________________
કરવાની તક કરી આપવાની કોશિશ કુમારપાળભાઈ કરે છે. એ ભાષાભવનનો ઉદ્ વિભાગ હોય, પ્રાકૃત વિભાગ હોય કે લિંગ્વિસ્ટિક વિભાગ હોય. જે વિભાગ માઇનર વિભાગ તરીકે ઓળખાતા હોય, એમની સ્પેસ વધારવાનું કામ એમણે કર્યું છે. જે પરિઘ પર છે એમને કેન્દ્ર તરફ લાવવાનું કામ – આને હું એમની પ્રગતિશીલતા ગણું છું.
ઘણા લોકો એવા હોય છે જે લાંબે ગાળે પોતાનું નુકસાન કરીને પણ બીજાનું નુકસાન કરે છે. પણ કુમારપાળભાઈ એવા નથી. બને ત્યાં સુધી સંઘર્ષની સ્થિતિ ઊભી ન થવા દે– કેમકે એમને ખબર છે કે સંઘર્ષથી વિકાસ રૂંધાતો હોય છે, અને એમાં કોઈનું પણ ભલું નથી થતું – આ એક શાણા વણિકનો સ્વભાવ હોઈ શકે. અને જન્મજાત મળેલા આ સ્વભાવથી જો અનેકોનું હિત સધાતું હોય – તો એથી ઉત્તમ શું !
કુમારપાળ ઇઝ અ મેન ઓફ સ્ટાઇલ એન્ડ ડીસન્સી' – આ વાતની ખરાઈ એમનો ડિરેક્ટર્સ રૂમ કરી આપે. આ સ્ટાઇલ જાળવવા માટે, આ ડીસન્સી બરકરાર રાખવા માટે એ ગાંઠના પૈસા પણ ખરચે. વિભાગાધ્યક્ષોની મિટિંગ કરે તો અચૂક આઇસક્રીમ ખવડાવે – અથવા ચા તો હોય જ.
આ વાતનો ઉલ્લેખ કદાચ વિચિત્ર લાગે. પણ આજે જ્યારે પારકે પોહળા ને ધનબાઈ ધોળાની માફક સરકાર કે સંસ્થાના પૈસે તાગડધિન્ના કરતા આપણે બધા ગાંઠની એક પાઈ નથી ખરચતા યુનિવર્સિટી તરફથી જ્યારે આવા ખર્ચા માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોય ત્યારે ગાંઠના પૈસા ખરચીને આવી મિટિંગ કેટલા કરે છે? તમે કહેશો કુમારપાળભાઈ પાસે પૈસાની
ક્યાં અછત છે? પણ ખરચવા માટે આવો સ્વભાવ જોઈએને? તમે કહેશો કે આ હું નહીં એમને ખવડાવેલો આઇસક્રીમ બોલે છે – અને એટલે જ હું એમનાં વખાણ કરું છું.
પણ એવું નથી. જરૂર પડ્યે એ બીજા માટે સમય પણ ખરચે છે. જો સમય ખરચવાથી પણ બીજાનું કામ થઈ શકતું હોય, તો એ ક્યારેય પીછેહઠ ન કરે.
માણસના વ્યક્તિત્વનાં અનેકવિધ પાસાંઓ હોય છે. કુમારપાળભાઈના વ્યક્તિત્વનાં સારાં અને ઊજળાં પાસાંઓનો મને પરિચય છે. મને ખાતરી છે કે ભાષાભવનના અનેક અધ્યાપકોનો આવો અનુભવ હશે.
ઘણા લોકો પાસે કાતર હોય છે. મોકો મળે કે તરત એનો ઉપયોગ કરે. તમારી ડિઝાઇન એમને માફક ન આવે કે તરત ખ. તમે એમની ધારણા કરતા મોટા માપના નીકળો અથવા થઈ જાઓ કે ખખ– તમને માપમાં લાવવાની કોશિશ કરે, તમે બધા કરતા જુદા દેખાઓ તો એ તમને ગણવેશ બનાવી દે.
બીજા થોડાક લોકો એવા હોય છે જાણે સોય-દોરા. આ તંત્રમાં જો કોઈએ તમારા વિકાસમાં
480 ઘટ ભિન્ન... જલ ભિન્ન