________________
ડૉ. શેફાલીબહેન શાહે જુદાં જુદાં ભક્તિગીતો દ્વારા નમસ્કાર મહામંત્ર મધુર સંગીતમાં રજૂ કર્યો હતો.
| ડૉ. કુમારપાળ દેસાઈ સાથે વર્ષોથી ગાઢ મિત્રતાના નાતે અમારા બંને પરિવારો હૃદયપૂર્વક એકબીજા સાથે જોડાયેલા છે. તેમના બૌદ્ધિક અને વિદ્વત્તાપૂર્ણ સાંનિધ્યને કારણે મને પણ જૈન સમાજ અને જૈન ધર્મમાં આગળ વધવામાં ભરપૂર મદદ મળી અને તેમના માર્ગદર્શક વિચારોથી લાભ થયો છે. મિત્રતામાંથી પારિવારિક સંબંધોમાં સર્જાયા છે. બન્ને પરિવારો વચ્ચે અવારનવાર થતી મુલાકાતોને કારણે ધર્મચર્ચાઓનો દોર શરૂ થયો. જૈનદર્શન વિશે અવારનવાર ચર્ચા કરતા રહેતા હોય. મારા પરિવારને પણ અનેક વખત ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા સમસ્યાઓના હલ મળ્યા છે.
ડૉ. કુમારપાળ દેસાઈ વિશે જેટલું કહું કે લખું તે સદાય ઓછું જ રહેવાનું. પરંતુ અંતમાં એટલું જ કહેવાનું કે અસંખ્ય એવૉર્ડને તેમની પાસે જતાં ગૌરવ પ્રાપ્ત થયું છે. તેવા ડૉ. શ્રી કુમારપાળ દેસાઈએ આટલી સફળતા અને બહુમાનો છતાં પણ પોતાનામાં એક સાલસ, સરળ અને નિર્દભ તથા પારદર્શક માનવીને જીવતો રાખ્યો છે. એક ઉત્તમ માનવી અને ખરેખર તો વિભૂતિ એવા ડૉ. કુમારપાળ દેસાઈ સાથેની પ્રત્યેક મુલાકાત જીવનમાં નવા વિચારો વહેવડાવે છે. એમની સાથેની પ્રત્યેક મુલાકાત યાદગાર સંભારણું બની જાય છે અને મન સદવ તેમના માર્ગદર્શક વિચારો અને તેમના મુખેથી વહેતા જૈનદર્શનને સાંભળવા આતુર રહે છે.
એક ઉમદા પત્રકાર, ઉત્કૃષ્ટ લેખક, ઉચ્ચકક્ષાના વક્તા, દાર્શનિક તથા તત્ત્વચિંતક ઉપરાંત સમાજસેવક તરીકે પોતાના જીવનને સમાજમાં પ્રકાશ ફેલાવતી જ્યોતનું સ્વરૂપ આપનાર ડૉ. કુમારપાળ દેસાઈએ વિશ્વભરમાં માત્ર ગુજરાત, ગુજરાતી સાહિત્ય કે જેન ધર્મનું જ નહીં, પરંતુ જૈન ધર્મના બહોળા પ્રચાર-પ્રસાર દ્વારા સમગ્ર ભારતના અમૂલ્ય વારસાનો વિદેશોમાં પરિચય આપી દેશનું નામ રોશન કર્યું છે.
15 પ્રવીણ પુંજાણી