ તો, જેને ગરજ હોય તે જ ફોન કરે, વારંવાર ફોન કરે. ફોનની મૅનર્સ-રીતભાત હોય છે તે પણ સાચવવાની દરકાર રખાતી ન હોય ! પણ, આનંદની વાત એ છે કે આ રીતભાત વગરના મૅનર્સલેસ જગતમાં કોઈક તો એવું છે કે જે મૅનર્સમાં, કર્ટસીમાં, ગ્રેસમાં વિશ્વાસ ગુમાવ્યા વગર પોતાનો વ્યવહાર ચલાવે છે. કુમારપાળભાઈના સૌહાર્દનો આ વિસ્તાર છે. 104 * પિતા જયભિખ્ખુ ગુજરાતના એક ખ્યાતનામ Page #130 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાર. એટલે ઘરમાં જ કૌટુંબિક વાતાવરણમાં કુમારપાળે બાળપણથી સાહિત્યના સંસ્કારો ઝીલ્યા અને પોતે પણ એક સાહિત્યકાર તરીકે નામના પ્રાપ્ત કરી. પણ, સુખ્યાત પિતાના પુત્ર તરીકે જ જો આપણે કુમારપાળને ઓળખીએ તો આપણે અન્યાય કરી બેસીએ. એક સાહિત્યકાર તરીકે, કુમારપાળે પોતાની એક આગવી છાપ ઊભી કરી છે. સાહિત્યમાં તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. સર્જનાત્મક ક્ષેત્રે તેમણે વિવિધ વિષયો પર વાલ્મયવિહાર કર્યો છે, પણ સર્જનક્ષેત્રે તેમનું બાળ-કિશોરસાહિત્યને અર્પણ ચિરસ્મરણીય રહેશે. જેમ પુખ્ત ઉંમરની વ્યક્તિ બાળકની કેવળ મોટી આવૃત્તિ નથી એ જેટલું સાચું છે તેટલી જ સાચી હકીકત એ છે કે બાળક એ વયસ્ક વ્યક્તિની નાની આવૃત્તિ નથી. બાળસાહિત્યના લેખક તરીકે કુમારપાળભાઈ આ વાત બરાબર સમજે છે. અને તે પ્રકારે તેમણે બાળસાહિત્ય સર્યું છે અને તેનું પ્રમાણ પણ વિપુલ છે. પણ થોભો ! અહીં આપણે એક વિવેક કરવો પડશે. બાળસાહિત્ય અને કિશોરસાહિત્યમાં તેમણે કરેલા પ્રદાનમાં તેમની સિસૃક્ષા જ પરિબળ છે એવું માનીશું? જુઓ, ફરી પાછી ખતા ખાધીને! કુમારપાળ કદાચ જીવનના મર્મી સાહિત્યકાર છે અને જીવનનાં નૈતિક મૂલ્યો પર ભાર મૂકનારા, મહત્ત્વ આપનારા હોવાથી બાળ અને કિશોરસાહિત્ય દ્વારા તેઓ કદાચ ચારિત્ર્યનું ઘડતર કરવા માગે છે. શું કહ્યું? ચારિત્ર્ય ? એ શું વળી ? અત્યારે આ તત્કાલ(Instant)ના યુગમાં ચારિત્ર્ય વળી કઈ બલા છે ? ચારિત્ર્ય-ઘડતર, નૈતિકતા વગેરે શબ્દો તો સંદર્ભ વગરના અને જુનવાણી બની ગયા છે, પણ આ બાબતમાં કુમારપાળભાઈ પોતે જુનવાણી ગણાય તો પણ તેમને વાંધો નથી. સાહિત્યને તેઓ જીવનને ઘડનાર પરિબળ તરીકે લેખતા હોવાથી, આપણે જોઈ શકીશું કે, તેમણે નૈતિક મૂલ્યોનો પુરસ્કાર કરતા સાહિત્યનું વિશેષ સર્જન કર્યું છે. પણ આ બાબતમાં બીજું પણ એક પરિબળ છે જે આપણે વીસરવું ન જોઈએ. કુમારપાળ જન્મ અને ધર્મ જૈન છે અને જૈનદર્શનના ઊંડા અભ્યાસી છે. આ હકીકત પણ તેમના વ્યક્તિત્વને આકાર આપનારા પ્રભાવક બળ તરીકે લેખી શકાય. જેન ધર્મે જગતને કરેલા પ્રદાનમાં દર્શનક્ષેત્રે “સ્યાદ્વાદ' એક અત્યંત મહત્ત્વનો વિચાર છે અને તેને માટે જગત, બીજી બાબતો ઉપરાંત, આના માટે હંમેશ ઋણી રહેશે. “સ્યાત્ – May be', હોઈ શકે, આમ પણ હોઈ શકે, તેમ પણ હોઈ શકે, તમે સાચા હશો. તમે પણ સાચા હશો વગેરે • 105. વિજય પંડ્યા Page #131 -------------------------------------------------------------------------- ________________ દ્વારા સત્ય અનેકપાર્શ્વ હોય છે, સહસશીર્ષા હોય છે એ વાત જૈનદર્શને સ્યાદ્વાદથી બહુ સમર્થ રીતે અધોરેખાંકિત કરી છે અને તેનું ભદ્ર પરિણામ કુમારપાળમાં જોઈ શકાય છે. કુમારપાળ એટલે જ સ્વમતાગ્રહી કે દુરાગ્રહી કે સ્વમતબદ્ધ નથી અને એટલે જ સામેની વ્યક્તિના દૃષ્ટિબિંદુને સમજવાનો તેમનો હમેશાં પ્રયત્ન હોય છે. આને કારણે તેઓ વ્યાપક લોકચાહના મેળવી શક્યા છે. સાહિત્યના તેઓ આરાધક છે પણ જેને ઉતાવળે લખાયેલું સાહિત્ય કહેવાય છે (Literature in a hury) તે પત્રકારત્વના પણ કુશળ કસબી છે. તેઓ ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય સ્તંભલેખકોમાંના એક હશે. પિતા જયભિખ્ખું દ્વારા ગુજરાત સમાચારમાં ૧૯૫રથી આરંભાયેલી ઈંટ અને ઇમારત' કૉલમ આજે પણ કુમારપાળે ચાલુ રાખી છે અને તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. એક રમતજગતના લોકપ્રિય લેખકે કહેલું કે What does he know of cricket who knows of cricket only – ફક્ત ક્રિકેટ વિશે જ જે જાણે છે તે ક્રિકેટ વિશે શું જાણે છે? આ વિધાન કુમારપાળને બરાબર લાગુ પડે છે. આપણે આ વિધાનને થોડું ઉલટાવીએ તો, જેઓ ફક્ત સાહિત્ય વિશે જાણે છે તે સાહિત્ય વિશે શું જાણે છે? તો કુમારપાળ સાહિત્ય અને ક્રિકેટ અને બીજું બધું ઘણું જાણે છે. ક્રિકેટના પણ એક લોકપ્રિય કટારલેખક છે પણ ક્રિકેટ સિવાયનાં પણ અનેક ક્ષેત્રોમાં તેમની કલમે યથેચ્છ વિહાર કર્યો છે. વિદ્યાના તો તેઓ માણસ જ છે. મધ્યકાલીન સાહિત્ય ઘણા ઓછા અભ્યાસીઓને આકર્ષ શકે છે કારણ કે ઘણો પરિશ્રમ માગી લેતું તે ધૂળધોયાનું કામ છે. પણ કુમારપાળે તેમાં ઝંપલાવ્યું અને મધ્યકાલીન આનંદઘન નામના સંતકવિ વિશે સંશોધનગ્રંથ લખીને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓ ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં જોડાયા અને પછી રીડર, પ્રોફેસર તરીકે ઉત્તરોતર પદોન્નતિ કરી છેવટે વિભાગના અધ્યક્ષપદે પણ પહોંચ્યા. ભાષાસાહિત્યભવનના નિયામક (ડાયરેક્ટર) તરીકે પણ નિમાયા અને ગુજરાત યુનિવર્સિટીની વિનયન (આર્ટ્સ) વિદ્યાશાખાના અધ્યક્ષ-ડીન તરીકે પણ ચૂંટાયા. આ પ્રગતિનાં સોપાનો તેમના સૌહાર્દની વિસ્તરતી ક્ષિતિજો જ છે. એમને – કુમારપાળને અનેક પુરસ્કારો આવી મળ્યા છે. એમાં વળી શિરમોર સમો “પદ્મશ્રી' ઇલકાબ ભારત સરકારે એનાયત કર્યો. પણ આ પુરસ્કારો, ઇલકાબો, એવોર્ડોથી આભૂષિત (આ એટલે ચારે તરફથી) થયા હોવા છતાં, તેમણે સૌહાર્દ ગુમાવ્યું નથી. મિત્રો પાસે એવા ને એવા ઉમળકાભર્યા, ઉષ્માભર્યા, ગ્રેસફુલ કુમારપાળ છે. ‘તમારી પાસે તો કુસુમ સરખા જ કુમારપાળ છે. આ પણ કદાચ સૌહાર્દનો વિસ્તાર છે. માત્ર સાહિત્યમાં જીવન મર્યાદિત નથી થઈ જતું એ કુમારપાળભાઈ બરાબર સમજે છે. એટલે તેમનું સૌહાર્દ સાહિત્યથી બહાર પણ વિસ્તરે છે. તેઓ જીવનદેવતાની આરાધના શબ્દતર 106 સૌહાર્દની વિસ્તરતી ક્ષિતિજ Page #132 -------------------------------------------------------------------------- ________________ માધ્યમથી પણ ચાલુ રાખતા હોય છે. ગુજરાતમાં ધરતીકંપથી સર્જાયેલી અકલધ્ય તારાજીમાં તેઓ કેવળ આરામખુરશી-સ્થિત ચિંતક કે સાહિત્યકાર ન બની રહેતાં, સક્રિય ભૂમિકા અદા કરવામાં લાગી ગયા. તેઓએ ભૂકંપગ્રસ્ત માટે પોતાના પરદેશના સંબંધોનો ઉપયોગ કરીને સારી એવી રકમ એકત્ર કરી. આ પણ તેઓના સૌહાર્દનો વિસ્તાર છે. તો હવે શું? What next? પ્રોફેસર, અધ્યક્ષ, નિયામક, ડીન, પદ્મશ્રી, કોઈક યુનિવર્સિટીના કુલપતિ કે કોઈક રાજ્યના રાજ્યપાલ ? હવે શું ? જે હોય તે, પણ, તેમના સૌહાર્દની ક્ષિતિજો વિસ્તરતી રહેવાની તે નિશ્ચિત. બોલો રાજ્જા !” એમ તેમનો ઉષ્માભર્યો સૌમ્ય અવાજ ફોન પર સાંભળું છું. સૌહાર્દના રાજાનો આ સૂર સાંભળીને, મનુષ્યસર્જિત જે છેવટે પ્રકૃતિસર્જિત હોય છે તે ગ્લાનિને ખંખેરી, હું પ્રફુલ્લિત થઈને મારા ચેતવિસ્તારના (એ જે હોય તે !) કાર્યમાં લાગી જાઉં . 107 વિજય પંડ્યા Page #133 -------------------------------------------------------------------------- ________________ આમવી પ્રતિભાની અમીટ છાપ હર્ષદ દદૅશી ડી. કુમારપાળ દેસાઈ એટલે સાહિત્ય, સંશોધન, શિક્ષણ, સેવા અને સૌજન્યનો અખંડ સ્રોત, શબ્દના સમ્રાટ અને સંસ્કારિતાના મહાસાગર. અન્ય માટે લખેલા એમના જ શબ્દોમાં થોડા ફેરફાર સાથે કહી શકાય કે કુમારપાળ દેસાઈના સાહિત્ય અને સંસ્કારિતાના સંગમતીર્થ પાસે આપણે ઊભા રહીએ ત્યારે આપણી અંજલિમાં જે આવે છે તે શબ્દોની પાછળ રહેલી સાધના, સ્વાર્પણ, સૌહાર્દતા, નિસ્પૃહતા અને શુદ્ધ નિષ્ઠાભર્યા વિચાર, વાણી અને વર્તનમાંથી ઝરતા ગાઢ અનુભવોનો માત્ર ચમકારો છે. એમનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વિવિધ ક્ષેત્રનું એમનું યોગદાન વિશિષ્ટ અને અગ્રેસર છે. આમાંના કોઈ પણ એક જ ક્ષેત્રનું કામ ગુજરાતની અર્વાચીન સંસ્કૃતિના નકશા પર એમની અમીટ છાપ આંકવા માટે પૂરતું છે. સાહિત્યસર્જન, સંશોધન, પત્રકારત્વ, શિક્ષણ, રમતનું મેદાન અને સેવાની વિવિધ પ્રવૃત્તિઓ એમની પરિધિમાં આવી જાય છે. આટલી વિવિધતાની વચ્ચે પણ એમના દરેક કાર્યમાં જૈનદર્શન અને જૈન ધર્મના આદશો પ્રત્યેના એમના પ્રેમની સૌરભ મહેકતી હોય છે. આવા બહુમુખી પ્રતિભાશાળી કુમારપાળભાઈ દેસાઈની લોકચાહના પણ અપ્રતિમ છે. પરગજુ સ્વભાવ એમને માતા-પિતા પાસેથી વારસામાં મળેલો છે. કોઈ પણ કામ હોય, તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર હોય જ. યુનિવર્સિટી, 108 Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી તેમજ સાહિત્યિક, ધાર્મિક, સામાજિક, પ્રવચન, પ્રવાસ કે પુસ્તક પ્રકાશન જેવી અનેક પ્રવૃત્તિઓ એમને પૂરો સમય વ્યસ્ત રાખતા હોવા છતાં, ૧૦૦ ટકા સમર્પિત થઈને કામ પાર પાડી આપવું એ એમની વિશેષતા છે. મારા સદ્ભાગ્યથી, એમણે આવા સુખદ અનુભવ મને વારંવાર કરાવ્યા છે. શ્રી કુમારપાળભાઈ દેસાઈને એ વાત હંમેશાં મૂંઝવતી રહી છે કે આબાલવૃદ્ધ સહુને રસ પડે તેવું ભગવાન મહાવીરનું અત્યંત પ્રેરક, રોમાંચક અને માર્ગદર્શક, ચિત્રમય પુસ્તક આપણી પાસે કેમ નથી? આજ સુધી કોઈએ બહાર ન પાડ્યું હોય તેવું, ભગવાન મહાવીર વિષે અનુપમ અને અદ્વિતીય પુસ્તકના લેખન અને પ્રકાશનની એમની ઘણા સમયથી અંતરની ઇચ્છા હતી. ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સચિત્ર રૂપે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપીને અંગ્રેજી વાચકો સમક્ષ રજૂ કરવાનું એમનું સ્વપ્ન હતું, જે એમના પુસ્તક Tirthankara Mahavira રૂપે ૨૦૦૩ની સાલમાં સાકાર થયું. તીર્થસ્થાનોના સુંદર ફોટા, પ્રાચીન હસ્તપ્રતોમાંથી બહુરંગી પ્લેટ્સ તેમજ કલાત્મક અને આકર્ષક સજાવટથી Tirthankara Mahavira પુસ્તક અનેરી ભાત પાડે છે. ભાષાનું લાલિત્ય, રસ અને વિષયની માવજત, કાળજીભર્યું અને અધિકૃત સંશોધન, સુરુચિપૂર્ણ લેઆઉટ અને મુદ્રણ, અવતરણો અને કલાત્મક ચિત્રો, આકર્ષક ઉઠાવ અને બાંધણી, એમ દરેક રીતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકની ટક્કર ઝીલે તેવું અદ્ભુત પુસ્તક Tirthankara Mahavira એમની અડધી સદીની સાહિત્યસેવાનું સર્વોચ્ચ શિખર છે, અને સાથે સાથે ભગવાન મહાવીર પ્રત્યેની એમની ભક્તિ, પ્રેમ અને સમર્પણનું ચરમબિંદુ છે. આવી એમની મહાન કૃતિ (Magnum opus) તૈયાર કરી રહ્યા હશે ત્યારે કુમારપાળભાઈ કેટલા વ્યસ્ત રહેતા હશે ? પોતાના કામમાં કેટલા ડૂબેલા રહેતા હશે ? એ દિવસોમાં હું એમના રોજના સંપર્કમાં હતો અને તેઓ કેટલા વ્યસ્ત હતા એ પણ હું જાણું છું. પૂ. જયંતમુનિજી પ્રેરિત અને “વીરસ્તુતિ' પર આધારિત કહો, કેવા હતા પ્રભુ મહાવીર ?” પુસ્તક માટે એમણે મને પૂરો સમય અને શક્તિ આપ્યાં છે. જ્યારે મેં એ પુસ્તકની તૈયારી શરૂ કરી ત્યારે મને જરા પણ અણસાર ન હતો કે કુમારપાળભાઈએ Tirthankara Mahaviraની ભગીરથ તૈયારી શરૂ કરી દીધી છે, છતાં તેઓ વીરસ્તુતિ’ પુસ્તક માટે મારી સાથે સતત સાત મહિના સુધી જોડાયેલા રહ્યા હતા. જેન એકેડેમી, કોલકતાના ઉપક્રમે પૂ. જયંતમુનિજી પ્રેરિત જૈન સાહિત્યના પ્રકાશનમાં મને એમનો અપૂર્વ સાથ, સહકાર, પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં છે. આવા વિવેચનાત્મક પુસ્તકના લેખન, સંપાદન અને પ્રકાશનમાં ઘણી જ સાવધાની અને ચીવટ રાખવી પડતી હોય છે અને તેની તૈયારીમાં છ મહિનાનો સમય થતો હોય છે. એ સમયે ઘણી જ ધીરજ અને વિશિષ્ટ 109 હર્ષદ દોશી Page #135 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શનની આવશ્યકતા હોય છે, જે કુમારપાળભાઈ સવાઈ જહેમત લઈને પૂરાં પાડે છે. વિષયની તલસ્પર્શી ચર્ચા અને સૂચનો ઉપરાંત, ટાઇટલ પેજની ડિઝાઇનથી લઈને પ્રકરણના લેઆઉટ સુધીના દરેક તબક્કે પૂરો રસ લઈને પ્રકાશનકાર્યમાં તેઓ ઓતપ્રોત થઈ જતા હોય છે. જ્યારે જ્યારે હું કોઈ ચિંતા વ્યક્ત કરતો ત્યારે કુમારપાળભાઈ સૌમ્ય ભાવે, શાંતિથી, આછા સ્મિત સાથે એક જ ઉત્તર આપતા – બધું જ બરાબર ગોઠવાઈ જશે અને ખરેખર, એમણે બધું જ સમયસર અને વ્યવસ્થિત ગોઠવી આપ્યું. “કહો, કેવા હતા પ્રભુ મહાવીર ?” પુસ્તકનું વિમોચન ૧૧ ઑગસ્ટના રોજ થયું. જ્યારે એમના Tirthankar Mahaviraનું વિમોચન ૪ દિવસ પછી ૧૫ ઓગસ્ટના રોજ થયું! પ્રાકૃત ભાષાના મહાપંડિત શ્રી બેચરભાઈ દોશીએ લખ્યું છે કે કુમારપાળ દેસાઈનો સંશોધનપ્રેમ અને સંશોધન પ્રવૃત્તિને ખંતથી વેગ આપવાની શક્તિ એમના પુસ્તકમાં ઝળકતી હોય છે. કુમારપાળભાઈના આ સંશોધનપ્રેમ અને ખંતને મેં પ્રત્યક્ષ જોયા છે અને તેનો મને લાભ પણ મળ્યો છે. ગુજરાત વિશ્વકોશ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીની વિદેશમાં રહેલી મૂલ્યવાન જૈન હસ્તપ્રતોનો Project કુમારપાળભાઈ દેસાઈના આ સંશોધન પ્રેમ, ખંત, આત્મવિશ્વાસ અને કર્તવ્યપરાયણતાનાં ચરમબિંદુ છે. પૂર જીવન ઓછું પડે એવી આ બન્ને વિશાળ યોજનાને એમણે વ્યવસ્થિત રૂપે કાર્યાન્વિત કરીને, વેગીલી ગતિ અને સુનિશ્ચિત દિશા આપી છે. ૧૫ વર્ષથી ચાલતી વિશ્વકોશની યોજનામાં એમનું યોગદાન અગ્રેસરનું છે. જેમ આચાર્ય હેમચંદ્રાચાર્યની સિદ્ધહેમની રચના ગુજરાતી ભાષાની અનન્ય સિદ્ધિ છે. જેણે ગુજરાતી ભાષાને અપૂર્વ ગૌરવ આપ્યું અને ઊંચી અંબાડી પર બેસાડી, તે જ રીતે ગુજરાતી વિશ્વકોશની યોજના ૮૦૦ વર્ષ પછી ગુજરાતી ભાષા અને ગુજરાતની અસ્મિતાને એવું જ ચિરસ્મરણીય ગૌરવવંતું સ્થાન આપતું મહાઅભિયાન છે. વિશ્વકોશનું કાર્ય સમર્થ ભાષાપ્રેમીને પણ પૂરો સમય વ્યસ્ત રાખે તેટલું વિશાળ છે, ત્યારે એવું જ મહત્ત્વાકાંક્ષી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના જૈન હસ્તપ્રતોના પ્રોજેક્ટનું છે, જેણે કુમારપાળભાઈના સંશોધનકાર્યની ક્ષિતિજને વિશ્વના છેડા સુધી લંબાવી દીધી છે. આ બંને કાર્યક્રમો એમની અસીમ શક્તિ, ધગશ, સૂઝ અને બહુમુખી પ્રતિભાનું વલંત ઉદાહરણ છે, તેથી પણ વિશેષ, સર્વોચ્ચ લક્ષ્ય પર ટકી રહેવાની અને હાથ ધરેલા દરેક કાર્યમાં પ્રાણ રેડીને તેને શ્રેષ્ઠતાના શિખર પર સ્થાપવાની અને કંઈ પણ ઓછું ન સ્વીકારવાની એમની ટેકનો ઉત્કૃષ્ટ પરિચય છે. જ્યારે કુમારપાળભાઈ દેસાઈની યાત્રા સફળતા અને શ્રેષ્ઠતાના શિખર તરફ આગળ વધી ii0 આગવી પ્રતિભાની અમીટ છાપ Page #136 -------------------------------------------------------------------------- ________________ રહી છે ત્યારે એમની દૃષ્ટિ તો ધરતી તરફ જ હોય છે. શાણા અને વ્યાવહારિક લોકો જેને સફળતા કહે છે, એ જેમને હાથતાળી દઈને નાસી ગઈ હોય એવા અજાણ્યા પણ ઉમદા માનવવીરોને ખોળી કાઢવાની ગજબની કુનેહ કુમારપાળભાઈ ધરાવે છે. આવા અજાણ્યા અને અજ્ઞાત એકલવીરોમાં વીરચંદ રાઘવજી ગાંધીનું નામ મોખરે છે. ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદ મળી હતી, ત્યારે સ્વામી વિવેકાનંદની જેમ વીરચંદ રાઘવજી ગાંધી પણ એ સભામાં ઉપસ્થિત હતા. જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ વિશ્વધર્મ પરિષદને તેમણે પોતાની વિદ્વત્તા, વિચારોની ઉદારતા, ગહનતા અને સૂક્ષ્મતાથી આંજી દિીધી હતી. તેઓ અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક વિદ્વાનોને મળ્યા અને તેમની પ્રશંસા મેળવી. માત્ર જૈનદર્શન પર જ નહીં, બલ્ક અન્ય ભારતીય દર્શનો પર વિદ્વત્તાપૂર્ણ પ્રવચનો આપ્યાં. આ સમર્થ જૈન વિદ્વાનની એ સમયના જૈન સમાજે આજે કોઈ નોંધ ન લીધી, જ્યારે સ્વામી વિવેકાનંદના નામનો પૂરા વિશ્વમાં ડંકો વાગ્યો હતો. આ સમયે વીરચંદ રાઘવજી ગાંધીને સમર્થન આપવાને બદલે જેન સમાજે તેમની ઉપેક્ષા કરી. જ્યારે કોલકતામાં મહિનાઓ સુધી રહીને, તેમણે જેનોના પવિત્ર યાત્રાધામ સમેતશિખરમાં અંગ્રેજોએ નાખેલા ચરબીના કારખાનાને બંધ કરાવ્યું, ત્યારે જન સમાજે બદલામાં તેમને પરેશાન કર્યા. વીરચંદ રાઘવજી ગાંધીનું કરેલું બધું જ ભુલાઈ ગયું, ભૂંસાઈ ગયું. કુમારપાળભાઈએ તેમના કાર્યની મહત્તા જાણી, સમજી અને તેની કદર કરી. એક સદી પહેલાં થઈ ગયેલા આવા અજ્ઞાત, અપરિચિત અને અપ્રશસિત એકલવીરની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા કુમારપાળભાઈએ કમર કસી. સમાજ મોડે મોડે પણ પોતાના સમર્થ અને તેજસ્વી, પણ વિસરાયેલા વીરના હીરને ઓળખે એ માટે કુમારપાળભાઈના પ્રયત્નો સતત ચાલુ જ છે. આવા ઉપેક્ષિત, અજ્ઞાત, ભૂતકાળમાં દટાયેલા અને ભુલાયેલા પાસેથી શું મળે ? તેમને પુનઃ પ્રસ્થાપિત કરવામાં પોતાને માટે હાડમારી, પરેશાની અને ગાંઠના ગોપીચંદન સિવાય શું મળવાનું છે? એ જાણતા હોવા છતાં વીરચંદ રાઘવજી ગાંધીના સન્માન માટે કુમારપાળભાઈ જેવા નિસ્પૃહી જ સમય અને શક્તિ વાપરે. મધ્યકાલીન સંતોનું અઢળક સાહિત્ય હસ્તપ્રતોમાં સચવાયેલું છે. સંશોધનના કાર્ય દરમ્યાન એમણે સેંકડો હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો છે. મરમી સંત કવિ આનંદઘનજી પરના એમના સંશોધન વિશે પોતાનો અભિપ્રાય આપતાં પંડિત બેચરદાસ દોશી લખે છે કે એમની સંશોધનશક્તિ ઘણી ઊંડાણ સુધી પહોંચેલી છે. પરોક્ષ રૂપે રહેલા શ્રી આનંદઘનજીને આપણી સમક્ષ પ્રત્યક્ષ ખડા કરવા કુમારપાળભાઈએ કરેલો કઠોર પરિશ્રમ નજરે દેખાય છે. કુમારપાળભાઈના નિકટના પરિચયમાં આવનાર દરેકનો અનુભવ છે કે એમણે iii હર્ષદ દોશી Page #137 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન સંત અને કવિઓના જીવન અને કવનનું ફક્ત સંશોધન નથી કર્યું, પણ તેમની આધ્યાત્મિક અનુભૂતિના રંગથી ખુદ રંગાઈ ગયા છે. મસ્ત યોગી આનંદઘનજીના ઉદ્ગાર “અબ હમ અમર ભયે”ની ઝલક અને આંતરિક ખુમારી એમના પોતાના જીવનમાં પણ દેખાય છે. એમની કારકિર્દીના મહત્ત્વના તબક્કે બનેલી એક ઘટના છે. જ્યારે વરિષ્ઠ પદ પર નિમણૂક કરવાની હતી ત્યારે ડૉ. કુમારપાળભાઈ દેસાઈ દરેક રીતે એ પદ માટે યોગ્ય હતા, તેમજ બીજા દરેક ઉમેદવાર કરતાં શ્રેષ્ઠ હતા. એ પદ પર કુમારપાળભાઈની જ નિમણૂક થશે એવો બધાને વિશ્વાસ હતો. ત્યારે કોઈ અકળ કારણસર, છેવટની ઘડીએ એવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવી કે જે કોઈ પણ માપદંડથી કુમારપાળભાઈની હરોળમાં આવી જ ન શકે. એમના મિત્રો અને ચાહકો આ ઘોર અન્યાયથી સ્તબ્ધ થઈ ગયા. કુમારપાળભાઈ સ્વયં થોડી વાર માટે વિચારમાં પડી ગયા. કુમારપાળભાઈના મિત્રોએ કહ્યું કે અન્યાયનો પ્રતિકાર ન કરવો એ વધારે મોટો અન્યાય છે. દરેકનો એક જ મત હતો કે એમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ અને ચાલી રહેલી ગેરરીતિ અને પક્ષપાત તરફ જગતનું ધ્યાન દોરવું જોઈએ. - કુમારપાળભાઈને વર્તમાનપત્રો સાથે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ છે. ગુજરાત સમાચાર'ના તંત્રીશ્રીએ સ્વયં રોષ ઠાલવ્યો અને તેમને કડક આલોચના કરતો લેખ લખવા કહ્યું. એ ક્ષણે કુમારપાળભાઈ પોતાને થયેલા અન્યાયને પ્રગટ કરવા તૈયાર થઈ ગયા, પણ બીજી જ ક્ષણે એમની વિવેકબુદ્ધિએ એમને ઢંઢોળ્યા. અન્યાય સામે રજૂઆત તો થવી જ જોઈએ, પણ મનમાં પ્રશ્ન થયો કે આપણા દેશમાં અન્યાયનો ભોગ થનારની જે મોટી સંખ્યા છે તેમાંથી કેટલાને અખબારનો ટેકો મળે છે? આ એક વિચારથી કુમારપાળભાઈ અટકી ગયા. મનમાંથી બધો જ ખટકો એમણે ઝાપટીને દૂર કરી દીધો. આ છે એમના જીવનમાં ઊતરેલી આનંદઘનજીની ખુમારીની ઝલક અને એમની પોતાની ક્ષમાપનાની વિભાવના. પછી તો વરિષ્ઠ અધિકારીએ સ્વયં એમની સમક્ષ ખેદ વ્યક્ત કર્યો અને ભૂલ સુધારી લીધી. કુમારપાળભાઈએ એ ઘડી સંભાળી લીધી અને વધારે ઊંચા માનવી પુરવાર થયા. આજે પદ અને પ્રતિષ્ઠા સ્વયં એમના ચરણે આવી રહ્યાં છે. એમની વિકાસયાત્રા આવા અનેક અનુભવોના ભાથા સાથે આગળ વધી રહી છે. એમના સંશોધન અને રસના વિષય મધ્યકાલીન સાહિત્ય હોવા છતાં એમની દૃષ્ટિ અને અભિગમ હંમેશ અર્વાચીન, ઊર્ધ્વમુખી અને પ્રગતિશીલ રહ્યાં છે. ડ્યૂક ઑફ ઍડિનબરો પ્રિન્સ ફિલિપ હોય, નામદાર પોપ સાથે મુલાકાત હોય, કે યુનાઇટેડ નેશન્સના ચેપલમાં પ્રવચન હોય - દરેક સ્થળે કુમારપાળભાઈ પોતાની આગવી પ્રતિભાની અમીટ છાપ મૂકતા જાય છે. ii2 આગવી પ્રતિભાની અમીટ છાપ Page #138 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળભાઈ મતમતાંતર, સાંપ્રદાયિકતા, સંકુચિતતા અને ગઠબંધનથી સદા દૂર રહ્યા છે. એમના કોઈ પણ પુસ્તક કે પ્રવચનોમાં કે અંગત વાતચીતમાં ક્યારેય પણ સંકુચિતતા કે સાંપ્રદાયિકતા દેખાતી નથી. એમના ચિંતનમાંથી હંમેશા વિચારોની વિશાળતા અને ઉદારતા ઊભરાતી હોય છે. એમના જીવનમાં કથની અને કરણીનો દુર્લભ અને વિરલ સુમેળ ઝળકતો હોય છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને પત્રકારત્વમાં કુમારપાળભાઈનું નામ અગ્રેસર છે જ, સાથે સાથે જૈન સાહિત્યકાર, સંશોધક, વિદ્વાન અને ચિંતક તરીકે પણ એમનું સ્થાન ટોચનું છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને પંડિત દલસુખભાઈ માલવણિયાના પ્રત્યક્ષ આશીર્વાદ પામેલા કુમારપાળભાઈ ગૌરવવંતું સ્થાન શોભાવી રહ્યા છે. આ બંને મહાનુભાવોએ જૈન આગમ અને દર્શનના અભ્યાસને સાધુ-સાધ્વીજીઓના સ્વાધ્યાય ખંડથી આગળ વધારીને મહાવિદ્યાલય અને યુનિવર્સિટીના અભ્યાસખંડ સુધી વિસ્તાર્યા હતા. કુમારપાળભાઈએ આ વિષયોને વિદ્વાનોની પરિધિમાંથી અને હસ્તપ્રતના ભંડારોમાંથી બહાર લાવીને લોકભોગ્ય બનાવ્યા અને જન-જનનાં હૈયાં સુધી પહોંચાડ્યા છે. કુમારપાળભાઈએ તેમની મૃદુતા, ઋજુતા, નિસ્પૃહતા, સૌહાર્દપૂર્ણ સૌમ્ય વાણી અને વર્તનથી વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ, સાહિત્યકારો અને સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેળવણીકારો – એમ સમાજના દરેક સ્તરની ચાહના મેળવી છે. ચારે તરફથી હૂંફાળો આવકાર અને સદ્ભાવ મેળવવાનું વિરલ સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે. ચંદ્રકો અને માનપત્રો સ્વતઃ એમની પાસે આવતાં રહ્યાં છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ કહ્યું છે કે કુમારપાળભાઈનું સન્માન કરવાથી સંસ્થાનું ગૌરવ વધે છે. ક્યારેક કોઈ સંસ્થા કોઈ અગમ્ય કારણો કે દબાણવશ ભૂલથાપ ખાઈ જાય તો કુમારપાળભાઈ સાહજિકતા અને સમભાવથી વાતને વિસારે પાડી દે છે. એમની પ્રસન્નતામાં કોઈ ઓટ આવતી નથી. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો તેમના જીવનમાં પ્રતિક્ષણ પ્રતિબિંબિત થતાં રહે છે. ધર્મનાં તત્ત્વોને એમણે સાચા અર્થમાં જીવનમાં ઉતાર્યા છે. ક્ષમાપના અને પ્રતિક્રમણ એમને માટે કોઈ પરંપરા કે રૂઢિગત ક્રિયાકાંડ નથી, પણ શ્વાસોચ્છવાસ જેમ જીવનમાં અંતરંગ વણાયેલા છે. એમનાં વાણી અને વર્તનમાં સચ્ચાઈનો રણકાર છે. હૃદય કહે તેમ જ કરવું અને અંતરાત્માના અવાજને વાચા આપવી એમને માટે સહજ છે. એમની દૃષ્ટિએ સત્ય અને મૃદુતાના સંમિશ્રણમાંથી જ સાચી ક્ષમાપના જન્મે છે. કુમારપાળભાઈના વ્યક્તિત્વમાં જે નિસ્પૃહતા, સરળતા, પરિસ્થિતિનો સાહજિક સ્વીકાર ઇત્યાદિ ગુણો જોવા મળે છે તે એમની ક્ષમાપનાના આગવા અભિગમમાંથી વિકસ્યા છે અને આત્મસાત્ થયા છે. આટલી બધી સિદ્ધિઓ પામતાં પહેલાં કુમારપાળભાઈએ કેટલાં અને કેવાં સ્વપ્ન જોયાં ii3 હર્ષદ દોશી Page #139 -------------------------------------------------------------------------- ________________ હશે ? જે સ્વપ્નને નક્કર અને વાસ્તવિક સ્વરૂપ આપતા હોય છે એમનું માનસપટ હંમેશ નિર્મળ, સરળ, સૌમ્ય અને શાંત હોય છે. ત્યાં બિનજરૂરી વિચારોનો કોલાહલ નથી હોતો. એટલે આશ્ચર્ય કહો કે વિસ્મય, કુમારપાળભાઈને ઊંઘમાં ક્યારે પણ કોઈ સ્વપ્ન આવતાં જ નથી ! એમનું દરેક સ્વપ્ન જાગ્રત અવસ્થામાંનું છે, વિચાર અને ચિંતનના મંથનમાંથી ઊભરી આવતા જીવંત અને તરવરતા ભવિષ્યનું નિર્માણ કરવા સર્જાયેલા ઊર્ધ્વગામી તરંગો છે એટલે જ એમનાં તમામ સ્વપ્નો સાકાર થાય છે. કુમારપાળભાઈની વાત કરીએ ત્યારે પ્રતિમાબહેનને કેમ ભુલાય ? જે સૌમ્યતા અને પ્રસન્નતા કુમારપાળભાઈમાં ઝળકતી દેખાય છે તેવાં જ શાંતમૂર્તિ પ્રતિમાબહેન છે. તેમના સશક્ત ટેકાથી જ એમનાં સિદ્ધિનાં સોપાન સરળ થતાં ગયાં છે. આવા પરમ સ્નેહી, સંસ્કારમૂર્તિ, સુહૃદ કુમારપાળભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો, ત્યારે હયું હર્ષથી પુલકિત થઈ ગયું. પરગજુ, ઘરનું દિવેલ બાળી બીજાના ઘરમાં પ્રકાશ પાથરનાર, ભાંગ્યાના ભેરુ, મસ્ત કવિ આનંદઘનજીની જેમ સંકુચિતતાની દીવાલોને અને બાહ્ય અવરોધોને ફગાવી દઈને મુક્ત વિહાર કરનાર ડૉ. કુમારપાળભાઈ દેસાઈની ઊર્ધ્વગામી યાત્રામાં પદ્મશ્રીનો એવૉર્ડ એક વિશિષ્ટ સીમાચિહ્ન છે. જેન એકેડેમી, કોલકતાના પ્રમુખ, જૈન ગ્રંથોના સંપાદક અને સાહિત્યરસિક, વ્યવસાયે એન્જિનિયર 114. આગવી પ્રતિભાની અમીટ છાપ Page #140 -------------------------------------------------------------------------- ________________ શાલીના બ્યકિતત્વ S. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી વર્ષ ૨૦૦૪નો પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો. સીમાઓથી નિબંધ, વિવિધ ક્ષેત્રોમાં અધિકારપૂર્વક વિહરતું એક પ્રસન્ન વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. એક તરફ સાહિત્યસર્જન, સંશોધન, મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ, ઊંડાણભરી રમતપ્રિયતા તથા જેનદર્શનના વિશ્વવ્યાપક પ્રસારમાં પ્રગટ થતી એમની સક્ષમ કલમ અને સચોટ વાણી, તો બીજી બાજુ અનેક ઊગતી કે અટવાતી સંસ્થાઓનાં કાર્યોમાં પ્રાણસિંચન અને અનેક સામાજિક કાર્યોમાં પણ એટલી જ હૂંફાળી સક્રિયતાનાં દર્શન - આ કુમારપાળ દેસાઈના બહુઆયામી વ્યક્તિત્વની ખૂબીઓ છે. એમને મળેલું પદ્મશ્રી સન્માન એમના દસકાઓના નિષ્ઠાપૂર્વકના સાહિત્યસર્જન અને પ્રબળ પુરુષાર્થને દેશવ્યાપી સ્તરે સાંપડેલી શ્રેષ્ઠ સ્વીકૃતિ છે. આ લેખ લખવાના સંદર્ભમાં એમને મળવાનું ગોઠવાયું. છલકાવું એમના સ્વભાવમાં નથી. મારા અભિનંદનના પ્રત્યુત્તરમાં એમના મુખ પર ફરક્યું હળવું સ્મિત – મૃદુ, મધુર અને માપસરનું પરંતુ ચહેરા પર લીંપાયેલો નરવો સંતોષ એમના ઊંડા આનંદની સાખ પૂરતો હતો. એમનાં કાર્યો વિશે પૂરી માહિતી મેળવ્યા પછી મનમાં એક સવાલ જાગ્યો. લાગલો જ મેં પૂછી પણ નાખ્યો, “અત્યાર સુધી આપે આપની કૉલમોપુસ્તકોમાં આશરે કેટલાં પાત્રો-ચરિત્રો આલેખ્યાં હશે ?” એમને મૂંઝવણ થઈ. પુસ્તકોમાં આલેખેલાં લતા હિરાણી 115 Page #141 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રોની ગણતરી કરી શકાય પરંતુ લગભગ ૩૪ વર્ષથી ચાલતી કૉલમોમાં કંડારાયેલાં ચરિત્રો તો હજારોની સંખ્યામાં હોય ! (હવે કદાચ એમની ઑફિસમાંથી આ આંકડો પણ પ્રાપ્ય બનશે.) મારો આશય સીધો અને સ્પષ્ટ હતો. ડૉ. કુમારપાળ વિશે સાંભળેલી, વાંચેલી અને થોડી અનુભવેલી વાતોમાં એમની શાલીનતા, સુજનતા, નમ્રતા અને મદદગારિતાનું દર્શન થાય છે. ક્ષણોની ચીવટ અને સૌના પ્રત્યે ઔદાર્ય. એમના બહોળા કાર્યવ્યાપ અને ઉમદા વ્યક્તિત્વ આ બંનેનું રહસ્ય મારું મન શોધી રહ્યું હતું. એક તરફ ઉમદા કૌટુંબિક વાતાવરણ હતું કે જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારી સંસ્કારી માતા જયાબહેને “તું જે ધારીશ એ કરીશ” જેવી અદ્ભુત જીવનશીખ એમનામાં રેડ્યા કરી અને સ્વ. જયભિખ્ખુ જેવા સમર્થ સર્જક પિતાએ અગરબત્તી સમ જીવન જીવવાની સંદેશસુવાસ પ્રસરાવી. આમાંથી અનેક દિશાઓમાં છવાઈ જવાતું, આકાશને આંબવાનું પોતાનું સપનું એમને જવું, પોતાના સાહિત્ય દ્વારા સતત જીવનમૂલ્યોની સમીપ રહેવાની ધખના એમનામાં પ્રગટી. એમના સતત અને સખત પરિશ્રમભર્યા આકરા પથ પર પત્ની પ્રતિમાબહેન શીળો-હૂંફાળો સથવારો બની રહ્યાં. આ પાયા પર ઇમારત રચી આપી છે એમની કલમે, એમની મૂલ્યલક્ષી જીવનદૃષ્ટિએ અને આ બધાં સાથે જડાયેલા તેમના પુરુષાર્થે. મૂલ્યો સાથેની નિસબતને કારણે એમને સતત એવાં પાત્રો જડતાં ગયાં કે જેનું જીવન જનમાનસ પર અસરકારક સાબિત થાય. એમની રસભરી શૈલીમાં કંડારાયેલાં સેંકડો-હજારો પાત્રો-ચરિત્રોના જીવનપ્રસંગ ઘણા મર્મીલા અને ઊજળા છે. આટઆટલી પ્રેરક જીવનકથાઓના લેખનમાં ઓતપ્રોત થયેલ માનવીના વ્યક્તિત્વ પર એની ઊંડી અસર હોય એ સ્વાભાવિક છે અને એ રીતે એમની જીવનદૃષ્ટિ અને કલમ બંને શ્રદ્ધેય થઈ જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈની કલમ શાહીમાં ઝબોળાઈ અને તરત સિદ્ધિ એમને જઈ વરી છે. અગિયાર વર્ષનો બાળ કુમારપાળ લેખનમાં પિતાના નામની ઓથ લેવાનું સમજપૂર્વક ટાળે અને ‘ઝગમગ’ જેવા બાળ-સામયિકમાં કૉલમ સંભાળવા માંડે એ એટલી ઉંમરે સિદ્ધિ જ ગણાય. સાહિત્યસર્જનના પ્રારંભકાળમાં બાળસાહિત્યસર્જન તરફનો એમનો ઝોક નવી પેઢીના ઘડતર માટેની એમની નિષ્ઠાનું પ્રતીક છે. એમનું પુસ્તક ‘લાલ ગુલાબ’ ૧૯૬૬માં છપાયું. માત્ર છ મહિનામાં એની ચાર આવૃત્તિ થઈ. આ પુસ્તકની ૬૦,૦૦૦ નકલો વેચાઈ ગઈ, એ ગુજરાતી બાળસાહિત્યમાં એક વિક્રમ હશે. ‘લાલ ગુલાબ’, ‘અપંગનાં ઓજસ’ જેવાં એમનાં પુસ્તકોને ગુજરાત અને ભારત સ૨કા૨ તરફથી નવ પારિતોષિકો પ્રાપ્ત થયાં. ‘અપંગનાં ઓજસ’ પુસ્તકનું આમુખ પૂ. મોટાએ અને વિજય મર્ચન્ટે લખી આપ્યું હતું. વળી એ બ્રેઇલ લિપિ અને હિંદી ભાષામાં 116 શાલીન વ્યક્તિત્વ Page #142 -------------------------------------------------------------------------- ________________ પણ અનુવાદિત થયું. “મહામાનવ શાસ્ત્રી', “કેડે કટારી ખભે ઢાલ’, ‘બિરાદરી', “મોતને હાથતાળી’, ‘હૈયું નાનું હિંમત મોટી' જેવાં પુસ્તકો ભારત સરકાર દ્વારા પુરસ્કૃત થયાં. આ સઘળો પ્રતિસાદ માત્ર એમની ઉમદા ચરિત્રોની પસંદગીને ફાળે જતો નથી, માત્ર ડૉ. કુમારપાળની કલમને મળતો નથી, પરંતુ આ બંનેની સાથે ઊછરતી પેઢીમાં દેશપ્રેમ, આત્મવિશ્વાસ અને હિંમતનાં ઘોડાપૂર જગાવે એવો પ્રેરણાધોધ વહેવડાવવાની એમની પ્રબળ ભાવનાનું પણ એટલું જ મહત્ત્વ છે. બાળકોમાં સંસ્કારઘડતર અને વ્યક્તિત્વ-ઘડતરનાં કાર્યો માટેની એમની ધગશ આજે પણ એટલી જ વેગીલી છે, જેનું પરિણામ બાળસાહિત્ય-લેખનને સતત પ્રોત્સાહન આપવા ઉપરાંત વિદ્યાર્થીઓમાં મૂલ્યસિંચન અર્થે મોહિનાબા અને ગંગાબા કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ માટે નીતિશિક્ષણ જેવા વિષયોના અભ્યાસક્રમના આયોજનમાં જોવા મળે છે. બાળસાહિત્ય ઉપરાંત એમણે પ્રોઢસાહિત્ય, નવલિકા, ચરિત્રલેખન, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન, પત્રકારત્વ જેવાં જુદાં જુદાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. ગુજરાતીમાં જ નહિ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ એમનાં દસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. તાજેતરમાં અંગ્રેજીમાં પ્રગટ થયેલા એમના પુસ્તક “તીર્થકર મહાવીરની ૧૦૦૦ નકલ માત્ર આઠ દિવસમાં ખરીદાઈ ગઈ. યુનોમાં કાર્ય કરી ચૂકેલા ભારતીય રાજપુરુષ ડૉ. એન. પી. જેનના મત મુજબ ભગવાન મહાવીર વિશે લખાયેલાં અંગ્રેજી પુસ્તકોમાં આ સર્વોત્કૃષ્ટ પુસ્તક છે. માર્ગ કે મંઝિલની શોધમાં અટવાતા માનવીને પ્રેરણા પૂરી પાડે એવાં એમનાં પુસ્તકોમાં, એક સદી પહેલાં આફ્રિકામાં ઉદ્યોગોની સ્થાપના કરનાર શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહ અને શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અસાધારણ પ્રગતિ કરનાર શ્રી યુ. એન. મહેતાનાં જીવનચરિત્રો નોંધપાત્ર છે. મધ્યકાલીન સાહિત્ય એમના રસનો અને સંશોધનનો વિષય છે. સંત કવિ આનંદઘન પર એમણે પીએચ.ડી. કર્યું અને પછી “જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક', અપ્રસિદ્ધ મધ્યકાલીન કૃતિઓ', “મેરુસુંદર ઉપાધ્યાયરચિત બાલાવબોધ' એમની સશક્ત રચનાઓ છે. શબ્દસંનિધિ', “ભાવન-વિભાવન” અને “શબ્દસમીપ જેવા વિવેચનગ્રંથો ઉપરાંત અખબારી લેખન' જેવું પત્રકારત્વક્ષેત્રે અધિકૃત પુસ્તક ડૉ. કુમારપાળ દેસાઈએ આપ્યું છે. એકાન્ત કોલાહલ' જેવો નવલિકાસંગ્રહ પણ એમણે આપ્યો છે. આફ્રિકન સાહિત્યકાર ઓસ્ટિન બૂકેન્યાની જાણીતી નાટ્યકૃતિનો એમણે નવવધૂ નામે અનુવાદ કર્યો છે. એમણે લેખકની રૂબરૂ મુલાકાત લઈને એની વિસ્તૃત નોંધ આ પુસ્તકમાં આપી છે. ગુજરાતી પત્રકારત્વમાં પિતાએ પ્રારંભેલી કટાર, પુત્રએ લાંબા સમય સુધી સંભાળી હોય એવું એકમાત્ર ઉદાહરણ કુમારપાળ દેસાઈનું છે. ૧૯૫૩માં શ્રી જયભિખ્ખએ ઈંટ અને ઇમારત કૉલમ શરૂ કરી અને ૧૯૭૦થી આજ પર્યત આ કૉલમ કુમારપાળ દેસાઈ લખી રહ્યા છે. લતા હિરાણી Page #143 -------------------------------------------------------------------------- ________________ અખબારમાં આ કૉલમ ઉપરાંત પારિજાતનો પરિસંવાદ, ઝાકળ બન્યું મોતી', “આકાશની ઓળખ અને સ્પોર્ટ્સ વર્લ્ડ સહિત છએક કૉલમો તેમની અનેકવિધ ક્ષેત્રોની અત્યંત વ્યસ્તતા અને વારંવારના વિદેશપ્રવાસો વચ્ચે પણ એકધારી પ્રગટ થતી રહી છે. આમાં ઉલ્લેખનીય બાબત એ છે કે એમણે પોતાની કૉલમમાંથી પુસ્તકનું સર્જન નથી કર્યું. અખબારમાં પ્રકાશિત થતું લખાણ સીધેસીધું પુસ્તક રૂપે છપાવવાની જ્યાં દોડ ચાલતી હોય ત્યાં આ બાબત નવાઈરૂપ લાગે, કારણ એ જ કે તેઓ અખબારી લેખન અને સાહિત્યિક લેખનને જુદી જ તરાહ માને છે. જ્યારે કોઈ કૉલમના લેખને પુસ્તકમાં મૂકવાની જરૂર પડે ત્યારે તેઓ આખુંયે લખાણ નવેસરથી લખે છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ભારત ખાતેના કો-ઓર્ડિનેટર કુમારપાળ દેસાઈનું જેનદર્શન અને ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટેનું કાર્ય વિશ્વફલક પર વિસ્તર્યું છે. પચીસથી વધુ વખત વિદેશપ્રવાસ ખેડી ચૂકેલા કુમારપાળ દેસાઈએ પ્રવચનો આપવા ઉપરાંત જુદાં જુદાં કેન્દ્રોમાં પુસ્તકાલય, ગુજરાતી,હિંદી શિક્ષણના વર્ગો અને ભારતીય સંસ્કૃતિ તથા જેનદર્શનને લગતાં મ્યુઝિયમો વગેરેની રચના માટે સક્રિય સહયોગ પૂરો પાડ્યો છે. લોસ એન્જલસ, ન્યૂ યૉર્ક, માન્ચેસ્ટર, હ્યુસ્ટન જેવાં શહેરોમાં આ કેન્દ્રો વિકસાવવા ભારતથી સહયોગ પૂરો પાડ્યો છે. ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈનદર્શનની એમની માર્મિક રજૂઆતોએ આંતરરાષ્ટ્રીય ફલક પર આગવું સ્થાન ઊભું કર્યું છે. ૨૦૦૧માં ભગવાન મહાવીરની ર૬૦૦મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વડાપ્રધાનશ્રી વાજપેયીજીના હસ્તે એમને જેનરત્ન'નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત સરકારે અહિંસા યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર કર્યો તો એના માટે એક્ટ એન્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં કુમારપાળ દેસાઈએ મહત્ત્વની કામગીરી બજાવી છે. હાલમાં વિદેશોમાં રહેલી જેન હસ્તપ્રતોના સૂચીકરણનો છ કરોડના અંદાજિત ખર્ચવાળો પ્રોજેક્ટ તેઓ સંભાળી રહ્યા છે, જેના મુખ્ય પેટ્રન ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયી છે. ડૉ. કુમારપાળ દેસાઈના સમગ્ર સર્જન માટે વર્ષ ૨૦૦૮માં એમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અર્પણ થયો. એમને મળેલાં કેટલાંક માન-અકરામોમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી બે વખત ડૉ. કે. જી. નાયક ચંદ્રક, હરિઓમ આશ્રમ પ્રેરિત પારિતોષિક, જૈન સેન્ટર ઓફ નોર્ધન કૅલિફોર્નિયા તરફથી ગૌરવ પુરસ્કાર, બ્રિટનની સત્તર જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો હેમચંદ્રાચાર્ય એવૉર્ડ, નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી સંસ્કૃતિ ગૌરવ એવોર્ડ', અહિંસા ઇન્ટરનેશનલ તરફથી દીપ્તિમલ આદીશ્વરલાલ લિટરરી એવોર્ડ’, ‘હ્યુમન વૅલ્યુઝ એન્ડ કલ્ચર હેરિટેજ એવૉર્ડ તથા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ' – આ ઉપરાંત બીજા અનેક એવોડૅ, પુરસ્કારો તથા માન-સંમાનોથી એમને નવાજવામાં આવ્યા છે. ii8 શાલીન વ્યક્તિત્વ Page #144 -------------------------------------------------------------------------- ________________ પિતાના સાહિત્યિક સંપર્કોને કારણે તેઓ ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, દુલેરાય કારાણી, કવિ દુલા કાગ, પં. સુખલાલજી જેવા યુગદ્રષ્ટા સર્જકો-વિદ્વાનોના સંપર્કમાં આવ્યા, તો પ્રવચનો માટે વારંવારના વિદેશ પ્રવાસોમાં તેઓ અનેક વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકારો ઉપરાંત પોપ જ્હૉન પૉલ, નેલ્સન મંડેલા, ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓને મળવાની તક પામ્યા છે. માનવીના રસના વિષય એકથી વધુ હોય એવું બની શકેવરરસના જુદ જુદદ લેવલ પૂરતી નિપુણતા પ્રાપ્ત કરવી અને દાયકાઓ સુધી બધામાં એટલું જ ઊંડાણ જાળવી રાખવું એ સહેલી વાત નથી. ગુજરાતી સાહિત્ય, જૈનદર્શનની સાથે સાથે રમતગમત, ખાસ કરીને ક્રિકેટ એમનું અધિકૃત ક્ષેત્ર છે. આ વિષય પર એમણે એક સમૃદ્ધ લાયબ્રેરી વસાવી છે. એમને કોઈ વિગતની પ્રમાણભૂતતા કે ટેકનિકલ બાબતમાં પડકારી ન શકે એવું માહિતી સામ્રાજ્ય એમણે ઊભું કર્યું છે. તાજેતરમાં સૂરત શહેર ખાતે પત્રકાર કલ્યાણનિધિ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈને બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ'નો એવૉર્ડ આપવામાં આવ્યો. એવોર્ડ અર્પણ કરતી વખતે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સિલેક્ટર અંશુમાન ગાયકવાડે કહ્યું કે બાર વર્ષની ઉંમરથી હું એમની કૉલમ્સ વાંચું છું. રમતગમત વિશેના પત્રકારત્વમાં આજના અનેક રમતસમીક્ષકો એમની શૈલી, રજૂઆત અને માહિતી દ્વારા તૈયાર થયેલા છે. નોંધપાત્ર બાબત તો એ છે કે ક્રિકેટની ટેકનિક વિશેનાં એમનાં પુસ્તકો ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં પ્રક્ટ થયાં છે અને એની બે લાખ જેટલી પ્રતો વેચાઈ છે. પ્રવાસોએ એમના ભાવજગતને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. એમના અત્યંત સંવેદનસભર પ્રસંગોના સ્મરણમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટશ્રેણીની એક ઘટના છે. વેસ્ટઇન્ડિઝે પાંચેપાંચ મેચમાં ભારતને સજ્જડ હાર આપી હતી. વેસ્ટઇન્ડિઝની ટીમનો કેપ્ટન હતો ફ્રેન્ક વોરેલ. જ્યારે વિદાયની વેળા આવી ત્યારે ભારતીય ક્રિકેટરોને મળતાં એનું હૈયું લાગણીથી છલકાઈ ગયું. આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. લાખો-કરોડો દર્શકોનાં મન પર જીતનો ઉન્માદ છવાયેલો હતો, ત્યારે આ કૅપ્ટનના મન પર આવી પ્રભાવક જીતનો કોઈ નશો નહોતો. એના મન પર માનવીય ઉષ્માસભર સંબંધોની કુમાશ છવાયેલી હતી, જે એની આંખોમાંથી આંસુ રૂપે પ્રગટી. વેટિકનમાં પોપ જ્હોન પોલ (દ્વિતીય)ને તેઓ મળ્યા. જૈન ધર્મના ઉત્કૃષ્ટ ગ્રંથોની તેમને ભેટ ધરી. ખ્રિસ્તી ધર્મના ટોચના આ ધર્મગુરુએ જે સ્નેહ, સદ્ભાવ અને ઉમળકાથી આ ભેટ સ્વીકારી એ પળની છબી કુમારપાળ દેસાઈના માનસપટ પર સદાયને માટે અંકાઈ ગઈ. આફ્રિકી નેતા નેલ્સન મંડેલાને તેઓ મળ્યા. આટલા મોટા નેતા એક સામાન્ય માનવીની જેમ એમની સન્મુખ 119 લતા હિરાણી Page #145 -------------------------------------------------------------------------- ________________ હતા. કોઈ અંગરક્ષક કે પહેરેદાર નહીં! એમની વાતચીતમાં પણ અત્યંત વિનમ્રતા, સ્પર્શી જતી સાદાઈ અને ચહેરા પર છવાયેલી નિર્ભીકતા ! આ જ આ મહાન નેતાની નક્કર અને નમૂનેદાર ઓળખાણ. કુમારપાળ દેસાઈના પરિચયમાં આવેલી દરેક વ્યક્તિ એમના સૌજન્ય, મૃદુતા અને મદદરૂપ થવાની તત્પરતાને ભરપેટ વખાણે છે એના કારણોમાં પ્રકૃતિદત્ત ઋજુ સ્વભાવ, માતાપિતાના ઉત્તમ સંસ્કાર અને આવું બહોળું અનુભવવિશ્વ પણ ખરું જ! ગુજરાત સાહિત્ય અકાદમીનું ઉપાધ્યક્ષપદ એમણે સંભાળ્યું અને સંસ્થાને અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે એમણે સંસ્થાના અનેક કાર્યકરો ઉપરાંત જુદી જુદી ભાષાઓના શિક્ષણ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. માત્ર તેર લાખની મૂડીના સહારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ત્રણ કરોડના પ્રોજેક્ટના શ્રીગણેશ કરવા અને સંસ્થાને ૧૮મા ગ્રંથના પ્રકાશન સુધી તથા એક નવા વિશાળ ભવન તરફ લઈ જવી એ આખીય યાત્રાની વાત સંસ્થા ચલાવતા અને એને વેગવાન બનાવવા મથતા લોકોએ કુમારપાળ દેસાઈના શબ્દોમાં સાંભળવી પડે. કેટકેટલી સાહિત્યસેવી અને સેવાકાર્યો કરતી સંસ્થાઓમાં એમની નિસબતનું ઊજળું પરિણામ દેખાય છે ! સાહિત્યનાં કેટકેટલાં સ્વરૂપોનું એમણે ખેડાણ કર્યું છે. હવે નવલકથા ક્ષેત્રે પણ એમની કલમ વિહરવાની છે. દેશ-દુનિયાના પ્રવાસોમાં એમણે સારું તો ઘણું જોયું પરંતુ જ્યાં ૫૦ ટકાથી વધુ લોકો એઇડ્ઝની બીમારીમાં ફસાયેલા છે એવી નાઇરોબીની ઝૂંપડપટ્ટીઓના હિંસક અને ગરીબ આફ્રિકનો વચ્ચે તેઓ ફર્યા છે. એક પાદરી આવા લોકો વચ્ચે ભેખ લઈને સેવા કરે છે. મુઠ્ઠી ધાન માટે શરીર વેચતી અને પછી એઇડ્ઝનો શિકાર બનતી આફ્રિકન સ્ત્રીઓ માટે એણે એક હોસ્ટેલ સ્થાપી છે અને એમને ગૃહઉદ્યોગો શીખવીને પ્રામાણિકતાથી જીવન જીવવાની રાહ પર ચડાવે છે. આ પાદરી સાથે જઈને કુમારપાળ દેસાઈએ આવા લોકોની હૃદયદ્રાવક કથનીઓ સાંભળી છે. આ વિષયવસ્તુ અને આફ્રિકન પરિવેશને લઈને નજીકના ભવિષ્યમાં એમની કોઈ કૃતિ ગુજરાતના વાચકોને મળે ખરી ! સમાજસેવા કરતી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી કે ઉપપ્રમુખ જેવા હોદ્દાઓ પર કાર્યરત કુમારપાળ દેસાઈની પીડિતો પ્રત્યેની અનુકંપા પણ ઉદાહરણીય છે. ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે એમણે પંદર લાખ રૂપિયા જેટલું ભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં વસતાં લોકોને મકાનો અપાવવાની બાબતમાં એમનું સક્રિય યોગદાન રહ્યું છે. અનેક જરૂરિયાતમંદ લોકોને સહાય તથા સમાજસેવા કરતી અન્ય સંસ્થાઓને આર્થિક યોગદાન 120 શાલીન વ્યક્તિત્વ Page #146 -------------------------------------------------------------------------- ________________ આપવામાં પણ એમની પૂરી નિષ્ઠા રહી છે. શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ, પ્રો. અનંતરાય રાવળ સ્મારક સમિતિ, વિદ્યાવિકાસ ટ્રસ્ટ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય સભા જેવી અનેક સંસ્થાઓ દ્વારા તેઓ અનેક સાહિત્યિક કાર્યક્રમો યોજતા રહે છે. સરસ્વતીના સાધક, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા અસ્મલિત વાકુવૈભવના ધની ડૉ. કુમારપાળ મૂલ્યોની માવજત થાય, મૂલ્યોનું સિંચન થાય એવી પ્રવૃત્તિઓ પાછળ મથ્યા કરે છે. એક સાહિત્યકારના સામાજિક ઉત્તરદાયિત્વને તેઓ બરાબર સમજે છે અને પૂરું નિભાવે છે. - આકાશનું ઊંડાણ અને વ્યાપને એમણે પોતાના વ્યક્તિત્વમાં ભરી દીધાં છે. કંઈ કેટલાયે કેળવનારા, ઘડનારા, સાથ આપનારા હૂંફાળા હાથોનું ઋણ તેઓ સ્વીકારે છે. વિહરતા રહેવાનું પ્રકૃતિ, પ્રવૃત્તિ અને માનવહસ્તીઓમાં, એ એમની લાક્ષણિકતા બની ગઈ છે. એમની સાથે કામ કરનાર દરેકને તેઓ આત્મીય લાગે, મિત્ર લાગે અને છતાંયે તેઓ તો પાછા સૌથી વેગળા, પોતાની લગનમાં જ મગન. ભરપૂર નિસબતવાળા માણસ ખરા પણ ક્ષણોને મોતીની જેમ સાચવે. એમના સમયપત્રકમાં નવરાશની પળો કે “રવિવાર' શોધ્યાં ન જડે. આ જ એમની સફળતાનું રહસ્ય છે – અવિરત કામ, સતત પ્રવૃત્તિ. એમની પ્રવૃત્તિઓના પારિજાતનો સંવાદ સદાયે ગુંજતો જ રહે છે. ડૉ. કુમારપાળ દેસાઈને મળેલું પદ્મશ્રી સન્માન ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ અને સાંસ્કૃતિક જગતને મળેલું સન્માન છે, ગૌરવ છે. એમનો મનઝરૂખો સદાય એમની મંગલ સર્જક ક્ષણોના સાક્ષાત્કારથી ભર્યો ભર્યો રહે. 121 લતા હિરાણી Page #147 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, સરળતા અને વિદ્વાનો ત્રિવેણીસંગમ અને સાહિત્યની કથાઓમાં અત્યંત મશહૂર મહારાજા કુમારપાળના નામેરી ડૉ. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વ-કર્તુત્વ વિષે લખવું એ ઘણું કપરું કામ છે. એમની બહુમુખી પ્રતિભાના એકાદ-બે બિંદુઓને જ માત્ર સ્પર્શી શકાય એ ભાવના સાથે થોડા શબ્દો કંડારવાનો આ પ્રયત્ન છે. તેઓ જૈન સાહિત્યના પ્રખર જ્ઞાતા, જૈન પ્રવચનકાર, જૈનદર્શનના ઊંડા અભ્યાસી તથા જૈન આચાર્યો તથા જૈન સાધકોના જીવનના વિશેષજ્ઞ છે. એમનાં લખાણોમાં અને પ્રવચનોમાં તટસ્થ અને સત્ય ભાષાનો પ્રયોગ થયો છે. એમણે લખેલાં બે પુસ્તકો વિશે મારા પ્રતિભાવ આપું છું. (૧) મૂળ માર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' : શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ ૨૦૦૦માં પ્રકાશિત કરેલા આ પુસ્તકનાં દરેકે દરેક મનોરમ્ય પૃષ્ઠો, વિષયને અનુરૂપ આકર્ષક મુખપૃષ્ઠ (જેકેટ), નયનરમ્ય છપાઈ, બોલતી તસવીરો, કલામય સુશોભનો વગેરેથી અનેક રીતે અત્યંત ગમી જાય એવા આ ગ્રંથ-દેહનો આત્મા છે એનું સરળ પણ સચોટ લખાણ અને એના સર્જક છે આપણા મૂર્ધન્ય સાહિત્યકાર કુમારપાળ દેસાઈ. આરંભેથી કરીને ૮૦મા પ્રકરણ એટલું જ માગું સુધી એમની કલમનો કસબ દેખાઈ આવે છે. એક દિવ્ય જ્યોતિ સ્વરૂપ મહાન આત્માના જીવન-કથનને શબ્દોમાં કંડારવાની વિરલ શક્તિ શ્રી કુમારપાળમાં છે. શ્રીમજી જેવા અલૌકિક આત્માના વિલક્ષણ અનુભવોને શબ્દોમાં સીમાબદ્ધ કરવાનો એક પ્રમાણિક પ્રયત્ન કુમારપાળે કર્યો છે. કૃપાળુદેવ જેવી મહાન વિભૂતિ વિષે પ્રમાણભૂત ચરિત્ર લખવા માટે ભગીરથ પુરુષાર્થ એમણે કર્યો છે. પ્રત્યેક પૃષ્ઠમાં એક મિભાઈ ઝવેરી 122 Page #148 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકરણ – દરેક પ્રકરણનું વિષયાનુરૂપ મથાળું – શ્રીમદ્જીના જીવનના લગભગ બધા જ મહત્ત્વના પ્રસંગો અને એમણે આપેલાં વચનામૃતોને સચોટ રીતે રજૂ કરી લેખકે આ પુસ્તકને અનોખું, અમૂલ્ય બનાવ્યું છે. (૨) માનવતાની મહેક : ડૉ. કુમારપાળ દેસાઈની પરિચય પુસ્તિકામાં જેને ચિંતનાત્મક સાહિત્યની યાદીમાં મૂક્યું છે તે માનવતાની મહેક ખરેખર તો ચરિત્રલેખનનું એક સુંદર નજરાણું છે. શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહના જીવનચરિત્ર દ્વારા ચારિત્ર ઘડવામાં પ્રેરણાદાયી નીવડે એવો આ અક્ષરદેહ છે. આફ્રિકાના સુદૂર જંગલોમાં જઈને હાલારની ભૂખી-સૂકી ધરતીનો મૂઠી ઊંચેરો માનવી પોતાના પ્રચંડ પુરુષાર્થ દ્વારા જામનગરનું ઝવેરાત બને છે તેની વિરલ કથા કુમારપાળની આગવી શૈલીમાં વણાઈ છે. વિરલ વ્યક્તિના જીવનની હકીકતોથી વાકેફ થઈ એમના વિશે પ્રામાણિકપણે લખવા માટે કુમારપાળે જામનગર, મુંબઈ, અમદાવાદ, અંજાર, વડોદરા, નાઇરોબી, થિકા, નકુર, મોમ્બાસા, લંડન, લેસ્ટર આદિ સ્થળોએ જઈ અનેક લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ હકીકત કુમારપાળની સત્યનિષ્ઠા અને અપ્રમાદની સાક્ષી પૂરે છે. મારો એમની સાથે અંગત પ્રત્યક્ષ પરિચય તો બહુ ઓછો છે પણ એક પ્રસંગ યાદ છે. ૨૦૦૨માં પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના દર્શનાર્થે અમદાવાદ ગયો હતો ત્યારે કુમારપાળભાઈને મળવા ગુજરાત વિશ્વકોશ કાર્યાલયમાં ગયો હતો. તેઓ પોતાની ચેમ્બરમાંથી બહાર લેવા આવ્યા અને મુલાકાત પછી મકાનના દરવાજા સુધી મૂકી ગયા. એટલું જ નહીં પણ પોતાના ડ્રાઇવરને બરાબર સૂચના આપીને મને સ્નેહથી વિદાય કર્યો. મારે માટે આ લાગણીશીલ “માનવીની ઉષ્મા અને સુવાસ હંમેશ અવિસ્મરણીય રહેશે. કુમારપાળભાઈનું જીવન અને કવન એટલે દાર્શનિક, સાહિત્યકાર, પ્રવચનકાર, શિક્ષણશાસ્ત્રી, સંશોધનકાર, પત્રકાર, આજીવન પ્રવાસી, સત્યશોધક, ગહન ચિંતક અને સૌથી વધારે એક સહૃદય માનવી – આ બધાંનો સરવાળો એટલે કુમારપાળ દેસાઈ. મારા જેવા અનેકને માટે પ્રેરણાની દીવાદાંડી સમ આ વિરલ વિભૂતિનું ભારત સરકારે તથા દેશ-વિદેશની અનેક સંસ્થાઓએ વિવિધ પ્રકારનાં માનપત્રો, ચંદ્રકાં, એવૉર્ડો, પારિતોષિકો, પુરસ્કારો આદિથી સન્માન કર્યું છે. પણ આ ગરિમામય વ્યક્તિ આ બધાં માન-સન્માનથી અધિક નમ્ર બની છે અને આ બધા એવૉર્ડો વગેરેને ગરિમા બક્ષી છે. સાદું જીવન, સાદો પહેરવેશ અને સાદી રહેણી-કરણી ધરાવતા તેઓ સાદગીના પ્રતીક છે. એમનાં વિચાર, વાણી અને વર્તનમાં એકતા છે. સત્ત્વશીલ પુરુષાર્થ છલોછલ છે, તે છતાં વિનમ્રતાની પ્રતિમૂર્તિ છે. મેરુની ઊંચાઈ અને સાગરની ગહનતા હોવા છતાં એમના ચરણ હંમેશ ધરતી પર જ રહ્યા છે. કુમારપાળ દેસાઈ ચિરાયુ – દીર્ધાયુ થાય અને જીવન સ્વસ્થ બની રહે એ જ અભ્યર્થના. પ્રેક્ષાધ્યાનના અભ્યાસી, પ્રવચનકાર તથા કૉલમલેખક 123 રમિભાઈ ઝવેરી Page #149 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થી સર્જક મારા પૂજ્ય પિતાશ્રી યુ. એન. મહેતાના ખાસ સ્નેહી-સ્વજન ડૉ. કુમારપાળભાઈની વિશિષ્ટ મુલાકાત ૧૯૮૫માં મારી દીકરી વૈશાલીના આરંગેત્રલના સમારંભમાં થઈ. મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી-હિંદી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રી આશા પારેખ આવવાનાં હતાં ત્યારે અતિથિવિશેષ તરીકે કોને બોલાવવા તે વિચારતી હતી ત્યારે પિતાશ્રીએ કહ્યું કે તે સ્થાન માટે ડૉ. કુમારપાળ દેસાઈ સિવાય અન્યનું નામ વિચારાય જ નહીં અને એ સૂચન મેં સહર્ષ સ્વીકારી લીધું. આમ એ પ્રસંગથી અમારી મુલાકાતનો દોર શરૂ થયો, જે આજ સુધી અવિરત ચાલતો રહ્યો છે. જોકે ઘણા સમયથી દૈનિક પેપરોમાં દર અઠવાડિયે આવતી તેમની કૉલમ્સ ઈટ અને ઇમારત', ‘ઝાકળ બન્યું મોતી' વગેરે હું વાંચું છું. તેમાં તેમની એક મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકેની છબી હંમેશાં મારા માનસપટ પર ઊપસેલી હતી, પરંતુ તેઓ એક અદ્વિતીય સાહિત્યકાર છે તેની પ્રતીતિ તો મારા પિતાશ્રીનું જીવનચરિત્ર લખવાનું શરૂ કર્યું ત્યારે થઈ. આ જીવનચરિત્ર લખવાના નિમિત્તે પાંચથી છ વાર લાંબા સમય સુધી તેમને મળવાનું બન્યું, ત્યારે તેમની સાદગીથી અંજાયા વિના રહેવાયું નહીં. એમને મળવાથી એમનું સાહજિક હાસ્ય જોઈને જ આપણો દિવસ પ્રફુલ્લિત બની જાય. નમ્રતા તો એમની પાસેથી જ આપણે શીખવી પડે. તેમની મુલાકાતોથી મીનાબહેન મોદી 124. Page #150 -------------------------------------------------------------------------- ________________ એક હકીકત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે સુંદર વ્યક્તિત્વ અને પ્રભાવશાળી ચહેરાને કોઈની ભલામણની જરૂર હોતી નથી. પિતાશ્રીનું જીવનચરિત્ર લખતી વખતે અમારા કુટુંબના દરેક સભ્ય સાથે વિષયની જે છણાવટ કરતા અને પિતાશ્રીના બાળપણથી અવસાન સુધીના દરેક પ્રસંગોને સાહિત્યની એક અલૌકિક પરિસીમામાં બાંધીને તેમણે “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' નામનું શ્રી યુ. એન. મહેતાનું એક સુંદર જીવનચરિત્ર લખ્યું. આ પુસ્તકના શીર્ષકની શોધ જ તેમની પ્રખર સાહિત્યકાર તરીકેની ઓળખ આપે છે, જ્યારે પુસ્તક બહાર પડ્યું ત્યારે બધાએ તેને વખાણ્યું. કોઈએ મુખપૃષ્ઠ, કોઈએ સ્કેચ, કોઈએ પ્રિન્ટિંગ, કોઈએ લખાણ, કોઈએ ભાષા વગેરે જુદાં જુદાં પાસાંઓનાં ભારોભાર વખાણ કર્યા. એકંદરે પુસ્તક એક સુંદર કલાકૃતિ બની રહ્યું. પરંતુ એ સુંદર નજરાણાને સાહિત્યરસિકો સમક્ષ લાવવા તેમણે કેટલી મહેનત કરી છે તે અમે, અમારા કુટુંબના સભ્યો જ જાણીએ છીએ. તેમણે પાંચ પાંચ વર્ષ થાક્યા વિના પ્રત્યક્ષ મુલાકાતો અને વ્યવસ્થિત ચરિત્રગૂંથણી કરતા જઈને એકધારું લખવાનું ચાલુ રાખ્યું. ક્યાંય કચાશ કે અધૂરપ રહેવા નથી દીધી. અમારા મૂળ વતન એટલે કે પિતાશ્રીનો જ્યાં જન્મ થયો હતો તે ગામની મુલાકાત લીધી. તદુપરાંત મારા પિતાશ્રી–માતુશ્રીનાં સગાં-સ્નેહીઓ જ્યાં જ્યાં રહેતાં હતાં તે શહેર-ગામડાંમાં જઈને બધાંને વ્યક્તિગત મળી આવ્યા અને તેનો સાર પુસ્તકમાં નિરૂપ્યો. પિતાશ્રીના મિત્રો, સ્નેહીઓ સંબંધીઓ અને ડૉક્ટર્સને પણ તેઓ મળ્યા. તેઓનું પિતાશ્રી વિશે શું માનવું હતું તે તેમણે લખ્યું. સાચો સર્જક એને કહેવાય કે જે લાગણીઓના ઊંડાણમાં ઊતરીને તેને સ્પર્શી શકે. તેઓ મારી પાસે આવીને કહેતા કે મારે પિતા-પુત્રીના સંબંધો અંગેનું મંતવ્ય જાણવું છે. તમારા પિતાશ્રીનું બિઝનેસમેન તરીકે મુઠ્ઠી ઊંચેરું સ્થાન તો છે જ, પણ એક પિતા તરીકે તે કેવા હતા તે જાણવું છે. તેઓને આ ચરિત્ર વિશે બહુ વિચારતાં, સહુને મળતાં, લખતાં અને પછી મઠારતાં ત્રણચાર વર્ષ વીતી ગયાં. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અમારા નીલપર્ણાના મકાનમાં મળવા તેઓ આવે. સહજ વાતચીત કરતાં કરતાં વધુ જાણે અને પછી લખે. ત્રણ-ચાર વર્ષ પછી પિતાજીનું અવસાન થયું. પુસ્તક તો લખાઈ ગયું હતુંપરંતુ તેને છાપવાનું બાકી હતું, જે પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિએ છપાવ્યું, જેની પાછળ તેમની ધગશ, ધીરજ અને સંવેદનશીલતાનો મોટો ફાળો છે. જોકે આ પુસ્તક તો અમારા કુટુંબની અંગત વાત થઈ ગણાય, પણ આજે તો ડૉ. કુમારપાળ દેસાઈ જાણીતા સાહિત્યકાર, જૈનદર્શનના ખ્યાતિપ્રાપ્ત ચિંતક, ગુજરાત 125 મીનાબહેન મોદી Page #151 -------------------------------------------------------------------------- ________________ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને અજોડ પત્રકાર છે. તેમની સાથે વાત કરવા બેસો તો લાગે પણ નહીં કે તેમણે આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આવા અમારા સ્વજન ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકારે પદ્મશ્રી'નો એવોર્ડ એનાયત કર્યો એ ક્ષણ અમારા માટે રોમાંચક બની રહી. તેમની આ નવી સિદ્ધિ તેમના મસ્તક ઉપર એક નવી યશકલગી સમાન છે. સાથે સાથે મારે એ પણ કહેવું જોઈએ કે આ એમની યશોગાથા પાછળ તેમનાં પ્રેમાળ પત્ની પ્રતિમાબહેનનો પણ સાથ અને સહકાર એટલા જ રહેલા છે. જેમ દરેક સફળ પુરુષની પાછળ અર્ધાગિનીનો સાથ રહેલો હોય છે તે વાત અહીં પ્રતિમાબહેને પુરવાર કરી આપી છે. અંતે સાહિત્યની દુનિયામાં અને પોતાના જીવનમાં હજુ વધુ ને વધુ સિદ્ધિઓ હાંસલ કરે તેવી અભ્યર્થના. ટૉરન્ટ ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા 126 પુરુષાર્થી સર્જક Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદમાં કહ્યું છે, ‘“માવાન, પિતૃવાન, આપાર્યવાન પુરુષો વેવ’ અર્થાત્ ‘માતૃવાન, પિતૃવાન અને આચાર્યવાન પુરુષને જ્ઞાન થાય છે. માબાપ તો બધાને જ હોય છે, પણ ઉપનિષદ દ્દષ્ટિસંપન્ન માબાપની વાત કરે છે. દૃષ્ટિશૂન્ય માબાપ માટે સુભાષિતકાર કહે છે ઃ 'माता शत्रु पिता वैरी येन बालो न पाठितः । न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ॥' અર્થાત્ જે પોતાના સંતાનને યોગ્ય શિક્ષા અને દીક્ષા આપતા નથી તે માતા શત્રુ અને પિતા એના વેરી છે. એમનું સંતાન હંસોમાં બગલાની માફક વિદ્વદ્સભામાં શોભતું નથી.’ રામાયણમાં કહ્યું છે કે, ‘જો બાળક ઉન્મત્ત થાય તો એ માતાનો દોષ ગણાય અને જો મૂરખ થાય તો એ પિતાની ખામી ગણાય.' ભાઈશ્રી કુમારપાળની વિનમ્રતા એ માતાની દેન છે તો એમની વિદ્વત્તા એ પિતાનો વારસો છે. વિત્તનો વારસો આપનારા ઘણા હોય છે પણ સ્વસ્થ ચિત્તનો વારસો આપનારાં માતાપિતા વિરલ હોય છે. કવિએ યોગ્ય જ કહ્યું છે ઃ “કોઈના પિતા બંગલા આપે કોઈના ખેતરવાડી, કોઈના મોટી મિલ મૂકી જાય કોઈના મોટરગાડી, કોઈના ધીકતો ધંધો મૂકે કોઈના બેંકમાં ખાતું, તમે પિતા મને હૃદય આપ્યું, રાત ને દિવસ ગાતું ।’’ 127 મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કાર્ય હરિભાઈ કૉઠારી Page #153 -------------------------------------------------------------------------- ________________ જીવનનું ગીત-સંગીત કે લય આપી જનારાં માબાપ ભાગ્યશાળીને સાંપડે છે. જીવનનો લય જેને સાંપડ્યો હોય તે ઝૂંપડીમાં પણ મસ્ત રહે છે અને લય ન પામેલો માણસ મહેલમાં પણ ત્રસ્ત હોય છે? મહેલના ખ્વાબ ઘણા ભડકે બળે છે જગે, કુટિયા કો ઘાસ તણી હસતી મેં જોઈ છે; એક રંગ કંકુ ને એક રંગ લોહી છે, ભૂલ કેમ ખાઉં? કહો, દુનિયા મેં જોઈ છે !” ગળામાં દસ તોલાની સોનાની ચેઇન હોય અને મન બેચેન હોય એનો શો અર્થ? પિતાશ્રીની આ મૂલ્યનિષ્ઠા કુમારપાળે આત્મસાત્ કરી છે અને તેથી જ એમનાં વિચાર, વાણી અને વર્તન એક અનોખું પરિણામ સાધે છે. મનુભગવાન મનુસ્મૃતિમાં કહે છે? 'लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडषे वर्षे पुत्रं मित्रवदाचरेत् ।' અર્થાતુ, પાંચ વર્ષ લાલન (માતાના ખોળામાં – સાંનિધ્યમાં) પછી દશ વર્ષ પાલન (શિસ્ત અને સંયમ પિતાના સાંનિધ્યમાં) પામેલું બાળક સોળમે વર્ષે પુખ્ત બની જાય છે અર્થાત્ મિત્રની કક્ષાએ પહોંચી જાય છે. સોળ વર્ષનું સંતાન એક અંગત મિત્રની જેમ સલાહ-સૂચન આપવા જેટલું સક્ષમ બની જાય છે. કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો ફાળો બહુમૂલ્ય છે. પિતા પાસેથી કલમનો કસબ સાંપડ્યો તો માતાએ કાવ્યામૃતની કરુણાથી ભીતરી સંવેદનાને સંકોરી. “પુત્રનાં લક્ષણ પારણામાંથી' એ ન્યાયે અગિયાર વર્ષની કુમળી વયે એમણે લેખનકાર્યનાં શ્રીગણેશ કર્યો. પિતા તરફથી વારસામાં મળેલાં ખમીર અને ખુમારીને એમણે અધિક ઉડૂલ કરી બતાવ્યાં. લખવા ખાતર લખવું અને પ્રેરણાદાયી લખવું, એમાં જમીન-આસમાનનો ફરક છે. એમના વામપુલ્યની જોડે સદા એક વિશિષ્ટ દૃષ્ટિ રહેલી છે. મરીઝ લખે છે : પરિશ્રમ, જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માગે છે; નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી, નથી આકાશ ભીંજાતું કદી વાદળનાં પાણીથી !” વાદળથી ઉપર પણ એક નિરભ્ર અને નિર્મળ આકાશ હોય છે તે રીતે સુખદુઃખનાં વાદળિયાં જેને સ્પર્શી શકતાં નથી એવું હૃદયાકાશ જેની પાસે હોય તે નિર્ભેળ અને નિર્મળ સાહિત્ય 128 મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કાર્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ સર્જી શકે. સાહિત્યસર્જનમાં કેવળ ચાતુર્ય નહિ, ચારિત્ર્યનો પણ મહિમા છે. એમના વાલ્મયની માફક એમનાં વ્યાખ્યાનો પણ હૃદયસ્પર્શી અને ચિરપરિણામી હોય છે. તપશ્ચર્યાના પીઠબળ વગરનાં વિચાર કે વાણી બહુ અસરકારી બનતાં નથી. તપસ્વી વાણી તો જીવન તણો આધાર માગે છે, નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે” કુમારપાળ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. આનંદઘનનાં જીવન અને કવન પર પીએચ.ડી. કરનાર કુશળ અધ્યાપક ડૉ. કુમારપાળના હાથ નીચે સંશોધન કરીને પંદરેક અભ્યાસી છાત્રોએ પણ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સર્જન, વિવેચન, સંપાદન, અધ્યાપન બધે પહોંચી વળતી એમની બહુઆયામી પ્રતિભા નીરખતાં કોઈને પણ સંતર્પક આનંદ થાય તેવું છે. જયભિખ્ખું વ્યાખ્યાનમાળા' નિમિત્તે ત્રણ-ચાર વખત વ્યાખ્યાન આપવા જવાનું થયું ત્યારે એમનો નજીકથી થયેલો પરિચય સંતોષપ્રદ રહ્યો. એમની સરળતા, સહજતા, નિખાલસતા કોઈને પણ સ્પર્શી જાય તેવી છે. એમના વક્નત્વને કર્તુત્વનું પીઠબળ હોવાથી એમનામાં સહજ નેતૃત્વ પાંગર્યું છે. પોતે કામ કરે છે તેમજ બીજાઓ પાસે કામ લઈ પણ શકે છે. જૈનદર્શન ઉપરનાં લખાણો, વ્યાખ્યાનો અને વિદેશ પ્રવાસો દ્વારા એમણે જૈન ધર્મની અભુત સેવા કરી છે. સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓમાં સક્રિય રીતે જોડાઈને એમણે સમાજમાં મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કામ કર્યું છે. ખેલ સાથે સંકળાયેલા માણસ ખેલદિલ હોય એ ખૂબ જ સ્વાભાવિક છે. એમની વ્યાપક જીવનદૃષ્ટિ મહાવીરના અનેકાંતની નીપજ છે તો એમનું ઔદાર્ય, દિલની વિશાળતા ખેલનું પ્રદાન છે. ___ 'कुलं पवित्रं जननी कृतार्था, वसुंधरा पुण्यवती च येन ।' કુળને પાવનતા, જનનીને કૃતાર્થતા અને મા વસુંધરાને પ્રસન્નતા બક્ષનાર – બહુરત્ના વસુંધરાનું આ રત્ન સદા સર્વદા પ્રજવલિત રહીને સમાજને ઉજાગર કરતું રહે એ પરમકૃપાળુ પરમાત્માના ચરણે હાર્દિક પ્રાર્થના. i2. હરિભાઈ કોઠારી Page #155 -------------------------------------------------------------------------- ________________ માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત બહેચરભાઈ પટેલ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ એક શીલભદ્ર સારસ્વત છે. પિતાશ્રી જયભિખ્ખુના ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને તેમણે ઉજાળ્યો છે. એ સાહિત્ય, ધર્મ અને સંસ્કારને વરેલા છે. મેં હમણા જ એક મિત્રના સંદર્ભમાં એમને કહ્યું હતું કે તે રંગદર્શી છે અને તમે શિષ્ટતાવાદી છો. કુમારપાળ શિષ્ટ અને મિષ્ટ સાહિત્યકાર અને સ્નેહી જન છે. એમણે રસ અને પુણ્યની પાળ કદી ઓળંગી નથી. એ જડ કરતાં જીવંત-ચેતનને અને જીવન કરતાંય જીવનમૂલ્યોને વિશેષ મહત્ત્વ આપતા માણસ છે. એ મૂલ્યનિષ્ઠ માણસ છે, મૂલ્યનિષ્ઠ અધ્યાપક છે, મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર છે. એમણે વ્યાપક જીવનદર્શન અપનાવ્યું છે અને સઘળી મૂલ્યનિષ્ઠા જાળવી છે. સામાન્ય રીતે એ સંઘર્ષના માણસ નથી, સંવાદના માણસ છે. પણ જ્યાં સંઘર્ષ કરે છે ત્યાં મૂલ્ય માટે જ કરે છે. એમને ગમે તેમ લખવાનું ફાવતું નથી. એ સદાય પ્રેરણાપ્રદ સાહિત્ય લખે છે. ઈંટ અને ઇમારત'ના કે એમના અન્ય વિભાગોના લેખો દ્વારા એ સમાજને અને વિશેષતઃ નવી પેઢીને જીવનમૂલ્યોનો બોધ આપે છે. એમની એકેય વાત કે દૃષ્ટાંતકથા એવી નથી હોતી, જેમાંથી ધ્વનિરૂપે કોઈ જીવનમૂલ્ય સ્ફુટ ન થાય. કુમારપાળ એક સાંસ્કૃતિક વ્યક્તિ છે. મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ અને તેના જ અંશ એવા જૈન ધર્મદર્શનને પુરસ્કા૨ીને ચાલે છે. ‘અહિંસા પરમો ધર્મ:’ એ એમનું જીવનસૂત્ર છે. અને અહિંસાને તે 130 ! Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક પ્રેમધર્મ તરીકે વિસ્તાર છે. એમને આપણી સંસ્કૃતિનાં સત્યનિષ્ઠા, સૌંદર્યનિષ્ઠા, સમન્વયભાવના, મૂલ્યનિષ્ઠા, વિદ્યા, કલા, શીલ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે માટે ભારોભાર ગૌરવ છે. એ સાંસ્કૃતિક સમુદ્ધાર માટે લખે છે. એટલે સાંપ્રત જીવનમાં જ્યાં જ્યાં સંસ્કૃતિનો અને વ્યાપક માનવતાનો દ્રોહ થતો દેખાય છે, ત્યાં આપણા સાંસ્કૃતિક જીવનની સમીક્ષા કરે છે. કેમ જીવવું?’નો ઉત્તર એમના જીવન અને સાહિત્યમાંથી જડી રહે. એ સાહિત્યને ખાતર સાહિત્યમાં માનતા નથી. ‘કલાને ખાતર કલા' એ એમનું ધ્યેય જ નથી. ગાંધીજીએ કહ્યું હતું કે જીવન સૌ કલાથી અદકું છે. ઉત્તમ જીવી જાણે તે જ ઉત્તમ કલાકાર. કુમારપાળનો પુરુષાર્થ આ જીવનમાં મીમાંસક અને કલાકાર થવાનો છે. સાહિત્ય એટલે જીવનની સમીક્ષા' એવી સમજ સાથે તે સાહિત્યનું સર્જન કરે છે. ટૉલ્સ્ટોયની જેમ સાહિત્ય દ્વારા ભાવાત્મક ઐક્ય ઊભું કરવા માગે છે. એ સાંસ્કૃતિક હેતુપુર:સર લખે છે, વ્યાખ્યાનો આપે છે અને દેશવિદેશમાં સાંસ્કૃતિક પરિવ્રાજક તરીકે વિચરે છે. જૈનદર્શનના એ ઊંડા અભ્યાસી છે અને એ દ્વારા સમગ્ર આર્ય સંસ્કૃતિને તે વિશ્વમાં વિસ્તાર છે. એ જીવન-પ્રબોધક પરિવ્રાજક આચાર્ય છે. મોટે ભાગે એ જીવનનાં સનાતન મૂલ્યો માટે મથે છે અને તેને આધુનિક જીવનના સંદર્ભમાં પણ જાળવી રાખવા માગે છે. એ માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત છે. એમના સાહિત્યમાંથી ભૂલેચૂકેય કોઈને ખોટો જીવનસંદેશ ન પહોંચે. એમની સાહિત્ય છાબ પણ પત્રપુષ્પવાળી આ શ્રીમાળી તણી છાબ છે.” એમનું સઘળું સાહિત્ય જીવનલક્ષી છે. બાળકોને પ્રેરણા આપે એવી સામગ્રી પીરસી છે. બાળક કેમ ડાહ્યોડમરો” થાય અને આ વતનનું રતન બની રહે, નાની ઉંમરે પણ મોટું કામ કરે અને નાના હૈયામાં પણ મોટી હિંમત લઈ આગળ વધે, સાચના સિપાહી બને એને માટે તેમણે પ્રેરણાત્મક વાર્તાઓ, પ્રસંગો, ચરિત્રો અને દૃષ્ટાંતકથાઓ આપ્યાં છે. નવશિક્ષિતોમાં “માનવતાની મહેક મહેકે એ માટે ‘બિરાદરી' ને મોતીની ખેતી’ જેવા પદાર્થપાઠ આપ્યા છે. ‘અપંગનાં ઓજસ' જેવાં પ્રેરણાપ્રદ ચરિત્રો આપ્યાં છે. ચિંતનાત્મક સાહિત્ય પણ સારું એવું સર્યું છે. કેમ કરીને ઝાકળ મોતી' બને તેની ચિંતા સેવી છે, ને ચિંતન કર્યું છે. એમણે ‘એકાંતે કોલાહલની વાર્તાઓ લખી છે એ પણ મહદંશે જીવનલક્ષી જ છે. જીવન અને ઉજ્વળ જીવનને બાજુ પર મૂકીને એમણે કક્કાનો “ક” પણ માંડ્યો નથી. હા, કુમારપાળનું અધઝાઝેરું સાહિત્ય જીવનલક્ષી છે, પણ એ સાવ લલિતેતર નથી. એમાં ભારોભાર લાલિત્ય છે. રસ ન પડે એવું તો તે કંઈ લખતા જ નથી. એ ખરું કે તે કવિતા, નાટક કે નવલકથાના સર્જક નથી. એ અર્થમાં તેમને રસાત્મક અને કલાત્મક સાહિત્યના સર્જક ન કહી શકાય. એ કવિ નથી, નાટ્યકાર નથી, નવલકથાકાર નથી. જયભિખ્ખનો એક સમર્થ નવલકથાકાર અને નાટ્યકાર તરીકેનો વારસો એમણે આત્મસાત્ કર્યો નથી. જયભિખુની 131 બહેચરભાઈ પટેલ Page #157 -------------------------------------------------------------------------- ________________ કથાસૃષ્ટિ અને સર્જનાત્મક ગદ્યથી એ દૂર જ રહ્યા છે. ‘બાપ તેવા બેટા’ એ સર્વાંશે તો ન જ હોય ને! પણ જયભિખ્ખુંએ નહોતી કરી તે ક્રિકેટ-સમીક્ષા અને સાહિત્ય-સંશોધન-વિવેચન કુમારપાળે કર્યાં છે. કવિતા તો બાપ-દીકરાએ કોઈએ કરી નથી. હા, ક્યારેક કાવ્યાત્મક ગદ્ય આવે છે. કુમારપાળે એક પ્રેમકાવ્ય કે ભજન પણ નથી લખ્યું, એ સાલે છે. પણ કદાચ એમને કવિતાવેડા પસંદ જ નહીં હોય. વ્યક્તિત્વ જ શિસ્તબદ્ધ વિદ્યાર્થી, અધ્યાપક અને સામાજિક માણસનું, તે એમને કવિતા, વાર્તા, નવલકથા, નાટકની દુનિયા સાથે કામ પાડવાનું ન ફાવે. એમણે મોટે ભાગે લલિતેતર સાહિત્યસ્વરૂપો સાથે કામ પાડ્યું છે, અને એમાં લાલિત્ય સંભર્યું છે. બાળ-પ્રૌઢ સાહિત્ય, ચરિત્ર, રેખાચિત્ર, ચિંતન વગેરેમાં સર્જનકલ્પ રસિકતા નિષ્પન્ન કરવી એ જેવુંતેવું કામ નથી. એમણે સંશોધન-વિવેચનક્ષેત્રે જે કામ કર્યું છે તે નોંધપાત્ર છે. ‘આનંદઘન : એક અધ્યયન’ એ તો એમનો પીએચ.ડી.નો મહાનિબંધ. પણ એ ઉપરાંત પણ એમણે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું છે. હમણાં એ વિદેશોમાં પડેલી ઢગલાબંધ ભારતીય હસ્તપ્રતોની યાદીનું ભગીરથકાર્ય કરી રહ્યા છે. અધ્યાપક અને તે પણ અભ્યાસી અધ્યાપક છે. એટલે તેમણે ‘શબ્દસંનિધિ’, ‘ભાવન-વિભાવન’ ને ‘શબ્દસમીપ’ જેવા વિવેચનસંગ્રહો આપ્યાં છે. પણ એ સાહિત્યમીમાંસક કે મોટા ગજાના વિવેચક નથી. એમના પીએચ.ડી.ના ગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરને એ પૂરા અનુસર્યા નથી. કુમારપાળ સ્વભાવે જ ‘વિવેચક’ ઓછા છે. બાકી એમણે ઢગલાબંધ સાહિત્યિક વ્યાખ્યાનો આપ્યાં છે અને અન્ય વિષયક લોકભોગ્ય રસિક વ્યાખ્યાનોના તો લોકપ્રિય વક્તા છે. હા, કુમારપાળ એક સારા વ્યાખ્યાતા છે. વર્ગમાં એ ઉત્તમ વ્યાખ્યાતા છે, અને ખૂબ નિયમિત વ્યાખ્યાતા છે. એમનામાં ઊંચી કર્તવ્યનિષ્ઠા છે. એટલે કે અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગળાબૂડ હોવા છતાં અધ્યાપક તરીકે કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવે છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન થયા ત્યારે જ કહેતા હતા કે કંઈક સારું કામ કરવું છે, ને કરી રહ્યા છે. ગુજરાતી વિશ્વકોશનું સાફલ્ય પણ એમની કર્તવ્યનિષ્ઠાને કા૨ણે છે, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીની વિવિધ પ્રવૃત્તિઓના મૂળમાં કુમારપાળ પણ ખરા. ઉમાશંકર કહેતા હતા કે અમને આવા વિચારો જ નહોતા આવતા. એમની સંપાદન અંગેની અને સંસ્થા-સંચાલન અંગેની કામગીરી પણ નાનીસૂની નથી. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ તો એ ચલાવે જ. અનેક ટ્રસ્ટોના એ ટ્રસ્ટી, મંત્રી અને હોદ્દેદાર. એ એક ‘ટ્રસ્ટવર્ધી ટ્રસ્ટી’ છે, ‘મહાજન’ની પરંપરાના માણસ છે. કુમારપાળ પિતાશ્રી જયભિખ્ખુની ‘ઈંટ અને ઇમારત’ની કૉલમ તો ‘ગુજરાત સમાચાર’માં ઐતિહાસિક રીતે ચલાવી રહ્યા છે. એટલું જ નહિ, એ ‘ગુજરાત સમાચાર'માં સૌથી મોટા કૉલમિસ્ટ છે. છાપાં લેખકોને ખાઈ જાય છે કેટલીક વાર. પણ એમની લેખમાળાઓ પસ્તી થવાને 132 માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત Page #158 -------------------------------------------------------------------------- ________________ બદલે લોકપ્રિય પુસ્તકો બને છે, એ એમની વિશેષતા છે. એમને પત્રકારત્વ સાથે સારું પનારું પડ્યું છે. એ લેખો તો લખે છે જ, યુનિવર્સિટીઓમાં પત્રકારત્વના અધ્યાપક પણ ખરા. ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ'ના લેખક તરીકે વિશેષ ખ્યાતનામ છે. એમણે પત્રકારત્વમાં સાહિત્યતત્ત્વ ઉમેરીને એને વધુ સત્ત્વશીલ બનાવ્યું છે. એ એમના પત્રકારત્વનાં લખાણોને સાહિત્યિક સુવાસથી ચિરંજીવી બનાવે છે. કુમારપાળ એ પ્રસન્ન મુદ્રાના સ્નેહીજન છે. કોણ જાણે કેમ, મારા પ્રત્યે એમને વિશેષ સ્નેહસદ્ભાવ છે. હું એમનાથી બહુ મોટો નથી, પણ એ મને આદરણીય ગણે છે. એમનો વિવેક પ્રશસ્ય છે. પ્રેમ નિખાલસ છે. એ આ બાબતમાં ‘અમદાવાદી’ નથી. ઘેર લઈ જઈને, આતિથ્ય કરે એવા સ્નેહપૂર્ણ યજમાન છે. પિતાશ્રી જયભિખ્ખુના દર્શને – મુલાકાતે અનેક વાર ગયેલો, ત્યારે એમની મહાનુભાવિતાથી અભિભૂત થયેલો. કુમારપાળમાં એવું જ સ્નેહાળ સૌજન્ય છે, ઔદાર્ય છે, ઓદાત્ય છે. મારી કૉલેજમાં આવે જ, વ્યાખ્યાન આપે અને પુસ્તક પણ ભેટ આપે. મારી ‘બાળલીલા’ની હસ્તપ્રત જોઈ, તો સાથે લઈ ગયા અને એ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થઈ. ત્યારે મેં એના પુરસ્કારની ૨કમ મારી સ્વ. પુત્રી અસ્મિતા, જે તે વખતે એમની વિદ્યાર્થિની હતી તેની સાથે પરિષદમાં આપવા મોકલાવી, તો એમણે એ પાછી પરત મોકલાવી. હમણાં અમે વિરમગામ કૉલેજના વાર્ષિકોત્સવમાં ગયા તો ત્યાં ઠક્કરબાપા છાત્રાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શિલ્ડ’ ભેટ આપ્યો ! જ્યાં જાય ત્યાં સાહિત્ય, ચિંતન ને વ્યક્તિત્વની સુવાસ મૂકતા આવે. એમના પ્રિય મિત્રો પણ કેટલા બધા ! વિરમગામમાં વિકલાંગ સાહિત્યરસિક ભાઈ પંકજને સામે ચાલીને મળવા ગયા. સૌજન્ય તો જાણે એમનો સ્વભાવ જ છે. ‘૫૨દુઃખે ઉપકાર કરે, તોયે મન અભિમાન ન આણે રે’ એવા એ વૈષ્ણવજન વીતરાગની દિશામાં પ્રગતિ કરી રહ્યા છે. અનાસક્તિપૂર્વક સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, સમાજ વગેરેની સેવાનો કર્મયોગ કરી રહ્યા છે. અનાસક્ત છે એટલે એવૉર્ડ તો એમને શોધતા આવે છે. કેટકેટલાં એવૉર્ડો અને પારિતોષિકો તેઓ પામ્યા છે. સ્પર્ધાત્મક પારિતોષિક મળે અને ગૌરવ પુરસ્કાર પણ મળે. તેઓ જેન જ્યોતિર્ધર’ છે, ‘ગુજરાત રત્ન’ છે. એમને જૈન રત્ન'નો એવૉર્ડ માનનીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે ૨૦૦૨માં અપાયો હતો. ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકારે એમનું ‘પદ્મશ્રી’ એવૉર્ડની ઘોષણાથી સન્માન કર્યું, અને માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે તેનું અર્પણ કરવામાં આવ્યું. ગુજરાતમાં પૂ, કે. કા. શાસ્ત્રી પછી કુમારપાળ આ ક્ષેત્રની સેવા બદલ પદ્મશ્રી બને છે તે ગુજરાતના સાહિત્યકારો ને સારસ્વતો માટે ગૌરવપ્રદ ઘટના છે. ડૉ. કુમારપાળને આ બહુમાન બદલ હાર્દિક અભિનંદન ! 133 બહેચરભાઈ પટેલ Page #159 -------------------------------------------------------------------------- ________________ शुभाशीर्वाद शब्द-शिल्पी डॉ. कुमारपाल देसाई को सन् 2004 के गणतन्त्र दिन के अवसर पर पद्मश्री खिताब दिया है यह जैन समाज के लिए बड़ी प्रसन्नता की बात है। योग्य व्यक्ति का योग्य सन्मान करना यह हमारे भारत वर्ष की अपनी पारंपरिक पहचान है। डॉ. देसाई जैन धर्म के देश-विदेश में प्रख्यात अच्छे चिन्तक, लेखक और प्रवक्ता है । जैन चरित्र कथानकों को रसप्रद शैली में आलेखन करना, प्रेरक कथाओं की पुस्तकें लिखना, विदेशों में धर्म प्रचार, साहित्य के क्षेत्र में योगदान इत्यादि प्रवृत्ति करते रहे हैं । जैन इतिहास की महत्त्वपूर्ण घटनाओं के सुन्दर लेख समाचार पत्रों में सुबोध व सरल संस्कारी भाषा में रोचक शैली द्वारा प्रस्तुत करने का तरीका अनुमोदनीय है। खास कर अंग्रेजी में श्रमण भगवान महावीर प्रभु के जीवन पर लिखा ग्रन्थ वास्तव में डॉ. देसाई के गहरे अध्ययन और परिश्रम का परिचय देता है। नपे तुले शब्दों में प्रवचन देने की पद्धति भी एक ओर उनकी विशेषता है। यह एक योगानुयोग ही कहा जायेगा कि पूज्यपाद योगनिष्ठ 108 अमर ग्रन्थ प्रणेता आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरजी महाराज के स्मारक ग्रन्थ लिखने का लाभ इनके पिताश्री को मिला था तो परम पूज्य महान गच्छाधिपति आचार्य श्रीमत् कैलाससागरसूरीश्वरजी महाराज का पवित्र जीवन चरित्र लिखने का लाभ डॉ. देसाईजी को मिला। ये दोनों चरित्र-ग्रन्थ वाचकों को प्रेरणा देते हैं और जिनशासन के साधु भगवन्तों पर अहोभाव पैदा करते हैं। ___आपके द्वारा गुर्जर साहित्य सर्जन आदि द्वारा सुन्दर आलेखन होते रहें ऐसा इस अवसर पर मेरा शुभाशीर्वाद है। आचार्य पद्मसागरसूरि 134 Page #160 -------------------------------------------------------------------------- ________________ અમ હદયના શુભ આશીર્વાદ પાઠવીએ છીએ. શુભેચ્છા અર્પણ કરીએ છીએ. તમોએ તમારા જીવનમાં ઘણાં ક્ષેત્રે ઘણી રીતે યશોવલ પ્રગતિ સાધી છે તેમાં ખૂબ ખૂબ વધારો થાય તેવા અમારા શુભાશીર્વાદ છે. તમારી પ્રતિભા પિતાજી કરતાં પણ સવાઈ ઝળકી છે. વક્તા તરીકે પણ તમે નામ કાઢ્યું છે. કોબા પ્રેક્ષા વિશ્વભારતીમાં ડૉક્ટર ફેડરેશનની સભામાં કુમારપાળ દેસાઈ હવે વક્તવ્ય આપશે તેવી જાહેરાત થતાંવેંત સભામાંથી શ્રોતાગ્રંદનો જે મધુરકરતલ ધ્વનિનો નાદ પ્રસર્યો તેનો ગુંજારવ હજીય કાનમાં સચવાયો છે. વક્તવ્ય-સમાપ્તિ વખતે થતા કરતલ ધ્વનિ કરતાં નામ બોલાય ત્યારે થતો કરતલ ધ્વનિ જુદા કુળનો હોય છે. આવી લોકપ્રિયતા તેમણે હાંસલ કરી છે. તેઓ નિરોગી દીર્ધાયુ સાથે સકલ સંઘની, દેશની, વિદ્વત્ વિશ્વની સેવા કરતા જ રહે, કરતા જ રહે. આશીર્વાદ પ્રધુનવિજયજી મહારાજ 135 Page #161 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર જૈનસમાજનું ગૌરવ અમારભાઈના વ્યક્તિત્વનું વધુ સ્પર્શી જાય તેવું પાસુ તે તેમને પ્રેમાળ અને માયાળુ હયું છે. સૌરાષ્ટ્રની ધરતીમાં એમનાં મૂળ હોવાની સાબિતી એમનું લાગણીસભર વ્યક્તિત્વ આપી જાય છે. પ્રાધ્યાપક, સાહિત્યકાર અને વહીવટકાર હોય અને છતાં લાગણીભીના હૃદયની માવજત કરી જાણે એવું. આજના વ્યવહારોમાં, જવલ્લે જ જોવા મળે. જૈન સમાજનાં કાર્યો અંગે પણ તેમની દૃષ્ટિ તથા પ્રદાન હંમેશાં મૌલિક હોય છે. પ્રણાલિકાગત કાર્યો કરતાં જુદી જ દિશામાં અને જુદા જ દૃષ્ટિકોણથી જૈન ધર્મનો મહિમા વધારવો અને જૈનત્વના હાર્દને ફેલાવવું એ તેમનું પ્રિય જીવનકાર્ય રહ્યું હોય તેમ લાગે છે. અને દૃષ્ટિસંપન્ન તથા પ્રિયકર આયોજનક્ષમતાને કારણે તે વિષયમાં તેમણે મનચાહી સફલતા પણ હાંસલ કરી જ છે. થોડા વખત અગાઉ તેમને, તેરાપંથ જૈન સંપ્રદાય દ્વારા ગૌરવ પુરસ્કાર અપાયો ત્યારે જેને શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજનું ગૌરવ વધ્યું હોય તેવું લાગેલું અને હવે જ્યારે તેમને પદ્મશ્રી અલંકરણ પ્રાપ્ત થાય છે ત્યારે સમગ્ર જૈન સમાજનું ગૌરવ થતું હોવાનું લાગે છે. તમે, મિત્રો, કુમારભાઈને બિરદાવતો તથા વધાવતો ગ્રંથ પ્રગટ કરી રહ્યા છો તે જાણતાં આનંદ થાય છે. તમારું આ કાર્ય સરસ રીતે સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવું છું. શીલચંદ્રવિજયજી મ.સા. 136 Page #162 -------------------------------------------------------------------------- ________________ સીરા કામના કરનારને બોલવું પડતું નથી. એનું કામ પોતે જ બોલે છે અને આમ શ્રી કુમારપાળભાઈનાં સર્જનો જ એમના નામની આહલેક પોકારે છે. એમના સર્જનની વિહારયાત્રા વાંચતાં જ “અધધધ ! ઓહો ! અદ્ભુત!’’ એવા શબ્દો સ્વાભાવિક સરી પડે છે. સામાન્ય રીતે ગુજરાતી પ્રજાને આવી બધી સાહિત્યની બાબતમાં ૨સ ઓછો રહે છે. એને તો બસ એનો ધંધો જ વહાલો. તો પછી શ્રી કુમારભાઈમાં આ બધું આવ્યું ક્યાંથી ? એમની જ્વલંત કારકિર્દીમાં પિતાશ્રી બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ) અને માતુશ્રી જયાબહેનના સંસ્કારોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. પિતાશ્રીએ સાહિત્યના ક્ષેત્રે અમર ઈંટ મૂકી શિલાસ્થાપન કર્યું અને એ શિલા ઉપર પુત્રે ગગનચુંબી ઇમારતનું સર્જન કર્યું. અને દ૨૨ોજ એ ઇમારતનાં ચણતર ઊંચાં ઊંચાં થતાં જાય છે. આકાશને આંબીને એ ઇમારત ઊભી છે. ઈંટ અને ઇમારત’ની યશોગાથા પાંત્રીસ વર્ષથી ‘ગુજરાત સમાચાર'માં અખંડ દીપકની જ્યોત માફક ઝગમગી રહી છે. એ કૉલમથી ‘ગુજરાત સમાચાર’ ગૌરવવંતું બન્યું છે. મહામૂલું સુવર્ણીપચ્છ શ્રી કુમારભાઈની હરણફાળની પાછળ પૂરા નિર્વેદચંદ્રવિજયજી મ.સા. પરિવારનું યોગદાન રહેલું છે. ખાસ કરીને માતા અને પત્નીનું. માતાનો સ્નેહ કદી નિવૃત્ત થતો નથી અને માતાના આશીર્વાદ કદી કરમાતા નથી. મા એ તો જન્મદાત્રી, જીવનદાત્રી અને સંસ્કારદાત્રી છે. માતાએ આપેલો ઉપદેશ એ જગતના તમામ જ્ઞાનભંડારોના જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે. મા એ જગતની સૌથી મોટી વિદ્યાપીઠ છે. 137 Page #163 -------------------------------------------------------------------------- ________________ ખમીર અને ખમીરવંતાં દેશદાઝથી રંગાયેલાં મા જયાબહેન આઝાદી જંગની અસહકારની ચળવળનાં સાથી-સાક્ષી અને સહભાગી હતાં. ભારતમાતાની આઝાદી અંગેની ગાંધીબાપુની વાતો દીકરાને કરતાં. દીકરો એ વાત સાંભળતો અને દેશભક્તિના રંગે રંગાતો. સત્તાવીશ વર્ષે કુમારભાઈએ પિતાની છત્રછાયા ગુમાવી. પિતાશ્રી નામી લેખક હતા. એમની લેખનકળા પર લોકો આફરીન હતા. સ્વમાની પરોપકારી, ઉદાર સ્વભાવના કારણે દુઃખિયાનાં આંસુ લૂછવા પોતાની મૂડી વાપરતા અચકાતા નહીં. પરિણામે જ્યારે તેઓ પરલોકના પંથના પ્રવાસી બન્યા ત્યારે માત્ર સાડા ત્રણસો રૂપિયાની રોકડ સિલક મૂકીને ગયા, પણ દીકરાને સુસંસ્કારોનો એટલો જબરદસ્ત વારસો આપીને ગયા કે એ દીકરાએ સાડા ત્રણસો રૂપિયામાંથી સાડા ત્રણસો અબજ કરતાં પણ વધારે ઇજ્જત મેળવી ! આજની તારીખમાં જો પિતાશ્રી હયાત હોત તો દીકરાના કામ પર ઓવારી ગયા હોત! ખમ્મા, મારા લાલ' એમ કહીને દીકરાને પ્રેમનાં આંસુઓથી નવડાવ્યો હોત. શ્રી કુમારભાઈનાં સર્જનયાત્રાના વિશાળ ફલકને જોતાં એમ લાગે છે કે આ બધાની પાછળ પિતાના અને વડીલોના દેવી આશિષ જ કામ કરી રહ્યા હશે અને એ અનુમાન ખૂબ વિશ્વસનીય લાગે છે. આટલું બધું લખવા માટે કેટલું બધું વાંચ્યું હશે? આટલું વાંચ્યું ક્યારે લખ્યું ક્યારે અને કેવી રીતે ? સમય ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો હશે ? આ સંદર્ભમાં એક વાત આવે છે: “એને ઘણો સમય મળે છે, કારણ એ ઘણું કામ કરે છે. એને સમય મળતો નથી, કારણ કે કશું કરતો નથી.” જેને કામ કરવું છે તેની પાસે સમયનો સુકાળ છે. જેને કામ કરવું નથી તેની પાસે સમયનો દુકાળ છે. જે સમયને સાચવે છે તેને સમય સાચવે છે. “He who masters the time, masters the success too.' અગિયાર વર્ષની રમવાની ઉંમરે ‘ઝગમગીનું સર્જન કરનારનું જીવન પણ ઝગમગી ઊઠ્યું. સૌરાષ્ટ્ર એટલે સિંહોની ધરતી. એ ધરતીનાં સંતાનો પણ સિંહ જેવાં જ હોય. શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા મોટા ગજાના કવિ, લેખક અને ગાયકનાં લેખો અને ગીતો શ્રી કુમારપાળને વાંચવા મળ્યાં. મડદામાં પણ પ્રાણ પૂરે એવા ભડવીર શ્રી ઝવેરચંદ મેઘાણીનાં દેશદાઝથી ભરપૂર દેશભક્તિનાં તેજાબી ગીતોએ આખા મલકને જગાડ્યું. રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે? આ અને આવાં બીજાં કેટલાંય શૌર્યગીતોના રચનાર આ કવિ ઉપર દેશદ્રોહનો આરોપ મુકાયો અને બે વરસની જેલની સજા જાહેર થઈ. ન્યાયાધીશે શ્રી મેઘાણીને પૂછ્યું, “તમારે કંઈ કહેવું છે ?”, “હા, સાહેબ, મારે ગીત ગાવું છે.” શ્રી મેઘાણીની આ વાત સ્વીકારાઈ. ભારતની ગુલામીનું દેશભક્તિનું ગીત ગાયું જે સાંભળતા ન્યાયાધીશની આંખમાં પણ પાણી આવી ગયાં. આવાં યશસ્વી ગીતોના લખનાર-ગાનાર ઉપરાંત શ્રી ગુણવંતરાય આચાર્ય – કવિ કાગ એ 138 મહામૂલું સુવર્ણપિચ્છ Page #164 -------------------------------------------------------------------------- ________________ બધાનો સુવર્ણકાળ હતો. એ બધાની વાણીના ઉજાશમાં શ્રી કુમારભાઈના જીવનમાં ઓજસ પથરાયાં અને જે દુનિયાને ઉજાશ આપે છે તેના ઇતિહાસ રચાય છે. કૉલેજકાળમાં ‘વતન, તારાં રતન' વગેરે લખ્યા. ભારતમાતાના લાડીલા સપૂત – વામન છતાં વિરાટ, વંદનીય શ્રી લાલબહાદુર શાસ્ત્રીના જીવનચરિત્ર “લાલ ગુલાબની ૬૦ હજાર નકલો વેચાઈ જે પુસ્તક શિષ્ટવાચન પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યું. | વિકલાંગો માટેનું “અપંગનાં ઓજસ' કૃતિની રચના કરી. “અપાહિજ તન, અડિગ મન’ નામે એનો હિંદી અનુવાદ કર્યો. આ કૃતિએ કમાલ કરી. બ્રેઇલ લિપિમાં – હિંદીમાં અનુવાદિત થયું અને હવે અંગ્રેજી ભાષામાં રૂપાંતર પામશે ! તેઓશ્રીનું રસક્ષેત્ર ખૂબ વિશાળ છે. મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના અભ્યાસી આ લેખકે મસ્તયોગી આનંદઘનજીનાં પદો અને સ્તવનોની ૩૦૦ જેટલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેના ઉજાશમાં આનંદઘનજીના કવિત્વને પ્રકાશમાં આપ્યું છે. અને આમ કરી આનંદઘનજી જેવા અઘરા અવધૂતને સમજવા માટે થોડા સહેલા કરી આપ્યા છે. "Glory of Jainism', 'Essence of Jainism', 'The Timeless Message of Bhagwan Mahavir', Journey of Ahimsa' વગેરે કેટલાંયે પુસ્તકો અંગ્રેજી ભાષામાં લખીને જૈન ધર્મને દેશ-પરદેશમાં જીવતો અને જાગતો કર્યો છે. કલમના આ કસબી કારીગરે જગતને ઊંચી કક્ષાના સાહિત્યની લહાણી કરી છે. કહેવાય છે કે એકસો વિદ્યાર્થી ભણવા આવે એમાંથી દસ વિદ્યાર્થી પૂરેપૂરું ભણે અને એ દશમાંથી એક વક્તા બને છે. વક્તા બનવું એ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે. શ્રી કુમારભાઈ એક અચ્છા વક્તા છે. એમની આ પ્રતિભાની વાતો દેશની સરહદ વટાવી પરદેશના પાદરે પહોંચી. છેલ્લાં કેટલાંય વર્ષોથી પરદેશમાં એમનાં વ્યાખ્યાનો યોજાય છે. એમની વાતો તાત્વિક-સાત્વિક અને માર્મિક હોય છે. વિસરાતી જતી આપણી માતૃભાષાને નવપલ્લવ બનાવવા દેશ-પરદેશમાં ઘણી મહેનત કરી રહ્યા છે. કંઠમાં કુમાશ, હોઠ પર સ્મિત અને હૈયામાં પ્રીત રાખનાર આ નખશિખ સજ્જન સહુને વહાલા વહાલા લાગે છે. એ બોલતા ગમે, એ લખતા ગમે, એ સાંભળવા ગમે. એ બોલે ત્યારે એમ જ થાય કે એ બોલ્યા જ કરે. એમની કૃતિઓ એકી બેઠકે વાંચવાનું મન થાય એવી. જ્યારે કૃતિ વંચાઈ રહે ત્યારે એમ થાય કે હજુ વધારે લખ્યું હોત તો સારું થાત. વાંચ્યા પછી મને પ્યારું રહી જાય. વિષયની પકડ પણ જોરદાર. ૧૯૮૪માં વૅટિકનમાં પોપ જ્હૉન પૉલ સાથે મુલાકાત થઈ. જેમાં ધર્મદર્શન વિષે સાર્થક ચર્ચા કરી હતી. ભોજનનું નિમંત્રણ હતું. મેનુ બતાવવામાં આવ્યું. મેનુ જોઈ શ્રી કુમારભાઈએ કહ્યું, આવું બધું નહીં ચાલે.” તો પછી શું અને કેવું ચાલે ? ત્યારે કુમારભાઈએ “ભાત, શાક, કઢી’ 139 નિર્વેદચંદ્રવિજયજી મ. સા. Page #165 -------------------------------------------------------------------------- ________________ વગેરેનું સૂચન કર્યું. નામદાર પોપે પૂછ્યું, “આ બધું શું? અને જ્યારે એ વાતની ચોખવટ થઈ ત્યારે પોપ પણ અચંબામાં પડી ગયા કે આવી વાનગી ખાઈને પણ જીવી શકાય છે ! શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી બહેચરદાસ દોશી, શ્રી દલસુખભાઈ માલવણિયા જેવા મોટા ગજાના વિદ્વાનોએ પણ શ્રી કુમારભાઈના કાર્યની ભરપેટ પ્રશંસા કરી છે. એક વાત ખાસ લખવાની કે જ્યારે આગલા દરવાજેથી વાજતે-ગાજતે જ્ઞાન દાખલ થાય છે ત્યારે પાછલા દરવાજેથી ચૂપકીથી માન દાખલ થાય છે. શ્રી નવપદજીમાં સાતમા પદે જ્ઞાન અને અઢાર પાપસ્થાનકોમાં સાતમા સ્થાને માન-અભિમાન. આમ જ્ઞાન અને માન બંને જોડિયા ભાઈ છે, પરંતુ આ વાત બધાને એકસરખી રીતે લાગુ પાડી શકાય નહીં. એ તો જે અધૂરો હોય તેને આ વાત લાગુ પડે. જે છલકાય તે પૂરો નહીં અને જે પૂરો હોય તે છલકાય નહીં. શ્રી કુમારભાઈ પૂર્ણ નહીં, પણ સંપૂર્ણ છે, તેથી એ કદી છલકાયા નથી. જ્યારે જુઓ ત્યારે વિનીત અને વિનમ્ર એમની પ્રતિભા દેખાય. સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની કેટકેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ જે જે સંસ્થાઓમાં જોડાયેલા છે તે તે બધી સંસ્થાઓ નવજીવન પામી છે, નવપલ્લવ બની છે, ધબકતી રહી છે. એમના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. બાકી તો ઘણી વાર એવું જોવા મળે કે Jack of all, but master of none, પણ અહીં તો ઊલટું દેખાય છે – Jack of all and master of all. અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં એક યુવાનને શરમાવે તે રીતે કાર્ય કરી રહ્યા છે. બાસઠ વર્ષના આ તરવરિયા યુવાન હજુ નવાં નવાં શિખરો અને ક્ષિતિજો સર કરવાની ઉમેદ રાખે છે. આ બધાં કાર્યોના ઉજાશમાં તેમને રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રીનો ગૌરવવંતો પુરસ્કાર એનાયત થતાં જય જય ગરવી ગુજરાતની ગૌરવગાથામાં એક મહામૂલું સુવર્ણપિચ્છ ઉમેરાયું છે. આ પુરસ્કારથી ગુજરાત અને ગુજરાતી ધન્ય બન્યા છે! તેઓશ્રીને પદ્મશ્રીના ખિતાબથી વિભૂષિત થવાના મંગલટાણે એક જૈનીના નાતે – એક ગુજરાતીના નાતે પ્રત્યેક જેની અને ગુજરાતીને આનંદ થાય જ એ સ્વાભાવિક છે. એ આનંદમાં સહભાગી બનવાનો આનંદ છે. હજી પણ તેઓ પોતાના મેધાવી ક્ષયોપશમથી આ સર્જનયાત્રાને – આ જ્ઞાનયાત્રાને યશસ્વી મંઝિલે લઈ જાય. રત્નત્રયીની આરાધના-સાધના કરી સ્વ અને સર્વ જીવોને કલ્યાણને માર્ગે ગતિ કરવા પ્રેરણા આપતા રહે. તેઓ નિરોગી દીર્ધાયુષીના સ્વામી બનો એ જ મંગલ કામના. 140 મહામૂલું સુવર્ણપિચ્છ Page #166 -------------------------------------------------------------------------- ________________ : - કચ્છ . . ૧ અ.ક્ર 3. • દર કરો - મક છે " મરમી સાહિત્યકાર વિવિધ ક્ષેત્રે અનેક એવૉસ અને પારિતોષિકો પ્રાપ્ત કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને એમની યશોદાયી અને જ્વલંત કામગીરીને લક્ષમાં રાખીને ભારત સરકાર તરફથી ૨૦૦૪નો પદ્મશ્રી એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો તે બદલ તેમને અભિનંદન અને અમારી શુભ આશિષ. ડૉ. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ અનેકરંગી છે. તેમણે ગુજરાતી સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, જૈન ધર્મદર્શન, રમતગમત વગેરે ક્ષેત્રોમાં પોતાનું વિશિષ્ટ એવું બહુમૂલ્ય પ્રદાન કર્યું છે અને આજે પણ આ બધાં ક્ષેત્રોમાં તેમનું પ્રદાન વણથંભ્ય રહ્યું છે. આ બધાં ક્ષેત્રોમાં તેમની બહુમુખી પ્રતિભા પાંગરતી રહી છે. આમ છતાં જયભિખ્ખના પનોતા પુત્ર એવા ડૉ. કુમારપાળ દેસાઈ સ્વભાવે નમ્ર અને નિરાભિમાની રહ્યા છે. એક જ સ્ટેજ પર એમનો અને અમારો ભેટો ચાર-પાંચ વાર થયો છે ત્યારે એમની વિશિષ્ટ પ્રતિભાની અમને ઝાંખી થઈ છે. તેમની જ્ઞાનપિપાસા સદા અતૃપ્ત રહી છે તેથી તેઓ પ્રવચનોમાં તેમજ લેખનપ્રવૃત્તિમાં સતત મંડ્યા રહ્યા છે. સદા પ્રફુલ્લિત રહેતા ડૉ. કુમારપાળ દેસાઈ યૌવનને પણ શરમાવે એવો બાહ્ય અને આંતરિક તરવરાટ ધરાવે છે. એમની પાસે હજી અનેક અપેક્ષાઓ ચોક્કસ રાખી શકીએ. ઉપર દર્શાવેલા દરેક ક્ષેત્રે તેમનું યશસ્વી પ્રદાન છે. તેમનો મુખ્ય વ્યવસાય પ્રાધ્યાપકનો. ગુજરાતીના તેઓ પ્રાધ્યાપક. અતઃ ગુજરાતી સાહિત્યના તેઓ મુનિશ્રી ભાનુવિજયજી 14 Page #167 -------------------------------------------------------------------------- ________________ ઊંડા અભ્યાસી. “આનંદઘન : એક અધ્યયન' એ વિષય પર મહાનિબંધ લખ્યો અને તેના પર પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ગુજરાતીના એક નિષ્ણાત પ્રાધ્યાપકની સાથે સાથે તેઓ જૈન ધર્મચિંતન, પ્રસંગચિત્રો, વ્યક્તિચિત્રો વગેરે વિષયો પર ગુજરાત સમાચાર'ની ઈટ અને ઇમારત', 'ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદની કૉલમોમાં નિયમિત રીતે લખે છે. સાથે સાથે ગુજરાતનાં સામયિકોમાં પણ તેમના લેખો પ્રકાશિત થાય છે. તેમના વિષયો ગંભીર પણ સમાજોપયોગી છે. તેમની શૈલી સાદી અને સરળ છે. તેથી તેમની કૉલમોનાં લખાણો ગુજરાતી વાચકોને અતિ પ્રિય થઈ પડ્યાં છે. આ જાણીતી કૉલમોમાં તેમનો અભ્યાસ, તેમનું ચિંતન, તેમની વિચારસરણી પ્રકટ થાય છે, જે સુજ્ઞ વાચકો માટે પ્રેરણાદાયી બની જવા પામ્યાં છે. તેમનાં લખાણો અને તેમનાં મનનીય પ્રવચનો વિદ્વત્તામાં અગ્ર કોટિનાં તેમજ શિક્ષિતોમાં લોકપ્રિય રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મદર્શનના મરમી હોવાને કારણે તેમનાં લખાણો અને પ્રવચનોમાં ઉચ્ચતાની છાંટ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શનના ઊંડા અભ્યાસી હોવા છતાં તેઓ જ્ઞાનનો ભાર લઈને દેશ-પરદેશમાં વિહરતા નથી. તેમણે ગુજરાતમાં તેમજ દેશવિદેશમાં જેનદર્શન અંગે પુષ્કળ પ્રવચનો આપ્યાં છે. પર્યુષણ નિમિત્તે દેશમાં તેમજ પરદેશમાં અનેક સ્થળોએથી જૈન ધર્મ વિશે પ્રવચનો અને પ્રવચનશ્રેણીઓ આપવા માટે તેમને અનેક આમંત્રણો મળ્યાં છે. એ રીતે જૈનદર્શનના એક ઊંડા અભ્યાસી અને મરમી તરીકે તેઓ દેશવિદેશમાં ખ્યાતિ પામ્યા છે. આજે પણ આવાં આમંત્રણો તેમને મળ્યાં કરે છે. ઠેઠ ૧૯૮૪થી તેમને પરદેશમાં જૈન ધર્મ અને જૈનદર્શન વિશે વ્યાખ્યાનો આપવા માટે ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયામાં આવવા માટે આમંત્રણો મળે છે. ત્યાં તેઓ તે અંગેના પરિસંવાદોમાં પણ ભાગ લે છે, આ હકીકત તેમને માટે તેમજ દેશને માટે ગૌરવ અપાવે તેવી છે. જૈન ધર્મ અને ચિંતન ડો. કુમારપાળ દેસાઈના વિશેષ રુચિનાં ક્ષેત્રો છે. તેમના પિતાશ્રી જયભિખ્ખના સંસ્કારે તેમનામાં ધર્મ અને ચિંતનનું સિંચન કર્યું છે. ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને જૈનદર્શન ઉપરના એમનાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ બક્યું છે. સાહિત્યકાર અને જૈન ધર્મદર્શનના મરમી એવી બે વિશિષ્ટતાઓ એક જ વ્યક્તિમાં હોવી એ એક વિરલ ઘટના છે. જેનદર્શનને લગતાં તેમનાં વ્યાખ્યાનોની પ્રશસ્તિ રૂપે ઇંગ્લેન્ડમાં તેમને હેમચંદ્રાચાર્ય એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ રીતે દેશમાં તેમજ પરદેશમાં જેન ધર્મ તેમજ જૈન ધર્મદર્શનની તરી આવતી વિશિષ્ટતાઓ, પ્રવચનોમાં તેમજ લખાણોમાં દર્શાવી જેને ધર્મનો આગવી રીતે, તેમણે પ્રચાર-પ્રસાર કર્યો હતો. જેને ધર્મ પ્રત્યે એક જૈન તરીકે પ્રીતિ અને 142 મરમી સાહિત્યકાર Page #168 -------------------------------------------------------------------------- ________________ માન હોવા છતાં તેમનું મન અને તેમની વિચારસૃષ્ટિ સંકુચિત નથી. સમગ્ર રીતે તેઓ ભારતીય સંસ્કૃતિના વાહક બન્યા છે. જેન સાહિત્ય, સંશોધન અને જેનદર્શન અંગે મૂલ્યવાન અને મહત્ત્વનું કાર્ય કરવા બદલ ૧૯૯૦માં કેનેડાના ટોરેન્ટો શહેરમાં આયોજિત દ્વિવાર્ષિક અધિવેશનમાં તેમને પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અનેક એવોર્ડો, પારિતોષિકો અને સન્માનપત્રથી લદાયેલા ડૉ. કુમારપાળ દેસાઈ સેવાભાવને વીસર્યા નથી. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરકતીકંપ વખતે ભૂકંપ-પીડિતો માટે ભારે જહેમત ઉઠાવી પંદર લાખ રૂપિયા જેટલી રકમ પરદેશમાંથી મેળવી હતી. આમ, કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. અહિંસા અને શાકાહાર અંગે તેમણે પ્રવચનો કર્યા છે અને તે વિષય પર લેખો તેમજ પુસ્તકો પણ પ્રકટ કર્યા છે. જૈન ધર્મદર્શન અંગે તેમણે વિપુલ પ્રમાણમાં લખ્યું છે. એ બધાંનો વિગતવાર અહેવાલ આ નાનકડા લેખમાં આપવો મુશ્કેલ છે. તેમનું જૈન ધર્મદર્શન ઉપર અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દીમાં પુષ્કળ સાહિત્ય પ્રકટ થયું છે. કિં બહુના ? ડૉ. કુમારપાળ દેસાઈને તેમની આ બધી વિરલ કામગીરીને લક્ષમાં રાખીને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો છે તે બધી જ રીતે ઉચિત છે. 143 મુનિશ્રી ભાનુવિજયજી Page #169 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનો અંતરસ્પર્શ નામ તો જાણીતું. ઈટ અને ઇમારતના પણ કેટલાક લેખો વાંચ્યા હતા. અમદાવાદમાં એક બપોરે અમારા ‘સત્યપથમાં ડૉ. અરુણાબહેન ઠાકર આવે છે. કહે છે: મા, આપની વાતો સાંભળીને શ્રી કુમારપાળ દેસાઈ આપનાં દર્શન માટે આવવા માગે છે. અરે, અરુણાબહેન ! એવા મોટા મોટા માણસોને અહીં ના લાવો. એવી વિશેષ વ્યક્તિઓ જોડે વળી અમારે શું વાત કરવી અને એ બધી મુલાકાતો રહેવા દો. ના, મા! ઘણા વખતથી એમની ઇચ્છા છે. વળી આપ અહીં છો તો લાભ મળે. સમય આપો તો સારું, અને શ્રી કુમારપાળ દેસાઈ જેમનું નામ છે તે આવ્યા. વાતો થઈ વિશ્વકોશની, જૈન ધર્મની, શ્રીમદ્ રાજચંદ્રની, વિદેશયાત્રાની. વાતો કરતાં તો એવું સહેજે ના લાગ્યું કે આ કોઈ મોટી જાણીતી વ્યક્તિ છે. જાણે એક સ્વજન લાગ્યા. એટલે બહાર ગાડી સુધી વળાવવા જવાની વાત વિચારી તો અરુણાબહેન કહેવા લાગ્યા. સાહેબ તો પોતાની ગાડી સોસાયટીની બહાર દૂર રોડ ઉપર મૂકીને અહીં ચાલતા જ આવ્યા છે. તો ગાડી અહીં લઈ આવો. ના, મા ! સાહેબ તો કહે છે કે સંતદર્શને ચાલતા જ જવાનો શિષ્ટાચાર યથાશક્તિ યથાસ્થાનેથી પાળવાનો હોય છે. માટે ફરીથી તેઓ સોસાયટીની બહાર ગાડી સુધી ચાલતા જ જશે. 144 મા સર્વેશ્વરી Page #170 -------------------------------------------------------------------------- ________________ આ હતો એમનો પ્રથમ પરિચય. એક મોટા સાહિત્યકારમાં આવો એક ભક્ત પણ વસે છે કે જે સંતદર્શનની આચારસંહિતાનો પ્રત્યક્ષ પદાર્થપાઠ સૌને શીખવે છે. વિશ્વકોશના ભવનની નિર્માણભૂમિનું પૂજન થશે. મા! આપ જરૂર એ કાર્યક્રમમાં પધારો. અમે ના પાડી છતાં શ્રી કુમારપાળનો આગ્રહ ચાલુ જ રહ્યો. તે દિવસે ના પધારો તો તમને જે , દિવસે અનુકૂળતા હોય તે દિવસે પધારો. પણ તમારાં પગલાં એ ભૂમિ ઉપર અમને જરૂરી લાગે છે. અતિ આગ્રહ હતો તો દિવસ નક્કી થયો. અમે કહ્યું, અમે અમારી રીતે ત્યાં આવી જઈશું, શ્રી કુમારપાળભાઈએ ના પાડી. ભારે વરસાદ વચ્ચે પોતે જ ગાડી લઈને લેવા આવ્યા અને ભૂમિપૂજનના જાહેર કાર્યક્રમ પહેલાં અમે ત્યાં પ્રાર્થના સાથે ગંગાજળ પધરાવ્યું. વિશ્વકોશની બધી જ વિશેષ વ્યક્તિઓને ત્યાં મળવાનું બન્યું. સંતચરણરજની એમની શ્રદ્ધા જ જાણે એમનો અધ્યાત્મપ્રેમી વ્યક્તિત્વનો પરિચાયક બની ગયો. શ્રી સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના યોગજ્યોત ગૌરવના કાર્યક્રમમાં તેઓશ્રી અતિથિવિશેષ હતા. અમદાવાદના એ સ્થળની સામે જ જે હોલ હતો તેમાં તે જ સમયે એમને સાહિત્યકાર તરીકે ધનજી કાનજી સુવર્ણચંદ્રક સ્વીકારવા જવાનું હતું. છતાં એમણે ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી જ. ખૂબ સહેલાઈથી ના પાડી શક્યા હોત, પણ યોગજ્યોત ગૌરવનો કાર્યક્રમ પણ એમણે પોતાનો માન્યો અને વિદ્યાર્થીજગતને પોતાનો સુંદર સંદેશો આપ્યો ને પછી જ ચંદ્રક સ્વીકારવા તેમણે વિદાય લીધી. એક વાર કોઈ કાર્યક્રમ માટે હા પાડી દીધા પછી તે વચનને વળગી રહેવાની વાત એમાં વચનપાલનનો વિશેષ ગુણ પણ જોવા મળ્યો. ચોથી વાર સ્વર્ગારોહણ, અંબાજીમાં આ નૂતન વરસે તેઓ અચાનક પધાર્યા. મુલાકાતનો સમય હતો. ઓરડો ભરેલો હતો. તેઓ એક સામાન્ય ભક્તની જેમ દાખલ થયા. સૌ સાથે નીચે જ સહજ રીતે બેસી ગયા. ના કોઈ સન્માનની અપેક્ષા રાખી કે ના કોઈ જાહેરાત કરાવી કે અમે આવ્યા છીએ. સંતના દ્વારે સર્વ ઉપાધિઓનાં વળગણો ઉંબરે જ ઉતારીને સૌ સાથે નીચે બેસી જવાની જે પ્રકૃતિ છે તે કંઈ રમતવાત નથી. અહીં એમની સરળતા, નમ્રતા, જિજ્ઞાસુ તરીકેની વિશેષતા સૌને સ્પર્શી ગઈ. ફરી એક વાર સૂરતમાં યોગજ્યોત ગૌરવના કાર્યક્રમમાં તેઓએ આમંત્રણ સ્વીકાર્યું. પરંતુ તેમના ઉતારા માટેની એક અગત્યની સૂચના અમને મળી હતી. છતાં અમે તો અમારી રીતે ઉતારો ગોઠવ્યો હતો. આવ્યા અને ઉતારો એમને અનુકૂળ આવ્યો. એકમાત્ર સર્વમંગલ ટ્રસ્ટના એ કાર્યક્રમ માટે જ તેઓ સૂરત આવ્યા અને કાર્યક્રમ પૂરો થતાં પાછા અમદાવાદ માટે વિદાય થયા. 145 મા સર્વેશ્વરી Page #171 -------------------------------------------------------------------------- ________________ | વિદ્યાર્થીજગત સાથેનો એમનો મિત્રભાવ અને શિક્ષણજગતના એમના વિશેષ સ્વભાવનું પણ એક દર્શન અહીં જોઈ શકાય છે. હમણાં ફેબ્રુઆરીમાં ‘સત્યપથ', અમદાવાદમાં તેઓશ્રી ડો. ધીરુભાઈ ઠાકર સાથે મળ્યા, ત્યારે એમને પદ્મશ્રીનો એવોર્ડ મળવાની ઘોષણા થઈ ચૂકી હતી. આટલા મોટા સન્માન પછી કોઈ પણ માણસને ભારે થઈ જતાં વાર લાગતી નથી, પણ અહીં તો એ જ નમ્રતા, એ જ સરળતા, એ જ સાદાઈ. જાણે ઝૂકીને જીતી જવાની વિશેષતા એવી જ અકબંધ રહી. ખૂબ ઊંચે ઊડનારા ધરતીને વંદતા હોય છે એવું કંઈક શ્રી કુમારપાળ દેસાઈમાં જોવા મળે છે. હવે એક પ્રાર્થના છે કે અનેક ભૌતિક એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી કુમારપાળ શ્રી અરિહંતકૃપાનો અમર એવોર્ડ પ્રાપ્ત કરે. દેશવિદેશમાં ભારતીય સંસ્કૃતિના દેવદૂત બનીને પોતાનું જીવન વધુ ને વધુ ઉજ્વળ કરે. હિમાલયવાસી સંત શ્રી યોગેશ્વરજીનાં શિખ્યા અને સર્વમંગલ ચેરિટેબલ દ્રસ્ટનાં પ્રેરક. 146 અધ્યાત્મનો અંતરસ્પર્શ Page #172 -------------------------------------------------------------------------- ________________ કિ . મી. - - - .*"કાજ વૈશ્વિક પ્રતિભાનો પરિચય ગુજરાતના જાણીતા, લોકલાડીલા, લબ્ધપ્રતિષ્ઠિત લેખક, વિવેચક, ચિંતક અને સાહિત્યકાર એવા ડો. કુમારપાળ દેસાઈને ભારત સરકારે ૨૦૦૪ના પ્રજાસત્તાક દિનના પર્વ પ્રસંગે રાષ્ટ્રનો ગૌરવશાળી કહી શકાય તેવો પદ્મશ્રી' ખિતાબ એનાયત કર્યો છે, તે જાણીને મને અત્યંત આનંદ થયો. આ સન્માન માત્ર ડૉ. કુમારપાળ દેસાઈનું જ નહીં, પરંતુ ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું પણ સન્માન છે. ડૉ. કુમારપાળ દેસાઈનાં વતન, પરિવાર વગેરે બાબતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પુત્રનાં લક્ષણ પારણામાંથી આ સત્ય કથન પ્રમાણે તેમના પિતાશ્રીએ જયભિખ્ખના ઉપનામથી ગુજરાતી સાહિત્યની ઘણી મોટી સેવા કરી. પિતાશ્રી જયભિખુભાઈ(બાલાભાઈ દેસાઈ)એ તેમના લાડકવાયા આ પુત્ર ડો. કુમારપાળ દેસાઈને ગુજરાતી સાહિત્યનાં વિશાળ અને વિપુલ ક્ષેત્રોમાં ઘણી ઊંચી પ્રેરણા આપી. જગતનો નિયમ છે જેના પિતા પૂજાય તેનો પુત્ર ન પૂજાય, જેનો પુત્ર પૂજાય તેના પિતા ન પૂજાય. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં એક વિશેષતા એ રહી છે કે રામ પૂજાયા, દશરથ ન પૂજાયા; કૃષ્ણ પૂજાયા, વાસુદેવ ન પૂજાયા. રામ પૂજાયા પણ લવકુશ ન પૂજાયા. આ પરંપરા રહી, તેમ છતાં એક વિશેષતા એ પણ છે કે મા પણ પૂજાય, પિતા પણ મહંત દેવપ્રસાદજી મ. 11 Page #173 -------------------------------------------------------------------------- ________________ પૂજાય અને પુત્ર પણ પૂજાય. જેમ કે પાર્વતી પૂજાય, શંકર પૂજાય અને ગણપતિ પણ પૂજાય. આ પ્રાચીન પરંપરાને જો લક્ષમાં રાખીને આપણે ડૉ. કુમારપાળ દેસાઈના સાહિત્યક્ષેત્રમાં પ્રદાનને મૂલવીએ તો એમની દૃષ્ટિ લોકસમાજને ધર્માભિમુખ બનાવવાની છે. દરેક સંપ્રદાયનાં સંતો અને શાસ્ત્રોને લક્ષમાં રાખી સોની અદબ જળવાય એવી માન-મર્યાદાવાળી વિચારશૈલીથી લખે છે. એમની કલમમાંથી પ્રજાના જાહેર જીવનના આદર્શ ઘડાયા છે. ડૉ. કુમારપાળ દેસાઈના પરમપૂજ્ય પિતાશ્રી જયભિખ્ખુ’ કે જેઓ વાસ્તવમાં મૂર્ધન્ય સાહિત્યકાર, સંત ગુણાનુરાગી હતા. શ્રી ‘જયભિખ્ખુ’ એટલે કે બાલાભાઈ દેસાઈ, સૌના પ્રિય લેખક તરીકે આજે પણ પૂજનીય અને સ્મરણીય બન્યા રહ્યા છે. માતુશ્રી જયાબહેનના આશીર્વાદથી દેશ અને વિદેશમાં સાહિત્યને લોકભોગ્ય બનાવવાનું કઠિન કાર્ય શ્રી કુમારપાળભાઈએ કર્યું, તો ડૉ. કુમારપાળ દેસાઈની સાહિત્યિક સફળતામાં જેમનો સથવારો અવર્ણનીય રહ્યો છે તેવા અ. સૌ. બહેનશ્રી પ્રતિમાબહેને અમૂલ્ય સહયોગ આપી કુમારપાળભાઈના સાહિત્યને સુગંધ અર્પી છે. આમ, આ સફળ ગુજરાતી સાહિત્યકારે સાહિત્યને અને પોતાની પરંપરાને જાગ્રત રાખવાનું કાર્ય કર્યું છે, જેથી ડૉ. કુમારપાળ દેસાઈના આ સન્માનથી સૌ કોઈને આનંદ થાય તે સ્વાભાવિક છે. ઈશ્વર તેમની કલમની નીતિ, રીતિ અને પ્રીતિના ત્રિવેણી સંગમને હજી પણ વધુ સામર્થ્ય બક્ષે, તેમનામાં રહેલા જ્ઞાનનો પ્રવાહ જીવમાત્રના કલ્યાણ માટે, પીડિતોના દુઃખને દૂર કરવા ખૂબ જ ઉપકારક બનો તેવા મારા અંતઃકરણથી શુભાશીર્વાદ વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિ એવૉર્ડથી વિભૂષિત બનીને ડૉ. કુમારપાળ દેસાઈ ખરા અર્થમાં પરમાત્માની કૃપાના સદ્ભાગી બન્યા છે. તેમની આ બહુમુખી પ્રતિભાને લોકોની સમક્ષ લઈ જવા માટે, ડૉ. કુમારપાળભાઈ દેસાઈની વૈશ્વિક પ્રતિભા ઉપર પ્રકાશ પાડતું પુસ્તક પ્રગટ કરવામાં આવી રહ્યું છે તે માટે હું વિદ્યાવિકાસ ટ્રસ્ટ, નવચેતન કાર્યાલય અને નવભારત સાહિત્ય મંદિરને ઘણાં જ અભિનંદન આપું છું. આમ તો વર્ષોથી આપણે સૌ ગુજરાતના ટોચના કહી શકાય તેવા એક અખબારમાં ડૉ. કુમારપાળ દેસાઈને વિવિધ વિષયો પર વાંચતા રહીએ છીએ જેથી તેમના સાહિત્યની અનોખી તાકાતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પરંતુ વિવિધ ક્ષેત્રમાં એમના પ્રદાનને એક સુંદર મજાના પુસ્તકમાં સંકલિત કરીને વિદ્યાવિકાસ ટ્રસ્ટે આ પ્રકારે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે, જેથી છેવાડાના સાહિત્યરસિક વાચકગણને પણ તેમની અનુભૂતિનો લાભ સંપ્રાપ્ત થશે. 148 વૈશ્વિક પ્રતિભાનો પરિચય Page #174 -------------------------------------------------------------------------- ________________ ટોચના અખબારમાં કંઈ લખવાનું હોય કે દેશ-વિદેશમાં મનનીય પ્રવચનો આપવાનાં હોય ત્યાં ડૉ. કુમારપાળ દેસાઈની યશસ્વી સિદ્ધિ, યશસ્વી કીર્તિ અને યશસ્વી સરળતાનો સૌને અનુભવ થયા વિના રહે જ નહીં. આ તેમના ઉચ્ચકોટિના સંસ્કાર, પરિવાર અને જ્ઞાનને બધું આભારી છે. ડૉ. કુમારપાળ દેસાઈના આ પ્રકારે પદ્મશ્રી' એવોર્ડથી વિભૂષિત થવાનો મંગલ અવસર સમાજના અભ્યાસુ, જિજ્ઞાસુ એવાં આપણાં તમામ ક્ષેત્રના ચિંતકોને પ્રેરણા આપતો શુભ અવસર બની રહો; માનવકલ્યાણ અને માનવસેવાના ઉદ્દેશોને ખૂબ બળ આપનારો બની રહો અને તેમનું સફળ અને સરળ જીવન સૌને માટે એક ઉમદા ઉદાહરણ બની રહો તેવી અનેકવિધ શુભેચ્છા વ્યક્ત કરીને શ્રી અણદાબાવા સેવા સંસ્થાન, જામનગર તરફથી ખૂબ ખૂબ શુભાશીર્વાદ પાઠવું છું. જામનગરના પ્રસિદ્ધ અણદાબાવા સેવા સંસ્થાનના માર્ગદર્શક આચાર્ય, વેદાંતાચાર્ય 149 મહંત દેવપ્રસાદજી મહારાજ Page #175 -------------------------------------------------------------------------- ________________ યુવાપેઢીને યુવાવસ્થા એ આપણા જીવનની સર્વોત્તમ અવસ્થા ગણી શકાય; કારણ કે તે વર્ષો દરમ્યાન શારીરિક અને માનસિક બળ ચરમસીમાએ હોવાથી અનેક પ્રકારનાં સત્કાર્યો કરી શકાય છે અને વિપત્તિઓને સહન કરવાની શક્તિ પણ વિશેષ હોય છે. આ કારણથી પ્રત્યેક વિચારક યુવાનના જીવનમાં, કિંઈક ઉચ્ચ અને પ્રભાવશાળી કાર્ય કરવાની સ્વાભાવિક તમન્ના હોય છે. તે કાર્ય સિદ્ધ કરવા માટે તેની સમક્ષ યોગ્ય આદર્શ પણ જોઈએ અને ધ્યેયને પ્રેરક વ્યંક્તત્વ અનુરૂ૫ માર્ગદર્શન અને પુરુષાર્થ પણ કરવા જોઈએ. પ્રસન્નતાની વાત છે કે ગુજરાતની યુવાપેઢીને પ્રેરણા આપે એવું વ્યક્તિત્વ છેલ્લા બે દાયકામાં આપણી સામે ઊભરી આવ્યું છે, અને તે છે ડૉ. કુમારપાળ દેસાઈ. તેમના જીવનનાં કેટલાંક પાસાંઓ, જેનો અમુક અંશે અમે અનુભવ કર્યો છે, તે અત્રે રજૂ કરીએ છીએ. આશા છે કે આજની યુવાપેઢી તેમાંથી પ્રેરણા પામી પોતાના જીવનને ઉન્નત બનાવવા પ્રયત્નશીલ બનશે. પૂ. માત્માનંદજી ઉદ્યમશીલતા અને સંકલ્પબળઃ - શ્રી કુમારપાળભાઈ સ્નાતક થયા ત્યારથી જ પોતાના શરીરની કાર્યક્ષમતા અને દઢ મનોબળનો સદુપયોગ કરીને આખો દિવસ કાર્યરત રહેતા, એક મિનિટ પણ ખોટી વેડફાઈ ન જાય તે બાબતની સાવધાની રાખીને, પોતે જે કાર્ય સિદ્ધ કરવાનો નિશ્ચય કર્યો હોય, તે આયોજનપૂર્વક અને સતર્કપણે 150 Page #176 -------------------------------------------------------------------------- ________________ કર્યા જ કરતા. મારે આ કાર્ય સિદ્ધ કરવું જ છે એવો મંત્ર તેમના સમસ્ત વ્યક્તિત્વમાંથી ગુંજતો રહેતો. ઈ. સ. ૧૯૭૮થી તેઓ અમારી સંસ્થાના સંબંધમાં છે. છેલ્લાં ૧૨ વર્ષથી તો નિયમિતપણે સંસ્થાની ડિસેમ્બરની શિબિરમાં આવીને તેઓ પોતાના જ્ઞાનનો લાભ વિશાળ શ્રોતાવર્ગને આપે છે. વળી જ્યારે જ્યારે સંસ્થાના કાર્ય માટે અમે તેમને બોલાવીએ ત્યારે તેઓનો એક જ જવાબ હોય, “આપ કહો એટલે હાજર.” આ હકીકત તેમની સત્કાર્ય અનુમોદના અને પ્રિયજનો સાથેના સંબંધોને પ્રેમપૂર્વક નિભાવીને તેને મજબૂત કરવાની તત્પરતાની દ્યોતક છે. આ ગુણ જાહેર જીવનને સમર્પિત વ્યક્તિત્વના બહુમુખી વિકાસમાં અગત્યનો છે. તેઓ મુસાફરીથી થાકતા નથી અને ભાવનગર, પાટણ, રાજકોટ, મુંબઈ, સુરત તેમજ ભારતનાં અન્ય શહેરો તથા બ્રિટન, અમેરિકા અને યુરોપનાં અનેક નગર-મહાનગરોમાં વ્યાખ્યાન આપવા જાય છે. યોગ્ય આયોજન કરીને યુવાનો તેમને પોતાના ગામમાં નિમંત્રણ આપીને, તેમના વ્યક્તિત્વનો, સમાગમનો અને બહુમુખી જ્ઞાનનો લાભ લેશે તો નાનાં ગામોની (તાલુકા મથકોની) યુવાપેઢીને પણ પ્રેરણા મળશે. સૌ કોઈનું શ્રેયઃ તેમનું વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વ એ વાતની સાક્ષી પૂરે છે કે નાના-મોટા, ગરીબ-તવંગર, વિદ્યાર્થી-પ્રાધ્યાપકો, કુટુંબીજનો-મિત્રો, જ્ઞાતિમંડળો, વિદ્યાર્થી સંગઠનો કે માનવસેવા કરતી સંસ્થાઓ – સૌની સાથે હળીમળીને કાર્ય કરવાની એક મૌલિક હથરોટી (Art of smooth and synergistic accomplishment of Teamwork) તેમણે સિદ્ધ કરેલ છે. આ અઘરું કાર્ય તેમની સંગઠનશક્તિ સૂચવે છે. તેઓ નમ્રતાપૂર્વક અનેક વ્યક્તિઓના વિચારો સાથે તાલમેલ કરીને એવું સર્વમાન્ય સમાધાન શોધી આપે છે કે જે સ્વીકારતાં સત્કાર્યના ફલકને વિસ્તારવા માટેની સુદઢ અને યોગ્ય ભૂમિકા મળી રહે છે. સંસ્કાર-સાહિત્યસમાજસેવાનો ત્રિવેણી સંગમ : બાળપણથી પિતાશ્રી પાસેથી મળેલા સાદું જીવન અને ઉચ્ચ વિચારોના વારસાને તેઓએ ત્વરાથી વિકસાવ્યો. એક પછી એક ઊંચા હોદ્દાઓ મળવા છતાં તેમણે પોતાનું અંગત જીવન છેલ્લાં ૨૫ વર્ષોમાં લગભગ એકસરખું જ રાખ્યું. ચહેરા પર સદાય સ્મિત, અત્યંત મિતભાષીપણું, સૌના જીવનમાંથી સારું ગ્રહણ કરવું, નિર્બસનતા અને જે કાર્ય હિતકારી હોય તે તરત જ કરવાની તેયારી અને હિંમત આદિ દ્વારા તેમના અંગત વ્યક્તિત્વનો સતતપણે વિકાસ થતો રહ્યો છે. વળી સંસ્કારપ્રેરક સંસ્થાઓ સાથેના સંબંધો પણ તેમણે વિકસાવ્યા અને સમાજના વિશાળ વર્ગને ઉપયોગી વિપુલ સાહિત્યનું નિર્માણ કર્યું. 151 પૂ. આત્માનંદજી Page #177 -------------------------------------------------------------------------- ________________ આ કાર્યની ચરમસીમાં તેઓએ ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિમાં આદરણીય પ્રાધ્યાપક શ્રી ધીરુભાઈ ઠાકરને આપેલા બહુમુખી સહયોગમાં પ્રતિબિંબિત થાય છે; જેના ફળ રૂપે વિશ્વકોશના વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ જ્ઞાનથી ભરપૂર એવા ૧૮ ભાગ આપણી ગુજરાતી જનતાને ઉપલબ્ધ થયા છે. ગુજરાતની યુવાપેઢીને પ્રાપ્ત થયેલા આ અર્વાચીન જ્ઞાનભંડારનો ઉપયોગ કરીને, પોતાના જ્ઞાનના ફલકને અને ઊંડાણને વધારવા યુવામિત્રોને સૂચન કરું છું. કુમારપાળભાઈ સહકાર્યકરો સાથે મૈત્રીપૂર્ણ અને આત્મીયતાના સંબંધોના નિભાવ, વિકાસ અને વિસ્તૃતીકરણની કળા છે, એનાથી ગુજરાત, ભારત અને વિદેશોમાં તેમનું મિત્રવર્તુળ અને ચાહકવર્ગ વધતો રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં તેમનાં વ્યાખ્યાનોનું આયોજન થયું અને ધર્મ, શાકાહાર, અહિંસા, જેનદર્શન, ગુજરાતની અસ્મિતા, રમતગમત તથા બાળસાહિત્ય જેવા વિવિધ વિષયો ઉપર તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા, જેમાં સત્ય, તથ્ય, નિષ્પક્ષતા અને વિશાળતા હોવાથી તે દ્વારા સૌને પોતાને યોગ્ય પાથેય મળ્યું અને ચાહકવર્ગ વધ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને અમેરિકાની જૈના' સંસ્થા સાથેના સંબંધો અને કાર્યશૈલીથી સમસ્ત જૈન સમાજ અને ધર્મનાં વિકાસકાર્યોમાં તેઓ મૌલિક પ્રદાન કરી શક્યા. આ બધાં જાહેર જીવનનાં કાર્યો કરવા છતાં તેઓએ પોતાના કુટુંબના બધા સભ્યો પ્રત્યેની તેમજ સગાંસંબંધીઓ પ્રત્યેની પોતાની અંગત ફરજો પ્રત્યે ક્યારેય બેદરકારી સેવી નથી, જેથી તેમના સુપુત્રો અને ધર્મપત્ની પણ પોતાની સંસ્કારમય જીવનયાત્રાને સુખ રૂપે આગળ વધારી રહ્યાં છે, અને તેમને પણ સર્વ પ્રકારે સહયોગ આપી રહ્યાં છે. આમ, એક સાધારણ મધ્યમ વર્ગનો અનુસ્નાતક વિદ્યાર્થી, ૩૦ વર્ષના ગાળામાં પોતાના સતત પુરુષાર્થ અને જીવનવિકાસની તમન્નાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુયશ અને સન્માન પ્રાપ્ત કરી શક્યો; તેમાંથી આજની યુવાપેઢી પણ પ્રેરણા લઈને ઉદ્યમવંત બને તેવી અપેક્ષા. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા 152 યુવાપેઢીને પ્રેરક વ્યક્તિત્વ Page #178 -------------------------------------------------------------------------- ________________ છે. કરે દિ છે . . . 'ક અમદાર , આકા જીવનતપની વિશિષ્ટ ફલશ્રુતિ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જેવી મહાન પ્રતિભાને શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કરવો એ આકાશને બાંધવા જેવું કામ છે. એમના જ્ઞાનનું પરિશીલન કરવું એ સાગરનું ઊંડાણ માપવા જેવું છે. એમની વાણીમાં એક વિશિષ્ટ પ્રકારની સઘનતા રહેલી છે. એમણે ઉચ્ચારેલા શબ્દોમાં અજબનું ઊંડાણ હોય છે. તેઓ જ્યારે બોલતા હોય ત્યારે ભાવ, અર્થશક્તિ, સમજદારી વગેરેનું એક સમગ્ર વાતાવરણ સર્જાય છે. એમની વાણીમાં વિદ્વત્તાનો વિલાસ કે પાંડિત્યનું પ્રદર્શન નહીં, પરંતુ જીવનનો વિકાસ અને ભાવોની સ્વસ્થ અભિવ્યક્તિ દેખાય છે. એમની કેવળ વાણી નહીં પરંતુ વાણીની પાછળ જીવન બોલે છે, જીવનની તપશ્ચર્યા બોલે છે, અવિરત કર્મયોગની ધારા બોલે છે, જ્ઞાનનું ગૌરવ બોલે છે. દરેક ગામને પોતીકો ઇતિહાસ અને આગવી ભાત હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાનું નાનકડું એવું સાયલા ગામ એવી કેટલીય ગૌરવકથાઓ છુપાવીને બેઠું છે. “ભગતના ગામ' તરીકે જાણીતા આ ગામમાં એવા વિરલ આધ્યાત્મિક પુરુષો થયા કે જેમણે જીવનભર અધ્યાત્મસાધના માટે આંતરિક પુરષાર્થ કર્યો. અહીં શ્રી સોભાગભાઈ જેવી મહાન વિભૂતિ થઈ, જેમને કારણે શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્ર' નામના મહાન ગ્રંથની રચના કરી. શ્રી રાજસોભાગ આશ્રમના આદ્યસ્થાપક સંત નલિનભાઈ કોઠારી ભાઈશ્રી 153 Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાડકચંદ વોરા (પ. પૂ. બાપુજી)એ અનેક આત્માઓમાં સાચી મુમુક્ષુતા જગાડી અને તેઓને મૂળ સનાતન મોક્ષમાર્ગે વાળ્યા. આ જ સાયેલા એ ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિત પદ્મભૂષણ શ્રી દલસુખભાઈ માલવણિયાનું; જેને કથાઓ, ચરિત્રો અને તીર્થો વિષે ઐતિહાસિક કાર્ય કરનાર લેખક શ્રી રતિલાલ દેસાઈનું ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાક્ષર શ્રી જયભિખ્ખનું તેમજ તેઓના સૂર્ય જેવા તેજસ્વી સુપુત્ર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનું વતન છે. ડૉ. કુમારપાળભાઈને ૫ પૂ. બાપુજી શ્રી લાડકચંદ માણેકચંદ વોરામાં એક સંતનાં દર્શન થતાં. જ્ઞાનસાગર યોગેશ્વર આનંદઘનજી જેવાના જીવન તથા કવનમાં ડૂબી જઈ પારમાર્થિક સત્યને જેઓએ શોધવાનો પ્રયત્ન કર્યો એવાં મા સરસ્વતીના સારસ્વત ડૉ. કુમારપાળભાઈમાં પ. પૂબાપુજીએ એક એવી વિરલ પ્રતિભાને જોઈ કે જેઓએ સાહિત્ય તથા કલાને અધ્યાત્મનો રંગ આપ્યો. બંને વચ્ચે પ્રેમનો, સદ્ભાવનાનો હૃદયસેતુ બંધાયો હતો. બાપુજી અમદાવાદ આવે ત્યારે કુમારપાળભાઈને મળતા. મહાયોગી આનંદઘનજીના સંશોધન અંગે એમણે ખૂબ ઊંડો રસ લીધો હતો. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ઉદ્ઘાટન પ્રસંગે પૂ. બાપુજી બંને દિવસોએ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે બાપુજી ડૉ. કુમારપાળભાઈને યાદ કરતા ત્યારે ખૂબ વ્યસ્ત હોવા છતાં તેઓ ચોક્કસ પધારતા. પ્રથમ પરમ પૂજ્ય બાપુજી અને ત્યારબાદ પરમ પૂજ્ય ભાઈશ્રી નલિનભાઈ કોઠારી)ની શુભ નિશ્રામાં શ્રી રાજસોભાગ આશ્રમ દ્વારા થતાં આધ્યાત્મિક અને જનહિતના કાર્યોમાં ડૉ. કુમારપાળભાઈએ અનેક વાર પ્રત્યક્ષ હાજર રહી પ્રોત્સાહક બળ પૂરું પાડ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દી વર્ષ વિશ્વ સ્તરે વ્યાપક રીતે ઊજવવામાં તેમના સાથ અને સહકારનો અમૂલ્ય ફાળો રહ્યો. દેશવિદેશમાં પ્રસિદ્ધ, બહુ આદર જાગે એવું ભારેખમ વ્યક્તિત્વ ધરાવતા છતાં તેઓ મૃદુભાષી અને વિનમ્ર સ્વભાવી છે. નાનામોટા સહુને પ્રેમથી બોલાવે, આવકારે. ગમે તેવા તનાવયુક્ત વાતાવરણમાં તેઓ સતત સમતાને ધરી રાખે અને તેને પરિણામે તેમના વિનોદી સ્વભાવની છાયામાં સહુ કોઈ હળવાશ તથા મોકળાશ અનુભવે. પ્રમાણિકતા અને પરિશ્રમ દ્વારા ડૉ. કુમારપાળભાઈ જીવનવિકાસના ઉન્નત શિખરને આંબી ચૂક્યા છે. નવા નવા વિચારોનો સાક્ષાત્કાર કરી એમણે પ્રયોગશીલ રીતે જીવનમાં સાકારિત કર્યા છે. ગુજરાતી વિશ્વકોશ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિચારથી વિદ્વાન અને આચારથી સજ્જન ડૉ. કુમારપાળભાઈનું જીવન સંયમથી સુવાસિત, નિયમથી વ્યવસ્થિત અને મર્યાદાથી મહેકી રહ્યું છે. શ્રીમંતો સતત આસપાસ ફરતા હોવા છતાં પણ ડૉ. કુમારપાળભાઈએ એમની શેહમાં ન તણાતાં પોતાની અસ્મિતા જાળવી રાખી છે. સત્તા 154 આકરા જીવનતપની વિશિષ્ટ ફલશ્રુતિ Page #180 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિથી યુક્ત લોકોની વચ્ચે તેઓ નિઃસ્પૃહ તથા નિર્લેપ રહ્યા છે. પ્રભુસ્પર્શી એવા એમના જીવનની પ્રત્યેક ક્રિયામાં ધર્મની છાયાનો અનુભવ થાય છે. ડૉ. કુમારપાળભાઈનું તત્ત્વચિંતન તથા પ્રબળ વૈચારિતાના સહારે તેઓએ ધર્મનાં તથા આદર્શ જીવનનાં રહસ્યો ઉદ્ઘાટિત કર્યાં અને તેને મૌલિક જીવનદૃષ્ટિ પ્રદાન કરી છે. તત્ત્વમંથન અને ઊંડી વિચારશીલ મનોવૃત્તિ ધરાવતા ડૉ. કુમારપાળભાઈ વિષયના ગૂઢાર્થને સરળ શબ્દોમાં સમજાવી તથા લખી શકે છે. અલગ અલગ દૃષ્ટિકોણને લક્ષમાં રાખી તેઓના અર્થગંભીર શબ્દો ધારેલા વિષયને સર્વાંગી સ્વરૂપે ઓળખાવે છે. સંવેદનશીલ ડૉ. કુમારપાળભાઈનાં લખાણોમાં વર્તમાન સમાજની સમસ્યાઓ તથા તેનો ઉકેલ પ્રાપ્ત થાય છે. ડૉ. કુમારપાળભાઈએ પોતાના જીવનમાં ઉદ્યમ, સાહસ, ધેર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમનો સુભગ સમન્વય સાધ્યો છે. કમળને કાદવ સાથે ફરિયાદ નથી. ગુલાબ કાંટાઓની શિકાયત કરતું નથી તેમ પ્રતિકૂળ સંજોગો વચ્ચે સતત સ્મિત વેરતા ડૉ. કુમારપાળભાઈએ અથાગ પરિશ્રમ અને સાધનાબળે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓએ પોતાનાં માતા-પિતાનું, કુળવંશનું, સમગ્ર જૈન સમાજ તથા રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. એમનું સુખી, સમતામય, સંતોષપૂર્ણ જીવન અને કવન અનેકને પ્રેરણા આપતું રહો એ જ અભ્યર્થના. શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલાના માર્ગદર્શક 155 નલિનભાઈ કોઠારી (ભાઈશ્રી) Page #181 -------------------------------------------------------------------------- ________________ દિવ્યગુણોના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આધ્યાત્મિક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. સંસ્થા સમાજના તમામ વ્યવસાયી વર્ગની, વિશિષ્ટ પ્રતિભાઓની પણ આધ્યાત્મિક સેવા કરે છે તેમજ વિશ્વનવનિર્માણકાર્યમાં એમની શક્તિઓનો સદુપયોગ પણ કરે છે. આવા દૃષ્ટિબિંદુથી ડૉ. કુમારપાળભાઈ દેસાઈનો સંપર્ક થયો. કુમારપાળભાઈ આમ તો જૈન ધર્મના મર્મ, ચૈતન્ય ગુલદસ્તા ઊંડા અભ્યાસી, પણ એમના વ્યક્તિત્વમાં સાગરની વિશાળતા જોવા મળે છે. એમના વ્યવહારમાં સર્વધર્મસમભાવ જોવા મળે છે. તેમણે આધ્યાત્મિકતાને સાચા અર્થમાં જીવનમાં ઉતારી છે. જ્યાં શ્રેષ્ઠ કાર્ય થતું હોય ત્યાં એમની હાજરી હોય જ. મૂલ્યલક્ષી શિક્ષણકાર અને સર્જક તરીકે તેઓ નામાંકિત છે. ગુજરાત સમાચારમાં આવતી એમની કૉલમ ઈટ અને ઇમારત' તથા અન્ય કોલમો રાજયોગિની બ્રહ્માકુમારી લોકપ્રિય બની છે. વાચકને એમના સર્જનમાંથી સરલાદીદી અવશ્ય પ્રેરણા મળે છે. તેઓ એક પ્રભાવશાળી વક્તા પણ છે. અમારી સંસ્થાના નારણપુરા સેવાકેન્દ્રની રજત જયંતી નિમિત્તે તેમજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં કેટલાંક વર્ષો પૂર્વે આયોજિત ભારત ૨૧મી સદીનો પ્રકાશસ્તંભ' કાર્યક્રમમાં એમને નિમંત્રણ આપ્યું હતું. અન્ય સેવાકેન્દ્રોએ પણ 156 Page #182 -------------------------------------------------------------------------- ________________ એમને આમંત્રિત કર્યા છે. અમારી વચ્ચે આવતાં તેઓ પરિવારના સભ્ય હોય તેવું લાગે છે. એમનાં પ્રવચનો સાંભળી શ્રોતાગણ પ્રભાવિત થાય છે. મારા માટે તો તેઓ એક વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ભાઈ છે. તેમનો સંપર્ક થયો ત્યારથી સંસ્થા તરફથી એમને રક્ષાબંધન નિમિત્તે રાખડી અને પત્ર તથા દીપાવલી નિમિત્તે કાર્ડ અચૂક મોકલું છું. આમ તેઓ મને દીદી કહીને આદર આપે છે. મેં એમને અમારી સંસ્થાના સાહિત્યને લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપવા કહેલું ત્યારે એમણે મને શિષ્ટ સાહિત્યનું સર્જન કરતા લેખકોની સૂચિ મોકલી એટલું જ નહીં, ગુજરાત સમાચાર'માં એમણે લેખ પણ પ્રકાશિત કર્યો હતો. વિશ્વનવનિર્માણ માટે, સુખમય સંસારના નિર્માણ માટે જેનું જીવન સ્ફટિક જેવું નિર્મળ હોય, નિર્વ્યસની હોય અને અનેક વિશેષતાઓ અને યોગ્યતાઓથી સંપન્ન હોય તેવી પ્રતિભાઓ સમાજને કંઈક નક્કર પ્રદાન કરી શકે છે. કુમારપાળભાઈ આ કાર્ય કરી રહ્યા છે. અવારનવાર અખબારોમાં એમના વિદેશપ્રવાસો વિશે, એમને મળતા રહેતા ચંદ્રકો, એવૉર્ડના સમાચારો વાંચું ત્યારે મને અવશ્ય ખુશી થાય. સમાજમાં યોગ્ય પ્રતિભાઓનું સન્માન થવું જ જોઈએ એવું હું દઢપણે માનું છું અને આવી પ્રતિભાઓની યાદીમાં કુમારપાળભાઈ અગ્રસ્થાને આવે છે. કુમારપાળભાઈને અત્યાર સુધીમાં અનેક ચંદ્રકો, એવૉર્ડ પ્રાપ્ત થયા છે. સન્માનો મળ્યાં છે. પ્રસિદ્ધિ મળી છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આમ છતાં એમનામાં એક સંતના જેવી નમ્રતા છે. એમનું પ્રસન્ન મુખારવિંદ સૌને આકર્ષિત કરે છે. આજે જ્યારે સત્તા અને સંપત્તિની આંધળી દોટમાં જીવનમૂલ્યો વિસરાઈ ગયાં છે ત્યારે ચોક્કસ આદર્શો, જીવનમૂલ્યો સાથે જીવવું કપરું છે. પણ તેમણે જીવનમાં મૂલ્યોની સાધના કરી છે. એમનું વ્યક્તિત્વ હંમેશાં વિવાદોથી મુક્ત રહ્યું છે. તેઓ સાચા અર્થમાં અજાતશત્રુ બન્યા છે. જીવન એટલે સુખદુઃખની સંતાકૂકડી. એમણે જીવનમાં કપરા દિવસો જોયા છે. આમ છતાં તેઓ સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા. આજે તેઓ એટલા ઉચ્ચસ્થાને બિરાજે છે કે આપણું હૃદય સ્વાભાવિક રીતે એમને આદર આપે છે. એમના વિદેશ પ્રવાસોમાં જૈનદર્શને અગ્રતાક્રમે હોય તે સ્વાભાવિક છે. આમ છતાં એમણે ભારતની સંસ્કૃતિ, અહિંસા, શાકાહાર અને જીવનમૂલ્યો વિશે જે પ્રવચનો કર્યા છે તે ભારતના પ્રતિનિધિ તરીકેનું ઉત્તમ કાર્ય છે. આપણે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા 151 રાજયોગિની બ્રહ્માકુમારી સરલાદીદી Page #183 -------------------------------------------------------------------------- ________________ છીએ ત્યારે કુમારપાળભાઈ વિદેશોમાં ભારતીય સંસ્કૃતિનાં ઉચ્ચતમ મૂલ્યો સમજાવે છે જે આજના યુગની તાતી જરૂરિયાત છે. મને કુમારપાળભાઈમાં સંગઠનશક્તિની વિશેષતા જોવા મળી. તેઓ સંગઠનના મહારથી છે. ભિન્ન ભિન્ન સંસ્થાઓનું નિર્માણ કરવું અને તેને સક્રિય રાખવી તે એમની વિશેષતા છે. સમાજમાં કુમારપાળભાઈ જેવી અનેક પ્રતિભાઓ પાંગરશે તો ભારતભૂમિ સત્વરે સુખમય સંસાર બનશે. એમને ૨૦૦૪ના પ્રજાસત્તાક દિનના પર્વ ટાણે ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવૉર્ડ એનાયત થયો છે તે બદલ આનંદ અનુભવું છું. વ્યક્તિગત તેમજ સંસ્થા તરફથી કુમારપાળભાઈને અભિનંદન પાઠવું છું. તેઓ દિન દૂના રાત ચોગુના પ્રગતિના પથ ઉપર આગળ ધપતા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. 158 દિવ્યગુણોના ચૈતન્ય ગુલદસ્તા Page #184 -------------------------------------------------------------------------- ________________ ભારત સરકારે શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન ભારતીય શ્રી કુમારપાળભાઈને ‘પદ્મશ્રી’ના ખિતાબથી વિભૂષિત કર્યા તે ભારતદેશનું અને જૈન સમાજનું ગૌરવ છે. એ ગૌ૨વની પૂર્તિ માટે તેમના જીવનની વિશિષ્ટતાને પ્રગટ કરતું પુસ્તક-પ્રકાશન આવકારદાયક છે. કહેવાય છે મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે' તે સ્વતઃ જ ઓળખાય. આપણા કુમારપાળભાઈને પૂ. પિતાશ્રી ‘જયભિખ્ખુ’ તરફથી સાહિત્યલેખન અને રસપ્રદ કથાઓની રચનાનો વારસો મળ્યો છે. પૂજ્ય માતુશ્રી તરફથી ગાંભીર્ય, સંસ્કાર અને કાર્યકુશળતાનો વા૨સો મળ્યો છે. આ ઉપરાંત પૂર્વના પુણ્યયોગે સ્વયં વ્યક્તિત્વનો વિકાસ અને વિવિધલક્ષી પ્રતિભાનું પ્રાગટ્ય એ તેઓનો આગવો પુરુષાર્થ છે. માનો કે પવિત્ર ત્રિવેણી સંગમ. વળી દૂરસુદૂર દેશવિદેશમાં ખ્યાતિ પામેલા કુમારપાળભાઈનું વ્યક્તિત્વ વિરલ છે. વિકાસની હરણફાળ ભરી રહેલા તેઓ એક સફળ વ્યક્તિ છે. તેમનો પરિચય આપણી કલમ કરતાં તેમનું સાહિત્ય, વિવિધ ક્ષેત્રોની સેવાઓ અને તેમની કાર્યકુશળતા બોલે છે, છતાં પ્રસંગે શુભ ભાવના અને ગુણપ્રમોદ હોવો આવશ્યક છે. આમ તો તેમનો પ્રથમ પરિચય અપ્રત્યક્ષ હતો તે ‘ગુજરાત સમાચાર’ના ‘ઝાકળ બન્યું મોતી'ના લેખથી શબ્દપ્રત્યક્ષ થયો. ત્યાર પછી પંડિત શ્રી સુખલાલજી પાસે આવતા ત્યારે ઔપચારિક પરિચય 159 જાપ્રયત્ન અને જિપ્રિય સુનંદાબહેન વૉહારા Page #185 -------------------------------------------------------------------------- ________________ થતો. શ્રી આત્માનંદજી પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં તેઓ પ્રવચન માટે, શિબિરોમાં કાર્યક્રમમાં અવારનવાર આવતા ત્યારે તેમની સાથે વાતચીત થવાના પ્રસંગો મળતા તથા તેમનાં પ્રવચનો સાંભળીને મનમાં તેમનાં સાહિત્યિક ક્ષેત્રોના અનુભવ માટે માન થતું. આથી જ્યારે જ્યારે પુસ્તક-પ્રકાશનને માટે સલાહ જરૂર પડતી ત્યારે તેમની પાસે પહોંચી જતી અથવા તેઓ મારા નિવાસે આવતા અને જરૂરી સલાહ-સૂચન સ્પષ્ટપણે, નિઃસ્પૃહભાવે આપતા. તેમની સલાહમાં ગાંભીર્યતા અને સ્પષ્ટતા નિખરતા તે તેમનું કૌશલ્ય છે. વયમાં તે મારાથી નાના, આ ક્ષેત્રે મોટા ખરા. સને ૧૯૯૦માં મેં “શ્રી કલ્પસૂત્રકથાસાર' લખેલું. મૂળ ગુજરાતી અનુવાદમાંથી કથાના રૂપમાં હતું. તૈયાર થતાં એક આચાર્યશ્રીને બતાવ્યું. તેઓએ શાસ્ત્રપ્રણાલી અનુસાર મંતવ્ય આપ્યું કે “શ્રી કલ્પસૂત્ર જૈનદર્શનનો પવિત્ર ગ્રંથ છે. તે ઘેર ઘેર પહોંચે અને જ્યાંત્યાં વંચાય તો તેની પવિત્રતા અને ગૂઢતા ન જળવાય. યદ્યપિ તેમણે બીજો કોઈ નિષેધ ન કર્યો, પણ પવિત્રતા સચવાય એમ તમને ઠીક લાગે તેમ કરજો એમ જણાવ્યું. આથી હું મૂંઝાઈ કે શું કરવું? અને પહોંચી કુમારપાળભાઈ પાસે. તેમણે ગ્રંથ જોઈ લીધો અને સ્પષ્ટપણે જણાવ્યું કે આમાં જૈનદર્શનની પ્રણાલીને બાધા પહોંચે તેવું કંઈ નથી અને ગ્રંથ સ્વયં એવો છે કે તેની પવિત્રતા જળવાશે. તમે પ્રકાશન પૂરું કરો. તેમની આ શુભ ભાવના અને સચોટ સલાહથી એ ગ્રંથ નિશ્ચિતપણે પ્રકાશિત થયો. પછી તો તેની છ આવૃત્તિ પ્રગટ થઈ. વળી પંદર વર્ષ પહેલાં જાહેર સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોની પ્રવૃત્તિનું પ્રયોજન રહેતું, ત્યારે પણ કોઈ વિકલ્પાત્મક સંયોગો પેદા થાય ત્યારે તેઓ સ્પષ્ટ અને સચોટ સલાહ આપતા. એ કહેતા કે પોતાની સ્વાયત્તતા જાળવવી અને તે તે ક્ષેત્રોને યોગ્ય કાર્ય કરવામાં કંઈ અભ્યતા અનુભવવી નહિ. એક વાર મારા પુસ્તકમાં તેમણે લખેલા ‘અંગૂઠે અમૃત વસે' પુસ્તકનાં ચિત્રોની નકલ કરવા માટે મેં પૂછ્યું. તેમણે તે જ સમયે પોતાની ખુશી બતાવી હતી. તેમણે લખેલ ૧૦૮ ચિત્ર સાથેની ચરિત્રકથામાંથી લેખન અને ચિત્રની મારા પુસ્તક માટે જરૂર પડી. તેઓ કહે “તમારું જ છે, ખુશીથી લઈ શકો. એક વાર અમે કોબા આશ્રમ જતાં હતાં. તેમની ગાડી આગળ હતી. તેમણે જોયું કે મારી ગાડી પાછળ છે. તેમણે ગાડી ઊભી રાખી અને અમારી ગાડીને આગળ કરી. આપણને લાગે ‘આ તો નાની વાત છે. પણ પૂ. ગાંધીજી કહેતા કે ભૂલ નાની હિમાલય જેવી લાગવી જોઈએ. જ્ઞાનીઓ કહે છે કોઈનો નાનો પણ ગુણ પહાડ જેવો ઉત્તુંગ લાગવો જોઈએ. માનવી ભલે પૂર્ણ ગુણસંપન્ન ના હોય પણ જ્યારે ગુણવૃદ્ધિ થાય છે ત્યારે આમ જ થતી હોય છે. સમયોચિત ગુણોને જીવવા એ 160 જનપ્રિયત્વ અને જિનપ્રિયત્ન Page #186 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે. એમાં જ માનવની સાત્ત્વિકતા અને સજ્જનતા નિખરે છે. તે વ્યક્તિ ગુણથી જ જનપ્રિયત્વ પામી જિનપ્રિયત્વ પામે છે. ત્યાર પછી એવું બન્યું કે જેમ ભારત દેશની સ૨કા૨ે શ્રી કુમારપાળ-ભાઈને ‘પદ્મશ્રી’ની પદવીથી વિભૂષિત કર્યા છે તેમ લંડનમાં બ્રિટિશ સરકારે શ્રી નેમુભાઈ ચંદરયાને, જે કુમારપાળભાઈના નિકટના મિત્ર અને જૈનૉલોજીના સાથી કાર્યકર છે તેમને જૈન ધર્મની વિશિષ્ટ સેવાઓ બદલ સૌપ્રથમ ઉત્તમ એવી માનાર્હ પદવી પ્રદાન કરી છે. નેમુભાઈ અમદાવાદ આવે ત્યારે તેમનો ઉતારો અમારા નિવાસે હોય અને ત્યારે કુમારપાળભાઈ અવારનવાર આવતા અને મળવાનું થતું. ત્યાર પછી મારી અંતર્મુખ સાધનાના અભિગમને કારણે મારે જાહેર ક્ષેત્રોનાં કાર્યો, પ્રવચનો અને લેખો આપવાનું ગૌણ બન્યું. જોકે કુમારપાળભાઈ વચમાં વચમાં તે તે ક્ષેત્રનાં આમંત્રણ મોકલતા અને તેમાં સ્વહસ્તાક્ષરે સ્નેહપૂર્વક લખતા કે તમે આવશો તો આનંદ થશે. મારું હવે જાહેર ક્ષેત્રોનું કાર્ય લગભગ નહિવત્ થવાથી તેમના કાર્યક્રમોમાં કે લેખનકાર્યમાં સાથ આપવાનું બનતું નહિ. છતાં એમ તો કહું કે અન્યોન્ય સ્નેહ-આદર જળવાઈ રહ્યાં છે. ભલે હમણાં પ્રત્યક્ષ પરિચય ઓછો રહે છે પરંતુ તેમણે આપેલા સહકારને કેમ ભુલાય ? તેથી તેમના પ્રત્યેના ગુણપ્રમોદથી પ્રેરાઈને આ લેખ લખવા પ્રેરાઈ છું, છતાં વિશેષ પરિચય રહ્યો ન હોવાથી તેમને વિશે લખવામાં પૂરો ન્યાય આપી શકી નથી. પરંતુ તેમનું વિવિધલક્ષી વ્યક્તિત્વ જ એવું છે કે તે પ્રસાર પામતું જ રહેશે. તેમનું સાહિત્યક્ષેત્રની વિવિધ રચનાઓનું પ્રદાન સ્વયં જ પ્રકાશિત છે. એટલે આપણે એનાથી વિશેષ શું લખીએ ? તેમની અનેકવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓ અને કૃતિઓ જ બોલતી હોય છે. તેની આગળ આપણી કલમ નાની ગણાય. તેમનાં પ્રવચનો જ સ્વયં તેમની પ્રતિભાને પ્રગટ કરે છે. જૈન ધર્મની તેમની સેવાઓનું પુણ્ય પણ પાંગરતું જાય છે. એટલે આપણે જે કંઈ લખીએ તે પૂર્ણ જણાવાનું નથી, છતાં આ નિમિત્તે તેમના પ્રત્યેનો આપણો સ્નેહ સદ્ભાવ વ્યક્ત કરીને આપણે જ સંતોષ લેવાનો છે. પદ્મશ્રી'ની પદવી પ્રાપ્ત થઈ, તે પહેલાં પણ તેઓશ્રીને વિવિધ ક્ષેત્રોએ બિરદાવ્યા છે તે તેમનું આગવું સાહસ છે. આપણે સૌ જાણીએ છીએ કે જાહેર ક્ષેત્રોમાં જે વ્યક્તિઓ વિશિષ્ટપણે પ્રકાશમાં આવે છે, તેઓ જે સત્કાર્યોનું સર્જન કરે છે તેવી દરેક વ્યક્તિની પાછળ કોઈ અજાણ કારણ કામ કરતું હોય છે તે છે તે તે વ્યક્તિઓનાં ધર્મપત્નીનું યોગદાન. આપણે જોયું કે તેમને માતાપિતાનો સુસંસ્કારનો વારસો મળ્યો હતો તેમ કુમારપાળભાઈની પાછળ તેમનાં ધર્મપત્ની પ્રતિમાબહેનનું ઘણું યોગદાન છે. તેમની મૂક સેવા, સાથ અને સહિષ્ણુતાના કારણે તેઓ પોતાના અત્યંત કાર્યભારમાં પણ કંઈક 161 સુનંદાબહેન વોહોરા Page #187 -------------------------------------------------------------------------- ________________ નિરાંત અનુભવે છે એમ કહી શકાય. આમ માતાપિતાનો સુસંસ્કારિત વારસો અને ધર્મપત્ની પ્રતિમાબહેનનો સાથ – આ ત્રિવેણી સંગમના બીજા યોગ માટે કુમારપાળભાઈ ખૂબ ભાગ્યશાળી છે. એક ભાઈ કહે, “કુમારપાળભાઈ તો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયા' અર્થાત્ આ દેશના રાષ્ટ્રપતિના વરદ્ હસ્તે તેમને પદ્મશ્રી પ્રદાન થયું. મેં કહ્યું, “આ તો હજી પ્રારંભ છે. કુમારપાળભાઈ તો ગુર્જરદેશના, જેનદર્શનના મહાન ઉપાસક મહારાજા કુમારપાળની સન્નિષ્ઠ પ્રતિભા સુધી પહોંચે. અર્થાત્ જૈન ધર્મનો પ્રચાર કરે તેને પરિણામે તેઓ ભગવાન મહાવીરના પંથે પહોંચી પૂર્ણ જીવન સાર્થક કરે તેવી શુભ કામના, પ્રભુ પ્રત્યે પ્રાર્થના. અંતમાં આ શુભ પ્રસંગે તેમને આપણે સૌ શુભ ભાવના પાઠવીએ. તેઓ દીર્ધાયુષી બને અને જૈન શાસનની શ્રેષ્ઠ સેવા કરે, અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપે. પ્રભુ તેમને તે માટે યોગબળ આપે. તેમનું જીવન ઉત્તમ પ્રકારે સાર્થક થાય તેવી હાર્દિક શુભ ભાવના. જેનદર્શન વિશે દેશ-વિદેશમાં પ્રવચન આપનાર, જૈન ધર્મના ગ્રંથોનાં લેખિકા અને સમાજસેવિકા 162 જનપ્રિયત્વ અને જિનપ્રિયત્ન Page #188 -------------------------------------------------------------------------- ________________ પુત્રવત્ મિત્રા ભાઈ કુમારપાળ સાથે મારો વર્ષોનો સંબંધ છે. એમના પિતાશ્રી જયભિખ્ખની ૧૯૬૮માં મુંબઈમાં ષષ્ટિપૂર્તિ ઊજવવામાં આવી હતી. એ સમયે મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિલાલ કોરા એનું સંયોજન કરતા હતા. મુંબઈના રોક્સી થિયેટરમાં એ ષષ્ટિપૂર્તિ સમારંભ યોજાયો, જેમાં હું અતિથિવિશેષપદે હતો. - એક અર્થમાં કહું તો એ સમયે કુમારપાળને એક ઊગતા યુવાન તરીકે જોયા અને એ પછી આજ સુધીનાં ૩૬ વર્ષ દરમ્યાન કુમારપાળનો અનેક રીતે અનુભવ થયો. મને સહુથી વધુ સ્પર્શી ગઈ એવી બાબત હોય તો એ એમની ચોકસાઈ છે. એ પ્રવચન આપવા ઊભા થાય અને એમને જેટલી મિનિટ બોલવાનું કહ્યું હોય, બરાબર એટલી જ મિનિટે એમનું વક્તવ્ય પૂર્ણ થાય. બીજી વાત છે એમની નમ્રતાની અને ખ્યાલ પણ ન આવે કે આટલી બધી વિદ્વત્તા અને આટલા બધા માન-સન્માનવાળી વ્યક્તિ આટલી નમ્ર કઈ રીતે હશે. આનું કારણ એમનામાં રહેલા માતાના સંસ્કારો છે. મને જ્યારે જાણ થઈ કે એમનાં માતુશ્રી જયાબહેન ખૂબ બીમાર છે ત્યારે હું મુંબઈથી અમદાવાદ આવીને કુમારપાળને ઘેર ગયો હતો અને એ દિવસે માતાની સેવાનું જે વાતાવરણ જોયું હતું તે હજુ ભૂલ્યો નથી. તેઓ અને તેમનો આખો પરિવાર બીમાર માતાની સેવામાં ડૂબી ગયો હતો. એ પછી 163 દીપચંદભાઈ ગાર્ડી Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મંત્રી તરીકે કુમારપાળ સાથે સંબંધ થયો, અનેક સમારંભોમાં સાથે મળતા રહ્યા. ૧૯૯૪માં શિકાગોમાં યોજાયેલી વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ'માં અમે સાથે હતા. શિકાગોમાં વસતા મારા પુત્ર રશ્મિ ગાર્ડીને ત્યાં તેમનો ઉતારો હતો. અને એ રીતે કુમારપાળની ખૂબ નજીક આવવાનું બન્યું. એમણે એમના પિતા પાસેથી સાહિત્યનો વારસો મેળવ્યો છે અને દીપાવ્યો છે. જયભિખ્ખુએ એમની લેખિનીથી સમાજ અને રાષ્ટ્રની ઘણી સેવા કરી, પરંતુ કુમારપાળે એમની લેખિની ઉપરાંત એમનાં પ્રવચનોથી પણ આ કાર્ય કર્યું. વિદેશમાં એમનાં પ્રવચનોની ખૂબ માંગ રહે છે અને ચાર ચાર વર્ષ અગાઉથી એમનાં પર્યુષણ પ્રવચનો નક્કી થઈ જતા હોય છે. આ બધું મેં નજરોનજર જોયું છે અને ત્યારે જ ખ્યાલ આવે કે વિદેશમાં વસતા આપણા ભાઈઓની ધર્મજિજ્ઞાસા અને સંસ્કારભૂખ બંનેને એમણે સુંદર રીતે સંતોષી છે. મારા સમગ્ર કુટુંબ સાથે એમનો ગાઢ સંબંધ છે. એક અર્થમાં કહું તો હું એમને મારા પુત્ર સમાન માનું છું. પુત્રને ‘પદ્મશ્રી’ જેવો ખિતાબ મળે તો સ્વાભાવિક રીતે જ પિતાને કેટલો આનંદ થાય ! એટલો આનંદ મને કુમારપાળભાઈને મળેલા આ ખિતાબથી થયો છે. હજી એમની પાસે કામ ક૨વાનાં ઘણાં વર્ષો બાકી છે અને એ દરમિયાન તેઓ સાહિત્ય, સમાજ, શિક્ષણ અને ધર્મનાં ક્ષેત્રોમાં વધુ ને વધુ પ્રગતિનાં ઊંચાં સોપાનો સર કરે એવી ભાવના રાખું છું. 164 પુત્રવત્ મિત્ર Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમારપાળભાઈના કુટુંબ સાથેનો સંબંધ મારા પિતાશ્રી તથા તેમના પિતાશ્રી જયભિખ્ખુ’ના સમયથી ચાલ્યો આવે છે. શ્રી ‘જયભિખ્ખુ’ સાથેનો મારા પિતાશ્રીનો સંબંધ એક નિકટના આત્મીય જન તરીકેનો હતો. જયભિખ્ખુની જૈન સાહિત્યસર્જનની પ્રવૃત્તિથી પિતાશ્રી અને અમે સો પ્રભાવિત થયેલા. આર્થિક વિષમતાઓમાં પણ ‘જયભિખ્ખુ’ની સાહિત્ય- સર્જનની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહી. સરસ્વતીના ઉપાસક પિતા-પુત્રની આ બેલડી ગુજરાતની સંસ્કારગાથામાં ગૌરવપૂર્ણ સ્થાને શોભી રહી છે. વળી આ બંનેએ જૈન ધર્મની કથાઓને રસાળ રીતે રજૂ કરીને એને વ્યાપક સમાજ સુધી મૂકી આપી છે. એમાં જૈનત્વના સંસ્કારોની સુવાસ હોય છે, પરંતુ એ સુવાસ પુષ્પમાં એવી રીતે મૂકી હોય છે કે જૈન અને અન્ય સહુ કોઈ એ કથાને માણી શકે. આમ એમનું સાહિત્ય વ્યાપક જનસમુદાયને સ્પર્શતું રહ્યું. કુમારપાળ દેસાઈનાં પુસ્તકો મેં વાંચ્યાં છે. એમણે ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીનું જીવનચરિત્ર આતમજ્ઞાની શ્રમણ કહાવે' લખ્યું હતું. એમનું આ ગુજરાતી પુસ્તક હું એક બેઠકે વાંચી ગયો હતો. એ જ રીતે એમણે લખેલું ‘ભગવાન મહાવીર'નું પુસ્તક પણ મને ખૂબ ગમી ગયું હતું. રજૂઆતની છટા, માર્મિક આલેખન અને ગ્રંથનું ઉત્કૃષ્ટ મુદ્રણ એ બધું એમના ગ્રંથોમાંથી જોવા મળે છે, આથી એમનાં પુસ્તકો મારે માટે વાચનનો આનંદ બની રહ્યાં છે. 165 ગૌરવનો અનુભવ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ Page #191 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળભાઈ સાથેનો મારો સંબંધ પણ ખૂબ આત્મીય અને ઉષ્માભર્યો રહ્યો છે. અમારા પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મોહિનાબા કન્યા વિદ્યાલયમાં મારી વિનંતીને માન આપી કુમારપાળભાઈના પૂજ્ય કાકા શ્રી રતિલાલ દીપચંદભાઈ દેસાઈ નીતિશિક્ષણના વર્ગોમાં સેવાઓ આપતા હતા. નિયમ મુજબના વર્ગોના સમય ઉપરાંત વિશેષ સગવડ રૂપે ટ્રસ્ટ દ્વારા આ પ્રવૃત્તિ ચાલતી હતી. પૂજ્ય શ્રી રતિભાઈના અવસાન બાદ નીતિશિક્ષણનું એ કાર્ય મારી વિનંતીને માન આપી કુમારપાળભાઈએ પણ ચાલુ રાખ્યું. એ પ્રવૃત્તિમાં કુમારપાળભાઈનું પ્રદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહ્યું. ઘણા સમય અગાઉ શ્રી ધીરુભાઈ ઠાકર તથા શ્રી સાંકળચંદભાઈ વિશ્વકોશની એક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર કરવાના સંકલ્પ સાથે મને મળ્યા. તેઓના આ સંકલ્પમાં શ્રી કુમારપાળભાઈ પણ જોડાયા હતા. ગુજરાતી ભાષામાં આ પ્રકારના કોશનું આયોજન રેતીમાં નાવ ચલાવવા જેવું લાગ્યું, તેમ છતાં તે સૌનો તે સમયે આ યજ્ઞ પાર પાડવાનો દઢ નિર્ધાર જોઈને હું પણ તેમાં જોડાયો. કુમારપાળભાઈની બહુમુખી પ્રતિભાએ અને ડૉ. ધીરુભાઈ ઠાકરના ભેખધારીપણાને કારણે વિશ્વકોશના આ યજ્ઞનું કાર્ય સુપેરે ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં તેના હજાર હજાર પાનાંનો એક એવા ૧૮ ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યા છે અને અત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું નવું મકાન પણ તૈયાર થઈ રહ્યું છે. આયોજનબદ્ધ છતાં ઘણો કરકસરપૂર્ણ વહીવટ એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિશેષતા છે. મારી દૃષ્ટિએ કુમારપાળભાઈના જીવનનું આ મહામૂલું પ્રદાન રહેશે. ઇંગ્લેન્ડમાં તથા અન્ય દેશોમાં અંગ્રેજ શાસન દરમ્યાન આપણી ઘણી પ્રાચીન હસ્તપ્રતો લઈ જવામાં આવી હતી. તે હસ્તપ્રતોના કેટલૉગ તૈયાર કરાવવાની એક ભગીરથ યોજનાનું સ્વપ્ન લંડન રહેતા શ્રી નેમુભાઈ ચંદરયાનું હતું. તેઓએ તે માટે શ્રી કુમારપાળભાઈનો સહયોગ માગેલો. આ પ્રવૃત્તિમાં મને પણ ખૂબ રસ પડ્યો. કુમારપાળભાઈની કુનેહ, વિચક્ષણતા અને વિદ્વત્તાને કારણે જ આ કાર્યનો પણ આરંભ થયો અને તેમાં ખૂબ જ પ્રગતિ સાધી શકાઈ છે. આ પ્રવૃત્તિમાં આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયી પેટ્રન તરીકે જોડાયેલા છે અને એ જ રીતે બ્રિટનના અગ્રણી રાજપુરુષો આની સાથે જોડાયેલા છે. જેને સાહિત્ય સંશોધન તથા અધ્યયનના ક્ષેત્રે આપણી શ્રમણ સંસ્થાને ખૂબ જ દૂરગામી પરિણામો પ્રાપ્ત થાય તેવી આ પ્રવૃત્તિમાં કુમારપાળભાઈની સાથે સહભાગી થવાનો મને ખૂબ જ આનંદ છે. કુમારપાળભાઈની પ્રતિભા વિવિધ ક્ષેત્રોમાં સુગંધ પ્રસરાવી રહી છે. તેઓ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમને ઇંગ્લેન્ડ, અમેરિકા, 166 ગૌરવનો અનુભવ Page #192 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. મેં પણ તેમનાં ઘણાં વ્યાખ્યાનો અને ભાષણો સાંભળ્યાં છે. એ બોલવા ઊભા થાય ત્યારે એવું મનમાં થાય કે તેઓ બોલ્યા જ કરેને આપણે સાંભળ્યા જ કરીએ. આ રીતે જૈન ધર્મના સિદ્ધાંતો જનસમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કુમારપાળભાઈએ કર્યું છે. સામાન્ય રીતે વ્યક્તિ લેખનમાં કુશળ હોય, તે વક્તા તરીકે પ્રભાવશાળી ન હોય. કુમારપાળભાઈમાં બન્ને શક્તિઓ છે પરંતુ એની સાથોસાથ કાર્યક્રમોના આયોજન અને સંસ્થાસંચાલનની આગવી સૂઝ છે. આને પરિણામે કાર્યક્રમના આયોજનમાં તેઓ ચોકસાઈ રાખે. એ સમયસર પૂરો થાય તેનો ખ્યાલ રાખે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના કાર્યક્રમોમાં મેં આ નજરોનજર જોયું છે. એવી જ રીતે ભારતમાં એમણે એકલે હાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની પ્રવૃત્તિઓ કરી અને જૈન સંસ્થાઓમાં આ સંસ્થાને માનભર્યું સ્થાન અપાવ્યું. વળી, વિદેશના સેવાભાવી મહાનુભાવો સાથે એમનો સતત જીવંત સંપર્ક જોવા મળ્યો છે. તેઓ ડૉ. મણિભાઈ મહેતા, ડૉ. ધીરજ શાહ, રતિભાઈ ચંદરયા જેવી વ્યક્તિઓ સાથે ગાઢ સંપર્કમાં રહેતા હોય છે અને તેઓ ભારતમાં આવે ત્યારે મિલન સમારંભ યોજીને એકબીજાનો પરિચય કરાવે છે. આવું સેતુ બનવાનું કામ મહત્ત્વનું છે. ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારત' કૉલમ એ પિતા-પુત્રની યશસ્વી કલગી છે. પિતાપુત્ર દ્વારા પચાસ વર્ષથી પણ વધુ સમયથી નિયમિત રીતે કૉલમ લખાઈ હોય એવો ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રમાં બીજો કોઈ દાખલો જોવા નહીં મળે. આ ઉપરાંત પારિજાતનો પરિસંવાદ', ‘ઝાકળ બન્યું મોતી’ કે ‘આકાશની ઓળખ જેવી કૉલમો દ્વારા એમણે સારી એવી નામના મેળવી છે. એમના આ લખાણના વાચનથી માણસ હતાશા ખંખેરીને હિંમતવાન બનતો હોય છે. માણસનું જીવન વધારે ને વધારે ઊર્ધ્વ કેમ બને એનો તેઓ સતત ખ્યાલ રાખતા હોય છે અને એ દૃષ્ટિએ એમણે સાહિત્યની માફક પત્રકારત્વ દ્વારા પણ સમાજના સંસ્કારઘડતરમાં યોગદાન આપ્યું છે. રમતગમત ક્ષેત્રે પણ કુમારપાળભાઈનું પ્રદાન ઉલ્લેખનીય છે. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ત્રણસોથી વધુ વક્તવ્યો આપ્યાં છે. કુમારપાળભાઈ જુદા જુદા ત્રણ વિષયોમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં કુમારપાળભાઈના માર્ગદર્શન નીચે પંદર જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. આવા તો અનેકવિધ ક્ષેત્રે કુમારપાળભાઈની પ્રતિભા અને વ્યક્તિત્વની સુગંધ પ્રસરી રહી 167 શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ Page #193 -------------------------------------------------------------------------- ________________ છે. મને હંમેશાં એક વાતનું ખૂબ જ આશ્વર્ય થતું રહ્યું છે. કુમારપાળભાઈને ઈશ્વરે ચોવીસ કલાકને બદલે અડતાલીસ કલાક આપ્યા છે કે શું? વિવિધ ક્ષેત્રોમાં વ્યાપ અને ઊંડાણ – બંને દૃષ્ટિએ તેઓએ ખૂબ જ સિદ્ધિઓ હાંસલ કરી છે. કુમારપાળભાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરનાર કુમારપાળભાઈનો પદ્મશ્રીના એવૉર્ડ દ્વારા સમુચિત સમાદર થયો છે. આ એવોર્ડથી આપણને સૌને ગૌરવનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. મારા એમને અભિનંદન અને ભવિષ્યમાં તેઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં વધુ ને વધુ વિકાસ સાધે તેવી શુભેચ્છા પાઠવું છું. 168 ગૌરવનો અનુભવ Page #194 -------------------------------------------------------------------------- ________________ છે સંકલ્પ અને સિદ્ધિ જાણીતા લેખક, અધ્યાપક, પત્રકાર, તત્ત્વચિંતક ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે, એ માત્ર જેનો માટે જ નહિ, સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે. ભૂતકાળમાં કેટલા ઓછા ગુજરાતીઓને આ ઇલકાબ મળ્યો છે! એ વાત જ આ ઇલકાબનું મૂલ્ય સમજવા માટે પૂરતી છે. ડૉ. કુમારપાળ દેસાઈ મારા મિત્ર છે એમ કહેવા કરતાં મારા સ્વજન છે એમ કહેવું વધારે યથાર્થ છે. અમારી મૈત્રી એક પારિવારિક સંબંધમાં પરિણમી છે. એક વડીલ તરીકે એમની વિકાસયાત્રાનો હું સાક્ષી છું. ડૉ. કુમારપાળને પહેલી વાર મળવાનું થયું અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા નિમિત્તે. પહેલી મુલાકાતે જ તેમના મળતાવડા સ્વભાવનો પરિચય થયો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમનાં વ્યાખ્યાનો શ્રોતાઓમાં અત્યંત પ્રિય બન્યાં. તેઓ એક કુશળ વક્તા તો છે જ, પણ પૂરી સજ્જતા સાથે વ્યાખ્યાનો આપે છે, આથી જ એ માટે એમની દિશાઓ ખૂલતી ગઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે માનભર્યું સ્થાન મેળવી લીધું છે. ડૉ. કુમારપાળ સાથે વ્યાખ્યાનમાળાના નિમિત્તે થયેલી મૈત્રી આગળ જતાં પારિવારિક સંબંધમાં પરિણમી. પછી તો અમદાવાદ જવાનું થાય તો સગાંસ્નેહીઓને ત્યાં ન ઊતરતાં એમને ઘેર જ રમણલાલ ચી. શાહ 19 Page #195 -------------------------------------------------------------------------- ________________ ઊતરવાનું નિશ્ચિત થઈ ગયું. એમનાં માતુશ્રી સ્વ. જયાબહેન અને ધર્મપત્ની સો. પ્રતિમાબહેનનું આતિથ્ય માણવાનો અવસર અનેક વાર સાંપડ્યો છે અને એનાં મધુર સ્મરણો તાજાં જ છે. મૈત્રીની કળા શ્રી કુમારપાળને એમના પિતાશ્રી સ્વ. શ્રી જયભિખુ તરફથી વારસામાં મળી છે. નવા નવા સંબંધો બાંધવા અને જાળવવા એ અંતરની ઉદારતા વગર શક્ય નથી. ધૂપસળીની જેમ જીવન જીવવાની એમના પિતાશ્રીની ભલામણ એમણે પોતાના જીવનમાં બરાબર ઉતારી છે. કોઈકને માટે કશું કરી છૂટવાની તમન્ના એમના જીવનમાં રહેલી છે એટલે જ એમનું મિત્રવર્તુળ ઘણું મોટું છે. એમની સુવાસ કેટલી બધી છે એનો એ પરિચય કરાવે છે. અધ્યયન, અધ્યાપન, લેખનકાર્ય, પત્રકારત્વ, રમતગમત એમ વિવિધ ક્ષેત્રે ડૉ. કુમારપાળે ઘણી સારી સિદ્ધિ મેળવી છે. ગુજરાત સમાચારમાં પોતાના પિતાશ્રીની કૉલમ “ઈટ અને ઇમારત એમણે ચાલુ રાખી અને આજ દિવસ સુધી એનું લેખન-સંપાદન-સંચાલન તેઓ કરતા રહ્યા છે. તદુપરાંત બીજી પણ કેટલીક કૉલમો તેઓ ચલાવે છે. તેમની શક્તિનો એ પરિચય કરાવે છે. અધ્યાપનના ક્ષેત્રે પણ તેમણે કૉલેજના વ્યાખ્યાતામાંથી યુનિવર્સિટીમાં રીડર, પ્રોફેસર, ડાયરેક્ટર અને ડીન સુધીની પદવી પ્રાપ્ત કરી એ એમની સતત થતી રહેલી પ્રગતિની સાક્ષી પૂરે છે. પીએચ.ડી. માર્ગદર્શક તરીકે પણ તેમણે ઘણું યશસ્વી કાર્ય કર્યું છે. વ્યાખ્યાનો, પરિસંવાદો, સંમેલનો, પરિષદો વગેરેને નિમિત્તે દુનિયાભરમાં તેમનું સતત પરિભ્રમણ થતું રહ્યું છે. એમણે પોતાની યશસ્વી કારકિર્દીમાં સમયનો અપ્રમત્તપણે ઉપયોગ કર્યો છે. તેઓ દૂરંદેશીવાળા છે અને પ્રત્યેક કાર્યનું આયોજન વેળાસર કરી તેને સારી રીતે પાર પાડે છે. એમાં એમને એમના દેશવિદેશના મિત્રોનો સારો સહકાર સાંપડ્યો છે. એમનાં ધર્મપત્ની સૌ. પ્રતિમાબહેનનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. સો. પ્રતિમાબહેને કાર્યેષુ મંત્રીનો ગૃહિણીનો આદર્શ યથાર્થ કર્યો છે. ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે એમાં અડધો ભાગ એમનો પણ ગણાવો જોઈએ. પાશ્રીના ઇલકાબ પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને ધન્યવાદ અને હજુ પણ ઉત્તરોત્તર તેઓ વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે એવી શુભકામના. 170 સંકલ્પ અને સિદ્ધિ Page #196 -------------------------------------------------------------------------- ________________ ACT , : ' . . રા , અ કાકા કાલે ** . . *, * ? ક' દમ, *' જનન કન આવા રોહી-સ્વજના સને ૧૯૮૪માં યુ. એન. મહેતાસાહેબ અંગેના એક પ્રસંગમાં ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મુલાકાત થઈ અને પછી તો અવારનવાર જુદા જુદા પ્રસંગોએ તેમની મુલાકાતો વધવા લાગી. તેઓ બન્ને એટલા નિકટ આવી ગયા કે જાણે તેમની વચ્ચે વર્ષો પહેલાંના સંબંધો બંધાયેલા હોય. ઘણી વાર તો તેમને મળે સમય વીતી ગયો હોય તો મહેતાસાહેબ તેમના ઘેર પહોંચી જાય અને વીતેલા દિવસોની વાતો કરવા બેસી જાય. મહેતાસાહેબને અવારનવાર ગુરભગવંતોને વંદન કરવા જવાનું થાય, ત્યારે તેમની સાથે થયેલી ધાર્મિક ચર્ચાઓ તથા ઉદ્ભવેલા ધાર્મિક પ્રશ્નોની ચર્ચાઓ તેમની સાથે કરવા બેસી જાય અને એ રીતે મનનું સમાધાન શોધી લેતા તથા પ્રશ્નોનું નિરાકરણ લાવતા. તેમની સાથેની અવારનવારની મુલાકાતથી તેઓ અમારા કુટુંબના એક આગવા સ્નેહી-સ્વજન જેવા બની ગયા છે. તેમની સાથેની આત્મીયતા વધવાનું તથા વધુ નજદીક આવવાનું એક કારણ મહેતાસાહેબનું જીવનચરિત્ર લખવાનું તેમણે શરૂ કર્યું તે પણ હતું. તેના કારણે તેઓ વારંવાર અમારા ઘેર આવતા. મહેતાસાહેબના જીવનની નાનામાં નાની વિગતો પૂછી વિષયના ઊંડાણમાં ઊતરતા. અમારા કુટુંબના દરેક સભ્યો સાથે બેસી ગોષ્ઠિ કરી તે વાતો પોતાના ચિત્તમાં ગોઠવીને સાહિત્યની ભાષામાં કાગળમાં ઉતારતા ગયા અને તેના ફળસ્વરૂપે તેમણે મહેતાસાહેબનું જીવનચરિત્ર “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' એ શીર્ષક નીચે અમને અર્પણ કર્યું. જેમ જેમ એ પુસ્તક અને વાંચતાં ગયા તેમ તેમ શારદાબÈન યુ. મહેંતા, 171 Page #197 -------------------------------------------------------------------------- ________________ તેમનામાં રહેલ એક સફળ સાહિત્યકારની પ્રતિમા આંખ સમક્ષ ઊપસતી ગઈ. પુસ્તકમાં જે મહેનતથી તેમણે મહેતાસાહેબના ચરિત્રનું નિરૂપણ કર્યું તે વાંચીને અમારા કુટુંબના સભ્યો જ નહીં, પરંતુ જેણે જેણે એ પુસ્તક વાંચ્યું તેમને ખ્યાલ આવ્યો કે મહેતાસાહેબ ફક્ત ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ સમાજના એક શ્રેષ્ઠતમ દાનવીર અને માનવતાવાદી વ્યક્તિ હતા. તે ખ્યાતિ આ ચરિત્ર પરથી આવ્યો. કુમારપાળભાઈ કહેતા કે પૈસા કમાવવા, એકઠા કરવા તે અગત્યનું નથી, પરંતુ કમાયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવો તે અગત્યનું છે. અને તે મહેતાસાહેબે વિવિધ ક્ષેત્રોમાં દાનની ગંગા વહેવડાવીને સિદ્ધ કરી બતાવ્યું છે. આમ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મદર્શનના ક્ષેત્રે યશસ્વી કામગીરી કરનાર ડૉ. કુમારપાળભાઈ જાણે કુટુંબના જ એક સદસ્ય હોય તેવી લાગણીના દોરમાં અમે બંધાઈ ગયાં છીએ. મહેતાસાહેબના અવસાન બાદ ડૉ. કુમારપાળભાઈએ અમારા કુટુંબ સાથે લાગણીનો એ જ સિલસિલો જાળવી રાખ્યો છે. જ્યારે પણ મેં તેમને કોઈ પ્રસંગ માટે કે કોઈ સલાહ માટે વાત કરી હોય તો તરત જ હાજર થઈ જાય અને હૃદયના એ જ ઉમળકાથી વાતો કરવા બેસી જાય. આજે ભારતભરમાં જ નહીં, પણ દેશવિદેશમાં જેના જેવી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. વિદેશમાં અવારનવાર જઈને જૈન ધર્મની ફિલોસોફીને સહુને સાચી રીતે સમજાવી શક્યા હોય તો તો તેનો યશ શ્રી કુમારપાળભાઈને જ આપવો યોગ્ય ગણાશે. આમ આજના એક અનોખા સાહિત્યકાર, અજોડ પત્રકાર અને જૈન તત્ત્વજ્ઞાનના બેનમૂન ચિંતક સાથે વાત કરવા બેસો તો તમને લાગે પણ નહીં કે તેમણે આટલી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમની વાતોમાં ગર્વનો કોઈ દિવસ છંટકાવ નહીં. આટલાં ઉન્નત શિખરો સર કર્યા પછી પણ તેમની એ જ સાદગી એમના પ્રત્યે માનથી જોવા લલચાવે છે. તેમની એ મૃદુ ભાષા આપણને તેમના સમીપ લઈ જવા એક કેડી બની રહે છે. આવા ડૉ. કુમારપાળભાઈને પદ્મશ્રી'નો એવોર્ડ આપીને ભારત સરકારે જે બહુમાન કર્યું છે તેના તેઓ સાચા હકદાર છે અને અમારાં સૌનું એ સ્વપ્ન સફળ બનતું આપણે સૌ જોઈ રહ્યાં છીએ. જ્યારે આપણા સ્વજન કે જેમને આપણે ખૂબ નજદીકથી ઓળખીએ છીએ તેવી વ્યક્તિને આવો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાય ત્યારે અપ્રતિમ રોમાંચ પ્રસરી જાય છે. છેલ્લે હજુ પણ સાહિત્ય, પત્રકારત્વ જેવાં વિવિધ ક્ષેત્રોમાં દિન-પ્રતિદિન આગવી સફળતા હાંસલ કરતા રહે તેવા અંતરના આશીર્વાદ. ધાર્મિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી ક્ષેત્રોમાં આર્થિક સહયોગ આપનાર, અનેકવિધ સામાજિક સંસ્થાઓના રાહબર તથા ટૉરન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી યુ. એન. મહેતાનાં પત્ની 172 આગવા સ્નેહી-સ્વજન Page #198 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ યોગદાન અમારપાળ નામનો ઉલ્લેખ થતાં જ જેનોની આંખમાં ચમકારો થાય ને કાનમાં ઘંટારવ થાય. આરતી પછી ગવાતા મંગળ દીવામાં શબ્દો આવે – આરતી ઉતારી રાજા કુમારપાળે રે.... પાટણના રાજ્યપાલ કુમારપાળની આરતીના ઉલ્લેખ વગર કદાચ જૈન પૂજાપાઠ અધૂરાં ગણાય તો આધુનિક સમયમાં ડૉ. કુમારપાળ દેસાઈના નામ વગર સાહિત્યજગત અધૂરું ગણાશે. ભારતની ભૂમિમાં અનેક સંતો, મહાત્માઓ અને સાહિત્યસર્જકો પાક્યા. એટલે જ ચારણ કવિ માતાની કુલીને બિરદાવતાં કહે છે કે – જનની જણ તો સંત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” કવિ તો માતાને સંત, દાનવીર અથવા શૂરવીર સંતાનને જન્મ આપવાનું કહે છે, પણ નીડર પત્રકાર અને લેખક સ્વ. જયભિખ્ખું અને માતા જયાબહેનના આ સુપુત્ર ડૉ. કુમારપાળભાઈમાં આ ત્રણે ગુણોનો ત્રિવેણી સંગમ છે. કુમારપાળભાઈના જ શબ્દોમાં કહીએ તો કલમનો અમર વારસો તો એમને પિતા સ્વ. જયભિખુ તરફથી મળ્યો તો માતાની શિખામણ કે “સારું જુઓ, સાચું જુઓ અને સહુનું જુઓએ તેમને ત્રણે ત્રણ ભૂમિકાઓ ભજવવા સક્ષમ કરી દીધા. “સારું જુઓ એટલે કે જગતમાં હમેશાં વિધાયક અને રચનાત્મક દૃષ્ટિએ વિચાર કરવો. પ્રત્યેક વ્યક્તિના પૉઝિટિવ' અંશને જોવો. જે સાચું પ્રતાપભાઈ ભોગીલાલ 173 Page #199 -------------------------------------------------------------------------- ________________ હોય, તે વિશે વિચારવું અને તેને પડખે ઊભા રહેવું. ‘સહુનું જુઓ’ એટલે કે માત્ર સ્વસુખ કે સ્વહિતનો વિચાર કરવાને બદલે સર્વસુખ અને સર્વહિત વિશે વિચારવું અને તે માર્ગે વધુ ને વધુ સદ્કાર્ય કરવાં. ૧૯૬૫થી લખવાની શરૂઆત કરી અને આજે ૧૦૦થી વધારે પુસ્તકોમાં એમની કલમનો કસબ કંડારાયેલો છે. ૧૧ પુસ્તકો અંગ્રેજીમાં તો બે પુસ્તકો હિંદીમાં લખી જુદી જુદી ભાષાઓ પરનું એમનું પ્રભુત્વ સિદ્ધ કર્યું. ૯ પુસ્તકોને કેન્દ્ર અને રાજ્ય સ૨કા૨ તરફથી ચુનંદા પુસ્તકો તરીકે પસંદ કરીને ઇનામોથી નવાજવામાં આવ્યાં. એમણે કરેલા વિશાળ બાળસાહિત્યસર્જનનું આજે હિન્દી અને અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. ગુજરાતીના પ્રોફેસર હોવાની સાથે સાથે ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના ફૅકલ્ટી ઑફ આર્ટ્સના ડીન અને યુનિવર્સિટી સ્કૂલ ઑફ લેંગ્વેજીસના ડાયરેક્ટર પણ છે. નવા નવા અભ્યાસક્રમોને દાખલ કરી વિદ્યાર્થીઓને ભણતરની ઉત્તમમાં ઉત્તમ તક પૂરી પાડવી એ શિક્ષક તરીકે એમનું સર્વોત્તમ લક્ષ્ય છે. આજે અપભ્રંશ ભાષામાં સર્ટિફિકેટ કોર્સ એ એમના જ વિચારોની ફલશ્રુતિ છે. પીએચ.ડી.ના વિદ્યાર્થી માટે ગાઇડ તરીકે ૧૬ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે તેમજ ગુજરાત યુનિવર્સિટી, રાજસ્થાનની જૈન વિશ્વભારતી યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના માન્યતાપ્રાપ્ત ગાઇડ છે. ગુજરાતી સાહિત્ય, પત્રકારિત્વ અને જૈનદર્શન એ એમના ગાઇડ તરીકેના વિષયો છે. મધ્યકાલીન જૈન કવિ આનંદઘનજી ઉપર એમણે કરેલું સંશોધન પીએચ.ડી.ની ડિગ્રી માટે અત્યંત વખણાયું છે. તેઓ ખૂબ જ બાહોશ અને નીડર વક્તા પણ છે. ૧૯૬૯માં પત્રકાર-લેખક પિતાના અવસાન પછી ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાત સમાચા૨માં ઈંટ અને ઇમારત’ દૈનિક કટાર લખવાનું શરૂ કર્યું. પોતાનાં અનેક પુસ્તકો અને લખાણો દ્વારા સમાજને દાન આપીને ચારણ કવિની દાનવીરની અપેક્ષા ડૉ. કુમારપાળ દેસાઈએ પૂરી કરી છે. એમના લેખો બહુ વેધક, વિચારસભર અને રચનાત્મક હોય છે. એમના લખાણની શૈલી સુંદર, સાદી અને મોહક છે. જૈન સાહિત્યમાં પણ ડૉ. કુમારપાળભાઈનું અદ્ભુત ખેડાણ છે. અનેક જૈનાચાર્યો જેવા કે શ્રી હેમચંદ્રાચાર્ય, આનંદઘનજી, આચાર્ય બુદ્ધિસાગરજી, આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીની જીવનકથાઓ તથા ભગવાન ઋષભદેવ અને મહાવીર સ્વામીનાં જીવનચરિત્રો તેમજ મોતીની ખેતી’ અને ‘બિંદુ બન્યું મોતી' એ જૈન કથાઓ મુખ્ય છે. પ. પૂ. પંજાબકેસરી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજીનાં હિન્દી પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ત્રણ અત્યંત માર્મિક પુસ્તકો ‘ધન્ય છે ધર્મ તને’, ‘ઓજસ દીઠાં આત્મબળનાં’, ‘રત્નત્રયીનાં અજવાળાં’ નામે પ્રગટ કર્યાં. 174 વિશિષ્ટ યોગદાન Page #200 -------------------------------------------------------------------------- ________________ આવા સરળ અને રોચક અનુવાદ બદલ જૈન સમાજ ડૉ. કુમારપાળભાઈનો ઋણી રહેશે, કારણ કે હિન્દી ભાષાની ઓછી જાણકારી ધરાવનારા ભાવિકજનો પણ ગુરુદેવનાં આ અમૂલ્ય વચનોનું અમૃતપાન કરી શકશે. તેઓ યુકે, યુ.એસ.એ., કેનેડા, આફ્રિકા, બેલ્જિયમ, સિંગાપોર, હોંગકોંગ અને અન્ય દેશોમાં કેટલીય વખત વ્યાખ્યાનકાર તરીકે આમંત્રિત થયા છે અને આપણાં પરદેશમાં વસતાં ભાઈબહેનો એમની પ્રખર વિદ્વત્તા અને સચોટ વાણીથી પ્રભાવિત થયાં છે. જેને ધર્મના પરદેશમાં પ્રસાર અંગે એમની સેવાઓ બહુ કદરદાયક છે. તેમનો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષા ઉપર ગજબનો કાબૂ છે. મારો કુમારપાળભાઈ સાથેનો સંબંધ ઘણાં વર્ષોનો છે. ખાસ કરીને ઇન્ડૉલોજી અંગે સંશોધક તરીકે વિશેષ સંપર્કમાં આવવાનું થયું. તેઓ લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને એમની સાથેની મૈત્રીનું મને ગૌરવ છે. વર્લ્ડ જૈન કોન્ફડરેશનના કુમારપાળભાઈ શરૂઆતથી જ ગવનિંગ કાઉન્સિલના સભ્ય છે અને એમનું યોગદાન અમૂલ્ય છે એનો અમને સૌને ગર્વ છે. કુમારપાળભાઈ સ્વભાવે નિખાલસ, નમ્ર, નિરાભિમાની, સુશીલ, સાદા, હસમુખા અને આપણા સૌના લાડકવાયા છે. ખાસ તો પદ્મશ્રીના એવૉર્ડ વાસ્તે અતિઉલ્લાસથી અભિનંદન. એમને લાંબું, તંદુરસ્તીભર્યું આયુષ્ય મળે; સુખી જીવન જીવે અને હજી વધારે એમની સમાજને સેવા મળતી રહે, માન-અકરામ અને ખિતાબોની રફતાર ઉત્તરોત્તર આગેકૂચ કરતી રહે એવી મારી શાસનદેવને પ્રાર્થના અને અભ્યર્થના છે. વર્લ્ડ જેન કન્ફડરેશનના દ્રસ્ટી, દિલ્હીની ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટના પ્રણેતા અને ઉદ્યોગપતિ 175 પ્રતાપભાઈ ભોગીલાલ Page #201 -------------------------------------------------------------------------- ________________ Uકુમારપાળભાઈની સાથે છેલ્લાં પંદર વર્ષોથી મારે ઘણો સારો સંબંધ છે. મારે સને ૧૯૯૧માં જ્યારે પ્રથમ વાર અમેરિકા જવાનું થયું ત્યારે તેઓ તરફથી મને બધા જ પ્રકારનો સહયોગ મળેલો. અને આ જ મારું તેઓની સાથે પ્રથમ મિલન હતું. પ્રથમ મેળાપમાં જ તેમની પરોપકાર. પરાયણતા, મિલનસાર સ્વભાવ, કંઈક કરી વિદેશમાં છૂટવાની ભાવના ઇત્યાદિ અનેક ગુણો દેખાયા. તેમણે જે જે પુસ્તકો લખ્યાં છે, તેની નામાવલી અભુત નામના પણ એક નવા પુસ્તકપ્રમાણ થાય તેમ છે. એકેએક અને ચાહના પુસ્તકોમાં સામાજિક, કૌટુમ્બિક, રાજકીય, ધાર્મિક અને સામ્પ્રદાયિક વિષયોની વિશાળ છણાવટ આલેખીને તેમાં તેઓની અદ્ભુત લેખન અને રચનાશક્તિનાં દર્શન થાય છે. તેઓના પિતાશ્રી ‘જયભિખ્ખું સાહિત્યના ઉત્તમ લેખક જરૂર હતા, પરંતુ શ્રી કુમારપાળ દેસાઈ તો અનેક ક્ષેત્રે વિદ્વત્તા સૂચક કાર્ય કરનારા બન્યા છે. તેથી બાપ કરતાં બેટા સવાયાની લોકોક્તિને તેઓએ સાર્થક કરી છે. કોઈ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં શ્રી કુમારપાળ દેસાઈની ૫. ધીરજલાલ મહેતા સેવાનું પ્રદાન ન હોય. અમેરિકા-કેનેડા અને ઇંગ્લેન્ડ આદિ વિદેશોમાં ઘણી વાર એકાએક જ તેઓ મળી જાય. વિદેશોમાં તેઓનું ઘણું જ માન-સન્માન છે. જેને ધર્મનાં ઘણાં કાર્યો તેઓ દ્વારા થયાં છે અને થાય છે. વિદેશમાં રહેતા જેન ધર્મના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓને તો ભારતમાં કંઈ પણ ધાર્મિક કાર્ય કરાવવું હોય તો ભારત ખાતે એક કુમારપાળભાઈ 176 Page #202 -------------------------------------------------------------------------- ________________ દેસાઈમાં નિઃસ્વાર્થ સંપૂર્ણ સેવા આપનાર દેખાય છે અને તેઓ દ્વારા ઘણાં કાર્યો થયાં છે. લોસ એન્જલસમાં રહેતા ડૉ. મણિભાઈ મહેતા અને લંડનમાં રહેતા શ્રી નેમુભાઈ ચંદરયા માટે તો એમ કહી શકાય કે શ્રી કુમારપાળ દેસાઈ એ એમના ભારતમાં વસતા મિત્ર અને માર્ગદર્શક હોય, તેવો પ્રેમ અને વિશ્વાસ શ્રી કુમારપાળભાઈએ જીત્યા છે. સિંગાપોર, હોંગકોંગ, બેંગકોક, નાઇરોબી, મોમ્બાસા આ બધાં શહેરોમાં શ્રી કુમારપાળભાઈ દેસાઈએ અનુપમ પ્રતિભા પાથરી છે. તેઓનું પ્રવચન જે એક વાર સાંભળે, તે બીજી વાર તેઓના આગમનની પૂરેપૂરી પ્રતીક્ષા રાખે છે. એન્ટવર્પમાં પર્યુષણ પર્વની આરાધના કરાવી અદ્ભુત નામના પ્રાપ્ત કરી છે. લંડન અને અમેરિકા તો તેઓનું પોતાનું જાણે ઘર જ હોય તેટલો એમણે એમનાં વક્તવ્યોથી અવર્ણનીય પ્રેમ પ્રાપ્ત કર્યો છે. ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી, લૉસ એન્જલસ, હ્યુસ્ટન, સિંગાપોર, લંડન જેવાં અનેક શહેરોમાં પર્યુષણ પર્વની આરાધના કરાવવા દ્વારા અને બીજાં કેટલાંક શહેરોમાં સુંદર પ્રવચનો દ્વારા જેનદર્શનના સમ્યગુજ્ઞાનનું દાન કર્યું છે. જેને ધર્મનો પ્રચાર અને પ્રસાર વધારે કેમ થાય ? તેનું લક્ષ્ય રાખીને અનેક દેશોમાં એમણે પ્રવાસો કર્યા છે. આમ, શ્રી કુમારપાળભાઈ દેસાઈએ વિદેશમાં સુંદર નામના અને અપાર ચાહના પ્રાપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય કામગીરી, અહિંસાના પ્રચારની કામગીરી, શાકાહારના પ્રચારની કામગીરી અને અનેક સામાજિક કાર્યો વગેરેમાં ઘણો મહત્ત્વનો ફાળો આપેલ છે. અત્યાર સુધીમાં ૨૮ સંસ્થાઓમાં પ્રમુખ-મંત્રી, સહમંત્રી, ખજાનચી વગેરે હોદાઓ ઉપર રહીને સારી સેવા બજાવી છે. સર્વ ઠેકાણે સુંદર એવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સંસ્થાઓને સારી કાર્યવાહીવાળી બનાવી છે. સારું કાર્ય કરવા બદલ એવૉર્ડ એટલી બધી જગ્યાએથી એટલા બધા મળ્યા છે કે એ એવૉર્ડની એક સુંદર હારમાળા બને તેમ છે. હેમચંદ્રાચાર્ય એવૉર્ડ', જેને જ્યોતિર્ધર એવોર્ડ, ગુજરાત રત્ન', સંસ્કૃતિ-સંવર્ધન એવૉર્ડ, બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ – આ મુખ્ય એવૉર્ડ છે. શ્રી કુમારપાળ દેસાઈ મારા પરમમિત્ર છે. તેઓ દીર્ધાયુષી અને સારા સ્વાથ્યવાળા સદા રહે એવી પરમકૃપાળુ પરમાત્માને વિનંતી અને જૈન શાસનની સેવા કરી આત્મકલ્યાણ સાધે એ જ અભિલાષા. દેશવિદેશમાં વ્યાપકપણે જૈન ધર્મ વિશે શિક્ષણ~વચન આપનાર તથા શાસ્ત્રીય ગ્રંથોના લેખક 171 ૫. ધીરજલાલ મહેતા Page #203 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિની અઘુમોદના કુમારપાળભાઈને પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો તેનાથી શ્રી જૈન સંઘને ગૌરવ મળ્યું છે. ખૂબ જ ઉચિત સન્માન થયું. મને પણ તેટલો જ આનંદ થયો છે. ખૂબ શાની હોવા છતાં વિનમ્રતા, સામા માણસની વાત ધ્યાનપૂર્વક સાંભળવાની કળા તથા જે વખતે જે વિષયની વાત ચાલતી હોય તેમાં રચનાત્મક અભિગમથી સુંદર સૂચનો આપવાની કળા તેમણે સિદ્ધ કરી છે. જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે તે મુલાકાતો અરસપરસ સ્નેહનીતરતી બની છે. હવે જીવનનાં શેષ વર્ષોમાં ઘણાં બધાં ક્ષેત્રોમાં જે પોતાનું યોગદાન આપી રહ્યા છે. માનવજીવનની સાર્થકતા માટે અધ્યાત્મપરાયણ જીવનને સ્વીકારી, હજી વધુ ઊંડી સાધના તરફ જાય એવી અભ્યર્થના અસ્થાને નહિ ગણાય. એક સંનિષ્ઠ યોગી બનવાના બધા જ ગુણો તેમનામાં છે. એક મોટાભાઈ તરીકે શુભેચ્છા આપું છું અને તેમની સિદ્ધિઓની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. શશીકાન્ત મહેંતા શ્રી નમસ્કાર મહામંત્રના આરાધક અને જૈન ધર્મના પ્રવચનકાર 178 Page #204 -------------------------------------------------------------------------- ________________ રીત : S: તા. અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય ભારતીય પ્રજાસત્તાક રાષ્ટ્રના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર, પ્રખર વિચારક, ખ્યાતનામ ચિંતક એવા શ્રી કુમારપાળભાઈ દેસાઈને પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો છે તેનાથી સમસ્ત ગુજરાત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને ગુજરાતના આ પનોતા પુત્રને શતશઃ અભિનંદન સાથે તેની ભાવભીની અભિવંદના કરે છે. શ્રી કુમારપાળભાઈ દેસાઈનો પરોક્ષ પરિચય તો વર્તમાનપત્રોની તેમની વિવિધ કટાર દ્વારા થયો હતો. વિવિધ વિષયો પરનાં તેમનાં લખાણોએ તેમના પ્રત્યે એક અપ્રતિમ સ્નેહ અને આદરની લાગણી ઊભાં કર્યાં હતાં. અધ્યાત્મ, ઇતિહાસ, સંસ્કૃતિ, શિક્ષણ, નૈતિકતા, ઘડતર, સાધના અને રમત-ગમત જેવા કેટલાક પરસ્પર અસંગત જેવા ગણાતા વિષયો પરનાં તેમનાં લખાણો તેમની બહુવિધ પ્રતિભાનો પરિચય કરાવતાં હતાં. કોઈ પણ વિષય પરનું તેમનું તલસ્પર્શી જ્ઞાન, વિશદ વિવરણ અને વિવેકપૂર્ણ વિવેચન વાચકના માનસપટ પર તે વિષય પરત્વેની એક સ્પષ્ટ છાપ ઊભી કરવામાં સંપૂર્ણપણે સક્ષમ બની રહે છે. આ કારણે એમના બહુમુખી વ્યક્તિત્વના પરોક્ષ પરિચયથી તો તેઓ ગુજરાતભરના વાચકોના આદર અને પ્રીતિપાત્ર સાહિત્યકાર બની ગયા છે. તેમની સાથેનો મારો પરિચય જૈન તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં થયો અને તે આજ સુધી સતત વસંતભાઈ ખોખાની 179 Page #205 -------------------------------------------------------------------------- ________________ વધતો રહ્યો છે. સમયની ગતિ સાથે તેમની સાથેના સંબંધોની આત્મીયતાનાં ઊંડાણ પણ વધતાં રહ્યાં છે. પર્યુષણપર્વનાં તેમનાં પ્રવચનો, ભગવાન મહાવીર જયંતી જેવા પર્વનાં તેમનાં પ્રાસંગિક પ્રવચનો, જૈન તત્ત્વજ્ઞાન અને આચારસંબંધી વિવિધ વિષયો જેવા કે અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, મૈત્રીભાવ, મૌનની સાધના, ક્ષમાપનાનું હાર્દ, ભગવાન મહાવીરની સાધના, જેને ધર્મની શાસનવ્યવસ્થા, પાંચ મહાવ્રત-અણુવ્રત વગેરે વિષયો પરનાં તેમનાં વ્યાખ્યાનો શ્રોતાવર્ગ માટે તો સાચા અર્થમાં વિદ્યાસત્ર જેવાં બની રહે છે. જૈન ધર્મ સંબંધી આ વ્યાખ્યાનશ્રેણીમાં તેઓ જૈન ધર્મના અનેક જ્ઞાન-ગીતાર્થ આચાર્યો અને મહર્ષિઓની કૃતિને પોતાનો વિષય બનાવે છે અને વિષયની રજૂઆત માત્ર તાત્ત્વિક ભૂમિકાથી જ કરે છે, જેથી કોઈ પણ જગ્યાએ તેઓ ગચ્છ, પંથ, ઉપપંથ, સંઘ કે સંઘાડાની પૃથક સાંપ્રદાયિક દૃષ્ટિથી પર રહી કેવળ તાત્ત્વિક અને દાર્શનિક દૃષ્ટિકોણથી જ વિષયની રજૂઆત કરે છે. તેમની આ દાર્શનિક દૃષ્ટિનો જાતઅનુભવ મને શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ પ્રસંગે થયો. દેશભરમાં પ્રગટપણે આ મહોત્સવ ઊજવવાની તેમજ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવનના પ્રસાર તથા પ્રચાર કરવાના ઉદ્દેશ સાથે આ શતાબ્દી મહોત્સવના સંયોજક તરીકેની કામગીરી તથા જવાબદારી મારા ભાગે આવી હતી. જેનદર્શનનાં અદ્ભત રહસ્યો, જૈન તત્ત્વજ્ઞાનનું અજોડ અર્થગાંભીર્ય અને જૈન ધર્મના અગાધ મર્મને પોતાની અનુભૂતિની વેધકતાથી સચોટપણે રજૂ કરનાર શ્રીમદ્ રાજચંદ્ર આ કાળના એક લોકોત્તર મહાપુરુષ હતા. મહાત્મા ગાંધીજી જેવી વિશ્વવિભૂતિના જીવનમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતદર્શનની અમિટ છાપ ઉપજાવનાર ગાંધીના ગુરુ-તુલ્ય શ્રીમદ્ રાજચંદ્રજી હતા. આવા પુણ્યશ્લોકપુરષની પરમ સમાધિ શતાબ્દી મહોત્સવમાં શ્રી કુમારપાળભાઈને જોડવા અને તેમની પ્રતિભાનો લાભ લેવો એવા વિચાર સાથે તેમની સાથે પ્રત્યક્ષ પરિચયના પ્રસંગો બન્યા. શતાબ્દી સમિતિ તરફથી ઊજવાનારા જાહેર સમારંભોમાં તેમનાં વક્તવ્યો ગોઠવાયાં અને શતાબ્દી પ્રસંગે પ્રગટ થનાર શતાબ્દી-સ્મૃતિ અંકની કામગીરી પણ તેમને સોંપવામાં આવી. અહીં એ વાતનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય કે આ મહોત્સવ પહેલાંનાં શ્રી કુમારપાળભાઈનાં પ્રવચનો કે લખાણોમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી કોઈ વિશેષ ઉલ્લેખનીય વાતોનો સમાવેશ ન હતો પણ જ્યારથી તેમણે આ કાર્યમાં જોડાવાનું નક્કી કર્યું કે તરત જ તેમણે પોતાની આગવી અભ્યાસુ દષ્ટિથી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો અભ્યાસ કર્યો. વીતરાગમાર્ગના પ્રયોગવીર પુરસ્કર્તા તરીકે શ્રીમદ્જીના ચરિત્રની પ્રત્યેક ઘટનાનો અભ્યાસ કર્યો અને તેઓ આ કાર્યમાં એટલે હદ સુધી ગૂંથાઈ ગયા કે તેઓ અવારનવાર 180 અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ કહેવા લાગ્યા કે શ્રીમદ્દ વાંચ્યા પછી, શ્રીમન્ને ઓળખ્યા પછી હું તેમનો પરમ શ્રદ્ધાળુ બની ગયો છું. જેમ જેમ વાંચું છું, વિચારું છું તેમ તેમ મને શ્રીમદ્ રાજચંદ્રજીના બોધ, જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન તેમજ અધ્યાત્મ સંબંધી નવી નવી દ્રષ્ટિ અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. તેમની આ અભ્યાસુ વૃત્તિ અને તેમની પારદર્શિતા ત્યારપછીના અનેક પ્રસંગોમાં આપણને પણ અનુભવવા મળે છે. જેમ કે શ્રીમદ્ રાજચંદ્રના સચિત્ર જીવન-કથાસંગ્રહમાં તેમણે કરેલું સંકલન, શ્રીમના જીવન પરની ડોક્યુમેન્ટરીમાં તેમણે લખેલી કોમેન્ટ્રી, શ્રીમનાં પદોની કેસેટોમાં પણ તેમણે આપેલી સમજ ખૂબ જ પ્રભાવક અને અસરકારક બની રહ્યાં. પોતે એક અનુયાયી તરીકે શ્રીમથી પરિચિત ન હોવા છતાં એક નવા જ ચરિત્ર અને પાત્રને પોતાની ઉદાત્ત, વિશાળ અને ગ્રંથિ કે પૂર્વગ્રહ રહિત દૃષ્ટિથી આત્મસાત્ કરી, પ્રગટપણે તે અદ્ભુત પાત્રના પ્રભાવનો સ્વીકાર કરી, તેના પ્રચાર અને પ્રસારમાં પૂરી ભક્તિ સાથે જોડાવું એ કુમારપાળભાઈનું અભિજાત વ્યક્તિત્વ છે અને આ જ અમારી આત્મીયતાપૂર્ણ મૈત્રીની ઇમારતની ઈંટ છે. શ્રી કુમારપાળભાઈ સાથે કામ કરવાના કારણે એમના વ્યક્તિત્વના સ્પર્શલા અંશો અંગે જણાવું તો તેઓ કોઈ પણ કામની જવાબદારી સ્વીકાર્યા પછી પોતે ગૌણ બની જતા. કામની પૂર્ણતા અને સફળતા એ જ એમનું લક્ષ. આ માટે પોતાના વ્યક્તિત્વ સાથે જે કંઈ સમાધાન કરવું પડે તે પોતે સહજપણે કરી લે છે. તેમાં પોતાનાં નામ, કામ, પદ, પ્રતિષ્ઠા, સ્થાન કે મોભાની કોઈ વિગત અંતરાયરૂપ બની શકતી નથી. આ મોટી સિદ્ધિ છે. અહિંસા યુનિવર્સિટીના સંબંધમાં આ બાબતનો પ્રત્યક્ષ અનુભવ થયો. તેમનાં ઘણાં ઘણાં કામોમાં જ્યાં તેમને સંયુક્તપણે કામગીરી કરવાની થતી હતી ત્યાં કાર્યસફળતાની પાછળ તેમના વ્યક્તિત્વનું આ પાસું મહદ્અંશે જવાબદાર જણાયું. આ કારણે તેમણે ક્યારેય કોઈ પણ કામ દરમ્યાન સાથી કાર્યકર્તા સાથેના સંબંધો તોડ્યા નથી. સંસ્થાકીય કાર્યોના સંબંધમાં તો આવી નાજુક પરિસ્થિતિ ઘણી વાર ઊભી થઈ જતી હોય છે, જેમાં વ્યવસ્થાપકોની વામણી ઊંચાઈ અને ટૂંકી દૃષ્ટિને નિભાવી લેવી પડતી હોય છે. જે ખૂબ જ કઠિન હોવા છતાં શ્રી કુમારપાળભાઈએ આ બાબતને પ્રશંસનીય પ્રમાણમાં નિભાવી છે, સાચવી છે. આટલાં બધાં વ્યક્તિગત તેમજ સંસ્થાકીય સંબંધો અને જોડાણો અને તે પણ દેશ-વિદેશમાં સર્વત્ર સ્થાપવા અને જાળવવાં એ તેમના વ્યક્તિત્વનું વિરલ પાસું ગણી શકાય. શ્રી કુમારપાળભાઈના વ્યક્તિત્વનું બીજું પાસું એટલે સૌ કોઈને તેમની શક્તિ અનુસાર કોઈ ને કોઈ કાર્યમાં જોડી તેમને હરહંમેશ પ્રોત્સાહિત કરવા. આમાં કૉલેજનો વિદ્યાર્થી હોય, શોધ-નિબંધ માટેનો અનુસ્નાતક હોય, સંલગ્ન સંસ્થાના કાર્યકર કે કર્મચારી હોય કે મારા જેવા વસંતભાઈ ખોખાણી Page #207 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કક્ષાના મિત્ર હોય – દરેકને કંઈ ને કંઈ પ્રેરણા કર્યા જ કરે. આ જ કારણે તેઓ પોતાની અતિવ્યસ્ત પ્રવૃત્તિ ઉપરાંત ગુજરાતી વિશ્વકોશ, અહિંસા યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી જેવી પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરી રહ્યા છે. લેખન મારી રુચિનો વિષય ન હોવા છતાં કોઈ ને કોઈ વિષય પર મારે લખવું તેવો તેમનો આગ્રહ જ્યારે મળે ત્યારે કર્યા જ કરે. તેમની આવી પ્રેરણાથી જ હું શ્રીમન્ના જીવન-વિચાર સંબંધી કંઈક લખી શક્યો અને આજે અભિવ્યક્તિના સમર્થ સ્વામી વિષે કંઈક લખવાની ક્ષમતાવિહીન અનધિકાર ચેષ્ટા હું કરી રહ્યો છું. જૈન ધર્મ સંબંધી કુમારપાળભાઈનું યોગદાન ઘણું જ વિશાળ અને મહત્ત્વનું છે. તેમણે આપેલાં વ્યાખ્યાનો અને લખેલા લેખોનો વિષયવાર ક્રમબદ્ધ સંગ્રહ થાય તો વિશાળ ગ્રંથરાશિ જેટલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સમાજને ઉપલબ્ધ થાય. આગમ અને શાસ્ત્રો, કથાઓ અને કાવ્યો, દૃષ્ટાંતો અને ઘટનાઓ, ચિંતનકણિકાઓ અને સ્ફલિંગો – આવા દરેક માધ્યમ દ્વારા તેમણે જૈન ધર્મના દાર્શનિક તેમજ વ્યવહારિક સ્વરૂપને લોકભોગ્ય બનાવી સરળ અને સુગમ શૈલીમાં પીર છે. આબાલ-વૃદ્ધ કક્ષામાં પ્રાથમિક કે પંડિત, હરકોઈને ગમે, રુચે તેવી રીતે તેમણે જૈન ધર્મને વિવિધ રૂપોમાં લોકો પાસે મૂક્યો છે. વિદેશોમાં પ્રવચન-પ્રવાસમાં તેમણે શાસ્ત્રોને લોકભોગ્ય બનાવ્યાં છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં તેમણે જૈન ધર્મનાં ગહન તત્ત્વો અહિંસા, અનેકાંત, સત્ય અને બ્રહ્મચર્યને સામાન્ય માનવીની સમજણની ભૂમિકામાં ઉતાર્યા છે. ધર્મ અંગેનું કાર્ય એ તેના પ્રસાર-પ્રચાર અંગેનું કાર્ય છે. તત્ત્વ સનાતન છે. સત્ય શાશ્વત છે, છતાં ચિર પુરાતત્ત્વને નિત્યનૂતનની અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય તો જ ધર્મ સમકાલીન બની રહે છે, નહીં તો તે કાલબાહ્ય અને સંદર્ભવિહીન બની જાય છે. જૈન ધર્મને જીવંત રાખવામાં આ દૃષ્ટિએ શ્રી કુમારપાળભાઈનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. સાંપ્રત સમાજ પોતાની ભાષામાં ધર્મનાં શાશ્વત સત્યોને સમજી તેને સમકાલીન ગણી અપનાવે તે જ ધર્મપ્રચારકની સિદ્ધિ છે. શ્રી કુમારપાળભાઈએ જૈન ધર્મ સંબંધી કાર્યમાં પણ પોતાની અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય દાખવેલ છે. વિશેષ તો શું– સાંભરે ઘણું અને લખાય ઓછું એવો ઘાટ છે. જે લખાશે તે ઓછું જ પડવાનું. આવી વિભૂતિને ખિતાબ આપી નવાજવાથી ખિતાબને પ્રતિષ્ઠા જરૂર મળશે, પણ તે વિભૂતિના વ્યક્તિત્વ પાસે તો ઊણો જ રહેવાનો. શ્રીમદ્ રાજચંદ્રજીના તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી 182 અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય Page #208 -------------------------------------------------------------------------- ________________ પાળ જેને બાંધી ન શકે તેવા કુમારપાળ, કુમારપાળ જ છે. એક ઐતિહાસિક મહાપુરુષ જેણે શાસ્ત્રો અને સાહિત્યને હાથીની અંબાડીએ શોભિત કરી સન્માન કર્યું તો બીજા સાહિત્યને સર્જનાર. એક પ્રજાપ્રેમી રાજા તો બીજા સાહિત્યપ્રેમી રાજા. એક ભૂતકાળ તો બીજા વર્તમાન. ભૂતકાળ યશસ્વી છે, ભુલાય તેવો નથી તો વર્તમાન વાગોળ્યા કરવાનું મન થાય એવો છે. વ્યક્તિ ધારે તો જીવનમાં મહારાજા બની શકે છે. ભૂતકાળના કુમારપાળને રાજપાટ વારસામાં મળ્યા તો સુશાસન દ્વારા ધર્મપ્રેમી રાજા બન્યા – તો આપણા કુમારપાળને પિતા જયભિખ્ખનું સાહિત્યસર્જન વારસામાં મળ્યું તે સર્જનને હિમાલયની ટોચે પહોંચાડનાર સર્જક બની ધર્મદર્શન માટે ઉલ્લેખનીય પ્રદાન કર્યું. મારા જીવનમાં કોઈ સાહિત્યસર્જકનો બચપણમાં પરોક્ષ પરિચય થયો હોય અને આગળ જતાં ખૂબ નજદીકથી પ્રત્યક્ષ પરિચય થયો હોય તો તે કુમારપાળ દેસાઈ સાથે થયો છે. બાળપણથી વાંચવાનો શોખ. ‘ઝગમગ' પ્રિય બાલસાપ્તાહિક. કુમારપાળ દેસાઈલિખિત ત્યાગ, શૌર્ય, બલિદાન અને વીરતાની વાતો બાળકોમાં દેશભક્તિના સંસ્કાર સીંચતી. તેમને પિતા પાસેથી વારસામાં મળેલાં ખમીર અને ખુમારીનાં દર્શન આજ ૬૨ વર્ષની વયે પણ એવાં જ થાય છે. અઘરું જ નહિ પણ અશક્ય લાગતું આ સત્ય ખરેખર સત્ય જ છે તેની કુમારપાળભાઈના સંપર્કમાં આવનાર દરેકને થી૨ભાઈ શાહ 183 Page #209 -------------------------------------------------------------------------- ________________ અનુભૂતિ થાય છે. માટે જ તેમના જીવન-વ્યક્તિત્વના પાયામાં ખમીર અને ખુમારી કોઈને પણ સ્પર્શી જાય તેવાં છે. હું નવગુજરાત કૉમર્સ કૉલેજમાં ભણતો. આર્ટ્સના મિત્રો મળતા ત્યારે કુમારપાળ દેસાઈના સફળ અને સારા પ્રાધ્યાપક તરીકે વખાણ કરતા. અમે કેટલાક મિત્રો તેમના ગુજરાતી વિષયના પીરિયડમાં કોમર્સમાં હોવા છતાં આર્ટ્સ ફેકલ્ટીમાં પહોંચી જતા. એક નિષ્ઠાવાન પ્રાધ્યાપક તરીકે ગુરુ-શિષ્યના સંબંધો કેવા હોય તેની મીઠાશ અમને તેમની પાસેથી માણવા મળતી હતી. સરળતા તો કુમારપાળભાઈના જીવન સાથે વણાયેલો વણલખ્યો નિયમ છે તેની પ્રતીતિ વિદ્યાર્થી જીવનમાં અનુભવેલી, એક વખત પીરિયડ પૂરો થતા રિસેસ પડતાં અમે કેટલાક વિદ્યાર્થીઓ લૉબીમાં જ વિષયની ચર્ચામાં ઊતરી ગયા. પ્રા. કુમારપાળભાઈ ત્યાંથી પસાર થતા હતા તે ઊભા રહી ગયા અને સમજી લ્યો કે અમને ત્યાં જ ભણાવવા બેસી ગયા. તેઓ માત્ર વિષયને પરીક્ષા માટે ભણાવવાનું ધ્યેય નહોતા રાખતા પણ વિષય સમજવો, સમજાવવો અને જીવનમાં ઉતારવો તેની ભાષા અને પરિભાષા સમજાવતા. વિદ્યાર્થી જીવનમાં કુમારપાળભાઈને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાતીમાં ક્રિકેટની કોમેન્ટ્રી આપતા જોવા એ અભુત લ્હાવો અમે માણ્યો છે. માન્યતા એવી કે ક્રિકેટની કોમેન્ટ્રી અંગ્રેજીમાં જ આપી શકાય કારણ તેના ટેકનિકલ શબ્દપ્રયોગો તે ભાષામાં છે ત્યારે આ પડકારને ઉપાડી કુમારપાળભાઈએ ગુજરાતી ભાષા પરના પોતાના પ્રભુત્વ અને આગવી છટાથી સૌને તે જમાનામાં મોહિત કરી દીધા હતા. તેઓની રમતનું મેદાન' કૉલમથી રમતગમતમાં ગુજરાતી યુવાનોને રુચિ પેદા કરવાની હોય કે “ઈટ અને ઇમારતથી અનેકના જીવનમાં વીરતા, શૂરવીરતા અને ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠોને આલેખવાનું શ્રેય કુમારપાળભાઈને જાય છે. મારા જીવનમાં બચપણથી હું જેમને પરોક્ષ રીતે જાણતો થયો, યુવાનીમાં તેમને પ્રાધ્યાપક તરીકે જાણ્યા તો સાહિત્યકાર તરીકે માણ્યા થોડા દૂરથી થોડા નજદીકથી. એ જ વ્યક્તિ સાથે ખૂબ જ નજદીકથી મિત્રાચારી બંધાઈ જ્યારે હું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યો. તેઓ જૈન અગ્રણી તરીકે સૌ આગેવાનો સાથે આવતા, મળતા થયા. મેં તેમને સાહિત્યિક, સામાજિક અને સંસ્કારલક્ષી વિવિધ પ્રવૃત્તિના વિકાસ વિશે ચિંતા અને ચિંતન કરતાં ખૂબ જ નજદીકથી નિહાળ્યા છે. તેમના જીવનના બે મહત્ત્વના ગુણો–નિરાભિમાનીપણું અને સ્વાભિમાન–નાં દર્શન અને તેમની નજદીક આવવાથી જાણવા અને જોવા મળ્યાં. સાચી વાત સંસ્કારી ભાષામાં ગમે તેને કહેવી તેમાં ક્યાંય પાછી પાની ન કરવી – આ રીતે કાર્યરત મેં કુમારપાળભાઈને જોયા છે. સરકાર પાસેથી પણ રજૂઆતમાં દીર્ધદષ્ટિપૂર્ણ રીતે તમામ તાર્કિક મુદ્દાઓ સાથે પોતાની વાત રજૂ કરતાં 184 પાળ જેને બાંધી ન શકે તેવા Page #210 -------------------------------------------------------------------------- ________________ મેં ત્યારે અનુભવ્યા જ્યારે તેઓ ર૬૦૦મી ભગવાન મહાવીર જન્મકલ્યાણક ઉજવણી અંગે અહિંસા યુનિવર્સિટીના અભ્યાસક્રમની રજૂઆત કરી રહ્યા હતા. અડચણો છતાં અડગ રીતે આગળ વધી શકાય છે એ હકીકત તેમનામાં રહેલ આંતરિક શક્તિનાં દર્શન કરાવે છે. કુમારપાળભાઈ ખૂબ સારા વક્તા છે. ભારતીય સંસ્કૃતિ, જેના દર્શન અને જૈન સાહિત્યના અભ્યાસી છે. તેમનો પોતાનો એક આગવો શ્રોતાવર્ગ ગુજરાત, ભારત અને વિદેશમાં ઊભો થયેલ છે જેની અનુભૂતિ મને અનેક કાર્યક્રમો વખતે થઈ છે. અમે નૉર્થ અમેરિકાની ૬૩ જેને સેન્ટરોના ફેડરેશનની સંસ્થા જૈના'ના સંમેલનમાં ગયા હતા. કુમારપાળ પ્રવચન કરવા ઊભા થયા. આખોય હૉલ ચિક્કાર ભરાયેલ. નવયુવાનોથી માંડી વડીલો સુધીના તમામે તેમને ભરપેટ સાંભળ્યા. તાળીઓના ગડગડાટથી વધાવતા રહ્યા અને છેલ્લે તમામે ઊભા થઈને તેમને (Standing Ovation) સન્માન આપ્યું. આ રીતે તેમણે અમેરિકા, ઇંગ્લેન્ડ, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા વિવિધ દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ૧૯૯૦માં બકિંગહામ પેલેસમાં ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને જૈન સ્ટેટમેન્ટ ઓન નેચર' અર્પણ કરવા ગયેલ પાંચ ખંડના જૈન પ્રતિનિધિ મંડળમાં તેઓ હતા. તો વળી “વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સમાં શિકાગો તથા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં સક્રિય ભાગ લીધેલ; તો વળી વૅટિકનમાં પોપ જ્હોન પૉલ (દ્વિતીય)ની મુલાકાત દરમ્યાન ધર્મદર્શન વિશે સાર્થક ચર્ચા કરી હતી. “ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના કો-ઑર્ડિનેટર અને ટ્રસ્ટી છે. આધુનિક યુગમાં જેનિઝમને સીમાડાઓ પાર કરાવનાર અભ્યાસુ, તેજસ્વી અને વિચક્ષણ વ્યક્તિ તરીકે કુમારપાળભાઈએ ઇતિહાસમાં પોતાનું આગવું સ્થાન અને પ્રતિભા પ્રસ્થાપિત કર્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ પદ્મશ્રીથી સન્માનિત થતાં તેમણે ગુજરાતના ગૌરવને વધાર્યું છે. તેમની સૌથી મોટી મૂડી તેમનું સહજ અને સ્નેહાળ સ્મિત છે. એક ટીવી-ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે ઇન્ટરવ્યુ લેનારે કહ્યું, “સાહેબ, સહજ સ્મિત કરો.” મારાથી પુછાઈ ગયું: ‘કેવું?” તેણે કહ્યું, ‘કુમારપાળ દેસાઈ જેવું. તેમનું સ્નેહસ્મિત નાનાથી મોટા સૌને સ્પર્શી જાય તેવું છે. તેમના જીવનમાંથી જીવન જીવવાની કળા તેઓ પ્રસન્ન વ્યક્તિત્વ અને પ્રેમપૂર્વકના ઉષ્માપૂર્ણ વ્યવહારથી તેમના પરિચયમાં આવનાર સૌને શીખવી જાય છે. કુમારપાળ દેસાઈ જીવનમાં મિત્ર તરીકે મળ્યા તેને હું મારું સૌભાગ્ય સમજું છું અને ગૌરવ અનુભવું છું. 185 ધીરુભાઈ શાહ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાઓ દરમ્યાન મારા દિલ્હીના વસવાટ દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં ઉનાળાની રજાઓ પડે ત્યારે મારે અવારનવાર અમદાવાદ આવવાનું થતું તે સમયે હું મારું પુસ્તક Path of Arhat'' જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપવા લખતો હતો ત્યારે શ્રી કુમારપાળભાઈના પિતાશ્રી જયભિખ્ખનાં આંતરરાષ્ટ્રીય કોન્ટે. લખાણોથી હું પૂરો પરિચિત હતો. પરંતુ તેમના પુત્ર શ્રી કુમારપાળ પણ જૈનદર્શનના સારા અભ્યાસી છે અમૂલ્ય સેવા તેમ જાણવાથી મારું લખાણ તેમને બતાવી યોગ્ય માર્ગદર્શન મેળવવાની ઇચ્છાથી તેમને તે લખાણ બતાવેલું. ત્યારબાદ તેઓ ૧૯૯૩માં શિકાગોમાં “વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ”માં હાજરી આપવા જવાના હતા ત્યારે મારા તે પુસ્તકની કોપી સાથે લેતા ગયેલા, તે બાદ મારે તેમની સાથેનો સંપર્ક વધતો ચાલ્યો. તેમના પિતાશ્રી જયભિખ્ખું એક લબ્ધપ્રતિષ્ઠિત લેખક અને જૈન દર્શનના પ્રાણને ચંબકલાલ મુ. મહેતા પામી ગયેલ ગૃહસ્થ હતા. તેમનો એ વારસો શ્રી કુમારપાળભાઈએ શોભાવ્યો છે અને તેની કદર રૂપે ભારત સરકારે તેમને પદ્મશ્રી'નો ખિતાબ આપીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. શ્રી કુમારપાળે તેમના પિતાશ્રીથી આગળ વધીને એક બહુમુખી વ્યક્તિત્વ ખીલવ્યું છે. ફક્ત સાહિત્યના ક્ષેત્રે જ નહીં, પરંતુ તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, 186 Page #212 -------------------------------------------------------------------------- ________________ સમાજદર્શન, પત્રકારત્વ અને રમતગમતના ક્ષેત્રે પણ તેમણે પ્રશંસનીય સિદ્ધિઓ લેખક તરીકે પ્રાપ્ત કરી છે. હાલમાં અમેરિકામાં ઓહાયો રાજ્યના સિનસિનાટી શહેરમાં સમસ્ત ઉત્તર અમેરિકામાં વ્યાપક એવી સંસ્થા “જૈનાના દ્વિવાર્ષિક સંમેલનમાં અમને બંનેને જૈન ધર્મના દાર્શનિક વિષયો ઉપર બોલવા આમંત્રણ હતું તે સમયે શ્રી કુમારપાળે તેમની વક્તત્વકળાનો પણ સારો પરિચય શ્રોતાઓને આપેલ જેનો હું સાક્ષી છું. તેમના પિતાશ્રીએ “ગુજરાત સમાચારમાં ચાલુ કરેલ કૉલમ “ઈંટ અને ઇમારત' તેમણે તેટલી જ કુશળતાથી ચાલુ રાખેલ છે અને હંમેશાં અખબારના વાચકોનું ધ્યાન ખેંચી રાખેલ છે તે તેમની સિદ્ધિ પણ, પ્રશંસાને પાત્ર છે. તેમનું સચિત્ર પુસ્તક “Glory of Jainism' સમસ્ત ગુજરાતમાં સાંસ્કૃતિક જીવનને ગૌરવવંતું બનાવે છે તેમાં કોઈ શંકા નથી. તેમાં જૈન સાહિત્યને ખમીરવંતુ બનાવતાં કુલ ૧૦૮ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાનું જીવનદર્શન ટૂંકમાં આપવા ઉપરાંત જૈનદર્શનના તમામ મુખ્ય સિદ્ધાંતોની ઉચ્ચ કક્ષાની છતાં સરળ અંગ્રેજી ભાષામાં રજૂઆત કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમણે અમૂલ્ય સેવા આપેલ છે. આવી વ્યક્તિનું સન્માન કરીને ભારત સરકારે પોતાના ખિતાબોની કિંમત વધારી છે. 187 ત્રંબકલાલ યુ. મહેતા Page #213 -------------------------------------------------------------------------- ________________ અનોખું વ્યક્તિત્વ લગભગ વીસેક વર્ષ પહેલાં અમારા સમાજના પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં ડો. કુમારપાળને સાંભળ્યા ત્યારે જાણ્યું કે એ ફક્ત સાહિત્યકાર જ નહિ, ધર્મના અભ્યાસી પણ છે. ધર્મ - જૈન ધર્મ વિશેની એમની સૂઝ ખૂબ જ વ્યવહારુ અને સચોટ લાગી. પછી તો એમની સાથેનો સંબંધ વધતો જ ગયો. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા અવારનવાર જવાના સંયોગો ઊભા થયા. ડો. કુમારપાળ પણ ત્યાં આવતા હતા એ જાણ્યું એટલે વિશેષ આનંદ થયો. શ્રીમદ્ રાજચંદ્ર જોડે સંકળાયેલી જુદી જુદી સંસ્થાઓમાં ડૉ. કુમારપાળ અવારનવાર આવે. એમના સ્વાધ્યાયોની એક ખાસિયત એ હતી કે તેઓ શ્રીમન્ના જીવનના એવા એવા પ્રસંગો દર વખતે કહેતા કે જે જાણવા ગમે, અને જે અત્યાર સુધી બીજેથી જાણવા મળ્યા ન હોય. છતાં આશ્ચર્ય તો એ થતું કે દર વખતે કોઈ ને કોઈ નવો જ પ્રસંગ એ કહેતા. છેલ્લે મહાત્મા ગાંધી અને શ્રીમદ્ રાજચંદ્ર વિશેના એમના સ્વાધ્યાયમાં બધા શ્રોતાઓને ઘણી નવી વાતો જાણવાની મળી. ખૂબીની વાત એ છે કે એમના સ્વાધ્યાય માટેના મુદ્દા એ અવશ્ય લખીને લાવતા, જેથી કોઈ મુદ્દો ધ્યાન બહાર ન જાય. એમના સ્વાધ્યાય પરથી એમ લાગ્યા વગર ન રહે કે એમણે જે તે વિષય વિશે અધ્ધરતાલ કહ્યું નથી. આટલી બધી પ્રવૃત્તિઓ હોવા છતાં જે વિષય સ્વાધ્યાય માટે કે તેનો તલસ્પર્શી મણિલાલ 5. શાહ 188 Page #214 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કરીને જ એ સ્વાધ્યાય આપતા, જે બહુ ઓછી વ્યક્તિઓ કરતી હોય છે. સ્વાધ્યાય હોય કે લેખ લખેલા હોય, બધામાં એમની આ વિશિષ્ટતા સ્પષ્ટ જણાઈ આવતી હતી અને એટલે એમના પ્રત્યે અહોભાવ જાગ્યા વગર ન રહે. એક વખત ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટની ઑફિસમાં જવાનું થયું. ત્યાં ડૉ. કુમારપાળ મળી ગયા. મેં પૂછ્યું કે અહીં ક્યાંથી ? એમણે વિગતો આપતા જણાવ્યું કે તેઓ આ સંસ્થાના સક્રિય ટ્રસ્ટી છે. તેઓ નિયમિત અહીં આવે છે અને સંસ્થા અંગેનું એમને ફાળવેલું કામ કરે છે. હું આમાં બાગબગીચા અંગેનાં લખાણો લખું છું એ પણ એમને ખબર હતી અને વાતચીતમાં એ અંગે પણ ચર્ચા કરી ત્યારે જાણ્યું કે તેઓ જુદા જુદા વિષયો અંગેનાં આવતાં લખાણોનો અભ્યાસ પણ કરે છે અને તે અંગેની જરૂરી કામગીરી પણ કરે છે. ક્યાં સાહિત્ય, ક્યાં ધાર્મિક વાતો અને ક્યાં આ વિશ્વકોશની વાતો ? બધામાં જાણે એકસરખો જ રસ ન હોય ! પછી તો ઘણી વખત વિશ્વકોશમાં મળ્યા અને વિશ્વકોશનો ઉપયોગ થાય એવી ઘણી બધી વાતો અંગે માહિતીની આપલે કરી. વાતચીતથી એમ જ લાગે કે વિશ્વકોશનો યથાર્થ વિકાસ શી રીતે થાય તે માટે દરેકના વિચાર જાણી તેને અમલમાં મૂકવાની યોજના વિચારતા. એક વખત આવી જ કોઈ વાતચીત વખતે રેડિયો ઉપર ક્રિકેટની કૉમેન્ટ્રી આવતી હતી એટલે એમણે કહ્યું કે જરા વાર આ સાંભળીએ. ‘આમાં પણ તમને રસ છે ?’ – એમ પૂછતાં એમણે કહ્યું કે “મેં પણ ઘણી વાર કૉમેન્ટ્રી આપી છે.’’ સાહિત્યના ઉપાસકને રમતગમતમાં આવો ઊંડો રસ હોય અને એમાં સક્રિય ભાગ લેતા હોય તેવું ભાગ્યે જ બને. આવતી કૉમેન્ટ્રી વિશે, મૅચ ક્યાં કોની કોની વચ્ચે ૨માય છે, આખી ટેસ્ટશ્રેણીનો શો કાર્યક્રમ છે વગેરે સઘળી માહિતી એમણે કહી ત્યારે ખરેખર અંદરથી આશ્ચર્ય થયું – આવી વ્યક્તિ બહુ જૂજ હોય. પિતા સાહિત્યકાર હતા એટલે સાહિત્યનો શોખ હોય તે સમજી શકાય. જોકે મોટે ભાગે આવું ભાગ્યે જ બને છે, પરંતુ એ શોખની સાથે સાથે બીજા વિષયોમાં પણ આગવું અને આગળ પડતું યોગદાન આપવું એ અંદરની રુચિ અને અથાગ પરિશ્રમથી જ બની શકે. અવારનવાર પરદેશ જઈને ધાર્મિક વિષયમાં સારું એવું યોગદાન આપવું એ પણ ઠીક ઠીક સમય અને શક્તિનો ભોગ માગી લે છે અને છતાં એમણે આ બાબતમાં પણ અમૂલ્ય કહી શકાય એવું યોગદાન આપેલું છે. આ બધી વાતો તો ઘરેથી તૈયાર કરીને બોલવા કે લખવાની થઈ. પરંતુ એમનામાં એક છૂપી શક્તિ છે અને તે છે સભાનું – વ્યાખ્યાનોનું સંકલન કરવાનું. ઘણી બધી જગ્યાએ સભામાં જુદા જુદા વક્તાઓ દ્વારા વક્તવ્ય અપાય. દરેક વક્તાના વક્તવ્યને ટૂંકામાં છતાં સચોટ રીતે વર્ણવીને બીજા વક્તાનો પરિચય પણ ટૂંકામાં તથા યોગ્ય રીતે આપવાનો હોય એ બધી 189 મણિલાલ ઝ. શાહ Page #215 -------------------------------------------------------------------------- ________________ કામગીરી પણ ભાઈશ્રી કુમારપાળને એવી ફાવી ગઈ છે કે જ્યાં સુધી એ આવી કામગીરી માટે ઉપલબ્ધ હોય ત્યાં સુધી બીજાને બોલાવવાના વિચાર જ સભાના સંચાલકોને ન આવે. આટલી બધી પ્રવૃત્તિઓ હોય, આટલાં બધાં લખાણો લખવાનાં હોય એવી વ્યક્તિ કેટલી ભારેખમ હશે એમ વિચાર આવ્યા વિના ન રહે, પરંતુ એમને નજરે જોયા પછી માન્યામાં ન આવે કે આ વ્યક્તિ એ જ છે. એમના મુખ ઉપર સદાય આછું હાસ્ય અને કામનો ભાર જણાય જ નહિ. જોડે બેઠાં હોઈએ ત્યારે પણ હવે આ કામ છે, કે અહીં જવાનું છે, વગેરે, વગેરે કોઈ જ વાતો નહિ, ઊલટાનું સહજ રીતે હળવાશથી જ એ વાત કરતા હોય. ખૂબીની વાત તો એ છે કે એમનાં પત્ની ઉપર પણ કામનો ભાર જણાય નહિ. બેઉ જણ હાસ્યથી તમને આવકારે અને પોતાનું જીવન આટલી હળવાશથી જીવી શકે એ ખરેખર, ઘણા બધા માટે જીવનમાં શીખવા જેવી એક મહાન વસ્તુ છે. પ્રભુ એમને દીર્ઘ અને તંદુરસ્ત જીવન આપે અને એમના દ્વારા અનેક લોકોનું કલ્યાણ થાય એ જ અંતરની પ્રાર્થના. અસ્તુ! જૈન ધર્મતત્વના વિદ્વાન અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત 10 અનોખું વ્યક્તિત્વ Page #216 -------------------------------------------------------------------------- ________________ છતાં બમ થર્મના મૌલિક સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી શ્રી કુમારપાળભાઈ દેસાઈનું સાહિત્યના ક્ષેત્રમાં અને જ્ઞાનના પ્રચાર-પ્રસારમાં જે યોગદાન જોવા મળે છે તે ઉપરથી કહી શકાય કે પૂર્વભવમાં આ પુણ્યાત્માની જ્ઞાનસાધના-આરાધના ઘણી હશે. પૂર્વભવના જ્ઞાનના સંસ્કાર સાથે સાહિત્યસર્જક વિદ્વાન પુરુષ બાલાભાઈ દેસાઈના ત્યાં જન્મ થવો આ પણ કેવો સુંદર યોગ કહેવાય ? કુમારપાળભાઈના જ્ઞાનમય જીવનઘડતરના સુકાની સ્વ. બાલાભાઈ દેસાઈએ બાળજીવોથી લઈ પ્રોઢ વ્યક્તિઓને ઉપયોગી થાય એવા સાહિત્યનું ધર્મકથાઓના માધ્યમથી, લોકભોગ્ય ભાષામાં સર્જન કરી જૈન-જૈનેતર સમાજને જ્ઞાન પ્રદાન કર્યું છે. - કુમારપાળભાઈએ પિતાજીનો સાહિત્યવારસો જાળવ્યો એટલું જ નહિ, ઘણો વધાર્યો છે; કારણ કે બાલ્યવયથી સાહિત્યસર્જક વિદ્વાનોના સંપર્કમાં આવવાનું થયું અને સાહિત્યકાર વિદ્વાનોના માધ્યમથી શક્તિનો પ્રાદુર્ભાવ થયો. સતત પુરુષાર્થના બળે સ્વયં સર્જક, લેખક, સંપાદક, અનુવાદક અને સંશોધક બન્યા. અગિયાર વર્ષની નાની વયમાં દેશભક્તિની ભાવનાથી કાલ્પનિક કથાનો પ્રારંભ કરી સાહિત્યસર્જનના ક્ષેત્રમાં ઈ. સ. ૧૯૬૫થી આજસુધી અવિરત સાહિત્યનું સર્જન કરી વિવિધ ભાષામાં ૧૦૫ પુસ્તકો પ્રગટ કર્યા છે, જે તેમની સાહિત્યસાધનાનો ખ્યાલ આપે છે. 19 - વસંતભાઈ પંડિત Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના સંસ્કારોથી રંગાયેલા અને જેને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ શ્રી કુમારપાળભાઈને અધ્યાત્મયોગી આનંદઘનજી (મૂળ નામ શ્રી લાભાનંદજી) ઉપર મહાનિબંધ લખવાનો ભાવ થયો. જેથી સાધિક ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા અધ્યાત્મયોગીએ પદ્યની ભાષામાં જૈન ધર્મનાં ગૂઢ રહસ્યો સમજાવ્યાં છે. તે ઉપર પ્રકાશ પાથરવા સંકલ્પ કર્યો અને તત્કાલીન વિદ્વાનોના સહયોગથી આનંદઘન : એક અધ્યયન આ મહાનિબંધના માધ્યમથી જગદુપકારક, કરુણાસાગર શ્રી તીર્થંકર પરમાત્માની વાણી વિશ્વના સર્વ જીવોને એકાંત-હિતકારક, અદ્વિતીય ઉપકારક છે તે સમજાવવા સુંદર પ્રયત્ન કર્યો. અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીનાં ૧ થી ૨૪ સ્તવનોનો ક્રમશઃ વિષય અને ઊંડાણ જોતાં આ યોગીપુરુષ સ્વ-પરદર્શનના કેવા ઊંડા અભ્યાસી હશે તે તત્ત્વચિંતકો સમજી શકે. કુમારપાળભાઈએ યોગીરાજ શ્રી આનંદઘનને સમજવા તત્કાલીન મહાપુરુષો મહામહોપાધ્યાય, ન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ આદિના ગ્રંથોનું પણ ચિંતનાત્મક અધ્યયન કર્યું હશે એ સ્વાભાવિક છે, અન્યથા યોગીરાજની પદ્યરચનાના ગર્ભિત ભાવો સમજવા શક્ય નથી. સ્વક્ષયોપશમાનુસાર યોગીરાજ આનંદઘનજી વિશે પ્રકાશ પાડનાર શ્રી કુમારપાળભાઈ આનંદઘન : એક અધ્યયન' એ વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવવામાં સફળ રહ્યા. જૈનકુળમાં જન્મ લઈ આર્યસંસ્કૃતિથી રંગાયેલા કુમારપાળભાઈને દેશ-વિદેશમાં વક્તવ્ય, સંભાષણ સંગોષ્ઠી જેવા જે જે પ્રસંગોમાં ઉપસ્થિત રહેવાનું થાય તથા પર્વાધિરાજ પર્યુષણાના મહાન દિવસોમાં લોકોત્તર પર્વ સંબંધમાં બોલવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે જૈનદર્શનના વિવિધ ગ્રંથોનાં અધ્યયન, વાંચન, મનનથી અને વિદ્વાન ગુરુભગવંતો તથા અધ્યાપકોના સંપર્કથી જે સમજાયું તેને ધ્યાનમાં રાખી વિચારો રજૂ કરવા આ તેઓની આગવી વિશેષતા છે. સરળતા, નમ્રતા એવી કે ગણધર ભગવંતો અને પૂર્વાચાર્ય ભગવંતોનાં સૂત્રોના ભાવ વિશે વિશેષ સ્પષ્ટતા કરીને તે તરફ ધ્યાન ખેંચવામાં આવે તો સહજ ભાવે સ્વીકારવાની– સુધારવાની તૈયારી હોય છે. આ જૈનદર્શનના સિદ્ધાંતો માટે તેમના હૃદયમાં રહેલું બહુમાન દેખાય છે. લેખનની સાથોસાથ ગ્રંથોનું સંપાદન, અનુવાદ, સંશોધન, અધ્યયન-અધ્યાપન આદિ અનેકવિધ પ્રવૃત્તિઓમાં સુંદર સફળતા મેળવનાર ડૉ. કુમારપાળભાઈ વિશિષ્ટ પુરસ્કારો અને એવોર્ડના અધિકારી બન્યા છે જે શિક્ષણક્ષેત્રના વિદ્વાન પુરુષો માટે વિશેષ ગૌરવરૂપ ગણાય. સામાજિક ક્ષેત્રમાં પણ ડૉ. દેસાઈનું સુંદર યોગદાન છે. કુદરતી આપત્તિઓ પ્રસંગે તાત્કાલિક જરૂરી સહાય મળી રહે તે માટે માનવરાહતની કામગીરીમાં જોડાવાનું હોય ત્યારે દેશ 192 વિદ્વાન છતાં નમ્ર Page #218 -------------------------------------------------------------------------- ________________ વિદેશમાંથી અનેક આર્થિક સહયોગ, મેડિકલ સહાય આદિ મેળવવા યથોચિત પ્રયાસ કરવાનું ન ચૂકનારા કુમારપાળભાઈને અનેક સંસ્થાઓમાં માનદ્ સેવાઓ આપવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સદા હસમુખા, સરળ, નમ્ર અને સાદાઈમાં રહેનારા કુમારપાળભાઈ વીતરાગની વાણીનાં રહસ્યો દેશ-વિદેશમાં પ્રસરાવે તથા સ્વજીવનમાં સમ્યગુ જ્ઞાનની સાધના-આરાધનામાં આગળ વધતા રહે, જીવમાત્રને સંસારમુક્તિની સાચી દિશા બતાવવાની વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરે, ઉત્તરોત્તર ભવોમાં ઉત્તમ કુલ, ક્ષેત્રાદિ પામી વીતરાગની વાણીના માધ્યમથી સ્વ-પરના ઉપકારની ભાવનામાં મગ્ન બની શાશ્વત સુખના ભાગી બને એ જ મંગલ કામના. 193. વસંતભાઈ પંડિત Page #219 -------------------------------------------------------------------------- ________________ વિરલ શાકમારપાળ દેસાઈને પદ્મશ્રી એનાયત થયો એનાથી સાહિત્ય તેમજ વિદ્યાજગતમાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી ગઈ છે. શ્રી કુમારપાળભાઈની લેખન-કારકિર્દીના છેલ્લા ચાર દાયકા સતત વિકાસશીલ રહ્યા છે. તેમની આ વિકાસયાત્રાના સાક્ષી થવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું છે. એક વાચક તરીકે અમે જયભિખ્ખની કલમથી પરિચિત. જયભિખ્ખના દેહાવસાન બાદ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત” કૉલમનો સંસ્કારવારસો જાળવવાનો સર્જનાત્મક પડકાર સાંસ્કૃતિકપ્રતિભા યુવાન કુમારપાળે ઝીલી લીધો. પિતાશ્રીની સંપત્તિના વારસ બનવાનું સોને માટે સરળ હોય પણ સંસ્કારવારસાનું વિદ્યાવારસાનું જતન કરવાનું કાર્ય કસોટી માગી લે તેવું હોય છે. કુમારપાળભાઈએ સજ્જતાપૂર્વક લેખન દ્વારા “ઈંટ અને ઇમારતની લોકપ્રિયતા વધારી અધ્યાપક તરીકે તથા સાહિત્યકાર તરીકેની કુમારપાળભાઈની પ્રતિભાની આગવી ઓળખ છે. જેનદર્શન સંદર્ભે વિચારીએ તો આજ સુધી આપણને ઘણા સંશોધકો મળ્યા છે. જૈનદર્શન આગમના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો મળ્યા છે. પણ શુભકરણ સુરાણા જેનદર્શન, સર્જનાત્મક સાહિત્ય અને જૈનદર્શનમાં પ્રસાર–પ્રચાર બાબતે વૈશ્વિક પ્રદાનની વાત કરવાની થાય ત્યારે કુમારપાળભાઈનું નામ અચૂક લેવું પડે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન મૂલ્યવાન છે. બાળસાહિત્ય અને પ્રૌઢ સાહિત્ય – એ બે ઉપેક્ષા પામેલાં સાહિત્યક્ષેત્રોને તેમની સક્રિયતા થકી પોષણ મળ્યું. મૂલ્યનિષ્ઠ સાહિત્ય દ્વારા 194 Page #220 -------------------------------------------------------------------------- ________________ લોકશિક્ષણનું કામ કરવાની જવાબદારી નિભાવવામાં ગુજરાત સમાચાર' જેવા અખબારનો સહયોગ મળ્યો. ગુજરાત સમાચાર' અને કુમારપાળ દેસાઈ પરસ્પરને માટે પૂરક સાબિત થયાં. શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજોમાં સુખ્યાત બનેલું પ્રેરણાત્મક પુસ્તક “અપંગનાં ઓજસ'નો ઉલ્લેખ આ તબક્કે નોંધપાત્ર સ્મરણરૂપે અનિવાર્ય બને છે. અમારી સંસ્થા અનેકાન્ત ભારતી પ્રકાશન મુખ્યત્વે ક્રાંતિકારી પ્રયોગધર્મા સંત આચાર્ય મહાપ્રજ્ઞનાં હિંદી પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કરાવીને પ્રકાશન કરતી સંસ્થા છે. કુમારપાળ દેસાઈ સાથે ચાર દાયકાનો સંબંધ. “અપંગનાં ઓજસ' પુસ્તકનો અનુવાદ ગુજરાતીમાંથી હિંદીમાં થાય એવી યોજના થઈ. “અપંગનાં ઓજસ' શીર્ષકનો સર્જનાત્મક હિંદી અનુવાદ ઘણો કઠિન હતો. આખરે ડૉ. ભોળાભાઈ પટેલે શીર્ષકનો અનુવાદ કર્યો : “પરિગ તન, ડિમની પુસ્તક પ્રગટ થયું. તેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં જ પ્રગટ થવામાં છે. “અપંગનાં ઓજસ'નું હિંદી રૂપાંતરણ હિંદી સાહિત્યમાં પણ વ્યાપક આવકાર પામ્યું છે. શિક્ષણક્ષેત્રે વ્યાખ્યાતા, રીડર અને પ્રોફેસરપદ ઉપરાંત વિભાગ અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના ડાયરેક્ટર અને ગુજરાત યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકેની ઉત્તરોત્તર પ્રગતિ ઉપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ જેવી અસંખ્ય સંસ્થાઓમાં તેમની અધિકૃત સક્રિયતા તેમને વહીવટી કુશળતાવાળા સંસ્કારપુરુષ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. ડૉ. કુમારપાળ દેસાઈ જૈન ધર્મના વિવિધ ફિરકાઓમાં એકસરખો આદર પામ્યા છે. જૈનદર્શનના સર્જનાત્મક તેમજ સંશોધન-સાહિત્ય ક્ષેત્રે તેરાપંથ સંપ્રદાય છેલ્લા પાંચ દાયકાથી અગ્રેસર છે. આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞ જેવા ક્રાન્નદ્રષ્ટા સર્જક સંતોની સર્જનયાત્રાના સાક્ષી બની રહેલા ડૉ. કુમારપાળ દેસાઈએ એમના ગ્રંથોના અભ્યાસથી તેમના બિનસાંપ્રદાયિક વિદ્યાતપનો પરિચય કરાવ્યો છે. અમારા સંબંધનાં ચાલીસ વર્ષોમાં વિવિધ કામગીરીમાં તેમનું મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું છે. જૈનદર્શન અને સમાજના સાંસ્કૃતિક અસ્મિતાના અગ્રદૂત તરીકે ડૉ. કુમારપાળ દેસાઈ સાર્વત્રિક આદર પામ્યા છે. તેમની વ્યાપક પ્રતિષ્ઠાના આ દિવસોમાં હૃદયપૂર્વક અભિનંદન આપવાની સાથે સહજતાથી એક સૂચન કરવાનું મન થાય કે સમસ્ત જૈન સમુદાયના સર્વમાન્ય પ્રતિનિધિ તરીકે રાજ્યસભાના સભ્ય તરીકે તેમની નિયુક્તિ થાય એવી લોકલાગણી જૈન સમાજમાંથી જન્મ અને ડૉ. કુમારપાળ દેસાઈ આ લાગણીમાં સહમત થાય તો તેમની વહીવટી કુશળતાનો લાભ સહુને વ્યાપક રીતે પ્રાપ્ત થાય. ઘણા બધા પુરસ્કારોથી શોભિત એવા વિરલ સાહિત્યકાર, સન્મિત્ર, સ્વજન ડૉ. કુમારપાળ દેસાઈને ભાવપૂર્વક અભિનંદન. શ્રી અનેકાંત ભારતી પ્રકાશનના પ્રણેતા અને આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરાવનાર 195 શુભકરણ સુરાણા Page #221 -------------------------------------------------------------------------- ________________ મે જેવા જોયા, જાણ્યા અને માણ્યા નખશિખ ભારતીય કુમારપાળભાઈનું નામ તો ખૂબ સાંભળેલું. તેમના લેખો વાંચવાનું પણ પ્રસંગોપાત્ત બનતું. કોઈ ને કોઈ કાર્ય નિમિત્તે તેઓને અલપ-ઝલપ મળવાનું પણ થયા કરતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભથી ૨૭ વર્ષથી પણ વધુ સમય સુધી મારે સિન્ડિકેટ સભ્ય તરીકે સેવાઓ આપવાનું બન્યું હતું, તે સમયે પણ વિદ્યાજગતમાં તેમનું નામ ભારે આદરથી લેવાતું અનુભવેલું. યુનિવર્સિટીમાં ચાલતી શ્રી નાનજી કાળીદાસ વ્યાખ્યાનમાળામાં તેમણે અત્યંત મનનીય પ્રવચન આપેલું. પછી તો અમે અહીં યુનિવર્સિટીમાં શ્રી દીપચંદભાઈ ગાર્ડીના અનુદાનથી ભાષાસાહિત્યભવનમાં રક્ષ્મણીબહેન દીપચંદભાઈ ગાર્ડ ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાનમાં જેન એકેડમીનો પ્રારંભ કર્યો એટલે એની કમિટીમાં તેઓ હોવાથી પણ સતત મળવાનું થયા કરતું. ત્યારે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતનો કાર્યવાહક (જનરલ સેક્રેટરી) હતો. તેઓ મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરીની નિકટતા અને પ્રતિબદ્ધતાથી પરિચિત હોવા છતાં ક્યારેય છોછ રાખ્યા વગર છૂટથી નિરાંતે મળતા અને મિત્રતા રાખતા હતા. તેમનું આ પારદર્શી વલણ ખૂબ જ સ્પર્શી ગયેલું. એક દાયકા અગાઉ અમદાવાદના સંસ્કારધામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘશિક્ષા વર્ગોના સમારોહ પ્રસંગે તેમને અતિથિવક્તા તરીકે નિમંત્રવાનું નક્કી થયેલું ત્યારે ખૂબ જ રાજી થયેલો. પણ ખરો રાજીપો તો જ્યારે પ્રવીણભાઈ . મણિયાર 196 Page #222 -------------------------------------------------------------------------- ________________ તેમને સાંભળ્યા ત્યારે થયેલો. એ સમયે ભારતની એનડી.એ. સરકારે અણુવિસ્ફોટ કરેલો. એના પડઘા સમગ્ર વિશ્વમાં ગુંજતા હતા. આ સમયમાં થયેલ વાતાવરણ દેશપ્રેમ અને દેશદાઝથી તરબતર હતું. આવા સમયે તેઓને અતિથિવક્તા તરીકે સંઘ તરફથી નિમંત્રણ મળ્યું. જેનો એમણે સહર્ષ સ્વીકાર કરેલો. સંઘની શિસ્ત અને સમયપાલનના સંદર્ભે તેઓ બિલકુલ સમયસર આવેલા. હું પ્રમુખ વક્તા હતો, પણ તેમણે ૨૦ મિનિટના અતિથિવક્તા તરીકેના વક્તવ્યમાં સંઘ-વિચારને એવો તો વણી લીધેલો હતો કે મારા ઉપરાંત અન્ય અધિકારીગણના તથા તમામ સ્વયંસેવકોનાં હૃદય જીતી લીધાં. તમામને લાગ્યું કે જાણે સંઘના કોઈ અધિકારી વિચાર મૂકી રહ્યા હોય, તેમણે જણાવેલો સંઘવિચાર હકીકતે તો હતું જેનદર્શન એ હિંદુત્વ-દર્શનનું કેવું ઊંડાણથી અને અસરકારક રીતે પરિચય કરાવનારું છે તેનો પરિચય મને ત્યારે થયેલો. તેમણે જેનદર્શનને ખરા અર્થમાં પચાવ્યું હોય તેમ લાગ્યું. હિંદુત્વના સંદર્ભમાં ભારતીય જીવનમૂલ્યો કે હિંદુત્વનો વિચાર કેવી રીતે જૈનદર્શનમાં પડઘાય છે તેનો તેમણે અસરકારક શૈલીમાં પરિચય કરાવ્યો હતો. હિંદુત્વની વિચારધારામાં વણાઈ ગયેલ સત્ય, અહિંસા, સેવા, કરુણા, તપ, દાન આદિ ભાવને અને આપણી પરાક્રમ અને દાનશીલતાને તેમણે ઉદાહરણ સહિત સમજાવેલા. કુમારપાળભાઈનું આ દૃષ્ટિબિંદુ મને ખૂબ જ સ્પર્શી ગયું અને ત્યારથી તો અમે એકબીજાની ખૂબ નિકટ આવ્યા. તેઓ અહીં રાજકોટ આવ્યા હોય ત્યારે કે હું કર્ણાવતી – અમદાવાદ ગયો હોઉં ત્યારે ક્યારેક ક્યારેક નિરાતે મળવાનું અને વિચારોની આપલે કરવાનું બન્યા કરતું એમની સાથેની નિકટતામાં અભિવૃદ્ધિ તો “૨૬૦૦મી મહાવીર જન્મ- કલ્યાણક મહોત્સવ ઉજવણી’ માટે ગુજરાત સરકારે નિયુક્ત કરેલી સમિતિના સભ્યથી થઈ. અમે એમની કાર્યવાહક સમિતિમાં પણ હતા. શ્રી શ્રેયાંસભાઈ શાહ, હું, શ્રી કુમારપાળભાઈ અને શ્રી બળવંતભાઈ જાની અવારનવાર મળતા અને વાર્તાલાપ કરતા. પણ એથીય વધુ નિકટતા તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા “અહિંસા યુનિવર્સિટી’ ઍક્ટ બનાવવાની કામગીરીમાં અમારી વચ્ચે થઈ. “ગુજરાત વિશ્વકોશ'ના કાર્યાલયમાં એમની સાથે મળવાનું બનતું. આ સમયે પરિચય થયો તેમના ગુણોનો; જેવા કે સિદ્ધહસ્ત લેખક, વિદ્વત્તા, સાક્ષરતા. વળી સમયપાલનના આગ્રહી તેમજ સૌને પ્રેમથી હળવું.મળવું વગેરે. ક્યારેય તેમનામાં ઉતાવળાપણું, અસ્વસ્થતા કે અકળામણ જોવા મળ્યાં નથી. અહિંસા યુનિવર્સિટીના ઍક્ટ ઘડવાની પ્રક્રિયાએ અમને એકબીજાની ખૂબ જ નજીક લાવી દીધા. છેલ્લા એકાદ દાયકાથી અને તેમાંય છેલ્લાં બે-ચાર વર્ષથી એમને વાંચવાનું પણ ખૂબ બને છે. ભારતીય જીવનમૂલ્યોને વર્તમાન સમય સાથે સાંકળીને આપણી સેવા. પરંપરા, દાનપરંપરા અને પરાક્રમ-પરંપરાને વિષય બનાવીને લખાતાં એમનાં લખાણો ખૂબ ગમ્યાં છે. તેઓ 197 પ્રવીણભાઈ ૨. મણિયાર Page #223 -------------------------------------------------------------------------- ________________ ખરેખર રાષ્ટ્રપ્રેમી છે અને રાષ્ટ્રીય ચારિત્ર્યના ઘડતરની બહુ મોટી પ્રવૃત્તિ લેખન તેમજ પ્રવચન દ્વારા કરી રહ્યા છે. - વિદેશનાં સગાં, સ્નેહી, સંબંધીઓ પણ જ્યારે તેમના વિશે આદરથી ઉલ્લેખ કરે છે ત્યારે કદમાં નાના એવા આપણા કુમારપાળભાઈ વિશ્વમાં મોટા થઈ ગયા છે તેનો પરિચય અપાવે છે. તેમની નખશિખ ભારતીય જીવનપ્રણાલી ન કેવળ જેન જીવનપદ્ધતિનો જ પરિચય કરાવે છે તે સાચા અર્થમાં ભારતીય વ્યક્તિત્વનું જીવતું જાગતું, હરતું-ફરતું ઉદાહરણ પૂરું પાડે છે. તેમના દ્વારા આપણા દાર્શનિકોના અપાતા પરિચયથી આપણે આપણા કોઈ પણ દાર્શનિકો સમગ્ર વિશ્વનો, જીવ માત્રનો કેવો ઊંડાણથી, ઉદારતાથી વિચાર કરનારા અને અમલમાં મૂકનારા હતા તેનાથી પરિચિત થઈએ છીએ. વળી આ કારણે જ કદાચ જૈનદર્શનના એક સુશ્રાવક એક સાચ્ચી ભારતીયતામાં અને તેને કારણે વૈશ્વિકતાના બૃહદ વર્તુળમાં પ્રવેશી ચૂક્યા છે. આવાં કારણોનુસાર તેઓ સૌ કોઈના પ્રીતિપાત્ર બન્યા છે. તેમજ તેમનું નખશિખ ભારતીય વ્યક્તિત્વ રાષ્ટ્ર માટે અસ્કામતરૂપ બન્યું છે. આવા ભાતીગળ ભારતીય વ્યક્તિત્વને ભારત સરકાર પદ્મશ્રીથી પોંખે તે સ્વાભાવિક જ છે. અને આજે જ્યારે તેઓ પદ્મશ્રીથી પોંખાય છે ત્યારે અમારી કાઠિયાવાડી ભાષામાં કહું તો “મારી છાતી ગજ-ગજ ફૂલે, મારા કેડિયાની કહુ ફાટફાટ થાય”. વધાઈ છે કુમારપાળભાઈ, લાખ લાખ વધાઈ છે. 198 મેં જેવા જોયા, જાણ્યા અને માણ્યા નખશિખ ભારતીય Page #224 -------------------------------------------------------------------------- ________________ .. અ - બહુમૂલ્યા પ્રદાન કુમારપાળ દેસાઈનો મને છેક ૧૯૭૩થી પરિચય છે. એ સમયે ગુજરાતમાં પૂરનો પ્રકોપ થયો હતો અને ત્યારે માનવતાનો સાદ' નામની પુસ્તિકાનું અમારી લાયન્સ ક્લબ વતી કુમારપાળભાઈ સંપાદન કરી રહ્યા હતા. એ પુસ્તિકામાં પૂરમાં સપડાયેલા લોકોને સહાય આપનાર અને જીવનદાન આપનાર વ્યક્તિઓની ગાથા હતી. એ પછી અમારો પ્રત્યક્ષ સંપર્ક અલપઝલપ થતો રહ્યો, પરંતુ એમના જેવા સિદ્ધહસ્ત લેખકના લેખો દ્વારા – શબ્દસેતુ દ્વારા – એ સંપર્ક જીવંત રહ્યો. જૈનદર્શનનાં વિવિધ પાસાં પર પ્રકાશ પાડતું એમનું સાહિત્ય મને આકર્ષતું હતું. પ્રસન્ન વ્યક્તિત્વ, પરિસ્થિતિને વિધેયાત્મક દૃષ્ટિથી જોવાનો અભિગમ અને મૌલિક વિચારો આપવાની એમની ક્ષમતા હું સતત અનુભવતો રહ્યો ! જ્યારે જ્યારે કોઈ કાર્યક્રમનું આયોજન હોય ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીની સંસ્થાઓના અમે સહુ એમની પાસે દોડી જતા. એમનામાં આયોજનની અનોખી સૂઝનો હંમેશાં અનુભવ થતો રહ્યો. શ્રોતાઓને કઈ વસ્તુ અસરકારક બનશે તેનો વિચાર કરીને તેઓ કાર્યક્રમનું આયોજન કરતા મુખ્ય મુદ્દાને બદલે આનુષંગિક બાબતો વધી ન જાય તેની ખાસ તકેદારી રાખતા. વળી એમના જીવંત સંપર્કોને કારણે આ આયોજનમાં જે કોઈ મહાનુભાવને નિમંત્રણ આપવાનું હોય તે અત્યંત સુગમ બની જતું, પરંતુ અમારો વિશેષ સંબંધ તો શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને કારણે થયો. 199 અરવિંદ પી. શાહ Page #225 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના ભારતના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક જ્યોતિર્ધરોમાં જેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે તેવા શ્રીમદ્ રાજચંદ્રજી સંતકોટિના મહાપુરુષ હતા. જીવનના પ્રારંભથી જ એમનામાં અધ્યાત્મલક્ષિતા હતી અને જેન ધર્મતત્ત્વની વિચારસરણીથી એમનું સમગ્ર ચિંતન રંગાયેલું હતું, આમ છતાં એમનામાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક સંકીર્ણતા જોવા મળતી નથી. એમના તત્ત્વવિચાર વિશે જૈનદર્શનના સમર્થ દાર્શનિક પંડિતવર્ય શ્રી સુખલાલજી કહે છે, “બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ જેમાં ગૃહસ્થ કે ત્યાગી જનવિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વીસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જોયું કે જેને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. આમ વિશેષ કરીને જેન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ શ્રીમનાં લખાણોનું ભારે મૂલ્ય છે.” આવું શ્રીમદ્જીનું સાહિત્ય ગુજરાતીમાં રચાયું હતું અને લાંબા સમયથી અમુક સીમાઓમાં સીમિત હતું. વળી સાંપ્રદાયિક પૂર્વગ્રહોને કારણે જનસમુદાયને શ્રીમદ્જી જેવા મહાપુરુષોની વિચારધારાથી વંચિત રાખવામાં આવતો હતો. પરિણામે જિનમાર્ગના રહસ્યને સ્વાનુભવ દ્વારા ઉદ્ઘાટિત કરનાર કરુણાવતાર, યુગપ્રધાન સંતપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવનથી ઘણો મોટો સમાજ અને ખાસ કરીને બહોળો જૈન સમુદાય લાંબા સમય સુધી અજ્ઞાત રહ્યો. શ્રીમદ્ રાજચંદ્રજીને સાંસારિક કે ભૌતિક કોઈ મહત્ત્વાકાંક્ષા સ્પર્શી નહોતી અને આત્મખ્યાતિ અને શતાવધાન જેવી શક્તિના પ્રદર્શનથી પણ તેમણે દૂર રહેવાનું પસંદ કર્યું હતું એટલે તેઓના જીવનકાળ દરમિયાન તેઓનો તત્ત્વજ્ઞાનના સાહિત્યના પ્રસાર માટે કોઈ અવકાશ નહોતો. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય બાદ શ્રીમદ્ રાજચંદ્રજી-નિર્દિષ્ટ વીતરાગ માર્ગના પ્રસાર અને સાધનાભક્તિ માટે અનેકવિધ સંસ્થાઓ અને આશ્રમો સ્થપાયાં તથા શ્રીમદ્જીનાં વચનામૃતો અને તેની સમજ આપતું ઘણું સાહિત્ય પ્રગટ પણ થયું છે, પરંતુ કુમારપાળભાઈના આ ક્ષેત્રે પદાર્પણથી નવી ક્ષિતિજો ખૂલી છે. એની સાનંદ નોંધ લેવી ઘટે. બન્યું એવું કે શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલયની શતાબ્દી નિમિત્તે જુદી જુદી સંસ્થાઓએ એનાં આયોજનો માટે કુમારપાળભાઈનો સંપર્ક સાધ્યો. વળી આ સમયે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયેલાએ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનચરિત્ર આલેખવાનું નક્કી કર્યું અને તે કાર્ય ગુજરાતના સિદ્ધહસ્ત લેખક કુમારપાળ દેસાઈને સોંપ્યું. એમણે શ્રીમદ્ રાજચંદ્રજીના સમગ્ર સાહિત્યનું ગહનતાથી અધ્યયન કર્યું અને સમય જતાં એનાથી રંગાઈ પણ ગયા. ડૉ. કુમારપાળ દેસાઈએ લખેલું મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર એ નામનું 200 બહુમૂલ્ય પ્રદાન Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીનું ચરિત્ર એની સાહજિક તથા સોંસરવી ઊતરી જાય તેવી ભાષા, માર્મિક રજૂઆત અને છટાદાર શૈલીને કારણે દેશ-વિદેશમાં વંચાયું અને વખણાયું. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન વિશે જે કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં હતાં, તેમાં આ ચરિત્રે આગવી ભાત પાડી. શ્રીમદ્જીના જીવનમાં બનેલા અનેક બોધદાયક પ્રસંગો તથા આત્માર્થી જીવો સમજી શકે તેવા પ્રસંગો માટે કાલ્પનિક ચિત્રો દ્વારા એનું આલેખન કર્યું અને એમાં વાસ્તવિકતાનો પ્રાણ પૂર્યો. આ પુસ્તકમાં શ્રીમદ્જીના જન્મથી જ તેઓ આત્મસ્વરૂપમાં લીન થયા ત્યાં સુધીના મુખ્ય મુખ્ય સર્વ બોધદાયક પ્રસંગોને અદ્ભુત રીતે વણી લેવામાં આવ્યા. એ પછી અંગ્રેજીમાં A Pinnacle of spirituality નામે આ ચરિત્રનો અનુવાદ થયો. ગુજરાતી અને અંગ્રેજીમાં લખાયેલા શ્રીમદ્ રાજચંદ્રજીના આ ચરિત્રને મુમુક્ષુઓ અને જનસમૂહનો એટલો બધો ઉત્સાહભર્યો પ્રતિભાવ સાંપડ્યો કે આજે આ બંને ચરિત્રો લગભગ અપ્રાપ્ય બની ગયાં છે. એ પછી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા; શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, અમદાવાદ; શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા અને શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નરોડા જેવી સંસ્થાઓએ વક્તવ્યો માટે આપેલાં નિમંત્રણોને પરિણામે ડૉ. કુમારપાળ દેસાઈને શ્રીમદ્જીના જીવન અને કવન વિશે વિશેષ અભ્યાસની તક મળી. શ્રીમદ્જીના ધર્મજીવનની, એમની મોક્ષમાર્ગની તાલાવેલીની અને ક્ષણેક્ષણની જાગૃતિપૂર્વકની તીવ્ર સાધનાની કુમારપાળભાઈના માનસ પર ઊંડી અસર થઈ અને ત્યારબાદ એમણે જુદા જુદા સમયે આપેલાં અભ્યાસપૂર્ણ પ્રવચનો ખૂબ પ્રશંસા પામ્યાં. ગુજરાતનાં અખબારો અને સામયિકોમાં પણ શ્રીમદ્ રાજચંદ્રજી વિશેના એમના લેખો વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજનારા અને વિશેષ અભ્યાસને પ્રેરનારા બની રહ્યા છે. દરમિયાનમાં એમના માર્ગદર્શન હેઠળ અમરેલી કૉલેજમાં અધ્યાપિકા રમાબહેન દેસાઈએ “શ્રીમદ્ રાજચંદ્ર : વ્યક્તિત્વ અને વાડુમય' એ વિષય પર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી. સર્જકની શૈલી, સંશોધકની દૃષ્ટિ અને અભ્યાસની નિષ્ઠાનો ત્રિવેણી સંગમ ડૉ. કુમારપાળ દેસાઈમાં સધાયો હોવાથી એમણે છેક અમદાવાદથી માંડીને ન્યૂયોર્કના યુનાઇટેડ નેશન્સના ચેપલ સુધી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તત્ત્વજ્ઞાન વાત પ્રસ્તુત કરી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈ જેવાં શહેરોમાં એમના સ્વાધ્યાય યોજાયા. નોંધપાત્ર બાબત એ છે કે ૨૦૦૪ના મે મહિનામાં તેઓ મસ્કત અને દુબઈમાં વ્યાખ્યાનશ્રેણી માટે ગયા હતા અને દુબઈમાં એમણે શ્રીમદ્ રાજચંદ્રજી વિશે બે સ્વાધ્યાયો આપ્યા. આ હકીકત જ પરમ કૃપાળુદેવના તત્ત્વજ્ઞાન પ્રત્યેની એમની ભાવના પ્રગટ કરે છે. તેમણે લાંબા સંશોધન બાદ જૈન ધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી નામનું પુસ્તક 201 અરવિંદ પી. શાહ Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કર્યું. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ તથા વિહારભવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં ઘણાં વર્ષો સુધી મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ વિશે પોતાનાં વ્યાખ્યાનોમાં જે જુદી જુદી નોંધો લખી હતી એ એકત્રિત કરી. ‘સત્યના પ્રયોગો'માંથી પણ ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી વિશે આલેખેલા પ્રકરણનો સમાવેશ કર્યો. સ્વયં ગાંધીજીએ શ્રીમદ્જીનાં સ્મરણો આલેખ્યાં હતાં, તે પણ સંગ્રહિત કર્યાં અને વિશેષ તો મહાત્મા ગાંધીજી ૫૨ જૈન ધર્મનો પ્રભાવ' એ નામે અત્યંત પ્રમાણભૂત સંશોધનલેખ લખ્યો. આવા ડૉ. કુમારપાળ દેસાઈએ ઓહાયો રાજ્યના સિનસિનાટી શહેરમાં યોજાયેલા અમેરિકા અને કૅનેડાનાં તમામ જૈન સેન્ટરોના ફેડરેશન ‘જેના’માં પણ ‘A Journey From Ahimsa' વિષય ૫૨ના પોતાના વક્તવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તત્ત્વજ્ઞાન વિશે વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્યની ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પુસ્તિકાઓ પ્રકાશિત થઈ. આ સમયે શ્રીમદ્જીના જીવનના એક જુદા જ પાસાને આંતરરાષ્ટ્રીય મંચ પર કુમારપાળભાઈએ રજૂ કર્યું અને સહુનું ધ્યાન ખેંચ્યું. એ પછી યુનાઇટેડ નેશન્સના ચેપલમાં જુદા જુદા ધર્મચિંતકોની ઉપસ્થિતિમાં એમણે અહિંસા વિશે વ્યાખ્યાન આપ્યું તેમાં મહાત્મા ગાંધીજીને કઈ રીતે શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી અહિંસા, સત્ય, ક્ષમા જેવી ભાવનાઓની પ્રાપ્તિ થઈ તે દર્શાવ્યું અને ગાંધીજીએ સક્રિય રીતે તે અહિંસા પ્રગટ કરીને વિશ્વને એક નવું દર્શન આપ્યું તેની ચર્ચા કરી. આ રીતે જુદા જુદા ધર્મના વિચારકો અને ચિંતકો સમક્ષ એમણે શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન અને વિચારધારા દર્શાવ્યાં. આમ, એક સમર્થ સાહિત્યકારની કલમે અને જૈનદર્શનના ચિંતકની વાણીથી આ તત્ત્વજ્ઞાનનો વ્યાપક પ્રસાર થઈ રહ્યો છે એ બાબત શ્રીમદ્ રાજચંદ્રજીની તત્ત્વધારા સાથે સંકળાયેલી સંસ્થાઓને સ્પર્શી ગઈ અને આથી અમદાવાદ, ઈડર, વડવા (ખંભાત), કોબા અને સાયલાની સંસ્થાઓએ કુમારપાળ દેસાઈનું આ કાર્ય માટે ‘પરમશ્રુત સેવા સુવર્ણચંદ્રક'થી અભિવાદન કર્યું. ૩૦મી મે ૨૦૦૪ના રોજ અમદાવાદના ભાઈકાકા ભવનમાં અગ્રણીઓ અને મુમુક્ષુઓની મોટી હાજરી વચ્ચે યોજાયેલા પરિસંવાદમાં અતિથિવિશેષ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ આ સુવર્ણચંદ્રક કુમારપાળભાઈને અર્પણ કર્યો અને વિવિધ સંસ્થાઓ દ્વારા પૂ. સંતશ્રી આત્માનંદજીના હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે સહુએ એવી આશા પ્રગટ કરી હતી કે ડૉ. કુમારપાળ દેસાઈ પાસેથી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને તત્ત્વજ્ઞાન વિશે સમાજને પુષ્કળ સામગ્રી મળે અને એ રીતે અનેક જીવોના કલ્યાણ માટે તેઓ નિમિત્ત બને. 202 બહુમૂલ્ય પ્રદાન Page #228 -------------------------------------------------------------------------- ________________ જ છે કોટિના વિદ્વાન, અનોખી કોટિના માનવી ! ભારત સરકારે ઈ. સ. ૨૦૦૪ના ગણતંત્રના દિવસે ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીથી વિભૂષિત કર્યા, સન્માનિત કર્યા. તેથી સૌના હૈયામાં આનંદની એક લહેર પ્રસરી ગઈ પ્રસન્નતા વ્યાપી ગઈ. શ્રી કુમારપાળભાઈએ નવગુજરાત કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ઈ. સ. ૧૯૬૫માં કારકિર્દીની શરૂઆત કરી. થોડાં વર્ષો અન્યત્ર નોકરી કરીને હું પણ ઈ. સ. ૧૯૬૫માં ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં મદદનીશ ગ્રંથપાલ તરીકે જોડાયેલો. અમારો પરિચય વિદ્યાપીઠ ગ્રંથાલયમાં થયો. એ પૂર્વે માત્ર એમના કામ દ્વારા એમના નામથી પરિચિત હતો. વાચન, લેખન, સંશોધનકાર્ય ઉપરાંત ગુજરાત સમાચારની કૉલમ લખવા માટે પણ અનેક વિષયોના સંદર્ભો જોવા-તપાસવાનું એમના માટે જરૂરી બનતું તે માટે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયમાં તેઓ અવાર-નવાર આવતા. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય વાચનસાહિત્ય અને સંદર્ભોની ચકાસણી માટેના સાહિત્યથી સજ્જ હતું, અને નવેસરથી સજ્જ થવાની તૈયારીમાં પણ હતું. ઈ. સ. ૧૯૬૩માં ગૂજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટી જગતમાં ડીસ્ડ યુનિવર્સિટી તરીકેનો પ્રવેશ મળ્યો. અદ્યતન માહિતીના સંગ્રહ અને સેવાઓ માટે લાઇબ્રેરી સુસજ્જ બને તે માટે તૈયારીઓ થઈ ચૂકી હતી. ગ્રંથાલયમાં સારા વાચકો અને લેખકો કનુભાઈ શાહ 203 Page #229 -------------------------------------------------------------------------- ________________ સંશોધકો આવે તે કયા ગ્રંથાલયના ગ્રંથપાલને ન ગમે ? શ્રી કુમારપાળભાઈ ક્યારેક ક્યારેક બપોર પછીના સમયમાં આવે. પલાંઠી વાળીને બે-ત્રણ કલાક બેસે જ! ગ્રંથાલયના સેવકો પાસેથી જોઈતી માહિતી મેળવી લે વિનયસભર વ્યક્તિત્વથી સૌનાં દિલ એમણે જીતી લીધેલાં. જ્યારે કોઈ જરૂરી સંદર્ભ સાહિત્ય ન મળે ત્યારે જ મારો સંપર્ક કરે. ક્યારેક વધુ બેસવાનું થાય ત્યારે ચા મંગાવે અને એ સમયે અમને અચૂક બોલાવે. ગ્રંથાલયમાં અન્યને મળવાનું ટાળે. કોઈને ખબર ન પડે તે રીતે કોપીરાઇટ વિભાગના એક ખૂણામાં ધૂણી ધખાવીને વાંચવા-લખવા બેસી જાય અને સામયિક માટે લેખ લખે કે પોતાના મહાનિબંધ માટેના વિષયમાં સંશોધન કરે. વિદ્યાપીઠના ગ્રંથાલયમાં એમના જેવા અભ્યાસ-સંશોધનને વરેલા કેટલાયે વિદ્વાનો આવતા. આજે શ્રી કુમારપાળભાઈની સાથે એ સૌની છબીઓ અને એમની સાથેનાં સંસ્મરણોથી મન છલકી ઊઠે છે. એક નિષ્ઠાવાન અભ્યાસુ, લેખક, સંપાદક અને સંશોધક તરીકે આજે એમની ભારે પ્રતિષ્ઠા છે; પરંતુ ધાર્મિક અને સામાજિક કાર્યો માટેની નિસ્બત પણ એટલી જ નમૂનારૂપ અને સરાહનીય છે. શ્રી જૈન દશા ઓશવાલ સંઘ, સિનોરનો હું પ્રમુખ હતો, તે અરસાની વાત છે. ત્યારે સંઘનું મુખપત્ર કાઢવું એમ નક્કી થયું. સંપાદકમંડળમાં મારી સાથે અન્ય બે મિત્રો પણ જોડાયા. તેમાંના એક શ્રી ઇન્દુભાઈ સ્વરૂપચંદ શાહ, તેઓ ખૂબ ઉત્સાહી. તેમણે કાર્યની ઘણી જવાબદારી સંભાળી લીધી. મુખપત્રનું કયું નામ રાખવું તેની સહમતી સધાઈ નહિ. આ માટે શ્રી કુમારપાળભાઈનું માર્ગદર્શન લેવાનું નક્કી થયું. અનેક કાર્યોમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં તેમણે અમને એમના ઘેર મળવાનો સમય આપ્યો. અમે મળ્યા. અનેકનામોની ચર્ચાવિચારણા કરી છેવટે એક નામ નક્કી કર્યું તે હતું–‘સિનોર સૌરભ'. સૌને આ નામથી સંતોષ થયો. આ રીતે અનેક કાર્યોની વચ્ચે પણ અમને આ અને અન્ય વિષયોમાં સલાહ-સૂચનો આપ્યાં તે સવ્યવહારને અમે આજે પણ ભૂલ્યા નથી. એક બીજી પણ વાતનું સ્મરણ થાય છે. સંભવનાથ જૈન આરાધના કેન્દ્ર નામનું ટ્રસ્ટ પ. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે વૈયાવચ્ચ ધામ અને વૃદ્ધ-વડીલ જૈનો માટે વાત્સલ્યધામનું તારંગા તળેટીમાં અંબાજી હાઈ-વે પર નિર્માણ-કાર્ય કરી રહ્યું છે. અમારા ટ્રસ્ટમાં જોડાવા માટે અમે વિનંતી કરી. પ્રારંભે તો એમણે અનેક કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે જોડાવા માટે નમ્રતાપૂર્વક ના કહી, પરંતુ અમારા સૌના અતિ આગ્રહને વશ થઈ ટ્રસ્ટમાં જોડાયા, અને ના-હાની વચ્ચે સ્થાયી. સમિતિનું અધ્યક્ષપદ સ્વીકારીને ટ્રસ્ટને એમનું મહામૂલું માર્ગદર્શન આપતા રહ્યા છે. અમદાવાદમાં હોય ત્યારે તો અમારા અનેક કાર્યક્રમોમાં જરૂર આવે જ. પરંતુ એક વખત એવું બન્યું કે તારંગા તળેટીમાં નિર્માણ થનાર વૈયાવચ્ચ ધામના સંકુલના વિભાગોની ખનનવિધિનો સમારોહ ઈ. સ. ૨૦૦૨ની પહેલી ડિસેમ્બરે ગોઠવાયો. આ અવસરે એમણે અતિથિવિશેષ તરીકે હાજરી આપવાનું સ્વીકારેલું પણ ખરું. પરંતુ બન્યું એવું કે પછીના દિવસોમાં 204 નોખી કોટિના વિદ્વાન, અનોખી કોટિના માનવી! Page #230 -------------------------------------------------------------------------- ________________ જ વડાપ્રધાન શ્રી વાજપેયીજી સાથે જૈન હસ્તપ્રતો સંબંધી વિચારવિમર્શ માટે અનેક વિદ્વાનોની સાથે ડૉ. કુમારપાળભાઈને પણ દિલ્હીમાં હાજર રહેવાનું હતું. તે દિવસે સાંજે પાછા ફરવાની ટ્રેનની ટિકિટ પણ મને બતાવી અને જણાવ્યું કે “કનુભાઈ, શું કરીશું? આવતીકાલે તારંગાના કાર્યક્રમમાં નહિ આવી શકું મેં કહ્યું, “કુમારપાળભાઈ, તમે અતિથિવિશેષ છો, ઉપરાંત આ વિષયમાં તમારું વક્તવ્ય રાખેલું છે અને તમારા વક્તવ્ય વિના સમારોહ ફિક્કો લાગશે.” એમણે વિચાર્યું અને તરત જ સાંજની ટ્રેનની ટિકિટ રદ કરવા જણાવ્યું. તેના બદલે વિમાનની ટિકિટ બુક કરાવી લેવા કાર્યાલયમાં સૂચના આપી. તે જ દિવસે રાત્રે તેઓ અમદાવાદ આવી ગયા. બીજા દિવસે સમારોહમાં સવારે સમયસર પધાર્યા, સુંદર અને મનનીય વક્તવ્ય આપ્યું અને સમારોહને સફળ બનાવ્યો. આવા છે ડૉ. કુમારપાળ દેસાઈ ! આવા તો અનેક પ્રસંગો નોંધી શકાય. હાથ પર લીધેલાં કાર્યોને સંપૂર્ણ ન્યાય આપવા માટે કેવા અને કેટલા તત્પર છે તે દર્શાવવા માટે એક-બે નમૂનારૂપ પ્રસંગો જ અહીં નોંધ્યા છે. એક વિદ્વાન મહાનુભાવ માણસ તરીકે પણ કેટલો ઉમદા હોઈ શકે છે તેનું શ્રી કુમારપાળભાઈ એક ઉત્તમ ઉદાહરણ છે. * * * શ્રી કુમારપાળભાઈની સંશોધન-સંપાદનપ્રવૃત્તિનું એક મહત્ત્વનું પાસું તો તેમણે જૈન સાહિત્યમાં કરેલું બહુમૂલ્ય પ્રદાન છે. “જિનશાસનની કીર્તિગાથા', “મહાવીર જીવનદર્શન’, ‘અબ હમ અમર ભયે’, ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે', “સમરો મંત્ર ભલો નવકાર', Tirthankara Mahavira', 'Glory of Jainism', 'The Value and Heritage of Jain Religion', 'A Journey of Ahimsa' ઇત્યાદિ પુસ્તકોનાં સર્જન-સંપાદન દ્વારા શ્રી કુમારપાળભાઈએ જૈન સાહિત્યમાં કરેલું પ્રદાન ઘણું ઊંચું મૂલ્ય ધરાવે છે. અલબત્ત આવાં પુસ્તકોની સૂચિ ઘણી લાંબી છે. અહીં કેવળ મહત્ત્વનાં પુસ્તકોમાંથી બે-ચાર પુસ્તકોનાં નામનો જ ઉલ્લેખ કર્યો છે. જૈન ધર્મ અને સાહિત્યના પ્રસાર-પ્રચાર માટે એમણે કરેલી કામગીરીની સરાહના માત્ર દેશમાં જ નહીં, પરદેશમાં પણ થઈ છે. દેશ-વિદેશની અનેક યુનિવર્સિટીઓએ, સંસ્થાઓએ, જેન સમાજોએ એમને અવારનવાર પ્રવચનો આપવા, સંશોધનપત્રો રજૂ કરવા કે પરિસંવાદો યોજવા કે માર્ગદર્શન આપવા આમંત્ર્યા છે. જેમાં જૈન ધર્મનો મહિમા થયો હોય અને શ્રી કુમારપાળ દેસાઈનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ રહ્યું હોય તેવા બે-ચાર વૈશ્વિક અવસરોનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. - ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ' નામના આંતરરાષ્ટ્રીય કક્ષાના જબરજસ્ત સમારોહનું આયોજન થયું હતું. શ્રી કુમારપાળ દેસાઈએ 205 કનુભાઈ શાહ Page #231 -------------------------------------------------------------------------- ________________ આ કૉન્ફરન્સમાં દેશના પ્રતિનિધિ તરીકે સહભાગી થઈ. ધર્મદર્શનને અર્વાચીન સંદર્ભમાં પ્રસ્તુત કરવાની કુમારપાળ દેસાઈની સૂઝ, અભ્યાસ અને અભિગમ આગવા તરી આવે તેવાં છે. ધર્મદર્શન કોઈ પ્રાચીન બાબત હોય અને આજે તે સાવ અપ્રસ્તુત હોય, તેવું એ માનતા નથી, એને બદલે ધર્મની શાશ્વતતા અને આધ્યાત્મિકતા તરફ લક્ષ ઠેરવીને એના સિદ્ધાંતોને વર્તમાન સમયની માનવીય સમસ્યાઓના સમાધાનના સંદર્ભમાં ઉજાગર કરી આપે છે. આજે વિશ્વમાં પ્રાણી પ્રેમ અને માનવ અધિકારની વાત ચાલે છે, ત્યારે જેનધર્મમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ તરફની જયણા અને માનવસ્વાતંત્ર્ય કેટલું બધું છે, તે વિશે એમણે વિશ્વધર્મ પરિષદમાં વક્તવ્ય આપ્યું. એમણે “કમ્પસન ટુવર્ડ્ઝ એનિમલ’ અને ‘હ્યુમન રાઇટ્સ એન્ડ જેનિઝમ' વિશે પોતાનાં શોધપત્રોનું વાંચન કર્યું હતું. ૧૯૯૪માં જ વેટિકન ખાતે ખ્રિસ્તી ધર્મના વિશ્વકક્ષાના નામદાર પોપ જ્હોન પોલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર સૌપ્રથમ જૈન ડેલિગેશનમાં સામેલ થવાનું ગૌરવ પણ શ્રી કુમારપાળભાઈને હાંસલ થયું હતું. આ ડેલિગેશને નામદાર પોપ સાથે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી અહિંસાનો મહિમા કર્યો હતો. હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દી નિમિત્તે “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્ય સાધના વિશે સંશોધનપત્ર તૈયાર કર્યું હતું. આ અભ્યાસ-સંશોધન આધારિત પ્રવચનોએ પણ શ્રી કુમારપાળ દેસાઈને દેશ-વિદેશમાં સારી નામના અપાવી. દર વર્ષે ભારત, અને વિદેશોમાં યોજાતી પર્યુષણ પ્રવચનમાળામાં શ્રી કુમારપાળભાઈએ જૈન ધર્મ અને દર્શન વિશે અસંખ્ય અને મનનીય પ્રવચનો આપ્યાં છે. પર્યુષણ પર્વમાળાનાં વ્યાખ્યાનો માટે શ્રી કુમારપાળભાઈ એન્ટવર્પ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, લૉસ એન્જલસ, શિકાગો, હ્યુસ્ટન, સેન્ટ લુઇસ, ફિનિક્સ, સાનફ્રાંસિસ્કો, બ્રિટન, લંડન, લેસ્ટર માંચેસ્ટર, બ્રાઇટન, કોવેન્ટ્રી, નાઇરોબી, મોમ્બાસા, થિકા સહિત દુનિયાભરનાં અનેક શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે. એમનાં પાંચ-પાંચ વર્ષ સુધીનાં પર્યુષણ વ્યાખ્યાનો અગાઉથી નક્કી થઈ ચૂક્યાં હોય છે. વિદેશની ધરતી પર યોજાતા પરિસંવાદોમાં પણ જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ, સ્યાદ્વાદ, શાકાહાર, સંયમ વગેરે વિષયોમાં થતી ચર્ચા-વિચારણાઓમાં એમની સક્રિય ભાગીદારી રહી છે, એમનું અનોખું કીમતી યોગદાન રહ્યું છે. પોતાના પિતાશ્રીના નામે રચાયેલા શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ' ઉપરાંત બીજા અનેક સાહિત્યિક-સામાજિક ટ્રસ્ટની જેમ અનેક જૈન સંસ્થાઓમાં પણ શ્રી કુમારપાળભાઈ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી, કાર્યવાહક સભ્ય, સલાહકાર સભ્ય જેવા હોદ્દાઓ સંભાળી જે તે સંસ્થાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી (લંડન)ના તેઓ ભારતના પ્રતિનિધિ અને કો-ઓર્ડિનેટર છે. જેને જાગૃતિ સેન્ટર, જૈન સંસ્થાન, શ્રી મહાવીર માનવ કલ્યાણ 206. નોખી કોટિના વિદ્વાન, અનોખી કોટિના માનવી! Page #232 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટ, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા, પ્રાકૃત જૈન સોસાયટી, અનુકંપા ટ્રસ્ટ, ભગવાન મહાવીર ૨૬૦૦મી જન્મકલ્યાણક ઉજવણી સમિતિ જેવી અનેકાનેક સંસ્થાઓમાં શ્રી કુમારપાળભાઈ કોઈ ને કોઈ રીતે હોદ્દા પર અત્યંત યશસ્વી કામગીરી બજાવી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’ની એમની લોકપ્રિય કટાર ઈંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી’, પારિજાતનો પરિસંવાદ’, ‘આકાશની ઓળખ’ જેવી કૉલમમાં તેઓ અવારનવાર જૈન ધર્મકથાઓ લખે છે. તો ‘પ્રબુદ્ધ જીવન’, જેન’, ‘જેનજગત’, ‘જૈનપ્રકાશ’, ‘સુઘોષા’ જેવાં સામયિકોમાં જૈનદર્શનને લગતા લેખોનું પણ સતત પ્રકાશન થતું રહે છે. પર્યુષણ પર્વ પ્રસંગે ‘ગુજરાત સમાચાર'માં પ્રગટ થતી એમની લેખમાળા જૈનદર્શનને વ્યાપકતાથી આલેખીને જૈન-જૈનેતરને ધર્મનાં વ્યાપક અને મૂળગામી તત્ત્વોનો ખ્યાલ આપે છે. ગ્રંથલેખન, પ્રવચન, પત્રકારત્વ, પ્રવાસ, સંસ્થાગત કાર્યો, વિદેશમાં જૈન કેન્દ્રોના વિકાસમાં સહયોગ – એમ અનેકવિધ રીતે જૈનદર્શનને અમદાવાદથી માંડીને આખી દુનિયામાં પ્રસરાવનાર એકમાત્ર કુમારપાળભાઈ છે. જૈન ધર્મ અને દર્શન વિશે આખા વિશ્વને બાથમાં લીધું છે તે સાચું, પણ આવી વ્યાપકતા તો જૈનસમાજમાં અનન્ય છે. આ વિશાળતાનો અણસાર એમને માત્ર જૈનદર્શન અંગે મળેલાં પારિતોષિકોનો વિચાર કરીએ તો પણ આવશે. એમણે લખેલાં ‘આનંદધન : એક અધ્યયન' સંશોધનગ્રંથ માટે અને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિશેના ‘બાળકોના બુદ્ધિસાગરજી’ માટે અનુક્રમે રાજસ્થાનના ચૂરુમાં આવેલી લોકસંસ્કૃતિ શોધ સંસ્થાને અને શ્રીમદ્ બુદ્ધિસાગર સાહિત્ય ગ્રંથમાળાએ સુવર્ણચંદ્રક આપ્યા છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય માટે બ્રિટનમાં પ્રવચનો કરવા માટે બ્રિટનની ૧૬ જેટલી સંસ્થાઓએ એકત્રિત થઈને ૧૯૮૯માં ‘શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ' અર્પણ કર્યો, તો અમેરિકાના લૉસ ઍન્જલસના જૈન સેન્ટર ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયાએ એમણે આપેલી પર્યુષણ પ્રવચનમાળા અને સેન્ટરની સ્થાપના અને વિકાસમાં સહયોગ માટે ૧૯૯૯માં ‘ગૌરવ પુરસ્કાર’ આપ્યો. અમેરિકા અને કૅનેડાના જેન સેન્ટરોના ફેડરેશન ‘જૈના’ એના એવૉર્ડમાં એક એવૉર્ડ અમેરિકાથી બહાર જૈન ધર્મ વિશે મહત્ત્વનું કાર્ય કરનારને આપે છે. આવો જૈના' સંસ્થાનો પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવૉર્ડ' ૧૯૯૭માં કુમારપાળભાઈને એનાયત થયો. એ જ રીતે સાહિત્ય અને પત્રકારત્વ દ્વારા જૈનદર્શનના પ્રસાર માટે નવી દિલ્હીની અહિંસા ઇન્ટરનૅશનલ સંસ્થાએ ૧૯૯૭માં અહિંસા ઇન્ટરનૅશનલ દીપ્તિમલ આદીશ્વરલાલ એવૉર્ડ’ અર્પણ કર્યો, તો શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનનો વ્યાપક જનસમુદાય સુધી પ્રસાર કરવા માટે ૨૦૦૪માં એમને પરમશ્રુત સેવા સંવર્ધન એવૉર્ડ' શ્રીમદ્ રાજચંદ્રજીની સંસ્થાઓએ અર્પણ કર્યો. આધ્યાત્મિક સાહિત્ય અને લેખન માટે ૨૦૦૧ના શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા)એ ‘સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ' અર્પણ કર્યો. ભગવાન મહાવીરની ૨૬૦૦મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વિશ્વનાં ૨૬ વિવિધ ક્ષેત્રના જૈન અગ્રણીઓને એ 207 કનુભાઈ શાહ Page #233 -------------------------------------------------------------------------- ________________ સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને હસ્તે જૈન રત્નનો એવોર્ડ મળ્યો. આમાં કુમારપાળભાઈ પણ એક હતા. જેનધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ધરાવતી એકસોથી પણ વધુ વર્ષની ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ભારત જૈન મહામંડળે એનો સર્વપ્રથમ જૈન ગૌરવ એવોર્ડ ૨૦૦૩ના એપ્રિલમાં કુમારપાળભાઈને આપ્યો. આ સિવાય અનેક જૈન સંસ્થાઓ અને જૈન સેન્ટરોએ એવૉર્ડ કે માનપત્ર દ્વારા એમના જૈનદર્શનના કાર્ય પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી છે. આ રીતે શ્રી કુમારપાળભાઈના પરિચય દ્વારા એક આત્મીય જનની ભલી લાગણીઓ પ્રાપ્ત કરવાનો અનેરો આનંદ મળ્યો છે. કોઈ પણ કાર્ય માટે જ્યારે જરૂર પડી છે ત્યારે સ્નેહસભર માર્ગદર્શન મળ્યું છે. જ્યારે જ્યારે કોઈ સામાજિક-ધાર્મિક-શૈક્ષણિક કાર્ય માટે એમને મળવાનું થયું છે ત્યારે લાગણીસભર, હસતા ચહેરે, સંતોષપૂર્વક પ્રતિસાદ મળ્યો છે. શ્રી કુમારપાળભાઈની કારકિર્દી હજુ અનેક ઉન્નત શૃંગો પર વિહરે અને જૈનદર્શનના પ્રચાર-પ્રસાર માટે પ્રભુ એમને આરોગ્યમય દીર્ધાયુ જીવન બક્ષે એવી પ્રાર્થના. 208 નોખી કોટિના વિદ્વાન અનોખી કોટિના માનવી! Page #234 -------------------------------------------------------------------------- ________________ Ed CTMbU nationally Study Circle lo ૨૦૦૧ની ૮મી એપ્રિલે મુંબઈના સન્મુખાનંદ હૉલમાં ભગવાન મહાવીરના ૨૬00માં જન્મકલ્યાણક પ્રસંગે “જૈન રત્ન’નો એવૉર્ડ અર્પણ કરતા એ સમયના ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી ahoose Tag ARRANT 64GBONGOS anયાકરણ - ૧૯૯૯ની ૮મી જાન્યુઆરીએ આધ્યાત્મિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના પ્રસાર તેમજ મૂલ્યલક્ષી સાહિત્યસર્જન માટે પૂ. શ્રી પાંડુરંગ આઠવલેના હસ્તે દિવાળીબહેન મોહનલાલ મહેતા એવૉર્ડ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે બકિંગહામ પૅલેસમાં WW.F ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડિનબર પ્રિન્સ ફિલિપને મળવા ગયેલું પ્રતિનિધિમંડળ અહિસા પરમો ધર્મ, બ્રિટનમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલી પ્રવચનમાળા બાદ બ્રિટનની ૧૭ જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૬ની ૨૧મી એપ્રિલે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં સર્જક “ધૂમકેતુ'ની અંતિમ અપૂર્ણ કૃતિ ધ્રુવદેવી’ અને કુમારપાળ દેસાઈની કૃતિ “મહામાનવ શાસ્ત્રીના વિમોચન પ્રસંગે. (ડાબી બાજુથી) તે સમયના શિક્ષણમંત્રી ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા, પ્રજ્ઞાચક્ષુ પં સુખલાલજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, તામિલનાડુના પૂર્વ રાજ્યપાલ શ્રી પ્રભુદાસ પટવારી, પ્રો. ફીરોઝ દોવર, ડૉ. ઉષાબહેન જોશી, કુમારપાળ દેસાઈ અને “જયભિખ્ખ અભિવાદન કરતા પ્રો. ફીરોઝ દાવર Page #237 -------------------------------------------------------------------------- ________________ અપંગો માટેના ઉત્કૃષ્ટ પુસ્તકના આલેખન માટે એવૉર્ડ અર્પણ કરતા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણ લાલ ગુલાબ'પુસ્તક માટે ગુજરાત સરકારના ઉત્તમ ગુણવત્તાવાળાં પુસ્તકોનો એવૉર્ડ મળતાં શ્રી ઝાલાવાડ વિશા શ્રીમાળી મૂ. પૂ. જ્ઞાતિના પ્રમુખ શ્રી છોટુભાઈ ઘડિયાળી અભિવાદનપત્ર આપે છે અને બાજુમાં છે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ Page #238 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં પદ્મશ્રીનો ખિતાબ લેવા જતી વખતે ૨00૪ની ૩૦મી જૂને રાષ્ટ્રપતિના હસ્તે ‘પદ્મશ્રી’ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૨માં મુંબઈની શ્રી જીવદયા મંડળી યોજિત નિબંધસ્પર્ધામાં ગુજરાતમાં સર્વપ્રથમ સ્થાન મેળવ્યા પછી એ વિશે વક્તવ્ય - યશવંત શુક્લ, દેવવ્રત પાઠક અને ચીનુભાઈ નાયકની ઉપસ્થિતિમાં જૈન જાગૃતિસેન્ટર-કર્ણાવતી 'શ્રીમહાવીર માનવ-કલ્યાણકેન્દ્ર શ્રી ચંપકલાલ ચુનીલાલ શાહુ કલ્યાણ કેન્દ્રો સ ટ્રસ્ટ ' સુલભા વલ્થકેર ફાઉન્ડેશન અભિવાદન સમા PRATIMABEN ATMANANDJI ૨00૪ના જૂન મહિનામાં ‘પદ્મશ્રી’નો ખિતાબ મેળવવા માટે જુદી જુદી સંસ્થાઓએ યોજેલા અભિવાદન સમારંભમાં સન્માન કરી રહેલા શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ Page #240 -------------------------------------------------------------------------- ________________ MY ઈ. સ. ૨૦૦૦ની ૭મી ડિસેમ્બરે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક સાહિત્યના સર્જન માટે એવૉર્ડ અર્પણ કરતા માનનીય રાજ્યપાલ શ્રી સુંદરલાલ ભંડારી ONAL IN TES FRENC GWA ૨૦૦૪ ની ૪ સપ્ટેમ્બરે ફેડરેશન ઑફ જૈન એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂશન દ્વારા સાહિત્ય, મૂલ્યલક્ષી શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં દેષ્ટાંતરૂપ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી નવલકિશોર શર્મા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એવૉર્ડ અને અભિવાદન Page #241 -------------------------------------------------------------------------- ________________ ILL. pull CONFEDERATION COES ૨00૪ની ૧૯મી માર્ચે વર્લ્ડ જૈન કન્ફડરેશન દ્વારા મુંબઈની ૧૭ જેટલી સંસ્થાઓએ ‘પદ્મશ્રી'નો ખિતાબ મેળવવા બદલ કરેલા અભિવાદન પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા શ્રી જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાન સમયે દીપપ્રાગટ્ય કરતા સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ ઠાકર, મણિભાઈ મહેતા (લૉસ એન્જલિસ, અમેરિકા) અને શાહબુદ્દીન રાઠોડ Page #242 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ અને સંસ્કૃતિના સંવર્ધક મના તેજસ્વી ચહેરા પર અહર્નિશ પ્રસન્નતાના સ્ફલિંગો જોવા મળે તેવા, સૌજન્યશીલ આત્મીયજન કુમારપાળ દેસાઈને પ્રજાસત્તાક દિનના પર્વ સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા, પદ્મશ્રીનો ઇલકાબ એનાયત થયો, તે ક્ષણ આપણા માટે આનંદપર્વ બની ગઈ. તેમની બહુમુખી પ્રતિભા, અનેકવિધ કાર્યો વિશે તો ગ્રંથ લખાય. શ્રી કુમારપાળે વિવિધ ક્ષેત્રે કરેલાં કાર્યોની યાદી પર એક નજર નાંખીએ તો એક વ્યક્તિ નહિ પણ વટવૃક્ષ જેમ ફૂલી-ફાલેલી એક વિશાળ સંસ્થા લાગે. વિવિધ વિષયો પરના સર્જન અને લેખનકાર્ય દ્વારા તેમણે સાહિત્ય અને અધ્યાત્મજગતને સમૃદ્ધ કર્યું છે. એમની ગતિશીલ વિચારધારા પરંપરા અને પ્રયોગશીલતાનો સમન્વય સાધે છે તેથી તેમના દ્વારા આલેખાયેલ ચિંતન સર્વગ્રાહ્ય બન્યું અને તેમનું સર્જન આસ્વાદ્ય બન્યું છે. તેઓ પોતાના વિચારોને સુસંગત શબ્દો દ્વારા અભિવ્યક્ત કરે છે તેથી ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં ઊંડાં રહસ્યો સરળ રીતે સમજાવી શકે છે. આ કારણે તેમનાં લખાણો લોકપ્રિય અને લોકભોગ્ય બન્યાં છે. પત્રકારત્વ અને શિક્ષણનાં સંપાદન, સંશોધન અને સુધારણાની એમની કામગીરીએ, એ ક્ષેત્રમાં નવી ક્ષિતિજોનો વિસ્તાર કર્યો છે. ગુણવંત બ૨વાળિયા 209 Page #243 -------------------------------------------------------------------------- ________________ પતંગિયું જેમ એક ફૂલ પરથી પરાગરજ, બીજા ફૂલ પર લઈ જાય અને બગીચાને સમૃદ્ધ કરે છે, તેમ શ્રી કુમારપાળ દેસાઈએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો દિવ્ય સંદેશ, અન્ય દેશો સુધી પહોંચાડી સંસ્કૃતિના સંવર્ધનનું પવિત્ર કાર્ય કર્યું છે. સ્વામી વિવેકાનંદનું મિશન સાચા અર્થમાં આગળ ધપાવવાનો સ્તુત્ય અને સમ્યફ પુરુષાર્થ કર્યો છે. જાન્યુઆરી ૨૦૦૪માં કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર, કરજણ (વડોદરા) મુકામે અમે જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરેલું ત્યારે કેટલીક કલાકો તેમની સાથે ગાળવાનો અવસર મળ્યો. જ્ઞાનસત્રના વિભાગીય અધ્યક્ષ તરીકેનું કુમારપાળભાઈનું વક્તવ્ય સાંભળી ન્યાયશાસ્ત્રમાં આવતા ડેલી દીપક ન્યાયની વાતનું સ્મરણ થયું. ડેલીના ઉંબરે રાખેલો દીપક ઘર અને બહાર આંગણામાં બંને જગ્યાએ અજવાળું પાથરે તેમ તેમનું વક્તવ્ય વિદ્વાનો, સાધકો અને જિજ્ઞાસુ જનસાધારણ શ્રોતાજનો બધાંને પ્રિય અને હૃદયસ્પર્શી બનેલું. દેશનું ઉત્કૃષ્ટ સન્માન પદ્મશ્રી મેળવી એમણે સમગ્ર જિનશાસનનું ગૌરવ વધાર્યું છે. તેમને તંદુરસ્ત સ્વસ્થ જીવનબળ મળતું રહે. પરિવાર-સ્વજનો અને મિત્રો સાથે આનંદસભર જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો માણતા માણતા સાહિત્યશાસન અને શિક્ષણજગતની સેવા કરવાનું અખૂટ બળ મળે તેવી શુભ કામના ! 210 ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધક Page #244 -------------------------------------------------------------------------- ________________ આપશ્રીને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માન્યા છે તેથી મને ઘણો જ આનંદ થયો છે. આપને મારા અંતરના અંતરથી અભિનંદન પાઠવું છું. આપશ્રીએ અનેક અનેક વિષયો ઉપર ઘણું ઘણું લખ્યું છે, લખતા રહ્યા છો. આ દ્વારા તમોએ જેનદર્શનને તમારી સરસ રસપ્રદ શૈલીમાં ચારે દિશાઓમાં ફેલાવ્યું છે. અભિનંદનીય જ નહિ, વંદનીય કાર્ય કર્યું છે. તમારા સારા અને સુદીર્ઘ આરોગ્ય અને આયુષ્ય માટે કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુ પરમાત્માને મારી અંતરથી ભાવભરી પ્રાર્થના કરું છું. વદળીય કાર્ય કુમારપાળ વી. શાહ aii Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ ફેલાવતી જીવનજ્યોત ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક અને ઉમદા સર્જક એવાં શ્રી બાલાભાઈ દેસાઈ જયભિખ્ખના ઉચ્ચ સંસ્કારો અને અનન્ય સર્જનશીલતાને નસેનસમાં ઉતારી પુત્ર કુમારપાળ દેસાઈએ સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રમતજગત તથા ધર્મદર્શન જેવાં વિવિધ ક્ષેત્રોમાં એકસાથે ખેડાણ કરી ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મને ઉત્કૃષ્ટ અને ચિરકાલીન સર્જનોનું પ્રદાન કર્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના સર્જન અને ધર્મસાહિત્ય તથા શિક્ષણને સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકારે પદ્મશ્રી'નો ખિતાબ આપવાની ઘોષણા કરી એક નખશિખ સાહિત્યકારનું યથાયોગ્ય બહુમાન કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાત અને ગુજરાતી સાહિત્યજગત માટે આ ગૌરવપ્રદ ઘટના છે. એક જાગ્રત પત્રકાર તરીકેની ઓળખ તેઓની વિવિધ દૈનિકોમાં ચાલતી કૉલમ દ્વારા મળી રહી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી તેઓ ટ્રસ્ટી છે. વિશ્વકોશની રચનામાં અને સમગ્ર સંસ્થાના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો કુમારપાળભાઈનો રહ્યો છે. વિશ્વકોશના ભૂમિખંડ અને ૧ થી ૧૮ ગ્રંથો પ્રકાશિત થયા છે, તેમાં ડો. કુમારપાળ દેસાઈનું મહત્ત્વનું યોગદાન છે. સાહિત્ય ઉપરાંત રમતગમત, ધર્મદર્શન વગેરે વિષયોના વિશ્વકોશના સંપાદક તરીકે પોતાની કીમતી સેવા આપી રહ્યા છે. પ્રવીણ પંજાબી 212 Page #246 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કુમારપાળ દેસાઈએ આજસુધીમાં એકસોથી પણ વધુ પુસ્તકો આપ્યાં છે. મોટાભાગનાં ગુજરાતી પુસ્તકોની સાથે દસ પુસ્તકો અંગ્રેજીમાં આપ્યાં છે, જે પૈકીનું “Glory of Jainism' જેને ધર્મનાં મૂલ્યો અને જૈન ચરિત્રોની દૃષ્ટિએ નોંધપાત્ર પ્રસિદ્ધિ પામ્યું છે. વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, ચરિત્ર, ધર્મદર્શન, નવલિકા, પ્રૌઢ અને બાળસાહિત્ય, રમતગમત વગેરે વિશે પુસ્તકોનું સર્જન કર્યું છે. જેનદર્શન વિશેનાં પુસ્તકોએ જેને સાહિત્યમાં આગવી ભાત પાડી છે. એમની રસાળ, પ્રવાહી અને રસપ્રદ શૈલીએ કેટલાંય જૈન કથાનકો અને ચરિત્રોને ઘેર ઘેર જાણીતાં કર્યા છે. જેના સાહિત્યમાં જૂની ભાષા અને પારિભાષિક શબ્દોના ભારથી દબાઈ ગયેલી શૈલીને કારણે વર્તમાન સમયનો વાચકવર્ગ એને માણી શકતો ન હતો, તેવે સમયે પારિભાષિક શબ્દજાળમાં વાચકને ગૂંચવવાને બદલે એની સાહજિક સમજણ આપીને આલેખન કરવાની એમની પદ્ધતિએ જેન સાહિત્યને વધુ વ્યાપક બનાવ્યું છે. વળી માત્ર લેખન સંદર્ભે જ પરિવર્તન કરીને તેઓ અટક્યા નથી, કિંતુ પુસ્તકની સામગ્રીની ગોઠવણી, સુંદર લે-આઉટ, સચિત્રતા અને મજબૂત બાઇન્ડિંગ – આવી બાબતોની પણ ચીવટ જોવા મળે છે. આથી જ એમનો Tirthankara Mahavir” ગ્રંથ એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મુદ્રણ ધરાવતો સિદ્ધ થયો છે. આવાં પુસ્તકોનું સર્જન કરી દેશ-વિદેશમાં જેને ધર્મની સુવાસ પ્રસરાવી ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે અહિંસા યુનિવર્સિટી સ્થાપવા અંગે આયોજન હાથ ધરી યુનિવર્સિટીનો એક્ટ એન્ડ પ્રોજેક્ટ તૈયાર કરવા સમિતિ રચી હતી. જેના અધ્યક્ષ તરીકે શ્રી કુમારપાળ દેસાઈને નીમ્યા હતા. કુલપતિ, પૂર્વકુલપતિ અને વિદ્વાનોની આ સમિતિએ માત્ર ૪૦ દિવસમાં જ આ રિપૉર્ટ સરકારને આપ્યો હતો. - વિદેશની લાયબ્રેરીઓ અને મ્યુઝિયમમાં જૈન ધર્મની અમૂલ્ય હસ્તપ્રતો છે. એના કેટલૉગ અંગે અને આ હસ્તપ્રતોના કાર્ય અંગે સમગ્ર ભારતમાં જાગૃતિ સર્જવા માટે અને આ કાર્યની મહત્તા દર્શાવવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ વિશાળ પાયા પર હાથ ધરેલા કાર્યક્રમના આયોજનમાં ડૉ. કુમારપાળ દેસાઈનો મહત્ત્વનો ફાળો રહેલ છે. જૈન ધર્મ અને તેના પ્રસાર માટે અથાક મહેનત કરનાર શ્રી દેસાઈ અમેરિકા, હોંગકોંગ, ઇંગ્લેન્ડ, કેનિયા, દુબઈ, સિંગાપોર, કેનેડા સહિતના દેશોમાં અનેક વખત પ્રવાસ કરી વિશ્વના પ્રાચીન એવા જૈન ધર્મ અને તેના તત્ત્વદર્શનનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીના ભારતના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝમાં કાર્યરત ડૉ. કુમારપાળ દેસાઈ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીપચંદ ગાર્ડ જન રિસર્ચ સેન્ટરના કમિટી મેમ્બર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના કો-ઓર્ડિનેટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જેનદર્શન અને તેના પ્રસારમાં તેમજ જેને સંસ્થાઓના સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડૉ. કુમારપાળ દેસાઈને 213 પ્રવીણ પુંજાણી Page #247 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની જેના સંસ્થા દ્વારા પ્રેસિડન્ટ સ્પેશિયલ એવૉર્ડ, વડાપ્રધાનના હસ્તે જેનરત્ન એવોર્ડ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ ઉપરાંત મૂલ્યનિષ્ઠ લેખન માટે પણ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીની ભારતની શાખાના આધારસ્તંભ બની રહ્યા છે. ડૉ. કુમારપાળ દેસાઈને સમગ્ર જૈન સમાજની એક સદી જૂની અખિલ ભારતીય સંસ્થા ભારત જેને મહામંડળે જેન ગૌરવ એવોર્ડ આપ્યો છે. ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ સમયે અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું સેવાકાર્ય ડૉ. કુમારપાળ દેસાઈએ હાથ ધર્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના અસરગ્રસ્તોને પંદર લાખથી વધુ સહાય ડૉ. કુમારપાળ દેસાઈએ ઉપલબ્ધ કરાવી હતી. ગુજરાતના આ સાહિત્યકારે કરેલું અનુકંપાનું આ કાર્ય અવિસ્મરણીય બની રહ્યું છે. કોઈ સર્જક કે પત્રકારે સ્વપ્રયત્નથી આટલું ભંડોળ એકઠું કર્યું હોય, તેવું હજી સુધી જાણ્યું નથી. રાજકોટ શહેરની ખાસ વાત કરું તો ડૉ. કુમારપાળ દેસાઈના અવારનવાર અનેક કાર્યક્રમો યોજાતા રહ્યા છે અને રાજકોટની બૌદ્ધિક તેમજ ધર્મપ્રિય પ્રજામાં તેમના વિચારોનો ઊંડો પ્રભાવ છે. એક ઉત્તમ વક્તા અને વિદ્વાન હોવાને નાતે તેઓના અનુભવોનો નિચોડ રાજકોટની પ્રજાને તેઓ આપતા રહ્યા છે. ભગવાન મહાવીરના ર૬૦૦મા જન્મકલ્યાણક નિમિત્તે રાજકોટમાં પ્રવચન, સંગીત અને ચિત્રદર્શનનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેન એકેડેમી, રાજકોટ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ત્રિવિધ પ્રકારના કાર્યક્રમમાં ડૉ. કુમારપાળ દેસાઈએ ભગવાન મહાવીર સ્વામીના જીવન ઉપર ચિંતનાત્મક અને મનનીય પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ડૉ. શેફાલીબહેનનાં કર્ણપ્રિય સ્તવનો રજૂ થયાં હતાં અને શ્રી કુમારપાળ દેસાઈએ ભગવાન મહાવીરસ્વામીના અહિંસા, અનેકાંત તથા અન્ય સિદ્ધાંતોની પ્રસંગો દ્વારા માર્મિક રજૂઆત કરી હતી. આ પ્રસંગે ભગવાન મહાવીરસ્વામીના જીવન પરની ચિત્રમય ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. રાજકોટમાં જેન એકેડેમીના સહયોગથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીએ યોજેલ કાર્યક્રમમાં ડૉ. એલ. એમ. સિંઘવીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે ચોમેર હિંસા, આતંક અને ધમકીનું વાતાવરણ છે ત્યારે અહિંસા જ આ દિશાને ઉગારી શકે તેમ છે. આ કાર્યક્રમના આયોજન તેમજ સફળતાપૂર્વક પૂર્ણ થવામાં ડૉ. કુમારપાળ દેસાઈનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. રાજકોટમાં જૈન એકેડેમી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના સંયુક્ત ઉપક્રમે યોજેલ કાર્યક્રમમાં નમસ્કાર મહામંત્ર ઉપર ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ દરેક પદના વિગતવાર પ્રવચન તેમજ અર્થસહિત નમસ્કાર મહામંત્રની વિસ્તૃત છણાવટ આપેલ હતી. તેમની સાથે સાથે 24 પ્રકાશ ફેલાવતી જીવનજ્યોત Page #248 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શેફાલીબહેન શાહે જુદાં જુદાં ભક્તિગીતો દ્વારા નમસ્કાર મહામંત્ર મધુર સંગીતમાં રજૂ કર્યો હતો. | ડૉ. કુમારપાળ દેસાઈ સાથે વર્ષોથી ગાઢ મિત્રતાના નાતે અમારા બંને પરિવારો હૃદયપૂર્વક એકબીજા સાથે જોડાયેલા છે. તેમના બૌદ્ધિક અને વિદ્વત્તાપૂર્ણ સાંનિધ્યને કારણે મને પણ જૈન સમાજ અને જૈન ધર્મમાં આગળ વધવામાં ભરપૂર મદદ મળી અને તેમના માર્ગદર્શક વિચારોથી લાભ થયો છે. મિત્રતામાંથી પારિવારિક સંબંધોમાં સર્જાયા છે. બન્ને પરિવારો વચ્ચે અવારનવાર થતી મુલાકાતોને કારણે ધર્મચર્ચાઓનો દોર શરૂ થયો. જૈનદર્શન વિશે અવારનવાર ચર્ચા કરતા રહેતા હોય. મારા પરિવારને પણ અનેક વખત ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા સમસ્યાઓના હલ મળ્યા છે. ડૉ. કુમારપાળ દેસાઈ વિશે જેટલું કહું કે લખું તે સદાય ઓછું જ રહેવાનું. પરંતુ અંતમાં એટલું જ કહેવાનું કે અસંખ્ય એવૉર્ડને તેમની પાસે જતાં ગૌરવ પ્રાપ્ત થયું છે. તેવા ડૉ. શ્રી કુમારપાળ દેસાઈએ આટલી સફળતા અને બહુમાનો છતાં પણ પોતાનામાં એક સાલસ, સરળ અને નિર્દભ તથા પારદર્શક માનવીને જીવતો રાખ્યો છે. એક ઉત્તમ માનવી અને ખરેખર તો વિભૂતિ એવા ડૉ. કુમારપાળ દેસાઈ સાથેની પ્રત્યેક મુલાકાત જીવનમાં નવા વિચારો વહેવડાવે છે. એમની સાથેની પ્રત્યેક મુલાકાત યાદગાર સંભારણું બની જાય છે અને મન સદવ તેમના માર્ગદર્શક વિચારો અને તેમના મુખેથી વહેતા જૈનદર્શનને સાંભળવા આતુર રહે છે. એક ઉમદા પત્રકાર, ઉત્કૃષ્ટ લેખક, ઉચ્ચકક્ષાના વક્તા, દાર્શનિક તથા તત્ત્વચિંતક ઉપરાંત સમાજસેવક તરીકે પોતાના જીવનને સમાજમાં પ્રકાશ ફેલાવતી જ્યોતનું સ્વરૂપ આપનાર ડૉ. કુમારપાળ દેસાઈએ વિશ્વભરમાં માત્ર ગુજરાત, ગુજરાતી સાહિત્ય કે જેન ધર્મનું જ નહીં, પરંતુ જૈન ધર્મના બહોળા પ્રચાર-પ્રસાર દ્વારા સમગ્ર ભારતના અમૂલ્ય વારસાનો વિદેશોમાં પરિચય આપી દેશનું નામ રોશન કર્યું છે. 15 પ્રવીણ પુંજાણી Page #249 -------------------------------------------------------------------------- ________________ * * કર્જથી *રા સાહિત્યસર્જક મહામાનવ કઈકે સાચું જ કહ્યું છે કે “ઈશ્વર એક મહાન કલાકાર છે. એ ક્યારેય પુનરાવર્તન કરતો નથી. પ્રકૃતિમાં તેમજ માનવસ્વભાવમાં એણે વિવિધતા સર્જી છે. અને આ વિવિધતામાં પણ તે અજોડ એકતા સર્જતો રહ્યો છે, તેથી જ તેની કળાનો તાગ પામવો વિકટ છે. પ્રભુના સર્જન વિશે તારણો કાઢવાં એ સહેલું કામ છે પણ વૈશ્વિક કાવ્યને સમજવું અને તેનું અર્થઘટન કરવું એ લગભગ અશક્ય છે. જાતજાતના લોકો હોય છે. કોઈ એક જણ બીજા જેવો હોતો નથી. કેટલાક લોકોને પોતાના વિશે બોલવું-કહેવું ગમે છે જ્યારે બીજા કેટલાક એવી ‘આપવડાઈથી જોજનો દૂર રહી તેમની કર્મ-પૂજામાં રત રહે છે.” આવા બીજા કેટલાક માં ડૉ. કુમારપાળ દેસાઈનો સમાવેશ કરી શકાય. સાતત્યપૂર્ણ સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયનઅધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક કરતાં રહેલાં અને આ પ્રવૃત્તિઓ દ્વારા ઘણા એવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો, સન્માન પ્રાપ્ત કરવા છતાંય જેને અભિમાનનો એ પણ સ્પર્શી શક્યો નથી તેવા કુમારપાળ દેસાઈ ‘મારા મિત્ર છે તેવો વિચાર માત્રથી મને મારી જાત માટે માન ઊપજે છે. આવા મિત્ર કુમારપાળભાઈના પરિચયમાં હું છેલ્લાં પંદર વર્ષથી. આમ તો જૈન શાસન સાથે સંકળાયેલી લગભગ બધી જ સુજ્ઞ પ્રવૃત્તિઓ સાથે તેમનું તાદાભ્ય. જેન સોશ્યલ ગ્રૂપ્સ ફેડરેશનના સુરેશ 8ોઠારી 216 Page #250 -------------------------------------------------------------------------- ________________ આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે મારી વરણી થઈ ત્યારે અમે એકબીજાની વધુ નિકટ આવ્યા, ત્યારબાદ આર્ય કન્યા ગુરુકુળ – પોરબંદરમાં તેઓ અમારા આમંત્રણને માન આપી જુદા જુદા બેત્રણ પ્રસંગે વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે આ નિકટતા વધી. તેઓશ્રીની પોરબંદરની મુલાકાત વેળાએ ઘૂઘવતા સાગરની સમીપે બેસીને કલાકો સુધી કરેલ સંગોષ્ઠિની સ્મૃતિ હજુ પણ આ હેયે અકબંધ છે. આ સરસ્વતીપુત્રનું જીવનપાથેય જોતાં લાગ્યા વગર ન રહે કે આ જણને જો પુનઃજન્મની પરમિશન મળે તો તેમની ઇચ્છા મુજબ વૈશ્વિક સમાજ માટે મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે એટલું જ નહીં, લોકોને ધર્મ અને અધ્યાત્મનાં રહસ્યોનું ઝગમગ' જેવી સરળ ભાષામાં પારાયણ પણ કરાવે !! તેમનાં ગત જન્મ કે પુનઃજન્મની પળોજણમાં ન પડીએ ને માત્ર આ જન્મનાં થોડાં વર્ષોનો કાર્યકલાપ જોઈએ તો કુમારપાળભાઈને ઉત્કૃષ્ટ સાહિત્યસર્જક મહામાનવ તરીકે પ્રસ્થાપિત કરવા માટે તે પૂરતો છે તેવું નિઃશંકપણે માનવું રહ્યું. જૈનદર્શન અને જેને ભાવનાઓના પ્રસાર માટે તેમનું યોગદાન વંદનીય રહ્યું છે. જીવનની પળેપળનો જેણે સઉપયોગ કર્યો છે, જેણે સમાજનાં શ્રેષ્ઠ મૂલ્યો જીવી જાણ્યાં છે તેવા સત્ત્વશીલ સાહિત્યસર્જક કુમારપાળભાઈને તેમની યશસ્વી કારકિર્દીના સંદર્ભમાં ભારત સરકારે પદ્મશ્રી'ના ખિતાબથી સન્માની તેમની વિવિધ ક્ષેત્રે પ્રવૃત્ત “અધ્યયન વૃત્તિને પ્રોત્સાહિત કરી છે. મારા જેવા ઘણા મિત્રોના મિત્ર મુ. કુમારપાળભાઈને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીના એવોર્ડથી વિભૂષિત થવા બદલ અભિનંદન, અભિવંદન, અભિવાદન – અંતરના માંડવેથી. 2i7 સુરેશ કોઠારી Page #251 -------------------------------------------------------------------------- ________________ તબિયત અત્યંત નાદુરસ્ત છે અને સ્મૃતિ પણ થોડો સાથ આપતી નથી, પરંતુ કુમારપાળભાઈ સાથેના સંબંધો એટલા ગાઢ છે કે એમના થોડાક પ્રસંગો અને થોડીક વાતો લખી રહ્યો છું. તેઓ લેખક અને વક્તા તરીકે ગુજરાત, ભારત અને વિદેશોમાં પ્રસિદ્ધ છે. સોનામાં સુગંધ ભળે તેમ નિત નિત નૂતન ગ્રંથો આપીને એમણે રોહથી મઘમઘતો. અણમોલ રત્નોની શોધ કરી છે. એમનાં પુસ્તકો એમની કલમની કરામતની કલ્પના જ કરવી રહી. સંબંદ્ય આવી વ્યક્તિને ગમે તેટલાં અભિનંદન આપીએ કે અભિવાદન કરીએ તો તે ઓછાં જ પડે. એમનાં સામાજિક કાર્યો અને જાહેર જીવન સાથેનાં જોડાણોની સાથે આવા અનેક એવૉડ પ્રાપ્ત કરીને પુણ્યવંતા થઈ રહ્યા છે તે અદ્ભુત યોગ છે. બહુ ઓછા માણસોને આ પ્રકારનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એમના જીવનમાં સરસ્વતીના આશીર્વાદથી એમની કલમની કમાલ પ્રગતિના પંથે ઉત્તરોત્તર વધતી રહી છે. જેમ ચંદનની સુવાસ ધૂપસળીની માફક મહેકતી રહે છે તેવા કુમારપાળભાઈ ઇષ્ટ, ડૉ. મનહરભાઈ શાહ મિષ્ટ અને શિષ્ટમાંથી પસાર થઈને વિશિષ્ટ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં ઊભરી આવ્યા છે. કેવળ જૈનસમાજ પૂરતા જ નહીં પણ સાહિત્યની સુરભિ સાથે સમગ્ર સમાજમાં શિરમોરરૂપ રહ્યા છે. એમનાં અનેકવિધ પાસાંને અનેકાંત નજરે નિહાળવાનો આનંદ અમે અનુભવ્યો છે. છેલ્લાં ૩૦ વર્ષથી એમની સાથેનો મારો સંબંધ નેહથી સદાય મઘમઘતો રહ્યો છે. 218 Page #252 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વર્ષો સુધી ટાઉનહોલમાં વિતાવેલી એમની સાથેની ક્ષણો યાદ આવે છે. એ સુંદર દિવસોમાં એક વખત ચા પીવાની ઇચ્છા પ્રગટ કરતાં કુમારપાળભાઈએ કહ્યું, “આપણે સાથે ચા પીને થોડાક હળવા થઈ જઈએ.” ચાના શોખીન કુમારપાળભાઈના પ્રસ્તાવથી મેં તેમને કહ્યું, “અરે ભાઈ, જો લોગ ચા પીતે હૈ વો હી ચાહ કર સકતે હૈ” આવી અનેક મજાક અને ટીખળ અમે કરતા. અમે લોસએન્જલસના પ્રવાસમાં પણ સાથે હતા અને એ સમયે ડિઝનીલેન્ડમાં એમનાં પત્ની સાથે હરવાફરવાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. આચાર્ય મહાપ્રજ્ઞજીના દર્શનાર્થે જયપુર, જોધપુર, સરદાર શહેર જેવાં અનેક સ્થળોએ અમે સતત સ્વાધ્યાય કર્યો હતો. એ જ રીતે કોબા, વડોદરા, મુંબઈ, રાજકોટ વગેરે શહેરોમાં પ્રવચનોનો જે પમરાટ અનુભવ્યો તે આજ દિવસ સુધી ભૂલ્યો ભુલાય તેમ નથી. પર્યુષણ વ્યાખ્યાનમાળા, ભારત જૈન મહામંડળ, અણુવ્રતસમિતિ વગેરેમાં એમણે વ્યાખ્યાનો આપ્યાં અને લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા, કેવળ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં વિહાર કરીને તેમણે પોતાના વિચારો અને વાણીની અણમોલ ભેટ આપી. તેમના પરિવાર સાથેનો સંબંધ દૂધમાં સાકર જેવો રહ્યો. એમનાં માતુશ્રી જ્યારે જ્યારે તેમના નિવાસસ્થાને જઈએ ત્યારે ભાવભર્યા મીઠાં ભોજન વગર આવવા દેતા નહીં. એ જ રીતે એમનાં ધર્મપત્નીએ હસતે મુખે મીઠું મોં કર્યા વગર આવવા દેતા નહીં. એમની મહેમાનગતિ સૌરાષ્ટ્રની રસધાર જેવી મિષ્ટ છે. એમના વ્યક્તિત્વના અંશોમાં અદબ ભરેલી રીતભાત, વિવેકપૂર્ણ વાણી, વચનની અમીરાત અને વ્યવહારની ઉષ્મા સદાય જોવા મળી છે. અંતમાં પ્રભુ તેમને દીર્ધાયુષ બક્ષે, તેઓની સિદ્ધિ અને શક્તિ દિનપ્રતિદિન ફૂલેફાલે, જેને સમાજ અને અન્ય સમાજ માટે માર્ગદર્શક બને અને મા સરસ્વતીની મહેરની વર્ષા થતી રહે એ જ મારી અભ્યર્થના. અભિનંદન આપવા જેવું અને માગવા જેવું અમારી વચ્ચે કશું નથી. હવે કેવળ આનંદ માટે નહીં પણ પરમ આનંદના પંથે તેમનો અભ્યદય થાય એ જ પ્રાર્થના. 219 ડૉ. મનહરભાઈ શાહ Page #253 -------------------------------------------------------------------------- ________________ आकृतिर्गुणान् कथयति। માનવીની ઓળખ એ એનો ચહેરો છે, તેની આકૃતિ છે. જેમનો ચહેરો નમ્ર અને સૌમ્ય છે એવા ડૉ. કુમારપાળ દેસાઈની કલમમાંથી અકલ્પનીય એવી કાલ્પનિક ક્રાંતિવીરની શૌર્ય-કથાનું સર્જન થાય. તે પણ માત્ર ૧૧ વર્ષની ઉંમરે. આશ્વર્ય જ કહેવાય ને ! હા! તેમનો જન્મ ૧૯૪રની ૩૦મી ઑગસ્ટે સૌરાષ્ટ્રની શૌર્ય-ભૂમિ ઉપર રાણપુરમાં. અકજૈન-રબળો જ્યાં એવી વીરોની ભૂમિમાં જન્મેલા, જેમને સાંભળતાં લોહીના બુંદ બુંદમાંથી શૌર્ય વીજળીવેગે પ્રકાશપુંજ વહેવા માંડે એવા સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ', કવિ દુલા કાગનું સાન્નિધ્ય સાંપડ્યું હોય તે કારણ પણ હોઈ શકે. ડો. કુમારપાળ દેસાઈનું આ પ્રથમ સર્જન બાલસાપ્તાહિક ‘ઝગમગ માં પ્રગટ થયું અને તેમની આ પ્રથમ પગલી તેમના સમગ્ર જીવનની કેડીને કંડારતી ગઈ, સાહિત્યનું અમૂલ્ય નજરાણું તેમને જન્મદત્ત પ્રાપ્ત થયું કહેવાય ને! સાથે સાથે તેમના પૂ. પિતાશ્રી પ્રવીણ રસિકભાઈ ગાંઘી બાલાભાઈ દેસાઈ ‘જયભિખ્ખના સાહિત્યના ભવ્ય વારસાના તેઓ વારસદાર બન્યા. તેમના જીવનઘડતરમાં તેમનાં માતાપિતાનો ફાળો મહત્ત્વનો હતો. તેમના જીવનમાં સ્વમાની અને ચુસ્ત સિદ્ધાંતવાદી વિદ્વાન લેખક એવા તેમના પૂ. પિતાશ્રીના અવસાન સમયે મૂડી રૂપે માત્ર સાડાત્રણસો રૂપિયાની નોટો પુસ્તકોનાં પાનાંઓ વચ્ચેથી નીકળી હતી. શ્રી કુમારભાઈએ તેમના પૂ. પિતાશ્રીના 220 Page #254 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં આર્થિક સંકડામણ જોઈ. મધ્યમ વર્ગનો એક સંઘર્ષ અનુભવ્યો. ત્યારે એવું જ લાગે છે કે માનવીનું જીવન ખરેખર એક વહેતા ઝરણા જેવું છે. ક્યારેક ઊંચે, ક્યારેક નીચે, ક્યારેક સમથળ ભૂમિમાં તો ક્યારેક પાષાણ-ખડકો વચ્ચે થઈને તેને વહેવું પડે છે. પણ ગમે તેમ છે તેમાંથી પોતાનો માર્ગ શોધી લે છે. શ્રી કુમારભાઈએ નક્કી કર્યું કે આવી આર્થિક સંકડામણ હવે અનુભવવી નથી. અને ૧૯૬૪-૬૫માં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓએ નવગુજરાત કોલેજમાં જોડાઈ પોતાની કારકિર્દીની શરૂઆત કરી. વાંચવા-લખવાની પ્રવૃત્તિઓનો વેગ વધાર્યો. સમાજ અને સગાંવહાલાં કહેતાં કે શું કામ આટલી બધી મહેનત કરો છો ? શું વળતર પ્રાપ્ત થશે ? પણ હવે તેમણે આર્થિક પાસું બરાબર સંભાળવાનું હતું. જીવનમાં આદર્શને સાથે રાખીને મહેનત શરૂ કરી અને તેમણે અર્થ અને આદર્શ એ બે બિંદુવચ્ચે સમતોલ જીવન જીવવાની શરૂઆત કરી. તેનો તેમને અદ્ભુત આનંદ હતો. એક સુગંધી ફૂલની માફક તેમનું વ્યક્તિત્વ વિકસતું ગયું. તેમના વ્યક્તિત્વના વિકાસનો બધો યશ તેમની માતાનો છે તેમ તેઓ માને છે. તેમનાં પૂ. માતુશ્રી જયાબહેન એક આદર્શ સન્નારી હતાં. ૧૯૩૦ના અસહકારના આંદોલનમાં તેમણે ભાગ લીધેલો. પૂ. ગાંધીજી વિશેનાં કાવ્યો તેમના પુત્રને સંભળાવતાં. માતા પાસેથી તેમણે બે-ત્રણ વિશેષતાઓ ખાસ અનુભવી. એક તો તેમની માતાનો માનવીય વ્યવહાર અદ્ભુત હતો, જે કુમારભાઈને તેમની પાસેથી શીખવા મળ્યો. કોઈના પણ આઘાતજનક મૃત્યુ વખતે લોકો તેમની હાજરીને ઇચ્છતા, કારણ તેઓ સામી વ્યક્તિને સાંત્વના, પ્રેમ અને હૂંફ આપી શકતાં. પોતે પણ પૈર્ય રાખી શકતાં. તેમની બીજી વિશેષતા એ હતી કે તેમણે કદી પણ પોતાના મનનો સંગૃહીત લાગણીઓનો ઊભરો – પછી તે સુખનો હોય કે દુઃખનો – ક્યારેય પુત્ર-પરિવાર પાસે ઠાલવ્યો નથી કે ત્યાં સુધી લાગણીઓને પહોંચવા દીધી નથી. મનમાં જ સંગ્રહીને રાખતા. ત્રીજી વિશેષતા એ હતી કે તેમના મુખેથી ક્યારેય કોઈની પણ નિંદા કે બૂરું બોલતા સાંભળવા ન મળે. વળી ઘરે આવતી કોઈ પણ વ્યક્તિ, પછી તે નાની હોય કે મોટી હોય, તેમના તરફથી બધાને એક સરખો આવકાર મળતો. બધાની સરખી સંભાળ રાખવાની. ત્યાં તેમની પોતાની મોટાઈ ક્યારેય વચમાં ન આવતી. કૌટુંબિક વ્યવહાર પણ એટલી જ કુશળતાપૂર્વક અને પ્રેમપૂર્વક સાંભળતા, ત્યારે મહાન વિચારક એમર્સનનું વાક્ય યાદ આવે છે: “Men are what their mothers made them.' માણસો તે જ હોય છે જે તેમની માતાઓએ તેમને બનાવ્યા હોય. માતાનું આ વ્યક્તિત્વ કુમારભાઈમાં બરાબર નીતર્યું છે. સાથે સાથે સંસ્કારના આ વારસાને વધુ સમૃદ્ધ કરનાર શ્રી કુમારભાઈનાં પત્ની શ્રીમતી પ્રતિમાબહેનને કેમ ભૂલી શકાય ! જીવનના રથનાં બન્ને પૈડાં એકબીજાની સમાંતર ચાલે તો જ સંસાર સર્વ રીતે સુખી અને સફળ બને. સાસુ અને વહુને માતા અને પુત્રી જેવા સંબંધો હતા. તેઓ પણ કૌટુંબિક વ્યવહાર કુશળતાથી નિભાવે છે. નાટક, પિક્સર કે હૉટેલનો પણ તેમને શોખ નથી. 221 પ્રવીણા રસિકભાઈ ગાંધી Page #255 -------------------------------------------------------------------------- ________________ પુત્ર આવે અને લઈ જાય ત્યારે જવાનું. તે પણ ક્યારેક જ બને. કુમારભાઈને તો સારાં સારાં પુસ્તકોના વાચન અને લેખનની પ્રવૃત્તિમાંથી આનંદ મળી રહે છે, જ્યારે પત્ની તેમને સમજીને તેમનો પડછાયો બનીને જીવવામાં આનંદ માણે છે. પડછાયાનો છાંયો સાથે રહી હંમેશાં શીતળતા દેનારો જ હોય. તેમના શર્ટ-પેન્ટની પસંદગી અને ખરીદી પણ પત્ની અને પુત્રો દ્વારા થતી હોય છે. જ્યારે જ્યારે તેમને આંગણે પગ મૂક્યો છે ત્યારે ત્યારે સુઘડતા, સાદાઈ અને સૌજન્યના ત્રિવેણીસંગમને મેં જાણ્યો છે અને માણ્યો છે. ક્યાંય મોટાઈની છાપ નજરે ન પડે. કુમારભાઈ પણ કહે છે કે સમૃદ્ધ માણસોમાં પણ મેં સાદાઈ, સાહજિકતા અને નિરાડંબરતા જોઈ છે. એ તો સાચું જ છે ને કે સ૨ળતા અને સાહજિકતામાં જે સામર્થ્ય છે તે કૃત્રિમતામાં નથી. તેમણે ક્યારેય મનમાં ગ્રંથિ કે ડંખ રાખ્યા નથી, તેથી તેમના જીવનમાં એક પારદર્શિતા ઊભી થઈ છે, તેથી તેમના ચહેરા ઉપરનું રમતું નિર્દોષ સ્મિત સૌને ગમતું હોય છે. તેમને બે પુત્રો છે : કૌશલ અને નિરવ. નિકીતા અને કુંતલ તેમનાં પુત્રવધૂ છે. આજના સમય પ્રમાણે તેઓ સારી રીતે ગોઠવાઈ ગયાં છે. પિતા પ્રત્યેથી તેઓ કોઈ અપેક્ષા રાખતાં નથી. પ્રેમાળ છે. મુશ્કેલીના સમયમાં દોડી આવવાની તત્પરતા રાખે છે. પિતા-માતાના સ્વાસ્થ્યનું સતત ધ્યાન રાખે છે. કૌશલની બે પુત્રીઓ દેશના અને મોક્ષા. તેમાં દેશના કુમારભાઈના સાહિત્યનો વારસો જાળવશે એવી એક મીટ તેમની દેશના પ્રત્યે ખરી. કુમારભાઈને પ્રવૃત્તિ અને પ્રગતિમાંથી જે આનંદ આવે છે, સુખ મળે છે તે મિત્રો સાથે ગપ્પાં-સપ્પામાંથી કે ફરવામાંથી નથી મળતું. ‘જયભિખ્ખુ’ના અવસાન પછી ‘ગુજરાત સમાચાર' તરફથી તેમને “ઈંટ અને ઇમારત' કૉલમ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું ત્યારે થોડાક ખચકાટ પછી તેમણે તે કૉલમ ચાલુ રાખી, પણ પોતાના નામ વગર આ લખવાનું શરૂ કર્યું. થોડા હપ્તા પ્રસિદ્ધ થયા બાદ તેને આવકાર મળતાં તેમણે પોતાનું નામ લખવાનું શરૂ કર્યું. લોહી આપો તો મૂલ્ય અંકાય અને આનંદ થાય. ‘ગુજરાત સમાચાર’નું appreciation of work ઘણું છે. પિતાપુત્રના લખાણને સાથે ગણીએ તો લગભગ અડધી સદી થઈ ગઈ. એવું જવલ્લે જ બને છે. નડિયાદથી પ્રગટ થતા ‘ગુજરાત ટાઇમ્સ'માં પણ પિતા-પુત્રનું પ્રદાન વર્ષો સુધી રહ્યું છે. ૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સૂરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા તેમને “બેસ્ટ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ'નો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો તે સમયને ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડે જીવનની એક યાદગાર ક્ષણ તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે છેક બાર વર્ષની વયથી અમે કુમારભાઈના, રમતગમતવિષયક લેખો વાંચતા રહ્યા છીએ અને તે વાંચીને અમે તૈયાર થયા છીએ.’ લેખનની આવી સાર્થકતા અને સફળતાનો આનંદ અદ્ભુત હોય છે. આવો આનંદ મેળવવા કુમારભાઈ કહે છે કે તેમને બીજે જવું પડતું નથી. 222 એક જૈન-રત્નનો પ્રકાશપુંજ Page #256 -------------------------------------------------------------------------- ________________ હું તેમને પૂછી લઉં છું કે કુમારભાઈ! તમારું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત અને વ્યાપક છે. જેમ જેમ કારકિર્દીની ટોચે પહોંચતા જાવ છો તેમ તેમ ફળ આપનાર વૃક્ષોની માફક આપ વધુ ને વધુ નમ્ર બનતા જાવ છો. માન અને અભિમાનને નીચે છોડતા જાવ છો. નાની હોય કે મોટી કોઈ પણ સંસ્થાઓમાં વ્યાખ્યાન આપવા માટેના આમંત્રણનો અસ્વીકાર કે કચવાટ નથી હોતો. જ્યાં સદ્ગણોએ રહેવાનો આશ્રય શોધી લીધો હોય ત્યાં અવગુણોને અવકાશ ક્યાંથી મળે ! નીવાર પ્રથમ ધf I તેમનાં વિચાર, વાણી અને વ્યવહારમાં એકરૂપતા દેખાઈ આવે છે. જેવા બહારથી તેવા અંદરથી તેમનામાં એવી પારદર્શિતા છે કે તેમના અંતસ્તલની ચેતનાને છેક ઊંડે સુધી ઢંઢોળી નાખો તો પણ ક્યાંય કાદવ નજરે નહિ ચડે. રાજકારણનો રંગ તેમને ચડ્યો નથી. (ઇચ્છીએ કે ક્યારેય ન ચડે.) પૂર્વગ્રહોનો ગ્રહ તેમને નડ્યો નથી. આધ્યાત્મિક જીવનમાં ઊંડો રસ તેઓ ધરાવે છે. તેઓ કહે છે કે અત્યારે આધ્યાત્મિક ચિંતન અને શાસ્ત્રીય સાહિત્યનું વાચન વધારે કરું છું. લખું છું છું. તેમનામાં બે જીવન સમાંતર ચાલે છે. એક વ્યવહાર-જીવન અને બીજું આંતર-અધ્યાત્મજીવન. કામ કરવામાં આસક્તિ અને અનાસક્તિનો ભાવ. પોતાની જાત સાથે, આત્માની સાથે વાતો કરવાનો આનંદ સતત પામે છે, અને એમાંથી એમના વ્યક્તિત્વમાં પ્રસન્નતા પ્રગટે છે. કુમારભાઈના પિતાશ્રીના એક મિત્ર હતા શ્રી નાનુભાઈ શાસ્ત્રી. તેઓ રમણ મહર્ષિ પાસે રહ્યા હતા. પોતે આજીવન બ્રહ્મચારી હતા. કુમારભાઈ પ્રત્યે અખૂટ વાત્સલ્યભાવ ધરાવે. તેમનો સત્સંગ તેમને ખૂબ થતો. પૂર્વે કહ્યું તેમ બે જીવન સમાંતર ચાલે છે. વ્યવહારના જીવનથી પણ બીજું કોઈક જીવન છે જે આનાથી વધારે ઊંચું છે. જે બાહ્ય જગતથી નિરાળું એવું આંતરજગત છે તેના આનંદની સતત અનુભૂતિ થતી રહી છે. બાહ્ય જાગૃતિ આંતરજાગૃતિને જગાવવાનું એક પ્રબળ સાધન છે. અનેક આધ્યાત્મિક પુરુષોના પ્રત્યક્ષ સત્સંગને પરિણામે તે ભાવોમાં સતત વૃદ્ધિ થતી રહી છે. તેઓ વાચન-લેખનપ્રવૃત્તિથી સભર થતા રહ્યા છે. તેઓ કહે છે કે જૈન સાધુ-સંતો પાસે બેસું છું ત્યારે પણ એટલી જ આનંદની અનુભૂતિ થાય છે. આ અંતરયાત્રામાં તો અવિરામ જ ચાલવાનું હોય છે ને આંતરજગતનું બહિર્જગત ઉપર પ્રભુત્વ વધારે હોય છે. એટલા માટે કે બહારના જગતની સુખદુઃખની ઘટનાને સ્વીકારીને તેને સાક્ષીભાવથી સ્વીકારી શકાય છે. સામાન્ય માનવી હોવાથી જીવનમાં ગ્રંથિ, દ્વેષભાવ વગેરે હોઈ શકે, પણ આંતરજગત તેનો અસ્વીકાર કરી તેને નકારી કાઢે છે, જેથી દ્વેષભાવ, ગ્રંથિ માન વગેરેને જીવનમાં કોઈ સ્થાન મળતું નથી. આંતરજગત બાહ્ય જગત ઉપર સતત ચોકી કરે છે. ઇલકાબ મળે છે ત્યારે પણ “ઓહો ! મને ઇલકાબ મળ્યો એવી કોઈ લાગણીઓનાં પૂર ઊમટતાં નથી. હા ! કાર્યોનું મૂલ્યાંકન થાય તેનો આનંદ હોય તેમને ક્યારેય ગુસ્સો નથી આવતો. એમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ ઉપર 1. 223 પ્રવીણા રસિકભાઈ ગાંધી Page #257 -------------------------------------------------------------------------- ________________ પણ નહિ, વિશ્વકોશ સરળતાથી ચાલે છે. મૅનેજમેન્ટમાં ક્યારેય ગુસ્સો નહિ. એમના વિદ્યાર્થીઓએ પણ તેમને ક્યારેય ગુસ્સે થતા જોયા નથી. સાહિત્યના ક્ષેત્રમાં જેમ જેમ સમયે સમયે સૂઝ અને અનુભવ બદલાય તેમ તેમ રુચિનું જુદું જુદું ઘડતર તેમણે થવા દીધું છે. માત્ર એક બીબામાં કે ઢાંચામાં ઢળવા દીધી નથી. તે જે ઢાંચામાં ઢળે તેમાં ઢળવા દીધી છે. તેને મર્યાદિત સીમામાં બાંધી લીધી નથી, તેથી તેમનો સાહિત્યના ક્ષેત્રનો વ્યાપ વિસ્તર્યો છે. તેઓ ધર્મની ત્રણ વિભાવનાઓ દર્શાવે છે. તેમની દૃષ્ટિએ (૧) ધર્મ એ વ્યક્તિગત વિકાસનું માધ્યમ છે. (૨) ધર્મનું મુખ માનવ-વેદના તરફ હોવું જોઈએ. (૩) ધર્મ માત્ર વ્યક્તિગત નથી, પણ માનવકલ્યાણ સાથે જોડાયેલો છે. કુમારભાઈ દેશમાં હોય કે વિદેશમાં – તેમના અનુભવથી બધાને એક સારી લાયબ્રેરી ઊભી કરવાનું કહે છે. તેમાં ઉત્તમ પ્રકારનાં પુસ્તકો વસાવી લોકોને વાચનાભિમુખ કરવા, જેથી માનવીય દૃષ્ટિકોણમાં ફેરફાર થાય, નવીનતા આવે, દષ્ટિ વિશાળ થાય. વિદ્વાનોને બોલાવવા, તે માટે સ્કૉલર્સ ફંડ ઊભું કરવું તેવાં પણ સૂચનો કરતા રહે છે. ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં જૈન પ્રતિનિધિઓના ભારતના સંયોજક તરીકે અને વક્તા તરીકે કુમારભાઈને જવાનું થયું ત્યારે તેમણે જોયું કે અહીં પોતાના ધર્મના ગુણગાન ગાવાને બદલે પ્રત્યેક ધર્મમાં પર્યાવરણ, પ્રાર્થનાનું મહત્ત્વ, સ્ત્રીઓનું સ્થાન, માનવ-અધિકારોનું શું મહત્ત્વ છે, તેની ચર્ચા થાય છે. ક્યારેય એ ગુણગાન ગાવાના નથી કે મારો ધર્મ મહાન છે, પણ મારા ધર્મની મહાનતાને હું વાસ્તવિકતાની ધરા ઉપર કેટલી ઉતારી શક્યો છું તે દર્શાવવાનું હોય છે ! તેમણે અહિંસા વિષય-અંતર્ગત ગુજરાતની અહિંસા' વિશે સંશોધનપત્ર, દેશ-પરદેશમાં વક્તવ્યો, પુસ્તક-લેખન અને સંપાદનકાર્યો કરી અહિંસાની ભાવનાનો પ્રચાર કર્યો છે. તેમાં 20024i wycishul Yusses 721-2441 luani 'A Journey of Ahimsa : From Bhagwan Mahavira to Mahatma Gandhi' વિષય ઉપર મહાવીરની અહિંસાની વાતોને વણી લેતાં તેમણે પ્રવચન આપ્યું ત્યારે ત્યાંના શ્રોતાઓ ઉપર એટલી બધી અસર થઈ હતી કે એક ખ્રિસ્તી ધર્મના પાદરીએ કહ્યું: “આજના જગતમાં અમને એક મહાવીર આપો ને. જેન-દર્શન એ વિશ્વદર્શન છે તેની પૂરી ઓળખ કુમારભાઈએ પરદેશમાં કરાવી. જ્ઞાની ધુરંધર જૈન સાધુસંતો આચારસંહિતાને કારણે વિદેશમાં જતા અટકે છે ત્યારે આવા વિદ્વાન પુરુષો દ્વારા જૈન ધર્મની સુવાસ વિદેશમાં પણ પ્રગટે છે એટલું જ નહિ, તેમણે દેશ-વિદેશમાં શાકાહારનો પ્રવચનો દ્વારા પ્રચાર કર્યો. લેખ લખ્યા સેમિનાર ર. “અનેકાંત' નામના મેગેઝીનના શાકાહાર અંગેના અંકનું સંપાદન કર્યું, વેજિટેરિયનિઝમ' નામનું પુસ્તક પણ લખ્યું. 24 એક જૈન-રત્નનો પ્રકાશપુંજ Page #258 -------------------------------------------------------------------------- ________________ તેમણે અંગ્રેજીમાં જેને ધર્મ અને તીર્થંકર મહાવીર સ્વામીને લગતાં બારેક પુસ્તકો લખ્યાં. તેમાંનું એક પુસ્તક “Role of Women in Jain Religionમાં સ્ત્રીઓના દરજ્જાની ચર્ચા કરી છે. ભગવાન ઋષભદેવના સમયથી સમાજમાં સ્ત્રીઓને એક આગવું સ્થાન પ્રાપ્ત થયું. બ્રાહ્મી અને સુંદરી તેમની બે પુત્રીઓ હતી. તે સમયમાં બ્રાહ્મી ૧૮ ભાષાની જાણકાર હતી અને સુંદરીએ જગતને જુદી જુદી ૬૪ કલાઓ શિખવાડી. જૈન ધર્મ પહેલો ધર્મ છે જેણે સ્ત્રીને પૂર્ણ આધ્યાત્મિક સ્વતંત્રતા આપી, સ્ત્રીને દાસીપણામાંથી મુક્ત કરી. સ્ત્રી ઉપર શંકા કરનારને જાહેરમાં ઠપકો અપાતો. ચંદનબાળાના ચારિત્ર્ય ઉપર જ્યારે શંકા કરવામાં આવી ત્યારે તે શંકાના નિવારણમાં ચંદનબાળાને વધુ તેજસ્વિતાથી પ્રગટ કરવામાં આવ્યા. માતા મરુદેવા, માતા ત્રિશલા માત્ર જન્મ આપનારી માતા નથી. તે બાળક પોતે પોતાની માતાના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે. માતાના જીવનની પવિત્રતા અને માતાના સંસ્કારોનાં પ્રતિબિંબ ઝીલીને તે બાળક જિંદગી જીવે છે. અનુપમાદેવી, મહાસતી ઉજ્વળ કુમારી, હરકુંવર શેઠાણી વગેરે સ્ત્રીઓ જૈન સમાજમાં ઘણી પ્રભાવક રહી. પુરુષો કરતાં સ્ત્રીઓએ જૈન ધર્મની શૈલી વધુ અપનાવી, તેથી ઉત્તમ પુરુષો સમાજને સાંપડ્યા. ભગવાન મહાવીરના અનુયાયીઓમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓ વિશેષ હતી. જૈન સમાજમાં સાધ્વીજી, માતા, પત્ની, બહેન વગેરેનું જે સ્થાન છે તેટલું સ્થાન દુનિયામાં બીજે ક્યાંય નથી. તેનું એક બીજું પણ કારણ છે. જન સમાજ સામાન્ય રીતે અમુક બદીઓ જેવી કે દારૂ, માંસ, જુગાર વગેરે જેવાં સાત વ્યસનોથી દૂર રહે છે. જેથી પુરુષ સદાચારી હોય છે અને તેને કારણે સ્ત્રીઓ ઉપરનો ત્રાસ, જુલ્મ કે મારઝૂડ થતાં નથી. પરિણામે સ્ત્રીઓની સ્થિતિ સારી રહે છે. સ્વાભાવિક છે કે પુસ્તકમાં લેખકના પોતાના વિચારો પ્રગટ થાય. તે મને જાણવા ગમ્યા અને આપની સમક્ષ સંક્ષિપ્તમાં રજૂ કર્યા. આ બધી પ્રવૃત્તિઓ સાથે તેઓ સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે. જુદાં જુદાં ટ્રસ્ટો અને કેન્દ્રોના ઉપક્રમે ધરતીકંપના સમયમાં હળવદ, સુરેન્દ્રનગર વિસ્તારમાં ટીમ દ્વારા તેઓ ઘણી મદદ કરી શક્યા. ભુજમાં મકાનો બંધાવ્યાં. આપત્તિગ્રસ્ત વિસ્તારને તાત્કાલિક સહાય કરી. જરૂરિયાતવાળા લોકોને સીવવાના સંચા, સાઇકલ વગેરે આપવાની કામગીરી બજાવી. શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શિષ્યવૃત્તિઓ તથા નિબંધ સ્પર્ધાઓ વગેરેનું આયોજન પણ કરે છે. તેઓ સમયનું પણ યોગ્ય આયોજન કરી શકે છે, તેથી તમામ કાર્યો સમયસર પાર પાડી શકે છે. ઉજાગરો કરવાની તેમની આદત નથી. થોડા સમય પહેલાં મારા જીવનમાં એક બનાવ બન્યો. એકાએક જીવનસંગાથીથી વેગળી પડતાં મનોમંથન શરૂ થયું. તેમાંથી આત્મસ્કુરણા થતાં નવનીત લાધ્યું. વિચાર આવ્યો કે હરતાંફરતાં જ્ઞાની સંતોનું નિકટતાથી દર્શન કરવું. તેમાંથી સર્જન થયું “ગુરુ સમીપે પુસ્તકનું માર્ગદર્શન 225 પ્રવીણા રસિકભાઈ ગાંધી Page #259 -------------------------------------------------------------------------- ________________ માટે કુમારભાઈની મુલાકાતો લેતી. તેમના ચુસ્ત સમયપત્રકમાંથી સમયનો એક ટુકડો હું લઈ લેતી. તેમણે ક્યારેય મારી અવજ્ઞા નથી કરી. પતિ-પત્ની બંનેનો આદર અને આવકાર જ હોય. પાછાં ફરતી વખતે સૌજન્ય દાખવતાં બંને ઓટલા ઉપર ઊભાં હોય. જરૂર એવું લાગે કે બુદ્ધિના અખૂટ વૈભવ સાથે તેઓ સૌજન્ય અને સહૃદયતાના સંસ્કારથી વધુ સમૃદ્ધ છે. મારું પુસ્તક ગુરુ-સમીપે પૂરું થયું. તેના અવલોકન માટે મને તકલીફ ન પડે તે માટેની પણ તેઓ કાળજી રાખે. ફોન પર પણ સાંભળવો ગમે એવો પ્રેમાળ તેમનો અવાજ. તેમના દરેક દૃષ્ટિકોણથી દરેક મુદ્દાની છણાવટમાં એક વિદ્વાનની છાપ તો ઊપસે છે. સાથે તેમણે મારી છબીને પણ ઉપસાવી. એમની ગરિમાએ મારા ગૌરવને ઊંચું ઉઠાવ્યું. ગુર-સમીપે'ના વિવેચન-વિધિ વખતે સંજોગોવશાત્ બે વખત તારીખમાં ફેરફાર થયો. તે બાબત મને જરા પણ સંકોચ તેમણે થવા દીધો નહિ અને વિમોચનને દિવસે કુમારભાઈ શમિયાણામાં સમયસર ઉપસ્થિત થઈ ગયા. સામાન્ય રીતે વી.આઈ.પી. લોકો કામમાં વ્યસ્ત હોવાને કારણે મોડા જ પડતા હોય છે, તેથી જ મોડા પડે તે વી.આઈ.પી. કહેવાતા હોય છે. સભા તેમને સાંભળવા આતુર હતી. તેમના ઘેરા પડઘાતા અવાજનો પડઘો સભામાં પડ્યો અને સભામાં નીરવ શાંતિ છવાઈ ગઈ. વાણીનું સૌંદર્ય ખરેખર તેના માધુર્યમાં જ છે. વળી તેમના સાહિત્યિક કે કોઈ પણ પ્રસંગમાં તેમના આમંત્રણકાર્ડમાં તેમના આંતરિક ભાવ વ્યક્ત થયા જ હોય. કુમારભાઈનું સાહિત્યક્ષેત્રનું ખેડાણ અને પ્રદાન એટલું બધું વ્યાપક અને વિસ્તરેલું છે કે જેને આલેખવું મારે માટે મુશ્કેલ છે. લેખનની સાથે કુમારભાઈને વિદ્વત્તાભર્યા પ્રભાવશાળી વક્તવ્યની ભેટ પણ મળી છે. તેમની ભાષામાં મીઠાશ અને મધુરપ છે. તેમણે સ્વદેશ ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, મલેશિયા જેવા અન્ય દેશોમાં પણ પ્રશંસાપાત્ર વ્યાખ્યાનો આપ્યાં છે. સદ્વર્તન એ માનવીના સદ્ગુણોનું એક ઉત્તમ પાસું છે. આથી સદ્વર્તનની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરે છે. આપણે તેમને માટે સુસ્વાસ્થ અને દીર્ધાયુની પ્રાર્થના કરીએ કે જેથી એક વિશાળ માનવસમાજને તેમનો લાભ દીર્ઘકાળ સુધી મળતો રહે. 2% એક જૈન-રત્નનો પ્રકાશપુંજ Page #260 -------------------------------------------------------------------------- ________________ . રક અass, :: 4: -1 કપ માનવઘર્મના મહાન ચિંતક સાચના સિપાઈઃ એ વખતે ત્યાં કામ કરનાર માણસોએ આવીને રવિશંકર મહારાજને કહ્યું, “આજ દાળ ખૂટી ગઈ છે. એટલે મહારાજ પોતાના ભાગનો રોટલો કોરો ખાય છે અને આવું ઘણી વાર બને છે. દાળ-શાક નથી રહેતાં તો દાદા એકલો રોટલો જમે છે !” પેલા ભાઈનું પાલી જેવડું મોં પાવલા જેવડું થઈ ગયું. એણે દાદાને સાચા ઓળખ્યા. દાદાની જમાદારીને એણે વંદન કર્યું. (ગુજરાતમાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઉદ્ભૂત) લેખકઃ જયભિખ્ખું મારું મનોમંથન... કલમમાં રહેલી કેટલી અનુપમ તાકાત ! વિદ્યાર્થીને “સાચના સિપાઈ' બનવાનું શીખવે. “દાદા એકલો રોટલો જમે છે.” વાંચતાં-વાંચતાં જમવા શબ્દની મઝા પડે. વાંચતાં વાંચતાં દાદા (રવિશંકર મહારાજના મુખનાં દર્શન થઈ જાય ! ભગવાનનાં દર્શન થઈ જાય. આમ કુશળ કસબીના હાથે બાળકોમાં રહેલ દિવ્યતાને ઉત્તમ પોષણ મળે. હવે, જયભિખ્ખના સવાયા પુત્ર કુમારપાળના લખાણની એક ઝલક આપવાનું મન થયું છે... એક આંખની અજાયબી: બૅટ બાજુએ મૂકી કપાળે હાથ દઈને પાટડી બેસી ન ગયા. એમણે તો રમવાનું ચાલુ જ રાખ્યું. કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.” મીઠાલાલ કોઠારી 227 Page #261 -------------------------------------------------------------------------- ________________ એમ માનીને એ વધુ ને વધુ વખત રમતા જ ગયા. અનુભવને આધારે એમણે એક આંખે દડાની ગતિ પારખવી હોય તો કેવી રીતે ઊભા રહેવું જોઈએ એ તપાસી જોયું. એમણે બેટ પકડીને ઊભા રહેવાની પોતાની રીત પણ ફેરવી નાખી. દડાને પારખવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો. પોતાની મર્યાદાઓ શોધવા લાગ્યો અને એ મર્યાદાઓને કેવી રીતે ઓળંગી જવી એની સતત મથામણ કરવા લાગ્યા. (ગુજરાતમાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઉદ્ધત) લેખક: કુમારપાળ દેસાઈ કુમારપાળની તો રીત જ નિરાળી ! દર્શન-જ્ઞાન-ચારિત્ર્યની ત્રિવેણીમાં પોતે નાહતા જાય અને એ ત્રિવેણીમાં વાચકને નવડાવતા જાય. મનની મૂંઝવણોનું સુંદર નિરૂપણ અને મનની મથામણોને અંતે રસ્તો શોધવાની અનુપમ તાકાત અને તે તાકાતનું અમલીકરણ – એકીસાથે કેટકેટલું પ્રાગટ્ય ! કુમારપાળના ‘અપંગનાં ઓજસ' પુસ્તકના વાચને તો કેટલાયનાં જીવનમાં ઓજસ પાથર્યા છે. કેટલાયને જીવતા કરી દીધા છે. “મડદાં બેઠાં થયાં છે.” – એમ કહું તો જ યોગ્ય ગણાય. માનવમાં – જાગ્રત માનવમાં દિવ્યતાનાં દર્શન કરવા અને અન્યને તેનાં દર્શન કરાવવા અને તે દ્વારા માનવતાની જ્યોત વધારે ને વધારે દેદીપ્યમાન બને તે માટેનો આવો ભગીરથ પુરુષાર્થ કુમારપાળની કલમથી છતો થયો છે. આવનારી પેઢીઓ સુધી આ નજરાણું અકબંધ રહેશે અને એનો આસ્વાદ લેનારા અપંગ માંથી અમાપ સૌંદર્યના સ્વામી બનશે, તેનું મારું હૃદય સાક્ષી પૂરે છે. સત્યનાં દર્શન કરવાં – એ બહુ મોટી સૂઝ માગી લે છે. સત્યનાં દર્શન કરાવવા અને તે પણ લખાણ દ્વારા તે લેખિનીનો ભવ્ય વિજય છે. ભગીરથ પુરુષાર્થ થકી ઊભી થતી ગંગોત્રી છે. ભગીરથ પુરુષાર્થ ધરાવતા, ધરાવતા એટલું જ નહિ પણ પલાંઠી વાળીને બેસી જતા અને લખતા એવા કુમારપાળમાં ભગીરથ રાજાનાં દર્શન મારા જેવા અસંખ્યોએ કર્યા છે. ધન્ય છે એ બાપ કરતાં સવાયા બેટાને...! વંદન !! શું શું સંભારું ને શું શું પૂછું? પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે. અમદાવાદમાં શાહપુરમાં આવેલા દિગંબર જૈન મંદિરમાં એક દિગંબર મુનિરાજ આવેલા. તે સમયે કુમારપાળભાઈ અને તેમની સાથે પરદેશની ટીમ દર્શનાર્થે આવેલી. હું તે વખતે હાજર હતો અને કુમારપાળભાઈ અને તેમની સાથે આવેલ પરદેશી ભાઈઓ-બહેનોની બ્રિટનથી આવેલી બી.બી.સી.ની ટીમને દિગંબર મુનિરાજનાં દર્શન કરવા આવેલા જોઈને મારો તો હરખ માતો નહોતો. 228 માનવધર્મના મહાન ચિંતક Page #262 -------------------------------------------------------------------------- ________________ આ ટીમને મુનિરાજની ચર્યાનાં દર્શન કરવાં હતાં. ચાલતાં ચાલતાં એક નાનકડી કીડીને પણ સંતાપ ના થાય તેવી મુનિરાજની સાવધાનીને તેમણે કેમેરામાં કંડારી. પાછળથી જાણવા મળ્યું કે - Natural History Unitના ડાયરેક્ટર જોન ગાયનર બી.બી.સી.ની સહાયથી ચાર હપ્તાની એક ફિલ્મ “Man and Animal” બનાવી રહ્યા હતા. ૪૦ દેશોમાં ફરીને Man and Animalના પારસ્પરિક સંબંધને શોધવા આ ટીમ કેમેરામાં દશ્યો કંડારતી હતી. નોંધ લેતાં સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં આ ટીમ કુમારપાળભાઈની આગેવાની હેઠળ ફરી અને અંતે તો માનવ અને પ્રાણી- સંબંધનું ઉત્કૃષ્ટ સમાધાન જૈન ધર્મમાં જ છે એવું પ્રતિપાદન થયું. કુમારપાળભાઈની ચકોર દૃષ્ટિ દાદ માગી લે તેવી છે ! કુમારપાળભાઈનું માનવું છે, “પોતાના ભીતરમાં રહેલી અનેક શક્યતાઓને પ્રગટ કરવી તે જ માનવીનું જીવન ધ્યેય. માનવી પાસે મન, બુદ્ધિ અને ભાવનાના વિકાસની અનંત શક્યતાઓ છે. એ શક્યતાઓ તરફ ગતિ કરવી એ જ પરમાત્માની ઇચ્છાને અનુસરીને કરેલું કાર્ય ગણાય.” ઉપરની વાતને સમર્થન આપતાં કેટલાંયે જીવંત પાત્રો વોલ્ટર, સાત અંધ જુવાનો, પટૌડીના નવાબ, ટેરી ફોક્સ, ડોરિસ હાર્ટ, સ્ટર, યોગેશ ગાંધી, ગ્લેન કનિંઘમ વગેરેનું તેમણે આલેખન કર્યું છે. પરિણામે નિરાશામાં ધકેલાતાં કેટલાંય જીવંત માનવીઓને એમની સત્ય ઘટનાઓએ “લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે"નો અહેસાસ કરાવ્યો છે. આમ તેમની કલમનો જાદુ માનવીને માનવ બનાવવામાં આગવો ફાળો આપી રહ્યો છે. ઢાંકે પ્રકાશ રવિનો શશિ તુલ્ય રમ્ય મોતી સમૂહ રચનાથી દિપાયમાન એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે ત્રિલોકનું અધિપતિપણું તે જણાવે પ્રભુને સંપૂર્ણ દર્શન... પરિણામે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ ચારિત્ર્ય હોય છે. કુમારપાળભાઈનું દર્શન સદાય વિકસતું રહ્યું છે, પરિણામે જ્ઞાન અને ચારિત્ર્યનો વિકાસ તેમની કલમ ઝીલતી જાય છે અને સાહિત્યનો ભંડાર સર્જાતો જાય છે. એવૉર્ડ વગેરે મળતા જાય છે પણ તેની તેમને ખેવના નથી. એમને તો એક જ ખેવના છે. વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની.' ભારતના વડાપ્રધાન વાજપેયીજીના હસ્તે સમગ્ર વિશ્વના ૨૬ જૈન અગ્રણીઓને અપાયેલા એવૉર્ડ પૈકી એક જેનરત્ન'નો એવૉર્ડ કુમારપાળભાઈને અપાયો ત્યારે એ દબદબાભર્યા 229 મીઠાલાલ કોઠારી Page #263 -------------------------------------------------------------------------- ________________ સમારંભમાં પ્રસન્નચિત્ત, સૌમ્ય મૂર્તિ બનીને એ એવૉર્ડ સ્વીકારતા કુમારપાળભાઈનાં દર્શન કરવાં એ પણ મારા માટે મારા જીવનનો અવર્ણનીય પ્રસંગ હતો. દિગંબર હોય કે શ્વેતાંબર, સ્થાનકવાસી હોય કે દેરાવાસી, બધા જ જૈનો તેમનામાં એક સમભાવી અને સમતાભર્યા સાચા મિત્રનાં દર્શન કરે છે. કુમારપાળભાઈ હર પળે વીરતા બતાવતા જાય છે, મહાવીરમાંથી મહાવીર બનવાનો સંદેશો મેળવતા જાય છે અને મહાવીર બનતા જાય છે, તે એક અનુપમ આનંદનો વિષય છે. Soul has worked miracles in human body – 41494414 442041140 BALL yais તાકાતનાં દર્શન વિશ્વને વારંવાર થયાં છે. ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર, રામ, કૃષ્ણ, મહાવીર જેવાં અનુપમ ઉદાહરણો છતાં થયાં છે. અંતમાં, જૈન ધર્મના એટલે કે માનવધર્મના મહાન ચિંતક અને હરહંમેશ ચિંતનને સથવારે વિશ્વમાનવ બનવાના મહાન પથ પર અડગ ડગ માંડી રહેલા મહાન લેખક ડૉ. કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈને કોઈક ભવે મહાવીરની મુદ્રામાં રાચતા પરમ આત્માના સ્વરૂપમાં નિહાળતો નિહાળતો લેખને વિરામ આપું છું. 230 માનવધર્મના મહાન ચિંતક Page #264 -------------------------------------------------------------------------- ________________ कुमारा: जयख्खूणां मान्या: साहित्यसर्जकाः। रता: धर्मे निजप्रोक्ते पालका: जैनसंस्कृतेः ।। लब्धपद्मश्रीसंमानाः देशे देशिकवर्यकाः। सारस्वतजनश्रेष्ठाः इष्टां प्रगतिमाप्नुयात्॥ प्र.उ. शास्त्री 231 Page #265 -------------------------------------------------------------------------- ________________ A Great Scholar of Jain Religion and Philosophy To talk of Dr. Kumarpal Desai is to talk of a personality that is a source of inspiration to the society in many respects. Whether it is Gujarati Literature, Jain religion and philosophy, cricket commentary or journalism, the worthy son of the worthy parents is well-versed in all these fields. The largest circulated Gujarati daily the "Gujarat Samachar' is known for his column 'Int ane Imarata', The former Vice-president of "Gujarati Sahitya Academy', Prof. Desai happens to be the trustee of the prestigious literary project named "Gujarati Vishva Kosha' also. His love for students is evident from an incident that happened with me when I was a P.G. student of Prakrit. There was a debate on the topic 'T.V. and Video are Ruining Our Creativity' organised by the 'Times of India' in the Gujarat University Senate Hall in the year 1987. I wanted to participate in the contest, but I had no points to prepare the speech. When I approached Prof. Desai, he unhesitatingly gave me a number of points related to T.V. and Video causing damage to our creative power. These are the qualities perhaps, for which the Government of India justifiably decided to adorn him with the 'Padma Shree', a prestigious civilian award. He has authored a number of books on different subjects in Gujarati, Hindi and English. Here is a brief 232 Dinanath Sharma Page #266 -------------------------------------------------------------------------- ________________ outline of some of his books on Jainism written in English, some of which are his speeches delivered on different occasions in different foreign countries. "The Glory of Jainism' published by Shree Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad 1998, consists of the life and works of the dignified personalities who not only led their life with strict observance of the tenets of Jainism, but also inspired the society in their respective ages. There are 114 such legendry monks, nuns and householders mentioned in this book, whose contribution to Jainism in particular is noteworthy and to Indian culture in general. Kalakacharya, Siddhasena Diwakar, Haribhadrasuri and many others mentioned in the book are history makers. The two introductory articles - 'The Value and Heritage of Jain Religion' and 'The Essence of Jainism' are the salient features of this book, which deal with the history and philosophy of Jainism respectively. It was Lord Mahavira who broke the caste based system of the society and dreamt and advocated society based on equality and equanimity. He had passion for all kinds of living beings. He let people know that a small negligence in action can lead to the killings of I lives whose existence can not be realised by our sense organs. The first and foremost contribution of Jain Philosophy is the Anekāntvāda, which defines the true nature of matters most precisely. The multifarious nature of substances was noticed by Vedic people only (एकं सत् विप्रा बहुधा वदन्ति - ऋग्वेद), but jainism gave a systematic form to this theory which was later on known as the Anekāntavāda. The author deals with all these things very explicitly. 'Tirthankara Mahavira’ published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad, 2003, describes the birth, life and deeds of Lord Mahavira, the 24th Tirthankara of this avasarpini era. The books starts with the timeless message of Mahavira. His former births, dreams of his mother, birth, childhood, married life, renunciation, observation of tough austerity, attainement of omniscience, teachings are the aspects of his life, that are focused in this book. More attractive are the tables showing the comparative details of Mahavira's disciples, life span, devotees, viharas (wanderings), chaturmasas (stays in rainy seasons) etc. Every page is beautified with a miniature displaying different events of Lord Mahavira. The subject matter is lucidly expressed in sophisticated English. We know that before Mahavira, there was Chaturyama Dharma, having four vows only, e.g. non-violence, truthfullness, non-stealing and non-possession. It was Lord Mahavira to introduce the fifth vow celebacy i.e. abstinence from sexual pleasure. 233 Dinanath Sharma Page #267 -------------------------------------------------------------------------- ________________ He was obliged to do so, as the fourth vow non-possession was misinterpreted by the then monks and nuns. This book will help the students and layman in understanding the life and teachings of Mahavira more clearly. The Pinnacle of Spirituality published by Shri Raj-Sobhag Satsang Mandala, Sayla, 2000, is a discovery of the spiritual life of Shrimad Rajchandra. There are 80 topics on 80 pages each about Rajchandra's life having two pictures on the forepages related to the topic. Starting with the 'Shower of Nectar' and ending with the 'Infinite Gratitute' the chapters cover almost all aspects of his life. The most important event in the life of Shrimad Raichandra was that he could stop Mahatma Gandhi from converting to christianity. Mahatma Gandhi was influenced by Tolstoy and other western thinkers losing his faith in Hindu religion. He wrote to Rajchandra about his disbelief in Hinduism. Shrimad Rajchandra assured him to solve all problems and he did it. Consequently, Gandhiji regained his belief in Hinduism. Apart from these, many other incidents are narrated in such a lucid way that inspire us. Foreseeing the future, An Extraordinary Poet, In Quest of Soul Absolute, Self Realisation, An Epitome of Human Kindness, Forgiveness is Friendship are some of the salient topics that draw our attention. The book carries high value in relation to its subject matter. Some of them are historically important. A Journey of Ahimsã is a lecture delivered before the religious and philosophical scholars of the West on 25th April 2002 at the United Nations Chapel. It shows the path starting from Lord Mahavira to Mahatma Gandhi along which Ahimshã (non-violence) walked to maintain peace in the society. As we know, nonviolence is the supreme Dharma which is based on fearlessness and friendship. Many teachers of Jain tenets, have laid down a number of treatises to popularise the importance of Non-violence. They are all placed in the book. Stories from Jainism is specially prepared for school going children. In sinple English the stories are told so that the tenets of Jainism can penetrate the minds of kids. There all as many as eleven stories depicting different doctrines of Jainism. The Essence of Jainism consists of the gist of Jainism. The nature of reality, five vows, code of conduct, austerity, process of destroying the Karmas fully and conception of imancipation etc. are the subject matter of this book. It is good for beginners. The Role of Women in Jain Religion is a lecture delivered at the World 234 A Great Scholar of Jain Religion and Philosophy Page #268 -------------------------------------------------------------------------- ________________ Parliament of the Religions held at Captown in 1999. It highlights the importance of women who have played vital role in spreading Jainism among common people. They not only observed the vows strictly but also made their family members like, husband, mother-in-law, and others adopt the religion. This book is a good source of ispiration for women. The Value and Heritage of Jain Religion shows how the Jain religion influenced the Indian society. It was Jain religion that emphasized the importance of non-violence, equality and equanimity, the doctrine of live and let live. These things were digested directly or indirectly by other sects or religions in India. The theory of Anekantvada is also an important contribution to Indology. The Timeless Message of Bhagwan Mahavir is nothing but essence of sermons of Lord Mahavir delivered at different occasions to his disciples. Of course, it has not great message but what it gives is useful for daily life in modern age. That is the reason it is called Timeless Message. Kshamapana, as the word expresses, treats a particular conduct of a Jain follower, in which one aks for forgiveness for one's misdeeds, if done in any circumstance, deliberately or otherwise. This is done at the end of Samvatsari festival or Paryushan. Godliness in humanity, Formal Forgiveness Categories of men, A mine of all virtues are important topics dealt with. Though it is a small book, it contains serious subjects. Vegetarianism is a dialogue of Prof. Desai with Stella Maria and other people of Belgium. Prof. Desai refutes the conception of non-veg. foods and make them adopt vegetarian food. He tells them about the harmful and fatal consequences of non-veg. foods and enumerates astonishing benefits of vegetarian food. This is not the limit. Prof. Desai has written many other books on Jain related subjects, but it is not possible to reviewe them here. The sublimity of the personality of Prof. Desai is beyond doubt. I wish, he should progress still more. May God bless him with strengeth and long life so that he can serve the society with his pen more and more. 235 Dinanath Sharma Page #269 -------------------------------------------------------------------------- ________________ ઉતમ, સન્નિષ્ઠ અને માર્ગદર્શક નાગરિક * શ્રી કુમારપાળ દેસાઈને છેલ્લાં વીસ કરતાં પણ વધારે વર્ષોથી ઓળખું છું. ગુજરાત સમાચારમાં તેમના લેખો ઇંટ અને ઇમારત', ‘રમતનું મેદાન’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘આકાશની ઓળખ', પારિજાતનો પરિસંવાદ – નિયમિત રીતે વાંચું છું. તેમનાં બધાં લેખોમાં, પુસ્તકોમાં, પ્રવચન તથા ભાષણોમાં માહિતી, સ્પષ્ટતા, ચોકસાઈ અને જાગૃતિ મને હંમેશાં આકર્ષતાં રહ્યાં છે. જુદા જુદા પ્રસંગોએ તેમને સાંભળવાની તક મળી છે અને તેમને સાંભળવા તે પણ સ્મરણીય પ્રસંગ હોય છે. ગુજરાતી ભાષા પર તેમનો કાબૂ અજોડ છે. વળી છેલ્લા ચાર દાયકાથી જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં પ્રાધ્યાપક તરીકેના તેમના અનુભવને લીધે તે દરેક વાત સરળતાથી સચોટ રીતે પોતાનાં વક્તવ્યોમાં સામાન્ય પ્રજાજન અને બાળક પણ સમજી શકે તે રીતે રજૂ કરે છે. શ્રોતાઓની સમજદારીના સ્તર પ્રમાણે તે પોતાનાં વક્તવ્યો રજૂ કરે છે. તેઓ હમેશાં હકારાત્મક વલણ રાખે છે. રાષ્ટ્રમાં તથા સમાજમાં નીતિનાં ધોરણો તથા મૂલ્યો સચવાઈ રહે તે માટે આગ્રહી રહ્યા છે. તેમનાં પુસ્તકોમાં તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રોની તેમની પ્રવૃત્તિઓમાં સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની તેમની ધગશ દેખાઈ આવે છે. જે વ્યક્તિઓને શારીરિક કે બીજી ખોડ હોય બી. જે. દીવાના 236 Page #270 -------------------------------------------------------------------------- ________________ તેવી વ્યક્તિઓના મનોબળને તથા પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાના પુરુષાર્થને શ્રી કુમારપાળભાઈ પોતાનાં લેખોમાં, પુસ્તકોમાં તથા વક્તવ્યોમાં સુંદર રીતે બિરદાવે છે. આ રીતે અશક્ત તથા સશક્ત બધાને પોતપોતાની સુષુપ્ત શક્તિઓને વિકસાવવા તથા બહાર લાવવા પ્રેરણા આપે છે. શ્રી કુમારપાળભાઈ દીવાન બલ્લુભાઈ શાળામાં પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થી તરીકે ભણ્યા હતા. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી સુંદર હતી. જે જે શિક્ષકોના હાથ નીચે તે આ શાળામાં ભણ્યા હતા તે શિક્ષકો પ્રત્યે તેમના આદર તથા ગુરુભક્તિ જેવાં ને તેવાં જ છે. આ શાળાજીવનનાં તેમનાં સંસ્મરણો તે વાગોળે છે તે પણ સાંભળવા જેવાં છે. શ્રી કુમારપાળભાઈ જેવા ઉત્તમ, સંનિષ્ઠ અને માર્ગદર્શક નાગરિકો વધારે ને વધારે સંખ્યામાં ગુજરાત તથા ભારતને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના. 237 બી. જે. દીવાન Page #271 -------------------------------------------------------------------------- ________________ મારી સંવેદના મફતલાલ એમ. મહેતા (મતકાકા) Life is nothing but the death begun. (Ÿ¿'ll એ કંઈ જ નથી પરંતુ મૃત્યુની શરૂઆત છે અને જે કોઈ પણ આ વિશ્વમાં જન્મે છે તેઓ તમામ પોતાના લલાટ ઉપર મૃત્યુ અવશ્ય અંકિત કરીને આવે છે. પરંતુ તેઓ તમામનાં જીવન ધન્ય બની જાય છે જેઓ ભાઈશ્રી કુમારપાળની જેમ પોતાનું સમસ્ત જીવન સંસ્કારસિંચક સાહિત્યસર્જન કરવામાં વ્યતીત કરે છે. ભાઈ શ્રી કુમારપાળે બાળપણથી જે લેખનકળા સિદ્ધ કરી હતી અને તેથી જ તો તેઓ લગભગ ૪૦ વર્ષથી લગાતાર ગ્રંથોનું સર્જન કરી શક્યા છે જેની સંખ્યા એકસોથી વધુ છે. તેમણે જીવનચરિત્રક્ષેત્રે ભગવાન ઋષભદેવ, ભગવાન મલ્લિનાથ, ભગવાન મહાવી૨, મહારાજા કુમારપાળ વગેરે અનેક મહાપુરુષોનાં જીવનચરિત્રો સુંદર, રોચક અને ભાવવાહી શૈલીમાં આલેખ્યાં છે. તેમના તત્ત્વજ્ઞાન ઉ૫૨ના ચિંતનલેખો અદ્ભુત હોય છે. જેનો ‘ગુજરાત સમાચાર’ વગેરેના હજારો-લાખો વાચકોને અનેક દાયકાઓથી પ્રત્યક્ષ પરિચય છે. તેઓ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. અમેરિકા, હોંગકોંગ, ઍન્ટવર્પ, ઇંગ્લૅન્ડ વગેરે દેશ-વિદેશમાં દરેક વર્ષે પર્યુષણની વ્યાખ્યાનમાળામાં જાતે જઈ અને જૈન ધર્મનું, તપશ્ચર્યાનું તથા પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ સચોટ રીતે સમજાવે છે. તેના પરિણામે પરદેશમાં વસતાં જૈન બહેનો તથા બાળકો સારી એવી તપશ્ચર્યા કરતાં થઈ ગયાં છે. દરેક સ્થળે જૈન દેરાસરો તથા 238 Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયો બનાવવામાં આવેલ છે. તેમની આ રીતની અદ્ભુત પદ્ધતિથી હજારો, લાખો આત્માઓને જૈનદર્શનનું અણમોલ જ્ઞાન અને વિજ્ઞાન પોતાની રસાળ શૈલીમાં પીરસી તેઓ જન શાસનની મહત્તા પ્રગટ કરી રહ્યા છે. હિંદુસ્તાનનાં લગભગ તમામ શહેરોમાં તથા નાનાં નાનાં ગામડાંઓમાં પણ તેમણે પોતાના અદ્ભુત વક્તવ્યના માધ્યમથી જૈન સંસ્કૃતિનો ફેલાવો કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિશ્વભરમાં અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ અને ભગવાન મહાવીરના વૈજ્ઞાનિક કર્મવાદના સિદ્ધાંતનો યોગ્ય પ્રચાર કરવામાં તેઓએ પોતાની તમામ શક્તિઓ લગાડી છે તેમ કહું તો અતિશયોક્તિ નથી. અને તેથી જ તેમની યોગ્ય કદર રૂપે હિંદુસ્તાન તથા વિશ્વભરના ઇંગ્લેન્ડ વગેરે અનેક દેશોએ તેમને અનેક એવોર્ડોથી વિભૂષિત કર્યા છે. અમારા દિવાળીબહેન મોહનલાલ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટે પણ તેમને મૂલ્યલક્ષી સાહિત્યસર્જન અને આધ્યાત્મિક ભાવનાઓના પ્રસાર માટે કરેલા અણમોલ પ્રદાન બદલ એવૉર્ડ પ્રદાન કર્યો હતો. ૨૦૦૩ની તા. ૨૩ માર્ચના રોજ આઝાદ મેદાનમાં શ્રી કુમારપાળ દેસાઈને જૈન સમાજની ૧૦૨ વર્ષની ગૌરવશાળી પરંપરા ધરાવતી અખિલ ભારતીય સંસ્થા “ભારત જન મહામંડળે જૈનદર્શન માટે વૈશ્વિક કાર્યો માટે એનો સર્વપ્રથમ સર્વોત્કૃષ્ટ જેન ગૌરવ એવૉર્ડ પરમ પૂજ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં આપેલ હતો. તેઓએ પ્રોઢ સાહિત્યસર્જન સાથે બાલસાહિત્યસર્જન પણ સુંદર શૈલીમાં કરેલ છે. તેઓ અભુત સંપાદક છે અને અખબારોમાં અનેક વર્ષોથી જુદા જુદા વિષયો ઉપર અનેક ધાર્મિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને ક્રિકેટને લગતી કૉલમો લખી રહ્યા છે જેનો હજારો વાચકો દેશવિદેશમાં લાભ લઈ રહ્યા છે. ક્રિકેટના વિષય પર પણ તેમની સારી ફાવટ છે. તેઓ એક ઉત્તમ કક્ષાના ક્રિકેટ કોમેન્ટેટર પણ છે તેનો કદાચ ઘણા ઓછાને ખ્યાલ હશે. ટૂંકમાં તેઓ એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા All Rounder લેખક અને વક્તા છે. કુમારપાળના સમગ્ર પરિવાર સાથે મારે ગાઢ સંબંધ છે. એ મુંબઈ આવે ત્યારે અને હું અમદાવાદ જાઉં ત્યારે સાથે નિરાંતે ભોજન પણ લઈએ છીએ. એન્ટવર્ષમાં પર્યુષણ પર્વ દરમિયાન રોજ સવારે અને સાંજે એમનાં પ્રવચનો નિયમિતપણે સાંભળ્યાં હતાં. ધર્મની સાથે માનવકરુણાનો સંબંધ જોડવાની એમની ભાવના મને હંમેશાં સ્પર્શી ગઈ છે. બીજી બાજુ ધાર્મિક દૃષ્ટિએ અમુક મૂલ્ય અને જીવનશૈલી જાળવવી જરૂરી હોય, ત્યાં તેઓએ તે માટે હિંમતપૂર્વક આગ્રહ સેવ્યો છે. ભાઈશ્રી કુમારપાળમાં વિદ્વત્તા અને સરળતા, બુદ્ધિમત્તા અને નિષ્કપટતાના અજોડ સગુણો છે. તેમનું જીવદળ ઉચ્ચકક્ષાનું છે. તેમનામાં માનવતા, સરળતા, નિખાલસતા, સાહજિકતા, ભદ્રિકતા, કોમળતા અને વિનમ્રતાના જે ગુણો છે તે ખરેખર પ્રશંસનીય છે. તેઓએ 239 મતલાલ મ. મહેતા (મફતકાકા) Page #273 -------------------------------------------------------------------------- ________________ જાહેર જીવનમાં પણ અનેક સુંદર અને અનુમોદનીય કાર્યો કર્યા છે તેનાથી જાહેર જનતા ભાગ્યે જ અજાણ હશે. ભારત સરકારે યોગ્ય રીતે જ યોગ્ય વ્યક્તિ એવા ભાઈ કુમારપાળને “પદ્મશ્રી' એવૉર્ડ અર્પિત કરી પદ્મશ્રી એવૉર્ડનું ગૌરવ વધારેલ છે અને ભાઈ કુમારપાળ, હજુ પણ વિશ્વનાં સર્વોચ્ચ આધ્યાત્મિક સોપાનો સર કરી ભગવાન મહાવીરની આજ્ઞા મુજબ આત્મપરિણતિની નિર્મળતા પ્રાપ્ત કરી, ભાવપૂર્વકની અમૃત-ક્રિયાઓનું આરાધન કરી, સંયમયોગને પ્રાપ્ત કરી, અશુભ કર્મોનો ક્ષય કરી, પરંપરાએ અનંતસુખના ધામ એવા મોક્ષના મંગલદ્વારમાં પ્રવેશ કરવામાં કામયાબ બનો એ જ હાર્દિક ભાવના, શુભેચ્છા અને આશીર્વાદ સાથે મારી સંવેદના પૂર્ણ કરું છું. 240 મારી સંવેદના Page #274 -------------------------------------------------------------------------- ________________ સંશથી she * - એક માનવી: અનેક શંક્તિ ૧૯૬૦-૬૧માં અમદાવાદમાં મારા જાદુપ્રયોગો ચાલતા હતા. આ સમયે મારા બાલ્યકાળમાં હું જેમની કથાવાર્તાઓથી ખૂબ પ્રભાવિત થયો હતો એવા સર્જક “જયભિખ્ખને અમદાવાદના ટાઉનહોલમાં મારા શોના પ્રારંભ પ્રસંગની નિમંત્રણ પત્રિકા મોકલી હતી. જાદુના પ્રયોગમાં તે શું જોવું એમ માનીને તેઓ આવ્યા નહીં. અમદાવાદમાં એ પ્રયોગો અત્યંત લોકપ્રિય બન્યા અને શ્રી જયભિખ્ખને પણ એમના મિત્રોએ કહ્યું કે કે. લાલનો શો જોવા જેવો છે. આથી દસેક દિવસ બાદ તેઓ ટિકિટ ખરીદીને એમના પરમ મિત્ર શ્રી નાનુભાઈ શાસ્ત્રી સાથે શો જોવા આવ્યા. મેં જયભિખુભાઈને પ્રત્યક્ષ જોયા નહોતા પરંતુ એમનાં પુસ્તકોમાં એમની તસવીર જોઈ હતી. ગમતા લેખકની તસવીર મારા મનમાં સંગ્રહાયેલી હતી. મારો શો શરૂ થયો. અને પ્રેક્ષકો પર નજર નાખી તો મને ખ્યાલ આવ્યો કે ટાઉનહોલની બારમી હરોળમાં જયભિખ્ખ બેઠા લાગે છે. મેં INTના આયોજક શ્રી મનસુખભાઈ જોશીને મારા શો દરમ્યાન કહ્યું કે આ બારમી હરોળમાં બેઠેલી વ્યક્તિ સર્જક જયભિખ્ખ' જેવી લાગે છે. જો તેઓ હોય તો તેમને આગળ પહેલી હરોળમાં નિમંત્રિત મહેમાનોની બેઠકોમાં બેસાડો. શ્રી મનસુખભાઈ જોશીએ એમને આગળ બેસાડ્યા. મારો શો પૂરો થયો એટલે એમણે મને ઘેર આવવા નિમંત્રણ આપ્યું. મારા મનમાં અપાર રોમાંચ થયો. જેમની વાર્તાઓ છેક બાળપણથી વાંચતો આવ્યો હતો એમને પ્રત્યક્ષ મળવાનું અને એ તો કેવી આનંદની ઘટના! 241 છે. લાલ Page #275 -------------------------------------------------------------------------- ________________ પછીના દિવસે સવારે હું એમને ત્યાં ગયો. એમણે ખૂબ આદરસત્કાર કર્યો. અમારી આ પ્રથમ મુલાકાતમાં પ્રેમ સંબંધનો એવો તે દોર બંધાઈ ગયો કે ન પૂછો વાત. જાણે એકબીજા સાથે જન્મોજન્મનો સંબંધ હોય એવી બંનેને અનુભૂતિ થઈ. પછી તો રોજ શોના પ્રારંભ સમયે શ્રી નાનુભાઈ શાસ્ત્રીના સ્કૂટરની પાછલી બેઠક પર બેસીને તેઓ આવતા. વાતો થતી અને તેઓ વિદાય લેતા. કોલકતા ગયો ત્યારે એમની વિદાય લેતી વખતે ગાઢ સ્નેહી મોટાભાઈની વિદાય લેતો હોઉં એવો અનુભવ થયો. તેમણે કવિ દુલા કાગ, મેરુભા ગઢવી, કવિ ઉમાશંકર જોશી, કનુ દેસાઈ, ધૂમકેતુ, પીતાંબર પટેલ અને ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહ સાથે મારો મેળાપ કરાવ્યો અને સાહિત્ય, કલા અને લોકસાહિત્યના સર્જકો સાથે મારો સંબંધનો સેતુ રચાયો. મારા જીવનમાં એક એવી અણધારી આપત્તિ આવી કે જે કદાચ મારા સમગ્ર જીવનમાં ઉલ્કાપાત સર્જી ગઈ હોત! બંગાળના એક પ્રસિદ્ધ જાદુગરે મને મારી નાખવાનું કાવત્રું કર્યું, ત્યારે પ્રભુકૃપાને કારણે હું એમાંથી ઊગરી ગયો પરંતુ મારા મદદનીશ અને તેના સાથીઓએ ધનના લોભને ખાતર આવું જીવલેણ અને ભયાનક કાવત્રુ કર્યું તેનાથી મને ઊંડો આઘાત લાગ્યો. કલકત્તામાં કાપડની પેઢી પર કામ કરીને જીવન શરૂ કરેલું. પિતાજીએ આગ્રહ કર્યો કે અહીં પાછો આવ અને શાંતિથી કાપડની પેઢી સંભાળી લે અને સુખચેનની જિંદગી બસર કર. આવે સમયે જયભિખુભાઈએ મને અમદાવાદમાં રહ્યું રહ્યું એવાં તો પ્રેરણા અને પીઠબળ પૂરાં પાડ્યાં કે જેનાથી તખ્તાને ફરી જાદુગર કે. લાલ જોવા મળ્યા. એ સમયે રોજ જયભિખુભાઈનો કોલકાતા પત્ર આવે અને એમાં લખ્યું હોય કે તું કલાકાર છે, ઈશ્વરે કલાની અનુપમ ભેટ તને આપી છે. તારો જન્મ આ જાદુકળાના વિકાસ માટે થયો છે. આથી તું આઘાતમાંથી નીકળીને ફરી બેઠો થા. નવા માણસો લઈને ફરી જાદુનો શો કર. પ્રભુએ તને મોતના મુખમાંથી બચાવ્યો તેની પાછળ સારો સંકેત ગણાય. માટે પ્રભુ પર વિશ્વાસ રાખીને તું ફરી શો શરૂ કર. એની શરૂઆત અમદાવાદથી કરજે અને અમદાવાદમાં હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. જયભિખુભાઈએ મને અને મારા પિતાશ્રીને બંનેને રોજ રોજ પત્રો લખ્યા. આખરે ભયંકર પ્રપંચ, સાથીદારોની ખૂટલવૃત્તિ, હૃદયનો આઘાત આ બધું ભૂલીને હું ફરી સ્ટેજ પર આવ્યો. ૧૯૬૩માં અમદાવાદમાં શો કર્યા ત્યારે જયભિખુભાઈ શો પહેલાં એક કલાક અગાઉ આવી જાય અને ઇન્ટરવલ સમયે પાછા જાય. એમણે આપેલી હિંમત એમના કાર્યથી પણ સાકાર થઈ. મારા જીવનમાં કોઈએ આવી હિફાજત કરી નથી. અમે મિત્રોએ મળીને જયભિખ્ખભાઈ માટે એક ફંડ ઊભું કર્યું. એમની આંખો નબળી, પગે સોજા, કિડનીની તકલીફ, પ્રેશર પણ ખરું અને ડાયાબિટિસનો તો એમના શરીર સાથે વર્ષોથી 242 એક માનવી : અનેક શક્તિ Page #276 -------------------------------------------------------------------------- ________________ નાતો. આવે સમયે અમે વિચાર્યું કે પાછલી ઉંમરમાં ઉપયોગમાં આવે તેવી થોડી રકમ એકઠી કરવી. એ રકમ લઈને અમે આપવા ગયા ત્યારે એનો અસ્વીકાર કરતાં જયભિખૂએ કહ્યું કે સિંહ કદી ખડ ખાય ખરો ? એમણે એ રકમનો અસ્વીકાર કર્યો. અમે સહુ વિચારમાં પડ્યા. એમાંથી એવો વિચાર કર્યો કે એક ટ્રસ્ટ શરૂ કરીએ જેના દ્વારા જયભિખુભાઈનું સાહિત્ય પ્રગટ થાય. ૧૯૬૮માં કોલકાતામાં એમનાં ત્રણસો પુસ્તકોને અનુલક્ષીને પ્રદર્શન યોજ્યું હતું જે પાંત્રીસ હજાર લોકોએ જોયું હતું અમે જયભિખુભાઈનું સાહિત્ય પ્રગટ થાય અને એમની પસંદગીની સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ થાય એને માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવાનો વિચાર કર્યો અને એમાંથી શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટનો ઉદ્ભવ થયો. છેક ૧૯૬૮થી ચાલતા આ ટ્રસ્ટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. જેમાં પુસ્તક-પ્રકાશન, સ્કૂલો અને કૉલેજોના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, અશક્ત, ગરીબ અને અપંગ લેખકોને સહાય; કૉલેજો અને યુનિવર્સિટીઓમાં જયભિખ્ખું સ્મૃતિચંદ્રક; અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં પ્રતિ વર્ષ જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાન અને જયભિખ્ખું એવૉર્ડનું આયોજન કરવામાં આવે છે. આ રીતે એક નાનું બીજ કુમારપાળના હાથે વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે. હવે વાત કરું પદ્મશ્રી વિભૂષિત કુમારપાળની. તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા તે સમયે અત્યંત દેખાવડા કુમારપાળ અમારા ડાયરામાં થોડી વાર બેસતા, પણ વળી પાછા ભણવામાં મશગૂલ બની જતા. આતિથ્યપ્રેમી જયાબહેન અને સાહિત્યકાર જયભિખ્ખનો વારસો કુમારપાળે એમના જીવનમાં ઉતાર્યો. બાળપણથી જ એમની યાદશક્તિ ઘણી. એક વખત એક વાત જાણે કે વાંચે એટલે એ બરાબર યથાવત્ મનમાં યાદ રહી જતી. એમના પ્રથમ પુસ્તક “લાલ ગુલાબ'નું સાઇઠ હજાર ચોપડીઓનું વેચાણ થયું. એ પછીથી અત્યાર સુધીની એમની કારકિર્દી જોઉં છું ત્યારે એક બાબત સ્પષ્ટ લાગે છે કે તેઓ એમની એક મિનિટ પણ વ્યર્થ જવા દેતા નથી. આને પરિણામે એમણે જે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં આગવી માસ્ટરી મેળવી છે અને “બાપથી બેટા સવાયા એ ઉક્તિ સાર્થક કરી છે. આમ, નાનપણથી જ કુમારપાળમાં કુટુંબના સંસ્કાર, પ્રગતિનો પુરુષાર્થ અને જગતની રફતાર સાથે તાલ મિલાવવાની આવડત પ્રગટ થયાં. એમનો હસતો ચહેરો અને પ્રતિભા જબ્બર. લેખક, પત્રકાર અને પ્રવચનકાર તરીકે પણ એટલા જ કુશળ. એ પ્રવચન કરવા ઊભા થાય પછી શ્રોતાજનો સહેજે ય ખસે નહીં, બસ, એમને સાંભળ્યા જ કરે. એ જ રીતે એમની કલમમાં પણ એવી તાકાત કે એક વાર એમનું લખાણ વાંચવાનું શરૂ કરો પછી એ પૂરું થાય ત્યારે જ વાચકને નિરાંત થાય. ટૂંકાં વાક્યો, સરળ ભાષા અને આકર્ષક રજૂઆત એ એમના લેખનની વિશેષતા છે અને 243 કે. લાલ Page #277 -------------------------------------------------------------------------- ________________ તેથી જ કોઈ અખબારની નાનકડી વાર્તા હોય કે પછી ત્રણસો-ચારસો પાનાંની કૃતિ હોય પણ તે એટલી જ સર્જનાત્મક અને સંવેદનશીલ રીતે લખાતી હોય છે. કલમના જાદુગરને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે. શ્રી જયભિખુભાઈએ ઈંટ અને ઇમારતનું જે ચણતર કર્યું એ જ પદ્ધતિએ એ જ આદર્શોને લક્ષમાં રાખીને એમણે એનું લેખન કર્યું. આવાં કાર્યોને માટે લેખકે માત્ર પસીનો વહેવડાવવાનો હોતો નથી પરંતુ લોહી વહેવડાવવું પડે છે. છેલ્લી અર્ધ સદીથી જીવનની વિવિધ પરિસ્થિતિઓ અને કેટલાય વિદેશ પ્રવાસોની વચ્ચે ‘ઈટ અને ઇમારત કૉલમ નિયમિતપણે પ્રગટ કરવાનું કામ કુમારપાળ જ કરી શકે. મોટા મોટા આચાર્યો દ્વારા જેવું ધર્મનું યોગદાન થાય તેવું યોગદાન એમણે જૈન સમાજની આલમ માટે કર્યું છે. જેને સમાજના જુદા જુદા ફિરકાઓને એક તાંતણે બાંધીને કામ કરવાની એમની ક્ષમતા અનોખી છે. ભારતથી વિદેશમાં ગયેલા જેનોના જૈન સંસ્કારો વિસરી રહ્યા હતા તેવા સમયમાં તેમણે અમેરિકા, લંડન, બેલ્જિયમ કે કેનિયા જેવા દેશોમાં જઈને જૈન ધર્મની જીવનશૈલી સમજાવી છે. એવી પ્રભાવક રીતે પોતાની વાત રજૂ કરે છે કે જેનાથી સામી વ્યક્તિ એમને માનવા તૈયાર થાય. અમારી જાદુ કલામાં એને હિપ્નોટિઝમ કહેવામાં આવે છે. કેટલીય સભાઓમાં કે જુદા જુદા વિદ્વાનોનાં પ્રવચનો પછી છેલ્લે કુમારપાળનું પ્રવચન શરૂ થાય ત્યારે મને એ હિપ્નોટિઝમ યાદ આવી જતું. શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને એકચિત્તે એમનાં પ્રવચનો સાંભળતા. સામાન્ય રીતે વેટિકનમાં પોપ જોન પૉલનાં દર્શન કરવા માટે લોકો માઈલોના માઈલો દૂરથી આવતા હોય છે અને દૂરથી દર્શન કરી ધન્ય થતા હોય છે જ્યારે કુમારપાળને તેઓ પ્રત્યક્ષ મળ્યા હતા તે મારે મન ઘણા મોટા ગૌરવની વાત હતી. સામાન્ય રીતે લોકો કહે છે કે જાદુગર કે. લાલને બે રૂ૫ છે. એક ક્ષણમાં એ સ્ટેજ પર ઘૂમતા હોય અને બીજી જ ક્ષણે પ્રેક્ષકોની ગેલેરીમાં જોવા મળે. પરંતુ જ્યારે કુમારપાળને મળું છું ત્યારે મનમાં વિચારું છું કે આ કુમારપાળનાં કેટલાં રૂપ છે ! કુશળ લેખક, મૂલ્યનિષ્ઠ પત્રકાર, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનારા વ્યાખ્યાનકાર, પ્રોફેસર, રમતગમતના એન્સાઇક્લોપીડિયા અને સાહિત્યના ઊંડા સંશોધક – આ બધી જ વસ્તુઓ મેં એમનામાં જોઈ છે. વળી, કુટુંબ પ્રત્યે એટલા જ પ્રેમાળ અને સમાજ પ્રત્યે એટલા જ પરમાર્થી વ્યક્તિઓ વિરલ હોય છે. એમના હૃદયમાં સત્ય અને ન્યાય માટેની ભારે ઝંખના રહેલી છે. અન્યાય સામે પ્રતિકાર કરવો એને એ ધર્મ સમજે છે. ક્યારેય આમ કરવા જતાં શું થશે એના પરિણામનો વિચાર કર્યો નથી. ગુજરાત સમાચારની પ્રસંગકથા હોય કે પછી અકબર-બીરબલનો સંવાદ હોય, પરંતુ જ્યારે 244 એક માનવી : અનેક શક્તિ Page #278 -------------------------------------------------------------------------- ________________ નેતા કે સરકારને ચોખ્ખું કહેવાનું હોય કે ચાબખા મારવાના હોય ત્યારે તેઓ એ કરી શકે છે. એમણે એમની કલમને કોઈ પણ રાજકીય પક્ષને સોંપી નથી. અને તેથી જ એમના અક્ષરો એ એમના હૃદયભાવનાઓની લિપિ સમાન છે. ઝવેરચંદ મેઘાણીએ પાળિયાઓને જીવતા કર્યા. સમાજની આવી કેટલીય વ્યક્તિઓનાં ચરિત્રો આલેખીને કુમારપાળે એ મૃત્યુ પામેલા કે વિસ્તૃત થયેલાઓને જીવંત કર્યા. એમનું હાસ્ય ભરેલું મુખ અને સામા માનવીને આત્મીય બનાવી દેવાની એમની તાકાત એ એમની આગવી કલા છે. આમ જનતા કહે છે કે જાદુની દુનિયામાં કે. લાલ જેવો ઝડપી જાદુગર જગતમાં થયો નથી, પરંતુ કુમારપાળને જોઉં છું ત્યારે થાય છે કે અનેક જગ્યાએ ચાલતાં અનેક કામોને એ કઈ રીતે પહોંચી શકતા હશે. કૉલેજમાં વ્યાખ્યાન હોય, વિશ્વકોશનું કોઈ કામ હોય, બહારગામ જઈને વક્તવ્ય આપવાનું હોય કે પછી કૉલમ કે પુસ્તકનું લેખન હોય આ બધું એ કઈ રીતે કરી શકે છે તે મારે માટે રહસ્યરૂપ છે. એક એક પળને તે ઉપયોગમાં લે છે. ઉત્સાહ, ધગશ, આત્મવિશ્વાસ અને ખેલદિલી એમના જીવનમાં એવાં વણાઈ ગયાં છે કે જે ભાગ્યે જ કોઈ સાધુ કે સંતમાં જોવા પામીએ. આટલી બધી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળી હોવા છતાં એમના વર્તનમાં ક્યારેય અહં કે આડંબર નથી. પોતે નાના છે તે રીતે હંમેશાં મારી સાથે વર્તે છે. એમના આ કાર્યમાં એમનાં પત્ની પ્રતિમાબહેનનો ઘણો મોટો ફાળો છે. એમનો ઉલ્લેખ ન કરું તો હું નગુણો ગણાઉં. એક મોટા ભાઈ તરીકે એમની આ પ્રગતિ જોઈને અપાર આનંદ પામું છું. [245 કે. લાલ Page #279 -------------------------------------------------------------------------- ________________ : : * માસ ભાઈ ગુજરાતમાં, ગુજરાતની બહાર અને દેશવિદેશમાં જ્યાં ગુજરાતી અને જૈન સમાજ વસે છે ત્યાં તો શ્રી કુમારપાળભાઈનું નામ ખૂબ જાણીતું છે. એમને અને ચીનુભાઈને પરસ્પર લાગણી, એકબીજાના માટે માન હતું. શ્રી કુમારપાળભાઈએ ઘણી નાની ઉંમરથી જ પોતાના પિતાશ્રી જયભિખ્ખના પ્રદાનથી લખવાનું શરૂ કર્યું અને ઘણા આગળ વધ્યા. ભારતને સ્વરાજ્ય મળ્યું પછી શ્રી ગણેશ વાસુદેવ માવલંકર – માવલંકરદાદા પાર્લામેન્ટના સ્પીકરપદે નિમાયા, પછી એમની ઇચ્છાથી ચીનુભાઈને વિદ્યાસભાના પ્રમુખ બનાવ્યા. પછી શ્રી શાંતિભાઈના નિમંત્રણથી ગુજરાત સમાચાર'ના ચેરમેન થયા. શ્રી જયભિખ્ખું', શ્રી કુમારપાળભાઈ અને અન્ય વિદ્વાનોના સમાગમમાં વધારે આવ્યા. પોતાના પિતાશ્રી જયભિખુ પછી શ્રી કુમારપાળભાઈએ ઈટ અને ઇમારત' કૉલમ ગુજરાત સમાચારમાં ચાલુ રાખી. ઘણા બધા મિત્રો અને અમે સૌ આ અને એમના બીજા લેખો વાંચવાની આતુરતાથી રાહ જોતાં હોઈએ. ગુરુવારની એ કેટલી બધી, વર્ષો જૂની કૉલમમાં રસપ્રદ ઐતિહાસિક વાર્તાઓ વાંચવા મળે છે. તેની શૈલી ખૂબ જ રસપ્રદ હોય છે, સાથે સાથે સારા સંસ્કારો મળે તેવા બોધપાઠો અંદર વણાઈ જાય છે. એ બોધપાઠ ઠસાવતા નથી પણ સારું-ખોટું સમજવાની સરળતાથી સમજણ આપે છે. અત્યારના બદલાતા પ્રભાબëન ચીનુભાઈ 246 Page #280 -------------------------------------------------------------------------- ________________ સમયમાં ધર્મ, સત્ય, મદદ, સારા કર્મો કરવાં એ બધાંની જરૂરત વધતી રહી છે. ચીનુભાઈની યાદગીરીમાં વિદ્યાસભાના હૉલની મરામત કરીને તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવવો અને તેને “શ્રી ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ' નામ આપવું એવું શ્રી શ્રેણિકભાઈનું સૂચન એની કમિટીએ અને અમે સૌ કુટુંબીજનોએ સ્વીકારી લીધું. હૉલ તૈયાર થયો ત્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને બોલાવવાનો વિચાર આવ્યો. સ્વામીજી એક વાર ચીનુભાઈના સંપર્કમાં ઘેર આવી ગયા હતા. સ્વામીજી સાથે કેવી રીતે વાત કરવી તે અંગે શ્રી કુમારપાળભાઈને પૂછ્યું. શ્રી કુમારપાળભાઈએ સ્વામીજીનો સંપર્ક કર્યો અને બધી વિગતો સમજાવી. મારે પણ તેમની સાથે કેવી રીતે અને ક્યાં સંપર્ક કરવો, અમદાવાદથી કોના તરફથી સંપર્ક કરવો, એમનું રહેઠાણ તથા ટેલિફોન નંબર – એમ બધું ગોઠવી આપ્યું. હૉલના ઉદ્ઘાટન પ્રસંગે પણ કુમારપાળભાઈએ ચીનુભાઈનો આકર્ષક ઢબે વિગતપૂર્ણ પરિચય અને તેમની ખાસ વિશિષ્ટતાઓની સભાજનોને જાણ કરી. ગુજરાતી વિશ્વકોશનાં આયોજન અને સંચાલનનું કાર્ય શ્રી ધીરુભાઈ ઠાકર અને શ્રી કુમારપાળભાઈ વર્ષોથી કરે છે. લગભગ અઢીસો સાક્ષરોના સાથ-સહકાર અને સુમેળથી એનો એક-એક ખંડ પ્રગટ થાય છે. આ ઘણું અઘરું કામ ખૂબ ચોકસાઈથી બંને જણા કરે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તક ડૉ. વિક્રમ સારાભાઈ શ્રી મૃણાલિનીબહેનને તેમજ ગુજરાતી વિશ્વકોશનો ગ્રંથ ચીનુભાઈને અર્પણ કરેલો. થોડા સમય પહેલાં તે વખતના મેયર શ્રી હિંમતભાઈનો ટેલિફોન આવ્યો કે હું આપને મળવા માગું છું. મારે એમની સાથે ખાસ પરિચય નહિ છતાં મળવા બોલાવ્યા. વાતવાતમાં એમણે કહ્યું કે ચીનુભાઈના નામનું સ્મારક કરવાનું વિચાર્યું છે. મારી સંમતિ માટે પૃચ્છા કરી. ટાગોર હૉલની બાજુમાં આવેલ સંસ્કાર કેન્દ્રનું નામાભિધાન “મેયર શ્રી ચીનુભાઈ શેઠ સંસ્કાર કેન્દ્ર એમ કરવાનું મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે પસાર કર્યું. શ્રી કુમારપાળભાઈએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે ઉદ્ઘાટન માટે ડૉ. એલ. એમ. સિંઘવીજી આવેલા. મેં શ્રી કુમારપાળભાઈને પૂછ્યું કે નામાભિધાનના કાર્ય માટે આવતા ડૉ. એલ. એમ. સિંઘવીજીને સવારે જાત્રા કરવી છે, તમે સિંઘવીજી સાથે જશો? બંને પોતાના ક્ષેત્રમાં મોટી હસ્તીઓ તેથી મને વિચાર આવેલો. બંને જઈ આવ્યા. સંસ્કાર કેન્દ્રના નામાભિધાન પ્રસંગે પણ શ્રી કુમારપાળભાઈએ ચીનુભાઈની ખાસ વિગતો કહીને સુંદર ભાષણ કર્યું. મ્યુનિસિપાલિટીએ એમને ફૂલોથી બિરદાવ્યા. મારા ભાઈ સમજીને હું એમને પૂછતી કે શું કરવું, કેમ કરવું. પછીથી ઘણી વાર વિચાર આવતો કે હું સમય માગું છું ને તરત હા પાડે છે. કેવો સરળ, નિખાલસ સ્વભાવ! વિદ્યાર્થીઓને 247 પ્રભાબહેન ચીનુભાઈ Page #281 -------------------------------------------------------------------------- ________________ એમના જેનૉલોજીના કે યુનિવર્સિટીના કાર્યાલયમાં પીએચ.ડી.ના માર્ગદર્શન માટે બોલાવે; વિશ્વકોશમાં પણ હાજરી આપવી, જાતજાતનું વાંચન કરવું લેખો માટેની માહિતી શોધીને લખીને મોકલવી – આ બધું કેવી રીતે કરતા હશે એનું કુતૂહલ થાય. કોઈ વાર પૂછું તો માત્ર સ્મિત રેલાવે કોઈ જ ફરિયાદ નહિ. આટલી બધી સંસ્થાઓમાં વ્યસ્ત રહેવું, દેશ-વિદેશ જાય ત્યાં પણ બધાં એમને સાંભળવા આતુર. ત્યાં હોય તો પણ લેખો નિયમિત આવે જ. મારા પોતાના ભાઈ તો મુંબઈમાં, પણ અહીં તો શ્રી કુમારપાળભાઈ મારા ભાઈ. કોઈ દિવસ અગવડ હોય તો પણ ના નથી પાડી, પોતાનો કાર્યક્રમ ફેરફાર કરીને ગોઠવી દે. પ્રતિમાબહેનને પણ હંમેશાં લાગણીસભર અને હસતાં જ જોયાં છે. આ બધું ભગવાનની દેન, જન્મનાં, કર્મનાં અને અથાગ મહેનતનાં ફળ. પદ્મશ્રી એવોર્ડ શ્રી કુમારપાળભાઈને મળ્યો એ જાણીને સમગ્ર ગુજરાત, અમદાવાદ ઉપરાંત દેશવિદેશના ગુજરાતીઓ અને જૈનો તેમજ એમને જાણનાર સર્વ મિત્રમંડળને આનંદ થયો. ભગવાન એમને લાંબું આયુષ્ય અને શક્તિ આપે એ જ પ્રાર્થના. 248 મારા ભાઈ Page #282 -------------------------------------------------------------------------- ________________ " * કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ લગભગ સાડા ચાર દાયકા પહેલાં સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાંથી ઉત્તીર્ણ થઈને સાવ અમસ્તો જ – નિરુદ્દેશે અમદાવાદ આવ્યો ત્યારે શહેર અને ગામના મિશ્રણસમું અમદાવાદ પહેલી જ નજરે ગમી ગયું હતું. શહેરનો માહોલ નખશિખ ઐતિહાસિક. એક તરફ મિનારાઓથી શોભિત ગુંબજવાળી મસ્જિદો, હઠીભાઈની વાડી જેવાં સુંદર કલામય જિનાલય, સાંકડી પણ ધબકતી પોળો, લાકડાની કોતરણીવાળી હવેલીઓ અને બીજી તરફ હજી અણવિકસેલા એલિસબ્રિજ વિસ્તારમાં ક્યાંક પાકા, ક્યાંક અધકચરા તો ક્યાંક ધૂળિયા રસ્તા. મકાનો ખાસ બંધાયેલાં નહીં – વસ્તી પણ ઓછી - સોસાયટી વિસ્તારના બંગલાઓના આંગણમાં મોર આવે અને આંબાવાડિયામાં કોયલો ટહુકે... આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર – જગન્નાથ મંદિરના હાથીઓની સાથે ઊંટો, ઊંટગાડીઓ, વણઝારાઓ, ગધેડા પર માટી લાવતાં ઓડ કુટુંબો, રબારીરબારણો, ગાયો-ભેંસો વગેરે સાથેની પ્રાકૃતિક દશ્યાવલિઓ જોઈને મન પ્રસન્ન થઈ ગયું, મનોમન જાણે અમદાવાદમાં જ સ્થિર થવાનો નિરધાર કરી લીધો. અહીં જાણે ગુજરાતનો–ગુજરાતી પણાનો ધબકાર સંભળાતો હતો. ભણીગણીને ઊતરેલા – કારકિર્દીના ઉંબરે પગ મૂકવા તૈયાર થયેલા મને આ ભૂમિમાં સ્થિર થવાનું મન તો થઈ ગયું પણ મારા માટે મૂંઝવણ તો હતી જ – કે અહીં રહેવું તો છે પણ ક્યાં – કેવી ૨જ ની વાર 249 Page #283 -------------------------------------------------------------------------- ________________ રીતે ? જેમની આંગળી પકડી અમદાવાદના આંગણામાં ફરી રહ્યો હતો તે મારા ગુરુ સમા કલાકાર ભીખુભાઈ આચાર્યને વાત કરી – તો કહે : ચાલો, તમને થોડા પરિચય કરાવું. બીજા દિવસની સાંજે એમની સાથે અમે એક નાનકડા બંગલા પાસે આવ્યા. અજબ દૃશ્ય જોયું. ત્રણ-ચાર ખાટલા ઢાળી પિસ્તાળીસ-પચાસની ઉંમરના ચાર-છ જણા હસી-મજાક કરતાં, વાતો કરતા હતા. અમે એ મહેફિલમાં દાખલ થયા ત્યાં જ જાડા ચશ્માં પહેરેલા, જરા શામળા પણ આખાય ડાયરાના કેન્દ્ર સમા એક જણે આવકાર આપ્યો : આવો આવો ભીખુભાઈ, આવો. અમે પણ એક ખાટલામાં ગોઠવાયા. આવકાર આપનારની ભીખુભાઈએ મને ઓળખાણ કરાવી : ‘આ જયભિખ્ખું. પણ અમારા તો બાલાભાઈ.' અને પછી જયભિખ્ખુએ ડાયરાના બીજાઓની ઓળખાણ આપી. આ જગન મહેતા ફોટોગ્રાફર, આ ચિત્રકાર છગનલાલ જાદવ, આ મનુભાઈ જોધાણી – સ્ત્રીજીવનના તંત્રી... અને આ કનુભાઈ – કલાકાર કનુ દેસાઈ ! પછી બૂમ પાડી ઃ ‘અરે કુમાર.....' : પંદરેક વર્ષનો નમણા ચહેરાવાળો, પણ આંખમાં ચમકવાળો એક કિશોર બહાર આવ્યો. તારાં બાને કહે કે મહેમાનો માટે ચા-નાસ્તો મોકલે.’ કુમાર એટલે પદ્મશ્રી કુમારપાળનું એ પ્રથમ દર્શન – પરિચય. જેમનો પરિચય કરાવ્યો એ બધાં નામો મારે માટે ક્યાં અજાણ્યાં હતાં ? આજે સન્મુખ સગી આંખે જોયા એટલું જ. આકાશમાંથી અંધારું ઊતર્યું ત્યાં સુધી ડાયરો ધમધમતો રહ્યો. મનમાં તો ભર્યો ભર્યો આનંદ હતો. હવે તો મનમાં ગાંઠ જ વાળી કે સ્થિર તો અહીં જ થવું છે. ડાયરો પત્યા બાદ અમે જગન મહેતાને ત્યાં ગયા. રાત્રે ત્યાં જમ્યા અને સૂઈ પણ ત્યાં જ ગયા. ભીખુભાઈએ જગનભાઈને કહ્યું : ‘રજનીભાઈને અહીં અમદાવાદમાં સ્થિર થવાની ઇચ્છા છે. એમને ક્યાંક ગોઠવી શકાય એમ છે ? જગનભાઈએ કહ્યું : તમે તો તાકડે જ આવ્યા છો. ‘ગુજરાત સમાચાર'માંથી ચિત્રકાર શિવ હજુ કાલે જ છૂટા થયા છે ને ‘ઝગમગ’ માટે એમને ચિત્રકારની જરૂર છે. બીજે દિવસે ‘ગુજરાત સમાચાર'માં ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી પર જગનભાઈએ ચિઠ્ઠી લખી આપી અને તરત નોકરી મળી ગઈ. ભીખુભાઈએ બાલાભાઈને પણ ભલામણ કરી તો તેમણે બીજે જ દિવસે ‘શારદા’(ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનું પ્રેસ)માં આવવા કહ્યું : બીજે દિવસે એક ટાઇટલ ચિત્ર બનાવવા કહ્યું. દુર્ગેશ શુક્લ લિખિત નાટકનો સંગ્રહ હતો. આમ એકાદ-બે દિવસમાં જ અણધારી રીતે અમદાવાદમાં મારા પગ મંડાઈ ગયા. પગ તો મંડાયા પણ તેને ધરતી પર ચાલતા કરવામાં જયભિખ્ખુની હૂંફ અને હિસ્સો મોટાં. સાવ નવો-સવો શિખાઉ છતાં તેમણે હાથ ઝાલી મારામાં આત્મવિશ્વાસ કેળવવામાં પરોક્ષ રીતે પણ જે કાંઈ કર્યું તે ભૂલી શકાય તેમ નથી. બીજાને મદદ કરવા સતત તત્પર, કામ ન થાય તો ના પાડવામાં નિખાલસ અને સ્પષ્ટ, 250 કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઇ Page #284 -------------------------------------------------------------------------- ________________ નવોદિતોને ઉત્તેજન આપવામાં અગ્રેસર એવા જયભિખ્ખું ભડભાદર હતા. માતા-પિતાના સગુણો સંતાનોમાં ઊતરે જ તેવું હંમેશાં બનતું નથી. પણ આ એક વિરલ ઘટના છે કે કુમારપાળમાં માતા-પિતાના સદ્ગણો સોળે આની નહીં પણ વિસે આની ઊતર્યા છે. જયાબહેન ખૂબ જ માયાળુ – પ્રેમાળ, વાત્સલ્યથી સભર અને આતિથ્થભાવથી ભરપૂર; તો બાલાભાઈ નિખાલસ, નિર્મળ અને સહૃદય સર્જક અને માણસભૂખ્યા. મિત્રમંડળ બહોળું – વૈવિધ્યભર્યું. ઉપર કહ્યું છે તેમ કુમારપાળ તેમનાં માતા-પિતાનો સંસ્કારવારસો માત્ર ઝીલીને અટક્યા નહીં પરંતુ તેને વિસ્તાર્યો. બાલાભાઈનું અવસાન થયું (૧૯૬૯) ત્યાં સુધી તો કુમારપાળનો પરિચય આછોપાતળો જ રહ્યો, કારણ કે તે સમયે તેમનો અભ્યાસકાળ હતો. આ કિશોર પિતાના સંબંધો જાળવી રાખશે બલ્લે તેને વધુ આત્મીયતાથી વિસ્તારશે તેવી તો તે વખતે કલ્પના પણ નહીં કરેલી. પરંતુ આછા પરિચયમાં પણ એક ઘેરી છાપ માતા-પિતાના એક આજ્ઞાંકિત પુત્ર તરીકે તો પડેલી જ. કુમારપાળનો પરિચય થતો ગયો ત્યારે મહદંશે તે સ્પૉસના વિષય પર જ લખતા. ગુજરાત સમાચાર' જેવા પત્રમાં તેમના લેખનની – પ્રકાશનની શરૂઆત થવાથી તેમને કારકિર્દીના આરંભથી જ પ્રસિદ્ધિ મેળવી શરૂ થઈ ગઈ. દરમિયાનમાં એમની કૉલેજયુનિવર્સિટીની કારકિર્દી પણ ઘણી જ તેજસ્વી હતી. કુમારપાળે ‘આનંદઘન ઉપર પીએચ.ડી. કર્યું હતું. તેમના સુંદર અક્ષરોમાં લખાયેલી સંશોધન-પ્રતને થોડાં આલેખનોથી મેં સુશોભિત કરી હતી. તે નિમિત્તથી નજીક આવવાના સંજોગો સાંપડતા ગયા. બાલાભાઈના આકસ્મિક અવસાનથી એમના કુટુંબ પર વજઘાત થયો. હજી તો યૌવનના - જીવનના ઉંબરે માંડ ડગ દીધાં ત્યાં કુટુંબની મોટી જવાબદારી આવી પડી. કૉલેજમાં નોકરીની તો શરૂઆત થઈ ગઈ હતી. કુમારપાળ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. એટલે આમ જોઈએ તો કુટુંબ નાનકડું કહેવાય. ઘરનું ઘર તો હતું જ, આર્થિક મૂંઝવણ એ રીતે ન ગણાય- છતાં ગણાય એવી વાસ્તવિકતા હતી. કારણ કે ઘેર એક જ દીકરો હોવા છતાં બાલાભાઈ – જયાબહેનના પિતરાઈઓ – કુટુંબીજનોનું બહોળું કુટુંબ. સ્નેહસંબંધો અને આવરોજાવરો પણ એવો કે ઘર સદાય ભરેલું હોય. અમદાવાદમાંથી ને “દેશમાંથીય મહેમાનો આવે. રાતવાસો કરે, રહે, જમે એવા સંબંધો. મિત્રમંડળ પણ મોટું, આ રીતે કુમારપાળ પર માતાપિતાનું આ રજવાડું ચલાવવાની જવાબદારી આવી પડી. સામાન્ય રીતે પિતાની વિદાય પછી વખત વીતતાં તેમના કૌટુંબિક સંબંધો – વહેવારો ઓછાં થવા લાગે છે, પણ સંબંધો બાંધવાની, સાચવવાની, નિભાવવાની, આત્મીય કરવાની અને વિસ્તારવાની પિતાની કળા ગળથુથીમાં સહજ રીતે કુમારપાળે પીધી હોય તેમ એ વારસો જાળવવાનો આયાસ કરવો પડ્યો હોય એવું ક્યારેય જાણ્યું નથી. 25 રજની વ્યાસ Page #285 -------------------------------------------------------------------------- ________________ પિતાના અવસાનના આઘાતમાંથી મુક્ત થવાનાં પરિબળો વિશે હું ભલે ઝાઝું જાણતો ન હોઉં પણ એક વાત જે મારા મનમાં વસી છે તે આ છે. ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહે – “જયભિખ્ખના અવસાન બાદ તરત જ ગુજરાત સમાચારમાં પ્રગટ થતી જયભિખ્ખની ખૂબ જ લોકપ્રિય કૉલમ ઇંટ અને ઇમારત સંભાળી લેવાની કુમારપાળને ઓફર કરી છે. મારા મતે તેમના જીવનમાં આ એક ખૂબ જ મહત્ત્વનો વળાંક હતો. પિતાના સાહિત્યસર્જન-પત્રકારત્વનો વારસો જાળવવાની તેમને એક મહામૂલી તક સાંપડી અને સાથે એક મોટો પડકાર પણ માધુર્યભરી – નજાકતભરી રમતિયાળ શૈલીના સ્વામી એવા મોટા ગજાના સાહિત્યકાર પિતાના પેંગડામાં નાનકડા પગ ગોઠવી – પિતાના જ આશીર્વાદથી તેને વિસ્તારવાની વિધાતાએ જાણે તક આપી ! આ દરમ્યાન કુમારપાળે બાળસાહિત્યનું ખેડાણ કરવાનું તો શરૂ કરી જ દીધું હતું. તે જાળવવાની સાથે-સાથે મોટેરાં માટેના સાહિત્યનું સર્જન કરવાની સરવાણી વહેવા લાગી. સાહિત્યકાર થવાની ક્ષમતાને ખાતર, પાણી ને સૂર્યપ્રકાશ મળ્યાં. તેમણે સાહિત્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે. વ્યક્તિને ઘણી વાર ઊજળી તક સાંપડતી હોય છે. અનુકૂળ સંજોગો પણ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એ ફળદાયી ત્યારે જ થાય છે – જો તે વ્યક્તિમાં સચ્ચાઈનો, નિષ્ઠાનો, પુરુષાર્થનો, હિંમતનો અને મહત્ત્વાકાંક્ષાનો સરવાળો થતો હોય. કુમારપાળમાં આ પંચશીલ તો હતા જ, પરંતુ એ ઉપરાંત તેમની નખશિખ સજ્જનતા, સહૃદયતા, ઊંચી રૂચિ, અન્યને ઉપયોગી થવાની વૃત્તિ અને વ્યવહારકુશળતાના બીજા પંચશીલ' જૂથનો પણ સરવાળો હતો. કુમારપાળમાં ઘણી ક્ષમતા છે. જેનો – તેમની કારકિર્દીના આરંભે ભાગ્યે જ કોઈને અંદાજ હતો. અમદાવાદની નવગુજરાત કૉલેજમાંથી અધ્યાપનકાર્ય શરૂ કર્યું. તે દરમ્યાન શિક્ષણજગતમાં પોતાની શક્તિઓનો પરિચય કરાવ્યો. ત્યાં શરૂ થયેલા મલ્ટિકોર્સ અને જર્નાલિઝમના અભ્યાસક્રમોમાં ઊંડો રસ લીધો. શિબિરો અને સેમિનારોનું આયોજન કર્યું. ત્યાંથી તેમની મજલ યુનિવર્સિટી સુધી પહોંચી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં ત્યાં જ રીડર', ગુજરાતી વિષયના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ અને છેલ્લે ભાષાભવનના સર્વોચ્ચ પદ ડિરેક્ટર અને પછી આર્ટ્સ ફેકલ્ટીના ડીન સુધી પહોંચ્યા. - કૉલેજમાં અધ્યાપકના પ્રાથમિક સ્થાનથી ડીનના સર્વોચ્ચ સ્થાન સુધીની યાત્રા સીધી રેખામાં વહેતી સરળ અને ટૂંકી નથી. એ દીર્થયાત્રામાં ક્રમાનુસાર દરેક પદને પામવામાં, તે પદ શોભાવીને તેને સર્વથા યોગ્ય બની રહેવામાં તેમણે નિષ્ઠા દાખવી છે અને ભારે પરિશ્રમ પણ કર્યો છે. આ સઘળું પ્રાપ્ત કરવામાં તેમણે આસપાસના સંબંધિત સૌ કોઈનો સદ્ભાવ પણ મેળવ્યો છે. યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય અને ગુજરાત સમાચારમાં કટારલેખનથી તેઓ સુકીર્તિત તો બની 252 કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ Page #286 -------------------------------------------------------------------------- ________________ ચૂક્યા જ હતા, પરંતુ હજી બીજાં બે ક્ષેત્રો તેમની ક્ષમતામાંથી રસ-કસ ખેંચવા આતુર હતાં. તેમાંનું એક સાહિત્ય પરિષદ-સાહિત્ય અકાદમીનું ક્ષેત્ર અને બીજું જૈન ધર્મદર્શન–ચિંતન અને તેનો પ્રસાર. શિક્ષણ, સાહિત્યલેખન અને પત્રકારત્વ ક્ષેત્રે તેમના અવિરત પ્રદાન ઉપરાંત તેમનામાં સુષુપ્ત એવી વહીવટી દક્ષતાને કામે લગાડવાનું હજી બાકી હતું. ૧૯૭૯માં તેઓ રઘુવીર ચૌધરી સાથે સાહિત્ય પરિષદમાં મંત્રી બન્યા. લગાતાર ત્રણ ટર્મ – પૂરાં છ વર્ષ સુધી મંત્રીપદ સંભાળી નમૂનેદાર કામગીરી કરી. એ દરમ્યાન જ – એક જમાનામાં એચ. કે. કૉલેજના એક ખંડમાં ચાલતી ગુજરાતી સાહિત્ય પરિષદની ઓફિસ ખસીને સાબરને તીરે ભવ્ય ભવનમાં ગોઠવાઈ. ૧૯૦૫માં શરૂ થયેલી સાહિત્ય પરિષદને તેને શોભે તેવું સુંદર ભવન મળ્યું. તેમાં તત્કાલીન બંને મંત્રીઓનો સિંહફાળો હતો. આ માટે નાણાં–ધન મેળવવાં, તેને સુયોગ્ય વહીવટ કરી આવડી મોટી ઇમારત બાંધવી અને તે પણ નકારાત્મક વલણ ધરાવતા શુભેચ્છકો અને ઈર્ષાળુઓની ટીકાટિપ્પણનો સામનો કરી – તે કપરું કામ હતું. પણ તેમણે એ પાર પાડ્યું. પરિષદના મંત્રીપદ પછી કુમારપાળ ૧૯૯૮માં ગુજરાત રાજ્યની સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખ થયા. તેમની ટર્મ દરમ્યાન પ્રમુખ શ્રી ભોળાભાઈ સાથે રહી અનેક કાર્યક્રમો કરી અકાદમીને જાગતી કરી. અનેક પ્રકાશનો કર્યા - ઇનામવિતરણના અને ગૌરવ-પુરસ્કારના જાહેર કાર્યક્રમો યોજી તેને જીવંત અને ગર્વીલા બનાવ્યા. તેમની વહીવટી દક્ષતાનું એક મહત્ત્વનું સુફળ એટલે ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ શ્રેણીનું પ્રકાશન. વિશ્વકોશના પ્રમુખ સંપાદક આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકરના જમણા હાથ બની સંપાદનકાર્ય, પ્રોડક્શન, વેચાણ અને આ ઉપરાંત તેને માટે નાણાંની જોગવાઈ જેવાં કપરાં કાર્યો તેમણે અત્યંત કુશળતાપૂર્વક પાર પાડ્યાં છે – પાડી રહ્યા છે. તેમના જ પ્રયત્નોથી આ મહાઅભિયાન માટે જમીન-સંપાદનનું કામ થયું અને ઇમારતનું બાંધકામ પણ થઈ રહ્યું છે. સામાજિક-શિક્ષણ અને જ્ઞાન-સંપાદનક્ષેત્રે આ અભિયાન ગુજરાતની પ્રજા માટે ઉપકારક બની રહેશે તેમાં શંકા નથી. - પિતા જયભિ સાહિત્યકાર હોવા સાથે ધર્મમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. એમના સાહિત્યમાં ધર્મ-અધ્યાત્મનો સ્પર્શ રહેલો. તેમનું અધૂરું કાર્ય પૂરું કરવાનું કામ પણ તેમણે આગળ ચલાવ્યું. ધર્મવિષયક લેખનની સાથે-સાથે પ્રવચનો કરતા થયા. અને તે સરવાણી ગુજરાતમાં, દેશમાં અને ત્યાંથી વિસ્તરી પરદેશોમાં વસતા ગુજરાતીઓ સુધી ફેલાઈ. વર્ષો પહેલાંથી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે તેમનું નામ અગાઉથી નક્કી થઈ જતું હોય છે. એમનો પાસપોર્ટ વિદેશપ્રધાનના પાસપોર્ટ જેટલો સિક્ક-મસ્યો હશે ! સુંદર, ભાવનાપ્રધાન અને અસરકારક 253 રજની વ્યાસ Page #287 -------------------------------------------------------------------------- ________________ શૈલીમાં પ્રવચનો કરીને તેઓ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે છે. આ ઉપરાંત સાહિત્ય, સંસ્કૃતિ કે સામાજિક ક્ષેત્રે પણ પ્રવચન આપવા તેમણે ખૂબ પ્રવાસો કરેલા છે. તેમને સાહિત્ય-સંસ્કૃતિસામાજિક અને અધ્યાત્મ ક્ષેત્રે અનેક એવોડ પ્રાપ્ત થયા છે. વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહેવાને કારણે તેમના સંબંધો અદના માણસોથી માંડીને ઉચ્ચ પદવીધરો, શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓ સાથે વિકસ્યા છે. અમદાવાદ-ગુજરાતમાં કુમારપાળ દેસાઈ એક સુપરિચિત નામ છે. આટલા વિવિધ મોરચા સફળતાપૂર્વક સંભાળનાર – છતાં ચહેરા પર ક્યારેય તનાવ ન દેખાય તેવા કુમારપાળની ક્ષમતા અને શક્તિ ઘણા માટે એક આર્યસમાન છે. સાદગી, વિવેક, નમ્રતા અને નિખાલસતા તેમની અસ્કામતો છે. બહારી દુનિયામાં તેમની પ્રગટ આ શક્તિઓ, સફળતા અને સિદ્ધિના મજબૂત મૂળિયાં ચંદ્રનગર ખાતેના તેમના નિવાસમાં છે – જ્યાં તેમની બહિર્ગત અને અંતર્ગત એવી સકલ ક્ષણોના સાક્ષી અને સાથી પ્રતિમાબહેનનો ઊર્જાસ્રોત તેમને શક્તિમય અને તેજોમય રાખે છે. 254 કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ Page #288 -------------------------------------------------------------------------- ________________ રવી ગાંઠ વગરની નિર્ચથવૃત્તિ પ્રા. ડૉ. કુમારપાળ દેસાઈને સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ અને સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ ૨૦૦૪ના પ્રજાસત્તાક દિવસે ભારત સરકાર તરફથી પાશ્રીના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. આવી નવાજેશના અન્ય અધિકારીઓ પણ શ્રી કે. કા. શાસ્ત્રી, દર્શક અને દુલા ભાયા કાગ જેવાં ગુજરાત-રત્નો છે. આ મહાનુભાવોની સામે કુમારપાળની તુલના કરવાનો ઉપક્રમ, કેટલાંક દેખીતાં સામ્યો હોવા છતાં, ન હોઈ શકે; કારણ કે તુલના હંમેશાં જોખમી છે. સાહિત્યના બાલસાહિત્ય, જીવનચરિત્ર, ચિંતન, વિવેચન, સંપાદન, સામયિકોની કટારો, જૈન ધર્મ-ચિંતન-પ્રસાર ક્ષેત્રે એમનું પ્રદાન, સંસ્થાકીય કાર્યો, અધ્યાપન, યુનિવર્સિટીનાં સત્તામંડળોમાં એમણે કરેલું પ્રદાન વિશે સ્નેહીઓ, આપણો હરખ પ્રદર્શિત કરવા તેમને અર્પણ કરવા હારેલા આ અભિનંદ-ગ્રંશમાં અનેક ભાઈ-બહેનો લખશે. મને તો વિદ્યાર્થી તરીકેના કુમારપાળ વિશેના મારા પ્રતિભાવ' અને “એ પછીના મારા અનુભવ’ વિશે લખવાનું સૂચવવામાં આવ્યું છે. આ સૂચનામાં ભાઈ કુમારપાળ મારા વિદ્યાર્થી તરીકે સુદીર્ઘ સમય રહ્યા હોય એવું સહેજે ગૃહીત કરવામાં આવ્યું હશે. કુમારપાળના પિતાશ્રી બાલાભાઈ દેસાઈ જયભિખ્ખને હું ઉત્સાહી વાચક હોવાને કારણે છેક ૧૯૩૯થી જાણું. એમની “લીલો સાંઠો' જેવી વાર્તા તખ્તસિંહ પરમાર 255 Page #289 -------------------------------------------------------------------------- ________________ મને ખૂબ સ્પર્શી ગયેલી. કામપ્રસંગે અમદાવાદ જવાનું થાય ત્યારે ગૂર્જરની મુલાકાત, શરાબી પીઠાની મુલાકાત લે તે રીતે અવશ્ય લઉં, ત્યાં અનેક વખત બાલાભાઈ મળી જાય. ૧૯૫૯ના જુલાઈમાં, આપણા સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક અનંતરાય રાવળની જામનગરની ડી. કે. વી. કૉલેજના આચાર્યપદે નિમણૂક થતાં, મારી બદલી ગુજરાત કૉલેજ – અમદાવાદમાં કરવામાં આવી. અનંતરાયભાઈનું જ સમયપત્રક થોડા ફેરફાર સાથે, હવે ગુજરાતી વિભાગના અધ્યક્ષ, બાલાભાઈના પરમ સ્નેહી અને પછીનાં વર્ષોમાં કુમારપાળના મુરબ્બી અને વિશ્વકોશ ટ્રસ્ટના તેમ અનેક કાર્યના આદરણીય સાથી પ્રા. ડૉ. ધીરુભાઈ ઠાકરે મને આપ્યું. મેં ૨૨ જુલાઈ ૧૯૫૯ના રોજ મારું કામ સંભાળ્યું ને વળી યોગાનુયોગે મને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં મોકલવામાં આવ્યો. ૧૬મી નવેમ્બર ૧૯૫૯ના રોજ મેં અમદાવાદ છોડ્યું. આમ અમદાવાદનો મારો નિવાસ પોણા ચાર મહિના–પંદર અઠવાડિયાં જેટલો ટૂંકો. તેમાં પર્યુષણની તથા દિવાળીની રજાઓ બાદ કરતાં અગિયાર અઠવાડિયાં જેટલો અધ્યાપનકાળ ગણાય. મારે કોલેજના પ્રથમ વર્ષના વર્ગમાં ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ વાંચવાનો હતો. તે માટે અઠવાડિયામાં એક તાસ ફાળવવામાં આવ્યો હતો. મારે વધુમાં વધુ ૧૦-૧૧ તાસ, એ વર્ગમાં જવાનું બન્યું હોય. કુમારપાળનો એ વર્ગમાં મને પરિચય પણ થયો. અનંતરાયભાઈ જેવા પ્રસિદ્ધ અધ્યાપકનું સ્થાન લેવાનું હોવાથી, આરંભનો આછો સંકોચ, તરત જ દૂર થઈ ગયો હતો પણ, આટલા ટૂંકા ગાળામાં અને આટલા તાસમાં કોઈ વિદ્યાર્થીનો નિકટના પરિચયમાં આવવાનું શક્ય જ નહિ, અલબત્ત, કુમારપાળ સાથે, જયભિખ્ખના એ સુપુત્ર હોવાથી, બેત્રણ વખત વાતચીત થઈ હતી; પણ એમનું વિદ્યાર્થી તરીકેનું ગજું કેવું તે વિશે હું કહું તે યોગ્ય ન ગણાય. અલબત્ત, આટલો ટૂંકો સમય જ, મારા વર્ગમાં બેસવાનું બન્યું હોવા છતાં, ૧૬ નવેમ્બર ૧૯૫૯ પછીના ૪૫ વર્ષ જેટલા લાંબા ગાળામાં કુમારપાળને મળવાનું થયું હોય ત્યારે અને એવું મળવાનું અવારનવાર થતું રહ્યું છે, એમણે પોતાની જાતને મારા વિદ્યાર્થી તરીકે જ ઓળખાવી છે. મિત્રો પાસે મને પોતાના એક શિક્ષક તરીકે હંમેશાં પ્રસ્તુત કર્યો છે. શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના ઉપક્રમે ભાવનગરમાં યોજાતા વાર્ષિક વ્યાખ્યાન પ્રસંગે એ ભાવનગર આવે, કોઈ વખત પૂ. સ્વામીશ્રી સચ્ચિદાનંદજી ઉપસ્થિત હોય; કોઈ વખત ધીરુભાઈ ઠાકર હોય; અમે મળીએ. જયભિખ્ખું ટ્રસ્ટ નિબંધસ્પર્ધા યોજે તો એ નિબંધોના નિર્ણાયક તરીકે મને નિમંત્રે, આનંદઘનજી જેવા ઘન-અવધૂત કવિનાં કાવ્યો વિશે એમણે કાર્ય કર્યું હોવાથી, જેન સાહિત્ય, જૈનદર્શન વગેરેમાં અંતરનો લગાવ હોવાથી, અનેક જૈન સંસ્થાઓ, દેશવિદેશમાં તેમને નિમંત્રે, તેમ ભાવનગરની સંસ્થાઓ પણ નિમંત્રે; અધ્યાપક મંડળની પ્રવૃત્તિઓ, સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ મિલનયોગ સાધી આપે. હંમેશ નમ્ર, મિતભાષી, આંખમાં સ્મિત સાથે, પ્રસન્નચિત્તે મળે, જે મહત્તા તેમને પુરુષાર્થથી પ્રાપ્ત થઈ, બાલાભાઈનું નામ ઉજાળ્યું. તેનો ભાર સાથે લઈને એ કોઈ દિવસ ના ફર્યા; હંમેશાં હળવાફૂલ રહ્યા, નરસિંહ મહેતાએ 256 ગાંઠ વગરની નિગ્રંથવૃત્તિ Page #290 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે તેમ એ ‘હળવા કર્મના’ જૈનદર્શને પ્રબોધેલ ‘હળુ કરમી’ જીવ રહ્યા. આ નમ્રતાએ, આ સોજન્યે તેમને વિકસિત થવામાં યારી આપી. ઉમાશંકરભાઈ, યશવંતભાઈ, ધીરુભાઈ, નગીનદાસ પારેખ, પં. બહેચરદાસજી, ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. પ્રબોધ પંડિત, પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી જેવાના એ પ્રીતિભાજન બની રહ્યા. પાંચેક વર્ષ પહેલાં ભાવનગરની એક જૈન યુવક સંસ્થાએ તેમનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજ્યો. સાથે પ્રા. ડૉ. મહેબૂબ દેસાઈ અને મને પણ સાંકળ્યા, ત્યારે ઠીક ઠીક વખત એક મંચ પર બેસવાનું બન્યું છે તેમ, તે વખતે પણ બન્યું, ને તે વખતે ભાવનગરના જૈન અગ્રણીઓ, પ્રા. તખ્તસિંહ પરમાર વિશે જે નિખાલસતાથી વાત કરે તેના કરતાં વધારે નિખાલસતાથી કુમારપાળે વાત કરી. દાદાસાહેબ જૈન દેરાસરમાં કે અન્યત્ર એ બોલવાના હોય, ત્યારે મને એમને સાંભળવાનું ગમતું હોવાથી, હું પણ જાઉં ને પ્રવચનને અંતે એ નમીને મળે. વિદ્યાર્થીઓની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મને રસ એટલે એમની ખેલજગત’ કટાર, ઈંટ અને ઇમારત' કે અન્ય તો ગમે જ, મને ખૂબ ગમે, આશ્ચર્ય થાય, આનંદ થાય, વીગત-ખચિત પ્રમાણભૂત લખાણ વાંચવાથી ‘અપંગનાં ઓજસ’ મને ખૂબ ગમેલું. મને એક વાતની ખાસ નોંધ લેવાનું મન થાય છે. મને લાગ્યા કર્યું છે કે જેનો પોતાના ધર્મના નીતિ-નિયમો પાળવામાં, દેરાસર જવામાં, ચુસ્ત હોવામાં, લગભગ મુસલમાન ભાઈ-બહેનો જેવા જ આગ્રહી હોય છે. અનેકાન્તવાદના તત્ત્વજ્ઞાનનું ઠીક ઠીક વિસ્મરણ થતું હોય છે; સંભવ છે કે મારી ક્યાંક સમજફેર હોય, સંભવ છે કે જૈન મતાવલંબીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાથી એમ ક૨વાનું જરૂરી બન્યું હોય; પણ, કુમારપાળમાં મને મતાંધતા, જડતા દેખાઈ નથી. દેશ-વિદેશમાં વ૨સો-વ૨સ જૈનદર્શન અંગે પ્રવચનો કરતાં જૈનદર્શનમાં જે ઉદારતાની વૃત્તિ છે; એની જે અહિંસાની વિચારણા છે; એ કાયરનો નહિ પણ વી૨નો ધર્મ છે; તે ખ્યાલ કુમારપાળે બરાબર ઉપસાવ્યો છે; કદાચ એ જગત-નાગરિકની કોટિએ પહોંચ્યા છે. નિગ્રંથ સ્થિતિને ભગવાન મહાવીરે બહુમૂલ્ય ગણાવી છે, આવી ગાંઠ વગરની નિગ્રંથવૃત્તિ કુમારપાળમાં સાચા પ્રમાણમાં જોવા મળે છે. એવી વીરની નિગ્રંથવૃત્તિ એમનામાં વિકસતી રહી ધર્મના તત્ત્વનું સર્વધર્મ સમભાવનું એ બરાબર આકલન કરે; એ શતાયુ બને, નિરામય રહે, સપરિવાર કુશળ રહે, એમનાં માન-સન્માન થતાં રહે, એ ઝિલાતાં રહે, એનાં સાંભળનાર મતાંધતાથી મુક્ત થતાં રહે, એમનાં સંપાદન-સર્જન-વિવેચન દ્વારા માનવતા એ પ્રબોધતા રહે, અને જે માન-સન્માન; ઇનામ-અકરામ-ખિતાબ એમને પ્રાપ્ત થયાં છે તેમાં અનેકગણો વધારો થાય, ને કુમારપાળના મુખ પરનું સ્મિત, એમનું સૌજન્ય એવાં ને એવાં અકબંધ રહે; ગુજરાત-ભારત તેમનાં પ્રદાનથી ગૌરવાન્વિત બને તેવી શુભકામનાઓ. આટલા શબ્દો લખવાની, કુમારપાળનું સ્મરણ કરવાની મને તક આપી તે માટે આયોજકોનો આભાર ! 257 તખ્તસિંહ પરમાર Page #291 -------------------------------------------------------------------------- ________________ જેટલું મને મળ્યું. તેટલું ઉત્તમ છે બ સમાન રચિ, વય, વિચારો અને કાર્યક્ષેત્ર ધરાવતી વ્યક્તિઓ એકબીજાને કોઈ નિમિત્તે મળે છે અને પછી સમય અને સંજોગો અનુકૂળ હોય તો એકબીજાની મિત્ર બને છે. પરસ્પરનો સહવાસ કેળવાય તેવા પ્રસંગો ઊભા થાય તો પછી એવા એવા સહિયારા અનુભવોમાંથી પસાર થાય કે જે આગળ જતાં સંભારણામાં રૂપાંતર પામે. આપણા જીવનનો આજની ઘડી સુધીનો પટ એવાં સંભારણાઓથી છવાયેલો હોય છે, જે જિંદગીની એક બહુરંગી ભાતીગળ છબી ઉપસાવે છે. એવું હોય, બલકે હોય જ છે કે કેટલાંક સુખદ સંભારણાં હોય, પણ પોઝિટિવ વલણવાળો માણસ તો સુખદ સ્મૃતિઓની સૃષ્ટિમાં જ સાચા જીવનતત્ત્વનો અનુભવ કરે છે. મારા અને કુમારપાળ દેસાઈના મામલે, ઉપરના ફકરાની ત્રણ લીટીઓ જ સાચી છે – મતલબ એટલો કે ૧૯૮૬ની સાલ સુધી હું અમદાવાદની બહાર હતો. એટલે અમદાવાદના સાહિત્ય જગતના મારા મિત્રોના નિકટના પરિચયમાં હું એવા કાળે નહોતો કે જે કાળે મૈત્રીની પ્રગાઢતાના પાયા નખાય છે. સાવ યૌવનકાળમાં સાથે હરવું-ફરવું, બેસવું-ઊઠવું, પ્રવાસ-પિકનિકમાં હોવું, સાહિત્યના કાર્યક્રમોમાં સાથે હોવું – આવું બધું અમદાવાદના મારા મિત્રો રતિલાલ બોરીસાગર કે વિનોદ ભટ્ટ સિવાયના કોઈ સાહિત્યિકની સાથે મારે બન્યું નથી. એમાં કુમારપાળ પણ આવી જાય. આને કારણે એમની સાથે એક સમયે “તું કારનો વ્યવહાર રજનીકુમાર પંડયા 258 Page #292 -------------------------------------------------------------------------- ________________ - પાછો તમેની સપાટી ઉપર આવી ગયો. આનો છૂપો રંજ અમારા બંનેના પક્ષે છે એવી મને પ્રતીતિ છે. આમ હોવાથી કુમારપાળ મારા નિકટના મિત્ર હોવા છતાં વારંવારના સાન્નિધ્યસહવાસથી જ જેની પ્રાપ્તિ થાય એવી કોઈ મૂલ્યવાન યાદગીરીઓ લખવા જેટલી સામગ્રી મારી પાસે નથી. મારા કૉલેજકાળના સહાધ્યાયી મિત્ર યાસિન દલાલના એ પરમ મિત્ર એટલે રાજકોટમાં એને ત્યાં બે-ચાર અલપઝલપ મુલાકાતો થઈ અને એ પછી અમદાવાદ આવીને રહેવાનું મારે ૧૯૮૬માં થયું ત્યારે પણ વખતોવખત મળવાનું બન્યું. એક વાર પાલિતાણા પાસેના વાળુકડ ગામની એક સંસ્થાની મુલાકાતે તેમની સાથે જોડાવાનું એમનું મને નિમંત્રણ મળ્યું ત્યારે મને જરા નવાઈ લાગી હતી. પણ પછી મને સમજાયું કે એ એમના પ્રેમાળ વ્યક્તિત્વ સાથે સુસંગત એવી ચેષ્ટા હતી. એમના મનના એક ખૂણામાં હું નોંધપાત્ર સ્થાને હતો. એની મને ખાતરી થઈ. એમની સાથેના મોટી કારના એ પ્રવાસમાં હું અને મારી પત્ની, વાર્તાકાર તરુલતા દવે ઉપરાંત ચિંતક શ્રી ગુણવંત શાહ, વાસુદેવ મહેતા જેવા મહાનુભાવો પણ હતાં. ભાવનગરમાં જૈન શ્રેષ્ઠી અને સમાજસેવક મનુભાઈ શેઠને ત્યાં અમે બપોરના થોડા કલાક રોકાયાં ત્યારે મેં જોયું કે કુમારપાળ બિલકુલ સહજભાવે એ પરિવારના એક અંતરંગ સભ્યની જેમ અમારી આગતા-સ્વાગતા કરતા હતા. એ ખુદ મહેમાન હોવા છતાં પાકા યજમાન બની ગયા હતા. આ પછી અમે સાથે જ નિર્ધારિત પ્રવાસ ખેડ્યો અને મને એમની મુલામીયતનો પરિચય થયો – થવા માંડ્યો. એ પછી અનેક નાનામોટા પ્રસંગોએ અમે મળતા રહ્યા છીએ. પણ સાન્નિધ્યના બહુ પ્રસંગો પડ્યા નથી. એક વાર એમને કોઈ સંસ્થા વતી પ્રકાશન કરવા માટે મારા તરફથી કોઈ નવા જ પુસ્તકની સ્ક્રિપ્ટ જોઈતી હતી. મેં થોડી આનાકાની કરી અને કહ્યું કે હું આર. આર. શેઠની કંપની સાથે કરારથી જોડાયો છું. એમણે હસીને આગ્રહ જારી રાખ્યો અને કહ્યું કે તેઓ આર. આર. શેઠની કંપની સાથે વાત કરી લેશે. એ બોલ્યા તે વખતે એમના શબ્દોમાં, એમના ધ્વનિમાં જે ગરવાઈ વરતાતી હતી તે મને સ્પર્શી ગઈ હતી. અલબત્ત, પછી એ પ્રોજેક્ટ અમલમાં ન આવ્યો, પણ એ વાત અહીં પ્રસ્તુત નથી. આ પછી પણ અવારનવાર અમે મળતા રહ્યા છીએ. ક્વચિત્ ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીમાં, વિનોદ ભટ્ટના પ્રમુખપદ વખતે હું રઘુવીરભાઈના નિમંત્રણથી જતો ત્યારે એક બાબત પરત્વે કુમારપાળની સ્થિતપ્રજ્ઞતા જોઈને “હું ય આવો હોઉં તો ! તેવી ભાવના થઈ આવતી. ગુજરાત સાહિત્યસભાની બહુ થોડા સભ્યોની મિટિંગમાં તો એમના એ ગુણનો સતત પરિચય થતો રહ્યો અને તે એ કે સામી વ્યક્તિ તેમની કોઈ વાતનો પ્રતિવાદ કરતી હોય તો પણ 259 રજનીકુમાર પંડયા Page #293 -------------------------------------------------------------------------- ________________ લેશમાત્ર ઉશ્કેરાટ, આકળાપણું તો એક તરફપણ બોલી લે, પછી તને બરોબરનો જવાબ દઉં છું તેવી છૂપી લિપિ એમના ચહેરા ઉપર કદી ના વંચાતી, એનો સીધો અર્થ એટલો જ કે સામેની વ્યક્તિની વાત, પ્રતિવાદ કરવા માટે નહીં, દિમાગમાં ઉતારીને, સાચી લાગે તો સ્વીકારવાની તેમની તત્પરતા સતત રહી છે. આના કારણે કદી તેમની કોઈ સાથે બાખડમાં આવવાનું બન્યું નથી. (તેવી મારી જાણ છે.) મે, ૨૦૦૨માં હું હરદ્વાર.ઉત્તરાંચલના પ્રવાસે હતો અને મારા ભાણા ચંદ્રશે મને મિત્ર યાસીન દલાલને નડેલા ભયંકર અકસ્માતના સમાચાર મધરાતે બાર-સાડાબાર વાગ્યે ટેલિફોનમાં આપ્યા. હું સ્તબ્ધ થઈ ગયો, બલકે હતપ્રભ થઈ ગયો. મેં જેવી એને યાસીનની સારવારમાં કોઈ કચાશ ન રાખવાની સૂચનાઓ આપવા માંડી કે તેણે તરત જ જે વાક્ય કહ્યું કે આ હતું: યાસીનમામાને અમદાવાદ વી.એસ.માં લાવવામાં આવ્યા ત્યારે મારા પછી તરત જ આવી પહોંચનાર કુમારપાળ દેસાઈ હતા.” એનું આ વાક્ય સાંભળીને મને થોડી શાતા વળી હતી. હરિદ્વારથી ઊડીને અમદાવાદ પહોંચી જવાની મારી જે અદમ્ય ઇચ્છા હતી તેને થોડી બ્રેક લાગી. મારા પ્રતિનિધિ જેવો ચંદ્રશ તો હતો જ, પણ સમગ્ર મિત્રવર્તુળના સમર્થ પ્રતિનિધિ જેવા કુમારપાળ પણ હતા. હતા એટલે ? અમદાવાદમાં હતા. નહીં તો એ પાસપોર્ટની પાંખે દુનિયાના આકાશમાં ક્યાંના ક્યાં ઉડ્ડયન કરતા હોય. અને યાસીનની જીવલેણ સાબિત થઈ શકે તેવી આ ગંભીર કટોકટીમાં કુમારપાળની સેવા અનન્ય રહી. ઉમદા, હસમુખ અને ઉદારચરિત કુમારપાળ વિશે મારા મનમાં જે ઉજ્વળ છબી છે તે યત્કિંચિત્ આલેખવાનો મેં થોડો પ્રયત્ન કર્યો છે. તેમને અનેક અનેક શુભ કામનાઓ. 260 જેટલું મને મળ્યું, તેટલું ઉત્તમ છે Page #294 -------------------------------------------------------------------------- ________________ સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ તમારપાળ દેસાઈ મારા મિત્ર છે.” આટલું કહીએ તો બસ કહેવાય. પછી “સારા”, “ઘણા સારા', ખાસ”, “જૂના” એવાં વિશેષણો મિત્ર આગળ લગાડી શકાય. પણ તેનો બહુ અર્થ નથી. મિત્ર એટલે મિત્ર. મૈત્રીનો મહિમા જેટલો કરીએ એટલો ઓછો છે. બધા માનવ-સંબંધોમાં મૈત્રીસંબંધ સૌથી ઊંચો અને ઊંડો છે. વળી એ શ્રેષ્ઠકર સંબંધ છે. કારણ કે મિત્રો પરસ્પરને જેવા કામ આવે છે તેવા કોઈ બીજા ભાગ્યે જ કામ આવે છે. એટલે જ અંગ્રેજીમાં કહેવાયું છે કે “A friend in deed is a friend indeed.' 3 4.g šaud કામ આવે એ મિત્ર નહીં, મિત્રો હોય તે વખતે કામ આવે. કોઈ કોઈને કામ લાગે કે સહાયભૂત થાય તેનો આધાર ઋણાનુબંધ પર છે. એટલે મિત્રોએ મને કરેલી મદદ બાજુએ રાખીએ તોય મિત્રો પાસેથી પુષ્કળ પ્રેમ-સદ્ભાવ પ્રાપ્ત થયેલો છે તે હકીકત છે. જીવનની એ મૂલ્યવાન ઉપલબ્ધિ છે. એથી હું ઘણી વાર કહું છું કે મને મિત્રો ભાઈઓ જેવા અને ભાઈઓ મિત્રો જોવા મળ્યા છે.” એ કદાચ મારી નિયતિ છે. - મિત્ર છે એમ કહીએ ત્યારે તે કેમ, કેવી રીતે, અને કેવા. એવા પ્રશ્નો ઉદ્ભવે. અને એ પ્રશ્નો અંગે આપણે કારણો, નિમિત્તો, સંજોગો શોધવાં પડે. કુમારપાળ સાથેની મારી મૈત્રીનું કારણ સાહિત્ય – સાહિત્યનું સર્જન, અધ્યયન અને અધ્યાપન નિમિત્ત નવગુજરાત કૉલેજ અને સંજોગ મારું ત્યાં એમ.એ. ગુજરાતીના વર્ગોમાં વ્યાખ્યાનો આપવા જવું. એથી હેમંત દેસાઈ 261 Page #295 -------------------------------------------------------------------------- ________________ અમારી મુલાકાતો વધી અને અમે એકબીજાની વધુ નિકટ આવ્યા. બાકી તો એ પહેલાં અમે વારંવાર મળી ચૂક્યા હતા. કોણ જાણે કેમ અમદાવાદની નવગુજરાત કોલેજ સાથે મારે ઘણી અને ભારે લેણદેણ રહી છે. કૉલેજમાંથી વિસ્તરીને અનેક કૉલેજોનું સંકુલ બનેલી એ સંસ્થાના અધ્યાપકો, આચાર્યો અને સંચાલક સુધ્ધાં સાથે મારે સંબંધ થયો. આખી વાત રસ પડે એવી છે. તેની થોડીક વિગત અહીં આપવી જરૂરી સમજું છું. નવગુજરાત કૉલેજની સ્થાપના થઈ ત્યારે હું એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતો. મારી કોલેજના આદર્શવાદી અને સિદ્ધાંતનિષ્ઠ આચાર્ય પુરુષોત્તમ ગ. માવલંકરે વિદ્યાકીય મૂલ્યને લક્ષીને સવારની કૉલેજને બપોરની કરી અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. ઘણી ઘટી ગઈ. કેટલાંક તો નવી નવગુજરાત કૉલેજમાં જ ગયાં. અમારી કૉલેજનો સમય બપોરનો બદલીને ફરી સવારનો કરવા બાબતે સંચાલકમંડળ સાથે સંઘર્ષ થતાં આચાર્ય શ્રી માવલંકર ૧૯૬૮માં રાજીનામું આપ્યું અને બીજે જ વર્ષે હું પણ ત્યાંથી છૂટો થઈને સાબરમતી આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયો. એ પછી વિશેષ રૂપે નવગુજરાત કૉલેજના અધ્યાપકો સાથે સંપર્ક થવા લાગ્યો. જોકે અમુક અંશે એનો પ્રારંભ એ પહેલાં થયો હતો. નવગુજરાત કોલેજના પ્રા. જશુભાઈ ઠક્કર અને હું પાસપાસેની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અમારી મૈત્રી બંધાઈ અને મેત્રીનો એ દોર આચાર્યશ્રી ઇન્દુભાઈ દવે અને આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ સુધી લંબાયો. ૧૯૭૯માં મારે અનિશ્ચિત અને આકસ્મિક એવું સાબરમતી કૉલેજનું આચાર્યપદ સંભાળવાનું આવ્યું. ત્યારે એ આકરી જવાબદારીની સાથોસાથ આચાર્યશ્રી ઇન્દુભાઈના આગ્રહને લીધે નવગુજરાત કૉલેજમાં એમ.એ.ના વર્ગોના મુલાકાતી પ્રાધ્યાપક થવાનું બન્યું. ૧૯૮૩માં સાબરમતી કૉલેજ છોડીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ)માં જોડાયો ત્યાં સુધી એ સિલસિલો ચાલુ રહ્યો. પરિણામે કુમારપાળ સહિત અનેક અધ્યાપકમિત્રો સાંપડ્યા. કેટલીક વિદ્યાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં આયોજન-પ્રવર્તન અંગે ત્યારે આચાર્યશ્રી એમ. સી. શાહને પણ વારંવાર મળવાનું થયું તે પ્રાધ્યાપક બબાભાઈ પટેલને કારણે. અને સંબંધ વધ્યો. શ્રી શાહેસાહેબે સદ્ભાવપૂર્વક ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મારો પણ વિદાય સમારંભ એમની સંસ્થામાં યોજ્યો હતો. યોગાનુયોગ કુમારપાળનો અને મારો અનુક્રમે ગુજરાત-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રવેશ એક જ વર્ષે થયો. અલબત્ત, લેખક અને અધ્યાપક તરીકે સતત ત્વરિત ગતિએ વિકસતા રહેલા કુમારપાળ મારી પહેલાં યુનિવર્સિટીમાં જોડાયા. હું ૧૯૮૩ના માર્ચની પહેલી તારીખે અને કુમારપાળ ફેબ્રુઆરીની પહેલી તારીખે એટલે મારાથી એક મહિના પહેલાં એ જોડાયા. અમારી બંનેની યુનિવર્સિટીમાં નિમણૂકની પ્રક્રિયા લગભગ સમાંતરે ચાલતી હતી. અગાઉ 262 સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ Page #296 -------------------------------------------------------------------------- ________________ બે વાર નિષ્ફળ નીવડ્યા પછી ત્રીજા પ્રયત્ને ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારી નિયુક્તિ થઈ. તે પહેલાં તે થવાની પૂરી સંભાવનાના સમાચાર લાવનાર ભાઈ કુમારપાળ જ હતા. એમ.એ.ના વર્ગો છૂટ્યા પછી એક સાંજે અમે મળ્યા ત્યારે એમણે અનધિકૃત રીતે પણ દૃઢતાથી કહ્યું, “આ વખતે તમારી નિમણૂક થઈ જશે એમ લાગે છે.’’ પત્રકારત્વ પણ કુમારપાળનો વિષય. તેના અધ્યાપન માટે અને તેના પરીક્ષણકાર્ય માટે એ નિયમિતપણે રાજકોટ જાય. હું રાજકોટ ગયા પછી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમનું આવવાનું ચાલુ રહ્યું અને એથી પણ અમારો સંબંધ-સંપર્ક જીવંત રહ્યો. ૧૯૯૨માં હું મારી ગુણવત્તાથી પ્રાધ્યાપકપદે નિમાયો. પરંતુ ગુજરાતી ભવનના સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતા અધ્યક્ષપદ માટે સ્થાનિક રાજકારણને કારણે મારે યુનિવર્સિટી સાથે સંઘર્ષ કરવો પડ્યો જે બે વર્ષ ચાલ્યો અને લાંબી પ્રતીક્ષા-તપસ્યા પછી ગુજરાત હાઇકૉર્ટના આદેશથી હું ભવનનો અધ્યક્ષ થયો. તે વેળાએ પરિસ્થિતિ એવી હતી કે યુનિવર્સિટીનું આખું તંત્ર મારી સામે હતું. રાજકોટના અને અમદાવાદના બહુ જૂજ મિત્રો-મુરબ્બીઓ તરફથી સલાહ-સૂચનમાર્ગદર્શન તેમજ હેયાધારણ અને હૂંફ મળતાં હતાં. એ બધામાં એક જણ કુમાર પણ ખરો. જેણે કહેલું ‘ચિંતા ના કરશો, અમે તમારી સાથે છીએ. કંઈ પણ કામ પડે ફોન કરશો. હું તરત આવી પહોંચીશ.' ‘A Friend in need is a friend indeed' એવા પેલા અંગ્રેજી વિધાનને ચરિતાર્થ કરનાર આ કુમાર – પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈ. પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈની સિદ્ધિઓ વિશે તેમજ પોતાનાં બધાં મિત્રોમાં આગળ ધપવાની એની શક્તિ વિશે કે એની અવિરામ વિકાસયાત્રા વિશે મારે કંઈ કહેવું જોઈએ એમ મને લાગતું નથી. કેમકે હવે એ સર્વવિદિત છે. એની ત્વરિત ગતિની વાત તો મેં કરી તેની પતીજ પાડતી એક વાત કહું : હું કૉલેજમાં અધ્યાપક હતો ત્યારે એ બી.એ.માં અભ્યાસ કરતા હતા, પરંતુ યુનિવર્સિટીના અધ્યાપક મારા કરતાં પણ વહેલા થયા. એમના ઘણા એક સહાધ્યાયીઓ અને સહકાર્યકરોથી ઘણા પહેલા અને ઘણા આગળ એ નીકળી ગયા છે. એમ થવામાં કારણભૂત મુખ્યત્વે તો છે એમનાં માતા-પિતાના સંસ્કાર. એ પછી આવે એ સંસ્કારને દીપાવે અને તેને અનુરૂપ વિકાસ સાધે એવો એમનો પોતાનો પુરુષાર્થ અને છેલ્લે એમનું પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ. આટલા સુદીર્ઘ સમયના એટલે કે વર્ષોના અમારા મૈત્રી સંબંધને નાતે તેમજ અતૂટ સંપર્કને કારણે હું કહી શકું છું કે એમના વ્યક્તિત્વમાં એક સૌમ્યતા છે અને એક સંતુલન છે. કુમારપાળનું કામ ઘણું વિસ્તૃત છે. તેની પ્રત્યે સહેજ અંગુલિનિર્દેશ જ કરું તો તે પર્યાપ્ત ગણાશે. બાળસાહિત્ય, ચારિત્રસાહિત્ય અને સંશોધન-વિવેચનસાહિત્ય જેવાં વિવિધ ક્ષેત્રે એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તો ‘એકાંતે કોલાહલ' વાર્તાસંગ્રહ દ્વારા સર્જનાત્મક સાહિત્યક્ષેત્રે પણ 263 હેમંત દેસાઈ Page #297 -------------------------------------------------------------------------- ________________ એમણે કામ કર્યું છે. એમના કૉલમમાં આવતાં દૃષ્ટાંતો, કથાઓ અને કાવ્યપંક્તિઓ જોતાં અને તેની પ્રસન્નકર પ્રસ્તુતિથી તૃપ્ત થતા હરકોઈ વાચકને એમની સર્જનાત્મકતાનો અને અધ્યયનશીલતાનો અવશ્ય પરિચય થયો છે. રમતગમતના રસિયાઓને એમનાં જ્ઞાન-લેખનનો લાભ મળ્યો છે. છેક ૧૯૬૦માં સાહિત્યનિબંધની સ્પર્ધામાં વિદ્યાર્થી તરીકે ભાગ લેનાર કુમારપાળને પ્રથમ પારિતોષિક મળ્યું છે. ૧૯૬૫માં, એમ.એ.નો અભ્યાસ કરતા કુમારપાળને એમના પ્રથમ પુસ્તક ‘લાલ ગુલાબ’ માટે પુરસ્કાર મળ્યો છે. અને એ પછી એ બધાની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ ગઈ છે. નિર્દિષ્ટ ગણતરી અનુસાર પદ્મશ્રી એવૉર્ડનો ક્રમ ૩૩મો છે. આમ અનેકવિધ પુરસ્કારોથી આખેઆખા ઢંકાઈ ગયેલા કુમારપાળને એનો જરાય ભાર લાગ્યો નથી. જેન ધર્મ અને જૈનદર્શનના અભ્યાસી કુમારપાળે એમનાં દેશ-વિદેશનાં અનેક પ્રવચનોથી જૈનધર્મીઓનો અપાર આદર પ્રાપ્ત કર્યો છે. એ સાથે અનેક માન-સન્માન પ્રાપ્ત કર્યાં છે. એ બધું જેમ સહજતાથી સાંપડ્યું છે તેમ પોતે સહજતાથી સ્વીકા૨ીય જાણ્યું છે. એના વિશે ક્યારેય કોઈ ઊહાપોહ કર્યો નથી. સિદ્ધિની પ્રાપ્તિ માટેની એમની મક્કમતા અને તે જીરવી જાળવવાની એમની સ્વસ્થતા માટે એમનું મેં હમણાં દર્શાવ્યું તે સૌમ્ય-સંતુલિત વ્યક્તિત્વ જવાબદાર છે. આથી અદકેરી સિદ્ધિઓ હજુ પણ એમને સાંપડો એવી હૃદયપૂર્વકની શુભેચ્છા સાથે એમને પુનઃ પુનઃ અભિનંદન આપીને વિરમું છું. 264 સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ Page #298 -------------------------------------------------------------------------- ________________ દોસ્તીની ઈંટ અને ઈમારત માનવીએ જીવનમાં કાંઈક વાંચવાને યોગ્ય લખવું જોઈએ અથવા લખવા યોગ્ય જીવન જીવવું જોઈએ. શ્રી કુમારપાળ દેસાઈએ આ બંને બાબતોને જીવનમાં સાર્થક કરી છે. કુમારપાળ સાથે મારો વર્ષોનો સબંધ છે. જેની શરૂઆત આ રીતે થઈ. થાનગઢમાં છેલ્લાં ૫૦ વર્ષથી ઊજવાતો નવરાત્રિ મહોત્સવ અનોખા ઢંગથી ઊજવાય છે. દરરોજ ૯ થી ૧૦ શ્રી રામચરિત માનસ અને ૧૦ પછી કલાકારોના કાર્યક્રમો, વિદ્વાનોનાં વક્તવ્યો, સંતોની સંતવાણી કે ભજનિકોનાં ભજનો. શ્રી વાસુકિ સંસ્કાર મંડળ આ કાર્યક્રમોનું આયોજન કરે છે જેના પ્રણેતા છે ડૉ. રાણાસાહેબ અને અન્ય મિત્રો. એક વાર અમે વિશ્વના મુખ્ય ધર્મો પર પ્રવચનો યોજવાનું નક્કી કર્યું. એમાં જૈન ધર્મ પર વક્તવ્ય રજૂ કરવાની પસંદગી ઉતારી શ્રી કુમારપાળ દેસાઈ પર. સમગ્ર નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમનું સંકલન અને સંચાલન માટે સંભાળવાનું હોવાથી મેં તેમને પત્ર લખ્યો. તેમણે તરત આમંત્રણ સ્વીકાર્યું. થાન પધાર્યા. ડૉ. રાણાસાહેબના મહેમાન થયા. રાત્રે જૈન ધર્મ પર મનનીય પ્રવચન આપ્યું. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સ્યાદ્વાદ, અનેકાંત વગેરે વિગતોને આવરી તેમણે ખૂબ જ સુંદર સરળ ભાષામાં છણાવટ કરી, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. શાહબુદ્દીન રાઠોડ 265 Page #299 -------------------------------------------------------------------------- ________________ હું ત્યારે મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં આચાર્ય હતો. આ તકનો લાભ લઈ મેં તેમને શાળામાં ‘ક્રિકેટ પર એક પ્રવચન આપવા વિનંતી કરી. આખા ગામના ક્રિકેટના શોખીનો એકત્રિત થયા. તેમણે ઇંગ્લેન્ડમાં ક્રિકેટની થયેલ શરૂઆતથી લઈ અનેક અભ્યાસપૂર્ણ બાબતો રજૂ કરી. વધુમાં વધુ રન, વધુમાં વધુ વિકેટો, ઝીરો રનમાં આઉટ થનાર, ૯૯ રને આઉટ થનાર, પ્રથમ જ ટેસ્ટમાં સદી નોંધાવનાર, છેલ્લો બોલ, છેલ્લી વિકેટ, છેલ્લી મિનિટ અને બંને ટીમનો એક જ સરખો સ્કોર – આવી અનેક રસપ્રદ વિગતો રજૂ કરી તેમણે ક્રિકેટના અભ્યાસીઓને ખુશ કરી દીધા. શ્રોતાઓએ જટિલ પ્રશ્નો પૂછ્યા. કુમારભાઈએ બધાના સચોટ જવાબો આપ્યા. આ બંને સમારંભો પૂરા થયા અને અમારી મૈત્રી શરૂ થઈ. દોસ્તીની ઈંટો મુકાતી ગઈ અને ઇમારત ચણાતી ગઈ. ગુજરાત સમાચારમાં તેમની ઈટ અને ઇમારત કૉલમ હું ઉત્સુકતાથી વાંચું છું. એમાં આવતા શેરની નોંધ કરું છું અને ક્યારેક પ્રસંગોને મારી શૈલીમાં રજૂ કરું છું. શ્રી જયભિખ્ખએ શરૂ કરેલી ઈટ અને ઇમારત' કૉલમ તેમના અવસાન બાદ શ્રી કુમારભાઈએ સંભાળી. પિતા અને પુત્રની પચાસ વર્ષની આવી અજોડ સાહિત્યસાધનાનું આવું અણમોલ ઉદાહરણ વિશ્વ સાહિત્યમાં મળવું મુશ્કેલ છે. થાનગઢની બીજી આવી જ સંસ્કારસાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય અને નાટકને આવરી લેતી પ્રવૃત્તિ હતી પરશુરામ પોટરી દ્વારા આયોજિત ગણેશોત્સવની. કમનસીબે ૬ર વર્ષ સુધી ચાલુ રહેલી આ પ્રવૃત્તિ પરશુરામ પોટરી બંધ થતાં બંધ થઈ. આ ગણેશોત્સવમાં ડૉ. રાણાસાહેબના પ્રયત્નોથી ભવ્ય લોક ડાયરાનું આયોજન થયેલ જેમાં કવિશ્રી દુલા ભાયા કાગ, શ્રી જેઠસુર દેવ, શ્રી રતિકુમાર વ્યાસ, શ્રી મેરુભા ગઢવી, શ્રી જયભિખુ જેવા આદરણીય મહેમાનો પધારેલા. અમે યુવાનો ત્યારે આ મહેમાનોની આગતાસ્વાગતામાં રોકાયેલા. સાંજે ડૉ. રાણાસાહેબને ત્યાં ત્રીસેક મહેમાનો જમ્યા, ત્યાર પછી મોટરો પરશુરામ પોટરીના પરશુરામ નગર તરફ જવા રવાના થઈ. સ્ટેજ પર ભારતીય બેઠકની ભાતીગળ સજાવટ થઈ. મહેમાનો ગોઠવાયા. સામે કાગ બાપુને સાંભળવા આખું થાનગઢ ઊમટી પડ્યું. એમના વક્તવ્ય પહેલાં શ્રી મેરુભા ગઢવી, શ્રી રતિકુમાર વ્યાસ, શ્રી જેઠસુર દેવ વગેરે વક્તાઓએ રજૂઆત કરી. ત્યાર પછી શહાદત, શૌર્ય અને સમર્પણની વાતો લઈ રજૂ થયા શ્રી જયભિખ્ખું. તેમને પહેલી વાર થાનના સ્ટેજ પર સાંભળ્યા, એ પહેલાં તેમનાં જવાંમર્દ, “એક કદમ આગે’ અને ‘ગઈ ગુજરી' જેવાં પુસ્તકો મેં વાંચેલાં. મને તેમની કુરબાનીની કથાઓ બહુ ગમતી. આ બધા વક્તાઓ પછી કાગબાપુએ સુકાન સંભાળ્યું. એક જ કાવ્ય ઉપાડ્યું “ફેંસલો’. આ (266 દોસ્તીની ઈંટ અને ઇમારત Page #300 -------------------------------------------------------------------------- ________________ એક જ કાવ્ય ત્રણ કલાક ચાલ્યું પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો આ પંક્તિઓ સાથે કાગબાપુનું વક્તવ્ય પૂરું થયું પણ લોકો સ્વયંને, સ્થળને અને સમયને વીસરી ગયા. ‘સ્તબ્ધ મેદની શબ્દ નવ સરે આવું વાતાવરણ થઈ ગયું. જીવનમાં સાહજિક રીતે જ્યારે આવી સ્થિતિ આપોઆપ સર્જાય છે બસ તેનું નામ જ ધ્યાન છે. મારી સ્મૃતિમાં આ પ્રસંગ એવો અંકિત થયો છે જે હું કદીય ભૂલી શકું તેમ નથી. હું કુમારભાઈના આગ્રહથી શ્રી જયભિખ્ખું વ્યાખ્યાનમાળામાં એક વાર પ્રવચન આપી આવેલો. એક વાર તેમના પરિવારના લગ્ન પ્રસંગે હું ગયેલો. વર્ષો પછી થાનને ઇચ્છા થઈ તેમને ફરી સાંભળવાની. મેં લાયન્સ ક્લબ, થાનગઢની રિજિયન કૉન્ફરન્સ માટે તેમને આમંત્રણ આપ્યું. તેમણે સ્વીકાર્યું, આવ્યા, પ્રવચન આપ્યું. સત્કાર સન્માન, હારતોરા, ભોજન બધું પૂરું થયું અને તેમણે વિદાય લીધી. હું ઘણી વાર એમને મળ્યો છું. સ્વાથ્ય જાળવવું. અતિ પરિશ્રમ ન કરવો, વધુ પ્રવાસો ન કરવા, ઉજાગરા ન કરવા – આવી ઉમદા સલાહો પણ એકબીજાને અમે આપી છે. મેં તેમના જીવનનું નિરીક્ષણ કરવા પ્રયાસ કર્યો છે. પ્રકાંડ વિદ્વત્તા છતાં તેનો જરા પણ ભાર નહિ. સાવ બાળક જેવું નિર્દોષ, નિર્મળ વ્યક્તિત્વ; સતત સર્જનશીલતા, અવિરત પરિશ્રમ અને વણથંભી સક્રિયતા. તેમને પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થયો છે તેથી મને અત્યંત આનંદ થયો. લોકોની તેમના પ્રત્યેની લાગણી, સભાવના અને પ્રેમની અભિવ્યક્તિ સરકારશ્રી દ્વારા પદ્મશ્રીના એવૉર્ડ રૂપે થાય છે. એ રાષ્ટ્ર માટે ગૌરવનો પ્રસંગ છે. 267 શાહબુદ્દીન રાઠોડ Page #301 -------------------------------------------------------------------------- ________________ સાડાચાર દાયકાની દોસ્તી અશવન્ત મહેતા છેક ૧૯૫૯માં કુમારભાઈને મેટ્રિક્યુલેશન પરીક્ષામાં પાસ થયાનો તાર એમને મોસાળ રાણપુર પ્રતિ કરેલો ત્યારથી આજ સુધીના ૪૫ વર્ષોનાં સંબંધ, અનુભવ અને સમગ્ર છાપ પંદર દિવસથી પણ ઓછા સમયગાળામાં લખી આપવાનું મહામુશ્કેલ છે. ખાસ કરીને એ સંજોગોમાં કે જ્યારે ક્ષેત્રસંન્યાસ હજુ ન લીધો હોય અને છતાં, જેમને પરસ્પર સંવાદમાં તો ‘અલ્યા કુમાર’ કહીને સંબોધવા જેટલી આત્મીયતા છે, જેના નામે મારી સેંકડો વાર્તાઓના નાયકનું નામ 'કુમાર' છે, જેની મૈત્રીના માનમાં મારા પુત્રનું નામ પણ કુમાર છે, એ કુમારપાળ દેસાઈ વિશે પુસ્તક પ્રગટ થાય અને એમાં મારી હાજરી ન હોય એ પણ કેવી રીતે કલ્પી શકાય ! કુમારપાળ વિશે તો અવકાશ મળ્યે ઘણું ઘણું લખવાનું હોય. ૧૯૫૯ના ઉનાળામાં મુ. પ્રા. સુરેન્દ્રભાઈ કાપડિયાની ભલામણથી મને ‘ગુજરાત સમાચાર' સંસ્થામાં નોકરી મળી. એ જ ઉનાળે કુમારપાળે મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપેલી. એમનો પરીક્ષાર્થીક્રમાંક સુરેન્દ્રભાઈ પાસે હતો. એ દિવસમાં મેટ્રિક્યુલેશનનું પરિણામ પ્રથમ અખબારો પર આવતું. એમાં કુમારપાળને પાસ થયેલ જોઈને સુરેન્દ્રભાઈએ મને જીપીઓ પર મોકલીને હરખનો તાર કરાવેલો. બસ, એ દિવસથી આજ સુધી એ મારા તરફદાર રહ્યા છે અને હું એમનો. શરૂઆતની જિંદગીમાં એ મારા કરતાં સમૃદ્ધ. (આજે પણ એમ જ 268 Page #302 -------------------------------------------------------------------------- ________________ છે.) અનેક વાર મને મદદ કરી છે. એક વાર મુંબઈ ગયા. ત્યાંથી મારે માટે પાટલૂનનું કાપડ લેતા આવ્યા. રાખોડી રંગનું એ પાટલૂન મેં વર્ષો સુધી પહેર્યું. કુમારને તો આ યાદ પણ નહીં હોય. એક વાર એને ધૂન ચડી કે અપંગ લોકોની સંઘર્ષ-સિદ્ધિની કથાઓ લખું. એ કથાઓ પછી અપંગનાં ઓજસ' નામે પ્રગટ થઈ છે. એમાં વયોવૃદ્ધ નૌકા-સફરી લૉર્ડ ચિશેસ્ટરની સાહસકથા લખવા માટે એ સાહસકથાઓનું દળદાર પુસ્તક લઈ આવ્યા. મારું અંગ્રેજી કાંઈક ઠીક. એટલે લૉર્ડ ચિશેસ્ટરની કથાના અનુવાદમાં મેં કિંચિત્ મદદ કરી. એ કામ પૂરું થયું એટલે સાહસકથાઓનું એ આખું પુસ્તક મને આપી દીધું. કહે કે મારી જરૂરિયાત પૂરી થઈ. તમારે જિંદગી આખી સાહસકથાઓ લખવાની છે. આ પુસ્તક હવે તમે જ રાખો. સાઠના દાયકાની શરૂઆતમાં કુમારપાળે મારી ઓળખાણ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના કાંતિભાઈ શાહ સાથે કરાવી. મારે માટે આ ઓળખાણ રત્નોની ખાણ બની ગઈ. કુમારપાળે જોડી આપેલો આ સંબંધ ઘણાખરા સાહિત્યકારોને તો અદેખાઈનું કારણ બને એવો સુદીર્ઘ અને સુફળદાયી બન્યો છે. લગભગ ચાર દાયકાથી ગૂર્જર મારા પ્રકાશક છે અને હું એમનો લેખક છું અને અમારો સહયોગ લગભગ ૪૦૦ પુસ્તક-પુસ્તિકાઓનો છે. કુમારપાળના પિતા, વિખ્યાત સાહિત્યકાર જયભિખ્ખ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના આગવા મુદ્રણાલય શારદાના માનદ સંચાલક હતા. એ નાતે કુમારપાળ કાન્તિભાઈ અને પરિવારના સંપર્કમાં હતા. એ કાંતિભાઈની અને મારી દોસ્તી કરાવીને કુમારપાળે કેટલી મહત્ત્વની સાહિત્યિક ઘટનાને જન્મ આપ્યો છે, એ તો હજુ ભવિષ્ય જ કહેશે. કુમારપાળ અને ગુજરાત સમાચાર'ના “ઝગમગીને કારણે જયભિખ્ખું મારા વડીલ બન્યા. છેક ૧૯૫૮થી એ ‘ઝગમગ'ના પ્રથમ પૃષ્ઠના લેખક હતા. મેં પહેલાં સુરેન્દ્રભાઈના મદદનીશ તરીકે અને પછી મહાન ચિત્રકાર-પત્રકાર ચન્દ્રભાઈ ત્રિવેદીના મદદનીશ તરીકે સંપાદનકાર્યની તાલીમ લીધી; અને ૧૯૬૨ પછી તો સાવ સ્વતંત્રપણે એકલે હાથે ઝગમગની જવાબદારી સંભાળવાની આવી, ત્યારે જયભિખ્ખએ મારી કેટલીય મૂર્ખતાઓને અને ગુસ્તાખીઓને માફ કરી અને સદાય મારી સજ્જતા કેળવવા પ્રયાસ કર્યો. બાપા અને દીકરા બંનેને હેયે મારું હિત હતું, એની પ્રતીતિ ૧૯૬૭માં મળી. એ વર્ષે ગુજરાત રાજ્યની શિષ્ટમાન્ય સાહિત્યને ઇનામો આપવાની યોજનામાં જયભિખ્ખને, કુમારપાળને અને મનેય ઇનામ મળેલાં. અખબારમાલિક કહે કે યશવન્ત તો અમારો કર્મચારી છે. એને બિરદાવતા સમાચાર નહિ છાપું અને એની તસવીર નહિ છાપું. ત્યારે આ બંનેએ કહેલું કે જો યશવન્ત મહેતાની તસવીર સાથે સમાચાર ન છપાય તો અમારા સમાચાર પણ ન છાપશો ! બીજી બાજુ, એકથી વધારે વખત કુમારપાળનાં ખેલકૂદનાં કૉલમ માટે મારે હઠાગ્રહ કરવા પડેલા. 269 યશવન્ત મહેતા Page #303 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું ડિસેમ્બર ૧૯૬૯માં અવસાન પામ્યા એ અગાઉ એમણે મને બે ગુરુમંત્ર આપ્યા: (૧) આપણે લખીએ તે તરત કદાચ ન પણ છપાય; પરંતુ લખવાનો મહાવરો ચાલુ રાખવો. દરરોજ ઓછામાં ઓછાં પાંચ પાનાં લખવાં. (૨) પ્રૂફરીડિંગ કરવાનું ચાલુ રાખવું. આપણી ભાષા, શેલી, જ્ઞાન-માહિતી, સાહિત્યપ્રવાહોની જાણકારી વગેરે તીક્ષ્ણ ધારદાર રહે એ માટે પ્રફરીડિંગ જરૂરી છે. કેટલાક ગુમાની લેખકો પૂફરીડિંગને નિમ્ન સ્તરની કામગીરી માને છે, એવા લોકો બંધિયાર જળ જેવા બની જાય છે. જયભિખૂની આ બંને શિખામણો મેં સતત ત્રણ દાયકાથી પાળી છે. હમણાં લખવાનો બોજ વધી ગયો છે એટલે વ્યવસાયી પૂફરીડિંગ છોડી દીધું છે, પરંતુ મારાં પોતાનાં પુસ્તકો અને મારાં સંપાદનો તળે ચાલતાં ગૂર્જર સાહિત્ય', “બાલઆનંદ જેવાં સામયિકોનાં ફાઇનલ પૂફ તો વાંચવાનો આગ્રહ રાખું જ છું અને લેખન... ચારસો ઉપરાંત પુસ્તકો અમસ્તાં નથી થયાં. હજુ થશે. સાઠના દાયકાનો ઉત્તરાર્ધ અને સિત્તેરના દાયકાનો પૂર્વાર્ધ અમારા અનેક સહ-ઉજાગરાનો સાક્ષી છે. ગુજરાત સમાચાર' અને ઝગમગબંનેમાં કુમારપાળ ખેલકૂદના સ્તંભ લખે. ક્રિકેટ વિષેની જાણકારી છાપે. એટલે અમદાવાદમાં કોઈ મેચ રમાવાની હોય ત્યારે શ્રીમાનને ‘ક્રિકેટજંગ' પ્રગટ કરવાનો ઉમળકો જાગે એટલે એ મારો કાંઠલો ઝાલે. અમે સાથે મળીને ‘ક્રિકેટજંગ'ના લેખનાં પૂફરીડિંગ, લેઆઉટ વગેરેની કસરત કરીએ. એ પ્રોફેસર અને હું પૂરા સમયનો પત્રકાર. એટલે રાતના ઉજાગરા કરીને જ કામ કરી શકીએ. ચંદ્રનગરને એમને બંગલે અમે પરોઢ સુધી જાગીએ. પાર્શ્વભૂમાં વાસણા ખાતેના સાબરમતી પરના બેરેજનાં મશીનોનું ધમધમાટ સંગીત ચાલતું હોય... મીઠા લાગતા'તા દોસ્તોના એ ઉજાગરા ! હું મારી તરંગી પ્રકૃતિ મુજબ ઘણી વાર કહ્યું કે બાપુ, આ બેરેજ બંધાઈ જાય અને સાબરમતી સરોવર બની જાય, પછી એની વચ્ચે મારે એકદંડિયો મહેલ બનાવવો છે! સાબરમતીની વચ્ચે તો નહિ, પરંતુ એને સાવ કાંઠે, પેલા બેરેજની પાડોશમાં આખરે મારું પોતાનું ઘર થયું એ માટેનો મહત્તમ યશ કુમારપાળને ઘટે છે. મેં એમને કહી રાખેલું કે મારે આટલામાં, તમારા પડોશમાં, ક્યાંક ટેનામેન્ટ જોઈએ છે. એમણે નારાયણનગરના મંત્રી પ્રવીણભાઈ શાહને ભલામણ કરી. કુમારપાળનું ચીંધેલું કામ હતું એટલે પ્રવીણભાઈએ પાંચ-પાંચ મહિના તકેદારી રાખીનેય પાર પાડ્યું. કુમારપાળના અને મારા સંબંધની કઈ કઈ વિગતો ભૂલું અને કઈ યાદ કરું? ૧૯૭૭માં નવગુજરાત કોલેજની મેનેજમેન્ટે પત્રકારત્વ જેવા વ્યવસાયી અભ્યાસક્રમો શરૂ કર્યા. એ માટે એક મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટ રચીને ડૉ. ચંદ્રકાંત મહેતા અને ડૉ. કુમારપાળ દેસાઈને એનું સંચાલન સોંપ્યું. ત્યારે વિઝિટિંગ ફેકલ્ટીમાં મારો સમાવેશ કર્યો. આ બે દોસ્તોએ મને પ્રોફેસર' બનાવ્યો! 270 સાડાચાર દાયકાની દોસ્તી Page #304 -------------------------------------------------------------------------- ________________ પછી તો ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ જેવી યુનિવર્સિટીઓમાં મેં અધ્યાપન કર્યું. ૧૯૭૭માં શરૂ થયેલી અધ્યાપકીય કામગીરી જાતે ૨૦૦૩માં છોડી ત્યાં સુધી ચાલુ રહી. યુવાવસ્થામાં પ્રોફેસર બનવાની તમન્ના ખૂબ હતી. કાંઈક આર્થિક-સામાજિક સંજોગોએ અને કાંઈક વધારે પડતા રોમેન્ટિક સ્વભાવે એવું બનવા ન દીધું. પરંતુ કુમારપાળ અને ચંદ્રકાંત મહેતા જેવા દોસ્તોના પ્રતાપે, મારા જેવા પાસ ક્લાસનો ગ્રેજ્યુએટ એકવીસમી સદી સુધી અનુસ્નાતકોને યુનિવર્સિટી કક્ષાએ ભણાવવા સુધી પહોંચ્યો. કદાચ મારી આવડતનોય આમાં ફાળો હશે પરંતુ દોસ્તોના ઋણનો સ્વીકાર કરું છું. " મોટા થતા ગયા તેમ અળગા થતા ગયા. ૧૯૮૮માં મેં ગુજરાત સમાચાર છોડ્યું. એનેય આજે (૨૦૦૪માં સોળ વર્ષ થયાં. સ્વાભાવિક જ એકબીજાથી થોડાક અળગા થઈ ગયા છીએ. કાર્યક્ષેત્ર પણ બદલાયું છે. હું માત્ર લેખનમાં રહ્યો છું; કુમારપાળ તો બડા સંસ્થા-સંચાલક, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જનજ્ઞ, અતિ સફળ અધ્યાપક બન્યા છે. એમની જ્ઞાનકોશ વગેરે પ્રવૃત્તિઓમાં મને ખેંચવા એમણે કોશિશ કરી, પરંતુ મારો ઝુકાવ વધુ ને વધુ સ્વતંત્ર લેખન તરફ રહ્યો છે. ક્યારેક જ મળાય છે. એમની નિરંતર પ્રગતિ જરાક સાક્ષીભાવે જોવાનું બને છે. પણ એ સદાય આગળ અને ઊંચે જાય એવી શુભેચ્છા મારો સ્થાયીભાવ છે. હું અને મારાં પત્ની વૈદ્ય દેવી મહેતા (જે માધ્યમિક શાળામાં કુમારનાં સહપાઠી હતાં અમારા આ તેજસ્વી દોસ્તને વધુ ને વધુ તેજસ્વી બનતો જોવા ચાહીએ છીએ. 271 યશવન્ત મહેતા Page #305 -------------------------------------------------------------------------- ________________ અમારા સવાઈ અમિતાભ મિત્ર પન્નાલાલનો સવારે ફોન આવ્યો. કહેઃ તમારા અમિતાભ આજે સવારે અમદાવાદથી આવ્યા છે, સાંજે અન્નમેળ કરીશું?” અને મનમેળવાળા અને સાંજે ચોપાટી. બિરલામાં મળીએ અને અન્નમેળ કરીએ. હા, મારા એ અમિતાભ. આ બંને અમિતાભ વચ્ચે ઘણું સામ્ય, શરીરની ઊંચાઈ સિવાય. અમિતાભ જાતજાતના ખેલ કરે, પાત્રો ભજવે, અભિનય કરે અને દરેક પાત્રમાં સાંગોપાંગ ઊતરી રસાનંદ કરાવે એમ અમારા આ કુમારપાળ સાહિત્યનાં અનેક ખેડાણો પૂર્ણતાપૂર્વક ખેડે અને સર કરે. બાળસાહિત્ય, નિબંધ, ચિંતન, સંપાદન, વિવેચન, સંશોધન, જીવનચરિત્ર, પત્રકારત્વ, વાર્તા, અનુવાદ અને અંગ્રેજીમાં પણ સર્જન! રમતગમત અને ક્રિકેટમાં તો ઓલરાઉન્ડર ! અઢાર વર્ષની ઉંમરથી નિયમિત કૉલમિસ્ટ અને ૧૯૭૦થી શરૂ થયેલી ઈટ અને ઇમારત તો આજે પિરામિડ બની ગઈ! અમારા આ સવાઈ અમિતાભનો પ્રથમ લેખ ‘ઝગમગ'માં છપાયો ત્યારે કોને ખબર કે આ લેખના લેખક આટલા બધા ઝળહળશે અને ઝગમગશે! આ બંને અમિતાભ ઊડાઊડ કરે...!! આ બે અમિતાભમાં બીજું એક વિરલ સામ્ય ! બંનેના પિતા પ્રસિદ્ધ સાહિત્યકાર, સ્વભાવમાં બંને મિતભાષી, ઉત્તરમાં થોડું સ્મિત આપી દે !અને વર્તનમાં નખશિખ આભિજાત્ય! નવંત શાહ 272 Page #306 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની વાત કહું તો, આપણા આ સવાઈ અમિતાભ સાથે આપણા સંત અમિતાભજી યાદ આવી જાય ! સંતજી તો યાત્રાના શિખર ઉપર બિરાજે છે અને આપણા આ અમિતાભ એ જ યાત્રાના યાત્રી! એવૉર્ડ અને માન-ચાંદની બાબતમાં પણ અમારા અમિતાભ સવાઈ જ, અમારા સવાઈ પાસે પદ્મશ્રી' છે. અને સમજદારીમાં અમારા આ સવાઈ વધુ સમજદાર. એ કાંઈ કોઈ મિત્રતાની લાગણીમાં આવીને જ્યાંત્યાં ન ઝંપલાવી દે, કે ગણતરી કર્યા વગરની મહત્ત્વાકાંક્ષા સેવીને મુશ્કેલીઓનો પહાડ પોતાના માથે ન ખડકી નાખે ! એવું કર્યું હોત તો આપણા આ અમિતાભને પણ ‘ખજૂરાદર્શનનો પૂરો ચાન્સ હતો, તો વળી લાલબત્તીવાળી ગાડીમાં ફરતા થઈ જાત અને જવા દો. આપણા આ અમિતાભ એમ જલદી ખજૂર ખાવાની ઉતાવળ ના કરે, એ તો સાચા રાહની રાહ જોવામાં માને! કાળને ઓળખે તે જ્ઞાની ! નૌ તમ્ય નમઃ | એટલે આપણા આ સવાઈનું જીવન સંઘર્ષનું નહિ, સમજણનું જીવન! સમજદાર તો એવા કે અમારા ગુજરાતી સાહિત્ય જગતમાં એવું છે ને કે એક વખત જૈન સાહિત્યકારનું લેબલ લાગે એટલે મૂર્ધન્ય સાહિત્યકારો એમને સાહિત્યકાર માને જ નહિ, પછી ભલેને એમણે જીવનભર સાહિત્યનું સંશોધન કરીને લિપિઓ ઉકેલી હોય ! એટલે આપણા આ સવાઈએ સૌ પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદનું મંત્રીપદ ગજવામાં મૂક્યું અને પરિષદને પ્રાણવાન બનાવી. વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં મેં એમને સઘન કાર્ય કરતા જોયા છે! ગુજરાતની કૉલેજો અને ગુજરાત યુનિવર્સિટી અને ભાષાસાહિત્યભવનના ફેલો, લેક્ટરર, પ્રોફેસર, અધ્યક્ષ, ડીન અને પીએચ.ડી.ના માર્ગદર્શક આપણા ડૉ. કુમારપાળ દેસાઈ! એટલે જેને સાહિત્યકારનું લેબલ લાગે એ પહેલાં ઘણાં લેબલો કારકિર્દીમાં વણી લીધાં! અને હજુ કદાચ કોઈ કાંઈ ખસેડે એ પહેલાં તો વિશ્વકોશ'નો વિરાટ હિમાલય એના ઉપર મૂકી દીધો ! આવી જાવ. મારો એમનો પ્રથમ પરિચય ક્યારે થયો ? અમને બંનેને યાદ નથી. પૂ. કલ્યાણચંદ્રજી બાપાના સોનગઢ આશ્રમમાં થયો. જૈન સાહિત્ય સમારોહ યોજાયો, ત્યારે ત્યાં એમણે કહેલું કે પોતે નાના હતા ત્યારે પિતાશ્રી જયભિખુ સાથે ત્યાં આવે, ડેલા પાસે સાંજે પૂ. બાપા, પૂ. કારાણી સાહેબ અને પૂ. જયભિખ્ખજી સાથે છાપા-વાંચન ચાલે ત્યારે વિદ્યાર્થીઓ વૉલીબૉલ રમે ત્યારે એમાં બધા સાથે એ પણ રમવા ભળે, ત્યારે હું પણ ત્યાં હતો. મને શી ખબર કે અડધી ચડ્ડીવાળા આ કુમારપાળ મોટા થઈને આવા “ઝભાવાળા થઈ જશે !! ખબર હોત તો ત્યારે જ હું “ધબ્બો મારી દેતને ! 213 ધનવંત શાહ Page #307 -------------------------------------------------------------------------- ________________ એ વખતે ગુજરાતી સાહિત્યકારોમાં શૈલીને કારણે પૂ. જયભિખ્ખજીનું મને ગજબનું આકર્ષણ. જીવનને પ્રેરણા અને ચેતના આપે એવું એમનું સાહિત્ય. એમની નવલ “ગીત-ગોવિંદ તો મેં બે-ત્રણ વાર વાંચેલી ! જૈન સાહિત્યના મર્મજ્ઞ કૃષ્ણભક્તિને આટલી બધી આત્મસાત્ કરી શકે ? એ કૃતિને આકાર આપવાની મને ખૂબ ઇચ્છા થયેલી, હજુ છે, પણ... એક વખત પરિવાર સાથે હું મહુડી ગયેલો. ગભારામાં શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન કરવા ઊભો રહ્યો, બાજુમાં ધ્યાનસ્થ મુદ્રામાં કુમારપાળ ઊભા હતા. મેં એમના ધ્યાનમાં ખલેલ ન પહોંચાડી. થોડી વારે મેં આંખ ખોલી, તો એઓ ગાયબ ! પછી ઘણા શોધ્યા, ન મળ્યા, ન જડ્યા. પણ એ એમની ધ્યાનમુદ્રા મારા હૃદયમાં આજેય એટલી અકબંધ છે. ચિત્રકાર હોઉં તો ચિત્ર દોરી બતાવું. એમની આવી “ધ્યાન મુદ્રા – જુઓને આજે એમને કેટલી સિદ્ધિઓ પાસે લઈ આવી ! સાધના વગર સિદ્ધિ ન સંભવે! અમારા આ સવાઈને સર્વપ્રથમ પરદેશનું આમંત્રણ મળ્યું, ત્યારે અમારા શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ધોબી-તલાવ મુંબઈની ઠક્કર હોટલમાં એક નાનો જમણ સમારોહ યોજાયો. ત્યારે પૂ. રમણભાઈએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે હવે કુમારપાળ દર વરસે પરદેશ જશે, અને આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણને એમની ગેરહાજરી વરતાશે.” અને પૂ. રમણભાઈનાં એ વાક્યો પૂર્ણતઃ સાચાં પડ્યાં: ‘હીરાને હાથમાં લેતાં જ ઝવેરી હીરાને પારખી જાય અને એની તેજયાત્રાની શ્રદ્ધા વ્યક્ત કરી દે.” કુમારપાળ અને અમે નિયમિત જૈન સાહિત્ય સમારોહમાં મળીએ, વ્યસ્ત હોય તોય, એકાદ સવાર કે સાંજ ડોકિયું કરી જાય અને બધાને એમના જ્ઞાનની પ્રસાદી આપી જાય. આપણા આ સવાઈ સંબંધો જાળવણીના જ ઇસમ નથી, સંબંધોને બીજા માટે ફાળવી દેનાર દિલદાર દોસ્ત પણ છે. એમનું એક પુસ્તક મને અને મારાં પત્નીને ખૂબ ગમ્યું. ફોન ઉપર મેં વાત કરી અને બીજે અઠવાડિયે એ પુસ્તકની દશ નકલ મારા ઘરમાં ! એટલે એમને કાંઈ કહેવામાં પણ સંકોચ રાખવો પડે. સહેજ ઇચ્છા કરી અને પોતાના હૃદયના દરવાજા ખોલીને પ્રેમનું પૂર વહાવે. મુંબઈમાં એક વખત અમારે કોઈ કામે એક દાનવીરને મળવા જવાનું થયું. એ પહેલાં મારા ઘર અમે જમ્યા. મારાં પત્ની તો હોંશીલા બની ગયાં. જમી લીધા પછી મારાં પત્ની કહે, કુમારપાળ લખે છે બહુ સારું, પણ ખાય છે “ઓછું. કહ્યું, જ્ઞાની માણસો મિતાહારી હોય ! પછી અમે એ શ્રેષ્ઠિને ત્યાં ગયા. બે કલાક એ શ્રેષ્ઠિવર્યની શિખામણો અને એમની યોજનાઓ અમારે સાંભળવી પડી. હું આકળવિકળ થાઉં, પણ આપણા આ સવાઈ તો સ્થિતપ્રજ્ઞ ! નીચે ઊતરી મેં કહ્યું, “શું મળ્યું?” તો કહે. આપણે સારા શ્રોતાઓ છીએ એની પણ આપણે પ્રતીતિ કરાવવી જોઈએને! 214 અમારા સવાઈ અમિતાભ Page #308 -------------------------------------------------------------------------- ________________ હું કાર્ટુનિસ્ટ નથી, હોઉં તો આપણા આ સવાઈનું ચિત્ર આવું દોરું પગમાં બે સ્કેટિંગ બૂટ, બે હાથમાં બે પાંખો, બે બગલથેલા, એકમાં જૈન સાહિત્ય અને બીજામાં ગુજરાતી સાહિત્ય, ગળામાં ક્રિકેટનું બૅટ, સાફામાં વચ્ચે વિશ્વકોશ અને ઉપર એક પક્વ, મોઢામાંથી ઝરતાં ફૂલ અને આંખોમાંથી વરસતો પ્રેમ... પ્રેમ...!! અને હૃદયમાંથી નીકળતી કલમ... આ સવાઈની દીર્ઘ સમજ તો એવી કે દોઢેક દાયકા પહેલાં અમારાં ગીતાબહેને અખિલ ભારતીય જૈન પત્રકાર સંમેલન યોજવાનું સ્વપ્ન સેવ્યું. એમણે મહેનત કરી. દિલેરદિલી બીજા કુમારપાળ શાહે ધંધુકામાં ત્રણ દિવસ માટે બધાં – લગભગ સોએક જેટલા પત્રકારો માટે બાદશાહી સગવડ કરી, કુમારપાળ મને કહે, “આ સંઘ શેત્રુંજય નહીં પહોંચે', દ્વારકાની જગ્યાએ શેત્રુજય શબ્દ વાપર્યો – “બહેનની મહેનત બહેનને જ પડશે.” અને બન્યું પણ એવું બંધારણ અને કારોબારીની રચનામાં, ધબાય નમઃ –Two intelligence persons never sit together – અને આ તો પાછા, બુદ્ધિશાળી કૉલમિસ્ટ અને કલમિસ્ટોનો શંભુમેળો ! બધાં કટારલેખકો તો ખરા જ! આ કટારલેખક શબ્દ કોણે શોધ્યો હશે? જવા દો એ બધી વાતો. આપણી સરકારની ટોચે બિરાજે છે “કલામ’. કલમના કસબીને કમળ (પબ) આપે એ કંઈ કમાલ નથી, પણ કર્તવ્યનિષ્ઠાની પૂરી કદર છે. આવો પદ્મ આપીને, આપણા આ સવાઈમાં પ્રગટેલી પધ” અને “શ્વેત' વેશ્યાનું આપણને દર્શન કરાવ્યું છે, એ આપણા માટે ઓચ્છવનો પ્રસંગ છે. પણ, આપણા આ તો, અવધૂ આનંદઘનના અનુરાગી, એ હુજૂરને પામવાની તાલાવેલીવાળા; એમને હાજર સાથે શું લેવા દેવા ? હવે એમનો હુજૂર એમનામાં હાજર થાય એ જ શુભેચ્છા ! ત્યારે સવાઈ અને કુમારપાળ બંનેનો છેદ ઊડી જશે. આપણા “આ એ પંથના જ પ્રવાસી છે! ઋતંભરા પ્રજ્ઞા ત્યાં બિરાજતી હશે. 275 ધનવંત શાહ Page #309 -------------------------------------------------------------------------- ________________ મોંધી મિરાત વિનૉદ અધ્વર્યુ ‘‘કુમારપ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા તેથી એ ખ્યાતનામ થતા નથી. પણ ખ્યાતનામ હોવાથી તેમને આ અલંકરણથી નવાજવામાં આવ્યા છે.’’ ભલે. આનંદની વાત છે. “કુમારપાળ આપણા સંસ્કૃતિ-પ્રસારક પ્રતિનિધિ સમા વિશ્વવ્યાપી છે.’” બરાબર છે. “કુમારપાળ એમની અનેકવિધ પ્રશસ્ય પુરુષાર્થી પ્રવૃત્તિઓને કારણે આપણા ‘સન્માન્ય’ જ નહીં પણ બહુસન્માનિત વ્યક્તિવિશેષ ગણાય.' ઉચિત છે. આપણને એનું ગૌરવ પણ થાય એ સ્વાભાવિક છે. “કુમારપાળ દેસાઈની ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, સંસ્થા-સંચાલન, ૨મતગમત એવી અનેકક્ષેત્રીય તજ્ઞતા અને યશસ્વી કાર્યદક્ષતા વિવિધ દૃષ્ટિએ કીર્તિમાનોને પાત્ર લેખાઈ છે.’’ – નિર્વિવાદ હકીકત છે. – અને હજી આવાં વિધાનો ઉમેરી શકાય. આ બધાં યથાર્થ છે એ તો લોકસ્વીકૃત હકીકત છે. પદ્મશ્રી-સન્માન પણ એ જ સ્વીકૃતિ પર ઉમેરાતી મહોર છે. પણ માફ કરજો... સહેજ અંગત રીતે કહું ? આ બધું જ આનંદપ્રદ અને અભિનંદનીય છે. પણ અંગત રીતે મારે મન કુમારપાળનું જે સૌથી મૂલ્યવાન પાસું છે તે સ્નેહાળ સ્વજનનું ! તુલસીદાસજી કહે છે તેમ હેતુરહિત અનુરાગ'નો – નિર્વ્યાજ 276 Page #310 -------------------------------------------------------------------------- ________________ સ્નેહનો અનુભવ જીવનમાં વિરલ વ્યક્તિઓ પાસેથી સાંપડે છે. મને, મારાં કુટુંબીજનો ઉપરાંત, જે થોડીક વ્યક્તિઓ પાસેથી આવો સ્નેહાનુભવ સાંપડ્યો તેમાં કુમારપાળ અગ્રણીઓમાંના એક છે. એટલે મારે મન એમના વ્યક્તિત્વની એ મધુર-શાંતપ્રસન્ન પ્રભા જ સૌથી આકર્ષક અને મૂલ્યવાન છે. જોકે, એમની સ્નેહાભિવ્યક્તિ નિર્ભેળ નથી. એમાં એમનો મારા પ્રત્યેનો આદર સતત ઓગળેલો હોય છે! મારી વયકક્ષા એનું કારણ હોઈ શકે. પણ શું થાય?ન હું એ સમયગાળાને દૂર કરી શકું ન કુમારપાળના વિનયી સૌજન્યશીલ સ્વભાવને બદલી શકું ! એટલે હું તેમને મિત્રભાવથી જ પ્રમાણે છતાં તે મને સાદર સ્નેહથી જ પ્રમાણે તો મારે એટલું અંતર નભાવી લેવું જ રહ્યું! જોકે એમાંય આનંદ છે – નરવો આનંદ. હા, એમને મળવાનું થાય ત્યારે એમનો સ્નેહભાવ ભલે મમત્વપૂર્ણ લાગે, પણ એ મર્મવ' જ છે એવું સમજવાની ભૂલ ન કરું, કારણ કે આટલાં (અને કેટલાં બધાં !) વર્ષોથી એમના નિકટના પરિચયમાં હોઈ સમજી ગયો છું કે સ્નેહાળતા એમના વ્યક્તિત્વનો આગવો અંશ છે, અને સૌજન્ય એમના સ્વભાવની લાક્ષણિકતા છે. તથા એ બન્ને એમની પાસે એટલા અમેય પ્રમાણમાં છે કે એમના સમુદાર હૃદયને એમાં પણતા દાખવવાની જરૂર જ ન પડે. એટલે માનું છું કે જે અનુભવ – “મમત્વનો – મને થાય છે તેવો એમના નિકટસંબંધમાં આવનાર પ્રત્યેકને – અને એમ અનેકને થતો હશે ! એમના બહોળા સંબંધવર્તુળનું આ પણ રહસ્ય હોઈ શકે ! તેમ છતાં – મને મારા પૂરતો જે અનુભવ થાય છે તે ઓછો કે અપૂર્ણ — આંશિક – નથી હોતો, અશેષ લાગે છે, એ જ મારે મન મોટી મિરાત છે – મોટી અને મોંઘી. કુમારપાળના બહોળા સંબંધવર્તુળના કારણમાં એમના વ્યક્તિત્વનો એક બીજો વિશેષ પણ કારણભૂત જણાય છે – મધુર સૌજન્ય ! એમના સૌજન્યમાં માધુર્ય હોય છે, તેમ માધુર્યમાં સૌજન્ય હોય છે. જેમની સાથે તે સાદર સંમત છે તેમને પહેલા પ્રકારનો અનુભવ થતો હશે, જ્યાં તે અસંમત હોય ત્યાં બીજા પ્રકારનો ! વ્યવહારદક્ષતાને નામે ઓળખાતો એમનો ગુણ વાસ્તવમાં સૌજન્ય છે. એ અસંમત હોય તો તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનું સાહસ ધરાવે છે, પણ એ અસંમતિને અનાઘાતક રીતે વ્યક્ત કરવાનું પણ તે જાણે છે. આથી તે ઉગ્ર વિરોધીઓને પણ દઢ છતાં મધુર રજૂઆતથી નિઃશસ્ત્ર કરી શકે છે. પરિણામે મમત્વ' “મમત'માં પરિણમતાં નથી અને અસંમતિ પણ “અવિરોધેન વ્યક્ત થઈ જતાં સામા સમસમી ન જતાં સમજી જાય છે! કુમારપાળ સતત કર્મશીલ છે, અને સફળ પુરુષાર્થી છે. તેમની એ સફળતાનું મૂળ તેમની આ મધુર પ્રવૃત્તિમાં છે. જોકે, એ પુરુષાર્થોની સફળતાનું પ્રબળ કારણ તો તેમની નિષ્ઠા છે. તે જે કામ લે છે તે નિર્વાજ અને નિરંકુશ નિષ્ઠાથી નભાવે છે. આ નિષ્ઠા તેમને વ્યવહારની આવશ્યક મર્યાદાથી વધુ એવી મૂલ્યોમાં બાંધછોડ કરવા દેતી નથી, આથી જ તેમના સૌજન્યશીલ અને શાંત 271 વિનોદ અધ્વર્યુ Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાદમાં, કે અસંમતિમાં પણ દઢતા પારખી શકાય છે. એમની નમ્રતામાં અવિચળતા અવશ્ય ઓળખાય છે. = – કોઈ પણ પુરુષાર્થીને સફળ થવા માટે આવી બે પરસ્પરવિરોધી લાગતી વૃત્તિઓ – દૃઢ નિષ્ઠા અને વ્યવહારદક્ષતા – મધુરતા અને પ્રતિકાર – નું સંયોજનાત્મક રીતે પરસ્પર પૂરક રીતે હોય તો તે તે કેવાં સુભગ પરિણામ નિપજાવી શકે છે તેનું કુમારપાળની કાર્યરીતિ સરસ ઉદાહરણ છે. આ કારણે જ તેમને, સંઘર્ષ માટેની ક્ષમતા છતાં, સંઘર્ષ જગાડવા પડ્યા નથી. તેમની વિધાયક, અને ક્યારેક સહી લેવાની, નભાવી લેવાની ઉદાર વૃત્તિઓને કારણે પણ વિખવાદો, સંઘર્ષો ટળ્યા હશે ! જાહેર કાર્યો કરનાર માટે આ ઓછો ઉપકારક ગુણવિશેષ નથી ! એ સતત કાર્યશીલ છે. સ્વભાવની કેટલીક ખાસિયતો અને દક્ષતા કેટલેક અંશે તેમને પિતાશ્રી પાસેથી વારસામાં પણ મળી હશે. પણ એમને મળેલી વારસાગત ઇમારતની ઈંટો તેમણે ખરવા તો નથી દીધી, એટલું જ નહીં પણ એ ઇમારતને વધુ ને વધુ વિકસાવી છે તે જો સર્વસ્વીકૃત હકીકત ન હોત, તો પ્રજાએ તેમને આટઆટલાં સન્માનોથી પુરસ્કૃત કર્યા હોત – બિરદાવ્યા હોત ખરા ? કુમારપાળને જ્યારે મળવાનું થાય ત્યારે એમ જ લાગે કે તે ખૂબ જ કામમાં છે. તેમને મળવાથી ખલેલ કરતા હોઈશું. તે સતત કાર્યરત હોય છે એ હકીકત છે, તો એટલા કામ વચ્ચે પણ જ્યારે તેમને મળીએ ત્યારે જાણે તે આપણને મળવા, નિરાંતથી વાત કરવા બેઠા હોય એવા અનુભવ થયા કર્યો છે તે પણ હકીકત છે ! આટલી પ્રવૃત્તિ છતાં તે આવી નિરાંત જાળવી શકે, આટલા સફળ પુરુષાર્થો ને પ્રગતિ છતાં જે આટલી સૌજન્યશીલતા, નમ્રતા અને સાદર સ્નેહપૂર્ણતા દર્શાવી શકે એવા વ્યક્તિત્વને પ્રમાણવાનું થાય એ પણ લ્હાવો છે. તેમને દૃઢ થતા જોયા છે, ઉગ્ર થતા જોયા નથી. અસંમત થતા અને નકાર કરતાં જોયા છે, તોછડા થતા જોયા નથી. વિરોધ સામે કે પડકાર સામે કમર કસતા જોયા છે પણ પ્રત્યાઘાતક થતા જોયા નથી. તેમને હંમેશાં માધુર્યની ઢાલ જ વાપરતા જોયા છે. કઠોર તલવાર વાપરતા જોયા નથી. એટલે આ પદ્મશ્રીપ્રદાનના શુભ અવસરે તો એટલું જ સૂચન કરવાનું મન થાય છે કે કુમારપાળને કોઈ ઉશ્કેરીને આઘાતક કરી શકે – કઠોર અથવા કટુવાણી વાપરવા મજબૂર કરી શકે તેને માટે પારિતોષિક જાહે૨ ક૨વું જોઈએ. ખરુંને કુમારપાળ ? 278 મોંધી મિરાત Page #312 -------------------------------------------------------------------------- ________________ - A પ્રસન્નવદળ, અનાફૂલ, અનેકાન્તવાદી ઝવેરી “વારવાર દરિયાપારના દેશોમાં આંટાફેરા કરવાના થાય ત્યારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કે જેથી આંટાફેરા કરતાં કરતાં ફેરા'ના કે એવાં બીજાં કોઈ ભળતાં જ કૂંડાળાંમાં પગ પડી ન જાય?” ૧૯૮૩થી ૧૯૯૦ના ગાળામાં વારંવાર દરિયાપારના દેશોમાં જવાની તક મળી હતી, ત્યારે હું વારંવાર દરિયાપારના દેશોમાં આવતા-જતા ડૉ. કુમારપાળ દેસાઈની સલાહ ચાહીચેતીને લેવા ગયેલો. ત્યારે મેં ઉપરોક્ત સવાલ કરેલો. એમણે સાવ સહજ સરળતાથી કહેલું : “જે કોઈ દેશમાંથી જે વ્યક્તિ કે સંસ્થા નિમંત્રણ આપે તે પોતે જ આવવા-જવાની ટિકિટ મોકલે એવો આગ્રહ રાખવો. આપણે સહજ ભાવે જવું અને એટલી જ સાહજિકતાપૂર્વક પાછા વતનભેગા થઈ જવું. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે વસ્તુઓની લેવડદેવડ કરવા કરતાં વિચારો, ભાવભાવનાઓના આદાનપ્રદાનમાં રચ્યાપચ્યા રહેવું. એટલે બહુધા કોઈ તકલીફ નહીં થાય.” તૂટક તૂટક ડાયરી લખવાની મારી ટેવ – એટલે વર્ષો પહેલાંનો અમારી વચ્ચેનો આટલો સંવાદ ડાયરીનાં પાને સચવાયેલો છે. ડૉ. કુમારપાળ દેસાઈનાં વેશ-પહેરવેશમાં, ઉપયોગની ચીજવસ્તુઓમાં કે ઘરમાં વિદેશી વસ્તુઓની ભરમાળ કે ઝાકમઝોળ જોવા નહિ મળે, કારણ કે વસ્તુમાં નહિ તેટલો વિચારોમાં એમને રસ રહ્યો છે. એઓ અંદરથી આરત અને સમૃદ્ધિના માણસ છે બહારના દેખાડા કે વૈભવના નહિ. અશ્વિન દેસાઈ 279 Page #313 -------------------------------------------------------------------------- ________________ આટઆટલું ફર્યા હશે, કોને કોને મળ્યા હશે – એમણે કદીય એવાં ફોટો આલ્બમો એકત્રનહિ કર્યા હોય, કદાચ વસ્તુની કાળજી રાખવાની ટેવનાં કારણે એકત્ર કર્યા હોય તોય જે કોઈ ઘરે આવે એને એ આલ્બમો જોવાનું લેશન એઓ આપતા નથી! વસ્તુમાં નહિ, વ્યક્તિઓમાં નહિ તેટલાં વિચાર, ભાવ, આદર્શમાં રસ-રૂચિ રાખવાં એવું એમનું ચિત્ત-બંધારણ છે – અલબત્ત વસ્તુ અને વ્યક્તિનો અનાદર કર્યા સિવાય. તૂટક તૂટક ડાયરી લખવાની સાથે સાથે એક બીજી કુટેવ પણ મેં કેળવી છે. સરસ્વતીચંદ્ર વાંચતાં વાંચતાં એ ટેવ ગોવર્ધનરામ ત્રિપાઠીના કારણે કેળવી મિત્રોનાં અને સ્વજનોનાં અનેક નામો (ઉપનામો) પાચે જવાનું, એમના નામ પ્રમાણેના ગુણો નોંધ્યે જવાનું અને જો કંઈ શીખી શકાય તો શીખવાનું. કુમારપાળ દેસાઈને પહેલી વાર મળીને આવ્યો ત્યારે એમનું પ્રથમ (ઉપ)નામ નોંધેલું : પ્રસન્નવદન દેસાઈ. ફરી મળવાનું થયેલું ત્યારે બીજું (ઉપ)નામ ટપકાવેલું - અનાકુલ દેસાઈ. અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા આવ્યા હતા ત્યારે અને અનેક વિષય પર એમને લખતાં-વાંચતાં જોયા ત્યારે મનમાં ત્રીજું ઉપનામ સ્થિર થયેલું અનેકાન્ત ઝવેરી. ૨00૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકાર તરફથી પદ્મશ્રી' એવૉર્ડ એનાયત થયાની ખુશ)ખબર વાંચી ત્યારે મનોમન ફરી એક નામ પાડ્યું: “સદાનંદ પદ્મશ્રી'. ડૉ. કુમારપાળ પ્રસન્નવદન છે. જ્યારે જ્યારે મળવાનું થયું છે ત્યારે ત્યારે એમના ચહેરા પર એક હળવું સ્મિત પ્રસરતું જોયું છે. દિવેલિયાં ડાચાં સાથે એમને દૂરનોય સંબંધ નહિ ! અહંથી અકબંધ રહેવાની એમની ખેવના નહિ. આ હળવું સ્મિત કેવું છે? કોઈ સુકન્યા પૂજા કરવા મંદિરદ્વારે જતી હોય ને છાબડીમાં ભરેલાં ફૂલ છલકાઈને નીચે પડી ન જાય તેની સતત કાળજી રાખે તેમ સ્મિત અટ્ટહાસ્ય સુધી છલકાઈ ન જાય તેની અનાયાસપૂર્વકની કાળજી (સુકુમારપાળભાઈ રાખે ! સ્મિત પછીનું એક આગવું ડગલું ભરે ત્યારે ક્યારેક હસે ખરા – પણ ખડખડાટ નહિ. (પત્રકારત્વનું એમનું ક્ષેત્ર પણ વ્યાપક – છતાંય ત્યાં હુંનો કોઈ ખડખડાટ પણ નહિ !) સતત મલક્યા કરે, પણ છલકાયા વિના. શેમાંથી આવિર્ભાવ પામતી હશે આ પ્રસન્નતા ? ૧૯૬૯માં એમના લેખક પિતાજીનું અવસાન થયું ત્યારે વારસામાં સાડા ત્રણસો રૂપિયા મળવા પામ્યા હતા. (અલબત્ત કશાની તોલે ન આવે તેવું લેખકત્વ પણ વારસામાં મળ્યું હશે જ ) આર્થિક ભીંસના દિવસો એમણે ખાસ્સા અનુભવેલા. હવે આજે આર્થિક રૂપે હળવાશભરી સ્થિતિ સરજાવા પામી છે તેમાં પણ એમની પ્રસન્નતાની વેલનું એકાદ મૂળ સ્વાભાવિક જ પ્રસર્યું હશે! વિદ્યાપ્રીતિ–સર્જકતાના કેટલાક અંશો વારસામાં સહજ સાંપડ્યા હશે તેને પોતીકા શ્રમ અને શ્રમથી કેળવેલી સૂઝના પરિણામે સવાયા કરી લીધા – એમાં પણ એમની પ્રસન્નતાનાં મૂળ હશે ! અંદર ઊંડે ને ઊંડે જવાની ટેવ સ્વાધ્યાય, 280 પ્રસન્નવદન, અનાકૂલ, અનેકાન્તવાદી ઝવેરી Page #314 -------------------------------------------------------------------------- ________________ લેખન, વક્તવ્ય-પ્રવચનની પૂર્વતૈયારી રૂપે પડી હશે ને બહાર વ્યક્તિઓ, સંસ્થાઓ, વિવિધ દેશો વચ્ચે ભ્રમણ કરી વ્યસ્ત થઈ વિસ્તરવાની સાતત્યભરી તકો મળતી જ ગઈ – આ એક પ્રકારની આંતરિક બાહ્ય સ્વરૂપની વિકાસ પ્રક્રિયાના પરિણામે સાંપડેલી પરિતૃપ્તિમાંથી આ પ્રસન્નતા અવિર્ભાવ પામતી હશે ! તો શું, એમને કદીય વેદના, પીડા, સંતાપ, અનુભવવાનાં આવ્યાં જ નહિ હોય, એમ ? ના, છેક એવું નથી. પણ વેદના, પીડા, સંતાપ – વેગળાં મૂકી સ્વીકારેલાં કે આપદ્ધર્મમાં ગૂંથાઈ જવાથી થોડા ગંભીર થઈ જતાં છેલ્લી વાર મળ્યા ત્યારે જોયા: “બૅક પેઇન’ ‘ફંટમાં નહિવતું દેખાઈ આવતું હતું પણ એ બંનેને વિસારે પાડી વેગળાં કરી અટવાઈ પડેલા પીએચ.ડીના સંશોધકને આંગળી પકડી દોરી જવાની ક્રિયામાં સમય નિરર્થક વેડફાતો અનુભવ્યો નથી ! શ્રમ અને સૂઝથી ડગલે ને પગલે જીવનમાં સફળતાઓ સાંપડી છે. તેમાં પણ આ પ્રસન્નતાનાં મૂળ પડ્યાં હશે ! ઊંઘ તો પૂરી લેવાની. ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.” એમ કહે છે ત્યારે એમ સહેજે લાગે કે પૂરી ઊંઘ લેવા જેટલી તંદુરસ્તીના એઓ માલિક છે. ઉજાગરા વગર જાગતા રહી – એકેએક ધાર્યું કામ – એકધારું કામ કર્યે જવાની મનદુરસ્તીનાય એઓ માલિક છે. ડૉ. કુમારપાળ દેસાઈ અનાકુલ દેસાઈ છે. એમના વ્યક્તિત્વમાં જે પ્રસન્નતા અને અનાકુલ સ્વસ્થતા છે તેની પાછળ પૃષ્ઠભૂમિ રૂપે રહેલી છે – એમની ધર્મ(કર્મ)સંવેદના. એનાં મૂળ દ્રવ્યો છે જૈન ધર્મપ્રેરિત અહિંસા અને અનેકાંતવાદ એ બંનેના એમના પ્રચારકાર્ય એમને દેશ-વિદેશની સીમાઓને વળોટી જવા પ્રેર્યા ! તેડું કે તેડાં આવે તેની તુમાખી નહિ ને ક્યાંક અવગણના અનુભવાય તો તેનો કોઈ અભાવ-અણસાર પણ નહિ. અહિંસાની ભાવના સ્થિર થવા પામી તે પૂર્વે પાંગરેલો કરુણાનો ભાવ “અપંગનાં ઓજસ' લખવા પ્રેરે છે. કરુણા ઊંડે ઊતરે તો ‘અપંગનાં ઓજસ' લખીને રહી ન શકાય – સહેજે અપંગનાં (ખૂટતાં) અંગ બની રહેવાની કર્તવ્યભાવના પણ પાંગરે. ધંધાદારી સમાજસેવક કહેવડાવવાનો જરીકે હરખ રાખ્યા વિના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુલભ હાર્ટ એન્ડ હેલ્થ કેર ફાઉન્ડેશન, શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર સાથે કેન્દ્રસ્થ રહી જરૂરિયાતવાળાઓ પ્રત્યે પરીઘ પર વિસ્તરતા રહ્યા છે. એક સાથે જેનાં નામ ગણાવવાનુંય જરાક મુશ્કેલ બની રહે તેટલી નાનીમોટી ૨૮ (અઠ્ઠાવીસ) જેટલી સાહિત્ય, સમાજ, ધર્મ, કલ્યાણવિષયક સંસ્થાઓ સાથે પણ સક્રિય સંલગ્નતા દાખવી રહ્યા છે – કેટલાંક ધનનંદની' હૃદયઉદારતાથી હવે આ વિદ્યાચતુર' (હા, કુમારપાળ વિદ્યાચતુર પણ ખરા !) કોઈક કલ્યાણ-કાર્યની યોજના ઘડી રહ્યા છે – નિવૃત્તિ પછી વિશેષ પ્રવૃત્ત થવા માટે જ સ્તો ! એકાદ-બે કે પાંચ-સાત સંસ્થા સાથે સંકળાયેલા રહેવાના અનુભવે શીખવ્યું છે કે મુંડકે મુંડકે 28 અશ્વિન દેસાઈ Page #315 -------------------------------------------------------------------------- ________________ મતિ ભિન્ન ! કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી એવી torn between two extremesની સ્થિતિ તો જાતે પોતે પંડે અમેય અનુભવી છે – આ તો અઠ્ઠાવીસ સંસ્થા સાથેની સંલગ્નતા ! અનેકાંતવાદી હોઈએ તો જ આ ચતુર્વિધ દિશાની સંલગ્નતામાં સમતુલા સચવાય ! નહીંતર ઊંઘ વેચીને ઉજાગરા ને કોર્ટના ચક્કરમાં જ આયખું ખર્ચાઈ જાય ! જેન તત્ત્વાચાર્યોનું વિશ્વની તાત્ત્વિક વિચારધારામાં સૌથી મહત્ત્વનું પ્રદાન છે – અનેકાંતવાદ શ્રી કુમારપાળ દેસાઈ અનેકાંત દેસાઈ છે. અનેકાંતવાદી હોવું એટલે પરમત સહિષ્ણુ હોવું, સ્વમતનો આગ્રહ છોડ્યા વિના દઢ રહીને જડ ન થવું. અંગ્રેજી અક્ષરના ''માં રહેલી, ઊભા ઠોયા જેવી એકડાઈ અને ગુજરાતી અક્ષર હુંમાં રહેલા વળાંકોથી મુક્ત થતા જઈ, સ્વમાંથી સર્વ તરફ સરતાં સરકતાં લપસી ન પડવું. ડૉ. કુમારપાળ દેસાઈ “કોશ' (ધનનંદના નાણાકોશ અને ગુજરાતીના વિશ્વકોશ) સાથે સંકળાયેલા રહીને પોતાના હોશકોશ સાચવી શક્યા છે – વિદ્યા, શિક્ષણ, સાહિત્ય, સંસ્કાર, સમાજસેવા અને પ્રકૃતિના જતન સાથે, સંસ્કૃતિના પ્રસાર-પ્રચાર સાથે એ ક્ષેત્રોમાં અનેકાંતવાદનું આચરણ યથાશક્તિમતિ કરતા રહ્યા હશે જ. અન્યથા કરતાં જાળ કરોળિયો – કરોળિયા જાળામાં જ ગૂંચવાઈ જાય! જાળ સાથે સંબંધ રાખવો – તે કોઈને બચાવવા–ફસાવવા નહિ–એટલું તો આ અનેકાંત દેસાઈને બરાબર સમજાયું છે. “હું મારા દૃષ્ટિકોણથી મારી ભૂમિકા પર સાચો છું, તો સામેવાળો પણ એની ભૂમિકા પરથી એના પોતાના દૃષ્ટિકોણથી સાચો હોવાની સંભાવના છે. વ્યક્તિ, વસ્તુ અને પ્રસંગ – object, individual and phenomena – એવાં તો અનેકસ્તરીય, અનેકપાર્શ્વ છે કે મારું એનું દર્શન એક સાવધાની ને પૂરી કુશળતા પછી પણ ખંડદર્શન જ રહેવાનું. મને પ્રાપ્ત સત્ય તે સમગ્ર સત્યનો એક અંશ છે – સમગ્રનું સત્ય નથી, સત્યસમગ્ર નથી. અન્ય-the other–ને પણ એની ભૂમિકા પરથી એના દૃષ્ટિકોણ પ્રમાણે સત્યાંશ સાંપડવાની સંભાવના છે જ.” આવી અનેકાંતવાદની પ્રાથમિક સમજ પણ સ્થિર થવા પામી હોય તો અહંનો ગાંગડો ઓગળતો જાય અને સામેવાળા હોય તે સાથે-વાળા લાગવા માંડે, સંવાદ રચાતો આવે ને સંઘર્ષની ગરમી વિના સમ-અન્વય સિદ્ધ થતો આવે. એટલે જ અનેકાંત દેસાઈ અનાયાસે જ સ્વસ્થ રહી શકે છે. નાના-મોટા ૩૩ એવોર્ડો મેળવ્યા પછી એના ભારથી ઝૂકી ન જતાં એના દ્વારા પાંખ ફૂટે તો ઉડ્ડયન માટે આકાશો સાંપડતાં જાય. સામાજિક કાર્ય કરતી સંસ્થા સાથેનો અને અન્ય શૈક્ષણિક સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ સાથેનો સંબંધ સંવાદી રહી શકે તે પણ એમની આ અનેકાંતવાદી ભૂમિકા અને દૃષ્ટિને આભારી છે. ૧૯૪૨ની ૩૦મી ઓગસ્ટ ડો. કુમારપાળ દેસાઈનો જન્મદિન આજે આ અંતઃકરણનો અભિનંદન-ઉદ્ગાર અંકિત કરું છું તે ૨૦૦૪ની ૩૦મી ઓગસ્ટે ૬૩મું વર્ષ શરૂ થતાં અધ્યાપનક્ષેત્રમાંથી વ્યાવસાયિક નિવૃત્તિ નિયમાનુસાર લેવાની રહેશે – તો પછીના શેષ દિવસોમાં 282 પ્રસન્નવદન, અનાકૂલ, અનેકાન્તવાદી ઝવેરી Page #316 -------------------------------------------------------------------------- ________________ વિશેષ પ્રવૃત્તિ માટેની ક્ષિતિજો ખુલ્લી જ છે. સાહિત્ય સર્જન, આસ્વાદ અને વિવેચનનાં સંસ્કારબીજ વારસામાં મળેલાં તે, તદનુરૂપ અધ્યયન-અધ્યાપનક્ષેત્રમાં પૂરા ચાર દાયકા સુધી વૃક્ષ ફૂલ્યાં. ફાલ્યા. ગુજરાતી, પત્રકારત્વ અને જેન ફિલોસોફી જેવા ત્રણ વિષયક્ષેત્રનાં પીએચ.ડી.ના માર્ગદર્શક શિક્ષક તરીકેના માર્ગદર્શન હેઠળ પંદર વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. સાત સાત વિદ્યાર્થીઓ સંશોધનક્ષેત્રે વ્યસ્ત છે. સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન સાથે સર્જનના ક્ષેત્રે નાનાં-મોટાં એકસોથી વધુ પ્રકાશનો થયાં છે. કલ્પનોત્થ લલિત સાહિત્ય કરતાં સત્યનિષ્ઠ ચરિત્રસાહિત્યમાં કલમ વિશેષ પ્રવૃત્ત રહી. રમત-ગમતનું ક્ષેત્ર પણ ડૉ. કુમારપાળની કલમે નિયમિત કટારનું સ્થિર સ્થાન પામ્યું ! કલ્પના અને વિવેકબુદ્ધિ દાખવતું સર્જનાત્મક સાહિત્ય અને ચિંતનાત્મક લેખન પોતાના આંતરિક વિકાસ માટે પણ ઉપકારક નીવડ્યું છે. નહિતર અનાયાસે જ અનાકુલ કેવી રીતે રહેવાય ? બાળસાહિત્યનાં નાનાં-મોટાં અઢાર પુસ્તકો, જીવનચરિત્રવિષયક આઠ ઉપરાંત પત્રકારત્વ, વાર્તા, વિવેચન, અનુવાદ ને સંપાદિત પુસ્તકો – સાતત્યભર્યું લેખન, પ્રવાસો ને અધ્યાપન સાથે પણ સચવાયું. પંદર જેટલાં સાહિત્યિક પારિતોષિક એનાયત થયાં પ્રભાવક ને પોષક સામગ્રી રજૂ કરનારા વક્તા તરીકે દેશમાં અને વિદેશમાં સંખ્યાબંધ સત્ત્વશીલ વ્યાખ્યાનો આપ્યાં. અહિંસા, શાકાહાર, જેને તત્ત્વદર્શન, સાહિત્ય, સંસ્કૃતિ ને શિક્ષણ – એવા અનેક વિષયોનાં વ્યાખ્યાનો યથોચિત અનિવાર્ય સજ્જતા દાખવી આપ્યાં. ૨00૪નો પદ્મશ્રી એવોર્ડ ડૉ. કુમારપાળ દેસાઈને એનાયત થયો તેથી મિત્રોને અને એમને પણ સ્વાભાવિક રીતે એક પ્રકારનો આનંદ થાય છે. આ પ્રકારની સાર્વજનિક સ્વીકૃતિથી એક પ્રકારની સાર્થકતા પણ અનુભવાય. આજ સુધી જે કંઈ કરતા આવ્યા છીએ તે ખોટું નથી, એ જે કંઈ કર્યું તે ચાલુ રાખીશું – તો તે સારું છે. એવી એક આત્મપ્રતીતિ આવી સ્વીકૃતિથી દઢ અને સુરેખ બને અને ભવિષ્યમાં લેવા જેવાં કામ વધારે ઉત્સાહથી લઈ શકાય તેવી ભૂમિકા રચાય છે. ડૉ. કુમારપાળ દેસાઈએ પોતાના જ વ્યક્તિત્વની અનેક પાંદડીઓને સંવાદી રૂપે વિકસાવી. સમજને વિશાળ બનાવતાં બનાવતાં જ્ઞાનને સ્પષ્ટ ને સુરેખ કરતા જવું, પ્રેમને વધુ પ્રભાવક બનાવતા જવું, લાગણીને અહં ને અજ્ઞાનની રજકણથી મુક્ત કરતા જવું – આ આખી પ્રક્રિયાથી, નિવૃત્તિ પછીની વિશેષ પ્રવૃત્તિથી પુષ્ટિ પામતા રહો એવી ડૉ. કુમારપાળ દેસાઈને શુભેચ્છા સાથે અભિનંદન ! 283 અશ્વિન દેસાઈ Page #317 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ એટલે સૌજન્ય, નમ્રતા, સાહિત્યસાધના અને વિદ્યાપ્રીતિ. એમના મુખ ઉપર સ્મિત ફરકે. કૉલેજમાં અને યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર, પત્રકાર તરીકે જુદા જુદા વિષયો ઉપર લખે. પત્રકારત્વનું શિક્ષણ આપે. માનવજીવનને પ્રેરણા આપે એવું સાહિત્ય સર્જે. બાળસાહિત્ય, સાહિત્યવિવેચન, જીવનચિંતન, જીવનચરિત્રલેખન, સંશોધન-સંપાદન, ધર્મચિંતન ઇત્યાદિ ક્ષેત્રોએ એમણે સતત ખેડાણ કર્યું છે. સફળ MIકળાશ અને વક્તા. સરસ સંપ્રેષણ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેન ધર્મનાં વિવિધ પાસાંઓ વિશે ડૉ. હળવાશ કુમારપાળે વ્યાખ્યાનો આપેલાં છે અને લેખન પણ કર્યું છે. સાહિત્ય, શિક્ષણ, જૈન ધર્મચિંતનની સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે સંલગ્ન છે. ઘણી બધી કામગીરીઓ સાથે સંકળાયેલા ડૉ. કુમારપાળ આ બધાનો બોજો લઈને ફરતા નથી. એમના વ્યક્તિત્વમાં મોકળાશ અને હળવાશ જોવા મળે છે. બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવૉર્ડ મેળવનાર ડૉ. કુમારપાળ જાતે એક ખેલદિલ વ્યક્તિ છે. વિવિધ દિલાવરસિંહ જાડેજા મિજાજની વ્યક્તિઓ સાથે હળીમળી શકે છે અને વિવિધ પ્રકારની સંસ્થાઓમાં કામગીરી સુપેરે બજાવી શકે છે. ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી' એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે ત્યારે હાર્દિક અભિનંદનો અને ભાવિ ઉત્કર્ષ માટેની શુભકામનાઓ ! 284 Page #318 -------------------------------------------------------------------------- ________________ થોડીક ક્ષણોનો હિસાબ કરવાને પોતાનું કોઈ ઘર નથી. અવધૂ યોગીરાજ આનંદઘનજી વિશે કુમારપાળ દેસાઈ શોધનિબંધ લખે છે એવું આશરે એંસીના દાયકામાં જાણવા મળેલું. આનંદઘનજીનાં પદો મારા પિતા આંખમાં ચોધાર અશ્રુ સાથે વિસનગરના કલ્યાણ પાર્શ્વનાથ દેરાસરમાં ગાતા. આનંદઘનજી જેવી ભીતરની ભીંજાયેલી ચેતના વિશે કામ કરનાર વ્યક્તિ જાણે-અજાણે પણ આતમ-ગાંઠડી' સાથે નિસબત રાખતી હોવી જ જોઈએ – આ એમને જોયા કે મળ્યા પહેલાંનું સભર સ્મરણ ! આશરે એ પછીનાં વર્ષોમાં વિસનગર સ્થિત પારેખ વલ્લભરાય હેમચંદ પુસ્તકાલયમાં અમે એમને એક વક્તા તરીકે બોલાવેલા. સમાઈ શકે તેટલા વિસનગર પુસ્તકાલયના શતાબ્દી ખંડમાં પ્રગટ સ્વરૂપે હાજર. દેસાઈ અટકધારી કુમારપાળે નાનામોટા દરેક વયજૂથના, જુદા જુદા દૃષ્ટિકોણવાળા બધા લોકો માટે સમાન રીતે રસપ્રદ બને એમ સમતોલપણે ગુજરાતના સોલંકી યુગ અને સમકાલીન સાહિત્ય અને ઇતિહાસ વિશે કાળજીપૂર્વક વાત કરેલી. સત્ય ઘટનાઓ અને પ્રસંગકથાઓથી “ઈંટ અને ઇમારત' કૉલમના આ લેખકે વર્ષોની બંધ બારીને ઉઘાડી આપી માનવીય સંકેત પ્રગટાવનાર એક વક્તા તરીકેનો રંગ અને આકાર ઊભા કરેલા. એવું આજે હું લખું છું પરંતુ એ સમયના શ્રોતાઓનો આ પ્રમાણિક પ્રતિભાવ હતો. દિનકર ભોજક 285 Page #319 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈના વક્તા કર્મનો આ લાક્ષણિક નમૂનો હતો. એમને પછી હું મારા ઘેર પણ લાવેલો. સને ૧૯૯૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અમે અત્રેની નૂતન સર્વ વિદ્યાલયના સાંકળચંદ પટેલ વિદ્યા સંકુલમાં ભરેલું – એ સમયે પણ એમને સન્મુખપણે મળવાનું થયેલું. એમણે મને ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં વિદ્યાર્થીઓ સમક્ષ એક જ દિવસે, દોઢ દોઢ કલાકનાં બે પ્રવચનો આપવા નિમંત્રણ આપેલું. વિષય એક તે ગુજરાતી લોકનાટ્ય અને બીજો તે ગુજરાતી રંગભૂમિ'. સાચી વાત તો એ છે કે નદી કે પર્વતનો પરિચય એટલે નદી કે પર્વતમાં હોવું તે છે. નદી વિશે જાણવું એક વાત છે. નદીમાં પ્રવેશવું બીજી વાત છે. મેં ઝંપલાવ્યું. એક ઊંડો ઘૂંટ ભરતો હોઉં એમ મારા કલારાગને મેં વહેતો કરેલો. અપૂર્વ પેયનું સૌંદર્યધેન સર્જનાર – ઇજન આપનાર કુમારપાળભાઈ હતા. ભવાઈ અને રંગભૂમિની લીલા, રંગ અને સંગે એમણે ચલાવ્યો એક નિવૃત્ત અધ્યાપકને ! એથી ફાયદો તો થયો નિવૃત્ત અધ્યાપકને જ ! ગુજરાત સાહિત્ય અકાદમીની સભાઓમાં મળવાનું થતું ગયું. છેલ્લી સભામાં આત્મજનની માફક મુક્તપણે મળાયું અને થોડીક મુક્ત વાતો પણ થયેલી. એમનાં સર્જનો વિશે, એમને મળેલા પુરસ્કારો, આંતરરાષ્ટ્રીય સાહિત્યયાત્રી તરીકે પણ ઘણા અધિકૃત વ્યક્તિઓ લખશે જ. બાહ્ય શરીરની સારી એવી ઊંચાઈ, મંદ મંદ હસતી અને કળી ન શકાય એવી સ્નિગ્ધ આંખો. સ્મિત મલ્યા હોઠ, મિષ્ટ અને મિતભાષિતા, સલુકાઈભર્યો સાવચેત વ્યવહાર, માનવસંબંધો પરત્વે માત્ર એક જ ધર્મ અને પ્રેમધર્મ, સ્વાભાવિક સંસ્કારિતા – આ બધું એમના બાહ્ય વ્યક્તિત્વનું વ્યક્તિલક્ષી ચિત્ર છે. પોતાના કથિતવ્ય અને વિષય તરફની માવજતનો અહેસાસ મને પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ભરાયેલા સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે થયો હતો. એમણે હેમચંદ્રાચાર્યની સર્જક પ્રતિભા જે રીતે પોતાના ધારદાર અને પ્રભાવક વક્તવ્યમાં આલેખી હતી એ સ્મરણ અંગત રીતે મારે માટે શક્તિમંત ઘટના છે. એમનાં શ્રમ, નિષ્ઠા, અભ્યાસપરાયણતા, સંશોધનવૃત્તિ, જિજ્ઞાસા, વિસ્મયની સાથે ઉત્તમતા જાળવી રાખવાની ખેવના અને એમાં નવાં નવાં પરિમાણો ઉમેરવાની તત્પરતા – આવું બધું કશુંક લગાવ જેવું વિરલ જ ગણાય ! રશિયાનો મહાન નાટ્યકાર પોતાનાં સ્મરણોમાં એક સરસ વાત નોંધે છે : “હું એવા માણસને ભાગ્યશાળી ગણું છું જેને પોતાની દિશા જડી હોય અને એ દિશામાં ચાલતો હોય” ડો. કુમારપાળ દેસાઈની યાત્રા પણ કાંઈક નિર્ધારિત ચોક્કસ દિશાની છે. એમનામાં ક્યાંક ને ક્યાંક પેલા આનંદઘનજીની સક્રિય વિરક્તિ છે એટલે એમની યાત્રા જીવનને સજીવ કરવાની ભૂમિકા છે – એમનું સર્જન પણ એ જ પ્રકારનું છે. 286 જિંદગીની થોડીક ક્ષણોનો હિસાબ Page #320 -------------------------------------------------------------------------- ________________ હવે છેલ્લી વાત : પોતાના એક લેખમાં પોતાના પિતા જયભિખ્ખું અને માતા જયાબહેનની મૃત્યુની અંતિમ ઘટનાએ એમને ઓછું નથી આપ્યું એમ નોંધ્યું છે. મૃત્યુની ઘટના જીવન આપે એમ લખવું એ સૂર્યોદય જેવું જ છે. એમના સાહિત્યકાર પિતા ભીખાલાલે જયાબહેનમાંથી જય લીધો અને ભીખલાલમાંથી ભિખુ' શબ્દ પસંદ કરી એક સાંકેતિક, ધ્વનિપૂર્ણ નામ ઉપજાવ્યું – ‘જયભિખુ. આ સૂચક ઉપનામ જેમ યોગ છે એમ કુમારપાળભાઈનું આ પરિવારમાં જન્મવું અને પછી પોતાની રીતે વિકાસાત્મક રીતે સતત વિકસવું એ પણ ગુણસમૃદ્ધિની જ આનંદયાત્રા છે. પિતાની મૂલ્યનિષ્ઠા અને સચ્ચાઈ આ બે શબ્દો જ ડૉ. કુમારપાળ દેસાઈની સમગ્ર સર્જનયાત્રાનો પ્રેરક બળો યા પરિબળો છે. પોતાના પિતાએ જેને જીવન માન્યું – જીવનનો ધર્મ માન્યો એને જ કેન્દ્રમાં રાખી સતત શબ્દ દ્વારા ઉપાસના કરવી એ પણ એક રીતે આંતરિક સુવાસ જ છે. એક પ્રસંગ આ લેખથી છૂટા પડ્યા જેવું લાગે તો પણ એ જોખમ ઉઠાવીને ટાંકું છું. મારા પિતા જયભિખુની એક કૃતિ જે કવિ જયદેવ વિશેના જીવન-કવનની હતી એનું નાટ્યરૂપાંતર આકાશવાણી અમદાવાદ પરથી નવા નટો મારફત રજૂ કરવાના હતા. સાહિત્યકાર જયભિખ્ખને આ ક્ષણના ભાગીદાર થવાની ઇચ્છા હતી એટલે આકાશવાણીનાં થોડાંક પગથિયાં ચડ્યા અને પછી પાછા વળી ગયા... આ કુમારપાળ દેસાઈના પેઢીનામાનું મથાળું ! ઘેર બેસી એમણે આખું નાટ્યરૂપાંતર સાંભળ્યું અને પછી પત્રથી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં. જો જન્મ અને મૃત્યુ આનંદમય ક્ષણ છે તો જીવનની બધી જ ક્ષણો આનંદમય જ છે. શિક્ષણ જેમ જેમ આપણી અંદર અંદર ઊતરતું જશે તેમ તેમ ભીતરની કરુણા – ભીતરનું ડહાપણ કલકલ છલ છલોછલ કરતું બહાર છલકાતું જશે. શેસ્પિયરના મર્ચંટ ઑફ વેનિસ નાટકમાં પોશિયા આ પ્રમાણે કહે છે : 'It droppeth like gentle rain.' હળવા વરસાદની જેમ ઈશ્વરની કૃપા કુમારપાળ દેસાઈ પર ઘણા સ્વરૂપે વરસી છે. એનો એક રંગ તે પદ્મશ્રી'. 287 દિનકર ભોજક Page #321 -------------------------------------------------------------------------- ________________ 'પદ્મશ્રી' જેવો ગૌરવવંતો એવૉર્ડ જેમને પ્રાપ્ત થયો છે એવા યશસ્વી સર્જક, ચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુમારપાળ દેસાઈનું વિધવિધ ક્ષેત્રે પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ ડૉ. કુમારપાળ દેસાઈ, વિશ્વકોશના સહયોગી કુમારપાળ, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ બહુમુખી પ્રતિભા ઉપાધ્યક્ષ કુમારપાળ અને જૈન તત્ત્વચિંતનના ઘરાવતા સર્જક આરાધક અને ઉપાસક કુમારપાળ એમની બહુમુખી પ્રતિભા માટે દેશ અને પરદેશમાં જાણીતા છે. અળે ચિંતક કેટલાક મિત્રો તો એમને વિશ્વપ્રવાસી કહે છે. આજે અમદાવાદમાં જોવા મળતા કુમારપાળભાઈ બે દિવસ પછી તમને અમેરિકાના કોઈ સ્ટેટમાં જૈન તત્ત્વચિંતન વિશે પ્રવચન આપતા જોવા મળે. એમની વિશેષતા એ કે અમેરિકાના પ્રવાસે જાય, પ્રવચનો પૂરાં થતાં તરત ભારત આવીને પ્રવૃત્તિમાં ડૂબી જાય. આથી બીજી વ્યક્તિઓના પરદેશ-પ્રવાસ બે-ત્રણ મહિનાના હોય, જ્યારે કુમારપાળ પંદર યશવંત કડીકર દિવસમાં ભારત આવી જાય ઘણી વાર તો વિમાનમાંથી ઊતરીને સીધા પ્રવચન-સ્થળે જાય છે. તેઓ ખૂબ જ પ્રભાવક વક્તા તો છે, પરંતુ સાથે સાથે ઊંડા અભ્યાસી પણ છે. છેલ્લાં ચાલીસ વર્ષથી તેઓશ્રીએ પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્ય સર્જન કરીને દેશ-વિદેશમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે. એમનાં પુસ્તકો ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ પ્રગટ થયાં છે. બર્મુખી પ્રતિભા ધરાવતા સર્જક અને ચિંતક Page #322 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસર્જનનો વારસો તો તેમને તેમના પિતાશ્રી જયભિખ્ખ પાસેથી મળ્યો હતો. તેઓશ્રી પણ એક સફળ અને યશસ્વી સર્જક હતા. બાળપણથી જ કુમારપાળભાઈમાં ત્યાગ અને શૌર્યની વાતોનું આકર્ષણ હતું. કારણ કે તે શ્રા અને સંતોની ભૂમિ સૌરાષ્ટ્રની ધરતીના પનોતા પુત્ર છે. આ ઉપરાંત આ સાહસિક સર્જકને “કુરબાનીની કથા'ના સર્જક ઝવેરચંદ મેઘાણી, સાગરકથાઓના સર્જક ગુણવંતરાય આચાર્ય, ખ્યાતનામ વાર્તાકાર ધૂમકેતુ’ અને કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યસ્વામીઓનું સાન્નિધ્ય સાંપડ્યું અને આ પ્રેરણાબળે જ એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બાળસાહિત્યક્ષેત્રે કુમારપાળભાઈનું પ્રદાન યશસ્વી અને નોંધપાત્ર રહેલું છે. એમના બાળસાહિત્યના સર્જનમાં એમની આગવી દૃષ્ટિનાં આપણને દર્શન થાય છે. ગુજરાતી બાળસાહિત્યને કાલ્પનિક પરીકથાને બદલે વાસ્તવિક જગત પર લાવનાર કુમારપાળ છે. એમણે લખેલાં જીવનચરિત્રો પણ એટલાં જ આવકારણીય અને અભિનંદનીય બની રહ્યાં છે. પછી એ વીર રામમૂર્તિની કથા હોય, “સી. કે. નાયડુની કથા હોય કે બાળકોના બુદ્ધિસાગરજીની કથા હોય, ગુજરાતી બાળસાહિત્યના વાચકો માટે તો તે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે, જે આજે પણ આપણાં બાળકો ખૂબ હોંશે હોંશે વાંચે છે. ચરિત્રસાહિત્યમાં એમનું એક વિશિષ્ટ સર્જન છે “અપંગનાં ઓજસ'. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં અને અપાહિજ તન, અડિગ મન હિંદીમાં પણ અનૂદિત થયું છે. એમના ચરિત્રસાહિત્યમાં અપાર વૈવિધ્ય છે. આજથી ૧૦૦ વર્ષ પૂર્વે આફ્રિકામાં જઈને આફ્રિકનોને ઉદ્યોગના અજવાળાનો પરિચય કરાવનારા પ્રેમચંદ વ્રજપાળ શાહનું ચરિત્ર “માનવતાની મહેંકમાં મળે, તો વર્તમાન સમયમાં શારીરિક-આર્થિક અને માનસિક વિટંબણાઓને પાર કરીને વિશાળ ઉદ્યોગનું સર્જન કરનારા યુ. એન. મહેતાનું ચરિત્ર “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખરમાં મળે છે. મહાત્મા ગાંધીજીના માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીનું મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' નામનું ચરિત્ર મળે છે, તો માત્ર છ ચોપડી ભણેલા પણ સરસ્વતીના કૃપાપ્રસાદને કારણે ૧૩૦ જેટલા ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરજીનું ચરિત્ર મળે છે. ભગવાન મહાવીર વિશેનું એમનું ગુજરાતી-અંગ્રેજીમાં લખાયેલું પુસ્તક “તીર્થકર મહાવીર' આ વિષયના સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે આંતરરાષ્ટ્રીય નામના પામ્યું છે. વાર્તાસર્જનક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે અને આ વાતની પ્રતીતિ કરાવે છે એમનો વાર્તાસંગ્રહ “એકાંતે કોલાહલ'. આ વાર્તાસંગ્રહ ગુજરાતી ભાષાના નોંધપાત્ર વાર્તાસંગ્રહોમાં સ્થાન પામ્યો છે. તેઓશ્રી ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. તેમના અભ્યાસનિબંધો, ચિંતનલેખોનો એક મોટો વાચકવર્ગ છે. તેમના ચિંતનલેખોના સંગ્રહ ‘ઝાકળ 289 યશવંત કડીકર Page #323 -------------------------------------------------------------------------- ________________ ભીનાં મોતી’ (ત્રણ ભાગ), ‘મોતીની ખેતી’, ‘માનવતાની મહેક’, ‘તૃષ્ણા અને તૃપ્તિ’, ‘ક્ષમાપના’, ‘શ્રદ્ધાંજલિ’, ‘જીવનનું અમૃત’, ‘દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો’, ‘ઝાકળ બન્યું મોતી’ ખૂબ જ લોકભોગ્ય બન્યા છે. અન્ય ભાષામાં પણ તેમનાં પુસ્તકોના અનુવાદ થયા છે. આ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. ‘ગુજરાત સમાચાર’ જેવા ખૂબ જ વંચાતા દૈનિકમાં સૌથી વધુ કૉલમ લખનાર લેખક તરીકે તેમનું નામ મોખરે છે. પત્રકારત્વક્ષેત્રના તેમના ખેડાણની વાત કરીએ તો ‘અખબારી લેખન’ વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા સાહિત્ય અને પત્રકારત્વ' નામના ગ્રંથનું તેમણે સંપાદન પણ કર્યું છે. પરદેશમાં જૈન ધર્મના તત્ત્વજ્ઞાન વિશેનાં એમનાં પ્રવચનો ખૂબ જ આવકાર પામ્યાં છે. અને એમની આ શક્તિને બિરદાવતાં ઇંગ્લૅન્ડની ચૌદ ભારતીય સંસ્થાઓએ મળીને એમને ‘હેમચંદ્રાચાર્ય’ પુરસ્કારથી નવાજ્યા પણ છે. આ ઉપરાંત તેઓશ્રીને કૅલિફૉર્નિયાના જેન સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર’, ‘જૈન જ્યોતિર્ધર એવૉર્ડ' તેમજ અમેરિકા અને કૅનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતી ફેડરેશન ઑફ જૈન અમેરિકા એસોસિએશન ઑવ નોર્થ' (જેના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યમાં સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ એવૉર્ડ એનાયત થયેલ છે. આમ અનેક પુસ્તકોના લેખક, અનેક એવૉર્ડના વિજેતા, ૨મત-ગમત ક્ષેત્રે જેમનું પત્રકારત્વ દાદ માગી લે તેવું છે, તેમજ જૈન ધર્મના ઊંડા અભ્યાસી, ચિંતક કુમારપાળભાઈને અંતરના ઉમળકાથી આવકારીએ અને પરમકૃપાળુ પરમાત્મા એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને વિધવિધ ક્ષેત્રે યશદાયી સફળતા બક્ષે તેવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. 290 બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક અને ચિંતક Page #324 -------------------------------------------------------------------------- ________________ ના"ri . . પ્રેમભીની મૈત્રી લાકો મને ક્યારેક પૂછે છે - તમે કુમારપાળ દેસાઈને ઓળખો છો ખરા ? તમારે તેમની સાથે પરિચય ખરો ? અને ત્યારે મારે, આટલાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા છતાંય, સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ઓળખાણ કે પરિચય શબ્દનો અર્થ જોવા બેસવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. હા, કુમારપાળ સાથે પરિચય છે, એક અજબનો પરિચય. આમ તો વિયભેદ હોવા છતાંય કુમારપાળ આત્મીય બની ગયા છે, આત્મીય સ્વજન અને સન્નિષ્ઠ મિત્ર. મૂળ તો પરિચય સદ્ગત શ્રી જયભિખ્ખ સાથે – આકાશવાણીને કારણે અને શારદા સોસાયટીમાં નિવાસ રહ્યો ત્યારેય પરિચય તો એમની સાથે જ. પણ પછી કુમારપાળ સાથે સન્નિષ્ઠ મૈત્રીનો તંતુ ક્યારે જોડાયો તેનું લગીરે સ્મરણ નથી. માત્ર તેની મૈત્રીનો ભારોભાર – જબરદસ્ત અનુભવ જ માણ્યો છે. કદાચ અમારી અધ્યાપકીય કારકિર્દી તેમાં નિમિત્ત બની હશે. જે હો તે, પણ કુમારપાળે મૈત્રીનો હાથ સતત લંબાવ્ય જ રાખ્યો છે. પ્રેમનું ઝરણું સતત વહે છે તે મૈત્રીમાં સ્મિતનાં રત્નો તો ખર્યા જ કરે છે. ફોનમાંય તે પ્રેમ અને સ્મિત તો વહેતા જ હોય. અમારી મૈત્રી વિશિષ્ટ છે, સદાયની ટેલિફોનિક મૈત્રી. કશુંય કામ ન હોય તોય એ ફોન કરે, ખબર-અંતર પૂછે અને પછી પ્રવૃત્તિઓની વાતો વહેવા દે. મારું પણ એવું જ. ગમે ત્યારે એમનું સ્મરણ જાગે ને ફોન. 295 રવીન્દ્ર ઠાકોર Page #325 -------------------------------------------------------------------------- ________________ ફોન પર સાંપ્રત સાહિત્યની–પરિસ્થિતિઓની વાતચીત, અંગત નેકસ્ય અને નિરાંતે મળવાના વાયદા. પરંતુ, વાયદા પાળવા કરતાંય વાયદા આપવાનો જ અમને બંનેને આનંદ એ જ આનંદ અમારી મૈત્રીનો પણ છે. એ આજે અતિ પ્રવૃત્ત છે – વ્યસ્ત છે. હું હતો. આજે નિવૃત્તિ સમયે મને સમય છે, થાક છે તો પણ અમારી આ ટેલિફોનિક મૈત્રી સતત અમને નિરાંતે મળવા દે છે, અમે નિરાંતે મળીએ જ છીએ. આટલાં વર્ષોના સંબંધો મળીએ, ન મળીએ તોય એમણે સતત, નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણી વરસાવ્યાં છે. સતત મારો જ ખ્યાલ રાખ્યો છે ! ક્યા પ્રસંગોનું સ્મરણ કરું? એક પ્રસંગ યાદ આવે છે. યુનિવર્સિટીની પરીક્ષામાં અમે પરીક્ષકો હતા. હું અધ્યક્ષ હતો. સહુ પરીક્ષકો સાથે પ્રશ્નપત્રો તો કાઢ્યા, પણ કોઈ કારણસર એક પ્રશ્નપત્રની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય લેવાયો. અન્ય પરીક્ષકો પરગામ હતા. મેં કુમારપાળને ફોન કર્યો, ‘આપણે ફરી પ્રશ્નપત્ર કાઢવાનું છે? શું કરીશું?” ‘તમારે કશું જ નહીં કરવાનું. હું પ્રશ્નપત્ર કાઢીશ. તમને બતાવી જઈશ. ફેરફાર કરવો હોય તો ઠીક. નહિતર કરજો માત્ર સહી. તમારે સહી કરવાની. હું હોઉં પછી તમારે વળી મહેનત કરવાની હોય? કેવી લાગણી ! કેવો પ્રેમ! ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ ત્યારે અમે બંને પ્રથમ પાંચ વર્ષમાં તેના સભ્યો હતા. ત્યારે, પુસ્તકાલયોને પુસ્તકો ખરીદવા અંગે આર્થિક સહાય આપવાની પેટા સમિતિમાં અમારી નિયુક્તિ થઈ. હું શહેરની કૉલેજમાં આચાર્ય અને એ યુનિવર્સિટીમાં. એકાએક એમનો ફોન આવ્યો. પહેલાં તો સંબંધના શબ્દો પછી કહે, મેં વ્યવસ્થા કરી છે, આપણે ગાંધીનગર નથી જવાનું. તમારી કૉલેજમાં જ મિટિંગ. હસુભાઈ યાજ્ઞિક સાથે વાત થઈ ગઈ છે.’ કૉલેજમાં મિટિંગ ગોઠવાઈ. બધું જ વ્યવસ્થિત કરીને એ લાવેલા. આવ્યા, બેઠા, કહે, “હું હોઉં ત્યારે તમારે ચિંતા કરવાની હોય ? હું તો સાથે ચા પીવા આવ્યો છું. બધું જ ગોઠવાઈ ગયું છે. સહી જ કરવાની છે તમારે મેં જોયું. અકાદમીની સૂચના પ્રમાણે, તેના નિયમો પ્રમાણે બધું નક્કી કરીને એ આવ્યા હતા. મેં સહી કરી ત્યારે કહે, સરકારે સાથે ચા પીવાનો મોકો આપ્યો એ જ આપણી ધન્યતા.” ને પાછું પેલું સ્મિત. છેલ્લી અકાદમીમાં એ ઉપાધ્યક્ષ એક વાર, ફોનમાં વાત કંઈ “શબ્દસૃષ્ટિની નીકળી. મેં એમને જણાવ્યું કે પ્રથમ અંકથી મળતું શબ્દસૃષ્ટિ' કોઈ કારણસર મળતું નથી. 92 પ્રેમભીની મૈત્રી Page #326 -------------------------------------------------------------------------- ________________ હોય નહિ. તમને નથી મળતું? મળશે. વ્યવસ્થા થઈ જશે. આજ સુધી તે મને મળતું જ રહ્યું છે. મારે શું કહેવાનું? પરિચય-ઓળખાણ અને સંબંધની વ્યાખ્યા ક્યાં શોધવાની? ગુજરાતના ભૂકંપ સમયે સામો ફોન કરીને સાહિત્યકાર મિત્રોના અને પરિસ્થિતિઓના સમાચાર મને આપવાનું કર્તવ્ય પણ એ ચૂક્યા નહોતા. મને ૭૫મું વર્ષ બેઠું. અમે ક્યાંક મળી ગયા. સાથે મારો દીકરો હતો. દીકરાના બાળકાવ્યસંગ્રહ વિશે વાત કરી, ત્યારે વિમોચન પ્રસંગે ન આવી શક્યાની દિલગીરી વ્યક્ત કરી અને દીકરાની સર્જનપ્રક્રિયા વિશે માહિતી ન આપ્યાનો રોષ પણ ઠાલવ્યો. ત્યાં જ દીકરાએ ૭૫માં વર્ષની વાત કરી. તો તો ઊજવવાનું જ. એમના શબ્દો. “પપ્પા ના પાડે છે. દીકરાનો ઉત્તર. એ તો ના પાડે, તું તારીખ જ નક્કી કર.' પંચોતેરમું પૂરું તો થવા દો.” મેં કહ્યું. બેઠું તે જ મહત્ત્વનું છે. મને કહ્યું અને દીકરાને કહે, ‘હું પપ્પા વિશે બોલીશ.' બોલ્યા પણ ખરા. પ્રેમભીની મૈત્રી અને મૈત્રી પ્રેમના શબ્દો વહાવ્યા. આજે પણ એ જ મૈત્રી – ટેલિફોનિક મૈત્રી ચાલુ જ છે. કુમારપાળ સાહિત્યકાર, અધ્યાપક, ડીન, ભાષાભવનના અધ્યક્ષ આદિ ઘણું છે પણ અમારી મૈત્રી વચ્ચે આ કશું આવતું નથી. અમારા બંનેનું વ્યક્તિત્વ એ જ અમારો સંબંધસેતુ. ‘પદ્મશ્રી' મળ્યાના અભિનંદનનો ફોન કર્યો, ત્યારે પણ એ જ સ્મિતનો રણકો. “ક્યારે મળીએ? કાર લઈને આવું?’ એ પ્રશ્ન અને મારું મૌન - એક શ્રદ્ધા સાથે કે આ બધી જ વ્યસ્તતાને ઓળંગી દઈને અમે નિરાંતે મળીશું. 293 રવીન્દ્ર ઠાકોર Page #327 -------------------------------------------------------------------------- ________________ મિત્ર, દાર્શનિક S. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવૉર્ડ એનાયત થયો તે સો ગુજરાતીઓ માટે ગૌરવની બિના છે. કુમારપાળ દેસાઈ એક બહુમુખી પ્રતિભા છે. કર્તવ્યનિષ્ઠ પ્રાધ્યાપક, વિનમ્ર તત્ત્વચિંતક તથા લબ્ધપ્રતિષ્ઠિત લેખક કુમારપાળભાઈએ સાહિત્યક્ષેત્રે પોતાના પિતાશ્રી જયભિખ્ખનો વારસો ઉજાળ્યો છે. ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે ખભા મિલાવી ગુજરાતી વિશ્વકોશના અત્યાર સુધીના ૧૮ ગ્રંથોના નિર્માણનું તથા માદક ભગીરથ કાર્ય તેમની કારકિર્દીની યશસ્વી કલગી છે. વળી વિશ્વના ખૂણે ખૂણે ભારતીય સંસ્કૃતિ તથા જૈન ધર્મ અને દર્શનના પ્રસાર માટે તેમણે જે પુરુષાર્થ કર્યો છે તે સ્વામી વિવેકાનંદ તથા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના સમકક્ષ ગણી શકાય તેમ છે. અનેકવિધ પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાંય તેઓ સંવેદનાપૂર્વક માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે યોગદાન કરી રહ્યા છે. મારું સદ્ભાગ્ય છે કે મને જૈન દાર્શનિકો તથા વિદ્વાનોનો પરિચય કરવાની તક સાંપડેલી છે. રજનીકાંત એલ. સંઘવી બાલ્યાવસ્થાથી પરમ પૂજ્ય ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ તથા પૂજ્ય ગુરુદેવ સંતબાલજીના વાત્સલ્યને હું પામ્યો હતો. વર્તમાનમાં અમિયાપુર (કોબા) સ્થિત તપોવન સંસ્કારપીઠના સલાહકાર તરીકે હું પૂજ્ય પં. ચંદ્રશેખર મહારાજના સંતસમાગમનો લાભ મેળવી શક્યો છું. પૂ. પિતાશ્રીને લીધે વિદ્યાર્થીકાળમાં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી તથા 294 Page #328 -------------------------------------------------------------------------- ________________ પં. બેચરદાસ દોશીના પરિચયમાં આવ્યો હતો. ૧૯૮૦માં જેને જાગૃતિ સેન્ટર – નવરંગપુરાના ઉપક્રમે અમે જેન તત્ત્વવિચાર પરિષદ યોજી ત્યારે ડૉ. કુમારપાળ દેસાઈના નિકટના પરિચયમાં તો આવ્યો, પરંતુ સાથે સાથે તેમના સહયોગથી પં. દલસુખભાઈ માલવણિયા, શ્રી રતિલાલ દી. દેસાઈ, પૂ. આત્માનંદજી, શ્રી રમણભાઈ ચી. શાહ વગેરે વિદ્વાનોનો પણ પરિચય થવા પામ્યો. આ પરિષદના આયોજનમાં ડૉ. કુમારપાળે મને સક્રિય સાથ અને સહકાર આપ્યો હતો. જૈન જાગૃતિ સેન્ટર-નવરંગપુરામાંથી મુક્ત થઈ અમે ૧૮ સપ્ટેમ્બર ૧૯૮૩ના રોજ જૈન જાગૃતિ સેન્ટર, કર્ણાવતીની સ્થાપના કરી. ડૉ. કુમારપાળ દેસાઈએ દીપ પ્રગટાવી નવા સેન્ટરનો મંગળ પ્રારંભ કર્યો હતો. ૩૧ માર્ચ ૧૯૮૫ના રોજ આ સેન્ટરે ટાગોર મેમોરિયલ થિયેટરમાં અમદાવાદના ૧૪ જેને જ્યોતિર્ધરોનું જાહેર અભિવાદન કર્યું હતું. ડૉ. કુમારપાળ દેસાઈ આ પૈકી એક જ્યોતિર્ધર હતા. આ કાર્યક્રમ માટે તેમણે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. મારા પ્રત્યેના સ્નેહ તથા સદ્ભાવને કારણે જૈન જાગૃતિ સેન્ટર– કર્ણાવતીના નીચે દર્શાવેલા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ તેમણે વિદ્વત્તાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં: ૧. જુલાઈ ૧૯૮૬ઃ પરિસંવાદઃ ધર્મ વિશ્વશાંતિ લાવી શકશે? ૨. માર્ચ ૧૯૯૧ : વિચારગોષ્ઠિ: “મારા જીવનઘડતરમાં જૈન ધર્મનો પ્રભાવ ૩. જુલાઈ ૧૯૯૫ પ્રશ્નોત્તરી આધારિત ચર્ચા – જેનોની સળગતી સમસ્યાઓ તદુપરાંત ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન પ્રતિવર્ષ ચૈત્ર સુદ ૧૩ એટલે કે ભગવાન મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે તેમણે જન જાગૃતિ સેન્ટર, કર્ણાવતી તથા વિદ્યાવિકાસ ટ્રસ્ટના ઉપક્રમે જે જાહેર પ્રવચનો આપ્યાં હતાં તે ખૂબ જ લોકપ્રિય સાબિત થયાં હતાં. આ પૈકી બે કાર્યક્રમોમાં ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં ડૉ. કુમારપાળ દેસાઈના ગદ્ય તથા શ્રી સૌમિલ મુન્શીના પદ્યની અલૌકિક જુગલબંધીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પવિત્ર દિવસે અખિલ ભારતીય જૈન મહામંડળ પણ મહાવીર જન્મકલ્યાણકનો કાર્યક્રમ યોજતું હતું. શ્રી કુમારપાળભાઈ અમારા કાર્યક્રમને પૂર્ણ કરીને ત્યાં વક્તવ્ય આપવા જતા હતા. શિક્ષણ, સાહિત્યસર્જન, વિશ્વકોશનિર્માણ તથા પ્રકાશન તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રસાર ડૉ. કુમારપાળભાઈનાં જીવન તથા કાર્યનાં બહુ જાણીતાં પાસાં છે. પરંતુ એક ઓછું જાણીતું પાસું છે સમાજસેવા. ડૉ. કુમારપાળભાઈ અને હું વિવિધ ઉદ્દેશો તથા કાર્યક્ષેત્ર ધરાવતા ચાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે વર્ષોથી સાથે કામ કરી રહ્યા છીએ. મહાવીર માનવ-કલ્યાણ કેન્દ્ર કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓ સમયે સહાય કરવા સ્થપાયેલ સંસ્થા છે. આ કેન્દ્ર અસાધ્ય અને કષ્ટસાધ્ય રોગોની સારવાર માટે પણ મદદ કરવાનું 295 રજનીકાન્ત એલ. સંઘવી Page #329 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરે છે. શ્રી ચંપકલાલ ચુનીલાલ શાહ કલ્યાણ કેન્દ્ર નાના પાયા પર ધંધો તથા વ્યવસાય કરવા માટે વગર વ્યાજની લોન આપી આર્થિક સ્વાવલંબનના પથ પર જવા માટે પ્રેરે છે. સુલભ હાર્ટ એન્ડ હેલ્થકેર ફાઉન્ડેશન પણ અસાધ્ય તથા કષ્ટદાયક રોગોની સારવાર માટે નાણાકીય સહાય આપવાની કામગીરી બજાવી રહેલ છે. ફાઉન્ડેશને છેલ્લા દાયકામાં ગુજરાત અને વિશેષ કરીને અમદાવાદની જનતા માટે વિના મૂલ્ય સર્વરોગ નિદાન, બે વખત હાર્ટ સર્જરી નિદાન, ઘૂંટણ તથા થાપાની સર્જરી માટે નિદાન, યુરોલોજી તથા નેફ્રોલોજી, જયપુર ફૂટ તથા બે વખત પ્રભા ફૂટ એન્ડ લિમ્બ કેમ્પો સફળતાપૂર્વક યોજેલ છે. વળી ફાઉન્ડેશને કેમ્પના લાભાર્થીઓને તબીબોએ સૂચવેલી સારવાર કે સર્જરી માટે નાણાકીય સહાય આપવાની જે કામગીરી કરેલ છે તે ફાઉન્ડેશનની વિશેષતા છે. આમાં ટ્રસ્ટી તરીકે કુમારપાળભાઈની સેવા મળી રહી છે. - ૧૯૯૧માં હું એચ. એલ. કોમર્સ કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયો ત્યારે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં મારો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ડૉ. કુમારપાળભાઈ પ્રેરક હતા. તેમણે મારા મિત્રો, સાથીઓ તથા શુભેચ્છકો સાથે અનેક મિટિંગો યોજી સમગ્ર કાર્યક્રમને ઓપ આપ્યો હતો. આ નિમિત્તે તેમણે પહેલ કરી. શ્રી અનિલભાઈ બકેરી તથા શ્રી ધીરજલાલ સી. શાહ વગેરેના સહયોગથી વિદ્યાવિકાસ ટ્રસ્ટની રચના થઈ. વિદ્યા એ કુમારપાળભાઈ તથા મારી પ્રિય પ્રવૃત્તિ છે. આ ટ્રસ્ટ કૉલેજના વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના સ્નાતકો માટે અંગ્રેજી ભાષા તથા કોમ્યુનિકેશનના તાલીમવર્ગો યોજે છે તથા પ્રતિવર્ષ એક લબ્ધપ્રતિષ્ઠ શિક્ષણવિદ્ને ‘સારસ્વત ગૌરવ એવોર્ડ અર્પણ કરે છે. છેલ્લા દાયકામાં ડૉ. આઈ. જી. પટેલ, પ્રો. પી. સી. વૈદ્ય. સ્વ. ડૉ. ઉષાબહેન મહેતા, સ્વ. પ્રો. સી. એન. પટેલ, પ્રો. ધીરુભાઈ ઠાકર, પ્રો. ભીખુ પારેખ તથા પ્રો. ભોળાભાઈ પટેલને આ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. મારા આત્મચરિત્ર પ્રતીતિ અને પ્રતિબિંબનાં લેખન, પ્રકાશન તથા લોકાર્પણના પ્રત્યેક તબક્કે શ્રી કુમારપાળભાઈએ મને જે માર્ગદર્શન તથા સહકાર આપ્યાં છે તે હું કદીય વિસરી શકીશ નહિ. આ પુસ્તક માટે તેમણે જ ભાવવાહી પ્રસ્તાવના લખી છે. લોકાર્પણનો કાર્યક્રમ એમના જ પ્રમુખપદે ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો અને તે ખૂબ સફળ રહ્યો હતો. મારા જીવનમાં કેટલીક કટોકટીની પળોએ ડો. કુમારપાળભાઈ મિત્ર તથા માર્ગદર્શક સ્વરૂપે મારી પડખે ઊભા રહ્યા છે. મને કમરના દુઃખાવાની તકલીફ શરૂ થઈ ત્યારે તેઓ મને 296 મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક Page #330 -------------------------------------------------------------------------- ________________ ખેડા પાસે પલાણા સારવાર અર્થે લઈ ગયા હતા. તેવી જ રીતે મને ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટીસની પીડા થઈ ત્યારે શેલ્બી હોસ્પિટલમાં ડૉ. વિક્રમભાઈ શાહ પાસે સર્જરી કરાવવા માટે પ્રેરણા આપનાર મિત્રોમાં તે એક હતા. મારા જીવનમાં ડૉ. કુમારપાળભાઈ એક સાચા મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક (friend, philosopher and guide) તરીકે છવાઈ ગયેલ છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ જ્યારે તેમને ‘પદ્મશ્રી'નો ખિતાબ આપવાની જાહેરાત થઈ ત્યારે મેં ખૂબ પ્રસન્નતા અનુભવી. મને ત્રણ અદા કરવાની એક અનેરી તક સાંપડી. જન જાગૃતિ સેન્ટર, કર્ણાવતી તથા તેને સંલગ્ન ચાર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અમે ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ ડૉ. કુમારપાળ દેસાઈના જાહેર અભિવાદનનો સમારોહ યોજ્યો. અમદાવાદ શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રદ્ધેય શ્રી આત્માનંદજી, શ્રેષ્ઠી શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ડૉ. ચંદ્રકાંત મહેતા તથા મેં શ્રી કુમારપાળભાઈની સિદ્ધિઓને બિરદાવી હતી. આ સમારોહ પણ ખૂબ સફળ રહ્યો હતો. ડૉ. કુમારપાળભાઈ સફળતાના ઉન્નત શિખરો સર કરતા રહે તે અભ્યર્થના. (297 રજનીકાન્ત એલ. સંઘવી Page #331 -------------------------------------------------------------------------- ________________ Mખશિખ સજ્જળ મિત્ર શ્રી કુમારભાઈ સાથેનો મારો વ્યક્તિગત પરિચય લગભગ ૪૦ વર્ષ જેટલો જૂનો છે. શરૂઆતનાં વર્ષોમાં અમે કુટુંબ સહિત કેટલાક ટૂંકા પ્રવાસો પણ સાથે કરેલા. આ દરમ્યાન તેમનો વધુ પરિચય મળ્યો હતો તથા તેમની લાગણી અને સહૃદયતાનો સારો એવો અનુભવ પણ પ્રાપ્ત થયો હતો. અમારા બંનેનાં કાર્યક્ષેત્રો અલગ હોવાથી પછીનાં વર્ષોમાં વારંવાર મળવાનું શક્ય બનતું નથી છતાં અમને બાંધતી સંબંધોની સાંકળ તો એટલી જ મજબૂત રીતે ટકી રહી છે. શરૂઆતનાં વર્ષોની વાત કરું તો હું કોઈ કોઈ વખત રાજકારણ, બંધારણ તથા કાનૂની વિષયોને સ્પર્શતા લેખો લખતો પરંતુ તેમાં નિયમિતતા કે કોઈ જવાબદારી ન હતી. પરિણામે લેખન બાબતમાં કોઈ સાતત્ય જળવાતું નહિ. ૧૯૬૯-૭૦ દરમ્યાન કુમારભાઈએ મને પ્રોત્સાહિત કર્યો કે મારે નિયમિત લખવું જોઈએ અને તે સમયે હું સર એલ. એ. શાહ લૉ કૉલેજ તથા એચ. એ. કૉલેજ ઑફ કૉમર્સમાં વેપારી કાયદાઓ, કંપની લૉ વગેરે વિષયો ભણાવતો તેમજ શ્રી અંબિકા ગૃપમાં પણ કંપની સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળતો હતો. તેથી આ બાબતોને સ્પર્શતા વિષયો ઉપર નિયમિતપણે લખવાનું તેમણે મને સૂચન કર્યું હતું. આ પછી અમારી બંનેની ગુજરાત સમાચારના શ્રી બાહુબલિભાઈ શાહ સાથે મુલાકાત થઈ હતી અને તેમણે આ વિચારને વધાવી લીધો હતો. મને યાદ છે કે ગુજરાત સમાચારમાં ચીનુભાઈ આર. શાહ 298 Page #332 -------------------------------------------------------------------------- ________________ કાયદો અને સમાજ વિભાગની ૧૯૭૦માં શરૂઆત થઈ ત્યારે એના પહેલા લેખની અગાઉથી પ્રિન્ટ કાઢીને મિત્રભાવે શ્રી કુમારભાઈ જાતે મને આપવા આવ્યા હતા કે જેથી મારી ખુશીમાં તેઓ સહભાગીદાર બની શકે. આ પછી મારી કારકિર્દીના અનેક મહત્ત્વના પ્રસંગોએ તેઓએ હમેશાં વ્યક્તિગત હાજર રહીને મને યોગ્ય સન્માન પ્રાપ્ત થાય તેવાં વક્તવ્યો પણ આપેલાં. બીજા શબ્દોમાં કહું તો હું ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરિઝ ઑફ ઇન્ડિયા અને ઑલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓનો પ્રમુખ બન્યો ત્યારે અને બીજા ઘણા અગત્યના પ્રસંગોએ શ્રી કુમારભાઈએ મારા માટે દર્શાવેલી લાગણી અને ભાવના આજે પણ મારા દિલમાં જળવાઈ રહી છે. અત્રે એક બાબતનો ઉલ્લેખ કરવાનું હું ખૂબ ઉચિત માનું છું કે સ્વ. શ્રી ઉત્તમભાઈ મહેતા સાથેનો મારો પ્રથમ પરિચય કરાવનાર કુમારભાઈ હતા. '૮૦ના દાયકાના મધ્યભાગમાં સ્વ. શ્રી મહેતાસાહેબ જ્યારે ટોરેન્ટને ઊભી કરી રહ્યા હતા અને તેમની કારકિર્દીમાં સફળતા મળવાની શરૂઆત થઈ હતી તે વર્ષો દરમ્યાન કેટલાક પ્રસંગોએ કુમારભાઈએ મારો તેમની સાથે પરિચય કરાવ્યો હતો અને ત્યારબાદ અમારા સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા હતા. આમ ટોરેન્ટ જૂથ સાથેની મારી લગભગ દશ વર્ષની કારકિર્દી માટે આડકતરી રીતે શ્રી કુમારભાઈ સહયોગી હતા તેમ હું કહી શકું, કુમારભાઈ નાની વયથી જ ખૂબ અભ્યાસી અને ચિંતન કરનાર વ્યક્તિ હતા. તેમના પિતાનો સાહિત્યનો વારસો તેમને પ્રાપ્ત થયો હતો અને પોતાના અભ્યાસ અને ખંત દ્વારા તેમણે આ વારસાને વધુ વિકસાવ્યો છે અને આજે તેઓ ગુજરાતી સાહિત્યના એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર તરીકે સારી એવી ખ્યાતિ મેળવી શક્યા છે, તે તેમના સૌ કોઈ મિત્રોને માટે આનંદ અને ખુશીની વાત છે. એક અધ્યાપક તરીકે પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા છે અને નવગુજરાત કોલેજથી શરૂ કરીને આજે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ તરીકેની તેમની મજલ દરમ્યાન હજારો વિદ્યાર્થીઓને તેમણે સારું જ્ઞાન અને સંસ્કાર આપ્યાં છે. તેમાંનાં અનેક તેમને ખૂબ જ આદર અને પ્રેમ સહિત યાદ કરતા હશે તે ચોક્કસ છે. એક સારા વક્તા તરીકે તથા જૈન ધર્મ અને ફિલસૂફીના પ્રખર અભ્યાસી તેમજ ચિંતક તરીકે કુમારભાઈએ ઘણી સારી નામના મેળવી છે. આ દિશામાં કાર્ય કરતી અનેક ઉચ્ચ કક્ષાની સંસ્થાઓમાં પણ એમનું ઘણું મોટું પ્રદાન ચાલુ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને અનેક સન્માનો મળ્યાં છે. તેમનાં પત્ની પ્રતિમાબહેન માટે મને વ્યક્તિગત ખૂબ માન છે. તેઓ એક સન્નારી છે અને 299 ચીનુભાઈ આર. શાહ Page #333 -------------------------------------------------------------------------- ________________ કુમારભાઈની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ નિરંતર સાથ-સહકાર અને પ્રેરણા આપતાં રહ્યાં છે. કુમારભાઈ અને પ્રતિમાબહેન બંને ખૂબ જ પ્રેમાળ છે અને જેઓની સાથે આત્મીયતા અને ઘરોબો હોય તેમને માટે બધું જ કરી છૂટવા તેઓ સદા તત્પર રહે છે. તેમના બંને પુત્રો ચિ. કૌશલ અને ચિ. નીરવ સાથે મારે તેમની નાની વયથી જ પરિચય થયો હતો. તેમની કારકિર્દી માટે શ્રી કુમારભાઈ તેમને વારંવાર કહેતા કે “કાકા પાસે જાઓ અને તેમનું માર્ગદર્શન મેળવો.” તેમના આ બંને સુપુત્રોએ મૅનેજમેન્ટનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું હોઈને તેઓને પણ મારી સાથે વાતચીત અને ચર્ચા-વિચારણા કરવામાં આનંદ આવતો હતો તેમ મને લાગ્યું છે. શ્રી કુમારભાઈના આ બંને પુત્રો ખૂબ જ સંસ્કારી, પ્રેમાળ અને નિષ્ઠાવાન છે. મોટો દીકરો કૌશલ આજે મુંબઈમાં છે જ્યારે નાનો નીરવ યુ.એસ.એ.માં છે. મને શ્રદ્ધા છે કે આ બંને ભાઈઓ તેમની જિંદગીને જરૂર ઉજ્વળ બનાવશે. આવા મારા પરમ મિત્ર અને શુભચિંતક કુમારભાઈને પદ્મશ્રી'નો એવૉર્ડ એનાયત થયો, તે અમારા જેવા સૌ મિત્રો માટે આનંદ અને ગૌરવનું પર્વ ગણાય. બહુ ઉચિત વ્યક્તિને આ સન્માન પ્રાપ્ત થયું છે. કુમારભાઈ આવનારા વર્ષોમાં તેમની પસંદગીનાં ક્ષેત્રોમાં હજુ પણ વધુ નોંધપાત્ર પ્રદાન કરતા રહે અને તેમના દ્વારા સમગ્ર સમાજનું હિત થાય તથા તેમનાં સત્કાર્યોની સુવાસ ચારે તરફ વિસ્તરે તેવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે. છેલ્લે, આ અતિ સજ્જન શિક્ષણવિદ અને સાહિત્યકારનું સમગ્ર કુટુંબ સર્વ પ્રકારની ઉન્નતિ, યશ અને સુખ પ્રાપ્ત કરે તેવી મારી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે. 300 નખશિખ સજન મિત્ર Page #334 -------------------------------------------------------------------------- ________________ ત્યીરે કદાચ કુમારપાળે કૉલેજનું ભણતર પૂરું કરેલું અને એમ.એ.નો અભ્યાસ ચાલુ હતો. એમના પિતા ‘જયભિખ્ખુ’‘ગુજરાત સમાચાર’ની ઈંટ અને ઇમારત’ ત્યારે લોકપ્રિય હતી. એમની સાથે ચીનુભાઈ પટવાની ‘પાનસોપારી’ નામની કૉલમ પણ ગુજરાત સમાચાર'ની લોકપ્રિય કૉલમોમાંની એક હતી. ત્યારે સ્વ. કપિલરાય મહેતા, સ્વ. વાસુદેવ મહેતા જેવા વરિષ્ઠ પત્રકારો ‘સંદેશ’માં, જ્યારે સ્વ. નિરૂભાઈ દેસાઈ, બળવંતરાય શાહ જેવા પછીની પેઢીના વરિષ્ઠ પત્રકારો ‘ગુજરાત સમાચાર’માં. હું જુનિયરમાંથી પણ જુનિયર પત્રકાર..... અને લેખો તથા રવિવારની પૂર્તિની (ત્યારે બીજા કોઈ વારની પૂર્તિ નહોતી) જવાબદારી સંભાળતો હતો. એ વખતે કુમારપાળ રમતજગત વિશેનો એક લેખ લઈને વાસુદેવભાઈ પાસે આવ્યા. વાસુદેવભાઈ એમના પણ ગુરુ અને મારા પણ ગુરુ. એમણે લેખ જોયો અને કુમારપાળને લેખ લઈને મારી પાસે મોકલ્યા. બસ. મારો અને એમનો એ પહેલો પરિચય. ૧૯૬૩નું એ વર્ષ હતું. આજે ૨૦૦૪નું ચાલે છે. ૪૦ વર્ષનાં વહાણાં વાઈ ગયાં અને એમાં ઘણાં બધાં પાણી પણ વહી ગયાં. હું એમનો વિકાસ જોતો રહ્યો અને તેઓ મારો. ગોષ્ઠિ થતી રહી. 301 વિરલ વિશિષ્ટતાઓ ગુણવંત છો. શાહ આશ્ર્લેષ શાહ Page #335 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિના સંપાદનની જવાબદારી સંભાળી અને અમારી * નિકટતા નજીક આવી. દર રવિવારની પૂર્તિમાં એમના બે લેખો નિયમિત પ્રગટ તો થાય છે પરંતુ તેઓ અચૂક નિયમિતપણે પહોંચે એની ચીવટ રાખે. લેખનાં પાનાં વ્યવસ્થિત, અક્ષર તો ખાસ વ્યવસ્થિત, લેખ પાછો વ્યવસ્થિત કવરમાં જ, કવર ઉપર પાછું નામ-સરનામું શીર્ષક પણ વ્યવસ્થિત. માનોને ચાલીસ વર્ષથી આ પ્રક્રિયા અતૂટપણે ચાલતી જ રહી છે. કુમારપાળ અમેરિકા ગયા હોય કે ઇંગ્લેન્ડ કે સિંગાપુર કે મુંબઈ. કદાચ ક્યારેક નાદુરસ્ત તબિયત થઈ હોય, (જોકે સાંભરતું તો નથી કે થઈ હોય, પરંતુ આ તો શરીર છે), પણ લેખ ટેબલ ઉપર એમનો સ્કૂટરસારથિ તુલસીદાસ ભગત મૂકી ગયા જ હોય... કરફ્યુ હોય કે તોફાન હોય કે વરસાદની હેલી હોય પણ એ ક્રમ ક્યારેય અટક્યો નથી. આ તો એમની વ્યાવસાયિક વિશિષ્ટતા થઈ. જેનો હું સાક્ષી છું. બીજી એમની વિશિષ્ટતા એટલે પરગજુપણું. બીજાને સહાયક થવું. તેઓ અત્યંત વ્યસ્ત હોવા છતાં કોઈના કામને ના તો નહીં જ પાડવાની (એ કામ ખોટી રીતનું ન હોવું જોઈએ.). ઊલટાનું સામે ચાલીને માંગી લેવાનું. વ્યક્તિ વ્યસ્ત હોય છતાં એનામાં આ ગુણ હોય એવું નથી બનતું, પણ કુમારપાળમાં એ છે, પછી એ કામ પોતાના કે બીજાના છપાતા પુસ્તકનાં પ્રફ તપાસવા જેવું હોય કે પછી બીજા કોઈ પરીક્ષકે જોયેલા પેપરમાં માંડેલા માર્કનો સરવાળો ટાંકીને એ પેપરોને યોગ્ય સ્થળે પહોંચાડવાનાં હોય! કેવાં નાનામાં નાનાં અને એમ જુઓ તો બિન-મહત્ત્વનાં કામ કહેવાય છતાં સામે ચાલીને માગી લેવાનું (આપનારને પણ શરમ આવે એવાં આ કામ કહેવાય), મંગાવી લેવાનું અને પાછું યોગ્ય સ્થળે પહોંચતું કરવાનું ! ત્રીજી વિશિષ્ટતા – ઉપાડેલી જવાબદારીનું ડિમડિમ કર્યા વિના પૂર્ણપણે પાલન કરવું. બહુ ઓછા જાણતા હશે કે ગુજરાતી વિશ્વકોશ જેવું એવરેસ્ટ ચઢવા જેવા મહાન કામ પાછળ કુમારપાળના સ્વભાવગત બની ગયેલાં મહેનત, ખંત, ધગશ અને ચીવટ છે. વયોવૃદ્ધ પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ તથા કુમારપાળના પિતાશ્રીના મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકર એ જ્ઞાનની નર્મદાને ગુજરાતમાં ફેલાવનાર ભગીરથ છે જેમની પાછળ કુમારપાળ ઊભા છે. ગુજરાતી વિશ્વકોશના ૧૮ ગ્રંથ થયા છે અને બીજાં ૧૦ પુસ્તકો જુદા જુદા વિષયોને લગતાં થયાં છે તથા વિશ્વવિહાર' નામનું એક સામયિક પણ પ્રગટ થાય છે. આ ભગીરથ કાર્ય જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે ગુજરાતના ‘જ્ઞાનીઓ, સાહિત્યકારો, પ્રોફેસરો હસતા હતા. કેટલાક વળી આશાવાદી હતા એ માનતા હતા કે બહુ બહુ તો બેચાર ગ્રંથ કરશે ત્યાં તો હાંફી જવાના. પણ 302 વિરલ વિશિષ્ટતાઓ Page #336 -------------------------------------------------------------------------- ________________ પેલા સ્વભાવગત થઈ ગયેલા ચાર ગુણના કારણે કુમારપાળે હાંક્યા વિના ધીરુભાઈ ઠાકર અને વિશ્વકોશમાં કામ કરતાં ૪૦ કાર્યકરોના સહકારથી ૧૮ ગ્રંથ પૂરા કરી દેખાડ્યા તથા હજી કામ પાછું ચાલુ જ છે. કામ શરૂ થયું ત્યારે આવા કામ માટે જેનાં ફાંફાં હોય છે એ ધનનાં સાંસાં હતા. પરંતુ અગાઉની એક ગુજરાત સરકારે જેમ ગુજરાતી સાહિત્ય પરિષદને રૂ. ૫૦ લાખ આપ્યા એમ વિશ્વકોશ પ્રકલ્પને રૂ. અઢી કરોડ આપવાનું નક્કી કર્યું. ગુજરાત સરકારે જ અમદાવાદના ઉસ્માનપુરા જેવા મધ્યસ્થળ વિશ્વકોશ વિશ્વવિદ્યા સંકુલ બાંધવા જમીન આપી છે. મકાનનું કામ લગભગ પૂરું થવામાં છે. કુમારપાળ (અને પ્રા. ધીરુભાઈ સહિત ચાલીસ જણે) બીજું કંઈ જ કર્યું ન હોય પણ ફક્ત આ એક જ કાર્ય કર્યું હોય તો પણ સમગ્ર ગુજરાતી પ્રજા અને ગુર્જર ગિરા એમના ઋણી ગણાય તેવું છે. આવું મહાન કામ કરતા હોવા છતાં પડદા પાછળ રહેવું, લૉ પ્રોફાઇલ રહેવું, છવાઈ ન જવું વગેરે એમની ચોથી વિશિષ્ટતા છે. સભાસંચાલન જેવું નાનકડું કામ હોય તો ત્યાં પણ છવાઈ નહીં જવાનો કુમારપાળનો ઘણાએ અનુસરવા જેવો ગુણ છે. પાંચમી વિશિષ્ટતા એમની વસ્તૃત્વકલા છે. આજ સુધીમાં જૈન ધર્મ વિશે એમણે જેટલાં અને દુનિયાભરમાં જેટલી જગ્યાએ વક્તવ્યો આપ્યાં છે એટલાં જૈન સાધુઓ સિવાય બીજા કોઈએ આપ્યાં નહીં હોય. એમનું વક્તવ્ય સરળ, ભારેખમ નહીં, હાસ્યના છંટકાવવાળું છતાં અભ્યાસપૂર્ણ અને વિદ્વત્તાવાળું હોય છે. તેઓ કદી તૈયારી કર્યા વિના બોલતા નથી. આ વક્તવ્યો તો ઠીક પરંતુ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થવું એ બહુ જ અઘરું છે જે એમણે સાધ્ય કર્યું છે. એમની છઠ્ઠી વિશિષ્ટતા મૂંગા મૂંગા સેવા કરવાની છે. જેમ વિશ્વકોશના કાર્યમાં એમના અર્પણ વિશે બહુ ઓછા જાણતા હશે એ જ રીતે બોટાદની રેડક્રૉસ બ્રાન્ચ દ્વારા સેવાનાં યજ્ઞકાર્યો એમણે કર્યો છે એ પણ બહુ ઓછા જાણે છે. દા.ત. ભૂકંપ વખતે બધાની નજરે કચ્છ હતું પરંતુ વઢવાણ, ધ્રાંગધ્રા, હળવદ, બોટાદ વગેરેના ગ્રામવિસ્તારોમાં જે તબાહી વેરાયેલી એની તરફ કોઈનું ધ્યાન નહીં ગયેલું ત્યારે કુમારપાળના માર્ગદર્શનથી બોટાદ રેડક્રૉસે ત્યાં રહી કામ કરેલું. સાતમી વિશિષ્ટતા શાંત સ્વભાવની છે. મગજમાં નથી આવતું કે આટલા બધા વ્યસ્ત રહેવા છતાં, અનેક કામોના બોજા હોવા છતાં, જાતજાતનાં ભેજાઓ સાથે કામ પાડવાનું હોવા છતાં મગજને તેઓ ઠંડું અને મનને ભાર વિનાનું અગંભીર કઈ રીતે રાખી શકે છે? એમને કોઈએ કદી મોટેથી બોલતા સાંભળ્યા હોય એવું સાંભળ્યું નથી. તેઓ એમનું અહિત કરનારને પણ વેરભાવથી નથી જોતા. એવાઓની સાથે પણ ઠરેલ અને સૌમ્ય રહે છે. વિનયવિવેક ઘણામાં હોય છે પણ કુમારપાળમાં જે હદે છે એ એમની આઠમી વિશિષ્ટતા 303 ગુણવંત છો. શાહ/આશ્લેષ શાહ Page #337 -------------------------------------------------------------------------- ________________ છે. દા.ત. કોઈ ઠેકાણેથી તેઓ નીકળતા હોય અને સાથમાં કોઈ હોય તો... તેઓ અચૂક પૂછે જ કે કઈ રીતે (વાહન) આવ્યા છો અને ક્યાં જવું છે ?... આવું તો ઘણામાં હોય છે પરંતુ કુમારપાળ પેલા સાથેનાને પોતાના વાહનમાં મોકલશે અને જાતે બીજું વાહન ભાડે કરીને જશે અથવા પોતાનું વાહન પાછું આવે ત્યાં સુધી રાહ જોતા ઊભા રહેશે. બીજું, બીજાનું કોઈ કામ પોતાનાથી થાય એવું નહીં હોય તો પણ ના પાડવાનું તો એ શીખ્યા જ નથી.... કાં તો એ બીજું કોણ કરી શકે તેમ છે એનો વિકલ્પ આપશે અથવા ના એવી રીતે કહેશે કે સામેનાને એ હા જેવી લાગે. આ નવમી વિશિષ્ટતા જવલ્લે જ બીજે જોવા મળશે. દસમી વિશિષ્ટતા છે એમની ગંભીરતામાં પણ, ધાર્મિકતામાં પણ, આધ્યાત્મિકતામાં પણ હાસ્યની વૃત્તિ. ભલે તેઓ ફુલટાઇમ હાસ્યલેખક નથી પણ તેઓ વાતચીતમાં કે લેખનમાં હાસ્યના જે ચટકા મૂકે છે એ એમનામાં રહેલી હાસ્યવૃત્તિને છતી કરે છે. જોકે માણસ કે કોઈ પણ સર્વગુણસંપન્ન હોતું નથી... રામ પણ નહોતા અને કૃષ્ણ પણ નહોતા કે ગાંધીજી પણ નહોતા, પણ આપણે આવા માણસમાં રહેલા ગુણો જોવાના ગુણની એક વિશિષ્ટતા રાખીએ એમાં કશું ખોટું નથી. 304 વિરલ વિશિષ્ટતાઓ Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતાની સાઘના કુમારપાળભાઈનું આગવું વ્યક્તિત્વ સૌને આકર્ષે તેવું છે. તેમનો જન્મ રાણપુરમાં અને વતન સાયલા. એટલે તે સૌરાષ્ટ્રના સપૂત છે તેનું બે કારણોસર ગૌરવ લઈ શકાય તેમ છે. રાણપુર તે વખતે સ્વરાજ્યના આંદોલનના સમયમાં જાણીતું હતું, ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ વગેરેની રાષ્ટ્રીય પ્રવૃત્તિથી તે ધમધમતું હતું. સાયલામાં શ્રીમદ્ રાજચંદ્રના ખાસ અનુયાયી સોભાગભાઈથી સાયલાનું આધ્યાત્મિક વાતાવરણ પણ જાણીતું છે. શ્રી કુમારપાળભાઈને રાષ્ટ્રીયતા અને આધ્યાત્મિક ભૂમિનો વારસો મળ્યો છે જે તેમણે દીપાવ્યો છે. માત-પિતાનો વારસો પણ તેમણે દીપાવ્યો. તેમના પિતાની શીખ બરાબર ધ્યાનપૂર્વક અમલમાં મૂકવા પ્રયાસ કર્યો છે. પિતાનો સાહિત્ય-વારસો પણ આગળ ધપાવ્યો છે. પિતા કરતાં પુત્ર આગળ વધે એવી દરેકની ઇચ્છા હોય છે અને એ રીતે જોઈએ તો સાહિત્યના ક્ષેત્રે તેઓએ ઘણી પ્રગતિ સાધી છે. તેમને મિત્ર તરીકે માણવા એ એક લહાવો છે. તેમની વિચારધારામાં તેમનું હકારાત્મક વલણ એ નોંધનીય પાસું છે. તેમના એ અભિગમથી દરેકને સંતોષ મળે છે. જ્યારે કોઈ પણ કામ માટે બોલાવીએ ત્યારે આવવા માટેની અનુકૂળતા કરવાનું જ તેમનું વલણ રહે છે. બીજા કાર્યક્રમમાં રોકાયેલા હોય તો પણ આપણી અનુકૂળતાનો વિચાર કરી તેનો રસ્તો કાઢવા પ્રયત્ન કરે છે. મને અંગત રીતે એવો સૌભાગ્યચંદ શાહ 305 Page #339 -------------------------------------------------------------------------- ________________ અનુભવ છે કે સી.એન.ના છાત્રાલયના નાના કાર્યક્રમમાં પણ હંમેશાં સમય ફાળવવાનો તેમનો અભિગમ રહ્યો છે. ઇન્દુબહેનની સંસ્થા પ્રત્યેના આદરના કારણે કે મારા પ્રત્યેના અંગત સ્નેહના કારણે હું જરૂર પડે ત્યારે તેમને મેળવી શકું છું તેનો આનંદ છે. મારા પ્રત્યે આદર રાખે છે તેનું મને ગોરવ છે. તેમણે પ્રમાણમાં નાની વયમાં ઘણું લખ્યું – હજુ લખાતું રહેશે. આ બધું જ ગ્રંથસ્થ થાય તો તે કેવડું મોટું પ્રકાશન બને! સાહિત્યના દરેક ક્ષેત્રમાં તેમનું પ્રદાન છે. બાળસાહિત્ય ઘણું આપ્યું. ચરિત્ર, સંશોધન, અનુવાદ, સંપાદન, વિવેચન વગેરે દરેક બાબતમાં તેઓ પોતાનું કર્તવ્ય બજાવતા રહ્યા છે. વિશ્વકોશનું જબરું કામ પણ હાથ પર ધર્યું. રમતનું મેદાન, આકાશની ઓળખ, ઈંટ અને ઇમારત, પારિજાતનો પરિસંવાદ, ઝાકળ બન્યું મોતી, પાંદડું અને પિરામિડ વગેરે કૉલમ દૈનિક પત્રોમાં નિયમિત લખે છે. ભાગ્યે જ કોઈ લેખક આટલી બધી કોલમ લખતું હશે. તેમનાં આટલાં બધાં રોકાણ – ભાષાસાહિત્ય ભવન, આર્ટ્સ ફેકલ્ટી, વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી વગેરે અનેક જવાબદારીઓ વચ્ચે નિયમિત આટલી બધી કોલમ માટે તે ક્યાંથી સમય મેળવી શકતા હશે તે પ્રશ્ન થાય તેમ છે. તેમને જ્યારે જોઈએ ત્યારે પ્રસન્ન ચિત્ત સાથે હસતા દેખાય, કદાચ પ્રસન્ન રહેવાની કળા સાધ્ય કરવાને કારણે જ તે આટલું બધું કામ કરી શકતા હશે. સમાજોપયોગી કામો અને સૌને શક્ય તેટલા ઉપયોગી થવાનું તેમનું વલણ તેમના વ્યક્તિત્વને સમૃદ્ધ બનાવતું રહે છે. હજુ ઉંમર નાની છે, ઘણું લખતા રહેશે, વક્તવ્યો દ્વારા કહેતા રહેશે અને નવી પેઢીને સંસ્કાર અને આધ્યાત્મિકતાના સુંદર વિચારો મળતા રહેશે. તેમને પદ્મશ્રીનો એવૉર્ડ યથાર્થ રીતે ભારત સરકાર દ્વારા મળ્યો છે. પદ્મવિભૂષણનો ભવિષ્યમાં મળે તેવી શુભેચ્છા. 306 પ્રસન્નતાની સાધના Page #340 -------------------------------------------------------------------------- ________________ જીવનની ઈંટ અને ઈમારતના સર્જક ઝડપભેર એક પછી એક એમ અનેક પ્રદેશો પર વિજય મેળવી રહેલા સિકંદર માટે એમ કહેવાતું કે તેણે કયા દેશ જીતી લીધા એમ નહિ પણ ક્યા બાકી રહ્યા એ સવાલ કહેવાય, એમ શ્રી કુમારપાળભાઈએ જીવનમાં એક પછી એક એમ એટલા બધા એવૉર્ડ અને પારિતોષિકો મેળવેલાં છે કે હવે ક્યાં બાકી રહ્યાં – એવો પ્રશ્ન થાય. એક જ વ્યક્તિને એક જ સ્થાને આટલા બધા એવૉર્ડ જોઈને કોઈ વિચારમાં પડે છે કે આનું કારણ શું? હા, સમજાયું. બધાં એવૉર્ડ-પારિતોષિકોની મિટિંગમાં વિચાર ચાલ્યો કે ખાસ પ્રસંગે આપણે બધા જલદી મળી શકીએ તે માટે કોઈ સંસ્કાર-સુગંધવાળા સ્થળે આપણે બધાં સાથે રહી જઈએ તો કેમ ? ઠરાવ પસાર થયો અને તે બધાં ડૉ. કુમારપાળ દેસાઈના સાંનિધ્યમાં વસી ગયાં! સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, ધર્મદર્શન જેવાં ક્ષેત્રમાં પદ્મશ્રી' સહિત અનેક એવોર્ડ અને પારિતોષિકો જે વિપુલ સંખ્યામાં ડો. કુમારપાળે મેળવ્યાં છે તેટલાં ભાગ્યે જ ભૂતકાળમાં કે હમણાં કોઈએ મેળવ્યાં હોય. આવી વિરલ ઘટના કે સિદ્ધિનું શું રહસ્ય છે? પિતાશ્રી જયભિખ્ખએ સને ૧૯પરમાં ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારત' નામની કૉલમ લખવી શરૂ કરી. સને ૬૯માં તેમનું અવસાન થઈ જતાં, તંત્રીશ્રીના નિમંત્રણથી સુપુત્ર શ્રી કુમારપાળભાઈએ તે ચાલુ રાખી. અનેક મહાન પુરુષોએ પોતાના ઉચ્ચ જીવનરૂપી ઇમારતનું ઈંટ ભલૂકસંદ ૨. શાહ (કામદાર) 307 Page #341 -------------------------------------------------------------------------- ________________ પર ઈંટ મૂકીને કેવી રીતે ઘડતર કરેલું તેનો આ કૉલમમાં ડૉ. દેસાઈ આપણને સુપેરે પરિચય કરાવતા રહ્યા છે. એવા કુમારપાળભાઈને પ્રસંગે મેં પ્રશ્ન કર્યો કે અન્ય પ્રતિભાઓની ઈંટ અને ઇમારતનો આપ વર્ષોથી પરિચય કરાવી રહ્યા છો પણ ખુદ તમારી ઈંટ-ઇમારતનો પરિચય ક્યારે કરાવશો ? જવાબમાં તેમનું મોહક, મધુર, આછું સ્મિત માત્ર. વાત ત્યાં જ અટકી ગઈ. પણ મારો આ પ્રશ્ન હતો જ. તેમાં પ્રસંગ આવી ગયો. શ્રી કુમારપાળ દેસાઈ પદ્મશ્રીથી વિભૂષિત બન્યા માટે તેમનાં લેખક-સ્નેહીઓ તેમના માટે કાંઈ લેખ તૈયાર કરે તેવું નિમંત્રણ મળ્યું. મારા એ જ જીવંત પ્રશ્ન અંગે, આ લેખ નિમિત્તે વિશેષ વિગત મેળવવાનું જરૂરી બની ગયું અને તે માટે શ્રી કુમારભાઈનો સંપર્ક કરતાં, આવી પડેલા પ્રસંગ અંગેની પોતાની ફરજ સમજી, પોતાની ઈંટ-ઇમારત – જીવનઘડતર અંગે આધારભૂત માહિતી આપી જેથી અહીં તેની વિગત આપવાનું પણ શક્ય બન્યું છે. તેમના સાંનિધ્યે વ્યક્તિના જીવનઘડતરમાં બાલ્યવયમાં, પૂર્વભવના સંસ્કાર ઉપરાંત, સહુ પ્રથમ માતાપિતાના સંસ્કારોની તેમના જીવનની પણ મોટી છાપ પડે છે. આ વાત કુમારપાળભાઈના સંદર્ભમાં તો ઘણી યથાર્થ છે. માતાપિતાનું જીવન કુમારપાળભાઈનું ઘણું ઘડતર થયું છે. માતાપિતાનું જીવન જ માત્ર નહિ પરંતુ તેમના મૃત્યુ પ્રસંગે પણ કુમારપાળભાઈને ઘણું જીવનપાથેય આપ્યું છે. માતાપિતા અંગે વાત કરતાં તેઓ કહે છે કે મારા જીવનનો વિચાર કરું તો એમ લાગે છે કે પિતા કરતાં બા પાસેથી વધુ શીખવાનું મળ્યું છે. - = - લેખક તરીકેની સફળતામાં પિતાનું, તો પોતાના વ્યક્તિત્વ-વિકાસમાં માતુશ્રી જયાબહેનનું પ્રદાન વધારે છે. એક આદર્શ ભારતીય નારી અને આદર્શ માતા તરીકે પોતાના એકમાત્ર સંતાનના જીવનઘડતરમાં આગવો રસ લેતાં શ્રી જયાબહેન કુમારપાળને બાળપણમાં જ ગાંધીગીતોનાં હાલરડાં સંભળાવતાં રહેલાં, અને શૌર્ય તથા હિંમતની પ્રે૨ક કથાઓ કહેતાં. ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, અમૃતલાલ શેઠ જેવા ત્યાગ અને શોર્યની કથાઓ આપનાર આ જવાંમર્દોની જન્મભૂમિ કે કર્મભૂમિ – રાણપુર – સૌરાષ્ટ્ર એ જ શ્રી કુમારપાળની પણ માતૃભૂમિ. આમ માતા અને પિતાના તેમજ માતૃભૂમિના શૌર્ય, ત્યાગના સંસ્કાર ગળથૂથીમાં જ પ્રાપ્ત કરી લેનાર શ્રી કુમારપાળે જીવનના પ્રારંભે જ, અગિયારની વયે તો ‘ઝગમગ’ નામના બાલસાપ્તાહિકમાં, દેશ માટે બલિદાન આપનારા ક્રાંતિવીરની કાલ્પનિક કથાઓ આપવાની શરૂઆત કરીને પોતાની લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી દીધી. કુમારપાળભાઈને બાલ્યવયથી માતાનો આ સદ્ગુણ વૈભવ વારસામાં મળ્યો – માતાનું ભાવસભર આતિથ્ય, વ્યવહારકુશળતા, ગરીબો ત૨ફ ભારે હમદર્દી, સહનશીલતા, વાત્સલ્ય દ્વારા સહુનાં હૃદય જીતી લેવાની શક્તિ, ગમે તેટલા કાર્યબોજનો કદી કંટાળો નહિ, વિકટ સંજોગોમાં ય અડગ હિંમત – ભાંગી ન પડવું – એ રીતે જીવનની વિષમતાઓને શાંતિથી 308 જીવનની ઈંટ અને ઇમારતના સર્જક Page #342 -------------------------------------------------------------------------- ________________ પચાવીને આનંદભેર જીવવાનો કીમિયો, નબળા માટે અનુકંપા વગેરે – ડૉ. કુમારપાળ દેસાઈમાં આવા જે સદ્ગુણો આપણને જોવા મળે છે તે તેમને માતૃચરણેથી પ્રાપ્ત થયા છે. પિતાશ્રી બાલાભાઈ દેસાઈ – ઉપનામ જયભિખ્ખએ સમગ્ર જીવનમાં અને સાહિત્યસર્જનમાં મૂલ્યનિષ્ઠા અને સચ્ચાઈની અવિચળ ઉપાસના કરી હતી. કુમારપાળભાઈમાં પણ જીવન અને સર્જનમાં આપણને ભારોભાર મૂલ્યનિષ્ઠા અને સચ્ચાઈનો જે રણકાર જોવા મળે છે તે તેમના પૂ. પિતાશ્રીનો અદ્ભુત વારસો છે. લગ્નજીવનની શરૂઆત, આર્થિક સ્થિતિ બહુ સાધારણ છતાંય અમદાવાદના શહેરી જીવનના ખર્ચામાંય શ્રી જયભિખ્ખની એવી પ્રતિજ્ઞા કે મારે પિતૃક સંપત્તિ બિલકુલ લેવી નહિ અને નોકરી કદી કરવી નહિ. પિતૃક સંપત્તિ નહિ લેવાની વાતમાંય પતિને શ્રી જયાબહેનનો સંપૂર્ણ સહકાર મળે છે – કેવી આદર્શ ભારતીય નારી ! આમ પિતાની સહાયથી પણ દૂર રહેવાની અથવા તો પોતાના આત્મબળે જ આગળ વધવાની શ્રી જયભિખુની ખુમારી દાદ માગી લે તેવી છે. પિતાની એ જ ખુમારી શ્રી કુમારપાળમાં પણ અવતરણ પામેલી આ પ્રસંગમાં જોઈ શકાય છે : અગિયાર વર્ષની વયે કુમારપાળ દેસાઈ પોતાનો આરંભનો લેખ બાળ-સાપ્તાહિકના તંત્રીને મોકલે છે. પોતાના લેખની ગુણવત્તાને આધારે જ તે છપાય તો છપાય. પણ લેખકના પિતા તરીકે “જયભિખ્ખનું પ્રતિષ્ઠિત નામ જોઈને તેમની અસરથી તે છપાવો ન જોઈએ, એવા વિચારથી પ્રેરાઈને શ્રી કુમારભાઈએ લેખક તરીકે માત્ર કુ. બા. દેસાઈ નામથી લખાણ મોકલાવ્યું. આ જોઈને સહેજે યાદ આવી જાય અને તુલના થઈ જાય કે પિતાના નામના સહારે – વિધાનસભાના અને લોકસભાના ઉમેદવાર બનવા માટે આજના રાજકારણમાં) સુપુત્રોની ચેષ્ટા – અવિરત ધમપછાડા ક્યાં અને આ સારસ્વતપુત્રની ચેષ્ટા ક્યાં! અખબારોમાં કૉલમલેખન ઉપરાંત, પોતાના કૉલેજના અભ્યાસકાળ દરમિયાન સાથે સાથે બાળસાહિત્ય તેમજ ઈ. સ. ૧૯૬૫થી ગ્રંથલેખન પણ કુમારપાળ શરૂ કરી દે છે. ત્યારના સ્મરણોમાં કુમારપાળભાઈ પાસેથી જાણવા મળે છે કે પોતાના જીવનઘડતરમાં અને સાહિત્યસર્જનમાં, સમર્થ પ્રતિભાઓ કે ગુરુવર્યો – શ્રી ઉમાશંકર જોશી, શ્રી નગીનદાસ પારેખ, શ્રી ધીરુભાઈ ઠાકર, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પત્રકાર વાસુદેવ મહેતા વગેરેની તેમના જીવન પર નોંધપાત્ર પ્રેરક અસરો પડેલી છે. તેઓનું સ્મરણ તેમને આજેય ભાવવિભોર બનાવે છે. - કુમારપાળભાઈના જીવનમાં ઘડતર અને ચણતરમાં શકવર્તી અસર કરનાર, જીવનના સહુથી અગત્યના પ્રસંગ પર હવે આપણે આવી પહોંચીએ છીએ. અગાઉ આપણે નોંધ તો કરી જ છે કે કુમારપાળના ઘડતરમાં માતાપિતાના જીવનમાંથી જે મળ્યું પરંતુ તેમના મૃત્યુપ્રસંગમાંથી પણ શ્રી કુમારપાળને ઘણું જીવનપાથેય મળ્યું છે. પોતાના પૂ. પિતાશ્રીના અવસાન-પ્રસંગને વર્ષો બાદ પણ સ્મૃતિમાં લાવતાં કુમારપાળ નોંધે 309 મલ્કચંદ ૨. શાહ (કામદાર) Page #343 -------------------------------------------------------------------------- ________________ છે: “કેટલાય વર્ષોનું કાળચક્ર ફરી ગયું હોવા છતાં આજે પણ ૧૯૬૯ની ચોવીસમી ડિસેમ્બરની સાંજની પ્રત્યેક ક્ષણ એટલી જ તીવ્રતાથી અનુભવાય છે. એ સાંજે મારા પિતા પર હાર્ટએટેકનો ગંભીર હુમલો થયો અને એ થોડી મિનિટોમાં તો મારી આખી સૃષ્ટિ ઉપરતળે થઈ ગઈ. ડોક્ટર આવ્યા પણ કશું કારગત ન નીવડ્યું. પિતાશ્રીએ વિદાય લીધી. મારા માથે ધોળે દિવસે વીજળી પડી! ખરે બપોરે મધરાત થઈ, એકાએક કોઈ ડુંગર માથા પર તૂટી પડે અને ડુંગરની શિલાઓ સતત માથા પરથી ગબડતી હોય એવો અનુભવ થયો. આનું કારણ એ કે મેં માત્ર છત્રછાયાસમા પિતા જ ગુમાવ્યા ન હતા બલ્ક એક જિગરજાન મિત્રે પણ એકાએક હાથતાળી આપી વિદાય લીધી હતી!” બે દિવસ સુધી એમની સ્મૃતિમાં કુમારપાળ જમી શક્યા નહિ ત્યારે સહુથી વધારે દુઃખી, વિધવા માતા જયાબહેન અપૂર્વ હિંમતથી શ્રી કુમારપાળની પાસે જઈને કહે છે: “તું સિંહનું સંતાન છે. તું આમ કાયર ન થા. મને જો હું કેટલી હિંમત રાખું છું.” કુમારપાળ દેસાઈ કહે છે કે “સાચે જ, મારી બાની હિંમતને જોઈને હું ચકિત થયો હતો. મૃત્યુના એક માસ પૂર્વે, તા. ૨૪ નવેમ્બરે શ્રી જયભિખ્ખએ પોતાની રોજનીશીમાં ‘વિદાયસંદેશ' લખી રાખેલો. તે આ પ્રસંગે વાંચવામાં આવે છે: “મૃત્યુની ઘટનાનો શોક ન કરવો, ગંભીરતા રાખવી, ભજન યા ધૂન ચલાવવી, વૈધવ્યનાં કોઈ ચિહ્ન પણ ન રાખવાં, મરણના કોઈ વ્યવહાર ન કરવા, પ્રભુભજન અવારનવાર રાખવાગરીબને ભોજન, પારેવાને જાર, ગાયને ચાર નાખવી; બને ત્યારે તીર્થયાત્રા કરવી. જિંદગી જાત્રા જેવી, રાજા-મહારાજા જેવી ગઈ છે, પાછળ તે રીતે હસતે મોઢે રહેવું.” એમના આ વિદાય સંદેશનું અંતિમ વાક્ય હતું: ‘સહુએ અગરબત્તી જેનું જીવન જીવવું? કુમારપાળ કહે છે કે પિતાજીના જીવનની સુવાસનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે તેમના અવસાન પછી કેટલાય લોકોએ આવીને જીવનની કટોકટીની પળે એમણે કરેલી ગુપ્ત મદદની વાત કરી. પિતાજીનો અંતિમ વિદાય-સંદેશ હતો : “સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું સંદેશને વિગતથી સમજીએ તો એમ કહેવા માગે છે કે અગરબત્તી જેમ તેના જીવનમાં સુગંધ જ પ્રસારે છે તેમ માણસે પણ પોતાના જીવનમાંથી સંસ્કાર-સુગંધનો જ સર્વદા, સર્વથા પ્રસાર કરવો જોઈએ. વિશેષ અર્થ એમ પણ થાય કે અગરબત્તી પોતે બળીને – તકલીફ વેઠીને – પણ બીજાને તો સુગંધનું જ પ્રદાન કરે છે તેમ માનવીએ પણ સ્વાર્થના ભોગે પણ બીજા પ્રત્યે તો સંસ્કારી – સુગંધી વર્તન જ રાખવું. સર્વોદયની કે ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજની ભાષામાં આ સંદેશાનો સરળ અર્થ આવો થઈ શકે કે “હંમેશાં ઘસાઈને ઊજળા થઈએ'. એમ કહેવાય છે કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું જળબિંદુ છીપ પર પડે તો તે બિંદુમાં મોતી પાકે છે, બિંદુ મોતી સ્વરૂપે સ્થિર થાય છે તેમ જીગરજાન મિત્ર જેવા પિતાજીની ચિરવિદાયથી શોકસંતપ્ત – નિર્મળ – પુનિત બનેલા કુમારપાળના યુવાહૃદયરૂપી સ્વાતિ નક્ષત્રમાં પિતાજીના 310 જીવનની ઈંટ અને ઈમારતના સર્જક Page #344 -------------------------------------------------------------------------- ________________ વિદાય-સંદેશ (સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું)રૂપી ઉપદેશબિંદુ પડે છે અને તેથી તે મોતી’ સ્વરૂપે પલટાઈ જાય છે મતલબ કે ૨૭ વર્ષની ભરયુવાનવયે પ્રાપ્ત થયેલો આ સંદેશ કુમારપાળના સંસ્કારી હૃદયને એટલો તો ગાઢ સ્પર્શી જાય છે કે બાકીના સમગ્ર જીવનને સુગંધમય જ રાખવાના તેમના સંકલ્પનું તે અતૂટ પાથેય બની રહે છે. કુમારપાળ તે અંગે સૂત્રશૈલીમાં કહે છે : વિદાય સંદેશ બન્યો જીવનસંદેશ.' - કાળના પ્રવાહમાં સંકલ્પ ઝાંખો પડે કે લુપ્ત ન થઈ જાય તે માટેની શ્રી કુમારપાળ માટેની, પૂ. પિતાજીના અવસાન જેવી બીજી વેધક ઘટના તે પૂ. માતુશ્રી જયાબહેનના અવસાનને સને ૧૯૯૦માં લાંબી બીમારીની અસહ્ય વેદના છતાં પૂરી સ્વસ્થતા, સમતાથી ચિરવિદાય લે છે. ‘ઘસાઈને ઊજળા થવાની’, શ્રી કુમારપાળની ભાવનાઓમાં આ દુઃખદ ઘટના વધુ પ્રાણ પૂરે છે. કુમારપાળ કહે છે કે “આજે માતાપિતાના મૃત્યુની એ ઘટનાઓ ચિત્તમાં એટલી જ તાજી છે. માનવચિત્તમાં આ ઘટના જેવી ઘેરી છાપ ભાગ્યે જ બીજી કોઈ પડતી હોય છે. એમ લાગે કે એમણે એમના જીવનથી કેટલું બધું આપ્યું ! અરે ! મૃત્યુથી પણ આપણને કેટલા ન્યાલ કરી દીધા !’ વિદ્યાર્થી તરીકે શૈશવકાળથી જ શ્રી કુમારપાળભાઈ પોતાનાં જીવનઘડતર માટે સતર્ક અને ગંભીર હતા. ભારતીય સંસ્કૃતિમાં આદર્શ વિદ્યાર્થી માટે જરૂરી મનાયેલા આ પાંચ ગુણો – વિદ્યાગ્રહણમાં કાગડા જેવી ચંચળતા, બગલા જેવું વિદ્યાપ્રાપ્તિમાં એકાગ્ર ધ્યાન, શ્વાન જેવી અલ્પ નિદ્રા, અલ્પાહાર અને સંયમ – તેમના આચારમાં હતા. काकचेष्टा बकध्यानं श्वाननिद्रा तथैव च અલ્પાહારી, વિષયત્યાગી, વિદ્યાર્થીપગ્વલક્ષણમ્ ।। વિદ્યાર્થીને પ્રમાદપોષક વધુ એશઆરામ ન હોય. સુભાષિતકાર કહે છે : सुखार्थीनः कुतः विद्या विद्यार्थीनः कुत सुखम् । सुखार्थीवा त्यजेत विद्याम् विद्यार्थी वा त्यजेत सुखम् । સુખસગવડોના ભોગીને વિદ્યાપ્રાપ્તિ ક્યાંથી હોય અને વિદ્યાર્થીને એશઆરામ કેવા ? સુખાર્થીએ વિદ્યાપ્રાપ્તિની આશા છોડી દેવી જોઈએ અથવા વિદ્યાર્થીએ એશઆરામની લાલચ છોડી દેવી જોઈએ. આપણા કુમારભાઈ બાલ્યવયથી જ એશઆરામથી બચતા રહી, વિદ્યાપ્રાપ્તિને વહાલી ગણનારા રહ્યા છે અને આજેય શ્રી કુમારપાળ પોતાને વિદ્યાર્થી સમ જ માને છે અને તેથી કહે છે કે મારે આજેય રવિવાર જેવું કાંઈ હોતું નથી; બલ્કે, રવિવારે શાંતિ હોવાથી વિશેષ કામ કરતા હોય છે. એનો અર્થ એ નહિ કે આજના અનેક વિદ્યાર્થીઓની જેમ ઉજાગરા કરીને વાંચવું કે સાહિત્યસર્જન કરવું. શ્રી કુમારપાળભાઈમાં પ્રારંભથી જ પોતાનાં બધાં કાર્યો માટેની દીર્ઘદ્રષ્ટિપૂર્વકની આયોજનકલા રહેલી છે. આવા પૂર્વઆયોજનને કારણે વિદ્યાર્થીકાળમાં પણ પરીક્ષાના દિવસે પણ કહી શકતા કે “ઊંઘ તો પૂરી લેવાની; ઉજાગરા કરવાનું નથી શીખ્યો' – મતલબ કે જીવનભર અવિરત સાહિત્યસર્જન, પણ બધું આયોજનપૂર્વક. 311 મલુકચંદ ૨. શાહ (કામદાર) Page #345 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળભાઈએ આજસુધીમાં જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે, સાથે સાથે અખબારોમાં અનેક કૉલમ ચલાવતા રહ્યા છે, ઉપરાંત યુનિવર્સિટીના વર્ગો લેવા, અનેક સંસ્થાઓની કામગીરી સંભાળવી, અનેક સ્થળોએ પ્રવચનો આપવા જવું વગેરે કેટલાંય કામો, દષ્ટિપૂર્વકની આયોજનકલા સિવાય, સુખાર્થીનો ભોગ આપ્યા સિવાય બની જ કેમ શકે – એ સ્પષ્ટ છે. તાજેતરમાં જ પદ્મશ્રીનો ગૌરવભર્યો એવોર્ડ પ્રાપ્ત થવાથી, શ્રી કુમારપાળભાઈના જીવનકવનને જાણવા વાતાવરણમાં એક જિજ્ઞાસા જીવંત બનેલી છે ત્યારે એ પ્રશ્ન થાય કે એવાં કયાં વિશિષ્ટ તત્ત્વોએ કુમારપાળભાઈને આટલી બધી ઊંચાઈએ સ્થાપિત કરી દીધાં છે. એક સિદ્ધહસ્ત લેખક – સાહિત્યકાર હોય, સાથે સાથે પોતે પ્રખર વક્તા હોય, વિચારના પ્રચાર માટે અખબારો હોય, પોતાની સર્જેલી સંસ્થાઓ–મંડળો હોય – આવી ઘણી બધી બાબતો ભેગી થઈને માનવીને મોટો' બનાવી, સમાજમાં વ્યાપક કીર્તિ મેળવી આપે છે. પોતાની લાયકાતથી કે પુરુષાર્થથી શ્રી કુમારપાળને જીવનમાં આવી બધી સુવિધાઓ તો મળી જ છે, પરંતુ તેમને દેશવિદેશમાં સર્વાગી અને નિત્ય વૃદ્ધિ પામે રહેલા મહાન યશની પ્રાપ્તિ થવામાં મારા મતે મુખ્ય બે તત્ત્વો–બાબતો – એ અગત્યનો ભાગ ભજવેલ છે. (૧) એક તો કુમારપાળની વ્યાપક દૃષ્ટિ – વ્યાપક જીવનદર્શન. ધરતી પર રહીનેય, નિરંતર આકાશની ઓળખ માટેની જ તેમની તલપ રહી છે. વર્ગખંડમાં વ્યાખ્યાન આપતી વખતેય, અમદાવાદ, ગુજરાત, ભારતને લક્ષમાં રાખવાની સાથે તેમની નજર તેથીય દૂર ક્ષિતિજની પેલે પારના “સત્યને ધ્યાનમાં લેવાનું ચૂકતી નથી. ટૂંકમાં તેમના વક્તવ્યમાં વિશ્વ સાથેનો અનુબંધ હોય છે એટલે તેમની વાણી ન્યાત-જાત, પ્રદેશ-દેશનાં ખંડિત સત્યોને અતિક્રમીને, આગળની વિશ્વશાંતિની વાત કરે છે, એ રીતે કુમારપાળનું જૈનદર્શનનું જ્ઞાન વિશ્વદર્શનનું જ્ઞાન બની ગયું છે. જેનદર્શનનો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ. એ અહિંસા ભગવાન મહાવીર, શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી વગેરે દ્વારા પરામર્શ પામીને સર્વોદયની જનેતા રૂપે કુમારપાળભાઈ અંતરના ઊંડાણમાંથી, પોતાની પ્રખર વસ્તૃત્વશૈલીમાં પશ્ચિમના જગતની સામે રજૂ કરે છે. અણુબૉબથી થનારા સર્વનાશના ભયથી ધ્રૂજી રહેલા આ પશ્ચિમના જગતને માટે કુમારપાળભાઈની આ રજૂઆત બહુ પ્રસ્તુત અને તેથી અસરકારક બની જાય છે. આમ ધર્મના અને સંસ્કૃતિના વ્યાખ્યાન નિમિત્તે શ્રી કુમારપાળભાઈ વિશ્વશાંતિ – વિશ્વપ્રેમ – વાત્સલ્યનો હૃદયસ્પર્શી સંદેશો આપી શકે છે. આમ વિદેશોમાં રહેલા ભારતના જેનોને જૈનદર્શનની વાત કરવાના નિમિત્તે ઈ. સ. ૧૯૮૪થી કુમારપાળના વિદેશ પ્રવાસ શરૂ થાય છે. ત્યારે કુમારપાળભાઈ એક કૉલેજમાં પ્રાધ્યાપક માત્ર હતા. વિદેશમાં વિશ્વનેતાના મુખે શોભે તેવી વિશ્વશાંતિની મોટી મોટી વાતો કરવાની તેમની શી હેસિયત? બહારથી ભલે નાના નેતાપદ વિનાના) પણ મસ્તક અને હૃદયમાં વિશ્વશાંતિ – અહિંસાનું જ્વલંત સ્વપ્ન – તેથી કુમારપાળ મોટી મોટી વાતો કરી શકતા. જેમ 312 જીવનની ઈંટ અને ઈમારતના સર્જક Page #346 -------------------------------------------------------------------------- ________________ શિકાગોની સર્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદને કોઈ ખાસ જાણે નહિ – જરાક જ બોલવાની છેલ્લે છૂટ મળેલી પણ તેમના અંતરના સ્વામીપણામાંથી નીકળેલા એક જ વાક્ય શ્રોતાઓને ખૂબ જ પ્રભાવિત કરી દીધેલા, તેમ શ્રી કુમારપાળમાં અંતરનું સત્ત્વ અહિંસાધર્મ અને વિશ્વશાંતિ માટેની અંતરની આરઝૂ – જીવંત હતી તેથી તેઓ ત્યાં “વર્ધમાન થતા રહી પ્રતિવર્ષ વિદેશમાં પ્રવચનો માટે આમંત્રિત બનતા રહ્યા. (૨) બીજું કારણ વિદેશમાંની કામગીરીથી પ્રભાવિત થયેલા લોકોએ, તેમનું અનેક એવૉર્ડોથી સન્માન કરી, તેમના વફ્તત્વને અનુરૂપ તેમને મોટા ગજાના નેતાપદે મૂકી દીધા. એટલું જ નહિ પણ ત્યારથી દર વર્ષે તેમને ઇંગ્લેન્ડ, અમેરિકા, બેલ્જિયમ, પૂર્વ આફ્રિકા, સિંગાપોર, હોંગકોંગ વગેરે દેશોમાં પ્રવચનો માટે એટલાં બધાં નિમંત્રણો રહે છે કે ભારતમાં તેમના સ્નેહીઓએ એમ બોલવાની જરૂર રહે છે કે “કુમારપાળ હમણાં ભારતમાં છે!” અનેક એવોર્ડ અને પારિતોષિકો મેળવી તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કો-ઓર્ડિનેટર તરીકે ઉત્તમ કામગીરી દ્વારા કુમારપાળભાઈએ જે સુયશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છે, તેમાં આવી જૈનદર્શનનાં પ્રવચનો માટે વિદેશ જવાની તક અને તેવા તેમનાં વ્યક્તિત્વને બરાબર આદર આપે તેવા તેમને મળેલા અનેક એવૉર્ડો, આવા બધા સુયોગ તો અન્ય વ્યક્તિને ફરી દુર્લભ જ ને... એ રીતે નિયતિએ પણ શ્રી કુમારપાળને સર્વોચ્ચ કહી શકાય તેવા મૂર્ધન્ય સ્થાને ગોઠવવામાં કૃપાકટાક્ષ કરેલ છે તેમ કહી શકાય. सर्वे गुणा: काञ्चनम् आश्रयन्ते। એ સૂત્રના સત્યને લક્ષમાં લઈએ ત્યારે વિદ્વાન સર્વત્ર પૂજેતે ! એ ઉક્તિ ઝાંખી પડતી લાગે; મશ્કરી લાગે, પણ વિદ્વાન કુમારપાળને વ્યવહારજગતમાં પણ જે સન્માન મળી રહ્યું છે તે નજરમાં લઈએ તો વિદ્વાન સર્વત્ર પૂક્યતે – એ સૂત્ર ચરિતાર્થ થતું લાગે, સાચું લાગે. મોટા' થવાની પણ બે રીતે છે : (૧) એક તો પોતાનું ઘડતર-ચણતર કરતા રહીને, આત્મવિકાસ કરતાં કરતાં મહાન થવું. આમાં પોતાની જાતનો વિકાસ કરવાનો હોય, પોતાની લીટી – લાઇન – મોટી બનાવતા જવાની હોય છે. પોતાના આત્મવિકાસની – ‘મોટા' થવાની આ સાચી રીત છે. (૨) બીજી રીત – એમાં પોતાની આત્મશુદ્ધિ, મહેનત કરી પ્રગતિ સાધવાને બદલે, પોતે મોટા દેખાવા, પોતાથી મોટા ગણાતા હોય તેની નિંદા દ્વારા તેઓ “મોટા નથી એમ પ્રચાર કરવો. સરળ ભાષામાં કહીએ તો પોતાની લીટી મોટી કરવાને બદલે સામાની લીટી નિંદા, કુથલી દ્વારા) થોડી કાપી નાખવી. એ રીતે પછી પોતાની લીટી મોટી દેખાય ! રાજકારણીઓની આ રીત છે. ચૂંટણીમાં પોતે વધુ યોગ્ય ઉમેદવાર છે એમ બતાવવા સામા પક્ષના ઉમેદવારની નિંદા દ્વારા તેની લીટી - લાઇન - કાપી નાખે છે. ડૉ. કુમારપાળના જીવનમાં તેઓ મોટા–મહાન થયા તે પ્રથમની રીતે જ : જીવનમાં 313 મલ્કચંદ ૨. શાહ (કામદાર) Page #347 -------------------------------------------------------------------------- ________________ ઘડતર અને ચણતર – એક પછી એક ઈંટ મૂકીને ક્રમશઃ વિકાસ કર્યો. પરમસખા જેવા પૂ. પિતાજીના નિર્જીવ દેહ સામે – અગરબત્તીના જેવું જીવન જીવવું' – એવો વિદાયસંદેશ સાંભળનાર સુપુત્ર કુમારપાળ લખે પણ છે કે વિદાયસંદેશ બન્યો જીવનસંદેશ'.... એવી વ્યક્તિ પણ અગરબત્તીની જેમ જાતને કષ્ટ વેઠીને પણ સુગંધી – સુગંધીવાળું સેવાભાવી જીવન જ જીવેને. કોઈ જિજ્ઞાસુના પ્રશ્નના જવાબમાં કુમારપાળભાઈએ એવી હૃદયભાવના વ્યક્ત કરેલી કે પ્રભુને મારી પ્રાર્થના રહી છે કે અવસાન બાદ પુનઃ જન્મમાં પણ ‘સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું. આધ્યાત્મિક જીવન જીવી શકું; ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું.’ આમ પિતાજીના અગરબત્તી જેવા સુગંધી સમાજની સેવામાં માત્ર આ જીવન જ નહિ પણ ભવોભવ તેવા જ પરોપકારી જીવનની કુમારપાળભાઈ ઝંખના કરે છે. સાચે જ પરોવારાય સંતા વિદ્યુતય: – તે જ આ. – મોટા’ અને મહાન માણસમાં એક તફાવત હોય છે. સન્માન, પદ, સત્તા મળી જતાં મોટાને અભિમાન સ્પર્શી જાય છે. આવા લોકોને માટે અધૂરો ઘડો છલકાય – એ કહેવત છે. જોકે ‘મહાન’ને અભિમાન સ્પર્શી શકતું નથી. એ રીતે કુમારપાળનું ઊંડું, સર્વાંગી ઘડતર હોઈ, તેમની ‘મહાન’ પ્રતિભાને અભિમાન સ્પર્શી શકતું નથી. બીજી રીતે કહીએ તો ‘આકાશની ઓળખ’માં જ દૃષ્ટિ લગાવી રહેલા શ્રી કુમારપાળ જેવા પોતાને પોતે તો ‘મહાન’ કઈ રીતે સમજે – અને તેથી તેમને તેનું અભિમાન પણ કેવી રીતે સ્પર્શે ? મહાન ફિલસૂફ એમર્સન કહેતા કે બીજાની સામે કામ પાડતી વખતે હું હંમેશાં યાદ રાખું છું કે “એ વ્યક્તિ કોઈ એક બાબતમાં તો મારા કરતાં વિશેષ ચડિયાતી છે.’ શ્રી કુમારપાળના વર્તનનો તરીકો – એંગલ – પણ આવો જ છે, તેથી તેમને મિથ્યાભિમાન સ્પર્શી શકતું નથી. અને તેમનો ‘અહં’ કે ‘મોટાઈ’ સામેનાને વાગતાં નથી. ઊલટું સામેનામાં પોતા માટે સ્નેહ-આદરભાવ જન્માવે છે. કુમારપાળભાઈના ખીલેલા આ જીવનઉદ્યાન કે જીવનયજ્ઞમાં એમનાં જીવનસાથી બહેન શ્રી પ્રતિમાબહેનનો મૂક ફાળો છે, એની નોંધ લીધા સિવાય આ લાંબું લેખન પણ અધૂરું જ ગણાય. ભારત સરકારના ચોપડે આજે શ્રી કુમારપાળભાઈ ‘પદ્મશ્રી’ હોય એ ભારે મોટી ગૌરવભરી ઘટના છે, પરંતુ દીર્ઘદ્રષ્ટાઓની નજર તો જુએ છે કે શ્રી કુમારપાળભાઈ આવતી કાલના ‘ભારતરત્ન’ છે. એવા શ્રી ડૉ. કુમારપાળ દેસાઈને, આજના શુભ પ્રસંગે દીર્ઘ નિરામય જીવનની શુભેચ્છા સહ – ‘સર્વમાંગલ્ય’ની આપણા સહુની શુભેચ્છા. 314 જીવનની ઈંટ અને ઇમારતના સર્જક Page #348 -------------------------------------------------------------------------- ________________ જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ. બાળપણથી મને શિષ્ટ, સત્ત્વશીલ અને જીવનલક્ષી સાહિત્ય માટે વિશેષ રુચિ એટલે ડૉ. કુમારપાળભાઈનાં પુસ્તકો અને અન્ય લખાણો રસથી વાંચતી. સાથે સાથે એમની અનેકવિધ પ્રવૃત્તિઓ, એમની સફળતા અને સિદ્ધિ વિશે પણ અવારનવાર વાંચતી. | મારા ઘરની સામે જ વિખ્યાત જૈન ઉપાશ્રય છે ત્યાં કોઈ પણ જેને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, કોઈ વિદ્વત્તાભરી ગોષ્ઠિ હોય કે માત્ર પંડિતોની મિટિંગ હોય કુમારપાળભાઈ કાયમ ત્યાં આદરભર્યું સ્થાન શોભાવતા હોય. જન્મભૂમિ–પ્રવાસી'ની મારી કટાર વાસ્તવની વાટે માટે એમના વિશે એક લેખ તૈયાર કરવાના નિમિત્તે એમને બે વાર મળવાનું થયું ત્યારે એમનો સૌજન્યશીલ, ઉત્સાહી, વિવેકી, સહકારભર્યો સ્વભાવ તથા એકસાથે અનેક કાર્યો સુપેરે સંપન્ન કરવાની એમની ચોકસાઈભરી કાર્યપદ્ધતિનો ખાસ પરિચય થયો. ધારીએ તો એમના વિશે એક પુસ્તિકા તૈયાર થાય એટલી માહિતી એમણે નિખાલસતા અને સાહજિકતાથી એકદમ થોડા સમયમાં આપી હતી. કારકિર્દીના આરંભકાળથી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ કક્ષાના ગૌરવપ્રદ અનેક એવૉર્ડો એમને મળ્યા છે. બહુમાન થયાં છે પણ એનો ભાર એમનાં વાણી કે વર્તનમાં ક્યાંય વર્તાતો નથી. ૧૯૪રમાં જન્મેલા કુમારપાળભાઈને ૧૯૬૫માં આપણા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અવંતિકા ગુણવંતા 315 Page #349 -------------------------------------------------------------------------- ________________ વિશે લખેલા પુસ્તક “લાલ ગુલાબ માટે ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો. એ પુસ્તકની ૬૦ હજાર નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી. એ સમયથી કિશોરો અને યુવાનોનાં દિલદિમાગ પર ડો. કુમારપાળ દેસાઈ છવાઈ ગયા અને કુમારપાળભાઈએ પણ જાણે ગુજરાતને સંસ્કારસમૃદ્ધ કરવાનો નિર્ધાર કર્યો હોય એમ એક પછી એક સત્ત્વશાળી પુસ્તકો આપતા જ ગયા. એમનું અપંગનાં ઓજસ' પુસ્તક એટલું જોમ અને જુસ્સાભર્યું હતું કે એમાંથી પ્રેરણા પામીને ત્રણ અંધ વ્યક્તિઓ પોતાના અંધત્વની પરવા કર્યા વિના ગિરનાર પહાડ ચડી આવ્યા. આ મૂલ્યવાન પુસ્તકની પ્રસ્તાવના પૂ. શ્રી મોટાએ અને આમુખ વિજય મર્ચન્ટે લખ્યાં છે. દેશ, સમાજ કે માનવતા ખાતર પોતાના જીવનને હોડમાં મૂક્યું હોય કે આહુતિ આપી હોય એવા ધીર, વીર, ઉદાત્ત નરપુંગવોની વાતો કહેતાં સંખ્યાબંધ પુસ્તકો એમણે લખ્યાં છે. આ કથાઓમાં ક્યાંય કલ્પના કે અનુમાન નથી, હકીકતની ખાતરી કરવા જાતે સ્થળ પર ગયા છે અને સત્યનું સંશોધન કરીને જ લખ્યું છે. આ સાહિત્ય વાચકના હૃદયને સ્પર્શે છે, નિત પ્રેરણા આપે છે. કાયમ તાજગીસભર લાગે છે. આવું સાહિત્ય કદી જૂનું નથી થતું. કુમારભાઈને શોર્ય અને ત્યાગની વાતોનું અજબ આકર્ષણ છે. અને કેમ ન હોય ? વીરોની ભૂમિ સૌરાષ્ટ્રનું રાણપુર એમનું જન્મસ્થળ છે. મેઘાણી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, દુલા કાગ જેવા ધરખમ સાહિત્યકારોનું શૈશવથી જ સાન્નિધ્ય સાંપડ્યું હતું. અને લોકો આજેય જેમનાં પુસ્તકો સ્નેહ અને આદરપૂર્વક વાંચે છે એવા ખમીરવંતા સાહિત્યકાર જયભિખ્ખના તેઓ પુત્ર છે. પોતાનું લખાણ પિતાના નામના લીધે ન છપાય એવાં સ્વમાન અને ખુમારીના લીધે એમનું પ્રથમ લખાણ કુ. બા. દેસાઈના નામથી એમણે મોકલ્યું હતું. ૧૯૫૩માં એમના પિતાએ શરૂ કરેલી કૉલમો, પિતાના અવસાન પછી તંત્રીએ એમને લખવાનું કહ્યું. “ઈંટ અને ઇમારત', એ કૉલમ આજ દિન સુધી એમના હાથે સફળતાપૂર્વક લખાય છે. એમના પિતાજીનો સંકલ્પ હતો કે પોતે પૈતૃક સંપત્તિ લેશે નહિ ને પોતાના સંતાનને સંપત્તિનો વારસો આપશે નહિ. કુમારપાળ કહે છે, પિતાજીએ ત્રણસો પુસ્તકો લખ્યાં છે. એમના અવસાન બાદ કોઈ પુસ્તકમાંથી પાંચ રૂપિયાની નોટ તો કોઈમાંથી દસ રૂપિયાની નોટ મળે. એમ કુલ સાડા ત્રણસો રૂપિયા મળ્યા છે.” આવા સિદ્ધાંતનિષ્ઠ, નિર્ભીક પિતાનો આપને કેવો અનુભવ ?” તેમનો એક જાતનો પ્રભાવ હતો, છતાં મારી સાથે કાયમ મિત્રવતું પ્રેમથી વર્તતા. અમે ખૂબ વાતો કરતા અત્યારે કુમારપાળભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. 316. જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ Page #350 -------------------------------------------------------------------------- ________________ યુનિવર્સિટીના આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકે અનેક નવા નવા અભ્યાસક્રમોનું આયોજન કરે છે અને વિશ્વભારતી યુનિવર્સિટી, લાડનૂમાં જૈનદર્શનના પીએચ.ડી. ગાઇડ છે. આટલા કાર્યભાર સાથે એમનું સાહિત્યસર્જન એકધારું ચાલે છે અને એ સર્જન કેવું વૈવિધ્યપૂર્ણ છે ! વાર્તાસંગ્રહો, વિવેચનસંગ્રહો, જૈન ધર્મનાં રહસ્યો ઉજાગર કરતાં ચિંતનાત્મક પુસ્તકો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પરના સંશોધનાત્મક લેખો. ભગવાન મહાવીરસ્વામી અને શ્રીમદ્ રાજચંદ્રના અભ્યાસથી જીવન અને જગતને જોવાની નવી દ્રષ્ટિ એમને મળી. મહાવીરસ્વામી એક કુમાર તરીકે પોતાના કુટુંબમાં કેવી રીતે રહેતા હતા તેની વાત તેમણે લોકોને કહેવા માંડી. આદર્શ કુટુંબજીવન કેવું હોય એનો ખ્યાલ તેઓ આપવા માંડ્યા. તેમનો ધર્મ તરફનો અભિગમ સાવ જુદો છે. તેઓ શુષ્ક તત્ત્વજ્ઞાનમાં નથી માનતા. જૈન ધર્મ એ જીવનશૈલી છે. ધર્મ જીવનમાં વણાઈ જવો જોઈએ. ભગવાન મહાવીર ઊભા રહીને ધ્યાન કરતા, ખુલ્લી આંખે ધ્યાન કરતા, ફરતાં ફરતાં ધ્યાન કરતા એ વાતનું હાર્દ તેઓ લોકોને સમજાવે છે. સ્વસ્થ તંદુરસ્ત નિરોગી જીવન જીવવા માટે શાકાહાર ઉત્તમ છે એમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેઓ સમજાવે છે. એમનું પુસ્તક Stories From Jainism ૫૨દેશમાં ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના તેઓ કો-ઑર્ડિનેટ૨ છે. દુનિયાના દેશોમાં જૈન ધર્મને સ્થાન અપાવવામાં તેઓ સફળ થયા છે. પાંચે ખંડના જૈન પ્રતિનિધિઓ ઇંગ્લૅન્ડના બકિંગહામ પૅલેસમાં પ્રિન્સ ફિલિપને મળ્યા અને જૈન ધર્મમાં પર્યાવરણ વિશે માહિતી આપી. માત્ર વીસ મિનિટ માટે અપાયેલી એ મુલાકાત એક કલાક ને વીસ મિનિટ ચાલી. ત્યાંનાં અખબારોમાં અને બીજાં પ્રસારણ-માધ્યમોમાં એની નોંધ લેવાઈ. કુમારપાળભાઈ નિર્ભીકતાથી કહે છે : જૈન સમાજ વાસ્તવિક પરિસ્થિતિ અને એના ઇતિહાસથી દૂર છે, અહિંસાના નામે એ ભીરુ થઈ ગયો છે. ક્યારેક એ ધનનો અપવ્યય કરે છે.’ વિદેશોમાં તેઓ જ્યાં પ્રવચન કરવા જાય છે ત્યાં લાઇબ્રેરી થાય છે. સંશોધન અને અધ્યયન માટે સ્કૉલર્સ ફંડ થાય છે. સમાજને ઉપયોગી પ્રૉજેક્ટો થાય છે. તેઓ માત્ર જૈન ધર્મ પર જ નહિ, પણ ભૂંડકોપનિષદ, રામાયણ અને ગીતા પર પણ પ્રવચનો આપે છે. તેઓ એમની વાતોમાં તત્ત્વજ્ઞાન એવી રીતે મૂકે છે કે માણસનાં હૃદય-મનને સ્પર્શે, બુદ્ધિને પહોંચે અને જીવનમાં ઊતરે, જીવનને શ્રેષ્ઠતાના માર્ગે વાળે. આજથી સો વરસ પહેલાં આફ્રિકા ગયેલા અને ત્યાંના આદિવાસી જીવન જીવતા આફ્રિકન લોકો ઉદ્યોગ કરે એ માટે પ્રયાસ કરનાર એક માનવતાપ્રેમી નરવીર શ્રી પ્રેમચંદ વ્રજપાળની 317 અવંતિકા ગુણવંત Page #351 -------------------------------------------------------------------------- ________________ જીવનકથા કુમારભાઈએ લખી. ભુલાઈ ગયેલા એ શ્રેષ્ઠીવર્યની જીવનકથા માટે આધારભૂત વિસ્તૃત સાચી માહિતી મેળવવા કુમારભાઈ જાતે આફ્રિકા ગયા હતા, એ પ્રદેશોમાં જાતે ફર્યા હતા અને કેટલાય માણસોને મળ્યા હતા. ૧૮૯૩માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ જઈને ધર્મ પર કુલ ૫૩૫ વ્યાખ્યાનો આપનાર વીરચંદ ગાંધી પર એમણે વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજન્સમાં મનનીય વક્તવ્ય આપ્યું. ઇતિહાસના પ્રવાહમાં ભુલાઈ ગયેલા કે વણનોંધાયેલા મહાન માણસોનો ફરી એક વાર તેઓ પ્રજાને પરિચય કરાવે છે. છ ચોપડીનો અભ્યાસ કરનાર અને ૧૩૧ ગ્રંથ રચનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અને કરુણાના સાગર સમા કૈલાસસાગર મહારાજનાં જીવનચરિત્રો તેમણે લખ્યાં છે. તેઓ આફ્રિકા ગયા ત્યારે નાઇરોબીની ઝૂંપડપટ્ટી જ્યાં ૬૦% એઇડ્ઝના દર્દીઓ છે ત્યાં ગયા હતા. રોગ અને દરિદ્રતામાં સબડતા ત્યાંના લોકો પર એક નવલકથા લખવાનું તેઓ વિચારે છે. “ક્યાંથી મળ્યું આવું અનુકંપાશીલ હૈયું ?” “મારી માતાની દેન છે.’” કુમારપાળભાઈએ માતાની સ્મૃતિમાં અનુકંપા ટ્રસ્ટ કર્યું છે જે ગરીબોને સહાય કરે છે. પિતાની સ્મૃતિમાં તેઓ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ’ ચલાવે છે જે પુસ્તકપ્રકાશન ઉપરાંત અશક્ત, વૃદ્ધ, અપંગ લેખકોને આવશ્યક સહાય પહોંચાડે છે. સંસ્થાઓની સ્થાપના અને વહીવટ માટેનાં અજબ સૂઝ, શક્તિ અને ઉત્સાહ એમનામાં છે, જે કારભારી દાદાનો વારસો હશે ? એમના દાદા વરસોડાના કારભારી હતા. અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચેય કુમારપાળભાઈનો ૨મતનો શોખ જળવાઈ રહ્યો છે : ૧૯૬૨થી એ સ્પૉર્ટ્સની કૉલમ લખે છે. એમની પુસ્તિકા ‘હાઉ ટુ પ્લે ક્રિકેટ’ની એક લાખ નકલો વેચાઈ છે. અધ્યયન, અધ્યાપન, ચિંતન, સંશોધન. સંપાદન, લેખન, વિવેચન, અનુવાદ, પ્રવચન, ‘વહીવટ’ – કેટકેટલી પ્રવૃત્તિઓ અને કાર્યક્ષેત્રો છતાં હજી નવા પ્રૉજેક્ટ કરવા તૈયાર. દિવસના તો ચોવીસ કલાક જ છે તો ઊંઘ અને આરામના કેટલા કલાક ?’’ “ઊંઘ તો પૂરી લેવાની. ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.’’ 318 જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ Page #352 -------------------------------------------------------------------------- ________________ જ અને કુમારપાળભાઈ એચ. કે. આર્ટ્સ કૉલેજમાં સહાધ્યાયીઓ હતા. આ કૉલેજના પૂર્વ આચાર્ય સ્વ. શ્રી યશવંત શુક્લને કારણે વિવિધ વિષયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનોપાસનાનું કાર્ય નિરંતર ચાલુ રહે તેવી ગોઠવણ થતી રહેતી. જેને કારણે અલગ અલગ વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-મિત્રો એકબીજાના પરિચયમાં આવતા. તેને કારણે કુમારપાળભાઈના નિકટના પરિચયમાં આવવાનો મને અવસર મળ્યો. કોઈ પણ અભ્યાસનિષ્ઠ વ્યક્તિ સાથે સત્સંગ થાય ત્યારે તેનામાં સ્થિત વિશિષ્ટ લક્ષણોનો પ્રભાવ અન્ય વ્યક્તિ પર પડ્યા વિના રહેતો નથી. અભ્યાસકાળનાં વર્ષોમાં જ તેમની લેખનપ્રવૃત્તિનો અને તેમની શિસ્ત, નમ્રતા, વિવેક, વિદ્યાપ્રીતિ અને નિરભિમાનીપણું આદિ ગુણોનો મને પરિચય થતો રહ્યો હતો. તેમાં વળી તેમનાં જીવનસાથી અ. સો. પ્રતિમાબહેન મારાં વિદ્યાર્થિની પણ ખરાં. તેમની પસંદગીમાં હું નિમિત્ત પણ બનેલો અને મારી જાણકારી મુજબ ગૃહસ્થાશ્રમનાં તમામ મદનમોહન વૈષ્ણવ કર્તવ્યો બજાવવામાં તેઓ સાચા અર્થમાં કલ્યાણપથનાં યાત્રી પુરવાર થયા છે. કુમારપાળે ક્ષમા, દયા, અહિંસા, સત્ય અને સરળતા ઇત્યાદિ ગૃહસ્થ જીવનના આદર્શો પાળ્યા છે. જાણે ઈશ્વરસાક્ષાત્કાર તેમના જીવનનું સૂત્ર બન્યું હોય તેમ લાગે. હું તેમની કલમનો અનેક ચાહકો પૈકીનો એક છું. તેમની સર્વ કૉલમમાં ‘ઝાકળ બન્યું મોતી’ પ્રત્યે 319 મૌલિક ચિંતન અને વણખૂટી વિદ્યોપાસના Page #353 -------------------------------------------------------------------------- ________________ મને વિશેષ ચાહના છે. તેમની કૉલમોમાં, તેમના અન્ય લેખોમાં, તેમનાં વક્તવ્યોમાં વ્યક્ત થતા વિચારો મારી પ્રેરણા અને બળ પણ બન્યાં છે તેમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. તે દ્વારા જ મને તેમના વ્યક્તિત્વનો વિશેષ પરિચય પ્રાપ્ત થયો છે અને તેને શબ્દોમાં વ્યક્ત કરવા પ્રેરાયો છું. તેમનું જીવન ધ્યેયનિષ્ઠ રહ્યું છે. ગાંધીવિચારમાં પણ વિશ્વાસ ધરાવે છે અને તે વિચારો આચારમાં પણ મૂક્યા છે. શિક્ષણ અને સાહિત્ય એ એમના તપનાં ક્ષેત્ર છે. ગાંધીપ્રેરિત રાષ્ટ્રીય ભાવના અને ટાગોરપ્રેરિત સૌંદર્યભાવના દ્વારા તેમની રુચિ અને માનસ ઘડાયાં છે. તેમનાં લખાણોમાં સાત્ત્વિકતા, રસિકતા અને શિષ્ટતા અનુસૂત છે. તેઓ નખશિખ સજ્જન અને સત્યઆગ્રહી બૌદ્ધિક વ્યક્તિ છે. તેમનો ઈશ્વર સત્યનિષ્ઠા અને પ્રામાણિક જીવનચર્યામાં સમાવિષ્ટ થતો હોય છે. વિદ્વાન તો તેઓ છે જ. તેમના વિદ્યાપ્રેમનો અને સૌહાર્દનો પરિચય ઘણાએ અનુભવ્યો છે. તેમની સાથે વિદ્યાયાત્રા કરવાનું મળે તો યાત્રા સફળ થઈ જાય. એમના સાહિત્યમાંથી સામાન્ય માણસને જીવન જીવવામાં, જીવનનો આદર્શ ઘડવામાં અને એને અનુસરવામાં સહાયરૂપ થાય એવું કોઈ સત્ત્વ પ્રાપ્ત થતું રહ્યું છે. એમનાં લેખોમાં અને વ્યાખ્યાનોમાં આપણે જેવા હોઈએ તેવા, આપણે પરસ્પર સાથે ગૂંથાઈને રહેવું પડે એવી જગતજીવનની અનિવાર્યતાને તેમણે સ્પષ્ટ કરી છે. અનેક ગૂંચવાડાઓ, અનિશ્ચિતતાઓ અને અનિર્ણયોની વચ્ચે પણ આપણે જીવ્યે જવું પડે છે ત્યારે જીવન માટેનો પ્રેમ, પોતાના માટેનો પ્રેમ અને પોતાના માન્ય હોય તેમને માટેનો પ્રેમ... આ જીવનકાળ આપણને શીખવે છે તે વાત તેમનાં લેખો અને વક્તવ્યોમાં સ્પષ્ટ થતી જોવા મળે છે. તેમાં દેશ માટે અને માણસ માટે નિસબત પણ જોવા મળતી. ક્યાંય એમના કથનમાં કે કવનમાં દ્રષ, પૂર્વગ્રહ કે કટુતાનો અણસાર સુધ્ધાં જોવા મળતો નહીં. ઔદાર્ય, સમભાવ, કરુણા, મૈત્રી અને સાચા માનવધર્મના ઉદ્ગારો અનુભવાય છે તેમજ તેમનાં સાહિત્યમાં અને વક્તવ્યોમાં મનુષ્યની આધ્યાત્મિકતા, સર્વધર્મસમભાવ, ભાવિ પેઢીઓ પ્રત્યેનું કર્તવ્ય, ઇતિહાસલક્ષી મુલવણી, જીવનશિક્ષણ અને ધર્મશિક્ષણ, દષ્ટિવંત નેતૃત્વ, રાષ્ટ્રીય અખંડિતતા, શાસનની હિંમત, ઉચ્ચ શિક્ષણને અર્થપૂર્ણ બનાવવા વિશે, ગરીબી, રાષ્ટ્રીય ચારિત્ર્ય અને આત્મશિસ્ત જેવા અનેક વિષયોને આવરી લઈ વાચકને અને શ્રોતાઓને વિચારવાનું પાથેય મળે છે. તેઓના વ્યક્તિત્વનાં અન્ય જે પાસાંઓ છે તેનો ઉલ્લેખ કરવો રહ્યો. પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની અને તેને પાર કરવાની શક્તિ, ભૂલોનો સ્વીકાર કરી અને એના પુનરાવર્તનથી. બચવાની સાહજિકતા, સદ્ગણોનો સ્વીકાર કરી શ્રેષ્ઠને પ્રાપ્ત કરવાનું ઔદાર્ય, જીવમાત્રને સહાયતા કરવા પ્રેરિત કરે તેવું પ્રેમાર્દ્ર હૃદય, બધું શુભ જ થશે એવી શ્રદ્ધાથી પૂર્ણ અને પરિતૃપ્ત 320 મૌલિક ચિંતન અને વણખૂટી વિદ્યોપાસના Page #354 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવવાની શક્તિ તેમનામાં વિકસતી રહી છે. એમના આ વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે જ તેઓને પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો તે માટે હૃદયથી અભિનંદન પાઠવું છું. એમની કર્મઠતાને હું જાણું છું. પોતાને જે અનિષ્ટ અને ખામીભર્યું જણાય એ અંગે સાફસાફ શબ્દોમાં અભિપ્રાય આપવો તેને તેઓ ફરજ માને છે, જે તેમણે હંમેશાં બજાવી છે, પરંતુ હેયામાં ક્યારે પણ કટુતા જોવા ન મળે. સદાય હસતો ચહેરો, આંખમાં તેજભરી ચમક અને વાતાવરણને આત્મીયતાથી ભરી દેતું વ્યક્તિત્વ જોવા મળે છે. મૌલિક ચિંતન અને વણખૂટી સર્વજ્ઞતાથી સભર એવા કુમારપાળભાઈએ દિશાદર્શક પુસ્તકો લખ્યાં છે. તેઓ એક આદર્શ પત્રકાર સાબિત થયા છે. વાણી-વર્તન-વિચાર અને વ્યવહારથી શુદ્ધિ અને વિદ્યા-વિનય-વિકાસનો ત્રિવેણી સંગમ જેમનામાં થયો છે તેવા કુમારપાળભાઈ શ્રદ્ધા, ભક્તિ, યોગ, દિવ્ય સંપત્તિ અને દિવ્ય ઐશ્વર્યથી સુસંપન્ન બનશે. 321 મદનમોહન વૈષ્ણવ Page #355 -------------------------------------------------------------------------- ________________ मेरे हमदम मेरे दोस्त डा. कुमारपाल देसाई का नाम लेते ही एक प्रसन्नचित्त स्मित करता हुआ चेहरा आँखों के सामने मूर्तिमंत होने लगता है। 60 वर्ष का युवा कैसा हो सकता है यह तो कोई कुमारपाल से मिले तभी अनुभव कर सकता है । कर्म और पुरुषार्थ जिसके जीवन के मूलमंत्र रहे हैं उन कुमारपाल को ये संस्कार माँ के दूध और पिता की परवरिश से प्राप्त हुए हैं। चंद्रमुखी प्रतिभा के धनी कुमारपाल ने साहित्य को जीवन की साधना माना, शिक्षण और पत्रकारत्व उसी साधना की पुष्टि करते रहे । ‘समाजसेवा मानव धर्म है' इसे सदैव ध्यान में रखकर वे जैन धर्म और दर्शन के लेखन-प्रचार-प्रसार के पहरूवे बने रहे। वीरों और संतों की भूमि सौराष्ट्र के गाँव राणपुर में 30 अगस्त 1942 के दिन पूज्य जयाबहनकी कुक्षि से जन्मे कुमारपाल को माँ का दुलार और गुजराती के महान लेखक श्री बालाभाई देसाई जो 'जयभिक्खू' के नाम से प्रसिद्ध थे – उनका प्यार मिला। यह एक सुभग समन्वय ही था कि भारत छोड़ो आंदोलन के क्रांतिवर्ष में इस वैचारिक क्रांति के उद्घोषक का जन्म हुआ। पिता लेखक थे, साहित्यकार थे। साहित्यकार की करुणा, प्रकृतिप्रेम, समाज के प्रति संवेदना जैसे तत्त्व कुमारपाल को प्रेरणारूप प्राप्त हुए तो व्यक्तित्व के विकास में वात्सल्य के भाव माता से प्राप्त हुए। ____ अध्ययन में विचक्षण बुद्धि के धारक बालक की बुद्धि का विकास दूज के चंद्रमा सा होता गया और एक दिन गुजराती साहित्य के गगन पर वह चमक बिखेरने शेखरचंद्र जैन 322 Page #356 -------------------------------------------------------------------------- ________________ लगा। गुजराती विषय में शोधकार्य सम्पन्न किया और गुजराती के अध्यापक के रूप में शैक्षणिक कार्य में समर्पित हो गये। ‘ललना के गुण पलना में ही दृष्टिगोचर होने लगते हैं ' यह कहावत कुमारपाल में चरितार्थ हुई । जब वे 11 वर्ष के किशोर थे तभी से बाल साप्ताहिकों में कहानियाँ लिखने लगे और कॉलेज के प्रथम वर्ष से ही पत्र-पत्रिकाओं में स्तंभ लिखकर अपनी लेखन प्रतिभा के पुष्पों की सुगंध बिखेरने लगे। यह सब प्रतिफल था पिता की साहित्यिक विरासत और राष्ट्रीय शायर झवेरचंद मेघाणी, धूमकेतु, कवि काग जैसे धुरंधरों का आशीर्वाद । कलम के इस जादूगर ने फिर पीछे मुड़कर नहीं देखा और देखते ही देखते शतक पुस्तकों की रचना की इमारत ही खडी कर दी। लालबहादुर शास्त्री के जीवन का चित्र यदि ‘महामानव शास्त्री' में गुंजित हुआ तो 'लाल गुलाब' उनके बाल साहित्य लेखन का सीमाचिह्न बन गया। उनके समस्त लेखन कार्य में बाल साहित्यकार की नन्हीं मनुहारें हैं तो देशभक्ति की तरंगे हैं और जीवन गाथाओं के लेखन की प्रौढता है। क्रिकेटप्रेमी कुमारपाल लेखन में सेन्चुरी बनाते रहे। ‘अपाहिज तन, अडिग मन' उनकी ऐसी श्रेष्ठ कृति है जो प्रज्ञाचक्षुओं के लिए महान उपलब्धि बन गई । इसका ब्रेइल लिपि में व भारत की अनेक भाषाओं में अनुवाद हुआ है। उनकी एक-एक कृति का वर्णन शोध निबंध ही बन जायेगा। यहाँ बस इतना ही कि जीवन का ऐसा कोई क्षेत्र नहीं जिस पर उनकी दृष्टि न गई हो और कलम न चली हो । आपकी अनेक पुस्तकें राष्ट्रीय व राज्य स्तर पर पुरस्कृत हुई हैं। . डॉ. कुमारपाल मात्र लेखक ही नहीं उच्च कक्षा के वक्ता है। उनके प्रवचन सुनना एक गौरव है। वे बोल रहे हों और श्रोता डोल रहे हों ऐसा अनेक बार देखा है। मैं उनका साक्षी हूँ। शब्दों का यह शिल्पी जैसे बोलने में अजन्ता या खजुराहो की कला को तराश कर शब्दों के मंदिर ही चुनता जाता है । विचारों की गहराई, कल्पना की उडान और सत्य का आधार ये इनकी वक्तृत्वता के आयाम हैं । भारत के नहीं अपितु यूरोप – अमरीका, आफ्रिका, सिंगापुर आदि देशों के श्रोता इसके साक्षी हैं । साहित्यिक वक्ता ही नहीं अपितु जैन धर्म-दर्शन के चिंतक, खोजी विद्वान कुमारपाल ने विश्व में जैन धर्म के प्रचार-प्रसार में जो योगदान दिया है वह प्रशंसनीय है। आप 1990में इंग्लैन्ड के ड्यूक ऑफ एडिनबरो प्रिन्स फिलिप के बकिंगहाम पॅलेस में 'जैन स्टेटमेन्ट ऑन नेचर' अर्पित करने वाले प्रतिनिधि मंडल में थे तो 1993 व 1999 में वर्ल्ड पार्लामेन्ट ऑफ दि रिलिजियन्स' में जैन धर्म का प्रतिनिधित्व किया। 1994 में ख्रिस्ती धर्म के गुरु पोप जॉन पोल से भी जैनदर्शन पर चर्चा की । जैन धर्मदर्शन पर आपके प्रवचनों ने अमरीका - यूरोप जैसे देशों में धूम मचाई है । जिससे अमरीका के प्रसिद्ध संगठन जैना' ने आपका विशेष सम्मान किया है। डॉ. कुमारपाल ने गुजराती साहित्य, जैन साहित्य, खेल साहित्य जैसे विषयों पर लेखन व प्रवचन तो किए ही पर साहित्य जगत में ऐसा स्थाई कार्य भी किया जो सदियों तक स्मरण किया जायेगा वह है गुजराती विश्वकोश का निर्माण । 323 शेखरचंद्र जैन Page #357 -------------------------------------------------------------------------- ________________ इस महान सर्जक ने कभी आर्थिक विपन्नता का रोना नहीं रोया। अरे, 350 पुस्तकों के लेखक पिता जयभिक्खु ने संपत्ति छोडी थी सिर्फ 350/- नकद । पर नीडर युवक ने माँ के आशीर्वाद से पिता के लेखन की अक्षुण्णता को आगे बढाया। पिता द्वारा ‘गुजरात समाचार' में लिखा जाता रहा स्तंभ ‘ईंट और इमारत' को यथावत् गौरव प्रदान कर चालू रखा। आज ‘गुजरात समाचार' में (जिसकी 10 लाख प्रतियाँ प्रकाशित होती हैं ।) प्रतिदिन कॉलम लिखने का गौरव आपको है। डॉ. कुमारपाल की सिद्धियों का आलेखन करना कठिन सा लगता है । मैं तो आपको उनके सागरीय व्यक्तित्व की मात्र चन्द बिंदुओं में झलक ही दे पा रहा हूँ। डॉ. कुमारपाल को उनकी इन प्रवृत्तियों पर लगभग 15 साहित्य पुरस्कार, एवं 33 अन्य एवार्ड प्राप्त हो चुके हैं जिनमें भगवान महावीर 2600वें जन्मोत्सव पर 'जैनरत्न' एवं 2004 के गणतंत्र दिवस पर 'पद्मश्री' का गौरवपूर्ण सन्मान प्राप्त होना प्रमुख है। सभी 48 पुरस्कारों के नाम लिखने की जगह कहाँ ? आज गुजरात युनिवर्सिटी के गुजराती विभाग के अध्यक्ष व डीन कला संकाय के रूप में सेवारत है। देखा आपने ! आपको लगेगा कि यह आदमी काम करते थक जाता होगा..... टेन्शन में रहता होगा.... वगैरह..... वगैरह; पर ऐसा नहीं। उन्हीं के शब्दो में कहूँ तो – नींद पूरी लेता हूँ, जागरण कभी नहीं करता। हाँ । दिन उगने पर कार्य नियमित अनवरत गति से करता हूँ। उनसे पूछा कि – 'यदि पुनर्जन्म लेना पड़ा तो क्या बनना पसंद करोंगे ?' तो उत्तर था - 'यदि पुनर्जन्म हुआ तो चाहूँगा कि समाजोपयोगी मूल्यनिष्ठ साहित्य का सृजन कर सकूँ, आध्यात्मिक जीवन जी सकूँ, ग्रंथों के रहस्य का चिंतन कर सकूँ एवं धर्म की वास्तविक विभावना को प्रसारित कर सकूँ।' ऐसे प्रतिभा के धनी डॉ. कुमारपाल मेरे पिछले 30 वर्षों से मित्र रहे हैं। उनका मेरा परिचय तो तब से हैं जब से उनका विवाह मेरे साथी अध्यापक श्री प्राणलालभाई की पुत्री से सम्पन्न हुआ। कुमारपाल के स्तंभ नित्य पढता था, उनके प्रवचन भी सुने थे... धीरे धीरे परिचय हुआ और यह परिचय मैत्री में बदलता गया - दृढ होता गया। चूँकि मैं भी थोडा बहुत लिखने-पढ़ने वाला व्यक्ति हूँ अतः यह मैत्री और भी दृढ़ होती गई। ___ 1974 में उन्होंने अहमदाबाद की पर्युषण व्याख्यानमाला में मुझे आमंत्रित कराया - मेरा प्रवचन सुना और अपनी प्रसन्नता व्यक्त की । बस फिर यह सिलसिला आज तक चल रहा है। उनकी सद्भावना व सहयोग से मुझे 1989 से यूरोप, अमरीका, पूर्व आफ्रिका की प्रवचन यात्रायें करने का मौका मिलता रहा है और इन सबमें उनका प्रत्यक्ष – परोक्ष सहयोग निरंतर रहा है। उनका यह एक गुण है कि यदि कोई विद्वान है और उसका गुण प्रसारित हो तो वे सदैव सहायक बनते हैं। कभी भी उनके मन में ऐसा भाव नहीं आया कि यह आगे क्यों बढ रहा है। वे सदैव तेजद्वेष से मुक्त रहे यही उनकी वात्सलता व मैत्री का एक महान गुण मुझे प्रेरित करता रहा। 324 मेरे हमदम मेरे दोस्त Page #358 -------------------------------------------------------------------------- ________________ मेरी प्रत्येक साहित्यिक, सामाजिक प्रवृत्तियों में उनका मार्गदर्शन मिलता रहा। तीर्थंकर वाणी' जो अब 11 वर्ष की यात्रा कर चुकी है - उसके प्रारंभ से ही साथी यात्री रहे हैं। सदैव लेख लिखकर मार्गदर्शन देकर उसकी प्रसिद्धि हेतु चिंतित रहे हैं। प्रारंभ में मुझसे ज्यादा उन्हें चिंता रहती थी कि पत्रिका कैसे चलेगी ईस व्यापारी मानस के युग में ? वे कहते जहाँ स्वाध्याय का अभाव तो रहा है वहाँ तुम रेगिस्तान में फूल उगाने का कैसे सोचते हो ? मैं कहता कि जब आप जैसे जल देने वाले हैं तो चिन्ता क्या ? ऐसे लोगों के कारण ही आज पत्रिका 11 सफल वर्ष पूर्ण कर सकी है। इसी प्रकार जब मैंने श्री आशापुरा माँ जैन होस्पिटल का स्वप्न उनके समक्ष रखा तो उन्हें आश्चर्य हुआ। बोले : 'भाई, यह हाथी बाँध रहे हो। अच्छे-अच्छे लोग इस सेवा में थक गये। इससे आर्थिक परेशानियाँ होंगी। मैं तुम्हे रोकता नहीं हूँ पर सोच लेना।' पर मैं भी अटल था। होस्पिटल का प्रारंभ किया। आज 6 वर्ष हो गये। लगभग सवा करोड का कार्य हो चुका है। वे होस्पिटल को देखकर अति प्रसन्न हुए और जहाँ भी होता है इसे मदद-सहायता दिलाने में सहयोग करते हैं। आज भी मुझे जब भी कोई परेशानी होती है वे मुझे सलाह देते हैं। उनका एक विशेष रूप मैंने गत वर्ष भगवान महावीर के 2600 वें जन्मोत्सव के दौरान देखा । 'अहिंसा युनिवर्सिटी' के को-ओर्डिनेटर के रूप में उन्होंने एक्ट आदि बनाने में जिस दृढता और सूझबूझ का परिचय दिया वह काबिले तारीफ डॉ. कुमारपाल की इस सिद्धि में मात्र उनका ही श्रम या शक्ति है ऐसा नहीं । जैसाकि हम जानते हैं कि 'हर सफल पुरुष के पीछे एक मूक-त्यागमयी नारी का योगदान रहता है ।' यही बात डॉ. कुमारपाल के साथ है। कुमारपाल की साहित्यसाधना में कोई विघ्न न आये, कोई अंधकार न छा जाये अत: श्रीमती प्रतिमा बहन दीपशिखा सी जलकर प्रकाश फैलाती रहीं। अंत में कुमारपाल के सरल व्यक्तित्व के संदर्भ में कुछ कहने के भाव नहीं रोक पाता हूँ। इतना महान लेखक, विश्व प्रसिद्ध व्यक्तित्व, इतने पारितोषिकों से पुरस्कृत कुमारपाल स्वभाव से अति सरल, मिलनसार एवं सुख-दुःख के साथी उत्तम मित्र हैं। मुझे गौरव हैं कि मेरे हर कार्यक्रम में मैत्रीभाव से आये और सहभागी बनें। आप कभी भी उनसे मिलेंगे तो लगेगा आप वाणी के जादूगर की बीन पर झूम रहे हैं । आप चंद क्षणों में ही उनके हो जायेंगे। आपको यह महसूस नहीं होता कि वे इतने महान है और उस महानता के बोझ से दबे हैं। ____ अंत में उम्र में उनसे बडा होने के नाते चाहूँगा कि वे और आगे बढ़े । आकाश को छू लें। वे जन-जन के कुमारपाल बनकर हमारे बने रहें। मुझे गौरव है कि मैं उनकी मैत्री को पा सका। 325 शेखरचंद्र जैन Page #359 -------------------------------------------------------------------------- ________________ મહામૂલું જીવનપાથેયા ડ, કુમારપાળ દેસાઈનો અંગત–પ્રત્યક્ષ પરિચય તો છેલ્લા ૧૫ વર્ષોથી થયો, પરંતુ પરોક્ષ રીતે તો હું અને મારો પરિવાર ઘણાં વર્ષોથી તેઓશ્રીને જાણીએ છેક નાનપણથી સ્વ. શ્રી જયભિખ્ખું લિખિત ઈંટ અને ઇમારત વાંચવાનો હું શોખીન. ખાસ કરીને મારા પિતાશ્રીએ આ લેખ દરેક અઠવાડિયે જ્યારે પણ આવે ત્યારે અમારે વાંચવો જ એ સુટેવ પાડેલી. એ સુસંસ્કૃત ઉત્કૃષ્ટ શ્રેણી જ્યારથી ડૉ. કુમારપાળભાઈએ સંભાળી ત્યારથી મારો પરોક્ષ પરિચય થયો. ૧૯૫૭-૫૮માં હું જ્યારે મહાવીર જૈન વિદ્યાલય, અમદાવાદ શાખામાં એક વર્ષ રહ્યો, ત્યારે માનનીય સ્વ. શ્રી રતિલાલ દીપચંદભાઈ દેસાઈ પાસે જૈન ધર્મ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય સાંપડેલું અને તે પછી તે જ જ્ઞાન અને શૈલી ડો. કુમારપાળભાઈ પાસેથી ઉપલબ્ધ થઈ – ખાસ કરીને પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન. દરેક વ્યાખ્યાન-વક્તવ્ય બસ જાણે સતત સાંભળ્યા જ કરીએ – સાંભળ્યા જ કરીએ તે રીતની મંત્રમુગ્ધ કરે તેવી વાણી અને છટા ! સાથે સાથે દૃષ્ટાંતો, કથા અને મહાન વિભૂતિઓનાં કથનોનો સાર સાંભળવા મળે. આ તેઓશ્રી સાથેની બીજી નિકટતા, પરિચય. ૧૯૮૩માં ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક નાનીશી ધર્માદા હોસ્પિટલ અમે મિત્રોએ શરૂ કરી. એક દિવસ અચાનક શ્રી કુમારપાળભાઈનો નવનીત ઠાકરશી 326 Page #360 -------------------------------------------------------------------------- ________________ મીઠો સુરીલો કંઠ ફોન ઉપર સાંભળવા મળ્યો – તેઓના ભત્રીજા ડૉ. આશિષ દેસાઈ માટે હૉસ્પિટલમાં માનદ્ સેવા આપવાની રજૂઆત માટે. ત્યારથી સતત અમે એકબીજાના પરિચયમાં – અવારનવાર કોઈ સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ બાબતે રૂબરૂ મળવાનું થાય. મારું નામ, સરનામું અમેરિકાની “જના' સંસ્થાના મુખપત્ર “જેન ડાયજેસ્ટ'ની યાદીમાં જ સામેલ કરાવી અને અમેરિકાની “જેના"ની પ્રવૃત્તિઓથી વાકેફ કરાવતા આવ્યા છે. સને ૧૯૯૯ના જૂનમાં અમારી હૉસ્પિટલમાં, હૉસ્પિટલની આજુબાજુના વિસ્તારના લોકો માટે “જ્ઞાનગંગા પુસ્તકાલય શરૂ કરવાનું અમે નક્કી કર્યું ત્યારે આ “સુશ્રી સુલોચનાબહેન ચંદુલાલ દલાલ તથા સ્વ. શ્રી સુવર્ણાબહેન ચંદુલાલ દલાલ જ્ઞાનગંગા પુસ્તકાલયનું ઉદ્ઘાટન તેઓશ્રીના વરદ્હસ્તે જ અમે કરાવેલું. ત્યારે એક અદ્ભુત ઘટના બની. સામાન્ય રીતે આપણે આંગણે આવા ઉદ્દઘાટનપ્રસંગે મુખ્ય મહેમાન કે અતિથિવિશેષ તરીકે પધારતાં માનવંતા મહાનુભાવોને આપણે ઋણ અદા કરવા મોમેન્ટો’ – સ્મૃતિચિહ આપીએ છીએ. પણ આ પ્રસંગે એવું બન્યું કે ડૉ. શ્રી કુમારપાળ દેસાઈએ જ્ઞાનગંગા પુસ્તકાલયનું ઉદ્દઘાટન તો કર્યું જ – મનનીય વક્તવ્ય પણ આપ્યું – સાથે સાથે ગુજરાતી વિશ્વકોશ'ના તે સમયે પ્રગટ થઈ ચૂકેલા ગ્રંથોનો સેટ હૉસ્પિટલના પુસ્તકાલયને પોતાના તરફથી ભેટ આપ્યો. કેવી ઉદાત્ત ભાવના અને સાહિત્ય પ્રત્યેની – શિક્ષણ અને જ્ઞાન પ્રત્યેની ઊંડી ખેવના અને આદર ! આવો જ બીજો એક બનાવ મારા જીવનમાં ખૂબ મહત્ત્વનો યાદગાર છે. મારા પિતાશ્રી ૧૯૯૮માં સ્વર્ગવાસ પામ્યા. તે પહેલાં તેઓ સાત-આઠ વર્ષથી પગની તકલીફને કારણે પથારીવશ રહ્યા અને વૉકરથી અથવા હીલચેરની મદદથી જ ફરી શકતા. તેઓને વાચનનો ખૂબ શોખ – તેમાંય જેન ધર્મના લેખો ખાસ ધ્યાનથી વાંચે. તેમને એક રઢ લાગેલી કે ડૉ. કુમારપાળ દેસાઈને રૂબરૂ મળવું છે અને જૈન ધર્મ વિશે થોડી વાતો – ચર્ચા કરવી છે. મને ખ્યાલ કે ડૉ. કુમારપાળભાઈ અતિ વ્યસ્ત અને સમયના પાબંદ છે. વળી મારા પિતાશ્રી પથારીવશ એટલે તથા વાતો કરનાર મળે તો છોડે નહિ એવી માનસિક સ્થિતિમાં હતા. તેથી મને ડર કે ડૉ. કુમારપાળભાઈ દેસાઈને મારા પિતાશ્રી વાતોના વળગણમાંથી મુક્ત જ ના કરે તો ? સમયનું શું? મેં સંકોચ સાથે ડૉ. કુમારપાળભાઈને વાત કરી કે મારા ઘરે એક વાર મારા પિતાશ્રી પાસે આવો. તેઓએ ખૂબ જ સહજ—સરળ રીતે વાત સ્વીકારી અને એક સવારે મારે ત્યાં આવ્યા. મેં મારા પિતાશ્રીને ખાસ કહેલું કે દશ મિનિટથી વધુ સમય તેમની પાસે નથી, પરંતુ ખૂબ જ સ્વસ્થતાથી ખાસ્સો લાંબો સમય પિતાશ્રી પાસે કુમારપાળભાઈ બેઠા અને બેઠા એટલું જ નહિ પણ તેમણે જૈન ધર્મ વિશેના પિતાશ્રીના સંશયો, પ્રશ્નો વગેરેના જવાબો સંતોષકારક રીતે આપ્યા. 327 નવનીત ઠાકરશી Page #361 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગ હું કદી ના ભૂલું. આવાં અનેક ઉપકારો, ઋણ હેઠળ હું તેમનો પરિચિત. આજે પણ તેમના દરેક કાર્યક્રમો માટે મને હંમેશ તેઓ યાદ કરે છે. અમેરિકાથી ડૉ. મણિભાઈ મહેતા આવ્યા હોય કે ડૉ. અનોપભાઈ વોરા આવ્યા હોય, જ્યારે પણ તેઓ સ્નેહમિલન ગોઠવે ત્યારે અવશ્ય મને યાદ કરે જ. દરેક સફળ પુરુષની પાછળ પ્રેરણાદાતા એક સ્ત્રી જ હોય છે, તે ન્યાયે ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈનાં ઉચ્ચતમ જીવન અને સતત પ્રગતિને પંથે જઈ રહેલાં, તેઓશ્રીનાં સૌ માટે પથપ્રદર્શક બની રહે તેવાં જીવનકવન માટે તેઓનાં સાચા અર્થનાં સહધર્મચારિણી - ભારતીય સ્ત્રી-રત્નસમાન શ્રીમતી પ્રતિમાબહેન એકમાત્ર અભિનંદનને અને માનને પાત્ર છે. ખૂબ જ શરમાળ પ્રકૃતિનાં, મિતભાષી પરંતુ હંમેશાં હસતા મોંએ મહેમાનો અને અતિથિઓની મહેમાનગતિ કરવાનું કદી ના ચૂકનારાં શ્રીમતી પ્રતિમાબહેનને કેમ ભુલાય ? મારા માટે કુમારપાળભાઈનો પરિચય મારા જીવનનું એક મોટું ભાતું છે. તેઓ મારા માટે તો ફિલૉસોફર અને ગાઇડ છે, મિત્ર નહિ – માર્ગદર્શક છે. પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કે તેઓશ્રીને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુ બક્ષે. 328 મહામૂલું જીવનપાથેય Page #362 -------------------------------------------------------------------------- ________________ હળવી દષ્ટિના ઉધાડનો ઉજાસ કુમારપાળભાઈના અભિનંદન-ગ્રંથ માટે લેખ લખવા કલમ ઉપાડતાં જ સ્મરણ થયું – એક અજાણ્યાં બહેનનું, વિમાનમાં મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ બહેને કુમારભાઈના સંદર્ભે બોલેલ એ વાક્યનું. સાથે પ્રવાસ કરવાનો થાય તો વાતચીત સ્વાભાવિકપણે જ આકાર લેતી જતી હોય છે. એક વખતના મારા આવા પ્રવાસ દરમિયાન મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ સન્નારીની સાથે વાતચીતનો દોર શરૂ થયો. પરિચય વધતો ચાલ્યો. હું ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં કામ કરું છું તે જાણ્યા બાદ તેઓ બોલ્યાં, “કુમારપાળ દેસાઈને તમે ઓળખો?” મેં કહ્યું, “હા, ખૂબ સારી રીતે. તેઓ મારા મિત્ર છે. ડીન અને ડાયરેક્ટર પણ ખરા.” તેઓ બોલ્યા, “તમે મને તેમની સાથે એક મુલાકાત ગોઠવી આપી શકો ?” મેં સહજતાથી કહ્યું, “ચોક્કસ; કેમ નહીં ?” વાતોનો વિષય બદલાતો ચાલ્યો. છૂટા પડતાં તેમણે સંદર્ભ વગર અચાનક કહ્યું, “તમે મને કુમારપાળની સાથે મેળવી આપશોને ?” ડૉ. રંજ ના હરીશ “હા.” “ચોક્કસ?”... હા હા જરૂર, ચોક્કસ.” 329 Page #363 -------------------------------------------------------------------------- ________________ “ભલે ત્યારે. હાશ... આ તો એમ કે મારો ફેરો એળે ન જાય હું એ ધનાઢ્ય દેખાતાં, પ્રભાવશાળી સવારીને જોઈ રહી. વૃદ્ધાવસ્થામાં આવી મુગ્ધતા ! મેં વિચાર્યું. ક્ષણાર્ધ બાદ મારામાં રહેલ યુનિવર્સિટી શિક્ષક તર્ક આપ્યો– તેઓને ક્યાં ખબર હતી કે હું તેમને મળવાની હતી. ધક્કો શાનો? મનમાં ચાલતાં તર્કને શિક્ષકની જીભ સાથ ન આપે? એવું બને કદી ? જીભે ટાપશી પૂરી, “આવું કેમ બોલો છો?” આ વખતે કદાચ ન બને તો આવતા વખતે ફરી આવો ત્યારે મળી લેજો. હું જરૂર મેળવી આપીશ. એમાં ફેરો પડ્યા જેવું શું છે? સન્નારી મને તાકી રહ્યાંસહેજ ધીમેથી તેઓ ગણગણ્યાં. “બહેન, હું અમદાવાદના ફેરાની વાત નથી કરતી. હું તો જીવનના ફેરાની વાત કરું છું.” જેમને ન મળ્યાથી જૈન સમાજના એક વૃદ્ધ સન્નારીને જીવનનો ફેરો એળે ગયો તેમ લાગે તેવી વ્યક્તિ મારા પાડોશના રૂમમાં હતી અને હું એને ઓળખી જ ન શકી ?” સાવ નજીકના સ્નેહી મિત્રોની પિછાણ કરાવવા શું બહારના લોકોની મદદ લેવાની? મારી એ વિમાનયાત્રા મારા માટે એક સીમાચિહ્નરૂપ બની ગઈ. ત્યારબાદ મેં મારા મિત્ર, ભાષાભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન એવા કુમારપાળભાઈને જોવા માટે મારાં સહયાત્રી બહેનની નજર કેળવી... અને હું જોઈ શકી એવું ઘણું બધું જે પહેલાં મેં જોયું નહોતું. ધર્મ, જ્ઞાન અને કરુણાતાનું એક અદ્ભુત સંયોજન અને કુમારભાઈમાં જોવા મળ્યું. કરુણાની આંગળીએ વિનમ્રતા, સદ્ભાવી લાગણી ઇત્યાદિ ગુણો તો ખરા જ. પણ ઘણી વાર જ્ઞાનની આંગળી પકડીને આવતો ઘમંડ જરા પણ નહીં. વળી આ ઉપરાંત ઉત્તમ વ્યવસ્થાશક્તિ પણ અદ્ભુત. પદ્મશ્રી અને અન્ય ઘણાં સન્માનો અને એવોર્ડોથી નવાજાયેલ કુમારભાઈનું મોટામાં મોટું સન્માન એમના અજાણ્યા પ્રશંસકના ફેરાની સફળતાએ કર્યું. આ બહેન જેવાં તો કંઈ કેટલાંય હશે. મને તો આનંદ એ વાતનો છે કે એ બહેન થકી હું કુમારભાઈના સાચા સ્વરૂપને ઓળખી શકી. 330 નવી દષ્ટિના ઉઘાડનો ઉજાસ Page #364 -------------------------------------------------------------------------- ________________ અને આ પ્રકારની વિશેષ ઓળખાણ બાદ પણ મને એમની સાથે બાજુના જ રૂમમાં બેસીને કામ કરવાનાં વર્ષો મળ્યાં. વિશ્વવિદ્યાલયના વિદ્યાજગતમાં આવી, કુમારભાઈ જેવી, વ્યક્તિઓ ભાગ્યે જ મળે અને તેથી તેનો સવિશેષ સંતોષ હોય. મને તો છે જ. એક બુંદ જેટલું ઇચ્છનારને આખી ને આખી ગંગા મળ્યા જેટલો : જિંદગી ભર બંદ કો તરસે, સામને ઘર કે એક દરિયા થા.” 331 રંજના હરીશ Page #365 -------------------------------------------------------------------------- ________________ કાર્યસભર દીર્ઘ કારકિર્દીથી ‘પદ્મશ્રી’થી વિભૂષિત કુમારપાળભાઈના યાત્રાપથની એક મજલ લગભગ પૂરી થવામાં છે ત્યારે ખૂંદેલી જીવનયાત્રાની કેડી પર આપબળે અને આપસૂઝે આગળ વધવાની એમની તમન્ના છે. તેમના જમા પાસામાં સિદ્ધિઓની પરંપરા છે. ક્યાંય જિંદગીમાં ખોટનો સોદો કર્યો જ નથી અને સંતૃપ્તિ અનુભવાય એવા પ્રત્યેક પગલે સાવધાનીપૂર્વકનું નવું પ્રયાણ' એવો જીવનમંત્ર હોય તેમ બસ – ચાલવું જ ચાલવું’ પુણ્યોયી પળોમાં – ધ્યેયને, પરમ પુરુષાર્થને અને પરમાર્થને દૃષ્ટિમાં રાખી એક એક મંઝિલ જાણે સિદ્ધ કરતા જવું એવી માનસિક ક્ષમતા અને સામર્થ્ય એમના પોઝિટિવ’ દૃષ્ટિકોણમાં જોવા મળે છે. જાણે કે વેદનાનાં રોદણાં રડવાનું એમને ગમતું નથી, તેથી જ પ્રત્યેક વ્યક્તિ આ પ્રશાંત–પરિપક્વ વ્યક્તિત્વના પરિચયમાં આવે છે ત્યારે એમની વાણીમાંથી કાંઈક માર્ગદર્શન મેળવીને જ જાય છે. માત્ર સાહિત્યકાર તરીકેની જ નહિ, પરંતુ માનવતાપ્રેમી અહિંસામાર્ગની તેમની સાધના અપૂર્વ છે, જે ખરેખર સત્યના પ્રયોગ જેવી જીવનયાત્રા છે, જેનું પ્રત્યેક પગલું એક ચોક્કસ ધ્યેય અને માનવમૂલ્યલક્ષી નિષ્ઠાનું પ્રતીક છે, એક જબરદસ્ત આત્મતત્ત્વને ઢંઢોળવાની એમની ક્રાંતિયાત્રા છે. દિનેશભાઈ શાહ સન્મિત્ર જીવનની વસંતથી મહેંકતા એક મૂલ્યનિષ્ઠ મહામના માનવીની અને આદર્શોન્મુખી કલમથી તરોતાજા રાખતી માનવતાના કલમ-કસબીની 332 Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાયી સાહિત્યયાત્રા છે. માત્ર સાહિત્યસ્વરૂપે જ નહિ પરંતુ જીવનમાં પ્રત્યેક પળે એકરૂપ થઈ રહેલા સાહિત્યની યાત્રા છે. આ સદાબહાર સારસ્વતની શબ્દયાત્રા માત્ર સાહિત્ય સુધી સીમિત ન રહેતાં જીવનમાં ઓતપ્રોત થઈ જતી વાણી બની રહે છે અને મારા જેવી અનેક વ્યક્તિઓને તાજગીથી ભરી દેતી, હસમુખા સ્વભાવમાંથી નીતરતી સહજ શબ્દાવલિઓ સમયના બોજને હળવો કરી દઈ એક જાદુગરી અસરથી સૌનાં દિલ જીતી લેવાની જીવનકલાનો પરિચય કરાવે છે. એમના બાળપણની પળોમાં સાહિત્યની વારાણસી જેવા રાણપુરમાં એમણે વિતાવેલા એ સમયનાં સ્મરણોની તાજગી પ્રત્યક્ષ થાય છે. એમનું જન્મસ્થળ રાણપુર એ ભાદર-ગોમા-લીંડીયો નદીઓના ત્રિવેણી સંગમ પર આવેલું છે. એ ઝવેરચંદ મેઘાણી, બાબુભાઈ વૈદ્ય, નિરંજન વર્મા, જયમલ પરમાર, અમૃતલાલ શેઠ, મોહનભાઈ દવે “શનિ', “બહુરૂપી'ના તંત્રી મનહરભાઈ વગેરેને કારણે જાણીતું હતું. સાહિત્યનો પમરાટ રાણપુરની નસેનસમાં વહેતો. એ સ્થળે જન્મનાર વ્યક્તિએ ભાદરના કાંઠા ઉપર ઊભેલા કિલ્લાને અહોભાવે જોયો હતો. બારમાસી જલપ્રવાહથી વહેતી ભાદર – કંક-કેટલાય નાનામોટા માનવીઓને પ્રેરણાનાં પીયૂષ પાતી. એમાં ધૂબકા મારતાં મારતાં – સાહિત્યની આવી છલાંગ મારશે એ તો પુણ્યપ્રભાવી પિતાશ્રી જયભિખ્ખને જાણે ખબર પડી ગઈ હોય તેમ આ પુત્ર જ નહિ – માનસપુત્ર પણ સાહિત્યના રંગે રંગાયો હશે. કુમારપાળનાં માતુશ્રીને અમે નાનુબેન' કહેતાં. એમના અંતરંગી વાત્સલ્યથી આ આત્મા ખૂબ જ માનવતાપ્રેમી બન્યો હશે જે પ્રક્રિયા એમના સમગ્ર જીવનમાં જોવા મળે છે. જયાબહેનનું જીવન આતિથ્યનું સજીવારોપણ કાવ્ય સમું છે. હું નાનો હતો – જન્મભૂમિ હાઇસ્કૂલમાં શરૂઆતનાં વર્ષોમાં ભણતો. સ્વાતંત્ર્યની ચળવળ ચાલે – પ્રભાતફેરીઓ નીકળે. જયમલભાઈ, વજુભાઈ વગેરે વડીલો અમારા જેવા નાનકડા કિશોરોને “ફૂલછાબ' પ્રેસ પાસે આવેલા અખાડામાં કસરતો કરાવે. નદીએ લઈ જાય. પાણીમાં ડુબાડે. એક કરચલો પકડવાનો – દોરીથી બાંધવાનો. અમારો ડર જતો રહે અને પોલીસ નામના રાક્ષસનો અમે પ્રભાતફેરીમાં સામનો કરતા. આ સમયે બળવંતરાય મહેતાની ધરપકડ થઈ. અમે “ઇન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા. આ ભૂમિમાં કુમારભાઈનું બાળપણ વીત્યું. એની હવા એમના પિતાશ્રીની કલમમાં અને પછી આ માનસપુત્રની સરવાણીમાં વહેતી રહી છે. ગુજરાત આજે તો આ શબ્દસ્વામીની ઘણી બધી કૉલમો વાંચી એમની સાધનાના માર્ગની પૂર્ણ પ્રશસ્તિ પામ્યું છે. ‘પદ્મશ્રી’ હજુ પદ્મની જેમ વિકસીને શ્રી બનશે, સમૃદ્ધ બનશે એવી મનોમન પ્રભુને પ્રાર્થના છે, અભ્યર્થના છે. રાણપુરવાસીઓ એથીય વિશેષ ગૌરવ લે છે. બન્ને પદ્મશ્રી' પ્રાપ્ત કરનાર – શ્રી કુમારપાળભાઈ અને પૂર્ણિમાબહેન પકવાસા, જેઓ અમૃતલાલ શેઠના ભાઈનાં દીકરી. બંને રાણપુરનાં વતની. આમ રાણપુર પ્રજામંડળનાં સર્વે રાણપુરપ્રેમીઓને ગૌરવ લેવા જેવો આ એક 333 દિનેશભાઈ શાહ “સન્મિત્ર' Page #367 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય ઘટનાસ્વરૂપ મહોત્સવ છે. ચારિત્ર્ય ઘડતર અને અર્થલક્ષી ભણતરનાં બીજ શૈશવમાં રોપાય છે અને સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં એ પદ્મ સ્વરૂપે વિકસી પમરાટ ફેલાવી શકે છે એ આ બંને મહાનુભાવ વ્યક્તિઓએ પુરવાર કરી આપ્યું છે. માત્ર દક્ષતા જ નહિ, સર્વ ક્ષેત્રે મૂલ્યોની પ્રતિષ્ઠાનો મહામંગળ અવસર બને છે. મોટા માનવી બન્યા પછી – પોતાની પાઘડીનાં પીંછાંઓને જાણે ભૂલીને કુમારભાઈ એક કુનેહપૂર્વકની સામાજિક સરળતા પણ મૂલવી જાણે છે. તેઓ સમાજના સૌની સાથે, સગાં, નેહી અને મિત્રો તો એમની સાથે આત્મીયતા અનુભવે જ, પરંતુ કોઈ પણ જાતના બાહ્ય આડંબર રહિત - ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ તરીકે સૌ એમને પિછાને છે. જૈન સમાજના વહાણની દિશા બદલવાની અને સાચી સમજ કેળવવાની દૃષ્ટિથી પુરુષાર્થ કરી રહ્યા છે. જૈન તત્ત્વવિચાર અને જૈન ધર્મ, એનું સાહિત્ય, પરિભાષા અને એ બધી અઘરી વસ્તુઓને જૈન સમાજ સામે સરળતાથી રજૂઆત કરતા જાય છે. માત્ર શાસ્ત્ર – એ શસ્ત્ર ન બને – અને અહિંસાનો અભિગમ સુરુચિપૂર્વક સમજાય એવું સાહિત્ય એમની કલમ દ્વારા પ્રાપ્ત થતું રહે છે. પ્રવચનોથી માંડી શબ્દસ્થ સ્વરૂપે તેઓ પોતાના આગવા રૂપે – સાહિત્ય સમજાય, વિચારાય અને અનુભવાય તેમજ આચરણશુદ્ધિ તરફ આગળ વધી શકાય તેવો અહિંસક માર્ગ ચોક્કસ ગતિથી સમાજ સામે મૂકી રહ્યા છે એમ હું માનું છું. નિખાલસતા, સમયના વહેણ સાથે સર્જાતાં નવાં પરિબળો અને પડકારોને તેઓ ઝીલે છે અને સદાબહાર વ્યક્તિત્વથી નિખારે છે. એમની વિનોદીવાણીમાં પણ થનગનાટ હોય, કાર્યનો ઉત્સાહભર્યો ઉકેલ હોય એમ જ્યારે જ્યારે તેમને મળવાનું થાય છે ત્યારે ત્યારે હું સહર્ષ અનુભવું છું. પરિશ્રમ, અપાર શ્રદ્ધા, વિચારશીલતાનું જાણે અખૂટ ભાથું તેમની પાસે હોય એનો આત્મીયભાવે સ્પર્શ થયા વિના રહેતો નથી. સભાનતા, સક્રિયતા, આચારસંહિતા, અણીશુદ્ધ અનુભવાય છે. ક્યાંય એમની સાથેની વાતચીતમાં નિરાશા-નિષ્ફળતાનું તેઓ રૂંવાડું ફરકવા દે નહિ. સમાજના મોખરાના સ્થાને બેસી દષ્ટાંતરૂપ જીવન જીવવું અઘરું છે, પરંતુ કુમારપાળભાઈ એ તો સજ્જનતાની ફોરમ વેરતું એક પૂર્ણ વિકસિત સામાજિક પુષ્પ છે; નખશિખ સાત્ત્વિક સજ્જન અને સર્જક છે. એમની ધ્યેયનિષ્ઠા અને મૂલ્યનિષ્ઠા એમના જીવનમાં સુચારુ રૂપે પ્રતિષ્ઠિત થઈ છે. એમનું પ્રત્યેક ચરણ પરમાર્થની જીવનયાત્રા સમું છે. અભ્યાસશીલતા એવી કે મારા જેવા નિષ્ક્રિય માનવીને પણ એમને મળ્યા પછી પ્રવૃત્તિમય બનાવી દે એમના ખુલ્લા દિલથી, ખુમારીભર્યા દિમાગથી અને નિર્મળતાથી એવી પ્રેરણા પ્રાપ્ત થાય છે તેમજ અપ્રમાદી બનવાનું કહેતી હોય તેવી તેમની શ્રમશીલતા એમના સાન્નિધ્યમાં અનુભવાય છે. 334 પુણ્યોદયી પળોમાં Page #368 -------------------------------------------------------------------------- ________________ તેઓ દીવાન બલ્લુભાઈ શાળાના વિદ્યાર્થી હતા તેનું ગૌરવ અમે સૌ દીવાન બલ્લુભાઈના શિક્ષકો અનુભવીએ છીએ. અમારી કામગીરીમાં આવાં શ્રેષ્ઠ વિદ્યાર્થીરત્નો અમને જાણ્યે-અજાણ્ય શિક્ષકધર્મ, સામાજિક જવાબદારી, સચ્ચાઈ અને સહૃદયતાનો સંદેશો આપે છે જ. એમનું અંગત જીવન અને ઉષ્માભર્યું ચિંતન-વર્તન અમને સો શિક્ષકોને પ્રેરણાદાયી દિશાસૂઝ આપે છે, જે અમારે માટે વિકસતી વિદ્યાર્થી પ્રતિભાને કેવી રીતે હૂંફ આપી ઉત્તમ સ્વરૂપે કંડારી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડે છે. માતા-પિતા પછી શિક્ષક અને સ્વજનો સૌનો સરવાળો એ આવી શ્રેષ્ઠતમ પ્રતિભાશાળી વ્યક્તિઓને સર્જાવી શકે એમ મને લાગે છે. અમારા માટે આ જીવન આંતરખોજ સ્વરૂપ બની જાય છે. મારાં માતુશ્રીને કુમારપાળભાઈ મોટીબા' કહે. તેમના સ્મરણાર્થે અંતરાયકર્મની પૂજામાં તેઓ આવ્યા હતા અને ખૂબ લાગણીસભર અંજલિ આપી હતી. મારાં માતુશ્રી કુમારપાળ આવ્યા છે એવું જાણે કે તરત જ ઇલેક્ટ્રિક લાઇટમાં સૌથી મોટો ગોળો વધુ પ્રકાશ આપે – એમ મારી બા” એમનું સ્વાગત કરવા થનગની ઊઠે. બા સાથે હળવા શબ્દોમાં મજાક કરે અને “બાના જીવનમાં ધન્ય પળોમાં ઉમેરો થઈ જાય. એ અંગત લાગણી હું ક્યારેય પણ ભૂલી શકું તેમ નથી. સારા-માઠા પ્રસંગે પોતાના ખૂબ જ પ્રવૃત્તિમય સમયમાંથી પણ સમય કાઢી મારા કુટુંબીજનો પ્રત્યે ખૂબ જ ઉષ્માભર્યો સંબંધ રાખે છે. એ આભારની લાગણી વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. આ આત્મતેજ ઝબકતો “બાદશાહ' કોઈક વાર પોતાના વર્તમાન બીરબલને પૂછી લે છે. અને વહી જતા સમયના પડકારો અને આવતા સમયની એંધાણીનું જાણે અંગુલિનિર્દેશથી પૂછીને જણાવે છે કે “જાગતા રે'જો' – સમય કપરો છે પણ ધર્મ અને સ્વદેશભક્તિથી એનો ઉકેલ લાવી શકાય તેમ છે. માત્ર વિચાર તો કરો એ સૂચન સૌને કંઈક આર્ષવાણીમાં એ કહેતા હોય તેવું હું અનુભવું છું. ભારતની ચારિત્રિક ઇમારતની એક એક ઈંટનું મહત્ત્વ છે. મૂલ્ય છે અને માર્મિક જવાબ આપણને વિચારતા કરી મૂકે છે, જાગ્રત બનાવતા જાય છે અને દિશા-સૂઝ આપવાનું કાર્ય કુમારપાળભાઈ કરી રહ્યા છે. - કુમારપાળભાઈ – ડૉ. કુમારપાળ કે પદ્મશ્રી કુમારપાળ બન્યા તેમનાં પુરુષાર્થ અને અભ્યાસમયતાથી. પરંતુ ખરેખર આ તપ પાછળ તેઓશ્રીના પરિવારનાં સભ્યો અને સ્નેહીઓની શુભેચ્છા પણ કારગત બળ આપી શકી છે. ખાસ કરીને ગૃહમાધુર્યથી ચાલતા ગૃહસ્થાશ્રમની ઓથ એમનું પ્રેરકબળ રહ્યું છે. સિદ્ધિના સાક્ષીરૂપ પ્રતિમાએ સાચા અર્થમાં સહધર્મચારિણી અને કાર્યેષ મંત્રીની ઉપાસનારૂપ ફરજ નિભાવી છે. ગૃહસ્થાશ્રમના પ્રત્યેક પાસાને આવરી લેતું કુમારપાળભાઈનું સ્નેહસભર વ્યક્તિત્વ ઓર ખીલી ઊઠ્યું છે. પ્રેમાળ પિતા, સંવેદનશીલ પતિ, _335 દિનેશભાઈ શાહ “સન્મિત્ર' Page #369 -------------------------------------------------------------------------- ________________ સ્નેહાળ દાદાજી અને આપ્તજનોના આદરયુક્ત સદ્ભાવ – આ બધાંનું સરવૈયું આ વિશિષ્ટ વ્યક્તિત્વ પાંગર્યું તેના મૂળમાં છે એમ હું માનું છું. નાનામાં નાની વ્યક્તિ પ્રત્યે માનવતાપૂર્ણ નેહભર્યો વ્યવહાર અને પ્રસંગમાં ઓતપ્રોત થઈ જવાની કુદરતી બક્ષિસ તેમનામાં છે. પછી ભલે ને ભાદર નદીના કાંઠે, એક બાવાજીએ સુંદર શંકરનું મંદિર – સ્વાશ્રય અને સમર્પણથી બાંધ્યું હોય – તેવી વ્યક્તિ સાથે પણ તાદાસ્ય સાધી એના જીવનને સાહિત્યની સાક્ષી સ્વરૂપે કુમારભાઈએ નિરૂપ્યું. એ જ રીતે વિશ્વકોશની પ્રવૃત્તિઓ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું ભારત ખાતેનું કાર્ય વગેરે આ જેનરત્ન કુમારપાળભાઈએ એવી રીતે હસ્તગત કર્યું છે કે બહુમુખી પ્રતિભામાં કયું વ્યક્તિત્વ એકબીજાથી ચડે એની સ્પર્ધા સમું લાગે. - આવું પરમ પુરુષાર્થી, માનવતાથી મહેંકતું, નિષ્ઠાથી પાંગરતું અને ઉચ્ચતમ શિખરો સર કરવાની તેનસિંગી દૃષ્ટિવાળું આ ભારતનું વિશિષ્ટ વ્યક્તિત્વ સોળે કળાએ ખીલો અને ફરીવાર માત્ર પદ્મશ્રી – જેની પ્રત્યેક પાંખડીએ વસંતનો ટહુકો છે – એનો પમરાટ દશે દિશામાં ફેલાઓ એવી શુભેચ્છા. હું એમના પ્રત્યે ઊંડા આત્મભાવની લાગણી સાથે અને અંતરની અનેક શુભાશિષો સાથે વિરમું છું અને પૂ. સંતબાલજીના શબ્દોમાં કહું તોઃ પગલે પગલે સાવધ રહીને, પ્રેમળતા પ્રગટાવી જા, અંતરને અજવાળે “કુમાર” - પંથ તારો કાયે જા. 336 પુણ્યોદયી પળોમાં Page #370 -------------------------------------------------------------------------- ________________ I =: રા rnir), રસદર્યના શાંતા સાગરે, વરસ્યું સ્વાતિ-બિંદુ કાઈક સર્જક કદાચ પરંપરાપ્રાપ્ત સંસ્કારોથી અને પોતાના સમયમાં પ્રવર્તતા પ્રભાવોથી મુક્ત અને અલિપ્ત રહી શકતો હોય છે. એની સર્જક પ્રતિભા પ્રાપ્ય અને પ્રવર્તમાન સંસ્કાર-ભૂમિકાથી આરંભીને પછી એ સ્વ-પ્રતિભાબળે એ બધાની ઉપરવટ જઈ આગવી અભિવ્યક્તિનો આવિષ્કાર કરી શકે છે. તેમ થાય છે ત્યારે એક નવા પ્રસ્થાનથી, સીમોલ્લંઘનથી વિકાસ સાધે છે તે સાથે જ તેનું એ નવું પ્રસ્થાન અનુગામીઓ માટે એક વધુ અનુકરણીય આદર્શ બની જતાં કાળે કરીને તે પણ પરંપરાનો ભાગ બની જાય છે. કુમારપાળ દેસાઈ પરંપરાપ્રાપ્ત સંસ્કારો, ઉમદા વારસો; સંશોધનની અભિવ્યક્તિ, વિજ્ઞાન પ્રાપ્ત પ્રવાહોથી સતત વિકસી રહેલા જગતને આત્મસાત્ કરવાની સતર્કતા આગામી સદીમાં શું થઈ શકે અને શું કરવું જોઈએ એની નિર્મળ દૃષ્ટિ, આપણો આધ્યાત્મિક વારસો અને આધુનિક વિજ્ઞાનના સમન્વયથી, અભિવ્યક્તિનો આવિષ્કાર કરી શકે છે. સર્જક “જયભિખ્ખના એ સંતાન સ્વપ્રતિભાબળે પોતાની સર્જનશીલતા સ્થાપિત કરવાના ઉદ્દેશથી, સાહિત્યજગતમાં છલાંગ મારતા નથી, પણ ખાસ કરીને ગુજરાતી પ્રજામાં વણખેડાયેલા, ઉવેખાયેલા રમતગમતના ક્ષેત્રની સમીક્ષા, વિવેચનથી, પોતાની લેખન-પ્રવૃત્તિનો પરચો આપે છે. એ રીતે તેઓ સ્વીકૃતિ પામ્યા બાદ ધર્મ-અધ્યાત્મ, યોગ, હસ્તપ્રતોનાં સંશોધન, કળાવારસાના જતન અને સંવર્ધનની એ પન્નાલાલ વ. શાહ 337 Page #371 -------------------------------------------------------------------------- ________________ સતત ખેવના કરતાં કરતાં સર્જનશીલતાના આકાશને આંબે છે. નવલિકા, વિવેચન, ઇતિહાસ તથા દંતકથાના તત્ત્વને ગાળીને પ્રેરક ચરિત્રોનો રસાળ ફાલ લઈને આવે છે. આનંદઘનજી વિશેના મહાનિબંધમાં એમની શુદ્ધ ઇતિહાસ-દૃષ્ટિ ગોચર થાય છે. કુમારપાળનું વ્યક્તિત્વ બહુ-પરિમાણી છે. આદર્શની ભૂમિકાએ રહેવા છતાં વ્યવહારદક્ષ અને પ્રેમાળ પણ એટલા જ. મારા એક અન્ય મિત્ર. તદ્દન નિર્ભય. તળપદી ભાષામાં કહીએ તો ‘કોઈની સાડાબારી રાખે નહીં'. ભલભલા ચમરબંધીને ભરી સભામાં મોઢામોઢ ચોડી દે એવી એની તાસીર. એક વખત ભાઈ કુમારપાળની ઉપસ્થિતિમાં એણે કહ્યું : “પાંચમની છઠ્ઠ થવાની નથી.” ચર્ચા લાંબી ચાલત, પણ ભાઈ કુમારપાળે લાગલું જ કહ્યું : “પાંચમની છઠ્ઠ થવાની નથી તે સાચું, પણ પાંચમની ચોથ ન થાય તે તો જોવું.” : 338 સૌંદર્યના શાંત સાગરે, વરસ્યું સ્વાતિ-બિંદુ Page #372 -------------------------------------------------------------------------- ________________ વિરલને સહજ સિદ્ધ કરનાર ૨00૪ના વર્ષારભે ડૉ. કુમારપાળ દેસાઈને સૂરતના પત્રકાર સંઘ તરફથી રમતગમતના પત્રકારત્વ બદલ સન્માન એવોર્ડ પ્રાપ્ત થયો તેના સ્વીકાર માટે તેઓ સૂરત આવ્યા હતા. અન્ય અનિવાર્ય રોકાણોને લીધે હું તીવ્ર ઇચ્છા હોવા છતાં, સન્માનકાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નહોતો એટલે ફોન પર સંપર્ક કરી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં. હું એ સ્વીકારતો નથી,' એમણે ફોન પર જવાબ આપ્યો જે સાંભળી હું ક્ષણાર્ધ માટે ડઘાઈ ગયો. હું રૂબરૂ જ સ્વીકારીશ.” તેઓ આગળ વધ્યા. પણ મારાથી રૂબરૂ અવાય એમ નથી.” મેં સંકોચપૂર્વક જણાવ્યું. પણ હું આવીશને તમારે ત્યાં !” તેમણે ઘટસ્ફોટ કર્યો. હું રાજી રાજી થઈ ગયો. પછી સાંજે તેઓ સજોડે આવ્યા ટ્રેઇનના સમય આડે ઝાઝો સમય રહ્યો નહોતો એટલે મેં એમ માની લીધું કે હવે સમય થઈ ગયો હોઈ) નહીં આવે; પણ એ જ સમયે ડોરબેલ વાગ્યો ને તેઓ આવ્યાં. મેં તો માનેલું કે હવે નહીં આવો.” અરે, એમ તે કંઈ હોય ! સૂરત આવું અને વિજય શાસ્ત્રીને મળ્યા વગર જવાય જ નહીં!” તેમના આ શબ્દો હૃદયમાં કોતરાઈ ગયા છે. એટલા માટે કે હું આમ જોવા જઈએ તો એમને કોઈ કરતાં કોઈ કામમાં આવે તેમ નહોતો. ભૂતકાળમાં કોઈ વ્યાવહારિક કામ, મારા થકી એમનું સંપન્ન થયું હોય એવું બન્યું નથી. ભવિષ્યમાં થાય એવી, મારા પ્રમાદી સ્વભાવને લીધે, કોઈ શક્યતા દેખાતી નથી. ઊલટું મારાં એકથી વધુ કામો એમના થકી સંપન્ન વિજ ચ શાસ્ત્રી. 339 Page #373 -------------------------------------------------------------------------- ________________ થયાં જ છે. એક નમૂનો ગણાવું તેનો મર્મ એ જ છે કે આટલી વ્યસ્તતા વચ્ચે પણ મિત્રનું સાવ ફોતરાં જેવું કામ, કેટલા સક્રિય થઈને, રસપૂર્વક પાર પાડે છે આ માણસ ! વાત એમ.ફિલ.ના બિલની હતી. ગુજરાત યુનિવર્સિટીના એમ.ફિલ. (ગુજરાતી) માટેના લઘુશોધપ્રબંધોના પરીક્ષણની કામગીરી પૂરી કર્યા બાદ તેના વેતનના ચેક આવતા નહોતા. ડૉ. કુમારપાળ ત્યારે (અને આ લખાય છે ત્યારે પણ) ભાષાભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા. તેમને મેં ફોન વત્તા પત્રથી આ વિલંબિત પેમેન્ટ અંગે ફરિયાદ કરી અને ઉદાસીનભાવે ફરિયાદપત્ર પોસ્ટ કર્યો. ‘ઉદાસીનભાવે’ એ હું સાભિપ્રાયપણે લખું છું કેમ કે મારા મોટાભાગના અનુભવો મુજબ ‘આવા’ પત્રોની સામો પક્ષ નોંધ સુધ્ધાં લેતો નથી અને મોટેભાગે તે કચરાટોપલીને હવાલે થાય છે. થોડા જ (રિપીટ : ‘થોડા જ’) દિવસોમાં યુનિવર્સિટી તરફથી એક પરબીડિયું મળ્યું અને હા, તેમાં વેતનના ચેક પણ હતા ! ઉપર, આંખે ઊડીને વળગે એવા ખાદીના કાગળ પર, છાપેલા પેડ ૫૨, એથીયે સુંદર અક્ષરોમાં કુમારપાળનો પત્ર હતો કે ‘વિલંબ’ થયો છે તો દરગુજર કરશો ! હું આ આખી વાતને એક જુદા, મૂલ્યના પરિપ્રેક્ષ્યમાં જોઉં છું. આજે આ કે તે સત્તાના સ્થાને બેઠેલા માણસોમાં મુલાયમતા, માનવતાનો સદંતર અભાવ વરતાય છે. એક પ્રકારની ધૃષ્ટતા, રુક્ષતા, તિરસ્કારભાવ અન્યો પ્રત્યેના વ્યવહારમાં પ્રગટ થતાં રહે છે. ખુરસીજન્ય બીભત્સતા તેમના વ્યક્તિત્વમાં પ્રસાર પામતી જાય છે. વ્યક્તિ તેનાથી લાજવાને બદલે ગાજે છે. અન્ય માનવીઓ સાથેનો તેનો વ્યવહાર રાતોરાત બદલાઈ જાય છે. કુમારપાળ માટે આવી કોઈ દુર્ઘટના બની નથી એની નોંધ મેં બહુ જ ભારપૂર્વક અત્યારસુધી મનોમન લીધી છે. આજે આ પ્રસંગે એ નોંધને હું જાહે૨ ક૨તાં ગૌરવ અનુભવું છું. સત્તાએ એમના આભિજાત્યને અભડાવ્યું નથી એ મારે મન અતિશય મહત્ત્વની ઘટના છે. આજે તો વગર સત્તાએ પણ કેટલાક Sub-Standard માણસો રોફ-રુઆબ છાંટતા રહે છે ત્યારે સત્તા મળ્યા બાદ પણ શુષ્ક કે રુક્ષ થયા વગર, સ્નિગ્ધ, મુલાયમ અને માનવમાત્ર પ્રત્યે મુગ્ધ રહેવું એ એક વિશિષ્ટ સંસ્કાર માગી લે છે. આ સંસ્કારવિશેષ’ એમનામાં સ્વ. પિતાશ્રી, ગયા જમાનાના સુપ્રસિદ્ધ લેખક જયભિખ્ખુના વારસામાં મળ્યો છે તો બીજી તરફ જૈન-અનુશાસનના મનન-અધ્યયનમાંથી પણ મળ્યો અને જળવાયો છે. એમના અસંખ્ય વિદેશપ્રવાસોએ એમની દૃષ્ટિને વિશાળતા અર્પી છે. ભાતભાતના સમાજોમાં ૨હેવા-ફરવાના પ્રભાવે આપણી વૈચારિક અને દ્દષ્ટિગત સંકીર્ણતાઓ લોપ પામે છે. તળપદી વાણીમાં કહીએ તો ‘તેમણે દુનિયા જોઈ છે.’ જોકે દુનિયા જોયા પછી આર સંકીર્ણ બનનારા પણ ઓછા નથી ! મૂળ વાત આભિજાત્યની છે. મોટા મોટા વિદ્વાનો, અધિકારીઓ, સાધુસંતોની સાથે જેટલા ૨સપૂર્વક વાત-વ્યવહાર કરે એટલા જ પ્રેમરસપૂર્વક નાના, સામાન્ય, માણસ, અદના માનવી સાથે પણ કરે એમાં પ્રગટતું સંતુલન આજના હળહળતા કળિયુગમાં વિરલ છે. કુમારપાળને એ ‘વિરલ’ને ‘સહજ’ કરતાં આવડ્યું છે. શુભેચ્છાઓ. 340 વિરલને સહજ સિદ્ધ કરનાર Page #374 -------------------------------------------------------------------------- ________________ બઢો માઘુર્ય એનું સર્વદા ગુજરાત કૉલેજનો મારો સાથી કુમાર, સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ, સદાબહાર હસતો બાલસહજ ચહેરો, સરળ સ્વભાવ અને જ્યારે મળે ત્યારે “કેમ છો બાપુ ?” “મજામાં ?” જેવાં પ્રશ્નાર્થવાક્યો એના મોંમાંથી ફૂલડાની જેમ ખરતાં હોય અને નેણ આપણને વધાવતાં હોય ! “ભાર વિનાનું ભણતરનો નારો ચાલે છે પણ ચરિતાર્થ કેટલું થયું એનો મને અહેસાસ નથી, પણ “ભાર વિનાનું પદ"નો અહેસાસ ડો. કુમારપાળના સરળ વ્યક્તિત્વથી મને થયો છે. અનેક સંસ્થાઓમાં દૂધશર્કરા ન્યાયે ભળી જઈ વિશ્વકોશ, સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત યુનિવર્સિટી, અનેક જૈન સંસ્થાઓ) પોતાના અહમૂને ઓગાળી નાખી એક નરવો – ગરવો – હળવો કુમારપાળ મને હંમેશા દેખાય છે, મેં એને કદી ગુસ્સે થતાં જોયો નથી. અજાતશત્રુ છે. (સમવયસ્ક નથી પણ સહપાઠી તરીકે મીઠો તુંકાર કરું છું) ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને ભાષાભવનના અધ્યક્ષ તરીકે સેવા આપતા ડૉ. કુમારપાળ દેસાઈના સફળ માર્ગદર્શન નીચે ૧૫ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે; એ એમની વિદ્યાપ્રીતિનું જીવંત ઉદાહરણ છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી અભ્યાસ સમિતિના અધ્યક્ષ, એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. વાડીલાલ એ. પટેલ 341 Page #375 -------------------------------------------------------------------------- ________________ કર્મઠ અને જૈનદર્શનના અભ્યાસી કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓમાં સક્રિયપણે સંકળાયેલા છે અને કાર્યશીલ છે. એમના જીવનનાં નાનાંમોટાં દરેક કાર્યમાં માનવતાની મહેક, તરુણનો તરવરાટ, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઉત્થાનાર્થેના નવીન પ્રકલ્પોની અધ્યાપકીય સજ્જતા અને તત્પરતા, સમાજના નાનામાં નાના માણસ માટે પણ અપાર પ્રેમ અને ઉષ્માસભર હેત, દયાર્દ્ર અને સાર્થ સરળ જીવનશૈલી – પ્રાધ્યાપક કુમારપાળ દેસાઈનાં નરવાં-ગરવાં પાસાં છે. વરતિ વરતો મજ: એ ન્યાયે કુમારપાળનાં કલમ અને ચરણ સદાય ગતિશીલ છે. ૧૦૪ જેટલાં સર્જનો, લગભગ દોઢ ડઝન જેટલાં સંપાદનો, વિવેચન, સંશોધન, બાલસાહિત્ય, પત્રકારત્વ, વાર્તાસંગ્રહ, અનુવાદ વગેરે અનેકદેશીય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં એમની પ્રતિભા રમમાણ છે. એમણે જેનિઝમ અને જૈન ધર્મ-તત્ત્વના સારભૂત અંશોનો પ્રચાર અને પ્રસાર કેનિયા, મોમ્બાસા, થીકા, બ્રિટન, અમેરિકા, હોંગકોંગ, વેટિકન, એન્ટવર્પ – વગેરેનાં પ્રવાસ-પ્રવચનો કરીને; જનતત્ત્વજ્ઞાનની સાર્થ અને સારગર્ભ વિચારધારાનો ધ્વજ એમણે વિશ્વમાં લહેરાવ્યો છે. કર્મઠ વ્યક્તિત્વ એમને જંપવા દેતું નથી. એમનો માંહ્યલો સતત સળવળતો રહે છે એટલે તો ૨૮ ભિન્નક્ષેત્રીય સંસ્થાઓ સાથે વણાયેલા રહી; સ્વભાવના તાણાવાણામાંથી અનેરું પોત પ્રકટાવે છે. નાનામોટા ચંદ્રકો, એવોર્ડોની સંખ્યા ૩૩ છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૪ના પર્વ નિમિત્તે ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો એ દ્વારા એમની વિભિન્ન ક્ષેત્રીય પ્રતિભાને અભિનંદી છે. મારા મતે તો હજુયે ઊંચેરાં – અનેરાં નિશાન એમને તાકવાનાં છે, નગમતિ And miles to go before I sleep. અનેક દીપ્તિઓથી દીપતી આ કુમારપાળીય પ્રકાશ હજી વધુ તેજોમય બને, એ દ્વારા દેશ અને દુનિયા વધુ પ્રોજ્જવલ કરે, એમની સર્જક ચેતના નિત્ય નૂતન ઉન્મેષ સભર ઊંચેરાં શિખરો સર કરે, એ જ મા મયૂરવાહિનીને અભ્યર્થના ! “ચૈતન્યસિંધુમાં બઢો માધુર્ય એનું સર્વદા” 342 બઢો માધુર્ય એનું સર્વદા Page #376 -------------------------------------------------------------------------- ________________ મઘુર અમીટ છાપ રસારસરિતામાં ઘૂમતી જીવનનૈયાઓ અનેક ઘાટ પસાર કરતી, ક્યારેક મળતી, ક્યાંક છૂટી પડી, વળી મળતી રહે છે. તેવા મધુર સંયોગો સાથે ઘટમાળ ગૂંથાતી રહે છે. આનંદ અને ગૌરવની હેલી અનુભવતાં આપણે આ સફરે જ્યારે કો'ક મુકામ ઉપરથી અતીતમાં ડોકિયું કરીને નિહાળવા ઇચ્છીએ ત્યારે વળી પાછા હિલોળા માણવા મળે. એવા આનંદ અને ગૌરવનો અનુભવ અખબારના પાને પ્રસિદ્ધ થયેલી, વર્ષ ૨00૪ના જાન્યુઆરી માસની, પદ્મશ્રી પ્રાપ્ત કરનાર વ્યક્તિવિશેષની એક યાદીમાં શ્રી કુમારપાળ દેસાઈનું નામ વાંચીને થયું. તે સાથે જ નજર પાછું વાળીને ૪૪-૪૫ વર્ષના ગાળે, ૧૯૫૯૬૦ના અરસામાં જઈને ઊભી રહી. મારા જીવનની કિશોરવયનો એ સમય. સાહિત્ય અને ભાષાનો આછો આછો રંગ ચઢતો રહે તેવું વાતાવરણ. કુટુંબ અને શાળાના સંસ્કાર પણ એવા કે સમાજની દૃષ્ટિને ખીલવતી, પોષતી વ્યક્તિ અને કલમને ઓળખવાનું કુતૂહલ જગાવે. એટલું જ નહિ, એવી વ્યક્તિ જો પ્રત્યક્ષ મળે તો અહોભાવ અનુભવવાનું ચુકાય નહિ એવી ભાવના પણ પોષે. આવા ઊભરતા કાળમાં, અમારા ઘરની સામે, પૂ. ધીરુભાઈ ઠાકરના ઘરે શ્રી બાલાભાઈ દેસાઈની નિયમિત અવરજવર રહેતી. ગુજરાત સમાચારની “ઈંટ અને ઇમારત' કટારના ઘડવૈયા રૂપે, જયભિખ્ખના ઉપનામથી કંડારાતી એ કલમકસબની હું વાચક, ધીરે ધીરે ચાહક બનતી માશા ઉપેન્દ્ર રાવલ 343 Page #377 -------------------------------------------------------------------------- ________________ ગયેલી. એ જ ‘શ્રી જયભિખ્ખુ'ને શ્રી ધીરુભાઈના આંગણે આવતા-જતા જોઈ આનંદ થતો. કોઈ વિશેષ વ્યક્તિને જોયાની ગૌરવભરી લાગણી અનુભવાતી. એવામાં, વિદ્યાર્થી ગણવેશમાં સજ્જ શ્રી કુમારપાળભાઈને ત્યાં જોયાનું સ્મરણ પણ માનસપટ ઉપર અંકિત છે. એ જ કુમારપાળને, પછી તો ગુજરાત કૉલેજમાં એકાદ વર્ષ જુનિયર સહાધ્યાયી રૂપે પણ જોયા અને શ્રી ધીરુભાઈના પ્રિય શિષ્ય તથા હવે સહકર્મયોગી રૂપે પણ જોયા. ૧૯૬૫માં શારદામંદિર – વિનયમંદિર(અમદાવાદ)ના આચાર્યપદેથી નિવૃત્ત થયેલા મારા પિતા વજુભાઈ દવેને ઈંટ અને ઇમારત'ની શ્રેણીમાં, શ્રી જયભિખ્ખુએ અદ્ભુત રીતે એક ઉત્તમ કેળવણીકાર તરીકે નવાજેલા. એ અહોભાવ મારા મન હૃદયમાં સંગ્રહાયેલો હતો અને ૧૯૭૨માં વજુભાઈના સ્વર્ગવાસ પછી, શ્રી કુમારપાળભાઈની કલમે પણ તેમને જે અંજલિ ઈંટ અને ઇમારત'ના માધ્યમથી આપી તે એક શિરોધાર્ય ઋણ મને સ્પર્યું. પિતા અને પુત્રની લેખિનીએ ‘ગુજરાત સમાચાર’ની આ કટારના માધ્યમથી અનેક ઘરદીવડા અને સમાજદીવડાઓને વિશાળ જનસમુદાય સમક્ષ તરતા મૂક્યા છે. બંનેની કલમનો કસબ એકધારો ગુજરાતી વાચકોની બંને, કે હવે તો ત્રીજી પેઢીને પણ ઉજાગર કરતો રહ્યો છે. ઉપરનાં બંને પ્રસંગોચિત લખાણોમાં, વજુભાઈને પ્રત્યક્ષ ભાગ્યે જ મળ્યા હોવાના સંજોગોમાં પણ વ્યક્તિને તેના કામ અને ત્યાગની ભાવનાથી મૂલવવાની, સમાજમાં તેની વ્યાપક મહેકથી તેને પિછાણવાની લેખકની તાકાતને હું બિરદાવું છું. હવે પછીનો મુકામ છે લગભગ અગિયાર વર્ષ પછીનો, ૧૯૮૨-૮૩ની સાલનો. નવરંગપુરા વિસ્તારના આઈ. જે. વિદ્યાવિહારમાં શિક્ષણ અને સંચાલનની કામગીરી મારી સંભાળ હેઠળ ચાલતી હતી. ધો. ૫-૬-૭ના ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકોમાં શ્રી કુમારપાળભાઈ લિખિત પાઠનો સમાવેશ અને શાળાનાં કિશોરવયનાં બાળકો, તેમની રમતગમતની અખબારમાં પ્રગટ થતી શ્રેણીથી પણ પરિચિત. આ નવી પેઢીને, શ્રી કુમારપાળભાઈને પ્રત્યક્ષ મેળવી આપવાની તક ઊભી કરી. શાળાના આંગણે એક સમારંભમાં અતિથિવિશેષના સ્થાન માટે મેં શ્રી કુમારપાળભાઈને આમંત્રણ આપવા સંપર્ક સાધ્યો. એ જ ખુશહાલ ચહેરે, આત્મીયતાના ભાવને ઓપ આપતી સૌજન્યશીલ નજરે તેમણે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો, ત્યારે મારા વિદ્યાર્થીઓ માટે કાંઈક નવું કર્યાનો મારો ભાવ બેવડાયો. શાળાના અમારા વિદ્યાર્થીઓ સાથે શ્રી કુમારપાળભાઈનું આ મિલન સૌના મનમાં મધુર - અમીટ છાપ લગાવી ગયું. જીવનનેયાની સફરનો હવેનો ઘાટ છે વર્ષ ૧૯૯૮નો. સવિચાર આચાર અને સદ્ભાવની પુનરાવૃત્તિ પણ આવકારવાપાત્ર હોય છે. ગુજરાતના મૂર્ધન્ય કેળવણીકાર વજુભાઈની જન્મશતાબ્દીનો ઉત્સવ તેમના પ્રિય વિદ્યાર્થીઓ અત્યંત આદર અને શ્રદ્ધાપૂર્વક 344 મધુર અમીટ છાપ Page #378 -------------------------------------------------------------------------- ________________ ઊજવી રહ્યા હતા. અમદાવાદના પ્રતિષ્ઠિત નાગરિકો બની ચૂકેલો એ વિદ્યાર્થી સમુદાય આ રીતે પોતાના પ્રિય સદ્ગત ગુરુને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો ત્યારે વળી ફરી ઇંટ અને ઇમારતની કૉલમમાં વજુભાઈ દવેની છબીને મૂર્તિમંત કરી શ્રી કુમારપાળભાઈએ અમને અહોભાવમાં લપેટી લીધા. પછી તો એક લાંબા અંતરાલના સીમાડે વડીલોને પ્રવૃત્તિ પૂરી પાડતા “આનંદ કેન્દ્રનું સંચાલન મેં સંભાળ્યું અને આ વડીલવંદને શ્રી કુમારપાળભાઈની વાણીનો ગુંજારવ સાંભળવા મળ્યો. વક્તાનો પોતાની પસંદગીનો જ વિષય હતો “પ્રાણથી પ્રયાણ સુધી'. જીવનની સાર્થકતા માટેના ચૂંટેલા પ્રસંગોના તાણાવાણા વણી લેતાં જે અસ્મલિત વાગુધારાને આ સભ્યોએ સાંભળી તેથી સૌ પોતાને ધન્ય માને એ ઘડી આવી ગઈ! “વાહ! શું ભાષા છે?! વિષયની રજૂઆતની સહજતા સાથે વણાયેલી સમૃદ્ધ ભાષા વાંચી છે, પણ સાંભળી તો આજે જ !” આવો નિખાલસ એકરાર સભ્યોના મુખેથી મેં સાંભળ્યો. તેનું સઘળું શ્રેય શ્રી કુમારપાળભાઈની ઝોળીમાં. વડીલોની માનસિક ક્ષમતા અને પરિસ્થિતિને અનુરૂપ છતાં પ્રેરક અને પોષક આ વક્તવ્ય-નજરાણું સાચે જ સૌએ માણ્યું! આનંદ કેન્દ્રના આંગણે, એક યુવાનારીને તેના સેવાકાર્યના સહાયક થવાનો અવસર હતો. કુ. નિકેતા ઘીયા, કિડનીના દર્દીઓને આર્થિક સહાય પૂરી પાડવાનું જીવનલક્ષ્ય બાંધીને પ્રવૃત્ત છે ત્યારે તેમાં કોડિયામાં થોડું તેલ પૂરવાની ભાવના આ વડીલોએ સેવી. આવા ઉમદા કાર્ય માટે આયોજિત સમારોહના આશીર્વચન પણ યોગ્ય પ્રતિભા દ્વારા અપાય એની શોધમાં અમે હતાં. મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વની એ શોધમાં નજર ઠરી શ્રી કુમારપાળભાઈ ઉપર અને તેમની ઉપસ્થિતિ તથા આશીર્વચનની ભેટથી અમારા કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા. સમાજ અને સરસ્વતીની સેવાના યોગી, નવી પેઢીના રાહબર, ધાર્મિક ભાવનાઓને સંકોરતા અને દેશવિદેશમાં ધર્મ-સંસ્કાર-ભાવના લહેરાવતા, ભારતવર્ષ અને મા ગુર્જરીના સપૂત - બહુમુખી પ્રતિભાના સ્વામી એક આદર્શ વિશ્વમાનવ બની રહે એ શુભેચ્છા. 345 આશા ઉપેન્દ્ર રાવલ Page #379 -------------------------------------------------------------------------- ________________ આજથી ચુંમાલીસ વર્ષ પહેલાંની વાત છે. સવારના નવેક વાગ્યાનો સમય છે. નવચેતન'ના તંત્રી સદ્ગત ચાંપશીભાઈ ઉદ્દેશી નારાયણનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને નવચેતનામાં પ્રગટ કરવા આવેલ એક લેખને રીરાઇટ– પુનઃ લખી રહ્યા હતા. એ વખતે સુઘડ અને સ્વચ્છ કપડાં પહેરેલો પંદરેક માનવતાના વર્ષનો એક યુવાન હાથમાં થોડાક કાગળો લઈને ચાંપશીભાઈ લખતા હતા તે રૂમની બહાર મૃતિમંત પ્રતીક ઊભો રહ્યો અને અત્યંત વિનયપૂર્વક પૂછવું. “ચાંપશીકાકા ! હું અંદર આવું?” ચાંપશીભાઈએ એ યુવાન તરફ જોયું અને પોતે લખી રહ્યા હતા તે કાગળો બાજુ પર મૂકી પ્રેમપૂર્વક કહ્યું : “આવ, આવ, દીકરા આવ અને અહીં બેસ.” આવનાર યુવકને તેમના ટેબલની સામે જ પડેલી ખુરશી ચીંધી અને બેસવા કહ્યું, એ યુવાન ખુરશી પર બેઠો. ચાંપશીભાઈએ કહ્યું, “ક્યાંથી આવો છો ? બોલો, શું કામ છે?” મુકુન્દ પી. શાહ એ યુવાને પોતાના હાથમાં રાખેલા કાગળો ચાંપશીભાઈને આપતાં કહ્યું, “મારું નામ કુમારપાળ. હું બાજુની સોસાયટી ચંદ્રનગરમાં રહું છું. રમતગમતનો મને ખૂબ શોખ છે. એ અંગે લખવાનું પણ મને ગમે છે. થોડુંઘણું મેં લખ્યું પણ છે. આપ જોઈ જજો અને યોગ્ય લાગે તો “નવચેતનમાં પ્રગટ કરજો. હું બે દિવસ પછી આવીશ.” આટલું કહી એ યુવાન ચાલ્યો ગયો. તેણે પોતે જયભિખ્ખના પુત્ર હોવાની વાત કહી નહોતી. 346 Page #380 -------------------------------------------------------------------------- ________________ ચાંપશીભાઈએ પોતાની ટેવ મુજબ એ જ દિવસે એ લેખ વાંચી નાખ્યો અને સ્વીકૃત લેખોના બોક્ષમાં મૂકી દીધો. બે દિવસ પછી કુમારપાળ આવ્યા ત્યારે ચાંપશીભાઈએ તેમને આવકાર આપી બેસાડ્યા અને કહ્યું, “તમારું લખાણ હું વાંચી ગયો છું. તમે સારું લખો છો. લખવાનું ચાલુ જ રાખજો. જો તમે નિયમિત લખવાનું સ્વીકારો તો હું “નવચેતનામાં દર અંકે એ લેખો પ્રગટ કરતો રહીશ.” આ સાંભળી કુમારપાળના આનંદનો પાર ન રહ્યો. ૧૯૬૦થી તેઓ “નવચેતનમાં નિયમિત રીતે વર્ષો સુધી ખેલ અને ખેલાડી' શીર્ષક કૉલમમાં લખતા રહ્યા અને વાચકોને એ લેખો અત્યંત ગમવા લાગ્યા. કુમારપાળ સાથે એ વખતનો મારો પરિચય તે આજ સુધી પ્રસન્નપણે ચાલુ રહ્યો છે. ૧૯૭૪માં ચાંપશીભાઈનું અવસાન થયું ત્યાર પછી પણ તેમણે વર્ષો સુધી એ કૉલમ ચાલુ રાખી અને હજી જ્યારે જ્યારે હું નવચેતન' માટે લખવાનું કહું છું ત્યારે પ્રેમપૂર્વક અને લેખો આપે છે અને તે પણ પુરસ્કાર લીધા વિના, એટલું જ નહિ, નવચેતન' વધુ ને વધુ કેમ સમૃદ્ધ બને એની સતત ચિંતા સેવે છે. નવચેતન'ને ૭૫ વર્ષ પૂરાં થયાં ત્યારે તેમણે નવચેતનાના પત્રકારત્વ અંગેના અંકનું સંપાદન કર્યું હતું. એ અંક ખૂબ જ વખણાયો હતો. નવચેતનમાં “ખેલ અને ખેલાડીઓની એમની કૉલમ અત્યંત લોકપ્રિય હતી. વળી નવચેતન'ના પ્રત્યેક દીપોત્સવી અંકમાં કોઈ એક ભારતીય ક્રિકેટર વિશે અત્યંત વિગતપૂર્ણ અને તસવીરો સહિતનો એમનો લેખ પ્રગટ કરવાનો મુરબ્બી શ્રી ચાંપશીભાઈ આગ્રહ રાખતા. આ ઉપક્રમમાં રણજિતસિંહ, દુલિપસિંહ, સી. કે. નાયડુ વિજય મર્ચન્ટ, લાલા અમરનાથ, વિનુ માંકડ જેવા ક્રિકેટરોનાં માર્મિક ચરિત્રો કુમારપાળની કલમે પ્રાપ્ત થયાં હતાં. “નવચેતને એના આ કૉલમ-લેખકને ૧૯૭૮માં રોપ્ય ચંદ્રક આપીને સન્માન્યા હતા, પરંતુ આ બધાથી પણ વિશેષ તો તેઓ પોતાની કલમને પ્રગટવાની તક આપનાર ‘નવચેતન' તરફ સદેવ ઋણભાવ અનુભવતા આવ્યા છે. બહુ ઓછા સર્જકો જીવનના પ્રારંભે આંગળી પકડીને આગળ લાવનાર સંપાદક કે સામયિકને યાદ કરતા હોય છે. કુમારપાળભાઈની દરિયાવ દિલી એટલી કે આજે પણ આ સામયિક માટે મદદ કરવામાં સહેજે પાછી પાની ન કરે, બલ્ક એના વિકાસ માટેના પ્રયત્નો કરવાની પ્રેરણા આપે છે. આ પુસ્તકના આયોજનમાં આથી જ “નવચેતન' આનંદ અનુભવે છે. સાહિત્ય, શિક્ષણ, ધર્મચિંતન, વિવેચન, પત્રકારત્વ, જેને તત્ત્વદર્શન, રમતગમત વગેરે ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવે તેવું પ્રદાન કરનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર અને પોતાની વિદ્વત્તાનો લેશમાત્ર ભાર ન રાખનાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનાં જીવન-કવન અને પ્રદાન 47 મુકુન્દ પી. શાહ Page #381 -------------------------------------------------------------------------- ________________ વિશે અનેક લેખકોએ લખ્યું છે એટલે એમાં પુનરાવર્તન ન કરતાં મારા મન પર તેમની જે છાપ પડી છે તેની વાત કરીશ. તેઓ સાહિત્યકાર, શિક્ષણકાર, વિવેચક, પત્રકાર વગેરે તો છે જ પણ મારે માટે તો તેઓ એક સાચા માનવ' છે. માનવતાનું રક્ત એમની નસેનસમાં વહે છે અને મારે મન આ જ મહત્ત્વની વાત છે. શોષિતો, પીડિતોને જોઈ તેમનું હૃદય દ્રવી જાય છે અને એક હાથને ખબર ન પડે તે રીતે બીજા હાથે જરૂરતમંદોને તેઓ સહાય કરે છે. આર્થિક સંકડામણને અભાવે વિદ્યાભ્યાસ છોડી દેવા તત્પર બનેલા કેટલાયે વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરી તેમનું ભાવિ ઉજ્જવળ બનાવ્યું છે. આર્થિક મુશ્કેલી વેઠતા કેટલાક સર્જકોનું સ્વમાન જળવાઈ રહે એ રીતે તેમને ત્યાં નિયમિત રીતે નક્કી કરેલી રકમ દર માસે નિયત તારીખે તેમના ટ્રસ્ટ તરફથી પહોંચી જાય છે. આર્થિક મુશ્કેલીને કારણે ગુણવત્તાયુક્ત પુસ્તકનું પ્રકાશન અટકી ન પડે તે માટે પણ તેમણે સહાય કરી છે. હું મારી જ વાત કરું: હું અગાઉ જ્યારે આર્થિક સંકડામણ ભોગવતો હતો ત્યારે તેઓ જાતે કરી શકે તેવાં કામો 'પણ મને મદદ કરવાના હેતુથી સોંપતાં. અમદાવાદમાં જ્યારે પરદેશની ટીમ સાથે ટેસ્ટ મેચ રમાતી ત્યારે તેઓ ક્રિકેટ અંગેના ખાસ અંકો પ્રગટ કરતા અને તેનું પ્રકાશન-આયોજન, પ્રફરીડિંગ વગેરે મને સોંપતા અને તેના વ્યાજબી મહેનતાણા કરતાં, મારી ધારણા કરતાં વધુ મહેનતાણું આપતા. તેમના પુસ્તક “આનંદઘનનું પ્રફરીડિંગ તેઓ કરી શકે તેમ હતા છતાં કુમારપાળે એની પ્રથમ આવૃત્તિનું કામ મને સોંપ્યું હતું અને પ્રફવાચનના બજારભાવ કરતાં મને વધુ રકમ આપી હતી. મારાં સંતાનોનાં લગ્ન વખતે મેં જણાવ્યું ન હતું છતાં મને જરૂર પડશે તેમ ધારી તથા હું મૂંઝાઉં નહીં તે માટે અગાઉથી અમુક રકમ મને મોકલી આપતા હતા. હું કહેતો કે બધી વ્યવસ્થા થઈ ગઈ છે મારે જરૂર નથી. જરૂર હશે તો તમને જરૂર કહીશ.’ તેમ છતાં મને એ રકમ આપતા એટલું જ નહિ, પ્રસંગ પૂરો થયા પછી એ રકમ હું પરત કરવા જતો ત્યારે તે લેવાની ના પાડતા; પણ હું જ્યારે કહેતો કે તમે આ રકમ પરત નહીં લો તો ભવિષ્યમાં મારાથી તમારી પાસે કોઈ રકમ લેવા અવાશે નહીં ત્યારે જ તેઓ તે સ્વીકારતા. મારી પૌત્રી નાણાંના અભાવે ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ જઈ શકે તેમ નહોતી. મેં કુમારભાઈને કોઈ ટ્રસ્ટમાંથી મદદ કરવા જણાવ્યું ત્યારે તેમણે જરૂરી રકમની જોગવાઈ કરી આપી હતી. “નવચેતનાને અને કુસુમ પ્રકાશનના કાર્યમાં સદાય મદદરૂપ બની રહ્યા. મારી વિનંતીને માન આપી તેમનાં પાંચેક પુસ્તકો પુરસ્કાર લીધા વિના પ્રગટ કરવા મને આપ્યાં હતાં. એટલું જ નહીં, મારાં લખેલાં પુસ્તકો તેમના ટ્રસ્ટમાંથી ખરીદી મને પ્રોત્સાહન પણ આપતા. 348 માનવતાના મૂર્તિમંત પ્રતીક Page #382 -------------------------------------------------------------------------- ________________ કુમારભાઈ જેટલી ત્વરિતતાથી મદદ કરે, એટલી ત્વરિતતાથી એ ભૂલી જાય ! આજના સ્વાર્થપરાયણ સમયમાં આવા નિસ્પૃહી મિત્રો હોય, તે કેટલું મોટું ધનભાગ્ય! જાન્યુઆરી ૨૦૦૪માં સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો એવૉર્ડ તથા રૂ. ૧૦,૦૦૦નું પારિતોષિક તેમને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સિલેક્ટર શ્રી અંશુમાન ગાયકવાડના હાથે આપવામાં આવ્યાં ત્યારે એ પારિતોષિકમાં રૂપિયા એક હજાર ઉમેરીને સંસ્થાને પરત કર્યા તે વખતે શ્રી ગાયકવાડે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટરો આવું કરે તો કેટલો લાભ થાય?” કુમારપાળભાઈને શ્રી નાનુભાઈ સુરતી ફાઉન્ડેશનનો સાંસ્કૃતિક ગૌરવ એવૉર્ડ તથા શ્રી નાનુભાઈ સુરતી મિલેનિયમ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. રમતગમતના સમીક્ષકોને તથા ખેલકૂદના વિજેતા સ્પર્ધકોને પારિતોષિકો આપી તેમને પ્રોત્સાહિત કરવાની યોજના શરૂ કરતાં પહેલાં શ્રી નાનુભાઈ સુરતીએ કુમારપાળ સાથે ચર્ચાવિચારણા પણ કરી હતી અને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે માનવતાને ઉજાગર કરે તેવા ઘણા પ્રસંગોનું આલેખન તેમનાં પુસ્તકો અને કૉલમોમાં કરી અનેકને માનવતાનાં કાર્યો કરવા પ્રેર્યા છે. તેમને પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે એથી મને ઘણો જ આનંદ થયો. યોગ્ય વ્યક્તિને યોગ્ય ખિતાબ મળે એનાથી રૂડું શું ? મારાં તેમને હાર્દિક અભિનંદન. 349 મુકુન્દ પી. શાહ Page #383 -------------------------------------------------------------------------- ________________ સૌજન્યશીલ અજળ ડ, કુમારપાળ દેસાઈએ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત, જૈન ધર્મદર્શન જેવાં અનેક ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવ્યું છે એને કારણે પદ્મશ્રી' એવૉર્ડના તેઓ અધિકારી બન્યા છે એવું જરૂર કહી શકાય. પરંતુ જો ડો. કુમારપાળ દેસાઈને ઓળખવા હોય તો હું એમને એક સ્વજન અને સૌજન્યશીલ, શાંત, સ્નેહાળ વ્યક્તિ તરીકે ઓળખાવું. ભલે એ સાહિત્યકાર, સર્જક, વિવેચક પત્રકાર, સમાજસેવક કે જૈન ધર્મદર્શનના જ્ઞાતા હોય, છતાં એ બધાં અનુભવો અને જ્ઞાનનો નિચોડ એટલે જ સ્વજન અને સૌજન્યશીલ વ્યક્તિ. બહુ જ નાના હતા ત્યારે મેં એમને જોયેલા. એક વાર કોઈ કામ પ્રસંગે એમના પિતા શ્રી જયભિખુ તથા માતા જયાબહેનને હું મળવા ગઈ ત્યારે એક નાનકડો છોકરો છાનોમાનો, ધીમે પગલે. શરમાતા શરમાતો પસાર થઈ ગયો તેની ખબરેય ન પડી. એ જ છોકરો તે આ કુમારપાળભાઈ. આજે મોટી વયે પણ એવા જ શાંત, શરમાળ પ્રકૃતિના, ઓછાબોલા, મંદ સ્મિતથી, પ્રેમથી, ગૌરવયુક્ત પ્રતિભા અને સંસ્કારથી સૌજન્યશીલ સ્વજન તરીકે હું એમને નિહાળું છું. ન કોઈ અભિમાન, ન કોઈ આડંબર, ન કોઈ મોટાઈ, ન કોઈ પોતાનું મહત્ત્વ દેખાડવાની પ્રબળ ભાવના – એવા કુમારપાળભાઈમાં જે ઉત્કૃષ્ટ ગુણો છે એ જ એમની ઓળખ છે અને એ જ એમનો એવોર્ડ છે. પદ્મા ફડિયા 350 Page #384 -------------------------------------------------------------------------- ________________ એમનો સૌથી શ્રેષ્ઠ ગુણ નમ્રતાનો. જ્યારે જ્યારે સામા મળે ત્યારે “કેમ બહેન ! કેમ છો ?” આ આવકાર એવો તો મીઠો અને લાગણીસભર હોય કે સ્વજનની પ્રતીતિ કરાવે. કોઈ સમારંભમાં જઈએ, ત્યાં પણ તરત જ આગળ આવીને પૂરા વિવેકથી આદર સાથે આવો બહેન કહી બોલાવે. આ એમનું સૌજન્ય હૃદયને સ્પર્શી જાય – આ એમનો બીજો ગુણ જે બહુ જ ઓછા લોકોમાં જોવા મળે છે. એમનો ત્રીજો ગુણ છે મોટાઈનો અભાવ અને નમ્રતાનો ભાવ. કોઈ એમને આવકારે, બોલાવે, માન આપે એવું એમનામાં છે જ નહિ. કોઈ પણ સમારંભમાં મુખ્ય વક્તા હોય ત્યારે ઘણીયે વાર મેં જોયું છે કે તેઓ ચૂપચાપ આવીને શાંતિથી બેસી જાય. જો કોઈ એમને માનભેર બોલાવવા આવે ત્યારે પણ તેઓ “ઠીક છે, બરોબર છે” – બસ એટલું જ બોલીને જે જગ્યાએ સ્થાન લીધું હોય ત્યાં બેસી રહે અથવા તો તેમની સાથે તેઓ જઈ જ્યાં બેસાડે ત્યાં બેસી જાય. એમનો ચોથો ગુણ નિયમિતતા. કોઈ પણ કાર્યક્રમમાં નિયમસર એમની હાજરી હોય જ. ગળાબૂડ કામમાં હોવા છતાં એમનું હકારાત્મક વલણ દાદ માંગી લે છે. જ્યારે જ્યારે કોઈ સેમિનાર કે વ્યાખ્યાન માટે આમંત્રણ આપવા જાઉં ત્યારે તેનો એમણે સ્વીકાર કર્યો છે. “આવીશ, જરૂર આવીશ. પણ મને થોડો સમય આપશો ?” અને એ પ્રમાણે નાનકડાં સ્ત્રીમંડળોમાં પણ જ્યારે એમને બોલાવવામાં આવ્યા હોય ત્યારે પ્રેમથી આમંત્રણ સ્વીકારી લે. અને, માત્ર ટેલિફોન ઉપર પણ કહીએ તો કહેશે “હું આવી જઈશ. ધક્કો ન ખાશો.” ને સમય પ્રમાણે તે જાતે હાજર થઈ જ જાય. જૂના સંબંધોને સાચવી રાખવાનો પણ એક વિશિષ્ટ ગુણ એમનામાં છે. દરેક પ્રસંગોમાં યાદ કરે છે. એટલું જ નહિ પણ કાર્ડમાં ‘જરૂર આવજો” એવા એમના હસ્તાક્ષર પણ હોય જ. તદુપરાંત જ્યારે તેઓ આમંત્રણ આપે ત્યારે બહેન માટે આદરણીય’ શબ્દ વાપરે આવું એમનું સૌજન્ય કોને ન ગમે? અરે, એક વખત મારું બહાર પડનારું પુસ્તક “ઝૂરતી વેદનાઓ વિશે મેં કંઈક લખી આપો એવું કહ્યું ત્યારે વિશ્વકોશ'ના કામમાં અત્યંત વ્યસ્ત હોવા છતાંય સમય કાઢીને પણ ત્રણચાર દિવસમાં જ કંઈક લખીને મને મોકલી આપ્યું ત્યારે મારા મનમાં એક જ વાત ઊભરાઈ આવી – આનું નામ તે સ્વજન. આ ‘સ્વજનનો સંબંધ બાંધવા કે બંધાવવો સહેલો નથી. શૈક્ષણિક ક્ષેત્રે ફેલોથી શરૂઆત કરીને આજે ગુજરાત યુનિવર્સિટીના આ ફેકલ્ટીના ડીન તરીકેના ઊંચા પદને શોભાવનાર, કેટકેટલીય સંસ્થાઓમાં સભ્ય, સલાહકાર, ટ્રસ્ટી, પ્રમુખ, સ્થાપક તરીકે રહીને અવિરત કાર્યનો વહીવટ કરનાર, સાહિત્યમાં સાહિત્યકાર, સંશોધક, વિવેચક, સંપાદક અને સર્જક તરીકે વિપુલ સાહિત્ય સમાજને આપનાર, લોકજીવનની આપત્તિ 351 પદ્મા ફડિયા Page #385 -------------------------------------------------------------------------- ________________ વેળાએ અનેક પ્રકારની સહાયો આપનાર અને આ કાર્યો કરતા કરતા અનેક પ્રકારનાં પારિતોષિકો, એવોર્ડો મેળવવા છતાંય એ સફળતા અને સિદ્ધિને નમ્ર ભાવે સ્વીકારીને શ્રી કુમારપાળભાઈએ ગુજરાત, ભારત અને પરદેશમાં, સૌનું હિત કરે તે સાહિત્યનું સર્જન કરીને એક સ્વજન' તરીકે પોતાનું વ્યક્તિત્વ ઉપસાવ્યું છે એ જ એમનો મોટો એવૉર્ડ છે એમ કહું તો ખોટું નથી. આવા સાદા, સીધા, શાંત, વિનયી, નિરભિમાની, સમયના આગ્રહી, સ્ત્રીઓનું સૌજન્ય સાચવનારા, સ્વજનપ્રેમી કુમારપાળભાઈને હંમેશાં સ્પર્ધા અને સંઘર્ષોથી દૂર રહેનારા એક અનોખા માનવી તરીકે મેં જોયા છે અને ઓળખ્યા છે એ જ એમની પ્રતિભા છે. “હું માનવી માનવ થાઉં તો ઘણું” – કવિ સુન્દરમૂની આ કાવ્યપંક્તિ એમને માટે યથોચિત છે એમ હું કહી શકું છું. પિતાનું ઔદાર્ય અને માતાનું વાત્સલ્ય આ બન્ને ગુણોથી ઘડાયેલ કુમારપાળભાઈ શત્રુને પણ વહાલા લાગે એવું એમનું વર્તન અને એવું જ એમનું કર્તવ્ય ડગલે ને પગલે એમનામાં દૃષ્ટિગોચર થયા વિના રહેતું નથી. માનવી સંપત્તિ પ્રાપ્ત કરી શકે. અનેક સિદ્ધિઓ મેળવી શકે. ઊંચી અને શ્રેષ્ઠ પદવીઓ પ્રાપ્ત કરી શકે, પરંતુ અન્ય જનોના એક મૂઠી જેવડા હૃદયમાં સ્વજન તરીકે પોતાનું સ્થાન મેળવી શકે એવા તો કોઈક જ વિરલા હોય. કુમારપાળભાઈ એવા જ એક વિરલા સ્વજન છે. 352 સૌજન્યશીલ સ્વજન Page #386 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કુમારપાળ દેસાઈનું નામ તો ઘણાં વર્ષોથી સાંભળ્યું હતું. ઘણી વખત તેમના વિશે વાંચ્યું હતું. સૌથી પ્રથમ મારો પરિચય પન્નાલાલ શાહ દ્વારા માટુંગામાં વ્યાખ્યાનમાળા દરમ્યાન થયો. આજથી પંદરેક વર્ષ પહેલાં માટુંગામાં યોજાતી વ્યાખ્યાનમાળામાં તેઓ પ્રવચન આપવા આવ્યા હતા. તે સમયથી હું વ્યાખ્યાનમાળા કમિટીનો ચેરમેન હતો, તેથી તેમની સાથે વાતચીત કરવાની તક મને મળી. અત્યંત નિખાલસ, સૌમ્ય પ્રકૃતિ વાતચીતમાં ખૂબ જ નરમાશ – અને મુખ્ય વાત તો થોડા સમયમાં જ પોતીકા કરી લેવાની તેમની આવડત. ધીમે ધીમે અમારા સંબંધનો વ્યાપ વધતો ગયો. મારે અમદાવાદ અવારનવાર જવાનું થતું હોવાથી તેઓને ત્યાં તેમના ઘેર રૂબરૂમાં અનેક વખત મળવાનો મોકો મળી જતો. પહેલાં તો હું એટલું જ જાણતો કે તેઓ એક ખૂબ જ સારા વ્યાખ્યાનકાર છે, પરંતુ જેમ જેમ તેમના પરિચયમાં આવતો ગયો તેમ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આવતો ગયો. શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં કેટલાંય ક્ષેત્રોમાં તેમણે મેળવેલ સિદ્ધિઓનો ખ્યાલ મળતો ગયો. તેઓશ્રીની ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિથી વધુ ખ્યાલ આવ્યો. લગભગ આઠથી દશ ગ્રંથો તૈયાર કરેલા. સમય અને નાણાંની ખૂબ જ જરૂર પડે, પરંતુ હિંમતપૂર્વક સામનો કરી લેખનકાર્ય અને નાણાં 353 સાચા અર્થમાં કર્મયોમી મહાસુખભાઈ કામદાર Page #387 -------------------------------------------------------------------------- ________________ મેળવવાનું કાર્ય પાર પાડતા આવ્યા છે. પોતે એટલા સ્વમાની કે કદી પણ પોતાના પ્રતિભાશાળી ગૌરવવંત પિતાશ્રી જયભિખ્ખના નામનો ઉપયોગ કર્યો નથી. તેમના થકી જુદા જુદા વિષયોના કેટલાય મહાનુભાવો અને સાહિત્યપ્રેમી મોભીઓનો પરિચય થયો. એમના જીવનની એક મોટામાં મોટી વાત મને હરહંમેશ સ્પર્શી ગયેલ છે કે નાના-મોટાના ભેદભાવ રાખ્યા વગર જે કોઈ આંગણે આવે તેને સસ્મિત આવકારે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સારા, ઉમદા કાર્ય માટે આમંત્રણ આપવા આવે ત્યારે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જ્યાં જવાનું હોય ત્યાં પહોંચી જાય. બાળકો પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને તેઓએ બાળસાહિત્યનું સર્જન કર્યું. બાળકોની રુચિનો પૂરો ખ્યાલ રાખી તેવા વિષયો પસંદ કરી બાળકોમાં સંસ્કારસિંચન થાય તેવા સાહિત્યનું વિપુલ સર્જન કર્યું. પોતાના ધર્મને સારી રીતે સમજી શકે તે માટે ખાસ તો યુવાવર્ગ માટે સારાં પુસ્તકોનાં ઇંગ્લિશમાં ભાષાંતર કર્યા. કુમારપાળભાઈએ મહાનિબંધ લખ્યો, પીએચ.ડી. થયા. જુદી જુદી હસ્તપ્રતોનું સંશોધન અને તેનો અભ્યાસ કરી એનું શાસ્ત્રીય રીતે સંપાદન કર્યું. અનેક નામી વિદ્વાનોની પ્રશંસા પણ મેળવી. આવાં અનેક કાર્યો દ્વારા તેઓ માનના અધિકારી બન્યા. અનેક ચંદ્રકો અને પુરસ્કારો પ્રાપ્ત કર્યા. ભગવાન મહાવીર પર મહાવીર-જીવનદર્શન’ જેવો અત્યંત મૂલ્યવાન ગ્રંથ તેમણે લખ્યો છે. ધર્મનું ખૂબ જ ઊંડું જ્ઞાન - તત્ત્વજ્ઞાન વગેરેમાનો સંપૂર્ણ અભ્યાસ કરી જનતાના લાભાર્થે લખાણ લખ્યાં. વ્યાખ્યાનો દ્વારા સમાજમાં ખૂબ જ પ્રચાર અને પ્રસાર કર્યો. લોકોમાં ધાર્મિક ભાવના જગાડવાનો તેમનો પરિશ્રમ દાદ માગે તેવો છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં જૈન ધર્મના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે તેમનું “સ્ટૉરિઝ ફ્રોમ જેનિઝમ” પુસ્તક ચાલે છે, જ્યારે એમનું તીર્થંકર મહાવીર' નામનું અંગ્રેજીમાં લખાયેલું સચિત્ર ચરિત્ર ભગવાન મહાવીર વિશેનું સર્વોત્કૃષ્ટ ચરિત્ર ગણાયું છે. આ ઉપરાંત છેલ્લાં પંદરેક વર્ષોથી નિયમિતપણે વિદેશોમાં પર્યુષણ દરમ્યાન અનેક વ્યાખ્યાનો દ્વારા જેનદર્શનનો પ્રસાર કરવામાં તેઓનો મુખ્ય ફાળો છે. પર્યુષણ દરમ્યાન તેઓ અચૂકપણે પરદેશમાં હોવાથી વ્યાખ્યાનમાળા યોજતા અમારા જેવા અનેક યોજકોને ખૂબ જ ગેરલાભ થાય છે. અત્યાર સુધીમાં તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવેલ છે. તેમનું લેખનકાર્ય અવિરતપણે ચાલતું રહે છે. અનેક વર્તમાનપત્રોમાં જુદા જુદા વિષયો પર તેમની કૉલમ આવતી હોય છે. રમતગમત ઉપરની તેમની કટાર પણ એટલી જ લોકપ્રિય થઈ છે. ક્રિકેટ અને અન્ય રમતોનું તેમનું તલસ્પર્શી જ્ઞાન આશ્ચર્ય પમાડે તેવું છે. અનેક પ્રવૃત્તિઓમાં રત હોવા છતાંય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને તેઓ ક્યારેય ભૂલતા નથી. અનેક જુદાં જુદાં ક્ષેત્રોના અવિરતપણે 354 સાચા અર્થમાં કર્મયોગી Page #388 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરતા શ્રી કુમારપાળભાઈ સાચા અર્થમાં કર્મયોગી છે. તેમને આટલી બધી પ્રેરણા ક્યાંથી મળતી હશે? ભગવાન મહાવીરમાં અપાર શ્રદ્ધા છે. શ્રીમતી પ્રતિમાબહેનને મેં તેમના લખાણને વ્યવસ્થિત રીતે લખી આપતાં જોયાં છે. તેમનાં સંતાનો ખૂબ જ હોંશપૂર્વક પપ્પાજીના કાર્યમાં સાથ આપતા રહે છે. કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓના સાથ અને સહકાર પણ તેમને ભરપૂર મળે છે. ૬૨ વર્ષની ઉંમરે ૨૬ વર્ષના યુવાનની જેમ અનેકવિધ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેનાર એવી આ વ્યક્તિની મૈત્રી મને પ્રાપ્ત થઈ તેને હું પ્રભુની કૃપા માનું છું. હું તેઓને – તેમનાથી મોટો હોવા છતાંય – તેમની સાહિત્યકાર, પત્રકાર, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, વિવિધ વિષયો પર અસરકારકતાથી કલમ ચલાવનાર, ઇતિહાસ, પત્રકારત્વ, ખેલજગત, બાળસાહિત્ય, નવલિકાઓ જેવાં વિવિધ ક્ષેત્રોમાં સંપૂર્ણ ન્યાય આપનાર એવા શ્રી કુમારપાળ દેસાઈને વંદન કરું છું. સાહિત્યજગત હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, તેઓ વાદવિવાદ, હોંસાતોંસી અને ટાંટિયા ખેંચથી હંમેશાં અલિપ્ત રહ્યા છે. રાજકારણ કદી પણ તેમને સ્પર્શી શકેલ નથી. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયેલા પદ્મશ્રી'ના એવૉર્ડ માટે અંતરથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. આવી રીતે સફળતાનાં વધુ ને વધુ શિખરો સર કરતા રહે તેવી, અમારા સૌની ખૂબ ખૂબ શુભકામનાઓ. 355 મહાસુખભાઈ કામદાર Page #389 -------------------------------------------------------------------------- ________________ Sા, કુમારપાળ દેસાઈ એટલે તાજગી અને પ્રસન્નતાનું કાયમી સરનામું, અત્યંત વ્યસ્ત છતાં પળ-પળે મસ્ત વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. ૧૯૭૩માં નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે મેં પ્રવેશ મેળવ્યો ત્યારથી એમની સાથે મારો પરિચય આનંદઘનાએકઅધ્યયન' વિષય ઉપર એમણે પીએચ.ડી. માટે શોધનિબંધ લખવાનું શરૂ કર્યું સમયળે સતત ત્યારે અમારો પરિચય પ્રગાઢ બન્યો. મહિનાઓ સુધી પડકારતં વ્યક્તિત્વ એમનાઘેરનિયમિત જવાનું બન્યું. દરરોજ સાથે બેસીને અમે ભોજન કરીએ. “બા અને પ્રતિમાબહેનના સંયુક્ત વાત્સલ્યની મીઠાશ ભોજનમાં ભળે. ભગવાન મહાવીરે કહ્યું છે કે પળનોય પ્રમાદ ના કરશો. ડો. કુમારપાળ દેસાઈએ પ્રમાદને કદીયા પોતાની પાસે ફરકવા દીધો નથી. સતત પુરુષાર્થ, સતત લેખન, સતત ચિંતન, સતત વ્યાખ્યાનો અને સતત સાહિત્યિક કાર્યક્રમો – એ બધાની વચ્ચે વ્યવહારકુશળતા પણ એટલી જ સઘન પ્રત્યેક પ્રસંગે એમની ઉપસ્થિતિ હોય જ! સમયને સતત પડકારતું રોહિત શાહ એક સમર્થ વ્યક્તિત્વ એટલે ડો. કુમારપાળ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈની અગણિત સિદ્ધિઓનું રહસ્ય એ છે કે તેમની પાસે ગજબની સંયોજનશક્તિ છે! કયા કામને ક્યારે, કેટલું પ્રાધાન્ય આપવું અને નિશ્ચિત સમયમર્યાદામાં કઈ રીતે ઉત્કૃષ્ટ રૂપે તે કાર્ય સંપન્ન કરવું એની કુનેહ તથા ચીવટ ડૉ. કુમારપાળ દેસાઈ પાસેથી જ મને શીખવા મળી છે. 356 Page #390 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય વાતચીતમાં રમૂજ અને હળવાશ સતત ઠાલવતા જ રહે, છતાં કદીય કોઈ કાર્યની ગંભીરતા જોખમાવા ના દે. એમની સાથે થોડીક ક્ષણો બેસીએ એટલે તાજગીનું છલોછલ ભાથું મળી જાય. શિક્ષણ, સાહિત્ય અને ધર્મનો ત્રિવેણીસંગમ એમના વ્યક્તિત્વમાં સતત મઘમઘતો રહ્યો છે. અનેક ટ્રસ્ટો, સંસ્થાઓ સાથે એ સક્રિય રૂપે સંકળાયેલા છે. અખબારી લેખન માટે સતત જાગ્રત રહેવું પડે. રમતગમત વિશેનું લેખન કરવા માટે છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવી પડે અને તેનો સંગ્રહ પણ કરવો પડે. એમના અંગત પુસ્તકાલયમાં એટલો બધો ખજાનો છે કે એને જોનાર ઘડીભર તો દંગ રહી જાય! ગમે ત્યારે ગમે તે ચીજનો ખપ પડે ત્યારે ગણતરીની ક્ષણોમાં તે મળી જાય! કશુંય અસ્તવ્યસ્ત નહિ. જરાય ગાફેલપણું નહિ. ચીવટ અને ચોકસાઈના શહેનશાહ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ ! આ માટે મદદરૂપ થાય એવો સ્ટાફ પણ એમણે રાખ્યો છે. એમને ત્યાં કામ કરતા ઓફિસબૉય સાથે પણ માનવતાભર્યો વ્યવહાર એ રાખે. માણસની પરખશક્તિ પણ ગજબની ! ડૉ. કુમારપાળ દેસાઈનાં લગભગ તમામ પુસ્તકો પુરસ્કૃત થયાં છે. દેશ-વિદેશમાં એમનું વારંવાર સન્માન-બહુમાન થયું છે. સાંપ્રત સમયમાં જેન ધર્મનો વિદેશોમાં પ્રચાર-પ્રસાર કરવામાં તેમનો ફાળો એવો ગૌરવવંતો છે કે ઇતિહાસે તેની નોંધ લેવી જ પડશે. પિતા જયભિખ્ખ પાસેથી મળેલા સાહિત્યવારસાનું તેમણે સુગંધમય સંવર્ધન કર્યું છે. વર્ષો સુધી દૈનિકપત્રોમાં લેખમાળાઓ લખવી અને લોકપ્રિયતા સતત વધતી રહે એ રીતે એની માવજત કરવી એ જેવુંતેવું કામ નથી. નવા સંબંધો સ્થાપવા અને જૂના સંબંધોની સઘનતા અકબંધ રાખવી એ સિદ્ધિ અન્યત્ર દુર્લભ જ હશે ! - ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળે એ આનંદની વાત અવશ્ય છે પણ આશ્ચર્યની વાત જરાય નથી. હજી એમને જે જે એવોસ મળ્યા નથી એ મળવામાં થતો વિલંબ જરૂર આશ્ચર્યપ્રેરક છે. વૃક્ષ ઉપર જેમ જેમ તાજાં ફળોની સંખ્યા વધતી જાય. વૃક્ષ જેમ જેમ ફળ સમૃદ્ધ થતું જાય તેમ તેમ એની શાખાઓ નીચે ઝૂકતી જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈની નમ્રતા નમૂનેદાર છે. એમના વ્યક્તિત્વનો ભાર એમની પાસે રહેલી વ્યક્તિને જરાય પજવતો નથી. કોઈ શ્રીમંત શ્રેષ્ઠી સાથે એ જેટલી સહજતાથી વર્તે એટલી જ સહજતાથી એમની પાસે કોઈ માર્ગદર્શન મેળવવા આવેલી વ્યક્તિ સાથે પણ વર્તે. વડીલો અને વિદ્વાનોનો આદર કરવાનું એ કદીય ના ચૂકે. જેમ જેમ એમને ઇનામો-પુરસ્કારો મળતાં ગયાં, જેમ જેમ એમનાં સન્માન.બહુમાન થતાં ગયાં તેમ તેમ એ વધુ ને વધુ વિનમ્ર બનતા રહ્યા છે. ડૉ. કુમારપાળ દેસાઈ પાસે વિશિષ્ટ “નીરક્ષીર વિવેક વૃત્તિ છે. સમાજમાં કેટલુંક ઇષ્ટ પણ 357 રોહિત શાહ Page #391 -------------------------------------------------------------------------- ________________ હોય અને અનિષ્ટ પણ હોય. કેટલુંક ગ્રાહ્ય પણ હોય અને કેટલુંક ત્યાજ્ય પણ હોય. તેઓ હંમેશાં ગુણગ્રાહી રહ્યા છે. બીજાની ખૂબીઓનો આદર કરવાની ખૂબી એ ધરાવે છે. કોઈની ટીકા-નિંદા કરવાથી એ સદાય દૂર રહ્યા છે. આ કારણે તેઓ મોટેભાગે અજાતશત્રુ રહ્યા છે. કોઈનું દિલ ના દુભાય, કોઈની લાગણીને ઠેસ ના લાગે એવા જૈન સંસ્કારને એમણે અજવાળ્યા છે. અપ્રિય વ્યક્તિ અને અણગમતી ઘટનાઓ સાથે પનારો પડે તોય પોતાનું સૌજન્ય હેમખેમ રાખવાનું એમનું સામર્થ્ય પણ ઉદાહરણરૂપ છે. એમનાં વાણી અને વર્તન કદીય કડવાશ પેદા કરતાં નથી. ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી એવૉર્ડ એનાયત થયો એથી માત્ર જૈન સમાજ નહિ, માત્ર ગુજરાતી સાહિત્યક્ષેત્ર જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતી સમાજ ધન્યતા અનુભવે છે. આપણા સૌના અભિનંદનના તેઓ સાચા અર્થમાં હકદાર છે. તેમની તમામ સિદ્ધિઓને હૃદયપૂર્વક આપણે બિરદાવીએ. 358 સમયને સતત પડકારતું વ્યક્તિત્વ Page #392 -------------------------------------------------------------------------- ________________ ભાતીગળ વ્યક્તિત્વ શા કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વને અને તેમની બહુલક્ષી પ્રતિભાને માત્ર એકાદ વાક્યમાં વર્ણવવું અત્યંત મુશ્કેલ છે. મારો કુમારભાઈ સાથેનો સંપર્ક ચાર દાયકા પહેલાંનો છે. એ વખતે મેં ભારત સરકારના માહિતી ખાતા – પીઆઈબીના સહાયક સંપાદક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૬૫ની ભારત-પાકિસ્તાન લડાઈ અને ત્યારબાદ સોવિયેત પ્રધાનમંત્રી શ્રી કોસીગીનના સહયોગથી તાન્કંદ ખાતે ભારતના પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ અયુબખાન વચ્ચે ૧૦-૧૦ દિવસની મંત્રણાઓને અંતે ૧૯૬૬ની ૧૦મી જાન્યુઆરીએ રાત્રે બંને દેશો વચ્ચે સમજૂતીઓ થઈ હતી, પરંતુ એ જ રાત્રે માત્ર થોડાક કલાકોમાં જ શાસ્ત્રીજીના થયેલા ઓચિંતા અવસાનથી દેશ અને દુનિયા શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. કદાચ આ કરુણ ઘટનાએ જ મહદંશે રમતગમતની કટાર લખતા અને બાળસાપ્તાહિક ‘ઝગમગમાં સાહિત્યક્ષેત્રે ડગ માંડતા કુમારભાઈને લાગણીથી ઝણઝણાવી નાખ્યા હશે અને શાસ્ત્રીજી વિશેનું પુસ્તક લખીને સાહિત્ય ક્ષેત્રે પ્રવેશ કરવાની પ્રેરણા આપી હશે. પુસ્તક લગભગ તૈયાર થઈ જવા આવ્યું હતું અને એકાએક તેમને થયું કે શાસ્ત્રીજીની કેટલીક પ્રાસંગિક તસવીરો તેમાં સામેલ કેમ ના કરવી ? અને એ શુભ દિવસે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં અખંડાનંદ હૉલમાં આવેલી અમારી હરસુખ શાહ 359 Page #393 -------------------------------------------------------------------------- ________________ કચેરીએ તેઓ આવ્યા. એ વખતે ટેલિવિઝનનું અસ્તિત્વ નહોતું અને તેથી ઝડપી સમાચાર માટે આકાશવાણી અને સચિત્ર અહેવાલ માટે અખબારો મોખરે રહેતા. અમદાવાદમાં અમને અમારી નવી દિલ્હીની વડી કચેરીએથી આવી તસવીરો રોજિંદી એરબૅગથી પ્રાપ્ત થતી. ત્યારે ખાસ કરીને નાનામોટા પ્રાદેશિક દૈનિકો માટે નવી દિલ્હીમાંના સરકારી સમારંભો તેમજ યુદ્ધકીય કાર્યવાહીનાં દશ્યોની તસવીરો સત્તાવાર રીતે અમદાવાદ પીઆઈબી પૂરી પાડતી. ખાસ કરીને ૧૯૬૫ના યુદ્ધ વખતે સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર તસવીરો પૂરી પાડવામાં આવતી હતી. ભવિષ્યમાં કોઈ કટારલેખક કે સામાન્ય લેખકને પ્રાસંગિક લેખો માટે આવી તસવીરો કામ આવે એ માટે વધારાની તસવીરોમાંથી અમે એક ફોટો-લાઇબ્રેરી ઊભી કરી રહ્યા હતા. આમ કુમારભાઈને શાસ્ત્રીજી વિશેની તસવીરોનો ઢગલો અમે ધરી દીધો અને એમણે પણ એમનાં પ્રથમ પુસ્તકો “લાલ ગુલાબ” અને “મહામાનવ શાસ્ત્રીમાં તેનો ઉચિત ઉપયોગ કર્યો. અનાયાસે જ તેમનાં આ પુસ્તકોને અનુક્રમે ગુજરાત સરકાર તથા ભારત સરકારની બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયાં. અમને દેખીતી રીતે જ ખૂબ આનંદ થયો. અમારી કાયમી બની ગયેલી મૈત્રી નિભાવવામાં એમનો ફાળો વિશેષ ગણું છું. પિતાશ્રી સ્વ. જયભિખ્ખના શ્રેષ્ઠ સાહિત્યિક અને જૈન ફિલોસોફીના વારસાને તેમણે બરાબર પચાવ્યાં છે. હકીકતમાં પિતાશ્રીના અંગત મિત્રો ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વર્ધમાન શાહ એવા અનેક સાહિત્યકારોના પિતાશ્રી સાથેના સત્સંગ અને વિચારગોષ્ઠિમાંથી શ્રી કુમારભાઈએ ઘણું ભાથું એકઠું કર્યા કર્યું. એ જ રીતે પંડિત સુખલાલજી, પંડિત દલસુખભાઈ માલવણિયા, રતિલાલ દીપચંદ દેસાઈ અને એમના પિતાશ્રી જયભિખ્ખના કારણે જૈન ધર્મ વિશે ગહન જ્ઞાન સંપાદિત કર્યું. શ્રી કુમારપાળ દેસાઈએ પત્રકારત્વના ક્ષેત્રે કરેલું પ્રદાન અનેકવિધ છે. ગુજરાતી પત્રકારત્વમાં ચિંતન, ચરિત્ર, રમતગમત, ધર્મદર્શન અને જીવનઘડતર વિશે એમણે લખ્યું છે. આટલા વૈવિધ્યપૂર્ણ વિષયો પર ગુજરાતી પત્રકારત્વમાં કોઈએ કલમ ચલાવી હોય તેવું મારા સ્મરણમાં નથી. કેટલાક પત્રકારો વાચકની મોરલી પર નાચતા હોય છે અને કેટલાક પોતાની મોરલીના નાદે વાચકને ડોલાવતા હોય છે. કુમારપાળ દેસાઈએ ક્યારેય સસ્તી ચાહના મેળવવા માટે વાચકની ચૂળ રુચિને ઉત્તેજે એવું લખ્યું નથી. એમણે એમનાં કૉલમોનો પોતીકો વાચક વર્ગ ઊભો કર્યો છે. અને આજે ચાર ચાર દાયકા થવા છતાં એમણે બહોળા વાચક-સમુદાયના હૃદયમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વાચક તરફની નિષ્ઠા તો એટલી કે રમતગમત વિશે લખતા હોવાથી ક્યારેય કોઈ સંસ્થાનું એમણે સભ્યપદ સ્વીકાર્યું નથી. ગુજરાતી પત્રકારત્વમાં ઘણા સર્જકોએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે અને તેમાં કુમારપાળ દેસાઈનું પ્રદાન એ પ્રકારના આગલી હરોળના પત્રકારોમાં સ્થાન ધરાવે છે. 360 ભાતીગળ વ્યક્તિત્વ Page #394 -------------------------------------------------------------------------- ________________ ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા કુમારપાળને માટે નિઃસંકોચ કહી શકાય કે અનેક એવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો અને છેલ્લે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીની નવાજેશ થવા છતાં, તેમનામાં માનવસહજ અભિમાન કે તુમાખીપણું સ્પર્શી શક્યાં નથી. એમનું સમયબદ્ધ આયોજન અને ચુસ્ત સમયપાલન એમની જ્વલંત સફળતાની ચાવી હોવાનું અનેક વિદ્વાનો અને ગુરુજનોએ સ્વીકાર્યું છે. મૂલ્યનિષ્ઠ સાહિત્યના આ સર્જક તેમનો પુનર્જન્મ થાય તો શું બનવાનું ગમે તેના જવાબમાં એટલું જ કહે છે કે સમાજને ઉપયોગી એવા મૂલ્યનિષ્ઠ સાહિત્યનો સર્જક બનું અને આધ્યાત્મિક જીવનશૈલી જીવી શકે તેવો માનવદેહ મળે ! કદાચ આ જવાબમાં બધું જ સમાઈ જાય છે. 361 હરસુખ શાહ Page #395 -------------------------------------------------------------------------- ________________ તા ' તેજસ્વી તારલો ૨૧. બાલાભાઈ દેસાઈ – જયભિખ્ખું–ના પનોતા પુત્ર એટલે શ્રી કુમારપાળ દેસાઈ, જેઓને પિતાએ સંપત્તિ વારસો કશો જ આપ્યો નહોતો. રૂ. ૩૫૦ની નોટો તેમનાં પુસ્તકોમાંથી મળી હતી. તેને શુકનવંતી સમજી કુમારપાળે પિતાના સાહિત્ય અને સંસ્કારના વારસાનું જ મહત્ત્વ સમજી જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું. પ્રારબ્ધ અને પુરુષાર્થથી, માતાના આશીર્વાદથી સફળતાના શિખરો સર કર્યા. દેશ-પરદેશમાં વાણીનો અસ્મલિત ધોધ વહેવડાવ્યો. કલમનો જાદુ જનતા ઉપર પાથર્યો. અનેક એવોર્પો પ્રાપ્ત કરી તાજેતરમાં ભારત સરકારનો પદ્મશ્રી' ખિતાબ મેળવ્યો ત્યારે આ નાનકડા માનવીની વિરાટ શક્તિનો લોકોને ખ્યાલ આવ્યો. ૨૭ વર્ષની યુવાન વયમાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતા જયાબહેને એમના લાડકા પુત્રના ઉછેરમાં માતાપિતા બંનેનું કાર્ય સંભાળી ખારપૂર્વક જતન કર્યું અને આઝાદીના લડવૈયા તરીકે પ્રેરણાના પીયૂષ પાયાં. કુમારપાળમાં સુસંસ્કારોનું સિંચન કર્યું. જે તેમણે લેખિની દ્વારા જનતાને ચરણે ધર્યું. ગાંધીવાદી વિચારસરણી ધરાવતાં પૂ. જયાબાએ પુત્રવધૂ પ્રતિમાને આંગણામાં પુત્રી તરીકે પ્રવેશ કરાવી પ્રેમાળ પરિવારમાં પુત્રીનું સ્થાન આપી ગૃહસંસારને મઘમઘતો રાખ્યો. ખાનદાની અને ખુમારી તો જયભિખુએ અને માતા જયાબહેને કુમારપાળને ગળથુથીમાં જ પાઈ છે. પિતાના નામથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાને મનભાઈ શેઠ 362 Page #396 -------------------------------------------------------------------------- ________________ બદલે પોતાની સૂઝથી – સમજણથી – આવડતથી પ્રાપ્ત કરેલ જ્ઞાનની પરબ કલમ દ્વારા તથા વાણી દ્વારા રજૂ કરી લોકોની તૃષા છીપાવવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. છેલ્લાં વીસ વર્ષથી પરદેશમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, સિંગાપુર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા, આફ્રિકા વગેરે અનેક દેશોમાંથી પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો નિમિત્તે નિમંત્રણો સતત મળતાં રહે છે. ધર્મગ્રંથો આધારિત વિશિષ્ટ વ્યાખ્યાનો દ્વારા જૈન શાસનનું અનેરું કાર્ય કરી જૈન મુનિઓ પરદેશ જઈ શકતા નથી.) શ્રાવક તરીકે શાસનની સેવા કરી છે. એકસોથી વધુ વર્ષ પહેલાં અમેરિકામાં જૈન ધર્મ અંગેનાં પ૩૫ વ્યાખ્યાનો દ્વારા ત્યાંના લોકોને મંત્રમુગ્ધ કરનાર સૌરાષ્ટ્રના સપૂત શ્રી વીરચંદભાઈ રાઘવજીએ પરદેશીઓને જૈન ધર્મનો સચોટ અર્થ સમજાવ્યો હતો અને સ્વામી વિવેકાનંદ સાથે જ પરદેશની ધરતી પર ભારતના સંસ્કારોની સુવાસ પ્રસરાવી હતી. એ પછી કોઈ શ્રાવકે જૈન શાસનનું આવું ઉત્તમ કાર્ય કર્યું હોય તો તે સૌના લાડીલા કુમારપાળ દેસાઈ જ છે. આ રીતે જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને સાત સમંદર પાર પરદેશની ભૂમિ પર અખ્ખલિત વાણીના પ્રવાહથી લોકોને જ્ઞાનથી તરબોળ કર્યા. તેમને વારસામાં મળેલી કલમ દ્વારા અંગ્રેજી ભાષામાં સરળતાથી સમજાય તે રીતે સુંદર શૈલીથી ગ્રંથો લખીને પરદેશમાં પ્રશંસા પ્રાપ્ત કરી અને લંડનના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ અને નામદાર પોપ જ્હૉન પૉલ દ્વિતીયની ધર્મચર્ચાના સંદર્ભે મુલાકાત લીધી છે. પરદેશમાં રહેતા જેનોના પરિવારમાં તેમનાં બાળકોને જૈન ધર્મનું જ્ઞાન મળે તેવી અદ્યતન અંગ્રેજી ભાષામાં લખાયેલાં પુસ્તકોની તાતી જરૂરત જણાતી હતી ત્યારે શ્રી કુમારપાળે બીડું ઝડપીને સરળ, સુગમ, આજની ભાષામાં સમજણ પડે તેવી અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખી જ્ઞાનની પરબ દ્વારા પરદેશમાં પ્યાસ બુઝાવી મહા ઉમદા કાર્ય કર્યું છે તેમ ખુદ પરદેશવાસીઓ કહે છે. જેના"ના અધિવેશનમાં – પર્યુષણપર્વમાં મહાવીર જયંતિની ઉજવણીના મહોત્સવમાં જ્યારે જ્યારે જરૂર જણાઈ ત્યારે ખાસ નિમંત્રણથી પરદેશપ્રવાસ ખેડ્યો છે અને લોકોને સાચા જ્ઞાનની સમજણ આપી ખૂબ ઉપયોગી થયા છે. ધર્મ વિશેની વિગતોની પ્રમાણભૂતતા અને ધર્મદૃષ્ટિની અદ્યતનતા જૈન ધર્મનાં એમનાં પ્રવચનોની સૌથી મોટી વિશેષતા છે. પ્રત્યેક વાતને વિચારને કે સૂત્રને આધાર સાથે રજૂ કરે અને એ રજૂઆત એવી હોય કે એમાંથી શ્રોતાજનોને નવીન દૃષ્ટિકોણ સાંપડે. ભગવાન મહાવીરનું જીવન વર્ષોથી સાંભળ્યું હોય, પણ કુમારપાળ જે શૈલીથી એનાં રહસ્યો ખોલી આપે, ત્યારે તાજુબ થઈ જવાય. વિશ્વનું સર્વપ્રથમ વૃક્ષમંદિર તે શત્રુંજય પરનું રાયણવૃક્ષ કે નવ ટૂંક એટલે નવચક્રભેદન – એવાં નવીન અર્થઘટનો કુમારપાળ પાસેથી જ મળે. પરંપરાગત કે ચલણી ભાષાને બદલે નવી, તાજગીભરી, હૃદયસ્પર્શી ભાષામાં જેનધાર્મિક વ્યાખ્યાનોને આપવાનું શ્રેય 363 મનુભાઈ શેઠ Page #397 -------------------------------------------------------------------------- ________________ એકલા કુમારપાળને જ મળે. ધર્મના વ્યાપક દર્શનની વાત કરતાં એની સાથે જ્ઞાનનું મહત્ત્વ કે પીડિતોની સેવાનો પણ મહિમા કરે. એમાંથી આવતી માનવતાની મહેંક જૈન-જૈનેતર સોનાં મન મોહી લે છે! ધર્મમાં પ્રવર્તતી કુરૂઢિઓ, અજ્ઞાન કે વગર વિચારે ધનવ્યય કરવાની પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે, પણ એમની વિરોધ કરવાની રીત એવી છે કે ટીકા કે પ્રહાર કરવાને બદલે વાસ્તવિક સમજણ અને મૂળ તત્ત્વની વાત મૂકીને મુદ્દો સ્પષ્ટ કરવો. વિરોધ કરનારને મિત્ર બનાવવાની એમની કળા અનેરી છે! પારિતોષિક પ્રાપ્ત કરવાની શરૂઆત ૧૯૬૭માં રવીન્દ્ર મેડલથી થઈ. એ પછી આશરે ૩૩ એવૉર્ડ તેમણે પ્રાપ્ત કર્યા છે. તેમાં તાજેતરમાં ભારત સરકાર તરફથી મળેલો પદ્મશ્રી એવોર્ડ શિરોમણિરૂપ ગણાય. એમાંય જેને સમાજમાં જ નહીં, બલ્ક ગુજરાતી સાહિત્યમાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોમાં કોઈને આ ખિતાબ મળ્યો નથી. જેનસમાજમાં સેવા, રાજકારણ, દાન વગેરે માટે એવૉર્ડ મળ્યા છે, પણ સાહિત્ય અને શિક્ષણ માટે કુમારપાળની માફક ભાગ્યે જ કોઈને આવું રાષ્ટ્રીય સન્માન સાંપડ્યું છે. આપણે સૌ ઇચ્છીએ કે વહેલી તકે પ૧ એવોર્ડ્ઝના આંકડે પહોંચે ત્યારે ગોલ્ડન જ્યુબિલી એવોનો શાનદાર આનંદોત્સવ સિદ્ધક્ષેત્રની પવિત્ર ધરતી પાલીતાણામાં દબદબાભરી રીતે ઊજવીએ તે માટે મારા તરફથી ખાસ નિમંત્રણ પાઠવું છું અને આપણે સૌ સાથે મળી ફરજ અદા કર્યાનો આ ઉત્સવ ઊજવી ગમતાનો ગુલાલ કરશું. મારે તેમના પરિવાર સાથે વર્ષો જૂનો પરિચય છે. આદરણીય જયભિખ્ખું તથા પૂ. જયાબાના આશીર્વાદ મેં મેળવ્યા છે. જયભિખૂની ખુમારીથી વિશ્વના મહાન જાદુગર કે. લાલ પણ અંજાઈ ગયા હતા. જરૂરિયાતના સમયે વિશાળ સંપત્તિને ઠોકર મારી સ્વમાન અને શ્રદ્ધાથી અનેક ભેખડો અને મુસીબતો વચ્ચે મધ્ય દરિયેથી સફળતાપૂર્વક નાવ પાર પાડે તેમ જીવનને અણીશુદ્ધ – નીતિમત્તાના ઉચ્ચ ધોરણથી સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેવા વંદનીય પિતાના સંસ્કારના અમાપ વારસાને શ્રી કુમારપાળે એક અણનમ યોદ્ધાની જેમ આચરણમાં મૂકી “બાપ કરતાં બેટા સવાયાની કહેવતને સાર્થક કરી બતાવી છે. કચ્છના ધરતીકંપ પ્રસંગે પોતાની વગનો ઉપયોગ કરી પરદેશથી પંદર લાખની જંગી રકમ ભૂકંપ-પીડિતોના ચરણે ધરી માનવતાનું મહામૂલું કાર્ય કર્યું હતું. અભિમાનથી અળગા રહેનાર, નમ્રતાને ચરણે જનાર શ્રી કુમારપાળ જનતાની મૂડી સમાન છે. શાસનના શણગાર સમા છે. ફક્ત પરિવારના જ નહીં, પણ લાખોના લાડીલા છે. 364 તેજસ્વી તારલો Page #398 -------------------------------------------------------------------------- ________________ રચનાત્મક અભિગમ ૨વામી શ્રી પ્રેમપુરી આશ્રમના માધ્યમ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. અંદાજે તેમના પરિચયમાં છેલ્લાં ૧૦ વર્ષથી છું. તેમની વિદ્વત્તા, સરળતા અને તેમનું વ્યક્તિત્વ કોઈને પણ તેમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરે તેવાં છે. તેમના વ્યક્તિત્વનું ઊડીને આંખે ચડે તેવું પાસું તેમની સુઘડતા અને સાદાઈ છે. તેમની એકસરખી વેશભૂષા – સફેદ પેન્ટ અને સફેદ બુશશટે ઘણી વાર જોવા મળે. સપ્રમાણ ઊંચાઈ અને શરીરનો મધ્યમ બાંધો, ખૂબ જ દેખાવડો ચહેરો તથા ચીવટપૂર્વક ઓળેલા વાળ સોને મોહિત કરે તેવાં છે. વિદ્વત્તા સાથે તેમની રજૂઆતની શૈલી અને ભાષા ઉપરનો કાબૂ વિષયને પૂરો ન્યાય આપે. તેમનો સ્વભાવ આડંબરરહિત અને તેમનો અભિગમ હંમેશાં હકારાત્મક વલણવાળો હોય છે. તેમના વર્તનમાં અત્યંત સાહજિકતા હોય છે અને તેમનો હંમેશાં હસતો ચહેરો સંપર્કમાં આવનાર સૌને પ્રભાવિત કરે છે. પ્રેમપુરીની સાથેનો તેમનો સંબંધ સેવાભાવનાનો છે અને તે રીતે તેઓ કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય તેમના પ્રવચનો આપવા પ્રેમપુરીમાં આવે છે. તેમની ચોકસાઈ, ચીવટ, કાળજી તેમના દરેક કાર્યમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સક્રિય હોવા છતાં તેમનાં વાણી કે વર્તનમાં તેનો બોજો દેખાતો નથી. તેઓ કોઈ પણ વિષય ઉપર – આધ્યાત્મિક, ધાર્મિક કે સામાજિક તથા નટવરલાલ સી. દેસાઈ 365 Page #399 -------------------------------------------------------------------------- ________________ રમતગમતના ક્ષેત્ર વિશે – પ્રવચનો આપી શકે છે અને તેનો લાભ પ્રેમપુરીના શ્રોતાઓને વર્ષોથી મળી રહ્યો છે. વ્યક્તિ તરીકે તેમના પરિચયમાં આવનાર દરેકને તેમની મૂળભૂત ખાનદાની તથા સેવાભાવનાનો અનુભવ થાય છે. સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, રમતગમત એવાં અનેક ક્ષેત્રોમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે અને તે બધું હોવા છતાં તેઓ ખૂબ વિનમ્ર અને વિનયી વર્તન રાખે છે. મુંબઈના પ્રેમપુરી આશ્રમમાં બહોળો શ્રોતાવર્ગ તેમનો ચાહક છે. તેમના પ્રવચનમાં જે દૃષ્ટાંતો આપે છે તે રોજિંદા જીવનમાં બનતા પ્રસંગોનાં હોવાને કારણે ખૂબ જ અસરકારક બની રહે છે અને પ્રવચનને થોડું હળવું કરવામાં ઉપયોગી થાય છે. મને અંગત રીતે તેમના પરિચયથી ઘણું જાણવા-શીખવા મળેલ છે અને મારું સદ્ભાગ્ય છે કે તેમનો નિર્ચાજ પ્રેમ મને હંમેશાં મળતો રહે છે. જૈન ધર્મનું તેમનું જ્ઞાન વિશ્વસ્તરે આદર પામેલ છે અને તેમને અનેક પારિતોષિક અને એવોર્ડો મળ્યાં છે. તેમના વિશે તેમની પ્રવૃત્તિના જુદા જુદા ક્ષેત્રના પ્રદાનને દર્શાવતું પુસ્તક પ્રગટ થાય તે ખૂબ જ યોગ્ય છે અને તે સૌને પ્રેરણાદાયક તથા આદર્શરૂપ થાય તેવું છે. આ પ્રસંગે તેમના પ્રત્યેનો મારો આદરભાવ વ્યક્ત કરતાં આનંદ અનુભવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશાં તંદુરસ્ત રહે, દીર્ધાયુ થાય અને જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રે તેઓ વધુ ને વધુ યોગદાન આપતા રહે. હાલમાં તેમને પદ્મશ્રી'નો ઇલકાબ ભારત સરકાર તરફથી આપવામાં આવેલ છે તે તેમની ખૂબ જ યોગ્ય કદર થઈ કહેવાય – આવી અનેક સિદ્ધિઓ તેઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા. જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને શ્રી પ્રેમપુરી આશ્રમમાં સેવાકાર્ય કરનાર 366 રચનાત્મક અભિગમ Page #400 -------------------------------------------------------------------------- ________________ કુલ પવિત્રં, જનની કૃતાર્યા અમારા દેસાઈ પરિવારની વંશાવળીની ખોજ કરીએ તો વહીવંચાની નોંધમાંથી એક “ગોબરકળશા' વંશાવળી મળે છે. કળશાના પુત્ર ગોબરભાઈના પુત્ર એવા હિમચંદભાઈ અને હરિબાને ચાર સંતાનો હતા – જીવરાજ, વિરચંદ, દીપચંદ અને લહેરીબા. આમાં વીરચંદભાઈ તે કુમારપાળના દાદા થાય. આ વીરચંદભાઈએ વિજાપુર તાલુકાના વરસોડા ગામમાં કારભારી તરીકે કામગીરી શરૂ કરી હતી. આશરે ત્રેવીસ વર્ષની ઉમરે ૧૫ રૂપિયાના પગારથી એમણે આ નોકરી સ્વીકારી. એમના મોટાભાઈ જીવરાજભાઈ નાની ઉંમરમાં ગુજરી ગયા અને નાના દીપચંદભાઈએ દીક્ષા અંગીકાર કરી. આથી પોતાના કુટુંબની જવાબદારી ઉપરાંત વીરચંદભાઈએ બંને ભાઈઓના કુટુંબની જવાબદારી સ્વીકારી હતી. બાહોશ, ચતુર અને કુશાગ્ર બુદ્ધિવાળા વીરચંદભાઈની કુટુંબભાવના અદ્ભુત હતી. માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ કાયદાઓનું જ્ઞાન અને કોઠાસૂઝ એવા કે કોર્ટના વકીલો પણ એમની કાયદાકીય સલાહ લઈને કેસ લડતા તેમજ જીત મેળવતા. કામમાં ચોકસાઈ અને ચીવટ પણ એવી જ. આ વીરચંદભાઈના પુત્ર તે બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખ) અને એમના પુત્ર તે કુમારપાળ. દેસાઈ પરિવારમાં ઓતપ્રોત થઈ ગયેલા કુમારપાળ વિશે શું લખું ? ધરતીમાંથી જ પ્રગટતા અંકુરથી માંડીને એક વૃક્ષ સુધીનો વિકાસ 367 જશવંત વીરચંદ દેસાઈ Page #401 -------------------------------------------------------------------------- ________________ નજરોનજર અને પડખોપડખ જોયો હોય તેને વિશે વાત કરવી ઘણી મુશ્કેલ હોય છે. અમારા પરિવારની પરિવારભાવના એવી અનોખી કે લગ્નપ્રસંગ કે અવસાનના સમયે એકેએક વ્યક્તિ ઉપસ્થિત હોય. સ્થાન કે માનને ભૂલીને સહુ કોઈ કામ કરતા હોય. કુટુંબમાં કોઈનું અવસાન થયું હોય અને પછી સ્મશાનેથી પાછા આવ્યા બાદ ઘરના લોકોને પીરસતા કુમારપાળને જોયા છે. એના વ્યક્તિત્વના ગુણોની શી વાત કરું? મારા આ ભત્રીજાને એના પિતાશ્રી જયભિખ્ખ' કુમારપાળને બદલે “કાનો' એવા ટૂંકા નામે બોલાવતા. જયભિખ્ખએ ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીમાં શ્રી વિરતત્ત્વ પ્રકાશક જૈન મંડળમાં જૈન ધર્મ અને જેને ન્યાયનો અભ્યાસ કર્યો હતો. જેને સાધુઓએ આ સંસ્થાની સ્થાપના પાછળ એક ઉદ્દેશ એવો રાખ્યો હતો કે આમાંથી અભ્યાસ કરેલો યુવાન વિદેશમાં જઈને ધર્મપ્રસાર કરે. એક અર્થમાં કહીએ તો સંસ્થાની એ ભાવના જયભિખ્ખમાં નહીં, બલ્ક કુમારપાળ દ્વારા સાકાર થઈ. જે મહાનુભાવોએ પોતાના વિરલ વ્યક્તિત્વ દ્વારા જૈનદર્શનની વિરલ સેવાઓ કરી છે અને વિદેશની ધરતી પર એનો પ્રસાર કર્યો છે તેવી વ્યક્તિઓમાં કુમારપાળ દેસાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય. કુમારપાળનું તન અને મન સ્વસ્થ છે. બીજાના હૃદયને સાંત્વના આપીને અથવા તો બીજાને ઉપયોગી થવામાં એ આનંદ માને છે. જીવનમાં મુશ્કેલીઓ અને આપત્તિઓ તો ઘણી આવી પણ એની સામે પોતાની આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસથી એણે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી. માત્ર સ્વવિકાસને બદલે એણે સ્વવિકાસની સાથોસાથ જનવિકાસનો પણ વિચાર કર્યો છે. પરિણામે એણે બીજાઓ માટે પોતાની હૃદયસરિતાના નિર્મળ જળનું ઝરણું અવિરતપણે વહેવડાવીને લોકપ્રેમ સંપાદિત કર્યો. આવા કુમારપાળ દેસાઈને ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકારનો પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કરવાની ઘોષણા થઈ તે ક્ષણથી જ અમારો દેસાઈ પરિવાર આનંદ અનુભવે છે. અમારા કુટુંબના વડીલ જયભિખ્ખમાં અસાધારણ આત્મવિશ્વાસ, અડગ મનોબળ, નિર્ભયતા, સાહસિકતા, ધાર્યું કામ પાર પાડીને જંપવાની વૃત્તિ, સદાય આશાવંત અને પ્રસન્ન પ્રકૃતિ, ઉદારતા, માણસાઈ, પરગજુવૃત્તિ જેવા અનેક ગુણો હતા. આ ગુણોનો વારસો તો કુમારપાળમાં જોવા મળે છે, પરંતુ એથીય વિશેષ કાર્યો કરીને પિતા કરતાં પુત્ર સવાયો બને એવી ભાવના ચરિતાર્થ કરી છે. કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વ્યવહારિક કુશળતા અને સામાન્યમાં સામાન્ય માનવી પ્રત્યે પ્રગાઢ સહાનુભૂતિ એ એનો જીવનમંત્ર છે. સાક્ષર જયભિખુની સ્મૃતિમાં પ્રતિવર્ષ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાનનું આયોજન થાય છે. આવું એક વ્યાખ્યાન અમદાવાદના ભાઈકાકા હૉલમાં યોજવામાં આવ્યું હતું ત્યારે કુમારપાળે “જયભિખ્ખની તસવીર સમક્ષ દીપપ્રાગટ્ય કરવાનું કામ તુલસીદાસ દેસાઈને સોંપ્યું હતું. “ભગત'ના નામથી ઓળખાતા આ તુલસીદાસે જીવનભર “જયભિખૂની સેવા કરી હતી. આ રીતે આ પ્રસંગે કુમારપાળની નાના માનવીઓ માટેની અદ્ભુત સહાનુભૂતિ અને ઉત્તમ પ્રેમનાં દર્શન થયાં. 368 કુલ પવિત્ર, જનની કૃતાર્યા Page #402 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળનું બાળપણ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલની પાસે આવેલા માદલપુર ગામના પટેલના માઢમાં વીત્યું. આ સમયે જયભિખ્ખું આ પટેલના માઢમાં શાંતિલાલ બેચરદાસ પટેલના ભાડાના મકાનમાં રહેતા હતા. બાળપણમાં સ્વભાવે શાંત કુમારપાળ વારંવાર બીમાર પડતા. સાત વર્ષની નાની ઉંમરે તાવની ગંભીર બીમારી આવી. તાવ લાંબા સમય સુધી રહેતો. વળી એકના એક સંતાન હોવાથી સહુના જીવ ઊંચા થઈ જતા. બે-ત્રણ વખત તો મૃત્યુના મુખમાંથી કુદરતે એને બચાવી લીધો. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધી કુમારપાળને એમનાં માતુશ્રી જયાબહેન પાસેથી અદમ્ય પ્રેમ અને મમતા મળ્યાં. માતાએ ખૂબ મમતા સાથે માવજતથી કુમારપાળનું ઘડતર કર્યું. કુમારપાળના સાત વર્ષથી સત્તર વર્ષના સમયગાળાનો વિચાર કરે તો એ સમયે કપડાં પહેરવાની કુમારપાળની ચીવટ આંખે ઊડીને વળગતી હતી. કપડાં સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ અને એ સમયે રતનપોળમાં આવેલા ગોવાનિસ સીવણ માસ્ટર પાસે એ કપડાં સિવડાવતા. તેને માતુશ્રી પાસેથી વડીલોનો આદર કરવો, કુટુંબ તરફ અગાધ સ્નેહ રાખવો અને બીજાને હેત અને પ્રેમ આપવાં એવા સંસ્કારો મળ્યા હતા, જ્યારે પિતાશ્રીની સાહસિક વૃત્તિ અને જિંદાદિલીનો વારસો પણ કુમારપાળને પ્રાપ્ત થયો છે. જયભિખ્ખું હંમેશાં કહેતા કે, “કદી કાયર બનશો નહીં. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા' – સારી વાત ગ્રહણ કરો, આજનું કામ આજે જ કરો, કાલ પર છોડશો નહીં. આ બધા સંસ્કારોને પરિણામે કુમારપાળનું જીવનઘડતર થયું અને એ પછી કુમારપાળે અથાગ પરિશ્રમ કર્યો અને સતત પરિશ્રમ કરીને સિદ્ધિનાં ઊંચાં શિખરો પ્રાપ્ત કર્યા. છેલ્લાં ત્રીસેક વર્ષના સમયપથ પર નજર નાખું છું તો મને એમ લાગે છે કે મેં કુમારપાળને કદી ક્રોધ કરતા જોયો નથી. કોઈની સાથે ઝઘડો કેમ થાય એ વાત એના વિશ્વકોશમાં મળતી નથી. એનો કોઈ દુશ્મન હોય તે પણ વિચારી શકતો નથી. આવી ઉદારતા અને બહુમુખી પ્રતિભા ધરાવતો માનવી દરેકના મન જીતી લે એમાં શી નવાઈ ? આને પરિણામે જ જૈન સમાજના ચારે ફિરકાના મુરબ્બીઓને એ એકસાથે રાખી શકે છે અને જૈન સમાજનું કાર્ય કરી શકે છે, કારણ કે તેને કોઈ ધર્મ, મત, પંથ, સંપ્રદાય કે ગચ્છવાદના સંકુચિત સીમાડા નડતા નથી. દરેક મુરબ્બીઓને કુમારપાળ અમારા છે એમ લાગે છે. દૂરગામી દીર્ધદષ્ટિ, ઉદાર મનોવૃત્તિ અને સારગ્રાહી પ્રવૃત્તિઓને લઈને એણે જેને દર્શનનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ જૈન વિદ્યાનો અમૃતમય લાભ પૂ. સાધ્વીજીઓ અને અભ્યાસી વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી અપાવવા માટે ઉપયોગી બન્યો છે. એની સમતા, સત્યપ્રિયતા અને આત્મપરાયણતા અતિ વિરલ છે. દેસાઈ પરિવારનું કોઈ પણ કામ હોય તો તે તત્કાળ હાથ ધરે, તેનો ઝડપી ઉકેલ આવે તેવો સરળ માર્ગ શોધી આપે. પરિવારની પાસે પૂર્વજોનો ઇતિહાસ હોવો જોઈએ. એને ખ્યાલ આવવો જોઈએ કે એના 369 જશવંત વીરચંદ દેસાઈ Page #403 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજો ક્યાં વસતા હતા અને શું કરતા હતા. આને માટે દેસાઈ પરિવારની વંશાવળી તૈયાર કરવાનું નક્કી કર્યું અને તેમાં પણ કુમારપાળે અમૂલ્ય ફાળો આપ્યો. આવતી પેઢીને એના દ્વારા પોતાના પરિવારના ઇતિહાસની યોગ્ય જાણકારી પ્રાપ્ત થશે. અમારા દેસાઈ પરિવારની ઇમારત અત્યાર સુધી ત્રણ વિદ્વાનોથી સુશોભિત હતી. આ ત્રણ સ્તંભો એટલે રતિલાલ દીપચંદ દેસાઈ, બાલાભાઈ વીરચંદ દેસાઈ અને નીતિનકુમાર રતિલાલ દેસાઈ. પરિવારના આ સ્તંભોએ જૈન સમાજ અને જૈન સાહિત્યની અનુપમ સેવા કરી છે. સાદગીપૂર્ણ અને કરકસરયુક્ત જીવન જીવીને વાણિજ્યપ્રધાન એવા સમાજમાં સરસ્વતીની ઉપાસના કરી છે. આમાંથી કોઈએ ધન કે સમૃદ્ધિને મહત્ત્વ આપવાને બદલે જીવનભર વિદ્યાવ્યાસંગી માટે ભેખ લીધો. લાંબા સમયથી પરિવારની એક એવી પ્રતીક્ષા હતી કે જો ચોથો સ્તંભ મળે તો તેના આધારે ઇમારત અતિ ભવ્ય અને સુંદર બને થોડા જ સમયમાં આ ચોથો સ્તંભ પણ પરિવારને પ્રાપ્ત થયો અને દેસાઈ કુટુંબની ઇમારત ભવ્ય અને સમૃદ્ધ બની. આ ચોથો ભવ્ય સ્તંભ એ કુમારપાળ દેસાઈ. અમારો પરિવાર આ ચાર સ્તંભ પર આવેલી ઇમારતથી – આગવો અને ઊજળો બન્યો. શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ હોય, ક્રાંતિકારી સંત સચ્ચિદાનંદજી હોય, દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડ હોય કે ઉદ્યોગપતિ શ્રી રતિભાઈ ચંદરયા હોય અથવા તો અમેરિકાથી ભારત આવીને નિસ્વાર્થ ભાવે સેવા કરનાર ભેખધારી ડૉ. મણિભાઈ મહેતા હોય – આ બધા કુમારપાળને અનોખો આદર આપે. નાના એવા લાગતા 'કનૈયા'ની યોજના કે દરખાસ્તનો કદી અનાદર ન કરે. તેઓ માનતાં કે આમાં સંસ્થાનું શ્રેય હશે જ. આ એની વિરાટતાનું દર્શન છે. કનૈયાનું બાહ્ય સ્વરૂપ નાનું લાગે પણ અંદરનું સ્વરૂપ વિરાટ છે. કુમારપાળની નિષ્ઠાભરી, નિસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધનાનો લાભ કુટુંબ સમાજ અને રાષ્ટ્રને ઘણો પ્રાપ્ત થયો છે. માતાની મમતા અને પત્નીના સહયોગને કારણે તેઓ પ્રગતિનાં ઊંચાં સોપાનો સિદ્ધ કરી શક્યા છે. એક અર્થમાં કહીએ તો માતાની વિદાય પછી માતાની સંભાળની જે ખોટ હતી તે પ્રતિમાએ, જાણે અર્ધી મા હોય એ રીતે પૂરી કરી. સમાજનાં કામોમાં અને તેમાં પણ કુટુંબીજનોએ કહેલાં કામોમાં મુશ્કેલી વેઠીને પણ કુમારપાળે સાથ આપ્યો છે. કલોલમાં આનંદધામ નામના વૃદ્ધાશ્રમનો પ્રારંભવિધિ હતો. આ સમયે અતિથિવિશેષ પદે કુમારપાળ હતા. સહુ જમવા બેઠા પણ તેઓ ન બેઠા અને કહ્યું કે મારા કુટુંબના વડીલ જશુકાકા આવે પછી જ ભોજન લઈશ. પગમાં દુઃખાવો હોવા છતાં લીંબડીમાં નજીકના સ્વજનોની સંસ્થાનું ઉદ્ઘાટન કરવાનું હતું ત્યારે એ દુઃખાવો વેઠીને પણ એ લીંબડી તો આવ્યા પણ ઉદ્ઘાટન પૂર્વે યોજાયેલી નગરયાત્રામાં 370 કુલ પવિત્ર, જનની કૃતાર્થ Page #404 -------------------------------------------------------------------------- ________________ પણ સામેલ થયાં. એને કોઈ પણ કામ સોંપીએ તો કદી ના નહીં. એક વાર અમારા એક વડીલના ઉત્સવ નિમિત્તે સ્મૃતિચિત બનાવવાનું હતું. બેત્રણ દિવસ જ બાકી હતા. અને આ વાત કરી, એણે નવી ડિઝાઇન બનાવી, એના બનાવનારને રૂબરૂ બોલાવ્યા અને સમયસર તથા સુંદર રીતે આ કાર્ય પાર પાડી આપ્યું. જેની વિશ્વમાં પ્રસિદ્ધિ હોય, ભારતમાં ઊંચી સિદ્ધિ હોય, સમાજમાં અનોખી મહત્તા હોય તેવી વ્યક્તિ સામાન્ય રીતે પોતાના આપ્તજનોની અને કુટુંબીજનોની ઉપેક્ષા કરતી હોય છે, જ્યારે અહીં તો એ સિદ્ધિનું આખુંય વિશ્વ એ કુટુંબથી શરૂ થાય છે અને તેથી જ તે પ્રાચીન સુભાષિત કુમારપાળને યથાર્થ રીતે લાગુ પડે છે. આવા મહાનુભાવોને ઉદ્દેશીને એમાં કહ્યું છે: “કૃતં પવિત્ર, जननी कृतार्था, वसुन्धरा पुण्यवती च येन'. 37i જશવંત વીરચંદ દેસાઈ Page #405 -------------------------------------------------------------------------- ________________ अडिग मन के धनी श्रा कुमारपाल देसाई के निरन्तर उँचे जाते हुए ग्राफ को देखकर दुष्यंतकुमार की यह पंक्तियाँ याद आ रही हैं : कैसे आकाश में सूराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो । __चार-चार दशकों से मूल्यनिष्ठ पत्रकारिता, साहित्य एवं सार्वजनिक क्षेत्रों में सक्रिय रहनेवाले डॉ. कुमारपाल देसाई अपने कार्यों के द्वारा जाने जाते हैं, भले ही उन्हें अपने पिता की साहित्यिक विरासत मिली हो । विरासत भी वही संभाल सकता है जिसके पास दृष्टि हो । कहने की आवश्यकता नहीं है कि कुमारपाल देसाई ने उसमें वृद्धि ही की है। ‘जयभिख्खु के पुत्र के रूप में कुमारपाल देसाई को पहचाननेवाली पीढ़ी वृद्ध हो चुकी है । इस समय 'ईंट और इमारत' एवं 'झाकल बन्यू मोती' के लेखक कुमारपाल देसाई गुजरात के सार्वजनिक क्षेत्र में विशिष्ट पहचान रखते हैं। यह पहचान लोकप्रिय स्तंभलेखक के रूप में ही नहीं, वे कुशल व्यवस्थापक, मूल्यनिष्ठ पत्रकार, साहित्यकार, विद्यार्थीप्रिय अध्यापक एवं जैनदर्शन के मर्मज्ञ के रूप में देश-विदेश में प्रसिद्ध हैं। डॉ. कुमारपाल देसाई से मेरा पहला परिचय करीब बाईस वर्ष पहले हुआ था, जब वे लींबडी (सौराष्ट्र) के कॉलेज में ‘साहित्य अने समाज' पर व्याख्यान देने आए थे। मैं वहाँ हिन्दी का अध्यापक था। एक श्रोता के रूप में व्याख्यान सुन रहा था। प्रश्नोत्तरी के समय विद्यार्थियोंने साहित्य पर नहीं, आलोक गुप्त 372 Page #406 -------------------------------------------------------------------------- ________________ क्रिकेट और उसमें भी कपिल देव के बारे में विशेष प्रश्न पूछे थे, कुमारपालजी तब तक क्रिकेट विशेषज्ञ के रूप में प्रसिद्ध हो चुके थे। मैंने साहित्य से संबंधित प्रश्न पूछा तो उन्होंने कहा कि कम से कम इस विषय पर प्रश्न तो पूछा गया। यह मेरा उनसे पहला परिचय था। मैं 1995 में गुजरात युनिवर्सिटी के भाषा-साहित्य भवन में हिन्दी के अध्यापक के रूप में आया, उसके बाद कुमारपालजी से नियमित मिलना होने लगा। हमारे कमरे आमने-सामने थे। यद्यपि भाषा-साहित्य भवन की आबोहवा में गंभीरता एवं आभिजात्य की प्रबलता है, फिर भी कुमारपाल देसाई जब भी मिले ऊष्मापूर्ण ढंग से मिले । भाषा-साहित्य भवन के इस माहौल में पूरी तरह ढलना अभी भी संभव नहीं हो पाया है। आज भी विद्यार्थी नि:संकोच मिलते हैं, उस समय तो बहुत आते थे, जिससे काम में रुकावट भी पड़ती थी। दूसरी ओर, कुमारपालजी के रूम में मैंने कभी शोरगुल नहीं सुना। उनका आना, विद्यार्थियों से मिलना कुछ इस तरह से सुचारु रूपसे चलता था कि यदि उनसे मुलाकात नहीं हो, तो लगे ही नहीं की वे उपस्थित हैं। कुमारपाल देसाई गुजराती विभाग के अध्यक्ष बने और गुजराती विभाग में कार्यक्रमों की भरमार होने लगी। उनके गुजरात साहित्य अकादमी के उपाध्यक्ष बनने से तो कई महत्त्वपूर्ण सेमिनारों से भाषा-भवन के विद्यार्थी लाभान्वित हुए हैं । इन कार्यक्रमों में भाग लेते हुए जिसका मैंने अनुभव किया, उसका उल्लेख किए बिना नहीं रह सकता। ‘सेमिनार कल्चर' के विकसित होने पर जहाँ 'पुरानी पूंजी' को ही वाग्जाल से नया करके पेश किया जाता है, वहाँ कुमारपालजी विषय के बारे में पर्याप्त तैयारी के साथ सेमिनार में आते थे। फिर चाहे प्रासंगिक उद्बोधन हो या आधार वक्तव्य, उन्होंने इस बारे में निराश नहीं किया। ___डॉ. कुमारपाल देसाई जैन दर्शन पर व्याख्यान देने प्रतिवर्ष विदेश जाते हैं। वैसे तो उनके विदेश प्रवास का पता समाचार पत्र से मिलता था, लेकिन किसी आलेख को हिन्दी में प्रस्तुत करना हो तो कुमारपालजी मुझे अवश्य याद करते। इसी तरह अपनी हिन्दी पुस्तक के बारे में मेरी राय जानते और उसे गंभीरता से लेते। 'अपाहिज तन अडिग मन' पुस्तक के शीर्षक को लेकर काफी विचारमंथन किया गया। बाद में यह शीर्षक निश्चित हुआ। डॉ. कुमारपाल देसाई भाषा-साहित्य भवन के अध्यक्ष बने और कुछ समय में गुजरात युनिवर्सिटी के कला संकाय के डीन नियुक्त हुए। अब इस नए दायित्व को भी वे सुचारु रूप से निभाते आ रहे हैं। कितनी पेचीदी समस्या हो, वे शांतिपूर्ण ढंग से उसे सुलझाने का प्रयत्न करते हैं। इसमें उनका एक महत्त्वपूर्ण गुण बहुत सहायता करता है । वह है संयम । वे मितभाषी तो है ही, अच्छे श्रोता भी हैं। 373 अलोक गुप्त Page #407 -------------------------------------------------------------------------- ________________ बहुत बार अध्यापक मित्र अपने-अपने प्रश्नों को लेकर आते हैं, आवेश में अपनी बात कहते हैं और कुमारपालजी बडे शांति से सुनते हैं, उनके आवेश को निकल जाने देते हैं। वह अध्यापक सुनाने के बाद संतोष मान लेता हैं । आधी समस्या सुलझ गई हो ऐसे भाव से वापस जाते हुए मैंने कई मित्रों को देखे हैं। पिछले चार दशकों से विविध क्षेत्रों में सक्रिय इस व्यक्तित्व की सफलता का रहस्य समझना सरल नहीं है। यह सच है कि प्रत्येक व्यक्ति यश की कामना रखता है। डॉ. कुमारपाल देसाई को कई राष्ट्रीय-अन्तर्राष्ट्रीय पुरस्कार, पदक मिल चुके हैं। यदि मात्र यश-पद की आकांक्षा होती तो वह अब तक पूर्ण हो चुकी है। लेकिन कहीं न कहीं समाज-जीवन के प्रति का दायित्वबोध उनकी यात्रा को विराम नहीं लगने देता। यह यात्रा शिखर की ओर इसी तरह बढती रहे, यही आकांक्षा है। 374 अडिंग मन के धनी Page #408 -------------------------------------------------------------------------- ________________ એક કામ એમને નથી આવડતું ડા. કુમારપાળ દેસાઈનાં કાર્યોથી સૌથી વધુ પ્રસન્ન કોણ હશે ? સમય પોતે. ક્ષણેક્ષણને, પળેપળને ધન્ય બનાવનાર, સમયના સોનાને ઉત્તમ રીતે પ્રયોજનાર એક માણસ તો છે, આપણી વચ્ચે. આ જેવુંતેવું આશ્ચર્ય નથી. પોતાની દરેક પ્રવૃત્તિને ખૂબ જ સરળતાથી, સહજતાથી, ભાર વગર કરી દેખાડવી, અનેક કાર્યોની વ્યસ્તતા છતાં હળવાફૂલ હોવું તે એમના સિવાય અન્ય કોણ કરી શકે ? પોતાના જીવનકાર્યને એક લીલા' રૂપે જીવી જાણે છે. મારા મનનો સતત એ કોયડો રહ્યો છે કે એક માણસ એકસાથે આટલી પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકે ! હજી જવાબ નથી મળ્યો. ભલે એ આશ્ચર્ય અકબંધ રહ્યું. આજના યુવાનોને ટાઇમ મેનેજમેન્ટ આકર્ષે એવો વિષય છે. એ યુવાનોનો આદર્શ બની શકે એવું કુમારપાળભાઈનું વ્યક્તિત્વ છે. કાર્યો એમની પાસે આવીને ઊઘડતાં જાય, ખીલતાં જાય અને પૂર્ણતાને પામતાં જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ કા એક દિન’ એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી જોઈએ. બધું કર્યા પછી એમના મનને કેમ પામી શકીશું ? એમના મનમાં ચાલતા વિચારોને એ પામવા નથી દેતા. માણસને કંઈક અદ્ભુત આપવાની, પમાડવાની, પહોંચાડવાની, વહેંચવાની અભીપ્સા એમની પાસેથી નવાં નવાં કાર્યો કરાવે છે. માણસને વર્તમાન સમયમાં પણ સુખ સુધી લઈ જઈ શકાય એ એમની મનોભાવના હશે. જ્ઞાનથી માણસ તરી શકશે ગુલાબ દૈચ્યિા 375 Page #409 -------------------------------------------------------------------------- ________________ એ એમની પાયાની માન્યતા હશે. અનેકાન્તને વ્યવહારમાં પામનાર વ્યક્તિ તે કુમારપાળભાઈ છે, એમને કોઈ સામે ફરિયાદ નથી, કોઈની અસૂયા કરવાનો સમય નથી. પોતાના સિવાય કોઈની સાથે હરીફાઈ કરવાની ઇચ્છા નથી. વખતોવખત અમેરિકા જનાર કુમારપાળભાઈ જ્યારે નાયગરા ધોધ જોવા જતા હશે ત્યારે એમને જોઈને નાયગરા ધોધને વિચાર થતો હશે – જો માણસનું રૂ૫ મારે લેવાનું હોય તો હું અસલ આવો હોઉં. પોતાની વગનો ઉપયોગ સમાજહિત માટે કરવો એ એમની વિશેષતા છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ અને ધર્મ – બધું જ આજના જીવનને કેમ ઉન્નત બનાવે, પ્રમાદની જ્યાં જૂની જાગીરો છે એવા ભારત દેશમાં યુવાનોને નવી દિશા કેમ મળે એ એમની પ્રવૃત્તિઓની નેમ છે. હું મારા ગુરુઓની બાબતમાં ખૂબ જ શ્રીમંત – નસીબદાર છું. મારે કુમારપાળભાઈ પાસે પીએચ.ડી. કરવાનું આવ્યું. એમણે બધું આયોજન કરી આપ્યું. જરાય ગુરુપણું દેખાડ્યું જ નહિ. ડિગ્રી મળ્યા બાદ મુંબઈમાં મિત્રોએ તેજપાલ હૉલમાં કાર્યક્રમ રાખ્યો. ગુરુજી પોતાનું ટિકિટભાડું ખર્ચીને આવ્યા. પ્રસંગને ઉત્સવ બનાવી દીધો. “સ્વામી આનંદનું જીવન અને કાર્ય એ વિષયમાં મને જે જ્ઞાન એમણે આપ્યું તે અદ્ભુત છે. ગુજરાતી ગદ્યને પામવાની કૂંચી આપી દીધી. એ મર્યાદાઓ બધાની જાણે, પણ મર્યાદાઓ એમને નડે નહિ. એ તો હીરને પારખી જાણે. દરેક માણસ પાસે કંઈક ઉત્તમ હોય છે, તે બહાર લાવવા સહાયક થવું એ એમનો ઉદ્યમ. તેઓ મોટાઓની સાથે ચાલે છે અને નાનાઓને સાથે રાખે છે. ખરેખર તો એમના સાંનિધ્યમાં કોઈ નાનુંમોટું હોતું જ નથી. બધા કુમારપાળ મહારાજાની છત્રછાયામાં પ્રસન્ન હોય છે. એમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સત્કાર્ય માટે દાન આપનારને પૂર્ણ વિશ્વાસ હોય છે કે એ દાન ઊગી નીકળશે અને એવું જ થાય છે. શિક્ષક હોય એને વહીવટ ન ફાવે, વહીવટકારને સાહિત્ય ન સદે, સાહિત્યકારને રમતગમતમાં રસ ન પડે, ખેલકૂદના રસિયાને ધર્મ-અધ્યાત્મ ન જામે અને ધર્મ-અધ્યાત્મના અભ્યાસીને બીજું ઘણું ન આવડે એવું સામાન્ય રીતે બનતું હોય છે. પણ એક જ માણસને આ બધું સરખું ફાવે એ તો અસામાન્ય જ કહેવાય. આપણાં દેવી-દેવતાઓને અનેક હાથવાળાં કલ્પવામાં આવ્યાં છે એ પ્રતીક કુમારપાળભાઈને જોતાં સારું લાગે છે. હા, કુમારપાળભાઈને એક કામ નથી ફાવતું તે છે બગાસાં ખાવાનું. એમને બગાસું ખાતાં ભાગ્યે જ કોઈએ જોયા હશે. સર્જકતા, સમસંવેદન, સમાજહિત અને સંવાદની અદીઠ સરવાણીઓ એમને સદા પ્રસન્ન અને ચિરયુવા રાખે છે. 376 એક કામ એમને નથી ફાવતું Page #410 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં ‘સમવાય’ની જે વિભાવના છે તે કુમારપાળભાઈને પૂરી રીતે લાગુ પડે છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત ભાગ્ય અને સૌથી વધુ પુરુષાર્થ એમનાં કાર્યોને સફળતા અપાવે છે. કાળ એટલે સમય એમનો પરમ સખા છે. સ્વભાવ એટલે સિંહનો પુત્ર સિંહ થાય તેમ ‘જયભિખ્ખુ’ના પુત્ર કુમારપાળ થાય. સર્જકના સંસ્કાર છે. બધું ઉત્તમ ક૨વું અને શબ્દ દ્વારા લોકોને આપવું એ એમની નિયતિ છે. પૂર્વજન્મની પુણ્યાઈ છે જેથી અપ્રમાદથી બધું કરી શકે છે અને મૂળ વસ્તુ તે એમનો પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ, અથાક કર્મનિષ્ઠા છે. જે કાર્યસિદ્ધિ લાવે છે. આજે એમનાં કાર્યોનો વ્યાપ માન્યામાં નથી આવતો તો આવતી કાલે આ બહુભુજ’ની કાર્યશક્તિને કેમ માની શકાશે ! હા, કરવા જેવું એક કામ એ છે કે એમની કામ કરવાની પદ્ધતિમાંથી પ્રેરણા લેવી, એમની સફળતાને સમજવી, એમના ઓજારોને તપાસવા અને એમના વ્યવહારુ જ્ઞાનને પામવા પ્રયત્ન કરવો. સમય અને કુમારપાળ બન્ને પરમ મિત્રો. એકમેકના ખભે હાથ મૂકીને સસ્મિત ચાલી રહ્યા છે અને નવા નવા માર્ગો ઊઘડતા રહે છે. 377 ગુલાબ દેઢિયા Page #411 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ, તેમનાં ખમીર અને ખમીરવંતી દેશદાઝથી રંગાયેલા, આઝાદી ચળવળના સાક્ષી અને સહભાગી કુટુંબની સાથે મારો પરિચય ઘણાં લાંબા વર્ષોનો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે તેમની સાથે એક જ સોસાયટીમાં રહીએ છીએ. આકાશ તેમની બાલ્યાવસ્થાથી અત્યાર સુધીનાં વિરાટ કદમોને નજીકથી જોવાનો લ્હાવો મળ્યો તે પણ એક કુદરતી સંકેત જ. બગીચાના કોક અણજાણ ખૂણે જન્મેલા ગુલાબને પોતાની હાજરીની નોબત જેવી સિદ્ધિ, ઘરતી પરનો સ્નેહ વગાડવી પડતી નથી. એનું કામ તો પવન જ કરી આપે છે. સારાં કામના કરનારને બોલવું પડતું નથી, એનું કામ જ બોલે છે અને આ રીતે કુમારપાળનું કામ જ એના નામની આહલેક પોકારે છે. અનિલ ગાંધી તેમના પરિચયના ત્રણ તબક્કા જણાવતાં મને વધુ આનંદ આવશે. પ્રથમ તબક્કો ૧૯૭૫ સુધીનો, બીજો તબક્કો ૧૯૯૦ સુધીનો, ત્રીજો તબક્કો ૨૦૦૪ સુધીનો. આ દરમ્યાન તેમની ઇમારતનું સર્જન જૈનદર્શનની પરિભાષામાં કહું તો શિલાસ્થાપનથી આકાશને આંબતી ઇમારતનાં ચણતર ઊંચાં ને ઊંચાં થતાં ગયાં અને અમારા સહુનો તેઓને સ્વજનરૂપે પામવાનો આનંદ પણ વધતો રહ્યો. પ્રથમનો તબક્કો કુમારભાઈના શિક્ષણનો અને તે સમયે હું પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે માત્ર ચાર વર્ષનો ગાળો એટલે અભ્યાસ અંગેનો પરિચય રહેતો, પણ વધુ પરિચય 378 Page #412 -------------------------------------------------------------------------- ________________ તેઓનાં પિતાનો તથા માતાનો. કોઈ પણ પ્રસંગે તેઓને મળ્યા વગર અથવા તો તેઓની સલાહ વગર આગળ વધવાનું જ નહીં, ત્યાં સુધી કે એન્જિનિયર થયા બાદ પણ પ્રથમ ક્યાં સર્વિસે જવાનું તે પણ તેમના પિતાએ જ નક્કી કર્યું હતું. તેઓનાં માતુશ્રી એટલે સ્વસ્થતાનું સરનામું. તેમના માટે કોઈ વ્યક્તિ અલાયદો નહીં કે કોઈ જુદો નહીં. આવા વાતાવરણમાં થયેલો તેમનો ઉછેર દીપકમાં જ્યોત પ્રમાણે ઝગમગી રહ્યો. તે દરમ્યાન કુમારપાળ વાચન અને લેખનની અનેક પ્રવૃત્તિમાં સતત ડૂબેલા જોવા મળતા. ખૂબ જ શરમાળ પ્રકૃતિ અને ગાઢ આત્મીયતા તેમના લોહીમાં જ. આ દરમ્યાન તેમના પિતાશ્રીએ મને નોકરીમાંથી રાજીનામું આપીને અંગત સાહસ કરી વ્યવસાય કરવાની સલાહ આપી. જો એ સ્વીકારી ન હોત તો અત્યારે આટલી પ્રગતિ પ્રાપ્ત કરી છે, તે થઈ ન હોત. આ તેમના કુટુંબનો અમારા પરનો ઉપકાર. કુમારપાળની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી અને અમે એ પ્રવૃત્તિથી અલગ હોવા છતાં એમના દરેક પુસ્તકની પ્રત અચૂક પહોંચાડે અને તે રીતે તેઓની સાહિત્યિક પ્રવૃત્તિથી માહિતગાર રાખતા રહે. બિલકુલ અભિમાન નહીં અને પ્રવૃત્તિનું ગુમાન પણ નહીં. આ રીતે કુમારપાળની સર્જનયાત્રા વિશાળ ફલકને આંબતી રહી. આજે એમના પિતાશ્રી હાજર હોત તો તેઓ કેટલા બધા ખુશ થયા હોત! લાલ ગુલાબથી કુમારપાળ વધુ ખ્યાતિ પામ્યા‘આનંદઘનજીનાં પદો અને સ્તવનોથી અને અનેક હસ્તપ્રતોના અભ્યાસથી તેઓએ પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી અને યોગી આનંદઘનજીના કવિત્વની આછેરી ઝલકનો પ્રકાશ સમાજને આપ્યો. કુમારપાળની હરણફાળમાં એમના સમગ્ર કુટુંબનું યોગદાન રહ્યું છે. પ્રતિમાબહેન પણ હરહંમેશ તેઓની સાથે દોડતાં રહ્યાં અને સથવારો આપતાં રહ્યાં ! કુટુંબભાવના અનેરી. કુમારભાઈને ત્યાં જ સોસાયટીની મિટિંગો થાય અને તેમનું માર્ગદર્શન મળે. અત્યંત સૌમ્યતાથી અનેકની સાથે પ્રેમથી કુમારભાઈને કાર્ય કરતા જોવા તે પણ એક આનંદદાયક બાબત છે. સોસાયટીમાં પ્રેમાળ વાતાવરણ અને કુટુંબભાવનાનું સર્જન તેમના થકી જ થયું અને થઈ રહ્યું છે. દરેકની આગતા-સ્વાગતા એક સૌરાષ્ટ્રના નરકેસરીને શોભે તેવી. પિતા તથા માતાનાં સંસ્કારસિંચન અને આતિથ્ય તેઓમાં પણ મળે. વક્તા તરીકે બોલવાની રીત એવી કે સાંભળતાં જ રહીએ અને એકાદ-બે કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના પડે. તેઓના સંસ્કાર પણ ગજબના. કુમારપાળ વિદેશના પ્રવાસે જાય ત્યારે તેમનાં માતુશ્રીને પછી પણ પહેલાં મારાં માતુશ્રીને પગે લાગીને આશીર્વાદ મેળવીને જાય. મારાં માતુશ્રી ૯૭ વર્ષનાં હતાં, ત્યાં સુધી તેઓ નમ્ર ભાવે વિદેશ જતાં પૂર્વે અચૂક આવે. આટલી આત્મીયતા અમારા પરિવાર સાથે એમની છે. બીજા તબક્કા દરમ્યાન અંગત રીતે ઘણું મળવાનું થયું. અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે, કારોબારીના સભ્યો તરીકે અગર બીજી અનેક રીતે તેઓનો પરિચય વધતો જ રહ્યો. તેઓની 379. અનિલ ગાંધી Page #413 -------------------------------------------------------------------------- ________________ સાથે ખાસ કરીને શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટની અનેક પ્રવૃત્તિ સાથે કરવાનો મોકો મળ્યો. તે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેઓ મને ખૂબ જ લાભદાયક સહયોગ આપતા રહ્યા અને ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિ દરમ્યાન તેઓએ અમારા પ્રકાશનમાં અનેરું યોગદાન આપ્યું. “Glory of Jainism', જિનશાસનની કીર્તિગાથા', જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વગેરે અનેક પ્રકાશનોમાં તેમણે સક્રિય ફાળો આપ્યો. અને કદાચ તેઓની પ્રવૃત્તિ અને યોગદાનથી અમારી સંસ્થાને દેશવિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી. - જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો’ – “Essence of Jainism' – ની ઘણી બધી પ્રતો વિદેશમાં પહોંચી અને ૧૯૯૩ની જૈન પાર્લામેન્ટમાં પણ આ ગ્રંથની બે લાખથી વધુ નકલો પહોંચી. વીરચંદ રાઘવજી ગાંધીની સો વર્ષ પહેલાંની યાદગાર યાત્રાનું સ્મરણ પણ તેઓની ચીવટથી ખૂબ યોગ્ય રીતે થયું. ડ્યૂક ઑફ ઍડિનબરોને પણ ૧૦૮ તીર્થદર્શનનાં ચિત્રો તેમના મારફત જ ભેટ આપી શકાયાં અને જૈન ધર્મની ઉત્તમ સેવા તેઓની ફળશ્રુતિ બની રહી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની નવમ જન્મશતાબ્દી તથા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ૩૦૦ વર્ષની જન્મજયંતી સમયે પણ તેઓની સાથે આ બંને સંસ્થાના સેક્રેટરી તરીકે મને પણ યોગ્ય માર્ગદર્શન મળ્યું. હેમસ્મૃતિ અને યશોભારતી’નાં પ્રકાશનમાં તેઓની સાથે કામ કરવાનો મોકો મળ્યો તે બદલ ધન્યતા અનુભવું છું. આ જ રીતે હિંદીમાં પણ નિનશાસન ની કીર્તિાથ નામક અમારા પુસ્તકમાં તેઓનું યોગદાન જ મહત્ત્વનું રહ્યું અને એ દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતો અને જૈન ધર્મના વિભિન્ન પાસા પર પ્રકાશ પાડ્યો છે. આ દરમ્યાન તેઓનું સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર અને વ્યક્તિત્વની જીવનશૈલી નજીકથી જોવાની તક સાંપડી. આ જ રીતે અમારા ચંદ્રોદય ચેરિટેબલ ઍન્ડ રિલિજસ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત અંગૂઠે અમૃત વસે' પુસ્તકનું લેખન પણ તેમના ઔદાર્થપૂર્ણ સહયોગથી થયું અને આ ગ્રંથ જૈન સમાજમાં અનેરી ભાત પાડતો ગ્રંથ બન્યો. તેઓનાં સૂચન મુજબ પાનાંના અડધા ભાગમાં ચિત્ર અને અડધા ભાગમાં લખાણની આયોજનપદ્ધતિ સહુને પસંદ પડી. કુમારભાઈ ગ્રંથલેખન કરીને પોતાના કાર્યની ઇતિશ્રી માનતા નથી, બલ્ક સ્વયં એની ગોઠવણી અને આયોજન માટે પ્રેસમાં જઈને માર્ગદર્શન આપે છે. પરિણામે એમણે લખેલાં કે સંપાદન કરેલાં પુસ્તકો એના ઉત્કૃષ્ટ મુદ્રણ માટે પણ ધ્યાન ખેંચે છે. Glory of Jainism, A Pinnacle of Spirituality કે Tirthankara Mahavira એ અંગ્રેજી ભાષામાં રચાયેલા ગ્રંથોની પાછળ એમની મુદ્રણની ઉત્કૃષ્ટ સૂઝ પ્રગટ થાય છે. તેને પરિણામે આ પ્રકાશનો આંતરરાષ્ટ્રીય સ્તરનાં બની રહ્યાં છે. તેઓની દર વખતે નવાં સૂચનો કરવાની શૈલી અનોખી, મૌલિક તથા દૂરંદેશી બતાવનારી હોય છે. મને હરહંમેશ જણાવતા કે તમારી સંસ્થા દ્વારા એમ.એ, એમ.ફિલ. અને પીએચ.ડી. 380 આકાશ જેવી સિદ્ધિ, ધરતી પરનો સ્નેહ Page #414 -------------------------------------------------------------------------- ________________ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપો. મને કહેતા આનંદ થાય છે કે તેઓએ અમારી સંસ્થા માટે અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવવા ખૂબ જ જહેમત લીધી અને અમારી સંસ્થા દ્વારા એક ઉદ્દીપકનું કાર્ય કર્યું. આવા વિરાટકાય માનવીને કેવી રીતે મૂલવવો તે જ પ્રશ્ન. તેઓનો એક ખાસ શોખ એ છે કે તેઓ જે કાંઈ નવું વિચારે, તેમાં અમારા જેવાને અચૂક સાંકળે. તેઓની સાથે અનેક સંસ્થામાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરાવવાનો ખરો યશ તેમને કારણે મળ્યો. દરેકને સારું કાર્ય કરાવવાનું પ્લેટફોર્મ આપીને, યોગ્ય સહયોગ આપીને અનેકને સથવારો આપવાનું અમૂલ્ય કાર્ય કરવું તે એમની એક આગવી મૂડી છે. અને સામી વ્યક્તિમાં રહેલી અખૂટ શક્તિને બહાર લાવવાનું અનેરું કાર્ય તેઓની કાર્યશૈલીનો એક ભાગ છે. આવાં વિવિધ પાસાંથી સફળતા પ્રાપ્ત કરેલ મારા મિત્ર, માર્ગદર્શક અને સ્નેહી ખૂબ ખૂબ યાદગાર પ્રવૃત્તિ કરે અને કરાવે તેવી અંતરની અભ્યર્થના. તેઓશ્રીને પદ્મશ્રી'નો એવોર્ડ પ્રાપ્ત થયો, તેની પાછળ શિક્ષણ, સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યો ઉપરાંત તેઓના સદ્ગુણો, બીજાને મોટો બતાવવાનો પ્રયત્ન, કાર્ય પાછળનું પીઠબળ જ તેઓને હજી ખૂબ જ મોટા એવોર્ડ પણ પ્રાપ્ત કરાવશે જ. આટલી વિરાટ આગેકૂચમાં તેઓ કદી પોતાના જ્ઞાતિના બંધુજનોને વિસર્યા નથી. મારી સાથે ઝાલાવાડ વીસાશ્રીમાળી જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે અમૂલ્ય સેવા આપી રહ્યા છે. પોતાના જ્ઞાતિબંધુ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં, જેવી કે મેડિકલ, સાધર્મિક, શૈક્ષણિક તથા સંસ્થાના સિનિયર સભ્યોનું યોગ્ય સંકલન જાળવી રાખીને અનેક સખાવતો સાથે સલાહસૂચન આપતાં રહ્યાં છે. જ્ઞાતિજનોએ તેમના સન્માનની વાત કરી, ત્યારે તમારામાંનો જ એક છું' એમ કહીને એમણે સન્માનની વાત ટાળી હતી. પોતાના જ્ઞાતિબંધુ માટેની ખંત અને લાગણીનો ધોધ સતત વહાવતા રહ્યા છે. અંતમાં તેઓની ખૂબ પ્રગતિ થાય અને સમાજને ખૂબ જ ઉપયોગી બને તેવી અભિલાષા સેવું છું. 381 અનિલ ગાંધી Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૮ની સપ્ટેમ્બર મહિનાની એક યાદગાર સાંજ ! અમદાવાદની નવગુજરાત કૉલેજના એક ખંડમાં – જે કૉલમની હું નિયમિત વાચક હતી, તે કૉલમના લેખક અમને પત્રકારત્વના પાઠો શિખવાડવા આવવાના હતા. તે વખતે નવગુજરાત મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટના પત્રકારત્વના અભ્યાસક્રમની હું વિદ્યાર્થિની હતી. ડૉ. ચંદ્રકાંત મહેતા આ અભ્યાસક્રમના ડિરેક્ટર હતા, કુમારપાળભાઈ જૉઇન્ટ-ડિરેક્ટર હતા તો વાસુદેવ ક્ષિતિજોની ખોજ મહેતા, બળવંતરાય શાહ, યશવંત મહેતા જેવા વરિષ્ઠ પત્રકારો અને લેખકો અમારા શિક્ષકો હતા. નિત નવી મીનાક્ષી ઠાકર આખો દિવસ ઑફિસના શ્રમને કારણે માનસિક રીતે હું થાકી ગઈ હતી. તે વખતે હું આકાશવાણીમાં નોકરી કરતી હતી. વિચારતી હતી કે ઘેર જતી રહું. પણ થોડી જ વારમાં ઈંટ અને ઇમારત' કૉલમના લેખક ડૉ. કુમારપાળ દેસાઈ વર્ગમાં આવ્યા અને જે સાહજિકતાથી અમારા સોનો તેમણે પરિચય સાધ્યો તે ભુલાય તેવું નથી. તેમના જ્ઞાનનું ઊંડાણ, સમજાવવાની રીત, વિષયને અનુરૂપ દૃષ્ટાંતો આપવાની રસાળ શૈલી અને દરેક સાથે પોતાપણાનો અહેસાસ કરાવવાની તેમની પદ્ધતિને કારણે તે અમારાં સૌ વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની ગયા. પત્રકારત્વની આંટીઘૂંટી, અહેવાલ-લેખનની વિશેષતાઓ અને ટેકનિકો, સંપાદકની ફરજો વગેરે સમજાવનાર ડૉ. કુમારપાળ દેસાઈ સાચા અર્થમાં 382 Page #416 -------------------------------------------------------------------------- ________________ અમારા ગુરુ બની રહ્યા. આકાશને આંખમાં ભરી તેની વિવિધતાને શબ્દો દ્વારા કંડારવાની મહેચ્છા ધરાવનાર સાહિત્યકાર, શિષ્ટ, સાત્વિક અને મૂલ્યલક્ષી સાહિત્યની ઉપાસના કરનાર સર્જક અને પ્રેરક, મૂલ્યનિષ્ઠ તથા આધ્યાત્મિક સાહિત્યના રચયિતા ડૉ. કુમારપાળ દેસાઈની પ્રતિભા આગવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગના વડા ડૉ. કુમારપાળ દેસાઈ લેખક, પત્રકાર, વક્તા, ચિંતક, ક્રિકેટ-સમીક્ષક અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોને પુરસ્કૃત કરતા સાહિત્યના પ્રતિભાશાળી સર્જક છે. વત્સલ ગુરુ અને બાળકોને રાહ ચીંધનાર બાળસાહિત્યકાર પણ છે. વિશાળ દૃષ્ટિ અને કરુણાનો સાગર છલકાવતી આંખો ધરાવતા બહુમુખી વ્યક્તિવિશેષ ડૉ. કુમારપાળ દેસાઈને મારી દીકરી મિતાલીના આરંગેત્રલમાં આશીર્વચન આપવા પધારવા માટે નિમંત્રણ આપવા હું અને મારા પતિ બંને તેમને ત્યાં ગયાં હતાં. તે વખતે કલાકારની કલાસૂઝ અને કલાસાધનાની વાત કરી તેમણે અમને બંનેને અભિભૂત કરી દીધા હતા, તો મુ. પ્રતિમાબહેને પણ અમારું નેહભર્યું અતિથ્ય કર્યું હતું. ચિ. મિતાલીના નાનપણના પ્રસંગો પૂછી અમને અહેસાસ કરાવ્યો હતો કે કલાકારમાં અભિવ્યક્તિ તો બાળપણથી જ હોય છે. શિક્ષક માર્ગદર્શક હોવા જોઈએ, પરંતુ બહુ ઓછા શિક્ષક એવા હોય છે જે વિદ્યાર્થીને માર્ગદર્શન આપી તેનો જીવનકાળ સુધારે. પણ મારા જીવનકાળમાં કેટલાક એવા શિક્ષકો પ્રાપ્ત થયા છે જેમણે મને દિશા ચીંધી હોય. શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરુણાનો સમન્વય. આ ત્રણેય ગુણોનો સમન્વય એટલે કુમારપાળભાઈ. માધ્યમો ઉપરના મારા પુસ્તકનું પરામર્શન કરવાનું હોય કે સાહિત્યિક કાર્યક્રમનું મારે સંચાલન કરવાનું હોય, પ્રકાશન વિભાગમાં પુસ્તકોના વિષયો નક્કી કરવાના હોય કે સેમિનારોનું આયોજન કરવાનું હોય, કે પછી વિશ્વ ગુજરાતી સમાજ જેવી વિશ્વભરના ગુજરાતીઓની સંસ્થા દ્વારા પ્રકાશિત “વિશ્વનીડમ્' સામયિકમાં તેમના લેખની, તંત્રી તરીકે મારે આવશ્યકતા હોય, દરેક વખતે વિનમ્રતાથી તેમણે મને પ્રેરણા, માર્ગદર્શન અને સહકાર આપ્યાં છે. હજી ત્રણેક વર્ષ પહેલાં જ બિનનિવાસી ગુજરાતીઓની વિશ્વકોશ કાર્યાલયની મુલાકાત પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના મંત્રી તરીકે હું તેમની સાથે ગઈ હતી, તે સમયે ડૉ. ધીરુભાઈ ઠાકરની સાથે ઊંડાણથી વાત કરતાં વિશ્વકોશ માટેનો તેમનો પ્રેમ છલકાતો હતો, જે પ્રેરણાદાયી હતો. મારા પીએચ.ડીના સંશોધનકાર્ય દરમ્યાન પણ જ્યારે જ્યારે મને તેમની જરૂર પડી ત્યારે માર્ગદર્શન આપ્યું હતું. એ સંશોધનના પરિણામરૂ૫ મારો ગ્રંથ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તરફથી પ્રકાશિત થઈ રહ્યો છે. તેના પ્રકાશનને આવકાર આપતું લખાણ લખી આપી તેમજ માર્ગદર્શન આપી મને પ્રોત્સાહિત કરી છે. 383 મીનાક્ષી ઠાકર Page #417 -------------------------------------------------------------------------- ________________ પુખ્તવયે શિક્ષકની અસર જુદા પ્રકારની પડતી હોય છે. તે રીતે ડૉ. કુમારપાળ દેસાઈ અને ડૉ. ચંદ્રકાન્ત મહેતા જેવા સાહિત્યકાર અને શિક્ષકોનાં વ્યક્તિત્વની અસર મારા મન ઉપર સતત રહી. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ પ્રત્યે લગાવ વધતો ગયો. સાહિત્યકારો, શિક્ષણવિદો અને પત્રકારો સાથે પણ કોઈ ને કોઈ નિમિત્તે નાતો બંધાતો ગયો અને તે ઉત્તરોત્તર વધતો ગયો, કારણ કે તેમણે અમારા જેવા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો સતત પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીને પણ મિત્ર માનવાના કારણે ચર્ચા અને સમાનતાનો ભાવ અનુભવાતો. દાખલા-દલીલ સાથેનું તેમનું સંભાષણ રહેતું, જેના કારણે એકરૂપતા સધાય અને વિનાસંકોચે અમારી મુશ્કેલી અમે તેમને કહી શકતા. નોકરી અને ઘરની જવાબદારીઓ સાથે પત્રકારત્વનું શિક્ષણ લેવાનું હોવાથી નિયમિત રહેવામાં ક્યારેક મુશ્કેલીઓ નડતી. પણ સહજતાથી આ મુશ્કેલીઓમાંથી વ્યવહારિક માર્ગ કાઢવામાં મહેતાસાહેબે અને દેસાઈસાહેબે જે સહકાર મને આપ્યો છે તે તો આજેય ભુલાય તેમ નથી. આજે પણ થાય છે કે હું તેમની જેમ સતત કાર્યશીલ રહું. આગળ વધવા માટે તેમણે હમેશાં મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વળી ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓમાં ક્ષમતા હોય, પરંતુ આર્થિક પરિસ્થિતિ જો સારી ન હોય તો તેવા વિદ્યાર્થીઓને તેઓ આર્થિક મદદ કરવા ઉપરાંત તેમની રોજગારી અને અર્થ-ઉપાર્જનમાં પણ મદદરૂપ થાય છે તે હું જાણું છું. ત્રણેક વર્ષ પહેલાં જ્યારે અન્ય મહાનુભાવોની સાથે કુમારપાળભાઈને વિશ્વ ગુજરાતી સમાજ તરફથી માના સભ્યપદ એનાયત કરવાનું હતું તે નિમિત્તે મેં તેમને ફોન કરીને મળવાનો સમય માંગ્યો. ત્યારે તેમણે મને કહ્યું કે આવી ઔપચારિકતાની કશી જરૂર નથી. તમે આ અંગેનો પત્ર મોકલી આપશો, તે મને રૂબરૂ મળ્યાતુલ્ય જ હશે. કુમારપાળભાઈની સહૃદયતા, સરળતા, સહજતા અને સંસ્કારિતા દિલને સ્પર્શી જાય છે. ઉત્તુંગ શિખરો સર કરવાનું સ્વપ્ન કોઈને પણ માટે આદર્શરૂપ બની રહે તેમ છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશેનાં એમનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હોંગકોંગ જેવા દેશોમાં ધર્મવિષયક વૈશ્વિક પરિષદો વખતે કે પર્યુષણ દરમ્યાન તેમનાં વ્યાખ્યાનોએ વ્યાપક જિજ્ઞાસા જગાડી છે. ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સમાં અને ૧૯૯૪માં વેટિકનમાં પોપ જોન પોલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળના જેનદર્શનના વિચારક તરીકે ધર્મચર્ચા કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના કો-ઓર્ડિનેટર છે. સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી કામગીરી કરતા ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા 384 નિત નવી ક્ષિતિજની ખોજ Page #418 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી મહાવીર માનવકલ્યાણ કેન્દ્ર, વિદ્યાવિકાસ ટ્રસ્ટ, અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ) વગેરેમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે. આમ વિખ્યાત સાહિત્યકાર શ્રી જયભિખ્ખના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ તેમની બહુમુખી પ્રતિભા દ્વારા અનેકવિધ ક્ષેત્રોમાં આગવી નામના અને લોકચાહના સંપાદિત કરી છે. જીવનને ઊર્ધ્વગામી બનાવવા ધર્મના સિદ્ધાંતોને આપણી જીવનશૈલી સાથે જોડવાનો માર્ગ તેમણે બતાવ્યો. વિશ્વમાં થતા મૂલ્યોના હૃાસ પ્રત્યે તેઓ ખૂબ જ ચિંતિત છે, આથી શાશ્વત મૂલ્યોના આદર માટે તેઓ સતત પ્રવૃત્ત છે. સંસ્કૃતિનાં મૂળ તત્ત્વો, ઉમદા જીવનમૂલ્યો, અને સત્કર્મો દ્વારા તેઓ પોતાનું જીવન ધન્ય કરી રહ્યા છે અને તેમના વર્તુળના સૌને આ માટે પ્રેરિત કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ, ધર્મ-અધ્યાત્મ અને મૂલ્યોની સુવાસ, કુમારપાળભાઈ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એટલે કે ગુજરાતમાં, દેશમાં કે વિશ્વભરમાં ધૂપસળીની ધૂમ્રસેરની જેમ પ્રસરાવે છે. સમસ્ત માનવજાતના ઊર્ધીકરણ માટે મહામૂલું પ્રદાન કરનાર કુમારપાળભાઈ સતત નવી નવી ક્ષિતિજો પામતા રહે તેવી અભ્યર્થના. 385 મીનાક્ષી ઠાકર Page #419 -------------------------------------------------------------------------- ________________ મારા પ્રિય મિત્ર મનોજ જાની ડૉ. કુમારપાળ દેસાઈના પિતાશ્રી શ્રી બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ) અને માતુશ્રી જયા-બા - આ એમનો પ્રાથમિક પરિચય. - ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકારે ‘પદ્મશ્રી’નો એવૉર્ડ એનાયત કર્યો, તેથી મને અત્યંત આનંદ થયો, કારણ કે આ એવૉર્ડ જાણે કે મને મળ્યો છે એમ લાગે છે. મારા અને ડૉ. કુમારપાળ દેસાઈ વચ્ચે સમગ્ર અને સંપૂર્ણ આંતરિક એકતા છે તેનો મને ગર્વ છે. ઈ. સ. ૧૯૫૯ની પંદરમી જૂનનો દિવસ મારા જીવનનો એક માત્ર સુવર્ણ દિવસ છે, કારણ કે તે દિવસથી જ હું ડૉ. કુમારપાળ દેસાઈનો મિત્ર બન્યો. અમે ગુજરાત કૉલેજના એફ. વાય. બી. એ.ના એક જ વર્ગમાં કૉલેજનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો આરંભ કર્યો. આ અગાઉથી જ ડૉ. કુમારપાળ દેસાઈ લેખક હતા જ. અમારી મૈત્રીનાં આવાં ૪૫ વર્ષ ગયાં અને આજદિન સુધી અમે ગાઢ મિત્રો છીએ. ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મૈત્રી થઈ તે દિવસથી જ હું તેમના પ્રભાવ નીચે આવી ગયો. સર્વ માનવીય સંબંધોમાં ‘મિત્ર’નો સંબંધ સૌથી વધુ ઊંચો છે. માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-બાળકો – એ બધા સંબંધો અરસ-પરસ ‘આપ-લે’નો ખ્યાલ આપે છે, જ્યારે ‘મિત્ર-સંબંધ' એ ‘બિનશરતી' અને આત્માનો સંબંધ છે એવી અનુભૂતિ મને કુમારપાળ સાથેના મિત્ર તરીકેના સંબંધથી થાય છે. અમારા સંબંધોમાં ‘આપ-લે'ના ખ્યાલને કોઈ સ્થાન નથી. 386 Page #420 -------------------------------------------------------------------------- ________________ એક પ્રચલિત ઇંગ્લિશ કહેવત છે : “A friend in need is a friend indeed''. કુમારપાળ સાથેના મારા ૪૫ વર્ષના મૈત્રીસંબંધો માટે મારી રીતે આ કહેવત હું આ રીતે દર્શાવું છું : “A friend is one who is the friend for ever and never to end.’' કુમારપાળ વિશે મિત્ર તરીકે અને વ્યક્તિ તરીકે એવા બે ભાગ હું પાડી શકતો નથી. કેટલાક માટે તેઓ માત્ર મિત્ર છે, કેટલાક માટે તેઓ માત્ર વ્યક્તિ (સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતી) છે. મારા માટે તેઓનું સમગ્ર વ્યક્તિત્વ ‘મિત્ર’ શબ્દમાં સમાઈ ગયું છે અને મારા સમગ્ર વ્યક્તિત્વમાં તે ‘મિત્ર’ વણાઈ ગયો છે. અમે સાથે અભ્યાસ અને અધ્યયન કર્યું. એક સમય એવો હતો કે અમે ન મળી શકીએ તો બંનેને બેચેની થાય. વર્તમાનમાં મહિનાઓ સુધી મળી શકાતું નથી, તો પણ મને તેઓની હાજરીની સતત અનુભૂતિ થાય છે. કુમારપાળ સદાય હસતા, વ્યક્તિમાત્રને સમાન ગણનાર અને સમસ્યારૂપ પરિસ્થિતિમાં રહેલ વ્યક્તિ માટે જીવનની ‘પરબ’ છે. તેમણે અદ્ભુત અને વિવિધ ક્ષેત્રે લેખન, વાચન વગેરે સાથે આચરણ પણ કરેલ છે. વર્તમાનમાં તેમની દિનચર્યા અત્યંત વ્યસ્ત હોવા છતાં ડૉ. કુમા૨પાળ દેસાઈ તો પરમ મિત્ર કુમારપાળ દેસાઈ જ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. પિતાશ્રી શ્રી બાલાભાઈ દેસાઈ(જયભિખ્ખુ)નો સાહિત્યનો વારસો કુમારપાળને મળ્યો છે પણ તેમના વ્યક્તિત્વ-વિકાસમાં તેમનાં માતુશ્રી ‘જયા-બા’નો મૂક, પણ અમૂલ્ય ફાળો છે. ફરી એક વાક્ય યાદ આવે છે : “The man is the provider and the woman is the preparer.’ આ દૃષ્ટિએ પિતાશ્રી જયભિખ્ખુએ આપણને કુમા૨પાળ Provide કર્યા અને માતુશ્રી જયાબાએ કુમારપાળને Prepare કર્યા. આમ દેહ જૈન’નો પણ સમગ્ર માનવજાતના આદર્શ પ્રતિનિધિ તરીકે ડૉ. કુમારપાળ દેસાઈ જીવતા રહ્યા છે. અમે સાથે અધ્યયન અને અધ્યાપન કર્યું તે સમયગાળો અમારો સુવર્ણયુગ હતો. મારા અર્થઘટન પ્રમાણે ડૉ. કુમારપાળ દેસાઈ એટલે તેમના સમગ્ર અસ્તિત્વનો અણુએ અણુ માનવ-માનવ અને માનવ જ. આ લક્ષણ તેમના લેખન અને વક્તવ્યમાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. કોઈ દેખીતા પ્રયત્ન વિના જ અન્યને પોતાના તરફ ખેંચી લે છે અને તેના હૃદયમાં કાયમી સ્થાન મેળવી લે છે. એ કહેવાની જરૂર નથી કે અધ્યયન અને અધ્યાપનની સાથે સાથે જ કુમારપાળનાં સંશોધન અને લેખનકાર્ય ચાલુ જ હતાં. લાંબા સમય સુધી તનતોડ અને મનને થકવી નાખે તેવું સંશોધન મધ્યકાળના કવિ ‘આનંદઘનજી' વિષે કરીને ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉત્કૃષ્ટ પદવી પ્રાપ્ત કરી. તેની સાથે સંકળાયેલો એક પ્રસંગ નોંધવાનું મન થાય છે. કુમારપાળ પીએચ.ડી. થયા ત્યારે તેમને નવાજવા માટે નવગુજરાત કૉલેજ(નવગુજરાત પરિવાર)ના સર્વ સહકર્મચારીઓએ સમારંભનું આયોજન કર્યું. સાથી મિત્રોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તે 387 મનોજ જાની Page #421 -------------------------------------------------------------------------- ________________ પછી ડૉ. કુમારપાળ દેસાઈએ પોતાનું વક્તવ્ય આપ્યું. તેમણે તેમની સિદ્ધિમાં મિત્રોએ આપેલ સહકાર બદલ આભાર માન્યો. હું એ ક્ષણ કદી વિસરી શકતો નથી કે કુમારપાળે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે “મને પીએચ.ડી. પ્રો. મનોજ જાનીએ કરાવ્યો. સભાએ કુમારપાળને નવાજ્યા, તો કુમારપાળે મને નવાજ્યો અને તેમના વ્યક્તિત્વની ઉદાત્તતા અને પોતાની સિદ્ધિનો યશ મિત્રને આપવો તેનો મને અનુભવ કરાવ્યો. સરેરાશ વ્યક્તિ કરતાં વધુ ગુણલક્ષી કાર્ય કર્યું હોય તેના પ્રભાવ માટે મૂઠી ઊંચેરો માનવી' એવું વિશેષણ કહેવાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ માટે આ વિશેષણ નાનું પડે તેમ છે, કારણ કે તેમના વ્યક્તિત્વનું માપ લેવા માટે એક મૂઠી નહિ પણ આકાશ સુધી પહોંચતાં પણ માપ લેવાનું અપૂર્ણ જ રહે છે. હું મિત્ર છું તેથી વધારે પડતું લાગે તો ક્ષમા કરજો, પણ મારો મત બદલાવાનો નથી. ઈ. સ. ૧૯૬૬ની સાલમાં એક દિવસ કાંકરિયા તળાવની પાળે હું લટાર મારતો હતો ત્યાં કુમારપાળ મને મળ્યા. તેમની સાથે સર્વસુંદર એવી પ્રભાવિત થઈ જવાય તેવી યુવતી હતી. એ યુવતીની ડૉક્ટરે મને આવી રીતે ઓળખાણ કરાવી ?!! – “દોસ્ત, થોડા દિવસથી આ છોકરી મારી પાછળ પડી છે.” એક ક્ષણ મારા મનમાં ખળભળાટ થયો, બીજી ક્ષણે મેં મારી જાતને સંભાળી એટલે બધી સમજણ પડી ગઈ. થોડા દિવસ બાદ કુમારપાળ અને પ્રતિમાબહેન લગ્નગ્રંથિથી જોડાયાં. હું પણ થોડા દિવસમાં પરણ્યો. આમ અભ્યાસ અને અધ્યયનની જેમ અમે લગ્નજીવનની પણ સાથે શરૂઆત કરી. કોઈ પણ પુરુષની સિદ્ધિઓ પાછળ હંમેશાં એક સ્ત્રી રહેલી છે.' આ ઉક્તિની બાબતમાં કોઈને પ્રમાણ જોઈતું હોય તો પ્રતિમાબહેનને મળવા મારી ભલામણ છે. લગ્નજીવનના પરિપાક રૂપે તેઓને બે પુત્રો થયા. મોરનાં ઈંડા ચીતરવાનાં ન હોય. કુમારપાળ અને પ્રતિમાબહેને બંને પુત્રોને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપ્યાં. આજે તો બંને પુત્રો લગ્નજીવન અને વ્યવસાયમાં પરિપક્વ થઈ ગયા છે અને પોતાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ સાધી ચૂક્યા છે. વ્યક્તિગત અને વ્યક્તિલક્ષી દષ્ટિએ કુમારપાળે જે છે તેની સાથે સાથે વસ્તુલક્ષી દૃષ્ટિએ જોઈએ તો કુમારપાળે સાહિત્યક્ષેત્રે અમાપ અને અમૂલ્ય કાર્ય કર્યું છે. સમાજ પ્રત્યે પણ કુમારપાળે જે કાંઈ કર્યું છે તે સર્વ પણ અમાપ અને અમૂલ્ય છે. તેમનાં લેખન, વ્યાખ્યાન અને સંપાદનક્ષેત્રનાં કાર્યોએ સમાજના સર્વ માનવીને જરૂર પ્રમાણે રાહ ચીંધ્યો છે. ધર્મ એટલે ફરજ એ અર્થમાં જૈન સમાજમાં પણ વિશ્વવ્યાપી અધ્યયનો, વ્યાખ્યાનો, લેખન, સંપાદન અને સંશોધનો કર્યા છે. કુમારપાળ સર્જક તો છે જ, વળી વિવેચક પણ છે જે તેમના કાર્યમાં મુશ્કેલ કહી શકાય. તે પણ તેમણે મૃદુ લાક્ષણિકતાથી તેમજ વેધક રીતે સફળતાપૂર્વક કર્યું છે. 388 મારા પ્રિય મિત્ર 'ડૉક્ટર' Page #422 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનપત્રોમાં નિયમિત રીતે અનેક લખાણો રજૂ થતાં જ રહ્યાં છે. દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારતમાં વિવિધ પાસાંઓ સ્પર્શતા પ્રસંગો લખતા આવ્યા છે. અગાઉ કુમારપાળના પિતાશ્રી જયભિખુ આ કૉલમ લખતા. તેઓશ્રીનું અવસાન થતાં કુમારપાળે એટલી જ કાર્યક્ષમતાથી ઇંટ અને ઇમારત ચાલુ રાખી ગુજરાત સમાચારને ઊજળું બનાવ્યું છે. સાથે સાથે પોતાનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવવા ક્રિકેટ અને બીજા ક્ષેત્રે પણ કાર્ય કરતા આવ્યા છે. વિદેશના છવ્વીસેક વખત હેતુલક્ષી પ્રવાસો પણ કર્યા છે અને પોતાની પ્રતિષ્ઠા વધારી છે. આ પુરવાર કરે છે કે પૂજ્ય રાગી, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે – આ સર્વ પ્રવૃત્તિઓમાંથી તેઓના જૈન ધર્મ અને દર્શન અંગે ઊંડી સમજણ અને સૂઝ દેખાઈ આવે છે. તઉપરાંત વિવિધ સંસ્થાઓમાં સલાહકાર, ટ્રસ્ટી, મંત્રી, સ્થાપક સભ્ય તેમજ અનેક સંસ્થાઓની કમિટીમાં આજીવન સલાહકાર સભ્ય પણ છે. કુમારપાળને અત્યાર સુધીમાં સાહિત્યસંશોધનને લગતાં ૧૪ પારિતોષિકો ઉપરાંત ૩૨ ઉચ્ચ કોટિના એવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓને ભારત સરકારે ૨૦૦૪નો ‘પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો, પણ આટલું મોડું કેમ? સાહિત્યક્ષેત્રે ૧૦૪ કૃતિઓ પ્રગટ થઈ છે તેમાં આશરે ૧૮ જેટલી અંગ્રેજી ભાષામાં છે. પીએચ.ડી.ના અનેક વિદ્યાર્થીઓને તેમણે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમના લેખોમાં બાળસાહિત્ય, ચરિત્રચિત્રણ અને ચિંતનાત્મક લેખો મુખ્ય વિષય રહ્યા છે. ૪૫ વર્ષનો વિશિષ્ટ પ્રકારનો સહવાસ હોય એટલે ઘણું બધું કહેવાનું લખવાનું હોય – પણ દરેક બાબતની મર્યાદા હોય. છેલ્લે એક વાક્ય લખીશઃ “A friend is the best psychologist” હું મનોવિજ્ઞાનનો અભ્યાસી છું. કુમારપાળ દેસાઈ ઉત્તમ મનોવૈજ્ઞાનિક છે તે મને સાદશ્ય છે. જગતને દરેક તબક્કે આવી વ્યક્તિઓની જરૂર સતત રીતે હોય છે. પરમકૃપાળુ પરમાત્માએ માનવજીવન પર ઉપકાર કરવો હોય તો કુમારપાળ દેસાઈને અને તેમની કક્ષાની અન્ય વ્યક્તિઓને સદાકાળ સક્રિય રીતે આરોગ્યપૂર્ણ જીવન અર્પે. 389 મનોજ જાની Page #423 -------------------------------------------------------------------------- ________________ Future Dr. Kumarpal Desai, the proud and worthy recipient of the prestigious Padmashri award, 2004, is a multifaceted personality, who carries his 61 years with youthful vigour and delightful zest for life and learning. Son of the renowned litterateur Jaybhikhkhu, Kumarpal has inherited from his father the spirit of public Belongs to service, the devotion to literary pursuits, the Padmashri flair for journalism and the commitment to Kumarpal Desai compassion. In his time Jaybhikhkhu wrote about 300 books and became a name in Gujarati literature. Kumarpal following in his father's footsteps has not only established himself as an erudite author of over 100 books and a vintage journalist of long standing, but has gone ahead making a mark in the society as N. P. Jain a dedicated educationist, an ardent social reformer, a versatile writer and a profound thinker. His talents have blossomed as a research scholar on one hand and on the other as a popular sports writer and cricket commentator. In a word he has come to symbolize "Zakal Banun Moti" - which 390 Page #424 -------------------------------------------------------------------------- ________________ happens to be the title of his weekly column in popular Gujarati daily the “Gujarat Samachar”. The most interesting aspect of his profile is that while Gujarat has been his "Karma Bhumi", he has made the world as his stage. He is global in outlook, is widely traveled and has, above all, been propagating with fervour and eloquence the compassionate philosophy of Jainism all over the world. I count him among the very few scholars who have significantly contributed to globalising the impact of Jainism. And this he has done not within the confines of a religious exercise, but in the wider backdrop of its relevance to the tackling of contemporary problems of increasing violence and terrorism unbridgled consumerism and environmental degradation, erosion of ethical values and mounting intolerance. His voice has rung with conviction and acceptability in USA, Canada, Africa, Europe and Asia. We met for the first time in 1993 at the historic Parliament of World Religions in Chicago. The cohesive group of 25 Jains participated with vigour and visionary approach setting before the world's spiritual community the universal perspective of Jain philosophy. Kumarpal's presentation of "Role of Women in Jain Religion" vividly brought out the democratic thrust of the spiritual socialism advocated by the great Tirthankaras (pathfinders) of Jain religion. At the next Parliament of World's Religions at Cape Town in South Africa in 1999, Kumarpalbhai held forth on "Compassion towards Animals" and "Human Rights and Jainism". He drew sustained applause from over 8,000 listeners at the Biennial conventions of JAINA at Pittsburgh in 1993and Cincinnati, USA in 2003. We shared the pondium together at the inter faith celebration of the 2600th Janm Kalyanak of Bhagwan Mahavir at the United Nations Chapel in New York (USA) as well as at the International Conference on Ahimsa organized by Bharatiya Vidya Bhavan at New Jersey (USA) in 2002. The Chronicle of his international activities has been unending. He was a key member of the Jain delegation which met Pope John Paul II at the Vatican in 391 N. P. Jain Page #425 -------------------------------------------------------------------------- ________________ 1994, as well as of the delegation which presented the historic "Jain Declaration on Nature" to the Duke of Edinborough at Buckingham Palace, in 1990. Dr. Desai's latest monumental book on "Bhagwan Mahavir" is in line with his noteworthy biographies of Bhagwan Rishabhdev, Bhagwan Mallinath, Mahayogi Anandghan, Kalikal Sarvagna Hemchandracharya and other great saints. His books cover a wide spectrum ranging from "Glory of Jainism", "Essence of Jainism", "Kshamapana", "Pinnacle of Spirituality", "Vegetarianism" and "Role of Women". By sheer contrast his prolific pen has produced biographies of Cricketer C. K. Nayadu, Firaq Gorakhpuri, Lal Bahadur Shastri and Damodar Mehta. Kumarpal's speciality has manifested itself in literature for children. His book "Apang Na Ojas" on the struggle of the handicapped people has been very popular and has been translated in several languages. Dr. Desai has also been an active journalist for over three decades and has been contributing widely-liked columns in "Gujarat Samachar" and "Gujarat Times". His columns carry a literary and poetic flavour and are titled as "Zakal banun Moti", "Akash ni Olakh", "Pandadu ane Pyramid", "Ramat Nu Medan" and "Parijat no Parisamvad". The awards bestowed upon him is a long and distinguished list which includes more prominently "Gujarat Ratna" in 1995; JAINA Presidential Award, 1997; Ahimsa International Award 1997; Millenium Award, 2001 and Sanskriti Samvardhan Award 2001. It was a historic milestone in his illustrious career when Prime Minister Atal Bihari Vajpayee bestowed upon him "Jain Ratna" award in 2001. he was honoured in 2003 by renowned century old Jain organisation Bharat Jain Mahamandal with "Jain Gaurav" - their highest award. And now comes Padma Shri awarded by the President of India in recognition of his life long services. Dr. Kumarpal is a Professor of Gujarati, Director of the University School of languages and Dean of the Faculty of Arts of the Gujarat University. He is the Indian coordinator of the London-based Institute of Jainology and is a member 392 Future belongs to Padmashree Kumarpal Desai Page #426 -------------------------------------------------------------------------- ________________ trustee of many educational philanthropic and charitable institutions. Kumarpalbhai has achieved much already, but he never looks back. His sights are set on the future. There are still many miles to go, many more summits to scale in the pursuit of enriching literature, propagating non-violence and life ethics and exposing the younger generation to the rich Jain and Indian heritage. I am delighted to be a friend of such an intensely 'human person who is to many around him a friend, philosopher and guide. Whosoever meets him comes to respect him as a 'gem' of a person, who despite his varied achievements, recognitions and awards, remains rooted to the adage of 'simple living and high thinking'. My heart goes out to applaud this simple, unostentious, unassuming, accessible and communicative human being. The future belongs to him. Former Secretary, Ministry of External Affairs, Govt. of India and India's Ambassador to European Union, Nepal, UN, Mexico and Belgium 393 N. P. Jain Page #427 -------------------------------------------------------------------------- ________________ Grace Personified M y first meeting with Shri Kumarpalbhai was quite chancey and an interesting one. I had gone to his residence with a view to purchase a set of books written by his father Shri Balabhai alias Shri Jaybhikhkhu. While guiding me as to how to go about it, Shri Kumarpalbhai was grace personified. That was almost three and a half decades ago. Since then, of course, too much water has flown below the bridge. And then came a 'Pitt the Younger' on the scence, if I may use the analogy. This similie is not fully correct though. For this here Pitt has far more outgrown all the expectations. Ravindranath Tagore had a son who was extremely promising. In fact, Tagore was looking forward to be overtaken by him. That was not destined, unfortunately. The son died while still in his youth. Otherwise it was an appropriate case of 'Shisyen Parajay Ichhayet'. In fact, Balabhai has been both happier and luckier in this respect. My younger son had the pleasure of studying along with the elder son of Shri Kumarpalbhai. This also provided me an opportunity to know the family more closely. Prafull Bakeri 394 Page #428 -------------------------------------------------------------------------- ________________ As far as family values and familial bonds are concerned, Shri Kumarpalbhai fills the bill even at the level of the grandchildren. All the grandchildren are extremely fond of both the grandparents. Whether it is sports, religion, attitudes, philosophy, Gujarati Vishvakosh, education or languages, he is quite comfortable in any sphere, irrespective of whether the words are printed or spoken. As fas as interpersonal skills are concerned, he is capable of getting along well with almost anyone, whatever the age group. He also has the knack of putting at ease someone who is overawed in his presence. I have been a fortunate witness on several occasions. He has a rare knack of leading people while walking along with. He can and does try to bring out the best in people. Why, for that matter, he can even tap and highlight such potential in someone who himself or herself may not even be aware of its very existence. I do not just think so. I know for sure. The self has been one such lucky beneficiary. As far as Ahimsa is concerned, he has been able to influence the attitudes of many N.R.I.s, N.R.G.s and white Americans and Europeans. What with his extensive travelling, he has literarily shrunk the world, so to say. As far as speeches are concerned, apart from his pleasantly gifted voice, he can speak on almost anything under the sun and hold interest of the audience comprising of any age group or any strata of the society. And all these, without having to refer to any note, whatsoever. His entry and exit both are attractive. Entry is usually with a very relevant anecdote and the exit also gracious enough, leaving the audience with a subtle message. Some people believe in making the world a better place to live in. Having known him has been a privilege. I feel justifiable proud, both as a Gujarati and an Indian. 395 Prafull Bakeri Page #429 -------------------------------------------------------------------------- ________________ As I know him uave, soft-spoken, unostentatious and one who wears his scholarship lightly - this aptly sums up the personality of Dr. Kumarpal Desai. I have known him intimately for over a decade and working with him on some projects has been a pleasant experience. He puts you at ease with his affable manners and carries on conversation with effortless ease. Dr. Desai's has been a multidimensional personality - a teacher, a creative writer, a critic, a journalist, an educationist, a thinker, a scholar of Jainism, a sports afficianado and above all a humanist. He has authored about 140 books which cover a wide range of subjects and bear an imprint of his multi-hued personality. His prolific pen has produced an abundant and rich harvest of books ranging from children's literature to biographies, stories, translations, criticism, spiritualism and sports. A globe trotter, he travels extensively and enlightens the lay and the cognoscenti, the young and the old alike by his talks, lectures and discourses which encompass a wide spectrum of topics as do his columns which bristle with light and serious matters. T. J. Purani 396 Page #430 -------------------------------------------------------------------------- ________________ He writes on sports and games as effortlessly as he writes on matters religious and spiritual. This is indeed a rare thing that a creative writer and a scholar wields his pen to write on crictket and other sports and receives the 'Best Sports Journalist' award in 2004 and also bags awards for his creative writing and for social work. A litterateur par excellence, Kumarpalbhai has been actively associated with a number of literary, educational, social and cultural organizations in India and abroad. This shows how wide-ranging his interests have been and how catholic and eclectic his taste has been ! A workaholic, Dr. Desai is no ivory tower writer or a cloistered scholar. His feet firmly planted on earth, he contributes his mite to social and humanitarian causes dear to his heart. His philosophy in this regard can be expressed in the following lines of an anonymous poet who wrote them as his epitaph: What I gave, I have, What I spent, I had What I left, I lost. As a human being, he has three important attributes -- intellect, industry and independence. The most endearing characteristic of Kumarpalbhai is his humility, his modesty. Even after being honoured with the coveted Padmashri, he mingles with one and all and chats as if he is one of you. He carries the weight of Padmashri Award so lightly ! He is one of those to whom self importance or pomposity is alient to their nature. His unfailing courtesy and gracious manners and dignified bearing are 'trademark of Kumarpalbhai, the Padmashri awardee If asked what the mission of his life, has been, he may borrow the words of Cecil Rhodes and say : 'So little done, so much to do.' May god give him the strength and a long lease of life to finish all his unfinished tasks as inexorable time ticks away! 397 T.J. Purani Page #431 -------------------------------------------------------------------------- ________________ અનન્ય પ્રતિભા ભારતભરમાં સૌપ્રથમ ઉપગ્રહ દ્વારા ટીવીનો ઉપયોગ શૈક્ષણિક કાર્યક્રમો માટે ૧૯૭૫ની સાલમાં થયો. ત્યારે અમેરિકાએ ભારતને એનો એક ઉપગ્રહ એક વરસ માટે ઉપલબ્ધ કર્યો હતો. એ એટીએસ-૯ તરીકે ઓળખાતો એટલે કે એપ્લિકેશન્સ ટેકનોલોજી સેટેલાઇટ - નાસા ઇસરો અને આકાશવાણી વચ્ચેના ત્રિકોણીય કરારને પરિણામે આ કાર્યક્રમ યોજાયો જેમાં સૌપ્રથમ પ્રેક્ષકોના જૂથ, એમની ટીવી સમાચારની તમન્ના, એમના રોજિંદા વ્યવહારમાં એની અસર વગેરેના સંશોધન પાછળ ૯ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ભારતનાં છ રાજ્યોમાં જુદી જુદી ભાષામાં ૬૦૦ ગામડાંઓ માટે આ કાર્યક્રમો પ્રસારણ પામ્યા. આ કાર્યક્રમો દિલ્હીથી તૈયાર થાય અને અમદાવાદમાં આવેલા ઇસરોના ભૂમથક અર્થ સ્ટેશન પરથી તે ઉપગ્રહને પહોંચાડાય જ્યાંથી ખાસ ૧૫ ઇંચના ડિશ એન્ટેનાથી સુસજ્જ એવા ટીવી પર આ કાર્યક્રમો જોઈ શકાય. આ પ્રયોગોમાં ગુજરાતને પણ, જરા જુદી રીતે આવરી લેવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં આવેલા પીજ ગામમાં એક કિલોવોટની શક્તિ ધરાવતું ટ્રાન્સમિટર મૂક્યું. જેથી ખેડા જિલ્લાનાં ગામડાંઓમાં ટીવી પર ડિશ એન્ટેના વગર સાદા એન્ટેનાથી જોઈ શકાય. આ માટે ઇસરોના જોધપુર ટેકરા પર આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં એક સુડિયો તૈયાર કરવામાં આવ્યો. જે આજે માત્ર કેટલાક અરૂણ શ્રોહ 398 Page #432 -------------------------------------------------------------------------- ________________ કાર્યક્રમો તૈયાર કરે છે. પીજ માટેના કાર્યક્રમો નિષ્ણાતોની સલાહ લઈ તૈયાર થતા અને એનું નિર્માણ પણ એટલી જ કાળજીપૂર્વક થતું. લોકોનો – પ્રેક્ષકોનો પ્રતિભાવ જાણવા કાર્યક્રમની રજૂઆત વેળા તથા પછી બૅટરીથી ચાલતા નાના વિડિયો રેકોર્ડિંગ માટે અમદાવાદથી પીજનાં ગામડાંઓમાં નિર્માતાઓ જતા. પણ સંશોધન પરથી એવું ફલિત થયું કે પ્રેક્ષકોને મનોરંજનની પણ જરૂર છે. મનોરંજન માટે ચિત્રપટ કે ચિત્રપટનાં ગીતો મૂકવાનો કોઈ અર્થ નહોતો, કારણ કે શૈક્ષણિક ધ્યેયમાં એ બેસતું નહોતું. ત્યારે રમતગમતોનું પ્રસારણ થતું પણ તે જૂજ પ્રમાણમાં ક્રિકેટની રમત પરદેશી હોવા છતાં ભારતમાં શહેર કે ગામડામાં લોકપ્રિય છે એ જાણીતું છે, તેથી બીજી રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય રમતોની વિડિયો મંગાવીને એ વિડિયો પીજ ટ્રાન્સમિટર પરથી વહેતી મૂકવાનો અમે નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતે જ આવી મેચોની કોમેન્ટ્રીનું બયાન અંગ્રેજી અથવા હિંદીમાં જ હોય. પણ ખેડા જિલ્લામાં જે ગામડાંઓમાં ટીવી હતાં ત્યાં અંગ્રેજી તો ક્યાંથી સમજાય ? વળી અમારા સંશોધનથી એવું પણ તારણ નીકળ્યું હતું કે ગુજરાતનાં ગામોમાં હિંદી પણ સ્વીકાર્ય નહોતી. ક્રિકેટની વિડિયો મંગાવવામાં આવી. ચિત્રાંકિત થઈ ચૂકેલી મૅચના પ્રસારણ વેળા ગુજરાતીમાં સમજ આપવી પડે. આ સમજ કોમેન્ટ્રી–આંખે દેખ્યા અહેવાલ–ના સ્વરૂપમાં આપવામાં આવે તો જ યથાયોગ્ય ગણાય. પ્રેક્ષકોને વધુ રસ પડે. આ કામ માટે લાયક વ્યક્તિ મળે ખરી? એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે બૉલિંગ તથા બૅટિંગની કરામતોથી પરિચિત હોય – ખેલાડીઓ વિષે પૂરતી માહિતી હોય અને વિડિયો જોતાં જોતાં આંખે દેખ્યો અહેવાલ આપતા હોય એ રીતે ગુજરાતીમાં એનું વર્ણન કરી શકે. તે વખતે ગુજરાતભરમાં આવી વ્યક્તિ એક જ હતી – કુમારપાળ દેસાઈ. રમતગમત વિષેના એમના લેખો અખબારમાં છપાતા. ત્યાર પછી તો ક્રિકેટર અંશુમાન ગાયકવાડના પ્રમુખપદે એમને ખેલ પત્રકાર તરીકેનો એવૉર્ડ પણ અર્પણ થયેલો. સદાય હસતા, સૌને મદદરૂપ થવા તૈયાર એવા કુમારપાળે અમને હા પાડી. અમારા આમંત્રણને સ્વીકાર્યું. આમ જુઓ તો અમારે માટે તેમજ તેમને માટે પણ આ પ્રથમ પ્રયાસ હતો. એમનું ક્રિકેટ વિશેનું જ્ઞાન કોઈ એક મેચ પૂરતું મર્યાદિત નહોતું. વિશ્વભરમાં રમાતી મેચોના અહેવાલ વાંચી એ માહિતગાર રહેતા. એ સમયે બીજા દેશોમાં થતું ટીવી પ્રસારણ અહીં દેખાતું નહીં, કારણ કે ઉપગ્રહ કે કેબલની સગવડ નહોતી. મેચની વિડિયો કુમારપાળભાઈને દિવસ દરમ્યાન બતાવાતી. એની તેઓ થોડીક નોંધ કરી લેતા અને પછી સાંજે મેચના પ્રસારણ ટાણે એમની પ્રતિભા ઝળકતી. મૅચ જાણે એમની સમક્ષ 399 અરુણ શ્રોફ Page #433 -------------------------------------------------------------------------- ________________ રમાતી હોય એટલી સ્વાભાવિકતાથી, સ્વસ્થતાથી અને મૅચની પરિસ્થિતિને અનુકૂળ એનું વર્ણન કરતા. જરૂર પડે નિષ્ણાત તરીકે બૉલિંગ તથા બેટિંગની ખૂબીઓ સમજાવતા અને પ્રેક્ષકોને રસતરબોળ કરતા. ક્રિકેટના કસબ વિશેનો એમનો અભ્યાસ અને એમના અવાજમાં રહેલી સ્કૂર્તિ અને હકારાત્મક ભાવ સૌને સ્પર્શી ગયાં. આવી જ રીતે એમણે વર્લ્ડ કપ ફૂટબૉલની પણ રજૂઆત કરી હતી. કુમારપાળભાઈ સાથેનો આ પ્રથમ પરિચય. ત્યારે હું આકાશવાણી તરફથી નિર્દેશક તરીકે ટીવીમાં હતો અને જોધપુર ટેકરાની કચેરીમાં ઇસરો સાથે આ પ્રયોગની વ્યવસ્થામાં ભાગ લેતો. તે પછી કુમારપાળભાઈને વક્તા તરીકે સાંભળવાનો લહાવો મળ્યો. આકાશવાણીમાં રહીને ખૂબ વક્તાઓને સાંભળ્યા છે અને મનોમન મૂલવ્યા છે. કોઈ એમ કહી શકે કે અધ્યાપક અથવા પ્રાધ્યાપકમાં વıત્વશક્તિ હોય છે. પણ આ સાવ સાચું નથી. કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરવાનું હોય કે સંશોધન માટે માર્ગદર્શન આપવાનું હોય ત્યારે અધ્યાપકોનું સ્વરૂપ જુદું હોય છે. જાહેરમાં વ્યાખ્યાનો આપવાં એ આગવી કળા છે. જાહેર વ્યાખ્યાન આપનાર સૌ કોઈ સભારંજક વ્યાખ્યાન આપી શકતા નથી. માનવેન્દ્રનાથ હોય – ચિંતનશીલ અને વિચારક – દુનિયાભરની બધી જ ક્રાંતિઓ પ્રસંગે ત્યાં હાજર, પણ વ્યાખ્યાતા તરીકે નબળા. શામળદાસ ગાંધી સભાઓ ગજવે, પ્રેક્ષકોને ધ્રુજાવી મૂકે, પણ એ શૈલી જ જુદી. જ્યારે કુમારપાળભાઈનું વક્તવ્ય એમના અભ્યાસ અને ચિંતનના નિચોડ સમું એમના ભાષાજ્ઞાનને અનુરૂપ. પ્રેક્ષકોને સમજીને વિષયને અનુરૂપ વક્તવ્ય રજૂ કરવું એ એમનું ધ્યેય. એમનો વાણીપ્રવાહ પ્રેક્ષકોને સાથે લઈને વહે. સભાસંચાલન હોય કે જ્ઞાનસત્રનું પ્રમુખપદ હોય, પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય કે એકવીસમી સદીનું બાલસાહિત્ય જેવો વિષય હોય – કોઈ પણ વિષય પર નિષ્ણાતની અદાથી અને છતાં લોકભોગ્ય શૈલીમાં કુમારપાળભાઈ રજૂ કરી શકે. ઘણી વાર પ્રસંગો વર્ણવીને કે અવતરણો ટાંકીને (અવતરણો લાંબાં હોય તો જ લખાણની મદદ લેવાની – બાકી સ્મૃતિને આધારે) પોતાનું વક્તવ્ય એટલી સહજતાથી રજૂ કરે કે એમાં એમના ચિંતનનો કે અભ્યાસનો ભાર પ્રેક્ષકોને ન લાગે. કેટલીક વાર તો છેલ્લી ઘડીએ સભાનું સંચાલન હાથમાં લેવું પડે. હસમુખા અને સામેની વ્યક્તિને મદદરૂપ થવાની ઇચ્છા ધરાવતા કુમારપાળભાઈ ના ન પાડે – પણ પ્રેક્ષકોને ખ્યાલ સુધ્ધાં ન આવે એવા પ્રકારનું પ્રકારનું સંચાલન સભાનું હોય કે સેમિનારનું હોય – એ કુમારપાળભાઈ જ કરી શકે. એમનાં વર્ણનો દ્વારા કોઈ પણ વ્યક્તિનું માનસચિત્ર એ પ્રેક્ષકો સમક્ષ ખડું કરી શકે. એમની અખબારમાં ચાલતી કટારો વાંચો તો એક વિશિષ્ટ શૈલી દ્વારા શબ્દચિત્ર રજૂ કરવાની એમની કુનેહ એમનાં લખાણોને જીવંત બનાવે છે. 400 અનન્ય પ્રતિભા Page #434 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવદન મહેતા મારા મામા, ધીરુભાઈ ઠાકરના મિત્ર અને કુમારપાળભાઈના આદરપાત્ર વ્યક્તિ. આથી અમે સાથે મળીને ચંદ્રવદન મહેતા સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરી. એના દ્વારા શ્રી ચંદ્રવદન મહેતા એવોર્ડ આપીએ છીએ. આમાં કુમારપાળભાઈનો મજબૂત સાથ મળ્યો. એમણે ચંદ્રવદનભાઈનાં પુસ્તકો એકઠાં કર્યા, સૂચિ બનાવી, લેખો મેળવ્યા, અરે ! એમનો ‘પદ્મશ્રી'નો ચંદ્રક અને ઝભો પણ જાળવી રાખ્યા. આ છે કુમારપાળભાઈનાં ખંત અને ચીવટ. વક્તા તરીકે ભારતભરમાં એ વ્યાખ્યાનો આપે છે. યુરોપ કે અમેરિકામાં પણ એમની વક્નત્વશક્તિ અને ઊંડાણને કારણે આમંત્રિત થાય છે. એમના વક્તવ્યમાં જે ચિંતન અને અભ્યાસ છે તે એમને એક ઉચ્ચ કોટિના માનવ બનવા પ્રેરે છે. ‘પદ્મશ્રી આપીને સરકારે એમનું ગૌરવ તો વધાર્યું છે પણ વિશેષ તો સરકારે પોતાનું અને આ એવૉર્ડનું ગૌરવ વધાર્યું છે. દૂરદર્શન કેન્દ્રના ભૂતપૂર્વ નિયામક અને સમૂહમાધ્યમોના નિષ્ણાત 401 અરુણ શ્રોફ Page #435 -------------------------------------------------------------------------- ________________ સિગા છે " આદર્શ અને અસાધારણ આરાઘનામૂર્તિ ૧૯૬૪-૬૫ની ક્રિકેટ મોસમમાં માઇક સ્મિથની એમ.સી.સી. ટીમ (એ વખતે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વિદેશના પ્રવાસમાં એમ.સી.સી. ટીમ તરીકે ઓળખાતી હતી.) ભારતના સત્તાવાર પ્રવાસે આવી હતી. એમ.સી.સી.ની ટીમ અને વેસ્ટઝોન વચ્ચેની ત્રણ દિવસની મેચ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પર રમાવાની હતી. મુંબઈથી ઇન્ડિયન નેશનલ પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થતા ગુજરાતી દૈનિક જનશક્તિમાં ખેલ અને ખેલાડીની કૉલમના સંપાદક તરીકે તેમજ જન્મભૂમિ માટે આ મેચનો વિશેષ અહેવાલ આપવા અમદાવાદ જવાની પ્રદીપ તન્ના તેમજ જન્મભૂમિ'ના એ વખતના સંયુક્ત મંત્રી મનુભાઈ મહેતાએ મને જવાબદારી સોંપી હતી. અલબત્ત '૬૦ના તબક્કામાં સ્પોર્ટ્સ રિપોર્ટર તરીકે નરભેરામ સદાવ્રતી ખ્યાતનામ ક્રિકેટ રિપોર્ટર તરીકે અમદાવાદમાં સન્માનિત વ્યક્તિ હતા. ટેસ્ટ મૅચને આગલે દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ પર પિચ-રિપોર્ટ અને ટીમના બળાબળનાં પલ્લાંઓનો અભ્યાસ કરવા ગયો ત્યારે સુધાકર પટેલ અને દિનકર દેસાઈની સાથે એક નવયુવાન ખૂબ ખૂબ નમ્રતાથી તેમજ સૌજન્યની મીઠાશથી મહેમાન પત્રકારો સાથે વાત કરતા હતા. ઇસ્ત્રીબદ્ધ પોશાકમાં ટાઈ સાથે તેની હસમુખી અદા મારું ધ્યાન આકર્ષિત કરી ગઈ. બસ, બીજા કોઈની પણ મધ્યસ્થી વિના અમે બંનેએ એકબીજાનો સવિસ્તર સુરેશ સરૈયા 402 Page #436 -------------------------------------------------------------------------- ________________ પરિચય આપ્યો. એ દિવસોમાં ગુજરાતી અખબારોમાં મુંબઈના “જન્મભૂમિમાં પ્રદીપ તન્નાની રમતના મેદાનની કૉલમ તેમજ ગુજરાત સમાચારમાં કુમારપાળ દેસાઈની સ્પોર્ટ્સ રાઉન્ડઅપની કટાર ભાષાની સમૃદ્ધ સજાવટ અને વિવિધ રમતોની છણાવટભરી અધિકૃત સમીક્ષાને લીધે વાચકોમાં લોકપ્રિયતા મેળવી ગઈ હતી. પહેલી જ મુલાકાતે કુમારપાળભાઈ મૃદુભાષી, માયાળુ, સંસ્કારી તેમજ સરળ વ્યવહારના ચાહક ઉપરાંત અહમૂથી દૂર અને વિવેક તેમજ મિત્રભાવથી ભરપૂર એવી વ્યક્તિ તરીકે દિલ અને દિમાગ પર છવાઈ ગયા. જ્ઞાની હોવા છતાંય અભ્યાસી બનીને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં પ્રવૃત્ત રહેતા. ક્રિકેટના વિષયનું સંપૂર્ણ માહિતીસભર જ્ઞાન ધરાવતી વ્યક્તિ તરીકે આદરપાત્ર અને અધિકૃત વ્યક્તિ ગણાતા. તેમને સ્પોર્ટ્સના લેખક, વિવેચક અને સમીક્ષકના પાઠમાં પહેલી પસંદગીની વ્યક્તિ તરીકે ઓળખાવીશ. વિશ્વના જગપ્રસિદ્ધ ઑલરાઉન્ડરો સર ગેરી સોબર્સ, વિનુ માંકડ, કીથ મિલર અને કપિલદેવ જેટલા જ મૂલ્યવાન અને કીર્તિબદ્ધ રમતગમતના લેખક તરીકે, કર્મભૂષણ કુમારપાળભાઈને ઓળખાવીએ તો તેમાં સહેજે અતિશયોક્તિ નથી કે સહૃદયી મિત્રભાવના માપદંડથી તોલવાનો જરા પણ પ્રયત્ન કર્યો નથી. સ્પોર્ટ્સ રિપોર્ટરની દુનિયામાં પણ દ્વેષ અને અહમ્ જોવા મળતા. આ પ્રકારના રિપોર્ટરો અને કોમેન્ટેટરો વચ્ચે દ્વેષ અને અહમૂની લડાઈ ચાલતી અને રમતગમતના વિશ્વને તેઓ ડહોળાં પાણીમાં ઘસડતા. વળી ખેલદિલીના સ્પિરિટનું ખૂન કરતા. આ પ્રકારના રમતવીરો અને કટારલેખકો વચ્ચે સમજદારી અને વફાદારીના સેતુરૂપ ગણાતા કુમારપાળભાઈ આજના કટ્ટર અને ગળાકાપ પ્રસિદ્ધિના યુગમાં પણ આદરણીય અને આદર્શ વ્યક્તિ બની રહ્યા. તેમને રમતગમતના ક્ષેત્રે સંસ્કારમૂર્તિના રૂપમાં હંમેશાં પ્રેરણા અને પ્રોત્સાહન આપનારા યુગપુરુષ તરીકે ઓળખાવી શકીએ. મારી ક્રિકેટ-કોમેન્ટેટર તરીકેની સફળ કૂચમાં જ્યારે જ્યારે અવરોધો અને અવગણનાના પ્રસંગો ઉપસ્થિત થયા ત્યારે મને ફંગોળાતો અને ફેંકાતો અટકાવવામાં કુમારપાળભાઈએ પ્રોત્સાહન આપીને, મનોબળવર્ધક વ્યવહારિક શાણપણ આપીને મને યોગ્ય રસ્તો દેખાડવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. ક્રિકેટ-કૉમેન્ટેટર તરીકે અમદાવાદની મેચમાં નિમણુક થાય ત્યારે ગુજરાતના ક્રિકેટપ્રેમી ગુજરાતીઓના સ્નેહવર્ધક વાયરાઓમાં અને કુમારપાળભાઈ સાથે કૉમેન્ટરીના એ સોનેરી દિવસોની સ્મૃતિ તરોતાજા છે. એ જમાનામાં ગુજરાતના પ્રખર અને પ્રતાપી તેમજ પરોપકારી સ્વભાવના રમતગમતની લેખનીના આ બેતાજ બાદશાહની સાથે પળો વિતાવવાનો આનંદ અનોખો હતો. સરકારી ખજાનાની ભેટ કરતાંય અસાધારણ સુખ અનુભવવાની પળોનાં નજરાણાં મળવા જેટલો આનંદ મળતો. 403 સુરેશ સરૈયા Page #437 -------------------------------------------------------------------------- ________________ રમતગમતનાં લખાણોમાં કુમારભાઈ આપણા રમતવીરોમાં હંમેશાં અગાધ આસ્થા ધરાવતા. ભારતના વિજયોને પ્રશંસાનાં પુષ્પોથી નવાજતા. ખેલાડીઓની પ્રતિભાનાં દર્શન કરાવતાં તેઓ ક્યારેય થાકતા નહીં પરાજિત ટીમને કે અસફળ રમતવીરોને ઉતારી પાડવાનો કુમારપાળભાઈએ અજાણે પણ ક્યારેય પ્રયાસ કર્યો નથી. કુમારપાળભાઈ ધર્મની આરાધના કરે છે. સાહિત્યની સેવા તેમની રગેરગમાં જોવા મળે છે. રમતગમતના કટારલેખક તરીકે તેમની રમત પ્રત્યેની ભક્તિ અને રમતવીરોને બિરદાવવાની તેમની આવડતને કારણે કુમારપાળભાઈને જહોન આર્લોટ, બોબી તાત્યારખાન, અનંત સેતલવાડ ઉપરાંત સુશીલ દોશી અને સ્કંદગુપ્ત જેવા ક્રિકેટ કોમેન્ટેટરોની અગ્રિમ હરોળમાં મૂકી શકાય. ગુજરાતના ગૌરવમાં વિશ્વભરમાં હરહંમેશ તેમના માનીતા વિષયોમાં યુગાન્તર સુધી ખ્યાતિ જળવાઈ રહે તેવા સિદ્ધપુરુષના પ્રશંસક અને ચાહક તરીકે સ્નેહીમિત્ર બનવાનો મોકો આપવા બદલ સરસ્વતી દેવીનો ઋણી છું. ગુજરાતરત્ન, શિરોમણિ જેવા રમતગમતના વિવેચક તેમજ સાહિત્ય-સમ્રાટ અને જૈન ધર્મદર્શનના પ્રખર પ્રસારક તરીકે કુમારપાળભાઈ દેસાઈ તો મિત્રોના મહારથી અને સહપ્રવાસીઓના સફળ સુખકર્તા સાથી તરીકે જન્મોજન્મના દોસ્ત – યારોના યાર અને ક્રિકેટપ્રેમીઓના પરવાના તરીકે દિલમાં પહેલા બૉલથી છેલ્લા બોલ સુધી ચમકતા રહેવાના. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કોમેન્ટેટર, રમત-સમીક્ષક અને લેખક આદર્શ અને અસાધારણ આરાધનામૂર્તિ Page #438 -------------------------------------------------------------------------- ________________ - આદિક - ટ્રિકે રલ અળ અદ્વિતીય રમતસમીક્ષક આજથી ૪૨ વર્ષ પહેલાં કુમારપાળ દેસાઈએ સ્પોર્ટ્સ કૉલમ લખવાનું શરૂ કર્યું તે સમયે ગુજરાતનાં અખબારોમાં સ્પોર્ટ્સ કૉલમ અને સ્પોર્ટ્સ પેજનું અસ્તિત્વ જ ન હતું. અખબારોમાં તે સમયે સ્પોર્ટ્સનાં સમાચારો કે લખાણોનો ઉપયોગ માત્ર ફિલર તરીકે જ થતો હતો. જ્યારે મેટર ઓછું હોય અને પાનું ભરવાનું હોય ત્યારે સ્પોર્ટ્સ વિશેનાં લખાણો લેવામાં આવતાં હતાં અને તે પણ ઉપકાર J કર્યો હોય તે રીતે. આ પરિસ્થિતિમાં રમતગમતનાં લખાણોમાં ભાષા-શૈલીના મહત્ત્વની તો આશા જ ક્યાંથી રાખી શકાય ? પત્રકારત્વના બીજા કોઈ પણ ક્ષેત્ર કરતાં સ્પોર્ટ્સ પત્રકારત્વમાં આ વાસ્તવિકતા સૌથી વધુ જોવા મળે છે. કુમારપાળભાઈએ શરૂઆતથી જ સખત મહેનત કરી હતી. અખબારી સંસ્થાઓ પાસે રમતગમત વિશેની કોઈ લાઇબ્રેરી નહોતી. એ વિષયનાં પુસ્તકોનો અભાવ હોય, ત્યાં એના માહિતીસંગ્રહની ક્યાંથી આશા રાખી શકાય? આવી દુઃખદ સ્થિતિથી નિરાશ થવાને બદલે તેમણે આ પડકાર ઝીલી લીધો. તેમણે પોતાની જ લાઇબ્રેરી ઊભી કરી હતી, જેમાં ૫,૦૦૦ જેટલાં કવરોનો અને બસોથી વધુ માહિતી ગ્રંથોનો સમાવેશ થાય છે. કોઈ પણ સમયે કોઈ પણ ખેલાડીની ગમે તે માહિતી જોઈતી હોય તો તરત જ આ કવરમાંથી મળે છે. વળી આ કવરોનું વિભાગીકરણ પણ ખરું. ક્રિકેટ, ટેનિસ, કુસ્તી, બેડમિંટન જેવી રમતો વિશે હોય, જુદાં સુધીર તલાટી 405 Page #439 -------------------------------------------------------------------------- ________________ જુદાં સ્ટેડિયમો અને મેદાનો વિશે માહિતી હોય, જે તે વર્ષની ઓલિમ્પિક, એશિયાડ કે ક્રિકેટ વર્લ્ડ કપનાં કવર્સ હોય – આમાં અદ્યતન માહિતીની નોંધ કે કટિંગ્સ હોય, ફોટોગ્રાફ હોય. આથી ચંદુ બોરડે જેવા ખેલાડીએ તો કુમારપાળભાઈના એમને વિશેના કવર્સ જોઈને આશ્ચર્ય અનુભવ્યું હતું અને પોતાને વિશેનાં બધાં મહત્ત્વનાં કટિંગ્સ અને ફોટોગ્રાફ માગી લીધાં હતાં! અનેક ક્ષેત્રોમાં લેખન કરનારી વ્યક્તિ પાસે એક જ વિષયનો આટલો માહિતીસંગ્રહ આશ્વર્ય જ પમાડે ! આજે ભારતમાં આટલી સમૃદ્ધ અને રમતગમતનાં અનેક ક્ષેત્રોની લાઇબ્રેરી ધરાવનારો કોઈ સ્પોર્ટ્સ સમીક્ષક મારી જાણમાં નથી. આ પ્રબળ પરિશ્રમ પાછળનું મુખ્ય કારણ તો વાચક પ્રત્યેની નિષ્ઠા છે. વાચકને પ્રમાણભૂત માહિતી આપવાનો નિર્ધાર છે. શરૂઆતમાં પ્રત્યેક મૅચની દરરોજ સમીક્ષા લખવાનું શરૂ કર્યા પછી કુમારપાળભાઈએ રમતનું પૃથક્કરણ કરવાનું શરૂ કર્યું. કૉલમ ઉપરાંત તેમણે રમતગમતની પ્રવૃત્તિનો શોખ વિકસે અને એના ચાહકોને માહિતી મળે તે માટે સ્પોર્ટ્સ ઉપર અત્યારસુધીમાં ૩૦૦ જેટલાં પ્રવચનો આપ્યાં છે. તેમની રજૂઆતની શૈલી ખૂબ સુંદર હોય છે જેમાં હકીકત તેમજ આંકડાઓનું સુંદર સંયોજન હોય છે. ભાષા ઉપરના સુંદર કાબૂને લીધે તેમની રજૂઆત આકર્ષક રહેવા પામી છે. દરેક રમત અને તેના ખેલાડીઓનું વર્ણન કરવાની તેમની આબેહૂબ શક્તિ છે. ટેનિસ અને હૉકી, બૉક્સિંગ કે બેઝબોલ હોય, કુમારપાળ દેસાઈએ દરેક રમતને સરખો ન્યાય આપ્યો છે. એટલું જ નહિ પણ કેલિફોર્નિયાના બેઝબોલના તેમજ વિમ્બલ્ડનના ગ્રાસકોર્ટનું વર્ણન એટલી સરસ રીતે કરે કે વાચક ત્યાં પ્રત્યક્ષ હાજર હોય એમ લાગે. આમ ભાષાનો કાબૂ સુંદર શૈલી, રમતનું સંપૂર્ણ જ્ઞાન અને આગવી છટાથી કરાયેલા વર્ણનથી, રજૂઆતથી તેમની કૉલમ ચાર દાયકાથી પણ વધારે સમયથી લોકપ્રિય બની છે. માત્ર કૉલમ લખીને સંતોષ માનવાને બદલે કુમારપાળભાઈએ સ્પોર્ટ્સનાં પુસ્તકો લખ્યાં. આ દરેક પુસ્તક એકબીજાથી તદ્દન અલગ છે. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘હાઉ ટુ પ્લે ક્રિકેટ અને અપંગનાં ઓજસ' ખૂબ લોકપ્રિય બન્યાં છે. પોતાની કૉલમમાં ગુજરાતના કે ગુજરાતી ખેલાડીઓને હંમેશાં પ્રોજેક્ટ કર્યા છે, જેમાં વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, નરી કોન્ટ્રાક્ટર, રૂસી સુરતી, સલીમ દુરાનીથી માંડીને ધીરજ પરસાણા, દિલીપ દોશી, ઉદય જોષી, હેમાંગ બદાણી, પાર્થિવ પટેલ તેમજ ઇરફાનખાન પઠાણ સુધીના અનેક ખેલાડીઓનો સમાવેશ થાય છે. સાચી માહિતી આપવી તેમજ ગૉસિપથી દૂર રહેવું તે કુમારપાળભાઈનું આગવું પાસું છે. નિષ્પક્ષપણે અને નીડરતાથી પોતાની રજૂઆત કરી શકે તે માટે તેમણે રમતગમતની કોઈ 406 વિરલ અને અદ્વિતીય રમતસમીક્ષક Page #440 -------------------------------------------------------------------------- ________________ સંસ્થામાં કોઈ હોદો પણ સ્વીકાર્યો નથી. સ્પોટ્સ જર્નાલિઝમમાં એમણે સોહાદ જાળવ્યું છે. દરેકને સાથે રાખીને કામ કરવાની તેમની ખૂબી ઓર છે. નવા અને ઊગતા લેખકને પ્રોત્સાહન આપવાનું હોય તો કુમારપાળભાઈ હંમેશાં તૈયાર રહેતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ૧૯૭૯-૮૦ની ટેસ્ટ શ્રેણીની સમીક્ષા કરતું ગ્લોરિયસ બેટલ’ નામનું અંગ્રેજી પુસ્તક લખવાની પ્રેરણા અને કુમારપાળભાઈએ જ આપી હતી. જરૂર પડ્યું સૂચન કરતા અને કાર્ય સરસ રીતે પૂરું થાય તે તેઓ જોતા. મારા આ પ્રથમ પુસ્તકની પ્રશંસા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર કીથ મિલરે કરી છે. બીબીસીના કોમેન્ટેટર જોન આઊંટે આ પુસ્તકની સમીક્ષા ઇંગ્લેન્ડથી પ્રસિદ્ધ થતા વિઝડન–૮૩માં કરી છે. આ પુસ્તક લૉફ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડની લાઇબ્રેરીમાં સ્થાન પામ્યું છે. કુમારપાળભાઈએ લેખન, પ્રવચન અને અખબાર દ્વારા રમતગમતને ખૂબ લોકપ્રિયતા બક્ષી છે. આમ નીડર, નિષ્પક્ષ અને પોતાની આગવી શૈલીથી રજૂ કરવામાં આવેલ તેમનાં લખાણ તેમજ હંમેશાં નવા લેખકને પ્રોત્સાહન પૂરું પાડનાર અને દરેકને સાથે રાખીને કામ કરવાની તેમની કાર્યશૈલી ઘણાં વર્ષો સુધી ચાલુ છે. ખરેખર, ભારત સરકારે તેમને એનાયત કરેલ ‘પદ્મશ્રી'નો એવૉર્ડ એક વ્યક્તિને નહિ પણ સચ્ચાઈ, હિંમત અને પ્રમાણિકતા દ્વારા કરેલા કાર્યને મળ્યો છે. એક ગુજરાતી તરીકે હું ગર્વની લાગણી અનુભવું છું. રમત-સમીક્ષક અને રાષ્ટ્રીય કક્ષાના કોમેન્ટેટર 407 સુધીર તલાટી Page #441 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ અને હવે પદ્મશ્રી' ડૉ. કુમારપાળ દેસાઈ. એક બહુમુખી પ્રતિભા ધરાવતા મેધાવી વ્યક્તિત્વવાળા ડૉ. કુમારપાળ દેસાઈની યશકલગીમાં ૨૦૦૪માં ઉમેરાયેલું એક વધુ, વિશેષ ઘાવી વ્યક્તિત્વ સુવાસિત સોનેરી પિચ્છ. અને પ્રેરણાદાયી. કુમારપાળ દેસાઈ એટલે અનેક રંગો ધરાવનાર જીવંત મેઘધનુષ્ય'. સાહિત્ય, શિક્ષણ, રમતસમીક્ષક રમતગમત, પત્રકારત્વ, ધર્મદર્શન, વિવેચન, અદ્ભુત વક્તવ્ય, સમાજસેવા જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય બહુમૂલ્ય ફાળો આપનાર છે. કુમારપાળ દેસાઈની પ્રતિભા અને તેમનો મિલનસાર સ્વભાવનો જાદુ જ એવો છે કે તેમના પરિચયમાં આવનાર તેમના આજીવન ચાહક અને મિત્ર બની રહે છે. આવા અજાતશત્રુ કુમારપાળ દેસાઈ મારા જેવા અનેક માટે ગુરુવર્ય છે. ડૉક્ટરેટની પદવી જગદીશ બિનીવાલે માટે સંશોધન કરનારાઓ માટે કુમારપાળ દેસાઈ જ એક વિષય બની રહે તેવું તેમનું વ્યક્તિત્વ તથા વૈશ્વિક પ્રદાન છે. તેમની લેખનશૈલી, ઉચ્ચકક્ષાની ભાષા, વ્યવસ્થિતતા, તેમની વ્યક્તિગત સંદર્ભવ્યવસ્થા, લેખનશિસ્ત, એક જ પ્રકારના લખવાના કાગળો, લેખનચીવટ વગેરે ગુણોથી મારા જેવા કેટલાયને તેમણે પ્રભાવિત કર્યા હતા. મારી 408 Page #442 -------------------------------------------------------------------------- ________________ લેખનશૈલી પર કુમારપાળ દેસાઈના વિશિષ્ટ ગુણોનો વિશેષ પ્રભાવ પડ્યો. હું એકલવ્ય' હતો, તેઓ મારા ગુરુ દ્રોણાચાર્ય' હતા. ૧૯૬૩માં, મુંબઈમાં અભ્યાસ પૂરો કરીને હું અમદાવાદ આવ્યો. લેખન અને રમતગમતલેખનનો શોખ કૉલેજકાળથી જ હતો, પરંતુ પદ્ધતિસરનું લેખન નહીં. વિશેષ જ્ઞાન પણ નહોતું. વિશેષ વાચન નહીં, અભ્યાસ નહીં. દરમ્યાનમાં, ગુજરાત સમાચાર' દૈનિકમાં કુમારપાળ દેસાઈના રમતગમત વિષયક લેખો જોયા, વાંચ્યા અને એક પ્રકારની લેખન-શક્તિનો સંચાર થયો. તેમની ભાષા, રજૂઆત કરવાની શૈલી, વિષયવસ્તુ, લેખનો પ્રારંભ, વચ્ચે વચ્ચે પ્રસંગો – મને ખૂબ પ્રભાવિત કરી ગયાં. એ સમય દરમ્યાન, લાલ દરવાજા વિસ્તારમાં સરદાર પાર્ક ઉદ્યાનમાં એક ખેલકૂદવીર હરબંસસિંઘ નામના સરદારજીએ “અવિરત ચાલવાનો યજ્ઞ આરંભ્યો હતો. મેં તેનો ફોટો પાડ્યો અને તેની મુલાકાત લીધી અને ખેલાડી’ નામના રમતગમત-માસિકને મોકલવાનો વિચાર કર્યો. જનસત્તા'ના પત્રકારો ઘનશ્યામ ભાવસાર તથા નાનશા ઠાકોર ખેલાડી' સાપ્તાહિકનું સંચાલન કરતા હતા. ગુજરાતનું તે એકમાત્ર રમતગમતનું સામયિક હતું. કુમારપાળ દેસાઈ, યશવન્ત મહેતા જેવા સિદ્ધહસ્ત લેખકો પણ તેમાં લખતા હતા. દરમ્યાનમાં જ ગુજરાત સમાચારમાં પેલા અવિરત ચાલનારા સરદારજી વિશે કુમારપાળ દેસાઈનોયે લેખ છપાયો હતો. બસ, ત્યારથી કુમારપાળ દેસાઈને મેં પ્રેરણામૂર્તિ બનાવી દીધા. મારો લેખ ખેલાડી’ અને ‘નૂતન ગુજરાતીમાં છપાયો, “ખેલાડીમાં લેખો છપાવા લાગ્યા. “સંદેશ' દૈનિકની રવિવાર-પૂર્તિમાંયે લેખો છપાવા લાગ્યા. કુમારપાળ દેસાઈને મળવાની લાલસામાં હું ફરતો, તેમને દૂરથી જોતો, પરંતુ આટલા મોટા લેખક સાથે વાતો કેવી રીતે કરવી? એ વિચારે હું તેમની પાસે જતો નહીં. ૧૯૭રમાં ભવન્સ પત્રકારત્વ કૉલેજમાં પત્રકારત્વના ડિપ્લોમા અભ્યાસ દરમ્યાન, પહેલા જ દિવસે કુમારપાળ દેસાઈને પ્રત્યક્ષ મળવાની મારી ઉત્સુકતાનો અંત આવી ગયો. લેક્ટરના પહેલા જ દિવસે તેમણે દરેક વિદ્યાર્થીને પોતાનું નામ જણાવવા કહ્યું. મારા દિલની ધડકન વધી ગઈ. મારો ક્રમ આવ્યો. ઊભા થઈ મેં કહ્યું, “જગદીશ બિનીવાલે.” અને કુમારપાળ દેસાઈના તેજસ્વી ચહેરા પર એકદમ આત્મીયતાના ભાવ પ્રગટ્યા. પછી મળીએ” એમ તેમણે કહ્યું. ' વિખ્યાત રમતગમત લેખક-પત્રકાર કુમારપાળ દેસાઈ સાથેની મારી પહેલી એ મુલાકાત. વર્ગ પૂરો થયા બાદ અમે મળ્યા. ખૂબ વાતો કરી. મારો ઉત્સાહ જ ઓર વધી ગયો. પછી તો હું તેમના નિવાસસ્થાને – ચંદ્રનગર સોસાયટીમાં – અવારનવાર જતો. તેમના 409 જગદીશ બિનીવાલે Page #443 -------------------------------------------------------------------------- ________________ લેખનકાર્યને વ્યવસ્થિત મઠારવામાં મદદ કરવા લાગ્યો. કુમારપાળ દેસાઈની સમૃદ્ધ લાયબ્રેરી, અત્યંત વ્યવસ્થિત લખાણ, લેખની પ્રત જરાયે વળે નહીં તેની ચીવટ વગેરેથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. કુમારપાળ દેસાઈએ રમતગમત તથા અન્ય વિષયોનાં મોટા કદનાં કવર તૈયાર કર્યા હતાં. દરેક કવર પર મોટા અક્ષરોમાં નંબર, રમતનો પ્રકાર, ખેલાડીનું નામ વગેરે લખેલાં હતાં અને એક કબાટમાં ક્રમ મુજબ વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. એ જ કબાટના બારણાની પાછળ કબાટમાંનાં કવરોની ક્રમિક યાદી લગાવેલી હતી. બીજા કબાટમાં, કવરના વિષય અને ખેલાડીઓના મુદ્રણ માટેના ફોટો-બ્લૉક્સ ગોઠવેલા હતા. તે પણ કવરમાં વ્યવસ્થિત ગોઠવેલા હતા. દરેક રમતખેલાડીના ક્રમ તેમના ફોટો-બ્લોક પર લખેલા હતા. કુમારપાળભાઈની આ વિશિષ્ટ પદ્ધતિ અને વ્યવસ્થા કોઈના માટે પણ એટલી સુવિધાભરી હતી કે કોઈ પણ ખેલાડી કે રમત વિશેની માહિતી પળવારમાં મળી જતી. માનો કે ડૉન બ્રેડમેનના માહિતી-કવરનો નંબર ૧૦ હોય, તો તેમના બ્લૉક્સ ગોઠવેલા કવરનો નંબર પણ ૧૦ જ હોય. આ સંદર્ભ-વ્યવસ્થા અનુકરણીય હતી. તેમના રોજબરોજ છપાતા લેખોના કટિંગ્સ (કતરણો) પર રોજેરોજ વ્યવસ્થિત નોંધ એટલે કે અખબારનું નામ, વિભાગ, છપાયાની તારીખ સાથે ફાઈલ કરવામાં આવતી. તેમને ત્યાં આવતાં ઢગલાબંધ અખબારોમાં પ્રસિદ્ધ ઉપયોગી માહિતીના કટિંગ્સ જે તે વિષયના કવરોમાં મૂકવામાં આવતાં સમૃદ્ધ સંદર્ભના ઉપયોગના કારણે કુમારપાળ દેસાઈના લેખો સમૃદ્ધ માહિતીસભર બનતા. ખૂબ ઝીણી ઝીણી નોંધો તેઓ કરતા. જે લેખ તૈયાર કરતી વખતે અતિ ઉપયોગી થઈ પડતી. કુમારપાળ દેસાઈ લેખન માટે નિશ્ચિત માપના, લીટીવાળા કાગળોનો ઉપયોગ કરતા. કાગળ પર હાંસિયો ખાસ રહેતો. લેખ તૈયાર થયા બાદ, એક વાર વાંચી જતા. કોઈ ક્ષતિ કે હકીકતદોષ રહ્યો નથી ને ? તેની ખાસ કાળજી લેતા. લેખ તૈયાર થયા બાદ, કાગળોના માપથી મોટું કવર લઈ, કવર પર કયા અખબારને મોકલવાનું છે તેનું નામ-સરનામું લખી, આખી સ્ક્રિપ્ટ અંદર સીધી સરકાવીને, બરોબર કવર બંધ કરીને મોકલતા. તેમની અખબારી સ્ક્રિપ્ટ ક્યારેય મેં વળેલી કે ગડી વાળેલી જોઈ નથી. રમતગમતના લેખો લખતી વખતે ભાષાશૈલી બાબતે તેઓ ખૂબ ચીવટ રાખતા. ક્રિકેટની રમત વિશે તેમના કેટલાક પારિભાષિક શબ્દો “કાંડાઓનું કસાયેલું કૌવત અને અન્ય એટલા લોકપ્રિય બન્યા હતા કે અન્ય રમતગમત-લેખકો પણ એ જ શબ્દોનો તેમના લેખોમાં પ્રયોગ કરવા લાગ્યા હતા. 410 મેધાવી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી રમતસમીક્ષક Page #444 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈની સાથે કામ કરતાં કરતાં મને ઘણું પદ્ધતિસરનું કામ શીખવા મળ્યું. મારા પર તેમની કાર્યપદ્ધતિનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. મેં પણ તેમની જ શૈલીથી લેખન કરવાનો પ્રયત્ન કર્યો. અમદાવાદમાં જ્યારે પણ ક્રિકેટની ટેસ્ટમૅચ કે વન-ડે મેચ યોજાતી ત્યારે સ્ટેડિયમના પ્રેસ બૉક્સમાં અમે સાથે જ બેસતા. મને તેમની સાથે બેસવામાં ઘણું ઘણું નવું શીખવાનું મળ્યું. મૅચ શરૂ થતાં પૂર્વે તેઓ કાગળની ત્રણ-ચાર નાની-નાની નોટ્સ તૈયાર કરતા. એકમાં તેઓ મૅચનો અહેવાલ લખતા જતા. બીજામાં કોઈ નોંધપાત્ર ઘટના બને તેની નોંધ કરતા. ત્રીજામાં તેઓ ઓવરદીઠ રનસંખ્યા, સ્કોર, બૅટ્સમેન – બૉલરની કોઈ ઘટના વગેરેની નોંધ કરતા. કુમારપાળ દેસાઈ સાથેનો પ્રેસ બૉક્સમાંનો એ સત્સંગ મને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ પડ્યો. હું અમદાવાદમાં કે અમદાવાદ બહાર મૅચનું કવરિંગ’ કરવા જતો ત્યારે કુમારપાળ દેસાઈની શૈલી મુજબ જ કામ કરતો અને સાંજે પ્રેસમાં પહોંચતા સુધીમાં મારો અહેવાલ, સ્કોરબોર્ડ, મેચના હાઇલાઇટ્સ, અન્ય વિગતો બિલકુલ તૈયાર રહેતાં અને પ્રેસમાં જતાની સાથે મારે બધી જ કૉપીઓ કંપોઝમાં આપવાનું જ બાકી રહેતું. - કુમારપાળ દેસાઈએ માત્ર અખબારી ક્ષેત્રે જ નહીં, આકાશવાણી અને ટેલિવિઝન ક્ષેત્રે પણ વિવિધ વિષયો પર વક્તવ્યો આપીને મહત્ત્વનું પ્રદાન કર્યું. તેઓ પોતાના મિત્રોને પ્રોત્સાહન આપવામાં ક્યારેય પાછી પાની કરતા નહીં. તેમના ભાષણોના કેટલાયે કાર્યક્રમોમાં મેં હાજરી આપેલી. તેમનું વક્તવ્ય એટલું રસિક બનતું કે ઊઠવાનું મન જ ન થાય. કુમારપાળ દેસાઈએ રમતગમતવિષયક અનેક પુસ્તકો લખ્યાં, જેના અન્ય ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ થયા. વર્ષો સુધી ગુજરાત સમાચારમાં રમતનું મેદાન' નામની કટાર તેમણે રવિવાર પૂર્તિમાં સંભાળી. તેઓ કહેતા કે, “લેખન વિગતપૂર્ણ, પ્રમાણભૂત અને રસપ્રદ હોય તેટલું વિશેષ વાચનસભર બનતું હોય છે. વાચકોને પણ વાંચવું ગમે છે.” પહેલાં અમદાવાદમાં જ્યારે પણ પ્રવાસી વિદેશી ક્રિકેટ ટીમો સામેની મેચ યોજાતી ત્યારે ‘વિશેષાંકો પ્રકાશિત થતા જેમાં કુમારપાળ દેસાઈનો ક્રિકેટ જંગ' વિશેષાંક ટોચ પર રહેતો, વિશેષ વેચાતો હતો. કુમારપાળ દેસાઈએ અનેક વિશેષાંકો બહાર પાડ્યા. આ ક્ષેત્રમાં પણ તેમનું સૌથી મોટું પ્રદાન છે. ગુજરાતી વિશ્વકોશમાં રમતગમત વિભાગના અધિકરણો લખવાનો તેમણે મોકો આપ્યો હતો. “ગુજરાતી વિશ્વકોશના રમતગમત વિભાગમાં મારા જેવા અનેક રમતગમત-લેખકોનો પ્રવેશ પણ કુમારપાળ દેસાઈના રમતગમત-પ્રેમને જ આભારી છે. “હીરો” પારખનારા તેઓશ્રી એક ઉત્તમ ઝવેરી છે. 4li જગદીશ બિનીવાલે Page #445 -------------------------------------------------------------------------- ________________ એમના મેધાવી, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની છાપ કોઈ પણ સંજોગોમાં ભૂંસાય તેમ નથી. તેમની મહાનતા, વિવેકશીલતા, ઉદાત્તતા અને સૌજન્યને તેમના પરિચયમાં આવેલા લેખક ક્યારેય ભૂલી શકે તેમ નથી. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા અને રમતગમતમાં ભારે નામના મેળવ્યા બાદ ધર્મદર્શનક્ષેત્રે તેમણે દેશ-વિદેશમાં પોતાના જૈન ધર્મ સંબંધોનાં ભાષણોથી નામ ગુંજતું કર્યું, છતાં મિત્રોને ભૂલ્યા નહોતા. ૧૯૯૪માં અમદાવાદના નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા “સંસ્કૃતિગૌરવ એવૉર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ ત્યારે મોટા મનથી તેમણે મારા નામની ભલામણ કરી હતી. આ જ એમના હૃદયની વિશાળતા બતાવે છે. આવા મહાન પુરુષ અને વિદ્વાન સાહિત્યકાર, પત્રકાર, લેખક, સમાજસેવક, ધર્મતજ્ઞ ડો. કુમારપાળ દેસાઈને ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી'ના ખિતાબથી નવાજવામાં આવ્યા - એ ગુજરાત માટે, સમગ્ર રમતજગત માટે અને સહુ કોઈને માટે ગૌરવની બાબત છે. રમત-સમીક્ષક અને ક્રિકેટ-લેખક 412 મેધાવી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી રમતસમીક્ષક Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમારપાળ દેસાઈ સાથે મારા સંબંધો ઘણા જૂના છે. શેઠ સી. એન. વ્યાયામ વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક તરીકે અને ત્યારબાદ આચાર્ય તરીકે શ્રી કુમારપાળ દેસાઈને ખૂબ જ નિકટથી જોવાની કેટલીક વાર તક મળી છે. અમારી સંસ્થા શારીરિક શિક્ષણ તથા રમતગમતની હોવાથી ગુજરાતના રમતગમત અંગેના લેખકોની જાણકારી રાખવી અમારા માટે આવશ્યક હતી. બીજી બાજુ ગુજરાતના અત્યંત લોકપ્રિય સમાચા૨પત્ર ‘ગુજરાત સમાચાર'માં કુમારપાળ દેસાઈની ૨મતગમતની કૉલમ ન વાંચનાર ભાગ્યે જ કોઈ રમતપ્રેમી વાચક ગુજરાતમાં હોય. કુમારપાળભાઈ જૈન ફિલૉસોફીના આંતરરાષ્ટ્રીય વિદ્વાન છે. ફિલોસોફી અને રમતગમતના સંબંધ વિશે વિચારું ત્યારે ૨મતક્ષેત્રના મારા અનુભવમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સુકાની માઇકલ બ્રેઅર્થેનું સ્મરણ થાય છે. તેઓ ફિલૉસોફીના અધ્યાપક હતા અને ઇંગ્લૅન્ડના અગ્રિમ બૅટ્સમેન હતા. રમતજગતની દુનિયામાં લેખનકલા અને ક્રિકેટનો સંગમ નેવિલ કારડસ જેવાનાં લખાણોમાં જોવા મળે છે, પણ સાહિત્યકાર, તત્ત્વચિંતક અને રમતસમીક્ષક એવો ત્રિવેણીસંગમ તો વિશ્વમાં ક્યાંય જોયો નથી. આ બાબતમાં આપણા ડૉ. કુમારપાળ દેસાઈ અદ્વિતીય ગણાય. મેં ૩૪ વર્ષ સુધી સી.એન.માં સેવાઓ આપી અને આ રીતે પણ મને કુમારપાળ દેસાઈની નિકટ આવવાની તક મળી છે. શેઠ સી. એન. વ્યાયામ 413 રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષક પી.ડી. શર્મા Page #447 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાભવન દર વર્ષે ખેલકૂદ રમતોત્સવ’ યોજે છે અને તેમાં મુખ્ય મહેમાન તરીકે ફક્ત રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ખેલાડી કે લેખકની પસંદગી કરે છે. આ રીતે પણ કુમારપાળ દેસાઈ આ રમતોત્સવમાં કેટલીક વાર મુખ્ય મહેમાન તરીકે આવ્યા છે. આ ઉપરાંત શેઠ સી. એન. વિદ્યાલયનાં છાત્રાલયોમાં ઉનાળાની રજાઓ દરમ્યાન છાત્રાલયમાં રહેનાર વિદ્યાર્થીઓ માટે વિશેષ વર્ગો ચલાવવામાં આવે છે અને તે સમય દરમ્યાન ગુજરાતના કેટલાક ખ્યાતનામ વિદ્વાનોને પ્રવચન માટે બોલાવવામાં આવે છે, તેમાંથી દર વર્ષે આવનાર વિદ્વાનોમાં કુમારપાળ દેસાઈ એક છે. આ રીતે પણ કુમારપાળ દેસાઈ સાથે સંપર્ક રહ્યો છે. આમ વિવિધ અવસરોએ વિવિધ રૂપમાં કુમારપાળ દેસાઈને નિકટથી જોવાની તક મળી છે અને સહજ રીતે એક “સ્વજન' તરીકેનો સંબંધ બંધાયો, જે આજે પણ ચાલુ છે. ખૂબ જ જૂજ લોકો વિદ્વાન હોવા છતાં વિનમ્ર હોય છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ લેખક, પ્રાધ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક તથા ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના ડીન હોવા છતાં પણ કુમારપાળ દેસાઈ પોતાના સ્વજનો માટે જરા પણ બદલાયા નથી. કેટલીક વાર એમ લાગે છે કે ઈશ્વર વિશેષ સમય કાઢીને વિશેષ વ્યક્તિઓનું ઘડતર કરતો હશે. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ પણ આ પ્રકારની વિશેષ વ્યક્તિઓમાં ગણાય. ખૂબ જ જૂજ લોકો લોકપ્રિય રહીને વહીવટ કરી શકે છે. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વની વિશેષ વાતો એ છે કે તે મિતભાષી છે અને જે કહે છે તે કરે છે. એમના વ્યક્તિત્વની એક જાતની છાપ છે. ઉમદા વ્યક્તિત્વ માટે વ્યક્તિમાં કર્તવ્યનિષ્ઠા, શિસ્ત, નિયમિતતા, આજ્ઞાપાલન, ચારિત્ર્ય જેવાં ઘણાં લક્ષણોની જરૂર પડે છે. કુમારપાળ દેસાઈમાં આ બધાં જ લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર વિચાર કરવાની ફરજ પડે છે કે એક વ્યક્તિ ગુજરાતીના કુશળ પ્રાધ્યાપક, પીએચ.ડી.ના માર્ગદર્શક, આર્ટ્સ ફેકલ્ટીના ડીન, ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના નિયામક, ગુજરાત સમાચારના કટારલેખક, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી, રમતગમતના કટારલેખક અને વિવિધ પુસ્તકોના લેખક એકીસાથે કેવી રીતે બની શકે ? કુમારપાળ દેસાઈ પાસેથી ‘સમયનું આયોજન' શીખવા જેવું છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ પાસે કામ કરવા માટે દિવસમાં ફક્ત ૨૪ કલાક જ હોય છે, પરંતુ વ્યક્તિ આ ૨૪ કલાકનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના ઉપર તેની પ્રગતિ અને કાર્યક્ષમતાનો આધાર હોય છે. “શાંત સ્વભાવ પણ કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વની વિશેષતા ગણાય. તો જ આટલાં બધાં કાર્યો એક વ્યક્તિ કરી શકે કેટલીક વાર જ્યારે કોઈ વ્યક્તિને ‘એવાં મળે છે ત્યારે તે ગર્વ મહેસૂસ કરવા માંડે છે, પરંતુ કુમારપાળ દેસાઈ તો એવૉર્ડસ મળવાથી વિનમ્રતા મહેસૂસ કરે છે. આને કારણે દરેક વ્યક્તિને કુમારપાળ દેસાઈ સ્વજન જેવા લાગે છે. 414 રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષક Page #448 -------------------------------------------------------------------------- ________________ જે કંઈ કાર્ય કરીએ તે સંપૂર્ણ નિષ્ઠાથી કરીએ તે બાબત પણ કુમારપાળના વ્યક્તિત્વની વિશેષતા ગણાય. તો જ કોઈ એક વ્યક્તિ આટલી બધી જવાબદારીઓ એકીસાથે નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી શકે છે. ઉત્તમ લેખક ઉપરાંત કુમારપાળ દેસાઈ સમર્થ વક્તા પણ છે. પોતાની વાત સહજ અને સીધી રીતે શ્રોતાઓને પહોંચાડવી એ કોઈ સરળ વાત નથી. ખૂબ જ ઓછા લોકો પાસે આ જાતની કળા હોય છે. આ રીતે કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વમાં રહેલી બધી બાબતો એમને લોકપ્રિય બનાવે છે અને તેથી જ જ્યારે તેઓને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો એવૉર્ડ એનાયત થયો ત્યારે બધાયને એમ લાગ્યું કે તેમના કોઈ સ્વજનને આ એવૉર્ડ મળ્યો હોય. આ જાતનું વ્યક્તિત્વ અને વિરલ વ્યક્તિઓમાં જ જોવા મળ્યું છે. સાચા અર્થમાં તો કુમારપાળ દેસાઈ જન્મથી લેખક છે, કારણ કે તેમના પિતાશ્રી જયભિખ્ખું ગુજરાતના મહાન લેખક હતા. ગુજરાતી ભાષામાં સાહિત્યકાર તરીકે કુમારપાળ દેસાઈની ગણના મહત્ત્વના લેખકોમાં ગણાશે, એમાં તો કોઈ બે મત નથી. પરંતુ રમતગમતના લેખક તરીકે એમની છાપ રાષ્ટ્રકક્ષાના કોઈ પણ રમતગમતના લેખકથી ઓછી નથી. જ્યારે ગુજરાતમાં ગુજરાતીમાં રમતગમત ક્ષેત્રે લખનાર લેખકોની ખૂબ જ અછત છે, ત્યારે કુમારપાળ દેસાઈ જેવા સિદ્ધહસ્ત લેખકે રમતગમત ક્ષેત્રે પદાર્પણ કરીને રમતગમત ક્ષેત્રની મહાન સેવા કરી છે. એમ તો કુમારપાળ દેસાઈ રમતગમતના દરેક વિષયનું જ્ઞાન ધરાવે છે તથા દરેક વિષય પર લખતા પણ હોય છે, છતાં પણ ‘ક્રિકેટ' એમનો પ્રિય વિષય છે. કુમારપાળભાઈ રમતગમતની કોઈ પણ સંસ્થા સાથે સીધી રીતે જોડાયેલા ન હોવાથી તેઓ નિઃસંકોચ તેમજ વિવેચનાત્મક રીતે સાચી બાબતો લખતા હોય છે, જે વાચકોને ખૂબ જ ગમતી હોય છે. કુમારપાળ દેસાઈ પાસે રમતગમત અંગેનું અજોડ સાહિત્ય છે અને તેથી જ તેઓ સચોટ માહિતી આપી શકે છે, જ્યારે પણ કુમારપાળભાઈ વિદેશના પ્રવાસે જાય છે ત્યારે તે દેશનાં મેદાનો, રમતગમતની સુવિધાઓ, રમતગમતના અધિકારીઓ, આયોજકો અને ખેલાડીઓને અચૂક મળે છે, એટલું જ નહિ પણ તે અંગેની વિગતો પણ ગુજરાત સમાચાર'માં લખી સામાન્ય પ્રજાને પહોંચાડતા હોય છે. ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી તેમજ તેના રમતગમત વિભાગના સંપાદક હોવાથી ગુજરાતી વિશ્વકોશમાં રમતગમતની ટૂંકી તથા સચોટ માહિતી તેમના સંપાદન હેઠળ અત્યાર સુધી પ્રકાશિત થઈ છે. ગુજરાતી વિશ્વકોશમાં પ્રથમ ખંડથી જ મારી પસંદગી તેઓએ કરી છે તેથી ગુજરાતી વિશ્વકોશના દરેક ખંડમાં રમતગમતનાં અધિકરણો લખવાની મને તક મળી છે અને આ રીતે એમની નિકટ આવવાની પણ મને તક મળી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે “ભારત વિશે 4ls પી. ડી. શર્મા Page #449 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રકાશિત કર્યો, તેમાં પણ મને ‘રમતગમત અને યુવાપ્રવૃત્તિ વિશે લખવાની તક મળી અને ત્યારે હું કુમારપાળ દેસાઈની લેખનકળાને ખૂબ જ નજીકથી જોઈ શક્યો. આ રીતે રમતગમત ક્ષેત્રે કુમારપાળ દેસાઈનો ફાળો ફક્ત ગુજરાતમાં જ નહિ, પરંતુ ભારતમાં અજોડ અને અનોખો ગણાય. અંતે, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે કુમારપાળ દેસાઈને રમતગમત ક્ષેત્રે વધુ લખવાની પ્રેરણા તથા શક્તિ આપે અને ગુજરાત તથા દેશનું રમતગમતનું સાહિત્ય વધુ સમૃદ્ધ બને. આવા વિરલ અને બહુમુખી પ્રતિભા ધરાવતા લેખકને નમન કરું છું. ૨૦૦૪ના પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને એમની રાષ્ટ્રીય યોગદાન ધરાવતી ઉત્કૃષ્ટ સેવા બદલ પદ્મશ્રી’નો ગૌરવવંતો એવોર્ડ એનાયત થયો તેથી આનંદ અનુભવું છું. ભવિષ્યમાં ભારતરત્ન સુધીનો એવોર્ડ પ્રાપ્ત કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. પૂર્વ અધ્યાપક, ચી. ન. વ્યાયામ વિદ્યાભવન અને રમતગમત વિષયના ગ્રંથલેખક 416 રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષક Page #450 -------------------------------------------------------------------------- ________________ ૨00૪ની ૧૮મી જાન્યુઆરીએ સૂરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા બેસ્ટ સ્પૉર્સ જર્નાલિસ્ટનો એવૉર્ડ અર્પણ કરી રહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને ટેસ્ટ સિલેક્ટર અંશુમાન ગાયકવાડ ક્રિકેટની સમીક્ષા માટે કાઉફર્ડ હાઈટ સાથે સ્ટેડિયમ તરફ Page #451 -------------------------------------------------------------------------- ________________ ટેસ્ટ ક્રિકેટર વિજય માંજરેકર સાથે મજૂરઅલી ખાન પટૌડી સાથે | ‘અપંગનાં ઓજસ'માં જેની કથા આલેખાયેલી છે તે ભારતના લેગ સ્પિનર ચંદ્રશેખર સાથે Page #452 -------------------------------------------------------------------------- ________________ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઑપનર, સિલેક્શન કમિટીના પૂર્વ ચૅરમેન અને કોમેન્ટેટર વિજય મર્ચન્ટ એમને વિશે લખાયેલા લેખને નિહાળીને પ્રસન્નતા અનુભવે છે, ક્રિકેટના વિખ્યાત આંકડાશાસ્ત્રી અને પરમમિત્ર-મુરબ્બી આણંદજી ડોસા સાથે Page #453 -------------------------------------------------------------------------- ________________ છટાદાર બેટ્સમેન જી. આર. વિશ્વનાથ સાથે કપિલદેવ સાથે ક્રિકેટવિષયક ચર્ચામાં Page #454 -------------------------------------------------------------------------- ________________ JAIN CENTRE PRATISTHA MAHOTSAV sus row aw - ૧૯૮૮ની ૮મી જૂનના રોજ લેસ્ટરમાં યોજાયેલા વર્લ્ડ જૈન કૉંગ્રેસ સમયે વક્તવ્ય જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયૉર્કમાં વક્તવ્ય Page #455 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાના જૈન સેન્ટર ઑફ સધર્ન કૅલિફૉર્નિયા દ્વારા અપાયેલા ‘ગૌરવ પુરસ્કાર’ અંગે પ્રતિભાવ જૈન સેન્ટર ઑફ અમેરિકા(ન્યૂજર્સી)માં ઉપસ્થિત શ્રોતાજનો જૈન સેન્ટર ઑફ અમેરિકા(ન્યૂયૉર્ક)માં ઉપસ્થિત શ્રોતાજનો Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૯ત્ના સપ્ટેમ્બરમાં શિકાગોમાં યુવાનો સાથે ધર્મદર્શનની ચર્ચા ૧૯૯૩ની શિકાગોની વર્લ્ડ પાલમેન્ટ ઑફ રિલિજિયન્સના પ્રારંભ પૂર્વે રેડ ઇન્ડિયન સાથે Page #457 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે શ્રી યગ્નેશ હ. શુક્લ એવૉર્ડ અને માનપત્ર અર્પણ કરી રહેલા શ્રી વાસુદેવ મહેતા શ્રી મુંબઇ જૈન પત્રકાર સંઘ = 0 3 ||) ની કુબઇના ની સુઈ નજર ત રજૂ એક જ નજરનો જાઉં Page #458 -------------------------------------------------------------------------- ________________ hat.. પ કરવા પર ભાર અકલ્પનીય પરિશ્રમના સ્વામી કોઈ પણ ક્ષેત્રમાં પરિશ્રમ અને પ્રારબ્ધના સથવારે જ લાંબો સમય સુધી સફળતા મેળવી શકાતી હોય છે. પરંતુ કેટલીક અપવાદરૂપ વ્યક્તિઓ માત્ર અને માત્ર પરિશ્રમના સથવારે અભૂતપૂર્વ સફળતાઓ અંકે કરી જાય છે અને આ શ્રેણીમાં આવે છે મારા વડીલ મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈ ! ડૉ. કુમારપાળે હંમેશાં અથાગ પરિશ્રમ અને મક્કમ નિર્ધારના સથવારે અવનવાં શિખરો સર કર્યા જ છે. અરે, વધતી જતી ઉમર પણ તેમની આ નિતનવી સફળતાઓમાં બાધારૂપ બની નથી શકી એ એમનું સદ્ભાગ્ય ! સ્વાભિમાની ડૉ. કુમારપાળ દેસાઈએ બાળસાહિત્યસર્જનથી માંડીને જૈન સાહિત્યનો અભ્યાસ, સર્જક, સંશોધક, વિવેચક, લેખક સંપાદક, કૉલેજ-પ્રાધ્યાપક તેમજ ડીન તરીકે ઉલ્લેખનીય સફળતા મેળવી છે. પર્યુષણ પર્વ નિમિત્તે યોજાતાં વ્યાખ્યાનો સંદર્ભે તો તેઓને આપણે ક્રિકેટીય ભાષામાં સર ડોન બ્રેડમેન સાથે જ સરખાવી શકીએ. દેશ-વિદેશોમાં તેઓએ આ સંબંધે આપેલાં વ્યાખ્યાનોની ભરપૂર પ્રશંસા થઈ છે. હું મૂળે રહ્યો રમતજીવ એટલે બાળપણથી જ રમતગમતના લેખો વાંચવાનો ઇચ્છુક - પરંતુ આપણા ગુજરાતીઓના કમનસીબે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સ્તરીય રમતગમત સમીક્ષકો આપણને સાંપડ્યા છે જેમાં ડૉ. કુમારપાળ ટોચના સ્થાને બિરાજે છે. વર્ષોથી – અરે દશકાઓથી 417 કી દૂઘવાળા Page #459 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત સમાચારમાં તેઓની રમતગમતની કૉલમ વાંચવાનો આનંદ સાચે જ અનેરો ! અને એમના લેખો-વિષયો પણ એવા હોય કે વાચકોને અવનવું જાણવાનું મળે. સમયના વહેણ સાથે તેઓએ આ દૈનિકમાં જ અન્ય વિષયો પર પણ કસબ જમાવ્યો, પરંતુ મેં તો તેમની રમતગમત કૉલમને જ વધુ માણી છે એ નિશ્ચિત! એક જ વ્યક્તિ દ્વારા વર્ષોનાં વર્ષો સુધી એકથી વધુ ક્ષેત્રને આવરી લેતી કૉલમો એકથી વધુ અખબાર કે મેગેઝીનમાં લખતા રહેવું એ સાચે જ લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે એ તો જે વેઠે તે જ જાણે. એક વ્યક્તિ તરીકે અનેરી સફળતા મેળવ્યા છતાં તેઓનામાં મેં કદી અભિમાન કે તોછડાપણાનો અંશ નથી નિહાળ્યો. કામનું ભારણ હોય કે અન્ય વ્યસ્તતા હોય તેઓએ નમ્રતા નથી છોડી એ બાબત ઘણું બધું કહી જાય છે. એ સાચે જ મારું સદ્ભાગ્ય હતું. કે સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા ૧૭મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ યોજાયેલા વિવિધ એવોર્ડ વિતરણ સમારંભ દરમ્યાન ડૉ. કુમારપાળને અને મને પ્રતિષ્ઠિત “સી. કે. પીઠાવાલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. એ સાચે જ મારા માટે અવિસ્મરણીય પળ હતી. ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર શ્રી અંશુમાન ગાયકવાડ મારતી મોટરે અહીં આવવાનું સૌજન્ય દાખવી ગયા અને જ્યારે તેમણે કુમારપાળ દેસાઈને એવોર્ડ આપ્યો ત્યારે તેઓ નમ્ર ભાવે બોલ્યા કે હું ૧૨ વર્ષનો છોકરો હતો ત્યારથી તેમને વાંચું છું આજે તેમના મારા હાથે એવૉર્ડ આપતી વખતે હિટ વિકેટ થવા જેવો અનુભવ કરું છું. આ કાર્યક્રમ સમાપ્તિના એકાદ અઠવાડિયામાં જ એવા સમાચાર મળ્યા કે ડૉ. કુમારપાળને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો ખિતાબ એનાયત થશે. આ સન્માન પ્રાપ્ત થઈ જ ચૂક્યું છે ત્યારે તેઓની આ સિદ્ધિએ દરેક ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. યુવાનોને શરમાવે એવી નિષ્ઠા અને લગનના સથવારે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ આવનારાં વર્ષોમાં યુવા પેઢી માટે ઉપયોગી થઈ પડે એવી અનેક રચનાઓ કરશે એવી અભ્યર્થના સાથે હું એમને તંદુરસ્ત દીર્ધાયુ ઇચ્છું છું. આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ અમ્પાયર અને રમતગમતના કૉલમ-લેખક 48 અકલ્પનીય પરિશ્રમના સ્વામી Page #460 -------------------------------------------------------------------------- ________________ મારી સિદ્ધિના ભાગીદાર ડી. કુમારપાળ દેસાઈને મારે પ્રથમ વાર મળવાનું ૧૯૬૯માં થયું હતું. તે સમયે તેઓ ગુજરાત સમાચારમાં રમતગમત વિશે લખતા. જેમ જેમ પરિચય વધતો ગયો, તેમ તેમ ખબર પડતી ગઈ કે કુમારપાળભાઈ ફક્ત રમતગમત સિવાય સાહિત્યક્ષેત્રે પણ ઘણું કામ કરી રહ્યા છે. વર્ષોથી તેમની ઈંટ અને ઇમારત કૉલમ ગુજરાત સમાચારમાં નિયમિત વાંચું છું. મને યાદ છે કે તેમણે મારા માટે ભારતની ટીમમાં ગુજરાત વતી સ્થાન મળે તે અંગે ઘણા બધા લેખો લખ્યા હતા, જેના પ્રત્યાઘાત છેક મુંબઈ સુધી અને ક્રિકેટ બૉર્ડ સુધી પહોંચ્યા હતા. તેની અસર પસંદગીકારો પર પણ પડેલી ને ૧૯૭૮-૭૯માં મને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન પણ મળ્યું હતું. આમ, મારી ક્રિકેટ રમતની સિદ્ધિના ભાગીદારોમાં ડો. કુમારપાળ દેસાઈએ પણ યોગદાન કર્યું છે તે કેમ ભૂલી શકાય? એ સમયે ભારતીય ટીમમાં ગુજરાતના ખેલાડીઓને ભાગ્યે જ સ્થાન મળતું. ગુજરાતના ખેલાડીને યોગ્યતાના રાષ્ટ્રીય સ્તરે ભાગ્યે જ બિરદાવવામાં આવતા, આ સમયે ડૉ. કુમારપાળ દેસાઈના લખાણોનો ઘણો પ્રભાવ જોવા મળ્યો હતો. - ઈશ્વરને પ્રાર્થના કે ડૉ. કુમારપાળ દેસાઈને ખૂબ સારી તંદુરસ્તી આપે અને તેના દ્વારા ખૂબ પ્રગતિ કરીને ગુજરાતની જનતાને તેમનાં સાહિત્યનો લાભ મળે. ધીરજ પરસાણા ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર 419 Page #461 -------------------------------------------------------------------------- ________________ ચોક્કસ તારીખ સ્મરણમાં નથી પરંતુ ૧૯૭૬નો ઑક્ટોબર માસ હતો જ્યારે સૌપ્રથમ વખત શ્રી કુમારપાળ દેસાઈનો પ્રત્યક્ષ પરિચય થયો હતો. આમ તો ૧૯૬૬માં અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યો ત્યારથી તેમના લેખો દ્વારા તેમને ઓળખતો હતો. ગુજરાત સમાચારનું રમતનું મેદાન તથા નવચેતનમાં આવતું ખેલકૂદી મારાં પ્રિય કૉલમ કર્મયોગ અને હતાં. ધારદાર વ્યક્તિત્વ અને નિખાલસતા શ્રી જીવનસાથલા કુમારપાળ દેસાઈના ખાસ ગુણ. પ્રથમ પરિચયમાં જ તેમણે દર્શાવેલી આત્મીયતા આજે પણ મને બરાબર યાદ છે. મને ક્રિકેટમાં રૂચિ હતી. મારા આ શોખને કેવી રીતે વિકસાવવો તેની ચર્ચા તેમની સાથે કરતો અને તેમનાં સૂચન અને માર્ગદર્શનથી ક્રિકેટના આંકડાકીય ક્ષેત્રમાં આગળ વધવાનું મેં નક્કી કર્યું. જેમ જેમ કુમારપાળભાઈ સાથેનો પરિચય વધતો ગયો તેમ તેમ તેમની બહુમુખી પ્રતિભાનાં દર્શન થતાં ગયાં. કોઈ પણ માહિતી જોઈતી હોય, જગદીશભાઈ શાહ પુસ્તક જોઈતું હોય કે અન્ય કોઈ સહાયતાની જરૂર ઊભી થાય – હંમેશાં તેઓ તે માટે તૈયાર રહેતા. લગભગ બે હજાર પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી ધરાવતા શ્રી કુમારપાળ દેસાઈ પાસેથી માહિતી કેવી રીતે સાચવવી તેની આગવી સૂઝ જોવા મળી. રમતગમત ક્ષેત્રના તમામ ખેલાડીઓની માહિતી માટે અલગ અલગ કવરો રાખવાં તથા કોઈ પણ 420 Page #462 -------------------------------------------------------------------------- ________________ ખેલાડી કે રમત વિશેની માહિતી એકત્ર કરી તેને કવરોમાં જાળવવાની તેમની આ પદ્ધતિ ખરેખર અભુત લાગી. કુમારપાળભાઈના સહવાસમાં સત્યાવીસ વર્ષ દરમ્યાન મેં જે એક વાત કદી જોઈ નથી તે ગુસ્સો છે. કોઈ પણ વિષમ પરિસ્થિતિ હોય તેઓ સદાય સ્વસ્થ રહીને યોગ્ય નિર્ણય લેતા હોય છે. સફળતાનો સહેજ પણ નશો તેઓને ચડ્યો નથી. કોઈ પણ એવોર્ડ મળ્યા હોય તેનો પ્રભાવ તેમની જીવનશૈલીમાં તેમણે પડવા દીધો નથી. થોડાંક વર્ષો અગાઉ નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષે સુરતની એક સંસ્થા તરફથી ક્રિકેટના ખેલાડી અંશુમાન ગાયકવાડના હસ્તે તેઓને એવોર્ડ મળ્યો. પત્રકારો માટેની કલ્યાણનિધિ જેવી આ સંસ્થાએ એવોર્ડમાં આપેલી દસ હજારની રકમમાં પોતાના એક હજાર રૂપિયા ઉમેરી તે રકમ તે જ સંસ્થાને દાનમાં આપી દીધી. તેમની ઉદારતાનું આ એક ઉદાહરણ છે. કુમારપાળભાઈની વસ્તૃત્વકલા એવી અદ્ભુત છે કે કલાકો સુધી તેમના પ્રવચનો સાંભળ્યા જ કરવાની ઇચ્છા હંમેશાં થતી રહે છે. શરૂઆતનાં વર્ષોમાં પણ તેમના રમતગમત અંગેના દરેક લેખ નિયમિત વાંચતો. કોઈ પણ વિષય હોય તેની તેમની આગવી શૈલીથી તલસ્પર્શી છણાવટ છે. દરેક લેખમાં પેટા વિભાગ પણ હોય. તેમની આ પ્રકારની લખાણની શૈલીથી પ્રભાવિત થઈ કલકત્તાના એક વાચકે તેમને તે સમયે કોઈ પણ પ્રત્યક્ષ પરિચય ન હોવા છતાં એક હજાર રૂપિયાની કિંમતનું પુસ્તક ભેટ મોકલ્યું હતું અને ગ્રંથ ભેટ આપતાં ક્રિકેટરસિક શ્રી નરેન્દ્રભાઈ શેઠે લખ્યું: One who loves the game One who understand most and One who writes great such is Kumarpal Desai and to whom I present this volume સામાન્ય રીતે કોઈ વ્યક્તિ એકાદ વિષયમાં જ નિષ્ણાત બની શકે છે. પરંતુ ડૉ. કુમારપાળ દેસાઈની બાબતમાં આવું બિલકુલ નથી રહ્યું. કૉલેજમાં મેં તેમને ગુજરાતી સાહિત્ય વિશે વ્યાખ્યાન આપતા સાંભળ્યા હતા, તે સમયે આપણને એમ જ લાગે કે વિષયની બારીકાઈને કેટલી નજીકથી તેમણે જોઈ છે કે આપણને સીધેસીધું હૃદયમાં ઊતરી જાય તે રીતે સમજાવી શકે છે. રમતગમતનું વ્યાખ્યાન સાંભળીએ તો આપણને કલ્પના પણ ન આવે કે તેઓ ગુજરાતી સાહિત્યનું અદ્ભુત જ્ઞાન ધરાવતા હશે. રમતની દરેક બારીકાઈને તેઓ તેમની આગવી શૈલીથી રજૂ કરતા હોય છે. 421 જગદીશભાઈ શાહ Page #463 -------------------------------------------------------------------------- ________________ રમતગમત અને સાહિત્ય પછી ત્રીજું ક્ષેત્ર ધર્મદર્શનનું છે. મહાવીર જયંતીનો પ્રસંગ હોય કે પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય – ધર્મ વિશે તેમનું પ્રવચન શરૂ થાય ત્યારથી અંત સુધી અવિરત રીતે દરેક વિશિષ્ટ ગ્રંથોના વાચનનો નિચોડ તેમની વાણીમાં જોવા મળ્યો છે. છેલ્લાં પંદરેક વર્ષથી લગભગ દરેક પર્યુષણ પર્વમાં વિદેશમાં તેમનાં વ્યાખ્યાનો યોજાયાં છે. વિશ્વના લગભગ દરેક પ્રમુખ દેશોમાં તેમણે પ્રવચનો આપ્યાં છે. તેઓ કદાચ પહેલા એવા ભારતીય જૈન છે જેમણે સતત પંદરથી વધુ વર્ષ સુધી વિદેશમાં પર્યુષણ દરમ્યાન વીસ-વીસ વ્યાખ્યાનો આપ્યાં હોય. કુમારપાળભાઈ સાથેના સત્યાવીસ વર્ષના લાંબા પરિચય દરમ્યાન તેઓ પાસેથી કદી ન ભુલાય એવી વાત જે શીખવા મળી છે તે તેમની નિયમિતતા અને કામ પ્રત્યેની ધગશ છે. તેઓ કોઈ પણ સમારંભના પ્રમુખ કે અતિથિવિશેષ હોય તો બિલકુલ સમયસર હાજર થઈ નિયત સમયે જ પોતાનું પ્રવચન શરૂ કરી દે. આ જ પ્રમાણે તેમણે કોઈ પણ સમારંભનું આયોજન કર્યું હોય તો તેમાં નિર્દિષ્ટ સમયે તે શરૂ થઈ જ ગયું હોય અને સમાપન પણ નિશ્ચિત સમયે જ થાય. જો આપણે પાંચ મિનિટ પણ મોડા હોઈએ તો આપણે જ કંઈક ગુમાવ્યું હોય. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના ‘આરામ હરામ હૈ’ સૂત્રને યથાર્થ રીતે જીવનમાં ઉતાર્યું હોય તો તે શ્રી કુમારપાળ દેસાઈએ. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલા કુમારપાળભાઈ દિવસના ચૌદથી પંદર કલાક કામ કરે છે. ‘Work is Worship'માં માનતા કુમારપાળભાઈની કામ પ્રત્યેની આ નિષ્ઠા કોઈ પણ વ્યક્તિને માટે પ્રેરણાદાયી બની રહે તેવી છે. સાહિત્યકાર શ્રી જયભિખ્ખુના એકમાત્ર સંતાન ડૉ. કુમારપાળ દેસાઈએ તેઓના પિતાશ્રીનો સાહિત્યવારસો તો સાચવ્યો જ છે, પરંતુ તેઓનો આતિથ્યવારસો પણ તેવો જ સુંદર રીતે જાળવી રાખ્યો છે. કુમારપાળભાઈનું આતિથ્ય અનેક વખત માણવાનો અવસર મને મળ્યો છે. મારા જેવા સામાન્ય માણસ સાથે પણ તેમનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહ્યો છે. તેમના ઘરમાં જમવાના સમયે મીઠાઈ તો અચૂક હોય જ. જમાડવામાં એવો મીઠો આગ્રહ હોય કે તમારે તેને વશ થવું જ પડે. કુમારપાળભાઈના અનેક ગુણો એવા છે જેનું વર્ણન કરવા બેસતાં પુસ્તક લખાય. આમાં તેઓનો નિષ્ઠાગુણ પણ એટલો જ સ્વીકા૨વા જેવો છે. કોઈ પણ વ્યક્તિ માટે હોય કે સંસ્થા માટે હોય – તેમણે ક્યારેય તેમાં પીછેહઠ કરવાનું કદી સ્વીકાર્યું નથી. ‘ગુજરાત સમાચાર’માં વર્ષોથી 422 કર્મયોગ અને જીવનસાધના Page #464 -------------------------------------------------------------------------- ________________ તેમની અનેક કૉલમો નિયમિત ચાલે છે. આટલી બધી પ્રસિદ્ધિ મળ્યા પછી પૈસા માટે કે બીજા કોઈ પણ પ્રલોભનથી તેમણે બીજે ક્યાંય લખવાનું સ્વીકાર્યું નથી. સદાય હસમુખ ચહેરો અને સરળ સ્વભાવ ધરાવતાં પ્રતિમાબહેને કુમારપાળભાઈ બહારના કામમાં વ્યસ્ત હોય ત્યારે દરેક સામાજિક તથા ઘરની જવાબદારીઓ સંભાળી છે. મારા ખ્યાલ મુજબ વ્યવહારિક જવાબદારીમાં તેઓ ક્યારેય ચૂક્યા નથી. પરિણામે કુમારપાળભાઈ પોતાનું કાર્ય વધુ ગંભીરતાથી કરી શક્યા. એક વિલક્ષણ ઘટના એ છે કે ૧૯૮૦માં કુમારપાળભાઈને ઑલ ઇન્ડિયા જેસીસ દ્વારા દેશભરની દસ યુવા પ્રતિભાઓને “ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા'નો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો, તેમાં આ દેશની દસ યુવા પ્રતિભા પૈકી એક ભારતના સુકાની અને સંગીન ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવસ્કર પણ હતા. જ્યારે કુમારપાળભાઈને પદ્મશ્રી મળ્યો, ત્યારે એ સમયે પદ્મશ્રી' પ્રાપ્ત કરનારની હરોળમાં ભારતીય ટેસ્ટટીમના સુકાની સૌરવ ગાંગુલી અને સંગીન બેટ્સમેન અને ઉપસુકાની રાહુલ દ્રવિડ પણ આ એવૉર્ડ સ્વીકારવા ઉપસ્થિત હતા. કુમારપાળભાઈને મળેલા પદ્મશ્રીના આ એવૉર્ડ અંગે તેમને મંજિલ મળી ગઈ એવું માનવાની ભૂલ કોઈ ન કરે. આ તે મંજિલે પહોંચવા અગાઉનો પડાવ છે. મંજિલ તો હજુ ઘણી દૂર છે. હજુ તો તેમને ઘણા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળવાના બાકી છે. તેઓની કામ માટેની લગન અને નિષ્ઠા જોતાં કુમારપાળભાઈને માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી જ પ્રભુ તેમને આ કાર્ય કરવા માટે સ્વસ્થ દીર્ધાયુ આપે એ જ અભ્યર્થના. રમતસમીક્ષક અને ક્રિકેટનાં પુસ્તકોના લેખક 423 જગદીશભાઈ શાહ Page #465 -------------------------------------------------------------------------- ________________ ઈમારતની આજથી પચાસ વર્ષ પહેલાં જયભિખ્ખને મેં કહ્યું કે આપણે ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત' નામનું કૉલમ ચાલુ કરીએ. “જયભિખ્ખનું મૂળ નામ બાલાભાઈ દેસાઈ હતું અને અમે તેમને બાલાકાકા તરીકે ઓળખતા. જયભિખ્ખનું આ કૉલમ ૧૯૫૪માં શરૂ થયું અને ૧૯૬૯ની ડિસેમ્બરની ૨૪મી તારીખે તેમનું અવસાન થયું ત્યાં સુધી ચાલુ રહ્યું. તેમના અવસાન બાદ એમણે લખેલું એક કૉલમ પ્રગટ થયું હતું. બાલાકાકાનું અવસાન થતાં મેં કુમારપાળને બોલાવ્યો અને કહ્યું કે મારે આ કૉલમ ચાલુ રાખવું છે અને એની જવાબદારી તારે સ્વીકારવાની છે. આજે એ કૉલમ ચાલી રહ્યું છે અને તેને માટે હું કુમારપાળને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. બાલાકાકા એટલે કે “જયભિખુ' સાથે મારો અંગત સબંધ એટલો બધો હતો કે દર બેસતા વર્ષે કોઈ તીર્થસ્થાનમાં ત્રણેક દિવસ અમે સાથે જતા હતા અને જૈન ધર્મની ગોષ્ઠિ કરતા હતા. એમણે ૩૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને ગુજરાતી સાહિત્યની તથા જૈન સમાજની ઘણી મહત્ત્વની સેવા કરી છે. એ સેવાની પરંપરા કુમારપાળે સુંદર રીતે જાળવી છે તેનો મને આનંદ છે. ગુજરાત સમાચાર'નું ઈટ અને ઇમારત' કૉલમ આજે પણ વાચકોની એટલી જ ચાહના મેળવે છે. પિતા અને પુત્ર બંનેએ મળીને કોઈ અખબારની આ પ્રકારની કૉલમ આટલો લાંબો શાંતિલાલ શાહ 424 Page #466 -------------------------------------------------------------------------- ________________ સમય ચલાવી હોય તેવું મારા ખ્યાલમાં નથી. આ ઉપરાંત કુમારપાળની એક વિશેષતા છે જૈન ધર્મ અને એના તત્ત્વજ્ઞાનનો એમનો અભ્યાસ. આ અભ્યાસને પરિણામે ભારતમાં એમનાં વ્યાખ્યાનોની ઠેર ઠેર માંગ રહે છે અને એથીય વિશેષ તો વિદેશમાં પણ એમનાં વ્યાખ્યાનો માટે એમને સતત નિમંત્રણ મળતાં રહે છે અને એ રીતે ભારતની બહાર જૈન ધર્મની ભાવનાઓ ફેલાવવામાં એમનો ઘણો મોટો ફાળો છે. આજે ઈટ અને ઇમારત' કૉલમ ઉપરાંત તેઓ બીજી અન્ય કૉલમો પણ ગુજરાત સમાચારમાં લખે છે. ગુજરાત સમાચાર'ના લેખકને પદ્મશ્રી’નું માન મળ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. કુમારપાળ અને એમના પિતાશ્રી સાથે અમારો પારિવારિક સંબંધ રહ્યો છે અને આજે પણ એ પારિવારિક સંબંધ ચાલુ રહ્યો છે. પોતાના પરિવારના એક સભ્યને આવી રાષ્ટ્રીય સિદ્ધિ મળે એથી પરિવારજનોને જે આનંદ થાય તે આનંદ અમે સહુ અનુભવીએ છીએ. કુમારપાળનાં કેટલાંક પુસ્તકોનું વિમોચન મારા હાથે થયું છે અને તેમાં અંગ્રેજીમાં લખાયેલું ભગવાન મહાવીર સ્વામીનું એક આગવું અને અભુત પુસ્તક છે. શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના કાર્યક્રમોમાં હું અવારનવાર જાઉં છું અને એના દ્વારા કુમારપાળે જયભિખુની સ્મૃતિને જીવંત રાખી છે તેનો આનંદ અનુભવું છું. ભાઈ કુમારપાળની આ વિકાસયાત્રા સતત ચાલુ રહે એવા અંતરના આશીર્વાદ આપું છું. 42s શાંતિલાલ શાહ Page #467 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણીય વિકાસયાત્રા બળવંતભાઈ શાહ ૧૯૪૨નો ઑગસ્ટ મહિનો એટલે દેશની સ્વતંત્રતા માટેની છેલ્લી લોકક્રાંતિનો સમય. ભારત છોડો અને કરેંગે યા મરેંગેનું આંદોલન દેશભરમાં ફેલાયેલું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના આ ઐતિહાસિક મહિનાની ૩૦મી તારીખે રાણપુરમાં જન્મેલા કુમારપાળને ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક જયભિખ્ખુ’નો સાહિત્યિક અને અસહકારના આંદોલનમાં સક્રિય ભાગ લેનાર માતા જયાબહેનનો સંસ્કારનો વારસો મળ્યો હતો. પિતાના સાહિત્યના સંસ્કાર ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, ગુણવંત આચાર્ય, ‘ધૂમકેતુ’, કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યકારોનું સાંનિધ્ય એમને શૈશવકાળથી જ સાંપડ્યું હતું. માતા જયાબહેન કુમારપાળને ગાંધીજી વિશેનાં અનેક કાવ્યો સંભળાવતાં સંભળાવતાં સંસ્કારનું સિંચન કરતાં કહેતાં કે ‘ગુણદોષથી ભરેલા માનવીના હંમેશાં સારા ગુણો જોવા અને સોનું સારું થાય એવાં કર્મો કરવાં તેમજ હંમેશાં ઉચ્ચ આદર્શને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવો.’ બાપ કરતાં બેટો સવાયો' એ વિધાનને સાર્થક કરવા કુમારપાળે જીવનભર વિવિધ ક્ષેત્રે પ્રયાસ કર્યો છે અને જે ક્ષેત્રમાં ઝંપલાવ્યું તેમાં સિદ્ધિનાં શિખરો સર કરવા માંડ્યાં છે. પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવવા માટે પિતાના આદેશ મુજબ ગુજરાતના અગ્રગણ્ય પત્રકાર વાસુદેવ મહેતા પાસે મહિનાઓ સુધી બેસીને સારા પત્રકાર થવાના પાઠો શીખ્યા છે. 426 Page #468 -------------------------------------------------------------------------- ________________ છ દાયકા ઉપરાંતની વિકાસયાત્રા દરમ્યાન ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, પત્રકારત્વ, રમતગમત, ધર્મદર્શન જેવા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરતા રહ્યા છે. એમની આવી યશસ્વી કારકિર્દી અને વિવિધ ક્ષેત્રોમાંની સેવાઓની કદર રૂપે ભારત સરકારે એમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો છે. ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે આવું સન્માન મેળવનાર બહુ ઓછી વ્યક્તિઓ છે. સાહિત્યના સંસ્કારનું સિંચન નાનપણથી જ થયેલું હોવાથી કુમારપાળે ૧૧ વર્ષની વયે એક ક્રાન્તિવીરની કથાથી લેખનનો આરંભ કર્યો હતો. કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન ‘વતન, તારાં રતન નામનું એમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું હતું. બાળસાહિત્ય, નવશિક્ષિતો માટેનું સાહિત્ય, ચિંતનાત્મક સાહિત્ય, વાર્તાસંગ્રહ, અનુવાદ, સંપાદન, વિવેચન, સંશોધન જેવા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો ઉપરાંત જૈન ધર્મ વિષે અંગ્રેજી પુસ્તકો પણ એમણે લખ્યાં છે. લાલબહાદુર શાસ્ત્રીના જીવનચરિત્ર વિશે એમણે લખેલા “લાલ ગુલાબ' પુસ્તકની ૬૦ હજાર નકલ વેચાઈ હતી. આમ વિપુલ સાહિત્યસર્જન ઉપરાંત એમણે ૧૫૦ ઉપરાંત સાહિત્ય વિશેનાં મહત્ત્વનાં વ્યાખ્યાનો આપ્યાં છે તેમાં મુખ્યત્વે કરીને નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન જેનૉલોજીમાં સંશોધનપત્રનું વાચન, લંડનમાં “આધુનિક ગુજરાતી સાહિત્યની ગતિવિધિ તેમજ માતૃભાષાના શિક્ષણની સમસ્યા'; “પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં હ્યુમન રાઇટ્સ એન્ડ જેનિઝમ'; દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સમાં વક્તવ્ય, અમેરિકામાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ચૅરી હિલનાં પ્રવચનોનો સમાવેશ થાય છે. એમની સાહિત્યની સેવાઓ માટે એમને અનેક સાહિત્યિક પારિતોષિકો મળ્યાં છે. તેમાં ખાસ કરીને એમના બાળસાહિત્ય અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારનાં પારિતોષિકો, રાજસ્થાન લોકસંસ્કૃતિ મંડળ દ્વારા હનુમાનપ્રસાદ ગોલ્ડ મેડલ, ગુજરાત સાહિત્ય સભા દ્વારા સાહિત્યસર્જન માટે શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. સાહિત્યની અનેક સંસ્થાઓને એમણે એમની સેવાઓ આપેલી છે. ગુજરાત સાહિત્ય પરિષદના મંત્રી, એની કાર્યવાહક સમિતિના સભ્ય, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, પ્રા. અનંતરાય રાવલ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના મંત્રી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સાહિત્યસર્જનની સાથે સાથે કુમારપાળે પત્રકારત્વના ક્ષેત્રે પણ વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ગુજરાત સમાચારમાં એમની કૉલમો “ઈંટ અને ઇમારત', “ઝાકળ બન્યું મોતી’, ‘આકાશની | 427 બળવંતભાઈ શાહ Page #469 -------------------------------------------------------------------------- ________________ ઓળખ', પારિજાતનો પરિસંવાદ, રમતગમતની કૉલમ તેમજ નડિયાદના ગુજરાત ટાઇમ્સમાં પાંદડું અને પિરામિડ જેવી લોકપ્રિય કૉલમો નિયમિત પ્રસિદ્ધ થાય છે. એમની ૨૭ વર્ષની વયે પિતાજીનો દેહાંત થયો ત્યારે પિતાનાં ૩૦૦ પુસ્તકોમાંથી માત્ર રૂ. ૩૫૦ની મૂડી નીકળી હતી. જયભિખ્ખએ ૧૯૫રથી શરૂ કરેલી ઈંટ અને ઇમારત' કૉલમ અત્યંત લોકપ્રિય બની હતી. એમના અવસાન પછી શ્રી શાંતિભાઈ શાહે કુમારપાળને જ આ કૉલમ ચાલુ રાખવા આગ્રહ કરેલો, ખચકાતા ખચકાતા કુમારપાળે આ કૉલમ ચાલુ રાખી. આમ લગભગ ૫૦ વર્ષ ઉપરાંતના સમયથી પિતા-પુત્ર દ્વારા નિયમિત રીતે લખાતી રહેલી આ કૉલમ આજે પણ એના હજારો વાચકોમાં લોકપ્રિય બની રહી છે. એક માત્ર કુમારપાળ દેસાઈની જ આટલી બધી કૉલમો ગુજરાત સમાચારમાં નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે. છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ એક અધ્યાપક તરીકે પત્રકારત્વની કૉલેજો સાથે સંકળાયેલા છે. ગુજરાતી વિશ્વકોશના પત્રકારત્વ વિભાગના સંપાદક છે. “અખબારી લેખન અને સાહિત્ય અને પત્રકારત્વ વિશે એમણે બે પુસ્તકો પણ લખ્યાં છે. પત્રકારત્વ ક્ષેત્રે એમના વિશિષ્ટ પ્રદાન માટે એમને નવચેતન રોપ્ય ચંદ્રક, શ્રી યજ્ઞેશ હ. શુક્લ પારિતોષિક, નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર, ગુજરાત અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિૐ આશ્રમ એવોર્ડ અને સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત થયાં છે. રમતગમત અંગેની એમની કૉલમ પણ ખૂબ જ લોકપ્રિય બની છે. ક્રિકેટ રમતા શીખો ભાગ-૧, ર પુસ્તકની દોઢ લાખ જેટલી નકલો વેચાયેલી. ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ ક્રિકેટર મેગેઝીન ક્લબનું માનાઈ સભ્યપદ એમને મળ્યું હતું. રમતગમત વિશે પણ એમણે ૩૦૦થી વધુ વ્યાખ્યાનો આપ્યાં છે. સુરત શહેર પત્રકાર નિધિએ એમને બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો એવોર્ડ એનાયત કર્યો છે. જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના તેઓ ઊંડા અભ્યાસી હોવાથી ૧૯૯૪થી ડૉ. કુમારપાળ દરેક વર્ષે વિદેશોમાં વ્યાખ્યાનો આપે છે. એમણે અમેરિકા, ઇંગ્લેન્ડ, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, દુબાઈ, મસ્કત જેવા દેશોમાં ખાસ કરીને જેનદર્શન વિશે અભ્યાસપૂર્ણ પ્રવચનો કર્યા છે. તેમાં ખાસ કરીને એમનાં પર્યુષણ પ્રવચનોનો લાભ દેશવિદેશોમાં હજારો લોકોએ લીધો છે. ઇંગ્લેન્ડમાં ૧૪ ભારતીય સંસ્થાઓએ એમને ‘હેમચંદ્રાચાર્ય એવોર્ડ આપ્યો હતો. જેને સાહિત્યનાં સંશોધન અને દર્શન અંગેની એમની વિદ્વત્તાને કારણે દેશપરદેશમાં એમને અનેક એવોર્ડ મળ્યા છે. તેમણે શાકાહાર અને અહિંસા વિશે પ્રવચનો કર્યા છે, લેખો લખ્યા છે અને પુસ્તકો પણ લખ્યાં છે. 428 વ્યક્તિત્વની વિકાસયાત્રા Page #470 -------------------------------------------------------------------------- ________________ અનેકવિધ પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા ડૉ. કુમારપાળ વ્યક્તિમાંય વ્યક્તિ નહિ, પણ વિવિધસભર પ્રતિભાને કારણે સંસ્થા બની ગયા છે. આમ છતાંય તેઓ સમાજસેવામાં પણ એટલા જ સક્રિય છે. ગુજરાતના ભીષણ ભૂકંપ વખતે ભૂકંપગ્રસ્તો માટે એમણે પંદર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી હતી. આ બધી પ્રવૃત્તિઓમાં ગુજરાત વિશ્વકોશ'ની પ્રવૃત્તિ ગુજરાતભરમાં યાદગાર બની રહેશે. એ સંસ્થા તરફથી અત્યારસુધીમાં ૧૮ ગ્રંથો બહાર પડ્યા છે. આમ બાળકોના વહાલસોયા બાળસાહિત્યસર્જક, હજારો વાચકોના લોકપ્રિય કટારલેખક, વિદ્યાર્થીઓના આદરપાત્ર અધ્યાપક, ધર્મનિષ્ઠ, શ્રોતાજનોના વિદ્વાન વ્યાખ્યાતા, સર્જક, સમાજસેવક, સંશોધક, સંપાદક ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતની એક આગવી પ્રતિભા છે. 429 બળવંતભાઈ શાહ Page #471 -------------------------------------------------------------------------- ________________ બહુમુખી પ્રતિભાસંપન્ન કટારલેખક વણાં વર્ષો પહેલાની વાત છે. ઊગતા પ્રભાતની તાજગી અને પ્રફુલ્લતા ધરાવતા એક સુકુમાર નવયુવાને ગુજરાત સમાચારમાં હું ભૂલતો ન હોઉં તો રમતગમત (sports) વિશે લખવાનું શરૂ કર્યું. ત્યારે આ યુવાનને હું તથા અન્ય કેટલાક સંપાદક વિભાગના મિત્રો મુરબ્બી બાલાભાઈ. (જયભિખ્ખના સુપુત્ર તરીકે ઓળખતા હતા. જોકે એ યુવાન પોતાને એક લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારના પુત્ર તરીકે નહિ, પરંતુ ગુજરાતી પત્રકારત્વમાં ખાસ કરીને રમતગમતના ક્ષેત્રના એક ઊંડા અભ્યાસી અને સમીક્ષક તરીકે ઓળખે તેવી અલગ પહેચાન કંડારવા માગતા હતા. આથી જ તેમણે રમતગમત જેવા યુવાનોને પ્રિય એવા વિષયને પસંદ કર્યો. રમતગમતના પોતાના લેખોને તેમણે પોતાની સરસ શૈલીથી અત્યંત રસપ્રદ અને લોકપ્રિય બનાવ્યા અને થોડા જ સમયમાં તેમનું નામ રમતગમતના ક્ષેત્રના એક અચ્છા વિવેચક તરીકે જાણીતું થઈ ગયું. એ વખતે આપણે ત્યાં આવા વિવેચકોની જે ખોટ સાલતી હતી, તે કુમારપાળ દેસાઈએ પૂરી કરી. રમતવીરો અને રમતપ્રેમીઓને આનંદથી પરિતૃપ્ત કર્યા. રમતગમતના આલેખનમાં એક પ્રકારની ગરિમા અને સાહિત્યિક સમૃદ્ધિનો ઉમેરો થયો. બ્રિટનમાં રમતગમતનાં આલેખનોનાં પુસ્તકો – નેવિલ કાર્ડસ જેવા લેખકોના – સાહિત્ય વિભાગમાં જોવા મળે છે. કુમારપાળનો આદર્શ આ હતો અને તેથી આ વિષયના આલેખનમાં છટા, માર્મિક રજૂઆત, પ્રમાણિકતા અને કોઈ ગોસિપમાં સર્યા વિના હકીકત દર્શાવવાની એમની આલેખનપદ્ધતિ જોવા મળી. ગુજરાત સમાચારમાં મહેશ ઠાકર 430 Page #472 -------------------------------------------------------------------------- ________________ પણ કુમારપાળ દેસાઈનું પ્રદાન એ પછી ઈંટ અને ઇમારત', ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદ' વગેરે અનેક વિભાગોમાં વિસ્તર્યું જેની યાદી અહીં આપવાની જરૂર નથી. - કુમારપાળ દેસાઈ વ્યવસાયે અધ્યાપક છે એ ખરું, પરંતુ તેમણે એક ફ્રી લાન્સ પત્રકાર તરીકે જે કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે તે કોઈ પણ વ્યવસાયી પત્રકારથી ઘણું વધારે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એમના કેટલાક લેખવિભાગોનું સંપાદન કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે તેના આધારે હું ખાસ કરીને નીચેના મુદ્દાઓનો ઉલ્લેખ કરવા માગું છું. (૧) સ્પષ્ટ અને સુઘડ લખાણ, (૨) સરળ પણ સુયોગ્ય શબ્દોનો પ્રયોગ, (૩) પ્રાસંગિકતા, (૪) નાવીન્ય, (૫) ઉપદેશ નહિ, પણ બોધ (પ્રસંગકથા), (૬) ચોકસાઈ અને ચીવટ, (૭) નિયમિતતા. અમદાવાદમાં હોય કે દેશની બહાર હોય ત્યારે પણ તે અગાઉથી જાણ કરે એટલું જ નહિ, પરંતુ વાચકો તથા સંપાદક પ્રત્યેની પોતાની ફરજ સુંદર રીતે અદા કરવા તારીખવાર લેખ-સંપુટ મળી રહે તેવી કાળજી પણ એ રાખે છે. આવું ઘણા ઓછા કૉલમિસ્ટમાં જોવા મળે છે. ટૂંકમાં કુમારપાળે સંપાદકોને બ્લડપ્રેશર વધી જાય તેવો ઉચાટ ક્યારેય થવા દીધો નથી. સંપાદકો સાથે તો તેમનો વ્યવહાર પણ ખૂબ જ આત્મીયતાભર્યો રહ્યો છે. પોતાના વાચકોના પત્રો પણ એ નિયમિત રીતે સંપાદક પાસેથી મેળવી લે છે, આથી વાચકો સાથેનો તેમનો નાતો પણ દ્વિમાર્ગી રહ્યો છે. અખબાર કે સામયિકના લેખકોમાં વાચકો પ્રત્યેની આવી પ્રતિબદ્ધતા ખાસ કરીને સફળ અને લોકપ્રિય નીવડેલા લેખકોમાં જવલ્લે જ જોવા મળે છે. મારા અનુભવ પરથી હું એમ કહી શકું કે કુમારપાળ દેસાઈએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ક્યારેય પ્રયત્ન કર્યો નથી. સામાન્ય રીતે દરેક લેખકના મનમાં લોકપ્રિય થવાની ઇચ્છા હોય અને એ માટે તે પોતાના વિચારો કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી અંગ્રેજીમાં જેને પ્લેઇંગ ટુ ધ ગેલેરી’ કહે છે તેવા સ્તરે પણ ઊતરી જતા હોય છે. પોતાના લખાણને ધારદાર બનાવવા જોશીલા અને ક્યારેક કટુ અને ઉગ્ર શબ્દોનો આશરો પણ લે છે, પરંતુ ડૉ. કુમારપાળ સરસ્વતીના ઉપાસક હોઈ એક પણ અનુચિત શબ્દ જાણે-અજાણે પણ લખાણમાં સરી ન જાય તે સુનિશ્ચિત કરે છે. સાથે સાથે અખબારના સામાન્ય વાચકને સમજવા મુશ્કેલ એવા અઘરા શબ્દોનો પ્રયોગ કરી પોતાનું પાંડિત્ય દર્શાવવાના મોહથી પણ દૂર રહે છે. અખબારોમાં પ્રગટ થતા લેખોનું સ્તર ઊંચું રાખવાની સાથે સાથે તેને લોકભોગ્ય બનાવવાના કૌશલ્ય તેમને ગુજરાત સમાચાર'ના અત્યંત લોકપ્રિય કટારલેખક બનાવ્યા છે. એકસાથે અનેક વિષયો પર લખવા માટે જે પરિશીલન અને પરિશ્રમ જરૂરી છે, તેમાં તે ક્યારેય ઊણા ઊતર્યા નથી. ગુજરાતી ભાષામાં તો ઠીક પણ રાષ્ટ્રભાષા હિન્દી કે અંગ્રેજીમાં પણ મેં હજુ સુધી આવા બહુમુખી પ્રતિભાસંપન્ન કટારલેખકને જોયા-જાણ્યા નથી. એમનું જીવન અને સર્જન કોઈ પણ સાહિત્યકાર, અધ્યાપક કે પત્રકાર માટે એક પાઠ્યપુસ્તક સમાન છે. 431 મહેશ ઠાકર Page #473 -------------------------------------------------------------------------- ________________ વિશાળ સગત જયભિખ્ખએ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત કૉલમનો એવો જાદુ જમાવેલો કે એ વાંચ્યા વિના ચાલે જ નહીં. ગુજરાત સમાચાર' જેમના કારણે ગરવું લાગે એ કેટલીક કૉલમોમાંની એક તે ઈટ અને ઇમારત'. આ ઇમારતના સ્થાપક શ્રી જયભિખ્ખએ ચિરવિદાય લીધી પણ એમની ઈંટ અને ઇમારત' અડીખમ ટકી રહી, તેમના પનોતા પુત્ર કુમારપાળની કલમના વાચકસમુદાયના કસબે પિતાશ્રીનો સંસ્કારવારસો ને જીવનમૂલ્યોનો વારસો એમના સુપુત્રે જતન કરીને સાચવ્યો; એટલું હિતશિક્ષક જ નહીં, એના વ્યાપ અને વૈભવનો વિસ્તારવિકાસ પણ સાધ્યો. શીલ અને સંસ્કારની શ્રી જયભિખ્ખની ધખના કુમારપાળે છોડી નથી. એ ધખનાથી પ્રેરાઈને તેઓ પાત્ર પ્રસંગ, ઉક્તિ-વિચાર વગેરે દ્વારા કશુંક નગદનપણું આપવા સતત સક્રિય રહે છે. કલમ દ્વારા કેળવણી” – “કૉલમ દ્વારા કેળવણી'નું ઉમદા સૂત્ર વ્યવહારમાં સિદ્ધ થાય એ માટેનો પુરુષાર્થ ‘જ્યભિખ્ખું પછી કુમારપાળ દ્વારા સદ્ભાગ્યે આજેય અવિરત ચાલુ છે. ચન્દ્રકાંત શેઠ કુમારપાળ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક થયા તે પહેલાંથી તેઓ લોકોના વિશાળ વાચકસમુદાયના હિતશિક્ષક – સંસ્કારસેવક તો થયા જ હતા. એમના કુલસંસ્કારમાં કંઈક એવું હતું, જેના કારણે સદ્ગણોનો સરવાળો કરવાનું ગમે. જિનશાસનનાં આણ–માન ને શાન પણ જાળવવાની એમના ચિત્તમાં સતત ખેવના. તેથી 432 Page #474 -------------------------------------------------------------------------- ________________ વિવેકપૂત વ્યવહાર-વાણી-વર્તનથી એમણે પોતાનો અને સાથે પોતાના વાચકસમાજનો સમુત્કર્ષ નજરમાં રાખ્યો. તેથી તેમના દ્વારા થતા મંડળ-સંસ્થા વગેરેના સંચાલનમાંયે સમતા ને રૂડપનો સુયોગ સાધી શકાયેલો જોઈ શકાય એમ છે. કુમારપાળ મહાજનપરંપરાના નબીરા છે. મુત્સદ્દીપણું ને માણસાઈ – બેયની સમતુલા દ્વારા એમણે જાહેરજીવનનાં કાર્યો સલુકાઈથી નિપટાવવાની કળા બરોબર આત્મસાત્ કરી છે. કશું કટુકઠોર નહીં ને કશું વરવુવિકૃત નહીં. બેઠક બાંધવી તે બેઠક ચલાવવી. કુમારપાળને આ ફાવે. કારકિર્દી ને કીર્તિ – બંનેય ગમે, પણ “કુમારપાળત્વના ભોગે નહીં. એમની વસેકાઈ વ્યવહાર અને ભાવભાવના વચ્ચેની સેતુરચના નિભાવવામાં જોઈ શકાય છે. કુમારપાળે પત્રકારત્વનો ધર્મ સુપેરે પાળવા સાથે અધ્યાપક ને સાહિત્યોપાસકનો ધર્મ જાળવવામાં જે સજાગતા ને સક્રિયતા દાખવી છે તેનીયે નોંધ લેવી જોઈએ. જે રીતે તેઓ ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે, પત્રકારત્વ સાથે અને જૈનધર્મનાં ઉમદા કાર્યો સાથે સંલગ્ન છે તે જોતાં નજીકના ભવિષ્યમાં ગુજરાતને એમની સંસ્કારસેવાનાં અનેક મીઠાં ફળ માણવા મળશે એમ કહી શકાય. એમનો નિવૃત્તિકાળ એમની સંસ્કારપ્રવૃત્તિઓનો સુવર્ણકાળ પણ બની રહે એવી શુભેચ્છાઓ. 438 ચન્દ્રકાંત શેઠ Page #475 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને પત્રકારત્વની શાન મને યાદ છે ત્યાં સુધી કુમારપાળનો પરિચય પત્રકારત્વના શિક્ષણ સંદર્ભમાં થયો હતો. એ જમાનામાં નવગુજરાત કોલેજમાં સાંજના પત્રકારત્વના વર્ગો ચાલતા એના એ સહનિયામક હતા. જોકે આમ પણ કુમારપાળ પ્રત્યે મને આદર તો હતો જ. એમના પિતા સ્વ. “જયભિખ્ખું સૌરાષ્ટ્રના જાણીતા લેખક પણ હતા. કુમારપાળ પણ પિતાના પગલે ચાલીને સમર્થ લેખક બન્યા અને સમર્થ પત્રકાર પણ બન્યા કુમારભાઈના આમંત્રણથી હું પણ નવગુજરાત કૉલેજની મુલાકાતી અધ્યાપક થયો, એ દિવસોમાં હું નિયમિત પત્રકારત્વના વિદ્યાર્થીઓને ભણાવવા જતો. ધીમે ધીમે એમના કુટુંબના સંપર્કમાં પણ આવ્યો. એમનાં બા વાત્સલ્યની મૂર્તિ હતાં. મહેમાનોને પ્રેમપૂર્વક જમાડતાં. કુમારભાઈનાં પત્ની પ્રતિમાબહેન અને કુમારભાઈનું યુગલ એટલે પ્રસન્ન દાંપત્યનો જીવતોજાગતો નમૂનો. એ જમાનામાં હું તેમને ત્યાં ઊતરતો. એમના ફોન ઉપરથી જ અમદાવાદના સાહિત્યકારો અને પત્રકારોનો સંપર્ક કરતો. આમ એમનું ઘર મારે માટે મારી પ્રવૃત્તિઓનું હેડક્વાર્ટર બની ગયું હતું. એ દિવસો યાદ કરું છું ત્યારે આખો જમાનો નજર સામે આવી જાય છે. એ પછી રાજકોટની આજી નદી અને અમદાવાદની સાબરમતીમાં ઘણાં પાણી વહી ગયાં છે. કુમારભાઈ નવગુજરાતમાંથી યુનિવર્સિટીમાં શાસિત દલાલ 434 Page #476 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. યુનિવર્સિટીમાં પણ એમની પદોન્નતિ સતત થતી રહી છે. આજે એ ગુજરાતી ભવનના વડા ઉપરાંત વિનયન વિદ્યાશાખાના ડીન પણ છે. હવે માત્ર એમણે કુલપતિપદે પહોંચવાનું બાકી છે. એની સાથે મેં પણ થાય એટલો વિકાસ કર્યો છે. પત્રકારત્વનાં પુસ્તકોની બાબતોમાં પણ અમે સમાંતર રસ્તે ચાલ્યા છીએ. ફરક એટલો કે એમનાં પુસ્તકોમાં વિષયનું જે વૈવિધ્ય છે એ હું મેળવી નથી શક્યો. મને બરોબર યાદ છે કે વરસો પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે સાહિત્ય અને પત્રકારત્વ વિષય પર એક મોટો પરિસંવાદ યોજાયો હતો. એની પાછળના આયોજનમાં જેમનું પીઠબળ હતું એમાં કુમારભાઈ મુખ્ય હતા. આ પરિસંવાદમાં ગુજરાત ઉપરાંત મુંબઈના ખ્યાતનામ પત્રકારોએ પણ ભાગ લીધો હતો. મુંબઈથી વાડીલાલ ડગલી પણ ખાસ પધાર્યા હતા. પરિસંવાદ બિલકુલ વ્યવસ્થિત હતો. એમાં જેમણે સંશોધનપત્રો રજૂ કરેલા એ બધા અગાઉથી લેખિત રૂપે મેળવી લેવાયા હતા. પાછળથી એનું પુસ્તક રૂપે પ્રકાશન પણ થયું હતું. આજે પણ પત્રકારત્વના વિદ્યાર્થીઓ એ રસપૂર્વક વાંચે છે. આ પુસ્તક એટલું લોકપ્રિય થયું છે કે તાજેતરમાં એની બીજી આવૃત્તિ પણ બહાર પડી છે. કુમારભાઈ ગુજરાતીના અધ્યાપક છે. ગુજરાતી ઉપરાંત પત્રકારત્વનું અધ્યયન પણ એમણે સફળતાપૂર્વક કર્યું. ઉપરાંત એમની કટાર ઈંટ અને ઇમારતમાં મુખ્યત્વે આધ્યાત્મિક કટાર છે. એમાં એ સામાન્ય વાચકને પણ રસ પડે એ રીતે પ્રસંગો વર્ણવે છે. આ પ્રસંગોમાંથી કોઈને કોઈ બોધ નીકળે છે. પણ આ કટાર લાઉડ નથી બની. વાચકને ખબર પણ ન પડે એ રીતે એનો પ્રવાહ ખેંચી જાય છે. ઉપરાંત કટારના વિષયને અનુરૂપ એવો ઉર્દૂ શેર પણ કટારની વચ્ચે બોક્ષ બનાવીને મૂકે છે. મૂળ આ કટાર એમના પિતા સ્વ. જયભિખ્ખએ શરૂ કરી હતી. કુમારપાળે એની ગુણવત્તા જાળવી રાખી છે. પરિણામે એની લોકપ્રિયતા પણ અગાઉ જેટલી જ અકબંધ છે. આ ઉપરાંત આશ્ચર્યજનક રીતે ગુજરાત સમાચારમાં ક્રિકેટની કૉલમ પણ એ લખે છે. એક બાજુ આધ્યાત્મિક લેખો લખવા અને બીજી બાજુ ક્રિકેટ જેવી રમત વિશે લખવું એમાં થોડો વિરોધાભાસ લાગે છે. હું હંમેશાં માનું છું કે ભારત જેવા ગરીબ અને પછાત દેશ માટે ક્રિકેટની રમત એ એક પ્રકારનો વૈભવ છે. આપણા દેશનો પુષ્કળ સમય એમાં વેડફાય છે. સરકારી કર્મચારીઓ ચાલુ ઑફિસે ક્રિકેટની કોમેન્ટરી સાંભળવામાં મશગૂલ હોય છે. આ અંગે અમારા પ્રમાણિક મતભેદોને લઈને અમે રૂબરૂ મળીએ ત્યારે આ વિશે કલાકો સુધી ચર્ચા પણ કરીએ છીએ. અમારો બીજો મતભેદ એમની આધ્યાત્મિક કટાર અંગે છે. એક વાર અમે ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ વારાફરતી આ અંગે અમારા વિચારો વ્યક્ત કર્યા હતા. એ દરમ્યાન કુમારપાળે એક આશ્ચર્યજનક 435 યાસિન દલાલ Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન પૂછીને અમને સૌને ચોંકાવી દીધા હતા. એમનો પ્રશ્ન એ હતો કે પ્રકૃતિથી અમે બંને આટલા ભિન્ન હોવા છતાં આવા જીગરજાન મિત્રો કેમ છીએ? એમનો ધ્વનિ એ હતો કે આની પાછળ પણ કોઈ કુદરતી સંકેત છે. કુમારપાળે છેલ્લાં થોડાં વરસોથી જૈન ધર્મનો અભ્યાસ અને ચિંતન શરૂ કર્યું છે. આનંદઘન વિશે એમણે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવી છે. એ પછી તો એ જેનૉલોજીના અભ્યાસમાં એટલા ઊંડા ઊતરી ગયા છે કે પર્યુષણ નિમિત્તે દેશવિદેશમાં વ્યાખ્યાનો આપવા પણ જાય છે. વિદેશ પ્રવાસની બાબતમાં એમણે મારા જેવા અનેક લોકોને પાછળ રાખી દીધા. આટલા બધા પ્રવાસો કરવાનો અને આટલાં બધાં પ્રવચનો તૈયાર કરવાનો સમય એમને ક્યાંથી મળે છે એ મારા માટે હજુ સુધી એક રહસ્ય છે. એમના વ્યક્તિત્વમાં અનેક વિદ્યાઓનો સુભગ સમન્વય થયો છે. સાહિત્ય ઉપરાંત, પત્રકારત્વ ઉપરાંત ક્રિકેટ જેવી રમતો તથા ધર્મ અને અધ્યાત્મમાં પણ એ કુશળતાથી વિહાર કરી શકે છે. હું અઠવાડિયાની એક કૉલમ પણ માંડ લખી શકું છું, ત્યારે કુમારપાળ લગભગ દરરોજ એક કૉલમ લખે છે અને એ પણ તદ્દન જુદા જુદા વિષયો ઉપર લખે છે. આ બધા દરમ્યાન એમનું હવામાં ઊડવું તો ચાલુ જ રહે છે. કોઈને પ્રશ્ન થાય કે કલમના જાદુગર તો નથીને? અખબારી લેખનમાં કુમારભાઈએ લેખનકળા વિશે તલસ્પર્શી માહિતી આપી છે. એની સૌથી મોટી ઉપયોગિતા એ કે એમાં જે વિષયો છેડવામાં આવ્યા છે એનાં પૂરતાં સચિત્ર ઉદાહરણો પણ અપાયાં છે. માધ્યમોનો વિષય જ એવો છે કે એમાં કોરી કે શુષ્ક સિદ્ધાંતચર્ચાથી કામ ન ચાલે. અગ્રલેખોની વાત હોય કે ચર્ચાપત્રની બે પાંચ અગ્રલેખો કે એકાદ-બે ચર્ચાપત્રો નમૂના રૂપે રજૂન થયાં હોય તો એ આખી ચર્ચાનું કોમ્યુનિકેશન ન થાય. આ પુસ્તકમાં ક્યાંય આ ખામી નથી. તસવીર અને કાર્ટુનના પ્રકરણમાં ભરપૂર તસવીરો અને કાર્ટૂન રજૂ થયા છે. કાર્ટુનના પ્રકરણમાં ઇતિહાસ ઉથલાવીને “ફૂલછાબનું મેઘાણીને અદાલતમાં લઈ જનાર કાર્ટૂન “મુખડા ક્યાં દેખો દર્પણમેં મૂકીને તો કમાલ કરી છે. અલારખા હાજી મોહંમદનું ઇંદ્રદેવ આચાર્ય દોરેલું કેરિકેચર દુર્લભ છે. જગન મહેતા અને ઝવેરીલાલ મહેતાની બે ઉત્તમ તસવીરો પણ મૂકી છે. આ પુસ્તકમાં લેખનશૈલી વિશે અત્યંત ઉપયોગી ચર્ચા વણી લેવામાં આવી છે. વાક્યરચના, શબ્દસામર્થ્ય અને પેરેગ્રાફ-લેખનમાં લેવી જોઈતી કાળજીના મુદ્દા પણ વણી લેવામાં આવ્યા છે. થોડોક ફેરફાર થાય તો શબ્દનો અર્થ કેટલી હદે બદલાઈ જાય છે એ વાત દાખલાઓ સાથે સમજાવવામાં આવી છે. વિશેષણો અને અલંકારોના વધુ પડતા ઉપયોગ સામે લેખકે યોગ્ય રીતે જ ચેતવણી ઉચ્ચારી છે. પુસ્તકમાં કુમારપાળે પુસ્તક, નાટક અને સિનેમાની સમીક્ષાના વિષયો પણ 436 સાહિત્ય અને પત્રકારત્વની શાન Page #478 -------------------------------------------------------------------------- ________________ આવરી લીધા છે. એમણે સમીક્ષકની ચાર પદ્ધતિઓની વિગતથી ચર્ચા કરી છે. ગુજરાતી અખબારોમાં સાંસ્કૃતિક ઘટનાઓની સમીક્ષા માટે બહુ ઓછી જગ્યા ફાળવવામાં આવે છે એ અંગે એમણે ટકોર પણ કરી છે. કુમારપાળે બાળસાહિત્ય ઉપર પણ સંખ્યાબંધ પુસ્તકો આપ્યાં છે. એમાંથી કેટલાંકને કેન્દ્ર તથા રાજ્ય સરકારોનાં પારિતોષિકો પણ મળ્યાં છે. એમણે એક વાર્તાસંગ્રહ પણ આપ્યો છે. આમ એમની કલમ સાહિત્ય ઉપરાંત શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં વ્યાપક ક્ષેત્રોમાં વિહાર કરી રહી છે. કુમારપાળ વરસોથી અમદાવાદમાં રહે છે પણ એમના શરીરમાં કાઠિયાવાડનું લોહી વહે છે. એમનો જન્મ રાણપુરમાં થયો હતો. રાણપુર એટલે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબાર ‘ફૂલછાબ'નું ત્યારનું વડું મથક. ફૂલછાબના સ્થાપક અમૃતલાલ શેઠ. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકાર ભવનની સ્થાપના ૧૯૭૩માં એમના સ્મરણમાં થઈ હતી. હું આ ભવનમાં વરસોથી અધ્યાપક તરીકે કામ કરી રહ્યો છું. આમ અમે સમાનધર્મા છીએ. ઉપરાંત બંને સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અખબારો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છીએ. આજે કુમારપાળ ગુજરાત સમાચાર'ના કટારલેખક છે. એ જ રીતે હું પણ “ગુજરાત સમાચાર'નો એક અદનો કટારલેખક છું. કુમારભાઈની કલમમાં જે ખમીર દેખાય છે એ એમને રાણપુરની સૌરાષ્ટ્ર સ્કૂલ તરફથી વારસામાં મળેલું છે. બાળપણથી જ એમના પિતા જયભિખ્ખ ઉપરાંત મહાન પત્રકારો શ્રી ગુણવંતરાય આચાર્ય તથા કકલભાઈ કોઠારી અને ભીમજી પારેખ “સુશીલ' જેવા પત્રકારોનું સાંનિધ્ય એમને મળ્યું હતું. ‘ઝગમગમાં બહુ નાની ઉંમરે એમણે ક્રાંતિવીરની કાલ્પનિક કથા લખેલી. સૌરાષ્ટ્ર આમ પણ સંત અને સૂરાઓની ભૂમિ છે. એમની કોલમ ઇંટ અને ઇમારતમાં ઠેર ઠેર સંતોના ત્યાગની કથાઓ વાંચવા મળે છે. એમના પિતા ખ્યાતનામ લેખક હતા, પણ એ પિતાનું નામ વટાવવા માગતા નહોતા. રાજકપૂરની જેમ જ એ આપબળે આગળ આવવા માગતા હતા. એમનું પ્રથમ લખાણ ‘કુ, બા. દેસાઈ નામથી મોકલ્યું હતું. એમનું પ્રથમ પુસ્તક કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન પ્રગટ થયું હતું. ૧૯૬૨માં એ કટારલેખક થઈ ગયા હતા. લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર પણ એમણે લખ્યું હતું. આમ એ સફળ ચરિત્રકાર પણ છે. એમણે બાળસાહિત્યનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. ચરિત્રસાહિત્યમાં એમનું પુસ્તક ‘અપંગનાં ઓજસ નોંધપાત્ર છે. છેલ્લા દાયકામાં એમનું નોંધપાત્ર પ્રદાન ગુજરાતી વિશ્વકોશમાં છે. આ વિશ્વકોશમાં 437 યાસિન દલાલ Page #479 -------------------------------------------------------------------------- ________________ ધીરુભાઈ ઠાકરની સાથે એ પણ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. આ ટ્રસ્ટના મુખપત્ર ‘વિશ્વવિહાર'નું સંપાદન પણ ધીરુભાઈ ઠાકર અને કુમારપાળ કરે છે. વિશ્વકોશના અત્યાર સુધી ૧ થી ૧૮ ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં એનસાઇક્લોપીડિયા ક્ષેત્રે આ પ્રથમ નોંધપાત્ર પ્રયોગ છે. સૌથી વિશેષ આનંદ એ વાતનો છે કે એ વરસોથી મારા અંતરંગ મિત્ર છે. ત્રણ વરસ પહેલાં મને અકસ્માત નડ્યો ત્યારે હૉસ્પિટલમાં નિયમિત એમનાં પત્ની સાથે મારી ખબર પૂછવા પણ આવતા હતા. મારી પત્ની તથા પુત્રીઓને મારી સારવારમાં આ દંપતીએ મદદ પણ કરી હતી. આનો મતલબ એ થયો કે કુમારપાળ એક સારા લેખક હોવા ઉપરાંત નખશિખ સજ્જન પણ છે. એ માત્ર માનવધર્મની કૉલમ ઈંટ અને ઇમારત’ લખીને અટકી જતા નથી પણ માનવધર્મ બજાવી પણ જાણે છે. આમ એમનું લેખન એમના વ્યક્તિત્વમાં પણ પ્રગટ થાય છે. પદ્મશ્રીનો એવૉર્ડ મેળવીને એમણે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ બંનેની શાન વધારી છે. 438 સાહિત્ય અને પત્રકારત્વની શાન Page #480 -------------------------------------------------------------------------- ________________ કરી કે “સાડ * * - મૂલ્યનિષ્ઠ પત્રકાર અને દષ્ટિવંત સંપાદક અમારપાળ દેસાઈ એટલે ત્રિમુખી પ્રતિભા. સાહિત્યના સમર્થ સર્જક, ઉમદા કેળવણીવિદ અને મૂલ્યનિષ્ઠ પત્રકાર. ગુજરાત સમાચારમાં ‘આકાશની ઓળખ', ‘ઝાકળ બન્યું મોતી', રમતનું મેદાન', પારિજાતનો પરિસંવાદ' જેવી વિવિધ કૉલમો આજે પણ તેઓ અવિરત લખી રહ્યા છે. ગુજરાત સમાચારમાં સૌથી વધુ કૉલમો નિયમિત લખનાર તે એકમાત્ર પત્રકાર છે. તેમની આ કૉલમોમાં વિષય-વસ્તુ શિષ્ટ અને સંસ્કારી હોય છે. ક્યારેય તે દ્વિઅર્થી, હલકું સાહિત્ય લખતા નથી. સમાજને ઉપકારક ધ્યેયલક્ષી સર્જન એ તેમનું પ્રથમ લક્ષણ છે. ગુજરાત ટાઇમ્સ સાથે એમના પિતા જયભિખુ અને કુમારપાળનો સાહિત્યિક સંબંધ ખૂબ જૂનો છે. ગુજરાત ટાઇમ્સ'ના આદ્યસ્થાપક તંત્રીશ્રી માણેકલાલભાઈ સાથે જયભિખ્ખને આત્મીય સંબંધ હતો. તેમની કૉલમની પ્રસાદી વર્ષો પર્યત ગુજરાત ટાઇમ્સના પૃષ્ઠ પીરસાતી રહી હતી. પિતાના પગલે પુત્ર કુમારપાળે માણેકલાલભાઈના જ્યેષ્ઠ પુત્ર વિનુભાઈ તથા તેમના લઘુબંધુ શ્રી કનુભાઈ સાથે પિતાના સંબંધને ધબકતો રાખ્યો. પાંદડું અને પિરામિડ' કૉલમે તો કમાલ કરી. ખેડા જિલ્લાનાં લાખો લોકોને મોહિત કર્યા. આજેય એ કૉલમ એનું સ્થાન અને સન્માન શોભાવી રહી છે. ‘ગુજરાત ટાઇમ્સમાં પ્રગટ થતી પાંદડું અને પિરામિડનામક કૉલમ તો સુવર્ણજયંતી ઊજવે તેમ | વિનુભાઈ એમ. શાહ 439 Page #481 -------------------------------------------------------------------------- ________________ છે. ગુજરાત ટાઇમ્સ'નો વાચકવર્ગ પાંદડું અને પિરામિડની કાગડોળે રાહ જોતો હોય છે. શીર્ષક પછી તરત શેરશાયરી કે ગઝલની બે રત્નકણિકા સમી પંક્તિઓ, પછી લેખનું લક્ષ્ય, પછી દૃષ્ટાંત અને અંતે નિષ્કર્ષ – એવી ચોક્કસ ભૌમિતિક પ્રમેય સમી પ્રતિ સપ્તાહ પ્રસિદ્ધ થતી કૃતિઓમાં, પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક તથા સામાજિક દૃષ્ટાંતકથાઓનો આધાર કુમારપાળ લે છે, તેમાં તેમના વિશાળ વાંચનનું પ્રતિબિંબ પડે છે, જે ધાર્યું નિશાન તાકે છે. એમની કૉલમ-લેખક તરીકેની એક વિશેષતા એ રહી કે કોઈ રાજકીય પક્ષની તરફદારી કરવાને બદલે એમણે પ્રજાની લાગણીને વાચા આપી છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશની પ્રજાની વેદના, હતાશા અને ગૂંગળામણને નિર્ભક રીતે આલેખી છે. આને માટે ક્વચિત્ કોઈ રાજકીય નેતાએ અણગમો પ્રગટ કર્યો હોય, છતાં એમણે એવી કશી પરવા કરી નથી અને પોતાનો પત્રકાર તરીકેનો ધર્મ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી બજાવ્યો છે. સંપાદનકલા એ કુમારપાળની આગવી સૂઝ અને સંકલનશક્તિની ઝાંખી કરાવે છે. તેઓ સર્જક સાથે સંપાદક તરીકે પણ એટલા જ રસરુચિ ધરાવતા હતા, જેમાં નોંધપાત્ર ગણી શકાય એવાં સંપાદનોમાં જયભિખ્ખસ્મૃતિગ્રંથ’, ‘નર્મદઃ આજના સંદર્ભમાં', “ઓજસ દીઠાં આત્મબળનાં ઉપરાંત જૈન ધર્મકથાઓ તથા જૈન ધર્મદર્શનને લગતાં અમૂલ્ય સંપાદનો છે. ગુજરાત ટાઇમ્સનો રજતજયંતી અંક હોય કે સુવર્ણજયંતી અંક હોય, હીરક મહોત્સવ અંક હોય કે અમૃત મહોત્સવ અંક હોય – કુમારપાળ તેના સંપાદનનો દોર સંભાળતા. જેથી ગુજરાત ટાઇમ્સના વિશિષ્ટ અંકો એક સંભારણું બની જતા અને પુસ્તકાલયો માટે અમૂલ્ય જ્ઞાનનો ભંડાર હોય તેમ તેનું જતન કરવામાં આવતું. ગ્રંથાલયોમાં એનો સંગ્રહ કરવામાં આવતો. ગુજરાત ટાઇમ્સના વિશેષાંકોના સંપાદક ડૉ. કુમારપાળ દેસાઈની આ સાપ્તાહિક વિશેની ભાવના જોઈએ. તેઓ ગુજરાત ટાઇમ્સના સુવર્ણજયંતી વિશેષાંક (૧૯૨૬ થી ૧૯૭૫)માં નોંધે છે: ““ગુજરાતની અખબારી આલમમાં ગુજરાત ટાઇમ્સ' પોતાનું એક આગવું સ્થાન ઊભું કરી શક્યું છે. જિલ્લાના પ્રશ્નો, બનાવો, સમસ્યાઓનું સમાચારો અને પ્રવાહો આલેખવાની સાથોસાથ રાજ્યના મહત્ત્વના બનાવો તેમજ દેશ અને વિદેશની મહત્ત્વની ઘટનાઓની છણાવટ આમાં મળે છે. જ્યારે નીરક્ષીર વિવેક દાખવતા એના અગ્રલેખ તો જાગ્રત નાગરિક માટે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડે છે. કોઈ પણ એક પક્ષની કંઠી બાંધ્યા વગર પ્રજાની લાગણીને વાચા આપતું ગુજરાત ટાઇમ્સ સસ્તી લોકપ્રિયતાથી ઊફરું રહ્યું છે. તે ધન્યવાદને પાત્ર છે. હત્યા, જાતિવૃત્તિને પંપાળનારા કે ચલચિત્રોના બહેકાવનારા સમાચાર આપીને વાચકો વધારવાના સસ્તા નુસખાથી આ અઠવાડિક અળગું રહ્યું છે તે બાબત ઘણી નોંધપાત્ર છે. શિષ્ટ અને સમીક્ષાત્મક સામગ્રી દ્વારા ગુજરાત ટાઇમ્સ' એ વર્તમાન સમયના બનાવોનું પ્રહરી બની રહ્યું છે.” આ હતી ગુજરાત ટાઇમ્સ માટેની એમની ભાવના. 40 મૂલ્યનિષ્ઠ પત્રકાર અને દષ્ટિવંત સંપાદક Page #482 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ટાઇમ્સ' એના પ્રત્યેક વિશેષાંક માટે ડૉ. કુમારપાળ દેસાઈ પાસે દોડી જતું. એમની મૌલિક વિચારદષ્ટિ, વર્તમાનને પહેચાનતો અભિગમ, સમગ્ર અંકનું આયોજન અને ઉત્કૃષ્ટ સર્જકોના લેખો પ્રાપ્ત કરવાની ક્ષમતા આ બધાનો લાભ મળતો રહ્યો. એમણે સૌપ્રથમ ગુજરાત ટાઇમ્સ'ના રજતજયંતી વિશેષાંક (ઈ. સ. ૧૯૨૬થી ૧૫૧)નું સંપાદન કર્યું. એ પછી શ્રેષ્ઠ નવલિકા વિશેષાંકનું ડૉ. ચંદ્રકાન્ત મહેતા સાથે સહસંપાદન કર્યું. ગુજરાત ટાઇમ્સની સુવર્ણજયંતીનો અવસર આવ્યો અને અમે ડૉ. કુમારપાળ દેસાઈને વિનંતી કરી. એમની સંપાદનની સૂક્ષ્મ સૂઝનો આમાંથી પરિચય મળી રહ્યો. ગુજરાત ટાઇમ્સનો હીરક મહોત્સવ ઊજવવાનો આવ્યો. આ નિમિત્રે અમારા આગ્રહને પરિણામે અમારા શુભચિંતક, સુપ્રસિદ્ધ લેખક કુમારપાળ દેસાઈએ “૨૧મી સદીનું વિશ્વ એવો દૃષ્ટિવંત વિષય રાખીને ૨૧મી સદીમાં અનેકવિધ વિષયોના લેખો મેળવીને અર્થપૂર્ણ સંપાદન કર્યું. એપ્રિલ ૧૯૯૦માં ગુજરાત ટાઇમ્સ ૬૫મા જન્મદિન વિશેષાંક – પરિવર્તનનું પ્રભાત – નું સંપાદન પણ ડૉ. કુમારપાળ દેસાઈએ કર્યું. જેમાં અનેકવિધ વિષયોને આવરી લેતા આ વિશેષાંકને સાહિત્યસામગ્રીથી સમૃદ્ધ બનાવી આપવામાં તેમનો સહયોગ સાચે જ પ્રશસ્ય હતો. ત્યારબાદ ૧૯૨૬ થી ૨૦૦૧ અમૃત મહોત્સવ વિશેષાંક ‘અમૃતધારા'નું સંપાદન પણ તેમણે જ કર્યું છે. તેમાં તેઓ નોંધે છે, “આજનું વિશ્વ અત્યંત ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. પૂર્વે જે પરિવર્તનો એક સૈકામાં થતાં હતાં, તે આજે દશકામાં થઈ રહ્યાં છે. વર્ગખંડના શિક્ષણ પર કમ્યુટર અને ઈન્ટરનેટે કબજો લીધો છે. યુવાપેઢીના ધ્યેયો અને આદર્શો સાવ બદલાઈ ગયા છે. નારી નવી ક્ષિતિજો તરફ મીટ માંડીને બેઠી છે. રાજકારણ વધુ ને વધુ ભ્રષ્ટ રૂપને પામતું જાય છે. પ્રજાસેવા અને લોકકલ્યાણ – રાજકીય પ્રવૃત્તિમાંથી દિનપ્રતિદિન ઘસાતાં જાય છે. ગુજરાત ટાઇમ્સના આ અંકમાં આવી રહેલાં પરિવર્તનોની માર્મિક સમીક્ષા છે.” આમ એક વિલક્ષણ અવલોકન આપીને ડૉ. કુમારપાળ દેસાઈએ એક આર્ષદ્રષ્ટા ઋષિ તરીકેની પ્રતીતિ કરાવી છે. આ રીતે ગુજરાત ટાઇમ્સને એના વિશિષ્ટ અંકો માટે કુમારપાળ દેસાઈની ઉત્કૃષ્ટ સાહિત્યરુચિ, વર્તમાન વિશ્વ સાથેનો અનુબંધ અને ઉત્તમ લેખકો પાસેથી લેખો મેળવવાની ક્ષમતાનો લાભ મળ્યો છે. પરિણામે આજે પણ આ વિશેષાંકો પત્રકારત્વ જગતમાં આગવી ભાત પાડી રહ્યા છે. પત્રકારત્વ એ કલા છે. ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગમાં તેઓ ઘણાં વર્ષોથી સેવાઓ પ્રદાન કરે છે. ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા છે. પત્રકારત્વના ક્ષેત્રમાં નવા આગંતુકોને ઉપયોગી માહિતી ઉપલબ્ધ થાય તે માટે અખબારી લેખન વિશે તેમણે એક મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. તદુપરાંત સાહિત્ય અને Mi. વિનુભાઈ એમ. શાહ Page #483 -------------------------------------------------------------------------- ________________ પત્રકારત્વ' નામનું બીજું પુસ્તક પણ એમણે સંપાદિત કર્યું છે. પત્રકારત્વ ક્ષેત્રની તેમની અમૂલ્ય સેવાઓની કદર કરીને લોકોએ તેમને અનેક વાર સન્માનિત કર્યા છે, જેમાં પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન માટે શ્રી યગ્નેશ હ. શુક્લ પારિતોષિક અને નવચેતન રોપ્ય ચંદ્રક', રમતગમત વિશે પત્રકારત્વમાં મહત્ત્વના પ્રદાન માટે નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા ગૌરવ પુરસ્કાર, તેમજ શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી લેખન માટે ગુજરાતી દેનિક અખબાર સંઘ દ્વારા હરિૐ આશ્રમ એવૉર્ડ અને પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત કરીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટાઇમ્સ' પણ એના એ લોકચાહના ધરાવતા કૉલમલેખકનું અભિવાદન કર્યું છે. કર્મયોગી કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને પત્રકારત્વનું કાર્ય કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. છેલ્લાં ત્રીસ વર્ષથી શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરીને પિતાનું ઋણ ચૂકવી રહ્યા છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત થઈ રહ્યો છે, તે અમારા માટે જ નહિ, સમગ્ર પત્રકારઆલમ માટે ગૌરવની હકીકત છે. 42. મૂલ્યનિષ્ઠ પત્રકાર અને દષ્ટિવંત સંપાદક Page #484 -------------------------------------------------------------------------- ________________ અમારું મહામૂલું રળ કુમારપાળ સાથેના સંબંધનું સ્મરણ કરું છું ત્યારે છેક ૧૯૮૪નું વર્ષ મને યાદ આવે છે. એ વર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના આયોજનથી કુમારપાળનો બ્રિટનનો પ્રવચન-પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ સમયે ઇંગ્લેન્ડમાં શિક્ષણ, સાહિત્ય અને ધર્મવિષયક એમનાં ૩૫ જેટલાં વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. આ પ્રવાસ સમયે કુમારપાળને પહેલી વાર મળવાનું બન્યું અને મનોમન એમ પણ થયું કે જો તેઓ થોડો સમય લંડન આવીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની પ્રવૃત્તિ સંભાળે તો સારું, પણ એમના વ્યવસાયને કારણે આ શક્ય ન બન્યું. જોકે બીજા અર્થમાં મારી એ ભાવના સવિશેષપણે સાકાર થઈ. એમણે એ સમયથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના જે કોઈ કામને માટે ભારતમાં જરૂર હોય તે બધાનું સંયોજન કર્યું. બ્રિટનમાં નેમુ ચંદરયા અને ભારતમાં કુમારપાળ દેસાઈ એ બંનેએ સાથે મળીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું જૈન ધર્મના પ્રસારનું કામ જે રીતે ઉપાડી લીધું, તેનું આ સંસ્થાના ચેરમેન તરીકે મને ગૌરવ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીએ ભારતમાં એનાં કાર્યોનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં કુમારપાળના નિવાસસ્થાનેથી આ સંસ્થાનું સઘળું કામ ચાલતું હતું અને સૌપ્રથમ ૧૯૯૦માં “જેન ધર્મમાં પર્યાવરણની ઘોષણા” એ પુસ્તિકાનાં લેખનપ્રકાશનનું કામ શરૂ થયું. વર્લ્ડ વાઇડ ફંડ ફૉર નેચર(W.W.F.)ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડિનબરોને જૈન રતિલાલ ચંદરયા 443 Page #485 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ પર્યાવરણ વિશે પુસ્તિકા આપવાનું નક્કી કર્યું. આ સમયે ભારતમાંથી ચાલીસ જેટલા સાધુમહારાજો અને વિદ્વાનોના મંતવ્યો કુમારપાળે મેળવ્યાં, જેનું સમગ્રતયા લેખન ભારતના પ્રસિદ્ધ બંધારણવિદ અને વિદ્વાન ડૉ. એલ. એમ સિંઘવીએ કર્યું. એ પછી જૈન ધર્મના અભ્યાસ માટે સ્કૉલરશીપ, જૈન સ્કોલરની યોજના, અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ભાવનગર વગેરે સ્થળોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીની વ્યાખ્યાનશ્રેણી જેવાં કાર્યો થયાં. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી હસ્તપ્રતો અને આગમોનું મહત્ત્વનું કાર્ય કરનાર મુનિરાજશ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દીના સંદર્ભમાં પરિસંવાદનું આયોજન કર્યું ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં એક શતાબ્દી પૂર્વે એ જ શહેરમાં અને એ જ પરિષદમાં ગયેલા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં આ સંસ્થાએ કેટલાંક કાર્યો શરૂ કર્યા. સૌપ્રથમ એમની બે પ્રતિમા તૈયાર કરી, જેમાંની એક પ્રતિમા એમના જન્મસ્થાન સૌરાષ્ટ્રના મહુવામાં અને બીજી અમેરિકાના શિકાગો શહેરના જૈન દેરાસરના પરિસરમાં મુકાઈ. વીરચંદ રાઘવજી ગાંધીનાં પુસ્તકોના પ્રકાશન માટે કુમારપાળે પ્રયત્ન કર્યો અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના “અહિંસા' સામયિકનો એક વિશેષાંક પણ પ્રગટ કર્યો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું ‘અહિંસા' સામયિક ઘણાં વર્ષો સુધી અમદાવાદથી પ્રકાશિત થતું રહ્યું. જેની સઘળી જવાબદારી કુમારપાળે સંભાળી. એ જ રીતે વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં યોજાયેલા જન કલાકૃતિઓના પ્રદર્શનમાં અત્યંત આકર્ષણરૂપ બનેલું નાનું દેરાસર પણ અમદાવાદમાં કુમારપાળે તેયાર કરાવ્યું. ૧૯૯૭ની ૧૪મી એપ્રિલે અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં કુમારપાળ મહત્ત્વની ભૂમિકા ભજવી. કુમારપાળની કાર્યપદ્ધતિ અંગેનો ખ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીમાં તેમના અમૂલ્યને પ્રદાનને કારણે આવ્યો. આમ સબંધ એવો વિકસ્યો કે કુમારપાળ દેસાઈના સહયોગ વગર એકેય કામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી હાથ ધરે નહીં. કુમારપાળ દેસાઈ એટલે ઓછું બોલતી પણ સધ્ધર કામ કરતી એક ઇન્સ્ટિટ્યૂટ'. બોલે ઓછું પણ તેમની વિદ્વત્તાનો ભંડાર તે ઓછું બોલવા પાછળ ભર્યો. હોય જે તેમના સમાગમમાં આવે અને તેમને જેઓ જાણે છે તે જ સમજી શકે. જૈન ધર્મનું એકેય પાસું એવું નથી કે જેમાં કુમારપાળનું પ્રદાન ન હોય. જૈન ધર્મ અંગેનું એમનું સંશોધન, સાહિત્ય અને સંસ્થાગત કાર્ય એટલાં વિશાળ છે કે તેમનો એકબે પાનાંમાં સમાવેશ કરવાનું અશક્ય છે. વિશેષ તો સાહિત્ય, ચિંતન, પત્રકારત્વ, અનુવાદ એવાં અનેક પાસાંઓનું ખેડાણ કરનાર કુમારપાળ અમારું મહામૂલું રત્ન છે. એને મૂલવવું અને તે વિશે લખવાનું અઘરું અને કઠિન કાર્ય છે. કુમારપાળ એટલે એક હાલતી. ચાલતી વિદ્યાપીઠ, જેમનો સંસાર પણ એટલો જ મીઠો અને લાગણીપ્રધાન છે. 444 અમારું મહામૂલું રત્ન Page #486 -------------------------------------------------------------------------- ________________ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ચેરમેન તરીકે એમની સાથે કાર્ય કરવામાં મને હંમેશાં આનંદ આવ્યો. અમદાવાદમાં શ્રી અરવિંદભાઈ પનાલાલ જેવી વ્યક્તિના પરિચયમાં તેમને કારણે આવવાનું બન્યું. એ રીતે શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, શ્રી યુ. એન. મહેતા સાથે પણ ગાઢ સંબંધો બંધાયા. બીજી અનેકવિધ જવાબદારીઓ સંભાળતા હોવા છતાં જે નિસ્પૃહભાવે એમણે આ સંસ્થાનું કાર્ય કર્યું છે, તે મારે માટે વિશેષ આનંદની વાત છે. અમારા આ સંબંધો કાર્યની સાથે જોડાયેલા તો રહ્યા, પણ એની સાથોસાથ એમની સાથે લાગણીનો તંતુ પણ જોડાયેલો રહ્યો અને એને પરિણામે મને હંમેશાં લાગ્યું છે કે કુમારપાળ એટલે આગળ નહિ પણ સાથે ચાલનારી એક અનોખી વ્યક્તિ. એમના કાર્ય અંગે આપે જે પ્રકાશન યોજ્યું છે તેમાં સામેલ થવાની આપે મને જે તક આપી છે, તેને માટે અંગત રીતે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનૉલોજીના ચેરમેનની રૂએ હું આપનો આભારી છું. ચૅરમેન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી (બ્રિટન-ભારત) અને ઉદ્યોગપતિ 445 રતિલાલ ચંદરયા Page #487 -------------------------------------------------------------------------- ________________ - a : મૈત્રી - મોંધી જીવનમાં કેટલાક સંયોગ એવા થાય છે કે જેને ઋણાનુબંધ સાથે ઓળખાવી શકીએ. જાણે કોઈ પૂર્વભવની મૈત્રી હોય એવી રીતે કુમારપાળને મળવાનું બન્યું અને સતત એ મૈત્રીનો ભાવ વધુ ને વધુ ગાઢ બનતો ગયો. સાધારણ રીતે એમ કહી શકાય કે દરેક મનુષ્યનાં ઓછામાં ઓછાં બે વ્યક્તિત્વ હોય છે : એક એનું જાહેર વ્યક્તિત્વ અને બીજું અંગત જાહેર જીવનની વિગતોથી સમાજ એક વ્યક્તિને ઘણી સારી રીતે ઓળખતી હોવાનો દાવો કરી શકે છે, પરંતુ શું આ વિગતો ખરેખર એ વ્યક્તિનું સંપૂર્ણ ચારિત્ર દર્શાવી શકે ? મારો શ્રી કુમારપાળભાઈનો અંગત પરિચય એ સ્વીકારવા લેશ માત્ર તેયાર નથી. શ્રી કુમારપાળભાઈના અંગત પરિચયની શરૂઆત ઈ. સ. ૧૯૮૮માં થઈ તે પહેલાં એમના જાહેરજીવનની ઘણી વાતો સાંભળી અને વાંચી હતી. બાળપણથી જ એમને કલમ સાથે ગાઢ મિત્રતા બંધાયેલ અને ભાષાશુદ્ધિના આગ્રહ સાથે માતૃભાષા પર પ્રભુતા મેળવવા નાની વયમાં જ એમણે બાળવાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. લેખકોની કદાચ ભારતમાં કમી નહીં હોય, પરંતુ ૧૧ વર્ષની નાની ઉંમરે લેખનું પ્રકાશન થયું હોય તેવા લેખકની નામાવલિ બહુ લાંબી નહીં હોય અને એ નામાવલિમાંથી તરત ખ્યાતિ પામી લેખનક્ષેત્રે નિમંત્રણ પામનારા કોઈક વિરલા જ હોય. શ્રી કુમારપાળભાઈ એવા જ એક વિરલા છે એમ હોમ ચંદરયા 446 Page #488 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. ત્યારબાદ, ગુજરાતી બાળસાહિત્યના સર્જનમાં તેમનું નામ લોકપ્રિય બની ગયું એ કહેવાની જરૂર નથી, કારણ કે મને પોતાને પણ આ વાત તેમના જાહેર વ્યક્તિત્વમાંથી જ જાણવા મળી. તદુપરાંત તેમનાં પુસ્તકો અને વર્તમાનપત્રોમાં નિયમિત કટારો અને વિધવિધ વિષયો પર પ્રગટ થતા લેખો આજ પર્યંત લોકપ્રિય છે. અભ્યાસક્ષેત્રે તેમને બંને તરફથી ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. પીએચ.ડી.ની પદવી કયા વર્ષમાં પ્રાપ્ત થઈ એનો મને ખ્યાલ નથી, અને એ ઓછું મહત્ત્વનું છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાન જેમને પોતાના કહેવા માટે ચડસાચડસી કરે તેવા લોકપ્રિય જન સંત શ્રી આનંદઘનજી પર શોધનિબંધ લખી શ્રી કુમારપાળભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની માનવંતી પદવી પ્રાપ્ત કરી. મને, એમના મહાનિબંધના વિષયની પસંદગીમાં એમનું જૈન ધર્મ પ્રત્યેનું આકર્ષણ અને પ્રેમ દેખાયાં. ડૉક્ટરેટની માનવંતી પદવી પ્રાપ્ત કરી એ એક વિદ્યાર્થી જીવનની ખ્યાતિ કહીએ, તો બીજી તરફ એ જ્ઞાનનો ઉપયોગ અન્યને પદવીઓ અપાવવામાં થઈ રહ્યો છે તે બીજી તરફની ખ્યાતિ. હાલ તેઓ અનેક સંસ્થાઓમાં વિવિધ પદવી ધરાવી ઉત્તમ સેવાઓ આપી રહ્યા છે, તેમાં ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ વિદ્યાશાખાના ડીન અને ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ જેવાં પદ તેમના શિક્ષકજીવનમાં પ્રાપ્ત કરેલાં મહત્ત્વનાં સ્થાનો છે. વળી જૈન ધર્મની ઉક્તિ : વાચના, પૃચ્છણા, પરિપટ્ટણા, અનુપ્રેક્ષા અને ધમ્મકથા – એ મુજબ એમનો જૈન ધર્મનો અભ્યાસ અનેક જૈન અને જૈનેતર સંસ્થાઓને, દેશમાં તેમજ પરદેશમાં ધર્મકથાનો લાભ આપે છે. હકીકતમાં સાહિત્ય અને ધર્મ એ બેમાંથી કયા વિષય માટે તેઓ સન્માનપાત્ર છે એ ચર્ચવામાં આવે તો પરિણામમાં બે સન્માન કરવાં પડે. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી વાજપેયીજીએ ત્રણ વર્ષ પહેલાં જ એમને જેન રત્નનું માનવંતું પદ એનાયત કરેલ, એ આ વાતની સાક્ષી સમાન છે અને આજે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેઓને પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું તે એક મિત્ર અને સહકાર્યકર તરીકે મારે માટે ગર્વની વાત છે. એમને મળેલાં અન્ય સન્માનોની યાદી બનાવીએ તો જે વાત મારે કહેવાની છે તે રહી જશે. આ બધી વિગતો કદાચ અન્ય મહાનુભાવો તરફથી અને અન્ય પ્રકાશનોમાં પણ મળી રહેશે. એક અર્થમાં કહું તો દરેક સંપ્રદાય એમને પોતાના માને, એમની વાત સાંભળે અને સ્નેહથી સ્વીકારે પણ ખરા. મને યાદ છે કે તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી અને એ સમયના યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ એવું વિચાર્યું કે જૈન ધર્મના મહત્ત્વના પુસ્તક તરીકે ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ'ની સિરીઝમાં જૈન ધર્મના પ્રથમ આગમ “આચારાંગ સૂત્ર'નો અનુવાદ પ્રગટ કરવો. અન્ય 47 નેમુ ચંદરયા Page #489 -------------------------------------------------------------------------- ________________ સહુનો મત આચાર્ય ઉમાસ્વાતિજીએ લખેલા તત્ત્વાર્થસૂત્રને પ્રગટ કરવાનો હતો. આ માટે કુમારપાળ રાજસ્થાનમાં આવેલા સરદાર શહેર ગયા અને આચાર્યશ્રી તુલસીજી તથા યુવાચાર્ય મહાપ્રજ્ઞજી સાથે ચર્ચાવિચારણા કરી, ‘તત્ત્વાર્થસૂત્રની પસંદગી માટેનાં કારણો રજૂ કર્યા અને ઉદારમના આચાર્યશ્રીએ એમની વાતનો સ્વીકાર કરવાની સાથે સાંજે એકત્રિત જનસમૂહને પ્રવચન આપવા માટે આદેશ આપ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીએ બકિંગહામ પેલેસમાં જૈન ધર્મમાં પર્યાવરણ વિષયને દર્શાવતી પુસ્તિકા જૈન ડેક્લેરેશન ઓન નેચર' યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને પ્રસ્તુત કરવા માટે પાંચે ખંડના ચારે ફિરકાના જન પ્રતિનિધિઓને લઈ જવાનું નક્કી કર્યું અને એ સમયે ભારતમાંથી આ પ્રતિનિધિઓને ઇંગ્લેન્ડ લાવવાનું સમગ્ર આયોજન અને સંયોજન કુમારપાળે સ્વીકાર્યું હતું અને તે ખૂબ વ્યવસ્થિત રીતે પાર પડ્યું હતું. “જૈન ડેક્લેરેશન ઓન નેચરનો ગુજરાતી અનુવાદ પ્રકૃતિ વિશેની જૈન ધર્મની ઘોષણા' એ નામે એમણે તૈયાર કર્યો. ભારતમાં જૈન સ્કૉલર તૈયાર થાય તેને માટેના સંસ્થાના પ્રયાસોને એમણે સક્રિય સહકાર આપ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા ભારતમાં મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર વગેરે સ્થળોએ વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કરવામાં આવ્યું. આના સમગ્ર આયોજનનો ભાર કુમારપાળે વહન કર્યો. એ જ રીતે ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં પણ તેમણે ભાગ લીધો. અમદાવાદમાં દેરાસરની નાની પ્રતિકૃતિ તૈયાર કરાવી, જે ઇંગ્લેન્ડમાં આકર્ષણરૂપ બની હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીના પ્રત્યેક કાર્યમાં ભારતના એ મુખ્ય કો-ઓર્ડિનેટર બની રહ્યા અને આ તમામ કામગીરી એમણે કશાય પુરસ્કાર કે પારિશ્રમિક વિના કરી એ ઘણી મહત્ત્વની બાબત કહેવાય. - ૧૯૯૭માં અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું કાર્યાલય શરૂ થયું અને એ રીતે એક નાનું બીજ પ્રવૃત્તિઓના વિશાળ વટવૃક્ષ તરીકે ફેલાવા લાગ્યું. આજે તો વિદેશમાં રહેલી જૈન હસ્તપ્રતોના કેટલૉગિંગનું વિરાટ કાર્ય આ સંસ્થા કરી રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીનાં અનેક કાર્યો ચાલતાં હોય ત્યારે એ કાર્યોનો ખૂબ ઝડપથી જવાબ આપવામાં ક્યારેય પાછા પડ્યા નથી. નિષ્ઠા અને સમર્પણભાવથી કામ કરવું એ એમની વિશેષતા છે. એમને સોંપેલું કોઈ કામ અધૂરું રહ્યું નથી, વળી કોઈ પણ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે એ એના મૂળ સુધી પહોંચતા હોય છે. વળી પોતાનો અભિપ્રાય એવી રીતે સામી વ્યક્તિના ચિત્તમાં ઠસાવી શકે છે કે જેને પરિણામે ક્યાંય કોઈ મનદુ:ખ ઊભું થતું નથી. આ બધાં કાર્યો પાછળની એક વિશાળ દૃષ્ટિ છે. આનું કારણ એ છે કે એમણે ખૂબ વ્યાપકપણે દેશ-દેશોના પ્રવાસ કર્યા છે. જુદા જુદા અગ્રણીઓને મળ્યા છે. ભિન્ન ભિન્ન ધર્મોની સમજ મેળવી છે અને તેને પરિણામે એમની 448 મૈત્રી -મોંઘી મૂડી Page #490 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક દૃષ્ટિને લીધે જ જૈન સમાજ હોય, યુનિવર્સિટીના અધ્યાપકો હોય, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ હોય, સરકારના મોવડીઓ હોય એ બધે આદરપાત્ર બન્યા છે. આવા એક મિત્ર મળ્યા એનો મને ખૂબ આનંદ છે. અને એમાં પણ એમની સાથે રહેવાનો, ચર્ચા કરવાનો, કામ કરવાનો જે અનુભવ મળ્યો તે મારા મતે મારા જીવનની એક બહુમૂલી મૂડી છે. આજના સમયમાં સુખ કે દુઃખ, માંજ કે મુશ્કેલી – આ બધા સમયે તમારી પડખે ઊભા રહે તેવા મિત્રો મળવા મુશ્કેલ છે, બ્રિટિશ સરકારે મને OBEનો ખિતાબ આપ્યો, એ પછી બ્રિટનની સંસ્થાઓએ યોજેલા સમારંભમાં મેં કુમારપાળને યાદ કરીને કહેલું હતું કે તેઓ મારા આનંદ અને આપત્તિના તમામ સમયે ખડકની માફક ઊભા રહ્યા છે. હવે, મારા અંગત અનુભવમાંથી થોડી વાત કહું તો અસ્થાને નહીં ગણાય. શ્રી કુમારપાળભાઈને રૂબરૂ મળવાનો અવસર ઈ. સ. ૧૯૮૮માં પ્રાપ્ત થયો. પહેલી જ મુલાકાતમાં, જેમના વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હતું અને મનમાં કંઈક અભિપ્રાયો પણ બાંધ્યા હતા, તે અભિપ્રાયો બદલવા પડ્યા. આવા સુવિખ્યાત વ્યક્તિને આટલા સાદા, સરળ સ્વભાવી, નિરાડંબરી અને નિરાભિમાની અનુભવી મારે મારાં ઘણાં પૂર્વગૃહીત અનુમાનોને તિલાંજલિ આપવી પડી. પહેલી જ વાતચીતમાં એમની માનસિક સ્પષ્ટતા અને વિચારોને સરળતા અને નિખાલસતા સહ રજૂ કરવાની ઢબ મને પ્રસન્ન કરી ગઈ. મેં જ્યારે પણ મારા વિચારો રજૂ કર્યા છે ત્યારે શ્રી કુમારપાળભાઈએ મારી વાત ધીરજપૂર્વક સાંભળી છે અને એમાંથી હાઈ અને તાત્પર્ય સમજવાની એમની ઝડપથી હું પ્રભાવિત થયો છું. ફક્ત ગુજરાતી જ નહીં, હિંદી ભાષા પર પણ તેમનો એટલો જ કાબૂ છે તે વાતથી કદાચ ઘણા લોકો વાકેફ નહીં હોય. લખેલું વાંચવાનો લહાવો ઘણા લોકોને મળી શકે, પરંતુ તેમનું વક્તવ્ય સાંભળવાનો લાભ થોડા લોકોને જ પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. મને હંમેશ એમ લાગ્યું છે કે એમનું વક્તવ્ય સાંભળવું એ પણ જીવનનો એક વિરલ લહાવો છે. શ્રી કુમારપાળભાઈને સાહિત્યસર્જક, કટાર-લેખક, સમાલોચક વગેરે કાર્યોથી અને કળા, ધર્મ, રમતગમત અને શિક્ષણક્ષેત્રના નિષ્ણાત તરીકે ઘણા લોકો જાણતા હશે, પરંતુ દરેક પરિસ્થિતિમાં અને જુદા જુદા સ્વભાવના લોકો સાથે તેઓ માનસિક શાંતિ અને સમતાભાવથી સહેલાઈથી હળીમળી જાય છે એ એમના અંગત સહવાસથી જ જાણી શકાય. હું આ સ્વભાવથી વારંવાર પ્રભાવિત થયો છું. જે લોકો શ્રી કુમારપાળભાઈના જાહેર વ્યક્તિત્વથી જ વાકેફ હોય તે લોકોને એ વિચાર પણ ભાગ્યે જ આવે, પણ મારા ૧૬ વર્ષના પરિચયમાં મેં તેમને એક વાર પણ ગુસ્સો કરતા નથી નેમુ ચંદરયા Page #491 -------------------------------------------------------------------------- ________________ જોયા. દરેક પરિસ્થિતિનો નિકાલ તેઓ શાંત રહીને લાવી શકે છે, એટલું જ નહીં પણ એ શાંત સ્વભાવનો પ્રભાવ સામી વ્યક્તિને પણ શાંત કરી શકે એવો અંગત અનુભવ તેઓ ઘણાને કરાવે છે. જ્યારે કોઈ પણ કાર્યની જવાબદારી તેઓ સ્વીકારે છે ત્યારે તે કાર્યની સંપૂર્ણ વિગત સંક્ષિપ્તમાં સમજી લેવાની તેમની ખૂબી છે. ત્યારબાદ એ કાર્યનું નિષ્ઠાપૂર્વક અને ઝડપભેર તેઓ આયોજન કરે છે. કોઈ પણ કાર્ય અધૂરું છોડવાની તેમની આદત નથી અને કાર્યમાં મુશ્કેલીઓ આવે તો એનું નિવારણ કરવામાં શ્રી કુમારપાળભાઈ પોતાની બધી શક્તિઓને કામે લગાડી દે છે એવું ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીનાં અનેક કાર્યમાં બન્યું છે. સત્યના આગ્રહી પરંતુ કદાગ્રહ, હઠાગ્રહ અને દુરાગ્રહથી તેઓ સદા દૂર રહે છે. સત્યને સમતાભાવે અને પ્રિય વાણીમાં રજૂ કરવાની કલાથી, હકીકતને નિર્ભયતાથી રજૂ કરવાની આવડતથી ક્ષુબ્ધ, અશાંત કે વિવાદગ્રસ્ત વાતાવરણને શ્રી કુમારપાળભાઈ શાંતિ બક્ષે છે. મારો અને શ્રી કુમારપાળભાઈનો સહવાસ ફક્ત અમદાવાદ સુધી મર્યાદિત નથી. સંસ્થાના પ્રસંગોમાં અનેક પ્રવાસ અમે સાથે ખેડ્યા છે એટલે હું વિશ્વાસપૂર્વક કહી શકું કે તેમનું માનસન્માન પણ અમર્યાદિત છે. તેઓએ ભારતમાં જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમાજમાં અને સરકારમાં ચાહના અને માન સંપાદન કરેલ છે જેને માટે તેઓ સદા અને સદંતર યોગ્ય છે. અંતમાં, પશ્ચિમ જગતની એક ઉક્તિ છે: “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો સહકાર હોય છે.” શ્રી કુમારપાળભાઈની જગવિખ્યાત સફળતાઓમાં શ્રીમતી પ્રતિમાબહેનનું યોગદાન ભારોભાર છે એમ નહીં કહું તોપણ તેઓ મને હંમેશની માફક પ્રેમથી જ જમાડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે, તોપણ, જે સત્ય છે તે તો સત્ય જ છે એટલું તો મારે શ્રી કુમારપાળભાઈ પાસેથી શીખવું જ જોઈએને? કુમારપાળભાઈનું જીવન સદા શાંતિમય, સુખમય, આરોગ્યમય અને યશસ્વી રહે એ જ શુભ ભાવના. OBE, વાઇસ ચેરમેન, ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી (બ્રિટન) અને ઉદ્યોગપતિ 450 મૈત્રી -મોંઘી મૂડી Page #492 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીનો આરંભકાળ ડા. કુમારપાળ દેસાઈ એટલે ગુજરાતી સાહિત્યના અનુપમ સર્જક. સર્જનમાં વિવિધ ક્ષેત્રે, વિવિધ સ્વરૂપે તેમણે ગુજરાતી ભાષામાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. પછી તે વિવેચન હોય કે સંપાદન, અનુવાદ હોય કે અધ્યાપન, તેમની કલમનો કસબ અને વક્તવ્ય અનોખાં છે. તેમનું વિલક્ષણ વ્યક્તિત્વ તેમની તેજસ્વી પ્રજ્ઞાનું દર્શન કરાવે છે. શ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્યનું ગૌરવવંતું નામ... હવે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી એમને ઓળખું છું. એમણે નડિયાદમાં અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. પરિષદની મિટિંગોમાં અવારનવાર એમનું સાંનિધ્ય પ્રાપ્ત થયું છે. એમના સહૃદયી-માયાળુ-મિલનસાર સ્વભાવે મને આકર્ષ્યા છે. - શિક્ષણ સંસ્કાર અને સાહિત્યનું સર્જન એ તેમના જીવનનો મંત્ર છે. સમાજસેવા અને જીવનઘડતર સાથે ધર્મદર્શન અને ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો તેમણે સતત પરિશ્રમ કર્યો છે. તેનો હું સાક્ષી છે. તેઓ સાથેના સંબંધ અને સંપર્કના સેતુ કાયમ રહ્યા છે. પ્રસન્ન મુદ્રા અને નિરભિમાની વ્યક્તિત્વ એ તેમની ઓળખ છે. સહુને મિત્ર રૂપે મદદ કરવાની ખેવના તેમના અંતરમાં અખૂટ ભરી છે. એ સમયે રઘુવીરભાઈ ચૌધરી, કુમારપાળ પ્રફુન્ન ભારતીય 451 Page #493 -------------------------------------------------------------------------- ________________ દેસાઈ અને હું ગુજરાત સાહિત્ય પરિષદના મંત્રી હતા. પરિષદના મંત્રી તરીકે કુમારપાળ દેસાઈ સાથે સાહિત્યિક પ્રવૃત્તિ કરવાનું બન્યું. તે સમયની કેટલીક સ્મૃતિઓ આજે પણ ચિત્ત પર અંકિત થયેલી છે. ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી કુમારપાળ દેસાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદમાં કરેલી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિનું આજે પણ સહુ સાહિત્યરસિકો સ્મરણ કરે છે. શ્રી રઘુવીર ચૌધરીની રાહબરી હેઠળ એ સમયગાળામાં ગુજરાતી સાહિત્ય પરિષદે અપ્રતિમ વિકાસ સાધ્યો. એક સમયે શ્રી ચુનીલાલ મડિયા મજાકમાં કહેતા કે ગુજરાતી સાહિત્ય પરિષદને પોતાનું કોઈ સરનામું નથી. પરિષદના કાર્યાલયને પોતીકું સ્થળ નહોતું. એ પછી પરિષદને સરનામું મળ્યું. આશ્રમ માર્ગ પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ નદીકિનારે એનું ભવન તૈયાર થયું અને એ ભવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને સાહિત્યરસિકો અને સહૃદયોને સામેલ કરવાનું કાર્ય કુમારપાળ મંત્રી હતા, તે સમયગાળા દરમ્યાન થયું. આ સમયે ગુજરાતી કવિતાના એવા જાહેર કાર્યક્રમો થયા કે એમાં પરિષદમાં આવેલું મેઘાણી પ્રાંગણ છલકાઈ ઊઠ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદે જુદા જુદા વિષયો પર પરિસંવાદોનું આયોજન કર્યું. આમાં કેટલાંક આયોજનો શ્રી કુમારપાળ દેસાઈએ કર્યા હતાં. ૧૯૮૦ની ૨૦મી એપ્રિલે સાહિત્ય અને પત્રકારત્વ વિશે પરિસંવાદ યોજવામાં આવ્યો. એક અર્થમાં કહીએ તો આની ફલશ્રુતિ એ રહી કે પત્રકારો સાહિત્યકારોની નજીકમાં આવ્યા અને સાહિત્યકારોને પણ પત્રકારત્વની આંટીઘૂંટી અને વિશેષતાઓનો પરિચય મળ્યો. આ પરિસંવાદનું આયોજન ડો. કુમારપાળ દેસાઈએ કર્યું હતું અને જેમાં ૨૩ જેટલા વક્તાઓએ જુદાં જુદાં પાસાંઓ પર વક્તવ્ય આપ્યું હતું. ૧૯૮૦ની એપ્રિલની ૨૦મીએ આ પરિસંવાદ થયો અને જૂન મહિનામાં તો પરિષદના સામયિક પરબ'નો ‘સાહિત્ય અને પત્રકારત્વ' એ વિષય પર દળદાર વિશેષાંક પ્રગટ થયો ! એ વિશેષાંક એ પછી તો પુસ્તકાકારે પણ પ્રગટ થયો અને એની ઉપયોગિતા એટલી પુરવાર થઈ કે એ પુસ્તકનું પુનઃમુદ્રણ પણ થયું. એ જ રીતે ૧૯૮૧ની ૨૫, ૨૬ અને ૨૭ એપ્રિલના રોજ અમદાવાદમાં શ્રી રઘુવીર ચૌધરી અને શ્રી કુમારપાળ દેસાઈએ મળીને ઉર્દૂ સાહિત્ય અને ગુજરાત' વિષય પર અનેક કાર્યક્રમો યોજ્યા હતા. અમદાવાદમાં એ સમયે કોમી અશાંતિ હતી, તેમ છતાં અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનમાં ભવ્ય મુશાયરો યોજ્યો હતો. આવી જ રીતે ગુજરાતી ભાષામાં બાળસાહિત્યની ઉપેક્ષા થતી હોવાનું કહેવાતું હતું. ૧૯૮૩ની ૨૫ અને ૨૬ જૂને ગુજરાતી સાહિત્ય પરિષદમાં બાળસાહિત્ય વિશેનો સેમિનાર યોજાયો, જેમાં ૩૫ જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો. એ પછી 452 મૈત્રીનો આરંભકાળ Page #494 -------------------------------------------------------------------------- ________________ નર્મદ સાર્ધ શતાબ્દીને અનુલક્ષીને ૧૯૮૩ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ‘નર્મદઃ આજના સંદર્ભમાં' એ વિષય પર પરિસંવાદ યોજાયો. આ પરિસંવાદમાં ૨૭ જેટલા વક્તાઓએ ભાગ લીધો. વળી સામાન્ય રીતે પરિસંવાદ થયા બાદ એ વાત અને એ વિષયો ભુલાઈ જતાં હોય છે ત્યારે કુમારપાળ દેસાઈના સંયોજન હેઠળ થયેલા આ બંને પરિસંવાદની ફલશ્રુતિ રૂપે ‘નર્મદ : આજના સંદર્ભમાં અને ગુજરાતી બાળસાહિત્ય' એ બંને વિશેષાંકો રૂપે પ્રાપ્ત થયાં. આ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદના એક મંત્રી તરીકે એમણે એની સાહિત્યિક પ્રવૃત્તિમાં જીવંત રસ લીધો. આ સમયગાળામાં કુમારપાળ દેસાઈના વિદેશ પ્રવાસોનો પ્રારંભ થયો. ૧૯૮૪માં ચંદેરિયા ફાઉન્ડેશનના નિમંત્રણથી તેમણે અમેરિકા અને બ્રિટનનો પ્રવાસ કર્યો. બંને દેશોની સાહિત્યિક તેમજ સંસ્કારજીવનની મહત્ત્વની સંસ્થાઓમાં પ્રવચન આપ્યાં. અમેરિકાની લિટરરી ગુજરાતી અકાદમીના ઉપક્રમે “આધુનિક ગુજરાતી સાહિત્યની ગતિવિધિ’ વિશે તેમજ ત્યાંના લેખકોએ તૈયાર કરેલ “અસ્મિતા' સામયિકના પ્રકાશન સમયે પ્રેરક વક્તવ્યો આપ્યાં તથા સાહિત્યસંસ્થાઓના પરસ્પર સહયોગ અંગે ચર્ચાવિચારણા કરી. આ ઉપરાંત જૈન સેન્ટર ઓફ અમેરિકાના ઉપક્રમે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં તથા જૈન સમાજ, યુરોપ દ્વારા બ્રિટનમાં જૈનદર્શન અંગે તેમનાં પ્રવચનો યોજાયાં હતાં. એમની મૈત્રીના આ આરંભકાળનું સ્મરણ કરતાં રોમાંચનો અનુભવ થાય છે! તેમની સાહિત્યિક સિદ્ધિઓ અને વિલક્ષણ વ્યક્તિત્વ અને વક્તવ્યમાં મેઘધનુષ્યના સાત રંગોની સૌંદર્યાનુભૂતિ થાય છે. નિસ્પૃહી સાહિત્યોપાસના, સમાજસુધાર, લોકકલ્યાણ, વિશ્વબંધુત્વ, પ્રેમ-અહિંસાના પ્રવચનો દ્વારા મૂલ્યનિષ્ઠ આધ્યાત્મિક જીવનદર્શન કરાવવાનો તેમનો અભિગમ તેમની સમગ્ર શબ્દસૃષ્ટિમાં દૃષ્ટિભૂત થાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની ત્રિમૂર્તિ એવા શ્રી કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તે સમગ્ર ગુર્જર ધરાનું અભિવાદન છે. પ્રસન્ન મુખારવિંદ, સ્નેહસભર વ્યવહાર, સર્વ સાથે ઉષ્માપૂર્ણ સંવાદ અને પ્રેમપૂર્ણ સહકાર એ છે તેમની જીવનશૈલીનો મર્મ, જનસેવા એ જ પ્રભુસેવા’ એ જ જીવનમંત્ર આ કર્મવીર કેળવણીકાર આજેય અનેક સંસ્થાઓમાં સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. ગળથુથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર પ્રાપ્ત કરનાર કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. કુમારપાળ હજુ ઉત્તરોત્તર સિદ્ધિનાં સોપાનો સર કરે એવી શુભ કામના. 453 પ્રફુલ ભારતીય Page #495 -------------------------------------------------------------------------- ________________ I've seen Dr. Kumarpal Desai, in his Gujarat Vishvakosh chamber reading, writing, dictating and listening - all at a time. There's something Roman about this ‘Aristotle', let me say, without exaggeration – a fact to be willingly accepted. He glides into immortality step by step. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાતી વિશ્વકોશની લગભગ ૨૫ ગ્રંથોમાં બેનમૂન ગુલાબ પ્રસરતી ગ્રંથશ્રેણીના સંપાદનની ઝીણી-મોટી તમામ બાબતોમાં તેના મુખ્ય સંપાદક અને ટ્રસ્ટી ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે, ગાંધીના “મહાદેવભાઈ કે ડૉ. જ્હોન્સનના બોઝવેલની ફરજ અદા કરતાં એક અપ-ટુ-ડેટ’ અક્ષરસેવક એટલે ડૉ. કુમારપાળ. વિશ્વકોશ પરિવારના ૫૦ plus સભ્યો, તે તે માસના શભજન્મ દિન ઉજવણીના છેલ્લા બુધવારે એકઠા થાય ત્યારે તેમના અભિનંદનના હાથ વ્યક્તિગત પ્રેરણા અને લાગણી આપે છે તેનો હું સાક્ષી રહ્યો છું. વિનોદચંદ્ર પ્ર. ત્રિવેદી હાજર રહેનાર સૌ કોઈને થાય કે કુમારપાળ તેમના છે અને તેથી તેમની હાજરીમાં પોતે મોટા બન્યા છે તેવી પળ અનુભવે છે. આ લખનારે એવું કહ્યાનું યાદ છે કે કુમારપાળે અત્યાર સુધી જેટલા શબ્દો(written words)નું લેખન કર્યું છે તેનો માત્ર ઉતારો કરવાનો હોય તો પણ વરસોનાં વરસ લાગે ! વળી તેમનો દેશ 454 Page #496 -------------------------------------------------------------------------- ________________ વિદેશમાં બોલાયેલો શબ્દ (spoken word) લિખિત થાય તો તેના પણ સહજપણે ઢગલાબંધ ગ્રંથો થાય તેમ છે. એચ. કે. આર્ટસ કૉલેજમાં એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમને નજીકથી જોયાનું સ્મરણ છે. મુખ્ય વિષય ગુજરાતી પરંતુ ફરજિયાત અંગ્રેજીમાં શેક્સપિયર કે અન્ય લેખકો વિષે અમારા અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં વ્યાખ્યાનોમાં પણ ઊંડો રસ. વધારે ને વધારે જાણવાનું તેમનું વિસ્મય અમને અધ્યાપકોને મુગ્ધ કરતું. એમ કહેવાય છે કે વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં જાહેર વ્યાખ્યાનોમાં શ્રોતાઓની હાજરી ઓછી હોય છે, પરંતુ ડૉ. કુમારપાળના વ્યાખ્યાનને સાંભળવા મોટા સભાખંડો પણ નાના પડ્યા હોવાનું સંનિષ્ઠ મિત્રો તરફથી સાંભળ્યું છે. એમના અદશ્ય મગજમાં, વિવિધ વિષયો વિષે આટલી બધી માહિતી કઈ રીતે ભરાયેલી રહેતી હશે ! અને છતાંય કોઈ પણ આકાશ તળે, કોઈ પણ ભૂમિમાં, પૃથક રાષ્ટ્રીયતા ધરાવતા શ્રોતાઓ સમક્ષ તેઓ જે કંઈ કહે છે તે તરત જ સ્પષ્ટ રીતે સમજાય છે. He is a man of transcendental clarity. વિશ્વકોશના તેમના વહીવટમાં તેમનું એક દર્શન દેખાય છે. કૉલેજની હોસ્ટેલના એક રસોડાને તેમણે પોતાની દૃષ્ટિથી જુદું જ રૂપ આપ્યું છે. પંદરથી વીસ એવા નાનામોટા ઓરડાઓના આકારવાળી જગ્યામાં તેમણે પાંચ હજાર સંદર્ભગ્રંથોની લાયબ્રેરી ઉપરાંત ૧૭૦ જેટલા વિષયોનું પરામર્શન કરતા કેટલાક વિદ્વાનોને કામ કરવાની સગવડતા બક્ષી છે. આમાં કમ્યુટર, નૉન ઍકેડેમિક સ્ટાફ પણ છે. વળી, આવડી જગ્યામાં દર માસની પાંચમી તારીખે વિશ્વવિહાર' નામના વિશ્વકોશની સમજ અને વગ વધારતા સામયિકની ૩,૦૦૦ જેટલી નકલો બહાર પડે છે. વિશ્વકોશની “બટર કોપી' સુધીની તૈયારીમાં તેમની નજરથી કશુંય બહાર રહેતું નથી. ઉપરાંત ટ્રસ્ટના અનેકવિધ ગ્રંથોના પ્રકાશનની યોજના પણ ડૉ. ધીરુભાઈ ઠાકર અને તેમના માર્ગદર્શન તળે સરસ રીતે ચાલે છે. આટલા બધા નિવૃત્ત વિદ્વાનોને એક જ સંસ્થામાં અક્ષર સાથે નાતો જોડતા કોઈએ ભેગા કર્યા હોય તેવું જાણવામાં આવ્યું નથી. આ બધું ઓછું હોય તેમ ડૉ. ધીરુભાઈની નિવૃત્તિ પછી તેમની ૧૮ વર્ષની તપસ્યા બાદ આ નાનકડી જગ્યામાં, મહેલની મોકળાશ ઊભી કરીને હવે પછી ઉસ્માનપુરામાં વિશ્વકોશનું એક વિરાટ મકાન થોડા સમયમાં પૂરું બંધાઈ રહે ને ત્યાંથી વિશ્વના જ્ઞાનની સાધના હજુ પણ વધુ તેજસ્વી બને તેવા ધીંગા આયોજનમાં આ બેલડી મગ્ન રહે છે. કુમારપાળમાં કદી થાક અને અશક્તિ જોયાં નથી, ફ્રેન્ચ ભાષામાં જેને Verve' કહે છે 455 વિનોદચંદ્ર પ્ર. ત્રિવેદી Page #497 -------------------------------------------------------------------------- ________________ તેવો ઉત્સાહનો રંગબેરંગી ફુવારો તેમનામાં વણથંભ્યો ઊડ્યા કરે છે. વિશ્વકોશના કાર્યાલયમાં કુમારપાળ એટલે શિષ્ટાચારના માણસ. કોઈ પણ વ્યક્તિ સાથે યથાયોગ્ય વર્તણૂકમાં તેમનો ગજ કદી પણ ટૂંકો પડતો નથી. તેમનું વર્તન સુપેરે તમામ મર્યાદાઓને નખશિખ જાળવે છે. છતાંય ફરજના ભાગ રૂપે કરવાના કાર્યમાં કોઈ પણ ઊણપને તેઓ હરગિજ ચલાવી લેતા નથી. કોઈની મુસીબતને સહાનુભૂતિપૂર્વક સાંભળે છે પરંતુ સંસ્થાના હિતમાં સંસ્થાને નુકસાન થાય તેવી કોઈ વાતને તેઓ ચાલવા દેતા નથી. વિશ્વકોશનું આ બેનમૂન ગુલાબ વયમાં અને હોદ્દામાં નાનામોટા સૌને નીરખવું ગમે છે કારણ કે તે સુંદર પણ છે અને સુગંધી પણ છે. 456 વિશ્વકોશનું બેનમૂન ગુલાબ Page #498 -------------------------------------------------------------------------- ________________ if thi.. બહોળા પરિવારના સભ્ય વર્ષ ૧૯૬૦ના અંતમાં હું કાયમી વસવાટ માટે અમદાવાદ આવ્યો. ૧૯૮૦ના જૂનમાં હું અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજના આચાર્યપદે જોડાયો અને ત્યારપછીનાં ૩-૪ વર્ષ સુધી ડૉ. કુમારપાળ દેસાઈને મળવાનું બન્યું નહિ. તેમના વિશે ખૂબ સાંભળેલું તેથી તેમને મળવાની ઇચ્છા વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. હું અર્થશાસ્ત્રના અધ્યાપક તો ડૉ. કુમારપાળ ગુજરાતી ભાષાના અધ્યાપક, તેથી અમારી વચ્ચે મુલાકાતનો મેળ પડે જ નહિ. તે અરસામાં તેઓ નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિષય શીખવતા. નવગુજરાત કૉલેજોના સંકુલના વડા એમ. સી. શાહ સાહેબ સાથે મારો અંગત ગાઢ પરિચય અને તેથી તેમના એમ. કોમના વર્ગોમાં હું દર અઠવાડિયે એક વાર ભણાવવા જતો, પરંતુ તે વર્ગો સાંજના સમયમાં લેવાતા હતા. એક વાર એલ. ડી. આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થી મંડળના નેજા હેઠળ કોઈક લોકપ્રિય વક્તાનું વ્યાખ્યાન યોજવાનું નક્કી થયું અને તે માટે સર્વાનુમતે ડૉ. કુમારપાળ દેસાઈની વરણી થઈ. મેં આ તક ઝડપી લીધી અને તેમને આમંત્રણ આપવાની જવાબદારી મારા શિરે ઉપાડી લીધી. આ વાત ૧૯૮૩-૮૪ના અરસાની હશે. ત્યાં સુધી તો કુમારપાળ નવગુજરાત કૉલેજ છોડીને ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાઈ ગયા હતા. ભાષાભવનમાં હું તેમને મળવા ગયો અને જે નિખાલસતાથી અને સહજતાથી તેમણે અમારું બી. એમ. મૂળે 457 Page #499 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ સ્વીકાર્યું તે નિખાલસતા અને સહજતાનું આજે પણ મને સ્મરણ છે. અમારા આમંત્રણ પ્રમાણે ડૉ. કુમારપાળ નિર્ધારિત દિવસે અમારી કૉલેજમાં આવ્યા અને ક્રિકેટની રમત સાથે સંકળાયેલી કેટલીક રમૂજી અને રસપ્રદ વાતો પોતાના વ્યાખ્યાનમાં તેમણે જે રીતે વણી લીધી તેનાથી હું ખૂબ પ્રભાવિત થયેલો. પ્રશ્નોત્તરી સાથેના એકથી દોઢ કલાકના તેમના વ્યાખ્યાન દરમિયાન ખીચોખીચ ભરેલા કૉલેજના સભાખંડમાં ટાંકણી પડે તોપણ તેનો અવાજ સંભળાય તેવી શાંતિ પ્રસરેલી. વ્યાખ્યાનની અધવચ્ચે એક પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સભાખંડ છોડીને જતા રહ્યાં ન હતાં તે બાબત આજે પણ મને યાદ છે. કોઈ વ્યક્તિ માત્ર વિદ્વાન છે તેથી તે સારા વક્તા પણ હોઈ શકે છે આ વાત સાચી નથી. વિષયના જ્ઞાન ઉપરાંત વક્તાની ભાષા તથા વિષયની રજૂઆત કરવાની તેની શૈલી લોકભોગ્ય હોવી જોઈએ. વળી વિદ્યાર્થીઓના સમૂહ સમક્ષ વ્યાખ્યાન આપી લોકચાહના મેળવવી એ બાબત કેટલાક વિશિષ્ટ ગુણો માગી લે છે. આમ ડૉ. કુમારપાળ અને મારી વચ્ચે, વક્તા અને શ્રોતા વચ્ચે હોય છે તેવો સેતુ છેલ્લા બે દાયકાથી કાયમ માટે બંધાઈ ગયેલો છે. કુમારપાળ દેસાઈને એક ઉમદા વક્તા તરીકે હું બિરદાવું છું. ડૉ. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વનાં બે બીજાં પાસાંઓનો અહીં ઉલ્લેખ કરવાનું મને ગમશે. એક તો તેઓ ક્યારેય પણ માંદા પડ્યા હોય તેવું લગભગ આજદિન સુધી સાંભળેલું નથી અને બીજું કોઈના પર ક્યારેય પણ ગુસ્સે થયેલા મેં તેમને જોયા નથી. આમાંથી પહેલી વાત વ્યક્તિની શારીરિક સ્વસ્થતા સાથે સંબંધ ધરાવે છે અને બીજી વાત માનસિક સ્વસ્થતા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. જેનું શરીર અને ચિત્ત સ્વસ્થ હોય તે એકસાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કોઈ પણ જાતના ક્ષોભ વિના સફળતાપૂર્વક પાર પાડી શકે છે. ડૉ. કુમારપાળ અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે, તેઓ સતત દેશવિદેશનો પ્રવાસ ખેડતા હોય છે, અનેક પ્રકારનાં કામોમાં એકસાથે રોકાયેલા હોય છે, છતાં તેમનું માનસિક સંતુલન ક્યારેય પણ વિચલિત થયેલું મારા જોવામાં આવેલું નથી. ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે શરૂઆતથી જ સંકળાયેલા છે. તેના સંદર્ભમાં હું બે બાબતોનો ઉલ્લેખ કરવા માગું છું. એક તો, તેઓ વિશ્વકોશના ટ્રસ્ટી મંડળના સભ્ય હોવા ઉપરાંત ક્યારેક લેખક તરીકે પણ પોતાની સેવાઓ વિશ્વકોશને પૂરી પાડે છે. રમતગમત અને ખાસ કરીને ક્રિકેટ વિશેનાં તેમનાં અધિકરણો દાદ માગી લે તેવાં હોય છે. બીજી તેનાથી પણ વિશેષ મહત્ત્વની બાબત મારી દૃષ્ટિએ એ છે કે વિશ્વકોશના મુખ્ય સંપાદક ડો. ધીરુભાઈ ઠાકર અને ડૉ. કુમારપાળ દેસાઈ બંને જે કોઈ નિર્ણયો લે છે અને જે કાંઈ કરે છે તે પરસ્પર સંવાદિતા અને સુમેળ સાધીને જ કરતા હોય છે જેને કારણે અત્યંત ટાંચાં સાધનો છતાં વિશ્વકોશનો એક ભૂમિકાખંડ તથા ૧૮ સળંગ ખંડો અને પ્રથમ બે ખંડોની સુધારેલી આવૃત્તિઓ, છેલ્લાં છ વર્ષમાં 458 બહોળા પરિવારના સભ્ય Page #500 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવિહાર સંપર્ક પત્રિકાનું નિયમિત પ્રકાશન અને વિશ્વકોશ ટ્રસ્ટના નેજા હેઠળ અગિયાર જેટલાં અન્ય ઉપયોગી પ્રકાશનો પણ શક્ય બન્યાં છે. આ બધાંની સફળતામાં અન્ય ઘણા મહાનુભાવો અને વિદ્વાનો ઉપરાંત ડૉ. કુમારપાળ દેસાઈનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો છે. આ વિશ્વમાં બે પ્રકારના માણસોનું સહઅસ્તિત્વ હોય છે – એક એવા માણસો જેમના વિશે પ્રયત્ન કે મથામણ કરવા છતાં કશું સારું બોલાય કે લખાય નહિ અને બીજા એવા કે જેમના વિશે ખરાબ બોલવા કે લખવા જતાં જીભ કે કલમ સાથ આપશે નહિ. આમાંથી ડૉ. કુમારપાળ દેસાઈ બીજા વર્ગમાં મુકાય તેવી વ્યક્તિ છે. તેમનું શારીરિક અને માનસિક સ્વાચ્ય અકબંધ રહો એ જ અભ્યર્થના! 459 બી. એમ. મૂળે Page #501 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસી સંવેદનશીલ તંત્રવાહક ડા. કુમારપાળ દેસાઈનો મને પહેલો પરિચય ઈ. ૧૯૬૪ આસપાસ. ત્યારે હું ગુજરાત કૉલેજમાં અધ્યાપક અને નિવાસ ઋષભ સોસાયટીમાં. નારાયણનગર બહુ નજીક. શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી અને શ્રી બાલાભાઈને ત્યાં જવાનું, મળવાનું થાય તે લ્હાવો લેવા જેવું લાગે. શ્રી બાલાભાઈ એટલે કે આપણા જયભિખુને મળવાનું થાય ત્યારે પ્રો. નટુભાઈ રાજપરા પણ સાથે હોય. ઘરનું વાતાવરણ કુટુંબ જેવું લાગે. જયાબહેનનો રાણપુર સાથેનો જ મારો પરિચય અને સંબંધ. કારણ એ કે તે સમયના બહુરૂપીના સ્થાપક અને તંત્રી સ્વ. શ્રી ચંદુલાલ જેઠાલાલ વ્યાસના રાણપુરના નિવાસે મારી કિશોરાવસ્થાએ વેકેશનમાં મારે જવાનું અચૂક બને, કેમ કે સ્વ. શ્રી મનહરલાલ ચંદુલાલ વ્યાસ મારા બનેવી. આમ જયભિખ્ખ-પરિવાર સાથેનો પરિચય કિશોરકાળથી જ થયેલો. જયભિખ્ખું મારા ખૂબ જ ગમતા લેખક. કૃતિએ કૃતિ રસપૂર્વક વાંચેલી, એથી શારદામાં મળવાનું થાય કે નિવાસે, વિશેષ વાતો જયભિખુ સાથે જ થાય. પરંતુ કુમારપાળને પણ અલપ-ઝલપ મળવાનું થાય. વિદ્યાર્થી તરીકે તેજસ્વી હતા અને અધ્યાપક થયા ત્યારનો પરિચય તો ખરો જ ! આ પછીના ગાળામાં કુમારપાળે લેખક તરીકે નામ ને કામ બહાર કાઢ્યાં. મને એમની લેખનશક્તિને સાબિત કરતો પરિચય તો થયો શ્રી જયભિખુ પછી એમણે ઈટ અને ઇમારતને સધ્ધર હસુ યાજ્ઞિક 460 Page #502 -------------------------------------------------------------------------- ________________ ટકાવી ત્યારથી ગુજરાત સમાચારની એ અત્યંત લોકપ્રિય કૉલમ, બહુ મોટો વાચકવર્ગ, તે પણ રસરુચિથી ઘડાયેલો અને વિવિધ સ્તર અને વયજૂથ ધરાવતો. આવી સંસિદ્ધ કૉલમને અનુગામી લેખક તરીકે હાથમાં લેવી તે તો જામેલા સિદ્ધ લેખક માટે પણ બહુ મોટો પડકાર ! બહુધા આવાં આવાન ઉઠાવનાર અસફળ જ થાય છે, થયા છે! પરંતુ કુમારપાળમાં પૂરી દૃષ્ટિ અને સજ્જતા. આથી એ કૉલમ ચાલી એટલું જ નહીં, એક વખત જે જયભિખ્ખ જેવા સજ્જ ને સમર્થનો પર્યાય હતો તે આજ કુમારપાળનો બન્યો ! પછીના ગાળાનો અમારો સંબંધ કેટલાક નિમિત્તે મળવાનો અને કેમ છો, ઠીક છો.નો. પરંતુ કુમારપાળની લેખક તરીકેની બીજી ગતિમાં બે ક્ષેત્રો એવાં, જે મારાં પણ રસ-અભ્યાસનાં. એક અધ્યાત્મ જેમાં ખાસ તો જૈન વિદ્યા અને બીજું મધ્યકાલીન સાહિત્ય. આથી આ ક્ષેત્રનાં કામનો અને સિદ્ધિઓનો મને પ્રત્યક્ષ રૂપમાં પરિચય. એમને અને એમના વિશે વાંચું કે સાંભળું ત્યારે સ્વજનને મળતા સ્વીકારનો આનંદ પણ તેમાં ભળે. ૧૯૭૩ થી ૧૯૮૨ મારે સરકારી કૉલેજની નોકરીને કારણે અમદાવાદ છોડી જામનગર અને સુરેન્દ્રનગર જવું પડ્યું, આથી પ્રત્યક્ષ મિલનનાં નિમિત્તો ઓછાં થયાં. પરંતુ ૧૯૮રથી હું ગુજરાત સાહિત્ય અકાદમીનો મહામાત્ર બન્યો ને તે પછી આજ સુધી મળવાના, કામ કરવાના, વ્યાખ્યાન-પરિસંવાદને નિમિત્તે સાથે સફર કરવાના, ખાસ હેતુની સરકારી કે અન્ય સંસ્થાઓની બેઠકોમાં સાથે કરવાના વિવિધ પ્રસંગો ઊભા થયા. આ નિમિત્તો અને કાર્યો જ એવાં છે કે નિકટ રહેવાનો અને જાણવાનો પૂરો અવકાશ મળે. ને અમારા સંબંધનું એક બીજું પણ નવું સૂત્ર હતું. મારા વાયોલિન-વાદનના ગુરુ મોહિનીબા વિદ્યાલય અને ગાંધર્વ વિદ્યાલયના સંગીતકાર શ્રી પ્રાણલાલભાઈ શાહ, કુમારભાઈ તેમના જમાઈ. આથી પણ કુમારપાળ સ્વજન જેવા જ લાગે ! ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રાધ્યાપક, સંશોધક, ધર્મતત્ત્વજ્ઞ, લેખક તરીકે ઘણું સિદ્ધ કર્યું. એ વિશે અનેક દ્વારા અનેક રીતે કહેવાયું ને કહેવાશે. મારે એ વિશે નથી કહેવું. મારે, જાતને જ પૂછીને, ખાતરી કરતા જઈને કહેવાનું છે કુમારપાળ મારી દૃષ્ટિએ શું? મને અભ્યાસી તરીકે મૂળમાં જવું ને જોવું ગમે. અખબારી કૉલમોમાં, એના વિવિધ વિષયોમાં, ગુજરાતી ભાષાના અધ્યયન-અધ્યાપનમાં, જેન વિદ્યાના વિવિધ વિષયોના અભ્યાસમાં અને એને લેખ કે વ્યાખ્યાનમાં સર્વગમ્ય બનાવવામાં, બાલસાહિત્યના લેખનમાં, પત્રકારત્વમાં, પરિષદ અને બીજી સંસ્થાઓમાં, વિશ્વકોશ જેવા અભૂતપૂર્વ સાહસને મૂર્તિમંત અને સફળ કરવામાં, રાજ્યની અને સમાજની વિધવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં નિષ્કલંક સફળતા મળી તે શા કારણે એમનામાં શક્તિદષ્ટિ અને પ્રતિભા હોવાને કારણે? – એ બીજામાં પણ હોય છે, પરંતુ 46 હસુ યાજ્ઞિક Page #503 -------------------------------------------------------------------------- ________________ બધા કંઈ સફળ થતા નથી. સફળ થાય તો નિરુપદ્રવી, નિષ્કલંક અને નિષ્કટક રહેતા નથી. કુમારપાળમાં એવું ન બન્યું ! શાથી ? મને જે ઉત્તર મળે છે મારા જ પ્રશ્નોનો તે કંઈક આવો છે. કુમારપાળ સંવેદનશીલ પણ અભ્યાસી તંત્રવાહક છે. એમની શક્તિને નૈસર્ગિક શક્તિને વ્યક્તિત્વની આ વિશેષ શક્તિના સમન્વયનો લાભ મળ્યો છે. બીજા શબ્દોમાં કહું તો એ સજ્જન છે, સાધંત સજ્જન. વિધેયાત્મક દૃષ્ટિ અને વલણ એમની અસાધારણ સફળતાના મૂળમાં છે. બીજાને સમજવાની અને સમજાવવાની એમનામાં શક્તિ છે. ક્યાંક કોઈ બીજો હેતુ હોય તો તરત કળી જાય છે, પણ ઉશ્કેરાતા નથી. એમનું હથિયાર વેધક દૃષ્ટિ સાથેનું આછું સ્મિત છે. એ ક્રોધ કે કડવાશ વગર સામાને સમજાવી શકે છે. માત્ર પૂરી સજ્જનતા ક્યારેક પૂરું કામ ન આપે. પાકી પરખ અને મક્કમતા જોઈએ. કુમારપાળમાં એ છે જ. એથી સંબંધને તંગ કર્યા વગર કે કડવાશ ને તિરસ્કારનો આધાર લીધા વગર તે પોતાનું ધાર્યું મક્કમ રીતે કરી શકે છે. વિશ્વકોશના કાર્યમાં, અહિંસા યુનિવર્સિટીની સ્થાપના કરવાનો મુસદ્દો તૈયાર કરવાની બેઠકમાં અને સંસ્થાગત સંકડામણ અને સંઘર્ષોની પરિસ્થિતિના ઉકેલમાં કુમારપાળમાં મેં આ શક્તિ જોઈ છે. આનાં દૃષ્ટાંતો છે, પણ આપતો નથી. એક છેલ્લો જ તાજો અનુભવ કુમારભાઈ ડીન બન્યા તે સમયનો. એક અંગત મિત્ર વાત કરી યુનિવર્સિટીના ભવનના અંગત રાગદ્વેષની અને એમના કુટુંબીજનને થતા જૂથવાદ કે વાડાબંધીથી થતા અન્યાયની. મને કહ્યું: ‘તમે કુમારપાળ દેસાઈની નજીક છો. એમને વાત કરશો ?” કહ્યું, ‘જરૂર કરીશ.” ને હૈયાધારણ આપી, “કુમારપાળનું વલણ વિધેયાત્મક છે. કોઈ વાદ, જૂથ, ગ્રંથિ કે બીજી ગણતરીના એ માણસ નથી. એ જરૂર યોગ્ય કરશે.” ને મેં કુમારભાઈને વાત કરી. કામ પતી ગયું. પેલા મિત્ર મને, મારી આળસ અને પ્રકૃતિને જાણે અને કહે, ‘તમે ફોન તો કરો ને આભાર માનો !” હસીને કહ્યું, “ના, કુમારપાળને ખોટું લાગે !” મિત્ર આશ્વર્યથી જોઈ રહ્યા. 462 અભ્યાસી સંવેદનશીલ તંત્રવાહક Page #504 -------------------------------------------------------------------------- ________________ અને E : Fire અબુદ્ધતા સપુરુષ ગજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન એ નૂતન ગુજરાતનું લબ્ધપ્રતિષ્ઠ વિદ્યાતીર્થ છે. તાજેતરના દિવસોમાં તેની મુલાકાત લેવાનો અવસર તમને મળ્યો હોય તો તેમાં દાખલ થઈને તેના પહેલા માળ પર જવા માટે તેની સીડી ચઢીને જમણી બાજુએ આવેલ તેના વહીવટીકક્ષ તરફ વળતાં તમને આશ્ચર્ય કદાચ એ વાતનું થશે કે તમારા આગમનને વધાવવા કેટલાક પટાવાળાઓ તથા અન્ય કર્મચારીઓ અને અનેક વિદ્યાર્થી ભાઈબહેનો તમને સલામ કે વંદન કરીને તમારું સ્વાગત કેમ કરી રહ્યા છે. તેનું રહસ્ય સમજવા માટે તમે પાછળ વળીને જોશો, તો ફક્ત વિદ્યાર્થીઓનું એક નાનકડું ટોળું જ દેખાશે, પરંતુ વાસ્તવમાં હકીકત એ છે કે તેમની વચ્ચે અનુસ્નાતક વિદ્યાર્થીઓ પૈકીના એક જ હોય તેવા દેખાતા એક હસમુખા સજ્જન હાથમાં થોડાંક પુસ્તકો લઈને તમારી પાછળ-પાછળ જ આવી રહ્યા છે. ચહેરે. મહોરે અને વેશ પરિધાનમાં એ અન્ય વિદ્યાર્થીઓથી જુદા પડતા નથી, એટલે તમારી મૂંઝવણ તો યથાવત જ રહે છે. પણ એ સજ્જન ભાષા-સાહિત્યભવનના નવનિયુક્ત અધ્યક્ષ તથા ગુજરાતી વિભાગના વડા પ્રાધ્યાપક અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ગુજરાતનાં વર્તમાનપત્રોની વિવિધ સ્તંભો(columns)ના લોકપ્રિય પત્રકાર ડૉ. કુમારપાળ દેસાઈ છે અને પેલી સલામો અને વંદનાઓ તમને નહિ – એમને થઈ રહી હતી! કંચનભાઈ ચં. પરીખ 463 Page #505 -------------------------------------------------------------------------- ________________ મધ્યમ કદનો બાંધો, નમણી મુખાકૃતિ, તેજસ્વી નયનો, વદનકમળ પર સદેવ વિલસતું સ્મિત અને તેમાંથી પ્રગટ થતાં સ્નેહાળ પ્રકૃતિ, મૃદુ અવાજ, સંસ્કારી વાણી અને ઋજુરીતભાત - એ તમામ લક્ષણોનો સરવાળો કરતાં જે છબિ પ્રગટ થાય તેવા પ્રસન્નમધુર વ્યક્તિત્વના તેઓ માલિક છે. મહાકવિ કાલિદાસે યથાર્થ જ કહ્યું છે : “ગતિ ન થતા” ફોઈબાએ નામ પણ કુમારપાળ) પાડેલ છે. આ લખું છું ત્યારે મારા મનમાં આજથી પચાસેક વર્ષો પહેલાં કુમારપાળ સાથે મારી સૌપ્રથમ મુલાકાત થઈ હતી તેનું સ્મરણ તાજું થઈ આવે છે. તે વખતે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ વિભાગમાં હું કામ કરતો હતો. હેમંત ઋતુની એક સમી સાંજે મારા મુરબ્બી ને સહૃદયી મિત્ર સ્વ. શ્રી બાલાભાઈ દેસાઈ(જયભિખ્ખની એક ટૂંકી વાર્તા “વસ્ત્રાર્ધ “નવી નવલિકા" એ શીર્ષક હેઠળના કાર્યક્રમમાં પ્રસારિત થઈ ગયા પછી તેમણે મને તેમના ઘેર આવવા નિમંત્રણ આપ્યું હતું. અમદાવાદના વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પાસે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા માદલપુર ખાતે આવેલા તે વખતના તેમના નિવાસસ્થાને અમે પહોંચ્યા કે તરત જ દસેક વર્ષનો એક તેજસ્વી કિશોર સ્વ. જીવરામ જોશીલિખિત મિયાં ફુસકી'ની એક પુસ્તિકા વાંચતો હતો તે તરત જ ઊભો થઈને દોડ્યો અને શ્રી જયભિખ્ખને ગળે બેઉ હાથ દઈને લટકી પડ્યો. એ હૃદયંગમ દૃશ્ય હું હસતાં હસતાં નિરખી રહ્યો હતો. તેમાં એ કિશોરના પિતૃપ્રેમ અને વાંચન પ્રત્યે તેની રસરુચિની સહર્ષ માનસિક નોંધ લીધા સિવાય હું રહી શક્યો નહિ. પુત્રનાં લક્ષણ પણ પારણામાં ! તે પછી તેમની વિદ્યાર્થી તરીકેની તેજસ્વી કારકિર્દી ૧૯૬૫ના વર્ષમાં સમાપ્ત થયા પછી જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી વિકસતી જતી તેમની પ્રતિભા અને તેમાંથી નિષ્પન્ન થતાં જે સુફળ ગુજરાતને અવિરતપણે પ્રાપ્ત થતાં રહ્યાં છે તેના નિકટવર્તી સાક્ષી થવાનું સદ્ભાગ્ય મને મળેલ છે. અધ્યયન અને અધ્યાપન એ તેમની મનગમતી મુખ્ય પ્રવૃત્તિ રહેલ છે. અમદાવાદની લબ્ધપ્રતિષ્ઠ નવગુજરાત કૉલેજમાં ૧૯૬૫માં ગુજરાતીના લેક્ટરરના પદથી પ્રારંભ થયેલી તેમની વિદ્યાયાત્રા તેમને ૧૯૮૩માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ખેંચી લાવી અને ત્યાં તેમણે ક્રમશઃ લેક્ઝરર, રીડર અને પ્રાધ્યાપકનાં પદ પ્રાપ્ત કર્યા પછી તેઓ તે ભવનના ગુજરાતી વિભાગના વડા તરીકે નિમાયા અને ૨૦૦૧ના વર્ષમાં તેઓ વિદ્યાભવનના અધ્યક્ષપદે નિયુક્ત થયા. ત્યારે ગુજરાતના મૂર્ધન્ય કવિ અને જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા સ્વ. શ્રી ઉમાશંકર જોશી અને ખ્યાતનામ વિવેચક સ્વ. પ્રો. અનંતરાય રાવળ જેવા સમર્થ પ્રાધ્યાપકોના અનુગામી અધ્યક્ષ તરીકે વિદ્યાભવનની ઉચ્ચ પરંપરાને શોભે તેવા અધ્યક્ષ યુનિવર્સિટીને સાંપડી રહ્યાનો સંતોષ ઉચ્ચ શિક્ષણ સાથે નિસબત ધરાવતા ગુજરાતના અનેક સુશિક્ષિતોએ અનુભવ્યો. 464 અનુદ્ધત પુરુષ Page #506 -------------------------------------------------------------------------- ________________ દરમ્યાન નવગુજરાત કૉલેજમાં તેમનું અધ્યાપનકાર્ય કરતાં કરતાં “આનંદઘન : એક અધ્યયન” એ વિષય પસંદ કરીને ગુજરાતના જાણીતા વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને તેમણે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી એટલું જ નહિ પણ સંશોધનના ક્ષેત્રમાં સતત કાર્યરત રહીને ‘ઉત્કૃષ્ટ સંશોધન માટેનો પ્રતિષ્ઠિત કે. જી. નાયક સુવર્ણચંદ્રક બે વખત પ્રાપ્ત કર્યો. એક જ ચંદ્રકના બે વખત વિજેતા બન્યાનો અન્ય કોઈ વિક્રમ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં નોંધાયો નથી. અધ્યાપન અને સંશોધનના ક્ષેત્રે કુમારપાળની યશસ્વી સેવાઓની કદર રૂપે ગુજરાત યુનિવર્સિટીની ગુજરાતીની અભ્યાસ સમિતિએ પોતાના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરી તો વિનયન વિદ્યાશાખાએ પણ તેમને પોતાના ડીન તરીકેના સર્વોચ્ચ પદે તેમની વરણી કરી. કૉલેજના લેક્ટરર-પદથી માંડીને અનુસ્નાતક વિદ્યાભવનના અધ્યક્ષના અને વિદ્યાશાખાના ડીનના પદ સુધીની ડૉ. કુમારપાળની વિદ્યાયાત્રા અત્યંત યશસ્વી રહી છે એ નિઃશંક છે. અધ્યયન-અધ્યાપન અને સંશોધનની પ્રવૃત્તિઓની સાથેસાથે ડો. કુમારપાળ દેસાઈની લેખનપ્રવૃત્તિ પણ સમાંતર ચાલતી રહી છે. માત્ર ૧૧ વર્ષની વયે બાળકોના સાપ્તાહિક ‘ઝગમગ' માટે તેમણે લખેલ એક દેશભક્તની કાલ્પનિક સાહસકથાથી પ્રારબ્ધ થયેલ તેમની સાહિત્યસાધના પચાસ વર્ષથી પણ વધુ લાંબા સમયપટ પર પથરાયેલી રહી છે અને જુદા જુદા વિષયો પર અંદાજે ૧૦૦ કરતાં પણ વધુ પુસ્તકો ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેમના નામે જમા થયેલ છે. કુમારપાળને અત્યંત પ્રિય તેવી ક્રિકેટની પરિભાષામાં કહીએ તો સાહિત્યજગતમાં તેમણે સદી નોંધાવી છે. તેમની પ્રાસાદિક કલમ બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્ય ઉપરાંત, જીવનચરિત્રો, નિબંધો, નવલિકાઓ, વિવેચનલેખો, ધર્મ અને તત્ત્વજ્ઞાન પરના ચિંતનલેખો, રમતગમતની સમીક્ષાઓ, સંશોધનલેખો, સંપાદનો ઇત્યાદિ અનેક ક્ષેત્રોમાં વિહરેલી જોઈ શકાય છે. લેખક કુમારપાળ અને પત્રકાર કુમારપાળને કદાપિ જુદા પાડી શકાય તેમ નથી. ગુજરાતના જાણીતા દેનિક ગુજરાત સમાચારમાં છેક ૧૯૫૨માં તેમના પિતા શ્રી જયભિખ્ખની પ્રાસાદિક કલમ વડે પ્રારબ્ધ ઈટ અને ઇમારતની ભારે લોકપ્રિય નીવડેલી સાપ્તાહિક લેખમાળા ૧૯૬૯માં તેમના દુઃખદ અવસાન પછી ગુજરાત સમાચાર'ના દૃષ્ટિવંત તંત્રી શ્રી શાંતિભાઈ શાહના આગ્રહથી કુમારપાળે પણ એટલી જ ક્ષમતાથી ચાલુ રાખી છે. અર્ધી સદી કરતાં પણ વધુ લાંબા સમયપટ પર પથરાયેલ આ લેખમાળા તેના વિષયવૈવિધ્ય માટે જેટલી જાણીતી છે એટલી જ તેના માંગલ્યપૂર્ણ દૃષ્ટિકોણ અને સામાજિક દૃષ્ટિએ તેના વિધેયાત્મક અભિગમને માટે જાણીતી છે. ઇતિહાસ, પુરાણ, ધર્મ, તત્ત્વજ્ઞાન અને દેશ-વિદેશના સાહિત્ય, લોકકથા કે રોજિંદા 465. કંચનભાઈ ચં. પરીખ Page #507 -------------------------------------------------------------------------- ________________ જીવનમાંથી પ્રસંગોચિત અને ચોટદાર દૃષ્ટાંતો, કદીક લંગોક્તિ કે કટાક્ષ દ્વારા સમાજને માટે શ્રેયસ્કર નીવડે તેવા પ્રેરણાદાયક વિચારો ને કથાનકો વાચકને હૈયે વસી જાય તે રોચક શૈલીમાં રજૂ થતી એ લેખમાળા પત્રકારત્વના ક્ષેત્રમાં અપૂર્વ કહી શકાય તેવી ઘટના છે. ‘ઈટ અને ઇમારત' ઉપરાંત ગુજરાત સમાચારમાં ‘આકાશની ઓળખ', પારિજાતનો પરિસંવાદ, ‘ઝાકળ બન્યું મોતી’ અને ‘રમતનું મેદાન એ તેમની ચાર સાપ્તાહિક લેખમાળાઓએ પણ વિશાળ વાચકવૃંદ ઊભું કરેલ છે એ હકીકત સુવિદિત છે. સાહિત્યના ક્ષેત્રમાં કુમારપાળનું અત્યંત મહત્ત્વનું પ્રદાન ધર્મ અને તત્ત્વજ્ઞાન અને વિશેષ કરીને જૈન ધર્મ અને જૈન સાહિત્યને આવરી લે છે. એમનાં અંગ્રેજી, હિંદી અને ગુજરાતી પુસ્તકો અને પ્રવચનોએ કુમારપાળને માટે જૈન ધર્મ અને જેને તત્ત્વજ્ઞાનના એક અધિકારી લેખક તરીકે આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન અંકે કરી આપ્યું છે. એટલું જ નહિ, પરંતુ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતો અંગે પરદેશી પ્રજાઓમાં શ્રદ્ધેય સમજ અને જાણકારી વધારવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. રમતગમત અને વિશેષ કરીને ક્રિકેટની રમત એ પણ કુમારપાળના રસ અને રુચિનું ક્ષેત્ર રહેલ છે. ગુજરાત સમાચારમાં પ્રગટ થતી તેમની રમતનું મેદાન' નામની સાપ્તાહિક લેખમાળાનો ઉલ્લેખ તો ઉપર કરવામાં આવેલો જ છે. ભારતીય ક્રિકેટ’ (ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં) ક્રિકેટના વિશ્વવિક્રમો અને ક્રિકેટ રમતા શીખો' એ પ્રકાશનો તેમજ અંદાજે ૩૦૦ ઉપરાંત કાર્યક્રમો – જાહેર વ્યાખ્યાનોપરિસંવાદો અને રેડિયો-ટી.વી. પર પ્રસારિત થતા તેમના વાર્તાલાપો અને સમીક્ષાઓ માટે પણ જરૂરી સમય અને શક્તિ ફાજલ પાડી શકે તેનું રહસ્ય રમતગમતના ક્ષેત્રે ડો. કુમારપાળના જીવંત રસ અને રુચિમાં જ સમાયેલું જણાય છે. લેખક કુમારપાળ અને પત્રકાર કુમારપાળના પારસસ્પર્શનો લાભ ગુજરાતમાં અને ગુજરાતની બહાર સમાજના ઉત્કર્ષ માટે ઉમદા પ્રદાન કરી રહેલ સાહિત્યની, શિક્ષણની, સંસ્કૃતિની, જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓને મળતો રહ્યો છે. તેમાં યુનિવર્સિટી અને કૉલેજોમાં વિદ્યાર્થીઓના વર્ગો અને વર્તમાનપત્રોનાં માધ્યમો ઉપરાંત જાહેર વ્યાખ્યાનોના માધ્યમનો વિનિયોગ વ્યાપક ધોરણે કરીને શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇત્યાદિ ક્ષેત્રોમાં સમાજના વિવિધ વર્ગોમાં લોકશિક્ષણનું કાર્ય કરવાની કુમારપાળને સારી ફાવટ છે. તેનું રહસ્ય તેમની બહુશ્રુતતા, ભાષાપ્રભુત્વ અને રોચક વસ્તૃત્વશક્તિમાં રહેલું છે અને તેમની વિદ્વત્તા, ચિંતનશીલતા અને વાવૈભવના લાભો લેવા માટે તેમને ભારતની તેમજ પરદેશની અનેક ખ્યાતનામ સંસ્થાઓ તરફથી નિમંત્રણ મળતાં જ રહે છે. આ સંદર્ભમાં જૈન ધર્મ, જેને સંસ્કૃતિ અને જૈનદર્શનને લગતી વ્યાખ્યાનમાળાઓ માટે તેમણે જે પચીસેક જેટલા દેશોનો 466 અનુદ્ધત પુરુષ Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસ ખેડ્યો છે તેમાં ઇંગ્લેન્ડ, યુ.એસ.એ, કેનેડા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, સિંગાપુર, હોંગકોંગ, મલયેશિયા, ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે. એ જેમ વિક્રમજનક ઘટના છે તેમ છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકામાં પ્રતિવર્ષ ડૉ. કુમારપાળનાં વ્યાખ્યાનો યોજવામાં આવે છે તે પણ એક વિક્રમજનક ઘટના છે. ડૉ. કુમારપાળ દેસાઈના અનેક મિત્રો અને પ્રશંસકોને એ વાતનો સંતોષ છે કે તેમની કદર કરવામાં સરકાર તેમજ સમાજે કાણતા દર્શાવી નથી. તાજેતરમાં જ ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી’ના ઉચ્ચ ઇલકાબથી સન્માનવામાં આવ્યા છે તે ઘટના સુવિદિત છે. તે અગાઉ પણ અંદાજે પચ્ચીસેક પદકો / પુરસ્કારોથી તેમનું સન્માન કરવામાં આવેલું છે. આ એવોર્ડો ઉપરાંત અને તે સૌથી વધુ અદકેરો અને મહામૂલ્યવાન એવૉડ તેમને સ્વ. પ્રાણલાલભાઈ શાહ અને સુશ્રી સુમિત્રાબહેનના સંસ્કારી પરિવાર તરફથી વર્ષ ૧૯૬૬માં મળેલ છે. તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. એ એવોર્ડનું શુભ નામ છે એ. સી. પ્રતિમાબહેન. સાચા અર્થમાં કુમારપાળનાં સહધર્મચારિણી બનીને ઘરસંસારની જવાબદારીઓનો સઘળો બોજો તેમણે હસતે વદને તેમના દામ્પત્યજીવનના પ્રારંભકાળથી જ અત્યંત ક્ષમતાપૂર્વક ઉપાડી લઈને કુમારપાળને પોતાની બહુક્ષેત્રીય પ્રવૃત્તિઓમાં નિશ્ચિત રીતે વ્યસ્ત રહેવાની મોકળાશ પૂરી પાડેલ છે. અધ્યાપક, લેખક અને પત્રકાર તરીકે કુમારપાળને મળેલ સફળતા અને સિદ્ધિના યશમાં પ્રતિમાબહેનના શાન્ત સહયોગનો ફાળો ઘણો મહત્ત્વનો રહેલ છે. ટૂંકમાં કહીએ તો પ્રતિમાબહેન ખરા અર્થમાં દેસાઈ પરિવારનાં ગુણસુંદરી બની રહેલ છે. મન અને હૃદયનાં અનેક ગુણલક્ષણો; જેવાં કે સાહિત્યના વાચન અને સર્જનમાં ઊંચી રસવૃત્તિ, જીવનવ્યવહારમાં ઉચ્ચ પ્રકારની મૂલ્યનિષ્ઠા તેમજ સાત્વિક ખુમારીનો સુભગ સમન્વય, રહેણીકરણીની સાદાઈ અને વિચારોની ઉદાત્તતા, ઉદારતા, કરુણા, જીવદયા ઇત્યાદિ ગુણલક્ષણો તેમને તેમના પિતા જયભિખ્ખ પાસેથી, તો સ્નેહસભર આતિથ્યભાવના તેમનાં માતા શ્રી જયાબહેન તરફથી વારસામાં મળેલ છે. કુમારપાળનાં તમામ ગુણલક્ષણોમાં સવિશેષ નોંધપાત્ર ગુણલક્ષણ એ તેમની અપ્રતિમ નમ્રતા છે. શિક્ષણજગતમાં લેક્યરચના પદ પરથી ક્રમશઃ રીડર, પ્રોફેસર અને વિદ્યાભવનના અધ્યક્ષ તેમજ વિદ્યાશાખાના ડીનના સર્વોચ્ચ પદ પરની તેમની વિકાસયાત્રા, એકેકથી ચઢે તેવી ગુણવત્તાવાળાં એકસો કરતાં પણ વધુ પુસ્તકોનું પ્રકાશન અને સાહિત્ય, સંસ્કૃતિ, પત્રકારત્વ, ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમજ રમતગમતના ક્ષેત્રોમાં તેત્રીસ જેટલાં ભારે પ્રતિષ્ઠિત ગણાતાં પ્રદાનો ! પુરસ્કારો અને એવોર્ડોથી વિભૂષિત થયેલા ડૉ. કુમારપાળની બૌદ્ધિક અને આત્મિક સમૃદ્ધિના રૂપમાં સરકાર અને સમાજે તેમને નવાજેલ હોવા છતાં અપ્રતિમ નમ્રતા એ તેમના પ્રસન્નમધુર 467 કંચનભાઈ ચં. પરીખ Page #509 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિત્વનું ધ્યાના પાસું રહ્યું છે – બલ્ક એ સમૃદ્ધિ ક્રમશઃ જેમ જેમ વધતી ગઈ છે તેમ તેમ તેમની લાક્ષણિક નમ્રતાની માત્રા પણ નિરંતર વધતી જ રહી છે. ખરે જ, મહાકવિ કાલિદાસે યથાર્થ જ કહેલ છે કે: ભવન્તિ નJ: તરવ: છાનોમૈ. नवाम्बुभि: भूरि विलम्बिजना घनाः । अनुद्धताः सद्पुरुषाः समृद्धिभिः स्वभावेव शेष: परोपकारिणाम् ।।" (અર્થાત્ ફળો આવવાથી વૃક્ષો નીચાં નમે છે અને જળ ભરાયેથી વાદળો નીચે ઊતરે છે, તેમ લોકકલ્યાણના કાર્યમાં વ્યસ્ત રહેતા સત્પરુષો નમ્રાતિનમ્ર બની જતા હોય છે.). - હવે ટૂંક સમયમાં ડૉ. કુમારપાળ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમના અધ્યાપન અને સંશોધન-માર્ગદર્શનના કાર્યમાંથી નિવૃત્ત થવાના છે, ત્યારે સાહિત્યસર્જન અને વર્તમાનપત્રો, રેડિયો-ટીવી, વ્યાખ્યાનો ઇત્યાદિ સમૂહમાધ્યમો દ્વારા શિક્ષણ, સંસ્કૃતિ અને ધર્મ તથા તત્ત્વજ્ઞાનનાં ક્ષેત્રોમાં લોકજાગૃતિ માટે વધુ વ્યાપક અને સંગીન પ્રદાન કરવા માટે તેઓ પોતાનો વધુ સમય અને શક્તિ ફાળવી શકશે એ નિઃશંક છે. તેમનાં વિશાળ જ્ઞાન, અનુભવ, બહુશ્રુતતા અને જીવનદૃષ્ટિનો લાભ લેવાનું સરકાર તેમજ સમાજ પણ ચૂકશે નહિ એમ સહેજે અપેક્ષા રહે છે. એ માટે ઈશ્વરના ઉત્તમોત્તમ આશીર્વાદ નિરંતર વરસ્યા કરે તેવી શુભેચ્છાઓ સાથે ડૉ. કુમારપાળ દેસાઈને આપણે કહીએ કે : “शान्तानुकूल पवनश्च શિવ પ્રસ્થા: // 468 અનુદ્ધત પુરુષ Page #510 -------------------------------------------------------------------------- ________________ પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં વિદ્યાકાર્યો માટે પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લાં ચાળીસેક વર્ષથી તેઓ ધર્મ અને તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્યનું સર્જન કરતા રહ્યા છે. તેમણે ચરિત્ર, સંશોધન-વિવેચન, અનુવાદ વગેરે વિશે સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે. તેમનાં પુસ્તકોને કેન્દ્ર સરકારનાં અને ગુજરાત સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવાઓ આપી રહ્યા છે. પત્રકારત્વક્ષેત્રે પણ તેમનું પ્રદાન વિશિષ્ટ છે. દૈનિકોમાં પણ તેમની કૉલમો આવે છે. પત્રકારત્વની તાત્ત્વિક ચર્ચા કરતાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન એમના અધ્યાપનના ખાસ વિષયો છે. આ વિશે તેઓ અવારનવાર વિદેશોમાં વ્યાખ્યાનો આપે વિદ્યાન્નુરાગી વિદ્યાર્થી અને સંનિષ્ઠ શિક્ષક રમણલાલ જોશી શ્રી કુમારપાળ દેસાઈ સ્વ. જયભિખ્ખના સુપુત્ર છે. વિદ્યાર્થી તરીકે તેમની જ્ઞાનપિપાસા અજોડ હતી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હું અધ્યાપક હતો – ત્યારે એ વિદ્યાર્થી હતા. વિદ્યાર્થી તરીકે તેમની નિષ્ઠાનો મને જાતઅનુભવ છે. તેમની વિનમ્રતા પણ અજોડ હતી. ૧૯૬૫માં એમ.એ.ની પરીક્ષા તેમણે ઊંચા બીજા વર્ગમાં પાસ કરી. એમ.એ. 469 Page #511 -------------------------------------------------------------------------- ________________ થયા પછી તે નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે જોડાયા. ૧૯૮૨ સુધી ત્યાં રહ્યા. નવગુજરાત કૉલેજમાં હતા ત્યારે મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટના જૉઇન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરતા. પત્રકારત્વક્ષેત્રે પણ તેમણે આ સમયમાં કામ કર્યું. મને મળેલી માહિતીના આધારે કહી શકું. કે તેઓ વિદ્યાર્થીવત્સલ અધ્યાપક છે. તેમની વિદ્યાની લગની એટલી બધી છે કે તેમણે મધ્યકાલીન સાહિત્ય અને જૈનદર્શન ઉપર ઘણાં પુસ્તકો લખ્યાં છે. યુરોપના જૈન સમાજમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થતા ત્રૈમાસિક ‘ધ જૈન’ના તે એક સલાહકાર છે. તેમણે પોતાના સદ્ગત પિતાની સ્મૃતિમાં જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી છે અને એના ઉપક્રમે જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાન, અન્ય વ્યાખ્યાનશ્રેણી અને પ્રકાશન-પ્રવૃત્તિ ચાલે છે. ગુજરાતના સંસ્કારજીવનને ઘડવામાં ડૉ. કુમારપાળ દેસાઈનો ફાળો મહત્ત્વનો છે. અનેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવા છતાં ડૉ. કુમારપાળ દેસાઈ અધ્યાપનકાર્યને અગ્રિમતા આપે છે. તેમના માર્ગદર્શન નીચે પીએચ.ડી.નું સંશોધનકાર્ય કરતા વિદ્યાર્થીઓ તેમની વિઘાકલાપ્રિયતાનાં મનભર વખાણ કરતા જણાય છે. એક અધ્યાપક તરીકે શ્રી કુમારપાળ જેવા વિદ્યાર્થીઓની પ્રાપ્તિને હું પ્રભુનો અનુગ્રહ માનું છું. શ્રી કુમારપાળ દેસાઈનું અધ્યાપનકાર્ય અત્યારે ચાલુ છે. મને શ્રદ્ધા છે કે એક નવી પેઢીને તૈયાર કરવાનું તેમનું વિદ્યાકાર્ય સદૈવ સ્મરણીય રહેશે. આવા સાત્ત્વિક સારસ્વતને અનેક માન-સન્માન મળ્યાં છે. એમનું જીવનકાર્ય આપણી ઊગતી પેઢીને પ્રેરણાદાયક નીવડશે. 470 વિદ્યાનુરાગી વિદ્યાર્થી અને સંનિષ્ઠ શિક્ષક Page #512 -------------------------------------------------------------------------- ________________ , ન મનું વતં મધુર, સિત મધુર છે એવા કુમારપાળભાઈ વિશે થોડું લખતાં આનંદ અનુભવું dદi મઘુરમ્ હસતં મઘુરમ્ જ્યારે સુવર્ણપદકો, એવૉર્ડ વગેરેની પરંપરા એમને વિશે સર્જાઈ ત્યારે મેં ત્યારે મેં એવું કહ્યું હતું કે, કુમારભાઈ, હવે તો આ બધાની ૧૦૮ મણકાની માળા થઈ ગઈ. હવે તો પદ્મ એવોર્ડ લઈ આવ, ત્યારે જ મને આનંદ થશે.” સાચા હૃદયથી બોલાયેલા આ શબ્દો વિશે તો વારં સર્વોડનુયાવતિ' જેવું જ થયું. આજે કુમારભાઈને પદ્મશ્રી’ની પ્રાપ્તિ થઈ છે, જેમને વિશ્વાસ છે, “ભારતરત્ન એવોર્ડ સાથે જ પરિસમાપ્ત થશે. Early sixtiesમાં એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અમારો પરિચય થયેલો જે આજ સુધી ચાલે છે. તે વખતે છ માસિક, પ્રિલિમ વગેરે પરીક્ષણ દરમ્યાન વર્ગ-નિરીક્ષક તરીકે આંટા મારતાં તેમની ઉત્તરવહીમાં વેદાન્તદર્શન વિશે તેઓ જે લખતા તેના ઉપર નજર પડતી. ત્યારથી આરંભાયેલી તેમની વિદ્યાયાત્રાએ આજે તેમને જેન-દર્શનના મર્મજ્ઞ વક્તા તરીકે સ્થાપિત કર્યા છે. ગુજરાતી, હિંદી વગેરે ભાષાઓમાં ભાગવતજી, ભગવદ્ગીતા, ઉપનિષદો વગેરે ઉપર વ્યાખ્યાન આપીને અકળાવી મૂકનારા અનેક પંડિત અન્યમના 'ને બરદાસ્ત કરવાની, ignore કરવાની ફાવટ તો અમે કેળવી લીધી છે પણ કુમારભાઈ જુદી મેટલનો ઘડેલો છે. તેનાં જૈનદર્શન અંગેનાં વ્યાખ્યાનો ક્યારેક સાંભળવા-વાંચવાના તપસવી નદી 471 Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો આવ્યા છે. તે ઉપરથી એટલું તો નક્કી કે કુમારભાઈ એક સાચા તત્ત્વચિંતક તરીકે ઊભરી રહ્યા છે. સાહિત્યસર્જન, સંશોધન, પત્રકારત્વ, સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ – તેમના બહુમુખી વ્યક્તિત્વનાં કેટલાં પાસાં પ્રત્યે અહોભાવ દર્શાવું? તેઓ “આનન્દઘનના અધ્યેતા, અમે ‘આનન્દવર્ધનના. એટલે “માનઃ મનસિ તપતાં પ્રતિષ્ઠામ' લોચન, અભિનવગુપ્ત) – “સદા સર્વદા આનન્દ, મનમાં પ્રતિષ્ઠા પામો, તેમનાં કાર્યો અવલોકીને, તેમના સમિત વદનને નિરખીને, અને તેમની કીર્તિ સાંભળીને – એવી શુભેચ્છા પાઠવું છું. આચાર્ય હેમચન્દ્રના પ્રશિષ્ય નાટ્યદર્પણકાર રામચન્દ્ર પ્રબન્ધશતકર્તા કહેવાતા. કુમારભાઈ પણ પ્રબંધશતકર્તા બને તેવી ઈશ્વરને પ્રાર્થના. એક શુદ્ધ સારસ્વત તરીકે તેમનું તપ વધતું રહે અને સ્વાસ્થપૂર્ણ અને સાર્થક એવું સો સાલનું તેમનું આયુષ્ય થાય, તેમનો વિદ્યા સંસ્કારવારસો તેમના કુટુંબમાં અને આપણા ગુજરાતી સમાજમાં સુપ્રતિષ્ઠિત અને ચિરવર્ધમાન બને તેવી શુભેચ્છા અને આશીર્વાદ સાથે વિરમીશ.” શિવામ્બે પત્થાનઃ સન્ત ! 412 વદનં મધુરમ, હસિતં મધુરમ Page #514 -------------------------------------------------------------------------- ________________ Mખશિખ સજ્જનતા અમારપાળ દેસાઈનો મને પરોક્ષ પરિચય વર્ષોથી. અપરોક્ષ પરિચય એમની વૃત્તપત્રોની વિવિધ કટારોમાંના એમના વિચારઅનુભવપિંડમાંથી મારા ચિત્તમાં કંડારાયેલું એમનું સુજનતાની સુવાસ પ્રસારતું વ્યક્તિત્વ. મારા ચિત્તમાંની આ છાપને દઢાવી એમના પ્રત્યક્ષ પરિચયે. એમની સાથેનો મારો પ્રત્યક્ષ પરિચય થયો ૧૯૮૦ના જુલાઈ કે ઑગસ્ટ માસમાં. આ પ્રત્યક્ષ પરિચયનું નિમિત્ત દુઃખદ હતું. ત્યારે તાજેતરમાં જ “કુમાર'ના તંત્રી બચુભાઈ રાવતનું નિધન થયેલું. તેમના વિશે કુમારપાળ દેસાઈ ઈંટ અને ઇમારત' નામની પોતાની કટારમાં શ્રદ્ધાંજલિ રૂપે કંઈક લખવા માગતા હતા. એ લેખની પૂર્વતૈયારી કરવા, સદ્ગત બચુભાઈ રાવત વિશે વધુ જાણકારી મેળવવા તેમણે મારી સાથે મારા નિવાસસ્થાને એક બેઠક કરી. જોકે તે ધારત તો સદ્ગત બચુભાઈ રાવત વિશેનાં અન્ય લખાણોમાંથી ઉપયોગી સામગ્રી મેળવી શક્યા હોત, પણ એમને બચુભાઈ વિશેની વધુ અંગત જાણકારી અને એમના વ્યક્તિત્વની ખાસિયતો ઉપલબ્ધ થાય તે માટે તેમણે ઉપરોક્ત બેઠક યોજી હતી. આ દૃષ્ટાંત હું એટલા માટે આપી રહ્યો છું કે કુમારપાળ દેસાઈ એ માત્ર કહેવા પૂરતા પત્રકાર કે લેખક નથી. જેના વિશે લખવું હોય તેના વિશે ચોકસાઈપૂર્વકની માહિતી મેળવવાની ખાંખતમાં એમનામાંના નિષ્ઠાવાન પત્રકારનો પરિચય થાય છે. આમ, હું કહી શકું કે ધીરુ પરીખ 473 Page #515 -------------------------------------------------------------------------- ________________ ભાઈ કુમારપાળ દેસાઈ પત્રકારિત્વ નિમિત્તે પણ જે જે લખાણો કરે છે તેમાં તેમની નિસબત અછતી રહેતી નથી. ક્યારેય અને ક્યાંય લેખક તરીકેનો ભાર લઈને ફરતા હોય એવું મને ત્યારેય અને ત્યાંય લાગ્યું નહોતું તેમજ આજે પણ લાગતું નથી. જે કંઈ સહજતયા અને સન્નિષ્ઠાથી લખાય તે પ્રજા સમક્ષ નમ્રતાપૂર્વક મૂકવું તે તેમના લેખક વ્યક્તિત્વની એક મુદ્રા છે. આ મારો એમની સાથેનો પ્રથમ પ્રત્યક્ષ પરિચય અને એ પરિચયે મારા ચિત્ત પર અંકાયેલી આ એમની મુદ્રા ! આ પ્રથમ પ્રત્યક્ષ પરિચય પછી એ પરિચય પ્રગાઢ બન્યો જ્યારે કુમારપાળ દેસાઈ લગભગ ૧૯૮૨-૮૩માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા ત્યારે મને ખબર નથી કે કયા ખેંચાણે અમે અરસપરસ તરતમાં જ નિકટ આવી ગયા ! બપોરે રિસેસમાં કે જ્યારે પણ દિવસ દરમિયાન અવકાશ મળે ત્યારે અમે મળ્યા વગર રહીએ જ નહીં. અને જ્યારે જ્યારે જેટલી જેટલી વાર અમે મળીએ ત્યારે ત્યારે અને તેટલી તેટલી વાર સાથે ચા પીવાનું બંધાણ. આ બંધાણ મને સ્મરે છે ત્યાં સુધી મેં જ પાડ્યું હશે. આમ, અમારો સંબંધ એક સહકાર્યકર તરીકે નહીં, બલ્ક મૈત્રીમાં પરિણત થયો. આ મૈત્રી એવી જામી કે હું ગુજરાતી વિભાગમાંથી નિવૃત્ત થયો તો પણ અઘપિ પર્યત તેમાં ઓટ આવી નથી. આનું વધુ શ્રેય કદાચ કુમારપાળને ફાળે જાય છે. હજુ પણ તેઓ અવારનવાર ટેલિફોન કરી પેલા મૈત્રીના છોડને સુકાવા દેતા નથી. અમારી આ મૈત્રીએ એમના વ્યક્તિત્વની જે કાયમી છાપ મારા પર મૂકી છે તે કંઈક આવી છે : “કુમારપાળ દેસાઈ એટલે સતત કર્મયોગી વ્યવહારદક્ષ પુરુષ. લેખન ઉપરાંતની અનેક સંસ્કારક્ષેત્રીય પ્રવૃત્તિઓમાં તે સદા પ્રવૃત્ત. સેવાપરાયણતા જેવો શબ્દ એમને પસંદ નહીં પડે એવું વિનમ્ર એમનું વ્યક્તિત્વ ક્યાંય કશું કર્યાનો દેખાડો નહીં, બૂમબરાડા નહીં. એમની વ્યવહારદક્ષતાની પાછળ કુટિલતા નહીં, બબ્બે હૃદયની કુમાશ કામ કરે છે. જ્યારે મળો ત્યારે હળવા સ્મિત સાથે આવકાર, ક્યારેય પ્રવૃત્તિનો ભાર એમના ચહેરા પર વર્તાય નહીં. જે કાંઈ કરે તે સ્વાભાવિક હૃદયધર્મ ગણીને, પછી તે શિક્ષણજગતની પ્રવૃત્તિ હોય, સાહિત્યજગતની પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક કે સામાજિક પ્રવૃત્તિ હોય. બીજા પર છવાઈ જવાની ક્યાંય વૃત્તિ નહીં, બલકે પોતાના સ્નેહાદરથી અન્યને વશ કરી લેવાની એમની કળા એમને અજાતશત્રમાં ખપાવે તેવી છે. આથી અતિશયોક્તિ અલંકાર વાપરીને હું કહી શકું કે “કુમારપાળ એટલે મૈત્રીનો મધપૂડો.” એમની કામ કરવાની અને કામ લેવાની પદ્ધતિ પ્રેમપ્રધાન સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં તેવી “અહિંસક એમની જિનપ્રબોધી કાર્યપ્રણાલી. એમને મળેલાં વિવિધ માનચાંદો એમની કર્તવ્યનિષ્ઠા, ક્ષેત્રપારંગતતા અને કર્મશીલતાનાં પરિપાકરૂપ છે. એમનો ચાહકવર્ગ દેશમાં અને વિદેશમાં અતિ બહોળો છે. આ અતિ બહોળો એટલે નખશિખ સજનતા Page #516 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક ઈર્ષા આવે એટલો બહોળો. અને આ બધું કંઈ એમ ને એમ બનતું નથી. એમની આ વ્યક્તિત્વ-માધુરીનો આ લખનારને જેટલો પરિચય છે તેટલો એમના સંસર્ગમાં આવનાર સોને થયો હશે. દ્રોપદીએ ભરસભામાં જેની લાજ લૂંટાઈ ત્યારે મૂક રહેલા યુધિષ્ઠિરને ‘અમર્ષશૂન્ય' કહ્યા હતા. અલબત્ત, યુધિષ્ઠિરની વેદના ઓછી નહોતી. પણ એને અમર્ષમાં ઢાળવાનું એ શીખ્યા જ નહોતા. તો આવી ક્ષણોએ પણ મેં કુમારપાળને “અમર્પશૂન્ય' જોયા છે. ક્રોધ કદાચ એમના રસવિશ્વની બહારનો શબ્દ-ભાવ છે. શાન્ત અને સ્વસ્થ ચિત્તે બધી જ પરિસ્થિતિમાં વ્યવહાર દાખવવાની કાબેલિયત એમની પાસેથી શીખવા જેવી છે. અવાજમાં ક્યાંય તારસ્વર નહીં, વ્યવહારમાં ક્યાંય કટુતા નહીં. શિક્ષક તરીકે પણ એમની તાસ પૂર્વેની તૈયારીઓમાં મેં એમને ઓતપ્રોત જોયા છે. વર્ગમાં તૈયારી વગર એ ભાગ્યે જ ગયા હોય. એમની મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યોપાસનાનાં મીઠાં ફળ એમનાં અનેક વિદ્યાર્થીઓએ ચાખ્યાં હશે. ક્યાંય કશી ગૂંચ હોય તો પૂછીને સ્પષ્ટતા મેળવવામાં પણ એમની શિક્ષક તરીકેની સભાનતા અનુભવવા મળે. જે બહુ પામી ગયાનો ભાર લઈને ઘૂમે છે તે કદી કશું પામી શકતો નથી. કુમારપાળને મેં સતત અને સદાય ખુલ્લા મનના વિનમ્ર વ્યક્તિ તરીકે અનુભવ્યા છે. ગુજરાતી વિભાગમાં અમે સાથે હતા ત્યારે ગમે ત્યારે અવકાશ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં વૃક્ષ નીચે ચાની લારીએ ચા પીવા અને ટોળટપ્પા કરવા બેસી જતા. આ અમારી અન્ડર ધ ગ્રીનવુડ ટી ક્લબ હતી. આ બધું લખું છું ત્યારે કોઈ વાચકને એમ પણ થવા સંભવ છે કે આ તો નરી પ્રશસ્તિ જ પ્રશસ્તિ છે. ભલે, તો તેમ થાઓ. પણ તેમ થાય તો પણ માની લેવું એ એક અદના મિત્રે એના સન્મિત્રને આપેલું આ પ્રશસ્તિપત્ર છે. 475 ધીરુ પરીખ Page #517 -------------------------------------------------------------------------- ________________ ગરવી ગુજરાતનું મહામૂલું ઘરેણું નાનપણથી વાંચનશોખને કારણે કેટલાક લેખકો ખૂબ પસંદ પડતા અને તેમની વાર્તા, લેખો, બાળવાર્તાઓ, જીવનઉપયોગી સાહિત્ય, જીવનચરિત્ર કે પછી દેનિકપત્રમાં આવતી કૉલમ વાંચ્ય વગર રહી શકાય નહીં. મારા આવા પ્રિય લેખક હતા ડૉ. કુમારપાળ દેસાઈ. પહેલાં એમનો લેખનપરિચય થયો, ત્યારપછી અનેક વખત અભ્યાસકાળ દરમિયાન અનેક વાર પ્રત્યક્ષ રીતે તેમને મળવાનું બન્યું. નાનપણથી આજ સુધીની વાંચનયાત્રામાં જેમને સતત સાથે રાખ્યા છે તેવા ડૉ. કુમારપાળ દેસાઈ સમગ્ર ગુજરાતનું ગૌરવ ગણી શકાય. ડૉ. કુમારપાળ દેસાઈ સૌરાષ્ટ્રના હોવાથી તેમને મળેલાં માન-સન્માનથી મને વિશેષ ગૌરવની લાગણી થાય તે સ્વાભાવિક છે. સાહિત્યના વિદ્યાર્થી તરીકે અને પછી સાહિત્યના શિક્ષક તરીકે ઘણી વખત મારી શાળામાંથી નવરાશના સમયે કુમારપાળભાઈને નવગુજરાત કોલેજમાં મળવા જતો. તેમનો ઋજુ સ્વભાવ, સમજાવવાની લઢણ અને નિરાભિમાનીપણું ત્યારથી જ મને સ્પર્શી ગયેલાં. તેમની ગુજરાત સમાચારની કૉલમ હોય કે પછી અન્ય પ્રકાશનો એ સતત જીવનમાં કંઈક કરવાની ઊર્ધ્વ પ્રેરણા આપતાં હોય છે. વિવિધ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને તેમણે લખેલાં લેખો અને પુસ્તકોએ અનેક યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો અનેક સાહિત્યરસિકોને પણ ખૂબ સમૃદ્ધ વાંચન તેમણે પીરસ્યું છે. અનેક યુવાનોના જીવનઘડતરમાં તેઓ માર્ગદર્શક બન્યા છે. 476 ભીમજીભાઈ નાકરાણી. Page #518 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કુમારપાળ દેસાઈ ઉત્તમ લેખકની સાથે માર્મિક વિવેચક છે. સાહિત્યની સાથે-સાથે ક્રિકેટમાં પણ સારું પ્રભુત્વ ધરાવે છે. તેમનાં પુસ્તકો યુવાનોથી માંડીને વૃદ્ધો સુધી બધાને ઉપયોગી બન્યાં છે, તેનું કારણ એ છે કે તેમનામાં જે વિચારો છે તે તેમના લેખનમાં આવે છે. તેમની ભાષા વાંચવામાં પ્રભાવશાળી અને સમજવામાં સુગમ છે. વ્યક્તિના જીવનમાં હતાશા કે નિરાશા હોય અને જીવનમાં પ્રગતિ સાધવાની તમન્ના હોય અને બાળકોને જે સંઘર્ષ કરવો પડે તે એમના પુસ્તક “નાની ઉંમર અને મોટું કામમાં સારી રીતે જોવા મળે છે. ડૉ. કુમારપાળ દેસાઈનું નામ આજે દેશભરમાં જાણીતું છે, કારણ કે તેઓ નાના બાળક સાથે બાળક, યુવાનો સાથે મિત્ર અને વડીલો કે વૃદ્ધો સાથે આદર્શ ભાવે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. એટલું જ નહીં, જે વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે તેમ છે તેઓને સ્કોલરશીપ આપીને આર્થિક રીતે પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. આટલી વિદ્વત્તા વરેલી હોવા છતાં ડૉ. કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. સદાય તેમનો પ્રેમાળ અને હસમુખો ચહેરો જાણે કે લોકો માટે જ તેમનું જીવન સર્જાયું હોય તેવો લાગે છે. ડૉ. કુમારપાળ દેસાઈ લોકો માટે કંઈક નવું કરવાનું વિચારતા હોય છે. તેમનું આદર્શ વ્યક્તિત્વ, તેમની સાદાઈ સહુને ગમે છે. આજેય ડૉ. કુમારપાળ દેસાઈ “ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારત', ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદ જેવી કૉલમો નિયમિત લખે છે. તેમના એક પુસ્તક “અપંગનાં ઓજસ'નું બ્રેઇલ લિપિમાં અને હિંદીમાં રૂપાંતર પણ થયું છે. છેલ્લે આપણે એટલું તો ચોક્કસ પણે કહી શકીએ કે ડૉ. કુમારપાળ દેસાઈ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને તેમનું આદર્શ વ્યક્તિત્વ આપણને સૌને પ્રેરણારૂપ બની રહે તે જ અભ્યર્થના. સંક્ષિપ્તમાં કહું તો ડૉ. કુમારપાળ દેસાઈ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે, પરંતુ મને તે ગરવી ગુજરાતનું મહામૂલું ઘરેણું લાગ્યા છે. તેમના વિચારોનાં વાવેતર હજુ વધુ ને વધુ સમૃદ્ધ બની ઊગી નીકળે તેવી શુભકામનાઓ. 471 ભીમજીભાઈ નાકરાણી Page #519 -------------------------------------------------------------------------- ________________ ઘટ ભિન્ન... જલભિન્ન એતિહાસિક નામ ધરાવતા પદ્મશ્રી કુમારપાળ દેસાઈ કોઈ વીતી ગયેલી ઘટના કે વ્યક્તિ નથી. એ કેટલા પ્રવૃત્તિમય છે એની જાણ એમના સંપર્કમાં આવેલા લોકોને તો છે જ – પણ જે માત્ર નામથી ઓળખતા હશે એમને પણ આછો-પાતળો ખ્યાલ તો હશે જ. આ એ માણસ છે જેનું વ્યક્તિત્વ ન માની શકાય એવા છેડાઓને અડે છે. આમ એ સાહિત્યના કહેવાય – પણ એક બાજુ એ જૈન ધર્મ સાથે સંકળાયેલા સમૂહોમાં પ્રવચન કરે છે; પણ આ વાત ન ભૂલવી જોઈએ કે એ જેનદર્શનના જાણકાર વિદ્વાન છે.) તો બીજી બાજુ આબાલવૃદ્ધ, નિરક્ષર કે સાક્ષરને પણ પ્રિય એવી રમત ક્રિકેટના નિષ્ણાત પણ ગણાય છે. એમણે બાળકો માટે પણ લખ્યું છે, વૃદ્ધો વિશે પણ લખ્યું છે – સ્ત્રીઓ સંબંધી લખાણ પણ કર્યા છે. સાહિત્યનાં પુસ્તકો તો ખરાં જ: પાછું ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખ્યું છે. ખરા અર્થમાં વિશ્વકોશીય’ – વૈવિધ્યસભર – લેખન એમણે કર્યું છે. એમની જોડે મારો આરંભિક પરિચય એક સહકર્મચારી તરીકેનો હતો. અને હવે જ્યારે તેઓ, ભાષાસાહિત્યભવનના નિર્દેશક થયા છે ત્યારે બ્યુરોક્રેટિક કેડર પ્રમાણે તેઓ અમારા 'boss' કહેવાય !! આમ જોવા જાઓ તો આ રાહતની બાબત છે કે અમારે ત્યાં અધ્યાપકોમાં આવું કંઈ હોતું નથી. પણ જો ઘડીભર માની લઈએ (પેલી બ્યુરોક્રેટિક કંડર પ્રમાણે) તો હું કહીશ જેમ અમને વંજ ના અગડે 478 Page #520 -------------------------------------------------------------------------- ________________ આવા બૉસ મળ્યા (ફળ્યા) એમ બધાને મળે (ફળે)’. આના માટે સત્યનારાયણની કથા કરવાની જરૂ૨ નથી. જો અધ્યાપકમિત્રો પરસ્પર સંઘર્ષ કરીને એટલા બદહાલ થઈ જાય તો પછી જ્યાં સુધી ઇતિહાસનાં પાનાંમાંથી કોઈ કુમારપાળ ન આવે ત્યાં સુધી એમનો ઉદ્ધાર ત્રિવાર શક્ય નથી. ભાષાભવનના ડિરેક્ટર અને આર્ટ્સ ફૅકલ્ટીમાં ડીન થયા પછી અનેક કારણોસર એમને વારંવાર મળવાનું થયું. જેમ જેમ હું એમના પરિચયમાં આવતી તો એમના સ્વભાવનો મને પરિચય થયો. અહીં કુમારપાળભાઈની બે-ત્રણ ખાસિયતો વિશે મારે ચોક્કસ લાગણી અને આદરથી ઉલ્લેખ કરવો જોઈએ. આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છે જેમાં કહેવાતા મોટા માણસો અને લેખકો પણ લોકોને એકબીજાથી છૂટા પાડવાની, તોડવાની પ્રવૃત્તિમાં રત હોય છે ત્યારે કુમારપાળભાઈ જોડવાની કોશિશ કરે છે. તેઓ સંઘર્ષમાં નહીં પણ સંવાદમાં માને છે. આજનો આપણો સમય સંદેહ અને અવિશ્વાસનો છે. કહેવાતા મોટા લોકો અને આત્મીયજન પર પણ વિશ્વાસ રાખવો શક્ય નથી રહ્યું ત્યારે કુમારપાળભાઈ, જ્યાં સુધી શક્ય હોય, બીજાને મદદરૂપ થવા પ્રયત્નશીલ હોય છે. સાહિત્ય અને અધ્યાપન જગત સાથે સંકળાયેલા લોકોને મદદરૂપ થવું એક પ્રકારની પ્રોફેશનલ નીડ પણ ગણી શકાય. પણ સામાન્ય માણસને મદદરૂપ થવું મોટી વાત ગણાય. ‘માતૃવચન’નું પાલન કરીને કુમારપાળભાઈએ અસંખ્ય લોકોની મદદ કરી છે – આ બાબત નોંધપાત્ર છે. સામાન્ય રીતે એ તમારી સાથે સહમત થઈ જાય, પણ ઉતાવળમાં કંઈ પણ ‘કમિટ’ ન કરે – પછી એ એમનાં રાજનૈતિક વલણો હોય કે અન્ય કોઈ બાબત. ‘હા એ હા’ પાડવાની એમને ટેવ નથી. ભાષા અને અલંકારનો કસબ હાથવગો હોવા છતાં એમના ઉપયોગમાં વિવેક દાખવવો જેમ એક સિદ્ધ કવિનું લક્ષણ છે એમ પોતાના હાથમાં સત્તા હોવા છતાં ક્યારે એનો ઉપયોગ ન ક૨વો, બીજાનું અહિત કરવા માટે તો નહીં જ – અને ત્યારે વિશેષ, જ્યારે તમે એમને ન ગમતું કર્યું હોય – એક વિરલ ઘટના છે. માણસ સત્તા ઉપર હોય અને પોતાના પક્ષમાં તેનો ઉપયોગ કરે આ બાબતમાં ત્યાં સુધી વાંધો ન હોઈ શકે જ્યાં સુધી બીજાનું અહિત ન થઈ જતું હોય. આજના સમયમાં આ બાબતનું ધ્યાન રાખવું મોટી બાબત છે. અને કુમારપાળભાઈમાં આ ખાસિયત છે. - - મારી દૃષ્ટિએ એમના વ્યક્તિત્વનું ઉત્તમમાં ઉત્તમ પાસું છે – બીજાની સ્વતંત્રતા જાળવી રાખવી. છપ્પન વર્ષના આપણા લોકતંત્રમાં જ્યારે સ્વતંત્રતાના નામે સર્વત્ર બીજાને ભૂંસી નાખવાની, ઇતિહાસનાં પાનાંઓ ફાડી કે બાળી નાખવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, કાવત્રાંઓ રચાય છે, ત્યારે બીજાની ‘સ્પેસ’ ઝૂંટવી ન લેવી, એટલું જ નહીં પણ બીજા માટે ‘સ્પેસ’ ઊભી 479 રંજના અરગડે Page #521 -------------------------------------------------------------------------- ________________ કરવાની તક કરી આપવાની કોશિશ કુમારપાળભાઈ કરે છે. એ ભાષાભવનનો ઉદ્ વિભાગ હોય, પ્રાકૃત વિભાગ હોય કે લિંગ્વિસ્ટિક વિભાગ હોય. જે વિભાગ માઇનર વિભાગ તરીકે ઓળખાતા હોય, એમની સ્પેસ વધારવાનું કામ એમણે કર્યું છે. જે પરિઘ પર છે એમને કેન્દ્ર તરફ લાવવાનું કામ – આને હું એમની પ્રગતિશીલતા ગણું છું. ઘણા લોકો એવા હોય છે જે લાંબે ગાળે પોતાનું નુકસાન કરીને પણ બીજાનું નુકસાન કરે છે. પણ કુમારપાળભાઈ એવા નથી. બને ત્યાં સુધી સંઘર્ષની સ્થિતિ ઊભી ન થવા દે– કેમકે એમને ખબર છે કે સંઘર્ષથી વિકાસ રૂંધાતો હોય છે, અને એમાં કોઈનું પણ ભલું નથી થતું – આ એક શાણા વણિકનો સ્વભાવ હોઈ શકે. અને જન્મજાત મળેલા આ સ્વભાવથી જો અનેકોનું હિત સધાતું હોય – તો એથી ઉત્તમ શું ! કુમારપાળ ઇઝ અ મેન ઓફ સ્ટાઇલ એન્ડ ડીસન્સી' – આ વાતની ખરાઈ એમનો ડિરેક્ટર્સ રૂમ કરી આપે. આ સ્ટાઇલ જાળવવા માટે, આ ડીસન્સી બરકરાર રાખવા માટે એ ગાંઠના પૈસા પણ ખરચે. વિભાગાધ્યક્ષોની મિટિંગ કરે તો અચૂક આઇસક્રીમ ખવડાવે – અથવા ચા તો હોય જ. આ વાતનો ઉલ્લેખ કદાચ વિચિત્ર લાગે. પણ આજે જ્યારે પારકે પોહળા ને ધનબાઈ ધોળાની માફક સરકાર કે સંસ્થાના પૈસે તાગડધિન્ના કરતા આપણે બધા ગાંઠની એક પાઈ નથી ખરચતા યુનિવર્સિટી તરફથી જ્યારે આવા ખર્ચા માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોય ત્યારે ગાંઠના પૈસા ખરચીને આવી મિટિંગ કેટલા કરે છે? તમે કહેશો કુમારપાળભાઈ પાસે પૈસાની ક્યાં અછત છે? પણ ખરચવા માટે આવો સ્વભાવ જોઈએને? તમે કહેશો કે આ હું નહીં એમને ખવડાવેલો આઇસક્રીમ બોલે છે – અને એટલે જ હું એમનાં વખાણ કરું છું. પણ એવું નથી. જરૂર પડ્યે એ બીજા માટે સમય પણ ખરચે છે. જો સમય ખરચવાથી પણ બીજાનું કામ થઈ શકતું હોય, તો એ ક્યારેય પીછેહઠ ન કરે. માણસના વ્યક્તિત્વનાં અનેકવિધ પાસાંઓ હોય છે. કુમારપાળભાઈના વ્યક્તિત્વનાં સારાં અને ઊજળાં પાસાંઓનો મને પરિચય છે. મને ખાતરી છે કે ભાષાભવનના અનેક અધ્યાપકોનો આવો અનુભવ હશે. ઘણા લોકો પાસે કાતર હોય છે. મોકો મળે કે તરત એનો ઉપયોગ કરે. તમારી ડિઝાઇન એમને માફક ન આવે કે તરત ખ. તમે એમની ધારણા કરતા મોટા માપના નીકળો અથવા થઈ જાઓ કે ખખ– તમને માપમાં લાવવાની કોશિશ કરે, તમે બધા કરતા જુદા દેખાઓ તો એ તમને ગણવેશ બનાવી દે. બીજા થોડાક લોકો એવા હોય છે જાણે સોય-દોરા. આ તંત્રમાં જો કોઈએ તમારા વિકાસમાં 480 ઘટ ભિન્ન... જલ ભિન્ન Page #522 -------------------------------------------------------------------------- ________________ ખાંચો પાડી દીધો હોય તો એ સીવી આપે છે – ઝીણા અને સફાઈદાર ટાંકાથી – જે અગર દેખાય તો પણ ખૂચે નહીં. જેમ મારા પોતાના વિભાગના ખાંચા હવે ખેંચતા નથી. કમનસીબે આપણે ત્યાં ખીલી જેવા લોકો વધારે છે, સોય-દોરા જેવા ઓછા છે. મારી જેમ ભાષાભવનના બીજા વિભાગોને પણ ચોક્કસ એવું લાગતું હશે કે કુમારપાળભાઈ અમારા છે. દરેક વિભાગના દરેક અધ્યાપકની ખસિયત એ જાણે છે – એટલે જ જ્યાં દોરો ભરવાનો હોય ત્યાં દોરો ભરે અને જ્યાં જરૂર ન હોય ત્યાં સોય પણ ન અડાડે. મારા વિભાગનું કામ સરળતાથી થાય તેની કાળજી કુમારપાળભાઈએ સતત કરી છે. કોઈ સમસ્યા ઊભી થાય તો એ વિભાગના મોવડીની જેમ ઉકેલવાનો પ્રયાસ કરે – ‘તમે જાણો ને તમારો વિભાગ જાણે એમ કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી નથી લેતા. વિભાગના બધા જ કાર્યક્રમોમાં અચૂક હાજર રહે. હું ઘણી વાર હસતાં-હસતાં કહ્યું કે કુમારપાળભાઈ હિંદી વિભાગમાં છે. કોઈ પણ સંસ્થાના વડા સ્કૉલર હોય, ઉમદા માણસ હોય, એ બહુ જ જરૂરી છે – પણ જો એ સારા વહીવટદાર ન હોય, તો સંસ્થાને એનો લાભ નથી થતો. કુમારપાળભાઈ સારા વહીવટદાર તો છે જ અને સાથે સાથે બહુ જ શાલીન છે. વહીવટમાં અસુંદરતા એમને ખપતી નથી અને કદાચ એટલે જ એમના આવ્યા પછી ઠેરઠેર ભાંગેલી ઇમારતના ઢગલા થયા પછી પણ પરિચિતો અને અભ્યાગતો આ વાતની નોંધ લેતા થયા કે ભાષાભવન હવે ઘણું બદલાઈ ગયું છે. આવવું ગમે એવું! ઘણું બધું જાળવીને અને ઘણું બધું છોડીને એક સારા વહીવટદાર બની શકાય – આ વાત એમની કાર્યપદ્ધતિ જોઈને ચોક્કસ સમજાય છે. કોઈ પણ મોટી સંસ્થા માટે યોગ્ય – એવા અનુભવી અને કાર્યક્ષમ ડિરેકટર તરીકે કુમારપાળભાઈએ પોતાની એક જગ્યા બનાવી છે, એવું ચોક્કસ કહી શકાય. 481 રંજના અરગડે Page #523 -------------------------------------------------------------------------- ________________ મૂઠી ઊંચેરા 'માનવી સને ૧૯૭૭ની એક ઢળતી સાંજ. આમેય સૌરાષ્ટ્રની સાંજ રમણીય અને મનોહર હોય છે. આવી આફ્લાદક સાંજે ડૉ. કુમારપાળ દેસાઈનું આગમન થાનગઢમાં થવાનું છે તે વાત સાંભળીને લોકોમાં એક અનેરો ઉત્સાહ સાગરતરંગની જેમ ફેલાઈ ગયો. મારા મામાશ્રી ડૉ. ઉમેદસિંહજી રાણા ગામના અગ્રણી અને કોંગ્રેસ પક્ષના મોવડી હતા. ડો. કુમારપાળ દેસાઈ તેમના પરમ મિત્રના પુત્ર, એક જાણીતા સાહિત્યકાર, વિદ્વાન અને સમીક્ષક હોઈને તેમણે ડૉ. દેસાઈને હસ્તે હું પીએચ.ડી. થઈ, તે નિમિત્તે સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. ગામલોકોના આકર્ષણના કેન્દ્ર તે વખતે ડૉ. દેસાઈ જ હતા. ત્યારે તેઓ નવયુવાન છતાં પણ સૌજન્યમૂર્તિ, વિદ્વાન છતાં પણ સાદગીવાળા, ગંભીર અને વિનમ્રતાયુક્ત હોવાથી લોકો તેમના અને તેમના પ્રવચનથી ઘણા જ પ્રભાવિત થયા હતા. તેઓ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત' પ્રસ્તુત કરતા અને ઘણું બધું સાહિત્ય પીરસીને તેમણે જનતાના હૃદયમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. મારા પિતાશ્રી થાનગઢ વાસુકિ મંદિરના મહંતશ્રી તરીકે જ ઓળખાતા. તેમની પ્રતિષ્ઠા ઘણી એટલે તેમણે પણ લોકલાડીલા જયભિખ્ખના પુત્ર ડૉ. કુમારપાળને ઘણા પ્રેમ અને આદરથી સન્માનિત કર્યા. “વાસુકિ મંડળ તરફથી ડૉ. દેસાઈનું અદકેરું સન્માન કરાયું ને તેઓએ મારું, થાનગઢમાં પ્રથમ પીએચ.ડી.ની ડિગ્રી ક્રિષ્ના ગોવામી 482 Page #524 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થવાને કારણે, સન્માન કર્યું. આમ તો સાંજ જાણે કે એક “સ્મરણની સાંજ બની ગઈ. તે વખતે ડૉ. કુમારપાળ દેસાઈ એમના પ્રભાવી વ્યક્તિત્વથી પોતાની આગવી ઓળખ આપી ગયા – એક વિદ્વત્તાની, સાહિત્યકારની અને એક મૂઠી ઊંચેરા માનવીની. પછી તખતો પલટાય છે. ઘણાં વર્ષોના અંતરાલ પછી એટલે કે સન ૧૯૯૩-૯૪માં હું ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં અધ્યાપિકા તરીકે જોડાઉં છું. ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી વિભાગમાં રીડર તરીકે કામ કરી રહ્યા હતા. ગુજરાતી વિભાગ ઘણો સમૃદ્ધ અને ઘણો બહોળો સ્ટાફ છતાં ડો. દેસાઈના વ્યક્તિત્વથી કંઈક અનેરું જ લાગે. મને લાગ્યું કે થાનગઢમાં મળેલા તે ડૉ. દેસાઈ અને આજના ડૉ. દેસાઈમાં કાંઈ ફરક નથી. વ્યક્તિત્વ એનું એ જ. એ જ ઓજસ, સ્મિત, ગંભીરતા, સાલસતા, સાદગી, સૌમ્યતા. પરંતુ એમનું વિદ્વત્વ જાણે હજારો-લાખો કોસો વટાવીને દૂર દૂર આગળ ને આગળ ઉદ્દામ વેગે, દૂર-દેશાવર ને તેથી પણ દૂર ને સુદૂર આગળ વધી રહ્યું છે. એમનાં પ્રવચનોનો વ્યાપ એટલો બધો પ્રભાવક છે કે ભારતમાં તો ઠીક, વિદેશીઓ તેમને અને તેમના પ્રવચનને ઝંખી રહ્યા છે. ખબર નથી પણ પ્રવચનમાં એવો જાદુ છે કે મુરલી જેમ મનુષ્યને મંત્રમુગ્ધ કરી દે છે તેમ એમનાં પ્રવચનોમાં પણ એટલો પ્રભાવ છે. વસ્તૃત્વ કલાની સાથે સાથે કલમનો કસબ પણ અજબગજબનો છે. તેમના સાહિત્યને સમંદર સાથે સરખાવીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. લેખક અને સાહિત્યકાર તરીકે સુપ્રસિદ્ધ ડૉ. દેસાઈ સર્વપ્રથમ તો ઉચ્ચકોટિના મનુષ્ય તરીકેના ઉત્તમ દાવેદાર છે. કહેવત છે ને કે મનુષ્ય બીજું બધું બનવા કરતાં પહેલાં મનુષ્ય બનવું પડે. આવા ઉચ્ચકોટિના માનવ અને માનવતાયુક્ત તેમનું વર્તન જોતાં આપણને તેમની સમક્ષ નમી પડવાનું જ મન થાય. તેમના આચરણની વિનમ્રતા, નિરાભિમાન અને તેથી પણ આગળ કહીએ તો દરેક મનુષ્ય પ્રત્યેનો તેમનો સમભાવ એમને જુદા જ માનવી તરીકે ઉપસાવે છે. સંત કબીરની જેમ કથની અને કરનીની એકતા એ ડૉ. દેસાઈનો સહજ સિદ્ધાંત લાગે છે. સામાન્ય મનુષ્ય કે પટાવાળા હોય, દરેકની સાથે તેઓએ સંમાનયુક્ત આચરણ જ રાખ્યું છે. ભાષાસાહિત્યભવનમાં પહેલેથી જ દરેકના મનમાં તેઓશ્રીનું ઉચ્ચ સંમાનયુક્ત સ્થાન રહ્યું છે. સન ૨૦૦૦-૨૦૦૧માં ભાષ-સાહિત્યભવનના અધ્યક્ષ તરીકે ડૉ. દેસાઈની નિમણુક થયા બાદ તો જાણે કે વૃક્ષ પર ફળ આવ્યેથી ડાળીઓ ઝૂકી પડે તેમ તેઓશ્રી દરેક પ્રત્યે પોતાનાં પ્રેમ, સદ્ભાવ અને વાત્સલ્યનો અહેસાસ જ કરાવતા રહ્યા છે. દરેકના અંગત પ્રશ્નોના નિકાલ, સંઘર્ષ કે સમસ્યાનું નિરાકરણ કરી મદદરૂપ થવું. અને એટલે સુધી કે દરેકની ચેમ્બરમાં જઈ ખબરઅંતર પૂછવાં અને એ પણ એટલી જ સાહજિકતા અને સૌહાર્દપૂર્વક કે સામી વ્યક્તિ તેઓના ગુણથી 483 કિસ્માગોસ્વામી Page #525 -------------------------------------------------------------------------- ________________ મીણ જેમ આર્દ્ર બનીને ઓગળી જાય. આવા ગુણોના ભંડાર સમા ડૉ. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વથી કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી જ. સહકારિતાની ભાવના તેમજ સત્ય પ્રત્યેની તેમની ઉપાસના ઘણી અજોડ જ છે. ખોટું તેઓએ કદી કર્યું જ નથી અને લોકોને પણ ખોટું ન કરવાની જ તેઓ સલાહ આપે. જેનદર્શનને જેમણે આત્મસાતું કર્યું છે, ચિંતન જેઓના મનમાં વ્યાપી રહ્યું છે તેવા ડૉ. કુમારપાળ દેસાઈને લેખક કે સાહિત્યકાર કહેવા એ ઘણું વામણું લાગે છે. એક ઋષિ કે મહર્ષિ તરીકેની સિદ્ધિઓને વરી ચૂકેલા ડૉ. દેસાઈનું જ્ઞાન અગણિત છે. તેઓએ તેનું પ્રદર્શન કદી નથી કર્યું, કારણ કે જ્ઞાનની સીમાઓથી પણ તેઓ ઘણા આગળ નીકળી ચૂક્યા છે. મને તો લાગે છે કે તેમણે પણ શ્રીકૃષ્ણની જેમ પાછું વળીને જોયું નથી લાગતું. કેમ કે પાછું વળીને જોવામાં કદાચ વિકાસની ગતિ રોકાઈ જતી હશે. માનવમૂલ્યોની દૃષ્ટિએ જોવામાં આવે તો તેઓ મહામના મહાનુભાવ અને માનવકલ્યાણક તરીકે જ ઓળખાય ગમે તે મનુષ્ય હોય, રાજા હોય કે રંક, ગરીબ હોય કે તવંગર, નોકર હોય કે માલિક – દરેકની તેઓને ખેવના છે. તેમના પ્રત્યે માન-સન્માન છે. દરેકને તેઓ માનવ સમજીને તેની ઉપાસના કરે છે. તેઓની ઉપાસનાનું સાધન તેમની કલમ છે. કલમ દ્વારા જ માનવકલ્યાણની તેમની ભાવના છે. ઈશ્વર તેઓને વધુ ને વધુ સફળતા આપે તેવી શુભકામના. હૃદયની અંતરંગ ઊર્મિઓને કારણે જે કાંઈ લખાયું છે તે અતિશયોક્તિ તો નથી જ. ડૉ. દેસાઈની ગુણગ્રાહકતા ઈશ્વર અમને આપે તેવી સદ્ભાવના સાથે. અંતમાં તેઓ વિશે ઘણું ઘણું કહી શકાય, પરંતુ તે કાર્ય સૂરજને આરસી બતાવવા જેવું જ ગણાય. 484 મૂઠી ઉંચેરા માનવી Page #526 -------------------------------------------------------------------------- ________________ : : વિદ્યાક્ષેત્રના માર્ગદર્શક વિઘાજીવનના બહુમૂલ્ય સમયગાળામાં પ્રાથમિક અભ્યાસ છોડ્યા પછી સ્વપ્ન પણ કલ્પના ન હતી કે ભાવિમાં કોઈ ચોક્કસ દિશામાં વિદ્યાભ્યાસ આગળ વધશે. દરમ્યાનમાં સંયમજીવન સ્વીકાર્યા બાદ ઈ. સ. ૧૯૮૯માં મારી સુષુપ્ત વિદ્યાચેતનાને જાગ્રત કરવાનો મોકો મળ્યો. સાથે એવી પ્રેરણા મળી કે સાધુજીવનનું પરંપરાગત અધ્યયન નહિ, પરંતુ જેમાં પોતાની જાતને પરીક્ષણોમાંથી પસાર કરી શકાય એવો અભ્યાસ કરવો જોઈએ. જીવનના આ લક્ષ્યની સિદ્ધિ માટે અનેક વ્યક્તિઓ વિદ્વાનોના પરિચયમાં આવ્યા. આગળ અભ્યાસ કરવા માટે માહિતી મેળવવા પ્રયત્નો કર્યા, ચર્ચાઓ થઈ પરંતુ પ્રાથમિક અભ્યાસ ઓછો હોવાથી પ્રાયઃ દરેક પાસેથી એક જ સૂર સંભળાયો કે આગળ સ્નાતક કક્ષાનો અભ્યાસ કરવો હોય તો બોર્ડની પરીક્ષા (દશમા-બારમા ધોરણની) પાસ કરવી જ પડે. મન વિક્ષુબ્ધ બન્યું. મૂંઝવણ થઈ કે હવે શું કરવું? મનમાં સંકલ્પ-વિકલ્પો ઘૂમરાતા હતા કે કંઈક પામવું તો છે જ, તો કોની પાસેથી માર્ગદર્શન મેળવવું ? મનમાં વિચાર સ્ફર્યો કે કુમારપાળભાઈ દેસાઈ કે જે વિદ્યાનિષ્ઠ અધ્યાપક અને સમર્થ સાહિત્યકાર છે તેમને મળવું જોઈએ. પણ મનમાં થયું કે આવા મોટા માણસને વગર ઓળખાણે કેમ મળવું? છેવટે મનને સજ્જ કરી એક દિવસ યુનિવર્સિટી પહોંચી ગયા. પૂછતાં પૂછતાં ભાષાભવનમાં કુમારપાળભાઈને મળવા ગયાં. મહાસતી વિસતીજી 485 Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વખત પ્રત્યક્ષ મુલાકાત થતાં અંતરના ઊંડાણમાં અનુભૂતિ થઈ કે અહીં અમને ચોક્કસ દિશાસૂચન મળશે. અભ્યાસ અંગેની વાતચીત કરી તરત જ એમણે કહ્યું કે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે બોર્ડની પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. અમદાવાદમાં જ SNDT યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ છે ત્યાં એવી જોગવાઈ છે. આપ માત્ર એક પ્રવેશ પરીક્ષા આપી કૉલેજમાં એડમિશન મેળવી સ્નાતક-અનુસ્નાતકની પરીક્ષા આપી શકશો. આ સાંભળતાં જ અનૌપચારિક પરિચયની પ્રથમ પળોમાં જ અમારો આત્મા પ્રસન્ન અને પુલકિત બની ગયો. પ્રથમ પરિચયમાં જ એ વિરલ વ્યક્તિત્વ અંતરમાં આશાનાં કિરણો પ્રસરાવી ગયું કે ભવિષ્યમાં પીએચ.ડી. કરવું હોય તો કુમારપાળભાઈના માર્ગદર્શન હેઠળ જ કરવું . પછી તો એક વિદ્યાર્થિની તરીકે કૉલેજકાળના અભ્યાસ દરમ્યાન જ્યારે અભ્યાસમાં મૂંઝવણ થતી ત્યારે ક્યારેક માર્ગદર્શન મળતું રહ્યું. સતત પ્રવૃત્તિઓ વચ્ચે વ્યસ્ત હોવા છતાં ક્યારેય ઉપેક્ષા દાખવી નથી એ જ એમની મહાનતા છે. પ્રથમ પરિચયમાં સ્પર્શલ નિખાલસતા અને સરળતા વધુ ગાઢ બનતી ગઈ. એમ.એ. પાસ કર્યા બાદ મનમાં સેવેલ સ્વપ્ન સાકાર કરવા માટે મન થનગની રહ્યું હતું. છતાં ક્ષણ – બે ક્ષણ માટે મનમાં વિકલ્પ ઊઠતો કે મારી ભાવનાને ન્યાય મળશે ખરો? એ જ અવઢવમાં કુમારપાળભાઈને જાણ કરી કે એમ એનું રિઝલ્ટ આવી ગયું છે. હવે આપની પાસે પીએચ.ડી. કરવાની ઇચ્છા છે. અમારા આશ્ચર્યની અવધિ સાથે સાહેબે પ્રત્યુત્તર પાઠવ્યો કે હું આપને રૂબરૂ મળવા આવીશ અને પીએચ.ડી. અંગે વાત કરીશું. તે સમયે અમે ચાતુર્માસ અર્થે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ધર્મયુગ ફ્લેટમાં હતાં. એક દિવસ મંગલ મધ્યા કુમારપાળભાઈ અમારી પાસે આવ્યા. ખૂબ સાહજિકતાથી પીએચ.ડી. અંગેની ચર્ચા થઈ. સ્મિતવદને એમણે માર્ગદર્શક તરીકેની સંમતિ આપી. તે સમયના અંતરના આનંદને વર્ણવવા માટે શબ્દો જાણે ખૂટી ગયા છે. કાર્ય પ્રારંભ કરવાનાં શ્રીગણેશ માટે જરૂરી માર્ગદર્શન મળી ગયું. કુમારપાળભાઈના વ્યાપક અને વિવિધ અભ્યાસક્ષેત્ર તથા વિશાળ વિચારજગતના કારણે વિષય-પસંદગીની કાંટાળી કેડી પણ અમારા માટે સરળ સોપાન સમી બની ગઈ અને નવતત્ત્વના પ્રાચીન બાલાવબોધ પર પસંદગી ઉતારી. કારણ કે સરળ લાગતા નવતત્ત્વના ઊંડાણમાં જેમ જેમ ઊતરતા જઈએ તેમ તેમ તેની વ્યાપકતા, ગહનતાનો અનુભવ થતો જાય છે. આજનું ભૌતિક વિજ્ઞાન હોય કે ટેક્નોલોજી, આત્મા હોય કે પરમાત્મા, ચેતન હોય કે અચેતન – દરેક વિદ્યાઓનો સમાવેશ નવતત્ત્વમાં થતો જોવા મળે છે. અણુની સૂક્ષ્મતા ઉપરાંત તેની સંહારકતાનો પરિચય પણ તેમાં મળે છે. સુખ-દુઃખ, શાંતિ અશાંતિ, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે રાત-દિવસ માનવના મનનો 486 વિદ્યાક્ષેત્રના માર્ગદર્શક Page #528 -------------------------------------------------------------------------- ________________ કબજો લેતા પ્રશ્નોના ઉત્તરો પણ નવતત્ત્વમાં છે. આવા અમૂલ્ય ગ્રંથના સંશોધનમાં અત્યંત પ્રસન્નતાપૂર્વક અને સરળ માર્ગદર્શન આપ્યું. સંપૂર્ણ મહાનિબંધ તૈયાર થયો ત્યાં સુધી સતત એક જ પ્રેરણા આપતા રહ્યા છે કે ખૂબ હળવા રહીને લેખનકાર્ય કરો. મન ઉપર બોજ રાખશો નહિ. આવા પ્રેરણાદાયી પ્રોત્સાહન અને સંમતિદાનથી અમે ઉપકૃત છીએ. બહુમુખી પ્રતિભાસંપન્ન કુમારપાળભાઈ વર્ગોમાં અધ્યાપન દ્વારા યુવાનોને પ્રગતિનું નવદર્શન કરાવી પ્રત્યક્ષ ઘડતર કરી રહ્યા છે તો ચરિત્રાદિ લેખનથી પ્રોઢોને વિશિષ્ટ જીવનદર્શન અને સંસ્કારબોધક સેંકડો કથાઓથી કિશોરોને નવપ્રેરણા આપવાનું કાર્ય કરી રહ્યા છે. કુમારપાળભાઈ પાસે જેમ કલમ છે તેમ પ્રાસાદિક વસ્તૃત્વ પણ છે. છટાદાર, મુદ્દાસર છતાં રસતરબોળ કરે તેવાં એમનાં વ્યાખ્યાનો હોય છે. એથી દેશ-વિદેશમાં ખૂબ જાણીતા છે. જૈનદર્શનના ઉન્નત આદર્શોના વિસ્તરણમાં એમનો ફાળો અભૂતપૂર્વ છે. આમ તો કુમારપાળભાઈ ઉંમરમાં સાઠના આંકને પાર કરી ગયા છતાં એમના મુખ પરના તરોતાજા હાસ્યથી યૌવનસુલભ ઉત્સાહે સદા તરવરતા લાગે છે. આ નિરામય સદાબહાર વ્યક્તિત્વ એમને શતાયુષી બનાવે અને ગુજરાતને એનો લાભ મળતો રહે. અંતમાં એમના અગાધ જ્ઞાનસાગરમાંથી અમને હંમેશાં ઉદાત્ત પ્રેરણા અને અમૂલ્ય યોગદાન મળતાં રહે એવી અભ્યર્થના. 487 મહાસતી વિસ્તીર્ણાજી Page #529 -------------------------------------------------------------------------- ________________ . - ઉમરામિક T. * છે કે કોઇ દર : “ફરિતે સે બહેતર છે ઇન્સાન હોના મગર ઇસમેં પડતી હે મેહનત જિયાદા" ઈન્સાનિયતની મિસાલ હ, કુમારપાળ દેસાઈ માટે જ જાણે આ પંક્તિ રચાઈ હોય એવું લાગે. ખરેખર ઇન્સાન શબ્દનો અર્થ પ્રેમભાવ રાખનાર' એમણે ચરિતાર્થ કરી બતાવ્યો છે. દરેક પ્રત્યે આદર અને પ્રેમભાવ રાખીને કામ લેવાની એમની કળા અનેરી છે. અત્યંત નમ્ર સ્વભાવના વ્યક્તિ આટલા સારા અધ્યક્ષ (ભાષા-સાહિત્યભવન) પુરવાર થશે એવી તો કોઈ કલ્પના પણ ન કરી શકે. જ્યાં એક સાંધો તો તેર તૂટે, તેવી કથળેલી હાલતમાં કામ લેવું અને નવાં કામો શરૂ કરવાં. નવા અભ્યાસક્રમો માટે સાથ, સહકાર અને પ્રોત્સાહન સક્રિયતાથી પૂરાં પાડવાં એ તો એક ચમત્કાર જ લાગે ! આજે કામ લેવું ખૂબ અઘરું થઈ પડ્યું છે. લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે, છતાં તમામની અંદર રહેલી શક્તિઓને પિછાની, દરેકના આદરભાવનો ખ્યાલ રાખી ન્યાયથી વર્તવું એ તો કુમારપાળભાઈની આગવી કળા છે. આમ તો કુમારપાળભાઈ માટે ઘણું કહેવાયું છે, લખાયું છે, ચર્ચાયું છે છતાં એમની ખૂબીઓ એ તમામથી વિશેષ છે. આ બધું વર્ણવવા માટે શબ્દો ઓછા પડે. આજના કપરા સમયમાં જ્યારે માણસમાં માણસાઈ લુપ્ત થતી હોય, ત્યારે એક ઉમદા માણસથી ઉપર ઊઠી “ફરિશ્નો' હોવાનો અહેસાસ કરાવે એવા મહામાનવ છે – કુમારપાળભાઈ. ચાંદબીબી એ. શેખ 488 Page #530 -------------------------------------------------------------------------- ________________ ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ થયા પછીના ટૂંકા ગાળામાં એમના સુશાસનના બહુ સારા અનુભવો વર્ણવવાનો મને આ અવસર પ્રાપ્ત થયો તેને એક સોનેરી તક ગણું છું. વાત છે ૧૫મી ઑગસ્ટ ૨૦૦૩ની. કવિ આદિલ મન્સુરીને ગુજરાત રાજ્ય ઉર્દૂ સાહિત્ય અકાદમી તરફથી સન્માનવામાં આવ્યા. હું તે કાર્યક્રમમાં હાજર હતી. મને મનમાં ખ્યાલ આવ્યો : “આદિલસાહેબને ભાષા-સાહિત્યભવનમાં તેમના કાવ્યોના પઠન માટે બોલાવીએ તો!” મને આશા ન હતી કે મારી આશા સફળ થશે. ભૂતકાળના જુદા જ અનુભવો તાજા થઈ ગયા. છતાં ૧૬મી ઓગસ્ટે અમારા નવા વરાયેલા અધ્યક્ષ કુમારપાળભાઈને મળીને આ વાત કરી અને મેં કહ્યું, “સાહેબ, આપ ફ્રી થાવ એટલે વિસ્તારથી વાત કરવા મને બોલાવી લેજો. અને મારા આશ્ચર્યની વચ્ચે માત્ર દસ મિનિટમાં ડૉ. કુમારપાળ દેસાઈ સામે ચાલીને મારી ચેમ્બરમાં વાત કરવા આવ્યા. મારી દરખાસ્ત માન્ય કરી. તેના માટેની તમામ સગવડો પૂરી પાડી. મને તેમના પ્રત્યે ખરેખર ખૂબ માનની લાગણી થઈ અને કામ કરવાનો ખૂબ આનંદ આવ્યો. આદિલ મજૂરીના કાર્યક્રમમાં પ્રમુખસ્થાન કુલપતિ શ્રી એ.યુ. પટેલે શોભાવ્યું. આ શૈક્ષણિક કાર્યમાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી. તેને સફળ બનાવવામાં દેસાઈસાહેબનો સાથ-સહકાર હતો. “બસ કે દુશ્વાર હે હર કામ કા આસાં હોના આદમી કો ભી મયલ્સર નહીં ઇન્સાં હોના” ભાષાભવનનું સુમેળભર્યું વાતાવરણ, વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને દેસાઈસાહેબની કંઈક નવું કરવાની નેમ ! ઘણા વિચારો શિક્ષણ માટે સારું કરવા કાજે આવે. એક દિવસ મેં રજૂઆત કરી : સાહેબ ! ઘણાં વિદ્યાર્થીઓ ઉર્દૂ શીખવાની ઇચ્છા દર્શાવતાં આવે છે. સૌને વ્યક્તિગત શીખવવું તો શક્ય નથી, પરંતુ જો આપ આ બાબતે સહકાર આપો તો તમામ માટે એક ‘ઉર્દૂ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મનેચ્છા છે.” અને દેસાઈસાહેબે મારી વાતને વધાવી લીધી. તેના માટે જેટલી અનિવાર્યતાઓ હતી તમામમાં દિલથી સહકાર આપ્યો. પાંચમી ડિસેમ્બર ૨૦૦૩થી “ઉર્દૂ ભાષા અને સાહિત્યના કોર્સનો શુભારંભ માનનીય કુલપતિ એ. યુ. પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો. બહુ સારો પ્રતિસાદ મળ્યો. ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો, પોલીસખાતાના ઉપરી અધિકારીઓ તથા અન્ય ચાહકો પણ વર્ગમાં જોડાયા. ભાષાની સાથે સાહિત્યનો આસ્વાદ કરાવવા બે સરસ કાર્યક્રમો યોજાયા. ૭મી જાન્યુઆરી ૨૦૦૪ના રોજ મિર્ઝા ગાલિબ પર સુંદર કાર્યક્રમ થયો. પ્રમુખસ્થાને કુલપતિ શ્રી એ. યુ. પટેલ પધાર્યા અને મુખ્ય વક્તા તરીકે પ્રો. શમશી આવ્યા. અતિથિવિશેષપદે હતા કુમારપાળભાઈ. સૌ શ્રોતાઓ ખૂબ ધન્યતા અનુભવીને ગયા. ૨૧મી જાન્યુઆરી ૨૦૦૪ના રોજ વધુ એક સાહિત્યિક પ્રોગ્રામનું આયોજન થયું. કવિ ડો. 489 ચાંદબીબી એ. શેખ Page #531 -------------------------------------------------------------------------- ________________ ઇકબાલ વિશે ખ્યાતનામ ઉર્દૂના વિવેચક પ્રો. વારિસ અલવીએ કુમારપાળભાઈના અતિથિવિશેષપદે પ્રવચન આપ્યું અને તેમની પોતાની કવિતાઓનું વાંચન કર્યું. ર૯મી માર્ચ ૨૦૦૪ના રોજ “ઉર્દૂ સર્ટિફિકેટ કોર્સના અભ્યાસીઓનો વિદાય સમારંભ યોજાયો. પ્રમુખસ્થાને રવિવારનો દિવસ હોવા છતાં કુમારપાળભાઈ સૌની લાગણીને માન આપી પધાર્યા. ખૂબ મનનીય પ્રવચન કર્યું અને આ કોર્સની પરંપરા ચાલુ રહે તેવા આશયથી હવે પછીનો કોર્સ ૧૫મી જૂનથી શરૂ કરવા જાહેરાત કરી અને સોનાં મન જીતી લીધાં. આમ સહુએ અનુભવ્યું કે ભાષાભવનના અધ્યક્ષપદે કુમારપાળભાઈ જેવું વ્યક્તિત્વ એક નાના વિભાગને પણ પોતાના સહકારથી કેવાં સિદ્ધિનાં સોપાન સર કરાવી શકે છે ! દર વખતે તેમનાં સૌમ્ય અને સજ્જનતા તો અનન્ય જ હોય. આવા તો કેટલાય પ્રસંગો છે જેને આલેખતાં પાનાંનાં પાનાં ભરાય. એમનું વક્તવ્ય સાંભળતાં એમના મનમાં રહેલા ઉમદા વિચારો જાણીએ તો લાગે કે “દર્દ દિલ કે વાસ્તે પેદા કિયા ઇન્સાન કો”ની ઉક્તિને અમલમાં મૂકી છે. ગરીબો અને પીડિતો તેમજ મજલૂમો પ્રત્યેની લાગણી અને સહાય સતત એક પ્રવાહની જેમ વહ્યા કરે. વાણી અને વર્તનમાં કોઈ પણ જાતનો આડંબર નહિ. સૌની સાથે પ્રેમભાવથી મળવાનું સૌને આદરભાવથી આવકારવાનાં વિદ્યાર્થીઓ સાથે પણ એવું વર્તન કે સદાય યાદ રાખે અને જ્યારે વિદ્યાર્થી પોતે શિક્ષક બને તો ડો, કુમારપાળ દેસાઈને પોતાના આદર્શ તરીકે સ્વીકારે. આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે કેટલાંય ઉમદા કાર્યો એમની રાહબરી હેઠળ થયાં. યુનિવર્સિટી અધ્યાપકોના પ્રમોશનનું કામ ૭-૮ વર્ષથી ખોરંભે ચઢેલું હતું. તેમાં ઘણી આંટીઘૂંટીઓ પણ હતી, અશક્ય લાગતું હતું, તે કામ શક્ય બને તે માટે કુમારપાળભાઈએ પોતાની રીતે સક્રિય સહયોગ આપ્યો. સફાઈ અભિયાન હોય કે પરીક્ષાશુદ્ધિનું કામ હોય – તેમની રાહબરી હમેશ કંઈક સારું કરવા માટે તત્પર હોય અને બીજા સાથીદારોને પણ સારું કરવા કાજે પ્રેરણા પૂરી પાડતી હોય. એમનાં લેખન અને પત્રકારત્વ વિશે તો જેટલું લખાય એટલું ઓછું છે, પરંતુ ધર્મના વિચારોનું આચરણ એમના વ્યક્તિત્વમાં જોવા મળે છે તે બહુ મોટી વાત છે. શિક્ષણ અને સમાજસેવામાં સતત તલ્લીન રહેતા ડૉ. કુમારપાળ દેસાઈને કદી ગુસ્સે થતા જોયા નથી. આવું વ્યક્તિત્વ ગુજરાત યુનિવર્સિટીમાં હોવું ગૌરવની વાત છે. 490 ઇન્સાનિયતની મિસાલ Page #532 -------------------------------------------------------------------------- ________________ સરકાર માર્ગદર્શક અને જીવનદર્શક પ્રેરણામૂર્તિ સાહિત્ય શિક્ષણ અને સેવા જેમનો મુદ્રાલેખ રહ્યો છે એવા ડૉ. કુમારપાળ દેસાઈ આજે ૬૨ વર્ષની વયે પણ ૨૬ વર્ષના યુવાન જેવો થનગનાટ ધરાવે છે. યુવાનને છાજે તેવો ઉત્સાહ, જોમ, મધુર સ્મિત અને સ્વપ્નિલ આંખો. આજે પણ અમારા જેવા વિદ્યાર્થીઓને માટે પ્રેરણારૂપ રહ્યાં છે. અણમોલ રત્નો ભંડારેલા સાગર જેવું વિશાળ અને નિરભિમાની વ્યક્તિત્વ ધરાવતા ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતનું ગૌરવ છે. લેખન, અધ્યયન અને વક્તવ્ય જેમનું ધર્મ-કર્મ છે એવા શ્રી કુમારપાળ દેસાઈ અનેકવિધ ક્ષેત્રે મેઘધનુષી વ્યક્તિત્વ ધરાવે છે. તેમની પીંછી માત્ર એક-બે રંગોમાં જ નહિ, પણ નવ રંગોમાં ઝબોળાયેલી જોવા મળે છે. તેઓ એક એવા સિદ્ધહસ્ત શિલ્પી છે કે જે કંઈ કંડારે તે એક કલાકૃતિ બની જાય છે, એક અણમોલ સર્જન બની જાય છે. અનેકવિધ ક્ષેત્રોમાં કરેલું સર્જન, એ રંગબેરંગી પુષ્પોથી મહેંકતા બગીચા જેવું જોવા મળે છે. પારસમણિ જેવી કલમ વડે આલેખન કરતા કુમારપાળ દેસાઈની તમામ કૉલમ સુવર્ણમય લાગે છે, જેમાંથી હંમેશાં નિષ્ઠા, પુરુષાર્થ, સત્ય, સેવા, પ્રેમ જેવા ગુણોની સુગંધ માણવા મળે છે. ચાંદ-સિતારા જેવા અનેક એવોર્ડ્સ, ચંદ્રકો અને પુરસ્કારોથી સુશોભિત મુગટ ધરાવતા ડૉ. કુમારપાળ દેસાઈ એક સાહિત્યકાર, પત્રકાર, શિક્ષણકાર, વિવેચક, સંપાદક, સંશોધક, સમાજ પ્રદીપ ત્રિવેદી 491 Page #533 -------------------------------------------------------------------------- ________________ સેવક, ધર્મઉપદેશક, સમીક્ષક, માર્ગદર્શક વગેરે તો છે જ, પણ આથી વિશેષ તેઓ એક માયાળુ મહાનુભાવ છે જે તેમના વ્યક્તિત્વનું સૌથી વિશિષ્ટ જમા પાસું છે. દેશ-વિદેશમાં ખ્યાતિ અને પદ્મશ્રીનો ઇલકાબ ધરાવતા ડૉ. કુમારપાળ દેસાઈ એટલા બધા વિનમ્ર, માયાળુ, વિવેકી અને મિલનસાર છે કે તમે કલ્પના જ કરી ન શકો. તેમની વિશ્વ-લોકપ્રિયતા માટે આ અનેરું વ્યક્તિત્વ જ કારણરૂપ હોઈ શકે. લોકપ્રિય સર્જન કરવું અને સર્જન કર્યા પછી સર્જન અને સફળતા વચ્ચે નિસ્પૃહી રહેવું એ ખૂબ મહત્ત્વની બાબત છે. માત્ર કૉલમ ખાતર જ કલમ ચલાવવી કે સર્જક કહેવડાવવા માટે સર્જન કરવું તેવા કોઈ ધંધાદારી સાહિત્યકાર કે ચિંતક નથી, પણ જેમના સર્જનમાંથી, ચિંતનમાંથી, આંતરિક સૌંદર્યનો ફુવારો માણવા મળે છે તેવા તેઓ સાત્ત્વિક સર્જક છે, માર્ગદર્શક છે. પોતાના લેખન અને વક્તવ્ય દ્વારા માનવજીવનમાં આશા, ઉત્સાહ, વિશ્વાસ, શ્રદ્ધા, પુરુષાર્થ, સેવા અને પ્રેમની જ્યોત જગાવનાર ડો. કુમારપાળ દેસાઈ આજના સસ્તા, છીછરા અને ગલગલિયા ઉપજાવે તેવા સાહિત્ય-સાગરમાં દીવાદાંડીરૂપ છે. તેમના સર્જન કે વક્તવ્યમાં ક્યારેય આછકલાઈપણું કે સ્વચ્છંદતા જોવા મળશે નહિ. તેમના સર્જનમાં જીવનની આંધીનો સામનો કઈ રીતે કરી શકાય, નિરાશાની ખીણમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, તમારી તાકાતને કઈ રીતે જાણી શકાય અને તેમાં વધારો કરી શકાય, અન્યાય અને દુર્ગુણો સામે કઈ રીતે લડી શકાય, ખામીને ખૂબીમાં કઈ રીતે ફેરવી શકાય, પ્રેમ વડે જંગ કઈ રીતે જીતી શકાય – વગેરે જોવા મળે છે. તેમનું સર્જન – વક્તવ્ય જjમ સંઘયતે ઈરિન જેવું છે. તેમનો વાચક રેતીમાં વહાણ હંકારીને, હતાશા ખંખેરી આગળ ધપે છે. એવરેસ્ટ સર કરતો થઈ જાય છે જે તેમની ભવ્ય સફળતા જ કહી શકાય. હોશિયાર ખેડૂત, જેમ એક વાડીમાંથી અનેક ઊપજ મેળવી શકે છે તેમ કુમારપાળ દેસાઈએ પણ અનેક ક્ષેત્રે ખેડાણ કરીને – સફળતાપૂર્વક – ઊપજ મેળવેલ છે. તેમણે બાલસાહિત્ય, યુવા સાહિત્ય, પ્રોઢ સાહિત્ય, ધાર્મિક સાહિત્ય નવલિકાસાહિત્ય, રમતગમત સાહિત્ય, શોધ-સંશોધન સાહિત્ય, વિવેચન સાહિત્ય, પત્રકારત્વ, ગ્રંથનિર્માણ, વિશ્વકોશ જેવાં ક્ષેત્રોમાં પણ સિદ્ધહસ્ત સફળતા મેળવી છે. તમામ ક્ષેત્રે તેમણે નિપુણતા મેળવી છે. જે-તે ક્ષેત્રના તેઓ વિદ્વાન શાસ્ત્રી ગણાય છે. રમત-ગમતના ક્ષેત્રે તેઓ મોબાઇલ લાઇબ્રેરી ગણાય છે તો જૈનદર્શનના શ્રેષ્ઠ ફિલોસોફર ગણાય છે. ધર્મ-ચિંતન માટે તેઓને વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીએ ખાસ સન્માનિત કરેલ છે. આ ઉપરાંત દેશ-વિદેશમાં પણ તેઓને અનેક પુરસ્કારો ઇલકાબો અને ચંદ્રકો મળેલ છે. જેમના લેખન અને જીવનમાં કોઈ પણ ભેદભાવ જોવા મળતો નથી તેવા ડૉ. કુમારપાળ 492 માર્ગદર્શક અને જીવનદર્શક પ્રેરણામૂર્તિ Page #534 -------------------------------------------------------------------------- ________________ દેસાઈ જેવું વિચારે છે તેવું સ્પષ્ટ અને સત્ત્વશીલ લખે છે અને જેવું લખે છે તેવું જ મિતભાષી, આદર્શ અને સરળ જીવન જીવે છે. તેઓ એટલું બધું લેખન ક્યારે કરતા હશે અને આપણને થાય કે આ મહાનુભાવ ક્યારે જમતા હશે ? ક્યારે ઊંઘતા હશે? ૨૪ કલાકમાં ૩૦ કલાક જેટલું કામ કરતા શ્રી દેસાઈ એક ઉત્તમ, ઉદ્યમી, મહેનતુ, પુરુષાર્થી વ્યક્તિ છે. પિતાશ્રીના અવસાન સમયે ૨૭ વર્ષના શ્રી કુમારપાળ દેસાઈ એમનાં ૩૦૦ પુસ્તકો અને ૩૫૦ રૂપિયાનો વારસો ધરાવતા હતા. તે કુમારપાળ આજે રાતદિવસ સખત મહેનતથી કરોડો રૂપિયાથી વધુ કીમતી ઇજ્જત અને માનસન્માન કમાયા છે. ક્ષણે ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરી શકાય તે કુમારપાળભાઈ પાસેથી શીખવા મળે. મોરપીંછની જેમ ગમે ત્યાં શોભાયમાન થઈ ઊઠતા કુમારપાળભાઈનું જીવન એ એક ખુબૂદાર, મહેકતું અને ગહેકતું જીવન છે. તેમનો પ્રફુલ્લિત ચહેરો, તેમનો કામ કરવાનો ઉત્સાહ, મદદ-સેવા માટેની તત્પરતા, લેખન માટેની સંશોધનશીલતા, નવું જાણવા-વિચારવા માટેની ઉત્કંઠા. કુમારપાળ દેસાઈનું જીવન જ એક વિદ્યાલય છે. જેમાંથી જીવન જીવવાના અનેક પાઠો શીખવા મળે છે. આદરણીય, ગુરુવર્ય, માર્ગદર્શક અને જીવનદર્શક એવા શ્રી કુમારપાળ દેસાઈસાહેબને છેલ્લાં ૨૪ વર્ષથી સાક્ષાત ભાવે અને છેલ્લાં ૩૫ વર્ષથી તો માનસિક ભાવે ઓળખું છું. એમનું જીવનદર્શન જ મારા જીવનનું અણમોલ દર્શન રહ્યું છે. તેઓને વાંચીને, જાણીને જ હું મોટો થયો છું અને જીવન કઈ રીતે જીવી શકાય તે શીખ્યો છું. મારી લેખનપ્રવૃત્તિના તેઓ હમેશાં પ્રેરણામૂર્તિ અને આદર્શ વ્યક્તિ રહ્યા છે. મારા જેવા કાચા હીરાને પાસાદાર ચમકતો હીરો બનાવવામાં તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. હાઈસ્કૂલ અને કૉલેજનું શિક્ષણ મેં નાવલી નદીના કિનારે વસેલ, શૂરવીર જોગીદાસ ખુમાણના ગામ સાવરકુંડલા ખાતે લીધું ત્યારે હું લાઇબ્રેરી મંત્રી હતો. લાઇબ્રેરીમાં આવતાં તમામ પુસ્તકોની નોંધ અને જાળવણી કરવાની જવાબદારી હોય – નવરાશના સમયે લાઇબ્રેરીમાં જ બેસતો અને આ સમયે કુમારપાળ દેસાઈને માનસિક રીતે મળવાનું શરૂ થયું. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેમની છબી મારા મનમાં વિરાટ બનતી ગઈ! એક મહાનુભાવની કૃતિ અંકિત થઈ ગઈ. પછી તો તેમની તમામ કૉલમો વાંચવાની ભૂખ ઊઘડી અને તેમાંથી જીવન-ઉપયોગી ખજાનો મળતો ગયો. સતત વાંચનથી વિચારોના વંટોળ ફૂંકાવા લાગ્યા ! વિચારોની આંધી અને વેદનાએ કલમ પકડતાં શીખવી દીધું. કૉમર્સ ગ્રેજ્યુએટ થતાં બેન્ક ઑફ ઇન્ડિયામાં અમદાવાદ ખાતે ૧૯૮૦માં નોકરી મળી. અમદાવાદનો ઑર્ડર આવતાં જ સૌથી વધુ આનંદ થયો. કેમ કે શ્રી કુમારપાળ દેસાઈના સાક્ષાત્ ભાવે દર્શન કરી શકાશે, તેમને મળી 493 પ્રદીપ ત્રિવેદી Page #535 -------------------------------------------------------------------------- ________________ શકાશે તેમ લાગ્યું. સૌપ્રથમ એક જાહેર કાર્યક્રમમાં તેમનાં દૂરથી દર્શન થયાં અને ખુશ થઈ ઊઠ્યો. વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું હોય તેમ લાગ્યું. તેમની વાણી સાંભળીને વિશેષ પ્રભાવિત થયો. હવે તેમની નજીક જવું કઈ રીતે ? અનેક તુક્કાઓના ઘોડાઓ દોડવા લાગ્યા હતા. ગુજરાત સમાચારમાં યુવાનોને પ્રેરણા આપતી તેમની કૉલમ વાંચી-વાંચીને મને પણ યુવાનો વિશે કંઈક લખવાની, મનની આગ પ્રગટ કરવાની, નવી પેઢીના પ્રશ્નો રજૂ કરવાની ઇચ્છા થઈ આવી અને ડૉ. ચન્દ્રકાન્તભાઈ મહેતાની કૉલમ– “કૉલેજની હવામાં માં મને સ્થાન મળતાં મારી કલમને હવા મળી! પણ શ્રી દેસાઈસાહેબની નજીક જવા માટેની કોઈ સફળ યોજના બની ન હતી! અમદાવાદ આવીને એલએલ.બી.નો અભ્યાસ કર્યો, જેથી યુવાવર્ગના પ્રશ્નો-મુશ્કેલીઓને વધુ વાચા આપી શક્યો. લખવાનો અને મુલાકાતો લેવાનો શોખ હોઈ ડૉ. ચન્દ્રકાન્તભાઈ મહેતાએ મને પત્રકારત્વનો અભ્યાસ કરવા જણાવ્યું. આ વિચારથી જ હું ચમક્યો અને તરત જ તેનો અમલ કર્યો કારણ કે શ્રી કુમારપાળભાઈ દેસાઈ અહીં પત્રકારત્વ ભણાવતા હતા. એકમાત્ર તેમના શિષ્ય થવાના ઉદ્દેશથી પત્રકારત્વના અભ્યાસમાં જોડાયો. એક શિક્ષક તરીકે તેમની અમીટ છાપ આજે પણ મારા મનમાં સંગ્રહાયેલી છે. વિષયોનું ઊંડાણ, વિષયોની છણાવટ, વિષયને અનુરૂપ અનેક ઉદાહરણો, વિદ્યાર્થીના અભ્યાસ ઉપરાંત અંગત જીવનમાં પણ એટલો જ રસ, તેને સતત મદદ કરવાની, હોશિયાર બનાવવાની તત્પરતાએ મને તો પ્રભાવિત કરી દીધો પણ સાથોસાથ શ્રેષ્ઠ લેખનની વિવિધ કળાઓ શીખવીને તેમનો પ્રિય શિષ્ય પણ બનાવી દીધો. તેમણે મને રમતગમત, ચિંતન અને પ્રેરણાત્મક લેખનની શૈલી શીખવી. લેખન સાથે આદર્શ જીવન કઈ રીતે જીવી શકાય તે કલા પણ તેમના જીવનમાંથી શીખવી. તેઓ માત્ર અભ્યાસકીય ગુર ન રહેતાં જીવનદર્શનના પણ દાર્શનિક અને માર્ગદર્શક રહ્યા છે. ગુરુ તરીકે તો તેમને સો સો સલામો છે. આજીવન તેમનો હું ઋણી છું. મારી કારકિર્દીના ઘડતરમાં તેમનો સિંહફાળો રહ્યો છે. આજે રમતગમત ક્ષેત્રે જે કંઈ નવેક જેટલાં પુસ્તકો અને હજારેક લેખો લખ્યાં છે, મુલાકાતો લીધી છે તે બધાંનો યશ ડૉ. કુમારપાળ સાહેબને જાય છે. સાવરકુંડલા-ગઢડાથી જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે એક કાચા હીરા જેવો હતો. લેખનક્ષેત્રે પા-પા પગલીઓ પાડતો હતો. તેમાંથી દોડતો કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય શ્રી કુમારપાળ દેસાઈસાહેબે કર્યું છે. અહીં-તહીં વેરાયેલાં ફૂલોને માળી એકત્રિત કરીને સુંદર મજાનો સુગંધીદાર બુક બનાવે છે તેવું જ કંઈક કામ શ્રી દેસાઈસાહેબે મારા જીવનમાં, મારી કારકિર્દીમાં કર્યું છે. રમતગમતમાં મારી સાઇડ લાઇટ' કૉલમમાં ખરી લાઇટ-શાઇનિંગ તો તેમની છે. હું તો માત્ર સાઇડમાં જ છું. રમતગમત અંગે જે કોઈ પુસ્તિકાઓ લખી છે તેમાં તેમની કલા અને 494 માર્ગદર્શક અને જીવનદર્શક પ્રેરણામૂર્તિ Page #536 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદ છતાં થયા વગર રહેતાં નથી. જર્નાલિઝમમાં ગોલ્ડમેડલ મળ્યો અને પત્રકારત્વ ક્ષેત્રે મારી પ્રગતિમાં તેઓ પ્રેરણારૂપ બન્યા છે. આમ, ડૉ. કુમારપાળ દેસાઈ માત્ર સાહિત્યકાર, શિક્ષણકાર, પત્રકાર કે વિચારક નથી પરંતુ અનેકવિધ કલા-કૌશલ્ય ધરાવતા કલાકાર છે. અનેક વિદ્યાર્થીઓના તેઓ માત્ર અભ્યાસકીય માર્ગદર્શક રહ્યા નથી પણ જીવનનાં અનેક ક્ષેત્રે તેમણે માર્ગદર્શન અને મદદ આપેલ છે. મને જ્યારે પણ રમતગમત ક્ષેત્રે માહિતી કે કોઈ આંકડાકીય વિગત જોઈતાં હોય ત્યારે તેઓએ સહર્ષ મદદ કરેલ છે. તેઓ રમતગમત ક્ષેત્રે તો હરતીફરતી લાઇબ્રેરી જ ગણાય ! બધી જ ઘટનાઓ અને બધા જ રોમાંચક પ્રસંગો તેમને કંઠસ્થ જ હોય! જ્યારે પણ ઇચ્છો ત્યારે તમે તેમનું માર્ગદર્શન લઈ શકો છો, ક્યારેય નિરાશા સાંપડતી નથી. બાળવાર્તાઓથી શરૂ કરીને ફિલોસોફી જેવા ગહન અને પ્રગાઢ વિષયો સુધીની સફળ સાહિત્યની યાત્રા કરનાર ડૉ. કુમારપાળ દેસાઈ માત્ર ગુજરાતનું ગૌરવ નહિ પણ આપણા સૌના ગોરવ સમા આત્મીય અને લોકપ્રિય મહાનુભાવ છે. તેમના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિને એમ જ થાય કે – તેઓ આપણા જ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીએ તો થોડા સમય અગાઉ જ કહ્યું કે “દિલ જીતો', પણ શ્રી કુમારપાળ દેસાઈ તો વર્ષોથી લોકોના દિલ જીતીને તેમના હૃદયમાં આગવું સ્થાન પામેલ મહાન વ્યક્તિ છે. સફળતા અને લોકપ્રિયતાનાં શિખરો સર કરનાર શ્રી કુમારપાળ દેસાઈ પ્રેમાળ અને પ્રસન્નચિત્ત વ્યક્તિ છે. એમના વિરાટ વ્યક્તિત્વ તરફ આદર પ્રગટ કરું, એમના ગહન જ્ઞાન માટે નમન કરું ? શું કરું? હું તો બંને કરીશ. 495 પ્રદીપ ત્રિવેદી Page #537 -------------------------------------------------------------------------- ________________ વત્સલ બ્યક્તિત્વ ભાષાભવનમાં જોડાયા પછી થોડા જ દિવસો પસાર થયા હતા. વ્યાખ્યાન લઈને હું મારા રૂમમાં બેઠી હતી. ત્યારે એક કર્મચારી ચાનો કપ લઈને મારા રૂમમાં આવ્યા. મને આશ્ચર્ય થયું કે ચા તો મેં મંગાવી નથી કે નજીકમાં મળતી પણ નથી. એટલે મેં ચા લાવનાર કર્મચારીને સહસા પૂછ્યું, “ચા કોણે મોકલાવી છે ?” ત્યારે કર્મચારીએ કહ્યું, દેસાઈસાહેબે.” આ દેસાઈસાહેબ એટલે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, જેમના નામથી તો હું ઘણી પરિચિત હતી. તેમનાં લખાણો પણ વાંચતી હતી અને ભાષાભવનમાં આવી ગૌરવવંતી વ્યક્તિ સાથે હું કામ કરું છું તેવું એક અભિમાન પણ મનમાં હતું. સાથે સાથે એ વાતનો પણ ખ્યાલ હતો કે દેસાઈસાહેબ મોટા ગજાના વિદ્વાન છે. એટલે મને આશ્ચર્ય થયું કે મારા જેવા નવા જોડાયેલાં અધ્યાપક સાથે તેમના આવા ઉષ્માપૂર્ણ વ્યવહારથી તેમના માટે આદરની લાગણી ઉદ્ભવી ધીરજપૂર્વક તેમના રૂમમાં ગઈ અને તેમની ચા મોકલવા માટે આભાર માન્યો ત્યારે તેમણે હસીને કહ્યું, “તમે અમારામાંનાં જ છો. તમે ક્યાં પારકાં છો ? આટલી અમસ્તી વાતમાં આભારે શાનો માનવાનો?'' ડૉ. કુમારપાળ દેસાઈ જ્યારે ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા ત્યારે તેમને અભિનંદન આપ્યા તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું, આપણે તો સાથે જ કામ કરવાનું છે ને !” આવો જ અભિગમ સુનંદા શાસ્ત્રી 496 Page #538 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તેઓ ડિરેક્ટર અને ડીન તરીકે નિમાયા ત્યારે પણ રહ્યો. જ્યારે પણ મળે ત્યારે મળવાનો ઉમળકો અને ઉત્સાહ. હંમેશાં હસતો ચહેરો અને સાહજિક વાત કરવાની શૈલી. આ કુમારપાળભાઈને જ્યારે ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા, ત્યારે ભાષાભવનના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કરેલું પ્રાસંગિક ઉદ્ધોધન અમારા સૌની લાગણીને સ્પર્શી ગયું. અનેક પદો, પારિતોષિકો, પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત કર્યા પછી પણ સદાય નિરભિમાની અને સહજ રહેતા ડૉ. કુમારપાળભાઈની શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક યાત્રા સફળ બને અને તેઓ નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ. 497 સુનંદા શાસ્ત્રી Page #539 -------------------------------------------------------------------------- ________________ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ વિશે જ્યારે લેખ લખવાનો આવ્યો ત્યારે સૌપ્રથમ એ પ્રશ્ન થયો કે શરૂ ક્યાંથી કરું ? શું લખું અને શું ના લખું ? બીજાઓની જેમ ડૉ. કુમારપાળ દેસાઈ સાથેનો મારો પરિચય બહુ લાંબો નથી, છતાંય છ વર્ષના ટૂંકા પરિચયમાં પણ મેં કુમારપાળભાઈનું જે રૂપ જોયું, તેણે મારા આ લેખનું શીર્ષક સુઝાડ્યું. ડૉ. દેસાઈના વ્યવહારમાં મેં હમેશાં કરુણા અને લાગણી જ જોઈ રી-ડિફાઈનિંગ કરુણા એમના કરતાં ઉંમરમાં ઘણી નાની અને અનુભવમાં તો સાવ નાદાન હોવા છતાંય ડૉ. દેસાઈ તરફથી હમેશાં એક પિતા સમાન સ્નેહ મળ્યો છે. આ મોટા ગજાની વ્યક્તિ જ્યારે અમારા જેવા નવા આવેલા લોકોને સ્નેહથી આવકારે ત્યારે આવા માણસોની એક ખાસ જગ્યા અમારા હૃદયમાં બની જતી હોય છે. ડૉ. કુમારપાળ દેસાઈની લેખનયાત્રા વિશે મારે કાંઈ લખવાનું રહેતું નથી, કારણ કે એમના ઉપર અને એમની કલમે લખાયેલા સંખ્યાબંધ લેખો નૂતન ડામગ્ર અને પુસ્તકો ઘણું કહી જાય છે. આજે મને મારા વ્યક્તિગત અનુભવ વિશે જ લખવાનું મન થાય છે. પદ્મશ્રી ડૉ. દેસાઈ જ્યારે ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ તરીકે નિમાયા ત્યાર પછી ત્યાંની હવામાં એક વિશિષ્ટ પ્રકારની પ્રફુલ્લિતતા પ્રસરી ઊઠી. એનું મુખ્ય કારણ એ હતું કે ડૉ. દેસાઈએ તેમના આગમન બાદ તરત જ આખાય ભવનને એકસૂત્રથી 498 Page #540 -------------------------------------------------------------------------- ________________ બાંધવાની પરિકલ્પનાને વાસ્તવિકતા બનાવી દીધી. એમની મીઠી-મધુર વાણીએ સૌનાં હૃદય જીતી લીધાં. જ્યારે પણ કોઈ મુશ્કેલી કે સમસ્યા ઊભી થાય ત્યારે અમે વિના સંકોચે એમની પાસે પહોંચી જઈએ છીએ. તેઓ અત્યંત સરળતાથી અમારી વાત સાંભળીને ઉપાયોની સૂચી તૈયાર કરી દેતા હોય છે. અમારા દરેકનો પ્રશ્ન એ માત્ર અમારો જ ન રહેતાં ડો. દેસાઈનો બની જાય છે. એમના મુખે કાયમ એ જ સાંભળ્યું છે કે “ચિંતા ના કરશો. હું બધું સંભાળી લઈશ.” આમ અમને સૌને ચિંતામુક્ત રાખી ડૉ. દેસાઈ બધી જવાબદારી તેમના કાર્યક્ષમ ખભા ઉપર સહેલાઈથી ઉપાડી લે છે. ડૉ. કુમારપાળ દેસાઈની સંવેદનશીલતા અને પોતીકાપણાનો વધુ એક અનુભવ ત્યારે થયો જ્યારે મને ડિસેમ્બર ૨૦૦૩માં કાર અકસ્માત નડ્યો. ડૉ. દેસાઈએ મને સાંત્વના આપતાં ફરી એક વાર કહ્યું: ચિંતા ન કરીશ. બધું સારું થઈ જશે.” તેઓ તેમની અત્યંત વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને મારી ખબર કાઢવા મારા ઘર સુધી આવ્યા. ડો. દેસાઈ દયા અને કરુણા સૌ માટે રાખે પણ કાર્ય કરાવવામાં ક્યારેય બાંધછોડ ન કરે. પ્રેમથી પણ કામ તો કરવું જ પડશે એ વાત તેઓ બધાને વહાલથી ગળે ઉતારી શકે છે. ડૉ. દેસાઈ અભૂતપૂર્વ રીતે મહાવીરની કરુણા અને આધુનિક યુગની “મેનેજરિયલ સ્કિલ્સ વચ્ચે સમન્વય સાધી શક્યા છે. તેઓ કરુણાને રિડિફાઇન કરી શક્યા છે. આવા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાથે કાર્ય કરવાનો મોકો મળ્યો એ માટે હું પોતાને સદ્ભાગી ગણું છું અને તેમને કોટી કોટી વંદન કરતાં તેમની ઉત્તરોતર પ્રગતિ થાય અને તેઓ દીર્ઘ આયુષ્ય ભોગવે તેવી શુભેચ્છા. 499. નૂતન ડામોર Page #541 -------------------------------------------------------------------------- ________________ .. જ વુિં મહાન શિક્ષક પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈસાહેબના બહુવિધપ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો પરિચય તો હતો, પણ જૂન ૧૯૮૮માં એમની સાથે મારી પ્રથમ મુલાકાત થઈ. હું એસ. એલ. યુ. આર્ટ્સ એન્ડ ઠાકોર કોમર્સ કૉલેજ ફોર ગર્લ્સ, એલિસબ્રિજ, અમદાવાદમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપતો હતો, પણ મને પીએચ.ડી. કરવાની તીવ્ર ઇચ્છા હતી. તેથી એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરવાની તક મળે એવા શુભ આશયથી એમને મળવા ગયો. મેં એમને મારી વાત જણાવી. એમણે મારા માટે પીએચ.ડી.ના માર્ગદર્શક બનવાનું સ્વીકાર્યું. પ્રથમ મુલાકાતે જ એમના પ્રેમાળ, નિખાલસ, સરળ અને ઉમદા વ્યક્તિત્વનો અનુભવ થયો. આ મુલાકાત મારા જીવનસાગરમાં દીવાદાંડી સમાન યાદગાર બની રહી. પાંચ વર્ષ સુધી પીએચ.ડી. નિમિત્તે અભ્યાસકાર્ય ચાલ્યું. આટલા બધા વ્યસ્ત દેસાઈસાહેબ મારા મહાનિબંધનાં પ્રકરણો કઈ રીતે જોશે ? મેં એવું સાંભળ્યું હતું કે કેટલાક અધ્યાપકો તો મહાનિબંધનાં પ્રકરણો લઈને વિદ્યાર્થી આવે એટલે એ પ્રકરણો બાજુએ મૂકે. વિદ્યાર્થી પાસે પોતાનાં કામો કરાવે ! અરે ! એને લાઇટબિલ ભરવા કે ટપાલ નાખવા પણ મોકલે. ડૉ. કુમારપાળ દેસાઈસાહેબની પદ્ધતિ એવી કે વિદ્યાર્થીને વિષય આપતા પહેલાં પૂરો કસે ! નિયમ એવો કે મહાનિબંધના લેખનકાર્ય સમયે એણે બીજી કાલિદાસ પ્રજાપતિ 500 Page #542 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું એક વિદ્યાર્થિનીએ એમને કહ્યું કે સાહેબ, નવરાત્રી છે. મારી ગરબામંડળી છે. થોડાક દિવસ કામ અટકાવી દઉં? ત્યારે કુમારપાળભાઈએ આની સ્પષ્ટ ના પાડી હતી. મહાનિબંધના પ્રકરણની એકેએક લીટી તપાસે. ભાષાની નાની અશુદ્ધિ પણ ન ચાલે. વિદ્યાર્થી લખાણ આપે એટલે એમણે આપેલી પખવાડિયાની મુદતમાં એને પાછું મળે ! મને યાદ છે કે મારો મહાનિબંધ લઈને તેઓ વિદેશ ગયા હતા. એરપોર્ટ પર કે વિદેશમાં જ્યારે સમય મળે એટલે તરત જ એ મહાનિબંધ વાંચતા હોય ! સુધારા કરતા જાય અને નોંધ લખતા જાય. કદી વિદ્યાર્થીને પોતાનું કોઈ કામ ચીંધે નહીં, પણ વિદ્યાર્થીને કોઈ સહાયની જરૂર હોય તો સદાય તત્પર. વિદ્યાર્થી સાથે બીજી કોઈ વાત પણ નહીં. એ આવે. એના પ્રકરણની વાત કરે અને અસ્તુ. આ કારણે એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓ ઉપરાંત પાંચ-સાત વિદ્યાર્થીઓ તો “જગા ખાલી થવાની રાહ જોઈને બેઠા હોય. ઈ. સ. ૧૯૯૩માં મને પીએચ.ડી.ની પદવી મળી, ત્યારે પદવી મળવાના આનંદ કરતાં એક મહાન શિક્ષકના વિદ્યાર્થી બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું એનો વિશેષ આનંદ હતો. એમના દ્વારા નિમંત્રણો મળતાં ભિન્ન ભિન્ન કાર્યક્રમોમાં જવાનું થયું. આજ સુધી એ પરિચય મને ઉષ્મા, હૂંફ, માર્ગદર્શન આપી રહ્યો છે. મારા માટે ડૉ. કુમારપાળ દેસાઈ આદર્શ પ્રેરણામૂર્તિ બની રહ્યા છે. એમનામાં ભિન્ન ભિન્ન ગુણો, વિશેષતાઓ, શક્તિઓ અને દિવ્યગુણો છે જેની સૌરભ એમની આસપાસ રહેનાર વ્યક્તિઓ અવશ્ય અનુભવે છે. એમનો જીવનમંત્ર સતત પુરુષાર્થી રહેવાનો છે. એમણે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનામાં વિશેષ પરખશક્તિ છે. વિદ્યાર્થીને પ્રેમ અને પ્રેરણા આપી પથપ્રદર્શક બની એની શક્તિઓને બહાર લાવવાનું એમણે કાર્ય કર્યું છે, જેના કારણે એમના વિદ્યાર્થીઓ ભિન્ન ભિન્ન ક્ષેત્રે સ્વયંનું અને ડૉ. કુમારપાળભાઈનું નામ રોશન કરી રહ્યા છે. વિપરીત સંજોગોમાં સતત કર્મવીર બની ઉચ્ચ સિદ્ધિઓનાં સોપાનો સર કરી શકાય છે – આ તેમનો જીવનસંદેશ છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની સામાન્યથી માંડીને વિશેષ પ્રતિભાઓ એમના પ્રત્યે પ્રેમાદર વ્યક્ત કરે છે. તે જ સૂચવે છે કે એમનું વ્યક્તિત્વ કેટલું ચુંબકીય છે. આમ્રવૃક્ષ ફળોથી આચ્છાદિત બને તેમ તેની ડાળીઓ ધરા તરફ ઝૂકે છે. તે રીતે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં માન-સન્માન, ભિન્ન ભિન્ન એવૉર્ડ, ચંદ્રકો, પ્રસિદ્ધિ મળવા છતાં તેમની નમ્રતા અદ્ભત રહી છે. એમની કથની અને કરણીમાં એકરૂપતા છે. જૈન ધર્મ, આધ્યાત્મિકતાના ગહન અભ્યાસને લીધે એમનામાં દિવ્યતાના અંશો જોવા મળે છે. શિક્ષણ, સાહિત્યસર્જન, વિવેચન, સંશોધન, ચિંતન, સંપાદન, પત્રકારત્વ, અનુવાદ એમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં એમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. 501 કાલિદાસ પ્રજાપતિ Page #543 -------------------------------------------------------------------------- ________________ આંતરરાષ્ટ્રીય ચિંતક તરીકે પણ એમણે દેશવિદેશમાં અપાર લોકચાહના મેળવી છે. એમનાં સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક, આધ્યાત્મિક વ્યાખ્યાનો પ્રેરણાનાં પીયૂષ પાય છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહેવું તે કાંઈ નાનીસૂની વાત નથી. સતત પુરુષાર્થ, દઢ મનોબળ, આંતરિક સમૃદ્ધિ વિના આ બધું શક્ય નથી. એમના વિદેશ પ્રવાસો પણ ઉલ્લેખનીય રહ્યા છે. ગાંધીજીએ સાહિત્ય પત્રકારત્વનો ઉપયોગ બહુજનહિતાય કર્યો તે રીતે ડૉ. કુમારપાળભાઈએ બધી પ્રવૃત્તિઓમાં માનવને કેન્દ્રસ્થાને રાખ્યો છે. એમની સર્વ પ્રવૃત્તિઓ મૂલ્યલક્ષી રહી છે. સાહિત્યસર્જનને કલાતત્ત્વ જાળવીને જીવનલક્ષી બનાવ્યું છે. અનેક સંસ્થાઓ સાથે કડીરૂપ બને તેવા સેતુબંધો રચવામાં તેઓ કાર્યદક્ષ રહ્યા છે. સંસ્થાઓની સ્થાપના કરવી અને તેને સતત ધબકતી રાખવી એ દેસાઈસાહેબ પાસેથી શીખવા જેવું છે. એક વિશિષ્ટ પ્રતિભા બનવામાં એમને અનેક પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું હશે. જેમ સોનાની તપાવવું, ટીપવું, કાપવું અને ઘસવું એમ ચાર પ્રકારે કસોટી થાય છે. પણ છેવટે તો સોનાની ચમક જળવાઈ રહે છે, એમ યુગલક્ષણોના પરિપાક રૂપે એમણે પરીક્ષાઓ પાસ કરી હશે પણ એમના વ્યવહારમાં કોઈના પ્રત્યે કડવાશ જોવા મળી નથી. ક્ષમાભાવ જ શિરમોર રહ્યો છે. જૈન ધર્મને એમણે જીવનમાં ઉતાર્યો છે. ડૉ. કુમારપાળભાઈ ઈ. સ. ૧૯૭૦થી ગુજરાત સમાચારમાં ‘ઈટ અને ઇમારત” કોલમ લખે છે જે ઘણી જ લોકપ્રિય છે. એમના પિતા જયભિખ્ખ પહેલાં એ કૉલમ લખતા હતા. પિતાના અવસાન પછી એ જ કૉલમ ચાલુ રાખી એમણે એને ગૌરવ બક્યું છે. તે રીતે ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં ૧૯૬૦થી રમતગમતની કોલમ પણ લખે છે. એમણે ક્રિકેટ વિશે લખેલાં ત્રણ પુસ્તકો ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રસિદ્ધ થયાં છે. એમને બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો એવોર્ડ પણ મળ્યો છે. ગુજરાત સમાચારમાં એમની “ઝાકળ બન્યું મોતી', ‘આકાશની ઓળખ અને પારિજાતનો પરિસંવાદ' કૉલમો લોકપ્રિય બની છે. એમનો સર્જનકાલ નોંધપાત્ર છે. એમણે લખેલાં ૧૦૫ પુસ્તકો વિવિધ વિષયોને આવરી લે છે. એમણે હિંદી અને અંગ્રેજી ભાષામાં પણ પુસ્તકો લખ્યાં છે જે વિશેષ ઉલ્લેખનીય છે. તેમાં સંશોધનક્ષેત્રની સિદ્ધિઓ ઉલ્લેખનીય છે. એમણે ૧૪ સાહિત્યિક પારિતોષિકો મેળવ્યાં છે પણ છેલ્લે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી'નું રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું તે એમને રાષ્ટ્રીય કક્ષાએ મૂકી દે છે. ક્યારેક વિચાર કરું છું કે પદ્મશ્રી' જેવાં રાષ્ટ્રીય સન્માન મેળવનારી કેટલી વ્યક્તિનો મારે પરિચય છે? ત્યારે આ સન્માનની વિરલતા અને વિશિષ્ટતાનો ખ્યાલ આવે છે. આ સન્માન તો અલ્પવિરામ છે. હજી તો એવાં કેટલાંય સન્માનો એમને મળશે. ગૂર્જરભૂમિ આવા પનોતા પુત્રને બિરદાવતાં ધન્યતા અનુભવે છે. ગુર્જર ભૂમિના પનોતા પુત્ર Page #544 -------------------------------------------------------------------------- ________________ યુ વર્સસ યુ . કુમારપાળ દેસાઈ – મારા સર. જેમનું નામ નાનપણથી વાંચતી આવતી હતી અને ગુજરાતી ભાષાનો કક્કો શીખી ત્યારે ગુજરાત સમાચાર' વાંચતાં શીખી એ દિવસોથી જેમને જાણતી હતી તે મારા સર શ્રી કુમારપાળભાઈ દેસાઈએ મને પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે લેવાની હા પાડી એ મારું અહોભાગ્ય. એ દિવસ, એ ક્ષણ મને ક્યારેય નહીં ભુલાય. જ્યારે સરને મેં પહેલી વાર વિશ્વકોશના કાર્યાલયમાં ખૂબ નજીકથી જોયા. એમની સામેની ખુરશીમાં બેઠી. મારો પરિચય આપ્યો. અતિશય આનંદને લીધે હું મરક-મરક હસ્યા જ કરતી હતી. સર એક પછી એક એમનાં કામ ઉકેલતા જતા હતા. “હાં... તો બોલો પુનિતા... કયા કયા વિષય વિચારી રાખ્યા છે” સીધી વિષય અંગેની વાત. મને ખાતરી થઈ ગઈ – મારી નાવ પાર ઊતરશે. એ અગાઉ સરને માત્ર તસવીરોમાં જોયા હતા. વિદેશ વ્યાખ્યાન આપવા જતા, ચંદ્રક-સન્માનની નવાજેશ થઈ હોય કે કોઈ નવો કાર્યભાર સંભાળ્યો હોય તો તેની વિગતો ગુજરાત સમાચારમાં આવતી અને તેમની સુંદર સ્મિત સાથેની તસવીર. ક્યારેક થતું કે તસવીરમાં છે એવા જ હશે ? રૂબરૂ મળતી ત્યારે એ જ સ્મિતથી આવકાર. સંમોહન. તમે કામ કરે જ જાઓ. ને ભાર પણ ન લાગે. ને શરૂ થઈ મારી શોધ-સર્જન-લેખનયાત્રા. ગુજરાતી અખબારો અને નારીચેતના” એ વિષય પુનિતા હë 503 Page #545 -------------------------------------------------------------------------- ________________ પર સંશોધન કરવું એવું નક્કી થયું. એ અગાઉની સર સાથેની બેઠકોમાં મને ઘણા પ્રશ્નો થતા; જેમકે હું ગ્રામીણ પત્રકારત્વમાં જ પીએચ.ડી. કેમ ન કરી શકું? મહિલાઓ માટેના વિષયને લઈને હું માત્ર મહિલાઓના વિશ્વ સુધી સીમિત થઈ જઈશ. “ચેતના' અંગે કામ કરવું ઘણું અઘરું છે. થઈ શકશે કે નહીં ? વગેરે.... વગેરે... પણ સરે જે સમજાવ્યું – તે હજુય યાદ છે – જો પુનિતા, તારું એમ.ફિલ. ગ્રામીણ પત્રકારત્વમાં થયું. તેમાં તે પૂરતી પ્રામાણિકતાથી મહત્તમ કામ કર્યું. હવે એમાંથી બહાર આવી જવાનું. તેનું જ વળગણ કે આગ્રહ ઠીક નહીં. નવું કામ કરવાનું, નવા વિષયો વિચારવાના... રહી વાત મહિલાઓ માટેના વિષયને લઈને કામ કરવાની. તો તું મહિલાઓ સુધી જ સીમિત નહીં થઈ જાય. બબ્બે મહિલાઓના એવા અનેક પ્રશ્નો અને મુદ્દાઓ છે જે અંગે ભાષાકીય અથવા પ્રાદેશિક પત્રકારત્વમાં કંઈ કામ થયું નથી. તે કામ તું કરી શકીશ... કામ શરૂ કરીએ એ અગાઉ એ અઘરું અને મોટું લાગતું હોય છે. પછી સહેલું બની જતું હોય છે. જો એક કામ કર, પહેલાં તું ચેતનાને સમજ. પત્રકારત્વની કામગીરીને તેને સાથે લઈ જો. સમજણનું નવું વિશ્વ ખૂલશે. કમ્યુટરની ભાષામાં જેને વિન્ડો એક્સપ્લોરર' (window explorer) કહે છે તેવું શું કહેવું છે તારું.? ચેતના... એ મેન્ટલ મેકપ વિશે ?” ને આ ચેતનાને સમજવા ઘણું વાંચવું પડ્યું. વાંચ્યું, સમજ્યુ. આ યાત્રા દરમ્યાન, ‘ચેતનાને સમજવાની મથામણ દરમ્યાન જે માનસિક આંદોલનો થયાં છે તેને મેં જ અનુભવ્યાં અને ઝીલ્યાં, અને તેને પરિણામે થયેલ પરિવર્તનોને અમલમાં પણ મૂક્યાં છે. મને સમજાયું કે સંઘર્ષ, સાક્ષાત્કાર અને સમાધિ – આ ત્રણેય સ્થિતિમાં આપણે એકલાં જ હોઈએ છીએ. એટલે જ હું મારા શોધનિબંધમાં લખી શકી : “ચેતનાને માપી ન શકાય. એ માપવાની નહીં, પામવાની વાત છે.' સર, ચુસ્ત અને શિસ્તબદ્ધ અભ્યાસ કરાવનારા વિદ્યાર્થિની તરીકે મને કામ ન થયું હોય તો અમસ્તે કેમ મળવા જવાય ? એવો સંકોચ. એટલે એમણે સોંપેલું કામ થયું હોય ત્યારે જ તેમનો સમય લઈને મળવા જતી. ૧૫ મિનિટનો સમય આપ્યો હોય. મનમાં એમ પણ થાય કે ૧૫-૨૦ મિનિટમાં શું વાત થાય. હું મુદ્દા લખીને લઈ જતી. વાત નિરાંતે કરે. મારી પાસે ટાઇમ છે; તું નિરાંતે બોલ.' મારી નાની નાની વાતોને પણ એમણે ઘણું મહત્ત્વ આપ્યું છે. દરેક વખતે નવું કામ ચીંધે, નવા સંદર્ભોની વાત કરે ને પછી કહે, “બોલ, છે કંઈ પ્રશ્ન ?” પૂછતી, “સર, આટલી વ્યસ્તતા વચ્ચે પણ આટલો સમય કેવી રીતે કાઢી લો છો? બિઝી માણસો પાસે વધારે ટાઇમ હોય છે. ને એ જ સુંદર સ્મિત સાથે ‘આવજોનું વળામણું. વચ્ચે થોડો સમય મારું કામ ઢીલું પડી ગયું હતું. એક સેમિનાર માટેના પેપરને મેં જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વ આપી દીધું હતું. સરે સોંપેલ કામ થતું નહોતું. સરને મળવાનું થયું. “પુનિતા, 504 યુ વસેસ યુ Page #546 -------------------------------------------------------------------------- ________________ બધી વાતોથી ડીટેડ થઈ જા. મારા માટે તારું કામ સમયમર્યાદામાં પતે તે જરૂરી છે. એ દિવસે મને ખૂબ શરમ આવી. એ દિવસથી મારું કામ પત્યું ત્યાં સુધી સર અને મારી વચ્ચે કળણમાંથી બહાર કાઢનાર અને તેમાં ફસાયેલ જેવો નાતો હતો. પુનિતા, વિષયમાં ખૂંપી જઈને કામ કરે તો તે ચળવળ થઈ જાય. વિષય તારા પર હાવી થવો ના જોઈએ. વિષયની બહાર નીકળ. વિશ્લેષણાત્મક લખવું હોય તો વિષયમાંથી પૂરેપૂરા બહાર આવીને તેને સમજ અને લખ” ને આમ સર મારા લખાણને રદ કરતા, સુધરાવતા તો ક્યારેક તદ્દન ફરીથી લખાવતા. સર સાથેની કેટલીક નાની નાની પણ અગત્યની વાતો પણ અહીં કહેવી જ રહી. સરને મળવા હું જ્યારે પણ જાઉં– સર કહે: ‘ચા પીએ.' પછી વાતનો દોર પોતાના હાથમાં લે. ચા આવે ત્યાં સુધીમાં એમણે મને ઘણું બધું પૂછી લીધું હોય. હું મારા કામમાં ક્યાં સુધી પહોંચી એ એમની મોટી ચિંતા. પ્રકૃતિગત હું અતિશય સંવેદનશીલ હોવાને કારણે વારંવાર ધીમી પડી જાઉં, ત્યારે સર જ મને દઢ મનોબળ પૂરું પાડતા. મને ઊભી કરી દેતા. એમના પ્લાનિંગ કરતાં હું પાછળ ચાલતી હોઉં તો તરત મને પૂછે, “કેમ શું છે આ? ટાઇમ-ટેબલમાં ગરબડ કેમ? પુનિતા, આવું ન જ ચાલે. નાઉ ફાઇટ ટુ ફિનિશ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.' આ વાક્ય એમણે મને છેલ્લા બેત્રણ મહિનામાં અનેક વખત કહ્યું હશે. “ટુ બી ઓર નૉટ ટુ બી જેવી કોઈ વાત એમની સામે ચાલે જ નહીં. બીજી એક સરસ વાત એમણે મારો નિબંધ પૂર્ણ થવાને આરે હતો ત્યારે કરી : “આ પૂર્ણાહુતિ નથી. આ શરૂઆત છે. તું એક નવી દુનિયામાં પ્રવેશીશ. અનેક નેગેટિવ ફોર્સ કામ કરતા હશે. ડરી ગઈ, ડગી ગઈ તો ખલાસ. બીજું, કોઈની સાથે સ્પર્ધા કરીશ તો કદાચ ખોટે માર્ગે જતી રહીશ. તારી ખુદની સાથે જ સ્પર્ધા કર. You Vs You. દિવસો દિવસ તારું કામ જ તારી સામે ઊભું રહેશે. વધુ મેચ્યોર, અઘરું કામ કરવા તને શક્તિ મળશે. ઓલ ધ બેસ્ટ.' પીએચ.ડી.ને માટે થઈને અનેક મુલાકાતો લીધી. તે દરમ્યાન થયેલ સારા-ખોટા અનુભવો તેમણે સાંભળ્યા છે. મારું વિસ્મય સ્થિર ભાવે સાંભળ્યું, સંદર્ભો જેટલા જોયા એટલા એમણે ચકાસ્યા, વધુ પડતી ખોટી કહેવાય તેવી મહેનત કરતા પણ રોકી. માહિતીનું પૃથક્કરણ, પ્રકરણો પ્રમાણે લખવું. વંચાઈ જાય પછી ફરી લખવું, કમ્પોઝ, પ્રફરીડિંગ, બાઇન્ડિંગ આ તમામ અનિવાર્ય કાર્યો દરમ્યાન સરે સતત પ્રોત્સાહનનો પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. સતત હિંમત આપતા રહી, મારું લખાણ જોઈ, જરૂર જણાઈ ત્યાં એડિટ કરીને સરે મારા શોધનિબંધ ગુજરાતી અખબારો અને નારીચેતનાને એક ચોક્કસ આકાર આપ્યો છે. 505 પુનિતા હણે Page #547 -------------------------------------------------------------------------- ________________ પારિજાતનો પરિસંવાદ અને “ક્ષણનો સાક્ષાત્કાર દ્વારા સરને નિયમિત મળું છું. કેટલાય લેખો મારા માટે જ લખાયા હોય એવું લાગે. જોકે મારા જેવી લાગણી બીજા કેટલાયને થતી હશે. સર સૌના છે. મારા પણ. પ્રાથમિક શાળાથી અત્યાર સુધી હું જેટલા સાહેબો, બહેનો પાસે ભણી અને જેમના મેં ચરણસ્પર્શ કર્યા છે તેમના પગના અંગૂઠો અને આંગળાં મને યાદ છે. અમારા ઘરમાં સાંજે દીવો. અગરબત્તી કર્યા પછી અમે કેટલાક શ્લોકો બોલીએ છીએ. જેમાં મરાઠી પણ છે અને સંસ્કૃત પણ “ગુરુ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરઃ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્ પર બ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ” - આ શ્લોક સમયે હું બંધ આંખે એ તમામ સર, મેડમના પગને સ્પર્શ કરું છું, યાદ કરું છું, પ્રણામ કરું છું. ને ત્યારે એમાં એક એવા ચરણ પણ છે જે હમેશાં બુટમાં ઢંકાયેલા હોઈ – મેં જોયા નથી. એ મારા સરને પણ એ સમયે યાદ કરું છું, પ્રણામ કરું છું. મારા અધ્યાપક જીવનની ઇમારતના પાયામાં સરે એમના આશીર્વાદ અને માર્ગદર્શનની ઈંટ મૂકી છે, જે માટે હું જીવનપર્યત તેમની ઋણી રહીશ. મારા સરને હજુ ઘણાં કામ કરવાનાં છે. ઘણા એવોર્ડ્સ મેળવવાના છે. આ અદૃશ્ય શક્તિ, મારી તને પ્રાર્થના છે કે મારા સરને સ્વાસ્થસંપન્ન રાખજે અને નિરામય આયુષ્ય આપજે. બાકી બધું તો આપમેળે એમની તરફ ખેંચાતું આવતું જ રહેશે. 506 યુ વર્સસ યુ Page #548 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કુમારપાળ દેસાઈ જ્યારે નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં પ્રોફેસર હતા ત્યારે હું તેમનો વિદ્યાર્થી હતો. કૉલેજમાં દાખલ થયો એ પહેલાંથી જ તેમના નામથી પરિચિત હતો, એટલે તેમના વિદ્યાર્થી તરીકે ભણવાનો મોકો મળતાં જ ગર્વ મહેસૂસ ક૨વા લાગ્યો હતો. ‘ગુજરાત સમાચાર’નાં ‘શ્રી’ સાપ્તાહિકમાં મારી પ્રથમ ટૂંકી વાર્તા છપાયા બાદ, મારી નવી નવી કલમને પ્રોત્સાહનની ખૂબ જરૂ૨ હતી, યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા હતી. મને હજુય યાદ છે એ દિવસ, મારી વાર્તાઓનાં કટિંગ્સ બૉર્ડ ઉપર મૂક્યાં હતાં. તે જોઈને તેમણે મને સ્ટાફરૂમમાં મળવા બોલાવ્યો હતો. મારો અને તેમનો આ પ્રથમ પરિચય હતો. સામાન્ય રીતે, નવાસવા વિદ્યાર્થીને પ્રોફેસર સમક્ષ ઊભા રહેતા જ ડર લાગે ! પ્રથમ મુલાકાતમાં જ મને મારા સરે' ખાસ્સો પ્રભાવિત કરી નાખ્યો હતો. તેમના શબ્દેશબ્દમાં મને પ્રેરણારૂપ બનવાનો રણકો સંભળાયો હતો. ‘ગુરુ વિના જ્ઞાન નહિ' એ વાત સ્વીકારી લઈને, મેં મનોમન તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી લીધા હતા. પછી તો હું નાની નાની મૂંઝવણ લઈને તેમની સમક્ષ ઊભો રહેતો. જાણે ગુસ્સે થવાનું તો તેમના સ્વભાવમાં જ નથી. હંમેશાં મલકાતો ચહેરો ! મારી મૂંઝવણ કે મુશ્કેલી દૂર કરવાનો ખ્યાલ જાણે તેમને પહેલેથી જ આવી ગયો હોય તેમ તેઓ પૂછતા : બોલ, મારે તને કઈ રીતે મદદ કરવાની છે ? નિઃસંકોચ કહે.' 507 કોટિ કોટિ વંદન કૈલાસ નાયક Page #549 -------------------------------------------------------------------------- ________________ તેમના શબ્દોમાં જ એટલી બધી આત્મીયતા હતી કે મારું અડધું દુઃખ તો તેમને મળ્યા બાદ જ ઓછું થઈ જતું. તેઓ હંમેશાં યોગ્ય સલાહ આપતા. મારી કલમ વિકસે એ માટે મૂલ્યવાન સૂચન કરતા. હું હોસ્ટેલમાં રહીને ભણતો એટલે અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમતો હતો. કલમના જોરે ભણતો હતો અને કમાતો હતો. મારી મુશ્કેલીઓને, જાણે મારા ચહેરા પરથી વાંચી લીધી હોય તેમ તેઓ મારા જીવનમાં માત્ર એક પ્રોફેસર તરીકેની જ નહિ, એક ગુરુ તરીકેની નહિ, બલ્ક એક મોટાભાઈ તરીકેની ભૂમિકા પણ ભજવવા લાગ્યા હતા. મારા હતાશ જીવનમાં, મારા નિરાશ જીવનમાં તેમણે હંમેશાં અંધકારમાં જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો. ક્યારેક ઉપકાર ન કરતા હોય એવી ભાવના સાથે તેઓ મારી સાથે વ્યવહાર કરતા. તેઓ મનોમન એક આદરણીય અને પૂજનીય વ્યક્તિ તરીકે મારા હૃદયમાં સ્થાપિત થવા લાગ્યા હતા. કૉલેજના બીજા વર્ષમાં મને પત્રકારત્વનો વિચાર આવ્યો હતો. મેં વાત કરી. તેમણે કૉલેજ છૂટ્યા બાદ મને મળવાનું કહ્યું હતું. હું મળ્યો હતો. મને રિક્ષામાં મસ્તુભાઈને મળવા લઈ ગયા હતા. એ દિવસોમાં ભવન્સ કૉલેજમાં જર્નાલિઝમનો કોર્સ ચાલતો હતો. મસ્તુભાઈ સાથે મારો પરિચય કરાવ્યો હતો અને મારી પત્રકારત્વના કોર્સમાં જોડાવાની વાત તેમણે જ કરી હતી. ગ્રેજ્યુએટ થયા બાદ જ એ કોર્સમાં પ્રવેશ મળતો હતો, છતાં વિશેષ મંજૂરી લઈને પણ મને પ્રવેશ મળે તેવો તેમણે આગ્રહ રાખ્યો હતો. પ્રવેશ તો શક્ય બન્યો હતો, પણ ફીની રકમ સાંભળીને મારી મૂંઝવણ વધી ગઈ હતી. મસ્તુભાઈના ઘરથી બહાર નીકળીને મેં કહ્યું હતું, “સર ! પત્રકારત્વ તો કરવું છે, પણ ફીની રકમ ભરવી મારા માટે શક્ય નથી !” જેને ભણવું છે, તેણે ફીની ચિંતા ન કરવી જોઈએ !” ડૉ. કુમારપાળ દેસાઈએ મને કહ્યું હતું અને ઉમેર્યું હતું, “કાલે તું મને રિસેસમાં મળજે!” હું બીજે દિવસે તેમને મળ્યો હતો. તેઓ મને રિક્ષામાં હીરાલાલ ભગવતીના બંગલે લઈ ગયા હતા. તેમને મળીને કહ્યું હતું. “આ મારો વિદ્યાર્થી પત્રકારત્વ કરવા માંગે છે. તેની પાસે ફી નથી.” “કંઈ વાંધો નહિ, આપણે આપીશું.” હીરાલાલ ભગવતી બોલ્યા હતા અને તેમની ઑફિસમાંથી ફી લઈ જવા કહ્યું હતું. બંગલામાંથી બહાર નીકળ્યા બાદ કુમારપાળ સાહેબે પૂછ્યું હતું, “હવે તો પત્રકારત્વ કરવું છે ને !” હા સર !” મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. એ ક્ષણે મને અહેસાસ થયો હતો કે તેઓ માત્ર મારા માર્ગદર્શક જ નહિ, સાચા હમદર્દ પણ બની રહ્યા છે. તેઓ કૉલેજમાં ભણાવતા હોય કે પત્રકારત્વના કોર્સમાં, તેમની દરેક વાત હું ધ્યાનથી સાંભળતો. એક પ્રોફેસર તરીકે તેમની વિશેષતા એ હતી કે તેઓ જે કંઈ સમજાવતા તે ખૂબ પ્રેમથી સમજાવતા. વાણી અને વ્યવહારમાં તેમના વ્યક્તિત્વનો એક અલગ અંદાજ હતો. પોતાની વિચારસરણીને અનુસરવાનો ક્યારેય 508 કોટિ કોટિ વંદન... Page #550 -------------------------------------------------------------------------- ________________ આગ્રહ નહોતો, છતાં તેમના વ્યક્તિત્વનો પ્રભાવ પડે એ ગમતું. તેઓ ક્યારેય હઠાગ્રહ કે દુરાગ્રહ રાખતા નહોતા, બબ્બે મદદરૂપ થવાની ભાવના હંમેશાં રાખતા. ગુરુશિષ્ય વચ્ચેના સંબંધમાં એક મર્યાદાની દીવાલ હોય છે. એ દીવાલ તો હતી જ છતાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક સંબંધ દિનપ્રતિદિન વધુ ને વધુ મજબૂત થતો રહ્યો હતો. વિદ્યાર્થીને સમજવાનો જે ગુણ તેમનામાં છે, તે ભાગ્યે જ કોઈનામાં હશે ! અભ્યાસમાં તકલીફ હોય તો પ્રોફેસર આપણી મુશ્કેલીઓ દૂર કરે, એવા ચીલાચાલુ શિરસ્તાથી પર રહીને અમારા ગુરુશિષ્યનો સંબંધ વિકસ્યો હતો. માત્ર કૉલેજ-કમ્પાઉન્ડ પૂરતો જ મર્યાદિત નહોતો. તેમના ઘર સુધી વિસ્તર્યો હતો અને ઘરોબો કેળવાયો હતો. કૉલેજ હોય કે ઘર, કુમારપાળસાહેબનો પ્રેમ એકસરખો જ મળતો રહ્યો હતો. તેઓ સામે ચાલીને મુશ્કેલીઓ પૂછતા અને હલ કરતા. એવો ગુણ દરેક પ્રોફેસરમાં નથી હોતો. દરેક ગુરુમાં નથી હોતો. આજે ગુરુશિષ્ય વચ્ચેનું અંતર દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કહેવાનું મન થાય છે કે કુમારપાળસાહેબમાં ક્યારેય ગુરુનો ગર્વ જોવા મળ્યો નહોતો. તેમનાં વાણી-વ્યવહારમાં અહમૂનો અનુભવ થયો નહોતો બલ્ક હંમેશાં એક નમ્ર માનવનાં દર્શન થયાં હતાં. પ્રોફેસર, લેખક, ચિંતક, ક્રિકેટ-સમીક્ષક અને પદ્મશ્રી. તેમના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓમાં પણ તેઓ સૌમ્ય, સરળ, પ્રેમાળ, લાગણીશીલ અને નમ્ર રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ વિરાટ બન્યું, છતાં તેમનામાં રહેલો માનવ તરીકેનો સગુણ પ્રસંગોપાત્ત છતો થતો રહ્યો. ક્રોધ, ઈર્ષા કે ગુસ્સા જેવા દુર્ગણો ગળી જનારા ડૉ. કુમારપાળ દેસાઈને જ્યારે જ્યારે મળવાનું થાય છે ત્યારે ત્યારે તેમના શિષ્ય હોવાનો ગર્વ મહેસૂસ થાય છે. આવા ગુરુને કોટિ કોટિ હૃદયપૂર્વકના વંદન! 509 કૈલાસ નાયક Page #551 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક સારસ્વત ૧૯૯૨-૯૪નાં વર્ષોમાં મને દેસાઈસાહેબના આધ્યાત્મિકતા-સભર વ્યક્તિત્વના સાંનિધ્યનો લાભ મળ્યો. પ્રથમ વ્યાખ્યાનથી જ ઈંટ અને ઇમારત'ના સર્જક વ્યક્તિત્વનો પરિચય થવા માંડ્યો. સાહેબ સરસ્વતીચંદ્ર વિશે વાત કરતા હતા. પ્રસંગ હતો – અલક અને નવીનચંદ્રના પરસ્પર મોહનો. સાહેબ વિગતે વાત કરતા હતા. તેમના શબ્દો આજે પણ મને સંભળાઈ રહ્યા છે : “એક દિવસ ઊંઘમાં અચાનક સરસ્વતીચંદ્ર પડખું બદલે છે અને તેનો હાથ અલકના ખભા પર પડ્યો અને તે ધીરે ધીરે તેના વક્ષસ્થળ પર આવી અટક્યો. વનલીલાએ કુમુદને વાત કરી, તેને પારાવાર દુઃખ થયું. સારંગી પર ‘શુભ સ્વર્ગમાં વસવનારી તે ચડી પડી હરશિરે' - એ ગીત ગાઈને તેણે સરસ્વતીચંદ્રના આત્માને ઢંઢોળ્યો. સરસ્વતીચંદ્ર જાગ્યો અને કહે છે : “અલકબહેન, હું તમારો ભાઈ થાઉ હોં.” – વિદ્યાર્થીઓના નૈતિક જીવનઘડતરની જાણે પ્રથમ ઇંટ મુકાતી હોય તેવો આફ્લાદકારી અનુભવ હતો એ ! આવા નિર્મળ હૃદયના અને નિખાલસ સ્વભાવના દેસાઈસાહેબનો સંગ જીવનવાટમાં નિરંતર પ્રકાશ પાથરી રહ્યો છે. જ્ઞાની હોવું અને કરુણાવાન હોવું અશક્ય નહીં તો મુશ્કેલ જરૂર છે. કરુણા વગરની પ્રજ્ઞા ક્યારેય પ્રજાળનારી હોઈ શકે. કરૂણાવાન પ્રજ્ઞા હોય તો જ વિદ્યાર્થીનું જીવનઘડતર શક્ય બને. દેસાઈસાહેબના વ્યક્તિત્વમાં મેં સાચા અર્થમાં આવું ઋષિપણું અનુભવ્યું છે. એમ.એ. ભાગ-૨માં અમારે દીપક પંડચા Page #552 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય-સર્જક તરીકે અભ્યાસક્રમમાં નર્મદ હતા. ડાંડિયો' સામયિક નર્મદ કેટકેટલી આર્થિક સંકડામણો વેઠીને પણ બહાર પાડતા તેની વાત કરતાં કરતાં દેસાઈસાહેબે કહેલા શબ્દો યાદ આવે છે. “તમારામાંથી કોઈને કે તમારા ધ્યાનમાં કોઈ આવા સાહિત્યસર્જક-મિત્રને આર્થિક મુશ્કેલી હોય તો મને મળજો.” કેવું સંવેદનશીલ, કરુણાસભર અને ઉમદા વ્યક્તિત્વ ! એમને નિસ્પૃહભાવે એમના વિદ્યાર્થીઓનું જે હિત અને વિકાસ ઇજ્યાં એટલું જ નહીં, પણ જે યોગદાન આપ્યું છે તે અવર્ણનીય છે. એમની આવી સહૃદયતા એમને ગુરુકુળના ગુરુ બનાવે છે. આવા સેવાપરાયણ ગુરુ મળવા એ પણ એક ભાગ્યની વાત છે. પોતાનાં વર્ગવ્યાખ્યાનોમાં નિર્લેપ સ્નેહ દ્વારા સતત હૂંફ આપે, આત્મવિશ્વાસ જગાવે અને વિદ્યાર્થીઓને ઉદાત્ત બનાવે. અમને એમ.એ. ભાગ-૧માં પશ્ચિમની સાહિત્યમીમાંસા ભણાવે પ્લેટો – ઍરિસ્ટોટલના અનુકરણવિચાર વિશે વાત કરતાં માર્મિક રીતે કહે : “પ્લેટોનો વાંધો કુ-કવિઓ સામેનો હતો, સુ-કવિઓ સામેનો નહીં.” લોન્જાઇનસની ઉદાત્તતાની વિભાવના ચર્ચતા, નરસિંહ, મીરાં, ગોવર્ધનરામ, ન્હાનાલાલ જેવા ગુજરાતી સારસ્વતોનાં ઉદાહરણોની સાથે સાથે ટાગોર, પ્રેમચંદ, કાલિદાસ, ભવભૂતિ, શેક્સપિયર, દાજો વગેરે જેવા વૈશ્વિક સારસ્વતોના સાહિત્ય-સર્જનમાંથી ઉદાહરણો આપી – સમજને પુષ્ટ કરે. એટલું જ નહીં પણ ગાંધીજી, મધર ટેરેસા, રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ જેવી વિભૂતિઓ દ્વારા જિવાયેલા ઉદાત્ત જીવનની વાત કરી વિદ્યાર્થીઓમાં ઉમદા ચરિત્ર વિકસે તે હેતુથી સંસ્કારસિંચન કરે. ગાંધીજી વિશે વાત કરતાં એક વખત કહે: “ગાંધીજી પ્રત્યેક માનવમાં ઈશ્વરનો અનુભવ કરતા. અન્યના દુઃખે દુઃખી થવું એ ગાંધીજીનું સ્વ-કર્મ હતું, એ જ એમનો સ્વધર્મ હતો.” ધર્મની, આધ્યાત્મિકતાની સાચી વિભાવના વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ દેસાઈસાહેબની વર્ગ-વ્યાખ્યાનોની મુખ્ય લાક્ષણિકતા હતી. આ રીતે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં ઉદાત્ત બનાવતાં તેમના એ વર્ગ-વ્યાખ્યાનો દેસાઈસાહેબમાં રહેલાં ઉદાત્ત આધ્યાત્મિક સારસ્વતનાં દર્શન કરાવે છે. વિદ્યાર્થીને પોતીકો બનાવવાની ભાવનાવાળા, વિદ્યાર્થી સાથે આત્મીય સંબંધ બાંધીને તેની ભરપૂર માવજત કરનારા એક સ્વ-જન તરીકે મેં એમને નિહાળ્યા છે. મારા પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકેનાં એમની સાથેનાં અનેક સંસ્મરણો મને યાદ આવે છે. એક દિવસ હું શોધનિબંધનું એક પ્રકરણ ચકાસરાવવા આપવા માટે સાહેબના ઘેર ગયો. સાહેબ જમતા હતા. મને આવેલો જોઈ જમતાં જમતાં ઊભા થઈ મારો હાથ પકડી પ્રેમાગ્રહપૂર્વક મને સાથે જમવા બેસાડ્યો ત્યારે જ જંપ્યા. કેટલાક સંબંધો એવા હોય છે, જેને પ્રેમસંબંધ સિવાય બીજું નામ ન આપી શકાય. દેસાઈસાહેબ એટલે પ્રેમનું મૂર્ત રૂપ. 511 દીપક પંડ્યા Page #553 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીને એની મુશ્કેલીમાં ઉપયોગી થવાની, દેસાઈસાહેબના જીવન-સૌંદર્યનો સાક્ષાત્કાર કરવાની એક ઘટના મારી જાત સાથે જોડાયેલી છે. ૧૯૯૪માં એમ.એ. ભાગ-૨નું પરિણામ જાહેર થયું. મારું પરિણામ અટકાવવામાં આવ્યું હતું. તપાસ કરી તો ખબર પડી કે મારો લઘુશોધનિબંધ ગુમ થઈ ગયો હતો. મેં સાહેબને વાત કરી. સાહેબ તરત જ મારી સાથે યુનિવર્સિટી કાર્યાલયમાં આવ્યા. તત્કાલીન ઉપ-કુલપતિ ડૉ. ચંદ્રકાંત મહેતા પાસે જઈ તેમણે જે રજૂઆત કરી તે મને જીવનભર યાદ રહેશે: “આ દીપક, મારો પ્રિય અને હોશિયાર વિદ્યાર્થી છે. તેણે જમા કરાવેલો લઘુશોધનિબંધ કોઈ કારણસર ખોવાઈ જતાં તેનું એમ.એ. ભાગ-રનું પરિણામ અટકાવવામાં આવ્યું છે. તો તાત્કાલિક અન્ય વ્યવસ્થા કરો.” તેમણે મારી પાસેની શોધ-નિબંધની અંગત નકલ લઈ તેને તપાસડાવવાની વ્યવસ્થા કરી શક્ય હોય તેટલું ઝડપથી મારું પરિણામ જાહેર કરાવ્યું. વિદ્યાર્થીના જીવનપ્રશ્નને આ રીતે પોતીકો બનાવી ઉત્સાહભેર તેના હલ સુધી સાથ આપનાર દેસાઈસાહેબની વાત્સલ્યમૂર્તિ મારા હૃદયમાં હંમેશ માટે અંકિત થયેલી રહેશે. આવા પ્રો. દેસાઈસાહેબ એટલે અનેક વિદ્યાર્થીઓના વહાલા અધ્યાપક, સંકોચ કે ડર વગર એમની કેબિનમાં જઈ શકાય, પોતાની કોઈ પણ મૂંઝવણ વિશે વાત કરી શકાય. પુનઃ જન્મ લેવાનું થાય તો તમે શું બનવાનું પસંદ કરો ?” – એવા એક પ્રશ્નના ઉત્તરમાં દેસાઈસાહેબે કહેલું: “સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું, આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું તેવો માનવદેહ ફરી મળે તેવી ઈશ્વરને મારી પ્રાર્થના રહી છે.” મારી પણ પ્રાર્થના ઈશ્વરને એ જ છે કે આવા આધ્યાત્મિક સારસ્વત, સંવેદનશીલ માર્ગદર્શક-ગુરુ મને ભવોભવ મળતા રહો. 512 આધ્યાત્મિક સારસ્વત Page #554 -------------------------------------------------------------------------- ________________ દિક દાર મૂલ્યનિષ્ઠ શિક્ષક જરાતની પવિત્ર ભૂમિ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો, વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો અને ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોથી ઊજળી છે. આ ગોરવવંતી પરંપરાને સંવર્ધિત અને સંમાર્જિત કરવામાં જેમનું નામ આજે આદરપૂર્વક લઈ શકાય તેવું વિરાટ અને વત્સલ વ્યક્તિત્વ છે ડૉ. કુમારપાળ દેસાઈ. ઈ. સ. ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને જ્યારે તેમને ભારત સરકાર તરફથી પાશ્રીનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે અચાનક જ મનમાં પ્રશ્ન ફુર્યો કે “સાહેબના કયા ક્ષેત્રના પ્રદાનને પદ્મશ્રી કમિટીના સભ્યોએ વિશેષ મહત્ત્વ આપ્યું હશે ? સાહિત્ય, શિક્ષણ, જૈનદર્શન, રમતગમત, પત્રકારત્વ આવાં કેટલાંય ક્ષેત્રોમાં તેમનું વિશેષ નોંધપાત્ર પ્રદાન છે અને દરેક ક્ષેત્રમાં તેમણે એક યા બીજી રીતે સિદ્ધિનાં સોપાનો સર કર્યા છે. ભારત સરકારના આ નિર્ણય એક માત્ર કુમારપાળ દેસાઈનું વ્યક્તિગત ગૌરવ નથી, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. પ્રસ્તુત લેખમાં ડૉ. કુમારપાળ દેસાઈના આદર્શ શિક્ષક તરીકેના પાસાની થોડીક અંગત વાત કરવી છે. ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મારે કૉલેજના પ્રથમ વર્ષથી પ્રત્યક્ષ પરિચય. આ પહેલાં મારા પિતા અને મારા આદરણીય વડીલ ડૉ. ચંદ્રકાંત મહેતા દર્શના ત્રિવેદી s13 Page #555 -------------------------------------------------------------------------- ________________ સાહેબના લીધે મને દેસાઈ સાહેબનાં લખાણોનો આછેરો પરિચય તો હતો જ. પણ દેસાઈ સાહેબને પ્રથમ વાર મળવાનું થયું ૧૯૮૦ની સાલમાં આ વર્ષે મેં નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો. આમ તો હું અંગ્રેજી સાહિત્યની વિદ્યાર્થિની અને ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક. એટલે કૉલેજકાળ દરમ્યાન હું તેમના વર્ગમાં તેમની સામે બેસીને તો ક્યારેય ભણી નથી, પણ કૉલેજની ઇતર પ્રવૃત્તિઓ જેવી કે વષ્નત્વસ્પર્ધા, નિબંધલેખન, કાવ્યપઠન, ચર્ચા વગેરે માટે મેં જેટલો સાહેબનો લાભ લીધો છે તેટલો કદાચ તેમના ગુજરાતીના વિદ્યાર્થીઓએ પણ નહીં લીધો હોય ! યુવક મહોત્સવમાં કાવ્યપઠન હોય કે એકપાત્રીય અભિનય, સાહેબે મને ખૂબ પ્રેમથી, મીઠાશ અને મૃદુતાથી ક્યારેક પિતૃવત્ તો ક્યારેક મિત્રવતું માર્ગદર્શન આપ્યું છે. કૉલેજમાં તેઓ સવારે વ્યાખ્યાનોમાં વ્યસ્ત હોય તેથી મને કહેતા, “સાંજે મલ્ટિકોર્સની ઑફિસમાં મળીએ.” સાંજે જ્યારે મળીએ ત્યારે નાનામાં નાની બાબત ઝીણવટપૂર્વક શીખવતા. “આ વિચારને આપણે આ રીતે મૂકીએ તો કેવું? આપણે આ સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારો કરીએ તો ? મને આખું વક્તવ્ય સભામાં બોલતી હોય તેમ બોલી બતાવ” એટલી સહજ અને પ્રેમાળ સૂચનાઓ આપતા કે ધીરે ધીરે મારો આત્મવિશ્વાસ ઘડાતો ગયો. વાચન અને વિચારોની સ્પષ્ટતા કેળવાતી ગઈ અને સાહેબના માર્ગદર્શનના પરિણામે મને દરેકે દરેક વર્ષે યુવક મહોત્સવો અને અન્ય સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ બદલ રાજ્ય કક્ષા સુધીનાં પ્રમાણપત્રો મળતાં રહ્યાં. ત્યારથી મેં મનમાં નિશ્ચય કર્યો કે દેસાઈ સાહેબના વર્ગમાં બેસીને ભણવા મળે તો કેવું? અને મેં અંગ્રેજી વિષયની સ્નાતકની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વનો ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું. આ અભ્યાસક્રમમાં દેસાઈ સાહેબ અખબારી લેખન ભણાવતા. લેખનના સિદ્ધાંતો એ એટલી સરળતાથી ભણાવતા કે વર્ષ દરમ્યાન જ અમને થિયરી અને પ્રેક્ટિકલનું જ્ઞાન પ્રાપ્ત થતું. અમારી ગુરુ-શિષ્યની સ્નેહાળ યાત્રાનો ત્રીજો મોડ આવ્યો જ્યારે હું ભાષાસાહિત્યભવનમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે જોડાઈ. ત્યાર પછી સાહેબ ભાષાસાહિત્યભવનમાં નિયામક અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમાયા. પણ આ બધાંથી અમારા સંબંધો તો એ જ વત્સલ ગુરુશિષ્યાના રહ્યા. સાહેબ આજે પણ મારો પરિચય તેમની વિદ્યાર્થિની તરીકે આપે છે. મારે મન તો હજુ પણ સાહેબ અમારા વહાલસોયા કુમારભાઈ' જ છે. એક આદર્શ શિક્ષક કેટલો મૂલ્યનિષ્ઠ હોઈ શકે તેનું જીવંત ઉદાહરણ છે ડૉ. કુમારપાળ દેસાઈ. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકોમાંના શબ્દો કે સિદ્ધાંતો નથી ભણાવતા પણ તેમને સામાજિક મૂલ્યો અને માનવીય મૂલ્યો પરત્વે જાગ્રત કરે છે. સાહિત્ય, શિક્ષણ અને ચિંતનને તેઓ સાથે રાખીને ચાલે છે. જ્યારે શિક્ષક સમાજ સાથે નિસ્બત ધરાવે છે ત્યારે તે મૂઠી ઊંચેરો માનવી 514 મૂલ્યનિષ્ઠ શિક્ષક Page #556 -------------------------------------------------------------------------- ________________ બને છે. સામાજિક મૂલ્યોને ઉજાગર કરતો શિક્ષક અસ્મિતાનો રક્ષક અને શુચિતાનો પ્રહરી બને છે. આ નિસ્બતને કુમારપાળ દેસાઈમાં જોઈ છે. જ્યારે તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવન દ્વારા યોજવામાં આવેલા શુભેચ્છા સમારંભમાં તેમણે કહેલું, “મને દુઃખી અને ગરીબ લોકોની ચીસો સંભળાય છે. મારે દીનજનોનાં આંસુ લૂછવો છે.” આ ઉદ્ગારો વ્યક્ત કરનાર વ્યક્તિને મન માન, સન્માન અને એવૉર્ડ કરતાંય માનવતાનું મૂલ્ય કેટલું ઊંચું છે! પિતા તરફથી મળેલા સાહિત્યશિક્ષણના વારસાને અને માતા તરફથી મળેલી માત્ર બે શબ્દોની શીખ, “ઊંચું જોજેને પોતાના જીવનમાં સંપૂર્ણપણે ચરિતાર્થ કરનાર કુમારભાઈની આંતરયાત્રા સમૃદ્ધ બને અને બાહ્ય યાત્રા અનુકૂળ બને તેવી અભ્યર્થના. આ પ્રસંગે વિદ્યાર્થિની તરીકે આશીર્વાદ માગવાનું મન થાય, “પુત્ર શિષ્ણાત પર ઝયં વાંચ્છતા” 515 દર્શના ત્રિવેદી Page #557 -------------------------------------------------------------------------- ________________ નવી ક્ષિતિજના સર્જક વાત છે ૧૯૮૪ની. ન્યૂયોર્ક શહેરમાં આવેલા જેને સેન્ટર ઓફ અમેરિકાએ પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવાનો વિચાર કર્યો. ન્યૂયોર્ક શહેરના આ જૈન સેન્ટરમાં અગાઉ પૂ. શ્રી સુશીલમુનિજી અને પૂ. ગુરુદેવ ચિત્રભાનુજી આવી ચૂક્યા હતા. આને પરિણામે પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે એક વાતાવરણ સર્જાયું હતું અને ન્યૂયોર્કનો સમગ્ર જૈનસમાજ એમાં ઉત્સાહભેર સામેલ થતો હતો. અમે ૧૯૮૪ની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે કોને નિમંત્રણ આપવું તેની ચર્ચાવિચારણા કરતા હતા. એક વાત તો એ હતી કે જૈન સેન્ટર ઓફ અમેરિકા(ન્યૂયોર્ક)નાં પ્રવચનોમાં જૈન ધર્મના તમામ સંપ્રદાયોનાં ભાઈ-બહેનો એકસાથે મળીને ભાગ લેતાં હતાં. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી કે તેરાપંથી એવા જુદા જુદા સંપ્રદાયને બદલે સહુ સાથે બેસીને જૈન ધર્મનાં વ્યાખ્યાનો સાંભળતાં હતાં, આથી અમે એવી વ્યક્તિની શોધમાં હતાં કે જે કોઈ સાંપ્રદાયિક સંકુચિત વિચારસરણી ધરાવતા ન હોય. જો વ્યાખ્યાનોમાં અમુક સંપ્રદાયની વિચારધારાને જ માત્ર પ્રાધાન્ય મળતું હોય તો તેનાથી સમાજમાં ભેદભાવ ઊભા થાય અને નાનો સમૂહ વીખરાઈ જાય. આથી ધર્મનાં મૂળ તત્ત્વોને સમજાવનારી અને વ્યાપક દૃષ્ટિ ધરાવનારી વ્યક્તિની અમે શોધ કરતા હતા, કે જેમની પાસેથી ન્યૂયોર્કના શ્રોતાજનોને વૈશ્વિક અને આધુનિક સંદર્ભમાં ધર્મનાં સનાતન નગ્નેશ શાહ ડા6 Page #558 -------------------------------------------------------------------------- ________________ રહસ્યોની જાણકારી પ્રાપ્ત થાય. અમે આ સંદર્ભમાં કુમારપાળભાઈનું નામ સાંભળ્યું અને તેમને પર્યુષણ પર્વમાં પ્રવચન આપવા માટે નિમંત્રણ આપ્યું. અમેરિકામાં ડૉ. કુમારપાળ દેસાઈની આ સર્વપ્રથમ પર્યુષણ વ્યાખ્યાનમાળા હતી. પર્યુષણ પર્વની પૂર્વે ૧૯૮૪ની ત્રીજી જૂન અને છઠ્ઠી જૂને એમણે વક્તવ્ય આપ્યું અને એ પછી અગિયારમી સપ્ટેમ્બરથી ઓગણીસમી સપ્ટેમ્બર સુધી સતત અને અવિરત પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાઈ. એમના પ્રથમ પ્રવાસમાં જ એમની આગવી વ્યાખ્યાનશૈલી, ગહન વાતને સરળતાથી સમજાવવાની કુશળતા, વ્યાપક દર્શન અને ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને એના એક એક મુદ્દાની વિશેષતા દર્શાવવાની એમની પદ્ધતિ સહુને મોહિત કરી ગઈ. એમાં પણ વેસ્ટર્ન વર્લ્ડમાં રહેલા જૈનોએ એક અર્થમાં કહીએ તો પહેલી વાર આટલા વ્યાપક સંદર્ભમાં, અત્યંત આધુનિક દૃષ્ટાંતો સાથે અને વર્તમાન જીવનને લક્ષમાં રાખીને ધાર્મિક વ્યાખ્યાનોનું પાન કર્યું. આને પરિણામે સૌપ્રથમ તો ધર્મ કોઈ પ્રાચીન અથવા તો ભૂતકાળની કોઈ વાત કરે છે એવું લાગવાને બદલે એમણે આ ધર્મની ભાવનાઓ સાંપ્રત સમયમાં પણ જીવનને કેટલી લાભદાયી છે તે દર્શાવ્યું. આથી સમાજમાં જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતો તરફ વિશેષ રુચિ પ્રગટી. ડૉ. કુમારપાળ દેસાઈનાં ઉદાહરણોમાં મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિથી માંડીને મહાત્મા ગાંધી અને રવિશંકર મહારાજનાં ઉદાહરણો તો આવતાં, પણ તેની સાથોસાથ અબ્રાહમ લિંકન અને જ્યોર્જ વૉશિંગ્ટનની વાત પણ એમનાં વ્યાખ્યાનોમાં વણાઈ જતી. આને પરિણામે એમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે જૈન, જૈનેતરો અને અન્ય ધર્મ અને જાતિની વ્યક્તિઓ ઉપસ્થિત રહેતી. ડૉ. કુમારપાળ દેસાઈનાં પ્રવચનોએ બીજું મહત્ત્વનું પ્રદાન એ કર્યું કે કોઈ ગચ્છની વાત કરવાને બદલે એમણે ધર્મની વાત કરી. પોતાના ગચ્છ કે સંપ્રદાયને આગળ કરીને એ સંપ્રદાયમાં માનનારા લોકોનો સદ્ભાવ મેળવવાની કેટલાક કોશિશ કરતા હતા. આવે સમયે એમણે અત્યંત સરળ રીતે જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને રજૂ કર્યું. તે રજૂઆતમાં એમની વિદ્વત્તાની છાપ દેખાઈ આવતી હતી. ભાષા પરનું એમનું પ્રભુત્વ એવું હતું કે શ્રોતાઓ ઇચ્છતા કે વધુ ને વધુ સમય સુધી એમનું વ્યાખ્યાન ચાલુ રહે. આ સમયે “કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો યોજાતાં અને વર્ષોથી જે સાંભળતા હોય તેવી પરંપરાગત રીતે જ આ વ્યાખ્યાનો ચાલતાં. જ્યારે કુમારપાળભાઈ કલ્પસૂત્ર' જેવા ગ્રંથમાંથી એક મુદ્દો લઈને એની આસપાસ જૈન તત્ત્વજ્ઞાન વીંટાળી દેતા. વળી એવું પણ બનતું કે કેટલીક પરંપરામાં માનનારી અને રૂઢિચુસ્ત રીતે ચાલનારી વ્યક્તિઓ નવા લોકો સાથે કે આજના વિશ્વ સાથે તાલ મેળવી શકતી નહીં, જ્યારે કુમારપાળભાઈનાં વ્યાખ્યાનોમાં એમણે એવી કોઈ રૂઢિચુસ્તતાને બદલે સતત વ્યાપકતા અને મોકળાશની હિમાયત કરી. ગ્રંથિ છોડે એ જ નિગ્રંથનો અનુયાયી બની શકે તેમ તેમણે સમજાવ્યું. 517 નરેશ શાહ Page #559 -------------------------------------------------------------------------- ________________ અન્ય સ્થળોએ ક્રિયાઓને પ્રાધાન્ય અપાતું. પૂજા કે એના જેવી અન્ય ક્રિયાઓ મોટા પ્રમાણમાં થતી હતી. કુમારપાળભાઈએ ક્રિયાઓનું મહત્ત્વ બતાવ્યું, પણ એથીય વિશેષ એમણે જ્ઞાનનો મહિમા કર્યો અને એને પરિણામે જ અમેરિકામાં અને અન્ય કેટલાય દેશોમાં તેઓ જેનદર્શનને ફેલાવી શક્યા છે. ૧૯૮૪માં એમની આ પ્રથમ વ્યાખ્યાનમાળાએ એવું તો વાતાવરણ સર્યું કે પછી પશ્ચિમના જગતમાંથી એમની ખૂબ માગ આવવા માંડી અને તેઓ અમેરિકાના ન્યૂયોર્ક, લૉસ એન્જલસ, ન્યૂજર્સી, ફિનિક્સ, કેન્સાસ સિટી, હ્યુસ્ટન, શિકાગો જેવાં શહેરોમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા અર્થે ગયા. એ જ રીતે પર્યુષણ વ્યાખ્યાનો માટે એન્ટવર્પ, સિંગાપોર અને હોંગકોંગ જઈ આવ્યા. એ સિવાય પણ અમેરિકાનાં અનેક શહેરોમાં તથા મલેશિયા, પૂર્વ આફ્રિકા, બ્રિટન, દુબાઈ, મસ્કત જેવા દેશોમાં જૈન ધર્મ વિશે એમણે પ્રવચનો આપ્યાં. આ રીતે ભારતની બહારના વિશ્વને એમની પાસેથી જૈન ધર્મ વિશે જાણવા મળ્યું અને વિશ્વમાં જૈન ધર્મની વિચારધારાનો પ્રસાર કરવામાં કુમારપાળભાઈએ મહત્ત્વનું યોગદાન આપ્યું ૧૯૮૪ની વિદેશની પ્રથમ વ્યાખ્યાનમાળા વખતે ન્યૂયોર્કમાં તેઓ મારે ત્યાં ઊતર્યા અને તે પછી જ્યારે જ્યારે એ ન્યૂયોર્ક આવ્યા છે ત્યારે મને એમની મહેમાનગતિનો લાભ મળ્યો છે. એમની નિખાલસતાને કારણે એમની સાથે મોકળે મને ધર્મ-ચર્ચા કે એને વિશે વિચારણા કરી શકાય છે. તેઓના સત્સંગમાં એક પ્રકારની આત્મીયતાનો અનુભવ થાય છે. આવી આત્મીયતા માત્ર મારા જ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ મારા કુટુંબના તમામ સભ્યો સાથે એમનો નાતો બંધાયેલો છે. એમને પદ્મશ્રી’ મળ્યો તે અમારા સહુને માટે સ્વજનને સાંપડેલા સન્માન સમો બની રહ્યો છે. ૧૯૮૪ પછી ૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૧ અને ૨૦૦૩ના પર્યુષણ પર્વની કુમારપાળભાઈની વ્યાખ્યાનમાળાઓએ અનોખું આકર્ષણ જગાવ્યું. એમનાં વ્યાખ્યાનો ત્રણ-ચાર વર્ષ અગાઉથી નક્કી થઈ જતા હોવાથી અમારે ઘણી વાર એક-બે વર્ષ રાહ પણ જોવી પડતી. એમની એક બીજી વિશેષતા એ કે તેઓ માત્ર વ્યાખ્યાન આપીને પોતાના કાર્યને પૂરું થયેલું માનતા નથી, પણ એ જૈન સેન્ટરની તમામ પ્રકારે પ્રગતિ થાય તેને માટે પ્રેરણા, સહયોગ અને માર્ગદર્શન આપે છે. અથાગા સ્ટ્રીટના જૈન દેરાસરમાં તૈયાર થતા શ્રી અષ્ટાપદજીના દેરાસર વિશે એમણે ઓહાયો રાજ્યના સિનસિનાટીમાં અને ભારતમાં સુરતમાં પણ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી આ વાત જનસમુદાય સુધી પહોંચાડી છે. આજે અષ્ટાપદ અંગેના સંશોધનમાં પણ તેઓ અત્યંત મહત્ત્વનો સાથ અને સહયોગ આપે છે. એમનો ગુજરાતી સાહિત્યનો પ્રેમ પણ એટલો જ પ્રબળતાથી પ્રગટ થાય છે અને અમેરિકાનાં જુદાં જુદાં ગુજરાતી સાહિત્યનાં મંડળોમાં પણ તેઓ વ્યાખ્યાનો આપે છે. ૧૯૮૪થી નવી ક્ષિતિજના સર્જક Page #560 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૪ સુધીની ૨૦ વર્ષની એમની ઉત્તરોત્તર સિદ્ધિની યાત્રા એક મિત્ર તરીકે મને નીરખવા મળી છે. સતત અભ્યાસવૃત્તિ, મિલનસાર સ્વભાવ, ઉપયોગી થવાની પ્રકૃતિ, ઇતિહાસની સૂઝ અને ધર્મદર્શનનાં તત્ત્વો પામવા માટે તલસ્પર્શી અભ્યાસ – એ બધાંને કારણે તેઓ પ્રગતિના ઊંચા શિખરે પહોંચ્યા છે અને તેથી જ માત્ર જૈન સમાજ કે ગુજરાતી સાહિત્યનું જ નહીં, બબ્બે પદ્મશ્રી' જેવું એક રાષ્ટ્રીય સન્માન પામ્યા છે. માત્ર જૈન સમાજની દૃષ્ટિએ કહું તો બહુ ઓછી વ્યક્તિઓને આવું રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. એમાં પણ શિક્ષણ અને સાહિત્ય માટે તો ભાગ્યે જ કોઈને મળ્યું હશે. કુમારપાળભાઈને વડાપ્રધાન વાજપેયીજીના હસ્તે જેનરત્ન'નો એવોર્ડ મળ્યો, અમેરિકા અને કેનેડાનાં જૈન સેન્ટરોના ફેડરેશન જેના તરફથી પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ મળ્યો અને ખુદ ભારતના રાષ્ટ્રપતિ તરફથી ‘પદ્મશ્રી’ મળ્યો, તે ઘટના અમારે માટે આનંદ અને ગૌરવની ઘટના છે. એમની આવી યશસ્વી સિદ્ધિ માટે ન્યૂયૉર્કનો સમગ્ર સંઘ અને અમેરિકાનો સમગ્ર જૈન સમાજ એમને અભિનંદન આપે છે. ટ્રસ્ટી, જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂર્યોર્ક) અને જૈન ધર્મ-ક્રિયાઓના નિષ્ણાત 519 નરેશ શાહ Page #561 -------------------------------------------------------------------------- ________________ વહેતી સુગંઘ વિદેશમાં આ વર્ષ હતું ૧૯૮૪નું, જ્યારે હું ભારતની સફરે આવ્યો હતો. આ સમયે લૉસ એન્જલસના જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફોર્નિયા માટે પર્યુષણ પર્વ દરમ્યાન કોઈ વ્યાખ્યાતાને બોલાવવાની મારી ઇચ્છા હતી. મારા નિકટના સ્નેહીએ આ માટે એક વ્યક્તિનું નામ આપ્યું અને એ વ્યક્તિનું નામ હતું ડો. કુમારપાળ દેસાઈ. તેઓ એ દિવસથી સતત આજ સુધી અમારા સેન્ટરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. - ૧૯૮૬માં પર્યુષણ પર્વનાં પ્રવચનો માટે તેઓ લૉસ એન્જલસ આવ્યા. એક અર્થમાં કહીએ તો એ સમયે એમનાં જ્ઞાન અને વિદ્વત્તાનો સેન્ટરને પુષ્કળ લાભ મળ્યો. એમનું પહેલું પ્રવચન હતું ૧૯૮૬ની ૩૧મી ઓગસ્ટે પર્યુષણના મહાભ્યવિશેનું અને એ પછી પર્યુષણ દરમ્યાન એમની પ્રવચનધારા ચાલી, જેમાં પહેલી સપ્ટેમ્બરે મૌન, બીજી સપ્ટેમ્બરે અહમૂની ઓળખ, ત્રીજી સપ્ટેમ્બરે આચારનું મહત્ત્વ અને મૃત્યુ વિશેનું દર્શન, ચોથી સપ્ટેમ્બરે પચખાણ, પાંચમી સપ્ટેમ્બરે ભગવાન મહાવીરનો સંદેશ, છઠ્ઠી સપ્ટેમ્બરે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિભાવના અને સાતમી સપ્ટેમ્બરે માનવ અને જીવનધર્મ એ વિષે પ્રવચન આપ્યાં. હજી એમનાં પ્રવચનોની એટલી જ માગ હોવાથી પર્યુષણ પર્વ પછી પણ એમની પ્રવચનધારા ચાલુ રહી. આઠમી સપ્ટેમ્બરે ભગવાન ઋષભદેવ, નવમી સપ્ટેમ્બરે દાન, દસમી સપ્ટેમ્બરે શીલ, અગિયારમી સપ્ટેમ્બરે તીર્થંકર ડૉ. મણિભાઈ મહેતા 520 Page #562 -------------------------------------------------------------------------- ________________ મહાવીરની વિશેષતા, બારમી સપ્ટેમ્બરે ભગવાન મહાવીરના પૂર્વભવો, તેરમી સપ્ટેમ્બરે તપ, ચૌદમી અને પંદરમી સપ્ટેમ્બરે ભાવશુદ્ધિ વિશે એમણે વક્તવ્યો આપ્યું. આ રીતે શ્વેતાંબર અને દિગંબર બન્નેને એમનાં પર્યુષણ વ્યાખ્યાનોનો લાભ મળ્યો. આ પ્રવચનો લૉસ એન્જલસની પટેલની વાડીમાં યોજાયાં હતાં. ડૉ. કુમારપાળ દેસાઈએ નવું સેન્ટર બનાવવા માટે પ્રેરણા આપી અને એ માટે આ પર્યુષણ સમયે જ સારી એવી રકમ એકત્રિત થઈ ગઈ. જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફોર્નિયાના જિનાલયની મૂર્તિઓ માટે પણ એમણે મદદ કરી. ભારતમાં શ્રેષ્ઠિવર્ય શ્રી અરવિંદભાઈ પનાલાલ દ્વારા એમણે જિનાલયના આયોજનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ પછી પુનઃ ૧૯૯૦માં જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફોર્નિયામાં પ્રવચન માટે આવ્યા, ત્યારે ૨૫મી ઓગસ્ટ ૧૯૯૦ના દિવસે એમની પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થયો. આ સમયે એમણે બાહ્ય તપ, આલોચના, વૈયાવૃત્ત, વિનય, સ્વાધ્યાય જેવી દાર્શનિક ભાવનાઓ વિશે તાત્ત્વિક છણાવટ કરી. ૧૯૯૬માં ત્રીજી વાર લૉસ એન્જલસ પર્યુષણ પર્વ નિમિત્તે આવ્યા ત્યારે એમના પ્રવાસનો પ્રારંભ ૧૯૯૬ની નવમી સપ્ટેમ્બરે થયો. આ સમયે પણ પ્રાત:કાળે પર્યુષણ આધારિત પ્રવચનો તેઓ આપતા હતા, જ્યારે નવમી સપ્ટેમ્બરે રાત્રે પર્વાધિરાજ પર્યુષણ પર્વ, દસમી સપ્ટેમ્બરે ધર્મકથા, અગિયારમી સપ્ટેમ્બરે શાકાહાર, બારમી સપ્ટેમ્બરે ધ્યાન, તેરમી સપ્ટેમ્બરે પ્રભુ મહાવીરનું જીવનદર્શન, ચૌદમી સપ્ટેમ્બરે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, પંદરમી સપ્ટેમ્બરે ધર્મધ્યાન, સોળમી સપ્ટેમ્બરે ક્ષમાપના અને સત્તરમી સપ્ટેમ્બરે શુક્લધ્યાન જેવા વિષયો પર પ્રવચનો આપ્યાં. એમની રસાળ પ્રવચનશૈલી, માર્મિક દૃષ્ટાંતો, જૈન ધર્મની ઇતિહાસકથાઓ અને દર્શનની તાત્ત્વિક ભાવનાઓને વણી લઈને વાત પ્રસ્તુત કરવાની શૈલી લોકચાહના જગાવી ગઈ. એ પછી ઈ. સ. ૨૦૦૦માં ડૉ. કુમારપાળ દેસાઈની વ્યાખ્યાનમાળા રાખવામાં આવી અને તેનો પ્રારંભ થયો ૨૬મી ઑગસ્ટના દિવસે સવારે દસ વાગે કલ્પસૂત્ર આધારિત પ્રવચનોથી. એ પછી રોજ સાંજે મૈત્રી, મુદિતા, કરુણા, પ્રમાદ, ધર્મધ્યાન, ક્ષમાપના, તપ જેવા જુદા જુદા વિષયો પર એમનાં વ્યાખ્યાનો યોજાયાં. ૨૦૦૩ની ચોવીસમી ઓગસ્ટે તેઓ પાંચમી વાર પર્યુષણ વ્યાખ્યાન માટે આવ્યા. આ સમયે એમણે નવકારમંત્ર, ગણધરવાદ, દાનનો મહિમા, જૈન ધર્મની વિશેષતા જેવા વિષયો પર વક્તવ્યો આપ્યાં. આ રીતે કેટલાક લોકો કુમારપાળભાઈને કહે છે કે લોસ એન્જલસ એ તમારું સેકન્ડ હોમ’ છે. આ તો માત્ર લોસ એન્જલસના જેન સેન્ટર ઑફ સધર્ન કૅલિફૉર્નિયાની વાત થઈ. પરંતુ એમના પર્યુષણ વ્યાખ્યાનમાળાની ચાહના એટલી બધી છે કે ત્રણચાર વર્ષ સુધીના એમનાં પર્યુષણ વ્યાખ્યાનો જુદાં જુદાં સેન્ટરો નિશ્ચિત કરી લે છે. જેનાના કન્વેન્શનમાં એમણે કી-નોટ સ્પીકર 521 ડૉ. મણિભાઈ મહેતા Page #563 -------------------------------------------------------------------------- ________________ તરીકે પ્રવચનો આપ્યાં છે અને ૧૯૯૯માં અમેરિકાનાં અને કેનેડાનાં જૈન સેન્ટરોના આ ફેડરેશને (જૈનાએ એમને પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવોર્ડ પણ એનાયત કર્યો હતો. અમેરિકા અને કેનેડામાં પ્રવૃત્તિ કરતું ફેડરેશન ભારતમાં વસતી વ્યક્તિને એનાં જૈન ધર્મનાં ઉમદા કાર્યો માટે પોંખે એ કેવી મહત્ત્વની ઘટના છે ! અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જૈન દેરાસરો નિર્માણ પામે છે. આમાં પણ કુમારપાળભાઈની મદદ સતત મળતી રહી છે. જેને સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયાના જેનભવનના વિસ્તરણના કાર્યમાં પણ તેઓ ભારત ખાતેના મુખ્ય કોઓર્ડિનેટર છે. વળી એ અંગે અમદાવાદમાં જુદાં જુદાં આયોજનો કરીને તેઓ જેને સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયાના કાર્યને પોતાનું કાર્ય માનીને જૈન સમાજનો વ્યાપક સહયોગ મેળવી રહ્યા છે. અમે દર વર્ષે કચ્છના બિદડા શહેરમાં થતા મેડિકલ કેમ્પમાં વિનામૂલ્ય ડૉક્ટરી સારવાર આપવા જઈએ છીએ. આ સમયે પણ કુમારપાળભાઈને મળવાનું થતું જાય છે અને અમારી વારંવારની મુલાકાત એ આત્મીયતામાં પરિવર્તન પામી છે. ડૉ. કુમારપાળ દેસાઈએ વિદેશમાં વ્યાખ્યાન, જિનાલયમાં સહ્યોગ, જૈન તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોની રચના, કન્વેન્શનમાં પ્રવચનો જેવાં અનેકવિધ કાર્યો કર્યા છે અને તેથી વિદેશમાં એમણે પ્રસરાવેલી ભારતીય સંસ્કૃતિ અને ધર્મદર્શનની સુગંધ અનેક માનવીઓના જીવનમાં નવીન પ્રકાશ પાથરી રહી છે. જેન એસોસિએશન ઇન નોંર્થ અમેરિકા જેના)ના ભૂતપૂર્વ પ્રમુખ અને જૈન સેન્ટર ઑફ નૉર્ધન કેલિફોર્નિયાના અગ્રણી 522 વહેતી સુગંધ વિદેશમાં Page #564 -------------------------------------------------------------------------- ________________ છે કે ભારતના અનન્ય સંતાના શ્રી કુમારપાળ દેસાઈ સાથે પ્રથમ મિલન ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં જુલાઈ ૧૯૮૮ના સમય દરમ્યાન થયું. પ્રોફેસર રમણલાલ શાહ અને તારાબહેન શાહ સાથે કુમારપાળભાઈ વર્લ્ડ જેને કોંગ્રેસમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ આવ્યાં હતાં. રમણભાઈએ કુમારપાળભાઈનો મારી સાથે પરિચય કરાવ્યો અને આમ અમારું પ્રથમ મિલન થયું. એ દિવસ અને એ પ્રસંગ એક શુભ ઘડી અને શુભ સંયોગ હતા એમ હું માનું છું. કુમારપાળભાઈ સાથેની મિત્રતાની અનેક સુખદ પળો મેં માણી છે. સોળ વર્ષના આ મિત્રતાના બંધનમાં અને સાથે ગુજારેલા અનેક દિવસોમાં કંઈ કંઈ મીઠાશભરી વાતો સંગ્રહાયેલી, સચવાયેલી અને સુવર્ણકૃતિની જેમ અંકિત થયેલી છે. પરંતુ આ તો કુમારપાળભાઈનું માત્ર એક જ પાસું છે. ખેલકૂદના વિષયથી માંડીને ધાર્મિક આધ્યાત્મિક વિષયોની ઊંડી સમજ તેમણે કેળવી છે. તેમની કલમમાંથી બહુવિધ વિષયોના રસપૂર્ણ, માહિતીપૂર્ણ લેખોનો આસ્વાદ ગુજરાતની જનતાએ માણ્યો છે. અનેક મહાન પુરુષોના ચરિત્રની સુંદર વાતો રજૂ કરીને તેમણે આજની પેઢીના ચારિત્રઘડતરમાં અનન્ય ફાળો આપ્યો છે. એમણે જે ગ્રંથોનું સંપાદન, લેખન અને પ્રકાશન કરેલ છે તેની યાદી ખૂબ જ લાંબી છે. એમનાં અનેકવિધ કાર્યોની | વિનોદ કપાસી 523 Page #565 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા કરતાં મને તો ગર્વ અને હર્ષ થાય છે. પરંતુ એમનાં કાર્યોમાંથી અનેક પ્રેરણા લઈને પોતાના જીવનમાં માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે તેમ કહેવામાં પણ જરાય અતિશયોક્તિ નથી. કુમારપાળભાઈ સાથેનાં કયાં કયાં સંસ્મરણોની વાત કરું ? એમની સાથે પ્રિન્સ ફિલિપને જ્યારે બકિંગહામ પેલેસમાં ડેક્લેરેશન ઓન નેચર અર્પણ કરવાનું હતું ત્યારે તેમની સાથે રહીને અનેક સુખદ પળો માણી છે. વેટિકનમાં નામદાર પોપ સાથે મિલન યોજાયું ત્યારે પણ શ્રી કુમારપાળભાઈ સાથે રહેવાની તક પ્રાપ્ત થઈ. પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડસ્ રિલિજન્સનાં બે મહાઅધિવેશનોમાં તેમની સાથે હાજરી આપી – એક વાર શિકાગોમાં અને બીજી વાર કેપટાઉનમાં. આ બધા દિવસો દરમ્યાન અમે સાથે રહી જ્ઞાનગોષ્ઠિઓ કરતા જ હતા, પરંતુ અમારી મિત્રતા હળવાશભર્યા વાતાવરણમાં ખીલી ઊઠતી અને સહૃદયી મિત્રતામાં મેં હંમેશાં એમના વ્યક્તિત્વની સુગંધ માણી છે. નિખાલસ, આડંબરહીન વ્યક્તિત્વ એ કુમારપાળભાઈના સ્વભાવ સાથે વણાયેલ છે અને સોનામાં સુગંધ ભળે તેમ હર કોઈને મદદ કરવા તત્પર અને વ્યવસ્થિતપણે પૂર્ણ આયોજન સાથે કામ હાથમાં લઈને તેને સંપૂર્ણ કાર્યદક્ષતાથી પરિપૂર્ણ કરવાની જે સૂઝ છે તે ખરેખર યશકલગીરૂપ છે. - કુમારપાળભાઈને દેશ-વિદેશમાં માન-સન્માન મળેલાં છે. ભારત સરકાર તરફથી જૈનરત્ન અને પદ્મશ્રી’ના ઉચ્ચ સ્તરના ખિતાબોની નવાજેશ થઈ છે. આ ખિતાબો અને માનસન્માન દર્શાવે છે કે તેમના વ્યક્તિત્વની સુવાસ સર્વત્ર પ્રસરેલી છે. તેમનાં કાર્યોની અનુમોદના અને કદર રૂપે તેમનું યોગ્ય સન્માન થાય એ માટે સર્વને આનંદ થાય જ. કુમારપાળભાઈ સાથેનાં સંસ્મરણો તાજાં કરું ત્યારે લંડનના મારા નિવાસસ્થાને અમે સાથે બેઠા હોઈએ. સાથે ચા-પાણી પીતા હોઈએ અને મુક્તપણે ચર્ચા કરતા હોઈએ તે દિવસોની સ્વભાવિક યાદ આવી જાય છે. મારો અને કુમારપાળભાઈનો સંબંધ માત્ર વ્યક્તિગત ધોરણે જ નહીં પણ કૌટુંબિક ધોરણે પણ સચવાયો અને સંવર્ધન પામ્યો છે. કુમારભાઈએ સર્વત્ર આંબાની રોપણી કરી છે અને તેના ફળ સ્વરૂપે મધુર એવી કેરીઓનો ફાલ ઊતર્યો છે. એમણે એવાં ગુલાબ વાવ્યાં છે કે જેની સુવાસ સર્વત્ર ખીલી ઊઠી છે. એમણે મિત્રોનાં, સમાજના અને રાષ્ટ્રનાં કાર્યો હસતા મુખે કર્યા છે. સૌમ્ય અને સહૃદયી કુમારપાળભાઈ ભારતના એક અનન્ય સંતાન છે. એમની દોસ્તીનો 524 ભારતના અનન્ય સંતાન Page #566 -------------------------------------------------------------------------- ________________ અમને ગર્વ છે. એમના પરિચયનો અમને આનંદ છે અને એમની સાથેનાં સુખદ સ્મરણો અમારી મૂડી છે. અને આવાં સ્મરણો વાગોળીએ ત્યારે માત્ર બકિંગહામ પેલેસ કે વૅટિકન જ નહીં પરંતુ ઘર-આંગણે બેસી રકાબીમાં ચા રેડીને સાથે બેસીને પીતા હોઈએ, ગપ્પાં મારતા હોઈએ તે સ્મરણોનો આનંદ કંઈ ઓર જ હોય. કુમારપાળભાઈ, તમે સાચા અર્થમાં મહામૂલ્યવાન રત્ન છો. અનેક શુભેચ્છાઓ મહાવીર ફાઉન્ડેશન, લંડનના પણ તમે સલાહકાર અને શુભેચ્છક છો અને ઇંગ્લેન્ડમાં અમે બહુલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ તેમાં પણ તમારી સહાય અને માર્ગદર્શન છે તે માટે અમે આપના આભારી છીએ. તમારા વ્યક્તિત્વની સુવાસ વધુ ને વધુ પ્રમાણમાં સર્વત્ર પ્રસરી રહે તેવી શુભ કામના. મહાવીર ફાઉન્ડેશન(બ્રિટનના ટ્રસ્ટી, જૈન ગ્રંથોના લેખક અને પ્રવચનકાર 525 વિનોદ કપાસી Page #567 -------------------------------------------------------------------------- ________________ પદ્ધ અને શ્રી હા, કુમારપાળ દેસાઈને ભારત સરકારે ‘પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો તેથી મને અત્યંત આનંદ થયો, પરંતુ આશ્ચર્ય ન થયું. આનંદ એટલે થયો કે ભારત સરકારે સાચા હીરાની પરખ કરી. આશ્ચર્ય એટલે ન થયું કે તેમના બહુઆયામી વ્યક્તિત્વમાં પદ્મ અને શ્રી’ છુપાયેલાં છે. પદ્મ એટલે કમળ, કમળ, કાદવમાં ઊગે છે છતાં કાદવથી પર રહે છે. કુમારપાળભાઈ સંસારમાં રહેલાં મોહ, આસક્તિ અને અપેક્ષાઓના કાદવમાં રહેવા છતાં તેનાથી પર રહ્યા છે. કમળ સુગંધી છે. કુમારપાળભાઈના વ્યક્તિત્વની સુવાસ ભારતમાં અને ભારતની બહારના દેશોમાં ફેલાઈ છે. કમળ સુંદર છે. કુમારપાળભાઈનું આંતરિક વ્યક્તિત્વ સૌંદર્યવાન છે. કમળના પાંદડા ઉપર રહેલું પાણીનું બિંદુ સાચા મોતીની જેમ ચમકે છે. કુમારપાળભાઈના હાથે લખાયેલો કોઈ પણ લેખ કે પુસ્તક સાચા મોતીની જેમ ચમકે છે. શ્રી એટલે લક્ષ્મી. કુમારપાળભાઈને યશરૂપી લક્ષ્મી વરેલી જ છે. કુમારપાળભાઈનો મને વ્યક્તિગત પરિચય થયો તે પહેલાં હું તો તેમનાથી પરિચિત હતો જ. જૈન તત્ત્વજ્ઞાન ઉપર લખેલાં તેમનાં પુસ્તકો મને સ્પર્શી ચન્દ્રકાન્ત બી. મહેતા 526 Page #568 -------------------------------------------------------------------------- ________________ ગયેલાં. ભારતમાં હતો ત્યારે તેમના પિતાશ્રીએ શરૂ કરેલી અને તેમણે ચાલુ રાખેલી ઈંટ અને ઇમારત વાંચવાનું હું ચૂક્યો નથી. મને પ્રથમ પરિચય થયો ૧૯૯૯માં. અમેરિકામાં અત્યારે ૬૧ જૈન સેન્ટર્સ છે. તેમાં જૈન સેન્ટર ઑફ ન્યૂ જર્સી ઘણું જાણીતું અને વિશાળ છે. તેમાં લગભગ ૧,૦૦૦ કુટુંબો સભ્ય છે. આ સેન્ટરમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે, દર વર્ષે પર્યુષણ પર્વ નિમિત્તે સવાર-સાંજ પ્રવચનો આપવા માટે ભારતથી સ્કોલરને નિમંત્રણ અપાય છે. જેન સેન્ટરના નિમંત્રણને માન આપીને કુમારપાળભાઈ ૧૯૯૯ના પર્યુષણ વખતે ન્યૂ જર્સીમાં આવેલા. તેમના યજમાન બનવાનો લાભ મને મળ્યો. મારે ત્યાં તેઓ મહેમાન તરીકે રહ્યા અને ટૂંક સમયના પરિચયમાં મને તેમના વ્યક્તિત્વની સ્પર્શના થઈ. ગુજરાતી સાહિત્ય અને જૈનદર્શનમાં મને ઊંડો રસ છે તે જાણીને તેમણે મુક્તમને ઘણી વાતો કરી. પર્યુષણનાં તેમનાં પ્રવચનોને સારો આવકાર મળ્યો. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને તેમનાં પ્રવચનોનો અને તે દ્વારા જિન-વાણીનો રસાસ્વાદ માણ્યો. તેમણે લખેલું પુસ્તક “Glory of Jainism' મને ઘણું ગમી ગયેલું. એક દિવસ તેમનું પ્રવચન સમાપ્ત થયા પછી, આ પુસ્તકમાં રહેલી વિશેષતાઓ અને ખૂબીઓ જણાવી લોકોને આ પુસ્તક વસાવવા આગ્રહ કર્યો અને પુસ્તક ખરીદવા માટે પડાપડી થવા માંડી. તેમનાં પ્રવચનોથી પ્રભાવિત થઈને જૈન સમાજે ફરીથી પર્યુષણ કરાવવા તેમને વિનંતી કરી. જૈન સેન્ટરની વિનંતીને માન આપીને તેઓ ૨૦૦૪ના પર્યુષણમાં ન્યૂ જર્સી આવવાના છે. તેમના ઉદાર, સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો મને અનુભવ થયો તે પ્રસંગ કહ્યા વિના હું રહી શકતો નથી. મારી સાથેના વાર્તાલાપમાં તેમને ખબર પડી કે પૂ. ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થસૂત્ર' ગ્રંથ ઉપર હું છેલ્લાં સાત વરસથી નિયમિત સ્વાધ્યાય કરાવું છું. વાર્તાલાપ દરમ્યાન તેમણે એ પણ જાણ્યું કે તત્ત્વાર્થસૂત્રના દસ અધ્યાય ઉપર લગભગ ૨૦ વિડિયો કેસેટ બનાવવાની મારી ઇચ્છા છે. આ વાતનો વિસ્તાર કરીને તેમણે ઊંડો રસ લીધો અને આ પ્રોજેક્ટ માટે જે મદદ જોઈએ તે આપવાની તેમણે તૈયારી બતાવી. તેમના શબ્દોમાં કહું તો મને કહે, ચંદ્રકાંતભાઈ! તમે ભારતમાં આવો અને વિડિયો બનાવો. ટુડિયોની વ્યવસ્થા હું કરી આપીશ. ઉપરાંત તમારે જે ચિત્રો મૂકવાં હોય તે મને જણાવો, હું તૈયાર કરાવી દઈશ. તમારે અમેરિકામાં રહીને વિડિયો બનાવવી હોય તો હું તમને ભારતથી બધાં ચિત્રો અને અન્ય માહિતી મોકલી આપું.” 527 ચન્દ્રકાન્ત બી. મહેતા Page #569 -------------------------------------------------------------------------- ________________ હું તો સ્તબ્ધ થઈ ગયો. આટલા ટૂંકા પરિચયમાં, આટલી સરળતા અને ઉદારતા કોણ દર્શાવી શકે? જોકે સમયના અભાવે મારો આ પ્રોજેક્ટ હજી શરૂ થયો નથી પરંતુ તેમણે મને જે પ્રોત્સાહન આપ્યું તે હું ભૂલી શકું તેમ નથી. કુમારપાળભાઈ જૈન ધર્મના બધા ફિરકાઓને માન આપીને કેવો સમન્વય રાખે છે તે પરિચય મને ભારતમાં થયેલો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ઉપક્રમે તેમણે એક વાર્તાલાપ ગોઠવેલો, જેમાં શ્વેતાંબર, દિગમ્બર, તેરાપંથ, શ્રીમદ્ રાજચંદ્ર, સ્થાનકવાસી વગેરે સંપ્રદાયોના પ્રતિનિધિઓનો એક વાર્તાલાપ ગોઠવાયેલો. મારા સદ્ભાગ્યે હું પણ ત્યાં હાજર હતો. તેમણે અનેકાંતદષ્ટિથી આખા વાર્તાલાપનું સંચાલન કરેલું. લેખક, વિવેચક, પ્રવચનકાર, તત્ત્વચિંતક અને ધર્મપ્રેમી ડૉ. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ ખરેખર બહુઆયામી છે. જૈન ધર્મના પ્રવચનકાર અને જૈન સેન્ટર ઑફ ન્યૂજર્સીના અગ્રણી 528 પદ્મ અને શ્રી Page #570 -------------------------------------------------------------------------- ________________ ! - ૧ : ૧ " EEME : જાક છે 1 si[, biE દેશમાં ઘર્મદર્શનનું અજવાળું અમે છ ભાઈઓ. મારા માસીના દિકરા કુમારપાળ લગભગ અમારા સૌથી નાનાભાઈ મહેશની ઉંમરના, પણ તેમનાં જ્ઞાન, સમજણ અને મિલનસાર સ્વભાવના કારણે બધા જ ભાઈઓ સાથે એમને મંત્રી. બધાની સાથે બંધુભાવે વાત કરી શકે. - કુમારપાળમાં શોખની પ્રકૃતિ ઓછી, પણ જીવન આનંદ અને મસ્તીથી ભર્યું ભર્યું. ક્યાંય આળસ નહીં. સમયની લેશમાત્ર બરબાદી નહીં. બીજાની પાસે મહેનત કરાવવાને બદલે એ સ્વયં કાર્ય કરે. વ્યવસ્થિત રીતે આયોજન કરીને પોતાના સ્પષ્ટ લક્ષને સિદ્ધ કરે. બાલ્યાવસ્થાથી જ સતત પ્રવૃત્તિમય અને કાર્યશીલ રહેવાનું એની પ્રકૃતિમાં હતું. સમય જતાં કુમારપાળ એમ.એ. થઈને કૉલેજમાં અધ્યાપક બન્યા. અમે તેમને એક સંનિષ્ઠ અધ્યાપક અને કુશળ વક્તા તરીકે જોયા. આનંદઘનનાં કાવ્યો પર સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવી અને તેમના જીવને નવો વળાંક લીધો. જૈનદર્શન તરફ તેમનું વિશેષ ધ્યાન દોરાયું. અને થોડા જ વખતમાં તેમણે જૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. પર્યુષણ સમયે જેનદર્શન વિશે પ્રવચનો આપવા લાગ્યા. ૨૬ વર્ષની ઉંમરે તેમણે મેળવેલી આવી સિદ્ધિથી અમે બહુ પ્રભાવિત થયા હતા. હવે તો તેઓ એક વિદ્વાન, સંશોધક અને વ્યાખ્યાનકાર બની ગયા છે. ૧૯૬૯નું વર્ષ કુમારપાળ માટે કટોકટીનું વર્ષ કિશોર દોશી 529 Page #571 -------------------------------------------------------------------------- ________________ હતું. અમારા માસા અને કુમારપાળના પિતા જયભિખ્ખનું અચાનક અવસાન થયું. અમારા માસા જયભિખ્ખું એક વિરાટ પુરુષ હતા. એમની એકાએક અનુભવાયેલી ખોટ યુવાન કુમારપાળને ભાંગી નાખશે તેવો અમને સહુને ભય હતો. આ સમયે કુમારપાળે અજોડ સમતા અને ધૈર્ય દાખવ્યાં અને પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. આ પ્રસંગે અમારા માસાની હિંમતનો પરિચય કુમારપાળે સહુને કરાવ્યો. ગુજરાત સમાચારમાં “ઈટ અને ઇમારત”, “પ્રસંગકથા” જેવી ઘણી કટાર જયભિખ્ખ લખતા હતા. ગુજરાત સમાચારે વર્ષોથી ચાલતી આ પ્રતિષ્ઠિત કોલમ લખવાની તક ૨૭ વર્ષના યુવાન કુમારપાળને આપી. કુમારપાળ એ જ હિંમતપૂર્વક આ પડકારને સ્વીકારી લીધો. અમે જિજ્ઞાસા અને આતુરતાપૂર્વક જોતા હતા કે કુમારપાળ આવી જવાબદારી નિભાવે. બીજી બાજુ કુમારપાળ ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક હતા. અનેક વિશેષ જવાબદારીઓ એમને માથે હતી. કુમારપાળે સફળતાપૂર્વક આ જવાબદારી અદા કરી. તેમનાં ખંત, મહેનત અને સાહસ પરના અમારા વિશ્વાસને તેમણે યથાર્થ પુરવાર કરી આપ્યો. વળી રમતગમત વિશે પણ તેમણે અભ્યાસપૂર્ણ લેખો લખવા માંડ્યા. આ પછીનાં વર્ષોમાં મારે અમેરિકા આવવાનું થતાં સંપર્ક થોડો ઓછો થયો, પણ તેમની પ્રવૃત્તિઓથી સતત માહિતગાર રહેતો હતો. તેમણે ઘણાં ગ્રંથો-પુસ્તકો લખ્યાં. સંસ્થાઓમાં કાર્ય કર્યું. છેક પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આમ અનેક દિશામાં તેમનું પ્રવૃત્તિમય જીવન અને સફળતા ચાલુ રહ્યાં. ૧૯૯૨માં મારે અમેરિકાથી અમદાવાદ આવવાનું બન્યું અને કુમારપાળ સાથે સંજોગવશાત્ શ્રી શંખેશ્વર પેઢીના મેનેજિંગ ટ્રસ્ટી અને જૈન અગ્રણી તથા શંખેશ્વર તીર્થના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠની મુલાકાત થઈ. અરવિંદભાઈએ કુમારપાળને કહ્યું કે હ્યુસ્ટનમાં જૈન દેરાસર બંધાય તો આપણે બનતી બધી મદદ કરીશું, તો તે ધ્યાન રાખશો. ૧૯૯૫માં આ જિનમંદિરની પ્રતિષ્ઠાનું નક્કી થયું, ત્યારે અરવિંદભાઈએ પોતાનું વચન પૂરું કર્યું અને હ્યુસ્ટન જૈન સોસાયટીને દેરાસર અંગે આરસપહાણ અને કોતરણી કરવાનું ખર્ચ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરની પેઢીએ કર્યું. વળી કુમારપાળના પ્રયત્નોથી શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનો આરસના ફ્લોર માટે સહયોગ મળ્યો. પ્રતિષ્ઠાના પ્રત્યેક કાર્યમાં કુમારપાળની મદદ રહી. પ્રતિષ્ઠાના મુહૂર્તા, પ્રસંગોની ગોઠવણી, મંદિરનું આયોજન, પૂજા-વિધિ-વિધાન માટેની સામગ્રીઓ, દેરાસરમાં આરસના ગભારાના બાંધકામની દેખભાળનું કામ નિસ્પૃહભાવે સ્વીકાર્યું. વળી આ પ્રતિષ્ઠાપ્રસંગની સ્મરણિકાનું ‘આર્ટ વર્ક, શિલ્પીઓના વીસા જેવી કેટલીય બાબતમાં કુમારપાળે અંગત સતત રસ લઈને કામ પાર પાડ્યું. 530 વિદેશમાં ધર્મદર્શનનું અજવાળું Page #572 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના મકરાણાથી દેરાસરનો ગભારો અમદાવાદ મંગાવ્યો. બધા અત્યંત વજનદાર આરસની કોતરણીનું કામ, પથ્થરો હતા તેને છૂટા પાડ્યા. દરેકને વ્યવસ્થિત નંબર આપ્યા અને બરાબર “પેક કરાવીને અમેરિકા મોકલી આપ્યા. પોતાના આટલા પ્રવૃત્તિમય જીવનમાંથી આટલો બધો સમય આપી વ્યવસ્થિત રીતે સમયસર કામ પૂરું કરી આપ્યું. તેમાં તેમની સ્વીકારેલું કાર્ય પૂરું પાડવાની નિષ્ઠા અને વિદેશમાં થતા ધર્મકાર્યને સહયોગ આપવાની ભાવના જોવા મળે ૧૯૯૮માં પર્યુષણ પર્વ દરમ્યાન કુમારપાળ દસ દિવસ માટે હ્યુસ્ટનમાં પર્યુષણ કરાવવા આવ્યા અને તેમનાં જ્ઞાન અને વક્તવ્યથી બધાને મંત્રમુગ્ધ કર્યા. એમનાં પ્રવચનોમાંથી પ્રાપ્ત થતા શાસ્ત્રજ્ઞાને સહુકોઈમાં ધર્મદર્શનની જિજ્ઞાસા જગાડી. ભારતમાં પર્યુષણ સમયે જેવું ધાર્મિક વાતાવરણ હોય છે, તેવું વાતાવરણ ભારતથી આટલે દૂર હ્યુસ્ટનમાં સર્જાયું. કુમારપાળને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. સમાજમાં તેમનું ખૂબ સન્માન અને બહુમાન થયું છે. પણ આ પ્રસંગ તો વિશેષ છે. તેમની કારકિર્દીની આ ટોચ સમાન છે. ભારત સરકાર તરફથી જ્યારે પદ્મશ્રીનું સન્માન મળ્યું છે. તે અમારા સમગ્ર કુટુંબ માટે એક આનંદ અને ગૌરવની વાત બની ગઈ. અને અમે સર્વ કુટુંબીજનો, મારા ભાઈઓ રસિકભાઈ, કાંતિભાઈ તથા રમેશભાઈ – શ્રી કુમારપાળને અમારા હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. અમારા સૌથી મોટાભાઈ સ્વ. ચંપકભાઈ દોશી પણ કુમારપાળ સાથે વિશેષ સંબંધ ધરાવતા હતા અને અમારા નાના ભાઈ સ્વ. મહેશભાઈ દોશી કુમારપાળના બાળપણના મિત્ર હતા. તેઓ આજે હાજર હોત તો કુમારપાળની આ સિદ્ધિ અને પ્રગતિ જોઈને કેટલા બધા ખુશ થયા હોત, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કુમારપાળ પર સરસ્વતીની અસીમ કૃપા છે. જ્ઞાન, વાણી, બુદ્ધિ અને યાદશક્તિ – બધું ખૂબ મળ્યું. પણ તેમનો ગુણોનો ભંડાર એ એક વિશેષ મહત્ત્વની વાત મને લાગી છે. અને તે તેમની સફળતા માટે કારણભૂત છે. કુમારપાળમાં કામ કરવાની અથાક શક્તિ, પરિશ્રમની તૈયારી, એકાગ્રતા અને નિષ્ઠા, સૂઝ, સમજણ, ચોકસાઈ અને વિચારોની સ્પષ્ટતા છે. પ્રશ્નોનો ઉકેલ કરવાની સૂક્ષ્મ વ્યવહારુ બુદ્ધિ છે. બીજા પણ સહજ ગુણો જેવા કે આનંદી સ્વભાવ, વિનય, વિવેક, નમ્રતા અને સમતા જોવા મળે છે. ક્યારેય ગુસ્સો નહિ. આવા બધા ગુણોનો સમુદ્ર એ ઈશ્વરનો પક્ષપાત કે તેમના જીવન પુરુષાર્થની પ્રાપ્તિ છે. એક નાનકડો પ્રસંગ સાથે મારી વાત સમેટી લઉં. ૨૦૦૩ના માર્ચ મહિનામાં અમે ભારત આવ્યાં ત્યારે મારાં પત્ની કલ્પના કુમારપાળનાં પત્ની પ્રતિમા સાથે ખરીદી કરવા ગયાં હતાં. 531 કિશોર દોશી Page #573 -------------------------------------------------------------------------- ________________ ખરીદી કરતાં થોડું મોડું થઈ ગયું અને બંનેને ચિંતા થઈ કે કુમારપાળ ઘેર આવી ગયા હશે તો ? આખા દિવસના સખત કામ પછી ઘેર આવશે અને ઘેર કોઈ હાજર નહીં હોય. કુમારભાઈ પાસે ઘરની ચાવી નહોતી. તેનો તેમને ખ્યાલ પણ નહોતો. બંને ઘેર આવ્યાં, તો કુમારપાળ બહાર ચોકમાં લટાર લગાવતા હતા. બંનેએ દિલગીરી દર્શાવી કે ખરીદી કરવામાં મોડું થઈ ગયું અને ચાવી નહીં હોવાથી તમારે ઘણો સમય ઘરની બહાર બેસી રહેવું પડ્યું હશે. કુમારભાઈને કોઈ જાતનો ગુસ્સો કે વિષાદ નહોતો અને પછી કલ્પનાને કહે કે, “ભાભી, ભૂલ તો મારી હતી કે હું ચાવી લેવાનું ભૂલી ગયો હતો.” કેવી સમતા ! કેવો તેમનો વિનય ! આ પ્રતિભાશાળી વ્યક્તિને આવો મોટો પદ્મશ્રીનો પુરસ્કાર-ઇલકાબ મળે છે ત્યારે અમારું હૃદય અને ચિત્ત આનંદવિભોર થઈ નાચી ઊઠે છે. કુમારપાળ તેમના જીવનમાં આવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી ભાવના સાથે અમે તેમને અમારા હ્યુસ્ટનના અનેક સ્નેહીઓ તરફથી મુબારકબાદી પાઠવીએ છીએ જૈન સેન્ટર ઑફ હ્યુસ્ટનના ભૂતપૂર્વ પ્રમુખ s32 વિદેશમાં ધર્મદર્શનનું અજવાળું Page #574 -------------------------------------------------------------------------- ________________ આનંદનો અનુભવ મારભાઈ વિશે લખવાનું હોય ત્યારે લખવાનો જેને બહુ મહાવરો ન હોય તેવી મારા જેવી વ્યક્તિ માટે મૂંઝવણ ઊભી થાય, કામ મુશ્કેલ લાગે. પણ જ્યારે લગભગ ચાલીસ વર્ષો પહેલાંના દિવસો યાદ કરું છું ત્યારે ઘણી સ્મૃતિઓ આંખ આગળ તાજી થાય છે. તો ચાલો, તે સ્મૃતિઓને ઉકેલવાનો પ્રયત્ન કરું. ૧૯૬૧માં એચ. કે. આર્ટ્સ કૉલેજમાં હું બી.એ.ના સિનિયર વર્ષમાં અને કુમારભાઈ બી.એ.ના. જુનિયર વર્ષમાં હતાં. સંસ્કૃતના ક્લાસમાં તેમની પ્રથમ મુલાકાત થઈ. મારી સાથે ઊર્મિલા શાહ, ઉષા રાવળ, શાંતિભાઈ પંડ્યા, પરિમલ દલાલ તથા ગજાનન ત્રિવેદી એમ બીજા મિત્રો પણ હતાં. એક સરસ મિત્રમંડળી બની. ક્લાસ પૂરો થાય પછી બધાં મિત્રો કૉલેજના દરવાજા પાસે જ વાતોમાં મશગૂલ થઈ જતા. દૂરથી બસ દેખાય એટલે અમારાં ઉષાબહેન વાક્ય અધૂરું મૂકીને બસ પકડવા દોડે. બી.એ. અને એમ.એ. કર્યા બાદ લગભગ બધા મિત્રો કૉલેજમાં અધ્યાપન-કાર્યમાં જોડાયાં. કુમારભાઈ સાથેનો પરિચય ધીમે ધીમે પાંગરતો રહ્યો. તેઓ જયભિખ્ખુંના એકના એક સંતાન છે તેવી ખબર તો એક મિત્ર દ્વારા પડેલી. ચંદ્રનગર સોસાયટીમાં તેમનું ઘર. ૩૩ નંબરની બસ ત્યાં જતી તે બરાબર યાદ છે. ક્યારેક તેમના ઘેર જવાનું બનતું. તેમના પિતાશ્રી સાથે કેમ છો ?’થી વધારે વાત કરવાનો સંકોચ રહેતો હતો પણ તેમનાં માતુશ્રી સાથે વાતચીત થતી. તેઓ ચાનાસ્તો કર્યા વિના જવાની રજા આપતા નહિ. તેમનાં માતુશ્રીની ઉદારતા, પ્રેમાળ સ્વભાવ અને પ્રસન્ન ચહેરો – આજે પણ એવા જ યાદ છે. એકના એક રોહિણી કિનખાબવાલા 533 Page #575 -------------------------------------------------------------------------- ________________ પુત્રને સ્કૂટર ચલાવવાની મનાઈ, તેને માટે ડ્રાઇવર રાખેલો તે જાણીને અમને મિત્રોને ખૂબ જ રમૂજ થતી. પિતાશ્રીની લેખનશક્તિ અને માતુશ્રીની ઉદારતા – બંનેનાં મહાન જીવનનો વારસો તેમને મળ્યો છે. ૧૯૬૮માં મારાં લગ્ન થયાં અને અમેરિકા આવવાનું થયું. અહીં આવ્યા બાદ પત્ર દ્વારા અવારનવાર પરસ્પર સમાચાર મળતા રહ્યા. વર્ષો જતાં તેમની પ્રવૃત્તિઓ વધતી ગઈ અને વિવિધ કામોમાં વ્યસ્ત રહેતા. તે સમયે તેમનાં પત્ની પત્ર લખતા. (પ્રતિમાભાભીના અક્ષરો સરસ છે.) આજના સમયમાં ઈ-મેઇલ દ્વારા સમાચાર મળતા રહ્યા. એમ પત્ર-સંપર્કના જળથી મૈત્રીપુષ્પનો છોડ સિંચાતો રહ્યો. હજારો માઈલ દૂર રહેવા છતાંય મિત્રતા પાંગરતી રહી! જ્યારે ભારત આવીએ ત્યારે તેમને ત્યાં અચૂક જવાનું બનતું. તેમનાં પત્ની પ્રતિમાબહેન ખૂબ આગ્રહથી જમાડતાં. પર્યુષણ સમયે કુમારભાઈ અમેરિકા આવતા ત્યારે ક્યારેક ફોન દ્વારા તો ક્યારેક રૂબરૂ મળવાનું બનેલું. એક વર્ષે તેઓ અમેરિકા આવ્યા ત્યારે પર્યુષણ દરમ્યાન ન્યૂ જર્સીમાં અમારે ત્યાં રહ્યા હતા. છેલ્લા દિવસનું પ્રવચન સમાપ્ત થયું ત્યારે કેટલીક વ્યક્તિઓનો આભાર માનતા તેમણે અમારો પણ આભાર માન્યો. મિત્રતાના સંબંધમાં આભાર માનવાનો હોય નહિ. તેથી અમને ખૂબ સંકોચ થયો. તેમણે કહ્યું કે કુમારપાળને વસ્તુપાળ સાથે તો મિત્રતા જ હોય. (મારા પતિનું નામ વસ્તુપાળ છે.) આ સમય દરમ્યાન તેમની સાથે વિવિધ વિષયોમાં વાતો થતી. દલીલોનો અંત લાવવો હોય તો સામી વ્યક્તિને “તમે સાચા” એમ કહેવું તેવી એમની રમૂજ યાદ રહી ગઈ. એક બીજો પ્રસંગ યાદ આવે છે. અમદાવાદમાં એક મિત્રને ત્યાં તેમને બપોરે બાર વાગે જમવાનું નિમંત્રણ મળ્યું હતું. તેઓ તેમને ત્યાં બરાબર તે સમયે પહોંચી ગયા. થોડો સમય બેઠા, વાતો કરી પણ મિત્રએ જમવાની વાત જ ન કરી. મિત્ર તેમનાં પત્નીને આ બાબત કહેવાનું જ ભૂલી ગયેલા. અચાનક મિત્રને યાદ આવ્યું અને માફી માગી. કુમારભાઈએ તેમને કહ્યું કે જમવું નથી, અહીંથી પસાર થતો હતો અને તમને ના પાડવા જ આવ્યો છું. આમ મિત્ર બહુ છોભીલા ન પડે તેમ પરિસ્થિતિને અનુકૂળ થઈને વાત વાળી લેતા. કૉલેજજીવન દરમ્યાન કરેલા વિચારો ધીમે ધીમે આકાર લેતા થયા. ભાવિ જીવન વિકસતું ગયું. તેમનો રમૂજી સ્વભાવ, ઉદારતા, બીજાને મદદરૂપ થવાની હંમેશાં તૈયારી – એ બધા ગુણોને લીધે મિત્રસમુદાય વધતો જ ગયો. ભારત સરકાર તરફથી કુમારભાઈને પદ્મશ્રી'નો ખિતાબ મળે છે ત્યારે તેમના એક મિત્ર તરીકે હું પણ સૂક્ષ્મ આનંદનો અનુભવ કરું છું. તેમનો જીવનપંથ મંગળમય બની રહે તેવી શુભેચ્છા. સંસ્કૃત વિષયના પૂર્વ અધ્યાપક, હાલ ન્યૂજર્સી 534 આનંદનો અનુભવ Page #576 -------------------------------------------------------------------------- ________________ W hat can you say about Dr. Kumarpal B. Desai? He is a person with an all around knowledge of Jain religion, Gujarati literature, sports, and children's needs. He is an all rounder. Unique Dedication I have known Dr. Kumarpal Desai for about seven years now have been impressed very much with his simpleness, energy, and dedication. He has been very instrumental in spreading Mahavirswami's Jain religion to many within and outside of India by writing books and giving lectures. He recently published an Encyclopedia on Mahavirswami, Jain religion's 24th and last Tirthankar of this era. This book covers all the places Mahavirswami went to since his birth and brief description of his Deshna given to people. The book gives so many details about Mahavirswami that is not found anywhere else. Another book, "Glory of Jainism" in English has given an opportunity to young and old to know the contribution of 108 people in spreading Jain religion. Virendra S. Shah Dr. Kumarpal Desai is down to earth person, very easy to talk to person who can talk in many different languages and on many 535 Page #577 -------------------------------------------------------------------------- ________________ different subjects. He was a guest speaker at Jain Center of New Jersey's (U.S.A.) Paryushana Mahaparva celebrations in 1998. This was the first time he had to come Jain Center of New Jersey. People were very much impressed with his knowledge of Jain religion. This prompted Jain Center to ask Dr. Kumarpal Desai to be a guest speaker again in near future. This "near future" has turned out to be six years because of his popularity and commitments to the other Jain organizations around the world. Dr. Kumarpal Desai has been also involved in creating 1st of its kind Encyclopedia in Gujarati language. This Encyclopedia has become very popular and useful to many who can not read English. He is also involved in helping people who are unable to help themselves. It is really amazing to see that he is involved in many different fields that not only spreads Jain religion but also mankind. He was one of the speakers at Mahavirswami's 2600th birth anniversary celebrations hosted by Bharatiya Vidya Bhavan (USA) in 2002. His lectures and book on "A Journey of Ahimsa (From Bhagwan Mahavir to Mahatma Gandhi)" were well received. His teachings of Jain religion has played an important part in many people's lives. He has also helped many Jain organizations to raise funds to complete their projects. The Padmashri awarded by The Government of India on 2004 Republic Day celebrations clearly recognizes the contributions made by Dr. Kumarpal Desai for people of India. Our congratulations and best wishes to him. President : Jain Centre of New Jersey 536 Unique dedication Page #578 -------------------------------------------------------------------------- ________________ It is difficult to describe this man with any single adjective, because of his contribution to many aspects of human life. I know this gentleman for last fifteen years and has been impressed by his commitment to spread the message of Lord Mahavira of Ahimsa, Anekant and Anukampa. His contributions to Gujarati Literature and field of sports are well known through Gujarat and all parts of the world where Gujarati's Multifaceted Personality live. I still remember his very well thought out and delivered talk at Biennial Jaina convention in Pittsburgh, U.S.A. on the subject of Jainism - Past, Present and Future' as a keynote speaker. It was indeed honor for me to be awarded “Jaina-Ratna' award in his presence. He was once again our keynote speaker at last biennial convention at Cincinnati and spoke very eloquently on ‘Our life in the context of five Anuvrat and Anekantwad', as well as on the subject of 'influence of Jainism on Mahatma Gandhi'. His contribution to Jainism was recognized by 'Federation of Jain associations in North America' be bestowing upon him ‘President's special award' in 1997 at biennial convention of Jaina at Toronto, Dr. Dhiraj H. Shah 537 Page #579 -------------------------------------------------------------------------- ________________ Canada. He is the most sought out speaker by sixty two jain sanghs of North America to deliver lectures during Paryushan Parva. I had a good fortune to attend with Kumarpalbhai 'World Parliament of Religions' at Chicago, U.S.A. in 1993 and Captown, south Africa in 1999. His talks on many aspects of Jainism was well received by the attendees. By this time, He was very well recognized as an excellent orator and authority on Jainism. I had also good fortune to work with his 'Anukampa Trust' which carries out humanitarian activities. I also saw him working hard to help affected families by communal riots in Gujarat in last two years. It was indeed honour and priviledge to be in this man's company when twenty six of us were awarded “Jain Ratna Award' Presented by Ex-Prime Minister Atal Bihari Vajpayee on the occasion of the 2600th Janmakalyanak of Bhagwan Mahavira. Inspite of all this awards and many more, Kumarpalbhai is always there when you need him. I remember vividly that it was opening ceremony of Sarvajanik Dispensary at Bhadreshwar Teerth, Kutch sponsered by our family in honor of the Great Grandmother Mithibai Monsi who was responsible for last Jirnoddhar of that Teerth 1,500 years ago. I needed a Brochure describing Mithibai's contribution to that teerth and I was in Ahmedabad for only 24 hours and requested Kumarpalbhai's help and to my surpirse, Next morning he handed over me 500 copies of a brochure describing my grandmother's contribution. I could not thank him enough. To me, Kumarpalbhai has remained unassuming and modest man despite of all the medals, prizes, awards and honours. He has always smile on his face and warmth in his behavior. I consider it as an honour and priviledge to be asked to write few words about him on the occasion of him receiving well deserved Padmashri award by President of India at Rashtrapati Bhavan, New Delhi. Past President of 'Federation fo Jain Associations in North America' 538 A Multifaceted Personality Page #580 -------------------------------------------------------------------------- ________________ રવી ગુજરાતનું ગૌરવ મારપાળ દેસાઈને નામથી આજે કયો ગુજરાતી નહિ ઓળખતો હોય ? ગુજરાત હોય કે વિશ્વનો કોઈ ખૂણો હોય, જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં તો કોઈ કુમારપાળને નામથી અને એમના અનેકવિધ પ્રદાનથી ઓળખે છે. એમના સર્જનવૈવિધ્યને કારણે કે જૈન ધર્મના એમના ઊંડા અભ્યાસને કારણે એ દેશવિદેશે લોકહૈયે રમે છે. ભારત સરકારે એમને પદ્મશ્રી’નો એવોર્ડ આપી નવાજ્યા છે ત્યારે તેમનું નહિ, સમગ્ર ગુજરાતનું, આખાય ગુજરાતી સમાજનું તથા જૈનદર્શનનું સન્માન થયું છે એમ ગૌરવપૂર્વક કહી શકીએ. દેશનું ઊંચામાં ઊંચું સર્વશ્રેષ્ઠ આ બહુમાન કુમારપાળને મળે એ માત્ર કુમારપાળ માટે જ નહિ, એમના હજારો-લાખો મિત્રો માટે અનેરા આનંદની વાત છે. જે એવોર્ડની કુમારપાળે કદી કલ્પના નહોતી કરી કે અપેક્ષા નહોતી રાખી એ એવૉર્ડ મળતાં કુમારપાળને કેટલો આનંદ થયો હશે એ હું સહેજે કલ્પી શકું છું. ૧૯૯૩માં આપણા પદ્મશ્રી સમકક્ષ કેનેડાનો સર્વશ્રેષ્ઠ એવૉર્ડ “ઑર્ડર ઓફ કેનેડા મને એનાયત થયો ત્યારે જેની મેં કદી કલ્પના નહોતી કરી એવી ઘટના મારા જીવનમાં બન્યાનો અનેરો આનંદ મને થયો હતો. કુમારપાળ, જીવનમાં ક્યારેક કદી પણ ન કપ્યું હોય એવું બનતું હોય છે. આવી સારી. ઘટના કોઈ કોઈ વિરલ વ્યક્તિના જ જીવનમાં બને છે. તમે જ વિચારો કે તમારી આસપાસના પરિચિતોમાં પદ્મશ્રીનું ગૌરવ પામનારા કેટલા સ્વજનો છે? જય ગજ્જર 539 Page #581 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ, તમે આંખ મીંચીને ધ્યાનસ્થ બની તટસ્થપણે તમારાં વિવિધ કાર્યો અને પ્રદાન વિષે વિચારશો તો અંતરનો અવાજ કહેશે કે યુ ડીઝર્વ ઇટ’. હું એમાં સૂર પુરાવીશ કે કુમારપાળ સાચે જ એના અધિકારી છે. એક મિત્ર તરીકે અને નવગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે સાથે કામ કરતાં કુમારપાળને સારી રીતે ઓળખ્યા છે. વિદેશમાં એમની ચાહનાથી પરિચિત છું. મારી સાહિત્યિક પ્રવૃત્તિના હંમેશ પ્રશંસક અને પ્રેરક બની રહ્યા છે. એમની અનેકવિધ પ્રવૃત્તિઓ અને એમના વિષેની ઘણીબધી વાતો કરવા બેસું તો પાનાં ભરાઈ જાય. આથી, મારા મનમાં વસેલા એક મિત્ર કુમારપાળની આત્મીયતા અને સિદ્ધિનો ટૂંકમાં પડઘો પાડીશ. કુમારપાળનો અંગત પરિચય ૧૯૬૮માં હું નવગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારે થયેલો. એમના નામથી અને કાર્યથી થોડોઘણો પરિચિત હતો. પહેલે દિવસે જ એક દૃષ્ટિવંત અને પ્રતિભાશાળી અધ્યાપકનો ભેટો થયો. એ હતા કુમારપાળ દેસાઈ. એમની વાણીમાં મીઠાશ હતી, આંખોમાં સ્નેહ નીતરતો હતો, એમના સમગ્ર વ્યક્તિત્વમાં મૈત્રીનો મીઠો આવકાર હતો. અમે પરસ્પર એકબીજા વિશે થોડી વાતો કરી. એ દિવસથી કુમારપાળ મારે હૈયે વસી ગયા એક સજ્જન સહાધ્યાયી તરીકે અને અદના મિત્ર તરીકે. કુમારપાળ સાથે ત્રણ વર્ષ અધ્યાપક તરીકે કામ કર્યું. આ સમય દરમિયાન એમની બહુ નજીક આવવાનો મોંઘેરો લહાવો મળ્યો. બહુ ટૂંકા ગાળામાં અમે એકબીજાના સહૃદયી મિત્રો બની ગયા. બહુ જલદી આત્મીયતા કેળવાઈ ગઈ. કદાચ એમની નિખાલસતા અને કેટલાક વિશિષ્ટ ગુણો એનું કારણ હોય. એમનો મોટામાં મોટો ગુણ એ હતો કે જે કંઈ મિત્રને કહેવાનું હોય તે બહુ સારી ભાષામાં એ કહી શકતા. કૉલેજમાં સામાન્ય રીતે એક જ વિષયના અધ્યાપકોમાં પરસ્પર દ્વેષ કે ઈર્ષાની દીવાલ હોય છે. એ દુર્ભાવના કુમારપાળમાં મને કદી જોવા મળી નહીં. બલ્બ થોડા વખતમાં જ એ વખતે નવગુજરાત કૉલેજના ગુજરાતીના ચાર અધ્યાપકો-કુમારપાળ દેસાઈ, પ્રિયકાન્ત પરીખ, જશુભાઈ ઠક્કર, જય ગજ્જર–ની ચોકડીની પરસ્પરની આત્મીયતા અને મૈત્રી કેટલાક અધ્યાપકોની આંખે ચડી ગઈ. અમે ચારે સ્ટાફરૂમમાં સાથે બેસતા, સાથે નિખાલસપણે વાતો કરતા, સાથે ચા પીતા, સાથે નાસ્તો કરતા, જરૂર પડે તો સ્ટાફ મિટિંગમાં ક્યારેક સાથે અણગમતી વાતોનો વિરોધ કરતા. અમારા પ્રેમાળ વર્તુળમાં કેટલાક સદ્ભાવી અધ્યાપકો પ્રો. મોહનભાઈ પટેલ, પ્રો. ચંદ્રકાંત મહેતા, પ્રો. સી. આઈ. મિસ્ત્રી, પ્રો. ધર્મેન્દ્ર ઝાલા સહેલાઈથી ભળી જતા. એકબે અપવાદ સિવાય, નવગુજરાતના અધ્યાપકોમાં એ વખતે પરસ્પર મંત્રી અને સદ્ભાવના અનોખી હતી. કુમારપાળ એક સહકાર્યકર તરીકે બહુ ભલા, સગુણી અને આનંદી સ્વભાવના હતા. સારામાઠા પ્રસંગે સદા 1540 ગરવી ગુજરાતનું ગૌરવ Page #582 -------------------------------------------------------------------------- ________________ મિત્રની પડખે ઊભા રહેવાની એમની નિસ્વાર્થ ભાવના હતી. કદી કશાની અપેક્ષા એમણે રાખી નથી. સદ્ભાગ્યે પ્રભુએ એમને બધી રીતે બહુ આપ્યું છે. અમે ઘણી વાર સાથે મળીને સાહિત્ય અને શિક્ષણ-અધ્યાપનની ચર્ચા કરતા. એક સહૃદયી મિત્ર તરીકે એ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા. એમનાં સૂચનોમાં વાસ્તવિકતા હતી. એમના વાચન અને અભ્યાસની પ્રતીતિ થતી. મિત્રને કે વિદ્યાર્થીને ખોટું લાગે એવા ઊંચા સાદથી કુમારપાળ કદી ન બોલે. એવી મીઠાશથી સલાહસૂચન આપે કે સામેની વ્યક્તિ પીગળી જાય. મિત્રને અને વિદ્યાર્થીને ઓળખવાનો એક મોટો ગુણ એમનામાં છે. એને કારણે જ એ ઘણા મિત્રો બનાવી શક્યા છે અને વિદ્યાર્થીઓના પ્રિય બન્યા છે. મૈત્રી બાંધવી સહેલી છે, એને ટકાવી રાખવી અઘરી છે. કુમારપાળ મૈત્રી ટકાવી શક્યા છે. કામમાં ગમે તેટલા વ્યસ્ત કે વ્યગ્ર હોય પણ આંગણે આવેલા મિત્રને મીઠા હાસ્ય સાથે એ આવકારે છે, એની આગતા-સ્વાગતા કરે છે – પછી ઘર હોય કે ઑફિસ હોય. કુમારપાળનો મોટામાં મોટો ગુણ ગૌરવવંતા ગુજરાતીઓનાં ગુણગાન ગાવાનો અને એમના પ્રદાનનો ઉલ્લેખ કરી એમને જાહેરમાં અને ખાનગીમાં સન્માનવાનો છે. ઘણા બધાના જીવનઘડતરમાં એમનો મોટો ફાળો રહ્યો છે. ખાસ કરીને ઉમાશંકર જોશી અને ધીરુભાઈ ઠાકરના ઋણની પ્રસંશા કરતાં અને એમના પર પડેલા એમના પ્રભાવનો ઉલ્લેખ કરતાં એ કદી અચકાતા નથી. આવા મહાનુભાવોની વિચારસરણી જળવાઈ રહે એ હેતુથી સાહિત્ય પરિષદ કે અકાદમી જેવી સંસ્થાઓના વિકાસમાં એમનો અનન્ય ફાળો રહ્યો છે. શિક્ષણક્ષેત્રે કુમારપાળનો વિશિષ્ટ અને અમૂલ્ય ફાળો રહ્યો છે. લગભગ ચાલીસ વર્ષથી અધ્યાપન કરી રહેલ આ અધ્યાપક એમની નિષ્ઠાને કારણે એક પછી એક ઉચ્ચ પદો સર કરી આજે ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીનના પદે પહોંચ્યા છે. શિસ્ત, શ્રમ અને સચ્ચાઈના એ બહુ આગ્રહી રહ્યા છે. એમના વિદ્યાર્થીઓ એમનાં જ્ઞાન, એમનાં વાચન, એમની લઢણ અને સમગ્ર શિક્ષણ પદ્ધતિના પ્રશંસક રહ્યા છે. એમના વિદ્યાર્થીઓના મુખે કુમારપાળનાં વખાણ મેં સાંભળ્યાં છે. વિદ્યાર્થીઓમાં પ્રિય, અતિ પ્રિય. કુમારપાળનો આત્મા શિક્ષકનો છે અને સદા શિક્ષકનો જ રહેવાનો. કુમારપાળ જેવા નિર્મળ, પ્રેમાળ અને બહુશ્રુત અધ્યાપકની કેટલી ઊંડી અસર વિદ્યાર્થીઓ પર છે એ તો કોઈ વિદ્યાર્થી જ કહી શકે. કુમારપાળે ગુજરાતમાં નામના મેળવી એના કરતાં વધારે નામના અમેરિકામાં મેળવી છે. અમેરિકાના પ્રત્યેક રાજ્યમાં વસતા માત્ર જૈન જ નહિ, દરેક ગુજરાતી એમનાં લખાણો વાંચે છે, સમજે છે, એમને સાંભળવા માઈલોના માઈલો સુધી જાય છે. જૈન ધર્મની સંસ્થા દ્વારા એ અમેરિકા 54 જય ગજ્જર Page #583 -------------------------------------------------------------------------- ________________ આવે પણ એ પછી જે કોઈ મંડળ કે સંસ્થા એમને નિમંત્રણ આપે ત્યાં એ હરખભેર પહોંચી જાય. નિમંત્રણ મળે એટલે ના પાડવાની એમનામાં હિંમત નથી. પોતાના સમયના અભાવનો વિચાર ના કરે પણ સામી વ્યક્તિને ખોટું લાગશે એનો વિચાર કરે. એક વાર હા પાડે પછી સમયસર પહોંચી જાય. સ્થળ, સમય અને પ્રસંગને અનુરૂપ વાર્તાલાપ આપે. એમની વાણીમાં જુસ્સો છે, અકલ્પ જાદુ છે. શબ્દોની સરળતામાં મીઠાશ છે, સૌથી વિશેષ તો સચ્ચાઈ અને ઊંડા અભ્યાસનો રણકો છે, લોકહૈયે પહોંચવાની શક્તિ છે. કોઈ પણ વિષય પર બોલવાનું હોય તો એ બોલી શકે છે. વક્તા તરીકે આમંત્રણનો સ્વીકાર કર્યા પહેલાં કેવા પ્રકારના શ્રોતા છે, કેવા પ્રકારનો પ્રસંગ છે, કેવા પ્રકારનું બોલવાનું છે એ બધું જાણી લે છે. એ પછી પોતાના વક્તવ્ય વિશે જરૂરી જાણકારી કે માહિતી મેળવી લે છે. કુમારપાળ આડેધડ કદી બોલતા નથી. એટલે તો એક વક્તા તરીકે સારી છાપ પાડે છે. શ્રોતાઓને ઉપયોગી થઈ પડે, સાથે સાથે રસ પડે, જીવનનો કોઈ મર્મ હોય, જીવનની કોઈ ફિલોસોફી હોય, એ બધું એમના વક્તવ્યમાં હોય છે. વક્તવ્ય વખતે એમના વદન પર સદાય હાસ્ય રમતું હોય છે. એમના વાર્તાલાપમાં એક પ્રકારની રસિકતા હોય છે, શબ્દોની ચીવટપૂર્વક પસંદગી હોય છે. બિનજરૂરી લંબાણ નથી હોતું. સદાબહાર એમનાં વક્તવ્યોમાં જાણે યૌવન અને તાજગી ધબકતાં હોય છે. એમાંય જૈનદર્શન વિશે બોલતા હોય ત્યારે તો કોઈ મહર્ષિની આર્ષવાણીનો સાક્ષાત્કાર થાય છે. આથી જ અમેરિકા કે અન્ય દેશો એમની વાણી પાછળ ઘેલા છે, એમને સાંભળવા ઉત્સુક હોય છે. એક અમેરિકન ગુજરાતીના કહેવા પ્રમાણે અમેરિકામાં લોકો ચાતક નયને એમના આગમનની રાહ જોતા હોય છે. કુમારપાળ, અભિનંદન ! વિદેશીઓનાં હૈયાંને હચમચાવવાં એ કામ સહેલું નથી. સીધા, સાદા અને સૌજન્યશીલ કુમારપાળ મિતભાષી છે. એમના મુખેથી કોઈ કડવાં વચનો કદી ન નીકળે. વાણી પર ખૂબ પ્રભુત્વ છે તો વાણી પર કાબૂ પણ છે. વાણીથી સહુ કોઈને ખુશ રાખવાની કળા આ માનવમનના અભ્યાસીને સિદ્ધ છે. બાળકોથી માંડી વડીલો સુધી સ્ત્રીપુરુષ સૌના હૈયાને સ્પર્શી જાય એવી વાતો કરવાની એમની સૂઝ અને સમજ છે. એક વિશિષ્ટ પ્રકારના એ સંશોધક છે. એ બાળસાહિત્ય અને પ્રોઢ સાહિત્યના લેખક છે, એ વાર્તાકાર છે, એ વિવેચક છે. એમના સાહિત્યના ઊંડા અભ્યાસીને એમના સમગ્ર સર્જનમાં – પછી એ રમતના મેદાનની વાત હોય, ઈટ અને ઇમારતની વાત હોય, પાંદડું અને પિરામિડની વાત હોય, એ સર્વ સર્જનમાં એક કવિની રસિકતા છે, નવલકથાકારની જેમ પ્રસંગો અને પાત્રોને સુંદર રીતે આવરી લેવાની કળા છે, નવલિકાકારની જેમ ચોટદાર શૈલીમાં ટૂંકામાં રજૂ કરી ચમત્કારિક અંત લાવવાની ચપળતા છે. 542 ગરવી ગુજરાતનું ગૌરવ Page #584 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ પાસે ભાષા છે, શબ્દોની સૂઝ છે, પ્રસંગોની ગૂંથણીની કળા છે, વિષયવસ્તુને સરળતાથી રજૂ કરી અંતરના ઊંડાણ સુધી પહોંચવાની સિદ્ધિ છે, નવા નવા વિષયો કે પ્રસંગો સાથે નીતિનિયમો સમજાવવાની કે ઉપદેશ કે માર્ગદર્શન આપવાની સાચી સમજ છે. આવા બહુશ્રુત, વિદ્વાન, અભ્યાસી અને લોકલાડીલા અધ્યાપક કુમારપાળને મૂલવવા એ સહેલું કામ નથી. હાથી કેવો એની વ્યાખ્યા આંધળાઓ આપવા બેસે તો કેવી દશા થાય? કુમારપાળની પ્રતિભા બહુમુખી છે. એ માનવપ્રેમી પત્રકાર છે, એ સંવેદનશીલ સાહિત્યકાર છે, એ જૈન ધર્મના ઊંડા અભ્યાસી, પ્રશંસક અને પ્રચારક છે, એ લોકહૈયે પહોંચી જતા સ્પોર્ટ્સ-સમીક્ષક છે, એ બહુશ્રુત અધ્યાપક છે, આ બધા ઉપરાંત એ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા સજ્જન છે, એમના સાંનિધ્યમાં તમને જીવનનો મર્મ, આનંદ અને મહત્તાનો સાક્ષાત્કાર થાય છે. મહાજ્ઞાની અને સાચા અભ્યાસી સદ્ગત જયભિખ્ખના ઘણા ગુણો કુમારપાળમાં વારસામાં ઊતર્યા છે. કુમારપાળના ઘડતરમાં અને જીવન- દૃષ્ટિમાં જયભિખ્ખનો અનન્ય ફાળો રહ્યો છે. એમનાં લખાણોમાં જયભિખ્ખની સીધી અને સચોટ અસર જણાય છે. અનેક એવોર્ડ મેળવનાર કુમારપાળની સિદ્ધિમાં પદ્મશ્રી'નો એવોર્ડ એક મહાન ઉમેરો કરે છે. ટૂંકમાં, કુમારપાળના વ્યક્તિત્વની વાત કરીએ તો કુમારપાળ સમયના આગ્રહી છે. એમની યાદશક્તિ તીવ્ર છે, કોઈ વાત કદી ભૂલતા નથી. એમનામાં વડીલોને હંમેશ માન આપવાનો મોટામાં મોટો ગુણ છે. એમનામાં સ્ત્રી સન્માનની અનોખી ભાવના છે. મિત્રો બનાવવાની અને મૈત્રી ટકાવી રાખવાની તત્પરતા અને ઘેલછા છે. મારા જેવા વાર્તાલેખક અને નવલકથાકારને નવચેતનામાં કૉલમ લખવા પ્રોત્સાહિત કરનાર કુમારપાળ મારે મન પરમ આપ્તજન છે ! કુમારપાળ ગરવી ગુજરાતનું ગૌરવ છે અને સદાકાળ ગૌરવ જ રહેશે. ત્રણ વર્ષનો મારો ભારતમાં બંધાયેલો સંબંધ આજે તેત્રીસ વર્ષથી ટકી રહ્યો એનાં ઘણાં કારણ છે; જેવાં કે એમની નિસ્વાર્થ સાચી મૈત્રી, એમનું હસમુખું વદન, એમની અનોખી પ્રતિભા, મારી સર્જનપ્રવૃત્તિના સાચા પ્રશંસક. આજે જ્યારે કુમારપાળ વિશે કંઈક લખી રહ્યો છું ત્યારે આવા એક સદ્ભાવી મિત્ર માટે ગૌરવ અનુભવું છું અને પરમાત્માને પ્રાર્થ છું કે “પ્રભુ એમને બહુ લાંબું, સુખી, આનંદી અને તંદુરસ્તીભર્યું જીવન બક્ષે. એમની કલમે ગુજરાતી ભાષાને વિવિધ ક્ષેત્રે અખૂટ સત્ત્વશીલ સાહિત્ય મળતું રહે અને એમની નામના ચોપાસ ગુંજતી રહે.” કેનેડામાં સ્થાયી થયેલા ગુજરાતી સર્જક 543 . જય ગજર Page #585 --------------------------------------------------------------------------  Page #586 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને મૃત