SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિએ પર્યાવરણ વિશે પુસ્તિકા આપવાનું નક્કી કર્યું. આ સમયે ભારતમાંથી ચાલીસ જેટલા સાધુમહારાજો અને વિદ્વાનોના મંતવ્યો કુમારપાળે મેળવ્યાં, જેનું સમગ્રતયા લેખન ભારતના પ્રસિદ્ધ બંધારણવિદ અને વિદ્વાન ડૉ. એલ. એમ સિંઘવીએ કર્યું. એ પછી જૈન ધર્મના અભ્યાસ માટે સ્કૉલરશીપ, જૈન સ્કોલરની યોજના, અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ભાવનગર વગેરે સ્થળોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજીની વ્યાખ્યાનશ્રેણી જેવાં કાર્યો થયાં. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી હસ્તપ્રતો અને આગમોનું મહત્ત્વનું કાર્ય કરનાર મુનિરાજશ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દીના સંદર્ભમાં પરિસંવાદનું આયોજન કર્યું ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં એક શતાબ્દી પૂર્વે એ જ શહેરમાં અને એ જ પરિષદમાં ગયેલા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં આ સંસ્થાએ કેટલાંક કાર્યો શરૂ કર્યા. સૌપ્રથમ એમની બે પ્રતિમા તૈયાર કરી, જેમાંની એક પ્રતિમા એમના જન્મસ્થાન સૌરાષ્ટ્રના મહુવામાં અને બીજી અમેરિકાના શિકાગો શહેરના જૈન દેરાસરના પરિસરમાં મુકાઈ. વીરચંદ રાઘવજી ગાંધીનાં પુસ્તકોના પ્રકાશન માટે કુમારપાળે પ્રયત્ન કર્યો અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના “અહિંસા' સામયિકનો એક વિશેષાંક પણ પ્રગટ કર્યો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું ‘અહિંસા' સામયિક ઘણાં વર્ષો સુધી અમદાવાદથી પ્રકાશિત થતું રહ્યું. જેની સઘળી જવાબદારી કુમારપાળે સંભાળી. એ જ રીતે વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં યોજાયેલા જન કલાકૃતિઓના પ્રદર્શનમાં અત્યંત આકર્ષણરૂપ બનેલું નાનું દેરાસર પણ અમદાવાદમાં કુમારપાળે તેયાર કરાવ્યું. ૧૯૯૭ની ૧૪મી એપ્રિલે અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં કુમારપાળ મહત્ત્વની ભૂમિકા ભજવી. કુમારપાળની કાર્યપદ્ધતિ અંગેનો ખ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીમાં તેમના અમૂલ્યને પ્રદાનને કારણે આવ્યો. આમ સબંધ એવો વિકસ્યો કે કુમારપાળ દેસાઈના સહયોગ વગર એકેય કામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી હાથ ધરે નહીં. કુમારપાળ દેસાઈ એટલે ઓછું બોલતી પણ સધ્ધર કામ કરતી એક ઇન્સ્ટિટ્યૂટ'. બોલે ઓછું પણ તેમની વિદ્વત્તાનો ભંડાર તે ઓછું બોલવા પાછળ ભર્યો. હોય જે તેમના સમાગમમાં આવે અને તેમને જેઓ જાણે છે તે જ સમજી શકે. જૈન ધર્મનું એકેય પાસું એવું નથી કે જેમાં કુમારપાળનું પ્રદાન ન હોય. જૈન ધર્મ અંગેનું એમનું સંશોધન, સાહિત્ય અને સંસ્થાગત કાર્ય એટલાં વિશાળ છે કે તેમનો એકબે પાનાંમાં સમાવેશ કરવાનું અશક્ય છે. વિશેષ તો સાહિત્ય, ચિંતન, પત્રકારત્વ, અનુવાદ એવાં અનેક પાસાંઓનું ખેડાણ કરનાર કુમારપાળ અમારું મહામૂલું રત્ન છે. એને મૂલવવું અને તે વિશે લખવાનું અઘરું અને કઠિન કાર્ય છે. કુમારપાળ એટલે એક હાલતી. ચાલતી વિદ્યાપીઠ, જેમનો સંસાર પણ એટલો જ મીઠો અને લાગણીપ્રધાન છે. 444 અમારું મહામૂલું રત્ન
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy