________________
ગુજરાત ટાઇમ્સ' એના પ્રત્યેક વિશેષાંક માટે ડૉ. કુમારપાળ દેસાઈ પાસે દોડી જતું. એમની મૌલિક વિચારદષ્ટિ, વર્તમાનને પહેચાનતો અભિગમ, સમગ્ર અંકનું આયોજન અને ઉત્કૃષ્ટ સર્જકોના લેખો પ્રાપ્ત કરવાની ક્ષમતા આ બધાનો લાભ મળતો રહ્યો. એમણે સૌપ્રથમ ગુજરાત ટાઇમ્સ'ના રજતજયંતી વિશેષાંક (ઈ. સ. ૧૯૨૬થી ૧૫૧)નું સંપાદન કર્યું. એ પછી શ્રેષ્ઠ નવલિકા વિશેષાંકનું ડૉ. ચંદ્રકાન્ત મહેતા સાથે સહસંપાદન કર્યું. ગુજરાત ટાઇમ્સની સુવર્ણજયંતીનો અવસર આવ્યો અને અમે ડૉ. કુમારપાળ દેસાઈને વિનંતી કરી. એમની સંપાદનની સૂક્ષ્મ સૂઝનો આમાંથી પરિચય મળી રહ્યો. ગુજરાત ટાઇમ્સનો હીરક મહોત્સવ ઊજવવાનો આવ્યો. આ નિમિત્રે અમારા આગ્રહને પરિણામે અમારા શુભચિંતક, સુપ્રસિદ્ધ લેખક કુમારપાળ દેસાઈએ “૨૧મી સદીનું વિશ્વ એવો દૃષ્ટિવંત વિષય રાખીને ૨૧મી સદીમાં અનેકવિધ વિષયોના લેખો મેળવીને અર્થપૂર્ણ સંપાદન કર્યું.
એપ્રિલ ૧૯૯૦માં ગુજરાત ટાઇમ્સ ૬૫મા જન્મદિન વિશેષાંક – પરિવર્તનનું પ્રભાત – નું સંપાદન પણ ડૉ. કુમારપાળ દેસાઈએ કર્યું. જેમાં અનેકવિધ વિષયોને આવરી લેતા આ વિશેષાંકને સાહિત્યસામગ્રીથી સમૃદ્ધ બનાવી આપવામાં તેમનો સહયોગ સાચે જ પ્રશસ્ય હતો.
ત્યારબાદ ૧૯૨૬ થી ૨૦૦૧ અમૃત મહોત્સવ વિશેષાંક ‘અમૃતધારા'નું સંપાદન પણ તેમણે જ કર્યું છે. તેમાં તેઓ નોંધે છે, “આજનું વિશ્વ અત્યંત ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. પૂર્વે જે પરિવર્તનો એક સૈકામાં થતાં હતાં, તે આજે દશકામાં થઈ રહ્યાં છે. વર્ગખંડના શિક્ષણ પર કમ્યુટર અને ઈન્ટરનેટે કબજો લીધો છે. યુવાપેઢીના ધ્યેયો અને આદર્શો સાવ બદલાઈ ગયા છે. નારી નવી ક્ષિતિજો તરફ મીટ માંડીને બેઠી છે. રાજકારણ વધુ ને વધુ ભ્રષ્ટ રૂપને પામતું જાય છે. પ્રજાસેવા અને લોકકલ્યાણ – રાજકીય પ્રવૃત્તિમાંથી દિનપ્રતિદિન ઘસાતાં જાય છે. ગુજરાત ટાઇમ્સના આ અંકમાં આવી રહેલાં પરિવર્તનોની માર્મિક સમીક્ષા છે.”
આમ એક વિલક્ષણ અવલોકન આપીને ડૉ. કુમારપાળ દેસાઈએ એક આર્ષદ્રષ્ટા ઋષિ તરીકેની પ્રતીતિ કરાવી છે. આ રીતે ગુજરાત ટાઇમ્સને એના વિશિષ્ટ અંકો માટે કુમારપાળ દેસાઈની ઉત્કૃષ્ટ સાહિત્યરુચિ, વર્તમાન વિશ્વ સાથેનો અનુબંધ અને ઉત્તમ લેખકો પાસેથી લેખો મેળવવાની ક્ષમતાનો લાભ મળ્યો છે. પરિણામે આજે પણ આ વિશેષાંકો પત્રકારત્વ જગતમાં આગવી ભાત પાડી રહ્યા છે.
પત્રકારત્વ એ કલા છે. ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગમાં તેઓ ઘણાં વર્ષોથી સેવાઓ પ્રદાન કરે છે. ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા છે. પત્રકારત્વના ક્ષેત્રમાં નવા આગંતુકોને ઉપયોગી માહિતી ઉપલબ્ધ થાય તે માટે અખબારી લેખન વિશે તેમણે એક મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. તદુપરાંત સાહિત્ય અને
Mi. વિનુભાઈ એમ. શાહ