________________
નજરોનજર અને પડખોપડખ જોયો હોય તેને વિશે વાત કરવી ઘણી મુશ્કેલ હોય છે. અમારા પરિવારની પરિવારભાવના એવી અનોખી કે લગ્નપ્રસંગ કે અવસાનના સમયે એકેએક વ્યક્તિ ઉપસ્થિત હોય. સ્થાન કે માનને ભૂલીને સહુ કોઈ કામ કરતા હોય. કુટુંબમાં કોઈનું અવસાન થયું હોય અને પછી સ્મશાનેથી પાછા આવ્યા બાદ ઘરના લોકોને પીરસતા કુમારપાળને જોયા છે. એના વ્યક્તિત્વના ગુણોની શી વાત કરું? મારા આ ભત્રીજાને એના પિતાશ્રી જયભિખ્ખ' કુમારપાળને બદલે “કાનો' એવા ટૂંકા નામે બોલાવતા. જયભિખ્ખએ ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીમાં શ્રી વિરતત્ત્વ પ્રકાશક જૈન મંડળમાં જૈન ધર્મ અને જેને ન્યાયનો અભ્યાસ કર્યો હતો. જેને સાધુઓએ
આ સંસ્થાની સ્થાપના પાછળ એક ઉદ્દેશ એવો રાખ્યો હતો કે આમાંથી અભ્યાસ કરેલો યુવાન વિદેશમાં જઈને ધર્મપ્રસાર કરે. એક અર્થમાં કહીએ તો સંસ્થાની એ ભાવના જયભિખ્ખમાં નહીં, બલ્ક કુમારપાળ દ્વારા સાકાર થઈ. જે મહાનુભાવોએ પોતાના વિરલ વ્યક્તિત્વ દ્વારા જૈનદર્શનની વિરલ સેવાઓ કરી છે અને વિદેશની ધરતી પર એનો પ્રસાર કર્યો છે તેવી વ્યક્તિઓમાં કુમારપાળ દેસાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય.
કુમારપાળનું તન અને મન સ્વસ્થ છે. બીજાના હૃદયને સાંત્વના આપીને અથવા તો બીજાને ઉપયોગી થવામાં એ આનંદ માને છે. જીવનમાં મુશ્કેલીઓ અને આપત્તિઓ તો ઘણી આવી પણ એની સામે પોતાની આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસથી એણે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી. માત્ર સ્વવિકાસને બદલે એણે સ્વવિકાસની સાથોસાથ જનવિકાસનો પણ વિચાર કર્યો છે. પરિણામે એણે બીજાઓ માટે પોતાની હૃદયસરિતાના નિર્મળ જળનું ઝરણું અવિરતપણે વહેવડાવીને લોકપ્રેમ સંપાદિત કર્યો. આવા કુમારપાળ દેસાઈને ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકારનો પદ્મશ્રીનો એવોર્ડ એનાયત કરવાની ઘોષણા થઈ તે ક્ષણથી જ અમારો દેસાઈ પરિવાર આનંદ અનુભવે છે.
અમારા કુટુંબના વડીલ જયભિખ્ખમાં અસાધારણ આત્મવિશ્વાસ, અડગ મનોબળ, નિર્ભયતા, સાહસિકતા, ધાર્યું કામ પાર પાડીને જંપવાની વૃત્તિ, સદાય આશાવંત અને પ્રસન્ન પ્રકૃતિ, ઉદારતા, માણસાઈ, પરગજુવૃત્તિ જેવા અનેક ગુણો હતા. આ ગુણોનો વારસો તો કુમારપાળમાં જોવા મળે છે, પરંતુ એથીય વિશેષ કાર્યો કરીને પિતા કરતાં પુત્ર સવાયો બને એવી ભાવના ચરિતાર્થ કરી છે. કાર્ય પ્રત્યેની નિષ્ઠા, વ્યવહારિક કુશળતા અને સામાન્યમાં સામાન્ય માનવી પ્રત્યે પ્રગાઢ સહાનુભૂતિ એ એનો જીવનમંત્ર છે. સાક્ષર જયભિખુની સ્મૃતિમાં પ્રતિવર્ષ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાનનું આયોજન થાય છે. આવું એક વ્યાખ્યાન અમદાવાદના ભાઈકાકા હૉલમાં યોજવામાં આવ્યું હતું ત્યારે કુમારપાળે “જયભિખ્ખની તસવીર સમક્ષ દીપપ્રાગટ્ય કરવાનું કામ તુલસીદાસ દેસાઈને સોંપ્યું હતું. “ભગત'ના નામથી ઓળખાતા આ તુલસીદાસે જીવનભર “જયભિખૂની સેવા કરી હતી. આ રીતે આ પ્રસંગે કુમારપાળની નાના માનવીઓ માટેની અદ્ભુત સહાનુભૂતિ અને ઉત્તમ પ્રેમનાં દર્શન થયાં.
368
કુલ પવિત્ર, જનની કૃતાર્યા