________________
કુમારપાળે કદી કોઈ વાહન ચલાવ્યું નથી તેમ છતાં સામગ્રીસહિત દરેક જગાએ નિયમિત પહોંચી જવાની નેમ એણે રાખી છે, જાળવી છે.
કક્ષામાં એણે કદી કોઈને બાંધ્યા નથી. ઊતરતાં, નીચેનાં કે પછીનાને એટલું જ સન્માન આપ્યું છે, જેટલું મોટાઓને મળે. નોકર' શબ્દ એમના શબ્દકોશમાંથી ભૂંસાઈ ગયો છે. જે કામ કરે છે તે કિંકર નથી, એવી એમની વ્યાખ્યા છે. એમની આજુબાજુ સાથી-સહકારીઓનો એક ફરતો તુલસીક્યારો છે. તુલસીભાઈ એમનું બધું જ કામ કરે, કુમારપાળ તેમને વડીલ સમું માન આપે. એક વખત તુલસીભાઈ સાંસારિક કારણોસર રિસાઈ ગયા ને ક્યાંક જતા રહ્યા તો જયભિખ્ખું અને કુમારપાળ પહેલે પાને જાહેરાત આપી : “ભાઈ તુલસીભાઈ, પાછા ફરો. અમે તમારી રાહ જોઈએ છીએ.” અને તુલસીભાઈ પણ આવીને જ રહ્યા. આવા કુમારભિસ્તુઓથી રિસાવાનું કોને પાલવે ?
કુમારપાળ વિશે કોઈકે થીસિસ લખવી જ પડશે. એટલું બહોળું, પહોળું, ફેલાયેલું, પથરાયેલું કામ છે એનું જે કોઈ એ કામ કરશે તેને તકલીફ જરાય નહિ પડે, બધું વ્યવસ્થિત હશે, છે જ.
કુમારપાળ અદ્ભુત મધ્યસ્થી છે. બે પક્ષોની જરૂરિયાત જાણે છે. જ્યારે મેં બધું છોડી માત્ર વાર્તાકાર તરીકેનું જીવન જીવવાનું શરૂ કર્યું ત્યારે મુશ્કેલી આવી છે. વાર્તા-ફાર્તા અહીં નહિ ચાલે. હું, ચાર દીકરીઓ જોલી, ડોલી, ભોલી, ફોલી તથા તેમની માતા લક્ષ્મીબહેન જ્યારે વડોદરા ગયાં ત્યારે ઍલેમ્બિકના અમારા કાર્યક્રમના મુખ્ય મહેમાન ચં.ચી. હતા. મહેતા સાહેબે અમને ધમકાવીને કહ્યું, “આ શું માંડ્યું છે. સહકુટુંબ આપઘાત ? પાછા ફરી જાવ. બંધ કરો આ બધા ધાંધિયા. વાર્તા કહીને જીવવું છે, હં!" પણ કુમારપાળની ભાષા જુદી જ. તેણે કે.લાલ અને મારી દોસ્તી કરાવી આપી. મેં કે.લાલની ચોપડીઓ લખીને જીવવા માંડ્યું. કેટલાલની સાથે ગામેગામ ફરીને શાળાઓમાં વાર્તાઓ પણ કહેવા માંડી. અમારી આ મધ્યસ્થીની યુક્તિ ખરી, ભાષા ચં.ચી.ની જ પણ સુંવાળી. “આ બધું જોખમી છે. સહકુટુંબ વાર્તા કહો પણ નિયમિત આવકનું તો વિચારવું જ પડે.” એ વિચારનાર તે કુમારપાળ.
ઘણી વાતો છે. બધી જ રળિયામણી, મઝાની, જિંદગીની સોંસરવી કેડીની. એ બધી લખનારા લખશે જ. જેમ એણે લખ્યું છે તેમ જ. અમે એના કરતાં ઉંમરમાં સીનિયર્સ છીએ. અમે અમારી નજર સમક્ષ આ કુમારને લાકડાના ઘોડાથી પાંખાળા ઘોડા ઉડાવતો જોયો છે. અમને આનંદ થાય છે. જુનિયર્સને અમેય કદી જુનિયર્સ કહેતાં નથી. તેમ છતાં કુમારપાળ વીસેક વર્ષ નાના હશે. અમારી પાછળથી આવીને આગળ નીકળી ગયા અમે જોયા છે. આનંદ છે. એમ જ થવું જોઈએ. કપિલદેવ, ગાવસ્કર, રવિ શાસ્ત્રી આગળ “રમત' થોભી જાય તે કેમ ચાલે ? સચીન, સૌરવ, રાહુલ, યુવરાજ, પાર્થિવ, કફ, પઠાણ, ઝહિર જેવા આવતા રહે છે. આવતા જ રહેવા
13
હરીશ નાયક