SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ જયભિખ્ખું ડિસેમ્બર ૧૯૬૯માં અવસાન પામ્યા એ અગાઉ એમણે મને બે ગુરુમંત્ર આપ્યા: (૧) આપણે લખીએ તે તરત કદાચ ન પણ છપાય; પરંતુ લખવાનો મહાવરો ચાલુ રાખવો. દરરોજ ઓછામાં ઓછાં પાંચ પાનાં લખવાં. (૨) પ્રૂફરીડિંગ કરવાનું ચાલુ રાખવું. આપણી ભાષા, શેલી, જ્ઞાન-માહિતી, સાહિત્યપ્રવાહોની જાણકારી વગેરે તીક્ષ્ણ ધારદાર રહે એ માટે પ્રફરીડિંગ જરૂરી છે. કેટલાક ગુમાની લેખકો પૂફરીડિંગને નિમ્ન સ્તરની કામગીરી માને છે, એવા લોકો બંધિયાર જળ જેવા બની જાય છે. જયભિખૂની આ બંને શિખામણો મેં સતત ત્રણ દાયકાથી પાળી છે. હમણાં લખવાનો બોજ વધી ગયો છે એટલે વ્યવસાયી પૂફરીડિંગ છોડી દીધું છે, પરંતુ મારાં પોતાનાં પુસ્તકો અને મારાં સંપાદનો તળે ચાલતાં ગૂર્જર સાહિત્ય', “બાલઆનંદ જેવાં સામયિકોનાં ફાઇનલ પૂફ તો વાંચવાનો આગ્રહ રાખું જ છું અને લેખન... ચારસો ઉપરાંત પુસ્તકો અમસ્તાં નથી થયાં. હજુ થશે. સાઠના દાયકાનો ઉત્તરાર્ધ અને સિત્તેરના દાયકાનો પૂર્વાર્ધ અમારા અનેક સહ-ઉજાગરાનો સાક્ષી છે. ગુજરાત સમાચાર' અને ઝગમગબંનેમાં કુમારપાળ ખેલકૂદના સ્તંભ લખે. ક્રિકેટ વિષેની જાણકારી છાપે. એટલે અમદાવાદમાં કોઈ મેચ રમાવાની હોય ત્યારે શ્રીમાનને ‘ક્રિકેટજંગ' પ્રગટ કરવાનો ઉમળકો જાગે એટલે એ મારો કાંઠલો ઝાલે. અમે સાથે મળીને ‘ક્રિકેટજંગ'ના લેખનાં પૂફરીડિંગ, લેઆઉટ વગેરેની કસરત કરીએ. એ પ્રોફેસર અને હું પૂરા સમયનો પત્રકાર. એટલે રાતના ઉજાગરા કરીને જ કામ કરી શકીએ. ચંદ્રનગરને એમને બંગલે અમે પરોઢ સુધી જાગીએ. પાર્શ્વભૂમાં વાસણા ખાતેના સાબરમતી પરના બેરેજનાં મશીનોનું ધમધમાટ સંગીત ચાલતું હોય... મીઠા લાગતા'તા દોસ્તોના એ ઉજાગરા ! હું મારી તરંગી પ્રકૃતિ મુજબ ઘણી વાર કહ્યું કે બાપુ, આ બેરેજ બંધાઈ જાય અને સાબરમતી સરોવર બની જાય, પછી એની વચ્ચે મારે એકદંડિયો મહેલ બનાવવો છે! સાબરમતીની વચ્ચે તો નહિ, પરંતુ એને સાવ કાંઠે, પેલા બેરેજની પાડોશમાં આખરે મારું પોતાનું ઘર થયું એ માટેનો મહત્તમ યશ કુમારપાળને ઘટે છે. મેં એમને કહી રાખેલું કે મારે આટલામાં, તમારા પડોશમાં, ક્યાંક ટેનામેન્ટ જોઈએ છે. એમણે નારાયણનગરના મંત્રી પ્રવીણભાઈ શાહને ભલામણ કરી. કુમારપાળનું ચીંધેલું કામ હતું એટલે પ્રવીણભાઈએ પાંચ-પાંચ મહિના તકેદારી રાખીનેય પાર પાડ્યું. કુમારપાળના અને મારા સંબંધની કઈ કઈ વિગતો ભૂલું અને કઈ યાદ કરું? ૧૯૭૭માં નવગુજરાત કોલેજની મેનેજમેન્ટે પત્રકારત્વ જેવા વ્યવસાયી અભ્યાસક્રમો શરૂ કર્યા. એ માટે એક મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટ રચીને ડૉ. ચંદ્રકાંત મહેતા અને ડૉ. કુમારપાળ દેસાઈને એનું સંચાલન સોંપ્યું. ત્યારે વિઝિટિંગ ફેકલ્ટીમાં મારો સમાવેશ કર્યો. આ બે દોસ્તોએ મને પ્રોફેસર' બનાવ્યો! 270 સાડાચાર દાયકાની દોસ્તી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy