________________
જ્યારે તેઓ ડિરેક્ટર અને ડીન તરીકે નિમાયા ત્યારે પણ રહ્યો. જ્યારે પણ મળે ત્યારે મળવાનો ઉમળકો અને ઉત્સાહ. હંમેશાં હસતો ચહેરો અને સાહજિક વાત કરવાની શૈલી.
આ કુમારપાળભાઈને જ્યારે ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા, ત્યારે ભાષાભવનના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કરેલું પ્રાસંગિક ઉદ્ધોધન અમારા સૌની લાગણીને સ્પર્શી ગયું.
અનેક પદો, પારિતોષિકો, પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત કર્યા પછી પણ સદાય નિરભિમાની અને સહજ રહેતા ડૉ. કુમારપાળભાઈની શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક યાત્રા સફળ બને અને તેઓ નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ.
497 સુનંદા શાસ્ત્રી