________________
:
- કચ્છ
.
. ૧
અ.ક્ર
3. •
દર
કરો
-
મક
છે
"
મરમી
સાહિત્યકાર
વિવિધ ક્ષેત્રે અનેક એવૉસ અને પારિતોષિકો પ્રાપ્ત કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને એમની યશોદાયી અને જ્વલંત કામગીરીને લક્ષમાં રાખીને ભારત સરકાર તરફથી ૨૦૦૪નો પદ્મશ્રી એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો તે બદલ તેમને અભિનંદન અને અમારી શુભ આશિષ.
ડૉ. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ અનેકરંગી છે. તેમણે ગુજરાતી સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, જૈન ધર્મદર્શન, રમતગમત વગેરે ક્ષેત્રોમાં પોતાનું વિશિષ્ટ એવું બહુમૂલ્ય પ્રદાન કર્યું છે અને આજે પણ આ બધાં ક્ષેત્રોમાં તેમનું પ્રદાન વણથંભ્ય રહ્યું છે. આ બધાં ક્ષેત્રોમાં તેમની બહુમુખી પ્રતિભા પાંગરતી રહી છે. આમ છતાં જયભિખ્ખના પનોતા પુત્ર એવા ડૉ. કુમારપાળ દેસાઈ સ્વભાવે નમ્ર અને નિરાભિમાની રહ્યા છે. એક જ સ્ટેજ પર એમનો અને અમારો ભેટો ચાર-પાંચ વાર થયો છે ત્યારે એમની વિશિષ્ટ પ્રતિભાની અમને ઝાંખી થઈ છે. તેમની જ્ઞાનપિપાસા સદા અતૃપ્ત રહી છે તેથી તેઓ પ્રવચનોમાં તેમજ લેખનપ્રવૃત્તિમાં સતત મંડ્યા રહ્યા છે. સદા પ્રફુલ્લિત રહેતા ડૉ. કુમારપાળ દેસાઈ યૌવનને પણ શરમાવે એવો બાહ્ય અને આંતરિક તરવરાટ ધરાવે છે. એમની પાસે હજી અનેક અપેક્ષાઓ ચોક્કસ રાખી શકીએ.
ઉપર દર્શાવેલા દરેક ક્ષેત્રે તેમનું યશસ્વી પ્રદાન છે. તેમનો મુખ્ય વ્યવસાય પ્રાધ્યાપકનો. ગુજરાતીના તેઓ પ્રાધ્યાપક. અતઃ ગુજરાતી સાહિત્યના તેઓ
મુનિશ્રી ભાનુવિજયજી
14