________________
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ વિશે જ્યારે લેખ લખવાનો આવ્યો ત્યારે સૌપ્રથમ એ પ્રશ્ન થયો કે શરૂ ક્યાંથી કરું ? શું લખું અને શું ના લખું ? બીજાઓની જેમ ડૉ. કુમારપાળ દેસાઈ સાથેનો મારો પરિચય બહુ લાંબો નથી, છતાંય છ વર્ષના ટૂંકા પરિચયમાં પણ મેં કુમારપાળભાઈનું જે રૂપ જોયું, તેણે મારા આ લેખનું શીર્ષક સુઝાડ્યું. ડૉ. દેસાઈના વ્યવહારમાં મેં હમેશાં કરુણા અને લાગણી જ જોઈ
રી-ડિફાઈનિંગ
કરુણા
એમના કરતાં ઉંમરમાં ઘણી નાની અને અનુભવમાં તો સાવ નાદાન હોવા છતાંય ડૉ. દેસાઈ તરફથી હમેશાં એક પિતા સમાન સ્નેહ મળ્યો છે. આ મોટા ગજાની વ્યક્તિ જ્યારે અમારા જેવા નવા આવેલા લોકોને સ્નેહથી આવકારે ત્યારે આવા માણસોની એક ખાસ જગ્યા અમારા હૃદયમાં બની જતી હોય છે.
ડૉ. કુમારપાળ દેસાઈની લેખનયાત્રા વિશે મારે કાંઈ લખવાનું રહેતું નથી, કારણ કે એમના
ઉપર અને એમની કલમે લખાયેલા સંખ્યાબંધ લેખો નૂતન ડામગ્ર
અને પુસ્તકો ઘણું કહી જાય છે. આજે મને મારા વ્યક્તિગત અનુભવ વિશે જ લખવાનું મન થાય છે. પદ્મશ્રી ડૉ. દેસાઈ જ્યારે ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ તરીકે નિમાયા ત્યાર પછી ત્યાંની હવામાં એક વિશિષ્ટ પ્રકારની પ્રફુલ્લિતતા પ્રસરી ઊઠી. એનું મુખ્ય કારણ એ હતું કે ડૉ. દેસાઈએ તેમના આગમન બાદ તરત જ આખાય ભવનને એકસૂત્રથી
498