________________
એમને આમંત્રિત કર્યા છે. અમારી વચ્ચે આવતાં તેઓ પરિવારના સભ્ય હોય તેવું લાગે છે. એમનાં પ્રવચનો સાંભળી શ્રોતાગણ પ્રભાવિત થાય છે.
મારા માટે તો તેઓ એક વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ભાઈ છે. તેમનો સંપર્ક થયો ત્યારથી સંસ્થા તરફથી એમને રક્ષાબંધન નિમિત્તે રાખડી અને પત્ર તથા દીપાવલી નિમિત્તે કાર્ડ અચૂક મોકલું છું. આમ તેઓ મને દીદી કહીને આદર આપે છે. મેં એમને અમારી સંસ્થાના સાહિત્યને લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપવા કહેલું ત્યારે એમણે મને શિષ્ટ સાહિત્યનું સર્જન કરતા લેખકોની સૂચિ મોકલી એટલું જ નહીં, ગુજરાત સમાચાર'માં એમણે લેખ પણ પ્રકાશિત કર્યો હતો.
વિશ્વનવનિર્માણ માટે, સુખમય સંસારના નિર્માણ માટે જેનું જીવન સ્ફટિક જેવું નિર્મળ હોય, નિર્વ્યસની હોય અને અનેક વિશેષતાઓ અને યોગ્યતાઓથી સંપન્ન હોય તેવી પ્રતિભાઓ સમાજને કંઈક નક્કર પ્રદાન કરી શકે છે. કુમારપાળભાઈ આ કાર્ય કરી રહ્યા છે.
અવારનવાર અખબારોમાં એમના વિદેશપ્રવાસો વિશે, એમને મળતા રહેતા ચંદ્રકો, એવૉર્ડના સમાચારો વાંચું ત્યારે મને અવશ્ય ખુશી થાય. સમાજમાં યોગ્ય પ્રતિભાઓનું સન્માન થવું જ જોઈએ એવું હું દઢપણે માનું છું અને આવી પ્રતિભાઓની યાદીમાં કુમારપાળભાઈ અગ્રસ્થાને આવે છે.
કુમારપાળભાઈને અત્યાર સુધીમાં અનેક ચંદ્રકો, એવૉર્ડ પ્રાપ્ત થયા છે. સન્માનો મળ્યાં છે. પ્રસિદ્ધિ મળી છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આમ છતાં એમનામાં એક સંતના જેવી નમ્રતા છે. એમનું પ્રસન્ન મુખારવિંદ સૌને આકર્ષિત કરે છે. આજે જ્યારે સત્તા અને સંપત્તિની આંધળી દોટમાં જીવનમૂલ્યો વિસરાઈ ગયાં છે ત્યારે ચોક્કસ આદર્શો, જીવનમૂલ્યો સાથે જીવવું કપરું છે. પણ તેમણે જીવનમાં મૂલ્યોની સાધના કરી છે. એમનું વ્યક્તિત્વ હંમેશાં વિવાદોથી મુક્ત રહ્યું છે. તેઓ સાચા અર્થમાં અજાતશત્રુ બન્યા છે.
જીવન એટલે સુખદુઃખની સંતાકૂકડી. એમણે જીવનમાં કપરા દિવસો જોયા છે. આમ છતાં તેઓ સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા. આજે તેઓ એટલા ઉચ્ચસ્થાને બિરાજે છે કે આપણું હૃદય સ્વાભાવિક રીતે એમને આદર આપે છે.
એમના વિદેશ પ્રવાસોમાં જૈનદર્શને અગ્રતાક્રમે હોય તે સ્વાભાવિક છે. આમ છતાં એમણે ભારતની સંસ્કૃતિ, અહિંસા, શાકાહાર અને જીવનમૂલ્યો વિશે જે પ્રવચનો કર્યા છે તે ભારતના પ્રતિનિધિ તરીકેનું ઉત્તમ કાર્ય છે. આપણે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા
151 રાજયોગિની બ્રહ્માકુમારી સરલાદીદી