________________
અમ હદયના શુભ આશીર્વાદ પાઠવીએ છીએ. શુભેચ્છા અર્પણ કરીએ છીએ. તમોએ તમારા જીવનમાં ઘણાં ક્ષેત્રે ઘણી રીતે યશોવલ પ્રગતિ સાધી છે તેમાં ખૂબ ખૂબ વધારો થાય તેવા અમારા શુભાશીર્વાદ છે.
તમારી પ્રતિભા પિતાજી કરતાં પણ સવાઈ ઝળકી છે. વક્તા તરીકે પણ તમે નામ કાઢ્યું છે. કોબા પ્રેક્ષા વિશ્વભારતીમાં ડૉક્ટર ફેડરેશનની સભામાં કુમારપાળ દેસાઈ હવે વક્તવ્ય આપશે તેવી જાહેરાત થતાંવેંત સભામાંથી શ્રોતાગ્રંદનો જે મધુરકરતલ ધ્વનિનો નાદ પ્રસર્યો તેનો ગુંજારવ હજીય કાનમાં સચવાયો છે. વક્તવ્ય-સમાપ્તિ વખતે થતા કરતલ ધ્વનિ કરતાં નામ બોલાય ત્યારે થતો કરતલ ધ્વનિ જુદા કુળનો હોય છે. આવી લોકપ્રિયતા તેમણે હાંસલ કરી છે.
તેઓ નિરોગી દીર્ધાયુ સાથે સકલ સંઘની, દેશની, વિદ્વત્ વિશ્વની સેવા કરતા જ રહે, કરતા જ રહે.
આશીર્વાદ
પ્રધુનવિજયજી મહારાજ
135