________________
થયું. આ પુસ્તકે એના સર્જકને અનોખી નામના અપાવી. આ પુસ્તક માટે ૧૯૭૭નો સંસ્કાર એવૉર્ડ પણ પ્રાપ્ત થયો. એનો ‘અપાહિન તન, અડિળ મન નામે હિંદીમાં અનુવાદ થયો છે.
આ પછી એક વખત શ્રી કુમારપાળ દેસાઈ બાળકોની વચ્ચે બેસીને વાર્તા કહેતા હતા, આવે સમયે એક પ્રશ્ન ઊભો થયો કે નાનાં બાળકોને પ્રતાપ કે શિવાજીની પરાક્રમગાથા કહીએ પણ એમના મનમાં પ્રશ્ન પણ થાય કે પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો અને તેઓ આસાનીથી ભાલો ચલાવી શકતા. શિવાજી બખ્તર પહેરી શકતા. આવું નાનું બાળક શી રીતે કરી શકે ? આથી એને એના જેટલી જ વયનાં બાળકોએ બતાવેલી હિંમત અને બહાદુરીની વાત કરવામાં આવે તો એની સાથે સહેલાઈથી તાદાત્મ્ય અનુભવી શકે. પોતાની ઉંમરનાં બાળકો આવું સાહસ કરી શકે એવો આત્મવિશ્વાસ અને ખમીર પ્રગટાવવાનો ઉદ્દેશ રાખ્યો. આને પરિણામે મોતને હાથતાળી' અને એ પછી ‘નાની ઉંમર મોટું કામ' જેવાં પુસ્તકોની રચના થઈ. ‘મોતને હાથતાળી' પુસ્તકને ઓગણીસમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું. ભારતભરની તમામ ભાષાઓના લેખકો માટે યોજાયેલી આ સાહિત્યસ્પર્ધામાં દસ ભાષાના લેખકોને પારિતોષિક આપવામાં આવ્યાં. એમાં ગુજરાતી ભાષામાં પારિતોષિક મેળવનારા એકમાત્ર કુમારપાળ હતા. આ અંગે આકાશવાણી અમદાવાદ તરફથી ૧૯૭૫ની ૫મી મેએ ૨ાત્રે ૯-૪૫ વાગે એમની મુલાકાત પ્રસારિત થઈ, તેમાં તેમને પૂછવામાં આવ્યું કે, ‘તમે અખબારો અને સામયિકોમાં ઘણું લખો છો, પરંતુ એના પ્રમાણમાં જૂજ પુસ્તકો પ્રગટ કર્યાં છે, તેનું કારણ શું ?
એનો જવાબ આપતાં કુમા૨પાળે જણાવ્યું, “હું પુસ્તક લખવા બેસતો નથી, પરંતુ કોઈ વિચાર જાગતાં જ આપોઆપ લખાઈ જાય છે. વળી એમ માનું છું કે જે લખાણોમાં લાંબો સમય ટકે એવી મૂલ્યવત્તા અને ગુણવત્તા હોય તેવું જ લખાણ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ. આથી જ છેલ્લાં બારેક વર્ષથી વિવિધ અખબારો અને સામયિકોમાં લેખો લખું છું, પણ હજી બાર પુસ્તકો પણ મેં લખ્યાં નથી.’’
ઈ. સ. ૧૯૮૦માં પ્રકાશિત થયેલા બાળકો માટેના સચિત્ર પુસ્તક ‘ચાલો પશુઓની દુનિયામાં – ભાગ ૧, ૨, ૩'માં જુદાં જુદાં પશુઓની ખાસિયતો અને વિશેષતાઓનું વર્ણન ક૨વામાં આવ્યું છે. આમાં પાળેલાં પ્રાણીઓ અને હિંસક પ્રાણીઓની જીવનરીતિનું વર્ણન કરીને એમનામાં રહેલી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે.
કુમારપાળે બાળપણમાં હરિકથાકારો પાસેથી ઓઠાં સાંભળ્યાં હતાં. હરિકથાકાર આવે એટલે ગામમાં જ્ઞાન અને આનંદની લહેરી લઈને આવે. વળી નાની વયે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર સ્વ. ગુણવંતરાય આચાર્ય પાસેથી આવાં ઘણાં ઓઠાં સાંભળવા મળ્યાં હતાં. એમની
53
ધીરજલાલ ગજ્જર