SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સંવેદના મફતલાલ એમ. મહેતા (મતકાકા) Life is nothing but the death begun. (Ÿ¿'ll એ કંઈ જ નથી પરંતુ મૃત્યુની શરૂઆત છે અને જે કોઈ પણ આ વિશ્વમાં જન્મે છે તેઓ તમામ પોતાના લલાટ ઉપર મૃત્યુ અવશ્ય અંકિત કરીને આવે છે. પરંતુ તેઓ તમામનાં જીવન ધન્ય બની જાય છે જેઓ ભાઈશ્રી કુમારપાળની જેમ પોતાનું સમસ્ત જીવન સંસ્કારસિંચક સાહિત્યસર્જન કરવામાં વ્યતીત કરે છે. ભાઈ શ્રી કુમારપાળે બાળપણથી જે લેખનકળા સિદ્ધ કરી હતી અને તેથી જ તો તેઓ લગભગ ૪૦ વર્ષથી લગાતાર ગ્રંથોનું સર્જન કરી શક્યા છે જેની સંખ્યા એકસોથી વધુ છે. તેમણે જીવનચરિત્રક્ષેત્રે ભગવાન ઋષભદેવ, ભગવાન મલ્લિનાથ, ભગવાન મહાવી૨, મહારાજા કુમારપાળ વગેરે અનેક મહાપુરુષોનાં જીવનચરિત્રો સુંદર, રોચક અને ભાવવાહી શૈલીમાં આલેખ્યાં છે. તેમના તત્ત્વજ્ઞાન ઉ૫૨ના ચિંતનલેખો અદ્ભુત હોય છે. જેનો ‘ગુજરાત સમાચાર’ વગેરેના હજારો-લાખો વાચકોને અનેક દાયકાઓથી પ્રત્યક્ષ પરિચય છે. તેઓ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. અમેરિકા, હોંગકોંગ, ઍન્ટવર્પ, ઇંગ્લૅન્ડ વગેરે દેશ-વિદેશમાં દરેક વર્ષે પર્યુષણની વ્યાખ્યાનમાળામાં જાતે જઈ અને જૈન ધર્મનું, તપશ્ચર્યાનું તથા પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ સચોટ રીતે સમજાવે છે. તેના પરિણામે પરદેશમાં વસતાં જૈન બહેનો તથા બાળકો સારી એવી તપશ્ચર્યા કરતાં થઈ ગયાં છે. દરેક સ્થળે જૈન દેરાસરો તથા 238
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy