________________
રેડક્રૉસના કામે છેક રાણપુર આવ્યા હોય તો સેવા કરતા કરતા ગોષ્ઠીનો આનંદ કરવાની કળા પણ જોવા મળે.
કુમારપાળ અને એમના કૌટુંબિક પરિવેશનો વિચાર કરું છું ત્યારે એક સંવાદિતાનો ખ્યાલ ઊભો થાય છે. પ્રતિમાબહેનના પિતાશ્રી સંગીતકાર હોય એ ઘટના પણ આ ખ્યાલ સાથે અનાયાસ સંકળાઈ જાય. બંને દીકરાઓ-કૌશલ અને નીરવ–ના શિક્ષણમાં કુમારપાળે એવી કુનેહથી રસ લીધો કે એમનું ભણતર ભાર વિનાનું નીવડ્યું અને બંને સ્વાવલંબી થયા. નાના નીરવ વિશે લાગતું હતું કે એને ભણવા કરતાં ક્રિકેટમાં વધુ રસ છે. પણ આગળ જતાં એણે પણ ગજું કાઢવું અને વ્યાખ્યાનો આપવા વિદેશ જવાનું થતું હતું એમાં સ્વજનોને મળવાનું કારણ પણ ઉમેરાયું.
કુમારપાળની કારકિર્દી વિશે વિચાર કરતાં લાગે છે કે વ્યવહાર હોવું. સૌજન્યશીલ રીતભાતથી સામા માણસનું હૃદય જીતી લેવું એ એક ગુણ છે. આ કારણે ઉત્તરોત્તર અંગત સફળતા મળે એને માત્ર કાયદાની ભાષામાં બાંધી દેવાની જરૂર નથી. આ સૌજન્યને સભ્ય સમાજનું લક્ષણ માનવું જોઈએ. જેને આપણે ભદ્ર સંસ્કૃતિ કહીએ છીએ એ કુમારપાળ જેવા સૌજન્યશીલ વ્યક્તિત્વને કારણે સર્જાય છે અને ટકી રહે છે. જેણે સંત સંસ્કૃતિ સાથે નાતો બાંધવો છે એ ક્યારેક ગુસ્સે પણ થઈ શકે, લડી પણ શકે. પરંતુ કુમારપાળે સંઘર્ષ વિનાના સહયોગ અને શુભેચ્છા દ્વારા સર્જાતા વ્યવહારથી ભદ્ર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કર્યું છે અને આ કારણે સાહિત્ય પરિષદના કામે શ્રેણિકભાઈ જેવા શ્રેષ્ઠીને મળવા જવામાં કુમારપાળનો અને અમારા બેઉના વડીલ ધીરુભાઈ ઠાકરનો સાથ ઉપકારક નીવડ્યો છે.
વીસેક વર્ષ પહેલાંની વાત છે. લોકભારતી – સણોસરામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્ર હતું. વ્યવસ્થા પૂરતી હતી, પણ કેટલાક છેલ્લી ઘડીએ સત્રમાં ભાગ લેવા આવ્યા. લોકભારતીના કાર્યકરો સાથે મારે અને કુમારપાળે પણ રાત્રે બે વાગ્યા સુધી જાગવાનું બનેલું. એ પછી એક નવી બનેલી ઓરડીમાં, લીંપણ વિનાની ભૂમિ પર ગોદડી નાખીને અમે થોડા કલાક માટે આરામ કર્યો. મારે તો ધૂળ સાથે બાળપણનો નાતો છે, પણ સુખ-સાહેબીમાં ઊછરેલા કુમારપાળને ધૂળ સામે સૂગ નથી એ મેં તે દિવસે જોયેલું. અને સૂગ હોય તો ઈંટ અને ઇમારતની વાત ક્યાંથી સૂઝે ?
અખિલ ભારતીય ઉર્દૂ સંમેલન સાહિત્ય પરિષદ યોજ્યું ત્યારે તોફાનોને કારણે અમદાવાદમાં કરફ્યૂ હતો. શહેરમાં શાંતિ થઈ એમાં એ સંમેલનનો ફાળો પણ હતો. એ આયોજનમાં કુમારપાળે ઘણો સમય આપેલો અને સાહિત્ય પરિષદના ભવન અને એની પ્રવૃત્તિના વિકાસના એ દાયકાઓમાં શ્રી ભગવતીકુમાર શર્મા અને કુમારપાળનો જે નેહભર્યો સાથ મળેલો તે સંસ્મરણો વિધાયક મૂડીરૂપ લાગતાં રહ્યાં છે. કુમારપાળે જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિકસાવી એમાં મારી સતત શુભેચ્છાઓ રહી છે અને સતત વાર્ષિક વ્યાખ્યાનમાળાના વક્તાનો
નેહભર્યો સાથ