SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ભીનાં મોતી’ (ત્રણ ભાગ), ‘મોતીની ખેતી’, ‘માનવતાની મહેક’, ‘તૃષ્ણા અને તૃપ્તિ’, ‘ક્ષમાપના’, ‘શ્રદ્ધાંજલિ’, ‘જીવનનું અમૃત’, ‘દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો’, ‘ઝાકળ બન્યું મોતી’ ખૂબ જ લોકભોગ્ય બન્યા છે. અન્ય ભાષામાં પણ તેમનાં પુસ્તકોના અનુવાદ થયા છે. આ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. ‘ગુજરાત સમાચાર’ જેવા ખૂબ જ વંચાતા દૈનિકમાં સૌથી વધુ કૉલમ લખનાર લેખક તરીકે તેમનું નામ મોખરે છે. પત્રકારત્વક્ષેત્રના તેમના ખેડાણની વાત કરીએ તો ‘અખબારી લેખન’ વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા સાહિત્ય અને પત્રકારત્વ' નામના ગ્રંથનું તેમણે સંપાદન પણ કર્યું છે. પરદેશમાં જૈન ધર્મના તત્ત્વજ્ઞાન વિશેનાં એમનાં પ્રવચનો ખૂબ જ આવકાર પામ્યાં છે. અને એમની આ શક્તિને બિરદાવતાં ઇંગ્લૅન્ડની ચૌદ ભારતીય સંસ્થાઓએ મળીને એમને ‘હેમચંદ્રાચાર્ય’ પુરસ્કારથી નવાજ્યા પણ છે. આ ઉપરાંત તેઓશ્રીને કૅલિફૉર્નિયાના જેન સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર’, ‘જૈન જ્યોતિર્ધર એવૉર્ડ' તેમજ અમેરિકા અને કૅનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતી ફેડરેશન ઑફ જૈન અમેરિકા એસોસિએશન ઑવ નોર્થ' (જેના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યમાં સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ એવૉર્ડ એનાયત થયેલ છે. આમ અનેક પુસ્તકોના લેખક, અનેક એવૉર્ડના વિજેતા, ૨મત-ગમત ક્ષેત્રે જેમનું પત્રકારત્વ દાદ માગી લે તેવું છે, તેમજ જૈન ધર્મના ઊંડા અભ્યાસી, ચિંતક કુમારપાળભાઈને અંતરના ઉમળકાથી આવકારીએ અને પરમકૃપાળુ પરમાત્મા એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને વિધવિધ ક્ષેત્રે યશદાયી સફળતા બક્ષે તેવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. 290 બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક અને ચિંતક
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy