________________
દિવ્યગુણોના
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આધ્યાત્મિક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. સંસ્થા સમાજના તમામ વ્યવસાયી વર્ગની, વિશિષ્ટ પ્રતિભાઓની પણ આધ્યાત્મિક સેવા કરે છે તેમજ વિશ્વનવનિર્માણકાર્યમાં એમની શક્તિઓનો સદુપયોગ પણ કરે છે. આવા દૃષ્ટિબિંદુથી ડૉ. કુમારપાળભાઈ દેસાઈનો સંપર્ક થયો.
કુમારપાળભાઈ આમ તો જૈન ધર્મના મર્મ, ચૈતન્ય ગુલદસ્તા ઊંડા અભ્યાસી, પણ એમના વ્યક્તિત્વમાં સાગરની
વિશાળતા જોવા મળે છે. એમના વ્યવહારમાં સર્વધર્મસમભાવ જોવા મળે છે. તેમણે આધ્યાત્મિકતાને સાચા અર્થમાં જીવનમાં ઉતારી છે. જ્યાં શ્રેષ્ઠ કાર્ય થતું હોય ત્યાં એમની હાજરી હોય જ.
મૂલ્યલક્ષી શિક્ષણકાર અને સર્જક તરીકે તેઓ નામાંકિત છે. ગુજરાત સમાચારમાં આવતી એમની
કૉલમ ઈટ અને ઇમારત' તથા અન્ય કોલમો રાજયોગિની બ્રહ્માકુમારી લોકપ્રિય બની છે. વાચકને એમના સર્જનમાંથી સરલાદીદી અવશ્ય પ્રેરણા મળે છે.
તેઓ એક પ્રભાવશાળી વક્તા પણ છે. અમારી સંસ્થાના નારણપુરા સેવાકેન્દ્રની રજત જયંતી નિમિત્તે તેમજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં કેટલાંક વર્ષો પૂર્વે આયોજિત ભારત ૨૧મી સદીનો પ્રકાશસ્તંભ' કાર્યક્રમમાં એમને નિમંત્રણ આપ્યું હતું. અન્ય સેવાકેન્દ્રોએ પણ
156