SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસ ખેડ્યો છે તેમાં ઇંગ્લેન્ડ, યુ.એસ.એ, કેનેડા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, સિંગાપુર, હોંગકોંગ, મલયેશિયા, ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે. એ જેમ વિક્રમજનક ઘટના છે તેમ છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકામાં પ્રતિવર્ષ ડૉ. કુમારપાળનાં વ્યાખ્યાનો યોજવામાં આવે છે તે પણ એક વિક્રમજનક ઘટના છે. ડૉ. કુમારપાળ દેસાઈના અનેક મિત્રો અને પ્રશંસકોને એ વાતનો સંતોષ છે કે તેમની કદર કરવામાં સરકાર તેમજ સમાજે કાણતા દર્શાવી નથી. તાજેતરમાં જ ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી’ના ઉચ્ચ ઇલકાબથી સન્માનવામાં આવ્યા છે તે ઘટના સુવિદિત છે. તે અગાઉ પણ અંદાજે પચ્ચીસેક પદકો / પુરસ્કારોથી તેમનું સન્માન કરવામાં આવેલું છે. આ એવોર્ડો ઉપરાંત અને તે સૌથી વધુ અદકેરો અને મહામૂલ્યવાન એવૉડ તેમને સ્વ. પ્રાણલાલભાઈ શાહ અને સુશ્રી સુમિત્રાબહેનના સંસ્કારી પરિવાર તરફથી વર્ષ ૧૯૬૬માં મળેલ છે. તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. એ એવોર્ડનું શુભ નામ છે એ. સી. પ્રતિમાબહેન. સાચા અર્થમાં કુમારપાળનાં સહધર્મચારિણી બનીને ઘરસંસારની જવાબદારીઓનો સઘળો બોજો તેમણે હસતે વદને તેમના દામ્પત્યજીવનના પ્રારંભકાળથી જ અત્યંત ક્ષમતાપૂર્વક ઉપાડી લઈને કુમારપાળને પોતાની બહુક્ષેત્રીય પ્રવૃત્તિઓમાં નિશ્ચિત રીતે વ્યસ્ત રહેવાની મોકળાશ પૂરી પાડેલ છે. અધ્યાપક, લેખક અને પત્રકાર તરીકે કુમારપાળને મળેલ સફળતા અને સિદ્ધિના યશમાં પ્રતિમાબહેનના શાન્ત સહયોગનો ફાળો ઘણો મહત્ત્વનો રહેલ છે. ટૂંકમાં કહીએ તો પ્રતિમાબહેન ખરા અર્થમાં દેસાઈ પરિવારનાં ગુણસુંદરી બની રહેલ છે. મન અને હૃદયનાં અનેક ગુણલક્ષણો; જેવાં કે સાહિત્યના વાચન અને સર્જનમાં ઊંચી રસવૃત્તિ, જીવનવ્યવહારમાં ઉચ્ચ પ્રકારની મૂલ્યનિષ્ઠા તેમજ સાત્વિક ખુમારીનો સુભગ સમન્વય, રહેણીકરણીની સાદાઈ અને વિચારોની ઉદાત્તતા, ઉદારતા, કરુણા, જીવદયા ઇત્યાદિ ગુણલક્ષણો તેમને તેમના પિતા જયભિખ્ખ પાસેથી, તો સ્નેહસભર આતિથ્યભાવના તેમનાં માતા શ્રી જયાબહેન તરફથી વારસામાં મળેલ છે. કુમારપાળનાં તમામ ગુણલક્ષણોમાં સવિશેષ નોંધપાત્ર ગુણલક્ષણ એ તેમની અપ્રતિમ નમ્રતા છે. શિક્ષણજગતમાં લેક્યરચના પદ પરથી ક્રમશઃ રીડર, પ્રોફેસર અને વિદ્યાભવનના અધ્યક્ષ તેમજ વિદ્યાશાખાના ડીનના સર્વોચ્ચ પદ પરની તેમની વિકાસયાત્રા, એકેકથી ચઢે તેવી ગુણવત્તાવાળાં એકસો કરતાં પણ વધુ પુસ્તકોનું પ્રકાશન અને સાહિત્ય, સંસ્કૃતિ, પત્રકારત્વ, ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમજ રમતગમતના ક્ષેત્રોમાં તેત્રીસ જેટલાં ભારે પ્રતિષ્ઠિત ગણાતાં પ્રદાનો ! પુરસ્કારો અને એવોર્ડોથી વિભૂષિત થયેલા ડૉ. કુમારપાળની બૌદ્ધિક અને આત્મિક સમૃદ્ધિના રૂપમાં સરકાર અને સમાજે તેમને નવાજેલ હોવા છતાં અપ્રતિમ નમ્રતા એ તેમના પ્રસન્નમધુર 467 કંચનભાઈ ચં. પરીખ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy