SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ગયેલાં. ભારતમાં હતો ત્યારે તેમના પિતાશ્રીએ શરૂ કરેલી અને તેમણે ચાલુ રાખેલી ઈંટ અને ઇમારત વાંચવાનું હું ચૂક્યો નથી. મને પ્રથમ પરિચય થયો ૧૯૯૯માં. અમેરિકામાં અત્યારે ૬૧ જૈન સેન્ટર્સ છે. તેમાં જૈન સેન્ટર ઑફ ન્યૂ જર્સી ઘણું જાણીતું અને વિશાળ છે. તેમાં લગભગ ૧,૦૦૦ કુટુંબો સભ્ય છે. આ સેન્ટરમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે, દર વર્ષે પર્યુષણ પર્વ નિમિત્તે સવાર-સાંજ પ્રવચનો આપવા માટે ભારતથી સ્કોલરને નિમંત્રણ અપાય છે. જેન સેન્ટરના નિમંત્રણને માન આપીને કુમારપાળભાઈ ૧૯૯૯ના પર્યુષણ વખતે ન્યૂ જર્સીમાં આવેલા. તેમના યજમાન બનવાનો લાભ મને મળ્યો. મારે ત્યાં તેઓ મહેમાન તરીકે રહ્યા અને ટૂંક સમયના પરિચયમાં મને તેમના વ્યક્તિત્વની સ્પર્શના થઈ. ગુજરાતી સાહિત્ય અને જૈનદર્શનમાં મને ઊંડો રસ છે તે જાણીને તેમણે મુક્તમને ઘણી વાતો કરી. પર્યુષણનાં તેમનાં પ્રવચનોને સારો આવકાર મળ્યો. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને તેમનાં પ્રવચનોનો અને તે દ્વારા જિન-વાણીનો રસાસ્વાદ માણ્યો. તેમણે લખેલું પુસ્તક “Glory of Jainism' મને ઘણું ગમી ગયેલું. એક દિવસ તેમનું પ્રવચન સમાપ્ત થયા પછી, આ પુસ્તકમાં રહેલી વિશેષતાઓ અને ખૂબીઓ જણાવી લોકોને આ પુસ્તક વસાવવા આગ્રહ કર્યો અને પુસ્તક ખરીદવા માટે પડાપડી થવા માંડી. તેમનાં પ્રવચનોથી પ્રભાવિત થઈને જૈન સમાજે ફરીથી પર્યુષણ કરાવવા તેમને વિનંતી કરી. જૈન સેન્ટરની વિનંતીને માન આપીને તેઓ ૨૦૦૪ના પર્યુષણમાં ન્યૂ જર્સી આવવાના છે. તેમના ઉદાર, સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો મને અનુભવ થયો તે પ્રસંગ કહ્યા વિના હું રહી શકતો નથી. મારી સાથેના વાર્તાલાપમાં તેમને ખબર પડી કે પૂ. ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થસૂત્ર' ગ્રંથ ઉપર હું છેલ્લાં સાત વરસથી નિયમિત સ્વાધ્યાય કરાવું છું. વાર્તાલાપ દરમ્યાન તેમણે એ પણ જાણ્યું કે તત્ત્વાર્થસૂત્રના દસ અધ્યાય ઉપર લગભગ ૨૦ વિડિયો કેસેટ બનાવવાની મારી ઇચ્છા છે. આ વાતનો વિસ્તાર કરીને તેમણે ઊંડો રસ લીધો અને આ પ્રોજેક્ટ માટે જે મદદ જોઈએ તે આપવાની તેમણે તૈયારી બતાવી. તેમના શબ્દોમાં કહું તો મને કહે, ચંદ્રકાંતભાઈ! તમે ભારતમાં આવો અને વિડિયો બનાવો. ટુડિયોની વ્યવસ્થા હું કરી આપીશ. ઉપરાંત તમારે જે ચિત્રો મૂકવાં હોય તે મને જણાવો, હું તૈયાર કરાવી દઈશ. તમારે અમેરિકામાં રહીને વિડિયો બનાવવી હોય તો હું તમને ભારતથી બધાં ચિત્રો અને અન્ય માહિતી મોકલી આપું.” 527 ચન્દ્રકાન્ત બી. મહેતા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy