________________
કુમારપાળ વિદેશમાંય જ્ઞાનયાત્રા કરતા રહે છે, પણ તે સાથે એ દેશોની સંસ્કૃતિનો પણ પરિચય કરે છે. ત્યાંના કોઈ ખ્યાતનામ લેખકનું સર્જન તેમની દૃષ્ટિને આકર્ષે તો તેને ગુજરાતીમાં અનુવાદ રૂપે આપવાનું પણ તે ચૂકતા નથી. તાજેતરમાં જ આફ્રિકાના એક પ્રસિદ્ધ સર્જક ઑસ્ટિન બૂકેન્યાના નાટક “ધ બ્રાઇડ'નો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં નવવધૂ તરીકે અનુવાદ આપ્યો છે. આફ્રિકાની પ્રજાની રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક રીતરસમનો પરિચય કરાવતું એ સુંદર નાટક છે.
આમ, બહુમુખી પ્રતિભા ધરાવનારા ગુજરાતના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર, ધર્મચિંતક અને સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે પ્રકાશ પ્રસારનારા ડૉ. કુમારપાળ દેસાઈને આ વર્ષે ભારત સરકાર તરફથી બહુમૂલ્યવાન એવો પદ્મશ્રીનો ખિતાબ એનાયત થયો એ અવસરથી ગુજરાતને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાતની અસ્મિતા પ્રસારનાર કુમારપાળથી ગુજરાત ધન્ય બન્યું છે.
20
ગુજરાતની અસ્મિતા