________________
પર સંશોધન કરવું એવું નક્કી થયું. એ અગાઉની સર સાથેની બેઠકોમાં મને ઘણા પ્રશ્નો થતા; જેમકે હું ગ્રામીણ પત્રકારત્વમાં જ પીએચ.ડી. કેમ ન કરી શકું? મહિલાઓ માટેના વિષયને લઈને હું માત્ર મહિલાઓના વિશ્વ સુધી સીમિત થઈ જઈશ. “ચેતના' અંગે કામ કરવું ઘણું અઘરું છે. થઈ શકશે કે નહીં ? વગેરે.... વગેરે... પણ સરે જે સમજાવ્યું – તે હજુય યાદ છે –
જો પુનિતા, તારું એમ.ફિલ. ગ્રામીણ પત્રકારત્વમાં થયું. તેમાં તે પૂરતી પ્રામાણિકતાથી મહત્તમ કામ કર્યું. હવે એમાંથી બહાર આવી જવાનું. તેનું જ વળગણ કે આગ્રહ ઠીક નહીં. નવું કામ કરવાનું, નવા વિષયો વિચારવાના... રહી વાત મહિલાઓ માટેના વિષયને લઈને કામ કરવાની. તો તું મહિલાઓ સુધી જ સીમિત નહીં થઈ જાય. બબ્બે મહિલાઓના એવા અનેક પ્રશ્નો અને મુદ્દાઓ છે જે અંગે ભાષાકીય અથવા પ્રાદેશિક પત્રકારત્વમાં કંઈ કામ થયું નથી. તે કામ તું કરી શકીશ... કામ શરૂ કરીએ એ અગાઉ એ અઘરું અને મોટું લાગતું હોય છે. પછી સહેલું બની જતું હોય છે. જો એક કામ કર, પહેલાં તું ચેતનાને સમજ. પત્રકારત્વની કામગીરીને તેને સાથે લઈ જો. સમજણનું નવું વિશ્વ ખૂલશે. કમ્યુટરની ભાષામાં જેને વિન્ડો એક્સપ્લોરર' (window explorer) કહે છે તેવું શું કહેવું છે તારું.? ચેતના... એ મેન્ટલ મેકપ વિશે ?”
ને આ ચેતનાને સમજવા ઘણું વાંચવું પડ્યું. વાંચ્યું, સમજ્યુ. આ યાત્રા દરમ્યાન, ‘ચેતનાને સમજવાની મથામણ દરમ્યાન જે માનસિક આંદોલનો થયાં છે તેને મેં જ અનુભવ્યાં અને ઝીલ્યાં, અને તેને પરિણામે થયેલ પરિવર્તનોને અમલમાં પણ મૂક્યાં છે. મને સમજાયું કે સંઘર્ષ, સાક્ષાત્કાર અને સમાધિ – આ ત્રણેય સ્થિતિમાં આપણે એકલાં જ હોઈએ છીએ. એટલે જ હું મારા શોધનિબંધમાં લખી શકી : “ચેતનાને માપી ન શકાય. એ માપવાની નહીં, પામવાની વાત છે.'
સર, ચુસ્ત અને શિસ્તબદ્ધ અભ્યાસ કરાવનારા વિદ્યાર્થિની તરીકે મને કામ ન થયું હોય તો અમસ્તે કેમ મળવા જવાય ? એવો સંકોચ. એટલે એમણે સોંપેલું કામ થયું હોય ત્યારે જ તેમનો સમય લઈને મળવા જતી. ૧૫ મિનિટનો સમય આપ્યો હોય. મનમાં એમ પણ થાય કે ૧૫-૨૦ મિનિટમાં શું વાત થાય. હું મુદ્દા લખીને લઈ જતી. વાત નિરાંતે કરે. મારી પાસે ટાઇમ છે; તું નિરાંતે બોલ.' મારી નાની નાની વાતોને પણ એમણે ઘણું મહત્ત્વ આપ્યું છે. દરેક વખતે નવું કામ ચીંધે, નવા સંદર્ભોની વાત કરે ને પછી કહે, “બોલ, છે કંઈ પ્રશ્ન ?” પૂછતી, “સર, આટલી વ્યસ્તતા વચ્ચે પણ આટલો સમય કેવી રીતે કાઢી લો છો? બિઝી માણસો પાસે વધારે ટાઇમ હોય છે. ને એ જ સુંદર સ્મિત સાથે ‘આવજોનું વળામણું.
વચ્ચે થોડો સમય મારું કામ ઢીલું પડી ગયું હતું. એક સેમિનાર માટેના પેપરને મેં જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વ આપી દીધું હતું. સરે સોંપેલ કામ થતું નહોતું. સરને મળવાનું થયું. “પુનિતા,
504 યુ વસેસ યુ