________________
દ્વારા સત્ય અનેકપાર્શ્વ હોય છે, સહસશીર્ષા હોય છે એ વાત જૈનદર્શને સ્યાદ્વાદથી બહુ સમર્થ રીતે અધોરેખાંકિત કરી છે અને તેનું ભદ્ર પરિણામ કુમારપાળમાં જોઈ શકાય છે. કુમારપાળ એટલે જ સ્વમતાગ્રહી કે દુરાગ્રહી કે સ્વમતબદ્ધ નથી અને એટલે જ સામેની વ્યક્તિના દૃષ્ટિબિંદુને સમજવાનો તેમનો હમેશાં પ્રયત્ન હોય છે. આને કારણે તેઓ વ્યાપક લોકચાહના મેળવી શક્યા છે.
સાહિત્યના તેઓ આરાધક છે પણ જેને ઉતાવળે લખાયેલું સાહિત્ય કહેવાય છે (Literature in a hury) તે પત્રકારત્વના પણ કુશળ કસબી છે. તેઓ ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય સ્તંભલેખકોમાંના એક હશે. પિતા જયભિખ્ખું દ્વારા ગુજરાત સમાચારમાં ૧૯૫રથી આરંભાયેલી ઈંટ અને ઇમારત' કૉલમ આજે પણ કુમારપાળે ચાલુ રાખી છે અને તેની લોકપ્રિયતા જાળવી રાખી છે.
એક રમતજગતના લોકપ્રિય લેખકે કહેલું કે What does he know of cricket who knows of cricket only – ફક્ત ક્રિકેટ વિશે જ જે જાણે છે તે ક્રિકેટ વિશે શું જાણે છે? આ વિધાન કુમારપાળને બરાબર લાગુ પડે છે. આપણે આ વિધાનને થોડું ઉલટાવીએ તો, જેઓ ફક્ત સાહિત્ય વિશે જાણે છે તે સાહિત્ય વિશે શું જાણે છે? તો કુમારપાળ સાહિત્ય અને ક્રિકેટ અને બીજું બધું ઘણું જાણે છે. ક્રિકેટના પણ એક લોકપ્રિય કટારલેખક છે પણ ક્રિકેટ સિવાયનાં પણ અનેક ક્ષેત્રોમાં તેમની કલમે યથેચ્છ વિહાર કર્યો છે.
વિદ્યાના તો તેઓ માણસ જ છે. મધ્યકાલીન સાહિત્ય ઘણા ઓછા અભ્યાસીઓને આકર્ષ શકે છે કારણ કે ઘણો પરિશ્રમ માગી લેતું તે ધૂળધોયાનું કામ છે. પણ કુમારપાળે તેમાં ઝંપલાવ્યું અને મધ્યકાલીન આનંદઘન નામના સંતકવિ વિશે સંશોધનગ્રંથ લખીને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.
તેઓ ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં જોડાયા અને પછી રીડર, પ્રોફેસર તરીકે ઉત્તરોતર પદોન્નતિ કરી છેવટે વિભાગના અધ્યક્ષપદે પણ પહોંચ્યા. ભાષાસાહિત્યભવનના નિયામક (ડાયરેક્ટર) તરીકે પણ નિમાયા અને ગુજરાત યુનિવર્સિટીની વિનયન (આર્ટ્સ) વિદ્યાશાખાના અધ્યક્ષ-ડીન તરીકે પણ ચૂંટાયા. આ પ્રગતિનાં સોપાનો તેમના સૌહાર્દની વિસ્તરતી ક્ષિતિજો જ છે. એમને – કુમારપાળને અનેક પુરસ્કારો આવી મળ્યા છે. એમાં વળી શિરમોર સમો “પદ્મશ્રી' ઇલકાબ ભારત સરકારે એનાયત કર્યો. પણ આ પુરસ્કારો, ઇલકાબો, એવોર્ડોથી આભૂષિત (આ એટલે ચારે તરફથી) થયા હોવા છતાં, તેમણે સૌહાર્દ ગુમાવ્યું નથી. મિત્રો પાસે એવા ને એવા ઉમળકાભર્યા, ઉષ્માભર્યા, ગ્રેસફુલ કુમારપાળ છે. ‘તમારી પાસે તો કુસુમ સરખા જ કુમારપાળ છે. આ પણ કદાચ સૌહાર્દનો વિસ્તાર છે.
માત્ર સાહિત્યમાં જીવન મર્યાદિત નથી થઈ જતું એ કુમારપાળભાઈ બરાબર સમજે છે. એટલે તેમનું સૌહાર્દ સાહિત્યથી બહાર પણ વિસ્તરે છે. તેઓ જીવનદેવતાની આરાધના શબ્દતર
106 સૌહાર્દની વિસ્તરતી ક્ષિતિજ