________________
અનુભવ છે કે સી.એન.ના છાત્રાલયના નાના કાર્યક્રમમાં પણ હંમેશાં સમય ફાળવવાનો તેમનો અભિગમ રહ્યો છે. ઇન્દુબહેનની સંસ્થા પ્રત્યેના આદરના કારણે કે મારા પ્રત્યેના અંગત સ્નેહના કારણે હું જરૂર પડે ત્યારે તેમને મેળવી શકું છું તેનો આનંદ છે. મારા પ્રત્યે આદર રાખે છે તેનું મને ગોરવ છે.
તેમણે પ્રમાણમાં નાની વયમાં ઘણું લખ્યું – હજુ લખાતું રહેશે. આ બધું જ ગ્રંથસ્થ થાય તો તે કેવડું મોટું પ્રકાશન બને!
સાહિત્યના દરેક ક્ષેત્રમાં તેમનું પ્રદાન છે. બાળસાહિત્ય ઘણું આપ્યું. ચરિત્ર, સંશોધન, અનુવાદ, સંપાદન, વિવેચન વગેરે દરેક બાબતમાં તેઓ પોતાનું કર્તવ્ય બજાવતા રહ્યા છે. વિશ્વકોશનું જબરું કામ પણ હાથ પર ધર્યું.
રમતનું મેદાન, આકાશની ઓળખ, ઈંટ અને ઇમારત, પારિજાતનો પરિસંવાદ, ઝાકળ બન્યું મોતી, પાંદડું અને પિરામિડ વગેરે કૉલમ દૈનિક પત્રોમાં નિયમિત લખે છે. ભાગ્યે જ કોઈ લેખક આટલી બધી કોલમ લખતું હશે. તેમનાં આટલાં બધાં રોકાણ – ભાષાસાહિત્ય ભવન, આર્ટ્સ ફેકલ્ટી, વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી વગેરે અનેક જવાબદારીઓ વચ્ચે નિયમિત આટલી બધી કોલમ માટે તે ક્યાંથી સમય મેળવી શકતા હશે તે પ્રશ્ન થાય તેમ છે.
તેમને જ્યારે જોઈએ ત્યારે પ્રસન્ન ચિત્ત સાથે હસતા દેખાય, કદાચ પ્રસન્ન રહેવાની કળા સાધ્ય કરવાને કારણે જ તે આટલું બધું કામ કરી શકતા હશે.
સમાજોપયોગી કામો અને સૌને શક્ય તેટલા ઉપયોગી થવાનું તેમનું વલણ તેમના વ્યક્તિત્વને સમૃદ્ધ બનાવતું રહે છે. હજુ ઉંમર નાની છે, ઘણું લખતા રહેશે, વક્તવ્યો દ્વારા કહેતા રહેશે અને નવી પેઢીને સંસ્કાર અને આધ્યાત્મિકતાના સુંદર વિચારો મળતા રહેશે.
તેમને પદ્મશ્રીનો એવૉર્ડ યથાર્થ રીતે ભારત સરકાર દ્વારા મળ્યો છે. પદ્મવિભૂષણનો ભવિષ્યમાં મળે તેવી શુભેચ્છા.
306 પ્રસન્નતાની સાધના