SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રયો બનાવવામાં આવેલ છે. તેમની આ રીતની અદ્ભુત પદ્ધતિથી હજારો, લાખો આત્માઓને જૈનદર્શનનું અણમોલ જ્ઞાન અને વિજ્ઞાન પોતાની રસાળ શૈલીમાં પીરસી તેઓ જન શાસનની મહત્તા પ્રગટ કરી રહ્યા છે. હિંદુસ્તાનનાં લગભગ તમામ શહેરોમાં તથા નાનાં નાનાં ગામડાંઓમાં પણ તેમણે પોતાના અદ્ભુત વક્તવ્યના માધ્યમથી જૈન સંસ્કૃતિનો ફેલાવો કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિશ્વભરમાં અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ અને ભગવાન મહાવીરના વૈજ્ઞાનિક કર્મવાદના સિદ્ધાંતનો યોગ્ય પ્રચાર કરવામાં તેઓએ પોતાની તમામ શક્તિઓ લગાડી છે તેમ કહું તો અતિશયોક્તિ નથી. અને તેથી જ તેમની યોગ્ય કદર રૂપે હિંદુસ્તાન તથા વિશ્વભરના ઇંગ્લેન્ડ વગેરે અનેક દેશોએ તેમને અનેક એવોર્ડોથી વિભૂષિત કર્યા છે. અમારા દિવાળીબહેન મોહનલાલ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટે પણ તેમને મૂલ્યલક્ષી સાહિત્યસર્જન અને આધ્યાત્મિક ભાવનાઓના પ્રસાર માટે કરેલા અણમોલ પ્રદાન બદલ એવૉર્ડ પ્રદાન કર્યો હતો. ૨૦૦૩ની તા. ૨૩ માર્ચના રોજ આઝાદ મેદાનમાં શ્રી કુમારપાળ દેસાઈને જૈન સમાજની ૧૦૨ વર્ષની ગૌરવશાળી પરંપરા ધરાવતી અખિલ ભારતીય સંસ્થા “ભારત જન મહામંડળે જૈનદર્શન માટે વૈશ્વિક કાર્યો માટે એનો સર્વપ્રથમ સર્વોત્કૃષ્ટ જેન ગૌરવ એવૉર્ડ પરમ પૂજ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં આપેલ હતો. તેઓએ પ્રોઢ સાહિત્યસર્જન સાથે બાલસાહિત્યસર્જન પણ સુંદર શૈલીમાં કરેલ છે. તેઓ અભુત સંપાદક છે અને અખબારોમાં અનેક વર્ષોથી જુદા જુદા વિષયો ઉપર અનેક ધાર્મિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને ક્રિકેટને લગતી કૉલમો લખી રહ્યા છે જેનો હજારો વાચકો દેશવિદેશમાં લાભ લઈ રહ્યા છે. ક્રિકેટના વિષય પર પણ તેમની સારી ફાવટ છે. તેઓ એક ઉત્તમ કક્ષાના ક્રિકેટ કોમેન્ટેટર પણ છે તેનો કદાચ ઘણા ઓછાને ખ્યાલ હશે. ટૂંકમાં તેઓ એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા All Rounder લેખક અને વક્તા છે. કુમારપાળના સમગ્ર પરિવાર સાથે મારે ગાઢ સંબંધ છે. એ મુંબઈ આવે ત્યારે અને હું અમદાવાદ જાઉં ત્યારે સાથે નિરાંતે ભોજન પણ લઈએ છીએ. એન્ટવર્ષમાં પર્યુષણ પર્વ દરમિયાન રોજ સવારે અને સાંજે એમનાં પ્રવચનો નિયમિતપણે સાંભળ્યાં હતાં. ધર્મની સાથે માનવકરુણાનો સંબંધ જોડવાની એમની ભાવના મને હંમેશાં સ્પર્શી ગઈ છે. બીજી બાજુ ધાર્મિક દૃષ્ટિએ અમુક મૂલ્ય અને જીવનશૈલી જાળવવી જરૂરી હોય, ત્યાં તેઓએ તે માટે હિંમતપૂર્વક આગ્રહ સેવ્યો છે. ભાઈશ્રી કુમારપાળમાં વિદ્વત્તા અને સરળતા, બુદ્ધિમત્તા અને નિષ્કપટતાના અજોડ સગુણો છે. તેમનું જીવદળ ઉચ્ચકક્ષાનું છે. તેમનામાં માનવતા, સરળતા, નિખાલસતા, સાહજિકતા, ભદ્રિકતા, કોમળતા અને વિનમ્રતાના જે ગુણો છે તે ખરેખર પ્રશંસનીય છે. તેઓએ 239 મતલાલ મ. મહેતા (મફતકાકા)
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy