________________
વિદેશમાંથી અનેક આર્થિક સહયોગ, મેડિકલ સહાય આદિ મેળવવા યથોચિત પ્રયાસ કરવાનું ન ચૂકનારા કુમારપાળભાઈને અનેક સંસ્થાઓમાં માનદ્ સેવાઓ આપવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે.
સદા હસમુખા, સરળ, નમ્ર અને સાદાઈમાં રહેનારા કુમારપાળભાઈ વીતરાગની વાણીનાં રહસ્યો દેશ-વિદેશમાં પ્રસરાવે તથા સ્વજીવનમાં સમ્યગુ જ્ઞાનની સાધના-આરાધનામાં આગળ વધતા રહે, જીવમાત્રને સંસારમુક્તિની સાચી દિશા બતાવવાની વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરે, ઉત્તરોત્તર ભવોમાં ઉત્તમ કુલ, ક્ષેત્રાદિ પામી વીતરાગની વાણીના માધ્યમથી સ્વ-પરના ઉપકારની ભાવનામાં મગ્ન બની શાશ્વત સુખના ભાગી બને એ જ મંગલ કામના.
193. વસંતભાઈ પંડિત