________________
સંશથી
she *
-
એક માનવી:
અનેક શંક્તિ
૧૯૬૦-૬૧માં અમદાવાદમાં મારા જાદુપ્રયોગો ચાલતા હતા. આ સમયે મારા બાલ્યકાળમાં હું જેમની કથાવાર્તાઓથી ખૂબ પ્રભાવિત થયો હતો એવા સર્જક “જયભિખ્ખને અમદાવાદના ટાઉનહોલમાં મારા શોના પ્રારંભ પ્રસંગની નિમંત્રણ પત્રિકા મોકલી હતી. જાદુના પ્રયોગમાં તે શું જોવું એમ માનીને તેઓ આવ્યા નહીં. અમદાવાદમાં એ પ્રયોગો અત્યંત લોકપ્રિય બન્યા અને શ્રી જયભિખ્ખને પણ એમના મિત્રોએ કહ્યું કે કે. લાલનો શો જોવા જેવો છે. આથી દસેક દિવસ બાદ તેઓ ટિકિટ ખરીદીને એમના પરમ મિત્ર શ્રી નાનુભાઈ શાસ્ત્રી સાથે શો જોવા આવ્યા. મેં જયભિખુભાઈને પ્રત્યક્ષ જોયા નહોતા પરંતુ એમનાં પુસ્તકોમાં એમની તસવીર જોઈ હતી. ગમતા લેખકની તસવીર મારા મનમાં સંગ્રહાયેલી હતી. મારો શો શરૂ થયો. અને પ્રેક્ષકો પર નજર નાખી તો મને ખ્યાલ આવ્યો કે ટાઉનહોલની બારમી હરોળમાં જયભિખ્ખ બેઠા લાગે છે. મેં INTના આયોજક શ્રી મનસુખભાઈ જોશીને મારા શો દરમ્યાન કહ્યું કે આ બારમી હરોળમાં બેઠેલી વ્યક્તિ સર્જક જયભિખ્ખ' જેવી લાગે છે. જો તેઓ હોય તો તેમને આગળ પહેલી હરોળમાં નિમંત્રિત મહેમાનોની બેઠકોમાં બેસાડો. શ્રી મનસુખભાઈ જોશીએ એમને આગળ બેસાડ્યા. મારો શો પૂરો થયો એટલે એમણે મને ઘેર આવવા નિમંત્રણ આપ્યું. મારા મનમાં અપાર રોમાંચ થયો. જેમની વાર્તાઓ છેક બાળપણથી વાંચતો આવ્યો હતો એમને પ્રત્યક્ષ મળવાનું અને એ તો કેવી આનંદની ઘટના!
241
છે. લાલ