________________
ગુજરાતી વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી તેમજ સાહિત્યિક, ધાર્મિક, સામાજિક, પ્રવચન, પ્રવાસ કે પુસ્તક પ્રકાશન જેવી અનેક પ્રવૃત્તિઓ એમને પૂરો સમય વ્યસ્ત રાખતા હોવા છતાં, ૧૦૦ ટકા સમર્પિત થઈને કામ પાર પાડી આપવું એ એમની વિશેષતા છે. મારા સદ્ભાગ્યથી, એમણે આવા સુખદ અનુભવ મને વારંવાર કરાવ્યા છે.
શ્રી કુમારપાળભાઈ દેસાઈને એ વાત હંમેશાં મૂંઝવતી રહી છે કે આબાલવૃદ્ધ સહુને રસ પડે તેવું ભગવાન મહાવીરનું અત્યંત પ્રેરક, રોમાંચક અને માર્ગદર્શક, ચિત્રમય પુસ્તક આપણી પાસે કેમ નથી? આજ સુધી કોઈએ બહાર ન પાડ્યું હોય તેવું, ભગવાન મહાવીર વિષે અનુપમ અને અદ્વિતીય પુસ્તકના લેખન અને પ્રકાશનની એમની ઘણા સમયથી અંતરની ઇચ્છા હતી. ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સચિત્ર રૂપે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપીને અંગ્રેજી વાચકો સમક્ષ રજૂ કરવાનું એમનું સ્વપ્ન હતું, જે એમના પુસ્તક Tirthankara Mahavira રૂપે ૨૦૦૩ની સાલમાં સાકાર થયું. તીર્થસ્થાનોના સુંદર ફોટા, પ્રાચીન હસ્તપ્રતોમાંથી બહુરંગી પ્લેટ્સ તેમજ કલાત્મક અને આકર્ષક સજાવટથી Tirthankara Mahavira પુસ્તક અનેરી ભાત પાડે છે. ભાષાનું લાલિત્ય, રસ અને વિષયની માવજત, કાળજીભર્યું અને અધિકૃત સંશોધન, સુરુચિપૂર્ણ લેઆઉટ અને મુદ્રણ, અવતરણો અને કલાત્મક ચિત્રો, આકર્ષક ઉઠાવ અને બાંધણી, એમ દરેક રીતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકની ટક્કર ઝીલે તેવું અદ્ભુત પુસ્તક Tirthankara Mahavira એમની અડધી સદીની સાહિત્યસેવાનું સર્વોચ્ચ શિખર છે, અને સાથે સાથે ભગવાન મહાવીર પ્રત્યેની એમની ભક્તિ, પ્રેમ અને સમર્પણનું ચરમબિંદુ છે.
આવી એમની મહાન કૃતિ (Magnum opus) તૈયાર કરી રહ્યા હશે ત્યારે કુમારપાળભાઈ કેટલા વ્યસ્ત રહેતા હશે ? પોતાના કામમાં કેટલા ડૂબેલા રહેતા હશે ?
એ દિવસોમાં હું એમના રોજના સંપર્કમાં હતો અને તેઓ કેટલા વ્યસ્ત હતા એ પણ હું જાણું છું. પૂ. જયંતમુનિજી પ્રેરિત અને “વીરસ્તુતિ' પર આધારિત કહો, કેવા હતા પ્રભુ મહાવીર ?” પુસ્તક માટે એમણે મને પૂરો સમય અને શક્તિ આપ્યાં છે.
જ્યારે મેં એ પુસ્તકની તૈયારી શરૂ કરી ત્યારે મને જરા પણ અણસાર ન હતો કે કુમારપાળભાઈએ Tirthankara Mahaviraની ભગીરથ તૈયારી શરૂ કરી દીધી છે, છતાં તેઓ વીરસ્તુતિ’ પુસ્તક માટે મારી સાથે સતત સાત મહિના સુધી જોડાયેલા રહ્યા હતા.
જેન એકેડેમી, કોલકતાના ઉપક્રમે પૂ. જયંતમુનિજી પ્રેરિત જૈન સાહિત્યના પ્રકાશનમાં મને એમનો અપૂર્વ સાથ, સહકાર, પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં છે. આવા વિવેચનાત્મક પુસ્તકના લેખન, સંપાદન અને પ્રકાશનમાં ઘણી જ સાવધાની અને ચીવટ રાખવી પડતી હોય છે અને તેની તૈયારીમાં છ મહિનાનો સમય થતો હોય છે. એ સમયે ઘણી જ ધીરજ અને વિશિષ્ટ
109 હર્ષદ દોશી