________________
પત્રકારત્વ' નામનું બીજું પુસ્તક પણ એમણે સંપાદિત કર્યું છે. પત્રકારત્વ ક્ષેત્રની તેમની અમૂલ્ય સેવાઓની કદર કરીને લોકોએ તેમને અનેક વાર સન્માનિત કર્યા છે, જેમાં પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન માટે શ્રી યગ્નેશ હ. શુક્લ પારિતોષિક અને નવચેતન રોપ્ય ચંદ્રક', રમતગમત વિશે પત્રકારત્વમાં મહત્ત્વના પ્રદાન માટે નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા ગૌરવ પુરસ્કાર, તેમજ શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી લેખન માટે ગુજરાતી દેનિક અખબાર સંઘ દ્વારા હરિૐ આશ્રમ એવૉર્ડ અને પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત કરીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટાઇમ્સ' પણ એના એ લોકચાહના ધરાવતા કૉલમલેખકનું અભિવાદન કર્યું છે.
કર્મયોગી કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને પત્રકારત્વનું કાર્ય કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. છેલ્લાં ત્રીસ વર્ષથી શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરીને પિતાનું ઋણ ચૂકવી રહ્યા છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત થઈ રહ્યો છે, તે અમારા માટે જ નહિ, સમગ્ર પત્રકારઆલમ માટે ગૌરવની હકીકત છે.
42. મૂલ્યનિષ્ઠ પત્રકાર અને દષ્ટિવંત સંપાદક