________________
ના"ri
.
.
પ્રેમભીની મૈત્રી
લાકો મને ક્યારેક પૂછે છે - તમે કુમારપાળ દેસાઈને ઓળખો છો ખરા ? તમારે તેમની સાથે પરિચય ખરો ?
અને ત્યારે મારે, આટલાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા છતાંય, સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ઓળખાણ કે પરિચય શબ્દનો અર્થ જોવા બેસવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
હા, કુમારપાળ સાથે પરિચય છે, એક અજબનો પરિચય. આમ તો વિયભેદ હોવા છતાંય કુમારપાળ આત્મીય બની ગયા છે, આત્મીય સ્વજન અને સન્નિષ્ઠ મિત્ર. મૂળ તો પરિચય સદ્ગત શ્રી જયભિખ્ખ સાથે – આકાશવાણીને કારણે અને શારદા સોસાયટીમાં નિવાસ રહ્યો ત્યારેય પરિચય તો એમની સાથે જ. પણ પછી કુમારપાળ સાથે સન્નિષ્ઠ મૈત્રીનો તંતુ ક્યારે જોડાયો તેનું લગીરે સ્મરણ નથી. માત્ર તેની મૈત્રીનો ભારોભાર – જબરદસ્ત અનુભવ જ માણ્યો છે.
કદાચ અમારી અધ્યાપકીય કારકિર્દી તેમાં નિમિત્ત બની હશે. જે હો તે, પણ કુમારપાળે મૈત્રીનો હાથ સતત લંબાવ્ય જ રાખ્યો છે. પ્રેમનું ઝરણું સતત વહે છે તે મૈત્રીમાં સ્મિતનાં રત્નો તો ખર્યા જ કરે છે.
ફોનમાંય તે પ્રેમ અને સ્મિત તો વહેતા જ હોય. અમારી મૈત્રી વિશિષ્ટ છે, સદાયની ટેલિફોનિક મૈત્રી. કશુંય કામ ન હોય તોય એ ફોન કરે, ખબર-અંતર પૂછે અને પછી પ્રવૃત્તિઓની વાતો વહેવા દે. મારું પણ એવું જ. ગમે ત્યારે એમનું સ્મરણ જાગે ને ફોન.
295
રવીન્દ્ર ઠાકોર