________________
આવા સરળ અને રોચક અનુવાદ બદલ જૈન સમાજ ડૉ. કુમારપાળભાઈનો ઋણી રહેશે, કારણ કે હિન્દી ભાષાની ઓછી જાણકારી ધરાવનારા ભાવિકજનો પણ ગુરુદેવનાં આ અમૂલ્ય વચનોનું અમૃતપાન કરી શકશે.
તેઓ યુકે, યુ.એસ.એ., કેનેડા, આફ્રિકા, બેલ્જિયમ, સિંગાપોર, હોંગકોંગ અને અન્ય દેશોમાં કેટલીય વખત વ્યાખ્યાનકાર તરીકે આમંત્રિત થયા છે અને આપણાં પરદેશમાં વસતાં ભાઈબહેનો એમની પ્રખર વિદ્વત્તા અને સચોટ વાણીથી પ્રભાવિત થયાં છે. જેને ધર્મના પરદેશમાં પ્રસાર અંગે એમની સેવાઓ બહુ કદરદાયક છે. તેમનો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષા ઉપર ગજબનો કાબૂ છે.
મારો કુમારપાળભાઈ સાથેનો સંબંધ ઘણાં વર્ષોનો છે. ખાસ કરીને ઇન્ડૉલોજી અંગે સંશોધક તરીકે વિશેષ સંપર્કમાં આવવાનું થયું. તેઓ લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને એમની સાથેની મૈત્રીનું મને ગૌરવ છે.
વર્લ્ડ જૈન કોન્ફડરેશનના કુમારપાળભાઈ શરૂઆતથી જ ગવનિંગ કાઉન્સિલના સભ્ય છે અને એમનું યોગદાન અમૂલ્ય છે એનો અમને સૌને ગર્વ છે.
કુમારપાળભાઈ સ્વભાવે નિખાલસ, નમ્ર, નિરાભિમાની, સુશીલ, સાદા, હસમુખા અને આપણા સૌના લાડકવાયા છે. ખાસ તો પદ્મશ્રીના એવૉર્ડ વાસ્તે અતિઉલ્લાસથી અભિનંદન. એમને લાંબું, તંદુરસ્તીભર્યું આયુષ્ય મળે; સુખી જીવન જીવે અને હજી વધારે એમની સમાજને સેવા મળતી રહે, માન-અકરામ અને ખિતાબોની રફતાર ઉત્તરોત્તર આગેકૂચ કરતી રહે એવી મારી શાસનદેવને પ્રાર્થના અને અભ્યર્થના છે.
વર્લ્ડ જેન કન્ફડરેશનના દ્રસ્ટી, દિલ્હીની ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટના પ્રણેતા અને ઉદ્યોગપતિ
175 પ્રતાપભાઈ ભોગીલાલ