________________
પછીના દિવસે સવારે હું એમને ત્યાં ગયો. એમણે ખૂબ આદરસત્કાર કર્યો. અમારી આ પ્રથમ મુલાકાતમાં પ્રેમ સંબંધનો એવો તે દોર બંધાઈ ગયો કે ન પૂછો વાત. જાણે એકબીજા સાથે જન્મોજન્મનો સંબંધ હોય એવી બંનેને અનુભૂતિ થઈ. પછી તો રોજ શોના પ્રારંભ સમયે શ્રી નાનુભાઈ શાસ્ત્રીના સ્કૂટરની પાછલી બેઠક પર બેસીને તેઓ આવતા. વાતો થતી અને તેઓ વિદાય લેતા.
કોલકતા ગયો ત્યારે એમની વિદાય લેતી વખતે ગાઢ સ્નેહી મોટાભાઈની વિદાય લેતો હોઉં એવો અનુભવ થયો. તેમણે કવિ દુલા કાગ, મેરુભા ગઢવી, કવિ ઉમાશંકર જોશી, કનુ દેસાઈ, ધૂમકેતુ, પીતાંબર પટેલ અને ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહ સાથે મારો મેળાપ કરાવ્યો અને સાહિત્ય, કલા અને લોકસાહિત્યના સર્જકો સાથે મારો સંબંધનો સેતુ રચાયો.
મારા જીવનમાં એક એવી અણધારી આપત્તિ આવી કે જે કદાચ મારા સમગ્ર જીવનમાં ઉલ્કાપાત સર્જી ગઈ હોત! બંગાળના એક પ્રસિદ્ધ જાદુગરે મને મારી નાખવાનું કાવત્રું કર્યું, ત્યારે પ્રભુકૃપાને કારણે હું એમાંથી ઊગરી ગયો પરંતુ મારા મદદનીશ અને તેના સાથીઓએ ધનના લોભને ખાતર આવું જીવલેણ અને ભયાનક કાવત્રુ કર્યું તેનાથી મને ઊંડો આઘાત લાગ્યો. કલકત્તામાં કાપડની પેઢી પર કામ કરીને જીવન શરૂ કરેલું. પિતાજીએ આગ્રહ કર્યો કે અહીં પાછો આવ અને શાંતિથી કાપડની પેઢી સંભાળી લે અને સુખચેનની જિંદગી બસર કર. આવે સમયે જયભિખુભાઈએ મને અમદાવાદમાં રહ્યું રહ્યું એવાં તો પ્રેરણા અને પીઠબળ પૂરાં પાડ્યાં કે જેનાથી તખ્તાને ફરી જાદુગર કે. લાલ જોવા મળ્યા.
એ સમયે રોજ જયભિખુભાઈનો કોલકાતા પત્ર આવે અને એમાં લખ્યું હોય કે તું કલાકાર છે, ઈશ્વરે કલાની અનુપમ ભેટ તને આપી છે. તારો જન્મ આ જાદુકળાના વિકાસ માટે થયો છે. આથી તું આઘાતમાંથી નીકળીને ફરી બેઠો થા. નવા માણસો લઈને ફરી જાદુનો શો કર. પ્રભુએ તને મોતના મુખમાંથી બચાવ્યો તેની પાછળ સારો સંકેત ગણાય. માટે પ્રભુ પર વિશ્વાસ રાખીને તું ફરી શો શરૂ કર. એની શરૂઆત અમદાવાદથી કરજે અને અમદાવાદમાં હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. જયભિખુભાઈએ મને અને મારા પિતાશ્રીને બંનેને રોજ રોજ પત્રો લખ્યા. આખરે ભયંકર પ્રપંચ, સાથીદારોની ખૂટલવૃત્તિ, હૃદયનો આઘાત આ બધું ભૂલીને હું ફરી સ્ટેજ પર આવ્યો. ૧૯૬૩માં અમદાવાદમાં શો કર્યા ત્યારે જયભિખુભાઈ શો પહેલાં એક કલાક અગાઉ આવી જાય અને ઇન્ટરવલ સમયે પાછા જાય. એમણે આપેલી હિંમત એમના કાર્યથી પણ સાકાર થઈ. મારા જીવનમાં કોઈએ આવી હિફાજત કરી નથી.
અમે મિત્રોએ મળીને જયભિખ્ખભાઈ માટે એક ફંડ ઊભું કર્યું. એમની આંખો નબળી, પગે સોજા, કિડનીની તકલીફ, પ્રેશર પણ ખરું અને ડાયાબિટિસનો તો એમના શરીર સાથે વર્ષોથી
242 એક માનવી : અનેક શક્તિ