________________
જાહેર જીવનમાં પણ અનેક સુંદર અને અનુમોદનીય કાર્યો કર્યા છે તેનાથી જાહેર જનતા ભાગ્યે જ અજાણ હશે.
ભારત સરકારે યોગ્ય રીતે જ યોગ્ય વ્યક્તિ એવા ભાઈ કુમારપાળને “પદ્મશ્રી' એવૉર્ડ અર્પિત કરી પદ્મશ્રી એવૉર્ડનું ગૌરવ વધારેલ છે અને ભાઈ કુમારપાળ, હજુ પણ વિશ્વનાં સર્વોચ્ચ આધ્યાત્મિક સોપાનો સર કરી ભગવાન મહાવીરની આજ્ઞા મુજબ આત્મપરિણતિની નિર્મળતા પ્રાપ્ત કરી, ભાવપૂર્વકની અમૃત-ક્રિયાઓનું આરાધન કરી, સંયમયોગને પ્રાપ્ત કરી, અશુભ કર્મોનો ક્ષય કરી, પરંપરાએ અનંતસુખના ધામ એવા મોક્ષના મંગલદ્વારમાં પ્રવેશ કરવામાં કામયાબ બનો એ જ હાર્દિક ભાવના, શુભેચ્છા અને આશીર્વાદ સાથે મારી સંવેદના પૂર્ણ કરું છું.
240 મારી સંવેદના