________________
છે. મને હંમેશાં એક વાતનું ખૂબ જ આશ્વર્ય થતું રહ્યું છે. કુમારપાળભાઈને ઈશ્વરે ચોવીસ કલાકને બદલે અડતાલીસ કલાક આપ્યા છે કે શું? વિવિધ ક્ષેત્રોમાં વ્યાપ અને ઊંડાણ – બંને દૃષ્ટિએ તેઓએ ખૂબ જ સિદ્ધિઓ હાંસલ કરી છે.
કુમારપાળભાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરનાર કુમારપાળભાઈનો પદ્મશ્રીના એવૉર્ડ દ્વારા સમુચિત સમાદર થયો છે. આ એવોર્ડથી આપણને સૌને ગૌરવનો અનુભવ થાય તે સ્વાભાવિક છે.
મારા એમને અભિનંદન અને ભવિષ્યમાં તેઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં વધુ ને વધુ વિકાસ સાધે તેવી શુભેચ્છા પાઠવું છું.
168 ગૌરવનો અનુભવ