________________
છે
સંકલ્પ અને સિદ્ધિ
જાણીતા લેખક, અધ્યાપક, પત્રકાર, તત્ત્વચિંતક ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે, એ માત્ર જેનો માટે જ નહિ, સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે. ભૂતકાળમાં કેટલા ઓછા ગુજરાતીઓને આ ઇલકાબ મળ્યો છે! એ વાત જ આ ઇલકાબનું મૂલ્ય સમજવા માટે પૂરતી છે.
ડૉ. કુમારપાળ દેસાઈ મારા મિત્ર છે એમ કહેવા કરતાં મારા સ્વજન છે એમ કહેવું વધારે યથાર્થ છે. અમારી મૈત્રી એક પારિવારિક સંબંધમાં પરિણમી છે. એક વડીલ તરીકે એમની વિકાસયાત્રાનો હું સાક્ષી છું.
ડૉ. કુમારપાળને પહેલી વાર મળવાનું થયું અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા નિમિત્તે. પહેલી મુલાકાતે જ તેમના મળતાવડા સ્વભાવનો પરિચય થયો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમનાં વ્યાખ્યાનો શ્રોતાઓમાં અત્યંત પ્રિય બન્યાં. તેઓ એક કુશળ વક્તા તો છે જ, પણ પૂરી સજ્જતા સાથે વ્યાખ્યાનો આપે છે, આથી જ એ માટે એમની દિશાઓ ખૂલતી ગઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે માનભર્યું સ્થાન મેળવી લીધું છે.
ડૉ. કુમારપાળ સાથે વ્યાખ્યાનમાળાના નિમિત્તે થયેલી મૈત્રી આગળ જતાં પારિવારિક સંબંધમાં પરિણમી. પછી તો અમદાવાદ જવાનું થાય તો સગાંસ્નેહીઓને ત્યાં ન ઊતરતાં એમને ઘેર જ
રમણલાલ ચી. શાહ
19