________________
વ્યાકુમારપાળ દેસાઈ (જ. તા. ૩૦ ઑગસ્ટ ૧૯૪૨, રાણપુર)ને હું કદાચ સાથે કામ કરવા મળ્યું એ પૂર્વેથી જ ઓળખું છું. એનું કારણ એમના પિતાશ્રી જયભિખુનો એમણે સાચવેલો વારસો પણ હોઈ
શકે.
રોહભર્યો
સાથ
- કુમારપાળ અને પ્રતિમાબહેનને ત્યાં એક શુભ પ્રસંગે જાદુગર કે. લાલને જોઈને મને પ્રશ્ન થયેલો કે કાંતિલાલ સાથેનો જ્ઞાતિને કારણે ભાઈચારો હશે ? પછી જાણ્યું કે શ્રી કે. લાલની જાદુગર તરીકેની કારકિર્દીના આરંભે એમના મુશ્કેલ સમયમાં વ્યવસ્થાના કામમાં પણ શ્રી જયભિખ્ખું સમય આપતા, અને એમની હાજરીથી પ્રેક્ષકોનો પ્રતિભાવ સાનુકૂળ રહેતો. પછી તો શ્રી કે. લાલ વિશ્વવિખ્યાત બન્યા. પણ આવા ઘણા કલાકારો, પત્રકારો, સાહિત્યકારોને કારકિર્દીના આરંભે ઉપયોગી થવાનો જયભિખુનો સ્વભાવ હતો. આ સ્વભાવ કુમારપાળને વારસામાં મળેલો છે. જયભિખ્ખ સાથે નિકટનો પરિચય કેળવવાની તક મળી ન હતી, પણ જયાબહેનના વત્સલ આતિથ્યનો લાભ મળેલો. શ્રી રમણલાલ ચી. શાહના આમંત્રણથી જૈન યુવક સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે મુંબઈ જવાનું થયું હોય અને ગુજરાતી સાહિત્ય પરિષદને મોટી સખાવત મળી હોય તે ઘટના યાદ રહે એની સાથે કુમારપાળના પિતરાઈ કુટુંબીજનોનું આતિથ્ય પણ યાદ રહી જાય. આ કુટુંબીજનો સાર્વજનિક કામે,
રઘુવીર ચૌધરી