________________
માધ્યમથી પણ ચાલુ રાખતા હોય છે. ગુજરાતમાં ધરતીકંપથી સર્જાયેલી અકલધ્ય તારાજીમાં તેઓ કેવળ આરામખુરશી-સ્થિત ચિંતક કે સાહિત્યકાર ન બની રહેતાં, સક્રિય ભૂમિકા અદા કરવામાં લાગી ગયા. તેઓએ ભૂકંપગ્રસ્ત માટે પોતાના પરદેશના સંબંધોનો ઉપયોગ કરીને સારી એવી રકમ એકત્ર કરી. આ પણ તેઓના સૌહાર્દનો વિસ્તાર છે.
તો હવે શું? What next? પ્રોફેસર, અધ્યક્ષ, નિયામક, ડીન, પદ્મશ્રી, કોઈક યુનિવર્સિટીના કુલપતિ કે કોઈક રાજ્યના રાજ્યપાલ ? હવે શું ? જે હોય તે, પણ, તેમના સૌહાર્દની ક્ષિતિજો વિસ્તરતી રહેવાની તે નિશ્ચિત.
બોલો રાજ્જા !” એમ તેમનો ઉષ્માભર્યો સૌમ્ય અવાજ ફોન પર સાંભળું છું. સૌહાર્દના રાજાનો આ સૂર સાંભળીને, મનુષ્યસર્જિત જે છેવટે પ્રકૃતિસર્જિત હોય છે તે ગ્લાનિને ખંખેરી, હું પ્રફુલ્લિત થઈને મારા ચેતવિસ્તારના (એ જે હોય તે !) કાર્યમાં લાગી જાઉં .
107 વિજય પંડ્યા