________________
હોય અને અનિષ્ટ પણ હોય. કેટલુંક ગ્રાહ્ય પણ હોય અને કેટલુંક ત્યાજ્ય પણ હોય. તેઓ હંમેશાં ગુણગ્રાહી રહ્યા છે. બીજાની ખૂબીઓનો આદર કરવાની ખૂબી એ ધરાવે છે. કોઈની ટીકા-નિંદા કરવાથી એ સદાય દૂર રહ્યા છે. આ કારણે તેઓ મોટેભાગે અજાતશત્રુ રહ્યા છે. કોઈનું દિલ ના દુભાય, કોઈની લાગણીને ઠેસ ના લાગે એવા જૈન સંસ્કારને એમણે અજવાળ્યા છે. અપ્રિય વ્યક્તિ અને અણગમતી ઘટનાઓ સાથે પનારો પડે તોય પોતાનું સૌજન્ય હેમખેમ રાખવાનું એમનું સામર્થ્ય પણ ઉદાહરણરૂપ છે. એમનાં વાણી અને વર્તન કદીય કડવાશ પેદા કરતાં નથી.
ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી એવૉર્ડ એનાયત થયો એથી માત્ર જૈન સમાજ નહિ, માત્ર ગુજરાતી સાહિત્યક્ષેત્ર જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતી સમાજ ધન્યતા અનુભવે છે. આપણા સૌના અભિનંદનના તેઓ સાચા અર્થમાં હકદાર છે. તેમની તમામ સિદ્ધિઓને હૃદયપૂર્વક આપણે બિરદાવીએ.
358 સમયને સતત પડકારતું વ્યક્તિત્વ