________________
કુલ પવિત્રં, જનની કૃતાર્યા
અમારા દેસાઈ પરિવારની વંશાવળીની ખોજ કરીએ તો વહીવંચાની નોંધમાંથી એક “ગોબરકળશા' વંશાવળી મળે છે. કળશાના પુત્ર ગોબરભાઈના પુત્ર એવા હિમચંદભાઈ અને હરિબાને ચાર સંતાનો હતા – જીવરાજ, વિરચંદ, દીપચંદ અને લહેરીબા. આમાં વીરચંદભાઈ તે કુમારપાળના દાદા થાય. આ વીરચંદભાઈએ વિજાપુર તાલુકાના વરસોડા ગામમાં કારભારી તરીકે કામગીરી શરૂ કરી હતી. આશરે ત્રેવીસ વર્ષની ઉમરે ૧૫ રૂપિયાના પગારથી એમણે આ નોકરી સ્વીકારી. એમના મોટાભાઈ જીવરાજભાઈ નાની ઉંમરમાં ગુજરી ગયા અને નાના દીપચંદભાઈએ દીક્ષા અંગીકાર કરી. આથી પોતાના કુટુંબની જવાબદારી ઉપરાંત વીરચંદભાઈએ બંને ભાઈઓના કુટુંબની જવાબદારી સ્વીકારી હતી. બાહોશ, ચતુર અને કુશાગ્ર બુદ્ધિવાળા વીરચંદભાઈની કુટુંબભાવના અદ્ભુત હતી. માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ કાયદાઓનું જ્ઞાન અને કોઠાસૂઝ એવા કે કોર્ટના વકીલો પણ એમની કાયદાકીય સલાહ લઈને કેસ લડતા તેમજ જીત મેળવતા. કામમાં ચોકસાઈ અને ચીવટ પણ એવી જ. આ વીરચંદભાઈના પુત્ર તે બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખ) અને એમના પુત્ર તે કુમારપાળ.
દેસાઈ પરિવારમાં ઓતપ્રોત થઈ ગયેલા કુમારપાળ વિશે શું લખું ? ધરતીમાંથી જ પ્રગટતા અંકુરથી માંડીને એક વૃક્ષ સુધીનો વિકાસ
367
જશવંત વીરચંદ દેસાઈ