SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ અમારું મહામૂલું રળ કુમારપાળ સાથેના સંબંધનું સ્મરણ કરું છું ત્યારે છેક ૧૯૮૪નું વર્ષ મને યાદ આવે છે. એ વર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના આયોજનથી કુમારપાળનો બ્રિટનનો પ્રવચન-પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ સમયે ઇંગ્લેન્ડમાં શિક્ષણ, સાહિત્ય અને ધર્મવિષયક એમનાં ૩૫ જેટલાં વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. આ પ્રવાસ સમયે કુમારપાળને પહેલી વાર મળવાનું બન્યું અને મનોમન એમ પણ થયું કે જો તેઓ થોડો સમય લંડન આવીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીની પ્રવૃત્તિ સંભાળે તો સારું, પણ એમના વ્યવસાયને કારણે આ શક્ય ન બન્યું. જોકે બીજા અર્થમાં મારી એ ભાવના સવિશેષપણે સાકાર થઈ. એમણે એ સમયથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના જે કોઈ કામને માટે ભારતમાં જરૂર હોય તે બધાનું સંયોજન કર્યું. બ્રિટનમાં નેમુ ચંદરયા અને ભારતમાં કુમારપાળ દેસાઈ એ બંનેએ સાથે મળીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું જૈન ધર્મના પ્રસારનું કામ જે રીતે ઉપાડી લીધું, તેનું આ સંસ્થાના ચેરમેન તરીકે મને ગૌરવ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીએ ભારતમાં એનાં કાર્યોનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં કુમારપાળના નિવાસસ્થાનેથી આ સંસ્થાનું સઘળું કામ ચાલતું હતું અને સૌપ્રથમ ૧૯૯૦માં “જેન ધર્મમાં પર્યાવરણની ઘોષણા” એ પુસ્તિકાનાં લેખનપ્રકાશનનું કામ શરૂ થયું. વર્લ્ડ વાઇડ ફંડ ફૉર નેચર(W.W.F.)ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડિનબરોને જૈન રતિલાલ ચંદરયા 443
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy