________________
આમવી
પ્રતિભાની
અમીટ છાપ
હર્ષદ દદૅશી
ડી. કુમારપાળ દેસાઈ એટલે સાહિત્ય,
સંશોધન, શિક્ષણ, સેવા અને સૌજન્યનો અખંડ સ્રોત, શબ્દના સમ્રાટ અને સંસ્કારિતાના મહાસાગર.
અન્ય માટે લખેલા એમના જ શબ્દોમાં થોડા ફેરફાર સાથે કહી શકાય કે કુમારપાળ દેસાઈના સાહિત્ય અને સંસ્કારિતાના સંગમતીર્થ પાસે આપણે ઊભા રહીએ ત્યારે આપણી અંજલિમાં જે આવે છે તે શબ્દોની પાછળ રહેલી સાધના, સ્વાર્પણ, સૌહાર્દતા, નિસ્પૃહતા અને શુદ્ધ નિષ્ઠાભર્યા વિચાર, વાણી અને વર્તનમાંથી ઝરતા ગાઢ અનુભવોનો માત્ર ચમકારો છે.
એમનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વિવિધ ક્ષેત્રનું એમનું યોગદાન વિશિષ્ટ અને અગ્રેસર છે. આમાંના કોઈ પણ એક જ ક્ષેત્રનું કામ ગુજરાતની અર્વાચીન સંસ્કૃતિના નકશા પર એમની અમીટ છાપ આંકવા માટે પૂરતું છે. સાહિત્યસર્જન, સંશોધન, પત્રકારત્વ, શિક્ષણ, રમતનું મેદાન અને સેવાની વિવિધ પ્રવૃત્તિઓ એમની પરિધિમાં આવી જાય છે. આટલી વિવિધતાની વચ્ચે પણ એમના દરેક કાર્યમાં જૈનદર્શન અને જૈન ધર્મના આદશો પ્રત્યેના એમના પ્રેમની સૌરભ મહેકતી હોય છે.
આવા બહુમુખી પ્રતિભાશાળી કુમારપાળભાઈ દેસાઈની લોકચાહના પણ અપ્રતિમ છે. પરગજુ સ્વભાવ એમને માતા-પિતા પાસેથી વારસામાં મળેલો છે. કોઈ પણ કામ હોય, તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર હોય જ. યુનિવર્સિટી,
108