________________
દિક દાર
મૂલ્યનિષ્ઠ શિક્ષક
જરાતની પવિત્ર ભૂમિ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો, વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો અને ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોથી ઊજળી છે. આ ગોરવવંતી પરંપરાને સંવર્ધિત અને સંમાર્જિત કરવામાં જેમનું નામ આજે આદરપૂર્વક લઈ શકાય તેવું વિરાટ અને વત્સલ વ્યક્તિત્વ છે ડૉ. કુમારપાળ દેસાઈ.
ઈ. સ. ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને જ્યારે તેમને ભારત સરકાર તરફથી પાશ્રીનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે અચાનક જ મનમાં પ્રશ્ન ફુર્યો કે “સાહેબના કયા ક્ષેત્રના પ્રદાનને પદ્મશ્રી કમિટીના સભ્યોએ વિશેષ મહત્ત્વ આપ્યું હશે ? સાહિત્ય, શિક્ષણ, જૈનદર્શન, રમતગમત, પત્રકારત્વ આવાં કેટલાંય ક્ષેત્રોમાં તેમનું વિશેષ નોંધપાત્ર પ્રદાન છે અને દરેક ક્ષેત્રમાં તેમણે એક યા બીજી રીતે સિદ્ધિનાં સોપાનો સર કર્યા છે. ભારત સરકારના આ નિર્ણય એક માત્ર કુમારપાળ દેસાઈનું વ્યક્તિગત ગૌરવ નથી, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.
પ્રસ્તુત લેખમાં ડૉ. કુમારપાળ દેસાઈના આદર્શ શિક્ષક તરીકેના પાસાની થોડીક અંગત વાત કરવી છે. ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મારે કૉલેજના પ્રથમ વર્ષથી પ્રત્યક્ષ પરિચય. આ પહેલાં મારા પિતા અને મારા આદરણીય વડીલ ડૉ. ચંદ્રકાંત મહેતા
દર્શના ત્રિવેદી
s13