________________
હું તો સ્તબ્ધ થઈ ગયો. આટલા ટૂંકા પરિચયમાં, આટલી સરળતા અને ઉદારતા કોણ દર્શાવી શકે? જોકે સમયના અભાવે મારો આ પ્રોજેક્ટ હજી શરૂ થયો નથી પરંતુ તેમણે મને જે પ્રોત્સાહન આપ્યું તે હું ભૂલી શકું તેમ નથી.
કુમારપાળભાઈ જૈન ધર્મના બધા ફિરકાઓને માન આપીને કેવો સમન્વય રાખે છે તે પરિચય મને ભારતમાં થયેલો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ઉપક્રમે તેમણે એક વાર્તાલાપ ગોઠવેલો, જેમાં શ્વેતાંબર, દિગમ્બર, તેરાપંથ, શ્રીમદ્ રાજચંદ્ર, સ્થાનકવાસી વગેરે સંપ્રદાયોના પ્રતિનિધિઓનો એક વાર્તાલાપ ગોઠવાયેલો. મારા સદ્ભાગ્યે હું પણ ત્યાં હાજર હતો. તેમણે અનેકાંતદષ્ટિથી આખા વાર્તાલાપનું સંચાલન કરેલું.
લેખક, વિવેચક, પ્રવચનકાર, તત્ત્વચિંતક અને ધર્મપ્રેમી ડૉ. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ ખરેખર બહુઆયામી છે.
જૈન ધર્મના પ્રવચનકાર અને જૈન સેન્ટર ઑફ ન્યૂજર્સીના અગ્રણી
528 પદ્મ અને શ્રી