________________
*
*
કર્જથી
*રા
સાહિત્યસર્જક મહામાનવ
કઈકે સાચું જ કહ્યું છે કે “ઈશ્વર એક મહાન કલાકાર છે. એ ક્યારેય પુનરાવર્તન કરતો નથી. પ્રકૃતિમાં તેમજ માનવસ્વભાવમાં એણે વિવિધતા સર્જી છે. અને આ વિવિધતામાં પણ તે અજોડ એકતા સર્જતો રહ્યો છે, તેથી જ તેની કળાનો તાગ પામવો વિકટ છે. પ્રભુના સર્જન વિશે તારણો કાઢવાં એ સહેલું કામ છે પણ વૈશ્વિક કાવ્યને સમજવું અને તેનું અર્થઘટન કરવું એ લગભગ અશક્ય છે. જાતજાતના લોકો હોય છે. કોઈ એક જણ બીજા જેવો હોતો નથી. કેટલાક લોકોને પોતાના વિશે બોલવું-કહેવું ગમે છે જ્યારે બીજા કેટલાક એવી ‘આપવડાઈથી જોજનો દૂર રહી તેમની કર્મ-પૂજામાં રત રહે છે.”
આવા બીજા કેટલાક માં ડૉ. કુમારપાળ દેસાઈનો સમાવેશ કરી શકાય. સાતત્યપૂર્ણ સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયનઅધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક કરતાં રહેલાં અને આ પ્રવૃત્તિઓ દ્વારા ઘણા એવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો, સન્માન પ્રાપ્ત કરવા છતાંય જેને અભિમાનનો એ પણ સ્પર્શી શક્યો નથી તેવા કુમારપાળ દેસાઈ ‘મારા મિત્ર છે તેવો વિચાર માત્રથી મને મારી જાત માટે માન ઊપજે છે.
આવા મિત્ર કુમારપાળભાઈના પરિચયમાં હું છેલ્લાં પંદર વર્ષથી. આમ તો જૈન શાસન સાથે સંકળાયેલી લગભગ બધી જ સુજ્ઞ પ્રવૃત્તિઓ સાથે તેમનું તાદાભ્ય. જેન સોશ્યલ ગ્રૂપ્સ ફેડરેશનના
સુરેશ 8ોઠારી
216