SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ખાંચો પાડી દીધો હોય તો એ સીવી આપે છે – ઝીણા અને સફાઈદાર ટાંકાથી – જે અગર દેખાય તો પણ ખૂચે નહીં. જેમ મારા પોતાના વિભાગના ખાંચા હવે ખેંચતા નથી. કમનસીબે આપણે ત્યાં ખીલી જેવા લોકો વધારે છે, સોય-દોરા જેવા ઓછા છે. મારી જેમ ભાષાભવનના બીજા વિભાગોને પણ ચોક્કસ એવું લાગતું હશે કે કુમારપાળભાઈ અમારા છે. દરેક વિભાગના દરેક અધ્યાપકની ખસિયત એ જાણે છે – એટલે જ જ્યાં દોરો ભરવાનો હોય ત્યાં દોરો ભરે અને જ્યાં જરૂર ન હોય ત્યાં સોય પણ ન અડાડે. મારા વિભાગનું કામ સરળતાથી થાય તેની કાળજી કુમારપાળભાઈએ સતત કરી છે. કોઈ સમસ્યા ઊભી થાય તો એ વિભાગના મોવડીની જેમ ઉકેલવાનો પ્રયાસ કરે – ‘તમે જાણો ને તમારો વિભાગ જાણે એમ કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી નથી લેતા. વિભાગના બધા જ કાર્યક્રમોમાં અચૂક હાજર રહે. હું ઘણી વાર હસતાં-હસતાં કહ્યું કે કુમારપાળભાઈ હિંદી વિભાગમાં છે. કોઈ પણ સંસ્થાના વડા સ્કૉલર હોય, ઉમદા માણસ હોય, એ બહુ જ જરૂરી છે – પણ જો એ સારા વહીવટદાર ન હોય, તો સંસ્થાને એનો લાભ નથી થતો. કુમારપાળભાઈ સારા વહીવટદાર તો છે જ અને સાથે સાથે બહુ જ શાલીન છે. વહીવટમાં અસુંદરતા એમને ખપતી નથી અને કદાચ એટલે જ એમના આવ્યા પછી ઠેરઠેર ભાંગેલી ઇમારતના ઢગલા થયા પછી પણ પરિચિતો અને અભ્યાગતો આ વાતની નોંધ લેતા થયા કે ભાષાભવન હવે ઘણું બદલાઈ ગયું છે. આવવું ગમે એવું! ઘણું બધું જાળવીને અને ઘણું બધું છોડીને એક સારા વહીવટદાર બની શકાય – આ વાત એમની કાર્યપદ્ધતિ જોઈને ચોક્કસ સમજાય છે. કોઈ પણ મોટી સંસ્થા માટે યોગ્ય – એવા અનુભવી અને કાર્યક્ષમ ડિરેકટર તરીકે કુમારપાળભાઈએ પોતાની એક જગ્યા બનાવી છે, એવું ચોક્કસ કહી શકાય. 481 રંજના અરગડે
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy