________________
રમતગમતના ક્ષેત્ર વિશે – પ્રવચનો આપી શકે છે અને તેનો લાભ પ્રેમપુરીના શ્રોતાઓને વર્ષોથી મળી રહ્યો છે.
વ્યક્તિ તરીકે તેમના પરિચયમાં આવનાર દરેકને તેમની મૂળભૂત ખાનદાની તથા સેવાભાવનાનો અનુભવ થાય છે. સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, રમતગમત એવાં અનેક ક્ષેત્રોમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે અને તે બધું હોવા છતાં તેઓ ખૂબ વિનમ્ર અને વિનયી વર્તન રાખે છે.
મુંબઈના પ્રેમપુરી આશ્રમમાં બહોળો શ્રોતાવર્ગ તેમનો ચાહક છે. તેમના પ્રવચનમાં જે દૃષ્ટાંતો આપે છે તે રોજિંદા જીવનમાં બનતા પ્રસંગોનાં હોવાને કારણે ખૂબ જ અસરકારક બની રહે છે અને પ્રવચનને થોડું હળવું કરવામાં ઉપયોગી થાય છે.
મને અંગત રીતે તેમના પરિચયથી ઘણું જાણવા-શીખવા મળેલ છે અને મારું સદ્ભાગ્ય છે કે તેમનો નિર્ચાજ પ્રેમ મને હંમેશાં મળતો રહે છે. જૈન ધર્મનું તેમનું જ્ઞાન વિશ્વસ્તરે આદર પામેલ છે અને તેમને અનેક પારિતોષિક અને એવોર્ડો મળ્યાં છે. તેમના વિશે તેમની પ્રવૃત્તિના જુદા જુદા ક્ષેત્રના પ્રદાનને દર્શાવતું પુસ્તક પ્રગટ થાય તે ખૂબ જ યોગ્ય છે અને તે સૌને પ્રેરણાદાયક તથા આદર્શરૂપ થાય તેવું છે.
આ પ્રસંગે તેમના પ્રત્યેનો મારો આદરભાવ વ્યક્ત કરતાં આનંદ અનુભવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશાં તંદુરસ્ત રહે, દીર્ધાયુ થાય અને જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રે તેઓ વધુ ને વધુ યોગદાન આપતા રહે. હાલમાં તેમને પદ્મશ્રી'નો ઇલકાબ ભારત સરકાર તરફથી આપવામાં આવેલ છે તે તેમની ખૂબ જ યોગ્ય કદર થઈ કહેવાય – આવી અનેક સિદ્ધિઓ તેઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા.
જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને શ્રી પ્રેમપુરી આશ્રમમાં સેવાકાર્ય કરનાર
366 રચનાત્મક અભિગમ